Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Catalog link: https://jainqq.org/explore/034292/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પા૨તી ભાગ્યવિ. યવિધાતા નવભારત, સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કાર્ય પર આધારિત રેડિયો રૂપકોનો સંગ્રહ લેખકઃ ચંદ્રવદન મહેતા, સંપાદકઃ કુમારપાળ દેસાઈ પ્રકાશક: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૨૫મી જન્મ જ્યતિ ઉજવણી સમિતિ ગાંધીનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલ | સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્ય પર આધારિત રેડિયો-રૂપકોનો સંગ્રહ) : લેખક : ચન્દ્રવદન મહેતા : સંપાદક : કુમારપાળ દેસાઈ : પ્રકાશક : સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગાંધીનગર Page #3 -------------------------------------------------------------------------- ________________ Navbharat Na Bhagya Vidhata : Sardar Vallabhbhai Patel Written by Chandravadan C. Mehta Edited by Kumarpal Desai © શ્રી ચન્દ્રવદન મહેતા સ્મારક સમિતિ પ્રથમ આવૃત્તિ : ૧૫ ડિસેમ્બર, ૧૯૭૫ દ્વિતીય આવૃત્તિ : ૧૫ ડિસેમ્બર, ૨000 કિંમત : આવરણચિત્ર : પ્રકાશક : સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગાંધીનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઑલ ઇન્ડિયા રેડિયોએ ગાંધી શતાબ્દી, અન્ય કાર્યક્રમો ઉપરાંત ચૌદ રેડિયો-રૂપકો રજૂ કરી ઊજવી હતી, એમ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની શતાબ્દી, બીજા કાર્યક્રમો ઉપરાંત આ બાર રૂપકો રજૂ કરી ઊજવી. સરદાર સાહેબના જીવનમાં ઘણી ઘણી ઘટનાઓ બની, એમાંથી કેટલીક બહુ નહીં જાણીતી એવી અને એ ધર્મપરાયણ, સુકોમળ હૃદયની વ્યક્તિ હતી, એ એમના જીવનનું પાસું પણ મોટે ભાગે અજાણ, તે સાકાર થાય એ હેતુથી બાકીની ઘટનાઓ બાર રૂપકોમાં વણી છે. એ લોખંડી પુરુષ અને બિસ્માર્ક જેવા હતા, એ અયોગ્ય અને અણછાજતાં વિશેષણોને નકાર્યાં છે, અને છતાં એમની સળંગ જીવનકથાને કડીબદ્ધ આવરી લેવામાં આવી છે. મારા એ બે સંજોગોમાં હાકેમ એક બારડોલી સત્યાગ્રહ સમયે બારડોલીમાં, પછી મુંબઈમાં કૉંગ્રેસ પત્રિકાના સંચાલનમાં અમારી નાનકડી, મીઠી ભેરુબંધ ટોળીના રાહબર, અને પછી ઑલ ઇન્ડિયા રેડિયોમાં હું નોકરી કરતો હતો, ત્યારે બ્રૉડકાસ્ટિંગ ખાતાના એ અમારા મિનિસ્ટર–એમ વીસ બાવીસ વર્ષમાં એમની નિકટમાં આવવાનો પરિચય; એમાં અમે ક્યાંય એમને ક્રૂર, કડક કે લોખંડી હૃદયની વ્યક્તિ તરીકે જોયા-જાણ્યા નથી. વાત્સલ્ય જ પ્રમાણ્યું છે. એમનો ધર્મગ્રંથોમાં ભક્તિભાવ અને એમની ઈશ્વરમાં અથાગ શ્રદ્ધા, એમના પત્રોમાં તેમજ જેલ દરમિયાનની નોંધોમાંથી જાણવા મળે છે. આવી એક વ્યક્તિને આ રીતે અંજલિ આપવાની મને તક મળી એ માટે હું મારી જાતને ધન્ય માનું છું. એવી તક આપવા માટે આકાશવાણીના અધિકારીઓનો હું આભાર માનું છું. આ પ્રગટ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ શતાબ્દી સમિતિનો પણ હું અત્યંત આભારી છું. શાળાઓમાં આમાંથી મોટા ભાગનાં રૂપકો ભજવી શકાય એવાં છે. જેમને એ ભજવવાં હોય એમને મારી રજા લેવાની જરૂર નથી, એટલે ભજવશે તો સરદાર સાહેબને કંઈક ન્યાય મળશે. ડિસેમ્બર, ૧૯૭૫ – ચન્દ્રવદન મહેતા રાષ્ટ્રનિષ્ઠ અને કર્મનિષ્ઠ સરદાર નવભારતના ભાગ્યવિધાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની સર્વતોભદ્ર પ્રતિભાને દર્શાવતાં આ બાર રૂપકો એમના જીવનનાં અનેક પાસાંઓને પ્રગટ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલને ગળથૂથીમાં કેવા સંસ્કારો મળ્યા હતા તે ‘શેતરંજનો દાવ’ એ પ્રથમ રૂપકમાં દર્શાવ્યું છે. એમાં વલ્લભભાઈના પિતા ઝવેરભાઈનું સ્વતંત્રતા માટે ઝઝુમનારા વિચક્ષણ માનવી તરીકેનું પાસું પ્રગટ થયું છે. સરદાર પટેલના જીવનને બાવીસ વર્ષ સુધી નજીક રહીને જોનારા સમર્થ નાટ્યપુરુષ ચન્દ્રવદન મહેતા દ્વારા આ રૂપકો આલેખાયાં છે. ઈ. સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં શ્રી ચન્દ્રવદન મહેતાએ કાર્ય કર્યું. એ પછી એમણે આઝાદીની ચળવળ સમયે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈને કૉંગ્રેસ બુલેટિનોનું પ્રકાશન કર્યું હતું. આ ચળવળનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલ સંભાળતા હતા. એ પછી ઑલ ઇન્ડિયા રેડિયોમાં શ્રી ચન્દ્રવદન મહેતા કામ કરતા હતા ત્યારે ભારત સરકારના પ્રસારણ મંત્રી તરીકે શ્રી વલ્લભભાઈ પટેલ હતા. આમ ચન્દ્રવદન મહેતાને વલ્લભભાઈની પ્રતિભાનો નિકટનો અનુભવ હતો અને એમણે સરદાર વલ્લભભાઈ પટેલમાં રહેલી આંતરસૂઝ, રાજકારણને પણ ધર્મકાર્ય માનવાની એમની વૃત્તિ તથા એમની આત્મસમૃદ્ધિ પ્રત્યક્ષ નિહાળી. સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વનાં શ્રી ચન્દ્રવદન મહેતાએ અનુભવેલાં પાસાંઓ આમાં આલેખ્યાં છે. ઈશ્વરમાં અગાધ શ્રદ્ધા, પીડિતો માટેની સંવેદના, એમનું વાત્સલ્યપૂર્ણ હૃદય, દેશને માટે કરેલો ત્યાગ આ બધી બાબતોને સચોટ સંવાદયુક્ત રૂપકો દ્વારા દર્શાવી છે. - સરદાર વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ ભક્તિપરાયણ, નિષ્ઠાવાન અને બીજાને મદદ કરવા તત્પર વ્યક્તિ હતા. એમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને હોલ્કર રાજ્યના એ કેદી બન્યા હતા. હોલ્ડરના રાજવી શતરંજમાં ખોટી ચાલ ચાલતા હતા ત્યારે ખરી ચાલ ઝવેરભાઈએ સૂચવી હતી અને તેથી એમને કેદમાંથી મુક્તિ મળી હતી. આ પ્રસંગને પ્રથમ રૂપકમાં વણી લેવામાં આવ્યો છે. વાળાના જીવડા કાઢતાં કે 5 Page #5 -------------------------------------------------------------------------- ________________ પગે ફોલ્લો થતાં એના પર નસ્તર મુકાવતી વખતે વલ્લભભાઈમાં રહેલી સહનશીલતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત દૃઢતાનો પરિચય મળે છે. ખેડાની મહેસૂલ લડત, બોરસદની લડત અને પછી બારડોલીની લડત – એમ ત્રણે લડતમાં વલ્લભભાઈએ પ્રજાના વીરત્વનો પરિચય કરાવ્યો. આ રૂપકમાં વચ્ચે વચ્ચે વલ્લભભાઈનાં ઉદ્ગારો મૂકીને એમના ખમીરવંતા વ્યક્તિત્વને પ્રગટ કર્યું છે. આ બારડોલી ભારતકી થર્મોપોલી” નામના રૂપકમાં નાટ્યકાર ચન્દ્રવદન મહેતા વલ્લભભાઈની વિશેષતા દર્શાવતા આલેખે છે : ખુશાલભાઈ : મૂળ વાતે સરદારનું હાડેહાડ ખેડૂતનું. ગાંધીજીએ ૧૯૧૭માં એક જ શબ્દમાં સરદારને હિન્દુસ્તાનમાં ખેડૂતનું સ્થાન સમજાવી દીધું. સરદાર શાનમાં સમજી ગયા. એટલે ખેડૂતની સેવા કરવાની તક પહેલી ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં, અને ત્રીજી બારડોલીમાં. પૂર્વ અવસર ઊજવી, ખેડૂતો અને ખેતીના રહસ્યને ઉપનિષદ રચ્યું. એ તે કેવા મોટા આચાર્ય ! મારકંડ : આ એમનું એટલે કે વલ્લભ ઉપનિષદનું એક સૂત્રમંડળ : “આખું જગત ખેડૂત ઉપર જ નભે છે. અને સૌથી વધારે જુલમ ખેડૂત સહન કરે છે. સરકારને નામે ગમે તે એક ધગડુ આવીને એને ધમકાવી જાય; ગાળો ભાંડી જાય , વેઠ કરાવી જાય; સરકાર ધારે એટલા કરનો બોજો ખેડૂત ઉપર નાખે, વરસોની મહેનત પછી ઝાડ ઉછેરે, એ ઉપર વેરો, કૂવો ખોદી પાણી લે એ ઉપર વેરો, ખેડૂત પાસે વીધું જમીન હોય, પાછળ બળદ રાખતો હોય, ભેંસ પાળતો હોય, ખાતર-પંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણભર પાણીમાં વીંછીની સાથે રમત કરી હાથ નાંખી, ભાત વાવતો હોય, દેવું કરી બી વાવે, બૈરાં-છોકરાં સાથે જે ઊગે તે વીણે, ગાલ્લી રાખે, એમાં નાંખી એ વેચી આવે, ઢોર સાથે ઢોર જેવા થઈને રહે. એમાંથી પાંચ-પચીસ મળે, એટલા ઉપર સરકારનો લાગો ! ખેડૂત ડરીને દુ:ખ વેઠે, ઉપરથી જાલિમની લાતો ખાય, એવા ખેડૂતોને રાંકડા મટાડી ઊભા કરું, ઊંચે મોઢે ફરતા કરું, એટલું કરું તો મારું જીવ્યું સફળ માનું.” રૂપકમાં પ્રસંગોને ઉપસાવવા માટે પૃચ્છક અને શાસ્ત્રીજી , શિષ્ય અને શિક્ષક, કવિ અને માયા જેવાં પાત્રો રચ્યાં છે. એ દ્વારા પ્રસંગોનું આલેખન કરવાની સાથે સરદારની પ્રતિભા પણ દર્શાવી છે. સરદારના કટાક્ષને દર્શાવતો આ સંવાદ એમની પ્રતિભાને પ્રગટ કરે છે : પૃચ્છક : સરદાર સાહેબના કટાક્ષને તો કોઈ નહીં પહોંચે. શાસ્ત્રીજી : કટાક્ષમાં કડવાશ પણ હોય, પણ કડવાશ વિનાના હાસ્યની પણ કંઈ ઓછી નોંધણી નથી. તે પણ આપણે જોઈશું, પરંતુ સત્ય કથનમાં એમને કોઈ ન પહોંચે. મહારાષ્ટ્રમાંથી તામિલનાડુમાં ગયા, ત્યાં ગુજરાતી હિન્દીમાં બોલ્યા. ત્યાંથી બિહારના ખેડૂતોની પરિષદમાં ગયા. રાજેન્દ્રપ્રસાદ પથારીવશ હતા. ત્યાં સભામાં વિષયવિલાસમાં પૈસા બરબાદ કરનારા જમીનદારો માટે, કિસાનની પામરતા માટે, અને સ્ત્રીઓનો પરદો, તે પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે નહીં પણ સ્ત્રી અને સ્ત્રી વચ્ચે, એ ત્રણ વાતો ઉપર ટીકા હૃદય સોંસરી ભાષામાં કહી. પૃચ્છક : એમાંથી થોડી વાણી તો સંભળાવો. શાસ્ત્રીજી : સરદાર કહે છે – સ્ત્રીઓને પરદામાં રાખી તમે અર્ધગવાયુથી પીડાઓ છો. વળી કહે, એ પરદામાંથી બહાર આવે તો તમે કેવા ગુલામ છો, એ એ જોઈ જાય એથી તમે ડરો છો. મારું ચાલે તો એ બહેનોને કહું કે તમે આવા વ્હીકણ બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં, તમારા ધણીને છેડા ફાડી આપો તો સારું. સરદાર વલ્લભભાઈના જીવનકાર્ય વિશે કેટલીક ખોટી સરખામણીઓ પણ થઈ છે. એમાંથી સૌથી વધુ પ્રચલિત સરખામણી જર્મનીના બિસ્માર્ક સાથે કરવામાં આવી છે, પરંતુ આ સરખામણી કેટલી ખોટી છે તે પણ ચન્દ્રવદન મહેતાએ દર્શાવી છે. બિસ્માર્ક પોતાની લશ્કરની બંદૂકની અણીએ રાજ્યોને તાબે કર્યા હતાં. જે ગામ એના લકરને ખાવા ન આપે તેવાં ગામોને બાળ્યાં હતાં. એના રૂંવેરૂંવે સત્તાનો ચકચૂર નશો હતો. એને ફ્રેન્ચ પ્રજા પ્રત્યે ધૃણા હતી અને સરદારે જે રીતે રાજવીઓનું રાજ લીધું અને છતાં એમનો પ્રેમ સંપાદન કર્યો એવું શત્રુ પ્રત્યેનું પ્રેમ-ઔદાર્ય બિસ્માર્કને Page #6 -------------------------------------------------------------------------- ________________ નહોતું. જો બિસ્માર્કને આવું થયું હોત તો એણે કેટલાયને ફાંસીએ ચડાવ્યા હોત કે તોપથી ઉડાડ્યા હોત. આ બાર રૂપકોમાં સરદાર પટેલની દઢતા, નમ્રતા, માનવતા અને રાષ્ટ્ર માટેની ત્યાગવૃત્તિ જોવા મળે છે. આમાં સરદાર પટેલ પાત્રરૂપે આવતા નથી તેમ છતાં જુદાં જુદાં પાત્રો દ્વારા સરદાર જીવંત બને છે. આને માટે જુદા જુદા વર્ગના અને જુદી જુદી ભાષા બોલતાં પાત્રો એમણે સજ્ય છે. આ પાત્રો તરવરાટભર્યા, માર્મિક સંવાદો બોલતાં અને કથાવિકાસ સાધતા જણાય છે. આ બાર રૂપકોમાં સમર્થ નાટ્યપુરુષ ચન્દ્રવદન સરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠ અને કર્મનિષ્ઠ પ્રતિભાને ઉપસાવી શક્યા છે. આ રૂપકો પચ્ચીસ વર્ષ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ દ્વારા પ્રકાશિત થાય છે ત્યારે આનંદ અનુભવું છું. આનો ઉદારભાવે કૉપીરાઇટ આપવા માટે શ્રી અરુણ શ્રોફનો અને આ પ્રકાશન માટે સતત ઉત્સાહ દાખવનાર યુવાસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉત્સાહપ્રેરક કમિશનર શ્રી અનિશ માંકડ અને શ્રી જિતેન્દ્ર ઠાકરનો આભારી છું. નિશાળ અને કૉલેજમાં ભજવી શકાય તેવાં આ રૂપકો સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વનો કિંચિત સ્પર્શ કરાવશે, તેમ માનું છું. ૫ ડિસેમ્બર, ૨OOO - કુમારપાળ દેસાઈ અર્પણ મારા એક સમયના વિદ્યાર્થી શ્રી બિપીન ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલને ચન્દ્રવદન મહેતા Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧. શેતરંજનો દાવ ૨. વિદ્યાભ્યાસ અને વકીલાત ૩. સહનશક્તિ ૪. મનિષાપિલીટી અનુક્રમ ૫. સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ૬. બોરસદના સરદાર અને હૈડિયા વેરો આ બારડોલી – ભારતકી થર્મોપોલી ૭. ૮. ભક્તજન વલ્લભભાઈ મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૦. ૧૧. હૈદ્રાબાદ અને... ૧૨. સરવૈયું અને વિદાય થોડા વિલિનીકરણના કિસ્સાઓ 10 ← ” × ૪ ૭ ૪ ૫ ૧૨૭ ૧૪૬ ૧૬૪ ૧૮૨ ૧૯૯ ૨૧૭ 11 Page #8 -------------------------------------------------------------------------- ________________ શેતરંજનો દાવ ; પાત્રો : ચોપદાર, મહારાજા, કર્નલ, ઝવેરભાઈ (મહારાજા. હોલ્ડરનું દીવાનખાનું) ચોપદાર : જી, સરકાર ! અંગ્રેજ અફસરસાબ મિલનેક આ રહા હૈ... મહારાજા : અછા-પહેલાં અહીં શતરંજ કા ટેબલ બિઝાવો, ઔર કસુંબા પીનકા ઇન્તઝામ કરો. (કર્નલ પ્રવેશે છે.) કર્નલ : નૉટ નેસેસરી યૉર હાઇનેસ અમેરા હિન્દી ગુજરાતી અચ્છા નહીં, મગર મય થોરા થોરા બોલ સકતા હું. મહારાજા : ડઝન્ટ મૅટર, આઈએ, આઇએ કર્નલ સાબ, ગુડ ઇવનિંગ. કર્નલ : આપ તકલીફ મટ લો, દેખો યે બૉટલ, આપકુ પ્રેઝંટ. મહારાજા : થેંક્સ. હાં એ ક્યા ચીઝ હૈ ? કર્નલ : યે સ્કૉચ હે સ્કૉચ સ્કૉચ વિસ્કી આપ રખિયે ઔર ઇનકા ટેસ્ટ કરીએ. આપકા કસુંબા મને બહુત પીયા હે. મહારાજા : હાં, યે તો સહી બાત હૈ. કર્નલ : નહીં, મને જોધપુર મેં ભી પીયા, જયપુરમેં ભી થરો થોરો ચાખ્યો છે, અહમદાબાદમાં ભી કુછ ન કુછ પીધો છે, અને ઇન્દોરમાં.. Page #9 -------------------------------------------------------------------------- ________________ શેતરંજ નો દાવ નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : અરે વાહ કર્નલ ટૉમસન સાહેબ, આપ તો જુદી જુદી જબાન પણ બોલી શકો છો, એમાં ગુજરાતી, મારવાડી પણ બોલો છો. કર્નલ : મહારાજા હોલ્કર સાહેબ, બેપાર કરવો હોય તો દેશ દેશની જબાન જાણવી જ જોઈએ. હું અહમદાબાદની કૅમ્પમાં હતો ત્યાં થોડું થોડું ગુજરાતી હુએ સીખી લીધો. મહારાજા : હું સીખી ગયો. યા તો મેં સીખી લીધું, એમ કહો. કર્નલ : થેંક્સ ! થેંક્સ, આપ મારા ભાષાના ગુરુ એટલે આપને આપવાની આ બૉટલ દ દ દકિસના... ભેટ-ઇનામ (હીહી) મહારાજા : પરઝન્ટ, (હી હી) દક્ષિણા ! કર્નલ : યસ, યસ, પ્રેઝન્ટ. મહારાજા : ઉધર રખો. હાં-તો યે સ્કૉચ હે. કર્નલ : આજ યે ચક્કો, હમારા મુલકમેં સ્કોટલેન્ડ નામે એક રિયાસત છે. તીધર આ સ્કૉચ-વિસ્કી બનતા હે, આજ એની લિજ્જત ચાખો. હમારો ખ્યાલ એવો છે કે આપ આપના કેદખાનામાં પહેરેજ રાખો. ઓર ભારે દેખરેખ રાખો. ચાલાક છે. કભી ભગ ન જાય, આપની હદમાંથી પકડ્યો છે. મહારાજા : નહીં નહીં, એમ તો બને જ નહીં. અરે કૌન છે. જાઓ નીચે, ઓર સાબકા યદી કુ લઈ આઓ. હાં - અમારે ત્યાં ભોંયરા છે. એને ભોંયરામાં દાટી દઈશું. ખાવાનું આપ્યા કરીશું, ન સૂરજ, ન કોઈ સંબંધ, ફક્ત હવા, હવા જ. કર્નલ : ફેકટ થોરી થોરી હવા. હી હી હી, બસ, થોરા વખતમાં તો એનો જોર ભાંગી જાશે. અને અને એ અરધો નબલો પન થઈ જાશે. (કેદીને લાવવામાં આવે છે. એટેન્શાનના અવાજ , સલામ અને સૈનિકનાં પગલાં) ઠીક છે. ટુમ પહેરગીર ! અબ જરા દૂર ખડે રહો. મહારાજા : નહીં નહીં. કદીકુ અહીં રહેને દો. ઓર તુમ નીચે ખડે રહો. હમારા મુલ્કમાંથી યા રાજમહાલથી કોઈ નાસી જઈ શકતું જ નથી. શું નામ તારું ? અરે કૌન હે. ચોપદાર : જી. મહારાજા : અરે શેતરંજનું ટેબલ ગોઠવ્યું પણ શેતરંજના મહોરાં ક્યાં છે ? જલ્દી લાવો, ઓર કર્નલ સાહબ ! એ આપકા કાચ કયસા પીવાના હોતા હૈ, યે બતાવો. કર્નલ : આપ કયદી સાથે જરા વાત કરો, એટલે એની તૈયારી કરું છું. મહારાજા : કદી ? કેમ જવાબ નથી આપતા ? કેદી : આપે મને જવાબ આપવાનો મોકો જ ક્યાં આપ્યો હતો ! મારું નામ ઝવેરભાઈ. મહારાજા : ઝવેરભાઈ ! ક્યાંના છો ? નવજુવાન ! આ બળવામાં ભાગ લો છો ? મહારાજા : અચ્છા, અચ્છા, પણ આજ આપ એકદમ ગુજરાતી ભાષામાં કેમ બોલવા માંડ્યા છો ? કર્નલ : રહસ્ય. સિક્રેટ–ભેદ. નીચે હું એક પ્રિસ્નર લાવ્યો છું, મહારાજા હોલ્કર ! મહારાજા : પ્રિસનર–કયદી ! કર્નલ : કયદી. એ ગુજરાટી છે, જાલિમ છે, બાકી છે, ડેન્જરસ છે, ચાલાક છે, હોશિયાર છે. મહારાજા : હો, હા, કહાં પકડા ? કર્નલ : યોર હાઇનેસ, જરા જોઈ લો-એને જ પૂછો. એ બેવફા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા કેદી કેદી : અમે ગુજરાતના, કરમસદના. કર્નલ ! એટલે જ તો મેં યૉર હાઇનેસ ! આપની સામે ગુજરાતીમાં વાત કરી. વૉટ ઇઝ ધિસ કરમસેડ ? કેદી : કરમસદ ઇઝ એ ટાઉન. કર્નલ : ઓ – તો તને અંગ્રેજી પણ આવડે છે ! : તમને ગુજરાતી આવડે તો અમને અંગ્રેજી ન આવડે ? મહારાજા : બડા તેજ સ્વભાવ છે જુવાન ! : મહારાજા , જુવાન હોય એનો સ્વભાવ તો તેજ હોય ને ? કર્નલ : એટલે તો યોર હાઇનેસ ! હું એને આપની સામે લાવ્યો છું. લ્યો હાઇનેસ આ તમારો ગ્લાસ , ડ્રિક. સિપ ઇટ. મહારાજા : સ્કૉચ પીવાના આ હમારા પ્રથમ જ પરિચય છે. ઉ– જરા જલદ તો હયકર્નલ : એવા ત્રણ જલદ પીશો પછી જોશો નશા ખુમારની લિજ્જત. મહારાજા : તો હવે આપણે રમત બીમત શરૂ કરીએ કે ? કર્નલ : હા, હા. તે પહેલાં આ કયદીના કાગજ વિગેરા આપ જોઈ લો. મહારાજા : બોલો, ઝવેરભાઈ ! તમને ક્યા ગુના કિયા હય. કર્નલ : યૉર હાઇનેસ, આ ઝવેરબૉય નિમકહરામ હય-એ દેશદ્રોહી હય. કેદી સાહેબ ! ઝવેરબૉય નહીં, ઝવેરભાઈ-બૉય એટલે છોકરો, ભાઈ એટલે બ્રધર. કર્નલ : ડોન્ટ ટ્રાઇ હુબી ટુ ફ્લેવરમાઇ બૉય ! ત્રીસની નીચે તો તો તું છોકરો નહીં તો શું બુઢો ! યુ ટ્રેઇટર. યોર હાઇનેસ ! આ ઠેઠ કરમસેડથી ઝાંસી શહેરના પાદર શેતરંજનો દાવ પર પહોંચ્યો હતો. આ મ્યુટિની ચલા એમાં એણે ઝાંસીની રાનીને મદદ કરી. ત્યાંની ફોજને મદદ કરતો હતો. મહારાજા : એ એકલો ? કર્નલ : નહીં, કોઈ કૂચ એવા જ સાથીદારો હતા. એ બધાને એણે નસાડી મૂક્યા. એ પકડાઈ ગયો. તપાસમાં એની આખી ચાલ જાણવામાં આવી. કંપની સરકારનું રાજ્ય ઉથલાવી પાડવાનો એનો ઇરાદો હતો. મહારાજા : તે ગુજરાતથી ઠેઠ ઝાંસી સુધી જવાનો શો મુદ્દો ? ઝવેરભાઈ ! કેદી : અમારે ગુજરાત શું કે ઝાંસી શું અમારે મન તો એક હિન્દુસ્તાન, એક દેશ. કર્નલ : દેખો, તો તું ગુનો કબૂલ કરે છે ? કેદી : ગુજરાતથી ઝાંસીના પાદર ઉપર જવું એ કંઈ ગુનો કહેવાય? અમારા ગુજરાતમાં સુરતમાં શરાફી પેઢી છે, આત્મારામ ભૂખણવાલા. એમની શાખ આખ્ખા હિન્દુસ્તાનમાં, પૈસાની ધીરધાર, ગમે તેવી હૂંડી સ્વીકારે, વટાવી આપે. મહારાજા : ભુખણવાલાની તો બહુ શાન, બહુ આબરૂકેદી : આખા હિન્દુસ્તાનમાં એના આડતિયા, મુનીમો ફરે, એટલે એ ગુનો કહેવાય ? બહુ લાંબી વાતો ના કર. યોર હાઇનેસ ! આ ફાઇલમાં એની સામેના પુરાવા, બ્રિટિશ કુપની સરકાર સામેની એની ચાલબાજી, પ્લાન, વગેરેના ઘણા કાગજો છે. આપ જોજો. આપ તો કુંપની સરકારના વફાદાર મિત્ર છો. એટલે એની પૂરી તપાસ કરી એને સખત સજા કરજો . મ્યુટિની એટલે કે સિપાઈઓના બળવામાં એનો સાથ સાબિત થાય તો એને જિંદગી સુધી આપના કેદખાનાના ભોંયરામાં પૂરજો. કર્નલ Page #11 -------------------------------------------------------------------------- ________________ શેતરંજનો દાવ નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : પણ કર્નલ ટૉમસન ! તમે જ એ કિસ્સાનો નિકાલ કેમ નથી કરતા ? કલકત્તાના ગવર્નર સાહેબને સોંપી દોને. કર્નલ : યોર હાઇનેસ ! એ નાસતો-છુપાતો ફરતો, એટલે એની ગિરફતારી આપની સરહદમાં કરવામાં આવી. એટલે ન્યાયને ખાતર અમે એને આપની સામે લાવવાનું ઠરાવ્યું, અને આપ તો કંપની સરકારના મિત્ર છો. મહારાજા : ઠી...ઠીક, જોઈશું. ચાલો આજે હવે કર્નલ, તમે પહેલી ચાલુ ચાલો, અને શરૂઆત કરો. કર્નલ : ટુ યૉર હેલ્થ ! યૉર હાઇનેસ - સિપ ઇટ. મહારાજા : હા હા, અમને લાગે છે કે આ પીણું અમને માફક તો છે જ. કર્નલ : જેમ જેમ પીશો તેમ તેમ આપને ગમશે જ, લ્યો, આ મારો મુવ. આ રમત તો એક ગ્રેટ રમત છે. મહારાજા : યસ, યસ. કર્નલ : અમે એને ચેસ કહીએ છીએ. યુરોપમાં એ શોધાઈ ન હોત તો અમે અહીં અમાર વખત કેમ ગુજારત ? કેદી : બેઅદબી માફ. પણ મહાશય ! આ શતરંજની રમત હિન્દુ સ્તાનમાં શોધાઈ હતી. મહારાજા : આ મારો મુવ, કર્નલ , ઠીક, તો ઝવેર - તું વળી શતરંજની રમત વિષે પણ જાણે છે ? કર્નલ : ડુ યુ નો યંગ ગાઈ ! હિઝ હાઇનેસ મલ્હારરાવ હોલ્કર આખા મુલ્કમાં સૌથી સારા આ રમતના જાણકાર છે. કેદી : કબૂલ, મેં તો આ રમતના ઇતિહાસ વિશે વાત કરી. ‘ચતુરંગ' નામે અમારા ભારતમાં આ ઘણાં કાળથી જાણીતી રમત હતી, અને છે. મહારાજા : સૉરી ! કર્નલ ! પણ આ બાબતમાં કદી કહે છે તે વાત સાચી છે. બાદશાહ અકબર તો જીવતાજાગતાં પ્યાદાઓ સાથે રમત રમતા. કર્નલ : આ મારો મુવ, મહારાજા ! પણ આટલા ટેબલ ઉપર જીવતા માણસોને પ્યાદા તરીકે કઈ રીતે રમી શકાય ? મહારાજા : આ મારો મુવ. કર્નલ ! તમે ફતેપુરસિકી જાઓ તો જોજો. દરબારની બેઠક સામે સુન્દર વિશાળ ચોગાનમાં બાદશાહના બાંદી બન્ટીજનો ચોકઠામાં ઊભા રહેતા – બાદશાહ અને બેગમ ઉપરની બેઠકમાં બેસી રમતો રમતા. આ હિસ્ટરી છે. કર્નલ : સૉરી, એ મેં નથી વાંચી – લ્યો આ મારો મુવ. મહારાજા : ઓ એમ, તો અમે આ ઘોડી - કેદી : મહારાજા સાહેબ ! બેઅદબી માફ, પણ આપ ઘોડી ન ચલાવશે. હાથીને ખસેડો. આ અંગ્રેજોએ જિંદગીમાં હાથી અહીં જ હિન્દુસ્તાનમાં જોયા, એટલે એની ચાલમાં એમને સમજણ નહીં પડે. કર્નલ : વૉટ ! મહારાજા : બરાબર છે. કદી ! તું શતરંજનો ઇતિહાસ તો જાણે છે, પણ શતરંજની રમત પણ જાણે છે. કેદી : આપ નામદાર તો મુલ્કભરમાં શતરંજની રમત રમવામાં પ્રખ્યાત છો. હું તો આપની આગળ કંઈ વિસાતમાં નથી. કર્નલ : વેલ, વેલ, આ મારો મુવ. કેદી : તો મહારાજ ! કર્નલ સાહેબની ઘોડી ઊંચકી લ્યો એટલે રમત પતી ગઈ. મહારાજા : બરાબર ! શાહબાશ, શાહબાશ. આજે તો ઝવેર, તે મને જિતાડી આપ્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા T કર્નલ : ધ ગાઇ ઇઝ માઇટી ક્લેવર, ચાલો, એક બીજો ડ્રિક્સ, કેમ કેવો લાગ્યો ? મહારાજા : પીણું તો સારું છે. ચાલો, એક ફરી રમત માંડીએ. કર્નલ : માફ કરજો, યૉર હાઇનેસ. આજે મારે ઘણાં કામ પતાવવાનાં છે, એટલે બીજી કોઈ વખત રમીશું. હવે હું જઈશ. પણ આ કેદીનો નિકાલ કરજો. નીચેથી હું અમારા ગાર્ડ પાછો લેતો જઈશ. કહો તો રાખતો જાઉં. મહારાજા : ના, એ નાસી નહીં જાય એની હું ખાતરી આપું છું. કર્નલ : હજી બળવાના ભડકા પૂરા શાંત થયા નથી, ત્યાં સુધી આવા ચાલાક અને જોખમકારક કેદીને જાપ્તામાં રાખવા સારા, અને વળી આ કાગળિયાંઓમાં એને સજા કરવા માટે પૂરતી સાબિતીઓ છે એ આપ જ જોશો. મહારાજા : ઠીક, ઠીક. કર્નલ : એ શેતરંજ રમી જાણે છે, એટલે ચાલબાજી કરી નાસી નહીં જાય તે આપ જોશો. કેદી : કર્નલ સાહેબ ! અંગ્રેજો ઠીક પ્રમાણમાં સ્પોર્ટ્સમેન કહેવાય છે. તો આપ મારી સામે એક રમત રમો. : તમે કદી છો. હું તારી સાથે નહીં રમું. કેદી : અરે કર્નલ સાહેબ ! આ તો ઓગણીસમી સદી ચાલે છે – ૧૮૫૮, પણ લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં આપના બાપદાદા હિન્દુસ્તાનમાં ક્રિકેટ રમતા તે કેદીઓ સાથે રમ્યા શેતરંજનો દાવ કર્નલ : વૉટ નોનસેન્સ ! કેદી : સુરતમાં ૧૭૨૧માં - અંગ્રેજ ચાંચિયાઓ જોડે તેઓ જેલમાં હતા ત્યારે. મહારાજા : આ તો કંઈ તું અજબ વાત કરે છે. ક્રિકેટ ? એ કેવી રમત ! મયદાની રમત છે ? કેદી : જી, એક જમાનામાં આપને ત્યાં પણ સારી રીતે રમાશે, જોજો. : પાકો તોપચી છે. ભારેની ફેંક મારે છે આ. કેદી : કર્નલ સાહેબ, મિ. જે. એસ. કોટન સાહેબનો એક કાગળ છે, એમાં આ હકીકત છે. કર્નલ : નોનસેન્સ, નોનસેન્સ. ચાલો યોર હાઇનેસ, ગુડ બાઇ ઍન્ડ હેપી ડ્રીમ્સ, આ ચાલાક કેદી ઉપર પાકી નજર રાખશો. મહારાજા : હા, હા, તમે ચિંતા ન કરો. કેદી લાગે છે તો હોશિયાર પણ એની હું બરાબર ખબર રાખીશ, ગુડ બાઇ. કર્નલ : એના ચબરાકિયા સ્વભાવને લઈ, હવે આપનો સમય તો જશે. જેલમાં રાખજોઅને નહીં ગમે ત્યારે એને બહાર બોલાવી વાતો કરજો. પણ સંભાળજો. ઘણો જોખમકારક માણસ છે. મોસ્ટ ડેન્જરસ, બાઇ બાઇ. મહારાજા : આ તમારી બાટલી, કર્નલ સાહેબ ! કર્નલ : ના ના, એ તો આપને ભેટ આપવા જ હું લાવ્યો હતો. આપને ગમી હોય તો જણાવશો. હું બીજી મોકલાવીશ. ગુડ નાઇટ ! (જાય છે.) મહારાજા : વૅક્સ એ લૉટ, ગુડ નાઇટ. કર્નલ ટૉમસન ! અરે કોણ છે ? ચોપદાર : (જરા રહી પ્રવેશે છે) જી મહારાજ ! હતો,* * હિસ્ટરી ઑફ ઇન્ડિયન વૉર્સ : બાઇ ક્લેમન્ટ ડાઉનિંગ, પ્રકાશક : હમ્પરી સિલફોર્ડ, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, મુંબઈ, મદ્રાસ, લંડન, ૧૯૨૪. પાનું ૧૮૯. ક્રિકેટ રમત ૧૭૨ ૧. સુરત, આગ્ર પાઇરેટ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : દેખો. કર્નલ સાબ ગયે, ઓર ઇનકી સાથ આનેવાલા ગાર્સ સબ ગયે ? જલ્દી જાઓ-દેખો. ચોપદાર : મહારાજા ! કર્નલ સાહબ ખુદકા ઘોડા પર ગયે. સાથમેં દો ઘોડેસવાર થા, વો ભી ગયે. તીસરા થોડા થા, ઇનકુ ભી લે ચલે. મહારાજા : અચ્છા, જાઓ તો ઝવેરભાઈ. તમને ઘોડા પર લાવ્યા હતા, કેદી : જી મહારાજ ! મહારાજા : તે તમને ઘોડેસવારી પણ આવડે છે ? કેદી : મહારાજ, નહીં તો લાંબી મુસાફરી શી રીતે થઈ શકે ? હા જી, ઘોડેસવારી પણ જાણું છું. મહારાજા : ઝવેરભાઈ ! આમ આવો. બેસો. અહીં મારી સામે બેસો. બેઠિયેનાં કર્નલ તો ગયા - આ ફાઇલમાં તો કિસમ કિસમની વાતો હશે ! તમે અંગ્રેજોનાં ખૂન કર્યા છે, એમની દોલત લૂંટી છે, ઝાંસીની રાણીને એ દોલત સુપરત કરી છે, ઘણું ઘણું લખાણ હશે ! નિરાંતે વાંચીશું, પણ મને કહો – તમે શું કરો છો. સાચી હકીકત જ કહેજો. કેદી મહારાજ ! હું તો ખેડૂતનો દીકરો છું. અમે પટેલ, અસલ કહે છે પંજાબથી ગુજરાતમાં રોટલો કમાવા આવી ચઢેલા. થોડી જમીન છે તેમાં ખેતી કરી જાણીએ છીએ. આમાં તો ઘણું જુઠાણું લખેલું છે. મહારાજા : અદકો પ્રમાણિક ધંધ. ખેડૂત તો જૂઠું બોલે જ નહીં. અને ચોરી લૂંટફાટના ધંધા કરે જ નહીં. કેદી : એ આપની માન્યતા તદ્દન સાચી છે. મહારાજા : પહેલાં એ કહો કે શતરંજ ક્યાં શીખ્યા, અને આ બધી માહિતી તમે ક્યાંથી જાણી ? ઝવેરભાઈ ! શેતરંજનો દાવ કેદી : મહારાજ ! ખેડૂતની પોથી તે કુદરત. ઉપર આકાશ અને નીચે ધરતી, આકાશ પણ જાત જાતનું શિખવાડે, રોજ ને રોજ નવું નવું શિખવાડે. અને ધરતી પણ એમ જ. ચારે મોસમમાં ભાતભાતનું શિખવાડે. એમાં આંખ કામ લાગે. અને બીજી ઇન્દ્રિય તે કાન. ચારે કોર કાન સરવા રાખીએ તો જાત જાતનું સાંભળવા મળે. મહારાજા : સરવા એટલે ? કેદી : જાગ્રત, મહારાજા હોલ્કર ! જાગ્રત. સાંભળવું ઘણું. પછી એમાં સાચું કેટલું અને સારું કેટલું, એ તપાસવા બુદ્ધિબળ કામે લગાડવું. તો આપોઆપ ઘણી વાતોની જાણ થાય, અને સમજણ પણ પડી જાય. મહારાજા : વાહ વાહ ઝવેરભાઈ ! તમારી તકેદારી, હોશિયારી જોઈ હું બહુ ખુશ થયો છું. તમે મને રમતમાં પણ જિતાડી દીધો. કેદી : આપની મહેરબાની મહારાજ શેતરંજ તો અમે બહુ રમીએ. પણ અમને નાનકડા પાટિયા ઉપર શેતરંજ રમવી ન ગમે - મોટાં ખેતરો જોઈએ, ખેતરો એટલે ક્ષેત્ર – મહારાજા : સમજું છું. અસલ તમે પંજાબના, પાંચ નદીઓના જળપ્રવાહના વતની, એટલે ખેતીમાં રસ, જમીનમાં પ્રેમ, કેદી : જમીન, અમારી મા. ધરતી મા. મહારાજા : તો તમે ઝવેરભાઈ, આ બળવાને પંથે કાં ચડ્યા ? કેદી : મહારાજ, બળવો તો અંગ્રેજોએ કહ્યો. એમના દેશમાં રાજસત્તા સામે બળવો નથી થયો ? આપ એમના વફાદાર મિત્ર રહ્યા એટલે મારાથી વધારે કશું બોલાય નહીં. મહારાજા : ઝવેરભાઈ ! તમે સ્વતંત્ર છો. મારા મિત્ર છો. તમને અમારું અભયવચન છે. તમે જે કંઈ ગુના કર્યા હોય તે માફ છે. બોલો. Page #14 -------------------------------------------------------------------------- ________________ શેતરંજ નો દાવ ૧૩ નવભારતના ભાગ્યવિધાતા કેદી : મેં નામદાર મહારાજા ! કશા જ ગુના કર્યા નથી. હા, ઝાંસીની રાણીને દોલતની મદદ કરી છે. સરસામાનની મદદ કરી છે. અમારા પ્રદેશ સાથે એમના રાજ્યનો જૂનો સંબંધ છે. અને ઉપરાંત – મહારાજા : ઉપરાંત – બોલો. કેદી : એ રાજ્ય અંગ્રેજી કંપની સરકાર સામે માથું ઊંચક્યું, એથી અમે એની મદદે દોડ્યા. મહારાજ , ક્ષમા કરો તો બે વાત મહારાજા : ઝવેરભાઈ, ક્ષમા. તમે મારા મિત્ર છો, કંઈ પણ કહી શકો છો. કેદી : મહારાજા સાહેબ ! રાજ્ય રાજા કરે, રાજ્ય પ્રજા કરે, તે સમજાય; ફ્રાન્સ દેશમાં રાજાઓએ રાજ્ય કર્યા, પ્રજાએ ચૂંટેલાઓએ રાજ્ય કર્યા. એવું જ કંઈ ખુદ ઇંગ્લેન્ડમાં પણ થયું. આપ તો દુનિયાનો ઇતિહાસ જાણતા જ હશો. અહીં રાજાઓનું રાજ્ય, રાજવંશનું રાજ્ય, પણ ઇંગ્લેન્ડથી એક વેપાર કરવા આવેલી કંપનીનું રાજ્ય ! એ સરકાર બની બેસે, એ આપણા રાજા-રાણીઓને ગાદી ઉપરથી ફોજની કુમક લઈ ઉઠાડી દે – એનું રાજ્ય તે કેમ સાંખી લેવાય ? મહારાજા : ઝવેરભાઈ ! તમારો આ મુદ્દો મારે ગળે ઊતર્યો. હા, આ એક કંપની, ટોમસન આણી કંપનીનું રાજ હી હી હી. કેદી : એની સામે જ અમને વાંધો અને તે કંપનીમાં પણ એક પણ હિન્દી નહીં. પરદેશી કંપની. વેપાર પણ કરે, સાથે રાજ્ય પણ કરે. એને આપણી જમીન, આપણા ખેડૂતો, આપણા વેપારીઓ, આપણા પ્રજાજનોનું હિત ક્યાંથી સૂઝે ? મહારાજા : લાખ ટકાની વાત કબુલ કરું છું પણ શું થાય ? આપણામાં કુસંપ. કેદી : મહારાજા ! આ દેશ માટે એ જ સનાતન સત્ય છે. ક્યાંક ક્યારે દેશ એક હતો. જમાના પહેલાં, પછી મોગલો આવ્યા, ત્યારે પણ દેશ એક થયો હતો. પણ મોગલો, એ બહારના. તે અહીં પોતાનો દેશ માનીને રહ્યા. આ તો જુઠ્ઠા, ચોર, લેભાગુ વેપારીઓ, ડચ, ફરંગા, ફિરાંસી પ્રજાઓના દુશ્મન. એમને વ્યાપારમાંથી કાઢયા, આપણો વ્યાપાર પણ ઝૂંટવી લીધો અને હવે ફોજો વધારી આખો દેશ તાબે કરશે, અને આપણ સૌને ભૂખે મારશે. મહારાજા : તમારી વાતની સામે મારી પાસે કોઈ દલીલ નથી. કેદી : મહારાજ, છેલ્લાં સો વર્ષનો ઇતિહાસ જુઓ. આપને ત્યાં તો નોંધપત્રો હશે. હિન્દુસ્તાનનાં કેટલાં રાજ્યો આ કંપની સરકારે ઓહિયા કરી લીધાં. દિલ્હીની ગાદી, આઉધની ગાદી, ગણ્યા ગણાય નહીં એવડાં રાજ્યો કબજે કર્યા. મહારાજા : અને અઢળક દૌલત. કેદી : અને અઢળક દૌલત. ખોટાં તહોમતનામાં એનો તાજો દાખલો આ ખોટા સહીસિક્કાવાળા દસ્તાવેજો . મેં ખૂન કર્યા ! મેં અંગ્રેજોનાં ખૂન કર્યો ! અરે ખૂન કરવાનો હોત તો આ કર્નલ ટૉમસનને જ નહીં મારત – પણ ના, એક અંગ્રેજનું ખૂન કરવા થકી કંઈ કંપની સરકારનું રાજ્ય નાબૂદ થવાનું નથી. એમની ધીકતી કમાણી ઉપર કાપ મૂકવો જોઈએ. મહારાજા : તમારા બધા જ ગોષ્ઠી સાચા છે. અગદી ખરા જ છે. પણ હવે સંજોગ એવા બદલાવા માંડ્યા છે. કેદી એટલે અમે થોડા જુવાનિયાઓ જાગ્યા. ઝાંસીની મદદે ગયા. પણ દેશમાં પાકો સંપ નહિ એટલે દાવ અવળા પડ્યા. આજે કોઈ રાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી હોત તો એમને મારી ઝૂડી કાઢત. શિવાજીની શક્તિ ઔરંગઝેબ સામે વપરાઈ ગઈ. પછી આ પૈધ્યા, અને એમનો પાકો સામનો કરવાવાળા કોઈ રહ્યા નહીં. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શેતરંજનો દાવ ૧૫ નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : તમારા શબ્દેશબ્દ સાચા છે. વાંક અમારા રાજાઓનો છે. સૌ સૌ પોતાની નાની નાની રિયાસતો સાચવવા બેસી ગયા કેદી : મહારાજ, ક્ષમા કરશો. મહારાજા : ઝવેરભાઈ, મેં અગદી કહ્યું ને કે તમે અમારા મિત્ર છો. ગમે તે છૂટથી બોલી શકો છો. અહીં આપણે બે જ, એકલા છીએ. બોલો. કેદી : આ બાટલી ફેંકાવી દો. મહારાજા : સ્કૉચ ! કેદી : જી, આ સ્કૉચ. આ સ્કૉચ એટલે વિસ્કી, અને સ્કોચ એટલે એમના એક પરગણા સ્કોટલેન્ડનું લશ્કર. સ્કૉચલેન્ડની ફોજ તો અહીં બહુ નથી આવી. રખેને એ પ્રદેશ પણ હિન્દુસ્તાનનો ભાગ માંગે એટલે મોટે ભાગે આપણે જ પૈસે આ કંપની સરકારે ભાડૂતી ફોજો રાખી કુકર્મો કર્યા. રાજ્યો ઝૂંટવી લીધાં. એમાં આ સ્કૉચની બાટલીઓ, આપને ત્યાં તો હજી એક જ આવી છે પણ તે કાળે આપના રાજ્યમાં હજારો બાટલીઓ આવશે - મહારાજા : એમ ? હજારો ? મહારાજા : તમારી વાત તદ્દન ખરી છે, મેં શરૂઆતમાં પીધો પછી મને થોડી વાર શતરંજ રમવામાં જરા ગાફેલપણું લાગ્યું. કેદી : નહીં તો મહારાજા ! આપ ખોટી ચાલ ચાલો શેના ? આપ તો રમતના એટલા બધા જાણકાર – મહારાજા : ત્યારે તમે મારે માટે પણ જાણતા હતા ? કેદી : હા, મહારાજા ! રાજરમત પણ એક મોટા પાયા ઉપરની શેતરંજ છે. સિરાજુદૌલ્લા, ઉધ, દિલ્હીના તખ્ત વિશેની કંઈક વાતો અમેય સાંભળી હતી. મહારાજા : તમને એની ક્યાંથી ખબર પડે ? કેદી : મહારાજા ! આ દેશમાં વાતને પ્રસરતાં વાત લાગતી નથી. આપણા દેશમાં સાધુસંતોનો તોટો નથી. એ લોકો હરરોજ લાંબા પ્રવાસો ખેડે. જાત્રાઓ કર્યા કરે, સાથમાં દોરી લોટો, લંગોટી કે લૂંગી, કંઈ ગુમાવવાનું નહીં અને દાણાદૂણીની તો હજી આ દેશમાં તંગી પડી નથી. પણ હવે પડશે. મહારાજા : એમ – તમે એમ માનો છો ? કેદી : ખેતીને નહીં લુંટે, પણ ખેતી કરનારાઓ ઉપર ભારે કરબોજો નાંખશે. આ અંગ્રેજ પ્રજા એટલે શું – અને એમાં આ કંપની સરકાર એટલે તો વેપાર જ – વેપાર જ કરે. મહારાજા : તમને એક વાત કરું ? કેદી : જેવી આપની આજ્ઞા. મહારાજા : મને આમતેમથી એવું જાણવા મળ્યું છે કે કંપની સરકારનું રાજ્ય હવે નહીં રહે. કેદી : હિન્દુસ્તાન છોડી ચાલ્યા જશે ? મહારાજા : ના રે ના, એ દિવસ તો હવે ક્યારે પણ નહીં આવે. આ કંપની સરકાર છે. એમના ભાઈભાંડુની બનાવટની લાખો બાટલીઓ હિન્દુસ્તાનમાં ખપાવવા માંડી છે. રાજ્યમાંથી કોઈ નાના વેપારીને સારું કમિશન આપશે. પહેલાં સસ્તા ભાવે બાટલીઓના કેસો પધરાવશે. પછી એક વાર આદત પડી ગઈ કે એમાંથી છુટાશે નહીં. અને સ્કૉચ પીવાનું બંધારણ બંધાયું કે જુઓ એમને ઘી-કેળાં, આપણી પ્રજાની કમબખ્તી, તંદુરસ્તીની પાયમાલી. Page #16 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા કેદી : આવશે. મારા આપના જીવતાં કદાચ ન આવે, પણ આવ્યા વિના રહેશે નહીં. પણ આપ કંઈ ઓર જ કહેતા હતા. મહારાજા : હા, મને લાગે છે કે કંપનીની સરકાર નહીં રહે. ઇંગ્લેન્ડમાં રાણી વિક્ટોરિયાનું રાજ્ય છે. તો હવે કદાચ રાણીનું રાજ્ય થાય - કેદી : એટલે નાની કંપની ટળીને આખી બ્રિટિશ પ્રજાનું રાજ્ય થશે. એ પણ આફત, મોટી આફત, કંપનીને તો ભાંગી પાડી શકાય. પણ આવડી આ આખી બ્રિટિશ સલ્તનત - બાપ રે - એમનું નૌકાદળ, એમનું લશ્કર, એમનું મોટું સામ્રાજ્ય - ક્યાં ક્યાં એમનાં થાણાં - એને ભગાડતાં ભારે મહેનત પડશે. મહારાજા : એ જ તો તકલીફ છે. પણ કંપનીનો વેપાર જશે. : રાજ્ય કરનારાઓ મોટા પ્રમાણમાં વેપાર કરશે. પોતાનાં કારખાનાં નાંખશે. પોતાના સંચાકામ લાવશે. મજૂરો આપણા, અને શેઠાઈ એ લોકો કરશે. મહારાજા : તમારા કહેવામાં ઘણું સત્ય છે. કેદી : પછી મડમડીઓ લાવશે. મહારાજા : અત્યારથી જ આણવા માંડી છે. કંઈકને પરણવા મંડી છે. વળી એની ઓલાદ પેદા થશે, એ અંગ્લોઇન્ડિયન કહેવાશે. કેદી ? અને તે પ્રજા પોતાને રાજા જેવી માનવા લાગશે. મને તો કંપની સરકાર રહે કે બ્રિટિશ સરકારે રહે બંને ન ખપે. મહારાજા સાહેબ ! જોજો, મહારાજાઓની પણ એ વલે કરશે. એમનું જોર કાઢી નાંખશે. એમની સલ્તનતના ખંડિયા રાજા બનાવી દેશે. મહારાજા : ભાઈ, તમારી દીર્ઘદૃષ્ટિને ધન્યવાદ આપીએ છીએ. ખરેખર, કુસંપનાં ફળ હવે અમને બરાબર સમજાય છે. શેતરંજનો દાવ કેદી : મહારાજા સાહેબ, વિસ્કી તો આવ્યો, આપ કહો છો તેમ મડમડીઓ પણ આવી. હવે પાદરીઓ આવશે. મહારાજા : એ પણ દાખલ થવા માંડ્યાં છે, અલબત્ત, શરૂઆતમાં સેવાભાવનાનો દેખાવ કરશે. કેદી : પછી જોજો, એમનું ભણતર પણ દાખલ કરશે. આપણાં માબાપો આપની અને મારી માતૃભાષા મરાઠી અને ગુજરાતીની મા સમાન સંસ્કૃત બોલતાં હતાં. તે ગઈ પછી અરબી, ફારસી, ઉર્દૂ આવી, અને હવે અંગ્રેજી દાખલ થશે. મહારાજા : ખરેખર તમારી દીર્ધદષ્ટિ બહુ વિશાળ છે. કેદી : અને પછી પહેરવેશ – આ ફેંટા પાઘોટી પણ જશે. માથે અંગ્લેિસિયા ટોપી આવશે. મહારાજા : અરેરે ! જમાનો ક્યાં જઈને અટકશે ? કેદી : મહારાજ ! જમાનો તો ક્યાંય અટકતો નથી. ચાલ્યો જ જાય છે. આપણે એના પ્રવાહમાં ભળી જઈએ છીએ. પછી તણાઈ જઈએ છીએ. પછી છેક છેવટે બળાપા કરીએ છીએ. મહારાજા : ઝવેરભાઈ ! અમારી એક વાત શ્રવણે ધરો. ધરશો ? કેદી : આપ તો મહારાજા છો. ફરમાવો. મહારાજા : તમે અમારા રાજ્યમાં કંઈ કામે લાગ. તમે માંગો તે કામ, નોકરી, સેવા અમને સલાહ આપી અમારા રાજ્યને બ્રિટિશ સિંહના મુખમાં જતા બચાવો. કેદી : મહારાજ , જરૂર એ કામ કરું, પણ આપનું તો એક રાજ્ય, એક રિયાસત, આખા હિન્દુસ્તાનને એની પકડમાંથી બચાવવાનું ભગીરથ કામ કરવાનું છે. એથી તો અમે ઝાંસીની રાણીની કુમકે દોડ્યા. પણ ન ફાવ્યા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧e ૧૮ નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : તો શું કરશો ? કેદી : ફરીથી સોગઠાબાજીનો દાવ. ફરીથી શેતરંજની રમત – મહારાજા : તો તે તમે અમારા રાજ્યમાં રહી શરૂ કરો. કેદી મહારાજ , આપની કૃપા છે, આપને હું ધન્યવાદ આપું છું. પણ અમે ખેડૂત માણસ, નોકરી-ધંધા ન આવડે, એક ઘાએ બે ટુકડા કરવાવાળા અને મારા જેવાને અહીં રાખો, તો અંગ્રેજોની આપની ઉપર ખફાદૃષ્ટિ જરૂર થવાની, અને એમને અહીંથી કાઢવા જતાં, આપનું આખું રાજ્ય એ લોકો હજમ કરી જશે. હજી આપ એ પ્રજાને પૂરી ઓળખતા નથી. ચોપદાર : મહારાજાને ઘણી ખમ્મા, નીચે કર્નલ ટૉમસન સાહેબના ચોપદાર આવેલ છે. એની આ ચિઠ્ઠી છે. મહારાજા : લાવ, વળી શું છે ? ઓહ ! એને મોઢેથી કહો કે કર્નલ સાહેબ ભલે આવે. અમારો એ જવાબ છે. અને ચોપદાર ! એને કહીને અહીં તરત પાછા આવો અને ચોપદાર અહીં બીજો ગ્લાસ મૂકો, પેલી વિસ્કીની બાટલી અહીં ટેબલ પર મૂકો. અને કર્નલ સાહેબ કે એના કોઈ સાથીદાર નીચે તમને કંઈ પણ સવાલ પૂછે તો તેના તમારે કોઈએ અગદી કશા જ ઉત્તર આપવાના નથી. સાંગ, અમાલા કશાય માહિત નાહી નહિતર, મન ભજે, સમજુલા, જાઓ. (જાય છે.) ઝવેરભાઈ, તમે આ પરદા પાછળ સંતાઈ જાવ, મને કાંઈ તર્કટ લાગે છે, અથવા બાજુના ખંડમાં જાવ. જલદી અમે કર્નલને પહોંચી વળીશું. કેદી : મહારાજ ! મારે લઈને આપને ઉપાધિ !. મહારાજા : અરે રાજા હોય કે રંક, એને સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ તો વળગેલાં જ છે. સાંભળો, ઘોડાના દાબડા સંભળાતા શેતરંજ નો દાવ લાગે છે, તમે બરાબર સંતાઈ જાઓ. જલ્દી. (મહારાજા પોતાની પ્રિય ખુરશી પર બેસે છે. પાસે વિસ્કીનો ગ્લાસ ભરી રાખે છે. અને બાજુ ઉપર શેતરંજના પ્યાદા ગોઠવતાં વિચારમગ્ન બને છે, ત્યાં કર્નલ દાખલ થાય છે. મહારાજ જરા નશામાં લાગે છે.) કર્નલ : ગુડ ઇવનિંગ, યૉર હાઇનેસ. મહારાજા : ગુડ ગુડ ઇવનિંગકર્નલ સાહેબ - બેસો – હેલ્પ યૉર સેલ્ફ. ધિસ વિસ્કી ઇઝ વેરી ગુડ. વેરી વેરી ગુડ. કર્નલ : ઓ થેંક્યુ. તે આપ પીતા જ રહ્યા છો. હાવ ગુડ – મહારાજા : કહો, આટલા મોડી રાતના આપના એકદમ આવવાના શા પ્ર...પ્રયોજન–શા સબબ ? કર્નલ : સબબ, સબબ. મહારાજા : શા સબબ થયા ? કર્નલ : સૉરી, યૉર હાઇનેસ, પણ મેં મારા હાકેમને વાત કરી. એમનું કહેવું એમ છે કે પેલા કેદીને જો તમે અમારી રિયાસતમાં બદલીનો હુકમ આપો, તો આપને એની દેખભાલનો સવાલ જ ન રહે, કોઈ તકલીફ ન પડે. મહારાજા : કર્નલ સાહેબ ! કર્નલ સાહેબ ! વાંચી ગયો. બધા જ ખત દસ્તાવેજ વાંચી ગયો. ખૂની માનુષ - એવા ખૂની, દેશદ્રોહી આદમીને જીવતા રખાય જ નહીં, એ ગયા. કર્નલ : ક્યાં ? મહારાજા : અમારા જાલિમમાં જાલિમ ભોંયરામાં એક વાર એ ભોંયરામાં - આ ખાસ ભોંયરામાં દાખલ થઈ ગયા, પછી કોઈ દેવ - હી હી હી. દેવ - ગૉડની પણ તાકાત નથી કે એમાં બીજો કોઈ દાખલ થઈ શકે, એને જીવતા બહાર કાઢી લાવે, તમે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કર્નલ મહારાજા કર્નલ મહારાજા કર્નલ મહારાજા ચોપદાર મહારાજા : કર્નલ મહારાજા કેદી મહારાજા આર યુ સ્ટોર, એ લિટલ મોર. કર્નલ : હાં, હાં – નો મોર. એ લિટલ વિસ્કી. : નો મોર, સર, નો મોર – મારે તો જલ્દી જઈને આ વાતનો રિપૉર્ટ કરવાનો છે. થેંક્યુ યૉર હાઇનેસ. : નો મોર ? એ લિટલ મોર, : ગુડ નાઇટ સર. આપને તસ્દી આપવા બદલ માફી માંગું છું. : : નવભારતના ભાગ્યવિધાતા હજી અમારા એ ભોંયરાની વ્યવસ્થા જોઈ નથી. જોઈ નથી, જાણી નથી. અગદી ભયંકર - ભયંકર. ગાઢ અંધારાં, ગૂઢ ગાઢ અંધારાં, ક્યાંક ક્યાંક સર્પ હશે, વૃશ્ચિક... વૃશ્ચિક - વૉટ – સ્કોરપિયન હશે. ખાવા.. પીવાના ઠંઠેઠ ઠઠા — શું ઠંડંઠ ઠઠ્ઠા. - :નો, નો સર. ગુડ નાઇટ. સૌ હી ઇઝ નો મોર. : નો મોર—કર્નલ. નો મો... હા, હા. અરે કોણ છે ? (કર્નલ જાય છે.) કોણ છે ? : જી મહારાજ ! આ ટેબલ ખસેડી દો. અને બહાર બરાબર ચોકીપહેરો ગોઠવી દો. અને અમારા ખાસ અધિકારી યશવંતરાવ પવારને બોલાવો. : ઠંડંઠે - ઠઠા – ગુડ ફ્રેઇઝ. ઓ આઇ સી. એટલે હી વુડ બી નો મોર ઇન ધ એન્ડ ! : : જી મહારાજ. કેદી; ઝવેરભાઈ ! મહારાજ, આપ શેતરંજ રમવામાં મુલ્ક મશહૂર છો એની મને ખાતરી થઈ ગઈ. શેતરંજનો દાવ ૨૧ મહારાજા : અને થોડા ઘણા અભિનય કરતા આવડે છે, એની પણ તમને ખાતરી થઈ ગઈ હશે. એણે જો બૉટલ અને ગ્લાસમાં ભરેલો વિસ્કી સરખાવી જોયો હોત તો એમાંથી એક ટીપું પણ વિસ્કી વધારે નથી પિવાયો, એની ખાતરી થઈ ગઈ હોત. કેદી મહારાજા કેદી મહારાજા કેદી મહારાજા કેદી ત્યાં નજ૨ જ નહોતી પડી. એ તો આપની પીધેલ અવસ્થા જોવામાં જ રાજી હતો. તો તમે અમને જોતા હતા ? : બરાબર—સામેથી. આપે સરસ અભિનય કર્યો. આપે હદ કરી. : ના, હદ તો હવે થશે. સાંભળો. તમારી વાત સાચી. એમને તમારા સૂકાં હાડકાં જોઈએ છે. તે એમને મળશે. તમે અહીં ત્રણ-ચાર દિવસ ઉપર જ રહેશો. દરમિયાન હું હમણાં જ એક જેલમાંના કેદીને ભોંયરામાં મોકલવાનો દેખાવ કરીશ. ત્રણ દિવસ પછી તમને અમારા ખાસ અધિકારી યશવંતરાવ બે ઘોડેસવારો સાથે અમારી સરહદની બહાર ધોળે દિવસે, દોહદ સુધી મૂકી આવશે. એક તમારી સાથે કરમસદ સુધી આવશે. : : : મહારાજા, આપનો આભાર કદી નહીં ભૂલું. : સાંભળો ઝવેરભાઈ ! બધી જ વ્યવસ્થા પાકી કરીશું. અહીંથી કરમસદ જતાં તમારો વાળ વાંકો નહીં થાય. તમે મારા મિત્ર છો. તમારા જેવી દેશદાઝ અને મુક્તિની ભાવના અમારામાં હોત તો અંગ્રેજો અહીં પેંધ્યા ન હોત. : મહારાજ ! એમના સામ્રાજ્યના પાયા ઉખેડવા અમે અમારાથી બનતું કરીશું. આ મારો નિરધાર છે. જોજો, બ્રિટિશ સામ્રાજ્ય ડગમગી જશે. મારાથી એ કાર્ય પાર નહીં પડે તો મારાં સંતાન એ કામ પાર પાડશે. પણ પાર પાડશે જ. Page #19 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : વહાલા મિત્ર, તમારા મોંમાં શર્કરા – શું કહેતા હતા તમે - ટૉમસનની કંપની - ટૉમસન આણી કંપની સરકાર, છી છી, એની વિસ્કી નહીં, એની મડમ નહીં, એનો પહેરવેશ નહીં. કેદી : અને એનું ભણતર નહીં. ભણવું તો એ ભણતર એના પાયા હચમચાવવામાં જ વાપરવું. મહારાજા ઝવેરભાઈ ! ચાલો, હવે રાત વધી ગઈ છે. આરામ કરીએ. તમારા જેવા જુવાનો દેશમાં વધારે પાકે એવી પ્રાર્થના કરીએ. કાલે ઓર શેતરંજ રમીશું. હા, હા. તમારાં સંતાન એ કામ પાર પાડશે, એ તમારી ભાવના ફળો. ગુડ નાઇટ ! વિદ્યાભ્યાસ અને વકીલાત : પાત્રો : શાવકરા., ગોકુલ, અવાજ શાવકશા : અરે પણ બાબા ! મને અહીં કાં લાવીને બેસારિયોચ ? ગોકુલ : શ શ ? જરા શાંત રહો બાવાજી. તમે એકલા નથ. આ આ બીજા તમારા સાથીદાર પણ આવ્યા. જુઓ. શાવકશા : અરે દીકરા ગોકુલ ! તું ક્યાંથી ? ગોકુલ : આપણો જમાનો ગયો. હવે તો આ દુનિયાના લોક ભલું ભલું કરે, વરહો પહેલાં ગુજરી ગયેલાને, કોઈ માધ્યમ મારફત અવાજ હાંભરવા બોલાવે. શાવકશા : માધ્યમ–તે શું વરી નવી બલા ! ગોકુલ : કહેશે કે કોઈ લાકડાનું પાટિયું લાવે, અને ઉપર ગરા ફેરવે, ઈને ગયા જમાનાના માણહનું નામ દે એટલે ઈમની હંગાથે વાતો થઈ હકે. ઈનો આત્મો આવે, આત્મો. શાવકશા : સમજ્યો, પ્લાન્ચેટ, મારા વાલા પોતાની વિલ પાવરથી બોલાવે. આય એક નવો ધંધો શરૂ થયો જ નહીં રે, હું તો ચાલિયો. અવાજ : શાવકશા બેસો, ગોકુલભાઈ બેસો. અમે તમને ખાસ કારણસર તસ્દી આપી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાવકા અવાજ શાવકશા અવાજ શાવકશા અવાજ શાવકા અવાજ ક્ય અવાજ શાવકા અવાજ અવાજ : પણ તમે અમને તસ્દી આપવાવારા કોણ અમે સરદારના ભક્ત. : સરદારના ભક્ત ક્રિયા સરદાર વરી ? : : વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. ઓ તો એમ ભસી મરોની સરદાર કેઓ તે શું સમજ પરે. : જુઓ શાવકશા ! મહેરબાની કરી આ હાહાઠીઠીનો ખેલ નથી. તમારી સાથે નિશાળમાં ભણતા વલ્લભભાઈ મોટી ઉંમરે સરદાર તરીકે કીર્તિવંત થયા. તમે અને ગોકુલ બંને, એના નડિયાદમાં ભણવામાં સાથીદાર – અમારે જરા એમની એ અવસ્થાની વાતો તમારે મોઢે સાંભળવી છે. : નવભારતના ભાગ્યવિધાતા : પરલોકમાં અમે કેટલી આસાનીથી અમારાં સારાં કામોને લઈ આરામ ભોગવતા હતા, ત્યાંથી તમે અમને અહીં ઘસરી લાયા. સરદાર વલ્લભભાઈને ખાતર. : હો, તે હમણાં ચ્યોંથી એકાએક જાગ્યા ? એમના જન્મને સો વર્ષ થિયાં. ૩૧મી ઑક્ટોબર, ૧૯૭૪ના રોજ એમની જન્મતિથિ ગઈ. : : : : અરે અખારા કરો, ભૈ. વલ્લભભાઈની જનમ તારીખની તો એમને પોતાને પણ ખબર નહોતી. એ તો એમના મગજમાં જે આવી તે ટપકાવી દીધેલી. : એ ગમે તેમ : અમે તો એમણે લખી તે સાચી માનીને ચાલ્યા. શાવકશા, સરદાર વલ્લભભાઈના જન્મને સો વર્ષ થયાં, એ નિમિત્તે, અમે એમના જીવન વિષે કંઈક જાણવા માંગીએ વિદ્યાભ્યાસ અને વકીલાત ગોકુલ શાવકા ગોકુલ શાવકશા ગોકુલ શાવકા ગોકુલ ગોકુલ : હવે તમે અમને અહીં લાવી નોંખ્યા સે, ને કંઈ પુસો તો કહીશું. પણ શાવકશા કેસે તેમ ઝપાટાભેર પૂછો. તમે અમને અમના પસંદ કર્યા. : એ તો ભાઈ, મહાદેવ ભેગા પોઠિયા પણ પુજાય, એટલે આપણો વારો આયો. એ બી ઠીક. મોટ્ટા માણસની દોસ્તી રાખવાના, આ એમની સાથે ભનવાનાં આ ફલ – : ૫ છીએ. એમાં તમે બે એમના ભણવામાં સાથીદારો, અમને કંઈ મદદ નહીં કરો ? : : બાકી સાચ્ચું પૂછો તો વલ્લભભાઈ સાહેબ, નડિયાદમાં મારી સાથે ભનેલા, પન કરમસદ વડોદરામાં પન ભનેલા. અને નેસારમાં તો અલ્લયો ભણેલો. ઇ જે ભણ્યા તે તો દુનિયાની પોથીમાંથી ભણેલા. ઈને તો ઈમના બાપાજી ઝવેરભાઈએ છેતરમાં છેતીનો પાઠ ભણાવેલો. ભલભલાને એ ભનાવે, એને કોણ ભનાવી શકે–નિશાલમાં તો મસ્તી તોફાન કરેલાં—ભલભલા મહેતાજીની સાન ઠેકાણે લાવેલા—તમુને યાદ છે ગોકુલભાઈ, પેલા આપરા મહેતાજી શું કહેતા તે – હા, હા. ઈ કહેતો કે ભલા થૈને માંહોમાંહે ભણો. બધા માંહોમાંહો ભણો. : હા, પન તિયારે હું એનો માયનો સમજેલો જ નહીં અને આજે પણ સમજતો નથી. : તો હું સમજાવું. એવોએ મહેતાજી જાતે ઊઠાં હુધીનું જાણે તી સોકરાઓને કે' કે તમે તમારે અંદર અંદર હમજી જાઓ. ઈમ, બધાં શાસ્તર ચાલે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ર૭ નવભારતના ભાગ્યવિધાતા શાવકશા : બધાં શાસ્તર એટલે ? ગોકુલ : શાવકશા, તમે તો માથે પડેલા મફતલાલ જેવા સો- બધાં શાસ્તર એટલે ભૂગોર, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ. શાવકશા : હા, અંગ્રેજી ભણવા માટે તો તેમણે આકાશ-પાતાળ એક કરેલાં. અમને વલ્લભભાઈ સાહેબ કહેતા, પેટલાદમાં અંગ્રેજીની ખાનગી નિશાલ ચાલતી, એમાં ભણેલા અને સાથે સાથે હાથે રાંધવાનું પણ શીખેલા. ગોકુલ : એ બધું તમે ગમે તેમ કો, પણ ઝવેરભાઈ, બધા ભાઈઓને છેતરમાં લઈ જાય તો જાતજાતનું ભણાવે. એક વિઠ્ઠલભાઈ ઈમાં અપવાદ. તાં કને ઝવેરભાઈ એટલે કે મોટા કહેતા રહેતા – “અલ્યા, આ અંગ્રેજી શીખવાવાળા-ટોપીવાળાને અહીંથી તગેડી મેલજો નહીં તો કને આખા દેહને હત્યાનાશ વાળવાના.” તો પોતાની ૧૮૫૭ના બળવામાં ઝાંસીની રાણીની કુમકે ગયેલા, તે વાતો કહેતા. ઈ તો ભણતર, પસે ગુજરાતી ચોપડા ઈને કરમસદમાં પૂરા કરેલા અને બાપાજીના મનમાં ઈમ કે ઈને કોઈ નેહારમાં મહેતાજી બનાવી દઈશું એટલે ગંગા ન્હાયા. શાવકશા : આ ગંગા જાયા એટલે શું, ગોકુલભાઈ ? ગોકુલ : એટલે પૂરું થયું, આખરી જાત્રા, જાણે તમે ઉદવાડા સુખડ ચઢાઈ આઓ ઈમ. ત્યારે શું, તમે પણ. શાવકશા : ઠીક, ઠીક, તમે તપી ન જાઓ. પેટલાદની વાત તમે જાણોચ આઠ દિવસના ખાવાનાનો સરસામાન એ પાંચ ભણનારા લેતા આવે, એક ઓરડી ભાડે રાખી એમાં બધા રહે, વારાફરતી રાંધે, અને એમ ભણે. વિદ્યાભ્યાસ અને વકીલાત ગોકુલ : ભાઈ તમારે પહો હતો જ કાં–કુટુંબ ગરીબ અને ઈ ગરીબીમાંથી બે ભાઈઓએ હિન્દુસ્તાનનું રાજ લીધું. શાવકશા : બે ભાઈઓએ ? ગોકુલ : અમનું સે, તે શાવકશા–વલ્લભભાઈ તો ડીપોટી વડાપ્રધાન હુધી પોંક્યા અને વિઠ્ઠલભાઈ તો તે પહેલાં અંગ્રેજી રાજ્યની લોકસત્તામાં પરમિટેડ થયા. શાવકશા : હા, હા, ભારે કરી બંને ભાઈઓએ તોગોકુલ : પાકી ગરીબીમાંથી રાહતો કાતર્યો. પગ હેંડતા જાય. નડિયાદથી કરમસદ ઠંડતા જાય–દાદીમા ખાવાનાની પાયલી આવે, અને તિયારે કરમસદ રેલપાટો નહીં તે હિંડતા જાય ! શાવકશા : પન મેટ્રિક નડિયાદમાં થયા. ગોકુલ : ૧૮૧૭માં તિયારે ઈમની ઉમ્મર બાવીસની. તે પહેલાં થોડો કાળ વડોદરામાં પણ ભણી આવેલા. અવાજ : પણ ગોકુલભાઈ, એમના સોળમે વર્ષે લગ્ન લેવાયાં, તે કહેવાનું તો ભૂલી ગયા. ગોકુલ : જો ભાઈ, તમે જે હો - તે – ઈમ તમે અમને એક પરણે હાંકો તે ન ચાલે. અમ, શાવકશા ? શાવકશા : હા ભાઈ, તમારા મનમાં એમ કે આ બે જણાને પેલા તમારા પ્લાજોટ કે માદ્યમમાં પકરી લાયાચ, એટલે તમે એમ ન માનતા કે તમે અમને ધારોચ તેમ નચાવી શકશો. અવાજ : ના રે ના, શાવકશા – તમે બે તો નસીબદાર વિદ્યાર્થીઓ, વલ્લભભાઈ સાહેબ સાથે ભણતરમાં. તે તમે એમની બાલપણની, કિશોરાવસ્થાની વાતો જાણો, તે અમને જાણવાની Page #22 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાભ્યાસ અને વકીલાત શાવકશા ગોકુલ નવભારતના ભાગ્યવિધાતા હોંસ. બાકી તમને પરાણે હાંકનાર અમે કોણ ? નિશાળમાંથી એમણે નેતાગીરી શરૂ કરેલી, તે વાત કહોને. શાવકશા : નડિયાદ હાઇસ્કૂલમાં તો એ સેનાપતિ જ તિયારે, નડિયાદમાં એક ઘના જ કડક મિજાજના માસ્તર. તે વરી પારસી, એમ માને કે સોટી વાગે ચમચમ તો ભણતર આવે ભમભમ. ગોકુલ : ભમ ભમ નહીં, ધમ ધમ. શાવર્કશા : હા, તે વલ્લભભાઈ સાહેબે એનું ચમચમ ને ધમધમ પાધરું બહાર કાઢી મૂક્યું. આખી નિશાલના છોકરાઓને એકઠા કરી, બધાને આસ્તેકદમ ગામની ધરમશાલામાં લઈ ગિયા. તાં પીવાના પાણીનો બંદોબસ્ત કીધો. પોતે એવા હોશિયાર તે હાથમાં કંઈ ચોપરું લઈ બનાવવા પન બેઠા. વલ્લભભાઈ સાહેબનો એવો ધાક કે નિશાલમાં કોઈ બેટ્ટો જાયચ નહીં. ગોકુલ : અને આખરે હેડમાસ્તર ધરમશાલામાં હમજાવવા આયા. શાવકશા : હા. તિયારે શરતોમાં સોટીને રૂખસદ. ગોકુલ : અને પેલા બીજા બનાવનાર ભણાવવા વિના બીજા ધંધા કરે. એવો એ કાગજ વેચે, શિશાપન વેચે, કાપીબુક વેચે. શાવકશા : અને ઉપરથી દમદાટી, કે બધો સામાન બધા છોકરાઓએ એની પાસે જ ખરીદવો. બજાર કરતાં મોંઘો. ગોકુલ : પણ ઈમાં એની દલાલી ખરીને – શાવકશા : તે અમારા વલ્લભભાઈ સાહેબે, એની દલાલી તો ખંખેરી નોંખી અને ઉપરથી એનો ધંધો પણ ખોરવી નાંખ્યો. છોકરાઓ પાસે પેલા માસ્તરનો એવો તો બોયકોટ પોકારાવ્યો - ગોકુલ : બહિષ્કાર ! શાવકશા ગોકુલ શાવકશા : હવે બહિષ્કારને પેલા સાથે કોઈ વાત ન કરે, એના ક્લાસમાં કોઈ જાય નહીં, એના ઘરમાં કોઈ દાખલ ન થાય અને આખરે એને એવો તો પાની પાની કરી નાંખિયો કે વેપાર કરવાની ખો ભૂલી ગિયો. : હવે, મને એક બીજી વાત પણ યાદ આવે સે. એમાં તો ભારે થઈતી. આખાયે નડિયાદ ગોમમાં હાક વજાડી દીધી તી. કિસ્સો તો ઇસ્કોલનો જ અને ચૂંટણી મનસપાલિટીની. મહાનંદ નામે ઇસ્કોલના મહેતાજીને વરી ધણી મનસિપાલિટીની ચૂંટણી લઢવાનો પો સઢયો. અને અમારા વલ્લભભાઈ ત્યારે વધારથી. હામેવાળા દેહાઈ, બહુ જાણીતું કુટુંબ. તે હામેવાળા કહે કે “જો હું આ મહાનંદ પંતુજી થકી હારું તો મારી મૂસો બોડાઈ દઉં.’ : હા, હા. હવે મને એ યાદ આવેચ જો . : હાસ્તો, તમે પણ હતાસ્તો. જાણોસોને જે થઈ સે તે. : વલ્લભભાઈએ મહાનંદનો હાથ પકડયો–બધા છોકરાઓને કામ પર ચરાવી દીધા. : તે બધાએ ગોમ ફરી વર્યા અને હામેવારા વટમાંથી ઊંસા ન આવે તો આખી નેહારનું સોકરું, સુંટણી જામી અને માસ્તરજી મહાનંદ સુંટાયા તે કેવા-પાકા સુંટાયા. બહુની બહુમતીપસે તો હી, હી, પસે તો, અમારા વલ્લભભાઈ સિત્તેર એંશી સોકરાઓનું ટોરું લઈને ત્યાં ઊપડ્યા. હંગાથે બજારમાંથી નાઈને લીધો. : બાલ કાટવા વાલો- હા, હા, મને નામ પણ યાદ છે. : તે બધો વરઘોડો જાય પેલા હામેવારાને બોરણે અને પસી, ગોકુલ શાવકશા ગોકુલ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાભ્યાસ અને વકીલાત આવે. આમ વાત વધી, તે માસ્તર સાહેબે સજા ફટકારી કે, કાલે એકથી દસના પાડા લખી લાવજો. બસ વાત વધી. : પાડા. શાવકશા શાવર્કશા ગોકુલ ગોકુલ શાવકશા ગોકુલ નવભારતના ભાગ્યવિધાતા પસી તો પેલા ભાઈને બહાર બારણે બેહાડી કાયદા મુજબની મુસો ઉતરાવી હયૂડ. : અરે મૂંછ તો ઉતરાવી પન તે કાગજના પરીકામાં બંધાવી, નડિયાદના એક તલાવમાં નહીં, ઉકરડે નંખાવી. : જે થઈ સે તે – : વડોદરામાં પન કંઈક કરતૂકો કરેલાં. અન્યાય તો એમનાથી સહન જ ન થાય. : મેટ્રિકનું ભણવા થોડા મહિના વડોદરામાં ઊપડેલા વલ્લભ ભાઈને મન બોમણીઆ ભાષા ભણવાને બદલે ગુજરાતી ભણવા તરફ વલણ. : તે કઈ ભાષા, ગોકુલભાઈ ? : સંસ્કૃત, બર્યું. મારાથી ન બોલાય, તે તમારાથી તો કેમ જ બોલાય. તે બીજી ભાષા શીખવા ગુજરાતી લીધી, તો તો બી જામી. : તાં શું ચેટક થયા ? : વલ્લભભાઈએ સંસ્કૃત છોડી ગુજરાતી લીધું. તે તોંના શિક્ષકને નો ગમ્યું. તેણે ટકોર લલકારી કે સંસ્કૃત છોડી ગુજરાતીમાં આયા. એટલે વલ્લભભાઈએ રોકડું પરખાવ્યું કે સાહેબ ! અમે ગુજરાતી ના લઈએ તો તમારા વર્ગમાં આવશે કોણ ? : બરાબર જવાબ આપી. : પન માસ્તર સાહેબના મનમાં દંશ પેઠો એણે સંસ્કૃત ભણવાના જાતજાતના લાભ ગણાવ્યા. પણ આમના મગજમાં વાત ઊતરી જ નહીં, પસે તો જીભાજોડી એનો કોઈ છેડો થોડો શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ : પાડા - આ તમે પણ શાવકશા ઠીક છોતો આંક ભણેલા કે નહીં ? એક એક એક, એક દુ બેય, એમ બે દુ ચાર એવા દશ હુધી, દશેકું દેશ, દશ દુ વીહા. : હા હો, અમે કોઠા કહીએ. દસ કોઠા. : કોઠા યા પાડા – આંકના પાડા. : તે આ ભાઈ તો નહીં જ લખી લાયા હોસે. : એ લખે ! : પછી ? : બીજે દિવહે પણ એ જ રામાયણ – એટલે માસ્તર સાહેબ વધારે કડક બમણા લખજો. જીમ જીમ દાડા ચઢે ઈમ સજા બેવડાતી જાય. તે પાડા લખવાનો આંક છેક બસો પર પોંચ્યો. માસ્તર જેમ ગરમ તેમ આપણા ભાઈના પેટનું પોણી ના હાલે. : આખરે અંજામ ? : વલ્લભભાઈની આગર કોઈ જીત્યું સે-બહોનો આંકડો પોંક્યો ત્યારે માસ્તરે જરા ડોરો કકડાવી કહ્યું – મહાશય–વરી માસ્તરજી વલ્લભભાઈને કરડાકીમાં માશય કહેતા. તે માશયે જવાબ આલી દીધો. પાડા તો બસો લઈને આયો તો પણ દરવાજા આગળ એક મારકણો પાડો નૈકર્યો, તે બસોએ બસો ભાગી નાઠી, તે એ કે ના ઊભો રહ્યો. શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શાવકશા ગોકુલ નવભારતના ભાગ્યવિધાતા : સમજાય એવી વાત છે. હં.. પછી ? : પણ માસ્તરજી ઔર બિગડ્યા, તે વધારે સજા ફટકારી. એટલે બીજે દિવસે વલ્લભભાઈ મોટા કાગર પર મોટા અક્ષરે ‘બસો પાડા' એમ લખીને હાજર થઈ ગયા. એ વાંચી માસ્તરજી તો ચૂપ. તમે કોછો એમ કોઠા લખવાના કહ્યા હોત તો છોકરાઓ કોઠા ખાઈ ગયા, એમ કહેત. : બોલતી જ બંધ કરી નાખી. વાહ, ચેપટર બંધ. : ના, વાત પોંકી હેડમાસ્તર સુધી. તાં વલ્લભભાઈએ પુરી ચોખવટ કરી. અમે મેટ્રિકમાં ભણીએ. તો કંઈ ભણતરમાં ખપ લાગે એવું વાંચવા-લખવા સજા ઠોકો તો ઠીક છે. આ બાળપોથીમાં ભણવાની વાતો આંકના પાડા લખાવો અને હું લખું તો લોક મને મૂરખો જ કહે તેવું કામ શી રીતે થાય ? વિદ્યાભ્યાસ અને વકીલાત ગોકુલ : અને પારે તેનો ધરમ. આમ સવારી નડિયાદમાં. તાં ૧૮૯૭માં મેટ્રિક થયા. ઉંમર ત્યારે બાવીસની – હવે શું ? શાવકશા : નોકરી. ગોકુલ : વલ્લભભાઈ નોકરી કરે ? કોની ? સામાન્ય બાબત તો એવી કે, મેટ્રિક થાય તો સિનિયર ટ્રેઇન્ડ ટીચરની નોકરી લે અને મામાજી ડુંગરભાઈ એ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં. ત્યાં એમના સગા ઇંજિનિયર, તો તો કોઈ મુકાદમીની જગ્યા અપનાવવાનું કહ્યું. જેમ કામ હાથ કરશો તેમ આગળ બઢશોએવી વાત–પણ વલ્લભભાઈના મગજમાં આ વાત બેઠી નહીં. તેમ કરમસદ આણંદ-નડિયાદની બહુ દુનિયા જોએલી નહીં. શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા : લૉજિકલ વાત છે. ગોકુલ શાવકશા : તે અમદાવાદ નહીં ગિયા. : ગયા – એ જ મિનિસિપાલિટીમાં મુકાદમ તરીકે પણ કેવા મુકાદમ ? ભલભલા અંગ્રેજ મુકાદમનાં પાણી ઉતારી નાંખેલાં એવા મુકાદમ–પણ એ તો લાંબી વાત, મેટ્રિક પછી હવે શું ? એમણે બે-પાંચ સનદી વકીલો જોયેલા. ડિસ્ટ્રિક્ટ પ્લીડરઅને મગજમાં મોટા મોટા બૅરિસ્ટરોનાં નામ હાંભરેલાં – તે નોકરીનો વિચાર કરે ખરા ? : ખરેખર – સપૂતના લુખ્ખણ પારણામાંથી જ જણાય. : એમની પોતીકી કેફિયત છે. ૧૮૯૭માં મેટ્રિક થયા. ૧૯૨૧માં એટલે – : એકવીસ ને ત્રણ ચોવીસ વર્ષ પછી – : સ્વરાજ્યની લડતમાં મોડાસા ગામમાં એક ભાષણમાં એમણે જાહેરમાં કહેલું : : તે હેડમાસ્તર પણ હમજ્યા, કે વિદ્યારથીની વાત હાચી- તે એમણે છેવટે બધું ભીનું લૂછી, હમજાવી વાત પતાઈ દીધી. : નહીં તો ભારે થાત. : ભારે શું, ભમરડો થાત ! વલ્લભભાઈ તાંથી પાછા વડોદરથી નડિયાદ આવત. તે એમ જ બન્યું. ફરી વાર કોઈ ભણાવનાર સાથે બાઝયા ને એકાએક વડોદરાથી નડિયાદ, નડિયાદ આવીને એમણે મામાજી પાસે ફરિયાદ નોંધાવી. વડોદરાની ઇસ્કોલમાં કોઈને ભણાવતાં જ આવડતું નથી. વાત પૂરી થઈ. : એ તો ભાઈ, એવું છે, ભણે એની વિદ્યા, મારે તેની તલવાર. ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા Page #25 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાભ્યાસ અને વકીલાત ૩૫ અવાજ શાવર્કશા ગોકુલ ગોકુલ શાવકશા નવભારતના ભાગ્યવિધાતા : ભાઈ મોહનલાલે મારી ઓળખાણ આપતાં કહ્યું કે, અંગ્રેજોની આબેહુબ નકલ કરતો તે, સત્ય છે. શિક્ષણ આપવામાં આવતું કે, આ દેશના લોકો હલકા અને નાલાયક છે, અને આપણા ઉપર પરદેશીઓ સારા, અને આપણો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, આવું આવું ઝેર બાળકોને પિવડાવવામાં આવતું. હું તો સાધારણ કુટુંબનો માણસ, મારી પાસે પૈસા નહીં એટલે વકીલાત કરી, પૈસા કમાઈ, વિલાયત જઈ, ભણવા જવાનો અને બહિષ્કાર થવાનો નિશ્ચય કર્યો. : એમના મનમાં એવું કે, સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા. ભણવાનું સસ્તું, અને કમાણી સારી, એવો ધંધો એલએલ.બી. થવામાં નહીં. : લાંબાં છ વરસ કાઢવાનાં. : તે પૈસા ક્યાંથી લાવે, એટલે ડિસ્ટ્રિક્ટ પ્લીડરનું ગોઠવ્યું. આ પરીક્ષા ઘરમાં રહીને-વાંચીને અપાય, કૉલેજ , નિશાળ કોઈ નહીં, એટલે જલ્દી વકીલ બનવાનું ઠરાવ્યું. : હા, હા. ૧૯૦૦ની સાલમાં જ એ વકીલ થયા. : ત્યારે એ રહેતા, કાશીભાઈ શામળભાઈને તાં – મામા ડુંગરભાઈ કાશીભાઈના પિતાના દોસ્ત. અહીં એક વાત બની. એની તો ઘણાને ખબર નથી. : શી ? કંઈ નવું કૌતુક ? : ના; એમના કૂણા હૃદયનો પરચો. : એમ ? તે શું ? કાશીભાઈને ત્યાં રહે, એવામાં ડુંગરભાઈનાં ધરમપત્ની છ મહિનાનું બાળક મૂકી ગુજરી ગયાં. : ઓય ખુદા ! : માનશો–વલ્લભભાઈએ એ બાળકની માતાની માફક ચાકરી કરી. એને પોતાની પાસે સુવડાવે, રાત્રે ઊઠીને બેત્રણ વાર દૂધ પિવડાવે. ટટ્ટી પિશાબ કરે તો કપડાં બદલે, નવડાવે, આ કઠોર હૃદયના કહેવાતા નવજુવાનની આ વાત, કેટલું કુણું દિલ ! : અરે, એમના કુમળા દિલનો તો અમને પણ અનુભવ છે. : આ કારણે ૩૨-'૩૩ની સાલમાં યરવડા જેલમાં ગાંધીજીને પણ આવા પ્રકારનો અનુભવ થયો હતો. એટલે તો ગાંધીજીએ વલ્લભભાઈને ‘હમારી માં'ના નામે સંબોધન કર્યું છે. ગાંધીજીની નહીં, બધા જેલના સાથીઓની, ચા-નાસ્તા બનાવવાની, રાંધવાની, ભલભલી ચાકરી કરી છે, રસોડાની વ્યવસ્થા પણ એમણે સંભાળી લીધી હતી. : આ બાબતની મને ખબર નહોતી. વાહ, અમે તો એમની કેટલીક ટચાકો સાંભળેલી. એમની કોમમાં, અને વળી ઘણી કોમમાં છોકરાની સગાઈ થાય ત્યારે મોટો દાયજો માંગવામાં આવે. ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા : બરાબર. : તિયારે વલ્લભભાઈ કહેતા સાંઢની બજારમાં કેટલી કિંમત ઊપજી-પાંચ હજાર કે સાત હજાર ? : અરે, એવા ટાણાટચકાની યાદીનો એક મોટો થોથો ભરાય. : તમે ટાણાટચકાની વાતો કરો છો. દસ વર્ષની વકીલાતમાં ગોકુલ : કાશીભાઈના પિતાજી ગુજરી જતાં, કાશીભાઈના આખા કુટુંબનો ભાર ડુંગરભાઈએ સમાવી લીધો. વલ્લભભાઈ ત્યારે ગોકુલ શાવકશા Page #26 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા એમને હાથે થયેલા-નોંધાયેલા કિસ્સાઓ જ એકઠા કરો, તો કેટલું મોટું સાહિત્ય થઈ જાય. તમને તો એ યાદ જ હશે. પેલા એમના એક દોસ્તદાર રેલવે પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા. એના ઉપરી અમલદારને એ ઇન્સ્પેક્ટર ઉપર ખફા નજર, બસ ખલાસ. ગોકુલ : શું બસ ખલાસ. શાવકશા : રેલવેના સ્ટેશન ઉપરથી એન્જિનમાં બાળવાનો એક લાકડાનો કટકો એમણે ચોર્યો, એવો એના ઉપર આરોપ મૂક્યો. લાકડાના કટકાની કિંમત એક રૂપિયો. ગોકુલ : હોય નહીં. શાવર્કશા : બાવા, કૉરટમાં નોંધાયેલો દાખલો છે. દાવો એમ દાખલ કરીઓ કે, તેણે પોતાના નોકર પાસે એ લાકડાના કટકાની ચોરી કરાવી. આ અમલદાર અંગ્રેજ બહુ લાગવગવાળો, એ ગોરો અફરસનો ભાઈ મુંબાઈ ઇલાકાની સરકારના હોમ મેમ્બર. ગોકુલ : મારાવાલા અંગ્રેજો તો બહુ પ્રમાણિક એવી વાતો ચાલતી'તી. શાવર્કશા : હાં તે જ જુઓને, આ શાઉકારનો દીકરો – વલ્લભભાઈએ એને કેવો સાનસામાં લીધો તે – પેલા ગોરાસાહેબે એક ખાસ ઇન્સ્પેક્ટરની નિમણુક કરી. પછી તપાસ શરૂ કરી, વલ્લભભાઈના આ દોસ્તદારે જિંદગીમાં કેટલી છીંક ખાધી, કેટલા ઓડકાર ખાધા. ગોકુલ : હોય નહીં. શાવકશા : એમ જ બધું, નાની તકલાદી વાત એકઠી કરવા માંડી. એટલે આપણા દોસ્તદારે, એમના વકીલની સલાહ થકી સામે જઈને કહ્યું - એમ તો મને પહેલાં કેદ પણ થયેલી. એટલે પેલા વિદ્યાભ્યાસ અને વકીલાત ૩૭ તપાસ કરનારા ખુશ. નોંધણી કરી. કાં જેલ થયેલી, ક્યારે થયેલી બધું કબૂલ કરાવી, લખી લીધું. ત્રીસ વરસ પહેલાં જેલ થયેલી : નવ મહિનાની સજા અને તે એકલા શું કેચ એને, એકાંતવાસ, આવી બધી હકીકત એકઠી કરી, દાવો મંડાયો. કમનસીબે વલ્લભભાઈ એવામાં બીમાર પડી ગયા. એટલે વિઠ્ઠલભાઈ સાહેબે કેસ ચલાવ્યો. વિઠ્ઠલભાઈ ઉપર વળી મેજિસ્ટ્રેટનો ઓર ખોફ એટલે કેસ હાર્યા. પેલા ોસ્તદારને સજા – અને મારા વાલા અને જામીન પર છોરે પણ નહીં. પછી વલ્લભભાઈ મેદાને પરિયા. અને અપીલમાં ગિયા. જો જોરશોરથી દાવો ચાલિયચ. સરકારી વકીલ તો રાતોપીળોકૉરેટનો નાહક વખત બગારો–પૈસા બગારોચ ધુંઆપૂંઆ થાય, અને એમાં બોલિયો કે ગુનેગારને આ બીજી સજાત્રીસ વરસ પહેલાં પણ નવ મહિનાની કેદ થઈ હતી. ખૂબ ચાલિયું. પછી વલ્લભભાઈ સાહેબ ઊભા થયા. સાહેબ ! આ તહોમતદાર ઉપર કેટલો કીનો - કેટલી અદાવત છે તે તો જુઓ – એની ઉમ્મર ત્રીસ વર્ષની અને ત્રીસ વરસ પહેલાં નવ મહિનાની કેદ – અને તે એકાંતવાસ. એટલે માના ગર્ભવાસની કેદ થઈ. તો તે સાહેબ આપને પણ, બધાને એ સજા થઈ છે. કોરટમાં હસાહસ. પછી તો વલ્લભભાઈએ જે તીખા તમતમતા ડામ દીધાચ ! ખરચ કોને કરાવ્યો ! વખત કોણે બગાડ્યો ! ગોકુલ : પરિણામ ! શાવકશા : તહોમતદાર છૂટી ગિયો – અને વળી આગલી કૉરટમાં વિઠ્ઠલભાઈ સાહેબ ઉપર જે ટીકા, નોંધ કરાવેલી તે કારી નંખાવી. આ તો બહુ મશહૂર કિસ્સો છે. ગોકુલ : તો મને હવે, બીજો યાદ આવે છે. શાવકશા : તો બોલોની ગોકુલભાઈ. વરી એમ નોંતરા તે શેના માંગોચ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગોકુલ શાવકા ત્રંબ શાવકા ગ્રેસ શાવા ગોકુલ શાવકા ગોકુલ નવભારતના ભાગ્યવિધાતા આય અનજાન માણસોએ આપણને ફરી આમ સુફિયાંની ધરતી ઉપર બોલાવિયાચ અને વલ્લભભાઈ માટે કંઈ કહેવા કહેચ, તો બોલો. : આ બી એક ગોરા મૅજિસ્ટ્રેટનો જ કિસ્સો છે. એવો એ અમદાવાદમાં મોટા મોટા વકીલોનું અપમાન કરે, અને એના ઘમંડનો પાર નહીં – એવામાં એક ભાઈના ખૂનનો ખટલો આયો, તે વલ્લભભાઈ બચાવના વકીલ તરીકે ઊભા. બસ, તો પેલાના બાર વગારી દીધા હોસે. : : બાર તો શું, પણ આબરૂ દાણાદાણ કરી નાખી. આ મૅજિસ્ટ્રેટ સાહેદોની સામે અરીસો રાખે. : : ઃ : : કાંય, કોરટને એ હેર-કટિંગ સલૂન સમજતો હતો ? એમ જ, સાહેદીએ આયનામાં જોઈ જુબાની આપવાની અને વલ્લભભાઈ બગડ્યા, કહે આ આયનો કઢાવી નાંખો. પણ પેલો મારો વાલો મમતનો અવતાર, એ એકનો બે થાય નહીં, એટલે વલ્લભભાઈ કહે, તે આયનો સેશન કૉર્ટમાં દાખલા તરીકે રજૂ કરવામાં આવશે. એક્ઝિબિટ નંબર એક. બરોબર, એટલે પેલો જરા ઢીલો તો પડ્યો, તો તે સફાઈમાંથી હાથ નહીં કાઢે. બહુ ટપાટપી થઈ. એટલે વલ્લભભાઈએ જાહેર કીધું કે, આ ખટલો તમારી આગળ નહીં ચલાવવા અમે મોટી કૉરટમાં અરજી કરીએ છીએ અને આ હું બંધ લિફાફામાં નામ આપું છું તે સાક્ષી તરીકે ત્યાં બોલાવવામાં આવશે. હી. : એ બંધ લિફાફામાં આવા એ મૅજિસ્ટ્રેટનું નામ અને એ ખૂનના ખટલામાં એનો હાથ એવો આરોપ. વિદ્યાભ્યાસ અને વકીલાત શાવકા ગોકુલ શાવકા ગોકુલ શાવકા ક્ય શાવકા ગોકુલ શાવકા ગોકુલ શાવકા ગોકુલ શાવકા : : : જામી. આખરે ખટલો સેશન કૉર્ટમાં, પેલા મૅજિસ્ટ્રેટની આબરૂના કાંકરાનો હવે સવાલ. તે તો પહેલા જ દિવસે કાઢી નાંખવામાં આવ્યો. એમ– ઃ તો શું થાય. ઉપરના જજે નીચેના જજને બેઆબરૂ ન થવા દેવો હોય તો કેસ કાઢી જ નાંખવો પડેને. વલ્લભભાઈ એમ જીતી ગયા. કેમ શાવકશા ! કંઈ સમાધિમાં બેઠા છો ? : ચકાચકી ! સમાધિ કોના ઘરની એ તો મને એકાએક બીજો બહુ અટપટો કિસ્સો યાદ આયો. તે મને થયું કે કહું કે ના કહું ? : અટપટો છે, એટલે તો કહો જ. ઘનો અજબ જેવો ખેલ છે. આય સંસારમાં ધન, દોલત, ગાદીવારસ માટે લોક કેટકેટલાં ટાકોંટા કરેચ જો. : પેલો કિસ્સો કહોની – ભાષણ નહીં હાંકો. કેહુંચ ભાઈ, જરા યાદ બી તો કરુંને, વાત એમ છે કે, એક વડોદરા સ્ટેટના નાના ઠાકોર તે ગાદીવારસ દીકરો પેદા કર્યા વિના ગુજરી ગયા, એટલે એના ભાઈને ગાદીનો હક્ક મળવો જોઈએ. બરોબર-કાયદેસર. એટલે એણે વડોદરા સ્ટેટમાં સરસૂબાને એ માટે અરજી કરી. : ૩૯ - : : : એ પણ ન્યાયસર. હવે આ ઠાકોરના ઠકુરાણી—એટલે કે વહુ—છ મહિના વિધવા Page #28 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા થયા બાદ શું ? છ મહિના બાદ એના ભાઈના દિલમાં ચોર પેઠો. ગોકુલ : દિલમાં ચોર પેઠો ? શાવર્કશા : એટલે શું કે લોભ-લાલચ પેદા થયાં એના મનમાં એમ કે મારી બહેનને હવે જિવાઈ ઓછી મલશે, કરીને છ મહિના બાદ, એણે જાહેર કીધું કે, વિધવા બાઈને ગરમ છે. ગોકુલ : શું ? શાવકશા : વિધવાબાઈને છોકરું આવવાનું એવું જાહેર કરી, મરનાર ઠાકુરના મરવાના નવ મહિના પહેલાં–ગામરે ગામમાંથી કોઈ બચ્યું વેચાતું લઈ આવી, એનો પોતાની બૂનને પેટે જનમ થયો, એવા કાગલિયા કરી, ગાદી માટે દાવો રજૂ કરી દીધો. ગોકુલ : એટલે વિધવા રાણી રાજમાતા થઈ ગાદી ચલાવે ? શાવર્કશા : ગાદી શું, રાજ્ય ચલાવે. ગોકુલ : હાં, તેનું એક, આગળ ચાલો. શાવકશા : એટલે ઠાકુરના ભાઈ વકીલો શોધતા નીકળી પડ્યા. જુઓ, વિધવાબાઈ એના દિયરને ત્યાં છ મહિના રહી ત્યારે કંઈ ગરભ કંઈ નહીં અને બીજા ત્રણ મહિનામાં પણ નહીં. બે મહિનામાં, જીવતું જોધ છોકરું આયું. ગોકુલ : એ લુચ્ચાઈ તો અમે સમજ્યા પણ. શાવર્કશા : પેલા સાચા ગાદીવારસને કોઈએ દીવાની દાવો માંડવાની સલાહ આપી. ટૂંકમાં ફરતી ફરતી વાત વલ્લભભાઈ પાસે આવી, તો એણે તરત ફોજદારી દાવો માંડવાની દરખાસ્ત કરી. એટલે દોડધામ. વલ્લભભાઈ સાહેબે તો મુંબઈથી વિદ્યાભ્યાસ અને વકીલાત તટસ્થ ડાક્ટરો અને લાયક નર્સોની ફોજ ઊભી કરી દેવા સમન્સ કઢાવ્યા અને બાઈના ગરબની તપાસ કરવા રજા માંગી. આ બાજુ પણ લાગવગ, બાઈના બાપ, મોટા તહોમતદાર, એટલે ખોટી જુબાની, તકલાદી કાગળિયાં ફરતાં થઈ ગયાં. ગોકુલ : ભારે થઈ. શાવકશા : મૂળ ગાદીવારસભાઈ કહે કે, ગાદી ન મળે તો કંઈ નહીં, પણ ભળતાનો જ છોકરો ગાદી પર બેસે એ કેમ સહેવાય ? એમાં તો વંશ, કુટુંબ, લોહી, જાતજાતની વાતો ચાલવા માંડી પણ વલ્લભભાઈએ તો એવી પાકી તપાસ કરી, ગુપચુપ કાગલિયાં કરી, કોરટનો હુકમ તથા ડાક્ટરે નર્સની ટુકડી લઈ, બાઈના ભાઈને ત્યાં પહોંચી ગયો. ત્યાં એનો બાપ તહસીલદાર, તે ઘરમાં દાખલ જ ન થવા દે. એણે ગામના અધિકારીઓને લાંચ રુશવત આપી ફોડેલા. તે પહેલાં તો માને જ નહીં, પછી સરકારી હુકમ બતાવિયો કે ઠંડો અને પછી ફોજદારી દાવાનો હુકમ બતાવિયો–કે પાની પાની. પછી તો ભાઈ પીછેહઠ – પણ વલ્લભભાઈ પીછેહઠ પણ થવા નહીં દે. મૅજિસ્ટ્રેટ ઘબરાયો, તહોમતદાર ગભરાયો, અને આખરે બાંધછોડ પર વાત આવી. કૉરેટ જ કહે હવે પતાવો, પણ વલ્લભભાઈ માને શેના. પરિણામે મૅજિસ્ટ્રેટ વિઠ્ઠલભાઈ સાહેબ પાસે ગિયો. ત્યાં ચાપાણીનો મેળાવડો, વલ્લભભાઈને પણ ઇજન, નોતરું, ત્યાં પણ વલ્લભભાઈ મક્કમ જ, આખરે વલ્લભભાઈએ પોતાની શરતો મુજબ પતાવટે કરી. ગોકુલ : પેલીએ દાવો જતો કર્યો ? શાવકશા : વાત એમ હતી કે કૉરટના મેજિસ્ટ્રેટો વિઠ્ઠલભાઈને વકાલત Page #29 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાભ્યાસ અને વકીલાત શાવકશા : તે પછી ક્યારે વિલાયત ગયા ? ગોકુલ : ૧૯૧૦માં ઑગસ્ટ મહિનામાં. ૧૯૧૨માં ભણીગણીને પરીક્ષા પાસ પણ કરી પહેલે નંબરે. શાવર્કશા : શાહબાશ. અવાજ શાવકશા : વિલાયતમાં એમના ભણતર દરમિયાન કંઈ જાણવા જેવું હોય તે આપ કહોને. : લેઓ ! આ તો વીંટી આપી કલ્લી કારવાની વાત કરોચ તમે, અમે બી વરી વિલાયતનું પાદર કેદાડે જોયેલું. ચાલો, એ બાબત કોઈ બીજાને પૂછી જો, અમે તો ભાઈ ચાલિયા. અમારે પન હજી ખોદાઈજીના દરબારમાં ઘણું બનવાનું બાકી છે. જો બાઈ બાઈ ! ગોકુલ શાવકશા નવભારતના ભાગ્યવિધાતા કરતાં બહુ સતાવે. ઇતરાજ અને અદેખાઈ. તે પહેલી શરત વલ્લભભાઈની એમ કે વિઠ્ઠલભાઈને હવે હેરાન-પરેશાન કરવા નહીં. કબૂલ. બીજી બાઈ ગાદી ઉપરથી દાવો ઉઠાવી લે. કબૂલ, પણ કેસ પાછો કેમ ખેંચાય – તો પેલા ઉઘાડા પડે. વલ્લભભાઈ કહે એ તમારું કામ. આખરે, પેલા છોકરાને એનાં સાચાં મા-બાપને હવાલે કરવામાં આવ્યો. પેલું છે મહિનાનું છોકરું થયું તે મરી ગયું એમ બાઈએ જાહેર કર્યું, એટલે ગાદીવારસ ન હોવાને કારણે કેસ પાછો ખેંચાયો, અને કૉરટની આબરૂ રહી. : વલ્લભભાઈને મને લાગે છે તે સમયથી જ રાજારજવાડા સામે ખોફ. : બનવા જોગ છે. ચાલો, હવે અમને રૂખસદ. ભણતરની વાતોમાં આ વકીલાતની વાતો કાં કરાવી ? : વલ્લભભાઈ સાહેબ, હજી તો વિદ્યાભ્યાસ કરે છે, વકીલનું કરતાં છતાં એમને બારિસ્ટરનું ભણવા હજી તો વિલાયતમાં વિદ્યાભ્યાસ કરવા જવાના છે. : હા, તે એ જવાના હતા, પણ એમણે અરજી કરેલી, એના જવાબમાં તેડું આવ્યું, તેમાં બન્ને ભાઈઓની સહી સરખી. : સહી સરખી એટલે ? : વિ. જે. પટેલ. તે મોટાભાઈ વિઠ્ઠલભાઈએ સહી કરી, ફોરમ મોકલી દીધું અને નાનાભાઈને કહ્યું કે, તે પછી જજે . હું મોટો છું, તે મને બૅરિસ્ટર થઈ આવવા દે. : એ બી ઠીક. : અને વિઠ્ઠલભાઈની ગેરહાજરી દરમિયાન વલ્લભભાઈએ મોટાભાઈના કુટુંબની ભારે દેખભાલ પણ કરી. અવાજ ગોકુલ શાવકશા ગોકુલ શાવર્કશા ગોકુલ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ સહનશક્તિ ડૉ. મહેતા : તમે પહેલી વાર જિનીવા આવ્યા. હું તો ત્રણચાર વાર અહીં આવી ગઈ છું. મને આ શહેર ઘણું ગમે છે. સ્વિત્સરલેન્ડમાં પેલે છેડે ઝુરિખ, આ છેડે જિનીવા. ડૉ. શાહ : પણ મોંળ્યાં અહીંથી નજીક, નહીં ? અહીં તો બધું જ પાસે પાસે. ડૉ. મહેતા : જરૂર, આપણે એકબે દિવસમાં જઈશું. આજનો એજન્ડા શું છે ? સહનશક્તિ : પાત્રો : મિસ ડૉ. શાહ, મિ. ડૉ. પટેલ, મિસ ડૉ. મહેતા, મિ. પ્રમુખ ડૉ. મહેતા : આ લોકોએ કમાલ કરી છે. આવડી મોટી કૉન્ફરન્સ, એમાં પ્રતિનિધિઓનાં નામો છાપ્યાં છે, તે આ આપણા એકલાની જ ફક્ત અટકો. ડૉ. શાહ ; હોય નહીં, જોઉં હા, ડૉ. મહેતા, ડૉ. શાહ અને લંડનથી આવવાના તેનાં નામો પણ, ડૉ. પટેલ, ડૉ. દેસાઈ. ડૉ. મહેતા : ડૉ. શાહ, આ તો હદ કહેવાય. ડૉ. શાહ : હદબદ કંઈ નહીં, કોઈ આપણને ગણતું જ નથી. આ જુઓ, બીજા બધાનાં નામો છે. ઇનિશિયલો પણ છે. આ તો શું, આપણે ત્યાં શાહ, મહેતા, દેસાઈ, પટેલના ઢગલાને જાણે ટેલિફોન બુક પકડી લખી દીધાં લાગે છે. ડૉ. મહેતા : એમ તો કાપડિયા, મરચંટ એવી પણ ઘણી સામાન્ય અટકો હોય છે. ડૉ. શાહ : ગઈ કાલે સબકમિટીમાં ચર્ચા થઈ કે, માણસની સહનશક્તિ કેટલી ? ફિઝિકલ અને ઇમોશનલ – અને એમાં બેત્રણ દાખલાઓ રજૂ થયા, ત્યારે મેં વલ્લભભાઈ સાહેબની વાત રજૂ કરી. તો એ લોકો માને જ નહીં. ડૉ. મહેતા : આ લોકો પણ માનશે. આપણે જરા અતિશયોક્તિવાળી વાતો કરીએ છીએ, એવી એમની માન્યતા છે. એટલે એ બધા ડૉક્ટરો શંકાની નજરે જ જુએ. પણ એ લોકો એમ નથી સમજતા કે, ક્લૉરોફૉર્મ તો હમણાં શોધાયું. તે પહેલાં કંઈક દરદીઓ વેદના સહન કરીને જ માંદગી વિતાડતા હતા ને ! ડૉ. શાહ : આપણે ત્યાં હિન્દુસ્તાનમાં પેટે ધગધગતા સળિયાના ડામ દેતા. અગ્નિમાં આંગળાં નંખાવતા, ભૂતપ્રેત વગેરે કાઢવા કંઈ તરકીબો થતી. ડૉ. મહેતા : જુલમ. ડૉ. શાહ : હા, જુલમ પણ કહેવાય. પણ થતા, સહેતા, અલબત્ત ! જાદુકળાની વાત જુદી. ડૉ. મહેતા : એટલે ? ડૉ. શાહ : હશે. સ્થળ સરસ છે. હવા મસ્ત છે, જિનીવા શહેર પણ રળિયામણું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવભારતના ભાગ્યવિધાતા ડૉ. શાહ : પેલા ખેલો કરનારા મોંમાંથી આગના ભડકા કાઢતા, ધગધગતા અંગારાની પથારી ઉપરથી ચાલ્યા જતા, હાથમાં દેવતા પકડતા, તો કહે છે કે, હાથ ઉપર કંઈ ચોપડતા, કે એવી શંકાઓ રજૂ થાય છે. મેં જોયા નથી, પણ એવા પ્રયોગો વિશે વાંચ્યું છે. એમાં તરકીબ તો ખરી જ. કદાચ યોગની ક્રિયા પણ હોય. ડૉ. મહેતા : મૂળ વાત એક, અને આપણે ચર્ચા-સભામાં એ જ મુદ્દા ઉપર ભાર મૂકવાનો-વિલ, વિલ પાવર માણસમાં મનોબળ હોય તો ભલભલાં કામ કરી શકે, ભલભલી વેદના સહન કરી શકે. ડૉ. શાહ : સુવાવડોમાં એમ જ થાય છે ને, ડૉ. મહેતા ? ડૉ. મહેતા : કરે ક્ટ, સ્ત્રીઓની સહનશક્તિ માટે તો અનેક દાખલાઓ મળશે. ડૉ. શાહ : પણ આ તો પુરુષની. અસામાન્ય. ડૉ. મહેતા : અસામાન્ય પુરુષની, અસામાન્ય વાત. મિસ. શાહ. ડૉ. શાહ : જુઓ ડૉ. મહેતા. આપણે જરા પણ હિંમત હારવાની નથી. આ સભા નાના ખંડમાં છે. નિષ્ણાતો ત્યાં હાજર હશે અને લંડન તાર કર્યો છે, એટલે ડૉ. પટેલ અને ડૉ. દેસાઈ જરૂ૨ આવી પહોંચશે યા આવી ગયા હશે. પછી આપણા સૌના હાથ મજબૂત થશે. ડૉ. પટેલ બહુ જાણીતા અને જાતઅનુભવી છે. એટલે ભલેને એ લોકો ચા-નાસ્તાના મેળાવડાઓમાંય એ પ્રસંગે શંકા ઊભી કર્યા કરે. આપણે ચારે એક મતે એક પછી એક, વિગતો રજૂ કરીશું, એટલે જુઓ ગમ્મત. ડૉ. મહેતા : એ લોકોની શંકા તો એટલી જ છે ને કે, સાધારણ યા મોટાં પરેશનો ક્લોરોફોર્મ આપ્યા વિના ન થઈ શકે. સહનશક્તિ ડૉ. શાહ : ના ડૉ. મહેતા, એમ જનરલ ચર્ચા યા જનરલ પ્રસ્તાવ નથી. જ્યારે અમે વલ્લભભાઈ પટેલનું નામ દઈને વાતો કરી, ત્યારે એમનાં આંગળાં માથા ખંજવાળવા મંડ્યા. અમે કહ્યું કે, કિસ્સો લંડનમાં બન્યો, એટલે તો વધારે મચકાયા. ડૉ. મહેતા : એમ કે ? એવી ગપો હિન્દુસ્તાનમાં ચાલી શકે, એમના અતિ પવિત્ર સત્યવાદી લંડન શહેરમાં ન ચાલી શકે. ડૉ. શાહ : એમ જ . ચાલો, પણે ચર્ચા-સભામાં ઘંટડી વાગતી હોય એવું લાગે છે. ચાલો. (પ્રમુખ બીજા સભ્યો સાથે પ્રવેશે છે.) પ્રમુખ : આપણે અહીં જ સભા ભરવાની છે. આપની રજાથી હું પ્રમુખસ્થાને બેસું છું. ગઈ કાલની એ જ ચર્ચા આપણે શરૂ કરીએ. ઇંગ્લેન્ડના બેત્રણ ડૉક્ટર સાહેબોએ એક કિસ્સાની બાબતમાં થોડી શંકા રજૂ કરી. ડૉ. શાહ : માફ કરજો , પ્રમુખ સાહેબ, થોડી શંકા નહીં, પૂરા શંકાએ સાહેબ આખી વાતને બનાવટી જ કહી કાઢી નાંખતા હતા. પ્રમુખ : ડૉ. મિસ શાહ, મારામાં વિશ્વાસ રાખો. હું તો તટસ્થ ડૉક્ટર ડૉ. શાહ પ્રમુખ : પણ, આપ પણ અંગ્રેજ છો, માફ કરજો. : પણ ઇંગ્લેન્ડ છોડી હું હંમેશાં જિનીવામાં જ રહું છું. એટલે અરધો સ્વિસ પણ છું. માનો કે, એમણે પૂરી શંકા ઉઠાવી, તો આજે અમે તમને તમારી કેફિયત રજૂ કરવા પૂરી તક આપીએ છીએ. આપના લંડનથી નિષ્ણાત આવવાના હતા તે આવી ગયા ? (ડૉ. પટેલ પ્રવેશે છે.) : જી હા. હું ડૉ. પટેલ. હું આ કિસ્સા સાથે જાત-અનુભવથી સંકળાયેલ છું. ડૉ. પટેલ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સહનશક્તિ પ્રમુખ નવભારતના ભાગ્યવિધાતા : થેંક્યુ. તો વિગતો આ પ્રમાણે છે. ડૉ. શાહે, કાલે લંડનમાં ભણવા આવેલા એક વિદ્યાર્થીને પગના ઓપરેશન વખતે ક્લોરોફૉર્મ લેવા ના પાડી, અને જરા પણ મોં ઉપર વેદનાની અસર જાહેર કર્યા વિના ઑપરેશન કરાવ્યું, એ વાત કરી ત્યારે કેટલાકે એ વાત માની નહીં. આપણે કાલે ઉતાવળમાં હતા. વળી સહનશક્તિ પણ જુદી જુદી જાતની હોય છે. એના પ્રકારો ઉપર જુદી જુદી ચર્ચાઓ ગોઠવાઈ હતી. આજે ફક્ત ફિઝિકલ સહનશક્તિ ઉપર અને આ ખાસ કિસ્સા ઉપર ચર્ચા રાખવામાં આવી છે, તો સૌથી પહેલાં ડૉ. મિસ શાહ, આ નિષ્ણાતોની કૉન્ફરન્સમાંનો આ વિભાગની બેઠકમાં વિગતો રજૂ કરે. : હું પ્રમુખ સાહેબનો ઉપકાર માનું છું. જે વિદ્યાર્થીની એમણે વાત કરી એનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. એ એની કિશોરાવસ્થામાં લંડનમાં બારિસ્ટરની પરીક્ષા પાસ કરવા આવ્યા હતા. ૧૯૧૦ની સાલમાં એ ઇંગ્લેન્ડ આવ્યા, અને ૧૯૧૨, ફેબ્રુઆરી મહિનામાં એ પહેલે નંબરે પાસ થઈ પાછા હિન્દુસ્તાન પહોંચ્યા. : ડૉ. શાહ, પહેલે નંબરે પાસ થયા એવી એવી ઝીણી વિગતો જતી કરો તો ? ડૉ. શાહ એ પડી ગયા, અને પછી ભારે તાવ જણાયો. પછી ડાક્ટરી તપાસમાં એમને પગમાં વાળાનું દરદ જણાયું. લંડનના નર્સિંગહોમમાં એમનું ઓપરેશન કરવામાં આવ્યું. એમાં ડૉક્ટરને પૂરા રોગની જાણકારી ન હોવાથી પૂરો વાળો નીકળી શક્યો નહીં. આમ કેસ ચૂંથાઈ ગયો. એમની ડૉક્ટરી તપાસનાં કાગળિયાં એ નર્સિંગહોમમાં મોજૂદ છે. અમે એની નકલો અહીં હાજર કરવા શક્તિમાન છીએ. ડૉક્ટરે બીજા ઑપરેશનની વાત કરી, એમાં આખો પગ કપાવી નાંખવાની સૂચના થઈ. દરમ્યાન દરદી વલ્લભભાઈ સાહેબના એક ઓળખીતા ડૉક્ટરે પગ ન કપાવવાની સલાહ આપી. હવે એ સંબંધી ડૉ. પટેલ વધારે પ્રકાશ પાડશે. ડૉ. પટેલ : હું ડૉ. પટેલ. આ કિસ્સામાં જે હકીકત રજૂ થઈ છે તે સાચી છે. કારણ કે, મારી નજરે જોયેલી એ વાત છે. જુવાન વલ્લભભાઈને પહેલા ઑપરેશનમાં પૂરો વાળો નીકળ્યો નહીં એટલે બીજા નિષ્ણાત ડોક્ટરે પણ કહ્યું કે, ફરીથી ઑપરેશન કરી, હું એ વાળો કાઢી આપું. પણ દરદીને ક્લોરોફૉર્મ આપવામાં જોખમ છે એટલું સાંભળતાં જુવાન વલ્લભભાઈએ બધાની સમક્ષ તરત જાહેર કર્યું કે, મારે ક્લોરોફૉર્મની જરૂર જ નથી, અને ક્લોરોફૉર્મ વિના એ પરેશન કરાવવા તૈયાર થયા. પ્રમુખ : તમે ત્યારે ત્યાં હાજર હતા ? ડૉ. પટેલ : જી. પ્રમુખ : અને ઓપરેશન કરવામાં આવ્યું ? ડૉ. પટેલ : એમ જ, પગ ઉપર કાપ મૂકવામાં આવ્યા, વાળાના જીવડાને બહાર ખેંચી કાઢવામાં આવ્યો. એ દરમ્યાન દરદીએ મોં પ્રમુખ ડૉ. શાહ : ના સાહેબ, જ્યારે આ કિસ્સાના દરદીની સહનશક્તિ વિશે શંકા ઉઠાવવામાં આવી છે, તો આ દરદી કાયદાના અભ્યાસમાં આટલા હોશિયાર નીવડ્યા, એ અપ્રમાણિક અને અસત્ય ન કહે, એ તારવી શકાય માટે વિગતોમાં ઊતરું છું. પ્રમુખ : કૅરી ઑન પ્લીઝ. ડૉ. શાહ : ૧૯૧૧ના મે મહિનામાં જાતી વખતે એમને ચક્કર આવ્યાં, Page #33 -------------------------------------------------------------------------- ________________ સહનશક્તિ ૫૦ નવભારતના ભાગ્યવિધાતા ઉપર વેદનાની કોઈ જાતની અસરનાં ચિહ્ન જણાવા દીધાં નહોતાં. પ્રમુખ : ડૉ. પટેલ, આપ કહેવા માંગો છો કે દરદીને કશી વેદના થઈ જ ન હતી. ડૉ. પટેલ : ના જી, કહેવાનો અર્થ એવો છે કે, વેદના તો થાય જ, પણ દરદીએ પોતાના મન ઉપર એટલો કાબૂ રાખી વેદનાનાં ચિહ્નો જણાવા દીધાં ન હતાં. પ્રમુખ : અને ડૉ. પટેલ ! આપ એમ માનો છો કે, દરદીમાં એટલી સહનશક્તિ હોઈ શકે ? ડૉ. પટેલ : ચોક્કસ, પ્રમુખ સાહેબ ! હું એક બીજો કિસ્સો આપની સમક્ષ રજૂ કરું. આ જ દરદીએ એક વાર પગે મોટો ફોલ્લો થયો હતો. તેને કાપી નસ્તર મૂકવાના એક પ્રસંગે, આ દરદીએ પહેલાં ડૉક્ટર પાસે એક પુસ્તક માંગ્યું હતું. દરદીએ પુસ્તક વાંચવા માંડ્યું, અને થોડું વાંચ્યા બાદ એણે ડૉક્ટરને પૂછ્યું કે, બધું કપાઈ ગયું ? તો ડૉક્ટર કહે કે, પાટો પણ બંધાઈ ગયો. ટૂંકમાં શ્રી વલ્લભભાઈની સહનશક્તિ તો જાણીતી હતી. પણ એમનામાં ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત શક્તિ હતી. પ્રમુખ : એને કોઈ યૌગિક શક્તિ સાથે સંબંધ ખરો ? ડૉ. પટેલ : આ આપણે બીજા ક્ષેત્રમાં ઊતરીએ છીએ. યોગથી એવા એકધ્યાની થઈ શકાય છે. અહીં, આ પ્રસ્તુત દરદીને યોગના અભ્યાસ સાથે કોઈ સંબંધ હોવાનું શક્ય નથી. પરંતુ એમનામાં ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ હતી. પોતાનું ધ્યાન એક વિષયમાં એટલું બધું મગ્ન કરી દે કે પછી બીજા વિષયની એને જરા પણ ખબર ન પડે. આવું ઘણાં કરી શકે છે. હિન્દુસ્તાનમાં એક વાર આ જ દરદીને બગલમાં બગલાઈ થઈ હતી. પ્રમુખ : બગલાઈ ? ડૉ. પટેલ : બગલમાં ફોલ્લા જેવી મોટી, એક યા વધારે ગાંઠ નીકળે છે, એને બગલાઈ કહે છે. કોઈ વાર એક પછી એક, એમ સાત ગાંઠો નીકળ્યા કરે છે. પ્રમુખ : માઇ ગૉડ ! આને પણ ટ્રોપિકલ રોગ કહી શકાય ખરો ? ડૉ. પટેલ : ઘણી વાર કેટલાક રોગોની સમજણ ના પડે એટલે એને ટ્રોપિકલ રોગ કહેવાની ઠીક પ્રથા પડી છે. પણ ટ્રોપિકનો બેલ્ટ-વિસ્તાર બહુ મોટો – હા, ટ્રોપિકમાં તાપ વધારે પડે એટલે ગરમીથી કેટલાક રોગ થાય છે. પણ સાહેબ, આ વળી બીજો જ સવાલ છે. હું કહેવા માંગતો હતો તે આ-કે દરદી મિ. વલ્લભભાઈને એક વાર એવી બગલાઈ થઈ હતી. ગામમાંથી એને ફોડી નાંખનાર એક કાચા જાણકારને બોલાવવામાં આવ્યો. પ્રમુખ : કાચો જાણકાર, એટલે ? ડૉ. પટેલ : સર્ટિફાઇડ ડૉક્ટર નહીં, તે કંક ડૉક્ટર કહી શકાય, પણ પ્રેક્ટિકલ અને આ જાણકાર પોચા દિલનો પણ ખરો, એટલે આ ગાંઠને ફોડવા માટે લોખંડના એક સળિયાને આગમાં લાલ લાલ ધગધગતો બનાવે. પ્રમુખ : હા. ડૉ. પટેલ : અને એ ગરમ લાલચોળ રેડ-હૉટ – સળિયાને ગાંઠ ઉપર ડામી દે એટલે ગાંઠ ફૂટે. પ્રમુખ : કેટલું ઘાતકી ? Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ નવભારતના ભાગ્યવિધાતા : જી, પણ આ માણસ ઘાતકી નહોતો. એણે સળિયો તો તપાવ્યો, પણ આ દરદીને ડામવાની એનામાં હિંમત નહોતી, એટલે આ મિ. વલ્લભભાઈએ એ સળિયાને પકડી પોતે પોતાના હાથે ડામી, સડેલી જગ્યામાં ચારે કોર ફેરવી, દરદનો નિકાલ કરી દીધો . ગાંઠ ફોડી નાંખી, પોતાના હાથે આસપાસ દબાવી, પસ કાઢી નાંખ્યું. હોય નહીં ! એના સાક્ષીઓ છે. કેટલું ઘાતકી ? પોતે પોતા ઉપર ઘાતકી—શું કહેશો ? જરા પણ નહીં સાહેબ. એક પૂરી મિનિટ નહીં થાય તે પહેલાં તો દરદ નાબૂદ. આમાં ઘાતકીપણા કરતાં દૃઢ મક્કમ મનોબળનો સવાલ છે અને પ્રસ્તુત દરદીના મનોબળ માટે કોઈને બે મત છે જ નહીં. અંગ્રેજીમાં એને આયર્ન વિલની વ્યક્તિઓ કહેવામાં આવે છે. આપ કહો છો એટલે અમે માનીએ તો છીએ. જરા વસવસા સાથે, નહીં ? પણ સાહેબ આપણા નાનકડા કહેવાતા સભ્ય સમાજમાં આવા વસવસા પેદા થાય છે. શું એશિયા, યુરોપ કે આફ્રિકા – વન જંગલમાં, ગામડા ગામમાં કંઈક લોક આવા જલ્દી નિકાલ કરનારા ઉપાયો કરી દરદીઓ રાહત મેળવે છે. એમાં મનોબળનો જ પ્રકાર છે. આપ શિયાળામાં ઠંડે પાણીએ ન્હાવા જઈ શકો છો ? : : : : : : બાથરૂમ કે ખુલ્લામાં ? ઃ ખુલ્લામાં, શૂન્યની નીચે પારો મલકતો હોય ત્યાં. આપ હિન્દુસ્તાન આવો, હું તમને હિમાલયની ગોદમાં – અગિયાર સહનશક્તિ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ ડૉ. પટેલ ૫૩ હજાર ફૂટ ઊંચે જ્યાં ગંગા નદીનાં વહેણ શરૂ થાય છે, તે ગંગોત્રી શિખરની નિકટ ગંગાનું જળ, જ્યાં બરફમાંથી પાણી થઈ વહેવા માંડે છે, ત્યાં ખુલ્લે શરીરે સ્નાન કરતી, દર સાલ, એક નહીં પણ અનેક વ્યક્તિઓ બતાવું. મનોબળ અને શ્રદ્ધાનું જ એ પરિણામ છે. હા, એ અમે સાંભળ્યું છે ખરું. એની ફિલ્મો, ફોટા એવી તો ઘણી સાબિતીઓ અને સામગ્રીઓ આજે મોજૂદ છે. નજરે જોનારા જાત-અનુભવીઓ હાજર છે. આ મિ. વલ્લભભાઈ કોઈ અસાધારણ વ્યક્તિ હોવા જોઈએ. : હા જી, એમની તો એવી કેટલીય વાતો છે, પણ આપ જો... : : : : અમે, તમે કહો છો તે વાતો માનીએ છીએ. આપ તો લંડનમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર છો એથી નહીં, પણ આપનામાં અમને પૂરો વિશ્વાસ છે, એથી કંઈ બીજી જાણવા જેવી વિગતો હોય તો જરૂ૨ કહો. અમને સાંભળવાનું ગમે. : સાહેબ ! એ બારિસ્ટરની પરીક્ષા પસાર કરવા અહીં આવ્યા. સ્થિતિ સામાન્ય. પેલા માલેતુજાર માબાપોના દીકરાની જેમ એમની પાસે દસપંદર સૂટ કે ગાડી-મોટર નહીં, એટલે મિડલ ટેમ્પલમાં નામ દાખલ કરાવી એની લાયબ્રેરીમાં વાંચવા જવા માટે રોજ પોતાના નિવાસથી બાર માઈલ સવારે ચાલતા જતા, સાંજે લાયબ્રેરી બંધ થાય ત્યારે પાછા બીજા બાર માઈલ ચાલીને ઘેર પાછા ફરતા. : કુલ્લે ચોવીસ માઈલ, વૉટ એ વેઇસ્ટ ઑફ ટાઇમ ! : તો શું થાય છો ? પણ સાડાત્રણ કલાક જતાં અને આવતાં થાય. - પણ સાહેબ એને આપ વખતનો બિગાડ કહો Page #35 -------------------------------------------------------------------------- ________________ પપ ૫૪ નવભારતના ભાગ્યવિધાતા પ્રમુખ : એટલે છ-સાત કલાક અમસ્થા ચાલ્યા કરવાનું જ ને ? ડૉ. પટેલ : હું નથી માનતો પ્રમુખ સાહેબ ! એ જ્યારે મુંબઈથી સ્ટીમરમાં લંડન આવવા નીકળ્યા ત્યારે રોમન લૉની ચોપડીઓ મોટાભાઈ પાસેથી લઈ લીધી હતી. લંડન પહોંચ્યા ત્યારે તો રોમન લો પાકો મોઢે . જ્યારે પરીક્ષા આપી ત્યારે એમાં ઓનર્સ સાથે પહેલે નંબરે પાસ. પ્રમુખ : એ સ્મરણશક્તિનો પ્રભાવ છે. ડૉ. પટેલ : સ્મરણશક્તિને કેન્દ્રિત કરવાનો સવાલ છે. ચિત્તને એકાગ્ર કરવું એ પણ એક કપરી પ્રક્રિયા છે. એમને એ સહજસાધ્ય હતી. પ્રમુખ : ના, પણ રોજના છ-સાત કલાક ચાલવામાં વખતનો બગાડ તો ખરો જ ને. ડૉ. પટેલ : ના સાહેબ ! એક તો વહેલી સવારે ચાલવા નીકળવું એ કસરત, આ વ્યાયામનો એક પ્રકાર છે. અને ફરી સાંજે ઠંડા પહોરે ચાલવું, એ પણ એક કસરત જ છે. અને રસ્તે ચાલતાં, આડુંઅવળું કશામાં ધ્યાન ન આપતાં, પોતે જે વાંચ્યું હોય તે, પચાવતા જવું, વાગોળતા જવું, ફરી ફરી યાદ કરતા જવું, એથી સ્મરણશક્તિ વિકસે, અને વાંચેલી હકીકતો મગજમાં પાકી ઠસી જાય, પ્રમુખ : ખાવાનો શો પ્રબંધ ? ડૉ. પટેલ : લાયબ્રેરી પાસે ખાવાનાની સગવડ હતી, ત્યાં એક ટંકનું ખાઈ લે. પ્રમુખ : પણ એવી દોડાદોડ કરવાની શી જરૂર ? ડૉ. પટેલ : ગરીબી. પોતાને દેશ, પોતાને ત્યાં મા વિનાનાં બે છોકરાં, સહનશક્તિ કોઈને સોંપીને આવ્યા હોય એટલે જલદી પાસ થઈ વહેલા પાછા ફરવાની ઇંતેજારી. બારિસ્ટરીની પરીક્ષામાં કેટલાક ગંભીરપણે અભ્યાસ કરવા આવે છે. એ જીવનની જરૂરિયાત છે એમ માની અભ્યાસ કરે છે. કેટલાકે ખાનપીની, મોજશોખ, મજા કરવા પણ આવે છે. આ બે વાતમાં આપકમાઈ અને બાપકમાઈનો ફેર રહ્યો છે. પ્રમુખ : ક્યુ ડૉક્ટર, હવે અમારા મગજમાં કેટલીક વાતો સ્પષ્ટ થઈ ગઈ છે. મિ. વલ્લભભાઈ પટેલ વિશે તમારી તેમજ બીજા ડૉક્ટરોની કેફિયતોથી અમને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ છે. હવે આ સંબંધી કંઈ તમારે વધારે કહેવાનું છે ? ડૉ. પટેલ : આ બે સ્ત્રી ડૉક્ટરોએ કંઈ કહેવું હોય તો કહે. ડૉ. મહેતા : આપ રજા આપો તો બીજી કેટલીક વિગતો રજૂ કરું. એથી મિ. વલ્લભભાઈ પટેલના કિશોર સમયના સ્વભાવ ઉપર કંઈક વધારે પ્રકાશ પડશે. પ્રમુખ : અમને સૌને હવે તો એ સાંભળવામાં વધારે રસ પડશે. ડૉ. મહેતા : મારું નામ ડૉ. મહેતા. હું હિન્દુસ્તાનમાં ગુજરાતની વતની છું. એમાં વડોદરા-ગોધરાની આસપાસના મુલ્કને સારી રીતે જાણું છું. એક વાર ગોધરામાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો. પ્રમુખ : ક્યારે ? ડૉ. મહેતા : આ સદીની શરૂઆતમાં. ત્યારે પ્રસ્તુત મિ. વલ્લભભાઈ પટેલ ગોધરામાં વકીલાત કરતા હતા. પ્લેગની બુમરાણથી એ જરા પણ ગભરાયા નહીં. પ્રમુખ : બારિસ્ટર થયા તે પહેલાં. ડૉ. મહેતા : બારિસ્ટર થવા આવ્યા તે પહેલાં, કૉરટના કામકાજનો વહીવટ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ૭ નવભારતના ભાગ્યવિધાતા રાખનાર નાજ રના દીકરા પ્લેગમાં ફસાઈ ગયા. પ્લેગની ગાંઠ નીકળી. પણ મિ. વલ્લભભાઈએ એની ભારે ચાકરી કરી. પણ પરિણામ અશુભ આવ્યું, દીકરો બચ્યો નહીં. એના સ્મશાનમાં બાળી આવ્યા બાદ ઘર આવતાં એમને પોતાને દુ:ખાવો શરૂ થયો, અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે, આ તો પ્લેગની ગાંઠ છે. એટલે કોઈને કહ્યા વિના, પોતાની ધર્મપત્નીને પણ શું કારણ છે તે જણાવ્યા વિના ગાડીમાં પત્નીને લઈ, ગામ છોડી, ગોધરાથી નિકટના આણંદ સ્ટેશન ઉપર આવ્યા. ત્યાં પોતાની પત્નીને સમજાવી ત્યાંથી કરમસદ એને ઘર મોકલી આવ્યા અને પોતે પ્લેગની ગાંઠ સાથે આણંદથી નડિયાદ ગયા. પ્રમુખ : બીજે ગામ ? પછી ? ડૉ. મહેતા : નડિયાદમાં પોતે જ જાતે ઇલાજો કર્યા, અને સાજા થઈ ગયા. પ્રમુખ : ધર્મપત્નીને સાથે નહીં લઈ જવાનું કારણ ? ડૉ. મહેતા : પ્લેગનો જીવલેણ એ ચેપી રોગ, એમાં બીજાને સંડોવવા કરતાં ચૂપચાપ બીજાનું ભલું થાય, તે વિચારી, એકલા જ સંકટનો સામનો શા માટે ન કરવો, એવો સ્વભાવ. બીજા એક પ્રસંગમાં, કહેવા દો તો બીજા એવા બે પ્રસંગો છે, તે કહું, તો એકમાં જ્યારે બારિસ્ટરીના અભ્યાસ માટે એ પોતાના ગામથી મુંબઈ સ્ટીમર પકડવા ગયા, ત્યારે તે દિવસ સુધી ઘરમાં કે કોઈને કશી વાત કરેલી જ નહીં. તે જ દિવસે કૉરટમાં એક કેસ ચલાવતા. તે સાંજે પૂરો કરી, એમણે મુંબઈ તરફ જવાની તૈયારી કરી, તે રાત્રે જ ઊપડી ગયા. અને બીજો ... પ્રમુખ : બોલો, અમે સાંભળવા તૈયાર છીએ. સહનશક્તિ ડૉ. મહેતા : કૉર્ટમાં એક ખૂનનો કેસ ચાલતો. એ બચાવ પક્ષના વકીલ હતા. થોડા દિવસ પહેલાં એમની ધર્મપત્નીની તબિયત બગડી હતી. તે એમને મુંબઈ ડૉક્ટરી તપાસ માટે લઈ ગયેલા. ત્યાં ડૉક્ટરોએ કહ્યું કે, તબિયત સુધરે પછી ઓપરેશન કરીશું. આમ પંદર-વીસ દિવસની ઢીલ પડતાં, એ પાછા ફર્યા અને કહેતા આવ્યા છે, જ્યારે ઓપરેશન નક્કી થાય ત્યારે જણાવશો. આવી જઈશ. પણ એ મુંબાઈથી નીકળ્યા, અને તરત બેત્રણ દિવસમાં એમની વહુની તબિયત વધારે બગડી અને એમનું અવસાન થયું. અહીં જે કૉર્ટમાં કેસ ચલાવતા હતા, ત્યાં તાર આવ્યો. હજી પોણો દિવસ બાકી હતો. કેસ પૂરો થયો ન હતો. એટલે તાર ગજવામાં રાખી મૂકી એમણે ચૂપચાપ કેસ ચલાવ્યો અને કેસ પૂરો થયા પછી દિવસને છેડે બધાને ખબર કરી. આવી એમની છાતી હતી. પ્રમુખ : કેવો સ્વભાવ ! ડૉ. મહેતા : કેવી છાતી, હિંમત; દુઃખનો ડુંગર તૂટી પડે તોયે એમના પેટનું પાણી ન હાલે, સહન કરવાની શક્તિ. ડૉ. પટેલ : મિ. મેરબાન–પ્રમુખ સાહેબ ! હું કંઈ કહું ? પ્રમુખ : હા, હા. જરૂર ડૉ. પટેલ, ડૉ. પટેલ : અમારા હિન્દુસ્તાનમાં જાતજાતની ફિલસુફી. એમાં એક ગીતા નામના પુસ્તકમાં એવું લખ્યું છે કે, શોકમાં કે આનંદમાં બને ત્યાં સુધી તટસ્થ રહેવું. શોક આવે ત્યારે ગમગીન ન થવું. આનંદનો અવસર આવે ત્યારે એનો પણ અતિરેક ન કરવો. શ્રી વલ્લભભાઈને મન સુખદુ:ખ બંને સમાન જ હતાં. એમાં મનની કેળવણી, એથી હિંમત, એથી કેળવાયેલો સ્વભાવ, ટેવાયેલો સ્વભાવ. