Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 6
________________ બે બોલ જૈન દર્શનમાં કર્મ સાહિત્યનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કરવામાં આવેલું છે. આ અસાર સંસારમાંથી મુમુક્ષુ આત્માઓને તરવા માટે કર્મવિષયક જ્ઞાન અનિવાર્ય છે. પ્રાથમિક અભ્યાસ માટે પૂજ્યપાદ આ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે સરળ ભાષામાં કર્મગ્રંથોની રચના કરી છે. ત્યારબાદ આ વિષય વધુ છણાવટથી જાણવા માટે કમ્મપયડી અને પંચસંગ્રહના વિષયો અભ્યાસક વર્ગને ઘણા જ ઉપયોગી છે. “પંચસંગ્રહ” નામના આ દળદાર ગ્રંથની રચના પૂજ્યપાદ ચંદ્રષિમહત્તરાચાર્ય મહારાજશ્રીએ કરેલી, તેના ઉપર સરળ ભાષાવાળી પૂજય આ મલયગિરિજી મહારાજાએ ટીકા રચેલ. તેનું ગુજરાતી ભાષામાં ભાષાન્તર સ્વ. પંડિત શ્રી હીરાલાલભાઈ દેવચંદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું. પંડિતશ્રીએ ઘણી જ કાળજીપૂર્વક ખંત અને પરિશ્રમથી આ ભાષાન્તર તૈયાર કરેલું, છેલ્લાં કેટલાંએક વર્ષોથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં કમ્મપયડી તથા પંચસંગ્રહનો અભ્યાસ સારો એવો વધ્યો છે અને ભાષાન્તરના પુસ્તકની પ્રાપ્તિ દુર્લભ બની છે. તેથી આ પુસ્તકને પ્રકાશિત કરવાની ખાસ જરૂર હતી. - આ પુસ્તકનો પહેલો અને બીજો ભાગ ફરીથી પ્રકાશિત કરવામાં સંપાદકશ્રી પુખરાજજી અમીચંદજી સાહેબની ઘણી મહેનત છે. પોતાના અનુભવોનો નિચોડ દાખલ કરવામાં, અમૂલ્ય સમયનો ભોગ આપવામાં એ કુશાગ્રબુદ્ધિગમ્યભાવોને સરળ રીતે રજૂ કરવામાં તેમણે જે અપૂર્વ ફાળો આપ્યો છે. તે ઘણો જ અનુમોદનીય છે અને અભિનંદનને પાત્ર છે. અંતમાં પ્રત્યેક સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને ભણવા અને ભણાવવામાં આ ગ્રંથ વધુમાં વધુ ઉપયોગી થાય. એ જ આશા લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ઠે. ઝવેરીવાડ ખરતરની ખડકી અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 818