________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
ભારતવર્ષ ]
સમય વચ્ચે લગભગ ૩૦ વર્ષનું અંતર પડી જાય છે. જેથી સાબિત થઈ ગયું કહેવાશે કે ગ્રીક ઇતિહાસકારના સડ્રેકાટસ તે મગધસમ્રાટ ચંદ્રગુપ્ત નથી જ. (જ્ઞા) આપણા આ અનુમાનને અન્ય પૂરાવાથી પણ સાબિત કરી શકાય તેમ છે.
(૧) અલેકઝાંડરનું મરણ ઈ. સ. પૂ. ૩૨૩માં નીપજ્યું છે. તે નિસંતાન હેાવાથી તેની ગાદીએ તેન સરદાર સેલ્યુકસ નિકટેટર આવ્યેા છે. તેણે ૧૮ વર્ષમાં લગભગ ખારેક વખત હિંદ ઉપર નિષ્ફળ હુમલાએ કર્યા હતા. અંતે થાકીને ઇ. સ. પૂ. ૩૦૪માં તેને સેÌકાટસ સાથે સંધી કરવાની ફરજ પડી હતી. આ સમયે સડ્રેકેટસના રાજ્યનું ૨૬મું વર્ષ ચાલતું હતું. (અ. હિ . ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯, ૧૯૬-૭, ૪૩૧ અને ૪૭૨; પ્રા. હુટઝનું ઈ. કા. ઈં. પુ. ૧ પ્રસ્તા. પૃ. ૩૫) આ સંધીની એક શરત પ્રમાણે સેલ્યુકસને પેાતાની પુત્રીને સેડ્રેકેટસ વેરે પરણાવવી પડી હતી. એક ખાજાં કહેવું કે ચંદ્રગુપ્તનું (જેમને તેમણે સેંડૂકાટસ ગણાવ્યા છે તેનું) રાજ્ય ૨૪ વર્ષ ચાલ્યું છે ને બીજી બાજું કહેવું કે તે સેડ્રેકેટસના ૨૬મા વરસે સેલ્યુકસે પેાતાની પુત્રી પરણાવી હતી. શું આ કથન અસંબંધ નથી લાગતું ?
(૨) સેÌકાટસના દરબારે મેગેસ્થેનીઝને એલચી તરીકે 'સેલ્યુકસે મોકલ્યા હતા. હવે જો સેÒકાટસને ચંદ્રગુપ્ત લઇએ. તેા ચંદ્રગુપ્તને અમાત્ય પં. ચાણકય અને મેગેસ્થેનીઝ અને સમકાલીન કર્યા. આ બંને મહાપુરૂષોએ તે વખતની રાજકીય અને સામાજીક પરિસ્થિતિનું પોતપોતાના પુસ્તકામાં (એકે અર્થશાસ્ત્રમાં અને ખીજાએ પેાતાની ડાયરીમાં) વર્ણન કર્યું છે. સ્વાભાવિક છે કે તે વર્ણના એકબીજાને મળતાં આવવાં જોઇએ. પરન્તુ એન્જી. ઇંડિયા પુ. ૨. પૃ. ૪૦૨થી ૪૦૪માં જણાવ્યા પ્રમાણે અનેક બાબતમાં તે ભિન્ન પડી જાય છે.
(૩) વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રન્થેામાં ચંદ્રગુપ્તનું વૃત્તાંત મળે છે, છતાં એક્રેમાં અલેકઝાંડરના નામને નિર્દેશ થયેલ દેખાતા પણ નથી.
(૪) ગ્રીક ઇતિહાસકારાએ, સેÌકાટસની ગાદીએ
[ ર૯૯
આવનારને અમિત્રશ્ચાત કહ્યો છે (પ્રે. હુટઝનું ઇ. કે. ઇં. પુ. ૧. પ્ર. પૃ. ૩૧ : બિલ્સટ્રાપ્સ પૃ. ૯૨). જ્યારે જૈન ગ્રંથકારાએ (એ. ઇંડિયા. પુ. ૨. પૃ. ૨૫૭) આ બિરૂદ સંપ્રાંત ઉર્ફે પ્રિયદર્શિનનું ગણાવ્યું છે. અને ચંદ્રગુપ્તની ગાદીએ આવનાર બિંદુસારને તા અમિત્રકેતુ કહ્યો છે.
.
આ બધો (૫+૪=૯) ચર્ચાના સાર એ થયા કે ચંદ્રગુપ્તને સમય ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૫૮ છે એટલે અલેક્ઝાંડર ઈ.સ. પૂ. ૩૨૭માં આવ્યા ત્યારે તે તે ક્યારના મરી ગયા હતા. પરંતુ તેના સમકાલિન તરીકે જેને સે'Ìકાટસ લેખન્યેા છે, તે તા ચંદ્રગુપ્તના કાઈ વારસદાર જ હાવા જોઇએ. પછી તે તેના પુત્ર કે પૌત્ર હતા તે તપાસવું રહે છે. ઉપર જોઈ ગયા છીએ કે ચંદ્રગુપ્તના રાજ્યને અંત ઈ. સ. પૂ. ૩૫૮માં આવ્યા હતા તે પછી તેના પુત્ર બિંદુસાર આવ્યા તેનું રાજ્ય ૨૮ વર્ષ (વાયુપુરાણના મતે ૨૫ વર્ષ) છે એટલે ઇ. સ. પૂ. ૩૩૦માં તેના રાજ્યના અંત ગણાય. તે ખાદ અશોક થયા છે તેનું રાજ્ય ૪૧ વર્ષ એટલે ૩૩૦થી ૨૮૯ સુધી ચાલ્યું છે, એટલે સાબિત થયું કહેવાશે કે અલેક્ઝાંડરે જ્યારે ૩૨૭માં હિંદ ઉપર ચઢાઈ કરી ત્યારે અશાક જ મગધ સમ્રાટ હતા અને તેને જ ગ્રીક ઈતિહાસકારાના સેÌકાટસ તરીકે ઓળખવા રહેશે. અશાક અને પ્રિયદર્શિન અન્ને જુદી જ વ્યક્તિ છે.
પ્રથમના મુદ્દો—મૌર્યવંશની સ્થાપના ચંદ્રગુપ્તે ૩૮૨ ઈ. સ. પૂ. કરી હતી. અલેક્ઝાંડર ૩૨૭માં જ્યારે હિન્દમાં આવ્યાં ત્યારે ચંદ્રગુપ્ત તા કયારના મરી પણ ગયા હતા અને ૩૨૭માં મગધસમ્રાટ શાકનું રાજ્ય તપતું હાવાથી તેને જ સેંડ્રેકાટસ કહી શકાય. આ હકીકત ઉપરમાં સાબિત કરી દેવાઇ છે. તેવડી જ માટી બીજી ગલતી અત્યાર સુધી થયેલી જે ચાલી આવે છે–કે અશેાક અને પ્રિયદર્શિન એક છે. તેને સુધારવાનું કામ હવે આરંભીશું. સેડ્રેકાટસને ચંદ્રગુપ્ત માની લેવાથી ભારતીય ઈતિહાસમાં જે ખ્ખરડા વળાઈ ગયા છે તેના કરતાં, અશેાકને પ્રિય દર્શન ઠરાવવાથી તે અનેકગણા વિશેષ-કહા કે ધાર્