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખ ડૉ. પટેલ પ્રમુખ નવભારતના ભાગ્યવિધાતા : આ હું બરાબર સમજ્યો છું પણ બહુ ઓછી વ્યક્તિઓ આ પ્રમાણે પોતાનો સ્વભાવ કેળવી શકે છે. : કેટલાકને એવા પ્રસંગો પણ ન આવે. અને આવે તો એનો સદુપયોગ પણ ન કરી જાણે. : બરોબર છે. હવે આ બાબતમાં આ કમિટીના સભ્યોને જો કોઈ શંકાસંશય હોય તો પૂછો, નહીં તો હું સભા બરખાસ્ત કરું. એ સાચી વાત કે, આ પ્રકારના પુરુષોમાં સહનશક્તિ ઘણી વિકસેલી હોય છે. અને આ ચોક્કસ વ્યક્તિ તો અસામાન્ય જ કહી શકાય. જે બેચાર દાખલાઓ આપણી સમક્ષ રજૂ થયા એ ઉપરથી અમને સહેજ પણ સંશય નથી. આપણે એવી વ્યક્તિના મનોબળનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. સભા બરખાસ્ત કરું તે પહેલાં હું ડૉ. પટેલનો ખાસ આભાર માનું છું. અને સભા પૂરી થયા બાદ હું તો અહીં એમની સાથે થોડી વધારે વાત કરવા બેસીશ. જે સભ્યોને બેસવું હોય તે બેસી શકે છે. થેંક્યુ. સભા બરખાસ્ત. | * * * * * * સહનશક્તિ પલ ડૉ. મહેતા : અને મોટા કર્મવાદી એટલે જ–આસ્તિક, કર્મ કરવાની ટેવ કહો, ફરજ કહો, એ ધર્માચરણ જ છે. દાખલા તરીકે, એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ બારિસ્ટર થવા ઇંગ્લેન્ડ આવ્યા, ત્યારે એમના કુટુંબની દેખભાળ મિ. વલ્લભભાઈએ કરેલી. ડૉ. શાહ : નડિયાદમાં એમના મામાને ત્યાં છ મહિનાના બાળકની દેખભાળ કેવી એમણે એકલે હાથે કરી હતી, એમ ફર્જનો, ધર્મનો ખ્યાલ કેટલો ઊંચો. ડૉ. મહેતા : એવી વ્યક્તિ ધર્મમાં યા ઈશ્વરમાં ન માને, એ કેમ બને ? ડૉ. પટેલ : પણ હું એના કરતાં સારી સાબિતી આપું. મિ. વલ્લભભાઈના એ સમયના કેટલાક પત્રો અમારી જાણમાં છે. એમાં એમના નાના ભાઈ નરસિંહભાઈ ઉપરનો પત્ર વાંચવા જેવો છે. પોતે ગોધરા છે. ત્યાં પ્લેગના દસ કેસ રોજના થાય છે. કામકાજ , ધંધો-રોજગાર લગભગ બંધ, છતાં લખે છે, ‘ભાઈ ! મારી જરા પણ ચિંતા ન કરતા. ખર્ચની બાબતમાં તમે ચિંતા ન કરતા. તમને કંઈ જરૂર હોય તો લખજો.' આ એમની કૌટુંબિક ભાવના. બીજા એક કાગળમાં નરસિંહભાઈને ફર્જનો બોજો વધ્યો કે, તરત જ રૂપિયા મોકલી આપવા લખ્યું, અને તરત મોકલ્યા. આ બન્ને કાગળમાં – હું પાસ થઈ ગયો, એ માટે ઈશ્વરનો ઉપકાર માનવો જોઈએ. આમ ઘણા કાગળોમાં ઈશ્વરની મરજી, ઈશ્વરની કૃપા-વાક્યો આવ્યા જ કરે છે એટલે એમને એ જે ઈશ્વરમાં માનતા હોય તે એમાં પાકી શ્રદ્ધા. એમાં કોઈ શંકા નથી. પ્રમુખ : ડૉ. પટેલ, હું માનું છું, માણસ ગરીબાઈમાંથી મોટા થાય તો એમની શ્રદ્ધા ઈશ્વરમાં હોય છે જ. જેઓ પૈસાદાર કુટુંબમાં જન્મે છે, ત્યાં કદાચ શ્રદ્ધા ઓછી હશે. યા નહીં જેવી હશે. ડૉ. પટેલ : ભલે, આપણે હવે થોડા પાસે આવો, આ ખુરશીઓ ખેંચો, આપણે અહીં જ નાનું કુંડાળું કરી બેસીએ. પ્રમુખ : ડૉ. પટેલ, મિ. વલ્લભભાઈને ઈશ્વરમાં શ્રદ્ધા ખરી ? ઈશ્વરમાં માને ખરા ? ડૉ. પટેલ : જી. હા. એમના પિતાજી ધર્મનિષ્ઠ–છતાં બળવાખોર-અંગ્રેજો સામેના મ્યુટિનીમાં પોતાની જુવાનીમાં ભાગ લીધેલો, અને મોટા ઈશ્વરભક્ત. એમ મિ. વલ્લભભાઈને પણ ઈશ્વરમાં શ્રદ્ધા. હા, આમ અમથા દેખાવ, મંદિરે જવું, ખોટા રોતલવેડા એમાં ન માને, પણ મોટા કર્મવાદી. Page #38 -------------------------------------------------------------------------- ________________ so નવભારતના ભાગ્યવિધાતા ડૉ. મહેતા : દરેક પરીક્ષા પાસ થતાંની સાથે એમણે પોતાના પત્રોમાં ઈશ્વરને યાદ કર્યા છે, કુટુંબને યાદ કર્યા છે. કુટુંબના જીવનનિર્વાહનો વિચાર કર્યો છે. ડૉ. શાહ : વળી વિલાયત જતાં પહેલાં એમનાં સંતાનોને ભણાવવાનો પણ એમણે પ્રબંધ કર્યો હતો. પ્રમુખ : એમને કેટલાં સંતાન ? ડૉ. શાહ : એક દીકરી, એક દીકરો. અને મુંબાઈમાં સારામાં સારું શિક્ષણ આપવા એમણે તજવીજ તેમજ વ્યવસ્થા કરી હતી. એમની વારંવાર દેખભાળ રાખતા. આવી વ્યક્તિને સખ્ત | દિલની કે કઠણ દિલની વ્યક્તિ કહેવી, એ અન્યાયકર્તા છે. ડૉ. મહેતા : અમે તો મિ. વલ્લભભાઈને અત્યંત કોમલ હૃદયની વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. પરંતુ ઘણાં એમની નિકટ નથી આવ્યા, એમને કઠોર - સખ્ત પોલાદી દિલની વ્યક્તિ, એવું લખતા-કહેતા સાંભળ્યા છે. સહનશક્તિ ડૉ. પટેલ : ત્યારે એમના પિતાજીની ઉમર ૮૬, એમની સાથે નાના વલ્લભભાઈ પણ દર પૂનમે વડતાલ દર્શન કરવા યા યાત્રા કરવા જતા. કોણ કહે છે કે એમનામાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા નહોતી ? પ્રમુખ : મૂળ વાત એક, જે અમે સમજીએ છીએ તે, એક વ્યક્તિનાં વિવિધ પાસાં પડતાં હોય પણ બેઇઝમૂળ સંસ્કારી, શ્રદ્ધા સહિત ત્યાં પછી બધું પાટા ઉપર જ ચાલે છે. ડૉ. પટેલ : મને લાગે છે કે આપે અસલ વાત બરાબર પકડી પાડી છે. પ્રમુખ : ડૉ. પટેલ, જરા એક બીજો સવાલ પૂછું ? ડૉ. પટેલ : પૂછી શકો છો, પ્રમુખ સાહેબ. પ્રમુખ : મિ. વલ્લભભાઈ પટેલ–એમના પિતાને અંગ્રેજો તરફ દેશ પચાવી પાડવા માટે ધૃણા - પણ મિ. વલ્લભભાઈ એક વાર અંગ્રેજી સંસ્કૃતિના ચાહક, તેમની અંગ્રેજો પ્રત્યે ધૃણા ખરી ? ડૉ. પટેલ : અંગ્રેજી રાજ્ય પ્રત્યે ખરી, પરંતુ ઘણા અંગ્રેજો પ્રત્યે એમને માન હતું, મિત્રો પણ હતા. પરંતુ કિશોર સમયમાં એકબે એવા કિસ્સાઓ બન્યા છે, જેથી એમના વિચારમાં અંગ્રેજો પ્રત્યે જેટલું માન, એટલું અંગ્લોઇન્ડિયનો પ્રત્યે નહીં પેદા થયું હોય. એમ બન્યું હોય એનો હું એક સચોટ દાખલો ટાંકું. પ્રમુખ : આપો. ડૉ. પટેલ : ૧૯૧૨માં મિ. વલ્લભભાઈએ બૅરિસ્ટરની છેલ્લી પરીક્ષા તો આપી. એમાં સૌથી પહેલે નંબરે પાસ થયા. હવે પ્રથા એવી કે, જો વિદ્યાર્થી પહેલે નંબરે પાસ થાય, નર્સમાં તો એને છ મહિના વહેલું સર્ટિફિકેટ મળે. પચાસ પાઉન્ડનું ઇનામ પણ મળે. ઇનામ તો મળ્યું, પણ પેલા છ મહિના વહેલું સર્ટિફિકેટ ન મળ્યું. ડૉ. પટેલ : વડીલોને માન આપવામાં પણ એ કદી પોતાનો ધર્મ ભૂલ્યા નથી. જમાનો બદલાતો રહે છે. મોટા માટે નાનાઓને હવે માન રહ્યાં નથી. ત્યાં મિ. વલ્લભભાઈનો એક દાખલો કહું. બોરસદ ગામમાં એક વાર એ પોતાના દફતરમાં આરામખુરશી પર બેસી હુક્કો ગડગડાવતા હતા. ત્યાં એકાએક એમના પિતાજી દાદર ઉપર ચઢી આવ્યા. એમના દેખતાં જ આ વકાલત કરનાર તેજી વકીલે હુક્કો બાજુ ઉપર મૂકી, તરત ઊભા થઈ અદબથી, ‘પિતાજી ! એકાએક, શું કામ પડવું” એમ પૂછવા માંડ્યું. ડૉ. મહેતા : હા, હા, જ્યારે એમના મહારાજ ઉપર કોઈએ વોરંટ કાઢવું ત્યારે એ કિસ્સો પણ નોંધાયેલો છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કર નવભારતના ભાગ્યવિધાતા પ્રમુખ : કેમ ? ડૉ. પટેલ : એ માટે કમિટી બેસે. એમાં એમની તબિયત ખરાબ, હવા માફક નહોતી આવતી, અને છ મહિના પોતાની ગરીબીમાં વધારે ખર્ચ – એટલે એમની છ મહિના માફીની દરખાસ્ત કમિટી સામે મુકાઈ, ત્યાં ચારમાંથી બે પાકા અંગ્રેજ સભ્યોએ પ્રમુખ : ના પાડી...... ? ડૉ. પટેલ : જી નહીં, હોંસથી હા પાડી, ટર્મની માફી સૂચવી. પ્રમુખ : ઓ, આઈ સી, હી...હો...હો. ડૉ. પટેલ : પણ બીજા બે અંગ્લોઇન્ડિયનો હતા. એમણે ના પાડી. કોઈ દલીલ ન મળી તો કહે કે, એમ છ છ મહિનાની માફી આપીએ તો પછી હિન્દુસ્તાનમાંથી અહીં બૅરિસ્ટરોનો રાફડો જ ફાટશે. અહીં ટકે શેર ભાજી માફક ઊભરાતા જણાશે. પ્રમુખ : ટકે શેર ભાજી, એનો અર્થ હું ન સમજ્યો. ડૉ. પટેલ : સસ્તા જેટલા જોઈએ તેટલા મળશે. એ અમારો ભારતીય પ્રયોગ છે. જોકે આજે તો ટકો પણ રહ્યો નથી. જાણે બધા જ ફર્સ્ટ ક્લાસ પાસ થવાના. આમ થવાથી કોઈને પણ એંગ્લોઇન્ડિયન પ્રત્યે રોષ ચઢે. પ્રમુખ : મિ. વલ્લભભાઈને એથી છ મહિના વધારે રહેવું પડ્યું. ડૉ. પટેલ : એમાં જ પેલા વાળાનું, મોટું ઑપરેશન કરવામાં આવ્યું. પ્રમુખ : અને તેથી પેલા અંગ્લોઇન્ડિયને ના પાડી એટલે એમને કુદરતી રીતે એમના તરફ રોષ ચઢ્યો જ હશે. ડૉ. પટેલ : એમને, એમ અંગત કે એ જમાત સામે રોષ ચઢયો હોય તો નવાઈ નહીં, પરંતુ એવો રોષ ચઢયો હોય એવી કોઈ સાબિતી નથી. સહનશક્તિ પ્રમુખ : તો એમને વધારે મોટા અભિનંદનો ઘટે. ડૉ. પટેલ : ભવિષ્યમાં તો એવા દાખલા નોંધાયા છે કે જેમની ઉપર રોષ ચડ્યો હોય એમની તરફ એ ઉદારતાથી વર્યા હોય એવું જોવામાં આવ્યું છે. સામે પક્ષે એક મિ. શેપર્ડનો દાખલો નોંધવા જેવો છે. પ્રમુખ : શો ? ડૉ. પટેલ : મિ. શેપર્ડ આઇ. સી. એસ. ઑફિસર. અમારા ઉત્તર ગુજરાત વિભાગમાં કમિશનર તરીકે કામ કરી ગયેલા. એમણે ગુજરાતની પાટીદાર કોમમાં સમાજ સુધારાનાં ઘણાં કામમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. લંડનનાં છાપાંઓમાં મિ. વલ્લભભાઈની પહેલે નંબરે નર્સ સાથે બૅરિસ્ટરની પરીક્ષામાં પાસ થવાની વાત વાંચી, એટલે તરત એમને વગર ઓળખાણે અભિનંદન આપવા પહોંચ્યા. પ્રમુખ : હાઉ નાઇસડૉ. પટેલ : એટલું જ નહીં પણ મિ. શેપર્ડ મિ. વલ્લભભાઈને પોતાને ત્યાં જમવા આવવાનું નિમંત્રણ પણ આપ્યું. પ્રમુખ : કેટલું સરસ ! ત્યારે આવા દાખલાઓ પણ છે, તો તમે પેલા એંગ્લોઇન્ડિયનનો દાખલો ભૂલી જાઓ. ડૉ. પટેલ : પ્રમુખ સાહેબ, એ તો અમે ક્યારના ભૂલી ગયા છીએ. અને મિ. વલ્લભભાઈને પણ યાદ નહીં રહ્યો હોય, અથવા એ પણ ભૂલી ગયા હશે. પણ બ્રિટિશ સરકાર નહીં ભૂલે. પ્રમુખ : એમ કેમ ? ડૉ. પટેલ : બ્રિટિશ સરકાર પોતાનો દફતરી વહીવટ તપાસશે તો માલમ પડશે કે, અને એમને માલમ પડવા પણ માંડ્યું છે કે હિન્દમાં અંગ્રેજી સલ્તનતના પાયા, ઢીલા કરવામાં એંગ્લોઇન્ડિયનોનો હાથ પણ હતો. Page #40 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા પ્રમુખ : તો એ લોકો પણ એટલા દેશદાઝવાળા હતા, એમ ? ડૉ. પટેલ : ના જી ! બ્રિટિશ સરકારને વહાલા થવા અને એમને સારું લગાડવા એ લોકો અને મોટે ભાગે એમનાં છાપાં બ્રિટિશ ઑફિસરોને ખરી હકીકતમાંથી અજાણ જ રાખતા. ખરી પરિસ્થિતિની જાણ જ નહીં કરતા. ઊંધા પાટા બંધાવતા. પ્રમુખ : હું એ સમજી શકું છું. આ ઊંધા પાટાનો પ્રયોગ પણ તમે ઘણો અચ્છો કર્યો. ડૉ. પટેલ : થેંક્યુપ્રમુખ : હવે આપને, ડૉ. મિસ મહેતા અને મિસ શાહને કંઈ વધારે કહેવાનું છે ? ડૉ. શાહ : ના જી, અમને આપની વાતચીતથી ભારે સંતોષ થયો છે અને હવે અમે ઘણા હળવા મનથી પાછા ભારત જઈશું. પ્રમુખ : અને તમે ડૉ. પટેલ ? ડૉ. પટેલ : હું તો લંડનમાં જ પ્રેક્ટિસ કરું છું. એટલે ત્યાં જઈશ. પણ એક વાત કરું – પેલા છ મહિના મિ. વલ્લભભાઈને લંડનમાં વધારે રહેવાનું થયું, તે એક રીતે સારું થયું. પ્રમુખ : એમ ? ......કેમ ? ડૉ. પટેલ : પેલી માંદગી બાદ કરતાં, એમણે એટલો સમય તો કશું જ કરવાનું હતું નહીં, એટલે એમણે લંડન એની આસપાસનાં ગામ-શહેરો જોવામાં, અંગ્રેજી પ્રજાનો ઇતિહાસ વાંચવામાં, એમના રહેણાંક વિશે જાણવામાં એ સમયનો સદુપયોગ કર્યો. એ જ્ઞાન એમને આગળ જરૂર કામ લાગ્યું જ હશે. ડૉ. મહેતા : એ ઉપરાંત, એમણે લંડનમાં ભારતમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓ વિષે પણ સારા પ્રમાણમાં જાણકારી તેમજ અનુભવ મેળવ્યાં. સહનશક્તિ પ્રમુખ : સારા યા નરસા ? ડૉ. મહેતા : એ...એ—ઠીક અને ખરાબ, બંને; એ કંદરે ખરાબ તરફ જરા નમતું, આમ જુઓ તો દુનિયામાં સારા માણસોનું પ્રમાણ ઓછું જ હશે. ડૉ. પટેલ : જી, એક ગણતરીએ. શહેરમાં સોફેસ્ટિકેટેડ વર્ગમાં તપાસીએ તો પણ ગરીબ ભોળા ગ્રામજનોની ગણતરી કરીએ તો એ ભલા નિર્દોષ માણસોનું પ્રમાણ વધારે નીકળશે. પ્રમુખ : હા, એ પડખાનો તો મને વિચાર જ ન આવ્યો. ડૉ. મહેતા : ડૉ. પટેલ. સોફેસ્ટિકેટેડ કિયા અર્થમાં કહો છો ? ડૉ. પટેલ : આપણે બધા જેમાં આવી જઈએ. પ્રમુખ : ઇક્લડિંગ મી, ધ ચેરમેન. ડૉ. પટેલ : ના જી ! આપ તો બહુ તટસ્થ વ્યક્તિ છો. એનો બીજો પર્યાય-ભદ્રલોક યા કહેવાતા ભદ્રલોક . એમનામાં જ કળિયુગ વધારે હોય છે. પ્રમુખ : આ કળિયુગ એટલે કિયા અર્થમાં ? ડૉ. પટેલ : મિ. ચેરમેન, કળિયુગનો અર્થ ઘટાવવામાં, વિચારવામાં, નક્કી કરવા માટે આવી નવી પરિષદ-નહીં તો નવો જ પરિસંવાદ યોજવો પડશે. એટલે આજે આપણે વિરમીશું. બધાજ : થેંક્યુ, એવરીબડી. પ્રમુખ : એક વાત ઉમેરું. બધાં જાઓ તે પહેલાં, જિનીવાની હવા બરાબર ખાતાં જ જો. સ્વિસ પર્વતો અને એનો બરફ જોતા જજો અને આવતી કાલે આપ ત્રણે મારે ત્યાં જમવા પધારજો. ડૉ. પટેલ : થેંક્યુ-જરૂર આવીશું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ડૉ. મહેતા પ્રમુખ નવભારતના ભાગ્યવિધાતા : અને મિ. ચેરમેન, આપ જ્યારે પણ હિન્દુસ્તાન આવો, ત્યારે આપ અમારા મહેમાન. અમે આપને હિન્દુસ્તાનની ઉત્તર હિમાલય ગિરિમાળાઓ બતાવીશું. એક વિદ્વાન લેખકે લખ્યું છે કે, જો આલ્પ્સને કોઈ મોટા ચીપિયામાં પકડી ઉપરથી હિમાલયમાં સરતો નાંખીએ તો પછી આલ્પ્સની ગિરિમાળા શોધતાં પાછી નહીં જડે. એટલો આલ્સ એમાં ખોવાઈ જાય. : થેંક્યુ, જરૂર આવીશ, અને અગિયાર હજાર ફૂટ ઊંચે ગંગાનાં જળમાં ખુલ્લામાં નહાવા માટે પણ પ્રયત્ન કરીશ. : પાત્રો : શિક્ષક, શિષ્ય, મિસિસ વાડિયા, અવાજ, મિ. શિલાડી, મિ. ઘોષાલ શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક ४ નિપાપિણીતી : તમે ભવિષ્યના એક નાગરિક છો. શિક્ષક સાહેબ ! આ વાક્ય, અમે હજારેક વાર સાંભળી અને વારંવાર વાંચી, એના અર્થને ઘસોટી લસોટી નાંખી, એને કૂચારૂપ બનાવી દીધું છે. : : શિષ્યબંધુ ! તમારામાં સર્જનશક્તિ છે. તમે જે રીતે વાક્ય ઉચ્ચાર્યું એમાં તમારી પ્રતિભા વર્તાઈ આવે છે. : મસ્કો મારો છો ? સાહેબ ! : ના. હું ફરીથી મારું પહેલું વાક્ય બોલું છું. તમે ભવિષ્યના એક નાગરિક છો અને એ માટે તમારે તમારા શહેરી તરીકેના હક્ક સમજી શરૂઆત કરવાની છે. : એમાં નવું શું કહ્યું ? પણ એવું કરવાવાળા કેટલા ? : કરવાવાળા તો ઘણા નીકળે, પણ એ રીતે કોણ કરે છે ? : એ જ હું તમને કહેવા માંગતો હતો. પણ તમે શરૂઆતમાં જ વાદે ચઢ્યા. હું તમને શ્રી વલ્લભભાઈ પટેલ માટે કંઈ કહેવા માગતો હતો. Page #42 -------------------------------------------------------------------------- ________________ ફ૮ શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા : એ તો બળવાખોર, ક્રાંતિકારી. : ક્રાંતિકારી હોય તો ભારતના નાયબ પ્રધાન થઈ શકે ખરા ? કન્ટ્રક્ટિવ થિંકિંક અને સતત મેળની સાફસૂફી. : એટલે ? : ૧૯૧૩ની ૧૩મી ફેબ્રુઆરીને દિવસે લંડનમાં બૅરિસ્ટરની પહેલે નંબરે પરીક્ષા પસાર કરી હિન્દુસ્તાન આવ્યા. તરત જ બીજે દિવસે અમદાવાદ પહોંચ્યા. હજી પણ અવસ્થા ગરીબ, તો પણ ‘નહીં રખની અંગ્રેજી સરકાર નહીં રખની'; તેમ, ‘નહીં કરની કદી ભી નોકરી નહીં કરની', એવી મનમાં ધૂન-બેત્રણ સરકારી નોકરી મળતી હતી. ચિઠ્ઠી શિફારસ હતી, તો પણ ન લીધી. એટલે અમદાવાદમાં ફોજદારી કોર્ટમાં કેસો લડવા કામે લાગી ગયા. એમના એ સમયે મિત્ર દાદા સાહેબ માવલંકરના શબ્દચિત્રમાં : : “બાંકો જવાન, નવી ઢબનાં કોટ-પાટલૂન, ઊંચામાં ઊંચી બનાવટની ઈંટ, પહેરે જરા ટેડી ! અત્યંત તેજસ્વી આંખો, ઓછામાં ઓછું બોલવાની ટેવ. મુખમુદ્રા ગંભીર. ત્યારે અમદાવાદમાં કુલ છસાત બૅરિસ્ટર સાહેબો, એમાં કેસો લડવાવાળા તો બે-ત્રણ જ. એમાં આ નવજુવાને પ્રવેશ કર્યો.” મનિષાપિલીટી વાડિયા : મિ. વલ્લભભાઈ ! તમે એમ તાજામાજા વિલાયતથી આયા હશો પણ જો મનમાં બ્રિજનાં પાનાં કિરવાનો ઇરાદો રાખતા હશો તો ભૂલી જજો. રમવું હોય તો આવી જાઓ. પન અમે તમારા રેંજી પૂંજી આના બે આનાના હિસાબે નહીં રમીએ. જો રમવું હોય તો પાઉન્ડમાં–સો પૉઇન્ટ જીતો તો પાંચ પાઉન્ડના હિસાબે રમવું પરસે. શિષ્ય : સાહેબ ! પાઉન્ડ એટલે ? શિક્ષક : અંગ્રેજી નાણું, ત્યારે એ જમાનામાં આપણે ત્યાં પાઉન્ડ તો નહોતો ચાલતો, પણ મુંબાઈ-કલકત્તાના બારિસ્ટર સાહેબો જે બ્રીફ લે, એટલે કે જે કેસ લઢવાના હોય એના કાગળિયા ઉપર ગિનીમાં પોતાની ફી લખે. વીશ શિલિંગનો પાઉન્ડ અને એકવીસ શિલિંગની ગિની. એવી મોટાઈ, ઍટાઈ. આજે તો ત્યાંથી શિલિંગ પણ નીકળી ગઈ, અને સો પેન્સનો પાઉન્ડ જ રહ્યો છે. જમાનો પણ કેવો બદલાતો રહે છે ! શિષ્ય : પછી પેલા વાડિયાજીનું શું થયું ? શિક્ષક : રમવા બેઠા. વલ્લભભાઈ તો બોલે જ શેના. આવ ભાઈ વાડિયા ! તું ઘોડે ચઢી મને હરાવવા આવ્યો છે, તો આવી જા. પહેલે દિવસે, વાડિયાજી અને એની સાથે એક બ્રોકર નામે વકીલ – બંને પંદર-વીસ પાઉન્ડ હાર્યા. પંદર પાઉન્ડ એટલે આજના હિસાબે લગભગ ત્રણસો રૂપિયા. ત્યારે લગભગ અઢીસો રૂપિયા. શિષ્ય : બાપ રે ! શિક્ષક : બીજે દિવસે ત્રીસ પાઉન્ડ એટલે તે વખતના હિસાબે લગભગ ચારસો રૂપિયા, વાડિયાજી અને એના સાથીદાર હારતા જ ગયા. પરિણામે એક સામે...મિ. વાડિયાનાં વહુ ધસી આવ્યાં, બોલ્યાં : અવાજ શિક્ષક : ફરી, જેમ વકાલતમાં ભલભલાની ખાલ ઉતારી નાખી હતી, એમ, અહીં બૅરિસ્ટરી કરતાં ભલભલાની ટાલકી સાફ કરવા માંડી. એમની ઊલટતપાસમાં કોઈ સાક્ષી ટકી જ ન શકે. પણ આશરે પાંચેક વર્ષ બૅરિસ્ટરી કરી હશે. પછી તો લોકસેવાપણ અમદાવાદમાં કૉર્ટમાંથી આવ્યા બાદ ગુજરાત ક્લબમાં જતાં. ત્યાં પાનાં રમતા. ત્યાં એક મિ. વાડિયા નામે બૅરિસ્ટર. એ જરા ઍટુ. તે કહે : Page #43 -------------------------------------------------------------------------- ________________ મનિષાપિલીટી ૭૧ દેખાય કે હલ્લો, હાથ ઝાલીને ઘર ખેંચી જાય અને એમ છસાત દિવસ પોતાના ધણી ઉપર પિકેટિંગ કરી, એમને બ્રિજની લતમાંથી ઉગાર્યા. શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા મિસિસ વાડિયા : અરે નહીં રે, શું ધંધો માંરીયો જ, કમાવા કૉરેટમાં જાય અને ગુમાવવા ક્લબમાં જાય. શિવાભાઈ, ચીમનભાઈ, મગનભાઈ, તમે બી શું મિ. વાડિયાને આવી મોટી રકમની શરત કરી બ્રિજ રમવાની રજા આપોચતે – અવાજ : પણી મિસિસ વાડિયા – અમે અહીં – મિસિસ વાડિયા: તમે જ એવણને ઉશ્કેરોચ, જો ધંધો મારયો જ , કોઈ નવો બૅરિસ્ટર આયો તો શું એની સાથે હજ્જતે ચરવાનું, એમ કરીએ તો ઘરના સૂપરા સાફ થઈ જાય. આજે હું જોઉંચ કે એ કેમ રમી સકેચ ! અવાજ : માયજી, અંદર આવીને બેસોની. મિસિસ વાડિયા: ના, ના રે ના, હું ક્લબની બહાર આંટા મારત. આવવા દોની, મારા ભરથારને આ શું આયા-જો વારિયાજી , ચાલો સીધા ઘરના, ક્લબના પગથિયે હું નહીં ચરવા દઉંને, ના, ના, ચાલો મારી સાથે ઘર—આય જુગારમાં પાયમાલ થઈ જવાય ના, મારે એક બી રમત નથી રમવી, ખોદાયજીએ અક્કલ હોશિયારીથી કમાવાની તાકાત આપી તે કાયદાનાં કામો કરોની ? આ શું ? ના, ના ચાલો. સીધાસીધા ચાલો ઘેરનહીં આવસો તો પોલીસને પાવો વજારસ. અહીં લોક એકઠું કરી તમારી ફજેતી કરસ. પેલી ગારીમાં બીજા પણ બેત્રણ બૈરાંઓને લેતી આવી છે. તેમને બોલાવસ. ચાલો ઘેર નહીં એમ ખેંચતાણી ના કરો. સમજી જાઅ નહીં તો જોવા જેવી થશે, જો ચાલો, ચાલો, જો કામ કરી બેઠાચ. ચાલો તો... શિષ્ય : પછી... શિક્ષક : બીજે દિવસે પણ એ જ ફજેતો. બાઈ સાંજના ચાર વાગ્યાના આવીને ક્લબને બારણે આંટા મારે, જેવા એમના વર આવતા શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક : અમે નાનપણમાં એમને વિષે પાઠ ભણેલાં એમાં આ વાત નહોતી. : તો હવે મોટાં પુસ્તકો વાંચશો તો જાણવા મળશે. પછી તો વલ્લભભાઈએ મ્યુનિસિપાલિટીની સાફસૂફી હાથમાં લીધી. એક પછી એક મિજાજી, તોરી, ઘમંડી ઑફિસરોને તગેડી મૂક્યા. : તગેડી મૂક્યા, એટલે ? : ભગાડી મૂક્યા. એમાં અંગ્રેજ અફસર.... : એમ ? તો એવી વાતો કહોને. : એ તો હિમ્મત ! થયું એમ કે ૧૯૧૪ની આસપાસ અંગ્રેજ સરકારનું રાજ્ય. જાલિમ સરકારે એવો ઠરાવ કર્યો કે, જેથી મ્યુનિસિપાલિટી ધારામાં ફેરફાર થયો. એટલે મ્યુનિસિપાલિટીના વહીવટમાં એમનો એક ગોરો ઑફિસર માથે બેઠો રહે અને પોતાનું ધાર્યું કરાવી શકે. : પણ મ્યુનિસિપાલિટીનું કામકાજ તો ચૂંટેલા પ્રજાના પ્રતિનિધિઓ કરે. : બરાબર ! પણ અંગ્રેજ સરકાર જેટલી શાણી, એટલી લુચ્ચી; જેટલી ઉદાર એટલી ચકોર સરકાર જેટલી સ્વતંત્રતા ચાહે એટલી પરતંત્રતાની નવી બેડીઓ બનાવે. : સમજણ ન પડી. : અંગ્રેજ સરકાર બતાવે કંઈ, કરે કંઈ, ઘરમાં ચાવવાના દાંત શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક Page #44 -------------------------------------------------------------------------- ________________ મનિષાપિલીટી શિલાડી અવાજ શિલાડી અવાજ શિષ્ય શિક્ષક શિલાડી નવભારતના ભાગ્યવિધાતા જુદા, બહાર બતાવવાના દાંત જુદા. ટૂંકમાં સ્થાનિક શહેરી સ્વતંત્રતા આપવાની બડી બડી બાતો. પાછલે બારણે એ સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનાં પગલાં. આ દેશમાં જ અંગ્રેજ આઇસીએસ વહીવટી અમલદારો આવતા રહેતા. એમાંના મોટા ભાગના જુનવાણી વિચારના અને સામ્રાજ્યના ટેકેદારો અમલદારશાહીના નશાથી ચકચૂર . એટલે સરકારનાં એવાં પગલાં સામે પોકાર થયો. ૧૯૧૯માં મુંબઈ ઇલાકાની રાજકીય પરિષદ અમદાવાદમાં ભરાઈ. એમાં સરકાર સામે ઊહાપોહ થયો. પણ અંગ્રેજ સરકારે નમતું ન આપ્યું. : પરિણામ ? : એક સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીને માથે ઠોકાયા. એનું નામ મિ. શિલાડી, મગજનો ભારે ગરમ, હાડે હાડમાં તુમાખી, રુએ રુએ સત્તાનો નશો, ખોટાં કામનો કરવાવાળો. પાકો અવળચંડો-સાંભળો. : અબ, સી ધ ફન, લોક કહેતે હૈ એક નવા બારિસ્ટર આયા હૈ. નામ હૈ વાલાભાઈ પટેલ. એસા બૅરિસ્ટર તો અમને બહુત દેખે. વો કિસીકી જગ્યા પર આકર મ્યુનિસિપાલિટીમાં બેઠ ગયા. ઠીક હૈ, મય સબકુ સીધા કર દૂગા. વે અમદાવાદ કે લોગ, અંગ્રેજ સે હંમેશાં ડરતે હૈ, ઔર ડરતે હી રહેંગે. : ઐસા ? શિલાડી સાબ ! : હાં હાં ઐસા. : જો, ગુજરાતી જબાન સમજો. અંગ્રેજ લોકોએ જમાલપુર દરવાજાની બહાર ખાનગી કસાઈખાનું ખોલ્યું હતું એમાં પાંચેક વકીલોએ ભારે ઊહાપોહ કર્યો અને ગોરા સાહેબને સમજાવવા ગયા. : તો ક્યા હુઆ. ગોરા સાહેબને સબ વકીલોંકુ પકડ પકડ કરી એક કમરે મેં કેદ કર દિયા. હી...હી...હાં...હાં...હાં : હ...હાં...હાં...હી. પેલા ચિમનલાલ ઠાકોર, વકીલ તો ઘોડા પર ગયા'તા એને તો પકડી ન શક્યા. તે મારતે ઘોડે ગામમાં આવ્યા અને બધા વકીલોને ઘેર જઈ હકીકત કહી. પોલીસને કહી. એટલે તો ગામલોક લાડી લઈને જમાલપુર દરવાજા પર ઊમટ્યું. પછી મિ. શિલાડી, પરિણામ જાણો છો ને ? : ક્યા હુવા ? : એ તમારા ગોરા અફસરને એ કતલખાનું ચલાવવાવાળાને ઊભી પૂંછડીએ રાતોરાત જીવ બચાવવા ભાગવું પડ્યું. : હાં, તો ચિમનલાલ ઉન્હીં પર ફોજદારી દાવો કરને કહતે થે, તો ઐસા તો કુછ હુઆ નહીં. : અલ્યા શિલાડિયા ! પેલાને જીવ બચાવવા ભાગવું પડે, એ કરતાં ફોજદારી કેસ વધારે અગત્યનો એમ તમે કાયદાબાજો જડભરત તે જડભરત જ રહ્યા. હાં...હાં...હાં...હી. હવે ખાનગી કતલખાનું એની માએ શેર સૂંઠ ખાધી હોય તો ખોલે ફરી ! ખાનગી કતલખાનું ! જોઈએ તો ખરા, વળી એવા ઉપર કેસ શો માંડવા ! : ઠીક હય, અમકુ ભગાને વાલે કોન હૈ – દેખે શિકલ. : વો ભી હો જાયેગા. : પછી પેલા શિલાડિયાને ભગાડ્યો. : ભાઈ એમ એમને ભગાડવા સહેલા તો નહોતા, પણ બન ગઈ. આ અમદાવાદ શહેરની પાસે કાંકરિયા તળાવ છે, ત્યાં એક શુષ્કર નામનું નાનું તળાવ હતું. ભારે ગંદું. આસપાસ અવાજ શિલાડી અવાજ. શિલાડી શિલાડી અવાજ શિષ્ય શિક્ષક અવાજ Page #45 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા મચ્છરોથી ઊભરાતું. એમાં નર્યો ગંદવાડ જ ભરેલો, ત્યાં એક મ્યુનિસિપલ સભ્ય મિ. ફત્તેહ મહંમદ મુન્શીનું, તળાવ પાસે દિવાસળી બનાવવાનું કારખાનું. એને એ તળાવ ઉપયોગી. પોતાનું લાકડું એમાં પલાળ અને ભીનું રાખે, એવો એનો સ્વાર્થ. એ તળાવ ઉપર પોતાનો દાવો રજૂ કરી કબજો જમાવી બેઠો. સરકારમાં કેસ થયો તો ત્યાં એ હાર્યો, તો પણ મ્યુનિસિપલ કમિશનર આપણા શિલાડી નમતું ન આપે. એ, અને ફોહમહંમદ બે મળી ગયેલા. એક વાર, બે વાર કાવાદાવા થયા. આખરે શિલાડીએ એને લાંબા ગાળાને પટે અપાવ્યું ત્યારે ઠર્યો. પછી તો બીજા સભ્યો બગડ્યા, એમની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી. અને શિલાડી સામે મ્યુનિસિપાલિટીમાં એના ગેરવહીવટ ઉપર ટીકા કરતો મોટો ઠરાવ કર્યો. ૯૩ હજાર ગજ જમીનવાળું ગંદકીથી ભરપૂર તળાવ પૂરી નાંખવું જ જોઈએ એવો બીજો ઠરાવ કર્યો. એ ઉપર ફત્તેહ મહંમદની માલિકી સામે દાવો કર્યો. : ઐસા ઠરાવ તો અમને બહુત દેખા. : અલ્યા આ તો સંસ્થાપિત લોકમત છે. ! ક્યા–લોકમત-ઇન ઇંડિયા-સ્લેવ કન્ટ્રીકાલે આદમી બ્રિટિશ રાજ કી સલ્તનત મેં લોકમત, હી...હો...હી. : બહુ બગડ્યો. એમ ગોરા અમલદારની ટીકા કરતો ઠરાવ અમદાવાદના ઇતિહાસમાં આ પહેલો જ બનાવ. આભ તૂટી પડ્યું, પછી તો શિલાડીએ કેટલો ગેરવહીવટ ચલાવ્યો, કેટલી લાંચ-રુશવત લીધી, મ્યુનિસિપાલિટીની ખરીદીમાં કેટલી ગોલમાલ કરી તે બધા આંકડા મિ. વલ્લભભાઈએ મેળવ્યા, અને મ્યુનિસિપાલિટીમાં જાહેર કર્યું કે, અમારે આવો કમિશનર નહીં જોઈએ. ઉપરથી એની પૈસા ખાવાની રીતો પકડી દાવો મનિષાપિલીટી પણ માંડ્યો. કોન્ટ્રાક્ટ આપવામાં કેટલા ખાધા એના આંકડા લઈ આવ્યા. જેવો આ ઠરાવ મુંબઈ સરકારમાં પહોંચ્યો કે– અવાજ : શિલાડી ભાગ્યો. સરકારે પોતાની આબરૂ રાખવા એને પાછો બોલાવી લીધો. જતાં જતાં બબડ્યો : શિલાડી : હમ તો જાટા, ઐસા બાલિસ્ટર અમને નહીં દેખા. શિક્ષક : આમ પહેલી વિકેટ પડી. પછી બીજી વિકેટ તો સેલ્ફ આઉટ એટલે કે સ્ટંપમાં જાતે જ બૅટ મારનારો નીકળ્યો. શિષ્ય : કોણ ? શિક્ષક : શિલાડીની જગ્યાએ આવ્યો, તે એ પણ મુંબાઈની સરકારે ઝીંક્યો હતો. નામ મિ. માસ્તર. શિષ્ય : માસ્તર ? શિક્ષક : એને તો એક જ વાત. નોકરી, કામ, કશામાં રસ નહીં. ફક્ત મહિનો પૂરો થાય કે પગાર, પગાર લીધો બીજા ૨૯ દિવસ આરામ અને ઉપરથી વળી ભથ્થા-ભાડામાં વધારો માંગે. શિષ્ય : કામ કર્યા વિના ? શિક્ષક : તો એ જ તો શીખવા-જાણવાનું છેને ભાઈ. એવા માથે પડેલા મફતલાલોની તો ખોટ જ ક્યાં હોય છે. તરત શ્રી વલ્લભભાઈની જાણમાં વાત આવી, એટલે એવાએ કમિશનરને પણ લીધો સાણસામાં. શિષ્ય : શી રીતે ? શિક્ષક : દાવો એવો રચ્યો કે, પેલો ફસાયો. પેલાએ વળી કાગળ લખ્યો કે જો મને ભથ્થામાં વધારો ન મળે તો મારે રાજીનામું આપવું પડશે. બસ, એટલે એનું બારમું રંધાઈ ગયું. શિલાડી અવાજ શિલાડી શિક્ષક Page #46 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા મ્યુનિસિપાલિટીના સભ્યોની કમિટીની કાર્યવાહીમાં શ્રી વલ્લભભાઈએ પેલાને સભામાં બોલાવી મંગાવ્યો અને જાહેર કર્યું કે ભાઈલા ! આ તમારા પગારભથ્થાં તો સરકારે નક્કી કર્યો છે તે સરકાર ભથ્થાં વધારે અને તમે રાજીનામું આપવાની ધમકી આપો છો, તે અમે રાજીનામું લેવા તૈયાર બેઠા છે. હું ભાઈ, એટલે પેલો સમજી ગયો. થોડા દિવસમાં એનું રાજીનામું આવ્યું. તે તરત જ સ્વીકારી લીધું. એમ બીજી વિકેટ ગઈ. પછી ત્રીજા આવ્યા ઇંજિનિયર મેકાસે. : મકાસે, એ તે કેવું નામ ? : તદ્દન નકામો, નમાલો માણસ, ત્યારે પ્રેટ કરીને ગુજરાતના મોટા ગોરા કમિશનર સાહેબે આને ગોઠવ્યો. : એ પણ અંગ્રેજ હતો ? : અંગ્રેજોનું જ રાજ્ય હતુંને ! અને આપણા હિંદી સભ્યો પણ અંગ્રેજોની ગોરી ચામડીવાળાનો પક્ષ ખેંચે. : એમ—એવું બન્યું હતું ? : બે હિંદી, લાયકાતવાળા ઇંજિનિયરો હતા. પણ પેટ સાહેબે બધાને બોલાવી મત આપવો, લગભગ આજ્ઞા જેવી જ સુચના કરેલી તે ઓગણીસ-વીસ મતે મેકારોની પસંદગી થઈ. માણસ કેવળ ઢં. કંઈ સમજે જ નહીં. અમદાવાદ શહેરને પાણી મળતું હતું. તેમાં પણ ખતરા પડવા લાગ્યા. ગામમાં સભાઓ થઈ. માવલંકર જેવા વકીલો પ્રેટને મળવા ગયા, ત્યાં એમનું અપમાન થયું. પ્રેટ સાહેબ તો ચોર કોટવાળને દંડે એ ન્યાયે વર્તવા લાગ્યો. : પરિણામે: એટલે શ્રી વલ્લભભાઈએ ઝુંબેશ ચલાવી. સર રમણભાઈ મનિષાપિલીટી ૭૭ નીલકંઠ મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને રાવ સાહેબ હરિલાલભાઈ મેનેજિંગ કમિટીના ચેરમેન, ત્યાં પ્રેટ સાહેબ. ટૂંકમાં પ્રેટ સાહેબે એવું જાહેરમાં કહેલું કે, જેમને પાણી નહીં મળતું હોય તે પોતાનાં ઘર કેમ નથી બાળી દેતાં ? આટલી તમરી અને તે વલ્લભભાઈ સાંખે ? ત્યાં જ શ્રી વલ્લભભાઈએ સંભળાવ્યું અમારા કાઉન્સિલરોનાં ઘર બાળવાની વાત કરો છો - તે પેલો ઢ જેવો ઇંજિનિયર છે, એનું ઘર બાળોને. કંઈ કામ તો કરતો નથી. ભારે ટપાટપી થઈ. પરિણામે.... શિષ્ય : મિ. મેટાસેની પણ વિકેટ ઊડી ? શિક્ષક : એ જ રાજીનામું આપીને ચાલતો થયો. દરમ્યાન મ્યુનિસિ પાલિટીમાં કરવેરા ભરવામાં પણ ભારે આળસ તથા ચોટ્ટાઈના દાખલા જાણવામાં આવ્યા. બધાને મિ. વલ્લભભાઈએ એવા તો ખખડાવ્યા કે જનરલ બોર્ડની મીટિંગમાં બધાની દાંડાઈ ખુલ્લી પડી. એમાંના મોટા ભાગના સરકારી પેન્સનર, ખાનબહાદુરો, રાવસાહેબો, નરરી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટોબધાની સુસ્તી ઉડાવી દીધી. પાણીના વેરા ન ભર્યા હોય એનાં તો નળનાં જોડાણ જ કાપી નંખાવ્યાં. સડો એમ નીકળે. પછી એક વાડિયાજીની વિકેટ પણ ઊડી. શિષ્ય : વાડિયાજી, પારસી હશે. એ કોણ ? શિક્ષક : એ પણ મ્યુનિસિપાલિટીને માથે પડેલા એક અધિકારી, શહેરમાં પાણીની તંગી અને બૂમાબૂમ : ત્યાં આ સાહેબ, ગાફેલ અને તદ્દન બેદરકાર અને કોઈનું પણ સાંભળે નહિ. મરજી પ્રમાણે જ વર્તે. એ તો તરત જ શ્રી વલ્લભભાઈની આંખે ચઢયા. શિષ્ય : એટલે ખતમ. શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક Page #47 -------------------------------------------------------------------------- ________________ મનિષાપિલીટી શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા : ના. એવામાં શહેરમાં આગ લાગી. એક નહીં છે. જ્યારે વધારે પાણી પહોંચે એવા નળ ખોલવાના હતા, ત્યાં જે નળો હતા તે જ એ બંધ કરી બેઠા. : એમ કેમ ? કોને રસ ? આમ આખર વાડિયાજી પણ ગયા. પણ જતાં પહેલાં એ મ્યુનિસિપાલિટીને ખોટા અઢળક ખર્ચના ખાડામાં ઉતારતા ગયા. : જાણી જોઈને ? શિષ્ય શિષ્ય શિક્ષક શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિષ્ય શિક્ષક શિક્ષક શિષ્ય : ઊંધી ખોપરીના અમલદાર સાહેબ. દરમિયાન શ્રી વલ્લભભાઈ તો જ્યાં જ્યાં આગ લાગી હતી, ત્યાં તે જગ્યા પર જાતે હાજર. : જાતે ? : ગામસેવા કરવા નીકળ્યા હતા કે મશ્કરી ? જાતે હાજર. એમ જાત તપાસ કરી રિપૉર્ટ કર્યો. : એટલે પેલાની: વિકેટ નહીં ગઈ ! એ સાહેબે, એ ફરિયાદ રિપૉર્ટનાં બધાં કાગળિયાં જ દબાવી દીધાં. : એટલે? : ગુમ કરી દીધાં. ગાયબ કરી દીધાં. સરકારી અફસરો આવા કામ કરવામાં ભારે હોશિયાર હોય છે. ‘અમે સરકારી ઑફિસર ! અમને કોણ પૂછનાર છે ?' બ્રિટિશ સલ્તનતની, આવી તુમાખીથી આવા નાના ઑફિસરના માથા ભરછક છલકાયા કરે જ , મ્યુનિસિપાલિટીના એ સમયમાં પાણીની બરબાદી થઈ છે, જે તપાસ પંચ નિમાયા છે, એનો અભ્યાસ કરો તો એક રામાયણ જેવડો ચોપડો થાય, અને એમાં હસવાના તેમજ ક્રોધ કરવાના સેંકડો મુદ્દાઓ મળે. : અમે એનો અભ્યાસ કરી શકીએ ? : કરો તો ઘણું શીખવાનું મળશે. પણ એવાં જૂજ થોથાંઓમાં લગભગ એમ જ, પોતાનો મમત, અને મગજમાં તુમાખી. શ્રી વલ્લભભાઈ પટેલના જીવનમાં મ્યુનિસિપાલિટીમાં કરેલાં સેવાકામનાં વર્ષો ઘણાં અગત્યનાં હતાં. એક તો ૧૯૧૬માં મહાત્મા ગાંધીજીનું અમદાવાદમાં આવવું, ત્યાં સ્થાયી નિવાસ કર્યો. ૧૯૨૭માં ગોધરામાં પહેલી ગુજરાત રાજનૈતિક પરિષદ ભરાઈ. અહીં પ્રમુખપદેથી ગાંધીજીએ ગ્રામ-સ્વરાજ શુદ્ધ સાધનો દ્વારા સાધવાનો નિર્ણય જાહેર કર્યો. : તો શ્રી વલ્લભભાઈ સાહેબ અને ગાંધીજીની મુલાકાત ત્યારે થઈ ? : તે પહેલાં, ગુજરાત ક્લબમાં, પણ એ તો એકબીજાને આંકી લેવાની રમત હતી. ગાંધીજીને મન આવો અક્કડ માણસ કોણ છે ? પછી તો વલ્લભભાઈએ ગાંધીજીને ગુરુ તરીકે જ સ્વીકાર્યા. વાત એમ હતી કે ૧૮૮૪માં એક ગુજરાત સભા નામે સંસ્થા સ્થપાઈ હતી. ૧૯૧૬માં શ્રી વલ્લભભાઈ એના પ્રમુખ ચૂંટાયા. બહુ કપરાં વર્ષો. ૧૯૧૭માં અમદાવાદમાં પ્લેગ. : અમદાવાદમાં પ્લેગ ! : અને તે પણ ભયંકર. પછી કામકાજ બંધ, પછી મજૂરોની હડતાળ વચ્ચે પડી ને ગાંધીજીએ પતાવી, પછી આવી યુરોપમાં લઢાઈ. : યુરોપમાં લઢાઈ, એમાં આપણે શું ? શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ મનિષાપિલીટી ૮૦ શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા : આપણા રાજા બ્રિટિશ સરકાર–બ્રિટિશ તાજ , અંગ્રેજી સલ્તનત તે જર્મનો સામે લઢે તો એની ફોજમાં ભરતી તો આપણા જ માણસોની થાયને ? હિંદી સૈનિકો વિના મોખરે લઢે કોણ ? : એમ ? : એમ જ—અને એના ભલા ભોળા ગાંધીજીએ સૈનિકોની ભરતીમાં ભાગ લીધો. એમના મનમાં એમ કે અંગ્રેજોને આ ભીડમાં સમયમાં મદદ કરીશું, તો એ હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપશે. : ઓ, પણ અંગ્રેજો એમ કંઈ આપે-બાપે નહીં. રાજસત્તા, કોઈ પણ રાજસત્તા એવી છૂટછાટો આપે જ નહીં. એમાં આ તો બહુ માટે સરકાર ! એણે તો એક પછી એક સખત કાયદાઓ ઘડવા માંડ્યા. રોલેટ એક્ટ નામના ધારા સામે પોકાર થયો. એથી આંદોલનો થયાં, પંજાબ, રાજસ્થાન, ગુજરાતમાં સંભાબંધી, ગિરફતારી. પરિણામે ગાંધીજીએ સરકાર સામે અસહકારની હાકલ દીધી. પંજાબમાં જગતપ્રસિદ્ધ જલિયાંવાલા હત્યાકાંડ થયો. અંગ્રેજો ઉપર ફિટકાર વરસ્યો. નિર્દોષો ઉપર ગોળીબાર કરી કંઈને મારી નાંખ્યા. ત્યારે શ્રી વલ્લભભાઈ સાહેબે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ગાંધીજીની સૂચના અનુસાર અસહકારનો આદેશ આપ્યો. : એટલે ? : સરકારી શિક્ષણ નહીં ખપે, સરકારની ગ્રાન્ટ નહીં ખપે. સરકારી અદાલતો, સરકારી ધારાસભ્યો અને વિદેશી કાપડ તથા વિદેશી શિક્ષણનો ત્યાગ કરો. : અરે વાહ. : અમદાવાદ - નડિયાદ અને સુરતની ત્રણે મ્યુનિસિપાલિટીએ સરકારી તંત્રથી અલગ થવાની ઘોષણા કરી. પછી તો જો જામી છે. તે એક ઘોષાલ કરીને અમલદાર હતા. સરકારના પાકા ખાંધિયા. એ પોતાને માથે સારી બ્રિટિશ સલ્તનતનો તાજ પહેરીને ફરે. આખો ભાર એને જ માથે. : હિંદીભાઈ હતા ? : હિંદી–બાપે દાદે હિંદી ? : અને બ્રિટનની સરકારના ખાંધિયા ? : હા, આ; એવા તો સૌ સરકારી નોકરો-કંઈક ઊંધી ખોપરીના, સરકારના હાથા. વફાદારીનો અર્થ એ જ સમજે, સરકાર એટલે દેવ, માબાપ. એને જ વફાદાર રહે. : દેશને નહીં ? : આ ઘોષાલ અને તેના જેવા તો નહીં જ. ત્યારે ગાંધીજી એક વાર કચ્છ ગયા હતા. સાથે વલ્લભભાઈ સાહેબ હતા. સાથે એક નાની પાંચછ વર્ષની આનંદી નામે છોકરી હતી. ઘોષાલ પોતે બંગાલી, તે હિન્દુસ્તાની, પોતાની છાપનું જ બોલે. : ક્યા નાટક બનાતે હૈ, કચ્છ ગયે તો ઉધર હરિજન લડકીકુ વાલાભાઈને ગોદમેં લિયા. ઇનકું કચ્છમેં કોઈ રસોઈ બનાનેવાલા નહીં મિલેંગે, હિન્દુસ્તાનમેં ઇંગ્લેન્ડના સાત સમન્દરકા-મહારાજાના પ્રિન્સ ઑફ વેલ્સ આ રહા હૈ. યુવરાજ ઐસે દૈવી માનવી અહીં અપની ભૂમિ પાવન કરનેકુ આ રહા હૈ, ઇનકા સ્વાગત નહીં કરેંગે-ક્યા બાત હૈ ઔર હરિજનોં કી સાથે હાથ મિલાતે ફરતે હૈ–ક્યા બાત હૈ. મૈસા વિપરીત કરજુગ આ રહા હૈ. દેશમેં અનાચાર, પાપ હો રહા હૈ, ક્યા બાત હૈ ! : આ મારા વાલાને એમાં કળજુગ દેખાયો. દરમ્યાન અમદ્યવાદમાં કૉંગ્રેસની બેઠક ભરવાનું નક્કી થયું. દેશબંધુ ચિત્તરંજનદાસ એના પ્રમુખે. ઘોષાલ શિષ્ય શિક્ષક શિક્ષક શિષ્ય શિક્ષક Page #49 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય શિક્ષક ઘોષાલ શિક્ષક ઘોષાલ શિક્ષક : ઘોષાલ પણ બંગાળી અને દેશબંધુ પણ બંગાળી ? : નવભારતના ભાગ્યવિધાતા : પણ દેશબંધુ ચિત્તરંજનદાસ તે દેશબંધુ, અને ઘોષાલ તે બ્રિટિશ સરકારના સાચ્ચા ખાસા દાસ. એવા ફરકવાળી વ્યક્તિઓની ખોટ છે ? દરમ્યાન શ્રી વલ્લભભાઈએ મ્યુનિસિપાલિટીની નિશાળોમાં રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી. બસ ઘોષાલની ઘોષણા વધી. જુઠાણાની હદ જ ન રહી. અમદાવાદ શહે૨મેં કિસકા રાજ હૈ. વાલાભાઈ યા કલેક્ટર સાહબ કા – કલેક્ટર તાજકા પ્રતિનિધિ હૈ. ઇનકુ માનના ચાહિયે. વાલાભાઈ એજ્યુકેશનકા સર્વનાશ કરનેકુ નીકલે હૈ, યે તો... તો વલ્લભભાઈ સાહેબે એવો ઠરાવ કરાવ્યો કે, કોઈ સરકારી અધિકારી નિશાળોમાં ઇન્સ્પેક્શન કરવા જાય તો એને નિશાળોમાં નિરીક્ષણ નહીં કરવા દેવા. પરીક્ષાઓ બંધ. પછી તો જે લખાપટ્ટી ચાલી છે. એક બાજુ કલેક્ટર બીજી બાજુ વલ્લભભાઈ અને એના સાથીદારો. સરકારે પોતાની નિશાળો ખોલી એ બધી ખાલી. એટલે ફરી ઘોષાલ બગડ્યા. : ‘ટ્રેનિંગ કૉલેજમેં સે સબ શિક્ષકોકુ નિકાલ દિયા જાયગા, ઉનકુ તનખા નહી મિલેગા. મય ઘોષાલ, ઉત્તર વિભાગકા કિમશનર હું. અબ હમારી સાથ પ્રેટ સાહેબ આ જાયગા . ચેતો.' : પ્રેટ સાહેબે પણ જાતજાતના દાવ અજમાવ્યા. પગારબંધીનો સરકારે ઠરાવ કર્યો. રાતે દોઢ-બે વાગ્યા સુધી કમિશનરને બંગલે દોડધામ. એ બધાની પળેપળે શ્રી વલ્લભભાઈ સાહેબને ખબર મળે. એટલે સવારે સાતમી તારીખે પ્રાતઃકાળે એમણે મનિષાપિલીટી શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક : ૮૩ બોલાવેલી મીટિંગમાં—પોતે સ્કૂલ કમિટીના પ્રમુખ, એટલે તરત પગાર કરવા માટે ચેક પર સહી કરાવી, તરત ઊઘડતી બેંકમાંથી ૨કમ મંગાવી, પગાર કરાવી દીધો. પેલા રાતના ઉજાગરાવાળા સાહેબો બે વાગે દફતરમાં પધાર્યા ત્યારે તો : પગાર વટાઈ ગયેલો. ઉપરાંત, જે જે કર્મચારીઓ ચાડીચુગલી ખાવા કલેક્ટરને બંગલે જઈ બેઠા હતા એમની પાસે ખુલાસો મંગાવ્યો. બધાને ખૂબ ખખડાવ્યા. ચીફ ઑફિસર મ્યુનિસિપાલિટીના નોકર છે, તે સરકારી નોકર નથી, એમ એની ઉપર પણ કાગળ જતાં, એ સાહેબ, રજા ઉપર ઊતરી ગયો. આવી તો કંઈક મ્યુનિસિપાલિટીમાં, લોકશાહીની રસમો છે, એની ઉપર સરકારી હુકમ ન ચાલે, એવા કાયદેસરના સીધા શિરસ્તાઓ વલ્લભભાઈએ દાખલ કરાવ્યા. પેલા ઘોષાલનું શું થયું ? : ઘોષાલ તો ગયા, પણ આ કિંમશનર અને કલેક્ટરે તો મુંબાઈ સરકાર પાસે સાચાં-જૂઠાં લખાણો કરી અમદાવાદ મ્યુનિસિપલ બૉર્ડ આખાને ઉરાડી મૂકવાનો હુકમ કરાવ્યો. એટલે વલ્લભભાઈ સાહેબ તો તદ્દન છુટ્ટા. એક બાજુથી સરકાર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડને નામે પ્રગટ થયેલા સુધારા મારફત સ્થાનિક સ્વરાજ્યની વાતો કરે, બીજી બાજુ સ્થાનક સ્વરાજ્ય ચલાવતી મ્યુનિસિપાલિટીના બૉર્ડના લોકલ અધિકારીઓ ઉરાડી મૂકે. એ બાબત ઉપર શ્રી વલ્લભભાઈએ ભારે ચર્ચા જગાડી, ઠેઠ સિમલાની સરકાર સુધી પહોંચ્યા, અને એ જ અરસામાં અમદાવાદને આંગણે આવી મહાસભાની બેઠક. એની સ્વાગત સમિતિના પ્રમુખ, ધારો કોણ હશે ? : સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર, પણ હજી વલ્લભભાઈ સાહેબ સરદાર તરીકે પૂરા પ્રસિદ્ધ થયા નહોતા. સરદાર થવાની વાર છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા શિષ્ય : ત્યારે સાહેબ, જેવા હતા—તમે વલ્લભભાઈ સાહેબ કહો છો શિક્ષક શિષ્ય શિક્ષક શિક્ષક : ના, સાહેબનો સાચો અર્થ સમજી લ્યો. સાહેબ એટલે ભગવાન નહીં, પણ ભગવાનની નિકટ જેવા જે હોય તે. ગાંધીજીને ઘણા ગાંધી સાહેબ કહેતા. કબીરજીને કબીર સાહેબ કહીએ છીએ. ગુરુ નાનકને નાનક સાહેબ કહેવાય છે. સાહેબનો અર્થ તો અંગ્રેજો આવ્યા એટલે આપણે બગાડી નાખ્યો, બાકી તે પહેલાં અને આજે શીખ કોમના ધર્મપુસ્તકને ‘ગ્રંથ સાહેબ' કહેવામાં આવે છે. : ત્યારે વલ્લભભાઈ, સરદાર તરીકે ક્યારે જાણીતા થયા ? : હજી વાર છે. જરા ધીરજ રાખો. હવે સરદાર થવા માંડવાની તૈયારીમાં છે. આપણે અમદાવાદથી બારડોલી પહોંચશું કે, વલ્લભભાઈને સરદાર જ કહેવા પડશે, તે આખર જીવન સુધી. : ત્યારે અમદાવાદમાં મહાસભાની બેઠક ભરાઈ. ક્યાં ? : એલિસબ્રિજ ઊતરી ડાબે હાથે જઈએ ત્યાં પ્રીતમનગરના મેદાનમાં. ત્યાં ત્યારે ૧૯૨૧માં, મોટું મેદાન હતું. : અમદાવાદમાં પહેલી જ બેઠક ? : ના, ૧૯૦૨ની સાલમાં એક બેઠક થઈ હતી. પછી આ, અને એ જ સમયે ઉત્તરમાં બ્રિટિશ પ્રિન્સ ઑફ વેલ્સ, હિંદના ભવિષ્યના શહેનશાહની પધરામણી. : એડવર્ડ આઠમાં. એણે તો... : હા, એણે તો રાજા થઈ ગાદી છોડી દીધી હતી. પણ એ જુદી વાત. આ યુવરાજના દિલ્હીમાં ભવ્ય સ્વાગત યોજાયાં. મનિષાપિલીટી એ યોજ્યા બ્રિટિશ અધિકારીઓએ. પ્રજાની જરા પણ મરજી નહીં. દિલસોજી, હોંશ કશું જ નહીં. પ્રજા તો સ્વાગતનો બહિષ્કાર જ કરે. જે શહેરમાં એ જવાના, તે શહેરના નેતાઓને સરકાર કેદમાં પૂરી દે, એમ અમદાવાદની મહાસભાની બેઠકમાં પ્રમુખ શ્રી ચિત્તરંજનદાસને કલકત્તા પકડી જેલમાં પૂર્યા. શિષ્ય : ત્યારે અહીં, અમદાવાદના પ્રમુખ કોણ થયા ? શિક્ષક : અરે એમ કંઈ કોઈનાં કામ પડ્યાં રહે છે ? તરત દિલ્હીના હકીમ અજમલખાનને પ્રમુખ નીમ્યા, તે પધાર્યા. શિષ્ય : તે સમયે એમના તથા ગાંધીજીનાં ભાષણ સરસ થયાં હશે. : વાંચી જજો. આજે વાંચશો તોયે એમાં તાજગી જોવા મળશે. એ વખતે સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે વલ્લભભાઈ પટેલનું ભાષણ પણ સુંદર હતું. ટૂંકું ને ટચ. એમાં એમણે અમદાવાદ, નડિયાદ અને સુરતની મ્યુનિસિપાલિટી ઉપર સરકારે તાળાબંધી કરી, નિશાળોના કબજા લઈ બેઠા, એ વિષે અને એ માટે સવિનય ભંગની લડત આપી સરકારને હરાવવા તથા હઠાવવાની હાકલ કરી. એ વિશે મૂળ ઠરાવ ગાંધીજીએ મૂક્યો; અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે એને ટેકો આપ્યો. ત્યારે વિઠ્ઠલભાઈ સાહેબે પણ સરકારની ક્રૂર, જુલ્મી, ગેરકાયદેસર રાજ્યનીતિ ઉપર સારો પ્રકાશ પાડ્યો. એ સમયે જે ઠરાવ થયો એમાં સવિનય ભંગની લડત બારડોલી તાલુકાથી શરૂ કરવાનું નક્કી થયું. શિષ્ય : ઓ, એમ ૧૯૨૧ની સાલમાં. શિક્ષક : અને ૧૯૨૩માં મ્યુનિસિપાલિટીનો શાળાબંધીનો ખટલો કોર્ટમાં પત્યો. શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મનિષાપિલીટી ૮૩ શિષ્ય શિક્ષક વલ્લભભાઈ પાસે વાટાધાટે કરવા અમદાવાદ આવ્યા. પણ વલ્લભભાઈ એને મળવા જ ન ગયા. ત્યારે ત્રીજા માણસને ત્યાં ચાનો મેળાવડો યોજ્યો. ત્યાં શ્રી વલ્લભભાઈ ગયા અને સર પ્રાંજપેને સાફ સાફ શબ્દોમાં કહ્યું કે, આ શહેરી સ્વતંત્રતાનો સિદ્ધાંત છે. આપ કેમ સમજતા નથી ? એટલે સર પ્રાંજપે ખિજાયા. બોલ્યા કે, વલ્લભભાઈ, આ રીતે એમની સાથે વાત જ શી રીતે કરી શકે ? : પછી ? શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા : તે કેવી રીતે ? એટલું બધું લાંબું ચાલ્યું ? : મૂળ તકરાર કેળવણીની. તે રાષ્ટ્રીય હોવી જોઈએ. મ્યુનિસિપા લિટી સ્વતંત્ર શહેરની સંસ્થા, એ રાષ્ટ્રીય કેળવણી યોજી શકે. આ મુદ્દો. : એમાં સરકારને ક્યાં ખેંચ્યું ? : રાષ્ટ્રીય શબ્દ આવ્યો કે, ગોરા અધિકારીઓ બળદની માફક ભડકે. એમાં સરકારી ઇન્સ્પેક્ટરોની દખલ, કૉંગ્રેસની બેઠકમાં આ સંબંધી ઠરાવો થયા. પણ ગોરા કમિશનરોની તુમાખી ન ઊતરી, ઊલટી વધી. શ્રી વલ્લભભાઈ સાહેબની સ્કુલ કમિટીએ એના જડબાતોડ જવાબ આપ્યા. અમે પરીક્ષાઓ લઈ લીધી છે. તમારા અધિકારીઓ કે પરીક્ષા લેનારાઓની અમને જરૂર નથી. : એમ એમ ? : સામેથી કહ્યું કે, અમે શહેરીઓએ અમારી નીતિ નક્કી કરી લીધી છે એટલે સરકારે લખ્યું કે, અમારે તમારા હિસાબો તપાસવા છે. : હા, આ.....આ. : તો શ્રી વલ્લભભાઈએ લખ્યું કે, અમારે સરકારી ગ્રાન્ટ લેવી જ નથી. અમે અમારા હિસાબ તથા ખર્ચ કરીશું. આમ તડાતડી એવી ચાલી કે ગુજરાતની મ્યુનિસિપાલિટીઓમાં પણ એ પ્રકારની હવા ફેલાઈ. તે ઠેઠ કલકત્તાની મ્યુનિસિપાલિટી સુધી ચાલી. : ઓ હો હો. : મુંબઈ ઇલાકાના ગવર્નર, ત્યાંથી વાઇસરૉય સુધી આ મામલો પહોંચ્યો. મુંબઈ સરકાર તરફથી સર રઘુનાથ પ્રાંજપે, શ્રી શિષ્ય શિક્ષક : પછી તો વાઇસરૉય સાહેબના ભીનું સંકેલવાના હુકમો આવ્યા. તે પણ સરકારી અમલદારો તો સિમલાના હુકમોને પણ ઘોળી પી ગયા. નિશાળો બંધ કરાવાઈ. શિક્ષકોને બરતરફ કરાયા. જેલોમાં મોકલવામાં આવ્યા, ને છેક ૧૯૨૫માં દરેક મ્યુનિસિપાલિટીને નિશાળો શહેરી સમિતિને પાછી સોંપવાના હુકમો આપવામાં આવ્યા. : સરકાર હારી ? : મમત, જીદ, જોહુકમી, સત્તાનો મદ, તુમાખી, ગર્વ, અભિમાન, સત્તાની ખુરશીને ચોંટે છે, ત્યાં સરકાર હારે જ છે. : આ આખી લડતના નેતા શ્રી વલ્લભભાઈ પટેલ. : હા, આપણે મ્યુનિસિપાલિટીમાં સ્થાનિક સ્વરાજ્યનાં મૂળ સરદાર વલ્લભભાઈ પટેલને હાથે નંખાતાં જોયાં. ગરીબી, એમાં ખેતી, એ સમયે શિસ્ત એ પાકું ભણતર : પછી ભણતર, એમાં સરદારીનાં તત્ત્વચિહ્નો, અન્યાય, સામે ઝઝૂમવાની તલપ, તલસાટ, ભણતર બાદ કમાણીની ચિંતા, કુટુંબનું ભરણપોષણ, વકીલાતનો આગ્રહ, બારિસ્ટરીનો અભ્યાસ. એમાં ધીમે ધીમે દેખા દેતી સહનશક્તિ. તિતિક્ષા, શિષ્ય શિષ્ય શિક્ષક શિક્ષક શિષ્ય શિક્ષક Page #52 -------------------------------------------------------------------------- ________________ ८८ શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા દેઢ મનોબળની કેળવણી, કુદરતી દુઃખ સહન કરવાની શક્તિ, અને વકીલાતમાંથી નાગરિક-નગરસેવા-જનસેવા, એમાં મ્યુનિસિપાલિટીનો અનુભવ. એમાં સાફસૂફી કરતાં ઇંગ્લેન્ડથી આવેલા ગોરા અણઘડ સ્વાર્થી અધિકારીઓનો સામનો. એમને ભગાડવા... : : એમને ભગાડી શિક્ષણના સવાલને હલ કરી, ગુજરાત સભામાંથી મહાસભાના એક અનન્ય મોવડી થઈ સરદાર બન્યા. દેશદાઝ, દેશસેવા, દેશભક્તિના પાઠ પોતે ભણ્યા અને પ્રજાજનોને ભણાવ્યા. એને તમે બળવાખોર નહીં કહી શકો. કામકાજમાંથી, સરકારમાંથી સાફસૂફી કરાવી, રચનાત્મક કામ કરાવ્યું. એવી એમની રીત, એને બળવાખોર નહીં કહેવાય. ક્રાંતિકારી પણ નહીં કહેવાય. રચનાત્મક કાર્યના કરનારા, સિદ્ધાંતને માટે સત્ય હકીકત રજૂ કરનારા, અને સાચો રસ્તો બતાવનારા વલ્લભભાઈ સાહેબ, બારડોલીમાં સરદાર કહેવાયા, હવેથી આપણે એમને માટે સરદાર વિશેષણ વાપરીશું. ૫ સત્યાગ્રહ : ખેડા અને નાગપુર : પાત્રો : પ્રેટ, જીજીભાઈ, ભુલાભાઈ, મિ. ક્લાર્ક પ્રેટ : જીજીભોઈ ! યુ ડેમ ફૂલ ! જીજીભાઈ : યસ સર ! કમિશનર સાહેબ ! : વૉટ યસ સર ? પ્રેટ જીજીભાઈ : યુ ડેમ ફૂલ ! પ્રેટ : શટ અપ. જીજીભાઈ : યસ સર, શટ અપ. પ્રેટ : જીજીભોઈ ! દરેક વાતમાં યસ સર, યસ સર, કેમ કહો છો ? જીજીભાઈ : મહેરબાન પ્રેટ સાહેબ, આપ તો ગુજરાત તથા ગુજરાતી ભાષાના જાણકાર છો. પ્રેટ : એટલે યસ સર ! કહેવાનું ? જીજીભાઈ ! જીજીભાઈ : ના સાહેબ ! પણ અંગ્રેજી અમલદારશાહીએ અમારે ત્યાં આ શિરસ્તો પડાવ્યો છે. સાહેબ કહે તે જ સત્ય, એ જ સવાવીશ. : એટલે ? પ્રેટ જીજીભાઈ : રેલવેની નોકરી એ ખાનગી નોકરી, કંપનીની નોકરી, ત્યાં પણ ક્લાર્ક બાબુએ યસ સર, યસ સર, કહેવાનું. તો સરકારી નોકરીમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા તો વધારે જોરથી યસ સર કહેવું પડે. જેવી રેલવે, એમ જ સરકારે. : શટ અપ. જીજીભાઈ : યસ સર, શટ અપ. મિ. પ્રેટ ! : જીજીભાઈ, હું તમારી સાથે ઉપરી તરીકે વાત નથી કરતો. ઉપરી તરીકે વાત કરીશ ત્યારે પહેલેથી ચેતવીને કરીશ. તમે મને દરેક વાતમાં યસ સર ન કહો. જીજીભાઈ : સાહેબ, ટેવ પડી ગઈ છે. આ ટેવ પેઢી દર પેઢી ચાલે છે. આ ટેવ દરેક સરકારી અમલમાં ચાલતી આવવાથી કોઠે પડી ગઈ છે. મુગલ રાજ્યમાં જી હજૂર કહેતા. હવે યસ સર કરીએ છીએ. એનો અર્થ જી હજૂર જ થાય. : હવે તમારું ટાહ્યલું બંધ કરો; અને મને સમજાવો. આ ખેડા | જિલ્લામાં ૧૯૧૭માં આટલો બધો વરસાદ થયો. ત્રીસને બદલે સિત્તેર ઇંચ વરસાદ પડ્યો, તો પણ દુકાળ ! જીજીભાઈ : યસ સર...મિ. પેટ. : ત્યારે તમે પણ મારી સાથે સંમત છો. ખેડામાં દુકાળ નથી. આ ચળવળખોરોનું તોફાન જ છે. ધ સેઇમ ઓછું વલ્લભભાઈ...હં.. કેમ બોલતા નથી, બોલોને. ખેડામાં દુકાળ કેવી રીતે હોયસિત્તેર ઇંચ પાણી પડ્યું, અને આ કહેવાતા પ્રજાના નેતાઓ દુકાળ કહે છે. બોલોનેબોલો બોલો. જીજીભાઈ : યસ સર, મિ. પ્રેટ. પ્રેટ : યસ સર નહીં. ખરો જવાબ આપો. મને સમજાવો. યાદ રાખો તમારે બે મોઢાં હોવાં જોઈએ. તમે સરકારી, અંગ્રેજ રાજ્યના ક્લાર્ક છો. જીજીભાઈ : જી , એટલે મને બે મોઢાં જ છે. સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પ્રેટ : એટલે સાચી હકીકત અમારા જેવા અમલદારને જરૂર કહેવી. પણ અમારી આગળ જ કહેવી. બહાર બીજું મોં અને અમે એ ઉપરથી જે નિર્ણય લઈએ તે નિર્ણય ભલે ઊલટો હોય, તો પણ એ જ સાચો છે, એમ સરકારના વફાદાર મુખે બહાર કહેવું. ક્લિયર ! જીજીભાઈ : યસ સર. એ તો અમારે મન ક્લિયર જ છે. પણ કેટલાક અમલદાર સાહેબો ખરી વાત પણ સાંભળવા તૈયાર નથી. આપ મિ. પ્રેટ આખી વાત સમજવા તૈયાર છો. પણ બીજા ગોરા અમલદારો તો અમને હાજી હા જ કરાવે છે. એની હવે ટેવ પડી ગઈ છે. ટેવ, વંશપરંપરાની ટેવ, ગોરા જ સાચા. અમે ખોટા. ઉપરાંત, અમારા હિન્દી અમલદારો તો અંગ્રેજોથી પણ સવાયા પાકે છે તે હાજી હા વધારે કરાવે છે. : ટાહ્યલા કર્યા વિના કહો, સિત્તેર ઇંચ વરસાદે દુકાળ કેવી રીતે પડ્યો ? જીજીભાઈ : સાહેબ, વરસાદ ન પડે તો જમીનમાં કશું ન ઊગે, બરાબર ? પ્રેટ : બરાબર. જીજીભાઈ : અને મુશળધાર વરસાદ પડ્યા જ કરે, દિવસના તડકો પડે જ નહીં તો, બી જમીનમાં વવાય જ નહીં. વાવીએ તો ધોવાઈ જાય, યા કોહી જાય. સડી જાય. બહુ સાદી વાત છે. પ્રેટ : પણ આખરે પાણીને લઈને જમીનમાં ઘાસ તો ઊગે જ ને ? જીજીભાઈ : ઊગે જ છે. પણ આપ સાહેબ કે અમે હિન્દીઓ ઘાસ ખાઈને નથી જીવતા. આપ તો કદાચ વિલાયતથી સ્ટીમરમાં જવ, મકાઈ મંગાવી શકો. અમે શું ખાઈએ ? કશું જ ન પાકે તો શું ખાઈએ ? : આઇ સી. ઇટ ઇઝ એ પૉઇન્ટ. પ્રેટ Page #54 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : સાહેબ ! ઇટ ઇઝ ધ, ધ પૉઇન્ટ ઍન્ડ ઇટ ઇઝ એ સિમ્પલ સાદા પૉઇન્ટ. પ્રેટ : શટ અપ ! જીજીભાઈ : એથી તો સાહેબ ! હું યસ સર કર્યા કરું છું, શટ અપ કરું છું. પ્રેટ : જુઓ મિ. જીજીભોઈ, સરકારની તિજોરીમાં મહેસુલ ન ભરાય તો શું થાય ? જીજીભાઈ : આપ જેવા અસંખ્ય મોટા સાહેબોના પગાર ન કરી શકાય. પ્રેટ : તમે હોશિયાર તો છો જ. જીજીભાઈ : આખરે દર સાલ પાકની ઊપજ કાઢવાની. પાક અરધાથી ઓછો ઊતર્યો હોય તો અર્ધું મહેસૂલ માફ કરવું. પા ભાગનો પાક ઊતર્યો હોય તો આખું મહેસૂલ માફ કરવું—એવો કાયદો છે. ઃ છે. પણ કોઈ સાલ માફ થયું છે ખરું ? રૈયત ચેંક અને અજ્ઞાન. એટલે સરકાર સામે ડોકું ન ઊંચકે. : પણ આ કોઈ મોહનલાલ પંડ્યા છે. એણે આંકડા એકઠા કર્યા. નવરો માણસ ! એને વલ્લભભાઈ પટેલનો ટેકો, અને મિ. ગાંધીનો ટેકો એટલે એમણે ચળવળ ઉપાડી. એટલે ખેડૂતો પાસે અરજીઓ કરાવી વૉટ નૉનસેન્સ ! પ્રેટ જીજીભાઈ પ્રેટ જીજીભાઈ : બિગ નૉનસેન્સ ! સર ! પ્રેટ : ચાર હજાર ખેડૂતોની સહીવાળાં કાગળિયાં મુંબાઈ સરકાર પર પહોંચાડ્યાં. વળી એની નકલો જિલ્લા કલેક્ટર, ગુજરાત સભાના મંત્રીઓ ઉપર, પછી ગામડે ગામડે સભાઓ ! જીજીભાઈ ! જીજીભાઈ : જી સાહેબ. પેટ : ગામડે ગામડે સભાઓ ! શું હવે અહીં સેતાનનું રાજ્ય થવા બેઠું છે ? સત્યાગ્રહ : ખેડા અને નાગપુર જીજીભાઈ : સેતાન તો સાહેબ, અમારા હિન્દુસ્તાનની ઊપજ કે ઔલાદ નથી, પણ બહારથી આવ્યો હોય. પ્રેટ પ્રેટ જીજીભાઈ : પણ મિ. પ્રેટ, એમની વાત સાચી છે. પણ હું સ૨કા૨નો વફાદાર નોકર છું. : એ આ પટેલ, આ પંડ્યા... બહારના ચળવળખોર—એમણે આ તોફાનો શરૂ કરાવ્યાં. એટલે ખેડાના ખેડૂતો કહે છે કે અમે મહેસૂલ નહીં ભરીએ. રાયકા જીજીભાઈ : કબૂલ. પ્રેટ જીજીભાઈ : બોલો સાહેબ. હું લખી લઉં. ૯૩ : એટલે મિ. જીજીભોઈ, જુઓ અમે અમલદાર છીએ. તમે અમારા કામ કરનાર રાજસેવકો છો. : એટલે, સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ, આ પ્રમાણે છે. : કિંગ હેંઝ ડિવાઇન રાઇટ–રાજા કદી ખોટું કરે જ નહીં, અંગ્રેજી સરકારના આપણે રાજ્ય કારભારીઓ છીએ . જીજીભાઈ : જી. : એટલે આપણી આબરૂ, આપણો વટ, આપણો અધિકાર એ જ પહેલો, એ જ સત્ય, એને જરા પણ ગોબો ન પડવો જોઈએ. એટલે સરકારના હુકમ છે કે ખેડૂતોએ મહેસૂલ ભરી દેવું. જીજીભાઈ : પણ સાહેબ, આંકડા સૂચવે છે કે દુકાળ છે, પાક પાક્યો જ નથી. : પણ એ આપણે મેળવવા જોઈએ. બહારના, દાખલા તરીકે પેલા હોમરૂલ લીગવાળા એવા આંકડા એકઠા કરે એ...એ...એ... રાજ્યદ્રોહ તો નહીં, પણ એ સાંખી નહીં લેવાય. એનો મોભ્ભો આપણે તોડવો જ જોઈએ. નહીં તો હંમેશાં એમનું ચડી વાગે. Page #55 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : પ્રેસ્ટિજ-ખરું ? પેટ : ખરું. થેંક્સ, એટલે આપણે મહેસૂલ એકઠા કરવાના હુકમો આપો. એ એકઠું કરવું જ જોઈએ. એ આદર્શ, ધ્યેય, સત્ય હકીકત. જીજીભાઈ : ટૂથ-સત્ય—પણ ખેડૂતો ન ભરે તો ? પ્રેટ : તો જુલમ ! પહેલાં લાલચ, પછી ધાકધમકી, પછી મારફાડ, પછી માંહોમાંહ લઢાવવાની યુક્તિ, પછી જપ્તી, પછી એમની જમીન ખાલસા ! જીજીભાઈ : તો જમીન કોણ ખેડશે ? પ્રેટ : શટ અપ. આપણે ખેડીશું. જીજીભાઈ : ખેતી કરવી એ પણ કસબ છે, સર ! પ્રેટ : આપણે બહારથી ખેડૂતો લાવીશું, નહીં તો જમીન વેચીશું, છેવટે એ મહેસૂલ નહીં ભરનાર ખેડૂતને જેલમાં મોકલીશું. જીજીભાઈ : મિ. વલ્લભભાઈ, મિ. ગાંધી – એમને શો જવાબ આપશો ? પેટ : એમને કેમ બનાવવા એ હું જાણું છું. તે પહેલાં આ હુકમો દરેક મામલતદારને પહોંચાડો. જીજીભાઈ : જી. પેટ : હું ઇઝ ધિસ માલવંકર ? જીજીભાઈ : માવલંકર, ગણેશ વાસુદેવ માવલંકર, વકીલ. માલવંકર નહીં, માવલંકર ! પ્રેટ : એમના મગજ માં રાઈ છે. એ માને છે કે એ પોલિટિશિયન છે. ગઈ કાલે એણે મારી સાથે વાત કરી. મેં એને સરકારનો પાકો નિરધાર કહી દીધો છે. અમે ખેડા જિલ્લાની જમીન ખાલસા કરીશું. એમની ગુજરાત સભાને ગેરકાયદેસર કરાવીશું. જીજીભાઈ : પછી ? સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પેટ : કહે છે કે એમના પ્રમુખ મિ. ગાંધી ચંપારણ ગયા છે. મેં કહ્યું તેમાં મારે શું ? એમના આગેવાન હિન્દુસ્તાનમાં ઘૂમતા ફરે, એમાં મારે શું ? મેં ચોવીસ કલાકમાં જવાબ માંગ્યો છે. જીજીભાઈ : આ મામલો હવે વધારે બીચકશે. પ્રેટ : જીજીભાઈ, તમે એમ ધારો છો કે ખેડૂતો મહેસૂલ નહીં ભરવાની હિંમત કરશે ? જીજીભાઈ : જરૂર કરશે. મિ. પ્રેટ સાહેબ , આપને પૂરી બાતમી નથી મળતી. આપના જાસૂસો આપને ખરી હકીકત નથી જણાવતા. ખેડૂતોએ મહેસૂલ નહીં ભરવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી છે. : વૉટ ઇઝ ધિસ બ્યુમિંગ પ્રટિશા ! પ્રટિજ્ઞા ! જીજીભાઈ : એટલે શપથ, સોગંદ, ટૂંકમાં એ જ સત્યાગ્રહ.. સામનો કર્યા વિનાનો અહિંસક સત્યાગ્રહ. પ્રેટ : ઓહ મિ. ગાંધીએ આફ્રિકામાં કર્યો હતો તે ? જીજીભાઈ : જી. અને એના નેતા મિ. વલ્લભભાઈ પટેલ. એની હાક જબ્બર ચાલે છે. અલબત્ત, હું તો સરકારનો વફાદાર નોકર છું. પણ આપણા કેટલાક અમલદારો વધારે વફાદારી બતાવવા સરકારની ઠેકડી થાય એવાં પગલાં ભરે છે. : દાખલા તરીકે. જીજીભાઈ : કપડવંજ તાલુકામાં એક સ્વયંસેવક ભુલાભાઈ રૂપજી શાહ એની ઉપર મામલતદારે હુકમ કાઢ્યો. અવાજ : વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરણી કરવા બદલ સન ૧૮૭૯માં લેન્ડ રેવન્યુ કોડની કલમ મુજબ જવાબ આપવા કચેરીમાં તા. ૨૬-૩-૧૯૧૮ના રોજ હાજર થવું. આ એની કેફિયત, ભુલાભાઈ: હું ભુલાભાઈ શાહ, આપની કચેરીમાં હાજર થયો છું. સમન્સમાં Page #56 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા જણાવ્યા પ્રમાણે મેં કોઈને ખોટી સલાહ આપી નથી. મારા ગામનો પાક એક ચતુર્થાશ ચાર આનીથી ઓછો થયો છે, તે હકીકત છે, અને તેથી સરકારના નિયમને આધારે મારા ગામના લોકો જમીન-મહેસૂલ નહીં ભરવા હકદાર છે. મહાત્મા ગાંધીજીએ અમને સલાહ આપી છે તે મુજબ રૈયત જૂઠું બોલતી નથી. એટલે કોઈ કાયદાનો ભંગ મેં કર્યો નથી. મને કોઈ કલમ લાગુ પડતી નથી. મારા વકીલ તરીકે શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ઊભા છે. તે આપને વધારે ખુલાસો કરશે, એમને પૂછો. અવાજ : હૈ શ્રી વલ્લભભાઈ પટેલ, તમે ! તમે ? જાઓ તમે છૂટા છો, તમોએ કશો ગુનો કર્યો નથી. ભુલાભાઈ : તો મામલતદાર સાહેબ ! મારા વકીલની સલાહથી હું પૂછું છું કે જમીન-મહેસુલ ન ભરવું એમ કહેવામાં કંઈ આપને કશો ગુનો નથી લાગતોને ? અવાજ : “ના ભાઈ, ના. તમારે જે કહેવું હોય તે કહેજો.” જીજીભાઈ : આમ એ તો છૂટ્યો. પણ એના ગયા પછી મામલતદારે એના કેસમાં એવો શેરો માર્યો કે “શાહ ભુલાભાઈ રૂપજી બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ સાથે હાજર થયા હતા. એણે લખી જુબાની રજૂ કરી છે. એ હોમરૂલ લીગનો મેમ્બરે જણાય છે. એણે મહેસૂલ વસૂલાતના કામમાં આડે નહીં આવવાની કબૂલાત કરી છે. નોંધ.” પ્રેટ : મને ખબર છે. એ મામલતદારને એ જ એ પ્રમાણે શેરો મારવા મેં સૂચના આપી હતી. જીજીભાઈ : ત્યારે દફતર તો એ જ સાચું ગણાશે, એમ જ ને ? પ્રેટ : બરાબર. જીજી ભાઈ : પણ પેલા બૅરિસ્ટર વલ્લભભાઈ સાહેબને એ અસત્યની જાણ થતાં શું થશે ? સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પ્રેટ : મિ. પટેલને શી રીતે જાણ થશે ? જીજીભાઈ : મિ. પ્રેટ ! મિ. વલ્લભભાઈને હજાર કાન અને હજાર આંખો છે. એમને જાણ થઈ ગઈ છે. મારી પાસે ખબર શ્રી વલ્લભભાઈની છાવણીમાંથી જ આવી. : આઇ ડોન્ટ કેર. ખરો વખત જ આજે છે. મિ. ગાંધી, ઇન્દોર ગયા છે. એની ગેરહાજરીનો આપણે લાભ લઈએ. ગાંધી વિના પટેલને હાથ કરવા એ સહેલું કામ છે. જીજીભાઈ : એમ આપ મિ. પ્રેટ માનો છો ? પેટ : હા, એમ. જીજીભાઈ, તમે તમારી ફરજ બજાવો. જીજીભાઈ : તે તો સાહેબ જ્યાં સુધી હું સરકારી નોકરીમાં છું ત્યાં સુધી જરૂર બજાવીશ જ. પ્રેટ : તો મામલતદારને હુકમ ભેજો, કે જેઓ મહેસૂલ નહીં ભરે એમની જમીન ખાલસા થશે. બ્રિટિશ સરકારને ચોપડે ખેડૂત પોતાની જમીનનો કબજેદાર છે. જીજીભાઈ : એટલે ? પ્રેટ : એટલે કબજેદાર, વંશપરંપરાનો એનો હક્ક નથી. એ મહેસૂલ ભરે ત્યાં સુધી એનો કબજો. ન ભરે તો જમીન સરકારની, એવી કાયદામાં ચોખવટ છે. જીજીભાઈ : એમ ? પેટ : હા એમ, મામલતદારોને કહો કે...... જીજીભાઈ : મિ. પ્રેટ સાહેબ, અહીંના મામલતદારોને કંઈ કહેવાની જરૂર નથી તેઓ મારા કરતાં, આપ સાહેબના કરતાં પણ સરકારને વધારે વફાદાર છે. પ્રેટ : એટલે ? Page #57 -------------------------------------------------------------------------- ________________ કર નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : આપણા દફતરમાં આ કાગળિયાં આવ્યાં છે. કેટલાક મામલતદારો એ ખેડૂતોને કહ્યું છે કે તમારાં બૈરાંછોકરાં વેચો, દેવું કરો, બળદિયા વેચો, તમારાં ઘરબાર વેચો, પણ સરકારની તિજોરીમાં મહેસૂલ ભરી દો. પ્રેટ : શાબાશ. જીજીભાઈ : પણ સાહેબ ! પ્રેટ : બોલો, બોલો. જીજીભાઈ : એ એમ કરી એક વાર તો મહેસૂલ ભરશે. પછી એ તો લગભગ મરી ગયા જેવો જ થઈ જશે. એ મરેલો ખેડૂત ફરીથી મહેસૂલ ક્યાંથી ભરશે ? પ્રેટ : જમીન આપણે બીજા ખેડૂતને આપીશું. જીજીભાઈ એ બરાબર. પણ બીજા ખેડૂત પણ જીવતા હશે તોને ? જે : પ્રેટ આંકડા સાચા મળ્યા છે, તે આપણે ફેરવતા અવળા કરીએ છીએ, અને એ અવળા આંકડાઓ ઉપર આપણે ભવિષ્યનો મદાર બાંધીએ છીએ. ખરું પૂછો તો પછી જમીન ખેડનાર ખેડૂત જ નહીં રહે. પ્રેટ જીજીભાઈ : સમ સેન્સ ઇન વૉટ યુ સે. પણ જીજીભાઈ, મહેસૂલ વિના સરકાર ચાલે શી રીતે ? જીજીભાઈ : તે સાહેબ, રાજ કરનારે જોવાનું છે. એક બાજુ ખેડૂત ગરીબ થતો જાય છે. આપને મહેસૂલ જોઈએ છે. ગાંધી અને પટેલની જોડીએ આ પત્રિકાઓ બહાર પાડી છે કે સરકારને મહેસૂલ નહીં ભરવું. સરકારનો ભય–ડર કાઢી નાખવો. મામલતદારો હોંશમાં, આવેશમાં, વફાદારીના વધારે પડતા નશામાં, ખેડૂત પર જોરજુલમ કરશે. છેવટે તો ખેડૂતના મનમાં રાજ પ્રત્યે રોષ જ ઊભરાશે, ઊભરાય છે. : ગો ન. : અને વળી આપને આ યુદ્ધફંડમાં – યુદ્ધફાળો ઉઘરાવવો છે. સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પ્રેટ ડોન્ગ્યુ સી, મિ. ગાંધી જાતે વૉર ફંડમાં નાણાં ઉઘરાવવા તૈયાર છે. જીજીભાઈ : આને એ જ ગાંધી, પટેલ, પંડ્યા, ખેડૂતોને મહેસૂલ નહીં ભરવા પ્રતિજ્ઞા લેવડાવે છે. પ્રેટ : જીજીભાઈ. જીજીભાઈ : સાહેબ, મને ઠંડો આપો તો તે લઈ, યા બંદૂક આપો તો તે લઈ દરેક ખેડૂતને ત્યાં જઈ મહેસૂલ ઉઘરાવવા જવા હું આપનો વફાદાર સેવક તૈયાર છું. પણ મિ. વલ્લભભાઈ ગામડે ગામડે ફરશે. ગાંધી નેતા ભલે હોય, પણ મિ. વલ્લભભાઈ પ્રજાના સેવક છે. એનામાં કુનેહ છે. એનામાં દીર્ઘદૃષ્ટિ છે. એનામાં કાયદાનું જ્ઞાન છે. પ્રેટ tele અંગ્રેજો અને જર્મન લઢે એમાં ચરોતરના ખેડૂતોની મદદ જોઈએ છે. આ ખેડૂતોને અંગ્રેજ યા જર્મન સાથે શી નિસ્બત ? પ્રેટ : આઇ નો ઘંટ... આઇ નો ઘંટ જીજીભાઈ ! અમદાવાદ મ્યુનિસિપાલિટીના કામકાજમાં અમે ઘણી વાર સામસામી થઈ ગયા હતા. એણે મારું અપમાન પણ કર્યું હતું. પણ આ મ્યુનિસિપાલિટી નથી. ખેડૂત અને મહેસૂલનો સવાલ છે. મિ. પટેલ બૅરિસ્ટર છે. જીજીભાઈ : મિ. પ્રેટ સાહેબ, મિ. વલ્લભભાઈ પટેલ હવે બારિસ્ટર રહ્યા નથી. એ જન્મે બાપદાદે ખેડૂત છે, અને ખેડૂતો ઉપર એમનો પ્રભાવ છે, મિ. પ્રેટ. : ચાલો, અઢી વાગ્યા. આજે ૧૨મી એપ્રિલ, આજે નડિયાદના મામલતદારની કચેરી સામે મેદાનમાં આપણે સભા બોલાવી છે. ત્યાં.. ત્યાં હું ભાષણ કરીશ. જીજીભાઈ : ચાલો, આપ સાહેબને ખબર તો છેને કે બધા મામલતદારો પણ આવવાના છે. કદાચ ત્યાં ગાંધી કે પટેલ પણ આવે, ચાલો. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નવભારતના ભાગ્યવિધાતા પ્રેટનું ભાષણ: હું કમિશનર પ્રેટ. મારી વાત તમે કાને ધરો. તમે શ્રીયુત મહાત્મા ગાંધી સાહેબને અને મહેરબાન વલ્લભભાઈ સાહેબને બહુ વાર સાંભળ્યા છે. એમણે ગામેગામ ફરીને તમારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. તમે જમીનના કબજેદાર છો. સરકાર મહેસૂલ નક્કી કરીનેયે મહેસૂલ નક્કી કરવાનો હક્ક કેવળ સરકારનો છે. બારિસ્ટર કે વકીલનો નથી. દીવાની કૉર્ટમાં પણ તકરાર જઈ શકે નહીં. સરકાર સિવાય બીજી કોઈ અહીં સત્તા નથી. અને સરકાર એટલે મામલતદાર સાહેબ. અહીં મે. ગાંધીજીનું રાજ્ય નથી. રાજ્ય નામદાર લૉર્ડ વિલિંગ્ડન સાહેબ વાઇસરૉયનું રાજ્ય છે. ઇંગ્લેન્ડના રાજાજીનું રાજ્ય છે. હા, મે. ગાંધી સાહેબ સારા માણસ છે. પવિત્ર છે. તે ગરીબોનો બચાવ કરવા નીકળ્યા છે. પણ ગરીબના બેલી તો સરકાર છે. પંચમહાલમાં હું કલેક્ટર હતો, ત્યારે ગયા દુકાળમાં મૈં – પ્રેટે – મદદ કરી હતી; ગાંધીજીએ નહીં. અમે સરકારે તળાવો બાંધ્યાં, ગરીબોને રોજી આપી, જમીનના કાયદાનો મને અઠ્ઠાવીશ વર્ષનો અનુભવ છે. શ્રીયુત ગાંધી મારા મિત્ર છે. પણ એમને હિન્દુસ્તાનનો કશો અનુભવ નથી. અમે તમારાં માબાપ જેવા છીએ. જો તમે પ્રતિજ્ઞા તોડશો તો તમે બચી જશો. નહીં તો તમારી જમીન ખાલસા થશે. ઘરબાર વિનાના થશો. ‘ગૉડ સેવ ધ કિંગ’. *** પેટ : જીજીભાઈ, મારા ભાષણની કેવી અસર થઈ ? જીજીભાઈ : ખરું કહું સાહેબ ? આપના પછી શ્રી વલ્લભભાઈ સાહેબ જે બોલ્યા તે યાદ છેને કે કમિશનર પ્રેટ સાહેબે અમદાવાદની મજૂરોની સભામાં કહ્યું હતું – “ગાંધી સાહેબ તમને સાચેસાચી સલાહ આપશે તે પ્રમાણે ચાલશો તો તમારો સુધારો થશે, અને તમને ન્યાય પણ મળશે'. એ આપના જ શબ્દો. સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પ્રેટ જીજીભાઈ : તો હવે ખેડૂતો ગાંધી સાહેબની અને પટેલ સાહેબની સલાહ પ્રમાણે ચાલશે, અને મહેસૂલ નહીં ભરે. પ્રેટ : પણ એ તો મેં અમદાવાદમાં મિલમજૂરોની સભામાં કહેલું. જીજીભાઈ : બરાબર—આપ બે પ્રકારની સલાહ નહીં આપી શકો. મિ. પટેલે આપના જ શબ્દો આપની સમક્ષ વાપરી આપના ઉદ્દેશને અફળ બનાવ્યો. પ્રેટ જીજીભાઈ : હા, તે મેં સાંભળ્યું, તે ખરું છે. પ્રેટ : ...... આઇ સી ! જીજીભાઈ : સાહેબ ! વાઇસરૉય સાહેબે યુરોપના મહાયુદ્ધ માટે દિલ્હીમાં બોલાવેલી સભામાં ગાંધીજીને નોતર્યા છે. અહીં સરકારે થોડું ઘણું તો મહેસૂલ માફ કરવું જ પડશે. ૧૦૧ પ્રેટ જીજીભાઈ : જપ્તીઓ વધારો. : આપણા મામલતદાર સાહેબો કંઈ બાકી રાખે એવા નથી. સંખ્યાબંધ ભેંસોને જપ્તીમાં લીધી છે. સ્ત્રીઓનાં વાસણ, ઘરવખરી લૂંટી, એ ખેડૂતોને જેલમાં ભર્યા છે. પ્રેટ : હુ રે..... જીજીભાઈ : મુંબાઈમાં વિઠ્ઠલભાઈ સાહેબે સભા ભરી ત્યાં મે. ગાંધી સાહેબ પણ બોલ્યા—સરકારના જુલમોને જાહેર કર્યા. નવાગામમાં મોહનલાલ પંડ્યા સાથે બસો માણસોએ ઊભો પાક હાથ કર્યો. : હૈં... એરેસ્ટ ધ ગાઇ, જેલમાં પૂરો. પ્રેટ : એરેસ્ટ પણ ક્યાં – સરકારની તિજોરી ખાલી છે. જેલો ભરેલી છે. સાહેબ, આ મુંબાઈથી આવેલો તાર– : વાંટ – સમાધાન, પકડેલાઓને છોડવા પડશે ? ધાકધમકીઓને ગળી જવી પડશે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : આ મે. ગાંધી સાહેબ અને મે. વલ્લભભાઈ પટેલ બંનેના ઐક્યનું પરિણામ. હવે એ બેને છૂટા પાડવા એટલે પાણીમાં ડાંગ મારવા બરાબર. આ ખેડા સત્યાગ્રહ, તો શરૂઆત છે. પ્રેટ : યુ આર રાઇટ. આ બીજી વાર મેં ગફલત કરી. જીજીભાઈ, આનો અર્થ એ કે હવે મિનરીતિ વધારે જોરથી ચલાવવી. ઉપરથી વાઇસરૉયના આવેલા હુકમોને ઘોળીને પીવા યા એને દબાવી રાખવા. જુલ્મની માત્રા વધારવી, તમારી વફાદારી માટે તમને પગારમાં બઢતી. જીજીભાઈ : થેંક્યુ સર..... ગુડ બાય (સંગીત : થોડી ક્ષણો બાદ) જીજીભાઈ : હું જીજીભાઈ, પગારમાં બઢતી, અને નોકરીમાં બદલી. અમદાવાદ થી નાગપુર-ગુજરાતમાં જ એક પ્રેટ હતા, એમ નથી. અહીં નાગપુરમાં પણ એક પ્રેટ નહીં, અનેક પ્રેટો છે. આ પ્રેટ સાહેબો, એની સાથે અંગ્લોઇન્ડિયન છાપાંવાળાઓ, બ્રિટિશ સરકારની હકૂમતના પાયા ઢીલા કરી નાંખશે. થવા દો. જે ટલા વહેલા થાય એટલા સારા. પણ પ્રેટો માને છે કે એ સરકારને મજબૂત કરે છે. હીહીહી... એ આ અહીં બીજા પ્રેટ આવ્યા, નાગપુરના કમિશનર સાહેબ ફરી ઔર જંગ ! મિ. ક્લાર્ક : મિ. જીજીભાઈ ! ગુજરાતમાં તમારી વફાદારીના સરકાર તરફથી ઘણા સારા રિપોર્ટ છે. અહીં નાગપુરમાં તમારા અનુભવની ઘણી જરૂર પડશે. યુ નો મિ. વલ્લભભાઈ પટેલ ? જીજીભાઈ : બહુ સારી રીતે સાહેબ, બહુ કાબેલ હોશિયાર કાર્યકર્તા. ક્લાર્ક : ચળવળ માટે. જીજીભાઈ : એ તો કોણ જાણે. પણ દેશપ્રેમી. ક્લાર્ક : યુ ર્થિક સો ? સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ૧૦૩ જીજીભાઈ : હું તો સાહેબ, એક સરકારી વફાદાર નોકર છું. પણ પ્રજાનો મોટો ભાગ અને દેશપ્રેમી, નીડર, સત્યવક્તા લોકસેવક કહે છે. ક્લાર્ક : ધિસ ઇઝ નૉટ ગુજરાત...ધિસ ઇઝ નાગપુર, સી. પી. જીજીભાઈ : નાગપુરના કમિશનર સાહેબ ! આપ સરમુખત્યાર છો. ક્લાર્ક : હું છું જ. યુનિયન જેક ઈઝ યુનિયન જેક અંન્ડ ઘંટ ઇઝ ધી ઓન્લી જૅ ક. ડુ યુ રિસ્પેક્ટ ધી યુનિયન જંક ઑર નૉટ ? જીજીભાઈ : આઇ રિસ્પેક્ટ ઑલ જંક્સ સર. ક્લાર્ક : આઇ સે યુનિયન જંક ! જીજીભાઈ : યુનિયન જેક. ક્લાર્ક : વૉટ ઇઝ ધિસ રાસ્ટધજ ! જીજીભાઈ : નાગપુરના કમિશનર સાહેબ ! હું તો આપનો વફાદાર ક્લાર્ક છું. ક્લાર્ક : હેડ ક્લાર્ક. જીજીભાઈ : જી, હેડ ક્લાર્ક. ૧૯૨૨માં જબલપુરમાં સત્યાગ્રહ સમિતિમાં મ્યુનિસિપાલિટી ઉપર યુનિયન ઑકને બદલે રાષ્ટ્રધ્વજ ચઢાવવાનો ઠરાવ થયો હતો. તે પ્રમાણે રાષ્ટ્રધ્વજ ચઢાવવામાં આવ્યો. ક્લાર્ક : વૉટ - રાસ્ટધજ- તમને ખબર છે કે આ ચળવળખોરો સિવિલ લાઈન્સમાં એ ધજ સાથે સરઘસ લઈને આવવાના છે. સિવિલ લાઇન્સમાં. જીજીભાઈ : જી. સિવિલ લાઇન્સમાં. ક્લાર્ક : એટલે શું, સિવિલ લાઇન્સ એટલે ગોરાઓનો વસવાટ. જીજીભાઈ : તો સાહેબ, બીજે ક્રિમિનલો-ગુનેગારો વસે છે એમ ? ક્લાર્ક : પ્રેક્ટિકલી કાલેલોક, ઇન્ડિયન. સિવિલ ઇઝ સિવિલ. તમે નહીં સમજો અને ત્યાં વન મિ. વલ્લભભાઈ પટેલ એ ધ્વજ લઈને Page #60 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ૧૦૫ ક્લાર્ક : ઘેટ્સ રાઇટ ! મારી કલમ તેજીલી, બંદૂકની ગોળી જેવી. આ નહીં નહીં બને, ન માઇ ડેથ બોડી ધિસ સરઘસ વિલ ગો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ? પણ એમ નહીં બને. સરઘસ આખું ગોળીથી મારીશ. જીજીભાઈ : જી, આપ મરી ફીટો, પણ આ રાષ્ટ્રધ્વજવાળા સરઘસને અને મિ. વલ્લભભાઈને સિવિલ લાઇન્સમાંથી પસાર નહીં જ થવા દો. નવભારતના ભાગ્યવિધાતા સરઘસ કાઢવા માગે છે. નોનસેન્સ ! આભ તૂટી પડે તો પણ એ સરઘસ નહીં નીકળે. બ્રિટિશ ફ્લેગ એટલે યુનિયન જેક. એનું અપમાન ! બ્રિટિશ ક્લંગની સામે આ સિડિસન, અરાજ કતા, રાજદ્રોહ, તાજનું અપમાન ભયંકર ગુનો. એ કેમ સાંખી શકાય ? મારા બંગલા પાસેથી સરઘસ ! હું હિન્દુસ્તાનના સનંદી સિવિલિયનોનો મહામંત્રી. વી સિવિલિયન્સ, એ પાવરફુલ બૉડી. તમે જીજીભાઈ જાણો છો, હું ચીફ સેક્રેટરી ફૉર ઑલ ઇન્ડિયા બાંડી. જીજીભાઈ : હા જી, એ હું જાણું છું. ક્લાર્ક : ના, તમે નથી જાણતા. હું ધારું તો દિલ્હીના વાઇસરૉયને બદલાવી શકું. પ્રાંતોના ગવર્નરને નચાવી શકું. હું સેક્રેટરી ઑફ ઑલ સિવિલ સરવિસીઝ, મારો અહીં બંગલો સિવિલ-લાઇન્સમાં, ત્યાંથી વન વલ્લભભાઈ પટેલ, એક વાવટું લઈને નીકળે. બધાને શુટ કરી શકું. જીજીભાઈ : જી સાહેબ, આપ ગમે તેને શૂટ કરી શકો – ક્લાર્ક : અમે ત્યાં એટલા બધા ગોરા અફસરો રહીએ છીએ, ત્યાં અમારે આ વાવટો નહીં જોઈએ. આ સરઘસ નહીં જોઈએ. ઍન્ડ ઍન્ડ જીજીભાઈ ડુ યુ નો ધિસ ? જીજીભાઈ : જી, ના જી. આઇ નો નથિંગ સર ! ક્લાર્ક : મુંબઈના અને કલકત્તાનાં જાણીતાં અંગ્લોઇન્ડિયન છાપાંઓનો ખબરપત્રી છું. હું નામ જાહેર કર્યા વિના રિપૉર્ટ મોકલું છું. જીજીભાઈ : જી હું એ જાણું છું, સાહેબ ! ક્લાર્ક : હાઉ યુ નો ઘંટ ? જીજીભાઈ : લેખો વાંચીને. આપની મજબૂત અંગ્રેજી ભાષા વાંચીને. ક્લાર્ક : હવે તમે સમજ્યા. સરકારી મકાનો પર એ ધજ નહીં ચઢે, નહીં બને. ફક્ત યુનિયન જંક જ ખરો, એ જ વાવટો સદાકાળને માટે હિન્દુસ્તાનમાં ઊડશે. જીજીભાઈ : અને સાહેબ ! એમ નહીં બને આ દેશી રાષ્ટ્રધ્વજ ઊડશે તો ? ફૉર ધ સેઇક ઑફ આર્ગ્યુમેન્ટ. ક્લાર્ક : તો ? તો આ વાંચો મારો લેખ. પરમ દિવસે મુંબાઈના છાપામાં છપાશે, તો બ્રિટિશ રાજ્ય ઊંધું વળશે. ગોરા લોકોની રમતને પજવણી થશે. લુચ્ચા લફંગા જંગલી રખડતા લોકોનું અહીં રાજ્ય થશે. એટલે અરાજકતા થશે. એટલે અંધાધૂંધી થશે. એટલે ગોરી રૈયતને બચાવવાનો માત્ર એક જ ઉપાય છે. અને તે ગોળીબાર, વીંધી દો એમને—ગોળીથીવીંધી જમીન ઉપર ઢાળી દો. શૂટ ધેમ. શુટ ગાઇસ, શૂટ ! જીજીભાઈ : આઇ સી. ક્લાર્ક : લો આ લેખ, હમણાં ને હમણાં મુંબાઈ કલકત્તાના આપણી સરકારને ટેકો આપનારાં છાપાંઓને પોસ્ટ કરો. જીજીભાઈ : એટલે અંગ્લોઇન્ડિયન છાપાવાળાઓને ? ક્લાર્ક : બરાબર, તમે મારી સૂચના પ્રમાણે નરસિંગપુર જિલ્લામાં જાહેર થયેલું ડેપ્યુટી કમિશનરનું ફરમાન વાંચ્યું ? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : હા સાહેબ ! આજે જ હમણાં મારી પાસે આવ્યું ‘ફરમાને આમ’, શહેનશાહ પંચમ જ્યૉર્જની જય–ફરમાને આમ.' ક્લાર્ક : એમાં શું છે ? જીજીભાઈ : બ્રિટિશ સરકારને જેઓ વફાદાર રહેશે. તેઓ સુખી, બેફિકર અને આનંદમાં રહેશે. જેઓ કાયદાનો ભંગ કરશે તેઓ ઉપર કામ ચાલશે. ક્લાર્ક : કામ ચાલશે, એ તો જાહેરનામામાં છે. પણ એમની ઉપર જાત જાતના જુલમ કરી એમને નાબૂદ કરવામાં આવશે. જીજીભાઈ: હવે મારે આપની સમક્ષ કેટલીક સરકારી વાર્તા કહેવાની છે. ક્લાર્ક : જલદી કરો, મારે ગોરાઓની ક્લબમાં જવાનું છે. જીજીભાઈ : તો આપ સાંજે આપના બંગલા ઉપર નહીં હો ? કદાચ ત્યાંથી સરઘસ નીકળે તો ! વાવટો ફરકાવે તો ! ક્લાર્ક : ઇમ્પોસિબલ . હું નાગપુરનો કિંમશનર છું. હું અહીંનો તાજ વિનાનો રાજા છું. જાણો છો. પેલા મિ. વલ્લભભાઈ પટેલ અહીં આવવાના છે. એ જેને ત્યાં ઊતરવાના હતા તેને જેલ કર્યા છે. બારણે તાળું છે. એ પાછા જશે, પાછા ગયા હશે. જીજીભાઈ : સાહેબ દિલ્હીથી સરકાર તરફથી ખરીતો છે કે મિ. વલ્લભભાઈના ભાઈ મિ. વિઠ્ઠલભાઈ પટેલ અને હોમ મેમ્બર સાથે કેટલીક સમજૂતી થઈ છે. સરઘસ શાંત હોય, અને શાંત રહે તો વાવટા સાથે સરઘસને જવા દેવામાં આવે. ક્લાર્ક : મિ. જીજીભાઈ ! દિલ્હી સરકારને અહીંની સ્થિતિનો ખ્યાલ નથી. એ કાગળ જાહેર ન કરો, ફાઇલ કરો, ના, ફાડી જ નાંખો. આ બીજા પટેલ કોણ છે ? જીજીભાઈ : મિ. વલ્લભભાઈના મોટાભાઈ, ધારાસભાના સભ્ય છે. સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ક્લાર્ક ૧૦૭ : સિમ્પલ લૉજિક. જો વલ્લભભાઈ પટેલ જ અહીં નહીં આવી શકે તો એના મોટાભાઈ અને હોમ મેમ્બરની સમજૂતીનો અહીં સવાલ જ નથી. જીજીભાઈ : સાહેબ, જમનાલાલ બજાજની ટુકડી વાવટો લઈ નીકળી. ક્લાર્ક : એમને પકડી લેવાનો મેં હુકમ આપ્યો છે. જીજીભાઈ : કર્ણાટકથી હાર્ડીકરની ટુકડી નીકળી. ગુજરાતથી ખેડાની ભક્તિલક્ષ્મીબેનની, વિનોબાજીની ટુકડીઓ નીકળી. ક્લાર્ક : સ્ત્રી અને પુરુષ... બધાંને જેલનો હુકમ છે. જીજીભાઈ : ડૉ. ચંદુભાઈ દેસાઈ ભરૂચથી ટુકડી લઈને આવ્યા. ક્લાર્ક • જેટલે લાંબેથી આવશે એમને એટલી લાંબી જેલ મળશે. જીજીભાઈ : ગોકળભાઈ તલાટી, રવિશંકર મહારાજ ટુકડી લઈને નીકળ્યા છે. ક્લાર્ક : જીજીભાઈ, મેં ક્યારના હુકમો આપી દીધા છે. એ ગમે તે હોય, ભણેલા અભણ બધા ઉપર બદમાશ હોવાની કલમ લગાવી જેલ કરવાનો મારો હુકમ છે. જીજીભાઈ : સુરતથી ડૉ. ઘીઆ પચાસેક માણસો સાથે આવ્યા છે. ક્લાર્ક જીજીભાઈ ક્લાર્ક : હી હી હી હી. સ્ટેશન ઉપર જ એ ટોળી પકડાશે. મારા હાથ ચાર નથી, ચારસો છે. મેં નવો હુકમ કાઢ્યો છે. ભલેને એક માણસ વાવટો લઈને જાય, એ પણ સરઘસ ગણાશે. : એક હોય તો પણ ? સાહેબ ! : એની આસપાસ બે-પાંચ એની આગળ દશ-બાર જણ હોય, એટલે મારા મૅજિસ્ટ્રેટ અને સરઘસ જ ગણશે. અને ભારેમાં ભારે સજા થશે. ઠીક મારે જરા ક્લબમાં જવું છે. તમે અહીં જ બેસજો, અને મને ખબર આપતા રહેજો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જીજીભાઈ : ભલે સાહેબ. દરમ્યાન હું ક્લાર્ક નવભારતના ભાગ્યવિધાતા આ જેલમાંથી આવેલો રિપૉર્ટ છે તે વાંચી જાઉં. આપને વાંધો ન હોય તો એમાંનો સાર કોઈ છાપામાં મોકલાવી આપું ? જીજીભાઈ : હા. જે ગુનેગારોને કેટલી કેટલી કડક સજાઓ કરવામાં આવે છે, અને એમને કેટલાં કઠિન કામો કરવાં પડે છે એનો બરાબર હેવાલ પ્રગટ કરવા કહેજો. એટલે ભલભલા ડરીને ભાગી જશે. : થેંક્સ મિ. ક્લાર્ક, સાહેબજી. (એક જણ પ્રવેશે છે) જીજીભાઈ: હા જી આવો. તમે કિયા છાપાના તંત્રી છો તે મને નહીં કહેતા. પણ જેલમાં પૂરેલા સત્યાગ્રહીઓ ઉપર કેવા જુલમો કરવામાં આવ્યા છે તેની આ નોંધ લ્યો. સાંભળો ! “અહીં નાગપુરમાં કેદીઓના વર્ગ – વધારે કામ પહેલો વર્ગ, રવિશંકર મહારાજ પહેલા વર્ગમાં, એમની પાસે વધારેમાં વધારે કામ. એટલે એમણે સવા મણ દળવાનું, બીજા વર્ગમાં પોણો મણ દળવાનું. નિડયાદના ગોકુલભાઈ તલાટીને બીજા વર્ગમાં પોણો મણ દળવાનું. ખાવામાં એક વાર જુવારના રોટલા અને ભાજી. ભાજી એટલે તદ્દન ઘરડાં થઈ ગયેલાં પાંદડાં, રોટલા કાચા, એમાં કાંકરા, દાળમાં દાળ જડે જ નહીં, ફક્ત મરેલી ઇયળો જ જોવા મળે. બારણા વિનાનાં પાયખાનાં. વૉર્ડરો, રવિશંકર મહારાજ જેવા કેદીઓને તૂ-તા કરે. જેલના ડોક્ટરના દિલમાં દયાનો છાંટો ન મળે. બધા જ દરદીઓને એક જ બાટલીમાંથી દવા વેંચાશે. ઉપરાંત ગાળોનો વરસાદ, હાથકડી, દંડાબેડી, આડીબેડી, તાટકપડાં અને અંધારી કોટડી. એવી સજાઓ વધારવામાં નાગપુર ઝંડા સત્યાગ્રહીઓની સંખ્યા ૧૭૫૦.” (સંગીત) સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ૧૦૯ મિ. ક્લાર્ક પાછા પ્રવેશે છે... : જીજીભાઈ ! આ શું લખો છો ? ક્લાર્ક જીજીભાઈ : નાગપુર ધ્વજ સત્યાગ્રહનો સાચો રિપૉર્ટ. આપને ક્લબમાંથી જાણી જોઈને આપના મિત્રો લઈ ગયા, અને ત્યાં બેસાડી રાખ્યા, નહીં તો નેતા વલ્લભભાઈ પટેલ સાહેબની સરદારી હેઠળનું ‘ઝંડા ઊંચા રહે હમારા’નું ગીત ગાતા સરઘસનું દૃશ્ય આપે જોયું હોત. : પણ તમે સરકારી નોકર એવું નહીં લખી શકો. મિ. ક્લાર્ક સાહેબ, હું જીજીભાઈ એક કારકુન—આપ સિવિલિયનો ના મહામંત્રી, પણ અટકે મિ. ક્લાર્ક તે આપ પણ બ્રિટિશ સરકારના ક્લાર્ક જ. ક્લાર્ક જીજીભાઈ : ક્લાર્ક : શટ અપ. જીજીભાઈ : અમદાવાદમાં અમારે એક મિ. પ્રેટ સાહેબ હતા. આપ તો એનાથી પણ વધારે જુઠ્ઠા, કાવતરાબાજ. ક્લાર્ક : કાવતરાબાજ ? યુ ડેર સે ધૅટ ટુ મિ ! જીજીભાઈ ! તમે બોલો છો ? જીજીભાઈ : હું તો આપને વફાદાર રહ્યો હતો. આપ આપની દિલ્હીની સરકારને બેવફા રહ્યા. કેદીઓને છોડવાના હુકમો આવ્યા તે પણ આપે અમલમાં મૂક્યા નહીં. એંગ્લોઇન્ડિયન છાપાંઓમાં અમારા નેતા વલ્લભભાઈ સાહેબે માફી માગી, સરઘસ છાનામાના કાઢ્યું, એવા જુઠ્ઠા સમાચાર આપે આપની લાગવગથી જાહેર કર્યા. શ્રી વલ્લભભાઈ સાહેબે આપની વાતોનો જડબાતોડ જવાબ આપ્યો, અને પ્રજાએ તમારો નહીં પણ વલ્લભભાઈ સાહેબનો ખુલાસો માન્યો. ક્લાર્ક : તમે આવું બોલી જ કેમ શકો ? જીજીભાઈ : કારણ સત્ય હકીકત વલ્લભભાઈ સાહેબે નાગપુરના ભાષણમાં કહી સંભળાવી. આપનું અને એંગ્લોઇન્ડિયન છાપાવાળાનું પર્યંત્ર ઉઘાડું પાડ્યું. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ક્લાર્ક : શટ અપ. : જીજીભાઈ : શહેરમાં ફરી ફરી વાર રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ નીકળ્યું. દિલ્હીના હોમ મેમ્બર સાહેબ ત્યાંથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ આગળ આપનાં જુઠ્ઠાણાં જાહેર થયાં. શ્રી વલ્લભભાઈ સાહેબનો જયજયકાર થયો, નાગપુર ઝંડા સત્યાગ્રહનો વિજય થયો. : શટ અપ. આજનો મારો છેલ્લો દિવસ છે. હું આજથી લાંબી રજા ઉપર ઊતરી જાઉં છું. જીજીભાઈ : આ આપે ઠીક નિર્ણય લીધો. ક્લાર્ક ક્લાર્ક નવભારતના ભાગ્યવિધાતા : પણ સાંભળી લ્યો. હજી હું સત્તા ઉપર છું. તમારે માટે હું આ તમારી સવિસ માટે આ ખરાબ શેરો મારતો જાઉં છું, અને એથી તમે ડી-ગ્રેડ થશો. તમે આખરે બે-વફા નીવડ્યા છો. જીજીભાઈ : કોને ? ક્લાર્ક : બ્રિટિશ સલ્તનતને. જીજીભાઈ : જુઠ્ઠાણાં તો આપે ચલાવ્યાં. દિલ્હીની સરકારને ઊંધા પાટા આપે બંધાવ્યા. આપના જેવાના કારસ્તાનોથી તો બ્રિટિશ સત્તાની વહેલી ઘોર ખોદાઈ. ક્લાર્ક : શટ અપ ટ્રેઇટર. જીજીભાઈ : હું ટ્રેઇટર નથી. આપ પધાર્યા તે પહેલાં મેં મારો ચાર્જ છોડી દીધો છે. મારી નોકરી આજે પૂરી થઈ. હું પાકી ઉંમરે પેન્શન પર ઊતર્યો છું. હવે હું ધારું તે કરી શકું. ધારું તે કરી શકું. : તમે વલ્લભભાઈની ટોળીમાં ભળી જશો ? ક્લાર્ક જીજીભાઈ : જી. તમારા જેવા પણ એમની સત્તા સ્વીકારતા થશે, તમારા જેવા કંઈક આઇ.સી.એસ.ની શાન એ ઠેકાણે લાવશે. તમે રજા ઉપર ઊતરો છો. મારી આગાહી છે અને સાચી બાતમી પણ છે કે આપ હવે આપની નોકરી પર પાછા નહીં ફરો, મિ. ક્લાર્ક ! : તમને શી રીતે જાણ થઈ ? ક્લાર્ક જીજીભાઈ : સર ! આંતર પ્રેરણા. આપ તો અહિંસક સરઘસ પર ગોળીબાર સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ૧૧૧ કરવાના હતા. મિ. ક્લાર્ક, પણ હિન્દુસ્તાનનો કિનારો આપને છોડવા વારો આવ્યો. પધારો ! ક્લાર્ક : જતાં પહેલાં હું દિલ્હી ફોન કરીને પણ તમારી ખબર લેવડાવીશ. દેશદ્રોહી ! જીજીભાઈ : સાહેબ – મિ. ક્લાર્ક, અમારા નેતા વલ્લભભાઈનો હુકમ છે કે અંગ્રેજો પ્રત્યે વેર નહીં રાખવું. ઉદાર દિલ રાખવું. અમારી ખબર લેવાવાળો તો ઉપર ભગવાન બેઠો છે. મેં જે વફાદારીથી બ્રિટિશ સરકારની નોકરી કરી છે, એટલી જ વફાદારીથી હવે શ્રી વલ્લભભાઈ સાહેબની નીચે સેવાકામ કરીશ. ક્લાર્ક : તે તમે એની ટોળીમાં ભળી જશો ? જીજીભાઈ : હું એકલો નહીં. ધીમે ધીમે આખો દેશ. આપ જીવતા હશો તો વિલાયતમાં છાપાંઓમાં આપ જેવા સિવિલિયનોના હાથ કેવા ભોંઠા પડે છે, તેના સમાચાર વાંચતા રહેશો. અને અને... અને— ક્લાર્ક : જીજીભાઈ : જતે કાળે આપના યુનિયન જૅકને બદલે અમારો રાષ્ટ્રધ્વજ કેવો અને કેટકેટલે ઠેકાણે ફરફરવા માંડશે, એ વિશે પણ જાણશો. : યુ બ્રુટ. જીજીભાઈ : બ્રુટ ફોર્સ તો આપે વાપર્યો. હું આપને દેશ જવા સફળ સફર ઇચ્છું છું. બાઇ ! બાઇ ! ક્લાર્ક Page #64 -------------------------------------------------------------------------- ________________ બોરસદના સરદાર અને હૈડિયા વેરો : પાત્રો : રામભાઈ, પરાવો, મુખી, મામલતદાર, ડી.એસ.પી. રામભાઈ : જુઓ ભાઈ ! આજની સભાનું કામકાજ અત્યંત શાંતિથી કરવાનું છે. આજે મુંબઈના લાટ સાહેબ એટલે ગવર્નર સાહેબના ખાસ અધિકારી જાતે અહીં પધારવાના છે. એમનું નામ સર મોરિસ હાવર્ડ. પશવો : પણ રામભાઈ ! એમાં આપણો શો દા'ડો વળશે ? રામભાઈ : ભાઈ, આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ, અને આપણા નેતામાં વિશ્વાસ રાખવો જોઈએ. શ્રી વલ્લભભાઈ સાહેબ મહાસભામાં હાજરી આપવા કોકોનાડા ગયા છે. એમનું છેલ્લું મુંબાઈમાં બોરસદના સત્યાગ્રહ વિશેનું ભાષણ વાંચો. એમાં એમણે શું કહ્યું છે, તમે પશવાભાઈ એ વાંચી સંભળાવો તોપશવો : વલ્લભભાઈ સાહેબ કહે છે : “સરકારના ખાનગી કાગળો મેં મેળવ્યા છે. એમાં સરકારની મેલી ચાલ મેં બહાર પાડી છે. કાયદામાં ગુનો ગણાતો હોય તો સરકાર મારી ઉપર કેસ ચલાવે. સરકારી અમલદારોએ એક બહારવટિયાને પકડવા બીજો બહારવટિયો ઊભો કર્યો. એને બંદૂકો-કારતૂસો પૂરાં પાડ્યાં. એને લૂંટફાટ અને ખૂનો કરવા દીધાં. સરકાર મારા આ આરોપોનો જવાબ આપે ! અથવા મારી ઉપર કેસ ચલાવે.” બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૧૩ રામભાઈ : બસ...આ અહેવાલ મુંબાઈના છાપામાં પ્રગટ થયો એટલે નવા આવેલા ગવર્નર સાહેબ સર લેસ્લી વિલ્સન જાહેરમાં મુકાયેલો આ આરોપ વાંચી ચોંક્યા. એથી એમણે પોતાના હોમ મેમ્બર સર મોરિસ સાહેબને મોકલ્યા છે. હમણાં એ આવવામાં. હવે તો કાં તો એ શ્રી વલ્લભભાઈ સાહેબને પકડે, યા પોતાની ભૂલ કબૂલ કરે. પશવો : કઈ સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે ? રામભાઈ : અલ્યા ઉતાવળા ના થાઓ. આપણે વલ્લભભાઈ સાહેબની સલાહ થી સત્યાગ્રહ કર્યો. હવે સરકાર ગભરાઈ છે. તો વાટાઘાટે કરવામાં નાનમ શી ? જુઓ તો ખરા હોમ મેમ્બર સાથે કલેક્ટર, કમિશનર, મૅજિસ્ટ્રેટો બધા હાજર રહેશે. અને આપણી પાસે વિગતો તૈયાર છે. સવાલજવાબમાં બધી વાતનો નીડરપણે જવાબ આપીશું, તો ભલે સરકાર ભૂલ કબૂલ ન કરે, પણ પીછેહઠ તો કરશે જ . બેત્રણ : બરાબર છે, આ હૈડિયા વેરો તો એક કાળી ટીલી સમાન જ છે. પશવો : રામભાઈ, હું તો તાજેતરમાં વિલાયતથી બારિસ્ટરીનું ભણીગણી આવ્યો છું. આ હૈડિયા વેરો તે શું ? રામભાઈ : બહુ ટૂંકમાં સમજણ આપી શકું. કારણ સર મોરિસ હવે આવવામાં, અને આપણે શિસ્તબદ્ધ સભા ચલાવવાની.... માટે ટૂંકમાં સમજી લ્યો. મુદ્દાઓ એમ છે કે, આ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ બહુ વધી ગયો. એમાં પોલીસ અને બહારવટિયા સાથે મળીને રાતે બહારવટિયા લૂંટે, દિવસે પોલીસ લૂંટે. પશવો : પણ કોને ? રામભાઈ : પ્રજાને જ, ગરીબ રાંકડી કાયદાને પાળનારી પ્રજાને જ. પશવો : એમ ! Page #65 -------------------------------------------------------------------------- ________________ બોરસદના સરદાર અને હડિયા વેર ૧૧૫ ૧૧૪ નવભારતના ભાગ્યવિધાતા રામભાઈ : લૂંટફાટ થઈ એટલે સરકારે પ્રજાને દેડી. દાઝયા પર ડામ. સોળ વર્ષની ઉંમરના દરેક સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, અપંગ ઉપર વ્યક્તિ દીઠ કર-અઢી રૂપિયા, એની રકમ બેલાખ ચાળીસ હજાર. એ દંડનું નામ હૈડિયા વેરો. આ રકમમાંથી સરકાર વધારે પોલીસ રાખે. એ પોલીસ દિવસના પ્રજાને લૂંટે–ખેતરમાંથી દાણો, શાકવાળાને ત્યાંથી શાકે એમ ધોળે દિવસે લૂંટ ચલાવે. રાતે પોલીસની મદદથી બહારવટિયા લૂંટે. પશવો : હોય નહીં ! આવું તે હોતું હશે ? રામભાઈ : શ્રી વલ્લભભાઈ સાહેબને કાને આ વાત આવી એટલે એમણે શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી રવિશંકર મહારાજની કમિટી નીમી. ગામે ગામ જઈ આ બે કાર્ય કરનારાઓએ વિગતો એકઠી કરી. અને મહારાજ હોય ત્યાં વિગતો ખોટી તો ન જ હોયને ! પશવો : શ્રી રવિશંકર મહારાજ ? રામભાઈ : શ્રી રવિશંકર મહારાજ, અને શ્રી મોહનલાલ પંડ્યા. રવિશંકર મહારાજ તો આ અહીં બેઠા છે. દરમ્યાન ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક મળી, જુદી જુદી કેફિયતો એકઠી કરવામાં આવી, પછી એ રિપૉર્ટના આધારે શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે શ્રી રવિશંકર મહારાજની મેળવેલી વિગતો બધી રીતે નાણી જોઈ, ચોકસાઈ કરી, એ દંડ નહીં ભરવા, સત્યાગ્રહ કરવા હાકલ કરી. એ ભાષણ બોરસદ ગામમાં કર્યું. લ્યો પશાભાઈ, વાંચી સંભળાવો આ નાનકડો ફકરો. પશવો : “સરકાર બહારવટિયાઓને મદદ કરે છે. સરકારે પ્રજાને માથાદીઠ દંડ કર્યો છે. પણ સરકાર એ જ પૈસામાંથી પોલીસ અને બહારવટિયાઓને મદદ કરે છે, એ સરકારને શો દંડ કરવો ? બહારવટિયાઓએ પ્રજા ઉપર જે જુલમો કર્યા છે, તેની બધી વિગતો આપણી પાસે છે. અમે આબરૂદાર અને ઈમાનદાર માણસો છીએ. સરકારની માફક લુંટારુઓના સોબતી નથી. એટલે આપણે આ દંડ નહીં ભરીએ, આમ કરતાં જે દુ:ખ પડે તે શાંતિથી સહન કરીશું, પણ સ્વમાન જાળવીશું, આ માટે સ્વયંસેવકોની મોટી સંખ્યાની અમને જરૂર છે.” રામભાઈ : મોટા ભાગના સ્વયંસેવકો તો તાલુકામાંથી મળી ગયા. આ લડત પાંચ અઠવાડિયાં ચાલી. એમાં સરકારે એક : ઝાડ સાથે ખીલા ઠોકીને નિર્દોષને ગોળીએથી વીંધ્યા. બીજો : નિર્દોષ પ્રજાજનોનાં નાક કાપ્યાં. ત્રીજો : એક જણ બહારવટિયાઓની સામે થવા ગયો, એને પોલીસે છરીથી મારી નાંખ્યો. રામભાઈ : બસ હવે ચૂપ, હમણાં આટલા દાખલાઓ પૂરતા છે. આ સર મોરિસ હાવર્ડ, મુંબાઈ ઇલાકાના હોમ મેમ્બર સાહેબ આવ્યા. બધાએ શાંત રહેવું. એમને ગુજરાતી ન આવડતું હોય તો પણ આપણે ગુજરાતીમાં જ વાતચીત કરવી. હું એમને અંગ્રેજીમાં બધું સમજાવીશ, અથવા આ તાજા વિલાયતથી બારિસ્ટર થઈને આવેલા કિશોર પશાભાઈ સમજાવશે. પધારો સાહેબો...