________________
૧૪૬૦
પ્રતિમાશતક | શ્લોક : ૯૪
૭ શ્રાદ્ધવિ - અહીં પિથી એ કહેવું છે કે સાધુની ભાવપૂજા તો લોકોત્તર૫ણાને આશ્રિત છે, પરંતુ શ્રાવકની પણ વિધિશુદ્ધ પૂજા લોકોત્ત૨૫ણાને આશ્રિત છે.
इतस्त्वन्यादृशीं કૃત્તિ । વળી આનાથી અન્ય પ્રકારની લૌકિકીને=સામાન્ય ધર્મવચનને પ્રાપ્ત એવી પૂજાને, અમારા આચાર્યો દાનભેદની જેમ=દાનવિશેષની જેમ=વિવેકમૂલક અનુકંપાદાનની જેમ, પુણ્ય માટે કહે છે=ઇચ્છે છે.
.....
તવુમ્ - તે=પૂર્વમાં કહ્યું કે લોકોત્તર પૂજા ધર્મરૂપ છે અને દાનવિશેષની જેમ લૌકિકી પૂજા પુણ્ય માટે છે, તે બિંબ કરાવણને આશ્રયીને ષોડશક-૭, શ્લોક-૧૪-૧૫-૧૬માં કહેવાયું છે.
“एवंविधेन અમ્યુયસાર વ” ।। “આવા પ્રકારના આશયથી=શાસ્ત્રવિધિને પરતંત્ર એવા પ્રકારના આશયથી, જે બિંબનું કરાવવું તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર કહે છે, અને આનાથી અન્યને લૌકિક અને ૫ અભ્યુદયસાર=સ્વર્ગફલક
કહે છે.”
નોજોત્તર અનુષોન”।। વળી અહીં=બિંબ કરાવવામાં, પરમફળને=મુખ્ય ફળને, આશ્રયીને લોકોત્તર બિંબનું કરાવવું નિર્વાણસાધક છે. અહીં=લોકોત્તર બિબ કરાવવામાં, અનુષંગથી અભ્યુદય પણ પરમ=શ્રેષ્ઠ થાય જ છે."
“कृषिकरण વિશ્વાત્” ।। ખેતી કરવામાં પલાલની જેમ અહીં=જિનબિંબ કરાવવામાં, નિયમથી આનુષંગિક અભ્યુદય થાય છે. અહીં=જગતમાં ધાન્ય પ્રાપ્તિની જેમ બિબથી પરમનિર્વાણફળ થાય છે.”
.....
एतच्चाबाधकं અને આ=લોકોત્તર આશ્રિત એવી પૂજા ધર્મ માટે છે, અને લૌકિકી પૂજા પુણ્ય માટે છે, એમ જે અમારા આચાર્યો કહે છે એ, અબાધક છે; કેમ કે અલૌકિક એવા ક્ષમાદિ ભેદોનું પણ ઉત્તમક્ષમામાર્વવ ..... ઇત્યાદિ તત્ત્વાર્થ ૯/૬ સૂત્રથી ધર્મ મધ્યે ગ્રહણ હોવાથી, અન્યોની=અલૌકિક એવા ઉત્તમ ક્ષમા-માર્દવ આદિથી અન્ય એવી ક્ષમાદિની અર્થથી પુણ્યપણારૂપે સિદ્ધિ હોવાથી લૌકિકપણાનું અભિધાન હોવાને કારણે જ એ રીતે=જે રીતે લોકોત્તર પૂજાને ધર્મરૂપે અને લૌકિક પૂજાને પુણ્યરૂપે સ્વીકારી છે એ રીતે, ઉપપત્તિ=સંગતિ, છે.
આદ્દ – વિંશતિવિંશિકા ૧૧/૩માં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું
“વારવાર ..... નળો” ।। ઉપકારીક્ષમા, અપકારીક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા (એમ પાંચ પ્રકારની ક્ષમા) હોય છે. તેમાં પ્રથમની ત્રણ સાપેક્ષ અને લૌકિકી છે, યતિને છેલ્લી બે–વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે, (તે) ઇતર છે–નિરપેક્ષ અને લોકોત્તર છે.
પ્રસ્તુત શ્લોકનો ફલિતાર્થ બતાવે છે
-
નાવિશેષસ્વ ..... પરમાર્થ:।। અને દાનવિશેષનું પુણ્યપણું છે; કેમ કે અનુકંપાદાનાદિ છે, અથવા અલ્પતર પાપ અને બહુતર નિર્જરાના કારણપણા વડે સૂત્રઉપદિષ્ટ એવા દાનાદિ પુણ્ય મધ્યે કહેવાયેલા છે, ધર્મમધ્યે પણ કહેવાયેલા છે, તેની જેમ પૂજા પણ થાય, એ પ્રકારે પરમાર્થ છે. ૯૪
૦ ટીકામાં સૂત્રોપવિષ્ટસ્થ વા વાનાતિ પુછ્યમધ્યે પ્રોમ્ આ પ્રમાણે પાઠ છે ત્યાં સૂત્રોષ્ટિવાનાવિ વા પુષ્પમધ્યે પ્રોમ્ એ મુજબ પાઠ ભાસે છે, અને એ મુજબ અમે અર્થ કરેલ છે.