Book Title: Panch Sanyat Prakaranam Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 7
________________ ૨૧ ની સંખ્યાવાળા ક૫વા. તેમાં સોની ઉપરનું એક સ્થાન યથાખ્યાતનું, તેની નીચેના ચાર સ્થાન સૂમસં૫રાયના તે તેનાથી અસંખ્યાતગુણ સમજવા. ત્યારપછી ચાર સ્થાન મૂકીને આઠ સ્થાન પરિહારવિશુદ્ધિકના જાણવા. તેને પણ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ સમજવા. ત્યારપછી મૂકી દીધેલા ચાર, પરિહારવિશુદ્ધિવાળા આઠ ને બાકીના ચાર કુલ ૧૬ સ્થાન સામાયિક ને છેદપસ્થાપનીય સંયતના જાણવા. તે પણ પૂર્વના સંયમસ્થાન કરતાં અસંખ્યાતગુણ સમજવા. પરિણામ દ્વારમાં સૂફમપરાય સંયતની સ્થિતિ જઘન્યથી વર્ધમાન પરિણામવાળા માટે એક સમયની કહેલ છે તે સૂમસં૫રાય સંયતની પ્રતિપત્તિ થયા પછી બીજે જ સમયે મરણ પામે તેની અપેક્ષાઓ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની કહેલ છે તે તે ગુણસ્થાનને એટલો જ કાળ હવાથી સમજવી. એ જ પ્રમાણે તેના હીયમાન પરિણામ સંબંધી પણ જઘન્ય ઉત્કૃષ્ટ કાળ જાણ. યથાખ્યાત સંયત માટે વર્ધમાન પરિણામને કાળ જઘન્ય ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેલ છે તે જે યથાખ્યાત સંયતી કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, ત્યારપછી શૈલેશી પ્રતિપન્ન કરે ત્યારે વર્ધમાન પરિણામ એટલા કાળ સુધી સમજવા. પછી તે તેને વ્યવછંદ થાય છે. અવસ્થિત પરિણામ તે જઘન્ય એક સમય કહેલ છે તે ઉપશમના કાળમાં એક સમય પ્રતિપત્તિ પછી અનંતર સમયે મરણ પામે તેની અપેક્ષાએ જાણવે. ઉત્કૃષ્ટ અવસ્થિત કાળ દેસૂણા પૂર્વ કોડ કહેલ છે તે પૂર્વ પ્રમાણે કેવળપણે વિચરે તેને માટે સમજ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86