Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 580
________________ ૫ ૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- જ્ઞાની પુરુષો તો આ શરીર કુટુંબાદિને તજવા યોગ્ય ગણે છે. તે શરીર આપણને નજરે દેખાય છે. તે શરીર ઉપરથી તેમાં રહેલ તેમના શુદ્ધ આત્માનું ભાવથી હૃદયમાં હમેશાં દર્શન કરીને, સુજ્ઞ એટલે સમજુ પુરુષો પોતાના શોકને પરિહરે છે. ૧૬ એમ યથાર્થ વિચારી ઉરે વિમલ બોઘ-ઘારાથી, દાવાનલ સમ શોક શમાવો, વાત વતી ર્વીસર્યાથી રે.” પ્રભુજી અર્થ - એમ જ્ઞાની પુરુષની નિર્મળ બોઘારાવડે શરીર તથા આત્માનું યથાર્થ સ્વરૂપ હૃદયમાં વિચારી આ દાવાનલ સમાન શોકને શમાવો અને જે વાત વીતી ગઈ છે તેને હવે વિસારી દો. ૧ળા ગણઘર-વાણી મઘુરી સુણી, ભરતઓં શોક શમાવે, ચિંતા તર્જી, શિક્ષા અંતર સર્જી, શિર ગુરુ-પદે નમાવે રે. પ્રભુજી, અર્થ – શ્રી ઋષભસેન ગણઘરની અમૃત જેવી મધુરી વાણીને સાંભળી ભરતજીએ શોક શમાવ્યો. તેથી ચિંતા તજી, મળેલ શિક્ષાને અંતરમાં ઉતારી શ્રી ગુરુના ચરણકમળમાં પોતાનું શિર નમાવ્યું. ૧૮. સુર સુરપતિ સહ મુનિ સૌ વંદી, સ્તૂપ રચી ચિતા-સ્થાને ગયા સ્વસ્થાને, ભરતપતિ પણ ઘન્ય ભાગ્ય નિજ માને રે. પ્રભુજી અર્થ :- દેવો ઇન્દ્રની સાથે સર્વ મુનિઓને વંદન કરી, તથા પ્રભુના ચિતા એટલે અગ્નિસંસ્કાર સ્થાને સ્તૂપ એટલે ઘુમ્મટ સાથે દેરીની રચના કરી બઘા સ્વસ્થાને ગયા. ભરતરાજા પણ આ બધું નીરખી પોતાના ઘન્ય ભાગ્ય માનવા લાગ્યા. ||૧૯મી જિનપતિ-પિતા-સ્મારક કાજે, વર્થક-રત્ન-મદદથી, સિંહ-નિષદ્યા નામે મંદિર, બાંઘે ઘન બેહદથી. પ્રભુજી અર્થ - જિનેશ્વર પિતાના સ્મારક અર્થે, વર્ઘકિ-રત્નની મદદથી બેહદ ઘન ખર્ચીને શ્રી ભરતેશ્વરે સિંહ-નિષદ્યા નામનું ત્યાં એક મહામંદિર રત્નમય પાષાણથી બંઘાવ્યું. /૨૦ાા ચોવીસે જિન-રત્ન-પ્રતિમા, મૂળ દેહના માપે, ભક્તિ કરતી ભરત-પ્રતિમા, અષ્ટાપદ પર સ્થાપે રે. પ્રભુજી, અર્થ - તે મહામંદિરમાં ચોવીસે જિનેશ્વરોના મૂળ દેહના માપની તથા પોતપોતાના દેહના વર્ણને ઘારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજેલા હોય તેવી ઋષભસ્વામી આદિ ચોવીસ અહંતોની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપિત કરી. તથા ભગવાનની ભક્તિ કરતી એક પોતાની પ્રતિમા પણ શ્રી ભરતેશ્વરે અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત કરી. ભક્તિમાં અવૃતિનું એ એક ચિત્ર છે. ૨૧ાા. દંડ-રત્નથી પર્વત છોલી, સ્તંભ સમો તે ઘડતા, યોજન ઊંચાં આઠ પગથિયે ગિરિ અષ્ટાપદ વદતા રે. પ્રભુજી અર્થ - શ્રી ભરત ચક્રવર્તીની આજ્ઞાથી દંડ-રત્નવડે તે અષ્ટાપદ પર્વતને છોલી સ્તંભ સમાન તેનું ઘડતર કર્યું. પછી તે પર્વતને ફરતા એક એક યોજન ઊંચા આઠ પગથિઆ બનાવ્યા. ત્યારથી લોકો તેને અષ્ટાપદ પર્વતના નામે ઓળખવા લાગ્યા. ૨૨ાા

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623