Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 278
________________ જૈન સાહિત્ય | ૨૬૯ વિનય દેવરિ વિનયદેવસૂરિ રાજપુત્ર હતા. સોલંકી રાજા પદ્મરાયના તે પુત્ર હતા. એમની માતાનું નામ સીતાદે હતું. એમને જન્મ ઈ.સ. ૧૫૧રમાં માલવાના આજણોઠ ગામમાં થયો હતો. તેમનું નામ બ્રહ્મકુંવર હતું. એટલે જ તેઓ પિતાની કૃતિઓમાં પિતાને નામે લેખ “બ્રહ્મ'ના નામથી ઘણુ વાર કરે છે. બ્રહ્મકુંવર પિતાના મેટા ભાઈ ધનરાજ સાથે દ્વારકાની જાત્રા કરી ગિરનાર ગયા ત્યાં તેમણે અને તેમના મોટા ભાઈએ રંગમંડણ ઋષિ પાસે દીક્ષા લીધી. તેઓ બ્રહ્મ-મુનિ (બ્રહ્મઋષિ) બન્યા. પાર્શ્વચન્દ્રસૂરિના ગુરુના ગુરુ પુણ્યરતન પાસે દીક્ષા લેનાર બરદરાજ ઋષિને (જે પાછળથી વિજયદેવસૂરિ થયા) મેળાપ બ્રહ્મઋષિને પાટણમાં થયો અને પછી તેઓ તેમની સાથે દક્ષિણમાં ઘણે સ્થળે ફર્યા અને ઘણે સ્થળે વાદમાં જીત્યા. આચાર્ય પદ મળ્યા પછી તે વિનયદેવસૂરિના નામથી ઓળખાયા. તેઓ એક મહાન આચાર્ય હતા અને એમણે કેટલાક સૈદ્ધાન્તિક મતભેદને કારણે સુધર્મગચ્છના નામથી પિતાને જુદે ગ૭ સ્થાપ્યો હતો. તેઓ ઈ. સ. ૧૫૯૦માં બરહાનપુરમાં કાળધર્મ પામ્યા હતા. એમના એક શિષ્ય મનજીત્રકષિએ ઈ.સ. ૧૫૯૦માં “વિનયદેવસૂરિ રાસની રચના કરી છે, જેમાં તેમના જીવન અને કાર્યની સવિગત માહિતી આપી છે. વિનયદેવસૂરિએ રાસ, પાઈ, વિવાહલ, ધવલ, સ્તવન, ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમણે ઈ.સ.૧૫૩૭માં “સુસઢ એપાઈની ૨૪૩ કડીમાં રચના કરી છે, જેમાં સુસઢનું કથાનક વર્ણવવામાં બનાવ્યું છે. આ કથાનક મહાનિશીથ સૂત્રમાં આવે છે. સુસઢ એક બ્રાહ્મણીને પુત્ર હતું જન્મ સમયે જ માતા ગુમાવતાં તે એક કુંભારને ઘેર ઊઠ્યું હતું. એણે યુવાનવયે દીક્ષા લીધી હતી, પરંતુ તેનાથી સંયમનું પાલન થઈ શકતું નહોતું એટલે ગુરુએ એને ગરછ બહાર

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306