________________
(૩)
(૨) દ્રવ્ય શુકલ લેશ્યા કે જે કર્મબંધના કારણભૂત છે તેનો વિરોધ કરવાનો,
પુરુષાર્થ કરવાનો. એક સમયના શાતા વેદનીયનો બંધ રોકવા માટે – યોગનિરોધ જરૂરી. આથી કેવલી ભગવંત બાદ કાયયોગ વડે બાદર મનોયોગ બાદર કાયયોગ વડે બાદર વચન યોગ પછી સૂક્ષ્મ કાયયોગ (ધ્વાસોચ્છવાસ) બાદર કાયયોગ પછી સૂથમ કાયયોગ વડે સૂક્ષ્મ વચન યોગ રૂંધે છે ત્યારબાદ સૂક્ષ્મ કાય વડે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિત નામના શુકલ ધ્યાનના ત્રીજા પાયા પર ચઢેલા સૂક્ષ્મ કાયયોગને રૂધે ત્યારે ધ્યાનના બળે પેટાદિના પોલાણ ભાગમાં આત્મપ્રદેશો સંકોચાઈને પોતાના શરીર ૩ ભાગમાં રહી જાય છે. અહીં આત્મપ્રદેશોની સ્થિરતા કરવા રૂપ ધ્યાન (સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ) હોય છે. ૧૪મા ગુણ સ્થાને યોગ રહિત અવસ્થા પ્રાપ્ત થાય.
અર્થાત્ આત્મપ્રદેશો મેરુની જેમ નિષ્કપ થાય. અનંત આત્મવીર્ય હવે પુગલ ગ્રહણ, પરિણમન અને વિસર્જનાદિ સર્વ કાર્યબંધ કરી માત્ર સમગ્ર આત્મપ્રદેશોમાં પૂર્ણ પણે વ્યાપ્ત થાય આથી આત્મામાં સદા માટે આત્મપ્રદેશોની સ્થિરતા થાય. માત્ર ગતિ સ્વભાવના કારણે એક સમયમાં સ્થિર થયેલો આત્મા ગતિ કરી લોકાંત પર પહોંચી જાય. હવે ત્યાંથી તે કદી ચલાયમાન થવાનો નથી. ત્યાં નિરંતર પોતાના પરિણામિક ભાવના કારણે સહજ રીતે આત્મવીર્યનું આત્મ ગુણોમાં પરિણમન થવાથી સદા માટે આત્મ સર્વજ્ઞયનો જ્ઞાતા બનશે અને અનંતને ભોગવશે.
આત્માબંધ સુખનો અર્થાત્ કોઈપણ પ્રકારની પીડાને ન ભોગવવા રૂપ અને કોઈની પીડામાં નિમિત્ત બનવારૂપશુધ્ધ,સિધ્ધશાશ્વત અવસ્થાને પામશે.
આયુષ્યપ્રાણ :
આયુષ્યપ્રાણથી જીવનાં દ્રવ્યપ્રાણ રૂપ જીવનનો આરંભ અને નવા ભવરૂપી આયુષ્ય કર્મના ઉદયથી નવા દ્રવ્ય જીવનનો આરંભ થાય અને આયુષ્ય
નવતત્વ // ૨૮૭