Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ (HIGH RISK, HIGH REWARD રમેશ સો રૂપિયા કમાયો. એની સાથે એક કરોડ રૂપિયાનું દેવુ છે. સો રૂપિયા કમાવા માત્રથી એનું કરોડ રૂપિયાનું દેવું માફ થઈ જતું નથી. મહેશે સો રૂપિયાનું દેવુ કર્યું. એની પાસે બેંકમાં એક કરોડ રૂપિયા પડ્યા છે. સો રૂપિયાનું દેવુ કરવા માત્રથી એને કરોડ રૂપિયાનું દેવુ થઈ જતું નથી. આ દુનિયાનો વ્યવહાર છે. પણ જો સો રૂપિયા કમાવા પર રમેશની માથે રહેલું એક કરોડ રૂપિયાનું દેવું માફ થઈ જતું હોય, એટલે કે એને એક કરોડ રૂપિયા મળતા હોય, અને સો રૂપિયાનું દેવુ કરવા પર મહેશના બેંકમાં રહેલ એક કરોડ રૂપિયા દેવા રૂપ થઈ જતા હોય, એટલે કે એને એક કરોડ રૂપિયાનું દેવુ થઈ જતું હોય તો આને કહેવાય High Risk, High Reward. આમાં લાભ થવા પર બમણો લાભ થાય અને નુકસાન થવા પર બમણુ નુકસાન થાય. પણ દુનિયામાં આવો વ્યવહાર પ્રચલિત નથી. આધ્યાત્મિક જગતમાં આવો વ્યવહાર વર્તે છે. ઉપદેશમાળામાં ધર્મદાસગણિમહારાજાએ કહ્યું છે - "जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण / સો તૂમિ સંધિ સમા, સુહાસુદં વંથા મે '' ને જીવ જે જે સમયે જેવા જેવા ભાવમાં આવે છે તે તે સમયે તે શુભઅશુભ કર્મ બાંધે છે. એટલે કે જીવ જ્યારે શુભ ભાવમાં હોય ત્યારે શુભ કર્મ બાંધે છે અને જીવ જ્યારે અશુભ ભાવમાં હોય ત્યારે અશુભ કર્મ બાંધે છે. શુભ ભાવ કરવાથી માત્ર આટલો જ લાભ નથી, પણ વધુ લાભ / - A ( ) ,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 266