Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/008915/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ CCC/CCOCOCC CCCCCCCCCCCCCCC હિ સો જનમ Mારબાર 0000000000000000000000000000000000000 ક લેખક અને સમીક્ષક : પં. ચન્દ્રશેખરવિજયજી OOOOOOOOOOOOOOOOOOOOOOOOO000000000000 ૨૫ 'કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બારબાર પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ લેખક-પરિચય : સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખવિજયજી આવૃત્તિ પ્રથમ સંસ્કરણ : નકલ : ૩૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ : ૨૦૦૦ વિ.સં. ૨૦૬૫, શ્રાવણ સુદ-૫. મુલ્ય રૂા. ૫૦/ ટાઈપસેટિંગ : કરણ ચાફેકસ ૧, રિદ્ધિ પેલેસ, ૯૦ ફીટ રોડ, ભાયંદર (વેસ્ટ) - ૪૦૧ ૧૦૧. ફોનઃ ૨૮૧૮ ૪પ૯૯, મો. ૯૮૩૩૬ ૧૬૦૦૪ મુદ્રક : શીતલ પ્રીન્ટસ ૨૧૧/૨૧૨, પ્રગતી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (ઈસ્ટ), મુંબઈ-૧૧ ફોન : ૬૬૬૩ ૩૦૪૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ (૧) તત્ત્વજ્ઞાનનું ઝરણું (૧) જૈન સિદ્ધાંતની કેટલીક ખૂબીઓ (૨) કર્મ અને તેના બંધ : અનુબંધ (૨) ધર્મનો મર્મ અનુક્રમણિકા (૧) તમારે શું બનવું છે? ભગવાન કે ભાગ્યવાન ધન અને ધર્મ (૨) (૩) જૈનપણું એને શ્રાવકપણું (૪) ધર્મનો અધિકારી કોણ? (૫) ધર્મ અને ધર્મક્રિયા વચ્ચેનો ભેદ (૬) તમારે શું બનવું છે? સુખી કે સારા? (૩) મુક્તિના માર્ગે અનાસક્તિની (૧) (૨) મુમુક્ષુને માર્ગદર્શન (3) નિશ્ચય વ્યવહાર = દુષ્કર સાધના (૪) સાધુતાની સાધના (૧) (૨) ગુરુકૃપાનું બળ (3) સાધુજીવન કઠિન હૈ સાપથી પણ ખરાબ પાપ ૭-૬૯ . ૩૮ ૭૦-૧૭૪ ૭૧ ૮૯ ૧૦૯ ૧૨૭ ૧૩૯ ૧૫૪ ૧૭૫-૨૪૪ ૧૭૬ ૧૯૦ ૨૧૬ ૨૪૫-૩૦૦ ૨૪૬ ૨૬૭ ૨૮૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રસ્તાવના નહિ ઐસો જનમ બાર-બાર દુલ્લહે ખલુ માણુસે ભવે.... ઉત્તર પ્રદેશમાં વાનરોને પકડવાની એક અનોખી રીત અજમાવવામાં આવે છે, વૃક્ષ ઉપર બેઠેલા વાનરોના દેખતાં જ લાંબા, સાંકડા મોં વાળી, પેટવાળી મટકીઓમાં શિકારી કેળાં વગેરે ફળો પરાણે નાંખે છે, કુતુહલથી વાનરોને જોતાં રાખીને જ તે શિકારી ત્યાંથી દૂર ચાલ્યો જાય છે. થોડી જ પળોમાં હૂપ...હૂપ... કરતાં વાનરો મટકીઓ પાસે આવી જાય છે. મહામહેનતે એક હાથ અંદર નાંખીને ફળ હાથમાં તો લે છે; પણ અફસોસ! એ હાથ બહાર નીકળી શકતો નથી. જો એ ફળ મટકીમાં પાછું છોડી દેવાય તો જરૂર હાથ બહાર નીકળી જાય; પરંતુ હાથઆવેલું ફળ મૂકી દેવા માટે એ લાલચુ વાનરો હરગીજ તૈયાર નથી. પરિણામે એ વાનરો શિકારીના હાથમાં ઝડપાઈ જાય છે. શિકારીની ફસાવી મારવાની જાળની અજ્ઞાનતા એ વાનરને પહેલી થાપ ખવડાવે છે. અને ફળના સ્વાદની લમ્પટતા એને બીજી થાપ ખવડાવે છે. બિચારું અબોલ પ્રાણી મોતને ભેટે છે. શાસ્ત્રાકાર પરમર્ષિઓ જણાવે છે કે ઘણા માનવોમાં પણ આવા વાનરવેડાં વિકસેલાં હોય છે. માનવ-જીવનની દુર્લભતાનું અજ્ઞાન; અને પાંચ ઈન્દ્રિયોના વિષયોના આનંદનું લામ્પટય બે ય - અથવા ગમે તે એક-નર જેવા નરને વાનર બનાવી દે છે! દેવજન્મ કરતાં ય માનવજન્મ ઉત્તમ કહ્યો છે. ભૌતિક સુખોની ટોચ હોવા છતાં દેવજીવનમાં ત્યાગનું નામનિશાન નથી, માનવજી તો પળે પળે ત્યાગની ખીચોખીચ મંગલમાળાઓને વ૨વા સર્જાયેલું છે. હાથી ગમે તેટલો સુંદર હોય! પણ સહારાના રણને વટાવી દેવાની એનામાં લગીરે તાકાત નહિ. જેના અઢારે ય વાંકા છે એવો ઊંટ જ એ સિદ્ધિને પામી શકે. પુણ્યસમૃદ્ધ દેવ; ગમે તેમ તો ય હાથી જેવો. પુણ્યહીણો માનવ; ગમે તેમ તો ય ઊંટ જેવો. આ એક જ જન્મ એવો છે જ્યાં અજન્મા બનવાની સાધના કરી શકાય. નથી મરણ સારું; દુઃખભર્યું છે માટે. તો એથી ય ખરાબ છે; જીવન; પળે પળે પાપથી ઊભરાઈ જવાની શક્યતાવાળુ છે માટે. દુઃખ અને પાપ બે ય ખરાબ. Page #5 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૫ માટે મરણ અને જીવન બે ય ખરાબ. દુઃખે ભર્યા મરણ કરતાં ય પાપેભર્યું જીવન ઘણું ખરાબ. તો પછી જન્મ તો કેટલો ખરાબ? જીવન અને મરણ - બે ય ને - જન્મ તો ‘જન્મ’ જ દે છે ને ? માટે જ માનવના ય જન્મની ઈચ્છા કરાય નહિ. ઈચ્છા જ કરવી હોય તો અજન્મા બનવાની જ કરાય. પરંતુ માનવજન્મ પામ્યા પછી જન્મ આપવાનું નિમિત્ત બનવાનું બંધ થતાં થતાં જન્મ પામવાનું પણ બંધ થવાની ભવ્ય ભૂમિકા તૈયાર થતી હોય તે માનવજન્મ તો ખૂબ જ વખાણવા લાયક ગણાય. આવો માનવજન્મ જ ફરી ફરી ન મળે; આવા માનવજન્મને જ ‘દુલ્લહે ખલુ માણસે ભવે' શબ્દોથી શાસનપતિ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવે દુર્લભ જણાવ્યો છે. પશુચેતનાને વીકસાવતા માનવજન્મો તો વારંવાર મળી શકે. વર્તમાન વિશ્વમાં અબજો માનવોની સંખ્યા જોઈને માનવજન્મની દુર્લભતાના શાસ્ત્રીય વિધાનમાં કોઈને શંકા પડતી હોય તો હવે તેને હવે નિર્મળ કરજો. અંદરનો માનવ (માનવતા) જેનો મરી પરવાર્યો છે એવા માનવો જ્યાં ને ત્યાં નજરે અથડાતા હોય તો તેમાં કશી નવાઈ ન પામશો. અંદરના માનવવાળો માનવ તો હજારોમાં એક મળે. માનવ જીવન જીવવાનો (જૂઠો) ડોળ કરતાં હજારો માનવોના (કે ગાડરોના!) ટોળામાં ‘“માનવ’’ તો કદાચ એકાદ જ શોધ્યો જડશે. જેની માનવતા જ મરી પરવારી છે એને માણસ કેમ કહેવો ? એવો માનવાકાર માણસના માંસપિંડના શા મૂલ્ય? એની દુર્લભતા હોય પણ શેની? અંદરનો માણસ જ ખરો માણસ છે. અને એ તો સામાન્યતઃ શોધ્યો જડતો નથી. માનવે પોતાના જ ઘરમાંથી પોતાની હકાલપટ્ટી કરી છે. દુનિયાના ખૂણે ખૂણે જઈ વસેલો માંસપિંડ-માનવ પોતાના ઘરમાં વસતો જ નથી એ આધુનિક વિજ્ઞાનનું અત્યંત કરુણ એક૨ા૨-ખત છે. અને.... જ્યાં માનવતા જ ન હોય ત્યાં શું હોય ? પ્રેમ ? કરુણા ? મૈત્રી? ભક્તિ? સંયમ ? તપ ? ત્યાગ ?.... ના.... કશું જ નહિ... શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં માનવ જીવનના ચાર ઉત્તમ અંગો જણાવ્યા છે. આ પછી પછીના અંગોની સિદ્ધિ પામવા માટે પૂર્વ પૂર્વના અંગોની સિદ્ધિ આવશ્યક છે. ‘માણસત્ત' પદથી માનવજીવન લઈ શકાય તેમ માનવતા પણ થઈ શકાય. જેનામાં માનવાત છે એને જ બીજું અંગ-ધર્મશ્રવણ-વાસ્તવિક બને. જેનું ધર્મશ્રવણ વાસ્તવિક બન્યુંછે તેને ધર્મશ્રદ્ધા સ્વરૂપ ત્રીજું અંગ પ્રાપ્ત થાય. ધર્મશ્રદ્ધાળુને જ સર્વવિરતિ ધર્મનું સુંદર પરાક્રમ (ચોથુ અંગ) સિદ્ધ થાય. જો માનવતા (માર્ગાનુસારિતા) જ મરી પરવારી હશે તો હજારો ધર્મશ્રવણ Page #6 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર પણ નહિ ફળ; ધર્મશ્રદ્ધા નહિ જાગે; સર્વવિરતિધર્મનું તો સોણલું પણ નહિ આવે. પુણ્યનો ઉદય થાય ત્યારે બંગલા, મોટરો વગેરેના જાજરવાન વૈભવ મળે; કદાચ સસ્તુ માનવજીવન પણ મળે; પરંતુ મહા મહાપુણ્યનો ઉદય થાય ત્યારે જ આર્યદેશમાં સુંદર માનવ જીવનની પ્રાપ્તિ થાય. પરંતુ આવું માનવજીવન પામ્યા પછી પણ જો મહાપાપનો ઉદય જાગી જાય તો ભોગસામગ્રી પ્રત્યે કૂણી લાગણી જાગે; ભોગ-જીવનનો પક્ષપાત જાગે. હાય! મહાપુણ્યના ઉદયે મળેલા માનવજીવનમાં મહાપાપોદય થતાં, ભોગનો પ્રેમ જાગી ગયો! આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ મરાઈ! હરિયાળાં ખેતરો ઉપર તીડનાં ધાડાં તૂટી પડયાં! માવઠું થયું! હિમપાત થયો! જો જલદી જાગતા નથી મહાપુણ્યના ઉદય; તો જલદી દોડી આવતા નથી મહાપાપના ઉદય. તે માનવ અત્યંત દયાપાત્ર છે જેને બે ય દુર્લભ ચીજો પ્રાપ્ત થઈ ગઈ! આર્ય માનવનું જીવન! અને ભોગનો અપાર પ્રેમ! મહાપુણ્યનો દુર્લભ ઉદય જ સારો... મહાપાપનો દુર્લભ ઉદય તો સ્વપ્ન પણ નહિ ઈચ્છવા જેવો. માનવનો જન્મ પામતાં જ જીવનની જે ઊજળી ચાદર પ્રાપ્ત થઈ; કેટલાક વર્ષો સુધી ઊજળી પણ રહી.... એને નાના મોટા પાપોની-કાજળથી કાળી યાવતુકાબરચીતરી કેમ કરી શકાય? ના.... ઉજવળને મલિન-મહોતાં કરતાં ય મેલું–કરી દેવા માટે આ જન્મ નથી; આ જીવન પણ નથી; આ મરણ પણ નથી. નહિ મળે... ફરી ફરીને ઉત્તમોત્તમ ધર્મસામગ્રીથી સભર માનવજીવન ફરી ફરીને નહિ જ મળે. આજે જ સંકલ્પ કરજો કે, દુર્લભ અમારા માનવજીવનની ચાદરને અમે હવે પશ્ચાત્તાપના નીરથી ધોઈને, ઊજળી કરીને જ જંપશું. પછી એને ક્યારેય પાપના કાજળે મલિન નહિ જ થવા દઈએ. ખામોશ! દુર્લભ એવા માનવજીવનને દુર્લભ માનીને જીવશો તો બેશક; એ સુલભ બની જવાનું છે. એ તો જે એના માટે બેકદર છે; એને સુલભ માને છે; એને જ એ દુર્લભ છે. આ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો અંતઃકરણથી મિચ્છામિ દુક્કડે માંગીને વિરમું છું. - મુનિ ચન્દ્રશેખરવિજયજી (વર્તમાન પં. ચન્દ્રશેખરવિજયજી) ઉપરીઆળાજી તીર્થ (શાશ્વતીઓની આરાધન) ૨૦૨૮, ચૈત્રી પૂર્ણિમા Page #7 -------------------------------------------------------------------------- ________________ _/ તત્વજ્ઞાનનું ઝરણું (૧) (6)))) (૧) જૈન સિદ્ધાંતની કેટલીક ખૂબીઓ (૨) કર્મ અને તેના બંધ : અનુબંધ Page #8 -------------------------------------------------------------------------- ________________ _/ (૧) જેલ સિદ્ધાંતની કેટલીક ખૂબીઓ Page #9 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ८ નિષ્પક્ષ ન્યાયાધીશનું શાસન : જિનશાસન! મને એવું કોઈક તો ધર્મશાસન બતાવો જેના શાસ્ત્રોએ સંતોના ભૂતકાલીન જીવનની ભૂલોની પણ સખેદ નોંધ લીધી હોય! અરે! એથી કાંઈક ઊલટું જ મને તો ત્યાં દેખાય છે. ભગવાન જિનના શાસ્ત્રોમાં જ એ નિષ્પક્ષતા જોવા મળે છે. ભગવાન મહાવીરના આત્માએ પણ પૂર્વના જીવનમાં જે ભૂલો કરી તેની સ્પષ્ટ શબ્દોમાં નોંધ લેવામાં આવી છે. તે ભૂલોના ફળસ્વરૂપ દુર્ગતિનું ગમન પણ જણાવી દેવામાં આવ્યું છે. તીર્થંકર ભગવાન મહાવીરના શાસનના એક મહાન યુગપ્રધાન આચાર્ય ‘મંગુ’ના જીવનની ભૂલ કે તેઓએ શિષ્યોની ભોજનભક્તિને સપ્રેમ સ્વીકારી તેની પણ સ્પષ્ટ નોંધ લઈને જણાવ્યું કે તે યોગ્ય ન થયું. મહર્ષિઓને ઉઘાડા પાડવા માટે આવી નોંધ થતી નથી કિંતુ ભાવિની પેઢી એમાંથી પણ બોધપાઠ પામે અને એવી ભૂલનો સ્પર્શ ન થાય તેની કાળજી કરે એ જ એની પાછળનો હેતુ હોય છે. સિદ્ધસેન દિવાકરસૂરિજી નામના મહાન જૈનાચાર્યે માગધી ભાષાના સૂત્રોનું ભાષાંતર કરવાના વિચારની એક ભૂલ કરી તો તેનું ૧૨ વર્ષ ગુપ્તવાસ વગેરેનું - સખત પ્રાયશ્ચિત લીધું. છે કોઈ જગતમાં આવું નિષ્પક્ષ ધર્મશાસન! જીવનની ક્ષતિઓને નષ્ટ કરવી હોય તો તેનું પ્રથમ પગલું ક્ષતિઓનો ક્ષતિરૂપે બેધડક એકરાર કરવાનું છે. સાત અંધજનો અને એક ચક્ષુષ્માન્ એકવાર સાત અંધજનો એક હાથી પાસે આવ્યા. દરેકના હાથમાં હાથીના દેહનો જુદો જુદો અવયવ આવ્યો. જેણે પગ પકડયો તેણે હાથીને થાંભલા જેવો કહ્યો; સૂંઢ પકડનારે દોરડા જેવો કહ્યો; પેટ પકડનારે ટેકરા જેવો કહ્યો; કાન પકડનારે સૂપડા જેવો કહ્યો. એમ ક્રમશઃ દરેકે પોતાનું દર્શન કહ્યું અને એકબીજાને સામસામા Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નહિ ઐસો જનમ બાર-બાર જુઠ્ઠા કહેવા લાગ્યા. પછી તો એકદમ લડી પડયા. દરેકની વાત એક જ હતી, ‘હું કહું છું તે જ સાચું છે, બાકીના બધા ય જુઠ્ઠા છે.’ એવામાં એક દેખતો માણસ આવ્યો. તેણે બધાયને શાંત પાડતા સમજાવ્યું કે, ‘તમે બધા ય સાચા છો. તમારી પોતાની દૃષ્ટિએ તમે કોઈ જુઠ્ઠા નથી. માટે હવે એકબીજાને જુઠ્ઠા ન કહો.' આ રીતે બીજાને ધિક્કારવામાં ધર્મ નથી. આવું સમન્વયશાળી છે, જિનદર્શન! આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય વગેરે કહીને લડતા વેદાન્ત અને બોદ્ધ વગેરે દર્શનોને તે જ શાંત પાડે છે. તેમની અપેક્ષાએ તેઓ સહુ સાચા છે. કેટલું ઔદાર્ય જિનદર્શનનું! આથીસ્તો મહાત્મા આનંદઘનજીએ આ લોકવાદી (નાસ્તિક) દર્શનને પણ જિનેશ્વર ભગવાનના દેહના મહત્ત્વના અંગસ્વરૂપ પેટની ઉપમા આપી છે ને? જૈન ધર્મની સંરક્ષણાત્મક યુદ્ધનીતી જેને સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન મળ્યું છે એ ધર્મ અન્ય ધર્મો કે સંપ્રદાયો સાથે લડવાનું કિન્નાખોર માનસ તો ધરાવે જ ક્યાંથી? ‘જ્યાં ક્યાંય પણ સારું અને સાચું છે તે મારું જ છે' એવો આત્મીયભાવ સર્વ સાથે રાખનાર જિનધર્મ આક્રમક-નીતિનો તો પડછાયો પણ કેમ લે! મોક્ષના પ્રેમી બધા દર્શનો પ્રત્યે તો એ મૈત્રીનો હાથ લંબાવે છે. પણ એથી એમ ન સમજવું કે જિનધર્મ ‘બાયલો’ ‘નમાલો’ ‘નિષ્ક્રિય’ કે ઉદાસ છે ? ના જરા ય નહિ. એને આક્રમણ કરવું નથી. પરંતુ જો કોઈ એની સામે યુદ્ધે ચડે તો તેનો ખાત્મો બોલાવવા નહિ પરંતુ પોતાના સંરક્ષણ માટે વળતો ફટકો માર્યા વિના તે કદાપિ રહી શકે જ નહિ. આવો ફટકો મારવામાં ય મારવાની ભાવના ન હોય; જાતને સુરક્ષિત રાખવાની જ તરકીબ હોય. સ્યાદ્વાદ નામના એના સ૨ સેનાધિપતિની આ કેવી મૈત્રી ભરી યુદ્ધનીતિ છે; કેવી અદ્ભુત વ્યૂહરચના છે! આ જ કારણે જિનધર્મ જ સર્વનો ધર્મ બની શકે. સર્વમાં એ સમાઈ શકે અને સર્વને એ પોતાનામાં સમાવી પણ શકે. Page #11 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર આકાશ જેવું કે સાગર જેવું એનું સ્થાન છે. આકાશ સહુનું છે. સાગર બધી નદીઓને સમાવી લે છે. કોણ પામશે આ યાદ્વાદ ધર્મની પરમોચ્ચ વિરાટતાનો તાગ! આગમોના ટીકા વગેરે અંગો માનવા જ પડશે. જૈનધર્મના એક સંપ્રદાયે તમામ આગમોને અપ્રામાણિક કહીને અમાન્ય જાહેર કરી દીધા છે! બીજા એક સંપ્રદાયે ૪પમાંથી ૩૨ આગમોને માન્ય તો કર્યા પરંતુ આગમોના મૂળ સૂત્રને જ માન્ય કર્યા - તે આગમોની ચૂર્ણિઓ, ટીકાઓ વગેરેને અપ્રામાણિક જાહેર કર્યા. આગમોની સંપૂર્ણ પંચાંગીને જો માન્ય કરવામાં ન આવે તો સૂત્રોનો અર્થ શી રીતે સમજી શકાય? એકેકા શબ્દના અનંત અર્થો થાય. તેમાંથી ક્યો અર્થ કયાં બેસાડવો એ વાતનો નિર્ણય ગીતાર્થ સંતોની મહોર-છાપ વિના કોણ કરી શકે? નમો અરિહંતાણ” મૂળ સૂત્ર છે. એનો અર્થ તો એટલો જ થાય કે શત્રુનો નાશ કરનારાને નમસ્કાર થાઓ. આટલો જ અર્થ શું આપણને મંજૂર છે? ટીકાનો આધાર લઈને આપણે કહેવું જ પડશે કે રાગદ્વેષરૂપ શત્રુનો નાશ કરનારાને અમારા નમસ્કાર. જેમને ટીકાઓ માન્ય જ નથી તેઓ જો આવો સત્ય અર્થ કરશે તો તેમાં પ્રમાણ કોનું આપશે? ચૂર્ણિકાર, ટીકાકાર વગેરે મહર્ષિઓ હતા. સાચા સંતો હતા; મહાતપસ્વીઓ હતા. એમનું સમગ્ર જીવન જિનાજ્ઞાને વફાદાર હતું. આવા મહાત્માઓની ચૂર્ણિ કે ટીકડા વગેરેને અપ્રામાણિક કહીને અમાન્ય કરાવવી એ કેટલા અંશમાં ઉચિત છે એ તો તેઓ જ જાણે. વળી મૂળ-આગમને જ પ્રમાણભૂત માનતા હો તો પણ પંચાંગીને માન્ય કરવી જ પડશે; કેમ કે એ ભગવતીજીનો પાઠ અંતે તો પંચાંગી માનવાનું ફરમાન કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર સૂત્ર તો માત્ર અર્થનું સૂચન કરે. વિસ્તાર કરવાનું કામ તેનું છે જ નહિ. એ માટે ટીકાઓનો આશ્રય લેવો જ રહ્યો. તીર્થંકર પરમાત્માના સિદ્ધાંતો કેટલા બધા વ્યવહારુ છે? હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, સર્વ જીવોને પોતાના જીવની સમાન જોવા, મોક્ષપદ પ્રાપ્ત કરવું, કર્મમુક્ત થવું, સુખમાં લીન ન થવું, દુઃખમાં દીન ન બનવું.... આવી આવી તો આદર્શોની હજારો વાતો તીર્થંકરદેવે સર્વ જીવોના કલ્યાણ માટે કરી છે પણ આ બધા આદર્શો પગ વિનાના-હવામાં અદ્ધર ઊડતાં જ રાખ્યા નથી પણ એ બધાયને આચારની ધરતી ઉપર સ્થિર કરી દીધા છે. જીવનમાં ગુણોને વિકસાવવાના અને અવગુણોની હકાલપટ્ટી કરવાના તમામ આદર્શોને સંપૂર્ણ રીતે વ્યવહારુ બનાવી દેવાય તે માટે ઘરબારી મટીને સર્વવિરતિધર સાધુ બનવાનું ફરમાવ્યું. એ જીવનના ખાનપાનની, કપડાંલત્તાની, હરવાફરવાની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે વ્યવહારુ કક્ષામાં રમતી કરી દીધી. અરે! શું બોલવું? શું ખાવું? શું વાંચવું? શું ભણવું? કેવી રીતે સૂવું? શી રીતે શોચક્રિયા કરવી? શી રીતે શ્વાસોચ્છવાસાદિ લેવા? પૈસા સાથે કેવે સંબંધ રાખવો? ગૃહસ્થો સાથે કેટલો વ્યવહાર રાખવો? વગેરે વગેરે તમામ વસ્તુઓ બતાવી દીધી! એવી અનુપમ ગૂંથણીથી સાધુ જીવન તૈયાર કરીને આપી દીધી કે આજના ભયાનક મોંઘવારીના, કરભારણના, રાજકીય આંધીના, લુચ્ચા અને હલકા માણસોના કાળમાં પણ એ જીવનને કોઈ આંચકો પણ આવી શક્યો નથી! જે આ જીવનને જીવનમાં ઉતારી ન શકે એને માટે સંસારી તરીકેનું શ્રાવક જીવન પણ એ પરમાત્માએ બતાવી દીધું છે! જેમાં જન્મ, લગ્ન, શિક્ષણ, અર્થોપાર્જન વગેરે મરણ સુધીની તમામ બાબતોને જણાવીને એમાં પણ મોક્ષ સુધીના તમામ આદર્શોને વ્યવહારુ બનાવીને કમાલ કરી નાંખી છે. રક્ષક જ ભક્ષક બનશે કે? ઉગ્ર સાધના કરીને અરિહંત પરમાત્માએ સર્વ જીવનું કલ્યાણ કરે એવું શાસન સ્થાપ્યું. નિગોદમાં રહેલા જીવની પણ કરુણા કરવાનું ફરમાવીને પરમાત્માએ પોતાનું શાસન ત્યાં સુધી ફેલાવ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૩ લોકિક મહાશત્રુનું કામ કરનારો માણસ દૂરદૂરના દેશોનો માનવ હોય તો તેની પણ મંત્રી રાખવાનું જણાવીને દેશપારની દુનિયામાં પણ પોતાનું શાસન ફેલાવ્યું છે. નારકના અપરાધી જીવોની પણ કરુણા કેળવવાનું કહીને સાતમી નારક સુધી પોતાનું શાસન ફેલાવ્યું છે. સિદ્ધશિલામાં પહેલા સૂક્ષ્મનિગોદના જીવોની દયા કરવાનું કહીને પ્રભુશાસન સર્વત્ર વ્યાપી ચૂક્યું છે. આ શાસનનો ઉદ્દેશ માનવમેત્રીનો નથી; જીવમાત્રની મૈત્રીનો છે. જીવમાત્રને શાંતિ પ્રાપ્ત થાય તે છે. જો સંસારમાં રહીને સર્વ જીવને તમે સીધી શાંતિ ન આપી શકો તો તમારે મુક્તિના ધામમાં ચાલી જઈને સ્વને અને સર્વને પોતાના દ્વારા શાંતિ સંભવિત આપી જ દેવી જોઈએ. આ સર્વ કલ્યાણકર શાસનની તો રક્ષા કરવા માટે પ્રભુએ ચોકિયાત જેવા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. પણ જો એ ચોકિયાતોમાંનો કોઈક ભારે કર્મી એ શાસનનો જ ભુક્કો બોલાવવાનું કામ કરે તો સમગ્ર જીવરાશિના કલ્યાણનું કાર્ય કેવું જોખમાઈ જાય! રક્ષક જ ભક્ષક બને એ ચિતાર જ કેટલો ભયાનક છે? ખુમારી : મહામંગળ! મંગળ તો ઘણા પ્રકારના ગણાય છે. દહીંનું કે ગોળનું સેવન કુમારિકા કન્યાનું દર્શન વગેરે... પણ આવા બધાય મંગળો ઈચ્છિત સુખ સદા આપે જ તેવો નિયમ નથી. સુખ આપે ય ખરા અને નિષ્ફળ જાય પણ ખરા. વળી કદાચ આ મંગળો ઈચ્છિત સુખને આપવાની શક્તિ ધરાવનારા અવશ્ય બની જાય તોય શું? જીવનનો પ્રશ્ન કાંઈ સુખ મળવા માત્રથી ઊકલી જતો નથી. જો આ જીવન ભોગસુખોની સામગ્રની પ્રાપ્તિથી જ પૂર્ણ બની જતું હોય તો એક પણ ધનાઢ્ય માણસ રડતો ન હોત. પરંતુ અઢળક ધનાઢ્યોના અંતર જલી રહેલા દેખાય છે; આંખો રડતી જોવા મળે છે. માટે જ મારે કહેવું છે કે સુખની પણ પછી એવી કોઈ વસ્તુ છે કે જેની પ્રાપ્તિ ન થાય તો સુખ પણ નકામું અથવા તો કાંટાળું બની જાય. એ વસ્તુનું નામ છે શાંતિ. સુખીને ય શાંતિ જોઈએ છે. અશાંતિ સાથેના Page #14 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર સુખથી સુખી પણ ત્રાસી જાય છે. જેનામાં શાંતિ આપવાની તાકાત હોય તેને જ આપણે મંગળ કહેવું જોઈએ. દહીંનું સેવન કે કુમારિકાનું દર્શન વગેરે આ શાંતિ આપવાની તાકાત ધરાવતા નથી એ હકીકત છે. એ તાકાત છે સુદેવ, સુગુરુ અને સુધર્મને પામ્યાની ખુમારીમાં. માટે જ એ ખુમારી મંગળ છે; ના. મહામંગળ છે. જેનામાં સુદેવાદિનું સેવકપણું પામ્યાની ખુમારી આવી જાય છે એના જીવનમાં સુખના ભારે વંટોળ આવી જાય તો ય એમાં લીનતાની અશાંતિને એ પામતો નથી; ક્યારેક દુઃખની આગ એની ચોમેર ફરી વળે તોય દીનતાની અશાંતિમાં એ હોમાતો નથી. સઘળી અવસ્થામાં એ મસ્ત રહે છે, “સેવકપણું પામ્યાની ખુમારીમાં.” આથી જ સુખો એને પાપી બનાવી શકતા નથી; દુઃખો એને પાગલ બનાવી શકતા નથી. વંદન હો એ ખુમારીને. સૌથી વધુ મોટી હત્યા, જાતની' પરજીવની હત્યા કરતાં ય સ્વજીવની હત્યા એ સૌથી વધુ મોટી હત્યા છે. આ બે પ્રકારની હત્યાનો પ્રસંગ આવી પડે, અને એમાંથી એક હત્યાનો વિકલ્પ અપનાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોય તો સ્વહત્યાનો વિકલ્પ તો ન જ અપનાવી શકાય. સતી સ્ત્રી પાસે કોઈ પુરુષ દેહસુખ માંગે, અને જો તે સ્ત્રી ઈચ્છિત પૂરું ન કરે તેથી તે પુરુષ આત્મહત્યા કરવા તૈયાર થતો હોય તો એ સતી સ્ત્રી શું કરે? દેહસુખ આપવામાં પોતાના સતીત્વ ધર્મની પૂર્ણ હત્યા છે; અને એ સુખ નહિ આપવામાં એ પુરુષની હત્યા છે. સહેલાઈથી સમજી શકાય તેવી વાત છે કે સતીએ પોતાના સતીત્વની હત્યા તો ન જ થવા દેવી. આ ખૂબ જ ગંભીર વિચાર છે. જગત્ કલ્યાણ કરવા જતા જો અહંકાર કે સ્ત્રી પરિચય વગેરે દ્વારા “સ્વ'ની હત્યા થઈ જતી હોય તો જગત્ કલ્યાણના કહેવાતા કાર્યને ગૌણ ગણીને ત્યાગી જ દેવું જોઈએ. પર્વતિથિના દિવસોમાં પરજીવોની વધુ હત્યા સંભવિત બને તેવું કઠોળનું શાક વાપરવામાં આવે છે પરંતુ જેમાં અલ્પજીવ હત્યા છે તેવા પાકા કેળા કેરી વગેરેનો ઉપયોગ થઈ શકતો નથી તેનું પણ આ જ કારણ છે કે પાકા કેળા વગેરે દ્વારા Page #15 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૫ આસક્તિને વધુ પોષણ મળતાં સ્વજીવની હત્યા થાય છે. પરની અલ્પહત્યા કરતાં પણ સ્વની હત્યા વધુ ખરાબ છે. સ્વની હત્યાને કોઈ પણ રીતે નિવારવી જ જોઈએ.