બિરાજો અલ્યા, મામલતદાર, કમિશનર, ફોજદાર સાહેબોને ખુરશીઓ તો આપો. મૅજિસ્ટ્રેટ સાહેબોને પણ એમના ઓધ્ધા પ્રમાણે બેસાડો. હવે શાંત રહેજો. હોમ મિનિસ્ટર સાહેબ કહે છે કે ઇલાકાના ગવર્નર સાહેબ નવા જ આવેલા છે. એ જાણવા માંગે છે કે બોરસદ તાલુકામાં આવડી મોટી ચળવળ થઈ, તો તે પહેલાં કોઈએ સરકારને અરજી કેમ ન કરી ? અ. ૧ : અલ્યા અરજો – શેના અરજો ! સાહેબને કહો-અરજ કરી કરી કાગર ખૂટી ગયા અને શાહી સુકાઈ ગઈ. અલ્યા પશવા, પેલો Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પશવો નવભારતના ભાગ્યવિધાતા થોકડો બતાવતો. પશવો : સાહેબ ! અરજ કોને કરે ! આ મામલતદાર, ફોજદારથી ઠેઠ હોમ મેમ્બર સાહેબ સુધી કરેલી અરજો અહીંની પોસ્ટ ઓફિસમાંથી સરકારી હુકમ થકી અટકાવી દીધી હશે કે શું, તે આ ઢગલો હું પસ્તીવાળાને ત્યાંથી લઈ આવ્યો છું. અ. ૩ : સાહેબ, મોટાભાગની અરજીના લિફાફા પણ ફોડ્યા નથી, તો આપના વાંચવામાં તો ક્યાંથી આવે ? : આ બીજો ઢગલો, આ અરજાં તો કેટલી મહેનત લઈ અંગ્રેજીમાં લખ્યાં હતાં. જુઓ સાહેબ. અ. ૩ : હવે વધારે અરજો અમે કરવાના નથી, કારણ પ્રજાનો સરકાર માંથી વિશ્વાસ ઊઠી ગયો છે. : સાયેબ, આ અરજીઓનો આવો અંજામ કરવામાં આવ્યો, તે માટે આપ લાટ સાહેબ આપના આ મામલતદાર કલેક્ટર સાહેબને જ પૂછીને એમની પાસેથી જવાબ લ્યો તો સારું ! રામભાઈ : લાટસાહેબ કહે છે કે અરજીની વાત જવા દો. તમે કરવેરો કેમ નથી ભર્યો ? પશવો : રામભાઈ ! આ તો વાત ફેરવવાની વાત થઈ. લાટ સાહેબને કહો કે જેવા અરજીનાં ફેસ્તાં, એવી આ મામલતદારની નોટિસોના ઢગલા. અમારી જમીન એમણે ખાલસા કરી છે. રામભાઈ : લાટ સાહેબ કહે છે કે તમે કરવેરા ન ભરો તો શું થાય ? જમીન ખાલસા થાયને ! પશો તો શાયેબને કહો કે પહેલા આ કરવેરો શેનો છે તે તો પૂછો. આ કરવેરો નથી, દંડ છે શાબ દંડ ! રામભાઈ : શેનો દંડ ? પશવો બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૧૭ પશવો : ગામમાં હારવટિયા પકડાતા નથી એને પકડવા માટેનો દંડ સાહેબ, બારવટિયા અને પોલીસ બંને મળી ગયા છે. તમારી પોલીસ જ બારવટિયા પાસે લૂંટફાટ કરાવે છે, એમાં પોલીસનો ભાગ છે. પોલીસ પૈસા ખાય છે. અવાજ : અને ઉપરથી પોલીસ તૈયતને લૂંટે તે જુદી. મારે પણ.... રામભાઈ : પોલીસ શી રીતે લૂંટે ? કહો નામદારને. પશવો : પોલીસને રોજ ખાવા શાકભાજી જોઈએ. દાણો જોઈએ. એમના ઘોડાઓને ખવડાવવા ઘણા દાણા જોઈએ. એ બધું ધોળે દિવસે ખેડૂતોને માર મારી લઈ જાય, ઉપરાંત એમને માર મારવાના, લૂંટ કરવાના સરકારી હુકમોનાં આ કાગળિયાં. રામભાઈ : સાહેબ પૂછે છે કે એવા હુકમો ઉપર લાટ સાહેબની સહી છે ? પશવો : ના શાયબ ! લાટ સાહેબના હથિયાર હાથારૂપ આ સામે બિરાજેલા મામલતદાર સાહેબની સહી છે. રામભાઈ : કોણાબરાબર આંગળી કરી, તે મામલતદાર સાહેબને બતાવો. પશો : પેલા ગુસ્સામાં ડોકું નીચું ઘાલી બેઠા છે તે – પણ સાહેબ એ એકલા નથી. મામલતદાર, ફોજદાર મંજિસ્ટ્રેટ બધા જ આ ચોરી-લૂંટફાટમાં બહારવટિયા પાસે ખૂન કરાવવામાં-ષ્ઠિવડાવવામાં ભાગીદાર છે. એમાંથી કોઈ બચેલો હોય તો આવી જાય અમારી સામે અને છાતી ઉપર હાથ મૂકી જવાબ આપે. રામભાઈ : સર મોરિસ હાવર્ડ ખાતરી આપે છે કે પોતાના અમલદાર સાહેબોને પછી પૂછશે. પણ આ બહારવટિયાઓનો રંજાડ કેટલા વખતથી શરૂ થયો, તે જણાવો. અવાજ : પોલીસની દાનત બગડી તે દિવસથી, સાયેબ ! રામભાઈ : દાનત કેવી રીતે બગડી ? પશવો : તે હું સમજાવું. મૂળ તો સાહેબ, ક્રિમિનલ ટ્રાઇબ ઍક્ટ એ Page #67 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા કાયદો જ ખોટો. ગામમાં મોટા ભાગના લોકોએ રોજ સવારમાં જ પોલીસની ચોકીમાં હાજરી આપવા જવાનું. રામભાઈ : ગુનેગારોને ? પશવો : સાહેબ કેવો સવાલ પૂછો છો. ગુનેગાર હોય એને તો સજા થાય, એટલે એ જેલમાં હોય. આ તો પોલીસને જેની ઉપર શંકા, યા અદાવત, યા પૈસા કઢાવવાની દાનત, તેવા બિનગુનેગારોને હાજર થવાનું; દાખલા તરીકે એક બાબરાદેવા નામનો શખ્ત એ રોજ ત્યાં ચોકીએ અંગુઠો ભરવા જાય, એકાદ દિવસ સાંજે એ કંઈ કામને લઈ ન જઈ શક્યો, એટલા ગુના માટે એને છ માસની જેલ. જે ગુનેગાર નહોતો, તે ગુનેગાર ગણાયો ! ચૂક નાની. એમ અસરાફ માણસોને પણ પોલીસે બહારવટિયે ચઢાવવાની ફરજ પાડી છે. છ મહિને બાબર છૂટ્યો એટલે એણે ચોરી કરવા માંડી. પોલીસે ગામને કહ્યું કે બાબરિયાને પકડી આપો, નહીં તો ગામને દંડ આપવો પડશે. આમ સાહેબ બારવટિયાને પકડવાની ફરજ પોલીસની છે કે ગામલોકની છે? રામભાઈ : પછી ? : બાબરની માએ કહ્યું કે બાબરિયા ! તું ઘરમાં રહે. કાલે ફોજ પકડવા આવશે એટલે પકડાઈ જજે, નહીં તો ગામની ઉપર સરકાર જુલમ કરશે. બાબર ઘર રહ્યો, અને પેલો પકડવા આવ્યો એનું નાક કાપી નાંખ્યું, પછી તો એ નાઠો. પછી તો એ પાકો વ્હારવટે ચડ્યો. હવે પોલીસે પ્રજા ઉપર જુલમ વધારવા માંડ્યા. એટલે પોલીસમાં વધારો. દંડની રકમ વધારી. દરમ્યાન અલી નામનો બીજો માણસ પોતાની જમીનની તકરારમાં અન્યાય થતાં એ પણ બહારવટે ચઢ્યો. પછી શાહેબ જોઈ લ્યો નાટક ! રામભાઈ : એવાં નાટક શાં ? શાયબ પૂછે છે. બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૧૯ પશવો : અલીને કોઈ એના સાથીદારે પોલીસને પકડાવી દીધો એટલે અલી સાથે ગોઠવણ કરી. રામભાઈ : શી કેવી ગોઠવણ કરી ? પશવો : અલી પોલીસને કહે છે કે, હું બાબરને પકડી આપું, પણ મને નિરાંતે બહારવટું કરવા દો. એ બહારવટામાં પોલીસનો ભાગ. રામભાઈ : હોય નહીં ! પશવો : અરે રામભાઈ ! તમે પણ અહીં ચકાસણી કરવા બેઠા છો. વલ્લભભાઈ સાહેબે, મામલતદારોએ એવા ભાગલાગના કાગળો લખ્યા, તે મેળવી લીધા છે, તે વાત તો જાણો છો ને ? રામભાઈ : હું તો જાણું છું. એ કાગળિયાં આ રહ્યાં. પણ સર મોરિસ સાહેબને શંકા ન રહે માટે સવાલો પૂછું છું. પશવો : તો એ કાગળ કાઢી જે અમલદારે લખ્યા છે, એની સહી લઈ, સહી બતાવી, લાટ સાહેબને બતાવોની. રામભાઈ : તો શાયબ પૂછે છે કે, એ ખાનગી દફતરી કાગળો શ્રી વલ્લભભાઈ પાસે આવ્યા ક્યાંથી ? એવાં કાગળો મેળવવા એ ગુનો છે. પશવો : રામભાઈ, મારું નામ તો પુરુષોત્તમ. પશો. પણ આ સવાલ શ્રી વલ્લભભાઈ સાહેબને પૂછો. અમારા નેતા વલ્લભભાઈ સાહેબે તો જાહેર કર્યું છે કે હા, આ કાગળ અમે મેળવ્યા છે. સરકારના ભોપાળાં ખુલ્લો કરનારાં આ કાગળિયાં છે. અને અમારા પર દાવો માંડો, એટલે બીજાં એવાં કાગળિયાં બહાર પાડીએ. કૉર્ટ પણ જાણે કે સરકારના અમલદારો કેટલા પ્રપંચી, અન્યાયી અને જુલ્મ કરવા તૈયાર રહે છે, અને ઉપરથી પ્રજાને દંડે છે. રામભાઈ : પુરુષોત્તમભાઈ, સાહેબ પૂછે છે કે તમે શો ધંધો કરો છો ? પશવો : કહો સાહેબને ! હું તો ખેડૂત છું, પણ અમારા નેતા શ્રી વલ્લભભાઈ પટેલને પગલે લંડન જઈ બારિસ્ટરની પરીક્ષા પાસ કરી આવ્યો Page #68 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા છું. પેલા ત્યાંના અંગ્લોઇન્ડિયન સાહેબોને દહેશત હતી કે, રખેને હિન્દીઓ ઢગલેબંધ બારિસ્ટર થવા આવશે, તે એમની દહેશત સાચી કરવા ગયો, પણ સાહેબને કહોની કે આમ આડી વાતે કેમ વળગો છો. આ એમના અમલદારો બેઠા છે, એમણે અમારી ઉપર કેટકેટલા જુલ્મો કર્યા છે, એનો તો હિસાબ પૂછો. રામભાઈ : સાહેબ એમના અમલદારોનાં કરતૂતો જાણવા નથી આવ્યા. એ તો બોરસદ તાલુકામાં સત્યાગ્રહ કરી, આ કહેવાતો દંડ ન ભર્યો, એનાં કારણ જાણવા આવ્યા છે. પશવો : એનું કારણ જ આ અમલદારો છે, એમ એમને કહો. એ બધા સત્યવાદીના અવતાર, અમે ગુનેગાર, રોજ સવાર-સાંજ પોલીસ ચોકીએ અંગૂઠો મારવા જનાર. એ તો હું પશાભાઈ બારિસ્ટર છું, એની જાણ થઈ ત્યારે મને માફી મળી, નહીં તો મારા નસીબમાં યે અંગુઠો અને દંડ બંને લખાયા હતા ! રામભાઈ ! સાહેબને જપ્તીની તો વાતો કરો. દંડના બદલામાં કેટકેટલી ૨કમો લૂંટી છે તે લાટ સાહેબને કાને નાંખોને. રામભાઈ : પણ સાહેબ પૂછે ત્યારે ? પશવો : સાહેબ બધી વાતનો તાગ કાઢવા આવ્યા છે. તે એમણે જાણવું તો રહ્યુંને કે, એમના રાજ્યમાં કામ કરનાર કામદાર કેવા કેવા પ્રકારના છે. સાહેબ બેઠા છે એટલે આ કામદાર અધિકારીઓથી ચું કે ચાં થવાની નથી. રામભાઈ : તો એક પછી એક બોલવા માંડો, એટલે હું ટપકાવી એમને કાને નાંખતો જાઉં ! એક : સાહેબ, ચાર રૂપિયાની રકમ વસુલ કરવા માટે મારી એક પેટલાદ મિલનો રૂ. ૧૦૦નો શેર જપ્તીમાં લઈ ગયા છે. બીજો : અને સાહેબ, હું રાસ ગામના ખેડૂત.. રૂ. ૭ના બદલામાં મારી બે ભેંસોને પકડી લઈ ગયા છે. બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૨૧ ત્રીજો : રામજીભાઈ ! કહો સાહેબને, હું દાવોલ ગામનો. મારા ઘરમાં ઘૂસી ઘી, તેલની બરણીઓ જપ્તીમાં લઈ ગયા છે, અને હવે એ ખાલી પણ મળશે કે કેમ એની શંકા છે. મારા પડોશીને ત્યાંથી દાણાની ગુણો ઘસડી લઈ ગયા છે. એ બધું તો ખરું, પણ સાહેબ, સરકારના ત્રાસના બળે લોકોમાં સરકાર સામે એવી તો નફરત જાગી છે કે કોઈ નોકર-ચાકર, પટાવાળા, મજૂર, જપ્તીના માલને ઊંચકવા તૈયાર નથી. અ. ૧ : રામજીભાઈ ! આવા અન્યાયી કરવેરા યા દંડ ઉઘરાવવા બોદાલમાં મામલતદાર સાહેબ પધાર્યા, ત્યારે મુખીને બોલાવવા એમણે પટાવાળાને મોકલ્યા. મુખી પટેલ પોતાનું કામ પરવારી આવ્યા, ત્યારે મુખી અને મામલતદાર સાહેબ વચ્ચે જે સંવાદ યોજાયો હતો તે મેં, હું ત્યાં હાજર હોઈ લખી લીધો હતો, અને એ હું આ મારા બે મિત્રને ગોખાવી, અહીં લઈ આવ્યો છું. એ મામલતદાર સાહેબ પણ અહીં હાજર છે, તે પણ લાટસાહેબ ભેગા સાંભળે, અને એમાં ક્યાંક ખોટું હોય તો એ પોતાનો વિરોધ દર્શાવે. આવો ભાઈ મુખી અને મામલતદાર. રામભાઈ ? તો તમે બરાબર મુખી અને મામલતદારના પહેરવેશ પણ પહેરી લાવ્યા છોને ? એક : તો જ સાહેબને થોડું મનોરંજન પણ મળેને? ચલો, પહેલાં મામલતદારને પૂછે છે. બરાબર થયો તેવો સંવાદ રજૂ કરી બતાવો. મામલતદાર : મુખી ! ગામમાં કેમ ચાલે છે ? મુખી : સાહેબ , ગામ મક્કમ છે. આ કહેવાતો અન્યાયી દંડ યા હૈડિયા વેરો ભરવા ગામલોક ના પાડે છે. મામલતદાર : અમે અહીં ક્યારના આવ્યા છીએ તો પણ તમારા હિસાબમાં જ Page #69 -------------------------------------------------------------------------- ________________ મુખી ૧૨૨ નવભારતના ભાગ્યવિધાતા નથી કે શું ? તમે મુખી છો કે કોણ છો ? : મામલતદાર સાહેબ, અમારે મન તો બધા અમલદારો સરખા જ છે. અમારા નેતા શ્રી વલ્લભભાઈ સાહેબની વ્યાખ્યા એવી છે કે રયત પર જુલ્મ થાય ત્યારે એની પડખે ઊભો રહે તે મામલતદાર , બાકીના બીજા બધા હવાલદાર ! સાહેબ હવાલદાર જ . મામલતદાર ? ચૂપ રહો. ગમે તેમ ન બોલો. મુખી : સાહેબ, આ તો અમારા નેતાના શબ્દો છે. હિંમત હોય તો એમને ચૂપ રહેવા કહો. એમને તો આપના ખાનગી સરક્યુલરોમાં અમને કઈ કઈ રીતે હેરાન-પરેશાન કરવા તે, જે હુકમો બહાર પાડ્યા છે, તે જાહેરમાં મૂક્યા છે. હિંમત હોય તો શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબને કહો. મામલતદાર : એ અહીં હાજર નથી. મુખી : તોયે વોરંટ કાઢી પકડી મંગાવો. પણ એટલી તો કમિશનર સાહેબની પણ હિંમત નથી. મામલતદાર : બસ બસ હવે. લાંબી વાતો મૂકી મારી સાથે જતી કરવા આવો છો કે નહીં ? મુખી : ના સાહેબ ! મારા ભાઈઓની માલમત્તા લૂંટવા, એમના ગળા ઉપર છરી ચલાવવા, હું આવી શકું એમ નથી. મામલતદાર : તમને ગામલોકોની બીક લાગે છે ? મુખી : ડર તો અમને કેવળ ભગવાનનો લાગે છે. બાકી ગામલોકો તે અમારા સગાભાઈ જેવા છે. અમારા ભાઈ કરતાં સરકાર મોટી નથી. મામલતદાર : જો તમે અમારા હુકમનો અનાદર કરતા હો તો રાજીનામું આપી દો. બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૨૩ મુખી : સાહેબ, અમે ગામના મુખી, રાજીનામું તો નહીં આપીએ, પણ આપને ઠીક લાગે તો બરતરફ કરી શકો છો. કરો, કરી જુઓ. બીજો કોઈ ગામનો માણસ મુખી બનવા હા પાડે તો આપણે શરત. અ. ૧ : બસ... રામજીભાઈ, બધું સાહેબને બરાબર કહ્યું? રામભાઈ : તમે જ્યારે સંવાદ કરતા હતા ત્યારે બરાબર અંગ્રેજીમાં હું સમજાવતો હતો. અ. ૧ : પણ આ હાજર છે તે મામલતદાર સાહેબને તો પૂછો કે, આવો સંવાદ થયો હતો કે નહીં ? રામભાઈ : શરમના માર્યા મામલતદાર સાહેબ ઊઠીને પાછલી ખુરશી પર જઈને બેઠા છે. એને હવે વધારે શરમાવવાની જરૂર નથી. અ. ૧ : પણ રામજીભાઈ ! એવી રીતે પ્રજાને રંજાડે, જૂઠું બોલે, જોહુકમીની અમલદારશાહી ચલાવે, એને કશી સજા જ નહીં ? રામભાઈ : ના. શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ અને એમના ગુરુ-મહાત્મા ગાંધીજીએ કરેલાં ભાષણો યાદ કરો. સત્યાગ્રહીઓ દુ:ખ વેઠે. આ અમલદારોને સજા કરવાવાળા આપણે કોણ ? આવા અમલદારો છે તેથી તો અંગ્રેજી રાજ્યના પાયા ઢીલા થતા જાય છે. એમને સજા કરવાવાળા અંગ્રેજો હોય કે ભગવાન હોય. અ. ૧ : પણ લાટસાહેબને કાને આ હકીકત તો કહો. રામભાઈ : લાટસાહેબ મુંબાઈથી ચાલી ચલાવી બોરસદ આવે એનો શો અર્થ છે ? એ જ કે ધીમે ધીમે એમને એમના વફાદાર કહેવાતા અમલદારોના ખોટા કામના અનુભવ થવા માંડ્યા છે. એટલે તો એ સાચી હકીકતનો તાગ કાઢવા આવ્યા છે. સર મોરિસ સાહેબ પણ સત્યાગ્રહના જાણકાર છે. એટલે એ હવે સામું પૂછે કે, જ્યારે મામલતદારોએ જપ્તીઓનું કામ શરૂ કર્યું ત્યારે આપણા Page #70 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા સ્વયંસેવકો પાદરે ઝાડ ઉપર મોટું નગારું લઈ બેસતા, એટલે તે સાંભળી, લોકો ઘર બંધ કરી, તાળાં દઈ, ઢોરને લઈ સીમમાં ચાલ્યા જતા, એ સાચો સત્યાગ્રહ કહી શકાય ? પશવો : એનો જવાબ હું આપું. સર સાહેબે સારું થયું કે, આ સવાલ પૂછળ્યો. સરકારી પોલીસ અમને દંડા મારે, બે રૂપિયા માટે આખી ઘરવખરી ચોરી જાય, તો એમાં અમે દેડામારની સામે પ્રજાને ઢોલનગારાથી હસી-રમી ચેતવીએ એમાં કશું ખોટું નથી. ઉપરાંત, લાટ સાહેબને કહો કે સરકારી પોલીસ અમારા સ્વયંસેવકોના પહેરવેશ પહેરી અમારી ભોળી પ્રજાને છેતરવા ઘરમાં આવીને બેસે, ચા-દૂધની શિરામણ ખાઈ જાય, આવા જપ્તીમાં માલ લેવા પેંતરા કરે, ત્યાં અમારા સ્વયંસેવકો આવી પડે, અને ઉઘાડા પડે, અને નાસી જાય, એવી છેતરપિંડી માટે કોણ જવાબદાર છે ? મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ? રામભાઈ : એ વાતની સર મોરિસને ખબર નથી. પણ હવે એમને હું કહીશ. પણ હવે આપણે ચૂપ રહીએ. સરકારના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, એટલે કે ડી.એસ.પી. સાહેબ કંઈ કાગળ ઉપર ફરિયાદ લખી આવ્યા છે. તે હોમ મેમ્બરને કહેવા માંગે છે. એમને કહેવા દઈએ. ડી.એસ.પી. : નામદાર હોમ મેમ્બર સાહેબ, હમને આ લોકોએ જે હકીકત કહી એની સામે કહેવાનું નથી. પણ અમારી પોલીસે જગન કારા નામના મશહૂર બહારવટિયાને પકડ્યો છે. બીજો નામચીન બહારવટિયો અલી ખુરાસાનીને પકડ્યો છે. ત્રીજો બહુત મશહૂર ધાબરસિંગ બહારવટિયાને પોલીસે પકડ્યો છે. ત્રણચાર : સાહેબ, આમાંનો એક પણ બહારવટિયો સાચો નથી. આ ખોટાં નામ છે. બનાવટી નામો છે. રામભાઈ : શાંતિ. ડી.એસ.પી. પોતાના કામની જાહેરાત કરે છે. કરવા દો . બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૨૫ ડી.એસ.પી.ને અમે એક જ સવાલ પૂછીએ છીએ કે, આ દસબાર બહારવટિયાને આપ સાહેબે ગિરફતાર કર્યા છે, એને અટાણે હાજર કરો. લાટ સાહેબને અરજ કરવામાં આવે છે કે, પોલીસ આ ગુનેગારોને અત્યારે કે પછી પણ હાજર કરી ઊભા રાખી, સાબિત કરે કે, આ નામ, માણસ અને ઘટના સાચી છે તો અમે બધો દંડ ભરી તૈયાર છીએ. અને હાજર ન કરી શકે તો ડી.એસ.પી. સાહેબ, રાજીનામું આપે, બોલો ડી.એસ.પી. સાહેબ. પશવો : અરે, ડી.એસ.પી. સાહેબ, એમ સંતાતા ભાગતા ક્યાં જ શો ! અમે તો આપનો પીછો નહીં પકડીએ, પણ લાટે સાહેબ આપને પૂછ્યા વિના નહીં રહે. રામભાઈ : હવે બધા શાંત રહી બેસી જાઓ. સર મોરિસ હોમ મેમ્બર સાહેબ કહે છે કે એમને જે જાણવું હતું તે જાણી લીધું છે. એટલે સભા બરખાસ્ત કરવા માંગે છે, અને હૈડિયા વેરાના ખટલામાં પ્રજાને ઘટતો ન્યાય કરવા વચન આપે છે. આમ, આપણી લડતનો વિજય થાય એવાં ચિહ્ન જણાય છે. : રામભાઈ, ભલે સરકાર સભા બરખાસ્ત કરે. પણ આ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ અને શ્રી દરબાર સાહેબની સહીવાળી પત્રિકાના લખાણમાંથી કેટલીક વાત તો હોમ મેમ્બર સાહેબને કાને નાંખવાની જરૂર જણાય છે. રામભાઈ : શી ? : અમુક મુદતની અંદર વેરો નહીં ભરાય તો ખાતેદારોની જમીન ખાલસા કરવા, મામલતદાર સાહેબે, નોટિસ કાઢી છે. બે-ચાર રૂપિયાની બાબતમાં સરકારી જમીન ખાલસા કરશે, તો શ્રી વલ્લભભાઈ સાહેબનું કહેવું છે તેમ બહારવટિયા અને સરકાર વચ્ચે કશો ફેર રહેશે નહીં. બાબરદેવાની ટોળી જાન લેવાની ધમકી આપી પૈસા કઢાવે છે. સરકારી અમલદારો અન્યાયી વેરો ઉઘરાવવા બહારવટિયા પાસે જાન લેવાની ધમકી આપી, ઉપરાંત, જમીન ખાલસા કરવાની નોટિસ આપે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નવભારતના ભાગ્યવિધાતા રામભાઈ : પણ કાયદો તો પશાભાઈ એવો છે કે, આટલા બે રૂપિયાના દંડને ખાતર જમીન ખાલસા થઈ શકે નહીં. પશવો : હું પણ એ જ કહું છું, પણ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ કહે છે કે ભલે જમીન ખાલસા કરે, સરકાર બહારવટિયાથી સવાયા થયા દોઢા જુલ્મનાં કામો કરે, તો તે પ્રજાએ વધાવી લેવાં ઘટે, એથી બ્રિટિશ રાજ્યના આ દેશમાંથી વહેલા વળતાં પાણી થશે. રામભાઈ : પશાભાઈ, શ્રી વલ્લભભાઈ સાહેબની એ વાત સાચી છે. પ્રજાને જુલ્મો સહન કરવામાં કશો વાંધો નથી. પરંતુ શ્રી વલ્લભભાઈ સાહેબની એક બીજી સૂચના લોટ સાહેબને કાને નાખું છું કે, જો સરકાર પોલીસ ઉઠાવી લે, તો જે કોઈ ચોરી-લૂંટફાટનાં કામો કરવાનાં બહારવટિયા કરે છે, તે બધા અમે અમારા સ્વયંસેવકો મારફત ચોકીપહેરો રાખી નિર્મળ કરીશું. એમાં અમારા શ્રી રવિશંકર મહારાજ એ કામ સફળતાથી કરી આપશે, એવી ખાતરી આપીશું. આટલું કરી આજની સભામાં લાટસાહેબને કંઈ કહેવું હોય તે કહે નહીં તો સભા પૂરી થાય છે. -ગોંગ- (સંગીત) પશવો : રામભાઈ ! લાટ સાહેબ તો ગયા. એ ગયા તા. ૪-૧-૧૯૨૪. આજે તા. ૧૨-૧-૧૯૨૪. આમ આઠ દિવસ થયા તો પણ સરકાર તરફથી કંઈ જવાબ નથી. રામભાઈ : પશાભાઈ ! કોઈ સરકારે કોઈ કોયડાનો ઉકેલ યા લડતનો જવાબ તરત આપ્યો છે ? પણ ના, તા. ૮મીએ મુંબાઈની સરકારે છાપાજોગી યાદી બહાર પાડી, એમાં કહ્યું છે કે ગરીબ લોકો આ હૈડિયા વેરો ભરી શકે એમ નથી, એટલે આ વેરો લેવાનું જતું કરીએ છીએ. એટલું જ નહીં પણ અહીં વધારાની પોલીસની હવે જરૂર નથી. પશવો : એટલું જ ? બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૨૭ રામભાઈ : ના, ઘણું ગોળગોળ લખ્યું છે. કોઈ પણ સરકાર પોતે હારી એવું તો કોઈ કબૂલ ન જ કરે ને ! પશવો : ટૂંકમાં સરકારે, સીંદરી બળે પણ વળ ન મૂકે, એવી વાત કરી છે. રામભાઈ : બરાબર , એટલું શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે દરબાર ગોપાલદાસ અને શ્રી મોહનલાલ પંડ્યા ઉપર પત્ર લખ્યો છે. એમાં જણાવ્યું છે કે, હવે આપણે આપણું ધ્યેય સિદ્ધ કર્યું, અને સાચો વિજય મેળવ્યો છે. એના હર્ષમાં સામાવાળાને એટલે સરકારને હરાવી એનું અભિમાન ન કરીએ અને એમના તુમાખી અમલદારોને ગાળો ન દઈએ, એમાં આપણી શોભા, આ તો નાનો કજીયો પત્યો. હજી મોટો કજીયો તો ઊભો છે. પશવો : તે શું ? રામભાઈ : એને અહીંથી દેશ બહાર કાઢવાનો. વિજયની ઉજાણી ભલે કરી, પણ આપણા જે દોષ હોય તે તરફ પણ ધ્યાન રાખજો . બહારવટિયાઓને સમજાવી, એમને પ્રજાના સાચા સેવક બનાવવાનું કામ તો હવે આપણે માથે આવ્યું છે, તે કરવાનું રહ્યું છે. પશવો : તે થશે ? રામભાઈ : શ્રી વલ્લભભાઈના આદેશ મુજબ શ્રી રવિશંકર મહારાજે એ કામ માથે લીધું છે. તે એ જરૂર પાર પાડશે. આજ થી શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી રવિશંકર મહારાજ , મોહનલાલ પંડ્યા એમ બત્રીસ સેવકો બોરસદ તાલુકામાં ફરશે. સ્વરાજ મેળવવા માટે થાણાં નાંખશે, અને બહારવટિયાની પ્રજાને આત્મશુદ્ધિને માર્ગે લઈ જશે. પશવો : પણ તો આ હૈડિયા વેર ગયો ? રામભાઈ : ગયો. બરાબરનો ગયો. અને પશાભાઈ સાંભળો. સાથે સાથે રેલવેનાં વેગનોમાંથી અઢળક માલ રોજ ને રોજ ચોરાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ નવભારતના ભાગ્યવિધાતા નડિયાદથી વડોદરા જતી ગાડીઓમાં તો રોજ જ, ચોર અને પોલીસ બંને મળેલા. પશવો : હોય નહીં ! રામભાઈ : કેમ હોય નહીં. બહારવટિયા સાથે પોલીસ નહોતી ભળી ગઈ ? પોલીસને જ્યાં ઘી-કેળાં દેખાય તે જતાં કરે ? અને જ્યાં સરકાર આંખ આડા કાન કરે, ત્યાં તો પૂછવાનું જ શું? પશવો : ઠીક તો. રામભાઈ : આપણા નેતા શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે આ ચોરી અટકાવવાનું કામ માથે લીધું. ગામે ગામ ફરી, સ્વયંસેવકો ગોઠવી, એવી ચોરીઓ ન થાય એ માટે પાકો બંદોબસ્ત કર્યો. સરકારને કહ્યું કે તમારી પોલીસ ખસેડી લ્યો. પશો : સરકારે ખસેડી ? રામભાઈ : ખસેડી લીધી. ત્યાં આપણા સ્વયંસેવકો કામે લાગી ગયા. સરકારે એ માટે પણ દંડ નાંખે તો તે પણ ખસેડવા ઠરાવ કર્યો. પશવો : એમ ? રામભાઈ : આ રહી હકીકત. કમિશનર સાહેબ ભરૂચમાં હતા. ત્યાં શ્રી વલ્લભભાઈ સાહેબે અબ્બાસ સાહેબને ગુજરાત પ્રાંતિક સમિતિના ઠરાવનો કાગળ લઈને મોકલ્યા. પશવો : એમાં શું લખ્યું હતું ? રામભાઈ : કે ચોરીઓ સદંતર અટકી છે. હવે એ દંડ નાબૂદ થવો જોઈએ. નહીં નાબૂદ કરો તો અમે હવે એ દંડ નહીં ભરવા માટે સત્યાગ્રહ કરીશું. પશવો : પરિણામ ? બોરસદના સરદાર અને હડિયા વેર હઠ. તે કહે સત્યાગ્રહ કરવાની ધમકીનું વાક્ય કાઢી નાંખો તો દંડ માફ કરું. પશવો : હા....આ.....આ... રામભાઈ : તો અબ્બાસ સાહેબ કહે, એ તો સાહેબ અમારા નેતા અને ગુજરાત સભાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલની રજા વિના આ કાગળમાંથી એક કાનો-માતર પણ ન ફરે.. પશવો : અચ્છા ! રામભાઈ : કમિશનર સાહેબે વખત પારખી લીધો. દંડ નાબૂદ કરવાનું કબૂલ કર્યું. આમ ધનુષના ટંકાર માત્રથી કામ પતી ગયું. સત્યાગ્રહનું બાણ ચઢાવવાની જરૂર જ ન પડી. પશવો : વલ્લભભાઈ સાહેબના નામથી જ સરકાર બીધી. બધા : બોલો શ્રી વલ્લભભાઈ પટેલની જય. રામભાઈ : કમિશનર એટલે ગોરું લોહી. બ્રિટિશ પ્રજાની જક્કી મનોદશાની Page #73 -------------------------------------------------------------------------- ________________ આ બારડોલી “ભારતકી થર્મોપોલી * આ બારડોલી “ભારતકી થમોંપોલી” પાત્રો ખુશાલભાઈ, મારકંડ, કિશોર કિશોર યે બારડોલી ! ભારત કી થર્મોપોલી તું હી કે ભોમ અનોખી, અમોલી; કિશોર : હા...આ. મારકંડ : અને સવારના પ્રભાત ફેરી નીકળતી ત્યારે આબાલવૃદ્ધો ગીતો ગાતા : “હાક વાગી વલ્લભની વિશ્વમાં રે લોલ.” તો બીજી ટોળી નીકળતી : કો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે, શૂરા જાગજો રે, કાયર ભાગજો રે.” ત્રીજી ટોળી નીકળતી તો બધા સાથે મળી ગાતા : માથું મેલે, ટેક ન મેલે, એ શૂરા સરદાર; કિશોર : આવાં ગીતો ગાઈ તો સંભળાવો. મારકંડ : સવાર પડે બારડોલી ગામમાં પોલીસ, ફોજદાર, મામલતદાર , મૅજિસ્ટ્રેટ, હવાલદાર પગ મૂકવાની હિંમત ન કરે અને થોકે થોકે લોક આવાં ગીતો મુક્ત કંઠે ગાય, એ હવા, એ વાતાવરણ, એ આઝાદીની તમન્ના, ગોરાઓના રાજ્યને જાકારો દેવાની નિઃશસ્ત્ર પ્રજાની હિંમત, એમનું મહેસૂલ ન ભરવા સરદાર સાહેબની હાકલ, એ હવા જ જુદી હતી, એવો પ્રસંગ ફરી ઊભો ન થાય ત્યાં સુધી એ ગીતોના લલકાર, એના પડકાર, એ અહિંસક ક્રાંતિની બુલંદ સુરાવલિ, ફરી હવાને મદીલી કરી શકે નહીં. કિશોર : ત્યારે અમારે તો એની કલ્પના જ કરવી રહી. મારકંડ : બીજું શું થાય છોકરા ? ઘણી ઘડીએ ફરી સજીવન નથી થઈ શકતી. દાખલા તરીકે જે સલ્તનતની સામે હિંદે આઝાદી મેળવવા બારડોલી સત્યાગ્રહ જેવા મોરચા માંડ્યા, એ સલ્તનતે ૧૯૪૭માં : અમે યુવા જગતના સભ્યો છીએ. નવ ભારતના ભાગ્યવિધાતાની શ્રેણીમાં છીએ. પ્રકરણો-ફીચરો સાંભળ્યાં. પણ ક્યાંય શ્રી વલ્લભભાઈ પટેલને માટે સરદાર વિશેષણ વપરાયું નથી. અમે તો એમને સરદારને નામે જ ઓળખીએ છીએ અને એ શબ્દ, એમના જીવનવૃત્તાંતમાં ન આવે, તે કેમ ખમાય ? : એ સરદાર કહેવાયા, તે અહીં, : અહીં એટલે ? : અહીં એટલે બારડોલીના પ્રકરણમાં, : પણ અહીં ઉલ્લેખ તો બારડોલી, ભારત કી થર્મોપોલી એ રીતે કર્યો છે. ક્યાં ભારત, એમાં બારડોલી ત્યાં થર્મોપોલી, અને ગ્રીસ, ત્યાં થર્મોપોલી ! : નજરે જોનારા હજી આજે હયાત બેઠા છે અને અમારા જેવા કિશોર સાક્ષી છે, ત્યારે ૧૯૨૮-'૨૯માં, ગુજરાત બહારથી બીજા પ્રાંતના પ્રવાસીઓ બારડોલી આવતા, તે ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઊતરતા ત્યારે ધરતી ઉપરની ચપટી ધૂળ માથે મૂકી ગાતા : મારકંડ કિશોર મારકંડ કિશોર મારકંડ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૩૩ નવભારતના ભાગ્યવિધાતા મુંબાઈ બંદરેથી એના સૈન્યની આખરી ટુકડીએ, લૉર્ડ માઉન્ટબેટનની સરદારી હોઠળ, સત્તાનો આખરી લશ્કરી રાજદંડ, હિંદના સરસેનાપતિને સોંપી, પાલવા બંદરેથી વિદાય લીધી ત્યારે બંને પક્ષનાં સૈન્યોની આંખમાં આંસુ છલકાતાં હતાં. બંદૂકો નમી રહી હતી, તલવારો સલામી ભરી રહી હતી, એ વિરલ સંવેદનાથી ભરપૂર દેશ્ય–ફરી પાછું સજીવન ન થાય. : તમે બહુ દૂર નીકળી ગયા, અમને આ બારડોલીનું, એ સમયનું વાતાવરણ સજીવન ન કરી શકો તો, એ કથાનક વિષે તો કિશોર કહો ? માર કંડ : આવો ખુશાલભાઈ, તમે તો એ ૧૯૨૮-'૧૯ના જીવતા જાગતા કાર્યકર્તા છો. કહો એ કથાખુશાલભાઈ : મારું નામ ખુશાલભાઈ નહીં. મારકંડ : ખુશાલભાઈ, તમારું નામ જે હોય તે; કુંવરજીભાઈ, કલ્યાણજીભાઈ, દયાળજીભાઈ, કેશવભાઈ જે હોય તે, તમે બધાએ જ સરદારની એ લડતને શોભાવી હતી. કહે છે કે, ખુશાલજીભાઈએ જ સરદારને સરદાર બિરુદ આપ્યું હતું. ખુશાલભાઈ : વલ્લભભાઈ સાહેબને સરદારનું બિરુદ આપનાર પહેલા તો મહાત્મા ગાંધીજી, અમે તો એમને પગલે પગલે. મારકંડ : એ જે હોય તે કહો, સરદાર સાહેબ અમદાવાદ છોડી બારડોલી કેમ આવ્યા ? ખુશાલભાઈ : બોરસદ સત્યાગ્રહમાં સરદારની જીત થઈ, પછી કોકોનાડા કોંગ્રેસના ઠરાવો માટે માંહોમાહં ઝઘડા ચાલ્યા, મારકંડ : એમ ? ખુશાલભાઈ : એવું તો બન્યા જ કરે. ઝઘડા વિના ભેરુબંધીની મીઠાશ હોતી જ નથી. ગાંધીજીએ સરકારી અદાલતો, ધારાસભાઓ વિશેનો બહિષ્કાર સમજાવ્યો. ૧૯૨૪માં સરદાર સાહેબ, અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ ચૂંટાયા, એ સમયે અમદાવાદના સરકારી કેન્ટોન્મેન્ટમાં ૧૯૦૦ની સાલથી હજાર ગૅલન પાણીના અઢી આના લેખે ટેક્ષ આપેલો નહીં, દાદાગીરી જ. એટલે એ રકમ લેવા નક્કી કર્યું. રકમ ન આપે ત્યાં સુધી પાણી આપવાનું બંધ કર્યું. મારકંડ : પછી ? ખુશાલભાઈ : જામી, લિગલ ઓપિનિયન - પછી કૉર્ટ. મારકંડ : પણ રકમનું શું ? ખુશાલભાઈ : વિરોધ નોંધાવીને કોર્ટમાં કજીયો. સરદારના મનમાં તો રકમ જ જોઈતી હતી, તે મળી ગઈ. પછી બાર મહિને તોડ નીકળ્યો. મારકંડ : એમ જુઓ તો એ દરમ્યાન સરદાર સાહેબે, અમદાવાદ મ્યુનિસિ પાલિટી તથા શહેરની શિકલ જ ફેરવી નાખી. પાણીની સવલત માટે મોટી પાઇપો નંખાઈ, ગટરો વધારવામાં આવી, શહેરની ગીચ વસ્તી સુધારવા કોટની દીવાલો તોડી, નદી પાર વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બાંધવા જોગવાઈ કરી, સવારે જાતે ચારપાંચ કલાક શહેરમાં અમલદારો સાથે ફરી, ખંતથી શહેરમાં સફાઈ તથા જરૂરિયાતો પૂરી પડે એ માટે તકેદારી કરી. તે ઠેઠ ૧૯૨૭માં સુરત મુકામે સ્થાનિક સ્વરાજ પરિષદમાં પ્રમુખપદેથી સ્થાનિક સ્વરાજ્યના વહીવટી તંત્રનો નકશો દોરી આપ્યો. એ જ વર્ષમાં ગુજરાતની ભૂમિ પર એકાએક કુદરતનો કોપ ઊતર્યો. કિશોર : તે શું ? મારકંડ : ગુજરાતમાં રેલ સંકટ, માની ન શકાય એટલો વરસાદ પડ્યો. ૨૩ જુલાઈ, શનિવારથી તે ૨૯ જુલાઈ, શુક્રવાર સુધી મુશળધાર વરસાદ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નવભારતના ભાગ્યવિધાતા કિશોર : અમદાવાદમાં ? મારકંડ : હોય ? ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગમાં સખત વરસાદ અને ભારે વાવાઝોડું . છ દિવસમાં બાવન ઇંચ પાણી ! તાર, ટપાલ, રેલવે, ગામડાં, શહેરો પાણીમાં. એકબીજા સાથે કશો સંબંધ જ નહીં ! એવા વરસાદમાં સરદાર પલળતે લૂગડે રાતે, શહેરમાં ફર્યા. ઇજનેરોને ઉઠાડ્યા, મજૂરો એકઠા કરી, નાળાં, સડકો, બંધિયારો તોડાવી શહેરને ડૂબતું બચાવ્યું. એકલા અમદાવાદમાં છ હજાર ઘરો પડી ગયાં તો ગામડાં ગામમાં શું ? છાપાંઓમાં પછીથી એ વખતના છપાયેલા લેખો વાંચો. શરીરમાંનાં હાડકાં થીજી જશે. ચારપાંચ દિવસો સુધી ગામડાના લોક વરસતે વરસાદે ઝાડ પર ટિંગાયેલા રહ્યા. નાગ, સાપ પણ-સાથે-જે પડ્યા તે મર્યા, તણાયા. કોમે કામ જાતભાત ભૂલી મંદિર-મસ્જિદમાં માંડ માંડ રહ્યા. ઘણા મર્યા. ખેતરની જમીનો નકામી થઈ ગઈ. ભારે આફત આવી. ખુશાલભાઈ : પણ એમાં સરદારે કસાયેલા, પ્રમાણિક, નિઃસ્વાર્થી દેશસેવકોની ફોજ ઊભી કરી ગામડે ગામડે અને શહેરે શહેર, જિલ્લે જિલ્લે રીલિફ કમિટીઓ ઊભી કરી. રેલ સંકટ નિવારણ ફંડ ખોલ્યું. ખૂબીની વાત તો એ કે ત્યારે વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ દિલ્હીની ધારાસભામાં પ્રમુખ તે ત્યાંની બેઠક પૂરી થતાં ગુજરાતમાં પોતાના નાના ભાઈ વલ્લભભાઈ સાહેબના હાથ નીચે સ્વયંસેવક તરીકે કામ કરવા આવ્યો. કિશોર : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ જાતે ? મારકંડ : તો શું પ્રોક્સીથી, આડતિયા મૂકીને આવ્યા હશે ? હા, જાતે પોતે. ખુશાલભાઈ : એટલે તો દાદુભાઈ દેસાઈ, અબદુલકાદર, બાવઝિર જેવા અગ્રણીઓ ચારે કોર ફરવા લાગ્યા. વિઠ્ઠલભાઈ સાહેબે તો વાઇસરૉયને નોતરું આપી આ હોનારત જોવા, નડિયાદ બોલાવ્યા. ત્યાં એમના માનમાં મેળાવડો કર્યો. આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૩૫ કિશોર : ત્યારે વાઇસરોય કોણ ? મારકંડ : હું ધારું છું કે લૉર્ડ ઇરવિન હતા. ડિસેમ્બરની ૧૧મીએ એ નડિયાદની આજુ બાજુ ફર્યા. ત્યારે ગાંધીજી બેંગ્લોરમાં માંદગીની પથારીએ પડ્યા હતા. એટલે સરદારે આખા ગુજરાતનું સંકટનિવારણનું કામ માથે લઈ લીધું અને અડીખમ સાથીદારો તૈયાર કર્યા. ખુશાલભાઈ : છોટે સરદાર તે કવિ વસંત વિનોદી. તે ચંદુલાલ દેસાઈ, ડૉ. સુમંત મહેતા, એમના ધર્મપત્ની શારદાબહેન મહેતા, કલ્યાણજીભાઈ, દયાળજીભાઈ, દરબાર સાહેબો તો હતા જ, અબ્બાસ તૈયબજી સાહેબ, હો...હો... જો પલટન ઊભી કરી હતી. કિશોર કે પછી બારડોલીનું શું થયું ? ખુશાલભાઈ : સાંભળો તો ખરા, ખુદ સરકાર અને એના અમલદાર સરદારનું કામ જોઈ દાંતમાં આંગળી પકડી ગયા. આવું ઉત્તમ કામ. સરકારે તો સરદારને માનચાંદ આપવાના વિચાર કર્યા. એ જ સરકાર બારડોલીની બાબતમાં બગડી, બગડી તે એવી બગડી કે, સરદારને બોલ્ઝવિસ્ટ, લેનિનનો અવતાર, એવી તરેહવાર ગાળો દેવા મંડી. ગુજરાતમાં એને બહારથી આવેલા ચળવળિયા કહી ભાંડવા મંડી. એવી અવળચંડી એ સરકારને શું કહેવું ? કિશોર : બધી વાતો કરો છો, પણ બારડોલી-ભારતની થર્મોપોલી કહી લલકારતા'તા, તે બારડોલીની વાત જ નથી કરતા ! ખુશાલભાઈ : રેલસંકટ-લીલો દુકાળ–આખા ગુજરાતમાં, ગાંધીજી ગુજરાતની બહાર, અને સરદારે મધરાતે પેન્સિલથી ચિઠ્ઠી લખી નાણાં અપાવ્યાં. કોઈ અનાજ વિના ભૂખ્યું ન રહે, કપડાં વિના ટાઢે ન મરે, અને બી કે ખેતીના સાધન વિના ખેતરમાં એક ચાસ પણ જમીન વાવેતર વિનાની ન રહે, એ સરદારની નેમ, તે શબ્દેશબ્દ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નવભારતના ભાગ્યવિધાતા સાચી પડી. એની નોંધ પણ ન લઈએ, તે કેમ ચાલે. મારકંડ : ચાસ એટલે શું, તેની ખબર છે ? કિશોર : હા, હવે ખબર છે. આવા ભગીરથ કામને લઈને વલ્લભભાઈ સરદાર નિમાયા, કબૂલ પણ હવે બારડોલીની વાત કરોની.. ખુશાલભાઈ : બારડોલી તાલુકાની છેલ્લી જમાબંધીની આંકણી ૧૮૯૬માં થઈ હતી. ૧૯૨૬માં એમાં સુધારો કરી ડેપ્યુટી કલેક્ટર મિ. જયકરને આકારણી અમલદાર નીમવામાં આવ્યા. એમણે મહેસૂલમાં પચીસ ટકાનો વધારો સૂચવ્યો. કિશોર : મને બારડોલીની લડતની વાત કરોને. ખુશાલભાઈ : કેવો છોકરો છે તું ! આ મિ. જયકરની સુચનામાં મહેસૂલવધારો વધારે હતો અને એની પછી એક ગોરા અમલદાર એન્ડરસને જયકરના રિપોર્ટને ફગાવી ઔર વધારો સૂચવ્યો. એણે જયકરના હિસાબો ખોટા ઠરાવ્યા. આંકડાઓની રાજરમત ચાલી. કિશોર : અમને એમાં રસ નથી. ખુશાલભાઈ : પણ આ આંકડાઓ સરકારે, ઑફિસમાં બેઠા બેઠા તૈયાર કર્યા હતા. અને એ ખોટા આંક ફરક પર તો લડત થઈ. કિશોર : ઓ ! ખુશાલભાઈ : ટૂંકમાં મહેસૂલ ઉપર સરકારે બીજા બાવીસ ટકા વધારો લેવા ઠરાવ્યું અને કોઈ કમિટી, સમિતિ, સભાના ઠરાવ કશાનું ન સાંભળ્યું. મારકંડ : એટલે જામી. સાલ ૧૯૨૭-૧૯૨૮. ખુશાલભાઈ : એટલે પ્રજાજનો સરદાર સાહેબ પાસે ગયા. સરકારે વધારો ભરી દેવા વટહુકમો જાહેર કર્યા. મારકંડ : સરદાર સાહેબે પ્રજાને સજાગ કરી, ચેતવણી આપી. ફરી વાર આ બારડોલી “ભારતકી થર્મોપોલી" ૧૩૭ સંકટો સહન કરવા કેટલી તૈયારી છે, એ વિષે ચોક્કસાઈ કરવા માંડી, સરદારે હાકલ કરી ‘આ લડતમાં જોખમો રહેલાં છે. જોખમ ભરેલાં કામો ન કરવાં, પણ કરવાં તો હરકોઈ ભોગે પાર ઉતારવાં. વલ્લભ જેવો લઢનારો મળ્યો છે, તેના જોરે લઢશું એવું મનમાં રાખશો, તો લઢશો ના. આપણે આપણી પિછોડી જોઈ સોડ તાણવી જોઈએ.' ખુશાલભાઈ : પછી ઠરાવ જાહેર કર્યો કે બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે, સરકારે જે વધારો જાહેર કર્યો છે, તે અયોગ્ય, અન્યાયી, અને જુલમી છે. એટલે સરકારને મુદ્દલ મહેસૂલ નહીં ભરવું. એમ કરતાં સરકાર જપ્તી, ખાલસા , દંડ, કેદ જે કંઈ ઉપાયો લે તે કષ્ટો સહન કરવાં. મારકંડ : સરદાર સાહેબની કુનેહ તો એ કે, આવી લડત માંડવા, પહેલાં એમણે હવા સુધારી દીધી. કિશોર : એટલે ? ખુશાલભાઈ : કોમ કોમ વચ્ચે કુસંપ હોય તો મેળ કરાવ્યો. સરકારી અમલદારો ફોસલાવે એ સામે તકેદારીના ઉપાયો યોજ્યા. લોકોને સાવધાન રાખવા ઠેર ઠેર છાવણીઓ ઊભી કરી. ત્યાં ચુનંદા કાર્યકર્તાઓ ગોઠવી દીધા. એક વિશાળ દફતર ખોલ્યું. જુગતરામભાઈ, કલ્યાણજીભાઈને માથે પ્રકાશન, મણિભાઈ કોઠારીને નાણાં એકઠાં કરવાનું કામ, અબ્બાસ સાહેબ, ડૉ. ચંદુભાઈ, દરબાર સાહેબ, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ , ઇમામ સાહેબ, ચોખાવાળાનવાં ગીતો લખાવા માંડ્યાં. ગવાવા માંડ્યાં. મીઠુબહેન પિટીટ, ભક્તિબહેન, શારદાબહેન વગેરેએ સ્ત્રીઓને સમજાવવાનું કામ માથે લીધું. ખુશાલભાઈ : એટલામાં લગનગાળો આવ્યો. મારકંડ : ત્યાં સરદારે જાહેર કર્યું, ‘ઠાઠ-ઠઠેરો નહિ, લગ્નો ટૂંકામાં પતાવો. Page #77 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા આ લડાઈ છે. ત્યાં મહાલાય નહીં, સવારથી ઘરે તાળાં મારવા પડશે. સરકારી અમલદારો અપંગ હોય છે. પટેલ, મુખી, તલાટી, વેઠિયો, મજૂર સરકારના માણસોને કશી મદદ ન કરે. મોજ શોખ છોડવા પડશે. દરેકના મોં ઉપર ગુલામીની બદબો નહીં, પણ સરકાર સામે ઝૂઝવા, સ્વરાજની ખુશબો જણાવી જોઈએ.' કિશોર : ભાષા કેટલી સારી છે ! ખુશાલભાઈ : સરદારની મૌલિક ભાષા તો બારડોલીમાં જ ઘડાઈ. મારકંડ : ઝમઝમી તો શરૂઆતમાં જ થઈ. સરકારે કામ કરનારાઓને બહારનાં કહ્યાં. ખુશાલભાઈ : એટલે સરદારે મિ. સ્મિથને કાગળ લખી જણાવ્યું કે, હું તો ગુજરાતનો જ , બારડોલીની દુઃખી પ્રજાનો બોલાવ્યો અહીં આવ્યો છું. બહારના તો તમે છો. હજારો માઈલ દૂરથી અહીં પ્રજાનું હીર ચૂસવા આવ્યા છો, તોપ-બંદૂકને જોરે અહીં રાજ્ય કરો છો, એ યાદ રાખો. મારકંડ : ઓલો સ્મિથ તો સડક થઈ ગયો. પણ ઔર બગડ્યો. લખવા બેઠો કે, હવે મારી સાથે નહીં પણ જિલ્લા કલેક્ટર સાથે કાગળ પત્તર કરજો. ખુશાલભાઈ : એટલે સરદાર સાહેબે બધો પત્રવ્યવહાર છાપાંઓમાં જ જાહેર કરી સરકારની આડાઈ ખુલ્લી કરી બતાવી. જાહેર કર્યું કે, કમિશનરનો રિપોર્ટ ગેરકાયદેસર છે. એ સરકાર સાચો ઠરાવે, અને મારો ખોટો ઠરાવો. તો મને કબૂલ છે. મારકંડ : મૂળ વાત સરકારી અમલદારોનું ગુમાન. અમે જે કરીએ તે જ સાચું. હમારા હુકમ તે બ્રહ્માના અક્ષર. એ હુકમોનું પાલન કરવા બંધાયેલી તે રેત. એમાં અંગ્લોઇન્ડિયન છાપાવાળાઓ સરકારની કુમકે, સાચી વાતને કેમ ફેરવવી, કેમ ગોઠવવી, આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૩૯ ધરાધર જુઠ્ઠાણું કેમ જાહેર કરવું, એમાં એ હોશિયાર. કિશોર : તો સરદાર સાહેબની જાહેરાતો કયા છાપામાં છપાય ? ખુશાલભાઈ : ગાંધીજીનું ‘નવજીવન.' હજારો નકલો ખપતી, વંચાતી અને એનું અંગ્રેજીમાં ‘યંગ ઇન્ડિયા.' એમાંની છપાયેલી વાતો બધી સાચી જ. પ્રજાને પાકો વિશ્વાસ. ૧૫મી ફેબ્રુઆરીએ પહેલો ભડાકો. સરકારે વાણિયા વ્યાપારીઓને નોટિસો કાઢી ભડકાવ્યા. એક કલેક્ટરે વેપારીને ઘરે બોલાવી પટાવ્યો. ‘મારા નામ ખાતર એક રૂપિયો પણ ભરો.” કિશોર : પછી ? મારકંડ : સંપ જેનું નામ–સરદારની નજર ચારે કોર તાલુકો એટલે પોલાદી કોઠો. એમણે ફરી જાહેર કર્યું કે, જે અમલદાર દુ:ખમાં રમતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકીના બધા હવાલદાર. પણ વાલોડ ગામનો આ કિસ્સો સાંભળો. ‘જુઓની ભાઈ ખાતેદાર !! તમે થોડા રૂપિયા તમારા ઘરમાં રાખો-જોઈએ તો ક્યાંકથી લાવી આપું. તમે ઘરની બહાર ચાલ્યા જાઓ. પછી હું જપ્તી લઉં અને સરકારને ચોપડે જમા કરાવીશ. આમ કરશો તો મારી નોકરી રહેશે અને આ રૂ. ૧,૫00/-ની નોટો તો છે.” ખુશાલભાઈ : થયું એમ કે, આ પ્રપંચની બધાને જાણ થઈ ગઈ. એટલે ગામ લોકોએ એવા બે જણાનો બહિષ્કાર પોકાર્યો. બહિષ્કાર એવો કે, પેલા બે વેપારીઓનાં હાંજા ગગડી ગયાં. મારકંડ : ત્યારે સરદારની વાણી સમજવા જેવી છે. એ તો મોડી રાતે લોકોને શાંત પાડવા વાલોડ ગામ પહોંચ્યા. ત્યાં બોલ્યા. ખુશાલભાઈ : આવા કિસ્સાઓથી આપણે ધડો લેવો. આપણા જ નબળા માણસો સાથે લડવાનું કેવું ? હજી બીજા બેપાંચ પ્રતિજ્ઞા તોડશે. તોડવા દો. નબળાને સાથમાં રાખીને લડાઈ નહીં જિતાય તેમ એવી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૪૧ નવભારતના ભાગ્યવિધાતા ગંદી વર્તણૂકને ચૂંથાય પણ નહીં. ચૂંથીએ તો એમાંથી બદબો જ છૂટ્યા કરે. એની ઉપર ધૂળ નાંખીએ તો સારું પરિણામ પણ નીપજે. મારકંડ : અને સારું પરિણામ આવ્યું જ. કિશોર : શું થયું ? મારકંડ : પેલા બે વ્યાપારીઓને ભારે પશ્ચાત્તાપ થયો. તે ભરી એટલી રકમ દાનમાં આપી ગયા. સરદારે બહિષ્કારની વ્યાખ્યા કરી તે મનમાં ઉતારવા જેવી છે. સાંભળો ! કહો ખુશાલભાઈ, ખુશાલભાઈ : બહિષ્કાર હિંસક અને અહિંસક હોઈ શકે છે. એની સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. અને સેવા ન દેવી તે હિંસક બહિષ્કાર. દાખલા તરીકે, બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, વિવાહ આદિ પ્રસંગોમાં ન જવું તે અહિંસક, પણ એ માંદો હોય તો એની સારવાર ન કરવી, એ હિંસક બહિષ્કાર છે. માર કંડ : ખુશાલભાઈ, પેલી નોટિસો ચોઢાઈ, સરકારે જમીનો ખાલસા કરવા માંડી ત્યારે સરદાર સાહેબનાં ભાષણોમાંથી કેવો અગ્નિ ઝરતો, તે તો સંભળાવો. ખુશાલભાઈ : “બારડોલી ખેડૂતોની લડાઈ મારફત હું ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું, કે સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. એક બાજુ થી વિલાયતથી સાઈમન કમિશન, હિન્દુસ્તાનને જવાબદાર તંત્ર આપવા આવે છે; અહીં બીજી બાજુ, સરકાર જમીનો ખાલસા કરવા નીકળી છે. આ બધા તડાકા છે. ખેડૂતે જરા પણ ડરવાનું કારણ નથી. ખેડૂતની જમીન બાપદાદાની છે. એ કાચો પારો છે. જે લેશે એને ફૂટી નીકળશે. જો સરકાર જમીનો ખાલસા કરશે, ત્યારે અંગ્રેજનું રાજ્ય નહીં હોય. લૂંટારાનાં રાજ્ય હશે. જોયા કરો. અધિકારીઓનું આ બારડોલી “ભારતકી થર્મોપોલી” રાજ્ય તો જવા બેઠું છે. એને બારણે આજે ચપરાશી પણ મળવો મુશ્કેલ છે. એ રાજ્ય શું કરવાનો છે ?” મારકંડ : ખુશાલભાઈ, તમે આ વાક્ય ભૂલી ગયા. સાંભળો, જંગલમાં કોઈ ગાંડો હાથી રુમેખુશાલભાઈ : રમે.... મારકંડ : હા, રમે. શો શબ્દ છે ! “જંગલમાં કાંઈ ગાંડો હાથી રમે અને તેની હડફેટમાં જે કાંઈ આવે તેને છુંદી નાંખે. એવી મદમત્ત આ સરકાર બની છે. ગાંડો હાથી માને કે જેણે વાઘ-સિંહોને માર્યા છે, એવાને આ મગતરાનો શો હિસાબ. પણ હું આપણા કહેવાતા મગતરાને કહું છું કે, હાથીને રુમવું હોય એટલું રૂમી લેવા દે, અને લાગ જોઈને એના કાનમાં પેસી જા.” ખુશાલભાઈ : આના સરકારી સિપાઈડા નોંધ કરે, એના ઠોઠી જેવા કારકુનો અંગ્રેજી કરે, તે મુંબાઈથી પૂના, પૂનાથી મુંબાઈ, અને ત્યાંથી લંડનની પાર્લામેન્ટમાં જાય. મારકંડ : એમાં કોને સમજણ પડે ? ખુશાલભાઈ : મારકંડભાઈ, ત્યાં હાથી જ નહીં, તો રુમે તો એનું અંગ્રેજી કરે કોણ ? બધાને બોલ્ઝાવિકની જ ભડક. એ જ એમનો હાથી. મારકંડ : હવે આ જુઓ –‘મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે; છતાં એમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી ડરે શા સારુ ? અંગ્રેજને અહીં રાજ કરવું હોય તો ગોરા લાવવા પડશે. એને બંગલા જોઈએ, બગીચા જોઈએ, એનો ખોરાક જુદો, એની હાજત જુદી, એનો ધોબી જુદો, એની સફાઈ કરનારા જુદા ગણો. આ તાલુકાના દર ગામે બબ્બે ગોરા રાખે તો તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરા રાખવા પડે ! એની ગણતરી, એનું ખર્ચ સરકારને પોષાય જ નહીં.' ખુશાલભાઈ : સરદારે તો બારડોલીને માટીમાંથી ખેડૂતોને મરદ બનાવ્યા. Page #79 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા કહેતા – “હું ગુજરાતીઓને કહું છું કે શરીરે ભલે દુબળા હો, કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો.' મારકંડ : રવિશંકર મહારાજખુશાલભાઈ : હા, એ તો આ બેઠા. બારડોલી લડતના સાક્ષી. મારકંડ : એની આ કેફિયત છે તે ભણતર—અભ્યાસ માટે જાણવા જેવી ખુશાલભાઈ : વાંચો. મારકંડ : મહારાજ લખે છે કે, એક વાર હું કામસર ગાંધીજીને મળવા ગયો. ત્યાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વિશે વિદ્વાનો ચર્ચા કરી રહ્યા હતા, એમાં આચાર્ય કોને નીમવા તેની વાત આવી, તો તરત સરદાર બોલ્યા : મને નીમો. છોકરાઓને ભણેલું ભુલાવી દઈશ. ખરેખર ત્યારે મને સમજણ ના પડી. પણ પછી બોરસદ તાલુકામાં અમે એકઠી કરેલી વિગતો સરદાર સાહેબે નાણી-કસોટી જોઈ, અને બારડોલીમાં છ મહિનામાં તાલુકાની અઠ્યાસી હજાર પ્રજાને ભણાવવાની શાળા કાઢી. સરકારે જે રાષ્ટ્રિયતાનું ભાન ભુલાવેલું તે આ સરદાર જેવાએ આચાર્યપદે બેસીને ભણતરના પાઠ ભણાવ્યા. ખુશાલભાઈ : મૂળ વાતે સરદારનું હાડેહાડ ખેડૂતનું. ગાંધીજીએ ૧૯૧૭માં એક જ શબ્દમાં સરદારને હિન્દુસ્તાનમાં ખેડૂતનું સ્થાન સમજાવી દીધું. સરદાર શાનમાં સમજી ગયા. એટલે ખેડૂતની સેવા કરવાની તક પહેલી ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં, અને ત્રીજી બારડોલીમાં. પૂર્વ અવસર ઊજવી, ખેડૂતો અને ખેતીના રહસ્યને ઉપનિષદ રચ્યું. એ તે કેવા મોટા આચાર્ય ! મારકંડ : આ એમનું એટલે કે વલ્લભ ઉપનિષદનું એક સૂત્રમંડળ : આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૪૩ આખું જગત ખેડૂત ઉપર જ નભે છે. અને સૌથી વધારે જુલમ ખેડૂત સહન કરે છે. સરકારને નામે ગમે તે એક ધગડું આવીને એને ધમકાવી જાય; ગાળો ભાંડી જાય, વેઠ કરાવી જાય; સરકાર ધારે એટલા કરનો બોજો ખેડૂત ઉપર નાખે, વરસોની મહેનત પછી ઝાડ ઉછેરે, એ ઉપર વેરો, કુવો ખોદી પાણી લે એ ઉપર વેરો, ખેડૂત પાસે વીધું જમીન હોય, પાછળ બળદ રાખતો હોય, ભેંસ પાળતો હોય, ખાતર-પંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણભર પાણીમાં વીંછીની સાથે રમત કરી હાથ નાંખી, ભાત વાવતો હોય, દેવું કરી બી વાવે, બૈરાં-છોકરાં સાથે જે ઊગે તે વીણે. ગાલ્લી રાખે, એમાં નાંખી એ વેચી આવે, ઢોર સાથે ઢોર જેવા થઈને રહે. એમાંથી પાંચ-પચીસ મળે, એટલા ઉપર સરકારનો લાગ ! ખેડૂત ડરીને દુઃખ વેઠે, ઉપરથી જાલિમની લાતો ખાય, એવા ખેડૂતોને રાંકડા મટાડી ઊભા કરું, ઊંચે મોઢે ફરતા કરું, એટલું કરું તો મારું જીવ્યું સફળ માનું.' ખુશાલભાઈ : સરદારે એ બારડોલીમાં કરી બતાવ્યું. કિશોર : તમે ખુશાલભાઈ અને મારકંડભાઈ, ખરા છો. ખેડૂતની વાતો કરો છો, પણ લડતની વાતો તો કરતા જ નથી. ખુશાલભાઈ : છોકરા ! અંગ્રેજોએ રાજ્ય જમાવી પહેલા ખેડૂતને મારી નાંખ્યા, એનાં લોહી પીધાં, હાડપિંજર જેવા બનાવી પાકા ડરપોક અને ગુલામ બનાવી દીધા. મારકંડ : એમાંથી સરદારે એમને મરદ બનાવ્યા, તે એની વાતો ન કરીએ ? સરકારને તો શું, બારડોલીની આ વ્યવસ્થા ત્યાં કોઈના છાસવારે ભાષણો નહીં. સરકારી અધિકારી આવે, પૈધે, એને પાણીનો લોટો નહીં. મહેસૂલમાં કાણી પૈ નહીં. ખુશાલભાઈ : અને છાપામાં સરકારે દંડ વસૂલ કર્યો છે, જમીનો ખાલસા કરી છે, ખેડૂતો ડરી ગયા છે, હારી ગયા છે, વલ્લભભાઈ એકલા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નવભારતના ભાગ્યવિધાતા ઝૂંપડીમાં સૂમસામ બેસી રહે છે, એવા સમાચારો આવ્યા કરે. મારકંડ : પણ સરકારી તિજોરીના આંકડા બોલેને ! એમાં સરવાળે મીંડું, એટલે સરકારે ઓર સખ્તાઈ કરવા વિચાર્યું. કલેક્ટરે સભા કરી. પોતાના જ દસવીસ માણસો અને એના છાપામાં જાહેરાત, પોતાના જ ડંકા. થોડા અમલદારોની બદલીઓ કરી, પણ ... સરવાળે મીંડું. ખુશાલભાઈ : સરકાર કહે કે સત્યાગ્રહનાં ગીતો ગાવાં એ ગુનો છે. સરદારે ગીતો, ભાષણો બધું બંધ કરાવ્યું, શાંતિ... અનહદ શાંતિ. કોઈ એક અક્ષર પણ બોલે નહીં. અંગ્લોઇન્ડિયન છાપાવાળા આવ્યા. આ તો સ્મશાનભૂમિ છે. અહીં તો કોઈ ચલિયું પણ દેખાતું નથી. ઘરેઘર તાળાં છે. પ્રજા ગઈ ક્યાં ? સરકારના અમલદાર તો કોઈ જણાતા નથી. છે શું? અરે ઢોલ વગાડવાની બંધી ! મારકંડ : પકડાપકડી તે કેવી ? ગૂજરાત વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી એક મોટરના ક્લિનરને રસ્તો બતાવતો હતો એટલે એને પકડ્યો. કહે ભાષણ કર્યા ! છ મહિનાની કેદ ! ખુશાલભાઈ : પછી તો સરકાર તંગ આવી ગઈ, એટલે વળી જુલમ વધાર્યા. રવિશંકર મહારાજને પકડ્યા. તો ડૉ. સુમન્ત મહેતા આવીને બેઠા. સૌ . શારદાબહેનને પકડ્યાં, તો સુરતથી શ્રીમતી ગુણવંતીબહેન થી આવીને બેઠાં. કેદીઓને બેડી, દોરડે બાંધી લઈ જવામાં આવ્યા. ઘર, જમીનને જપ્તી, પીળાં કાગળિયાં ચોંટાડતા ગયા. માર, સખ્તાઈ, ભેંસોને મારી, ગોંધી. મારકંડ : હી...હી... મને હસવું આવે છે કે આપણા હિન્દી અમલદારોના માનસ કેટલાં જડ, નિર્દય થઈ ગયાં હશે ! હિન્દની આખી સંસ્કૃતિ ભૂલી ગયા હશે કે, જ્યારે પ્રજા સંપ કરે, પોતાનાં મોજ શોખ ભૂલી કેદ જવા તૈયાર થાય, લોકો એને હારતોરા પહેરાવે, ત્યારે આ અમલદારો પોતાના મનમાં માને કે, જેલની આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૪૫ બેડીથી આ કેવા બેઆબરૂ થાય છે ! અલ્યા, રવિશંકર મહારાજની આબરૂ ગઈ, કે તમારી ? સરદારે આ સમયમાં પણ એમની ટોળવૃત્તિ છોડી નહોતી. બિચારી ભેંસો, ઘરમાં ગોંધાઈ એમને શરીરે સફેદ માંસનાં ચકામાં દેખાવા માંડ્યાં. તો સરદાર સાહેબે કહ્યું, “હવે તો ભેંસોને પણ સરકારે ગોરી મેડમડી બનાવવા માંડી છે.” વાહ ભાઈ વાહ ! ખુશાલભાઈ : પછી તો સરકાર ઓર બગડી. એણે ગમે તેવાં જાહેરનામાં આપવા માંડ્યા. તો સરદાર કહે, લોઢું ગરમ થાય તો તણખા ઊડે, પણ હથોડાએ તો શાંત રહેવું ઘટે. લોઢાનો મરજી મુજબનો ઘાટ ઘડવો હોય તો હથોડાએ તો શાંત રહેવું, અને ઘાટ ઘડતા જવો. મારકંડ : ત્યારે મુંબાઈની ધારાસભા, એટલે ગુજરાત-મહારાષ્ટ્રની ધારાસભાના સભ્યો જાગ્યા અને જાણ્યું કે, આ ખોટું થાય છે. બંગાળથી, મદ્રાસથી લોકો બારડોલી ઊમટવા માંડ્યા, કેટલાક મજાક ઠેકડી કરવા આવ્યા હતા તે ધરતી ઉપર પગ મૂકતાં જ રડી પડ્યા... છક થઈ ગયા ! એ આ બારડોલી, ભારતની થર્મોપોલી ! ખુશાલભાઈ : અને હાંક વાગી વલ્લભની વિશ્વમાં રે લોલ... ના ગરબા.. મારકંડ : લંડનની પાર્લામેન્ટમાં સવાલ-જવાબ : ઉદ્ધત સભ્યો પૂછે છે કે આ મિ. પટેલ કોણ છે ? ખુશાલભાઈ : કોઈકે કહ્યું કે, આપણા દેશમાં બારિસ્ટર થઈને ત્યાં ગયા છે. મારકંડ : સભ્યો કહે છે હોય નહીં ! બીજાએ મહાત્મા ગાંધીજીનું નામ ગણાવ્યું. તોય કહે, હોય નહીં ! કોઈકે વિઠ્ઠલભાઈનું નામ ગણાવ્યું. આ ત્રણે લંડનમાં કાયદાનો અભ્યાસ કરનાર બારિસ્ટર. તો કહે હોય નહીં ! તોપ બંદૂકથી આ બળવો શમાવી દો એવા હુકમો છૂટ્યા. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નવભારતના ભાગ્યવિધાતા ખુશાલભાઈ : અહીં કોઈ ગોરો તો બારડોલીમાં પૈધી જ શક્યો નહોતો. હતા તે દેશી કલેક્ટર. દેશી મામલતદાર, કોટ, પાટલૂન, ટાઇ, હંટ, કોઈ ભાંગ્યો કુંભાર એમની સામે ન જુએ. પાણી ન પાય, ખાવાનું ન પૂછે, એમના ચપરાશીઓ એમની ઠેકડી કરે, કોઈ એમની બૅગ ન ઊંચકે. માર કંડ : જો થઈ છે તે. છતાં મારા વાલા મુંબાઈ સરકારને લખે. મહેસૂલ ભરાઈ જાય છે. તિજોરી તર છે. સત્યાગ્રહીઓને જેલમાં મોકલ્યા છે. બધું શાંત છે. ખુશાલભાઈ : પણ ગવર્નરની કાઉન્સિલના સભ્યો ત્યાં ફરી ગયા. દેશના પ્રમાણિક છાપાવાળાઓએ ખરા આંકડા જાહેર કર્યા. જુલમની ઝડીની વાતો લખી. પરિણામે ગવર્નરનાં આંખ-કાન ખૂલ્યાં. મારકંડ : ખોલવાં જ પડે – નહીં તો તક એવી હતી કે આખો દેશ ભભૂકી ઊઠત. મહાત્મા ગાંધીજીએ દેશભરની લડત જગાડવાની ના કહી. નહીં તો ત્યારે જ ફેંસલો થઈ જાત. ખુશાલભાઈ : એટલે સમાધાન કરવાની ચાલબાજી ચાલી. મારકંડ : સરકાર પોતાની ભૂલ તો કબૂલ કરે જ નહીં. એટલે આડતિયાઓ રોક્યા. કોઈ વચ્ચે પડે.. ખુશાલભાઈ : કોણ વચ્ચે પડે ! મારકંડ : છતાં દહીં અને દૂધમાં પગ રાખવાવાળાનીયે ક્યાં ખોટ છે ? પડ્યા. ખુશાલભાઈ : પણ સરદાર વિના સહીસિક્કા કોણ કરે ? સરદારે ચોખ્ખી ના કહી. મારકંડ : એટલે ધારાસભામાં ગવર્નર સાહેબ ગાજ્યા. ચૌદ દિવસની અંદર જો મહેસૂલ નહીં ભરાય તો તાલુકાને ચગદી નાખીશું. આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૪૭ ખુશાલભાઈ : ઓ ભગવાન ! મારકંડ : જ્યારે જ્યારે બ્રિટિશ સરકારે એવી ધાકધમકીની જાહેરાતો કરી છે, ત્યારે અંદરખાનેથી એમના પગે ધ્રુજારી આવી છે, એવું સરદાર સાહેબ લંડનમાં રહી એમની મનોદશા જાણતા હતા. ખુશાલભાઈ : દોડધામ. ગવર્નર સાહેબ દિલ્હી વાઇસરૉય સાહેબને મળવા દોડ્યા. લંડન પાર્લામેન્ટમાં આમની સભામાં સર વિન્સ્ટન ગાજ્યા. કાયદાનો અમલ કરો સરકાર નમતું નહીં આપે. મારકંડ : હવા તો એવી કે હવે બારડોલી તાલુકામાં આખી બ્રિટિશ ફોજ ઊતરશે. તોપો ફરતી હશે, ત્યારે સરદાર ખેડૂતોને કહે ગભરાશો નહીં. અંગ્રેજો બારડોલીની જમીન ઊંચકીને ઇંગ્લેન્ડ નહીં લઈ જઈ શકે. જપ્ત થયેલી જમીન બારણું ખખડાવતી આપણે ત્યાં જ આવશે. ખુશાલભાઈ : અને આવી. કિશોર : આવી ? મારકંડ : ત્રીજે દિવસે સરદારને મુંબાઈના ગવર્નરનું તેડું. સમાધાનની શરતો. એમાં પણ આંટીઘૂંટી. કોઈ પણ રીતે સરકારનો હાથ ઉપર રાખો. વાટાઘાટો ઉપર વાટાઘાટો. ખુશાલભાઈ : સરદાર તો કંટાળી ગયેલા. મારકંડ : આખરે સમાધાન – એટલે એકબે ત્રાહિત માણસ સરકારને ચોપડે બધું મહેસૂલ ભરી દે અને સરદારની બધી શરતોકેદીઓનો છુટકારો. જમીનો પાછી. દંડ માફ. બધી જ બાબતમાં સરકારે નમતું જોખ્યું, એવી સંધિ થઈ. કિશોરભાઈ : પેલા કલેક્ટર સાહેબોને જપ્તીનો માલ પાછો આપવા જવું પડ્યું હશે, તે શું થયું હશે ? Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નવભારતના ભાગ્યવિધાતા મારકંડ : મોં નીચાં, અને ટાંટિયા ભારી. એ તો ઠીક, પણ પોતે લખેલા સરકારી ચોપડા સુધારવાની લમણાઝીંકમાં પડ્યા. સરદારનો આ વિજય જ્વલંત હતો. ખુશાલભાઈ : પછી તો જે દૃશ્યો ! બારડોલીનું લોક સુરતમાં ઊમટયું. સરદારની ગાડી લોકોએ ખેંચી. ચાંદી-સોનાનાં ફૂલ થકી સરદારને વધાવ્યા. જે સરઘસ, જે સભાઓ, તે ગીતો લલકારાયાં. કિશોર : એ ક્યાં સાંભળવા મળે ? મારકંડ : સાંભળવા તો ક્યાં મળે ? પણ છાપાંઓમાં વર્ણનો વાંચવા મળે. છબીઓ જોવા મળે, આલ્બમો છપાયાં તે જોવા મળે. ખુશાલભાઈ : હજી એ લડતમાં ભાગ લેનારા થોડા જીવતાજાગતા બેઠા છે. જાઓ પૂછો, મીઠુબહેન, શારદાબહેન અને ડૉ. સુમંતભાઈને; કલ્યાણજીભાઈ, છોટે સરદાર ડૉ. ચંદુભાઈ તો ગયા, પણ જુગતરામભાઈ બેઠા છે. શ્રી ગુણવંતીબેન ઘીઆ બેઠાં છે. કવયિત્રી જ્યોત્સનાબહેન શુક્લ સુરતમાં બેઠાં છે. મારકંડ : માથું આપે ટેક ન મેલે; એ શુરા સરદાર, મથયેલી. ખુશાલભાઈ : ત્યારથી જ હાક વાગી વલ્લભની વિશ્વમાં રે લોલ; વલ્લભભાઈ હિન્દુસ્તાનની પ્રજાના સાચા સરદાર થયા. ભક્તજન વલ્લભભાઈ મહાસભાના પ્રમુખ અને જેલમંદિરની પ્રસાદી : પાત્રો : પૃચ્છક, શાસ્ત્રીજી પૃચ્છક : પધારો શાસ્ત્રીજી, બિરાજો. આજે અમે કૃતાર્થ થયા છીએ. શાસ્ત્રીજી : કેમ ? પૃચ્છક : આપે કૃપા કરી. અમે આજ સુધી શ્રી વલ્લભભાઈને સ્વદેશપ્રેમી, ખેડૂતોના તારણહાર, વ્યવસ્થિત વ્યુહ રચનાર, સાચા સત્યાગ્રહી, શિસ્તનું પાલન કરનાર નેતા તરીકે જાણ્યા છે. અથાક સહનશક્તિવાળી વ્યક્તિ તરીકે પિછાની બારડોલીમાં સરદાર તરીકે પ્રકીર્તિત થયા, પણ ભક્તજન તરીકે તો આજે આપ જ અમને ઓળખાવશો, એમ આપે જાહેર કર્યું છે, એથી આનંદ થયો. શાસ્ત્રીજી : શું થાય ! વાર-તહેવારે સરદારને લોખંડી પુરુષ, લોહપુરુષ એવાં બિરુદો અપાયા કરે છે; એમ બોલે છે, પછી બોલનારાઓને અંતરમાં પશ્ચાત્તાપ થતો હોય તેમ લાગે છે, એટલે ઉમેરે છે કે છતાં ફૂલ જેવા કોમલ હૈયાના એ હતા. અમે તો માનીએ છીએ કે એ ભક્ત તરફ વાત્સલ્યવાળા હતા, ભક્તજન હતા. પૃચ્છક : ભક્તજન ! ભક્ત વલ્લભભાઈ ! Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નવભારતના ભાગ્યવિધાતા શાસ્ત્રીજી : હા. તમને સંશય થાય છે, નહીં ? હસવું નથી આવતું એટલો ઉપકાર, કદાચ અમારી ધાકને લઈને તમે હસતાં નહીં હો, બને. પૃચ્છક : ના, ના શાસ્ત્રીજી – આપ તો વિદ્વાન-પંડિત અને જ્યારે આપ સરદાર સાહેબને ભક્તજન કહોશાસ્ત્રીજી : એટલે એમ, કે સરદાર વિદ્વાનોની મંડલીમાં બેસી નહીં શકે એમ ? પૃચ્છક : અમને ક્ષમા કરો. શાસ્ત્રીજી. શાસ્ત્રીજી : જુઓ, ઘણી વાર આપણને હકીકતની સર્વાગી જાણ હોતી નથી. અથવા બધાં પડખાં જાણવા વૃત્તિ કેળવતા નથી. કોઈકે એમને લોખંડી પુરુષ કહ્યા, એટલે ગાડરિયો પ્રવાહ એમ ચાલ્યો. આજે આપણે લાંબો પંથ કાપવાનો છે. એટલે કથાનક શરૂ કરીએ. ૧૯૨૮માં બારડોલીમાં સરદાર થયા બાદ લગભગ દશબાર વર્ષોની મજલ કાપી, છેક દેશી રજવાડાઓના ઉદ્ધારક થયા ત્યાં સુધી જવાનું છે. માટે હવે બારડોલીના વિજય પછી, એમણે જ ‘નવજીવન માં ગેબી નાદ નામનો લેખ લખ્યો. આ ‘ગેબી’ શબ્દ શું સૂચવે છે ? પૃચ્છક : કુદરતી ઈશ્વરી—ગૂઢ સંકેતવાળો. શાસ્ત્રીજી : હાં. ઈશ્વરી. ગુજરાતને માથે રેલસંકટ, પછી બારડોલી ઉપર મુંબાઈ સરકાર ત્રાટકી, પછી તરત લાખો રૂપિયાનો પાક ઠંડીમાં બળી ગયો, એવું હિમ પડ્યું. કેટલેક ઠેકાણે માણસો અને ઢોર પણ ઠંડીમાં મરી ગયાં. એક જ રાતમાં મોંમાં આવેલો કોળિયો નાશ થઈ ગયો. પૃચ્છક : એટલે બીજી મહેસુલ નહીં ભરવાની લઢાઈ ? શાસ્ત્રીજી : હા, બારડોલીના કપરા અનુભવ પછી પણ સરકાર ન શીખી. કોઈ પણ સરકાર અનુભવે શીખતી જ નથી. નહીં તો ભલભલાં ભક્તજન વલ્લભભાઈ ૧૫૧ રાજ્યોની પડતી કેમ થાય ! અમલદારો તો પોતાની રીતે જ ઉપરવાળાને ખુશ કરવા આંકડાઓ બતાવે. સરદારે સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો, પણ અમલદારો માને ! એમનામાં સત્તા તો એવી ખૂંપી જાય છે – પૃચ્છક : કે ખુરશી ઉપરથી ઊતરે, રિટાયર્ડ થાય તોયે સત્તાનું વળગણ તો લોહીના બુન્દ બુન્દમાં ખદબદતું જ રહે. શાસ્ત્રીજી : પણ સરદારે પતાવટ કરી. કારણ બીજી મોટી લઢાઈ આવવાની હતી. પૃચ્છ કે : તે કઈ ? શાસ્ત્રીજી : નિમકનો કાયદો તોડવાનીદેશ આખામાં એ લડત ! તે પહેલાં ૧૯૨૯માં બે વાત બની. સરદારે મહારાષ્ટ્રમાં ડંકો વગાડ્યો. મહારાષ્ટ્રમાં જમીન-મહેસૂલ વધારાનો કાયદો આવવાનો હતો. એટલે મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ ચૂંટાયા. ત્યાં પંડિતો સાથે ચર્ચા. પૃચ્છક : હા હા, રેવન્યુ ખાતાની એક મંડળીને સરદારે ચંડાળ ચોકડીની ઉપમા આપી હતી તે યાદ છે ? શાસ્ત્રીજી : યાદ છે ને, ત્યાં પંડિતો, ઝીણું છાણવાવાળા બેઠેલા. એક જણ પૂછે, સરદાર સાહેબ, ખાદીનો ડગલો પહેર્યો હોય અને ધોતિયું મિલનું હોય તો ચાલે ? સરદારનો જવાબ–એ અરધો વોટ આપે. અસ્પૃશ્યતા હિન્દુ ધર્મ ઉપર કલંકરૂપ છે, એમ કહ્યું ત્યારે ત્યાં શાસ્ત્રીઓ, પંડિતો ચિઢાયા અને બોલ્યા – હિન્દુ ધર્મ ઉપર શી રીતે કલંક કહેવાય ? તો સરદાર કહે, ત્યારે ખ્રિસ્તી ધર્મ ઉપર કલંક કહેવાય કે બીજા ધર્મો ઉપર કલંક કહેવાય ? એટલે બધા ચૂપ. પૃચ્છ ક : સરદાર સાહેબના કટાક્ષને તો કોઈ નહીં પહોંચે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નવભારતના ભાગ્યવિધાતા : કટાક્ષમાં કડવાશ પણ હોય, પણ કડવાશ વિનાના હાસ્યની પણ કંઈ ઓછી નોંધણી નથી. તે પણ આપણે જોઈશું, પરંતુ સત્ય કથનમાં એમને કોઈ ન પહોંચે, મહારાષ્ટ્રમાંથી તામિલનાડુમાં ગયા, ત્યાં ગુજરાતી હિન્દીમાં બોલ્યા. ત્યાંથી બિહારના ખેડૂતોની પરિષદમાં ગયા. રાજેન્દ્રપ્રસાદ પથારીવશ હતા. ત્યાં સભામાં વિષયવિલાસમાં પૈસા બરબાદ કરનારા જમીનદારો માટે, કિસાનની પામરતા માટે, અને સ્ત્રીઓનો પરદો, તે પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે નહીં પણ સ્ત્રી અને સ્ત્રી વચ્ચે, એ ત્રણ વાતો ઉપર ટીકા હૃદય સોંસરી ભાષામાં કહી. પૃચ્છક : એમાંથી થોડી વાણી તો સંભળાવો. શાસ્ત્રીજી : સરદાર કહે છે – સ્ત્રીઓને પરદામાં રાખી તમે અધગવાયુથી પીડાઓ છો. વળી કહે, એ પરદામાંથી બહાર આવે તો તમે કેવા ગુલામ છો, એ એ જોઈ જાય એથી તમે ડરો છો. મારું ચાલે તો એ બહેનોને કહું કે તમે આવા વ્હીકણ બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં, તમારા ધણીને છેડા ફાડી આપો તો સારું. પૃચ્છક : ખરેખર ? શાસ્ત્રીજી : ચોખ્ખી વાત કરનારા એવા બીજા કેટલા મળશે ? ૧૯૨૮ પછી મોરબીમાં યુવકોએ રાજાઓને પદભ્રષ્ટ કરવા સંમેલન યોજ્યું, ત્યાં પહેલો સવાલ એમણે એ કર્યો, તમારી તૈયારી કેટલી ? રાજાઓની નિંદા કરવાથી તમારું કંઈ નહીં વળે. તમારે ત્યાં દીવા તળે અંધારું છે. આટલી વાત કરી, ત્યાં તો સંમેલનમાં પીછેહઠ થવા માંડી. એક ઠેકાણે સરદારને માનપત્ર આપવાની હોંસાતોસી થઈ, પહેલો હાર કોણ પહેરાવે એ માટે તકરાર. સરદારે કહેવડાવ્યું કે તમે ઝઘડી લ્યો, પછી સભામાં આવીશ. તમને સત્યાગ્રહ વિષે મારે હવે શો બોધ આપવાનો હોય ! હવે આપણે આડી વાતો મૂકી આગળ ચાલીએ. ૧૯૨૯માં લાહોર કોંગ્રેસમાં સંપૂર્ણ સત્યાગ્રહનો ઠરાવ. ભક્તજન વલ્લભભાઈ ૧૫૩ પૃચ્છક : હા, હા, એ તો અમને બધાને ખબર છે. ૨૬-૧-૩૦ને દિવસે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. પ્રજાએ પ્રતિજ્ઞાઓ પણ લીધી. શાસ્ત્રીજી : ત્યારે મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્યના અગિયાર મુદ્દાઓ જાહેર કર્યા. એમાં છૂપી પોલીસખાતું રદ કરવું, જમીન-મહેસૂલ પચાસ ટકા ઘટાડવું, લશ્કરી ખર્ચમાં પચાસ ટકા ખર્ચ ઓછો કરવો, સમુદ્રકાંઠાનું વહાણવટું, હિન્દુસ્તાનના લોકતંત્રના હાથમાં રાખવું, નિમકનો વેરો રદ કરવો વગેરે મુખ્ય હતા. પૃચ્છક : એટલે નિમક સત્યાગ્રહની યોજના ઘડાઈ. ગાંધીજીએ આગેવાની લઈ કાયદો તોડવા, દાંડીકૂચ કરવા જાહેરાત કરી. શાસ્ત્રીજી : મહાત્માજી દાંડીકૂચ માટે પ્રયાણ કરે તે પહેલાં સરદારને રાસ ગામમાં ભાષણ કર્યા વિના એટલે કે ગુનો કર્યા વિના એકાએક પકડી લીધા. ૭ માર્ચ ૧૯૩૦, તે પહેલાં ભરૂચમાં તો અતિ જોરદાર ભાષણ કર્યું હતું. ત્યારે પોલીસ અને કલેક્ટર જાગ્યા નહોતા. હવે મજા જુઓ. રાસ જતા હતા ત્યાં મૅજિસ્ટ્રેટે ફેંસલામાં લખ્યું : ‘તહોમતદાર સરદાર બરાડા પાડી ભાષણ કરવા ગયા એટલે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પ૪મી કલમ પ્રમાણે પકડી લીધા.’ છે ને આરોપ ! મૅજિસ્ટ્રેટની બુદ્ધિનું દેવાળું પ્રગટ કરનાર આરોપ ! પૃચ્છક : પણ ભાષણ તો કર્યું નહોતું. શાસ્ત્રીજી : એ પણ ખરું, અને બરાડા પાડી ભાષણ કરવા ગયા એ બરાડાની મૅજિસ્ટ્રેટને પહેલાથી કેવી રીતે જાણ થઈ એ પણ હસવા જેવું છે. પૃચ્છક : આવડું જુદું ? શાસ્ત્રીજી : ૧૯૨૦ થી ૧૯૪૭ સુધી આખું બ્રિટિશ રાજ્ય હિન્દુસ્તાનમાં જુઠ્ઠાણા ઉપર જ ચાલ્યું. Page #85 -------------------------------------------------------------------------- ________________ ભક્તજન વલ્લભભાઈ ૧પપ ૧૫૪ નવભારતના ભાગ્યવિધાતા પૃચ્છક : એમ તો શાસ્ત્રીજી ! હેસ્ટિંગ્સ, બેન્ટિકે, ક્લાઇવે, ડેલહાઉસીએ ક્યો જુઠ્ઠાણાં નહોતાં કર્યા ? શાસ્ત્રીજી : હા, એ પણ ખરું, પણ હવે જરા ધ્યાનથી તમે નોંધ કરજો . ભરૂચના ભાષણમાં સરદારે કહ્યું, ખેડૂતોને અને બીજાઓને પૂછું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે તમે જાણો છો ? નામના મોત કરતાં બહાદુર અને આબરૂ દારના મરણે મરતાં શીખો. પૃચ્છક : નોંધ્યું. શાસ્ત્રીજી : બહાર તો રાસ ગામમાં ભલભલા તલાટીઓએ રાજીનામાં આપ્યાં. ગાંધીજીની કૂચની તૈયારી જોરશોરથી થવા માંડી. પણ આપણે તો સાબરમતી જેલમાં ઊભા છીએ. મહાત્મા ગાંધીજીના મંત્રી મહાદેવભાઈ સરદારને જેલમાં મળવા આવ્યા છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મહાદેવભાઈને કહે, તમે અંગ્રેજીમાં જ વાત કરો. પૃચ્છ કે : કેમ ગોરો હતો ? શાસ્ત્રીજી : અર્ધી પાકો અંગ્રેજી ગુલામ, પણ અંગ્લોઇન્ડિયન. ત્યાં મહાદેવભાઈ કહે હું મારા પિતાજી સાથે અંગ્રેજીમાં નથી બોલતો, તો સરદાર સાથે શી રીતે બોલી શકું ? પૃછે કે : જેલર કટાક્ષ સમજ્યો ખરો ? શાસ્ત્રીજી : બ્રિટિશ સલ્તનતના જડભરત અમલદારો એવો કટાક્ષ સમજે ખરા ? ત્યાં સરદાર કહે આ ગાંધી આશ્રમવાળા એવા હોય છે. કે એ ધારેલું જ કરે, અને અંગ્રેજીમાં નહીં બોલે. આખરે એને અંગ્રેજીમાં તરજૂમો કરી સમજાવવાની કબૂલાત થઈ. મહાદેવ પૂછે છે કે તમને અહીં કેવી રીતે રાખવામાં આવે છે ? તો સરદારે તરત જવાબ આપ્યો, ચોર-લૂંટારાની જેમ. એવી રીતે પણ રાખે છે એનો આનંદ છે. પૃચ્છક : ખરેખર જેલરને જેલ મેન્યુઅલની પણ ખબર નહોતી ? શાસ્ત્રીજી : ના. ક્યાંથી હોય ? સત્યાગ્રહ શબ્દ જ અંગ્રેજી ત્યારે પહેલી વાર સાંભળેલો, એનો અર્થ તો એ જિંદગીભર પણ નહીં સમજી શક્યો હોય. ન જ સમજે. એમાં પુસ્તકોની વાત આવી તો મહાદેવભાઈએ રજા માંગી–તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે ધાર્મિક સાહિત્યની સામે વાંધો નથી એમ જણાવ્યું એટલે સરદારે ત્રણ પુસ્તકો માંગ્યાં. પૃચ્છ ક : કિયાં કિયાં ? શાસ્ત્રીજી : ગીતા, તુલસી રામાયણ અને આશ્રમ ભજનાવલિ. પૃચ્છક : સરદારે વાંચ્યાં ? શાસ્ત્રીજી : ત્રણ મહિનામાં ત્રણે પૂરાં કરવાનું મહાદેવભાઈને વચન આપ્યું છે. આ તો નોંધાયેલી વાત છે. હવે હું જે કહેવા માંગું છું તે આ કે વલ્લભભાઈનું હૃદય ભક્તવત્સલ છે. નહીં તો ગીતા વાંચે ? ઉપરાંત મહાદેવભાઈએ નોંધ્યું છે કે જેલમાં એમને એક જ દુઃખ કે બધા જેલરોની ફોજ હિન્દીજનો છે. અંગ્રેજ હોત તો બતાવી દેત. એટલે આપણા હિન્દી ભાઈઓ માટે એને કેટલું વાત્સલ્ય ! સામે થાય તો હિન્દી નોકરી ઉપર જ સરકાર ફટકો મારે, એ એમનાથી નહીં સહેવાય. પૃચ્છક : એટલાથી ભક્ત કેમ કહેવાય ? શાસ્ત્રીજી : તો આગળ ચાલીએ. તમારું મન પણ સંશયગ્રસ્ત છે. તો જુઓ હું કહું કે સરદારે ડાયરી લખી છે તો કોઈ માનશે ? પૃચ્છક : હું તો નહીં જ . અને ઘણાં નહીં માને. સરદાર તો વળી ડાયરો લખતા હશે ? શાસ્ત્રીજી : હવે હું આ સરદાર સાહેબે તા. ૭-૩-૩૦ થી તા. ૨૨-૪-૩૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા ના રોજ લખેલી રોજનીશી, નોંધપોથી, ડાયરી જે કહેવું હોય તેમાંથી વાંચું છું. પૃચ્છ ક : ક્યાંથી લાવ્યા ? શાસ્ત્રીજી : છાપેલી છે. પૃચ્છક : પણ લાવ્યા ક્યાંથી ? શાસ્ત્રીજી : બજારમાં મળે છે. લાયબ્રેરીઓમાં તો છે જ. જેને વાંચવું-જોવું નહીં, મહેનત કરવી નહીં તે સંશય કર્યા કરે. સાંભળો. ‘તા. ૭-૩-૩૦ શુક્રવાર રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતી બોરસદથી મોટરમાં ડે. સુ. મિ. બિલ્લીમોરીઆ એમને મૂકી ગયા. પકડતાં તેમજ છૂટા પડતાં એ ખૂબ રોયો. રસ્તામાં પણ ખૂબ ભલમનસાઈથી વર્યો.' પૃચ્છક : ખરેખર, આવું લખ્યું છે. પોલીસ માટે-લાવો જોઉં. શાસ્ત્રીજી : સાંભળો, જોવું તો બધું ઘણું છે, પણ અમે એ વાંચવાના નથી. અમે તો ભક્તિ અને વાત્સલ્ય વિષે જ ઉલ્લેખ કરી સરદાર કેટલા મોટા બાહ્યાડંબર વિનાના ભક્ત હતા તે સ્પષ્ટ કરી આપીશું. આપણે ક્યાં હતા ? તો તા. ૭ પછી તા. ૮મીની નોંધ ઘણી લાંબી છે. તા. ૯મીમાં પણ લંબાણ છે. એમાં બે વાત છે. એકમાં એમની સાથે ખૂન કરનારા કદીઓનો સાથ. બીજામાં મહાદેવભાઈ આવ્યા તેમણે ખબર પૂછી તો સરદારે કહ્યું, સ્વર્ગવાસ જેટલો આનંદ છે. પૃચ્છ ક : સ્વર્ગવાસ ! શાસ્ત્રીજી : ત્યારે એ જ તો સરદાર સાહેબનો શ્લેષ છેને ! પણ એ નોંધે છે. કે માથાનો ભાર જતાં ચિંતા વગરનો હું છું. એ સાંભળો. તા. ૧૨-૩-૩૦ બુધવાર સવારના ચાર વાગે ઊઠીને પ્રાર્થના કરી. ગીતા વાંચી. ભક્તજન વલ્લભભાઈ ૧૫૭ પૃચ્છક : હેં ! શાસ્ત્રીજી : આજે સાડા છ વાગે બાપુ આશ્રમમાંથી નીકળવાના તે યાદ કરી, ખાસ ઈશ્વરસ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માંગી. તા. ૧૩-૩-૩૦ : ચાર વાગે ઊઠીને પ્રાર્થના. રામાયણ વાંચન વગેરે. તા. ૧૪-૩-૩૦ બુધવાર, પ્રાર્થના ચાર વાગ્યે. તા. ૧૫-૩-૩૦ અઢી વાગ્યે ઊઠી એમા હેમિલ્ટન વાંચી, પૂરી કરી. પછી પ્રાર્થના. ૧૭-૩-૩૦, ચાર વાગે ઊઠી પ્રાર્થના, કસરત; છ વાગ્યે દાતણપાણી, હાઈ-ધોઈ ગીતાપાઠ. પૃછે કે : હવે કસરત વધારામાં આવી. શાસ્ત્રીજી : તા. ૧૭, ૧૮, ૧૯ એમ વાંચતા ચાલ્યા જાઓ. પ્રાર્થના, વાચન, નિત્યક્રમ તે તા.૬-૩-૩૦ને દિવસે રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીની સફળતા વિશે, ગુજરાતની લાજ રાખે તે વિશે ખૂબ પ્રાર્થના કરી. તા. ૨૨-૪-૩૦ છેલ્લી ડાયરી. આમ પ્રાર્થના, ગીતાવાંચન અને રામાયણ, ઉપરાંત જેલના અધિકારીઓની રામાયણની નોંધ વાંચવા મળે છે. વાંચતાં રસ પડે છે. ફક્ત સ્વરાજ્ય મળ્યા પહેલાં એક વીસી પહેલાં આપણી જેલની કેવી હાલત હતી, એમાં કેટલી તાજ ગીથી, અને સહનશક્તિ ખીલવતી ખુમારીથી સરદાર રહ્યા તે જાણવા મળે છે. કહો, સરદાર ભક્ત ખરાને ? પૃછે કે : ભક્તવત્સલ-આપે બરાબર કહ્યું. રોજ પ્રાર્થના ગુજરાત માટે ખાસ પ્રાર્થના, જે મંગળ દિવસે વધારે પ્રાર્થના અને રામાયણ, ગીતાનું વાંચન આ તો અમને નવું જ જાણવા મળ્યું. શાસ્ત્રીજી : અને પેલા તોછડા, ઉદ્ધત, અવિવેકી અધિકારીઓને એમના અજ્ઞાન વિશે કે એમની નોકરીમાંની ચૂક વિશે કોઈને કનડ્યા નથી. કારણ એ પણ હિન્દીભાઈઓ છે. શું કરે, ફક્ત રોટલા માટે સરકારના હાથા થઈ બેઠા છે. એમની દયા ખાધી. કેટલું Page #87 -------------------------------------------------------------------------- ________________ ભક્તજન વલ્લભભાઈ ૧૫૯ નવભારતના ભાગ્યવિધાતા મોટું દિલ ? હવે તા. ૭ એપ્રિલે મીઠાનો કાયદો તૂટ્યો. ગાંધીજી જેલમાં અને તા. ૨૬ જૂને સરદાર છૂટ્યા. અમદાવાદમાં સરદારનું સ્વાગત કરતાં સભા થઈ, ત્યાંનું એમનું ભાષણ–એમાં જે બોલ્યા તે વાત. પૃચ્છક : ખરેખર, અમને એમની વાણી સાંભળવાનો અવસર ન મળે ? શાસ્ત્રીજી : ત્યારે કોઈ રેકૉર્ડિંગ કરી જ શકતું નહીં. એ તો આજે બધા ટ્રાન્ઝિસ્ટર અને ટેઇપ રેકૉર્ડર લઈને ભટકો છો તે સભામાં એમણે કહ્યું, આ તો એક સમર્થ તપસ્વીની બાર વર્ષની પ્રખર તપશ્ચર્યાનું ફળ છે. સરકારની જેલ એ તો કોઈ જેલખાનું છે ? ખરું જેલખાનું તો માયાનું બંધન છે, તે છે. આપણા આત્માને જે મોહ-માયા અને કામ-ક્રોધનાં બંધન છે, એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન તોડ્યાં, એને જગત પરનું બળવાનમાં બળવાન કોઈ પણ સામ્રાજ્ય બંધનમાં રાખી શકવાનું નથી. પૃચ્છ કે : આ તો બાપુની વાણીથી પણ આગળ વધ્યા. કોઈ સંત પુરુષને છાજે એવું વક્તવ્ય. શાસ્ત્રીજી : બે વાત. ભક્તજન વલ્લભભાઈને બાપુ માટે અનન્ય ભક્તિ, ઈશ્વરમાં અથાગ શ્રદ્ધા અને પીડિતો માટે સંવેદના. પૃચ્છક : માનું છું; આપની વાત સાચી માનું છું. શાસ્ત્રીજી : ભક્તિમાં રસ જોયો, ઈશ્વરમાં શ્રદ્ધા જોઈ, હવે એક બીજું પડખું તપાસીએ. તે પણ જેલમાં. પૃચ્છ ક : સાબરમતીમાં ? શાસ્ત્રીજી : ના. યરવડામાં. થોડો સમય ગાંધીજી સાથે ત્યાં પણ તે પહેલાં મીઠાના સત્યાગ્રહ બાદ ગાંધીજીને પકડ્યો. પછી ગોળમેજી પરિષદ મળી. બ્રિટિશ મુત્સદીઓ જેટલા મીઠાબોલા, એટલા લુચ્ચા; એક બાજુ સમાધાનની વાતો કરે, બાકી દેશમાં લાઠીઓ વીંઝે , સ્વયંસેવકોને કેદ કરે. નેતાઓને પણ પકડે. ૧૯૩૧માં કરાંચીમાં મહાસભા મળી એના એ પ્રમુખ ચૂંટાયા. મહાસભા મળી તે પહેલાં દિલ્હીના હૃદયશૂન્ય અધિકારીઓએ દેશની માંગણી છતાં, ફાંસી નહીં, દેશનિકાલ કરો એમ કહેવા છતાં, ભગતસિંહને ફાંસી આપી દીધી. આ પણ સરકારનો એક બૃહ, કે ક્યાંક ભંગાણ પડે છે ? દરમ્યાન ગોળમેજી પરિષદને પરિણામે જરા સન્ધિ જેવું જણાયું, ત્યાં બારડોલીની સન્ધિનો સરકારે ભંગ કર્યો, શરતો નું પાણી, પોલીસ જુલમની વાત જ ઉડાવી દીધી. લંડનથી ગાંધીજી પાછા ફર્યા. તે પહેલાં જ બ્રિટિશ અમલદારોએ દમનનો કોરડો વીંઝવા નક્કી કર્યું હતું, અને પકડાપકડી શરૂ થઈ. પૃચ્છ ક : ફરીથી જેલ ? શાસ્ત્રીજી : જેલ અને વધારે જુલમ, મહાસભાને ચગદી, છૂંદી, છિન્નભિન્ન કરી નાંખવાનો નિર્ણય. અંગ્રેજોને કોઈ પણ પ્રકારની ક્રાંતિ ન પાલવે. પૃચ્છક : તબક્ક તબક્કે સ્વરાજ આપવાની વાત તો ખરી ? શાસ્ત્રીજી : ઠાલી પોકળ તકલાદી, જૂઠાં વચનો, અંગ્લોઇન્ડિયન સિવિલિયનોનું રાજ્ય હતું, બ્રિટિશ રાજાનું નહીં. નાગપુરમાંના પેલા ક્લાર્કને ભૂલી ગયા ? જલિયાંવાળામાં ડાયર ઓડવાયરને ભૂલી ગયા ? અને લંડનમાં ચુસ્તમાં ચુસ્ત રૂઢિચુસ્ત ચર્ચિલ બેઠો હતો. બધા એક જ ઓલાદના. ઓર્ડિનાન્સ પર ઓર્ડિનાન્સ–વટહુકમોથી જ રાજ્ય. પણ દેશમાં જે કાળો કેર વર્તી રહ્યો, જુલ્મોની ઝડી વરસી એ દુઃખદાયક ઘટનાઓ આ પ્રસંગે જતી કરીએ. એ વિષય જ જુદો છે. એટલે આપણે ફરી યરવડા જેલમાં સરદાર સાથે ચૂપચાપ બેસી જઈએ. હું તમારા ત્રણના હાથમાં ચોપડી આપું. એક બનો મહાદેવભાઈ, બીજા અને સરદાર, અને ત્રીજા બાપુ. તમે તમારા જ અવાજે વાંચીને બોલજો. Page #88 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા : મહાદેવ. : સરદાર. : બાપુ. શાસ્ત્રીજી : ઠીક, હવે એ પહેલાં એક વાત કરી દઉં. શ્રીનિવાસ શાસ્ત્રી, હિન્દના મોડરેટ પક્ષના એક સારા વિદ્વાન સભ્ય, એણે બાપુને લખ્યું, ‘તમે જેલમાં એકલા ગમગીન થઈ ગયા હશો' તો બાપુએ લખ્યું, “ના રે. સરદાર છે, તે એમની મજાકોના સપાટાથી દિવસમાં કેટલીય વાર હસાવે છે. અને સરદારને આપણે ભક્તજન કહ્યા છે. મોહમાયા, કામક્રોધ તજવાની વાત કહેનારા જાણ્યા છે. ભક્ત હોય તે જ નફિકરા હોય.” પૃચ્છક : એમ ? શાસ્ત્રીજી : હાસ્તો, જુઓ નરસિંહ મહેતા, મીરાંબાઈ, બંનેના કિસ્સામાં ચિંતા રામાંડલિકને, રાણા કુંભાને હતી, નરસિંહ-મીરાંને કોઈ પરવા ચિંતા હતી ? સમજ્યા હવે વાંચો પહેલાં મહાદેવ બોલે. મહાદેવ : કેમ તમે ચહા પીવાની છોડી ? સરદાર : અહીં બાપુની સાથે રહી હવે શું ચા પીવી ? આપણે તો એ જે ખાય એ ખાવાનું નક્કી કરી લીધું. એમણે ચોખા છોડ્યા, બાફેલું ખાય. દૂધ-રોટી તો હું પણ એમ જ લઉં. કપડાં ધોવાનું તો બાપુએ રહેવા જ દીધું નથી. હાવાની ઓરડીમાંથી પોતે ધોઈને જ નીકળે, પછી કરવાનું રહે છે જ ક્યાં ? મહાદેવ : ઠીક, આ બ્રિટિશ બાઇબલ એટલે શું? પુસ્તકોની યાદીમાં છે ? સરદાર : પાઉન્ડ, શિલિંગ અને પેન્સ જુઓ એમ જ છેને ? મહાદેવ : હા, બરોબર આ છાપામાં ‘ગાંધીની રચનાત્મક ગફલતો” એવું મથાળું છે એ શું ? ભક્તજન વલ્લભભાઈ ૧૬૧ સરદાર : ત્રણ મહિનાથી તો મેં દાળ ખાધી નથી. આજે મહાદેવભાઈ તમે દાળ બનાવી, પણ દેવતા વધારે અને પાણી ઓછું, એટલે દાળ બળી ગઈ એને રચનાત્મક ગફલતો કહેવાય. મહાદેવ : બીજા કંઈ છાપામાં જાણવાજોગ સમાચાર છે ? સરદાર સાહેબ ! સરદાર : હા હા મહાદેવ ! સેમ્યુઅલ હોર ટેનિસ રમે છે. મેકડોનલ્ડ આજે સૂપ પીધો. માલવિયાજી મોટરમાં દિલ્હી જવા નીકળ્યા છે. આજે સૂરજ ઊગ્યો છે. બોલો આથી વધારે કંઈ જોઈએ છે ? મહાદેવ : પેલા લૉર્ડ ઍન્કીનો ન્યૂઝલેટર છાપામાં છપાવ્યો છે. બાપુ એનો જવાબ લખાવવાના છે. બાપુ કહેતા હતા કે ઘણો અવળચંડો લેખ છે. સરદાર : એને લાંબું લાંબું લખવાને બદલે એટલું જ લખી દો, કે તું હાડોહાડ જુઠ્ઠો છે. મહાદેવ : આજે બાપુએ બેએક કલાક મગન રેંટિયા ઉપર ભારે મહેનત કરી. સરદાર : બાપુ ! હવે જેટલું કાંતશો, એથી વધારે બગડશે. મહાદેવ : હવે બાપુ ડાબા હાથે કાંતે છે, તમે એ તરફ નહીં જુઓ ત્યાં સુધી તાર નીકળ્યા કરશે. સરદાર : આ પણ શ્રદ્ધાનો જ વિષય છે ને ? બાપુ : હાસ્તો, શ્રદ્ધા બધે..જુઓ, આજે કેવું સારું પરિણામ આવ્યું છે ? સરદાર : હા, નીચે ઠીક સૂત૨ફેણી પડી છે. મહાદેવ : ‘સંઘર્યો સાપ પણ કામનો” બાપુ ! એ કહેવત શી રીતે ઉત્પન્ન થઈ ? બાપુ : એક ડોશીને ત્યાંથી સાપ નીકળ્યો. તેને મારવામાં આવ્યો. તેને છાપરે મૂક્યો. એક ઊડતી સમડીએ એ જોયો. એની ચાંચમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા મોતીનો હાર હતો. એટલે હાર છાપરા પર નાંખી સાપ ઊંચકી ઊડી ગઈ. ડોસીને સાપ સંઘરતા હાર મળ્યો, બોલો સરદાર, તમે શું કહો છો ? સરદાર : એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યો. એને મારનાર કોઈ મળે નહીં, હિંસા થાય. એટલે એને પેલા સાપને તપેલા નીચે ઢાંક્યો. રાત્રે ચોર આવ્યો. એણે કુતૂહલથી તપેલું ઉઘાડ્યું, એટલે એને સાપ કરડ્યો. આમ એ ચોરી કરવા ગયો ત્યાં પંચત્વ પામ્યો. બાપુ : પણ હિંસા તો થઈને ? સરદાર : સાપનો ધર્મ જ કરડવાનો. ત્યાં એ શું કરે ? મહાદેવ : આ બે ખુલાસાઓ પરથી એક કાંકરે બે પક્ષી મારવાની પણ કહેવત પડી હશે. આપણે એ વિશે નરસિંહરાવ દિવેટિયાને પૂછીએ. મહાદેવ : આજની ટપાલમાં એક માણસે તદ્દન બાલિશ સવાલ પૂછયો છે. લખે છે આપણું ત્રણ મણનું શરીર લઈને આપણે ધરતી પર ચાલીએ, અને પગ થકી અનેક કીડીઓ ચગદાઈ જાય તે હિંસા શી રીતે અટકાવવી ? સરદાર : એને મહાદેવ ! લખો કે પગ માથા ઉપર મૂકીને ચાલે. મદા હેવ : લ્યો, આ એક જણ લખે છે કે એની વહુ કદરૂપી છે, એટલે એને ગમતી નથી. શું લખીએ ? સરદાર : લખો એને કે પોતાની આંખ ફોડીને એની સાથે રહે, એટલે દેખવું નહીં અને દાઝવું પણ નહીં. મહાદેવ : સરદાર સાહેબ ! આ જુઓને બાપુ હલકો ખાટલો મંગાવે છે, કાથાની દોરડીનો. સરદાર : કાથાની દોરડીના ખાટલા ઉપર તે કંઈ સુવાય ? ભક્તજન વલ્લભભાઈ ૧૬૩ મહાદેવ : પણ એ તો એના ઉપર જ સૂવા માંગે છે. બાપુ કહે છે કે બાળપણમાં એમને ત્યાં એવા જ ખાટલા વાપરતા. એમનાં બા એની ઉપર આદુ ઘસતાં. સરદાર : એ હું ન સમજ્યો. મહાદેવ : એ તો એમ કે આદુનાં અથાણાં કરવા હોય ત્યારે આદુને છરીથી સાફ ન કરતાં આ કાથીની દોરડી ઉપર જ ઘસે, એટલે છોતરાં બધાં સાફ થઈ જાય. સરદાર ; બરાબર, એટલે હું કહું છું કે એમના મૂઠી હાડકા ઉપરની ચામડી સાફ થઈ જશે, માટે એની ઉપર પાટી જ ભરાવો. મહાદેવ : સરદાર સાહેબ ! આ ડોક્ટર સાહેબ જોવા આવ્યા છે. તે કહે છે કે લૉર્ડ રેડિંગ વાઇસરોય સાહેબનો અંદાજ એવો છે કે આપણે રોજના સોળ લાખ રૂપિયા ભિખારીઓને ખવડાવવામાં ખરચીએ છીએ એનો બીજો કંઈ ઉપયોગ થઈ શકે તો સારું. સરદાર : હા, ડોક્ટર સાહેબ, એ સોળ લાખ કરતાં અનેક ગણા વધારે આપણે ડાકુઓ ઉપર ખરચીએ છીએ. વિલાયતથી અહીં આવેલા ગોરા ધાડપાડુ, ડાકુઓ કરતાં કંઈ સારા નથી. એનો ખર્ચ બચે તો કેટલો ફાયદો થાય ? બાપુ : તમે ડાક્ટરને ભગાડી જ મૂક્યો. ઠીક હવે તમારું સંસ્કૃત કેવું ચાલે છે ? સરદાર : વાસfસ નીfીન માં વસ્ત્રાલ કેમ નહીં વાપર્યું ? આ કંઈ રે ? शोभिनं अस्ति । બાપુ : આનો જવાબ તો રસ્કિન જેવા વિદ્વાન આપી શકે. કાલે રાત્રે તો તમે હવે ગીતાનો અભ્યાસ શરૂ કરવાના, ખરું ? સરદાર : ૩વી ચા ય ા પથાત્ યા વેવે કૃતાર્થે – હમ્ ઠીક, આપણે ખુરશી Page #90 -------------------------------------------------------------------------- ________________ નવભારતના ભાગ્યવિધાતા હતી, તે જેલરના માણસો આપણને પૂછ્યા વિના લઈ ગયા એ અસભ્ય કહેવાય, ખરું ને બાપુ ? બાપુ : કદાચ સુપ્રિન્ટેન્ડેન્ટને ખબર પણ નહીં હોય. એમાં દુઃખ માનવાનું કારણ નથી. તમે છઠ્ઠા અધ્યાયમાં જાણ્યું ને મન: gવ મનુથાઇi ચાર ચંઘ મોક્ષ: I અને આત્મા આત્માનો બંધુ છે. સરદાર : છે જ તો, પણ આત્મા આત્માનો શત્રુ પણ છે. બાપુ : ઠીક, હવે તો ઘણું શીખ્યા. છઠ્ઠો અધ્યાય પણ શીખી લીધો. શાસ્ત્રીજી : એમ ત્યારે, જોયુંને જેમને વડોદરાની હાઈસ્કૂલમાં સંસ્કૃત ભણવા પ્રત્યે સૂગ હતી, તે યરવડા જેલમાં સંસ્કૃત ભણતા થઈ ગયા, ગીતા સમજીને પાઠ કરતા થઈ ગયા. એ ભક્તજન નહીં તો એ શું ? પણ બાપુ પાસે કાવ્ય-પાઠ પણ શીખતા. પૃચ્છક : તે કેવી રીતે ? શાસ્ત્રીજી : જેલમાં બાપુ આથમતા સૂરજને જોતા હતા, ત્યાં સરદાર કહે એને શું જુઓ છો. ઊગતા સૂરજને ભજવો જોઈએ. તો બાપુ કહે, કાલે સવારે એ નાહીધોઈને પાછો આવીને ઊગશે એટલે એને જ પાછા પૂજીશુંને – જોયું સરદારે કેવી રીતે જેલને મહેલ બનાવ્યો તે – અને જેલમાં પણ પરદેશી રાજ્ય સામે વિરોધ, અને છતાં ભક્ત અને વત્સલ. પૃચ્છક : અહીં જ બાપુએ સરદારને માની ઉપમા આપી હતી, ખરું શાસ્ત્રીજી ? શાસ્ત્રીજી : હા, મા જેમ બાળકની કાળજી લેતાં તો આપણે એમને કિશોર અવસ્થામાં નડિયાદમાં જોયા જ હતા. એટલે વાત્સલ્ય તો ભરપૂર. ભક્તવત્સલ; લોખંડી પુરુષ નહીં, નહીં જ. ભક્તજન વલ્લભભાઈ ૧૬૫ શાસ્ત્રીજી : બાપુએ ૧૯૩૩માં સાબરમતી આશ્રમ વિખેરી નાંખ્યો, ત્યારે પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવાનું હતું, પણ પુસ્તકાલય બચાવી વિદ્યાપીઠને સોંપવામાં સરદારનો મહત્ત્વનો ફાળો. એમાં એમનો વિદ્યાવ્યાસંગ પણ જણાઈ આવે છે. પૃચ્છક : નહીં તો મ્યુનિસિપાલિટીમાં ચોપડીઓ જાત તો શી દશા થાત ? શાસ્ત્રીજી : વાત જ ન કરો. આગળ ચાલો, ૧૯૩૪માં મુંબાઈમાં મહાસભા, ૧૯૩૪માં સરદાર નાશિક જેલમાંથી છૂટ્યા. પછીના દોઢ વર્ષમાં લૉર્ડ વિલિંગ્ડનની દમન નીતિ. પણ મુંબાઈના ગવર્નર સાથે ખાનગી મસલત. એમાં ગવર્નરે એમને બોલાવી ઇલાકાના મુખ્ય પ્રધાન તમે થવાના છો એમ કહ્યું. સરદારે ચોખ્ખી ના પાડી, એટલું જ નહીં પણ બારડોલીની સંધિ પણ તમે પાળી નથી, એવું ચોખ્ખું સંભળાવી દીધું. પૃચ્છક : તો ગવર્નર શું કહે ? શાસ્ત્રીજી. : ગવર્નર છાતી ઠોકીને કહે કે એ જમીન તમને કદી પાછી મળવાની જ નથી ! તો સરદારે કહ્યું, અમે એ મેળવીશું જ એ ચોક્કસ છે. પછી લખનૌની મહાસભા આવી. કુંજપુરની મહાસભા ૧૯૩૭માં ભરાવાની હતી, તે પહેલાં નવા સુધારાઓ અનુસાર ભારતના અગિયાર પ્રાંતમાંથી છ પ્રાંતોમાં મહાસભાની ચોખ્ખી બહુમતી આવવાથી મહાસભાના સભ્યોએ પ્રધાનપદ લેવાં કે નહીં એ મુખ્ય સવાલ હતો. પૃચ્છ કે : ત્યારે સ્વરાજ્ય તો આવી ગયું. શાસ્ત્રીજી : હોય ? હજી તો ધારાસભા ભલે ચૂંટાય, પણ ગવર્નર સાહેબોના હાથમાં લગભગ બધી જ આખરી સત્તા એટલે એ ગૂંચ ઊભી થઈ. બધા : નહીં જ . પૃચ્છક : પણ ગવર્નર તો હિન્દીઓને ? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન નવભારતના ભાગ્યવિધાતા શાસ્ત્રીજી : ના, ગોરાઓ જ, ગોરાઓને હજી સત્તા છોડવી નહોતી. સરદાર સાહેબે આ બાબતમાં ચોખ્ખું જાહેરનામું બહાર પાડી જણાવ્યું કે આ બાબતમાં આપણે ભોળવાઈ જવાનું નથી. સજાગ છીએ, અને સજાગ રહીશું. બીજો કોયડો વફાદારીના સોગંદનો ઊભો થયો. પૃચ્છક : વફાદારી-કોને ? શાસ્ત્રીજી : પ્રધાનો વફાદારીના સોગંદ લે, તે કોને વફાદાર રહે ? કિયા રાજ્યને ? ભારતની પ્રજાને કે ઇંગ્લેન્ડમાં બિરાજમાન શાહી તાજ ધરાવનારા બાદશાહને ? પૃચ્છક : ઓત્તારી, એ પણ બરાબર. શાસ્ત્રીજી : પણ એ પ્રશ્ન પણ પત્યો, પ્રધાનપદ સ્વીકારાયાં, એટલે તરત જ ગુજરાત અને કર્ણાટકના ખેડૂતોની જમીન સરકારે ખાલસા કરી હતી. બીજાને ચોપડે જમા કરી દીધી હતી. કેટલીક વેચી નાંખી હતી, તે સરદાર સાહેબે પાછી અપાવી. તેમાં પણ ઓલો જૂનો અમદાવાદનો ઉત્તર વિભાગનો કમિશનર ગેરેટ આડો પડ્યો. અવાજ દેશી અવાજ પૃચ્છક : હા, હા, ગેરેટ-એને અને સરદારને તો ઘણી વાર બાઝવાનું થતું જ હતું. તો એ આડો પડ્યો એનું શું થયું ? શાસ્ત્રીજી : સરદાર સાહેબે એને સીધાદોર કરી મૂક્યો. પૃચ્છક : આ કમિશનરો, કલેક્ટરો આઈ. સી. એસો.હજી એવા જ ૨હ્યા હતા. શાસ્ત્રીજી : પેલી કહેવત છે ને કોઈ જાનવરની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. યાદ છે ? પૃચ્છક : ખરું કહ્યું તમે, આજે આ જાણ્ય, સરદાર ભક્તવત્સલ. ચાલો જય જય. ; પાત્રો : અવાજ, દેશી પ્રજાજન, દેશી રજવાડાના બાપુઓ, ભગાભાઈ : ભાઈ ! સરદાર સાહેબને કોઈ નહીં પહોંચે ! : કેમ, શું થયું ? : વાંચોને આ કાગળ-૧૯૩૪ની મુંબાઈની મહાસભા મળી, પછી બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને રાજ કીય સુધારા આપવા જાહેરાત કરી રહી હતી. હિંદમાં અને વિલાયતમાં એમની પાર્લામેન્ટમાં એટલે મહાસભાના ઘણા સભ્યો નવી ચૂંટાનારી ધારાસભામાં જવાનો આગ્રહ રાખતા હતા, ત્યારે ગાંધીજીએ મહાસભામાંથી આઘા થઈ જવાનો નિર્ણય જાહેર કર્યો. : પણ એમાં સરદાર ક્યાં આવ્યા ? : સરદાર ગાંધીજીના અંધ અનુયાયી ગણાતા હતા. એમણે જ એકલાએ ગાંધીજીના એ વિચારને ટેકો આપ્યો. પરિણામ જાણો છો ? : ના. : ત્યાં બ્રિટિશ સરકાર હિન્દને સુધારા આપવા જાહેરાત કરે. અહીં હિન્દમાંના બ્રિટિશ અમલદારો પોતાના અધિકારીઓને ખાનગી સરક્યુલર મોકલે છે. અવાજ દેશી અવાજ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દેશી અવાજ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા : શેનો ? : કે મિ. ગાંધીની આ ચાલબાજી છે. : ચાલબાજી ? : વાંચોને આ સરકારી બદદાનતનો સરક્યુલર. એ હોમ મેમ્બરના સેક્રેટરી હેલેટ પાઠવ્યો હતો. એનો સાર એમ છે કે મિ. ગાંધી હવે ગામડાંમાં જ ઈને કોંગ્રેસની બહાર રહીને સંગઠન કરશે. સરકારે વધારે જાગ્રત રહી, મિ. ગાંધી કે એના સાથીદારો બીજી લડત ન ઉપાડે એ તરફ ચોકી રાખવી પડશે. મિ. ગાંધી ગ્રામોદ્ધાર માટે ૨કમ માંગે તો સરકારે ના પાડવી. એમના મેળાઓમાં સરકારી અમલદારોએ ભાગ ન લેવો. મિ. ગાંધી ભારે ચાલાક અને વિચક્ષણ રાજદ્વારી નેતા છે, એથી સજાગ રહેવાની જરૂર છે. મિ. ગાંધી કોંગ્રેસમાંથી નીકળી ત્રણ બાજુએથી હુમલા કરશે, ત્યારે ધારાસભાના હિન્દી સભ્યો અંદરથી આપણાં દમનકારી પગલાં રોકવાનો બધો પ્રયત્ન કરશે. ઉપરાંત, દારૂબંધીની યોજના અમલમાં લાવવામાં પણ મિ. ગાંધીની પ્રજાને સુધારવાની નેમ રાખી, સરકારી તિજોરીમાં જ કાતનું નાણું ઓછું જાય, એ માટે તકેદારી રાખશે. : આ સરક્યુલરની ક્યારે જાણ થઈ ? : જેવો ખાનગી રીતે સરકારી દફતરોમાં પહોંચ્યો ત્યારે – : શી રીતે ? : એ સરદાર સાહેબ જાણે. એમની પણ ખાનગી વ્યવસ્થા હશે જ ને ! : હા, એમ બને. સરદાર સાહેબને ચારે કોરથી જાણ થતી હતી. ભારે હોશિયાર વ્યક્તિ. : એ તો બરાબર, પણ આ બ્રિટિશ સરકારના અમલદારો કેવા ? : દુષ્ટ, નાપાક ! મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૬૯ : અમલદારો તો પાકા અવળચંડા, પણ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંની બધી પાર્ટીઓના સભ્યો પણ લુચ્ચા, દંભી, બેવચની, કહે કંઈ અને કરે જુદું. ધારાસભાની તા. ૨૧-૧-'૩૫ના રોજ બેઠક શરૂ થઈ, એમાં ભુલાભાઈ દેસાઈ કોંગ્રેસ પક્ષના આગેવાન હતા. એમણે સરકારને સારા પ્રમાણમાં ઉઘાડી પાડી. શરતચંદ્ર બોઝની અટકાયત, ખુદાઈ ખિદમતગારો ઉપર પ્રતિબંધ, હિન્દુસ્તાન અને બ્રિટન વચ્ચે બ્રિટનને લાભ થાય એવા ઉતાવળા કરારો, અને સરદાર સાહેબે, આગળ ઇશારો કર્યો, એમ એમનો ખાનગી પરિપત્ર મેળવ્યો. એટલે ટૂંકમાં બ્રિટનના કોન્ઝર્વેટિવ લિબરલ પક્ષ અને સનંદી અમલદારો બધાએ એક થઈ હિન્દ ઉપરના લોખંડી ચોકઠાને વધારે મજબૂત કરવાનાં પગલાં લીધાં ! કેવી ચાલાકી ! : અને મહાત્મા ગાંધીજીને ચાલાક કહે છે ! અવાજ : સત્તા ઉપર બેઠેલા કોઈને સત્તા છોડવી ગમતી નથી. એમાં હિન્દ જેવો લૂંટવા જેવો દેશ, પ્રજા ગુલામ, બ્રિટનના માલને ધારેલ ભાવે હિન્દમાં વેચી ખાઈ કરોડો રૂપિયાની આવક, કોણ છોડે ? દેશી : બરાબર છે, પણ અમારો કોઈ વિચાર કરે છે ખરું? અવાજ : અમારો એટલે, તમે કોણ છો-ભારતના જ પ્રજાજનને ? : ના, અમે દેશી રાજ્યના પ્રજાજન, બ્રિટિશ પ્રજા કરતાં વધારે દુખી. અવાજ : કેટલાંક દેશી રાજ્યોમાં ખરું, બધે નહીં. દેશી : બધે, ક્યાંક ઓછો ક્યાંક વધારે જુલમ, બ્રિટિશ હિન્દની વાત છાપાંઓમાં આવે, અમારી નહીં. અવાજ : દેશી રાજ્યોમાંયે છાપાંઓ તો છે જ. : છે. પણ ગાંધીજી અને સરદાર સાહેબ અમારાં દેશી રજવાડાંઓના પ્રશ્ન માટે કશું વિચારતા જ નથી. દેશી અવાજ દેશી અવાજ દેશી અવાજ દેશી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નવભારતના ભાગ્યવિધાતા : આ આરોપો સાચા નથી. ૧૯૩૪માં સરદાર સાહેબ નાશિકની જેલમાંથી છૂટ્યા. પછી ગુજરાતમાં ફર્યા. ત્યારે એક પ્રસંગ બન્યો. દિલ્હી સરકારના હોમ મેમ્બર હેનરી કેકે ઘનશ્યામદાસ બિરલાજી અને સરદારને ચા પીવા બોલાવ્યા. હોમ મેમ્બર સાહેબે કહ્યું, ‘અમે હિન્દુસ્તાનને જવાબદાર રાજ્યતંત્ર આપવા માંગીએ છીએ', ત્યારે સરદાર સાહેબે હોમ મેમ્બરને આવી આવી સુણાવી, એમાં દફતરે નોંધાયેલી વાત છે કે સરદાર સરકારની સાફ દાનત નથી. અમારાં કબજે લીધેલાં મકાનો પાછા આપતા નથી એને બગાડતા જાય છે, બ્રિટિશ હિન્દની પ્રજાને દેશી રાજ્યમાં હદપાર કરવામાં આવે છે, દેશી રાજ્યોમાં જુલમો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે આમ સરદાર સાહેબ દેશી રાજ્યોના સવાલ માટે જાગ્રત જ હતા. મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૭૧ બાપુઓની તુમાખી અને એનું ચિત્ર જોવું હોય તો સાંભળો આ એક દેશી બાપુનો અવાજ. એક બાપુ : હવે તમારી પરજાઓનું બહુ સાંભળ્યું, અરે કોણ છે હાજર ? અવાજ બાપુ : ગિલાસ કેમ હજી ભઈરા નધ્ય. સોડો લાવો. ઓલા હરિયાને જેલની બાર તગેડી મેલો, હાથે પગે બાંધી આપણી સરહદની પાર મૂકી ઘો. એલા કોણ સે હાજર–જરા મજરો તો થવા દિયો–આજ કોને લાઇવા સો ? માળા નેતા નીકળી પઇડા સે. રાજા હામે હોમ બોલ છે, તો જીભડા તોડી ઘો ! ઈ તો ઠીક સે, અમે આંઈ અમારી રિયાસતમાં બેઠા સિમે, હમણાં ઇંગ્રેજ હરકારના તાબામાં હોત, તો માળાને ફાંસી કે કાળાપાણી જ મળત. એલા પીણામાં કમ કસર કરો છે. લાવો ગિલાસ, ઈમ ચમચી ચમચી કેમ રેડો સો, હો, ઈમ દીધે રાખોને હી હી હી હી.” : આ તો એક પ્રકાર, આ બીજો. બીજા બાપુ : “અરે કોણ સે, કેટલા વાઇગા ? હં હં સાંજના ફકત પાંચ ! અમે તો સાંજના છએ ઉઠાડવા હુકમ આઇપો'તો. જાઓ માળાને જેલમાં નાંખો. અંધારા વિના અમે જાગતા નથી. એટલું પણ જાણતા નથી ! જાઓ ટેળો ઈયાથી.” દેશી : બીજા નમૂના જોવા કે સાંભળવા જેવા નથી. છતાં આ સાંભળો. ત્રીજા બાપુ : ઓલા બ્રિટિશમાં ગાંધીવાળાની રાહે આંઈ કોઈ ચાઇલા છે તો શરીરની ખાલ ખેંચાવી દઈશ. જો સતવાદીના દીકરા પાઇકા સે તે ! અલ્યા જલસા તો કરો હવે ! કોણ છે હાજ૨, આજ હજી નાચનારીના પગ કેમ નથી ઠેકાતા. દેશમાં એનીયે ખોટ પડી છે. દેશી અવાજ દેશી : બી 1 : હા, હા, પણ: હવે પણ અને પણિયારું ! હરિપુરામાં ભરાયેલી મહાસભા જુઓને ! ત્યાં દેશી રાજ્યોના સવાલો વિષે કેટલી સુંદર છણાવટ થઈ. સરદાર સાહેબનું પ્રવચન વાંચોને, એ ત્યાં જ બોલ્યા છે, “દેશી રાજ્યોના સવાલની ઠીક સફાઈ કરવાની જરૂરત છે. કૉંગ્રેસી આગેવાનો વ્યક્તિગત દેશી રાજ્યની પ્રજાઓને મદદ કરવા તૈયાર છે. પરંતુ દેશી રાજ્યોમાં પોતપોતાની સમસ્યાઓ પ્રમાણે ત્યાં પ્રજા સમિતિઓ રચવાની જરૂર છે.” આમાં હરિપુરા કૉંગ્રેસમાં સરદારનો મત સ્પષ્ટ જ છે. વળી સરદારે એક વખત દેશી રાજ્યોના કાર્યકર્તાઓને કહેલું કે તમે બહુ કૂદાકૂદ કરો છો, પણ તમારે ત્યાં દીવા તળે અંધારું છે, એનું શું? તાલીમ, શિસ્ત, પાકી તૈયારી વિના સરદાર ક્યાંય સરદારી લેતા નથી. : એ વાત બરાબર, પણ અમારે માથે કેવી વીતે છે, એની તમને ખબર છે ? વેઠ, જેલ, માર, અમારા રાજાઓના જુલમ, અમારા દેશી દેશી : એમના રાજમહેલના ખરચા , વિલાયત જવાના ખરચા, ઇસ્ટેટના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નવભારતના ભાગ્યવિધાતા જાનવરોને પરણાવવાના ખરચા, અંગ્રેજી અમલદારોને આપવા લાંચરુશવતના ખરચી. ચોથા બાપુ : ચૂપ રહો. અમારા ખરચ કી બાત કરતે હો, અમ અંગ્રેજી ફોજ કુ અમારા મુલકમેં રખતે હૈ. હું હય કોઈ યુરોપકી રિયાસત જહાં અંગ્રેજી ફોજ હંમેશાં ઠરતી હય, ક્યું બોલા નહીં ? દેશી : સહી બાત ! મહારાજ ! સહી બાત ! ચોથા બાપુ : હમારી ફૌજ અંગ્રેજી હય. હમારે વહાં ઇન્કમ ટૅક્ષ કા દફતર ભી નહીં, ઔર ટૅક્ષ ભી નહીં. હી હી હી હી. દેશી : હા, હા, એ એમ કહી શકે છે. ખેડૂત પાસે ચોથ તો શું, પણ અરધા પાકની ઊપજ લઈ લે, અને ઇજારાશાહીમાં લૂંટે એ અવાજ : એ બધું બરાબર. બાપુશાઈમાં કેટલુંક સારું પણ હતું, છતાં આખરે તો એ હિન્દની ધરતી ઉપર ખરજવા-ચકામા જેવા જ હતા, એની નથી ગાંધી બાપુએ ના પાડી, કે નથી સરદાર વલ્લભભાઈ સાહેબે ના પાડી, સરદાર સાહેબ તો કહેતા કે કોંગ્રેસની લડત પાકી તૈયારી, અને પૂરી સહન કરવાની શક્તિ વિના દેશી રજવાડામાં ઉપાડી, તો ત્યાં બ્રિટિશ સરકાર અને દેશી રાજા બંને ભેગા મળી ઝૂડશે. માટે પ્રત્યેક રજવાડામાં પ્રજાપરિષદો ભરો. વળી એક બીજું ચિત્ર પણ વિચારવા જેવું છે. કેટલાકે બ્રિટિશ રાજ્યમાં આવી હો હા કરી જાય છે. પોકાર કરે છે, પણ જ્યાં એમના દેશી રાજ્યમાં પાછા ફરે છે ત્યાં આ પ્રકારનો સંવાદ યોજાય છે. સાંભળો : બાપુ : તો તમે મુંબાઈની હવા ખાઈ આહવા, નહીં ભગાભાઈ શેઠ ! ભગાભાઈ : હા બાપુ ! એક બાપુ : અને ઓલા ગાંધીવાળાની સભામાં પણ પોંકી ગ્યાતા, નહીં શેઠ ! મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૭૩ ભગાભાઈ : ઈ તો બાપુ, જરા રંગ જોવા, પડોશી હંગાથે ગયો - તો જરા જોઈએ તો ખરા, એમ, બાકી આ ગાંધીવાળા રેંટિયો ચલાવે અને ખાદીઓ કાંતે એમાં કોઈ સરકારને બીવાપણું છે શું? બાપુ : પણ અમારા દીવાનસાહેબ પાસે તો તમે ત્યાં ભાષણ ફટકારેલાં એવા સમાચાર છે ! ભગાભાઈ : હોય નહીં બાપુ-હું ત્યાં ભાષણ કરું ? બાપુ : ઈના ફોટોગરાફો પણ આઇવા સે ! ભગાભાઈ : બાપુ, ભળતા જ માણસોના ફોટા-લોકની ઠઠ ઊછળતી ચાલે ઈમાં બધા ભળતા જ દેખાય, બાકી બાપુ ! બાપુ ! અમેબાપુ : એમ માનો, પણ અંગ્રેજ જેવી તાકાતવાળી સરકારે પણ નમતું જોખી ઓલા મોંટેગ્યુ રિફાર્મ આપી દીધાં, અને ઈજ જે જેલમાં હલવાયા'તા ઈ પરધાનની ખુરશી ઉપર ચઇઢા છે, જો તાલમાં આવી ગિયા તો માળા અંગ્રેજ અમલદારોને પણ હવે ઈ જ જેલ ભેગા કરવામાં પાછા નહીં પડે. ભગાભાઈ : બાપુ ! આ ગાંધીવાળા એવા વેરઝેરમાં માને એવા નથી. આપની આ વાત જરા વિચારવા જેવી છે ખરી, પણ એમ અંગ્રેજો નમતું નહીં જોખે. ભલું હશે તો એ પાંચ માસમાં ઈ પરધાનોને પાછા ખુરસી ઉપરથી ઉઠાડી પણ મૂકે. બાપુ : ઈ તો અમે રાજાઓએ હજી હાથે કંકણ નથી પેઇરા. અમે જ એક થઈ ભેગા ઠરાવ કરવાના છીએ કે બ્રિટિશ સરકાર ધોળી ટોપીવાળાની પાકી ખબર લઈ લીએ. નહીં તો હિન્દુસ્તાનનું સત્યાનાશ ધોવરાવશે. ભગાભાઈ : આપની એ વાત સવા વીશ, બાપુ, અમે આપની પડખે નહીં ઊભા રહીએ તો દાઢી-મૂછ મુંડાવી દઈએ. બાપુ : હી હી હી હી હી : અલ્યા કોણ છો હાજર ? દીવાન સાહેબને કહો કે પેલા છેલ્લા ચોપડા ખરીદિયા છે તે આંહી હાજ૨ કરેઅવાજ : બાપુ, આ રિયો ઈ ઢગલો ! Page #95 -------------------------------------------------------------------------- ________________ મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૫ ૧૭૪ નવભારતના ભાગ્યવિધાતા : હાં. આ કોઈ હૈયાફૂટાએ ઓલા વલ્લભભાઈ સરદારનું જીવનચરિત લઇનું છે એમાં કહેશે કે વલ્લભભાઈ જ્યારે નાના હતા, ત્યારે કોઈ શરત બકવામાં હામાવાળાએ દાઢીમૂછ ઉતરાવવાની શરત બકેલી : ભોગ જોગે વલ્લભભાઈ શરત જીઇતા. તે લાગલો જ નાઈ બોલાવી હામાવાળાની મૂંછ ઉતરાવી દીધેલી. ભગાભાઈ : હા બાપુ, એ વાત અમે પણ સાંભળેલી છે. બાપુ : તો ઈમ તમારા ગાંધીવાળાઓનો જ દાખલો છે. એટલે અમે તો દરબાર ભરી શેઠ તમારી પણ દાઢીમૂછ ઉતરાવી દઈશું. ભગાભાઈ : હા બાપુ -આપની મરજીમાં આવે તો હાલમાં ઉતરાવી દઈએ . અમે તો બાપુ, આપના છોરુ કહેવાઈએ. વફાદારીમાં જરા ઊણા ન પડીએ. બાપુ : અને છતાં મુંબઈમાં ગાંધીવાળાની મીટિંગમાં ઊપડ્યા'તા. હંભાળજો . પછી મને કહેતા ન આવતા. ભગાભાઈ : બાપુ, આપના આ પગ અને આ મારું માથું. ઉતારી લ્યો. : દેશી રાજ્યના ભાઈ પ્રજાજન ! આ બેમુખી નીતિ ન ચાલે. લઢવું છે, તો રાજાઓને સ્પષ્ટ કહો કે પ્રજાઓના અવાજને નિયમસર તમારા વહીવટી તંત્રમાં સ્થાન આપો. જેટલો વહેલો આપશો, એટલો રાજા પ્રજાને લાભ. મોડો આપશો એટલો રાજામહારાજાઓને ગેરલાભ અને અંગ્રેજો તો એમનું રાજ્ય યાવતું ચંદ્ર દિવાકર સુધી ભારતમાં ટકી રહે એ માટે એમનાથી બનતું કરશે જ. કરે જ છે. હવે આગળ ચાલશું. ૧૯૩૮ની સાલ જ જુઓ. સરદારે ૧૯૩૮માં તો તમારા દેશી રાજ્યના સવાલને પાકો હાથમાં લીધો. દેશી : એમ, શી રીતે ? મને સમજાવો. અવાજ : ભાઈ, જગજાહેર વાત છે. ૧૯૩૦-'૩૫માં દેશી રાજ્યના યુવાનોના હૃદયમાં ભારે સંક્રમણ ચાલ્યું, બુદ્ધિ સજાગ બની, પરિણામે એમણે ગાંધી સાહિત્યનો સારો અભ્યાસ કર્યો. ૧૯૩૮-'૩૯માં તો કાશ્મીરથી ત્રાવણકોર સુધી દેશી રાજ્યોમાં સારી જાગૃતિ આવી. ઉત્તરમાં પહેલું નાભા, પછી કાશ્મીર, રાજસ્થાનમાં અલવર, ઉદેપુર જયપુરમાં પ્રજાએ સારું સંગઠન કર્યું, એમાં જયપુરમાં દીવાન હતો તે અંગ્રેજ. : જયપુરમાં રાજા રજપૂત અને દીવાન અંગ્રેજ !. અવાજ : કેમ ન બને ? સૌરાષ્ટ્રમાં આટલા બધા રાજાઓ, રાજ્ય તો રાજકોટના પોલિટિકલ એજન્ટનું જનમાળા રાજકોટમાં રાજકુમાર કૉલેજ ચલાવે. મૂળ તો સ્કૂલ, નામ ત્યારે કૉલેજ, ભણાવે કેવળ અંગ્રેજી રીતભાત-ભુલાવે હિંદની મૂળ સંસ્કૃતિ ! દેશી : એ તો જાણીતી વાત છે. અવાજ : પછી ઓરિસ્સા, હૈદરાબાદ, મૈસૂર, ત્રાવણકોર સ્ટેટોમાં મહાસભાની સમિતિઓ રચાઈ એક અપવાદ સારો, અને ખરો. દેશી : સારો ? અવાજ : દખ્ખણમાં ઔધ રાજ્ય પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવા પહેલ પણ કરી. પ્રજાની ઉન્નતિમાં રાજ કુટુંબે આગળ પડતો ભાગ લેવા માંડ્યો. પણ બીજે અંધારું, ધબડકા એટલે પ્રજામાં સંગઠન વધ્યું. પરિણામે ૧૯૩૯ની ત્રિપુરા કોંગ્રેસમાં દેશી રાજ્યો પ્રત્યે નીતિમાં સારો જેવા ફેરફારનો ઠરાવ આવ્યો. : બહુ મોડો. : બસ બબડવાના જ તમે. અરે ભાઈ, હજુ તો બધા નેતાઓને ફરી વાર જેલ જવાનું બાકી છે. સરદાર સાહેબ અને ગાંધીજી બંનેને. મૈસૂરે પણ સારી નીતિ જાહેર કરી. ૧૯૩૮માં મૈસુર રાજ્ય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ધ્વજવંદન કર્યું. અવાજ Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૭ ૧૭૬ દેશી અવાજ અવાજ દેશી અવાજ દેશી અવાજ અવાજ નવભારતના ભાગ્યવિધાતા : એમ ? : એટલે બીજા હજી કેટલા પાછળ છે એનો અંદાજ કાઢો. અંગ્રેજોના પેટમાં તો તેલ રેડાતું હતું. એમના બ્રિટિશ વાવટાની, તો પેલો હિટલર હવે યુરોપમાં પાકી ખબર લઈ લેવાનો હતો, એટલે તેલની સાથે પેટમાં તેજાબ ભડકે બળતો હતો, છતાં મૈસૂરમાં ગોળીબારનું એક છમકલું થઈ ગયું. અંગ્રેજી શાહી વિચારના મૅજિસ્ટ્રેટની ભૂલ. સરદાર સાહેબ મૈસૂર ઊપડ્યા, અને ત્યાં સમાધાન કરાવ્યું. : પણ ઘરઆંગણે ૧૯૩૭માં માણસામાં સળગ્યું હતું એનું શું ? : એ જ જમીન-મહેસૂલનો સવાલ, ત્યાં પણ દરબારી કોરડો અને ગોળીબાર. આખરે સરદાર સાહેબની લવાદી સ્વીકારવી પડી. અને સમાધાનીના કરાર, ગઈ ગુજરી ભૂલી દરબાર અને ખેડૂતો વચ્ચે સારી લાગણી સ્થાપી. પછી તો વળા, રામદુર્ગ, જમખંડી, મીરજ રિયાસતોમાં અહિંસક લડતો ચાલી અને પ્રજા જીતી. એમાં પણ મહાસભાનો ટેકો હતો અને પછી રાજકોટ – : રાજકોટનો સવાલ તો બહુ ગૂંચવાયો. : ન ગૂંચવાય ? મૂળ રાજા સારા, ત્યારે દીવાને કોકડું ગૂંચવ્યું. : કારણ બ્રિટિશ અમલદારોએ સંચાદોરી ખેંચી. : એ લોકોનો તો ધંધો જ – ન ખેંચે તો નવાઈ, પણ આપણા જ માણસો બેવફા, દેશદ્રોહી, પ્રજાદ્રોહી, ત્યાં