Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 285
________________ ૨૭૬ / પડિલેહધમિલને યૌવનના સુખોપભોગમાં રસ ન હતું એટલે એનામાં એક માટે રસ જાગે એથી એની માતાએ એને જુગારીઓની સેબત કરાવી, અને તેમ કરતાં એ વેશ્યાઓની સેબતે પણ ચડ્યો. માતાપિતાના અવસાન પછી ધન હતું ત્યાં સુધી યશોમતી ધમિલને મેકલતી રહી. પણ એ ખલાસ થયું એટલે યશોમતી પિયર ચાલી ગઈ અને ધમિલને વેશ્યાએ બહાર કાઢો. એથી ધમિલની આંખ ઊઘડી. ફરી તે ગૃહસ્થ. જીવન તરફ વળે, પ્રગતિ સાધી, બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને ભોગવિલાસ ભેગવવા લાગ્યું. પરંતુ એથી સંતોષ ન થતાં એક વખત સાધુ પાસે ધર્મોપદેશ સાંભળતાં ફી એનામાં વૈરાગ્ય જાગે. અને છેવટે એણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. જ્યવંતસૂરિ મમ્મટના “કાવ્યપ્રકાશ” પર ટીકા લખનાર સંસ્કૃતના પ્રખર પંડિત કવિ જયવંતરિ ઈ.સ.ના સેળમાં સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્ય-- માન હતા. વડતપગચ્છના ધર્મરત્નસૂરિને બે મુખ્ય શિષ્ય તે વિદ્યામંડનસૂરિ અને વિનયમંડન ઉપાધ્યાય. ઈ. સ. ૧૫૩૧માં કર્મશાહે શત્રુજય તીર્થને ઉદ્ધાર કરાવ્યું ત્યારે ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા વિદ્યામંડનસૂરિના હસ્તે થઈ હતી અને તે ઉત્સવમાં વિનયમંડન ઉપાધ્યાયે પણ સારે ભાગ લીધો હતો. એ વિનયમંડનના શિષ્ય જયવંતસૂરિ પણ તે સમયે વિદ્યમાન હતા. જયંવંતરિએ “શંગારમંજરી, ઋષિદના રાસ,” “નેમરાજુલ બારમાસ,” “સીમંધરસ્તવન, સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ,” “સ્થૂલભદ્ર મેહનલિ,” “સીમંધરના. ચંદ્રકલા,” “લેચનકાજલ સંવાદ' ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે. જયવંતરિની દીર્ઘકૃતિઓમાં “ગારમંજરી” અને “ઋષિદના રાસ” (ઈ.સ. ૧૫૮૭) છે. પ્રથમ કૃતિમાં સતી શીલવતીને અને બીજીમાં સતી ઋષિદત્તાના ચરિત્રનું આલેખન છે. “ગારમંજરી'ની

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306