Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 65
________________ બોરસદના સરદાર અને હડિયા વેર ૧૧૫ ૧૧૪ નવભારતના ભાગ્યવિધાતા રામભાઈ : લૂંટફાટ થઈ એટલે સરકારે પ્રજાને દેડી. દાઝયા પર ડામ. સોળ વર્ષની ઉંમરના દરેક સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, અપંગ ઉપર વ્યક્તિ દીઠ કર-અઢી રૂપિયા, એની રકમ બેલાખ ચાળીસ હજાર. એ દંડનું નામ હૈડિયા વેરો. આ રકમમાંથી સરકાર વધારે પોલીસ રાખે. એ પોલીસ દિવસના પ્રજાને લૂંટે–ખેતરમાંથી દાણો, શાકવાળાને ત્યાંથી શાકે એમ ધોળે દિવસે લૂંટ ચલાવે. રાતે પોલીસની મદદથી બહારવટિયા લૂંટે. પશવો : હોય નહીં ! આવું તે હોતું હશે ? રામભાઈ : શ્રી વલ્લભભાઈ સાહેબને કાને આ વાત આવી એટલે એમણે શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી રવિશંકર મહારાજની કમિટી નીમી. ગામે ગામ જઈ આ બે કાર્ય કરનારાઓએ વિગતો એકઠી કરી. અને મહારાજ હોય ત્યાં વિગતો ખોટી તો ન જ હોયને ! પશવો : શ્રી રવિશંકર મહારાજ ? રામભાઈ : શ્રી રવિશંકર મહારાજ, અને શ્રી મોહનલાલ પંડ્યા. રવિશંકર મહારાજ તો આ અહીં બેઠા છે. દરમ્યાન ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક મળી, જુદી જુદી કેફિયતો એકઠી કરવામાં આવી, પછી એ રિપૉર્ટના આધારે શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે શ્રી રવિશંકર મહારાજની મેળવેલી વિગતો બધી રીતે નાણી જોઈ, ચોકસાઈ કરી, એ દંડ નહીં ભરવા, સત્યાગ્રહ કરવા હાકલ કરી. એ ભાષણ બોરસદ ગામમાં કર્યું. લ્યો પશાભાઈ, વાંચી સંભળાવો આ નાનકડો ફકરો. પશવો : “સરકાર બહારવટિયાઓને મદદ કરે છે. સરકારે પ્રજાને માથાદીઠ દંડ કર્યો છે. પણ સરકાર એ જ પૈસામાંથી પોલીસ અને બહારવટિયાઓને મદદ કરે છે, એ સરકારને શો દંડ કરવો ? બહારવટિયાઓએ પ્રજા ઉપર જે જુલમો કર્યા છે, તેની બધી વિગતો આપણી પાસે છે. અમે આબરૂદાર અને ઈમાનદાર માણસો છીએ. સરકારની માફક લુંટારુઓના સોબતી નથી. એટલે આપણે આ દંડ નહીં ભરીએ, આમ કરતાં જે દુ:ખ પડે તે શાંતિથી સહન કરીશું, પણ સ્વમાન જાળવીશું, આ માટે સ્વયંસેવકોની મોટી સંખ્યાની અમને જરૂર છે.” રામભાઈ : મોટા ભાગના સ્વયંસેવકો તો તાલુકામાંથી મળી ગયા. આ લડત પાંચ અઠવાડિયાં ચાલી. એમાં સરકારે એક : ઝાડ સાથે ખીલા ઠોકીને નિર્દોષને ગોળીએથી વીંધ્યા. બીજો : નિર્દોષ પ્રજાજનોનાં નાક કાપ્યાં. ત્રીજો : એક જણ બહારવટિયાઓની સામે થવા ગયો, એને પોલીસે છરીથી મારી નાંખ્યો. રામભાઈ : બસ હવે ચૂપ, હમણાં આટલા દાખલાઓ પૂરતા છે. આ સર મોરિસ હાવર્ડ, મુંબાઈ ઇલાકાના હોમ મેમ્બર સાહેબ આવ્યા. બધાએ શાંત રહેવું. એમને ગુજરાતી ન આવડતું હોય તો પણ આપણે ગુજરાતીમાં જ વાતચીત કરવી. હું એમને અંગ્રેજીમાં બધું સમજાવીશ, અથવા આ તાજા વિલાયતથી બારિસ્ટર થઈને આવેલા કિશોર પશાભાઈ સમજાવશે. પધારો સાહેબો...બિરાજો અલ્યા, મામલતદાર, કમિશનર, ફોજદાર સાહેબોને ખુરશીઓ તો આપો. મૅજિસ્ટ્રેટ સાહેબોને પણ એમના ઓધ્ધા પ્રમાણે બેસાડો. હવે શાંત રહેજો. હોમ મિનિસ્ટર સાહેબ કહે છે કે ઇલાકાના ગવર્નર સાહેબ નવા જ આવેલા છે. એ જાણવા માંગે છે કે બોરસદ તાલુકામાં આવડી મોટી ચળવળ થઈ, તો તે પહેલાં કોઈએ સરકારને અરજી કેમ ન કરી ? અ. ૧ : અલ્યા અરજો – શેના અરજો ! સાહેબને કહો-અરજ કરી કરી કાગર ખૂટી ગયા અને શાહી સુકાઈ ગઈ. અલ્યા પશવા, પેલો

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126