________________
નહિ એસો જનમ બાર-બાર
ઓહ! આ મેં શું કર્યું!'' કહો; કદી પણ તમે આવી સ્થિતિ અનુભવી છે ખરી?
જો આ અસહ્ય સ્થિતિનું સર્જન જ થવા દેવું ન હોય તો તમે મનમાં ઊગવા જતાં પાપને ઊગતું જ ડામો. એને આગળ વધવા જ ન દો. કુતૂહલ જ અહીં ખૂબ જ ઘાતકી રીતે ખતરનાક ભાગ ભજવે છે માટે કુતૂહલ પણ ન થવા દેતા. નાનકડા ધરતીના ચીરામાંથી જ મીસીસીપી-મસૂરી નદી બની છે ને? તલચોર જ અંતે ચંબલ ખીણનો ધાડપાડુ બન્યો છે ને? એક ચિનગારીમાંથી જ મહાનલ પ્રગટે છે ને?
પાપ ડામવામાં જેટલો વિલંબ... એટલો વિનાશ.. એટલી નિષ્ફળતા. મક્કમ હાથે પાપ વિચારોને ભક્તિ કે જ્ઞાન-યોગથી જે તુરંત જ શમાવી શકે છે એ જ આ જગતની વંદનીય વિભૂતિ બને છે.
નવા મોડેલ જેવાં નવાં નવાં પાપો!
ઉન્માદ અને આવેશોનો વાયરા ચોમેર વીંઝાયા છે! કોણ જાણે કેવા કેવા ઓરતા જાગે છે માનવોને!
જાણે કોઈ જ બાકાત નથી! લગભગ બધાય સ્ત્રી-પુરુષો; કુમાર-કુમારિકાઓ; શિક્ષિતો અને સત્તાધારીઓ; શ્રીમંતો અને ગરીબો-સહુની સ્થિતિ “આઈસબર્ગ જેવી બની છે. દેખાવમાં સહુ સારા દેખાય છે. પણ અંદરના કોહવાટનું ક્ષેત્ર હેરત પમાડી દે તેટલું વિશાળ છે. અંગ્રેજી પદ્ધતિના શિક્ષણે જ આ ઉન્માદના સર્જનમાં સૌથી મોટો ભાગ ભજવ્યો લાગે છે.
નહિ તો બાર વર્ષની વયમાં જાતીયતાના પાપો સ્પર્શી ગયેલા મોટી સંખ્યામાં હોય ખરા?
સંસ્કારી ગણાતા કુટુંબોની કેટલીક સ્ત્રીઓમાં પતિ પ્રત્યેની બેવફાઈ સાંભળવા મળે ખરી?
સાધુવેષમાં રહેલા કેટલાક પાપનાશનો પુરુષાર્થ પડતો મૂકીને એના જૂઠા જમાનાના દુ:ખનાશના કાર્યક્રમોમાં સક્રિય રસ લે ખરા!
મનમાં કેવા કેવા પાપો પ્રજવળ્યા હશે ત્યારે આચાર અને ઉચ્ચારમાં આટલો ઘસારો દેખાતો હશે?
સૌરાષ્ટ્રના એક વૈદરાજે મને કહ્યું હતું કે, “ન કહી શકાય અને ન કલ્પી શકાય