Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 62
________________ ઉપસ હાર ભગવાનને પ્રાપ્ત કરવાને માટે કર્મ, યોગ, જ્ઞાન, બધા જ માર્ગો ઉત્તમ છે, પરંતુ ભકિતની તા શાસ્ત્રોમાં ઘણી જ પ્રશંસા કરવામાં આવેલી છે. નવધા—નવ પ્રકારની ભકિતમાંથી જેતામાં એક પણ ભકિત છે, તે સંસારસાગરથી અનાયાસે તરીને ભગવાનને પ્રાપ્ત કરે છે. પછી પ્રહ્લાદની પેઠે જેનામાં નવે ભકિતનો વિકાસ થયેલો છે, તેનું તા કહેવું જ શું ? ઉપર નવે ભકિતાના વર્ણનમાં જે જે ભકતાનાં નામ ઉદાહરણ લેખે આપવામાં આવેલાં છે, તેમનામાં માત્ર એક જ ભકિતના વિકાસ હતા એવી વાત નથી. જેનામાં જે ભાવતી મુખ્યતા હતી, તેનું તેમાં નામ લખવામાં આવ્યું છે. ખે વાર નામ ત આવી જાય તેના પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જે લોકો ભગવાનની ભક્તિમાં પેાતાનું મન જોડે છે, તેઓ ખરેખર ધૃત્ય છે. અને જે કુળમાં ભગવાનના ભકતા જન્મે છે, તે કુળ પણ ધન્ય છે. ભગવાન શ્રી શિવજી પાર્વતીને કહે છે કે : સો કુલ ધન્ય ઉમા સુનુ, જગતપૂજ્ય સુપુનીત; શ્રીરવીરપરાયણ જેહિ નર ઉપજ વિનીત. શ્રીમદ્ભાગવતમાં શ્રવણાદિ ભકિતના મહિમામાં કહ્યું છે કે— शृण्वन्ति गायन्ति गृणन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः । त एव पश्यन्त्यचिरेण तावकं भवप्रवाहो परमं पदाम्बुजम् ॥ यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यच्छ्रवणं यदर्हणम् । ( -૮, ૨૬ )

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64