શું થાય ? બાકી લાખાજીરાજ મહારાજે તો પ્રજાને સોશ્વમાં લીધી જ હતી. : હા, એ તો કહેતા કે ગાંધીજી તો એમને મન પિતાતુલ્ય હતા, અને રાજ કોટ બોલાવી સન્માન પણ કરતા, અને દરબારમાં સિંહાસન પર બેસાડી પોતે ડાબે પડખે બેસતા, અને બોલેલા કે ગાંધીજી વલ્લભભાઈને જમણા હાથ જેવા ગણે છે. તેવા એ મને ન ગણે ? : પણ રાજ કોટની પ્રજાની કમનસીબી, અને એમનું અકાળે અવસાન થયું. પછી ભારે કરુણ કથા સરજાઈ. : એમના કુમારની બ્રિટિશ સરકારી કેળવણી. : ત્યાં જ સરદાર સાહેબનાં વચન સંભારો. “એ રાજ કુમાર કૉલેજમાં માણસનું જાનવર બનાવવામાં આવે છે. જેને અનેક જાતના દારૂના નામ આવડે અને પીતાં આવડે તે હોશિયાર ગણાય.” : ઉપરાંત રૈયતથી અલગ કેમ રહેવું તે શિખવાડવામાં આવે. : એવું લાખાજી રાજના કુંવર શીખ્યા અને એને વીરાવાળાનો સાથ મળ્યો. એટલે બળતામાં ઘી. : પણ બહુ ભારી થઈ ગઈ. પ્રજાએ બહુ સહન કર્યું. રાજા અને કારભારીની અવળચંડાઈ. એમાં એજન્સીના ગોરા અમલદારોનાં કાવતરાં. ઠાકોર લાખાજી રાજે સાચવેલી મૂડી સફાચટ, રાજ્ય દેવામાં, જુગારના અડ્ડી નંખાયા, ભારે કરવેરો નંખાયો, ઇજારાઓ અપાયા. : બીજે મહેસૂલ ઓછું કરવાની લડત, તો રાજકોટમાં કરવેરો વધાવાની ઝુંબેશ. સરદાર સાહેબે ૨૨-૮-'૩૮માં જ રાજકોટના રાજને કૂવાનાં દેડકાં કહી સંબોધ્યું હતું અને કરાંચી જતા પહેલાં રાજકોટમાં પ્રજા પરિષદ ભરવાની સુચના આપી હતી. તે પ્રમાણે પાંચમી સપ્ટેમ્બરે પ્રજા પરિષદ ભરવાનું નક્કી થયું. સરદાર ત્યાં પહોંચ્યા. દરબાર વીરાવાળાએ સરદાર સાહેબને ચા પીવા બોલાવ્યા. બે વચ્ચે ઠીક ઠીક મસલત થઈ. સુધારા અમલમાં લાવવા વાતો થઈ, ત્યાં પાછલે બારણે રાજકોટમાં ગોરા દીવાનને લાવવાની ચાલબાજી યોજાવા માંડી. : હા, હા, ઓલો સર પેટ્રિક કેડલ. પહેલાં જૂનાગઢમાં હતો એ. અવાજ દેશી અવાજ દેશી અવાજ દેશી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અવાજ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા : તોયે કેડલે રાજાને ભારે ઠપકો આપ્યો. દિવસભર ઠાકોર દીવાનને મળે જ નહીં એટલે દીવાન છેડાયો આખરે એને કઢાવવા વીરાવાળાએ પેંતરા રચ્યા. : પણ રેસિડન્સી અને વીરાવાળા વચ્ચે પણ ઊડી. : કોઈને પણ રાજકારણમાં અધમમાં અધમ કૂટનીતિ શીખવી હોય તો ઠાકોર સાહેબ, ગિબ્સન, કેડલ, વીરાવાળાના હવે જાહેર થયેલા પત્રો, અને એકેકની ચાલબાજીનો અભ્યાસ કરી લે, તો એ રાજ્ય-ખટપટમાં નિષ્ણાત થઈ જાય. પણ સરદાર સાહેબ સજાગ રહેતાં રાજકોટમાં લાઠીચાર્જ, ગોળીબાર, આખી પ્રજા જાગ્રત, રાજ્યની સામે—જો થઈ છે તે. ત્યારે જ સરદાર સાહેબ બોલ્યા હતા કે મુઠી જેટલું રાજકોટ આખા હિન્દને હલાવી નાખશે. એ સમયમાં રાજકોટ વિષેનાં પ્રવચનો વાંચીને અભ્યાસ કરવા જેવાં છે. એમની વાણી સાચી પડી. : પછી તો લડતે ઓર રંગ પકડ્યો. ચારે કોરથી બહેનો પણ પકડાવા રાજકોટ ઊમટી. : પછી તો જે તડાતડી ચાલી છે—ક્યાં રાજકોટ, ક્યાં અમદાવાદ, વચમાં ગાંધીજી સંડોવાય, કસ્તુરબા પકડાયાં, જેલ, અપવાસ, સત્યાગ્રહ. દિલ્હીના વાઇસરૉય. ત્યાંના ચીફ જસ્ટિસ સર મોરિસ ગ્લાયર સાથે કરારનામાં થાય, તે તૂટે, વીરાવાળા અને એજન્સી રાજરમત રમે; ઓ હો હો ! આ ચકચારભર્યો કિસ્સો, એ અંગે લડત, ખરેખર સરદાર કહેતા કે રાજકોટની આગ અને આંધી આખા હિન્દને જાગ્રત કરશે તે છેક ત્રિપુરા મહાસભાની બેઠક સુધી ધુંઆધાર ફેલાયો, ચાલ્યો, અને એમાં બે મહાન વ્યક્તિઓના જાન પણ જોખમાયા ! : તે કોણ ? : કેમ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા મોહનદાસ ગાંધી, મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૭૯ દેશી : એમ ? અવાજ : કેમ, સરદારનો જાન લેવાનું કાવતરું-એ અમરેલીમાં હતા ત્યાંથી રાજકોટ આવવાના હતા, તે રસ્તે એમને મારવાની યોજના ઘડાઈ જ હતી. દેશી : હા, હા, પણ રસ્તો બદલ્યો એટલે બચી ગયા. નહીં તો એમને મારવાના જ હતા. અવાજ : ગાંધીજી ઉપર રાજકોટમાં હલ્લો. એ તો જે એમને મારવા આવનાર હતા, એમનું એકલાનું જ એમણે રક્ષણ માંગ્યું. અને પેલાના હાથ ન ચાલ્યા. અહિંસાનો એ અભુત દાખલો છે. : એ તો એમની અહિંસાની કસોટી જ હતી. અવાજ : આમ રાજકોટ સત્યાગ્રહ તો ભારતમાં એક ઐતિહાસિક ઘટના બની ગઈ. છેવટે વીરાવાળા, કેડલ, ગિબ્સને અને ઠાકોર બધાના હાથ હેઠા પડ્યા. એથી તો સૌરાષ્ટ્રના બધા રાજાઓ સમય વર્તી ગયા અને સૌરાષ્ટ્રના શા માટે, હિન્દભરમાંના ઘણા રાજાઓને સમજણ પડી ગઈ. પેલા સૌરાષ્ટ્રના એક રાજવી કહેતા હતા, તે યાદ છે ને ? : હા, સરદાર સાહેબ માટે, ‘એક કરમસદના ઉઘાડપગા ખેડૂતને હાથે હું મારું રાજ્ય તારાજ થવા દઉં ?' અવાજ : બરાબર. અને એ જ રાજવીએ સરદાર સાહેબને એમના મોટાભાઈ તરીકે સ્થાપ્યા, અને પોતાની પડખે બેસાડી સન્માન કર્યું. ત્યારે ભાઈ, સમે સમો બળવાન છે. તમે દેશી રાજ્યોના સવાલની વાતો કરતા હતા. ત્યાં આ રાજકોટના દાખલાએ હાક વગાડી દીધી, એમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહજી, વીરાવાળા, ખલનાયકો, ગાંધીજીની આકરી તપસ્યા અને અહિંસાની કસોટી; પણ સરદાર સાહેબની અખંડ ધીરજ અને કુનેહ છક કરી દે એવાં નીવડ્યાં છે. એ આખા પ્રકરણનો આ સાર છે. દેશી અવાજ દેશી અવાજ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દેશી અવાજ દેશી નવભારતના ભાગ્યવિધાતા : ભાઈ, અમે તો વખાના માર્યા શરૂઆતમાં બોલી ગયેલા. .: સરદાર સાહેબના મગજ પર એક રજવાડું નહોતું. ત્રણસો ચારસો રજવાડાં, એમાં કોઈ નાનાં કોઈ મોટાં, કુલ પાંચસો, હજી રાજ કોટનું પતે ત્યાં વડોદરા જાગ્યું. : પણ ત્યાં તો પ્રજા મંડળ હતું. : મુડદાલ હાલતમાં ઘણાં વર્ષોથી, પણ તે વડોદરા શહેર પૂરતું. ૧૯૩૦-'૩૫ની લડતો પછી એણે ગામડાંમાં નજર દોડાવી અને ૨૮-૧૦-'૩૮ની સભામાં સરદારે પ્રમુખસ્થાનેથી ભાદરણ ગામમાં ચોખ્ખી વાત સંભળાવી દીધી. ‘વડોદરા રાજ્ય , પ્રજામંડળનો વિશ્વાસ નહીં રૂંધી શકે.' ઉપરાંત સરદારે વડોદરા રાજ્યના ખેડૂતોની વધતી જતી આર્થિક દુર્દશા ઉપર અને ભારે જમીનમહેસૂલ ઉપર પ્રજાનું ધ્યાન દોર્યું. : હા, એ વાત તો સાચી. ખેડૂતની વાત આવી કે સરદાર વહારે ધાવાના જ . : એક અદ્ભુત ઉદાહરણ તો વડોદરા પાસે વરણામા ગામ પાસે સાડત્રીસ ગામના ખેડૂતો ઉપર અસહ્ય ત્રાસ વર્તી રહ્યો હતો ત્યાં હરણો રાખવામાં આવે, તે છે. : હરણો ? : હા, હરણો, તે ગમે ત્યારે ખેતરો ખૂંદે, અને ગમે તે ખાઈ જાય. આ હરણોના શિકાર થાય. મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૮૧ જેમ હંમેશાં બને છે તેમ, એમાં ભાડૂતી લોકો મારફત પથરાબાજી. ઝેરીલી પત્રિકાઓ, સરદાર તો બહારના માણસ છે, એવા અંગ્રેજી રાજ્યવાળા બોલતા તેવી જ ભાષા વાપરવામાં આવી. દેશી ? સભા થઈ ? અવાજ : ના. બીજે દિવસે અલકાપુરીમાં સભા થઈ. શ્રી સરદારને થેલી આપવામાં આવી, એમાંથી દફતરનું મકાન ખરીદાયું – તે જ વડોદરા શહેરમાંનું સરદાર ભવન અને હૉલનું નામ અબ્બાસ હોલ. : બારડોલીની લડતમાં પ્રખ્યાત થયા તે અબ્બાસ સાહેબ, વડોદરાના વડા ન્યાયાધીશ ! અવાજ, અવાજ દેશી અવાજ : હા. પછી ૧૯૪૦માં ધારાસભાની ચૂંટણીઓ થઈ એમાં પ્રજામંડળના સભ્યો સારા પ્રમાણમાં ચૂંટાયા. ત્યાં પણ સરદાર સાહેબે સારી દોરવણી આપી. એ પત્યું કે લીંબડીમાં વળી ઓર કૌભાંડ સરજાયું. રાજ કુટુંબને મોઢે ભારે મીઠાશ, પણ હૈયે એમાંનું કશું પણ પ્રજા માટે હેત નહીં. માનશો ? જુલમો તો એવા કરાવ્યા કે પ્રજાને હિજરત કરવાનો વખત આવ્યો. અહીં પણ ગુંડાઓનો ત્રાસ શરૂ થયો. સરદાર સાહેબે એ અત્યાચારોની તપાસ કરાવી. અને એમાં લીંબડીના કામકાજને રાજકોટની દમનનીતિથી પણ બૂરા ગણાવ્યા. સભાઓ ભરવાની ધમકીઓ ચાલી. સમાધાન કરવાની તો વાત જ નહીં, એવી આડાઈ. : તો શી રીતે પત્યું ? : ત્રણચાર વર્ષે પત્યું. રાજા અને કુંવરના અવસાન થયાં બાળકુંવર માટે રીજન્સી નીમી. : કોણે ? : હજી તો કરતા કરવૈયા – બ્રિટિશ જ છેને – આખરે ૧૯૪૪ અવાજ દેશી અવાજ અવાજ : કોણ શિકાર કરે ? : રાજા અને એના ગોરા મહેમાનો. એમને માટે આ આખો શિકારનો ખેલ–એમાં ખેડૂતો પણ રાજ્યના શિકાર થઈ પડ્યા. સરદાર સાહેબે વારંવાર ચેતવણી આપી. તા. ૨૦-૨-'૩૯ના રોજ વડોદરામાં સરદારનું પ્રજામંડળ તરફથી સન્માન; ત્યારે દેશી અવાજ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અવાજ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા જપમાં સમાધાન થયું અને હિજરતીઓ છેક ચારપાંચ વર્ષે પાછા આવ્યા. હવે પાછા ૧૪-૫-'૩૯ત્ની તારીખ કાઢો. : કેમ ? : હવે ભાવનગરનો વારો આવ્યો. ત્યાં પ્રજામંડળની સભા, સરદાર સાહેબ પ્રમુખ. ત્યાં પણ તોફાન, પથરાબાજી, સરદાર સાહેબની મોટર ઉપર હલ્લો કરવાની યોજના. બેત્રણ જણા ઘવાયા અને ગુજર્યા, પણ સરદારશ્રી બચી ગયા. અહીં મુસ્લિમોએ સભા ભરી, આવાં હીચકારાં કૃત્યોને વખોડી કાઢયાં, સરદાર સાહેબે ગુજર્યા, એમને માટે હૈયા વરાળ કાઢી, ફરી ઈશ્વરનો પાડ માન્યો. : પણ ભાવનગરમાં તો સુધારાજનક રાજ્ય હતુંને ? : ખરું, પણ બ્રિટિશ સરકારના હાથ હજી લાંબા હતાને? ભારતમાં સુધારા આપી, પાછલે બારણે તો જોરજુલમની નીતિથી પ્રજાના અવાજને રૂંધવાની જ વાતો ચાલતી હતીને ? બ્રિટિશ સરકાર પાસેથી આપણા મોટા ભાગના રાજવીઓ દમનનીતિના નુસખા શીખ્યા હતા. ભાવનગરમાં તો ભાડૂતી લોકોને પેંધાવ્યા હતા. : કેવો ભાગ્યપલટો ! દેશી રાજાઓને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેટકેટલા દાવપેચ રમી, એમની રિયાસતો કબજે કરી હતી. એ જ રાજાઓ બ્રિટિશ સલ્તનતના હાથા બની બેઠા. : ઝેરીલું શિક્ષણ, કોઈ પણ તાકાતવાન પ્રજાને ગુલામ બનાવી પછી એને એકધારું જેવું શિક્ષણ આપવામાં આવે તેવું પરિણામ આવે. પણ એ બ્રિટિશ સલ્તનતને પણ પરસેવો ઉતારનાર પણ એક પાક્યો. : કોણ ? ? સાંભળો એનો અવાજ, અવાજ અને ભાષા ઉપરથી જ તમે સમજી જશો. મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૮૩ હિટલર : ઈસ્ટ વૉઝ ડાઇ ઇંગ્લિશ ફ્રેન્ચ એલાઇયા ઉન મુસ્ટ ક્લાઇન બુસ્ટર, ઝુમ આગફોસ્ટર, ટીસપ્લેન્ડન ઈસ્ટ બેંકન, હાઇલ હિટલર ! : ઓ. હિટલર ! હા, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરનારેઅવાજ : અને પોતાના દેશને છિન્નભિન્ન કરી બીજા અનેક દેશોને પણ તારાજ કરનાર—એમાં અંગ્રેજો તારાજ તો ન થયાં, પણ એમની કમ્મર ભાંગી ગઈ. સામ્રાજ્ય વેરવિખેર થવાની શરૂઆત થઈ. : ઘણા માણસોનો સંહાર થયો. હિટલરે હાહાકાર મચાવ્યો. અવાજ : એ યુદ્ધ હિન્દુસ્તાનને આંગણે એટલે કે પૂર્વમાંથી જાપાનીઝ આપણે બારણે આવીને ઊભા. સાથે સુભાષ બાબુનું આઝાદ સૈન્ય. દેશી : હા, હા, ત્યારે મહાત્મા ગાંધીએ ‘ક્વિટ ઇન્ડિયા-તમે ટળો તમે ટળોની હાકલ કરી, લડત ઉપાડવા ઝુંબેશ કરી. અવાજ : તા. ૮, અગિયારે મધરાતે મહાસમિતિએ અંગ્રેજો ચલે જાઓ એવો ઠરાવ કર્યો. ન જાય તો અહિંસક પણ દેશવ્યાપી પ્રચંડ બળવો જગાવવાના ઠરાવો કર્યા. મહાત્માજીએ ‘કરેંગે યા મરેંગે'નો નવો મંત્ર આપ્યો. તે પ્રસંગે સરદાર સાહેબનું ભાષણ અદ્વિતીય હતું. રાજેન્દ્રપ્રસાદે પોતાની જીવનકથા લખતાં એ ભાષણને બહુ વખાણ્યું છે. : ખરેખર વાંચવા જેવું જ હશે ? અવાજ : “બ્રિટિશ સરકારનો પ્રચાર દેશમાં એવો છે કે અમે અમારી વાત કોઈને કરી શકવાના નથી. અહીં અમારાં અખબારો બંધ છે. રેડિયો ઉપર અમારી સત્તા નથી. ચારેકોર સેન્સરશિપના ચોકીપહેરા છે. સરકાર કહે છે કે અમારી સાથે કોઈ નથી. મુસ્લિમો નથી, હરિજનો નથી, ડાહ્યા ગણાતા વિનીતો નથી, રેડિકલો નથી, અમે મુઠ્ઠીભર ટોળીના સભ્યો જ સ્વતંત્રતા માંગીએ છીએ. જો અમારી સાથે કાંઈ જ નથી તો સરકારને અમારી આવડી ભડક શા માટે લાગે છે. દેશી અવાજ દેશી અવાજ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા હિટલરે યુદ્ધ શરૂ કર્યું પછી અમે ત્રણ વર્ષ રાહ જોઈ. ગાંધીજીએ કૉંગ્રેસને કહ્યું કે બ્રિટનની મુસીબતમાં આપણે, એને મૂંઝવણમાં ન મૂકવું. ત્રણ ત્રણ વર્ષ બાદ પણ અંગ્રેજોની દાનત સાફ નથી. હિન્દનું રક્ષણ કરવાનો દાવો બ્રિટિશરોનો છે. બર્માનું તો એ રક્ષણ કરી ન શક્યા. યુદ્ધ હિન્દને બારણે આવ્યું છે. બ્રિટન કહે છે કે યુદ્ધ બાદ અમે તમને સ્વતંત્રતા આપીશું. યુદ્ધ બાદ બ્રિટન હાર્યું તો અમારે ચર્ચિલ સાહેબને શોધવા ક્યાં ? અને માનો કે બ્રિટન જીતે તોય આજે બ્રિટનને કંઠે પ્રાણ છે ત્યારે આટલા ચાળા કરો છો, જુલમ કરો છો, તો જીત્યા પછી હિન્દુ તમારે ગળેથી શી રીતે છૂટી શકવાનું હતું ?” : પણ પછી તો પકડાપકડી થઈ. : ત્રણ વર્ષથી અહમદનગરના કિલ્લાની કેદ, દરમ્યાન તબિયત વેરવિખેર પણ ૧૯૪૫માં છૂટ્યા પછી નાયબ વડા પ્રધાનના દફતરમાં, બ્રિટિશ સરકારે ક્વિટ ઇન્ડિયાના ઠરાવ બાદ પાંચ વર્ષે સત્તા તો છોડી પણ બધા જ નેતાઓનું, ખાસ તો સરદાર સાહેબની જિંદગીમાથી કીમતી દશ વર્ષનું આયુષ્ય ચોરીને, કાપીને, તબિયત છિન્નભિન્ન કરીને; એમ ગેરેટ, ક્લાર્ક, હેલી જેવાઓનું વેર લઈને સત્તા છોડી. ૧૦ થોડા વિલિનીકરણના કિસ્સાઓ : પાત્રો : કવિ બારોટ, માથા કવિ બારોટ : એઈ રેન ગઈ અંધાર ગયો, અરૂ પરતંત્રની જાલિમ જેલ ગઈ. ભારત માતાની ભોમ ઉપર નવતેજ ભરી પરભાત ભઈ; ઇંગરેજ ગયા, નિજ ફોજ ગઈ, દરિયા પાર ઉલ્લંઘી વહી, અહીં ભારત સૈન્ય અરૂ ભારત ધ્વજ, નિજ શાન બઢી ઔર નોક રહી. એ રૈન ગઈ અંધાર ગયો, ભારતમેં નિજ સૂર્ય સ્વતંતર; સન ઓગણીસો ઔર સુડતાલીસમેં પૂર્ણ તેજ હી પરગટ ભયો, ઔર, છત્તર ચામર રાજ્ય સિંહાસન વંશ પરંપરા, જો બેઠત આસન. એજી એક થયું નથી વર્ષ હજી પૂરન, તહીં ભારત ભડવીર ભક્ત સપૂતન, જેમ વીજ ગગનમેં ચમક બિછાવન, ઈમ વલ્લભભાઈ નિજ શક્તિ સુહાવન. દેશદાઝ ઔર આલન પાલન, આંખ મહીં જરી રોષ વિભાવન; દિલમહીં ભરી પ્રેમ-પ્રભાવન. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ માયા વિ માયા કવિ માયા કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા હે નિજ રાજદંડ થકી સબ રાજ ઉથાપન. છત્તર ચામર ભારે સમાપન, કંઈક રિયાસતી રાજ વિલોપન, સબ મિલી એક હી ભારત શોભન, ધન્ય ધન્ય સબ લોક ઉંચારન. ભારત ભાગ્યવિધાતા વલ્લભ, એજી ઐસો નર પૃથ્વિમહીં દુર્લભ; એ રેન ગઈ, પરભાત ભઈ. ઔર ભારત દેશ જયકાર હુઈ, ભાઈ ભારતદેશ જયકાર હુઈ. : વાહ કવિરાજ! કવિતડું તો રૂડું લલકાર્યું પણ મને જ ભૂલી ગયા ? : તું વળી કોણ ? : હું માયા, મારું બીજું નામ લાલચ, ત્રીજું નામ લોભિકા. : લોભિકા ! આવું નામ તો પહેલી વાર સાંભળ્યું. : ભારત ભોમમાં પહેલી વાર થતું ઘણી વાર સાંભળશો. જ્યાં યાવત્ ચંદ્ર દિવાકરૌ સુધી રાજવીઓ, નૃપેન્દ્રો, ભૂપતિઓ, ધરણીધરો.... : હા, હા, હવે અમને ખબર છે તે—તેં અમરકોષ મોઢે કરી નામો બોલી બોલી જાય છે તે. રાજેન્દ્રો, મહામંડલેશ્વરોનૃપતિ, ભૂપતિ, ધૃપતિ, નરેન્દ્ર, મહેન્દ્ર, નરેશ, ઇન્દ્રો એ સૌનાં— પલકમાં રાજ્ય સિંહાસનો પાંચસો જેટલાં નિર્મૂળાં એઈ, થયાં સર્વનાં શાસનો. : બસ, બસ, અતિશયોક્તિ ન કરો. પલકમાં કંઈ બન્યું નથી. પરસેવાના ઝેબ ઊતર્યા છે. તે મારે કારણે. થોડા વિલિનીકરણના કિસ્સાઓ કવિ : તારે કારણે ? ઃ હું માયા, લોભિકા, મારાં ગુણગાન નહીં ગાયાં એટલે હું નડી. : હવે જા, જા, હજારો વર્ષોથી અહીં રાજાઓનાં શાસન હતાં. વરસભરમાં ઊપડી ગયાં, એ પલકમાં ન કહેવાય તો શું કહેવાય ? માયા કવિ માયા દિવ માયા વિ માયા વિ માયા કવિ માયા કવિ માયા વિ ૧૮૭ : કારણ ? : પ્રજા જાગ્રત થઈ ગઈ હતી, અને એ પ્રજામાંથી ખેડૂત તે કહેવાય જગતનો તાત. ઃ હશે. : ના, હકીકત છે. એવા એક ખેડૂતે રાજદંડ લીધો. એણે પહેલાં તો ખેડૂતોને તાર્યા. પછી રાજવીઓની સત્તામાંથી પ્રજાને ઉગારી. : હા, પણ મારી લાલચની વાત કોની, નહીં તો— : માયા, તારી લાલચની કીર્તિ ગાઉં ? ભલે તું મોટી, તું મહાબળી, પણ આખરે તારું શું વળ્યું ? : મારું કે કોઈનું શું વળ્યું, કે વળે છે તે વાત નથી. મારી શક્તિની કેટલી અસર થઈ તે તો કહો જ. એક નાનું ટિગીરી. : ટિગીરી ક્યાં આવ્યું ? · વીસ હજારની વસ્તીનું સ્ટેટ–૪૬ માઈલનું ક્ષેત્રફળ ઓરિસ્સામાં છત્રીસગઢ રિયાસતમાં : એનું શું ? : એટલા નાના દેશી રાજ્યે પણ એમને કેટલા પજવ્યા ! : હવે તો મોટાં રાજ્યોએ પણ ક્યાં નથી પજવ્યા વર્ષભર પણ એ રાજ્યોએ વર્ષોનાં વર્ષો સુધી પ્રજાને પજવી, રંજાડી એના પ્રમાણમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ માયા વિ માયા કવિ માયા કવિ માયા કવિ માયા દિવ માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા આ રંજાડ તો બહુ નાનો. પણ ચાલોને કબૂલ, કે તેં આડખીલીઓ નાંખી, પણ છેવટે તો અમારા સરદાર વલ્લભભાઈ જીત્યાને. સરદાર સાહેબે ગૃહખાતું લીધું ત્યારથી જ તો. : મેં બ્રિટિશ રાજ્યની રેસિડેન્સીને ચમકાવી દીધી. દફતરોમાં જૂનાં કાગળિયાંનો નાશ કરાવ્યો. : કેમ ? : કારણ જતે દિવસે એ દફ્તરો મધ્યસ્થ સરકારના હાથમાં જાય તો તે જેઓ આજે રાજ્યની સત્તા હાથમાં લઈ બેઠા છે તેઓની સામે જ જાતજાતના હુકમો, જાતજાતની નોંધ, જાતજાતની કેફિયતો, જાતજાતના આરોપો થાય, એટલે નાશ કરાવ્યા. : એમાં મોટા ભાગે જુઠ્ઠાણાં જ . : રાજ્યની સત્તાની સાઠમારી ચાલતી હોય ત્યાં સાચા-જૂઠાના કોઈ સવાલ કરતું નથી. : અમારા ગાંધીજી તો કરતા. રાજકોટના ઝઘડામાં બ્રિટિશ વાઇસરૉયે પ્રજાની તરફેણમાં આપેલો સર મોરિસ ગ્વાયરનો ચુકાદો પોતે જ માન્ય ન રાખ્યો. કારણ એ ઘટનામાં વીરાવાળાનો હૃદય પલટો નહોતો થયો. : ગાંધીજીની વાત જુદી છે. : એવી જ સરદારની. એમને તો કેટલાક ગાંધીજીના અંધ ભક્ત કહેતા. : તમે સરદારને એટલા બધા શક્તિશાળી કહો છો ? : જી હા. શક્તિશાળી અને ભાગ્યશાળી બંને. : ભાગ્યશાળી શી રીતે ? ત્રણ વાર તો જેલ થઈ, તબિયત બગડી. : શરીર છે, તે તબિયત તો બગાડે. પહેલાં બગડી, અને પછી થોડા વિલિનીકરણના કિસ્સાઓ માયા દિવ માયા કવિ માયા વિ માયા વિ ૧૮૯ બગડી, એમાં ફરીથી બગાડી એ બાબતમાં જેલનો વિચિત્ર ખોરાક અને ત્યાંની કઠિનાઈને લીધે જ બગડી. એની એમને જાણ એટલે તો એમણે સત્તા હાથમાં આવતાં જેલ-સુધારણા વિશે વિચાર્યું. અને ભાગ્યશાળી, કારણ જાતજાતના કમિશનર, કલેક્ટરો, હોમ મેમ્બરો અને ખુદ ગવર્નરોએ એમને હેરાનપરેશાન કર્યા, અને છેતર્યા. : સરદારને છેતર્યા ? : મુંબઈના ગવર્નરે બારડોલીમાં સંધિ કરી, શરતો નક્કી કરી અને પછી તોડી. બ્રિટિશ સરકારે કેટલા વચનભંગો કર્યા, એની યાદી કરીએ તો રામાયણ જેટલી લાંબી થાય. ઃ ફરી અતિશયોક્તિ ? : અમે તો કવિ, એટલે એમ જ કહીએ. તમે જ ગણોને ! : પણ ભાગ્યશાળી કેમ ? - છેલ્લા હિન્દના વાઇસરૉય લૉર્ડ વેવેલ. ત્યાં સુધી તો બનાવટ, જોરજુલમ, વચનોની આપલે, મધલાળની જાહેરાત, કોણીએ ગોળ, જાતજાતના ચાળા-કોંટા કરી હિન્દની પ્રજાને બનાવવાની પેરવી. ત્યાં સુધી તો બ્રિટિશ સરકાર અને પ્રજાની દાનત બદ. : બદદાનત ? : રામસે મેકડોનલ્ડની પણ, ચર્ચિલે તો ગાળો જ ભાંડી છે. વેવેલ પણ ફોજી ઑફિસર, સત્તા શી રીતે ટકે એની જ ચાલબાજી, પછી લૉર્ડ માઉન્ટબેટને તરત જ સરદાર સાહેબને ઓળખી લીધા. આ વ્યક્તિ ભાંગફોડમાં માનનાર નથી, સર્જનાત્મક વિચારસરણીની વ્યક્તિ છે. દિલ ઉંમરાવ છે. ખેડૂત જેટલું વિશાળ છે. દેશ માટે પ્રેમ છે. એથી દ્વેષ નથી. ભારત માટે જેને પ્રેમ, એ સૌને માટે સરદારને પ્રેમ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ માયા કવિ માયા માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : એમ ? : તને શંકા આવે છે ? જે બ્રિટિશ સરકારની બ્યુરોકસી–સિવિલ સરવિસના અમલદારો, હિન્દી તેમજ અંગ્રેજી, એ બધામાંથી કેટલાકે તો ભારે હત્યાકાંડો યોજેલા, કંઈકને હેરાન-પરેશાન કરેલા, કેટલાક તો બ્રિટિશ રાજ્યને જ માબાપ માનતા. એ બધાને હવે ભારતના પ્રેમી થશો તો તમારાં બધાં કરતૂતો માફ એટલું જ નહીં, પણ સનંદી નોકરીમાં એમને કામ બરતરફી નહીં, સજા નહીં, રોષ નહીં. : તો રાજાઓને ગાદી ઉપરથી કેમ ઉઠાવી. : એમણે નથી ઊઠાડ્યા. એમણે તો બચાવ્યા. ન ઊઠત તો પ્રજા ઉઠાડત. તને તો ખબર છે. ત્રાવણકોરનો દાખલો. તું નાનકડા ટિગીરીઆ સ્ટેટની વાત કરે છે; પણ ત્રાવણકોર, હૈદરાબાદ, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, ભોપાલની વાત કરને ! આ પાંચસો રાજ્યોમાંથી કંઈક તો હિંદના ભાગલા પડતાં, તેં જ પાકિસ્તાન સાથે જોડાવવા લલચાવ્યા. : હા, જોધપુર-જેસલમેર, મને એમાં મજા આવતી હતી. : તને તો આજેયે ભલભલાને લલચાવવામાં મજા આવે. લોભિકા ને તેં કેટલાક તો હિન્દમાં જ સ્વતંત્ર રાજ્ય સ્થાપવા ભંભેર્યા. : બસ્તર, ભોપાલ, વડોદરા, હૈદરાબાદ, ત્રાવણકોર. : એવા કંઈકને તે ભરમાવ્યા. એટલે હિન્દમાં ટંટાબખેડા ચાલ્યા જ કરે. એ રાજ્યો બ્રિટિશ, યા ફ્રેન્ચ, યા જર્મન, ત્યારે રશિયાનું તો નામ દે જ નહીં, પણ એમ બીજાં રાજ્યોની મદદ લીધા કરે, એટલે આખરે હિન્દનો એટલો ભાગ ફરીથી ગુલામ થઈ બેસે. એ જ ઘટમાળ , એ જ રફતાર–કમાલની માયા છે તું ! : પણ એવાં એ રાજ્યો માયામાં લપટાયાં શા સારુ ? થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૧ કવિ : લોભ. ક્ષણિક લોભ એટલે જ સરકારે બધાની શાન ઠેકાણે આણી દીધી. ભારતભૂમિ પહેલી. અને તારાં લોભ-લાલચને પરિણામે સરદાર સાહેબની તેં કેટલી રાતની નિરાંતની ઊંઘ બગાડી દીધી ? : કેમ—આમાં મારી જવાબદારી શી રીતે કવિરાજ !. : એક તો એકાએક આખા દેશના વહીવટનો ભાર. એમાં કેટલાંક રાજ્યોમાં ન મળે કાયદો કે ન મળે શાંતિ - બધું જ અસ્તવ્યસ્ત, ત્યાં વહીવટી તંત્ર ઠીક કરવું. અંગ્રેજો તો એકાએક ઊપડ્યા. : તો દશ વર્ષ પછી સ્વરાજ લેવું હતું. : હમણાં એક મારીશને દુષ્ટા ! મહાત્મા ગાંધીજી અને સરદાર કહેતા કે બીજાં દશ વર્ષમાં તો બ્રિટિશ અમલદારો હિન્દને એટલું નબળું, નમાલું અને ગરીબ બનાવી જતે કે એને ઊભા થતાં એક આખો વંશ નીકળી જાત. ફરીથી બીજા ગાંધી સરદાર ક્યાંથી લાવવા ? માયા : પણ સરદારે તો બારડોલીમાં ઘડાયેલા હતા. : એટલે એક નાનકડા બારડોલી પ્રાંતના અનુભવ ઉપરથી આખા ભારતવર્ષનો વહીવટ હલ કરવાનો સહેલો એમ ? બ્રિટિશ સરકારનાં રાજા-રજવાડાંઓ માટેના ખાનગી સરક્યુલરો, અને એમના ચારિત્ર વિશેની નોંધ પણ નાબૂદ કરવાનું બ્રિટિશ અમલદારોએ ઠરાવ્યું. : એ તો બરાબર છે. એ બ્રિટિશ સલ્તનતના ભાગરૂપ હતા. કવિ : પણ બ્રિટિશ સરકારે આખા પ્રદેશનો વહીવટ સોંપ્યો, અને એ રાજ્યોનો પણ ભારતમાં સમાવેશ થવાનો, એટલે એ પણ હિંદને સોંપવા જ જોઈએ તે કેમ ભૂલે છે. છતાં તેં ત્રાવણકોરના દીવાનને આડાઈ શીખવી. માયો કવિ માયા કવિ માયા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ માયા કવિ માયાં માયા કવિ. માયા નવભારતના ભાગ્યવિધાતા : હવે જાઓ જાઓ કવિરાજ , સર સી. પી. રામસ્વામી તો ભારે બુદ્ધિશાળી વ્યક્તિ હતા જ. : પ્રત્યેક બુદ્ધિશાળી વ્યક્તિ દેશપ્રેમી યા દેશદાઝવાળી હોય છે, એવું હંમેશાં બનતું નથી, એમણે તો જાહેર કર્યું કે ત્રાવણકોરે તો સ્વતંત્ર અને સર્વસત્તાધીશ રાજ્ય તરીકે રહેવાનો નિર્ણય કર્યો છે. : હી, હી, હી, : હસે છે શું, એટલે ભારતના કાંઠા ઉપર બીજું સ્પેન, પોર્ટુગલ. : બસ બસ, કલ્પનાઓ ન દોડાવો. : એનું જોઈ હૈદરાબાદ જાગ્યું, કે ઠીક છે આ ઘાટ. એણે તો વળી પાકિસ્તાન સાથે જોડાવાની મુરાદ જાહેર કરી. પહેલે જ સપાટે વીસ કરોડની અસ્કામતો, કાગળિયાં પાકિસ્તાન મોકલાવી દીધાં. : હી, હી, હી, હી. : તને મજા પડે છે ખરું, દીપડી ! : પહેલાં દુષ્ટા કહી, હવે દીપડી કહો છો ? : તું વાઘણ જ, ચારે કોરથી ફાડી ખાવાના જ પૈતરા. એ તો લૉર્ડ માઉન્ટબેટન અને સરદાર_બંનેએ પ્રજાના કલ્યાણનો જ માર્ગ શોધ્યો એટલે તારા હાથ ભોંય પડ્યા. : હી, હી, હી, હી. : હસ. તા. ૧૦ જુલાઈ-૧૫મી ઑગસ્ટ પહેલાં સરદારે પરિપત્ર મોકલ્યો. એટલે મુદત ઓછી પડી. તોયે તેં નખરાં તો કર્યા જ. એક બાજુથી તેં પાકિસ્તાનના હાકેમો મારફત તેડાં, લાલચો બતાવ્યાં કરી. બીજી બાજુ આ રાજાઓના દીવાનોના મગજમાં પોતાની સાહ્યબી હવે જ શે, એટલે રાજાને પોતે સ્વતંત્ર થઈ ગયા છીએ, એવા ભ્રમો ઊભા કર્યા. થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૩ માયા : હું તો માયા, મારું નામ જ લોભિકા. કવિ : એમાં તેં મોટી માયાજાળ સરહદી રાજ્યો જોધપુર અને જેસલમેર ઉપર નાંખી. માયા : હું શું કરું, એ બંને રાજાઓ પાકિસ્તાનના તેડાવ્યા કરાંચી જઈને બેઠા તે. : અને જઈને શો કાંદો કાઢ્યો ? શરતોની વાત થઈ, કોરા કાગળોની વાત થઈ, પણ પરિણામે એ બંને સમયનાં એંધાણ અને ભાવિની અસ્પષ્ટ ઝાંખી સમજી પાછા ફર્યા. તોયે સરદાર સાહેબે કેટલું ગૌરવ જાળવ્યું ! કેટલી ધીરજ સહી ! માયા : બબડો છો શું, તમારે પડખે તો લોર્ડ માઉન્ટબેટન હતા. : હા, અને એમની સામે જાતજાતના અંગ્રેજ રેસિડન્સીના હાકેમો હતા. ગોરા સિવિલિયનો હતા. હજી એમને એવી આશા કે ફરીથી ભારતમાં કોઈ હેસ્ટિંગ્સ, કોઈ ક્લાઇવ, કોઈ ચર્ચિલ આવી ચઢશે અને હિન્દમાંથી સરી જતી બ્રિટિશ સત્તાને ફરીથી જડ ઘાલી હિન્દમાં સ્થાપશે. સરદાર સાહેબને મેં ભાગ્યશાળી કહ્યા તે લૉર્ડ માઉન્ટબેટનની દોસ્તીને લઈને. એ એક જુદા પ્રકારનો અંગ્રેજી બચ્ચો નીકળ્યો. માયા : પણ એમના સિવાય બીજા નિમકહરામ હતા ? : હા, સેનાપતિઓ, પોલિટિકલ એજન્ટો મારાવાલા હિંદનું લુણ ખાઈને નિમકહરામ થયા હતા. હૈદરાબાદનાં ઠેકાણાં નહીં ત્યાં ઓરિસ્સાના પોલિટિકલ એજન્ટે હૈદરાબાદને લાલચો આપે. સો માઈલના વિસ્તારની જમીનમાં લોખંડ છે, તેની જાહેરાત કરી. એટલે કે હૈદરાબાદે બસ્તરના રાજા પાસેથી એ મુલક સો વર્ષને પટે રાખી લેવો. જો આડાઅવળા ટાકોંટાના આટાપાટા ખેલાયા. કવિ માયા માયા છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૫ . માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : પણ તમારા સરદાર સાહેબ ક્યાં કમ હતા ! : એ અંગ્રેજોની જેમ કરારનામાં નહોતા લખાવતા, યા નહોતા પાકિસ્તાનની માફક હથેળીમાં ચાંદ બતાવતા. આ અખંડ ભારત છે. આવો ! એક વાર હજારો વર્ષો પહેલાં જે ભરતખંડ હતો, એવો એક દેશ બનાવવાના શુભ કાર્યમાં આવો. સૌના કલ્યાણમાં તમારું પણ કલ્યાણ જ છે, થશે, એમ કહેતા સૌને સંઘમાં જોડાવાનું કહેતા. : પેલા સાલિયાણાની વાત કેમ કરતા નથી ? : જો માથુડી ! એ લાલચ નહોતી. રાજાઓ વંશપરંપરાનાં રાજપાટ સોંપી દે, વગર યુદ્ધ વગર તહનામાએ, એમના ભરણપોષણ માટે એમને જિવાઈ આપવી એ તો એક સામાન્ય ધર્મ છે. અને તે એમની ઊપજ પ્રમાણે, ટકા પ્રમાણે. તું પણ ખરી છે. એને તું લાલચ કહે છે ? ભોપાલની જ વાત કરને. એ તો પહેલેથી જ વિરુદ્ધ હતા. લોર્ડ માઉન્ટબેટને બોલાવેલી રાજાઓની સભામાં પણ નવાબ સાહેબ નહોતા ગયા. : પણ એ તો બંને હિંદ અને પાકિસ્તાન રાજ્યો સાથે સંબંધ બાંધવાને આતુર હતા જ. : શેના સંબંધ ? અરસપરસ એલચીઓ મોકલવાના, એટલે એકબીજાને લડાવવાના, વચ્ચે ભોપાલનું ત્રીજું રાજ્ય, જો થઈ છે તે ! સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટમાં પણ એ સહી ન કરે. ભોપાલના નવાબ સાહેબ વળી રાજાઓની પરિષદના મંત્રી હતા. એમણે છેવટ સુધી નન્નો જ વાસ્યો. પણ પછીથી જ્યારે જોયું કે રાજ્યમાં હિન્દુઓની બહુમતી, ચારેકોરના રાજાઓ સ્વતંત્ર ભારતસંઘમાં ભાળતા હતા, ત્યારે એમણે નમતું આપ્યું. અને તે એક અચ્છા ખેલદિલીવાળા ખેલાડીને છાજે એ રીતે એ સરદાર સાહેબને લખે છે : “હું હાર્યો. હા, હું વિરોધમાં હતો. અને સ્વતંત્ર રહેવા માયા માટે ઘણા પ્રયાસો કર્યા. હવે ફરીથી કહું છું કે હું હાર્યો, પણ હું હવે તમારો વફાદાર મિત્ર રહી, આપને બધો સહકાર આપવા તૈયાર રહીશ.” : ત્યારે એ મારી માયામાં નહીં જ ફસાયાને ? : હવે જા, જા. એ સમજદાર વ્યક્તિ કે પોતે હાર્યા એમ કહ્યું. પણ સરદાર સાહેબનો જવાબ વાંચસરદાર સાહેબે કહ્યું કે હારજીતનો સવાલ જ નથી. આપે નીડરતાથી બહાદુરી બતાવી એ માટે ધન્ય છે. આપને સુર્યું તે આપે કર્યું. આપણે બે મિત્રો, હવે અમારા તરફથી કેવળ મીઠાશની જ આશા રાખશો. ગઈ ગુજરી આપ ભૂલી ગયા છો એમ અમે પણ ભૂલી ગયા છીએ. ખેલદિલી સામે કેવી ખેલદિલી ! નવાબ સાહેબ તો હાર્યા કહીને જીતી ગયા. હારી તો તું. લલચાવનારી ધુતારી નારી ! : મને શા માટે ભાંડો છો ? જે મારી માયામાં ફસાય છે તેને ભાંડોને ? * પછી તો તારા હાથ બહુ હેઠા પડવા લાગ્યા. ભોપાલ ભળ્યા એટલે ઇંદોર મહારાજા એમ જ વાતચીતથી અળગા રહેતા. એમણે પણ આખરે સરદાર સાહેબને જુદો કાગળ લખી હા પાડી સહી દસ્તક કર્યા. : પણ જોધપુરમાં મેં કેવી બાજી ગોઠવી હતી ! : જેમાં પણ તેં આખરે તો થાય જ ખાધીને ? એ પણ પાકિસ્તાનમાં ભળવા માગતા હતા. સરહદને લઈ આખરે એમને પણ પાકિસ્તાનનાં વચનોમાં કશો ભરોસો ન રહ્યો, અને સહી કરી, પછી તો ભરતપુર, નાભા, ધોળપુર, વિલાસપુર જેવાં નાનાં રાજ્યો પણ હિન્દી સંઘમાં જોડાયાં. : પણ હૈદરાબાદમાં તો મેં જમાવીને ! માયાં કવિ માયા Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ માયા માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : ત્યાં એક હિટલરિયા યા મુસોલિનીના સ્વભાવ જેવા અથવા તો પેલા ફિલ્મના ફ્રેન્ડેન્સ્ટાઇન જેવા એક પ્રચારકને ઊભા કરીને. એની વાત તો પછી કરીશું પણ તે પહેલાં ગુજરાત, દખ્ખણ સૌરાષ્ટ્રમાં પણ વિલીનીકરણનાં પગલાં લેવાયાં. એમાં કોઈ મોટા કરૂણ નાટકના અંતે ફારસ ભજવાય એવો જૂનાગઢનો મામલો તો અજબ રીતે ગોઠવ્યો. : મેં ગોઠવ્યો ? : બેવફાઈ, સત્તાલોલુપતા, કાચા કાન, નક્કર હકીકતથી દૂર અને થાળે પડેલી પરિસ્થિતિમાં ડખલગીરી જ કરવાની તારી ચાલ, પણ એમાંયે આખરે તેં થાપ જ ખાધીને ? : મેં થાપ ખાધી ? : હાસ્તો, ભોપાલના નવાબ સાહેબ ભણેલાગણેલા એટલે સમજદારીપૂર્વક પોતે લડત લડ્યા. અને આખરે હારીને જીત્યા. પણ જૂનાગઢના નવાબ સાહેબ અંગ્રેજ તેમજ સિંધના દીવાનોની રાહે ચાલ્યા. એકબે દીવાનોએ સાચી સલાહ આપી તેમને બરતરફ કર્યા. આખરે રાજ્ય ગયું, દેશ પણ ગયો. : મારું કામ તો માયા, લાલચ બતાવ્યા કરવાનું, પછી તમે એમાં ફસાઓ તો હું શું કરું ? એક જૂનું ગુજરાતી નાટક ‘માયા મોહિની' તમે નહીં જોયું હોય, તેમાં ગાયનની એક લીટી આવે છે– દેખો દેખો, મેરા નામ માયા મશહૂર હૈ !” માયા થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૭ : શું કરું ? એમના સલાહકારોએ કરવા જ ના દીધો. કવિ : પણ અમારા સરદાર સાહેબે તો રાજવીઓની બેત્રણ સભામાં બધું સ્પષ્ટ રીતે સમજાવ્યું જ હતું, મિત્ર તરીકે સંઘમાં જોડાવા, અને એમના આર્થિક પ્રશ્નો સમજૂતીથી ઉકેલવા નિમંત્રણ પણ આપ્યાં હતાં. પણ વડોદરા તો હિંદુ રાજ્ય, તો એમણે પહેલા સંઘમાં જોડાવાની સહી કરી. : એમ ! સહી કરી હતી ? : પૂછો એમના દીવાન, સર બી. એલ. મિત્રને, કેટલી મિત્રભાવે સલાહ આપી હતી ! અને સંઘમાં જોડાયા, પછી તારી માયાનાં આકર્ષણ, સહી નકારી. અને મહીકાંઠા, સાબરકાંઠા, રેવાકાંઠા, પાલનપુર, પશ્ચિમ હિંદનાં બધાં રાજ્યો ઉપર વડોદરાએ પોતાની હકુમત માગી. ઉપરાંત સમસ્ત ગુજરાત ઉપર વડોદરાનું રાજ્ય ! તો એ ભારતને વફાદાર રહે અને ભારતને જરૂર પડ્યે લશ્કરની પણ મદદ કરે ! માયા : હા, એ સલાહ ક્યાંથી મળી હતી, તેની મને ખબર છે. કવિ : એટલે તું છટકી જવા માંગે છે ? : સરદાર સાહેબે શો જવાબ આપ્યો હતો તે કહોને. : હવે તને સરદાર સાહેબનાં પગલાંમાં રસ લેવાનું મન થયું ? પત્રવ્યવહાર તો ઘણો લાંબો ચાલ્યો. મહારાજા સાહેબે કંઈક વચન આપ્યાં અને કંઈક તોડ્યાં. સરદાર સાહેબે પહેલાં તો હિન્દને કોઈના રક્ષણની કે મદદની જરૂર નથી, એમ જણાવ્યું. આમ મહારાજાધિરાજ થવાનાં મહારાજાનાં સ્વપ્નાં તો પડી ભાંગ્યાં. કવિ માથા કવિ : અને તે માયા તે વડોદરા નરેશને બતાવી, એટલે એ જૂનાગઢ નિઝામ કરતાં પણ આગળ વધ્યા. જૂનાગઢના તાબામાં તો બાબરિયાવાડ, માણાવદર અને માંગરોલ, એમ જોડકાં હતાં. નિઝામને બહારનો ભારે દોરીસંચાર હતો, બંને મુસ્લિમ રાજ્યો હતાં. પણ હિન્દુ બહુમતી અને ભૌગોલિક પરિસ્થિતિનો એમણે વિચાર જ ન કર્યો. માયા : પછી ? Page #107 -------------------------------------------------------------------------- ________________ કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા : પછી ઘણા ખેલ ખેલાયા, આખરે ત્યાં પ્રજામંડળનું રાજ્ય આવ્યું. વડોદરા મુંબઈ રાજ્યમાં જોડાયું, અને જોડાયા બાદ પણ મહારાજાએ એ ગેરકાયદેસર છે, એમ દાવો કર્યા કર્યો. પણ એ વિગતોમાં હવે પડવા જેવું નથી. વડોદરાના દાખલાથી બીજાં સળવળવા માંડેલાં રાજ્યો પણ પાછાં હેઠાં બેઠાં. નહીં તો એક ભારે રમખાણ... : રાજવીઓની ક્રાંતિ. : ક્રાંતિ તો નહીં જ, કારણ પ્રજા તો ભારતના પ્રજાતંત્રની તરફેણમાં જ હતી. એટલે એક રમખાણ યા છમકલું થઈ જાત. અને તરત રજપૂતાનામાં વિલીનીકરણની પ્રવૃત્તિ ચાલી. રજપૂતાના તે રાજસ્થાન કહેવાયું. એમાં ઉદેપુરના મહારાણાએ પણ સંમતિ આપી. એટલે મામલો સહેજે પતી ગયો. : પણ જૂનાગઢની વાત તો તમે ઉડાવી દીધી. : તું મારા કરતાં વધારે જાણે છે. એક બાજુ ભારતમાં પ્રજાસત્તાક રાજ્ય ચાલે, ત્યારે જૂનાગઢના નવાબ સાહેબ પોતે કેવું રાજ્ય કરવું છે તે નક્કી કરે. એમણે હિન્દી સંઘમાં ભળવું કે પાકિસ્તાન સંઘમાં ભળવું તે પણ એ નક્કી કરે ! એ કેવો ન્યાય ! અને નક્કી કરવામાં ઢીલ. : કહે છે એમણે પ્રજાજનોને બોલાવી પૂછ્યું હતું. : હા, સાત લાખની વસ્તીમાંથી સિત્તેર પોતાના જાણીતા જેઓ જેમ કહે તેમ કરે એવા. એમાં એક જણે ઊભા થઈ જાહેર કર્યું કે જૂનાગઢ શો રસ્તો લેવો ? તો કહે કે જે કંઈ નવાબ સાહેબ નક્કી કરે તે. બસ, સભા બરખાસ્ત. અને સરદાર સાહેબ ત્યાં ગયા ત્યારે અને પ્રજાની મહાસભા લાખોની મેદનીમાં પૂછવું કે તમારે હિન્દીમાં ભળવું છે કે પાકિસ્તાનમાં ? હજાર હાથ ઊંચા થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૧૯૯ થયા, અને લાખોનો એક જ અવાજ સંભળાયો કે હિન્દમાં એ પ્રજાની મરજી . માયા : પણ નવાબ સાહેબ પોતે નિર્ણયો લેતા જ ક્યાં હતા ? : સાચી સલાહ આપનાર વઝીરને રુખસદ આપી, અને કરાંચીથી ખાસ દીવાનને તેડું કર્યું. ઉપરાંત જુઠ્ઠાણાંનો પાર નહીં, કશાનો સીધો જવાબ નહીં. કોઈની સાથે મસલત નહીં. ઉપરાંત પોતાના બે ભાયાત કહેવાતાં રાજ્યો માણાવદર અને માંગરોલ, હિન્દી સંઘમાં ભળેલાં. તેમના ઉપર દબાણ લાવી ના પડાવી. બ્રિટિશ હકૂમત નાબૂદ થતાં તેઓ તો હવે સ્વતંત્ર હતા. માયા : એ જ તો રાજરમત છે. : તારી લાલચ રમત છે; અને એ રમત પણ કેવી ? : કેવી ? : અત્યંત મેલી, ગંદી, પ્રપંચ, જુઠ્ઠાણાં, અવળાનું ચતું, ચત્તાનું ઊંધું ચાલ્યા જ કરે. એવું કેટલા દિવસ નર્ભ ! અબી બોલે, અબી ફોક. લૉર્ડ માઉન્ટબેટને સમજાવ્યા. બીજા બ્રિટિશ બંધારણ જાણનાર વકીલ લોર્ડ ઇઝમેને સમજાવ્યા, છતાં ખાનગીમાં જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાઈ ગયાનો દાવો કર્યો. પહેલાં ખાનગી રાખ્યો. : પછી તો બધાને જાણ થઈ. : અને બાબરિયાવાડ પ્રદેશમાં ફોજ મોકલી. : પણ તે કેટલી ટકે ! : તે પહેલાં તો જૂનાગઢની પ્રજાએ લશ્કરી ટુકડી ઊભી કરી કવાયત લઈ આરઝી હકૂમત સ્થાપી શહેરનો કબજો લઈ લીધો હતો. એના નેતા શામળદાસ ગાંધી હતા. અને માયા... માયા કવિ માયા માયા કવિ Page #108 -------------------------------------------------------------------------- ________________ માયા કવિ માયા કવિ માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : જી, કવિરાજ . : તને એટલું ભાન ન રહ્યું કે ગઢ તે જૂનાગઢ, એની પાસે ગરવો ગિરનાર તે વાદળથી વાતું કરે, ત્યાં કૃષ્ણ ભગવાનની ભૂમિ ત્યાં તે લાલચની રાજરમત માંડી ! : હા, પણ એમાં મારો શો વાંક ? : જે રાજ્યમાં પ્રજા કરતાં કૂતરાંની કિંમત વધારે, એક મહેલમાં, આસો હજાર કૂતરાં પળાય, એનાં લગ્નો લેવાય, એના વરઘોડા નીકળે, એની પ્રજાની દરકાર કેટલી લેવાતી હશે ? : હવે કોઈને ઘોડા પાળવાનો શોખ, તો કોઈને કૂતરાં પાળવાનો શોખ હોય. : હા હોય, પોતાની પરણેતર કરતાં કૂતરાં વધારે પ્યારા. : ના, એવું તો છેક ના હોય. : નવાબ સાહેબે એકાએક જૂનાગઢ છોડ્યું, નાઠી, ત્યારે પહેલાં કૂતરાં સંભાળી લીધાં, પછી બેગમ સાહેબા. : અને એમાં બાળકને તો પાછળ મૂકતા ગયા. : તો તું એ વાત જાણે છે. દરદાગીનો ઝવેરાત પહેલાં લીધો. : કોણ નથી જાણતું ? હું તો જાણે જ ને ? દરદાગીનો તો લેવો જ પડેને ! ત્યાં કૂતરાંનું ભરણપોષણ કોણ કરે ? પણ હવે મને નિંદવાનું મેલોને પડતું. : તારી નિંદા નથી કરતો. ૧૯૪૭ની ૧૩મી નવેમ્બરે સરદાર સાહેબે જૂનાગઢમાં પ્રવેશ કર્યો ત્યારે ઠેર ઠેર સરદાર સાહેબનું સ્વાગત જોવા માટે તો તારે નવાબ સાહેબને જૂનાગઢમાં રાખવા હતો ? થોડા વિલિનીકરણના કિસ્સાઓ ૨૦૧ માયા : પણ પાકિસ્તાન પહોંચ્યા પછી એમણે પાછા આવવા માટે અરજી કરી હતી. તેનું શું ? : હવે એને તો શો જવાબ આપું ! સરદારશ્રીએ બહાઉદીન કૉલેજના મેદાનમાં મળેલી ગંજાવર મેદની સમક્ષ ભાષણમાં શું કહ્યું હતું તે યાદ કર. : શું કહ્યું હતું ? કવિ : બોલ્યા હતા – ‘મેં તો મારા મંત્રીને નવાબ સાહેબને મળવા જૂનાગઢ મોકલ્યા હતા. નવાબના દીવાને કહ્યું કે નવાબની તબિયત સારી નથી. ખરે વખતે માંદા પડી જાય એમને ખુદા પણ મદદ કરતો નથી.' માયા : હા હા હી હી. કવિ : અને પછી અમે જેને ભક્ત વીર વલ્લભભાઈ કહીએ છીએ, તે જૂનાગઢથી સોમનાથના મંદિરનો પુનરુદ્ધાર કરવા; અને ભગવાનનાં દર્શન કરવા ગયા. માયા : હા, સોમનાથની વાત તો જગજાહેર છે. : માયા ! હડહડતાં જુઠ્ઠાણાં નથી ચાલતાં. મેલી રાજરમત આખરે હારે જ છે. જૂનાગઢની પ્રજા ઉપર નવાબના અમલદારોએ જે જુલમ કર્યો છે, તે કથની આજે તો હું નથી કહેતો. ત્રાસ, મારપીટ, જેલ, ફાંસી, ગોળીબાર, લૂંટફાટ, શી વાત કરું ? પણ જૂનાગઢના એક કવિ શ્રી શાર્દૂલ ભગતે એ કટોકટીના કાળમાં સાચું ભવિષ્ય ભાખ્યું હતું વસ્તી મેલી વેગળી, જે અજમાવે જોર; ટકે ન એનો તોર, ઈ સાચું શાદુળો ભણે. માયા કવિ . . માયા કવિ માયા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હૈદરાબાદ અને... 8 પાત્રો ; માયા, કવિ : ઓ હો, પાછા કવિરાજ તમે ઝળક્યા, કંઈ બહુ જોરમાં લાગો છોને ! માયા : આજે તારા પર આરોપ મૂકવા માંગું છું. તે મોહમાયાના, લોભલાલચના પાઠ ભલે ભજવ્યા. પણ એથી તેં સરદાર સાહેબની અમૂલ્ય જિ દગીમાંથી દશ વર્ષ ચોરી લીધાં. હૈદરાબાદ અને... ૨૦૩ માયા : પણ મહાન વ્યક્તિની કસોટી શી રીતે થાય ? એવા કોયડાઓ ઉકેલવા થકી તો સરદાર મહાન થયા. વિવેચકો એને બિસ્માર્ક સાથે સરખાવતા થયા છે. : જાણે છે, બિસ્માર્ક કોણ હતો તે ? : હશે કોઈ તિસ્મારખાવું શું જાણું ? હું તો વાંચું, સાંભળું, તે કહું. : એ જર્મન ઉમરાવ. લશ્કરી માણસ, દયાહીન, નાનાં નાનાં દશવીસ રાજ્યોને એણે જર્મનીમાં, તોપબંદૂકના ડર, ડરાવી, મારી, જીતી જર્મનીનું એકીકરણ કર્યું. અહીં, એક તો ફ્રાન્સ જેવડું દેશી રાજ, બીજા એનાથી અરધા પણ પ્રમાણમાં મોટા જ , મૈસૂર, ત્રાવણકોર, વડોદરા સૌ સાથે ગણો તો જર્મનીથી અનેક ગણો મોટો પ્રદેશ. માયા : એથી શું કહેવા માંગો છો ? કોઈ અજ્ઞાની માણસે કશું લખ્યું એટલે ! : તું પોપટીની માફક લવારા નહીં કરે. સરદાર સાહેબ બિસ્માર્કથી અનેક ગણા મોટા હતા. ઉદાર હતા, પ્રેમહેત-લાગણીથી ભરેલા હતા. બિસ્માર્ક કરતાં વધારે દેશદાઝની ભક્તિથી ભરેલા હતા. માયા : હવે મને એવા ઇતિહાસની સરખામણીમાં રસ નથી. કવિ. : તું પટપટી રહી. બિસ્માર્કનું નામ ફરી બોલતી નહીં. એ ફ્રાન્સ સામે લઢવા ગયો, રસ્તે ગામડાં આવ્યાં તો બિસ્માર્ક કહે છે, ‘ગામલોકને કહો કાવાનું આપે; ન આપે તો બધાને ગોળીથી વીંધો, કારણ હું પુનર્જન્મમાં માનું છું.' : હી હી... જોયુંને કેવો આસ્તિક માણસ ! : બસ, ચૂપ રહે. ભગવાનની અને પુનર્જન્મની પણ ઠેકડી કરનાર એ માણસ. વાંચ ચર્ચિલની માની કથા. ઘણું જાણવાનું મળશે. માયા : હવે ચર્ચિલનું નામ કોણે લીધું ? માયા કવિ : તેં, ભોપાલના નવાબે રાજવીઓમાં ફાટફૂટ પડાવવા જે ખેલ ખેલ્યા એક; બીજા જૂનાગઢના નવાબને તે મોટી મોટી લાલચોના રાતાપીળા બતાવ્યા, એથી સરદાર સાહેબને રાતદિવસ ચિંતા ઉપજાવી તે બે; અને છેવટે અનેક નિર્દોષના પ્રાણ હરી હૈદરાબાદમાં ઉત્પાતો કરાવી, એમને ઉજાગર કરાવ્યા છે. તારાં આ ત્રણ કરતૂતોથી સરદાર સાહેબને તેં બહુ હેરાન-પરેશાન કર્યા. : જુઓ, એ ત્રણે નવાબોને સત્તાનો શોખ, સત્તાનો મોહ હતો. : એમ છટકી નહીં જવાય, માયાદેવી ! મોહમાયાની સરજનારી તો તું. માયા કવિ માયા કવિ Page #110 -------------------------------------------------------------------------- ________________ માયા કવિ માયાં કવિ નવભારતના ભાગ્યવિધાતા : ચર્ચિલનું નામ તો દેવું પડે. ગાંધીજીને એણે સારી પેઠે ગાળો દીધી હતી. હિન્દુ ઉપર જુલમ-સિતમ વરસાવવાના એણે હુકમ આપ્યા હતા. સરદાર સાહેબે એ માર્કબરો હાઉસના કહેવાતા ઉમરાવ કટુંબની જે એબો બહાર પાડી એમની આબરૂની દાણાદાણ કરી નાંખી હતી. : એ કહેવું હતું એટલે તમે ચર્ચિલની વાત લાવ્યા. : સરદાર સાહેબને તેં અહીં શાતા ન આપી. એ પહેલાં અંગ્રેજોએ રાહત ન આપી. બંનેએ મળીને એમના જીવનમાંથી દશ વર્ષ ચોરી દીધાં. જીવનભર પજવણી, આખરે તો શરીર ઉપર અસર થાય જ ને !. : થાય જ વળી. : શરમા, એમ બોલતાં ! બધાને લાલચ, સ્વાર્થને રસ્તે ચઢાવી, તેં સરદાર સાહેબને પજવ્યા. બોલતી ચૂપ કેમ થઈ ગઈ ? : કવિરાજ ! મારો પણ વારો આવશે ત્યારે એનો જવાબ આપીશ . જોજોને ! હૈદરાબાદનું શું કહેતા હતા ? : ચાળીશ લાખની વસ્તીનાં દેશી રાજ્યો. ૧૪ મોટાં, ૧૯૧ નાનાં, કુલ્લે ૧૬૦ એકમો . એમાં ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ને દિવસે ચર્ચાવિચારણા પછી સૌરાષ્ટ્ર સંઘની ઉદ્ઘાટન વિધિ સરદાર સાહેબે કરી. નવા નગરના જામ સાહેબ જેવા જામ સાહેબે સમગ્ર સૌરાષ્ટ્રની પ્રગતિનો હેતુ જાહેર કર્યો. સિવાય કે જૂનાગઢમાં તકલીફ નડી. : પછી તો સવે પડી ગયુંને ? : મધ્યભારત, રાજસ્થાન અને છેવટે પંજાબનાં શીખ રાજ્યોમાં, તેમજ હિમાચલ પ્રદેશમાં પણ ઠેકાણે પડ્યું. એમાં શીખપ્રજા ઉપર તો જે વીતી છે, એમનાં હૃદય જે કકળ્યાં છે, માભોમની હૈદરાબાદ અને... ૨૦૫ જમીન છોડવી પડી, પાણીથી તરબોળ લીલીછમ જમીન છોડવી પડી, ત્યાં પણ સરદાર સાહેબે અમૃતસર જઈ એ દુ:ખી ખેડૂતોનાં આંસુ લૂક્યાં. સરદાર તારાસિંગ જેવા અકાલીદળના નેતાને જેલમાં પૂરવાનું જોખમ વેઠીને પણ જરૂરિયાત પ્રમાણે સરદાર સાહેબે સમસ્ત શીખ દોમનાં દિલ જીતી લીધાં. એવી કળા, શક્તિ, હૈયાની હૂંફ, દિલસોજી અને સામર્થ્ય સરદાર સાહેબમાં હતાં. પણ : હૈદરાબાદ ! કવિ : હૈદરાબાદ ! ત્યાં તો ભારે નટખટવેડા થયા. માયા : કેમ ? : બીજે ક્યાંય નહીં, અને ત્યાં તે એક ફ્રેન્ડેન્સ્ટાઇન ઊભો કર્યો. માયા : ફ્રેન્ડેન્સ્ટાઇન એટલે... કવિ : એ સિનેમાની ભાષા છે. એ તને નહીં સમજાય-ફ્રેન્ડેન્સ્ટાઇન એટલે હિટલરનું ઠઠ્ઠાચિત્ર ! અને તે ૮૨,000 ચોરસમાઈલના પ્રદેશમાં, દોઢ કરોડ(સોળ મિલિયન)ની વસ્તીવાળા દેશમાં જ્યાં પંદર ટકા તો મુસ્લિમ વસ્તી, ત્યાં ? માયા : હા, વિસ્તાર તો બહુ મોટો, એક છેડે તો દરિયો અડે, અને બીજે છેડે દરિયો બહુ દૂર નહીં. : એટલે ત્યાંથી હિન્દુસ્તાનના બે ફાડચા જ થઈ જાય. માયા : એમાં મારો વાંક નથી, નિઝામનો, નાના કિશોર નિઝામનો. કારણ બાળપણથી, કિશોરાવસ્થાથી નિઝામ ઉસ્માન સાતમા, સ્વતંત્ર બાદશાહ થવાનાં સપનાં સેવતા, એટલું જ નહીં પણ ૧૯૧૧માં એ ગાદીએ બેઠા ત્યારે પણ, અંગ્રેજો સમક્ષ પોતે રાજા છે એટલે દિવ્ય શક્તિવાળા છે એવું જે માનતા, તે જાહેર માયા કવિ માયા કવિ Page #111 -------------------------------------------------------------------------- ________________ ર૦૬ - ૨૦૭ કવિ માયા હૈદરાબાદ અને... કવિ : એમ તો પોર્ટુગીઝોનાં પણ ક્યાં થાણાં નહોંતા ? માયા : પછી ૧૭૫૯માં બ્રિટિશોએ ફ્રેન્ચ સાથે લડી પેલો દાન કરેલો મુલક જીતી લીધો. કવિ : જો બિચારી રમતની થઈ છે તે ! માયા : પણ એક નિઝામ બ્રિટિશનું સંરક્ષણ માગે, તો પછીનો નિઝામ માયસોરના હૈદરઅલીનું સંરક્ષણ માગે. પછી ફરી વાર ફ્રેન્ચોને શરણે ગયા, ત્યારે લૉર્ડ વેલેસ્લીએ ત્યાંથી ફ્રેન્ચ ફોજને હઠાવડાવી. : બહુ થયું, એ જૂના ખટલામાં મને રસ નથી. છેલ્લા નિઝામ ૧૯૧૧માં ગાદીએ આવ્યા, અને એ ડીવાઇન રાઇટ ઑફ કિંગમાં માનતા. એને લૉર્ડ હારડિજે, લૉર્ડ ચેમ્સફોર્ડે બે વાર અને લૉર્ડ રીડીંગે એને સાર્વભૌમ સત્તા નથી એનું ભાન કરાવ્યું કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા : ‘કિંગ કૅન ડુ નો રૉગ'ના હક્ક ધરાવનાર–ખરું ? : બરાબર. વળી ૧૯૨૬માં પણ એમણે ફરીથી એ દિવ્ય શક્તિનો દાવો રજૂ કર્યો હતો. ત્યારના વાઇસરૉય લૉર્ડ રીડીંગે તો એ દાવો હસી જ કાઢ્યો હતો. એટલું જ નહીં, પણ તમે બ્રિટિશ તાજના સંરક્ષણ હેઠળ, તાબા હેઠળ છો એવું યાદ દેવડાવ્યું હતું. ૧૯૪૭માં ફરી એક વાર એ સ્વતંત્ર થઈ બેસવાની વૃત્તિએ જોર પકડ્યું. આ હૈદરાબાદનું રાજ્ય ક્યારે સ્થપાયું તે તમે જાણો છો ? : હવે એ જૂની વાતોમાં મને કશો રસ નથી. : જાણો. ઔરંગઝેબના લશ્કરી વડાના દીકરા ફીરોઝજંગે ગાદી સ્થાપી, ઔરંગઝેબના અવસાન બાદ ૧૭૧૩માં એમણે પોતાની તદ્દન સ્વતંત્ર રાજા તરીકેની જાહેરાત કરી. : એમાં ક્યાંય પ્રજાનો અવાજ ? : ત્યારે વળી પ્રજાને પૂછતું જ કોણ હતું ? : અકબરશાહ પૂછતા, ભર્યા દરબારમાં. : હશે. પછી તો એક પછી એક નિઝામો એમાં માંહોમાંહ ફાટફૂટ, ગાદી માટે ઝઘડા. એમાં બ્રિટિશ અને ફ્રેન્ચ બે પક્ષની રાવ લઈ લડ્યા. : જો