Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 69
________________ સુધી કર્મશાસ્ત્રોનું પરાવર્તન કરતા હતાં. બીજો કર્મગ્રંથ, ત્રીજો કર્મગ્રંથ... ચોથો... પાંચમો... છડ્ય... કર્મપ્રકૃતિમાં બંધનકરણ... સંમકરણ... ઓ હો હો ... વાંચીને નહીં હો, બધું જ મોઢે, એ પણ સ્પષ્ટરૂપે બોલી બોલીને, કંઠ સુકાઈ જાય, શોષ પડે, તબિયત નાદુરસ્ત હોય, સમગ્ર દિવસની સ્વાધ્યાય, અધ્યાપન, ભક્તિ આદિની સાધનાઓથી પરિશ્રાન શરીર હોય, પણ એ કોઈ પરવા કર્યા વિના પૂજ્ય ગુરુદેવશ્રી આ કર્મશાઓના પરિશીલનમાં... ના, બલ્ક જ્ઞાનસુધારસમાં તરબોળ બની જતાં. જેને આ તત્ત્વજ્ઞાન શુષ્ક લાગે છે. તેમણે વિચારવું જોઈએ કે અનુત્તરવિમાનના દેવતાઓ આ તત્ત્વચિંતન દ્વારા જ 33 સાગરોપમોના આઉખા ક્યાં પૂરા કરી દે એ તેમને ખબર પણ પડતી નથી. કેવી તત્વચિંતનની મસ્તી ! દ્રવ્યાનુયોગના પરિશીલનનો કેવો અફાટ આનંદ ! આવું તત્વજ્ઞાન આજે ઉપલબ્ધ થતું હોય. તેને સરળ શૈલીએ પીરસતા આવા પ્રકાશનો રજુ થતા હોય, પછી આ આનંદથી કોણ વંચિત રહે ? યાદ રહે, કર્મશાસ્ત્રોના પરિશીલનથી પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવ અકબંધ રહે એવી પરિણતિનું ઘડતર થાય છે, ચિત્ત-એકાગ્રતા પરાકાષ્ઠાએ પહોંચે છે, કોઈ પણ ગ્રંથોના જટિલ તાળા ખોલવા માટે “માસ્ટર કી' જેવી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. હજુ એક લાભ, કર્મશાસ્ત્રોનું અતિ સૂક્ષ્મ અને ગહન તત્વ જોઈને કેવળજ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા અનેકગણી બની જાય છે. આ નિરૂપણ કેવળજ્ઞાન વિના શક્ય જ નથી એવું અંતર બોલી ઉઠે છે. જો કેવળજ્ઞાન જેવી વસ્તુ દુનિયામાં હોત જ નહીં, સર્વજ્ઞ હોત જ નહીં, કર્મવિજ્ઞાન ઉપજાવેલું જ હોત, કોઈ અસર્વજ્ઞ કલ્પિતરૂપે કર્મપ્રક્યિાનું નિરૂપણ કર્યું હોત, તો ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાત, કેટલાય પૂર્વાપર વિરોધો આવી જાત, કેટલીય ગૂંચવણો ઊભી થાત. પણ આટલું વિરાટ નિરૂપણ હોવા છતાં સૂક્ષ્મતમ અને ગહનતમ નિરૂપણ હોવા છતાં ક્યાંય કોઈ વિરોધ - કોઈ ગૂંચવણો નથી. તદ્દન વ્યવસ્થિત પ્રતિપાદન ઉપલબ્ધ થાય છે, એ જ બતાવે છે કે આ કર્મવિજ્ઞાનનું મૂળ સર્વજ્ઞ છે. કેવળજ્ઞાન વિના આ નિરૂપણ શક્ય જ નથી. કર્મશાસ્ત્રોના પરિશીલન બાદ ઉપરોક્ત સંવેદન અવશ્ય થશે. અને આ જ સંવેદન સમ્યગ્દર્શનને અત્યંત વિશુદ્ધતર બનાવી દેશે. તેમાં કોઈ શંકા નથી. પણ એ માટે ક્રમશઃ સર્વ કર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવો પડશે. પૂજ્ય ગુરૂદેવશ્રી જેવા સાધકોને આલંબન બનાવવા પડશે. આજના કાળનો વિચાર કરીએ તો એવું લાગ્યા વિના રહેતું નથી કે સાધનો વધી ગયા છે, પણ સાધકો ઘટી ગયા છે. પૂર્વના મહાપુરુષો કેટકેટલી મુશ્કેલીઓ વેઠીને પણ રત્નત્રયીની સાધના કરતાં હતાં. જ્ઞાન-સાધનાની વાત કરીએ તો અધ્યાપકો, પુસ્તકો, અનુવાદો, ટિપ્પણો વગેરેનો દુકાળ હતો છતાં પણ તેમણે પ્રચંડ પુરુષાર્થથી અદ્ભુત જ્ઞાનસાધના કરી હતી. આજે આવા સાધનોનો કેટલો સુકાળ છે ! અરે, એક અવ્વલ સાધન આપણા હાથમાં જ છે, શું આ તક આપણે ગુમાવી દેશું ? ચાલો, પદાર્થપ્રકાશનું પરિશીલન કરીએ, તેના દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરીએ, અને પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણા માટે કરેલા પરિશ્રમને સાર્થક કરીએ. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયુ હોય તો મિચ્છામિ દુક્કડમ્. - પપૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72