________________
કે તે મનગમતા સ્વાદનો ત્યાગ કરી શકે અને જરૂર પડે તેમ માનીને નીરસનિઃસ્વાદ આહાર તેને (શરીરને) આપી શકે. ધના આણગાર છઠ્ઠ–અક્રમ પારણે કરતા નિરસ આહાર.' જ્યાં માખી પણ ન બેસે અને જે લોકોએ બહાર ફેંકવા કાઢેલું હોય તેનો આહાર તપના પારણે કરવા દ્વારા અપૂર્વ નિર્જરા કરતા. કંડરીકે ૧ હજાર વર્ષ સંયમ પાળી ૧ દિવસના આહારની આસકિતમાં ૩૩ સાગરોપમ નરકની ઘોર વેદનાની સજા મેળવી અને તેના જ ભાઈએ તેનો જ વેષ ગ્રહણ કરી જાતે જ સાધુપણાનો સ્વીકાર કરી ઘોર અભિગ્રહ કર્યો. જ્યાં સુધી ગુરુના ચરણમાં ન પહોંચું ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ, ત્રીજા દિવસે ગુરુ પાસે અઠ્ઠમના પારણામાં નિરસ આહાર ઉદાસીન ભાવે વાપરતા સમાધિ મૃત્યુ પામી અને સર્વાર્થ સિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાં ૩૩ સાગરોપમ તત્ત્વમય રમણતા માણી મનુષ્યનો એક જ ભવ કરી મોક્ષે જશે –
પુગલિક પિંડ લોલુપી જગમેં રંક કહાવે, પુદ્ગલ સ્નેહ નિવારક પલક મેં જગપતિ બિરુદ ધરાવે
જે પુગલના રસાદિ સ્વાદમાં ડુબ્યા તે ભવમાં ભટકયા અને જેણે તેનો સ્વાદ છોડ્યો અને આત્માનો (સ્વગુણોનો) સ્વાદ માણ્યો તેઓ ભવપારને પામ્યા.
सुसंवृतेन्द्रियग्रामे प्रसन्ने चांतरात्मनि क्षणं स्फुरति यत्तत्त्वं तदुपं परमेष्ठिन :
યોગપ્રદીપ) જે આત્મા ઈન્દ્રિયોને વિશેષ પુરૂષાર્થથી દમન કરી તેને આત્માના ગુણોમાં વાળે છે તેનો આત્મા પ્રસન્નતાનો અનુભવ કરે છે અને તેનાથી જે તત્વની ફૂરણાઓ થાય, તે જ તત્વ પરમતત્વ સ્વરૂપ હોય છે. આત્માનો સામાયિક સ્વભાવ પ્રગટ કરવા જિનાજ્ઞાનું સ્મરણ સતત કરવું પડે તો જ સમ્યગદર્શનની જાગૃતિ રહે અને તો જ સમતારૂપ જિનાજ્ઞામાં આત્મા રહી શકે. વધારે સ્વાદનું કારણ રસ છે. તેથી સાધુઓને વિના કારણે વિશેષ વિગઈ ફુટનો નિષેધ છે માટે જ્યારે આપણે ફુટનો જયુસ, કેરીનો રસ, શેરડી અને મોસંબીના રસ વગેરે
નવતત્વ // ૧૯૭