Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પવિત્ર કલ્પસૂત્ર બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેઓની પાછળના અશ્વોના હણહણાટથી દિશાઓ ગઇ રહી. નેમિકમારની પાછળ બીજા અનેક રાજકુમારો અશ્વ ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યા. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંતઃપુરવાસીની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછયુંઃ મંગલના સમૂહથી શોભતે આ શ્વત મહેલ કેનો હશે?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યુંઃ “સ્વામી ! કૈલાસના શિખર સમો એ આલિશાન મહેલ, બીજા કોઈને નહિ, પણ આપના સસરા ઉગ્રસેન રાજાને જ છે અને આ સામે જે બે સ્ત્રીઓ અંદરઅંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી–રાજીમતિની ચન્દ્રાનના તથા મૃગલચના નામની બે સખીઓ છે. A ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, બે હાથમાં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજિજત થએલા છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણ લઈને બેઠેલી. વસ્ત્રાભૂષણોથી સુસજિજત રાજુમતિ નેમિકુમારના સન્મુખ જોતી બેઠેલી છે. તેણીની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનના અને મૃગચના ઊભી છે. પાછળ ઊભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઇન છે. સમુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઈક મંગલસૂચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળ વગાડનારા ભૂંગળ વગાડે છે. વચ્ચે એક સ્ત્રી જમણા હાથમાં કુલ પકડીને નાચતી તથા તેણીની નજીક એક ઢોલી ઢોલ વગાડતે દેખાય છે. ઢોલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસ્વાર રાજકુમારો તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘોડા જોડેલા છે, જે ચિત્રકારના સમયના રિવાજને ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પદરમાં સૈકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણે, વાજિંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજ રચનાને ઘણો જ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું નામ નિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રને ઉઠાવ બહુ જ મનહર લાગે છે.
, આ ચિત્ર-પ્રસંગ જિનમંદિરના લાકડાનાં કોતરકામ તથા સ્થાપત્ય કામમાં પણ ઘણે ઠેકાણે કેતરે નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડારસમા વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કતરેલ છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊર્મિકાવ્યો પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલ્લેખ પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સૈકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા “ચઉપન મહાપુરુષ ચરિમાં કરેલું જોવામાં આવે છે જે