Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 8
________________ છે, અને અશુભ ભાવ કરવાથી માત્ર આટલું જ નુકસાન નથી, પણ વધુ નુકસાન છે. આ વાત સંક્રમકરણ આપણને સમજાવે છે. સત્તામાં રહેલા કર્મોને બંધાતા કર્મોરૂપે ટ્રાન્ફર કરવા એટલે સંક્રમ. : ઉદ્વર્તના અને અપવર્તના પણ સંક્રમના જ પ્રકારો છે. જીવ જ્યારે શુભભાવમાં હોય ત્યારે નવા શુભકર્મો બાંધવાની સાથે જુના અશુભ કર્મોને બંધાતા નવા શુભ કર્મોરૂપે ટ્રાન્ફર કરે છે. જીવ જ્યારે અશુભભાવમાં હોય ત્યારે નવા અશુભ કર્મો બાંધવાની સાથે જુના શુભ કર્મોને બંધાતા નવા અશુભ કર્મોરૂપે ટ્રાન્ફર કરે છે. આમ શુભ ભાવમાં રહેવાથી બમણો લાભ છે અને અશુભભાવમાં રહેવાથી બમણું નુકસાન છે. માટે સદા અશુભભાવોનો ત્યાગ કરી શુભ ભાવોમાં રમવું. સંક્રમકરણનો આ સંદેશ જો આચરણમાં લેવાય તો આત્માનું પરમલોકમાં શીધ્ર ગમન થાય. શ્રીશિવશર્મસૂરીશ્વરજી મહારાજાએ પૂર્વોમાંથી ઉદ્ધત કરીને ‘કર્મપ્રકૃતિ નામના મહાન ગ્રંથની રચના કરી. આ ગ્રંથના 10 વિભાગો છે - (1) બંધનકરણ (2) સંક્રમકરણ (3) ઉદ્વર્તનાકરણ (4) અપવર્તનાકરણ (5) ઉદીરણાકરણ (6) ઉપશમનાકરણ (7) નિધત્તિકરણ (8) નિકાચનાકરણ (9) ઉદયાધિકાર (10) સત્તાધિકાર. કર્મપ્રકૃતિ મૂળ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તીકચૂર્ણિ, શ્રીમલયગિરિમહારાજકૃત ટીકા અને મહોપાધ્યાય શ્રીયશોવિજયજીમહારાજકૃત ટીકા હાલ ઉપલબ્ધ છે. કર્મપ્રકૃતિ મૂળ અને ચૂર્ણિ ઉપર શ્રીમુનિચન્દ્રસૂરિમહારાજે ટિપ્પણ રચી છે. શ્રીચન્દ્રષિમહત્તરાચાર્ય રચિત પંચસંગ્રહમાં પણ ઉપર કહેલ દસ અધિકારોનું વર્ણન આવે છે. તેની ઉપર તેમની સ્વોપજ્ઞ ટીકા છે અને શ્રીમલયગિરિમહારાજકૃત ટીકા છે. આ બધા ગ્રંથોના આધારે કર્મપ્રકૃતિના પદાર્થોની સંકલના કરી છે. આ પદાર્થસંગ્રહમાં મૂળગ્રંથ અને ટીકાગ્રંથોની બાબતો એકદમ સ્પષ્ટ રીતે સમજાવી છે. બધા પદાર્થો ટૂંકમાં સુંદર અનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266