Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 398
________________ પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧ ૧૫૪૧ આનંદઘનરૂપ છે, તેમ સાધનનું પણ આનંદઘનપણું છે એ રીતે, અરૂપધ્યાનરૂપ નિરાલંબનયોગ માટે જ પરમાત્માના અરૂપધ્યાનરૂપ નિરાલંબનયોગ માટે જ, જ્યોતિ સ્વરૂપ ભગવાનના રૂપની સ્તુતિ છે=શ્લોકના પ્રથમ બે પાદમાં ગ્રંથકારશ્રીએ ભગવાનના જ્યોતિ સ્વરૂપ રૂપની સ્તુતિ કરેલ છે, એ પ્રકારે આવેદિત થાય છે. અને તે રીતે–પરમાત્માની પ્રતિમાના દર્શનથી નિરાલંબનધ્યાન માટે ભગવાનના રૂપની સ્તુતિ થાય છે એમ પૂર્વમાં કહ્યું તે રીતે, “પ્રતિમા સ્વલ્પબુદ્ધિવાળા જીવો માટે છે" ઈત્યાદિ દર્શન વડે પણ ઈત્યાદિ પદોના દર્શન વડે પણ, વ્યામોહ કરવો જોઈએ નહિ; કેમ કે નિરાલંબતયોગની પૂર્વે સ્વલ્પબુદ્ધિવાળાને જ તેના અધિકારની સિદ્ધિ છે= પ્રતિમાની ઉપાસનાના અધિકારની સિદ્ધિ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રતિમા નિરાલંબનયોગની પ્રાપ્તિ માટે નથી, પરંતુ તેની પૂર્વે અલ્પબુદ્ધિવાળાને ઉપકારક છે, તેમ કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે – સાવન .... ચરિતાર્થત્વ, સાલબતયોગના સંપાદકપણાથી જ તેનું પ્રતિમાનું, ચરિતાર્થપણું છે–પ્રતિમાનું નિરાલંબન યોગની પ્રાપ્તિનું કારણ પણું છે. ગાથા ..... અન્યથા=પ્રતિમા સાલંબનયોગના સંપાદન દ્વારા જ નિરાલંબાયોગની પ્રાપ્તિનું કારણ છે, તેમ ન માનો, અને નિરાલંબતયોગની અતનુવર્તી પ્રતિમાની ઉપાસના છે, માટે બુદ્ધિમાનોને પ્રતિમાની ઉપાસના કરવા જેવી નથી, તેમ માનો તો, કેવલજ્ઞાનકાળનું અવતુવતિ એવું શ્રુતજ્ઞાન પણ દેવાનાંપ્રિયનેમૂર્ખને, અનુપજીવ્ય થાય-અનાધાર થાય, તિ=એથી પતિએ="પ્રતિમા, સ્વલ્પબુદ્ધિવાળાઓને છે” એ પ્રકારના પદના દર્શનથી જેઓ વ્યામોહ કરે છે કે પ્રતિમા કલ્યાણનું કારણ નથી એ, અર્થ વગરનું છે. II૧૦૧ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ભગવાનની સ્તુતિ કરતાં પ્રાર્થના કરી કે “હે ભગવંત ! તમારું જ્યોતિ સ્વરૂપ રૂપ મારા હૈયામાં ત્યાં સુધી પરિવર્તન પામો કે જ્યાં સુધી હું ઉત્તમ પદને ન પામું', અને ત્યારપછી તે ઉત્તમ પદ આનંદઘનરૂપ છે, તેમ બતાવ્યું. તેથી એ ફલિત થયું કે ભગવાનની સ્તુતિનું ફળ ઉત્તમ પદ છે, અને તે ઉત્તમ પદ આનંદઘનસ્વરૂપ છે. તેથી જેનું ફળ આનંદઘન સ્વરૂપ હોય તેનું સાધન પણ તત્સદશ હોય, તેથી તેનું સાધન એવું નિરાલંબનધ્યાન પણ આનંદઘન સ્વરૂપ છે, તેમ ફલિત થાય. જેમ સિદ્ધઅવસ્થા આનંદઘન સ્વરૂપ છે, તેમ તેની પ્રાપ્તિના સાધનભૂત એવો નિરાલંબનયોગ પણ આનંદઘન સ્વરૂપ છે, અને તે નિરાલંબનયોગની પ્રાપ્તિ માટે ગ્રંથકારશ્રીએ ભગવાનના જ્યોતિ સ્વરૂપ રૂપની સ્તુતિ કરેલ છે, એ પ્રકારનો અર્થ પ્રસ્તુત શ્લોકથી આવેદિત થાય છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રતિમાની સ્તુતિનું ફળ આનંદઘન સ્વરૂપ મોક્ષ છે, અને તેની પ્રાપ્તિનો ઉપાય નિરાલંબનયોગ છે, તે પણ આનંદઘન સ્વરૂપ છે, અને તે નિરાલંબનયોગની પ્રાપ્તિ માટે ગ્રંથકારશ્રીએ પ્રતિમાની સ્તુતિ કરેલ છે. તેથી “પ્રતિમાનો અધિકાર સ્વલ્પબુદ્ધિવાળાને છે” ઇત્યાદિ શાસ્ત્રવચનોના દર્શનથી વ્યામોહ કરવો જોઈએ નહિ અર્થાત્ કેટલાક અર્ધવિચારકો શાસ્ત્રમાં “પ્રતિમાનો

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432