Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 418
________________ ૯૧. ડિલભૂમિનું સ્વરૂપ ૩૯૯ સાથે ગામ વસ્યું હોય, તે તે ભૂમિ બાર વરસ સુધી સ્થડિલભૂમિરૂપે રહે છે. તે પછી અર્થાડિલ થાય છે. ૬. વિસ્તીણ વિસ્તીર્ણ એટલે વિસ્તારવાળી ભૂમિ – તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે. જઘન્ય વિસ્તાર એક હાથ લાંબી-પહોળી ભૂમિ હેય તે. ઉત્કૃષ્ટ વિસ્તાર બાર યેાજન પ્રમાણને જ્યાં ચક્રવર્તીની છાવણીને પડાવ હોય તે જાણો. બાકીને એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેને મધ્યમ વિસ્તાર છે. ૭. દૂર-અવગાહ:-જે ભૂમિ અગ્નિતાપ વગેરેથી ચાર આંગળ સુધી નીચે અચિત્ત થઈ હોય તે જઘન્ય અને જે નીચે પાંચ વગેરે આગળ પ્રમાણ અચિત્ત હોય, તે ઉત્કૃષ્ટ અવગાઢ. અહીં વૃદ્ધ સંપ્રદાય એવો છે, કે ચાર આંગળ ઊંડી અચિત્ત ભૂમિમાં સ્પંડિલ (ઠલ્લો) પરઠવાય પણ માત્રુ ન પરઠવાય. ૮. અનાસન્ન – અનાસન્ન એટલે બગીચા વગેરેની અતિ નજીકમાં નહીં. . આસનના બે પ્રકાર છે. દ્રવ્યાસન્ન અને ભાવાસન્ન. દ્રવ્યાસન એટલે દેવમંદિર, હવેલી (મકાન), ગામને બગીચે, ગામ, ખેતર, રસ્તા વગેરેની નજીક થંડિલ કરવું તે. આમાં સંયમપઘાત અને આત્મવિરાધના– એમ બે દોષે છે. તે આ રીતે કે, જે દેવકુલ વગેરેની નજીકમાં સ્થડિલ પરઠ હોય, તે દેવકુલને (માલિક) સ્વામિ કેઈક નેકર વગેરે પાસેથી બીજી જગ્યાએ નંખાવે અને તે જગ્યાને લીંપણ કરાવે તથા હાથ દેવડાવે તેમાં સંયમવિરાધના થાય. તેમ જ તે ઘર વગેરેને માલિક ગુસ્સે થઈ મારકૂટ પણ કરે. તે આત્મવિરાધના થાય. ભાવાસન્ન -એટલે જ્યાં સુધી જરા પણ (સ્થડિલ) સંજ્ઞા ન આવે ત્યાં સુધી રહેવું તે ભાવાસન. તે ભાવાસન્ન થાય માટે સ્થડિલભૂમિએ ઉતાવળથી જતો હોય, તે વખતે કઈક ધૂત સાધુની Úડિલની શંકા જાણી ધર્મ પૂછવાના બહાને અધવચ્ચે ઉભા રાખે. તેથી શંકા રેકી રાખવાના કારણે મરણ કે માંદગી થવાને અવશ્ય સંભવ હોવાથી આત્મવિરાધના થાય છે. સંજ્ઞા જે ન રોકે તે લેકની આગળ રસ્તામાં જ ઈંડિલ કરવાનો પ્રસંગ આવે અથવા તે જાંઘ વગેરે લેપાવાથી બગડે તે પ્રવચન વિરાધના થાય. તથા પડિલેહ્યા વગરની ભૂમિએ શૌચ કરવાથી સંયમવિરાધના થાય છે. ૯. બિલવજિત - બિલવાળી સ્થડિલભૂમિમાં શૌચ કરવાથી જે સ્થડિલ માત્રુ દરમાં પેસે, તે તેમાં રહેલ કીડી વગેરે જીવોનો નાશ થાય છે. એટલે સંયમ વિરાધના થાય. સાપ વગેરે કરડવાથી આત્મ વિરાધના થાય. ૧૦. ત્રસ, પ્રાણુ, બીજ રહિત – સ્થાવર અને ત્રસ જી રહિત ભૂમિ. ત્રણ સ્થાવર જીવવાળી ભૂમિમાં શૌચ કરવાથી સાધુને સંયમવિરાધના અને આત્મવિરાધના થાય છે. એમાં ત્રસ અને સ્થાવર જનો નાશ થતો હોવાથી સંયમ વિરાધના થાય છે.

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444