Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
કોષકાર તરીકે હેમચન્દ્રનું સ્થાન કેવલ સમગ્ર જૈન પરંપરામાં જ નહિ પરંતુ ભારતીય વિદ્વત્પરંપરામાં પણ અસાધારણ છે. આ જ તેમની અસાધારણતા અને વ્યવહારદક્ષતા પ્રમાણમીમાંસાની ભાષા અને રચનામાં સ્પષ્ટ દેખાય છે. તેમની ભાષા વાચસ્પતિ મિશ્રની ભાષા જેવી જોખી જોખીને માપસર કંડારાયેલી છે અને શબ્દાડંબર વિનાની સહજ પ્રસન્ન છે. પ્રતિપાદનમાં ન તો એટલો બધો સંક્ષેપ છે કે જેથી વક્તવ્ય અસ્પષ્ટ રહે, કે ન તો એટલો બધો વિસ્તાર છે કે જેથી ગ્રન્થ કેવળ શોભાની વસ્તુ જ બની રહે. ૩. જૈન તર્કસાહિત્યમાં પ્રમાણમીમાંસાનું સ્થાન
આવા
જૈન તર્કસાહિત્યમાં પ્રમાણમીમાંસાનું સ્થાન શું છે એ સમજવા માટે જૈન સાહિત્યના પરિવર્તન યા વિકાસ સંબંધી યુગોનું ઐતિહાસિક અવલોકન કરવું જરૂરી છે. યુગો સંક્ષેપમાં ત્રણ છે – (૧) આગમયુગ, (૨) સંસ્કૃતપ્રવેશ યા અનેકાન્તસ્થાપનયુગં અને (૩) ન્યાયપ્રમાણસ્થાપનયુગ.
1
પહેલો યુગ ભગવાન મહાવીર યા તેમના પૂર્વવર્તી ભગવાન પાર્શ્વનાથથી આગમસંકલના સુધીનો અર્થાત્ વિક્રમીય પાંચમી-છઠ્ઠી શતાબ્દી સુધીનો લગભગ હજારબાર સો વર્ષનો છે. બીજો યુગ લગભગ બે શતાબ્દીઓનો છે જે લગભગ વિક્રમીય છઠ્ઠી શતાબ્દીથી શરૂ થઈ સાતમી શતાબ્દી સુધીમાં પૂરો થઈ જાય છે. ત્રીજો યુગ વિક્રમીય આઠમી શતાબ્દીથી અઢારમી શતાબ્દી સુધી લગભગ એક હજાર વર્ષનો છે.
સાંપ્રદાયિક સંઘર્ષ અને દાર્શનિક તથા બીજી વિવિધ વિદ્યાઓના વિકાસ-વિસ્તારના પ્રભાવના કા૨ણે જૈન પરંપરાની સાહિત્યિક અન્તર્મુખ યા બહિર્મુખ પ્રવૃત્તિમાં કેટલોય યુગાન્તર જેવો સ્વરૂપભેદ યા પરિવર્તન કેમ ન થયું હોય પરંતુ અમે પહેલાં સૂચવ્યું છે તેમ જ આદિથી અંત સુધી જોવા છતાં પણ આપણને ન તો જૈન દૃષ્ટિમાં પરિવર્તન માલૂમ પડે છે કે ન તો તેના બાહ્ય-આત્યંતર તાત્ત્વિક મન્તવ્યોમાં.
૧. આગમયુગ
આ યુગમાં ભાષાની દૃષ્ટિએ પ્રાકૃત યા લોકભાષાઓની જ પ્રતિષ્ઠા હતી. પરિણામે, સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્યના પરિશીલન તરફ આત્યન્તિક ઉપેક્ષાનું હોવું સહજ હતું જેમ કે બૌદ્ધ પરંપરામાં પણ હતું. આ યુગનું પ્રમેયનિરૂપણ આચારલક્ષી હોવાના કા૨ણે તેમાં મુખ્યપણે સ્વમતપ્રદર્શનનો જ ભાવ છે. રાજસભાઓ અને અન્ય વાદગોષ્ઠીઓમાં વિજયભાવનાથી પ્રેરાઈને શાસ્ત્રાર્થ ક૨વાની તથા ખંડનપ્રધાન ગ્રન્થોની રચના કરવાની પ્રવૃત્તિનો પણ આ યુગમાં અભાવ હતો. આ યુગનું પ્રધાન લક્ષણ જડચેતનના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત વર્ણન કરવું તથા અહિંસા-સંયમ-તપ વગેરે આચારોનું નિરૂપણ કરવું એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org