Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 56
________________ ૫૫ મિત્ર સુદામાને જોઈને ભગવાન કેવા પ્રેમવિહ્વળ થઈ જાય છે. . અને કેવી રીતે સુદામાના આદર કરે છે. એ વિષે શ્રી શુકદેવજી લખે છે કે સંખ્ય सख्युः प्रियस्य विप्रर्षेरङ्गसङ्गातिनिर्वृतः । प्रीतो व्यमुञ्चदश्रुविन्दून् नेत्राभ्यां पुष्करेक्षणः || अथोपवेश्य पर्यङ्के स्वयं सख्युः समर्हणम् । उपहत्या निज्यास्य पादौ पादावनेजनीः ॥ अग्रहीच्छिरसा राजन् भगवाँल्लोकपावनः । व्यलिम्पद् दिव्यगन्धेन चन्दनागुरुकुङ्कुमैः ॥ ( માનવત ૨૦-૮૦, ૧૧-૨૪ ) કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ પાતાના પ્રિય સખા બ્રહ્મષિ સુદામાના અંગસ્પર્શથી અત્યંત આનંદિત થયા અને તેમનાં નેત્રામાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. તે પછી તેમને પથારી ઉપર બેસાડીને ભગવાને પાતે સ્વહસ્તે તેમના ચરણ ધાયા અને તેમની પૂજા કરી. લોકપાવત ભગવાને તેમનું ચરણોદક પાતાને મસ્તકે ચડાવ્યું અને તેમના શરીર ઉપર દિવ્યગંધ, ચંદન, અગરુ અને કંકુ વગેરે લગાવ્યાં. એ ભગવાનના પરમ પ્રિય સખાઓની તે વાત જ શી ? ભીલોના રાજા ગુહ પણ ભગવાન સાથે મિત્રતા બાંધીને સંસારસાગર તરી ગયા. ' તેથી ભગવાનને જ પાતાના એકમાત્ર પરમ પ્રિયતમ સમજીને પાતાનું સર્વસ્વ તેમને માનીને પરમ પ્રેમભાવથી સપ્ટેભકિત કરવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64