થઈ છેને, હિન્દુસ્તાનમાં બે રાજા લઢે, એમાં બે પરદેશી સત્તાઓ લઢાઈએ ચઢે. : ૧૭૫૧માં સલાબતજંગ ફ્રેન્ચોની મદદથી ગાદીએ બેઠો અને પોતાના મુલકનો થોડો ભાગ ફ્રેન્ચને બદલામાં આપ્યો. : એમ ત્યારે અહીં અંગ્રેજો તો પેઠા જ હતા પછી ફ્રેન્ચો પણ પેઠા. : કેમ ચન્દ્રનગર અને પોંડિચેરીમાં ફ્રેન્ચનું રાજ્ય નહોતું ? કવિ માયા કવિ માયા : પણ એણે પોતાના દેશમાં પ્રજાના સભ્યોની ધારાસભા તો નીમી હતી. : આ રહ્યા આંકડા. આવડો મોટો દેશ. ૮૫ ટકા હિન્દુ, ૧૫ ટકા મુસ્લિમ, ૧૩૨ સભ્યોની સભામાં મુસ્લિમોની બહુમતી, એટલે હિન્દુ ઉ૦, તો મુસ્લિમ ૭૨ ટકા. ઠીક ગોઠવણી હતી. જ્યાં સાડાપાંચ ગણા હિન્દુ જોઈએ ત્યાં, અને ૧૯૪૭માં અંગ્રેજોએ હિન્દુને સત્તા સોંપવાની જાહેરાત કરી, ત્યારે પાછા નિઝામ સરકાર સળવળ્યા, કે અમે સ્વતંત્ર–પોતે હિન્દુ કે પાકિસ્તાન કોઈ પણ સંઘમાં જોડાશે નહીં એવી જાહેરાત કરી. : પછીની તો મને ખબર છે. એક પછી એક પ્રતિનિધિમંડળ દિલ્હી મળવા ગયું. લોર્ડ માઉન્ટબેટને સાચી સલાહ આપી. એક બ્રિટિશ બાહોશ રાજ્યદ્વારી વ્યક્તિએ પણ નિઝામ સરકારે એવું કોઈનું માન્યું નહીં. કવિ માયા માયા કવિ માયા Page #112 -------------------------------------------------------------------------- ________________ માયા કવિ માયા માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા : સામે એમણે સ્વતંત્ર સંસ્થાનની જ માંગણી કરી. બ્રિટિશ સરકારે હિન્દુ અને પાકિસ્તાન બે જ સ્વતંત્ર સંસ્થાનની હસ્તી સ્વીકારી છે, ત્રીજું નહીં; તો પણ નિઝામ સરકાર પોતે અલગ અને મક્કમ જ રહ્યા. : પણ નિઝામ સરકાર એકાએક એવો નિર્ણય ન લઈ શકે એટલે તો એમણે મુદત માંગી. : રહેવા દે હવે. સરદાર સાહેબે તો તે મુદત પણ આપી. પણ દરમ્યાનમાં તેં પેલો મોટો હાઉ ઊભો કર્યો તેનું શું ? : કોણ ? : એ જ ફ્રેન્ડેન્સ્ટાઇન, ૧૯૪૭માં–૧૫મી ઑગસ્ટે હિન્દભરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ, પણ હૈદરાબાદમાં ન થાય, ન થવા દીધી. એ માટે પેલો કાસમ રિઝવી, અને એની આખી ફોજ તૈયાર થઈ ગઈ. મુદત તો આ ચાલબાજી માટે, સામે થવા હાથ મજબૂત કરવા માટે. : પણ કોઈ પણ રાજ્ય પોતાની ગાદીની સાવચેતી માટે તો તૈયારી કરેને ? : ગાદી તો રહેત, તરત ભારતના સંઘમાં જોડાઈ જાત તો-એ તો સરદાર સાહેબે ચોખ્ખું કહ્યું હતું. આ તો સ્વતંત્રતાના દિવસે હૈદરાબાદની પ્રજા ઉપર જુલમ વરસ્યો, લાઠીમાર, સેંકડોને જેલ, હિન્દની બંધારણસભામાં એ સંબંધી સરદારે જાહેરાત કરી, તો નિઝામ સરકાર કહે છે કે એવો એક પણ બનાવ ત્યાં બન્યો નથી. જેમ અંગ્રેજો હડહડતું જુઠ્ઠાણું કરતા તેવું જ અહીં. : પણ પ્રજામત શો હતો ? : હિંદી સંઘમાં જોડાવાનો. માગણીના ઠરાવો પણ કર્યા. હૈદરાબાદમાં તે દિવસે પોલીસ અને ૨ઝાકારે બંનેનો ત્રાસ હતો. ત્યાં એક સંવાદ તારે જાણવા જેવો છે. હૈદરાબાદ અને... ૨૦૯ માયા : શો ? કવિ : જે બીજું કે ત્રીજું પ્રતિનિધિમંડળ લૉર્ડ માઉન્ટબેટનને મળવા ગયું ત્યારે તેમાંના એક સભ્ય કહ્યું કે જો હિન્દુ હૈદરાબાદ રાજ્યને હિન્દના સંઘમાં જોડાવાની ફરજ પાડશે તો ત્યાંના મુસલમાનો હિન્દુઓની કતલ કરશે. : એવું કહ્યું હતું ? : ચોપડે નોંધાયું છે. તો એમને સરદાર સાહેબે તથા લૉર્ડ માઉન્ટબેટન તરફથી જવાબ મળ્યો : “તો શું હિન્દુ તે મૂંગા મૂંગા જોયા કરશે ? વસ્તીનું પ્રમાણ તો ૮૫ અને ૧૫ ટકાનું છે.” મજા તો એ હતી કે નિઝામ સરકારના પોતે ચૂંટેલા સલાહકાર સર રૉબર્ટ મોંકટનની સલાહ ન માની એટલે એ છૂટા થઈ વિલાયત ચાલ્યા ગયા. માયા : અને ખુલ નિઝામે આજીજી કરી એટલે પાછા પણ બોલાવ્યા. : પછી તો નિઝામનું રાજ્ય રહ્યું જ નહીં. રઝાકારોએ જ, અને કાસિમ રિઝવીએ જ નિઝામ સરકારનો કબજો લીધો. જે વારંવારનાં પ્રતિનિધિ મંડળો આવ્યાં, એ કાસિમ રિઝવીના જ ચૂંટેલાં. પોતે પણ સરદાર સાહેબને મળી ગયા, રૂબરૂમાં અવળુંસવળું કહી ગયા. જોડાવાની કબૂલાત આપી ફરી ગયા. એ જ રફતાર, એ જ વચનભંગની ચાલબાજી, એ જ જુઠ્ઠાણાં. : એ લોકોને પોતાની ફોજ તૈયાર કરવી હતી. : હા, અને એમના જ સૈન્યના વડા કમાન્ડર ઇન ચીફ એલ એડરુસે તો કહ્યું કે જંગ ખેલાય તો ચાર દિવસ ચાલે, ત્યાં નિઝામ સરકારે જાતે કહ્યું કે બે દિવસ પણ નહીં સામે થઈ શકાય. પણ પછી તો કાસિમ રિઝવીએ જ સત્તાની લગામ પોતાના હાથમાં લઈ લીધી. કોઈ ગાંડો માણસ તેં ઊભો કર્યો. માયો કવિ માયાં કવિ Page #113 -------------------------------------------------------------------------- ________________ હૈદરાબાદ અને... ૨૧૧ માયા ૨૧૦ નવભારતના ભાગ્યવિધાતા માયા : મેં ઊભો કર્યો ? કવિ : ત્યારે બીજું શું ? એના હૂંફવાટા તો તેં સાંભળ્યા જ હશે. કાસિમ : ‘હૈદરાબાદ મુસલમાનોં કા સંસ્થાન હૈ. જો હિન્દુસ્તાન હૈદરાબાદ પર પંજા ડાલેગા તો આખા હિન્દુસ્તાનમાં તોફાન હો જાયેગા. | હિન્દુસ્તાન સ્વતંત્ર હુઆ હૈ, વો મુસલમાનોં કી તલવાર પે આઝાદ હુઆ હૈ.” માયાં : આવું બોલ્યો હતો એ ? કવિ : હજી સાંભળવું છે ? જો સાંભળ. કાસિમ : હિન્દુ કાફિર હૈ, વો બંદર, યા પત્થર કી પૂજા કરતે હય. વો ગાયના છાણ ખાતા હૈ, વો જંગલી હૈ, ઐસે જંગલી લોક કે સાથ તો તલવાર સે હી બાત હોતી હૈ. : કેટલીક ગંદી ગાળો, અને બેહૂદી ઉક્તિઓ તો હું તને કહી શકતો નથી. સરદાર સાહેબની આગળ પણ એણે ભારે ડંફાસો મારી હતી. જો – કાસિમ : “સરદાર ! હૈદરાબાદ કુ સ્વતંત્ર રિયાસત ક્યું નહીં કરતે ? હમ કદી હિન્દી સંઘમેં શામિલ નહીં હોંગે, હમ હૈદરાબાદ કા એક આદમી જિન્દા રહેગા વહાં તક લહેંગે.” કવિ : ત્યારે સરદાર સાહેબે એક જ જવાબ આપ્યો હતો. તમારે બધાએ આત્મહત્યા કરવી હોય તો કરો, કોણ રોકનાર છે. ઉજાલા આપ નહીં દેખ સકતા હૈ તો હમ ક્યા કરે ! માયા : એની હસ્તી માટે હું જવાબદાર નથી. કવિ : ત્યારે કોણ ? માયા : એને ગાદી જોઈતી હતી. વઝિરે યુદ્ધ થયું હતું. : હૈદરાબાદનાં આસપાસનાં ગામો લૂંટાયાં. પછી તો રઝાકારોનું કવિ જ રાજ્ય ધાડાધાડ, લૂંટફાટ, એમાં બે પરદેશી મઠાધિકારીઓ, અને સેવાકામ કરનારી બાઈઓને પણ રંજાડવામાં આવી. હિન્દ સરકારની ફરિયાદોના તોછડા જવાબો આવવા માંડ્યા. વીસ કરોડ રૂપિયાના દસ્તાવેજો પાકિસ્તાન મોકલવામાં આવ્યા. એક મિ. કોટન નામનો પરદેશી, હવાઈ જહાજો ભરી હૈદરાબાદમાં બૉબ તથા દારૂગોળો લાવવા માંડ્યો. આ બધી વાતની સરદાર સાહેબને પાકી જાણ, પણ ધીરજ રાખી અકળાઈને એક દિવસ હૈદરાબાદનો કબજો લેવાનું નક્કી કર્યું; પણ હિન્દના ત્યારના સરસેનાપતિ હજી બે દિવસ રાહ જોવાની વાત કરતા હતા. સરદાર સાહેબની મક્કમતા એટલે તરત જ પ્રવેશ, ચાર દિવસમાં હૈદરાબાદનો કબજો... : કહે છે કે ૧૮૬ માઈલની કૂચ, ચાર દિવસમાં શહેર હાથમાં, લશ્કર શરણે આવ્યું. એમાં ૮00 માણસો ઘવાયા, મર્યા. : અને પેલા રઝાકારોએ બે હજાર નિર્દોષોનો ઘાણ કાઢી નાંખ્યો તેનું શું ? પોલીસ પગલાંથી આઠસો, જેણે સામનો કર્યો તેમાં, પણ પેલા હુલ્લડખોરોએ નિઃશસ્ત્ર માણસોને માર્યા, સ્ત્રીઓ ઉપર બળાત્કારો કર્યા, અને પ્રજાની મિલકત લૂંટી એનું શું ? અને એ કામચલાઉ બનાવટી બાદશાહ કાસિમ રિઝવી તો સંતાઈ ગયો. આખા હિન્દુસ્તાનનું રાજ્ય લેવાનો એનો તો ઇરાદો હતો. ખુદ હૈદરાબાદના એક અમીર મુસ્લિમ ઉમરાવ, નિઝામના હિતેશ્રી સર સાલાર જંગ બહાદુર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિએ જાહેર કર્યું હતું કે અમારા જાનમાલનો આધાર કાસિમ રિઝવીની દયા ઉપર છે. હૈદરાબાદ રિયાસતની મેં આટલાં બધાં વર્ષો ખિદમત કરી છે, પણ આજે મારી જાન ખતરામાં છે. : પણ આખરે એ એના સગાના ઘરમાંથી કાસિમ પકડાયો ને.. : પણ આવી જવું હતુંને, સામી છાતીએ લઢવા. ખુદ સરદાર કવિ માયા Page #114 -------------------------------------------------------------------------- ________________ માયા કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા સાહેબને સામે જઈ દમદાટી આપી આવ્યો હતો. તે મિત્રો તેમજ ટીકાકારો સૌએ આખરે સરદાર સાહેબને અભિનંદન આપ્યા. એટલું જ નહીં પણ સરદાર સાહેબ નબળી તબિયત હતી તો પણ નિઝામ સરકારને હૈદરાબાદ મળવા આવ્યા. : એની મને ખબર છે. : શું દશ્ય હતું એ ! હસતે મોઢે સરદારે નમસ્કાર કર્યા. મનમાં કશો રોષ નહીં, કોઈને ટાણો-ઠપકો નહીં, હૈયે ઉદારતા. કશાં વેરઝેર નહીં. બાકી આટલા બખેડા અને લૂંટફાટ પછી જીતેલી ફોજ કોઈ હાથમાં રહે ? મારફાડ જ કરે, એમાંનું કશું નહીં, સરદાર સાહેબના જ્વલંત સિદ્ધિયજ્ઞનો આ અંતિમ યશકલશ કહેવાય. : હૈદરાબાદ કબજે કર્યું તે. : ના, આઠ ઑક્ટોબર ૧૯૫૦ના રોજ બેગમપેટ એરપોર્ટ ઉપર સરદાર સાહેબ હસતે મુખે, અને બે હાથ જોડી, નીચા વળીને બે હાથ જોડી આવકાર આપતા ઉસ્માન નિઝામ સાતમાને સામસામી મળે છે તે, પોરસ અને સિકંદરની વાત યાદ આવે છે. : પણ એમાં તમે આટલા ગળગળા કેમ થઈ જાઓ છો ? : ન થાઉં, પૃથ્વીપટે કળિયુગમાં પણ આટઆટલી ઉદારતા છે. આટલી માનવતા છે. ગઈ ગુજરી તરત ભૂલી જવાની હૃદયમાં તાકાત છે. બંદૂક ફોડવી, છરો ચલાવવો, બૉબ નાખવા એ તો કાયરનું નિત્યકર્મ છે. પણ એ દૃશ્ય, એ મિલન, એ મીઠાશ... ઓ બહુ મોટા માનવી જ એ પ્રમાણે ઔદાર્ય દાખવી શકે. ધન્ય છે સરદારને, જેમણે એ દૃશ્ય જોયું એ પણ ધન્ય થઈ ગયા. : તો હવે તો જરા હસો. આનંદો, હૈદરાબાદનો કોયડો તો ઊકલી ગયો. હૈદરાબાદ અને... ૨૧૩ કવિ : હસે શું, પણ કાશ્મીરમાં વધારે ગૂંચવાયું તેનું શું. એમાં સરદાર સાહેબનો નિર્ણય અમલમાં મુકાયો હોત તો; પણ જે થયું તેમાં સરદાર સાહેબ જવાબદાર નથી. માયા : બસ ત્યારે, ત્યાં ભારતના સૈનિકોએ ચોવીસ કલાકમાં જે કામ કરી બતાવ્યું તે જોતાં તો લૉર્ડ માઉન્ટબેટન જેવા દાંતમાં આંગળાં પકડી ગયા. એ બહાદુરીનોય તો ખ્યાલ કરો. જરા તો મલકો. : મલકે શું, જીવ બળે છે. કાશ્મીરનો સવાલ પછી સળગતો જ રહ્યો. માયા : એનું પણ એક દિવસ નિરાકરણ થશે. : ખરેખર ભગવાને માયા, સ્વાર્થ પેદા જ શા માટે કર્યો હશે ? : ખરેખર ભગવાને તમારા જેવા કવિરાજો પેદા જ શા માટે કર્યા હશે ? જુઓ, માયા છે, તો મહાપુરુષોની કિંમત અંકાય છે, અને તમે કવિ છો તો મહાપુરુષોનું આટલું ગૌરવ કરો છો, કીર્તિગાથા લલકારો છો. જરા જરામાં ભગવાનનો વાંક નહીં કાઢો. : તું તારો બચાવ કરવા માંગે છે, માયા ? માયા : ના. ભગવાનનો બચાવ કરવા માંગું છું. ઈશ્વરની રચેલી સૃષ્ટિમાં કેટલું વૈવિધ્ય છે તે તો જુઓ. માયા છે, તો ઔદાર્ય પણ છે. જરા મોટું મલકાવો તો એક સરસ વાત કહું, એની તમને પણ ખબર નથી લાગતી. : ક્યાંની વાત છે? માયા : - રાજસ્થાનની, ન ગુજરાતની. કવિ : એવી કેમ હોય ? માયા : છે. આબુની પશ્ચિમ ઉત્તરે શિરોહી સંસ્થાનનું નામ સાંભળ્યું કવિ કવિ માયાં કવિ કવિ માયા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કવિ માયાં કવિ. માયાં કવિ કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા : હા. : તમે માયા માયા કરી મને ભાંડો છો. પણ જાણો છો જેમ પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ભાગલા પડ્યા એમ શિરોહીના પણ ભાગલા પડ્યા. : હોય નહીં ! : તમારે વીર કાવ્ય લખવા જેવા, સરદાર સાહેબના દફતરમાં આ નોંધાયેલી વાત છે. જેણે ગાદીનો મોહ છોડ્યો તેણે તરત છોડ્યો. પણ ન છૂટ્યો એનાથી ન છૂટ્યો. : શિરોહી આબુની વાત કહોને ! : ૧૯૪૭ પછી ૪૭માં સ્વરાજ્ય, ૧૯૪૮માં તો ભારતનું રાષ્ટ્રસંઘ તૈયાર, એ અરસામાં ૧૯૪૬માં શિરોહીના રાજાનું અવસાન થયું. ગાદીવારસ કોઈ નહીં, કારણ કે કોઈ પુત્ર જ નહીં. એમનાં પહેલાં રાણી તે કચ્છના મહારાવની પુત્રી, અને એમની મોટી દીકરી તે નવાનગર રાજ્યનાં મહારાણી. : મને આ વંશાવળીમાં હવે રસ નથી. : સાંભળો તો ખરા. શિરોહીના રાજા મહારાવ સરોપા રામસિંગને આ એક રાણી, પણ બીજાં ત્રણ લગ્નો કરેલાં, એટલે કુલ ચાર રાણીઓ – એટલે એમાંથી એકના કુંવર તેજસિંગે ગાદી માટે દાવો કર્યો. બીજા અભયસિંહજી. એ શિરોહીના રાજાના સગાભાઈ ઉમેદસિંગજીના દીકરાના દીકરા અને ઉમેદસિંગજીએ થોડો સમય રાજ્ય પણ કર્યું હતું. એટલામાં ત્રીજા લખપતરામસિંહજીએ પણ ગાદી માટે દાવો નોંધાવ્યો. : લખપતરામસિંહ કોના પુત્ર ? : એ મહારાવ સરોપાસિંહે કોઈ રજપૂતબાઈ સાથે ખાંડાથી લગ્ન કરેલું એના પુત્ર. હૈદરાબાદ અને... ૨૧૫ કવિ : ખાંડાથી ? માયા : પોતે જઈ ન શકે. ખાંડુ મોકલી લગન લેવાય; આમ ત્રણ ગાદી વારસના દાવા. એમાં છેલ્લો દાવો બ્રિટિશ સરકારે નકારી દીધો હતો. હવે બે રહ્યા. એ માટે સરદાર સાહેબને ત્યાં રકઝક. : પછી ? ? સરદારે તો જયપુરનરેશ, કોટાનરેશ અને જસ્ટિસ સર હરસિદ્ધભાઈ દિવેટિયાની કમિટી નીમી. : પરિણામ ? માયા : પેલા દીકરાના દીકરાને, પૌત્રને ગાદી , પણ પછી રાજ્યના બે ભાગ કરવાનું ઠરાવવામાં આવ્યું. કવિ : કેમ ? ગાદીવારસ તો નક્કી થયા. માયા : પણ રાજ્યમાં અરધી પ્રજા ગુજરાતી ભાષા બોલે, અરધી રાજસ્થાની બોલે, એટલે ખેંચતાણ. તે વાત ધારાસભા સુધી પહોંચી. દરમ્યાન સરદાર સાહેબે પોતાના માણસો પાસે પાકી હકીકતની ખબર કઢાવી. ઉત્તરમાં અંબામાત, આબુપર્વત એટલે આબુ ગુજરાતમાં, આમ દેલવાડાના સુંદર દહેરા ગુજરાતમાં, રાજ કુટુંબને સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે બેટી-વ્યવહાર આ પરિસ્થિતિ-રાજ્યના બે ભાગલા. : પણ દેશ તો હવે અખંડ હિન્દુસ્તાન થવાનો છે, તોયે ? : એ જ તો ખૂબી છે. આખરે ભાગલા પડ્યા, બીજ છૂટકો જ નહોતો. : પણ પછી તો આબુ રાજસ્થાનમાં નોંધાયો. : એ ગુજરાતની ઉદારતા કહેવાય. એ ઘટના વળી જુદી જ છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે બેત્રણ વર્ષ માટે ગાદી હતી પણ એ માટે ત્રણ જણના દાવા. કવિ માયા માયા Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કવિ માયો કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા : તારી વાત સાચી, ગાદીનો મોહ એકાએક નથી છૂટતો. પણ સરદાર સાહેબે ભાગલા પછી, ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા ત્યારે ખુરશી છોડી દેવા માટે લાંબો કાગળ લખ્યો હતો. હવે તો એ કાગળ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. : સરદારને હું તો શું, પણ મારા જેવી દશગણી માયા વળગતી આવે તોયે સરદાર સાહેબ એમાં લપટાય નહીં. : છેલ્લે છેલ્લે તો અમદાવાદમાં નાનકડું ઘર હતું તે પણ વેચી નાંખ્યું હતું. એમની પાસે અસ્કામતો કંઈ જ નહીં. : અરે આવું બોલો છો ? અસ્કામતો બહુ મોટી વિશાળ, આખો હિન્દુસ્તાન એમનો પોતીકો દેશ. પ્રત્યેક પ્રજાજનને એમને માટે માન, લાગણી; રાજાઓનો જ દાખલો લ્યો... રાજાઓને એમણે ઉઠાડ્યા, પણ એ જ રાજાઓને સરદાર સાહેબ માટે કેટલું માન હતું ! ભલભલા મોટા રાજાઓ તો એમને પોતાના વડીલ ભાઈ તરીકે માનતા. : જામ સાહેબનો દાખલો. : ત્યારે અસ્કામતો નહીં એમ કેમ કહેવાય ? ગાદી, ધન, દોલત, સત્તા એ જ અસ્કામતો છે ? હમદર્દી, દિલસોજી, દેશદાઝ એ બધા ગુણો અસ્કામતો નહીં ? અને એમની પ્રાર્થના, ઈશ્વરમાં શ્રદ્ધા, ભક્તિ, એ બધાં કેટલાં ? એનો કોણ અંદાજ કાઢી શકે ? કારણ એ બધું તો એમના અંતરમાં ઊભરાતું, યા વલોવાતું, બહાર એનો જરા પણ દેખાડો નહીં. : તારી વાત સાચી છે. : કવિરાજ, શરૂઆતમાં તમે મને ભાંડી. હું તો માયા છું; પણ મારો સ્વભાવ જ એવો છે કે ભલભલા મારામાં લપટાય. પરંતુ સરદાર જેવી વ્યક્તિ કેટલી અલિપ્ત રહી શકે છે, એ તો જુઓ. એમના જેવી તટસ્થ વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે. હૈદરાબાદ અને... ૨૧૭ કવિ : શું કહેવા માંગે છે ? માયા : કે એમના જેવાની સામે હું કદી મારો માયાવી પ્રયોગ આચરતી નથી. આચરી શકું નહીં. તમે દેશના દેશી સંસ્થાઓના એકીકરણની યા વિલીનીકરણની વાતો કરો છો પણ સિવિલ સર્વિસની વાત કરોને ? : કેમ એ કર્મચારીઓને તો સરદાર સાહેબે ભારતની નોકરીમાં રાખ્યા છે. કોઈને કહાડ્યા નહીં. : એમ નથી. એમાં પણ ગોરા અને હિન્દી બે પ્રકારની જાતિના હતા. ગોરાઓ માનતા કે અમે દેવ, અમે વધારે દક્ષ, હોશિયાર, ચતુર એ બધું તો ખરું, પણ વફાદાર કોને ? કવિ : કેમ ? વફાદાર તો એ હતા જ . માયા : પણ કોને, બ્રિટિશ સામ્રાજ્યને. એટલું જ નહીં પણ એ વફાદારીનાં લક્ષણોમાં ઘણી વાર વધારે પડતા ઉત્સાહનો, યા પોતાના વોરા લૉર્ડ હિન્દને સદા ગુલામીમાં રાખનારા લાટ સાહેબોને ખુશ રાખવાના ઇરાદામાં કંઈક હિંદીઓને, દેશદાઝ રાખનારા હિન્દીઓને ભારે અન્યાય પણ કરી બેઠા હતા, એવાઓની વફાદારી વિષે શું ? કવિ : અલબત્ત, એમની વફાદારી રાજ્યને, ગોરા હોય તો એમને ઘરે; ગોરા વફાદારી તો રાજ્યની એટલે કે હિન્દને જ હોય ને ? : વર્ષોથી બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર રહેવાની વળગેલી માયાવાળા એમનો હૃદયપલટો તરત તો કેમ થાય ! દેશી રાજાઓ તો આખરે હિન્દી હતા તે સમજ્યા, પલટાયા પણ આ લોખંડી જાળના સળિયા જેવા ગોરા સિવિલિયનો ! કવિ : એમને પણ માયા તો વળગેલી જ હતીને ! કવિ માયા કવિ માયા માયા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નવભારતના ભાગ્યવિધાતા : કેવળ માયા નહીં, હુંપદ. અમે મહામાનવ. અમે બ્રિટિશ તાજનાં પ્રતીકો એટલે એમને પોતાના પગાર હિન્દી અમલદારો કરતાં વધારે તે સરદાર સાહેબે છેદ્યા, બે વાત કરી, રહેવું હોય તો હિન્દને વફાદાર થઈને રહો અને હિન્દી કર્મચારીને મળે એટલો પગાર લ્યો; નહીં ઓછો, નહીં વધારે, બંને સરખા. : હા, હા, હવે મને યાદ આવે છે. અને કેટલાક રહ્યા પણ.. : ક્યાં જાય ? એ ઉંમરે બ્રિટિશ તાજમાંથી હિન્દ જેવો કોહીનૂરનો હીરો ઊખડી જાય, પછી ક્યાં જાય ? જેમણે આડાઅવળા હાથ મારી પૈસા એકઠા કર્યા હશે તે સનંદી ગોરા અમલદારો વિદાય થઈ ગયા બાકીના રહ્યા. : હિન્દને વફાદાર થઈને ! : એમાંયે કેટલાક ઢચુપચુ મનના હતા. હૈદરાબાદ વખતે હિન્દી સૈન્યનો વડો ગોરો હતો તે યાદ છે ને ? હૈદરાબાદ અને... ૨૧૯ કવિ : અને ઊપડવું પડ્યું. માયા : ના ઊપડે તો ક્યાં જાય ? તરત નોકરી પરથી બરતરફ થાય. બીજાને અધિકાર સોંપાય. કેમ, પેલી કેટલીક ગુરખા ઘઢવાલી સૈન્યની ટુકડીઓએ સમજીને જ બંદૂકો મૂકી દીધી હતીને, ગાંધીજીની અહિંસક લડત ચાલી ત્યારે, ભૂલી ગયા ? : હા. તને બધું બરાબર યાદ છે. માયા : મને તો યાદ છે, તમે ભૂલવા માંડ્યું છે. આવી આવી ઝગમગાટ ભરી નહીં એવી તો કેટલીયે સિદ્ધિ , એટલે આ વાતનો સાર કવિ માયો શો ? માયા કવિ કવિ : હા, હા. માયા માયા માયા : બોલોની, મારી ઠેકડી કરતા હતા તે, કવિ થઈને બેઠા છો તે – બોલો. : સરદાર સાહેબને એ કહેતો હતો કે આપણી ફોજ હૈદરાબાદમાં દાખલ થશે તો એ લોકો મુંબાઈ વગેરે શહેર ઉપર બોમ્બ નાખશે તો... : હા, એવું સાંભળ્યું હતું ખરું. : ત્યારે સરદાર સાહેબે એને ચમકાવ્યો, મઠાર્યો. હિટલરે તમારા લંડન ઉપર બૉબ નહોતા નાંખ્યા ? એ તો હજી પગલું ભરવાની આનાકાની કરતો હતો, એને તરત હુકમ આપી દીધા. ઝીરો હાવર–નિશ્ચિત ઘડી, ઊપડો. : કે દહીં-દૂધમાં પગ ન રખાય. : અને સરદાર સાહેબને એક જ માયા વળગેલી... રહી. : તું તો ના કહેતી હતીને કે સરદાર સાહેબને કોઈ માયા વળગે જ નહીંને. : એક માયા, મહામાયા, એમના પિતા તરફથી વારસામાં મળેલી તે માયા. : વારસામાં તો ટુકડો જમીન, એમાં પણ પાંચ ભાઈઓ. : એ તો રોટલા પૂરતી. અને એ તો એમને વળગી જ નહોતી. વળગણ એટલું જ કે પોતે ખેડૂત છે. હિન્દુસ્તાનનો ખેડૂત ગરીબ છે, દબાયેલો છે, એણે ઊંચે મોઢે જીવવું જોઈએ. પણ એ તો ભાવના. પણ બીજી બહુ મોટી માયા. : કઈ મારી અટકળમાં નથી આવતી ? : બોલોની, મારી ઠેકડી કરતા હતા તે. કવિ થઈને બેઠા છો તે બોલો. માયા કવિ માયા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નવભારતના ભાગ્યવિધાતા : નથી ગમ પડતી. માયા : એક જ માયા. સ્વદેશની ! મારો હિન્દ. મારી પ્રજા. સ્વદેશાભિમાનની માયા, એટલે વફાદારી દેશ પ્રત્યેની, એમાં જે આડો આવે તેની જડ કાઢવાની પિતા પાસે એ ભાવના પામ્યા હતા, અને દેશને સ્વતંત્ર કર્યો ત્યારે જંપ્યા. ઓહોહો સરદાર એટલે, એ કામકાજમાં પોતાનું શરીર તોડી નાંખ્યું. હૃદય મજબૂત તોયે ઘવાયું. : હા. એટલે હવે એ ઘવાયેલ હૃદયની વ્યથા-કથા જ જોવીસાંભળવી રહી. ૧૨ સરવૈયું અને વિદાય કવિ : પાત્રો : મારકંડ ભટ્ટ, રમેશ ભટ્ટ, ચન્દ્રવદન મહેતા મારકંડ : ત્યારે આજે આ સરવૈયું ? રમેશ : કેમ ખરુંને ચન્દ્રવદનભાઈ ? મારકંડ : કેમ મૂંગા થઈ ગયા છો, ચન્દ્રવદનભાઈ, બોલોને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર એમની જીવનલીલાને આવરી લેતા અગિયાર હપ્તા તો કર્યા આ હવે છેલ્લો હપ્તો ખરું ? ચન્દ્રવદન : ખરું . મારકંડ : ખખડીને બોલોની–આમ શું ઢીલા ઢચ અવાજે બોલો છો. ચન્દ્રવદન : સામે બે ભટ્ટ મારકંડભાઈ અને રમેશભાઈ, એટલે કંઈ હિંમત છે, બાકી હવે લખવા-બોલવાની હિંમત રહી નથી. મારકંડ : લ્યો, તમે તો હવે અર્જુન થઈને બેઠા. વળી તમે આ દૈન્યમાં ક્યાં લપસ્યા ! ચન્દ્રવદન : જુઓ ભાઈઓ ! હું અર્જુન નથી, અને તમે કોઈ કૃષ્ણ નથી. પણ તમે ભલું યાદ દેવડાવ્યું. આ લીંટીઓ વાંચો-ઊભા રહો, કોણ વાંચશે ? તમે વાંચો મારકંડભાઈ ! Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નવભારતના ભાગ્યવિધાતા મારકંડ : ૫ત્ર યોગેશ્વરો નથી થ7મર ઘૂઘૂર: * तत्र श्री विजयो भूतिर्भुवा नीतिमतिर्मम ।। રમેશ : આ તો સરસ લીંટી, લખી, તમે લખી ? ચન્દ્રવદન : આ તો નરસિંહરાવ દિવેટિયા કવિ સાહેબે લખી હતી. છપાઈ પણ છે. રમેશ : પણ સારી લીટી છે. શ્લોક છે, લાવો લાવો. ફરી વાંચીએ. यत्र योगेश्वरो गांधी वल्लभश्च घूधुरः । तत्र श्री विजयो भूतिधुंवा नीतिमतिर्मम ।। મારકંડ : તો પછી આ દૈન્ય શેનું આ છેલ્લો હપ્તો એટલે દૈન્ય ? ચંદ્રવદન : ના, વિષાદ, કારણ સરદાર સાહેબ આ હપ્તા થકી વિદાય લે છે. એટલે વિષાદરમેશ : એ વાત સાચી છે. પણ જીવનઝરમર, જીવનયોગ, જીવનક્રિયા ગમે એટલી લાંબી હોય, પણ આખરે તો એ યાત્રાનો અંત સૌ કોઈને છે જ. સરદાર તો ગયા પણ આજે આટલાં વર્ષો પછી પણ એને સંભારીએ તો છીએ. એ જ આપણો સંતોષ : એ જ આપણું સાંત્વન. મારકંડ : એટલે આજે આપણે એમના જીવનના છેલ્લા હપ્તામાં મૂલ્યાંકન કરીએ – તમે જ ટૂંકમાં કહો, ચન્દ્રવદનભાઈ, મૂલ્યાંકન શું કરશો ? ચંદ્રવદન : આ યાદી - તમે જ વાંચો મારકંડભાઈ. મારકંડ : એક, ભારતમાંના પાંચસો જેટલાં છૂટાંછવાયાં રાજ્યોનું વિલીની કરણ કર્યું, એક અદ્ભુત કામ ! * જ્યાં યોગેશ છે ગાંધી, અને ધૂર્ધર વલ્લભ ત્યાં શ્રી જય, ત્યાં ભૂતિ, નીતિ નિશ્ચલ માનું છું. ‘સરદાર વલ્લભભાઈ ભા-૨, લે. નરહરી પરીખ, પૃ. ૪૮. સરવૈયું અને વિદાય ૨૨૩ ચંદ્રવદન : અને છતાં એમના ટીકાકારો કહે છે કે સરદાર સાહેબ જોઈએ એટલા ઉદાર નહોતા. રમેશ : એવું કહેનારનું મોં ભાંગી નાખું. જીભ ખેંચી કાઢું. દુનિયા જાણે છે કે કંઈક રાજાઓને સમજાવી કામ લીધું અને કેટલાક તો આપમેળે જઈને પોતાની સત્તા સુપરત કરી આવ્યા. મારકંડ : હા, જેઓ આડા ફાટયા–એટલે કે અખંડ ભારતના એક સમગ્ર ચિત્રમાં દાખલ થવા ના પાડી બેઠા એમની ઉપર સખ્તાઈથી કામ લીધું. રમેશ : સખ્તાઈથી કામ ન લે તો શું થાય ? મારકંડ : એમાંના કેટલાક તો હિન્દની બહારની સલ્તનતો સાથે જોડાવા માંગતા હતા. હિન્દીઓની બહુમતી છતાં– રમેશ : બરાબર, એ બધા પણ આખરે સીધા દોર થઈ ગયા. મારકંડ : એટલા માટે એમને કેટલાક બિસ્માર્ક સાથે સરખાવે છે. ચંદ્રવદન : બોલશો નહીં મારકંડભાઈ ! લ્યો આ પુસ્તક-ત્રણ ચોપડા લાવ્યો છું. મને ખબર જ હતી કે કોઈ ફરી વાર બિસ્માર્કનું નામ બોલશે. વાંચો, બિસ્માર્ક કોડિયા જેટલા જર્મનીમાં પોતાની જબરદસ્ત ફોજની બેયોનેટોની અણીથી એમને તાબે કર્યા હતા. બિસ્માર્કપોતાની ફોજને જે ગામ રોટી ન આપે, એવાં આખા ગામનાં ગામ એણે બાળ્યાં. તલવારો વીંઝી કંઈકને ઠાર માર્યા, બિસ્માર્ક– શાહી સલ્તનતનો રૂંવે રૂંવે સત્તાના નશામાં ચકચૂર, એવો ફોજી અફસર હતો. રૂંવે રૂંવે એને ફ્રેન્ચ પ્રજા પ્રત્યે વેર-માયા-મમતામહોબ્બતનો દિલમાં અલ્લાયો–શૂન્ય, કૂર, ઘાતકી એવા બિસ્માર્ક સાથે સરદારને સરખાવતાં હજી કેટલાકને આંચકો પણ નથી આવતો ! રમેશ : આપણને આવી એક ટેવ પડી ગઈ છે. કંઈક થાય તો યુરોપની Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મારકંડ રમેશ મારકંડ નવભારતના ભાગ્યવિધાતા કોઈ વ્યક્તિ સાથે આપણે એને સરખાવીએ છીએ. લઘુતાગ્રંથિ, નહીં ! : હા, લઘુતાગ્રંથિ, પામર મન. ચાલો એ વાત છોડો. ફરીથી કોઈ સરદાર સંબંધમાં બિસ્માર્કનું નામ નહીં લેતા. એમણે ખેડૂતોને ઊભા કર્યા. એ બીજી વાત. : એ પહેલી વાત; બરાબર, મુડદાલ, ચીંથરેહાલ, બ્રિટિશ સરકારને ચોપડે હિન્દનો ખેડૂત ફક્ત કબજેદાર–ખેતી કરવાનો પરવાનો ધરાવનાર, પણ જમીનનો માલિક નહીં—એવા દેવાદારને કમ્મરમાંથી તૂટી ગયેલા ખેડૂતને ઊભો કર્યો, મરદ બનાવ્યો. : બારડોલીનો દાખલો પેલા મુંબઈના ગવર્નરે તો છેક ૧૯૩૫માં રોકડું પરખાવી દીધું હતું કે તમારા બારડોલીના ખેડૂતોની જમીન એમને પાછી નહીં મળે. તોયે જેવા સરદાર પાર્લામેન્ટરી બોર્ડના સેક્રેટરી થયા કે તરત એ કહેતા તેમ, જમીન બારણા ઠોકતી માલિકને બારણે પાછી આવી. બહુ દીર્ધદષ્ટિવાળી વ્યક્તિ. : અને કુનેહ ? : એમનો વિચાર કરતાં જ, સહજમાં આપણી સમક્ષ રાષ્ટ્રિય એક્તા, કોમી એખલાસ, હરિજનો અને દલિતોનો ઉદ્ધાર–ઉપરાંત, સત્ય, અહિંસા અને અસહકાર એ બધા આદર્શો ખડા થઈ જાય છે. : એમાં એક મોટી વાત તો એ કે જાહેર નાણાંના એકેએક પૈસાનો કરકસરથી જ સદુપયોગ થાય. એનો ચોખ્ખો હિસાબ પ્રજા આગળ રજૂ થાય એવી એમની ખેવના હતી. અને યોજના પણ ઘડી. : એમણે સત્તા ઉપર આવતાં જે વહીવટી કામનાં ધારાધોરણો નક્કી કર્યા તે યાદગાર રહેશે. જુનવાણી સિવિલ સરવિસ અને નવી સરવિસ વચ્ચે ભેદભાવ નહીં. અંગ્રેજ અમલદારો ભલે ભારતમાં રહે પણ એમને ખાસ હક્ક નહીં. અને ઘણા રહ્યા, વફાદારીથી રહ્યા. સરવૈયું અને વિદાય ૨૨૫ રમેશ : હા, હા, એક વાત તો દફતરે નોંધાયેલી છે. સનંદી અધિકારીઓએ સરદાર પ્રત્યેના માનમાં એક અજોડ પગલું ભર્યું હતું. સનંદી અમલદાર સર ગિરજાશંકર બાજપાઈના પ્રમુખપણા હેઠળ બધા જ સનંદી અમલદારો સરદારશ્રીને અંજલિ આપવા લોકસભાના ખંડમાં એકઠા થયા હતા. ચન્દ્રવદન : ત્યાં એક જ ઠરાવ. રમેશ : સરદાર પ્રત્યેના માનના પ્રતીક તરીકે સમગ્ર સનંદી અમલદારોની પ્રતિજ્ઞા કે બધા ભારત દેશના હિતમાં જ કામ કરશે. મારકંડ : હો હો, આ તો સનંદી અમલદારોની વાત, પણ સામાન્ય લોકોનો પણ એટલો જ પ્રેમ. સત્તા ઉપર હતા ત્યારે પણ રતલામ આગળથી જતો ફ્રન્ટિયર મેઇલ અટકાવી લોકોના ટોળાએ એમને વધાવ્યા હતા. રમેશ : પણ એમને એવા જાહેર દેખાડા ગમતા નહોતા. એ તો પોતે કામ કરવામાં જ માનતા. એ જ સાદાઈ, એ જ નિરાભિમાન, એ જ દેશદાઝ, એ જ મિત્રધર્મ, શત્રુઓ પ્રત્યે પણ માન. મારકંડ : ઝપાટાબંધ કામનો નિકાલ, અને ૧૯૧૬થી તે છેવટ સુધી એ જ વ્યવહારુ બુદ્ધિ થકી ગૂઢ સવાલોનો સરળ ઉકેલ. દેશના ભાગલા પડ્યા પછી પણ એની સમજશક્તિ ચોખ્ખી હતી. રમેશ : હિન્દુઓ તથા મુસ્લિમો એકબીજાની કતલ ના કરે, એ અટકાવવા માટે એનાં ભાષણો, અને એમણે ભરેલાં પગલાં ફરી ફરીને વિચારવા જેવાં છે. એવી વિકટ પરિસ્થિતિમાં પણ એમનો સ્વદેશપ્રેમ, લોક માટેની લગની તરવરતાં જોવામાં આવે છે. ચન્દ્રવદન : પણ મહાન વ્યક્તિની જીવનયાત્રાનો પણ અંત આવે તે પહેલાં કુદરત કેવા કેવા ઇશારા કરે છે. મારકંડ : મહાત્માજીના આખરના અપવાસ માટે તમે વિચારો છો ? રમેશ મારકંડ રમેશ મારકંડ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ નવભારતના ભાગ્યવિધાતા સરવૈયું અને વિદાય ૨૨૭ અંગ્રેજોનું રાજ્ય ટળ્યું છે. બાકી ન્યાતજાતના ભેદ, અસ્પૃશ્યતા, ભૂખ્યા પ્રજાજનોની વિટંબણા હજી એમનાં એમ ઊભાં છે. આખો દેશ એક કુટુંબ જેમ નહીં વર્તે ત્યાં સુધી આપણો ઉગારો નથી.** ચન્દ્રવદન : હા, સરદાર સાહેબને મહાત્માજીનું એ પગલું બિલકુલ ગમ્યું નહોતું. એ રજી જાન્યુ. ૧૯૪૮ શિલોંગમાં હિન્દી ફોજના અફસરોને આસામ રેજિમેન્ટને હિન્દને વફાદાર રહી હિન્દની સેવા કરવાનો જાતે હાજર રહી સંદેશો આપ્યો હતો. રમેશ : આ રહ્યા એમના શબ્દો : ‘પાંત્રીશ વર્ષોથી હું પણ લઢ્યો , લઢવૈયો છું, હમારા રાહબર ગાંધીજી છે. અમે બંદૂક વિના લહ્યા છીએ. અમારું હથિયાર અહિંસા છે. પણ તમારો ધર્મ જુદો છે. હિંદનું રક્ષણ કરજો.’ ચન્દ્રવદન : શિલોંગથી એ કલકત્તા ગયા. ત્યાં શેઠ અને કર્મચારીઓને સાથે મળી કામ કરવાની સલાહ આપી. પછી ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. સરદાર સાહેબે બાપુને બહુ ના પાડી – મારકંડ : હા, અને ઊંચે જીવે સૌરાષ્ટ્રનાં રાજ્યોના એકીકરણ માટે રાજકોટ ગયા. ૧૫ જાન્યુ. ૧૯૪૮નો દિવસ. ચન્દ્રવદન : તે પહેલાં એમણે ગાંધીજીને જે કાગળ લખ્યો તે પણ યાદ કરવા જેવો છે. ‘મને રાજકારણમાંથી છૂટો થવા દો. કૅબિનેટમાંના પ્રધાનપદેથી છૂટો થવા દો,' પણ ગાંધીજીએ ના પાડી. મારકંડ : રાજ કોટથી સરદાર મુંબઈ આવ્યા. ત્યાં મુંબઈની સભામાં એમણે પોતાના હૃદયનો ભાર સ્પષ્ટ ભાષામાં ઠાલવ્યો. ગુનેગારોને સજા કરવી જ જોઈએ અને ખોટા કામ કરનારને ઠપકો આપવો જ જોઈએ. એ વિના રાજ્ય ન ચાલે. ચન્દ્રવદન : ત્યાં એમણે એમ પણ કહ્યું કે મને જેલમાં જવા દો. આ બહારની અશાંતિ મારાથી ખમાતી નથી. મારકંડ : પણ સદ્ભાગ્યે દિલ્હીમાં ગાંધીજીએ અપવાસ છોડ્યા. રમેશ : અને કરમસદની સભામાં સરદાર સાહેબે સાચી હકીકત જાહેર કરી. “આપણે હજી સ્વરાજ્ય મેળવ્યું જ નથી. ફક્ત પરદેશી મારકંડ : પણ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા એના બારમે દિવસે સાંજે ગાંધીજી અને સરદાર સાહેબનું આખરી મિલન થયું. બંનેના હૃદયનો મેળ તો ખાધો. ચન્દ્રવદન : પણ બંનેના હૃદયમાં ગોળી વાગી-એકને પ્રત્યક્ષ , બીજાને ગૂઢ. મારકંડ : અને સરદાર સાહેબ તૂટી પડ્યા. રમેશ : આખો દેશ તૂટી પડ્યો. ચન્દ્રવદન : તમે આ ઘટના વિષે જાણો છો ? મારકંડ : શી ? ચન્દ્રવદન : મહાદેવભાઈ દેસાઈની નોંધપોથી જુઓ. પણે પડી. વાંચો સરદાર સાહેબે બાપુને જે કહેલું તે મહાદેવભાઈએ નોંધ્યું છે. “બાપુ ! તમે નહીં હો તે દિવસ પછી મારે જીવવું નથી. આપણે બંનેનું એક જ દિવસે સાથે અવસાન થાય તે ઉત્તમ વાત” મારકંડ : ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબ હંમેશાં ગમગીન જ રહેતા. ચન્દ્રવદન : પાંચમી માર્ચને દિવસે એમને અંદરથી આગાહી થઈ. એક બાજુ હૈદરાબાદની વસમી વાટાઘાટે ચાલતી અને એમણે ડાક્ટરને બોલાવવા સૂચના આપી. એ આવ્યા, બપોરના ભોજન સમયનો એક ચમચો હજી જીભે નથી અડ્યો, અને સરદાર સાહેબ બેચેન થઈ ગયા. સાવ નબળા, પથારીમાં પડ્યા અને તરત બેભાન. હૃદયરોગનો હુમલો હતો. માંડ કેટલાક કલાક બાદ સરદાર સાહેબ ભાનમાં આવ્યા. ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા, મને શા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નવભારતના ભાગ્યવિધાતા સારુ, બાપુ પાસે જતા રોક્યો. હું એમને પંથે જતો હતો. અને એમની આંખમાંથી આંસુની ધારા ચાલતી હતી. મારકંડ : એમ છતાં ગાંધીજી માટે પૂરતું સંરક્ષણ એમણે ન આપ્યું એવો કેટલાક અવિચારી લોકોએ એમની ઉપર આરોપ મૂક્યો હતો. રમેશ : સરદાર સાહેબની આંખમાંથી આંસુની ધારા ચાલી, મને તો એ વાત સ્પર્શી ગઈ. ચન્દ્રવદન : અને છતાં કેટલાકે એમને લોખંડી પુરુષ – લોહહૃદયની વ્યક્તિ ' કહે છે. મારકંડ : મનોબળ દૃઢ હોય તો એમ કહેવાય. ચન્દ્રવદન : ના ના, ના ના, મનોબળ તો પ્રત્યેક વ્યક્તિનું દૃઢ હોવું જ જોઈએ. પળે પળે યા છાશવારે મનના નિર્ણયો ફેરવે એ તો ચંચળ મનના, વ્યગ્ર માણસો કહેવાય. ધાર્યું પાર પાડવું એ તો સગુણ છે. આ લોખંડી પુરુષ કહેવામાં તો કેટલાક એમના હૃદયમાં કૂરતા અભિપ્રેત કરે છે. સરદાર સાહેબ કૂર નહોતા. મારકંડ : પોતાના પિતાના કહ્યાગરા પુત્ર ! ચન્દ્રવદન : ગોધરામાં ચાલેલા પ્લેગમાંથી પોતાની પત્નીને બચાવવા – પોતાને થયેલ પ્લેગની ગાંઠમાંથી એને મુક્ત રાખવા વહુને પિયર મોકલાવી, એવા ત્યાગી. મારકંડ : મોટાભાઈ, વિઠ્ઠલભાઈ પટેલને પહેલા વિલાયત બૅરિસ્ટર થવા જવા દેવા અને એક નાનાભાઈ તરીકે એમના કુટુંબની દેખભાળ કરવી, પોતાનાં સંતાનોને યોગ્ય કેળવણી આપવા વ્યવસ્થા કરવીચન્દ્રવદન : મિત્રો પ્રત્યે વફાદારી, અનુરાગ. હિન્દી હોય તો, ને શત્રુની છાવણીમાં હોય તો એની ઉપર રહેમદિલી બતાવવી. રમેશ ? એમ ? સરવૈયું અને વિદાય ૨૨૯ ચન્દ્રવદન : રાસમાં પકડાયા બાદ સાબરમતી જેલમાં બધા જ ઉપરી અમલદારો હિન્દી, એમને શેણે કનડવા ? એવું મહાદેવભાઈનું વિધાનમારકંડ : અંગ્રેજો દુશ્મન છે, અંગ્રેજી રાજ્યના હાથારૂપ હિન્દીઓ નહીં. એ તો અંગ્રેજ ગેટથી માંડી હિન્દી મામલતદાર વચ્ચે ભેદ સુધીની જાણીતી વાત છે. ચન્દ્રવદન : એમ પુત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, મિત્ર તરીકે, અનુકંપા ધરાવનાર અમારા સરદાર સાહેબ રમેશ : તમારા સરદાર સાહેબ–અમારા પણ ખરાને ? ચન્દ્રવદન : અમારા સરદાર સાહેબ – બે રીતે એક બારડોલી લડતમાં એ સરદાર તરીકે ગણાવાયા, પંકાયા, જગજાહેર થયા, ત્યારે અમને એમની સેવા કરવાનો લાભ મળ્યો એ એક સંજોગ. બીજો, આકાશવાણીના દફતરમાં એ અમારા મિનિસ્ટર સાહેબ બન્યા, ત્યારે પણ અમારે મન તો એ અમારા સરદાર જ હતા, એ બીજો સંજોગ-એમ બે વિવિધ સંજોગમાં અમારા સરદાર. રમેશ : ત્યારે તો તમે એમના નિકટના પરિચયમાં આવ્યા જ હશો ? ચન્દ્રવદન : બાવીશ વર્ષનો પરિચય, એટલે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે એ લોખંડી હૃદયની વ્યક્તિ નહોતી. હૃદયમાં પારાવારના પ્રેમથી એ ભરપૂર હતા. બતાવતા નહીં, નાહકના રોતલવેડા નહીં, હૃદય ફૂલ જેટલું કુમળું, પણ કઠોર નહીં. કઠોર હોત તો બેભાન થયા બાદ પાછા જાગ્રત થયા ત્યારે એની આંખમાં આંસુ વહત ખરાં ? મૃદુ કોમળ હૃદયના—ગાંધીજીને માટે ભક્તિગાંધીજીના અવસાન બાદ એમનું હૃદય વધારે અને વધારે સુકોમળ થતું ગયું હતું. ગાંધીજી વિના, એમનું જીવવું અકારું હતું. રમેશ : હા, હા. બરાબર છે. નહીં તો દિલ્હીમાં ઘરઆંગણે આવી હૈદરાબાદથી કાસિમ રિઝવી અનુચિત ભાષામાં એમની સામે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૩d નવભારતના ભાગ્યવિધાતા બોલી જાય, તોયે આ ઉદાર માનવે એને કેવળ સલાહના બે શબ્દો જ કહ્યા. ચન્દ્રવદન : જે ઓ બિસ્માર્ક સાથે સરખાવે છે, તેઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બિસ્માર્ક હોત તો એવા કંઈકને એણે તોપે અને ફાંસીએ ચઢાવ્યા હોત, તે વાત તેઓ ભૂલી જાય છે. માનશો, શત્રુ પ્રત્યે પણ પ્રેમ-ઔદાર્ય. રમેશ ? એમ ? ચન્દ્રવદન : બે જ દાખલા બસ છે. હૈદરાબાદ હિન્દી સંઘમાં જોડાયું ત્યારબાદ નિઝામ પ્રત્યેનો એમનો વર્તાવ જુઓ. બે કેવા પ્રેમથી એકબીજાને મળ્યા છે એનાં ચિત્રો છે; અને બીજું મહાસભાના ઇતિહાસમાં સરદાર સાહેબના મોટા હરીફ તેમારકંડ : સુભાષચંદ્ર બોઝ ! ચન્દ્રવદન : એમના અવસાન બાદ પણ સુભાષચંદ્ર બોઝનાં વિધવા ધર્મપત્નીને એ જીવ્યાં ત્યાં સુધી વિયેનામાં રાહત-મદદ પહોંચાડી છે. એના અમે સાક્ષી છીએ. બીજા સાક્ષી પણ હજી હયાત બેઠા છે.. મારકંડ : આવી તો ત્યારે તમે ઘણી વાતો જાણતા હશો ? ચન્દ્રવદન : હા, અને અમારે એ લોખંડી પુરુષ છે, એ વિશેષણ એમને માટે વપરાતું સાંભળવાનું ! એ એક સામાન્ય માણસ જ હતા, એવું પણ એક રાજ્યમાંની વ્યક્તિએ લખ્યું છે. રમેશ : એ તો નમાલા માણસો ગમે તે લખે. તમે એમને ક્રિયા-વિશેષણથી બિરદાવો ? ચન્દ્રવદન : ઈશ્વર પ્રત્યે અપાર ભક્તિ અને, પોતાના માણસો પ્રત્યે વત્સલ, એવા ભક્ત સરદાર વલ્લભભાઈ પટેલ, રમેશ : વત્સલ તો જાણ્યા, ભક્ત શી રીતે ? સરવૈયું અને વિદાય ૨૩૧ ચન્દ્રવદન : ગાંધીજીના તો પરમ ભક્ત ખરાને—એ તો આપણે જોયું, પણ એ ઉપરાંત, એમણે રામાયણ, ગીતાનો અભ્યાસ કર્યો—ગીતામાંથી તો ઘણી તારવણીઓ પણ કરેલી. મારકંડ : મહાદેવભાઈની નોંધપોથીમાં છે, યરનડા જેલની ડાયરીચન્દ્રવદન : અને સરદાર સાહેબની પોતાની ડાયરી જુઓ. સાબરમતી જેલમાં લખેલી તે વાંચો. સરદારે ઊઠીને કલાક પ્રાર્થના. ગુજરાતમાં સખત લાઠીમાર થયો ત્યારે એમણે તે પ્રાતઃકાળે લાંબો સમય પ્રાર્થના કર્યાની નોંધ છે. વાલ્મિકી રામાયણમાં રામ અસામાન્ય પુરુષ જેવા છે, પણ તુલસીદાસની રચનામાં તો એ ભગવાનસ્વરૂપ જ છે. સરદાર સાહેબે તુલસીકૃત રામાયણનો અભ્યાસ કર્યો હતો. એટલે અમે ઈશ્વર પ્રત્યે ભક્તિભાવવાળા પુરુષ કહીએ છીએ. રમેશ : સરદાર સાહેબે ડાયરી લખી છે ? ચન્દ્રવદન : લખી છે, છપાઈ પણ છે; આગળ પણ જોઈ ગયા છીએ. એમાં અને મહાદેવભાઈની ડાયરીમાં ગીતા ઉપર એમની ચર્ચા વાંચવા જેવી છે. મારકંડ : બહારથી કડક લાગે પણ અંતર કોમળ. ચન્દ્રવદન : બબ્બે વાર એમનો જીવ લેવાનો પ્રયત્ન થયો, તોયે મનમાં કડવાશ ઊતરી નહોતી. રમેશ : એમનો જીવ લેવાને ? ચન્દ્રવદન : હાસ્તો, ભાવનગરમાં - પેલી મસ્જિદ પાસે, ભૂલી ગયા ? લાઠી તો પડી પણ કોઈ બીજી વ્યક્તિ ઉપર; નાનાભાઈ ભટ્ટ ઉપર, અને તે પહેલાં અમરેલીથી રાજકોટ આવવાના હતા ત્યારે, વ્યવસ્થિત મારવાની યોજના ઘડાઈ હતી. અને બંને વખત બચી ગયા અને કોઈને લેશ પણ ઠપકો નથી આપ્યો. આવી ઉદારતા ! Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નવભારતના ભાગ્યવિધાતા રમેશ : જેને રામ રાખે તેને શેની ચિંતા ! ચન્દ્રવદન : એમ નથી. એમને રામમાં શ્રદ્ધા હતી. એટલે અમે એમને ભક્ત કહીએ છીએ. પેલો જયપુરનો કિસ્સો તો યાદ છેને ? મારકંડ : હા, હા, નાગપુર, મદ્રાસ, બેંગલોર થઈ હૈદરાબાદ પહોંચ્યા હતા. ત્યાર બાદ પાલમ એરપોર્ટથી જયપુર જવા નીકળ્યા. એરોપ્લેન નાનું - જોધપુરના મહારાજા પણ સાથે હતા. હજી તો જયપુર પહોંચવાને ફક્ત પંદર મિનિટની વાર ! અને પ્લેન બગડ્યું. અને નદીના ભાઠામાં ઉતારવું પડ્યું. જયપુરથી ત્રીસ માઈલ દૂર. પ્લેન ઊતર્યું સલામત. રમેશ : હા, હા, આખા હિન્દુસ્તાનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મારકંડ : ત્રણ કલાક રાહ જોતાં બધા બેઠા રહ્યા. ત્રણ કલાક બાદ એક અફસરને એ રસ્તે જતાં ખબર પડી અને એ ત્યાં પહોંચ્યા. સરદાર સાહેબ તો ત્યાં પ્લેનની બત્તીમાં નિરાંતે સ્વસ્થતાથી વાંચતા બેઠા હતા. રમેશ : ચાર કલાક બાદ હિન્દમાં સમાચાર ફરી વળ્યા કે સરદાર સાહેબ સલામત છે, ત્યારે દેશમાં ફરી જીવ આવ્યો. મારકંડ : જેને રામ રાખે – તે એનું નામ, રામનામમાં શ્રદ્ધાનું કામ, બે દિવસ બાદ પાર્લામેન્ટમાં સરદાર સાહેબ દાખલ થયા ત્યારે ‘સરદાર પટેલ ઝિંદાબાદ' એવા જે ગગનભેદી પોકારો થયા છે, તે તો જાણે સાંભળ્યા તેમણે જ એનો આનંદ માણ્યો. રમેશ : અને કેટલીક મિનિટો સુધી એ પોકાર ચાલ્યા - પછી એમનો | વિવેકભર્યો જવાબ, આજેયે વાંચવા જેવો છે. ચન્દ્રવદન : પણ આ અગમના ઇશારા હતા. ગાંધીજીના આવા ત્યાગી અનુયાયીને કુદરત એવા ઇશારા જરૂર કરે જ . સરવૈયું અને વિદાય ૨૩૩ રમેશ : ત્યાગી ? ચન્દ્રવદન : કેમ ભૂલી ગયા ? દોલત તો એકઠી કરી જ નહોતી. ધારત તો અઢળક કમાઈ શકત. ગાંધીજીને એમણે એમના ઉપવાસ સમયે નહોતું લખ્યું કે મને મિનિસ્ટરપદામાંથી છૂટો થવા દો. હવે તો એ કાગળ છપાયેલો છે. અને ૧૯૨૮માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાવા સરદારના નામની દરખાસ્ત આવી હતી. પરંતુ ગાંધીજીની સૂચનાને અનુસરી જવાહરલાલને કોંગ્રેસનો તાજ પહેરાવી દીધો. મારકંડ : બીજી વાર ૧૯૩૭માં ફરીથી બહુમતીથી સરદાર સાહેબનું નામ સૂચવાયું, ત્યારે પણ ગાંધીજીની ઇચ્છાને માન આપી સરદારે ફૈજપુર કોંગ્રેસના પ્રમુખ જવાહરલાલને બનવા દીધા. ચન્દ્રવદન : અને ત્રીજી વાર ૧૯૪૬માં વચગાળાની ભારત સરકારનું વડાપ્રધાનપદ સરદારને મળે એવી ભારે બહુમતી હતી ત્યારે પણ ગાંધીજીની મરજીને માન આપી સર્વપ્રથમ વડાપ્રધાન બનવાની ઐતિહાસિક તક પણ સરદાર સાહેબે જતી કરી. આવી વ્યક્તિને ત્યાગી નહીં કહો તો કોને કહેશો ? મારકંડ : ગાંધીજી અને કોંગ્રેસની એકતાને ચરણે ધરાયેલું સરદારનું આ બહુ મોટું બલિદાન હતું. ચન્દ્રવદન : ઈશ્વરની જેવી ઇચ્છો. ત્યાગી ત્યાગી જ રહે એની ભલે પ્રજાને મન કિંમત ન અંકાય, પણ ઈશ્વરને ત્યાં ત્યાગની કિંમત પૂરી અને પાકી અંકાય છે. મારકંડ : પછીના એમના દરેક ભાષણમાં હિન્દને મજબૂત કરવાની, ભારતને અખંડ રાખવાની, એકતા સ્થાપવાની જ એમણે વાતો કરી છે.. ચન્દ્રવદન : પછી તો લખનો કોંગ્રેસમાં પડનારા તડા માટે એમણે સમજણ પૂર્વક, દિલમાં ભારે દર્દ સાથે ભાષણ કર્યું. તેડા ઉપરથી સંધાયા, પણ સરદારના દિલમાંની તડ સંધાણી નહીં. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નવભારતના ભાગ્યવિધાતા મારકંડ : કોચીન, ત્રાવણકોર, એર્નાકુલમ શહેરોમાં દેશ એક રહે, સંપીલો રહે એ માટે કેટકેટલાં ભાષણો કર્યા, દિલની વરાળ ઠાલવી. પોરબંદરમાં ગાંધી સ્મૃતિ મંદિરમાં પણ એક જ વાત : “આપણા માંહોમાંહેનાં વેરઝેર, ઈર્ષા, અદેખાઈ, ભૂલો, કુસંપને ટાળો.” ચન્દ્રવદન : એ દુઃખ એમને ઓછું નહોતું. મારકંડ : ૧૯૫૦ની સાલ, વર્ષની આખરે તો એમણે કેટલો બધો પ્રવાસ ખેડ્યો ! સપ્ટેમ્બરમાં નાસિક, ઑક્ટોબરમાં ઇંદોર, ગ્વાલિયર બધે એક જ વાત, સંપીને દેશની બરકત બઢાઓ, બધાને લાભ થશે. ચન્દ્રવદન : પછી એમણે આપણી ખામીઓ પ્રત્યે જ ધ્યાન દોર્યું છે. મારકંડ : ઑક્ટોબર આખરે અમદાવાદ એમનો જન્મદિવસ – એ સભા, એ ભાષણ, લોકોની મેદની, સરદાર દર્શને ઘેલી પ્રજા ઓ... જેમણે એ દૃશ્યો જોયાં છે– ચન્દ્રવદન : તેમના હૃદયમાં એ કોતરાઈ ગયાં છે. અમે નસીબદારોમાંના એક, શિસ્તબદ્ધ લોકોનાં ટોળાં, ભાવભર્યા એમના ઉમળકા, ‘સરદાર ઘણું જીવો’ એવી પ્રાર્થનાઓ. પણ હવે પ્રભુને ત્યાં એ વિનંતીઓ મંજૂર નહોતી. મારકંડ : ૩૭મી સ્વામી દયાનંદની મૃત્યુતિથિ દિલ્હીમાં ઊજવાતી હતી, સરદાર સાહેબે ત્યાં નવમી નવેમ્બર ૧૯૫૦ને દિવસે પોતાની હૈયાવરાળ અને એમની આગવી સુઝનો પરચો બતાવ્યો. ચીનની ચાલ વિશે, ચીનની તિબેટ ઉપરની બદદાનત વિશે એમણે જાહેરમાં પ્રતિઘોષ કર્યો. ચીની-હિન્દી ભાઈ-ભાઈનો ભરમ ભેદ્યો. ચન્દ્રવદન : એ સમયે સરદાર સાહેબનું ભાષણ ઊકળતા ચરુ જેવું છે. ચીને અહિંસક તિબેટ ઉપર ઉગામેલા હથિયાર માટે સરદારે ટીકા કરી, અને ભારતના અહિંસાના શસ્ત્રમાં શ્રદ્ધા પ્રગટ કરી. સરવૈયું અને વિદાય ૨૩૫ ચીનના વલણ થકી સરદાર ખિન્ન હતા. તા. ૧૫ નવેમ્બરે આ બધાં કારણોથી ફરી તબિયત બગડી. મારકંડ : તા. ૧૨મી ડિસેમ્બર ૧૯૫૦ના રોજ દિલ્હીની અત્યંત ઠંડીને કારણે એમને મુંબઈ લાવવામાં આવ્યા. ૧૫ નવેમ્બર પછી એમનું હૃદય ભાંગી જવા જેવું જ થઈ ગયું હતું. ઉત્તરની સરહદો ઉપર ચીનના હુમલાનો ભય, તિબેટ, નેપાલ ઉપર ચીનનો ડોળો, પૂર્વ બંગાળામાંથી પાછા ફરનારા હિન્દુઓ વિશે ચિંતા, કોંગ્રેસ છાવણીમાં વધતા જતા મતભેદો - કોઈનું પણ હૈયું તૂટી જાય. : કહોને ચન્દ્રવદનભાઈ ! એમને મુંબઈ લાવ્યા ત્યારે તમે ત્યાં હાજર હતા ? ચન્દ્રવદન : હા, પહેલે દિવસે સહેજ સુધારો જણાયો. તા. ૧૪મીએ રાતે હૃદયરોગનો ફરી હુમલો આવ્યો. બીજે દિવસે સવારે આઠ વાગ્યે સહેજ ભાનમાં આવ્યા. બોલ્યાં હવે બધું ખલાસ. ડૉક્ટરોએ આશા આપી – અરે હજી તો તમારે ઘણું ઘણું કામ કરવાનું છે. ત્યારે આશ્રમ ભજનાવલિમાંથી ભજનની એક લીટી જ બોલ્યા : ‘મારી નાડ હરિ તમારે હાથ’ – આઠ પછી આશરે દોઢેક કલાક પછી આ ભક્તજનનો પ્રાણ એના ક્ષણભંગુર દેહને ત્યજી ગયો. ભારતવર્ષ ઉપર વીજળી પડી ! મારકંડ : ઠેરઠેરથી મુંબાઈ કેટલાયે લોકો એરોપ્લેનમાં એમનાં અંતિમ દર્શન માટે આવવા લાગ્યા. ભારતના વડાપ્રધાન નહેરુજી– રમેશ : સ્મશાનયાત્રામાં તો આખું મુંબાઈ ઊમટ્યું હશે. સોનાપુરમાં ઊભા રહેવાની જગ્યા જ નહીં હોય – મારકંડ : તમે તો ત્યાં જ હતા, ખરુંને, સોનપુરમાં ચિતા સમક્ષ. ચન્દ્રવદન : બિરલા હાઉસથી સોનપુર કઈ રીતે અમે પહોંચ્યા એ કશું જ Page #126 -------------------------------------------------------------------------- ________________ 236 નવભારતના ભાગ્યવિધાતા યાદ નથી. સૌ કોઈ વ્યગ્ર હતા. આ કર્મવીર–ભક્ત ભડવીર, ભારતનો આ અનોખો સપૂત. મારકંડ : આપણે પેલો શ્લોક ફરીથી બોલીએ : यत्र योगेश्वरो गांधी वल्लभश्च घूर्धरः / तत्र श्री विजयो भूतिधुंवा नीतिर्मतिर्मम / / ચન્દ્રવદન : કશું જ યાદ નથી. અહીં એમનાં ધર્મપત્ની ચિતાસ્થાને પોઢ્યાં હતાં. અહીં એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈએ ચિતાસ્નાન કર્યું હતું. ત્યાં, ત્યાં... ભારતની કંઈક વિશિષ્ટ મૂર્તિઓ હાજર હતી. કોઈ કોઈને જોતું નહોતું : બધા જ શુન્યમનસ્ક, ત્યાં શું જોવાયકશું જ યાદ નથી. યાદ છે જ્યારે એમના પુત્રે આગ મૂકી ત્યારેઅરે એ પુત્ર પણ આજે હયાત નથી—એ પણ અહીં જ સૂતાઆટલું ફક્ત યાદ છે. હિન્દની ફોજના એક વડા અફસર કમાન્ડર ઇન ચીફની ચળકતી પણ ઝૂકેલી, નમેલી તલવાર - અને લાસ્ટ પોસ્ટની બ્યુગલની તર્જ અંતિમ અંજલિ...સૌ અવાક ... મૌન..... પ્રાર્થના ..... કોઈ કોલાહલ નહીં..... સૌ કોઈની આંખમાંથી દડદડતાં આંસુ.... અને એ હૃદયભેદક સૂરાવલિ.. એક કવિ માટે કવિની લખેલી એક લીટી યાદ આવે છે : - “ખુમારીને ખોળે રામ ભડ પુરુષ ગિયો પોઢી જી” એ આ ભડપુરુષ; બારડોલીના વીર વલ્લભભાઈ, ભારતના એક અને અનન્ય સરદાર; અનોખા દેશભક્ત, પરમ બુદ્ધિશાળી નરસિહ; ભારતને એક, અજોડ, અવિભક્ત અખંડ ભારત બનાવવાનું સ્વપ્ન સિદ્ધ કરવાની કમ્મર કસનાર, આખરે તો ધરતીને ખોળે પ્રભુને યાદ કરતાં, ગિયો પોઢી જી. “હે ખુમારીને ખોળે રામ, ભડ પુરુષ ગિયો પોઢી જી; ઈણે અગન કેસર ઘોળી, ઝળહળતી ચાદર ઓઢી જી.”