Book Title: Nikolas Nikalbi Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd View full book textPage 8
________________ આગળ કરવા તથા ટકાવી રાખવાની દાનતથી કરાયો હતો, એ હવે સૌ કોઈ સમજી ગયું છે. જ્યારે દક્ષિણમાં અંગ્રેજી જેવી પરભાષાને રાષ્ટ્રભાષા તરીકે કામ કરવા માટે હુલ્લડો થયાં, ત્યારે જ નહેયુગમાં રંધાયેલા કેંગ્રેસના હાઈ કમાન્ડે પણ કંઈક ઝબકીને જાગીને દેશની બધી જ ભાષાઓમાં કામ કરવાના સાચા માર્ગે પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો છે. એટલે પ્રાદેશિક ભાષાઓ તેમનું સમુચિત સ્થાન પામી શકશે એવી આશા હવે બંધાય છે. આજના યુગમાં આવી કૃતિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. યુરોપ અને એશિયાના બીજા દેશોમાં પણ ડિકન્સ, ભૂગો, ટૉલ્સ્ટોય ઇસાહિત્યસ્વામીઓ રસપૂર્વક પાછા ફરી ફરીને વંચાવા લાગ્યા છે. એ બતાવે છે કે, માનવ કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિઓ એ સમગ્ર માનવજાતનો કાયમી વારસો છે. અને તેમાંય આવાં બધાં પરદેશી પુસ્તકો માતૃભાષા દ્વારા વાંચવા મળે છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં – મધુરાં લાગે છે, એવો અનુભવ છે. સત્યાગ્રહ” સાપ્તાહિકના વિદ્વાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈએ આ વાર્તા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા અમને પરવાનગી આપી, તથા એના આવકાર રૂપે આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ એમના આભારી છીએ. તથા નવજીવન ટ્રસ્ટના કાર્યકરો તથા મિત્રો અને કલાકારોએ તેને સુંદર કલેવર પૂરું પાડવામાં મદદ કરી છે, તેમનો પણ અત્રે આભાર માનીએ છીએ. આ વિસ્તૃત ખર્ચાળ પ્રકાશનોની ફોગટ પ્રવૃત્તિમાં સાહસપૂર્વક કૂદી પડવા બાબત ઘણા શુભેચ્છક મિત્રોએ અમારી મીઠી ટીકા કરી છે. પરંતુ અત્યાર સુધી અમારાં પ્રકાશનોને અમારો રસિયા વાચકોએ જે ઉમંગથી આવકાર આપ્યો છે, તેથી ઉત્સાહિત બનીને ડિકન્સની આ ત્રીજી કૃતિ ગુજરાતી વાચકની સેવામાં રજૂ કરતાં અમને આનંદ થાય છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 436