એમાં જ સ્વની મુક્તિ સમાયેલી છે. મુક્તિ મળ્યા બાદ સર્વ પરજીવ હત્યા બંધ થઈ જાય છે. ધર્મ આજ્ઞામાં છે; અહિંસામાં નથી. ‘અહિંસા પરમોધર્મઃ’ એ જૈનોનું સૂત્ર નથી. જૈનો તો કહે છે; ‘આણાએ ધમ્મો.' અહિંસા એ જ પરમધર્મ નથી; પરંતુ જિનાજ્ઞાનું પાલન એ જ પરમધર્મ છે. દેખીતી રીતે લાગતી હજારો હિંસાઓ એવી છે કે જેના કરવાથી આત્માનું ઉત્થાન થતું હોય... અને જેને નહિ સેવવાથી એ ઉત્થાન બાધ્ય બનતું હોય. આવી દેખીતી હિંસા પણ અનુબંધમાં અહિંસા બની જાય છે. એથી જ એ બધી જિનની આજ્ઞાથી વિહિત છે. નિષિદ્ધ નથી. આજ કારણે જિનપૂજાની દેખીતી હિંસાને ગૃહસ્થો સેવે છે અને નદી ઊતરવાની જલહિંસાને સાધુઓ પણ સેવે છે. શાસનના કોઈ પણ અંગ (દેરાસર, પ્રતિમા, સાધુ, સાધ્વી વગેરે.) ઉપર આવતાં આક્રમણોને ખાળવા જ રહ્યાં. એમ કરવા જતાં જે હિંસા કરવી જ પડી તે અંતે તો આજ્ઞાવિહિત છે. જો એવાં આક્રમણોને ખાળવાના પ્રસંગે ‘અહિંસા પરમોધર્મ' સૂત્રનો આશ્રય લઈને ઉપેક્ષા સેવાય તો એ અનપઢ આત્મા બહુલ સંસારી બને. આજ્ઞા જ ધર્મ છે, એ વાત બરોબર સમજી રાખવી ઘટે. હા અનુબંધમાં અહિંસાને જ અહિંસા કહીએ તો એ અર્થને સાપેક્ષ રહીને અહિંસાને ધર્મ કહેવામાં કશો વાંધો નથી. અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીએહિંસા-અહિંસાના હજારો રૂપાંતર થઈ જાય તેમ કહ્યું છે. એના અગણિત સૂક્ષ્મ ભેદો જણાવ્યા છે. નયનિક્ષેપનો જાણકાર જ એને સમજી શકે. સાત અભવ્યો અભવ્ય આત્માઓની સંખ્યા તો અનંત છે. શાસ્ત્રમાં જુદે જુદે ઠેકાણે સાત અભવ્યોના નામો આવે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર (૧) પાલક : વાસુદેવ કૃષ્ણનો પુત્ર. | (૨) પાલક : ૫૦૦ શિષ્યો અને તેમના ગુરુ સ્કંદકસૂરિને ઘાણીમાં પીલી નાંખનાર. (૩) અંગારમર્દક આચાર્ય : ૫૦૦ શિષ્યના ગુરુ કે જેમણે કોલસાની ભૂકીના અવાજને જીવોનો અવાજ કલ્પીને કહ્યું હતું કે, “અહીં પણ તીર્થકરના જીવડા ભરાયા છે મરો હવે, મારા પગ નીચે.” (૪) સંગમક : દેવાધિદેવ પરમાત્મા મહાવીર ઉપર કાળચક્ર મૂકનાર સુરાધમ. (૫) કાલસીરિક કસાઈ : કૂવામાં રહીને પણ ચાકથી ૫૦૦ પાડાના ચિત્રો ક્રમશઃ દોરીને ભૂસનાર કસાઈ. (૬) કપિલા : રાજા શ્રેણિકની દાસી. શ્રેણિકો તેની પાસે સાધુને દાન દેવરાવ્યું તોય એમ કહ્યું કે, “મેં ક્યાં દાન દીધું છે? એ તો કડછીએ દાન દીધું છે.' (૭) વિનયરત્ન : મહારાજ ઉદાયીનું ખૂન કરવા માટે જે બાર વર્ષ સુધી સાધુ વેશમાં રહ્યો. અને જેણે ઓઘાની અંદર નાનકડી છરી છુપાવી રાખી. અંતે તક મળતાં ઉદાયીનું ખૂન કર્યું. અભવ્ય કે તેના ભાઈ જેવા આજેય કોઈ કોઈ જોવા મળી જાય છે. જેમાંના એકે ક્યાંક કહ્યું છે કે, “જૈનશાસ્ત્રોમાં કહ્યા મુજબનો જો મોક્ષ હોય તો સંડાસ જવા માટે પણ હું એ જગા પસંદ ન કરું.” ભવ્ય : અભવ્ય : જાતિભવ્ય એક અપેક્ષાએ અનાદિ-અનુત્પન્ન-જીવો ત્રણ પ્રકારના છે. કેટલાક ભવ્ય છે; કેટલાક અભવ્ય છે, કેટલાક જાતિભવ્ય છે. જે મોક્ષે જવાના છે તે અવશ્ય ભવ્ય છે. જે કદી મોક્ષે જનાર નથી તે અભવ્ય છે, અને જેનામાં મોક્ષે જવાની પૂર્ણ યોગ્યતા હોવા છતાં મોક્ષે જવાની સામગ્રી-મનુષ્યભવ આર્યદેશ, જૈનધર્મ વગેરે ન મળવાથી જેઓ કદી મોક્ષે જઈ શકનાર નથી એ જાતિભવ્ય છે, જાતિભવ્યો સદેવ સાધારણએકેન્દ્રિયપણામાં જ રહે છે. એમાંથી નીકળીને પ્રત્યેક-પણું પણ પામી શકતા નથી. અભવ્ય જીવો તો જૈનાચાર્ય પણ બની જાય એવું ય બને પણ આટલી બધી મોક્ષ સામગ્રી મળવા છતાંએ કદી મોક્ષે જઈ શકે નહિ. જ્યારે મોક્ષે જનારા ભવ્યોને બધી સામગ્રી મળે છે અને તેઓ મોક્ષે જાય પણ છે. આ જ વાતને ત્રણ પ્રકારની સ્ત્રીનાં દૃષ્ટાંતથી વિચારીએ. મોક્ષગામી ભવ્યાત્મા પરિણીતા-પતિયુક્તા-માતા બનેલી સ્ત્રી જેવો છે. પતિનો Page #17 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૭ યોગ થતાં તે સ્ત્રીને જેમ બાળકની પ્રાપ્તિ થાય છે તેમ ભવ્યાત્માને મોક્ષની સામગ્રીનો યોગ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. અભવ્યાત્મા વાંઝણી - પરિણીતા-પતિયુક્તા સ્ત્રી જેવો છે. ગમે તેટલો પતિયોગ થાય તોય સ્વભાવથી વંધ્યાને જેમ પુત્રપ્રાપ્તિ થતી નથી તેમ સાધુવેશ વગેરે મોક્ષની સામગ્રીઓ મળે તોય અભવ્યને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. જાતિભવ્ય આત્મા બાળવયે સાધ્વી બનેલી મહાસતી સ્ત્રી જેવો છે. એ સ્ત્રીને પતિયોગ થનાર જ નથી; માટે પુત્રપ્રાપ્તિ પણ જેમ અશક્ય છે; તેમ જાતિભવ્યને મનુષ્યભવાદિનો યોગ કદી ન થવાથી મોક્ષપ્રાપ્તિ અશક્ય છે છતાં આ આત્માને અભવ્ય ન કહેવાય કેમકે તેનામાં મોક્ષમાં જવાની યોગ્યતા તો છે જ, પણ સામગ્રી ન મળવાથી એ યોગ્યતા ફળ દેતી નથી. અભવ્યને તો પાયામાં જ યોગ્યતા નથી. મહાસતી સાધ્વી ભલે પુત્રવતી ન થાય તોય તેને વાંઝણી તો ન જ કહેવાય કેમકે સામાન્યતઃ તેનામાં માતા બનવાની યોગ્યતા તો છે જ. તેમ જાતિભવ્યમાં મોક્ષની યોગ્યતા હોવાથી તેને અભવ્ય તો ન જ કહેવાય. હિંસા પણ ક્યારેક અહિંસા અહિંસા પણ ક્યારેક હિંસા બહા૨થી જણાતી હિંસા કે અહિંસાની ક્રિયાને જૈન શાસ્ત્રોમાં સર્વથા તેવી જ કહી નથી. ક્યારેક હિંસા પણ અહિંસાનું ફળ દેવાથી અહિંસા બનતી હોય છે, અને ક્યારેક અહિંસા પણ હિંસાના ફળની જનેતા બનતાં હિંસા બની જતી હોય છે. પેટ ચીરતાં દરદી મોત પામે તોય તે ડૉક્ટર દયાળુ ગણાય છે. કેમકે તેનો આશય મારવાનો ન જ હતો. એ જ બિલ્લી પોતાના મોંમાં ઉંદરને પકડે છે ત્યારે ઘાતકી કહેવાય છે અને પોતાના બચ્ચાને મોંમાં પકડે છે ત્યારે ‘દયાળુ મા' તરીકે દેખાય છે. જાળ બિછાવીને, દાણા નીરીને, લપાઈને ખૂણે ઊભો રહેલો પાધિ નિર્દય ગણાય છે. ભલે તે પંખીઓને દાણા ખવડાવતો હોય; પૂરી શાંતિ રાખતો હોય. અને... જોરથી તાળીઓ બજાવીને એ પંખીઓને ઉડાવી મૂકતો એક સજ્જન દયાળુ ગણાય છે. આ બધા દુષ્ટાતોમાંથી એક જ વાત ફલિત થાય છે કે હિંસા કે અહિંસા મનના તેવા આશય ઉપર જ નિશ્ચિત થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નહિ ઐસો જનમ બાર-બાર પેલો તંદુલીઓ મત્સ્ય ! એક પણ માછલાને ન મારતો છતાં સર્વ માછલાઓને મારી નાખવાના તીવ્રતમ અધ્યવસાયોને કારણે જ મહાઘાતકી કહેવાયો ને ? એથી જ સાતમી નારકનો સ્વામી બની ગયો ને? હિંસા અને અહિંસાના અગણિત ભાંગા થાય છે. એને બહુ સારી રીતે, ભારે સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા રહ્યા. જો કોઈ પણ દેખીતી હિંસાને, હિંસા કહીને અધર્મ કહીશું અને તે હિંસાવાળી ધર્મપ્રવૃત્તિને તિરસ્કારીશું તો તમામ ધર્મોનો તિરસ્કાર કરવો પડશે, કેમકે આપણા જીવનના તમામ ધર્મોની ક્રિયામાં વાયુકાય વગેરેની હિંસા હોય જ છે. સાધુએ પ્રવચન કરવું, શ્રાવકે સાધર્મિક વાત્સલ્ય કરવું અથવા તો તરસ્યાને પાણી પાવું કે ભૂખ્યાને ભોજન દેવું, વગેરે બધા ય હિંસાવાળા જ ધર્મો છે. શ્વાસ લેવામાં અને લોહીના પરિભ્રમણમાં ય હિંસા છે તો શું તે હિંસાવાળું સાધુજીવન ત્યાજ્ય બની જશે ? જ્યાં હિંસાનો આશય નથી, ઊલટો ભક્તિ દ્વારા ભગવાન બનવાનો જ આશય છે ત્યાંની હિંસાને હિંસા ન કહેવાય. વિકાસની દૃષ્ટિએ તો જીવમાત્ર અસમાન જીવના સચ્ચિદાનંદ-શિવસ્વરૂપની દૃષ્ટિએ જીવમાત્ર સમાન છે પરંતુ એના સંસાર-પર્યાયની દૃષ્ટિએ તો જીવમાત્ર અસમાન છે. પુરુષ અને સ્ત્રી, માનવ અને પશુ, શેઠ અને નોકર, ગુરુ અને શિષ્યને પરસ્પર સમાન કેમ કહેવાય? જગતમાં આવી સમાનતા તો ક્યાંય સાંભળી નથી. કીડીને એક જ ઈન્દ્રિય છે, હાથીને પાંચ ઈન્દ્રિય છે માટે બેયને સમાન કહેવાય જ નહિ. એક લાખ કીડી ભેગી થઈને જે વજન ઉપાડી નથી શકતી તેને એક જ નાનકડું બાળક એક જ પળમાં ઊંચક લે છે. જોયો ને એનો વિકાસ ? એક હજાર ગામડીયા ભેગા થઈને જ્યાં પોતાની બુદ્ધિ લડાવી શકતા નથી ત્યાં એક હોશિયાર માણસની બુદ્ધિ સુંદર કામ કરી જાય છે! ગામડાના એક રખડુનું ખૂન કરનારની છાપામાં બે લીટીની ય નોંધ ન આવે અને એક જ ગાંધીજીના ખૂની ગોડસેના નામથી તમામ છાપાઓ ભરાઈ ગયા! Page #19 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર જેમ સંસારદૃષ્ટિનો વિકાસ વધે તેમ જીવ વચ્ચેની અસમાનતા વધે. આથી જ મગના સો દાણાઓમાં સો જીવ હોવા છતાં તેને પકાવીને ખાવા કરતાં માછલીના માંસના ભોજનમાં વધુ પાપ કહ્યું છે. મગના દાણાના જીવો એકેન્દ્રિયત્વની અતિઅલ્પ વિકસિત દશામાં છે જ્યારે માછલીનો જીવ પંચેન્દ્રિયત્વની વિશિષ્ટ વિકસિત અવસ્થામાં છે. માટે જીવમાત્ર સમાન છે... “શિવ' સ્વરૂપની અપેક્ષાએ. જીવમાત્ર અસમાન છે. સંસાર સ્વરૂપની અપેક્ષાએ. જૈનદર્શનનો આ અનેકાંતવાદ સમજ્યા વિના કોઈ સત્ય હાથ લાગે તેમ નથી. નિર્દોષ અને અચિત્ત બટાટા વગેરે પણ સાધુથી ન વપરાય કેટલાક બંધુઓ પ્રશ્ન કરે છે કે જે ચીજ સાધુ માટે બનાવેલી ન હોય અને જીવરહિત (અચિત્ત) બની ગયેલી હોય તેવું દૂધીનું શાક વગેરે જે સાધુથી ભિક્ષામાં લઈ શકાય તો ઘર માટે જે સમારીને બનાવેલું બાફેલા બટાટાનું શાક પણ તેમનાથી કેમ ન લઈ શકાય? તે પણ દૂધીના શાક વગેરેની જેમ નિર્દોષ અને અચિત્ત તો છે જ ને? દેખીતી રીતે આ તર્ક સુંદર લાગે છે પરંતુ આનો પ્રત્યાઘાત બહુ ભયાનક છે. અચિત્તતા અને નિર્દોષતાની દૃષ્ટિએ જ કાંઈ દરેક ચીજ ભિક્ષામાં લેવાતી નથી. તેમાં બીજી પણ અનેક બાબતો વિચારવાની હોય છે. જો માત્ર આ જ બે બાબત જોવાની હોય તો ઘરમાં સમારેલી માછલીનું માંસ પણ સાધુ કેમ ન લે? એ પ્રશ્ન પણ કરવામાં આવશે. આથી જ દરેક વસ્તુની મર્યાદાઓ હોય છે. તર્ક પણ તેટલી જ મર્યાદા સુધી જઈ શકે જ્યાં સુધી બીજો કોઈ પ્રત્યાઘાત જન્માવતો પ્રસંગ ઊભો ન થાય. અહીં જે વિચારણીય (ટેકનિકલ પોઈન્ટ!) મુદ્દો ઉપસ્થિત થાય છે તે એ છે કે જો આ રીતે સાધુઓ બટાટા, માછલી વગેરે વાપરતા થઈ જાય તો પછી ગૃહસ્થો જ કહેશે કે, “સાધુ વાપરે છે તે ચીજ વાપરવામાં આપણને શું વાંધો?'' આમ થતાં સમગ્ર સંઘમાં બટાટા, માછલીનો આહાર ચાલુ થઈ જશે. આ કેટલો ભયાનક પ્રત્યાઘાત છે? Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નહિ એસો જનમ બાર-બાર બૌદ્ધ પ્રજામાં આ પ્રત્યાઘાત આવ્યો છે. મરેલા ઢોરના માંસનું ભોજન કરવાની ગૌતમ બુદ્ધ ભિખ્ખું સંઘને રજા આપી તેના પરિણામરૂપે છેવટે જીવતાનું માંસ આખો બોદ્ધ સંઘ ખાતો થઈ ગયો છે! જ્યાં અનંતકાય અને માંસનું ભોજન છે ત્યાં ધર્મ જ ક્યાં રહ્યો? ઉપકાર : નકારાત્મક અને હકારાત્મક સામાન્ય રીતે માણસ એ વાત યાદ રાખતો નથી કે આ જગતમાં જન્મ લીધા પછી કોણે કોણે તેની ઉપર ઉપકાર કર્યો છે? હા. એણે પોતે કોની કોની ઉપર ઉપકાર કર્યો છે? એની તેની પાસે પાકી નોંધ હોય છે! બીજાઓએ કરેલા ઉપકારનું જેને વિસ્મરણ થઈ જાય એ તો કૃતઘ્ની કહેવાય. ભલે આવો માણસ બીજાઓ ઉપર ઉપકારો કરીને “પરોપકારી' બન્યો હોય. છતાં પરોપકારિતાના મહાગુણને પણ કૃતજ્ઞતાનો મહાદોષ નિદ્માણ બનાવી દે છે એનું શું? જગતના જીવો બીજા જીવ ઉપર ઉપકાર કરે છે તેના બે પ્રકાર છે. સુખનું સાધન આપીને ઉપકાર કરવો; અને દુઃખનું કારણ ન આપીને ઉપકાર કરવો. પ્રથમ નંબરનો પ્રકાર ઓછા પ્રમાણમાં જોવા મળે જ્યારે બીજા નંબરનો ઉપકાર તો ડગલે ને પગલે જોવા મળે. તમે રસ્તે ચાલ્યા જતા હો, હજારો માણસો અને સેંકડો રિક્ષાઓ તમારી બાજુમાંથી જ પસાર થઈ રહ્યા હોય તે વખતે એકાદ બે માણસ એવા પણ ભેટી જાય જે તમને કેળા વગર કોઈ પણ વસ્તુ ખવડાવીને ઉપકાર કરે. કિંતુ બાકીના તમામ પસાર થતા માણસો પણ તમારી ઉપર નકારાત્મક ઉપકાર કરે છે એ વાત તમે વીસરી ગયા છો. એ લોકો ભલે કાંઈ “સારું' ખવડાવતા નથી પણ તમને મુક્કો મારતા નથી, પછાડી દેતા નથી, રિક્ષાવાળો ઘાયલ કરતો નથી, એ બધાય એ લોકોના ઉપકાર ન કહેવાય શું? એ લોકોમાંનો કોઈ પણ માણસ ધારત તો તમને વાતમાં ચડાવીને કજિયો કરીને મારામારી પણ કરત. આવું કદી કોઈએ ન કર્યું માટે જ તમે તમારા જીવન વ્યવહારોમાં સમયસર ઊભા રહી શક્યા; તો શું એમાં એ લોકોએ નકારાત્મક ઉપકાર કર્યો ન કહેવાય? સબૂર! સ્વપુરુષાર્થની કે સ્વોપકારની જ વાત કરશો તો દેવ-ગુરુને પણ ઉપકારી Page #21 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર નહિ મનાય. જે વ્યવહાર નથી દેવાદિ ઉપકારી છે એ જ વ્યવહારનય અહીં પણ લાગુ થાય છે એટલું જ વિચારીએ. જે ભગવાનની આજ્ઞા ન માને; તેની આજ્ઞા કોઈથી ન મનાય. માતાપિતા, વિદ્યાગુરુ કે ધર્મગુરુની આજ્ઞાને અખંડ રીતે માનવાનું શાસ્ત્રકારોએ બેશક ઠેર ઠેર જણાવ્યું છે પણ તે બધાય કેવા હોવા જોઈએ? એ વાત પણ સહુએ સમજી રાખવી જોઈએ. ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞા બધાએ શિરસાવંદ્ય કરવી જ જોઈએ. જો એમને એ આજ્ઞા માન્ય ન હોય તો એમની આજ્ઞાઓને આશ્રિતવર્ગ માની શકે જ નહિ. શું સિનેમાનો પક્કો શોખીન બાપ દીકરા-દીકરીને સિનેમા જોવાની આજ્ઞા કરે તો તે કદી મનાય ? - સાધુ થવાની ભાવનાવાળા દીકરાને હલકટ ગણાતા સ્થાનોમાં ફરવાની આજ્ઞા કરાય તો તે કદી કેમ માની શકાય? જે માબાપોને જમાના ઉપર પ્રેમ જાગ્યો છે તેવા માબાપોની આજ્ઞા કદી કોઈ સ્વીકારી શકે નહિ. જિનાજ્ઞાવિરુદ્ધ વર્તતા ધર્મગુરુની પણ આજ્ઞા શિષ્યથી શિરસાવદ્ય ન કરાય તો બીજાની વાત જ ક્યાં રહી? ત્રણ લોકના નાથ એવા પરમાત્મા જિનેશ્વરદેવની આજ્ઞા નહિ માનવામાં જો વડીલોને કશું પાપ ન દેખાતું હોય; અને એ બાબત જો એમની અંગત બાબત ગણાતી હોય તો એ પરમાત્માની આજ્ઞા મુજબ જીવવાનું ઈચ્છતા આશ્રિતોને પણ એવા વડીલોની અવજ્ઞા કરવામાં કશું પાપ નથી એમ સ્પષ્ટ રીતે હું માનું છું. કરવું, કરાવવું, અનુમોદવું મનગમતી ચીજ પ્રથમ તો સ્વતઃ કરાય છે; પછી કરાવાય છે; ત્યારબાદ જે કોઈ તેને કરતા હોય તેની અનુમોદના થાય છે. કરવાની શક્તિવાળો કરે નહિ અને અનુમોદના જ કરે તો તેને સાચી અનુમોદના કેમ કહી શકાય? Page #22 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર લક્ષાધિપતિ શ્રીમંત દાન દે જ નહિ અને “જે દાન દે તેની અનુમોદના.” એમ કહે તો એ કેટલું બધું વિચિત્ર કહેવાય? અનુમોદનાનો નંબર તો પછી છે. તમને જો જિનપૂજા અને સામાયિક ખૂબ ગમતા હોય તો તમે જાતે જ તે અનુષ્ઠાનો કેમ ન આચરો ? પછી એટલા આચરણથી સંતોષ ન થાય એટલે એ ખૂબ પ્રિય બનેલી ચીજની બીજાને પણ પ્રેરણાઓ કરાય. “તમે પૂજા કરો સામાયિક કરો. એ ખૂબ જ હિતકર અનુષ્ઠાનો છે. એના આનંદનું વર્ણન થાય તેમ નથી. ઈત્યાદિ.” કહ્યા વિના રહેવાય નહિ. આમ પોતે ૧૦૦-૨૦૦ પૂજન, સામાયિક વગેરે કરે પણ બીજાઓને પ્રેરણા કરી ૧૦૦૦-૨૦૦૦ કરાવે. પરંતુ આટલાથી ય સંતોષ ન થાય એટલે જગતમાત્રમાં જે લાખો પૂજન વગેરે થતા હોય તેની હાર્દિક અનુમોદના થાય. આ વ્યવસ્થિત ક્રમ છે. શક્તિસંપન્ન કરે. વધુ પુણ્યવાન કરાવે.. અને છેવટે સર્વની અનુમોદના સહુ કરે. કરણ-કારાપણ વિનાની શક્તિમાનની અનુમોદના તો વાંઝણી કહેવાય. ભોગસામગ્રીનો સ્વભાવ શું? સ્ત્રી, સંપત્તિ, શરીર, કુટુંબ વગેરે ભોગસુખની સામગ્રીમાં ગણાય છે. આમાંના પ્રત્યેકનો સ્વભાવ શું? આત્માને ડુબાડવાનો કે તારવાનો? સ્પષ્ટ કહી દઉં? સાંભળી લો ત્યારે કે આ બધી વસ્તુઓનો સ્વભાવ તો આત્માનું અધ:પતન કરી દેવાનો જ છે. આ બધી વસ્તુઓનું જો આત્મા ઉપર આધિપત્ય હોય તો એમનું કાર્ય તો આત્માનું પતન કરી દેવાનું જ હોય. આ વસ્તુઓએ કદાપિ કોઈ પણ આત્માનું ઉત્થાન કર્યું જ નથી. અહીં પ્રશ્ન થશે કે સ્ત્રી આદિના નિમિત્ત પામીને પણ કેટલાય આત્માઓ સંસારથી વિરક્ત નથી બની ગયા? તો તે પ્રસંગમાં સ્ત્રી આદિએ આત્માના ઉત્થાનનું કામ કર્યું ને? એનો ઉત્તર નકારમાં છે. સ્ત્રી આદિ તો પતન જ કરવાના સ્વભાવવાળા છે. જે કોઈનું ઉત્થાન થયું તે ઉત્થાન સ્ત્રી આદિએ કર્યું નથી પણ તે વિરાગી બનનાર Page #23 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર આત્માનું ઉત્થન થઈ ગયું છે. ‘કરવું” અને “થઈ જવું' એ બે તદ્દન જુદી ક્રિયાઓ છે. અગ્નિનો સ્વભાવ શું? દઝાડવાનો જ ને? તો શું અગ્નિ કોઈની ઠંડી ઉડાડતો નથી? ના.... અગ્નિ ઠંડી ઉડાડતો નથી; એના નિમિત્તને પામીને ઠંડી ઊડી જાય એ વાત સાચી પરંતુ ઠંડી ઊડવામાં મુખ્ય કારણ તો તે માણસની સાવધાની જ છે. જો એ સાવધાની ન હોત તો અગ્નિ પોતાનો દઝાડવાનો સ્વભાવ અવશ્ય દેખાડી દેત. આ જ રીતે “સાવધ' આત્માઓ સ્ત્રી આદિનું નિમિત્ત પામીને ભલે સંસારનો પાર ઊતરી જાય પણ તેમાં કારણ સાવધાનતા છે; સ્ત્રી આદિ નહિ; એ તો પછાડવાના સ્વભાવવાળા જ છે. ઝેરી નાગથી પૈસા કમાતો મદારી નાગનો શું ઉપકાર માને? એ મદારીની સાવધાનતા જ એને કમાણી કરી આપે છે. નાગ તો ડંખ દઈને મારવાના સ્વભાવવાળો જ કહેવાય છે. દૂધ પચાવી શકતા આંતરડાને છાશ? વૈદ્ય પાસે ઔષધિઓ હોય, અનુપાનો હોય; પથ્થો પણ હોય; એટલા માત્રથી ન ચાલે. એને દર્દનું, દર્દીની પ્રકૃતિ વગેરેનું જ્ઞાન પણ હોવું જ જોઈએ. એક દર્દી શારીરિક રીતે નબળો છે. હવે જો એના આંતરડા જ ખૂબ નબળા હોય તો જરૂર તેને છાશ અપાય કે મગનાં પાણી ઉપર રખાય. પરંતુ જો તે દર્દી દૂધ પચાવી શકવાની તાકાત ધરાવતો હોય છતાં વેદ્ય એવી મિથ્યા કલ્પના કરી બેસે કે, એને દૂધ પચશે જ નહિ માટે એને છાશ જ પીવડાવવી જોઈએ. અને ખરેખર દર્દીને મહિનાઓ સુધી છાશ ઉપર રાખે તો પરિણામ શું આવે? એક વખત જે આંતરડા સાચે જ દૂધ પચાવી શકે તેમ હતા તે આંતરડું હવે છાશથી એવા ટેવાઈ ગયા કે હવે જો તેને દૂધ આપવામાં આવે તો ખરેખર ન જ પચે. પરિણામ એ આવીને ઊભું રહે કે ધીમે ધીમે દર્દી વધુ નબળો થતો જાય અને મોત પામી જાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે દર્દીની દવા કરવાનું કામ કેટલું જોખમી છે? કેટલી સાવધાની માગી લે તેવું છે? આ તો જગતના દ્રવ્ય રોગીની આપણે વાત કરી પણ ભાવ-રોગીઓના સંબંધમાં ય આ વાત બરોબર લાગુ કરવી. એમના વૈદ્યો છે સંતો. જો તેઓ પણ આવી જ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નહિ એસો જનમ બાર-બાર કોઈ માનસિક ભૂલ કરી બેસે તો ઘણા બધા ભાવરોગીઓના જન્મ-મરણ વધી જાય અને એમાં નિમિત્ત બની જનાર સંતના સંસારની વૃદ્ધિ તો અપાર જ બની રહે ને? ખૂબ ગંભીરતાથી આ વાત વિચારાશે તો જ સમજાશે. એ કયા સંદર્ભમાં કહેવાઈ છે તે ઠીક ઠીક નજરમાં આવી જશે. ભાગ્ય બળવાન કે પુરુષાર્થ ? ભાગ્યમાં લખાયું હોય તે જ બનવાનું છે એ વાત એકદમ નિર્વિવાદ છે. તો શું ધર્મ માટે કોઈ પુરુષાર્થ ન જ કરવો ને? જે કાળે દીક્ષા ઉદયમાં આવવાની છે તે કાળે અને તે જ કાળે ઉદયમાં આવશે, વહેલી ઉદયમાં લાવવાના ધમપછાડા શા માટે કરવા?' હા... વાત તો બરોબર છે; તદ્દન સાચી પણ છે. પરંતુ દુ:ખ એક જ વાતનું થાય છે કે તમે ન્યાય બધેય સરખો રાખતા નથી. જેવું ધર્મની બાબતમાં ભાગ્યનું નિશ્ચિતપણું છે તેવું સંસારની પ્રત્યેક બાબતમાં પણ છે જ; તો હવેથી પૈસા કમાવવાનો, છોકરા પરણાવવાનો. થાળીમાં પડેલું ભોજન મોંમાં નાખવાનો, મોંમા આવેલું ભોજન દાંતથી ચાવવાનો.... કોઈ પણ પુરુષાર્થ કરો મા... કેમ કે જે કાળે જે બનવાનું છે તે બનવાનું જ છે. તમારે પુરુષાર્થ કરવાની કશી જરૂર નથી. પણ સંસારની બાબતમાં તો બધે ય પુરુષાર્થ જ ધમધમે છે. ભાગ્યની વાતને તો હસી નાખવામાં આવે છે. બસ તો પછી ધર્મની વાતમાં પણ એ જ ન્યાય રાખો. સાચી વાત એ છે કે બધું જ નિયત હોવા છતાં, “ક્યા કાળે શું બનવાનું છે!' એ વાતની જેવી કેવળજ્ઞાની ભગવંતને પૂરી ખબર છે તેવી આપણને તો જરાય ખબર નથી. માટે જ આપણે બધી વાતમાં પુરુષાર્થ જ કરતા રહેવો પડે છે. પછી ધર્મની બાબતમાં ભાગ્ય ઉપર વાતોને મૂકી દઈએ તો ધર્મ નહિ કરવા માટેની વૃત્તિને જ છતી કરી દે છે! Page #25 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૫ ભાગ્ય અને પુરુષાર્થ વચ્ચેની ભેદરેખા દો, તીન, પાંચની પત્તાની રમત તમે જાણો છો ને? ખૂબ સારી રીતે પાના ચીપી લીધા પછી વારાફરતી એકેકું પત્તું વહેંચી દેવામાં આવે; એટલે બધું મળીને દરેકની પાસે ૧૦-૧૦ પત્તા આવે. પછી રમત શરૂ થાય. સહુ પોતાની બુદ્ધિના દાવપેચ લડાવતા જાય અને એક વ્યક્તિએ નોંધેલા પત્તા ઉપર પોતાનું પત્તું નાખતા જાય. આ રમતને અનુલક્ષીને આપણે ભાગ્ય શું અને પુરુષાર્થ શું ? તે જોઈએ. દરે વ્યક્તિના હાથમાં ૧૦-૧૦ પત્તા આવ્યા, તેમાં ભાગ્ય દેખાય છે. સારી રીતે પત્તાને ચીપી નાખ્યા બાદ જેના હાથમાં જે ૧૦ પાના આવ્યા, તે તેના ભાગ્યથી જ આવ્યા. એમાં તે વ્યક્તિનો કોઈ વ્યક્ત પુરુષાર્થ કામ કરતો નથી. પણ એ દસ પાના મળ્યા પછી રમતના દાવમાં બુદ્ધિ લડાવીને જે પાના ફેંકવામાં આવે છે તેમાં તો તે વ્યક્તિનો પુરુષાર્થ જ કામ કરે છે. ટૂંકમાં સુખની કે દુઃખની સામગ્રી મળવી તે ભાગ્ય પણ એ સામગ્રીનો ઉપભોગ કરવો તે પુરુષાર્થ. આંખ મળવામાં ભાગ્ય. પણ એનો સારો, નરસો ઉપભોગ કરવામાં પુરુષાર્થ. ખરાબ ઉપયોગ કરનાર કદી એમ ન કહી શકે કે, ‘‘ભાગ્યમાં આંખનો ખરાબ ઉપયોગ નિશ્ચિત લખાયો હતો માટે ખરાબ ઉપયોગ થયો ?’’ ગરમાગરમ ભજિયા કરાંજીને ખાનારને મધરાતે પેટમાં દુઃખાવો ઊપડે ત્યારે ભાગ્યને દોષ દેનારો તે પાગલ છે. એણે પોતાના રસલંપટતાના અવળા થયેલા પુરુષાર્થને જ વિચારવો જોઈએ. ભાગ્ય કે પુરુષાર્થનો વિચાર ક્યાં કરવો? બેશક, બેય બળવાન છે; ભાગ્ય પણ બળવાન છે, પુરુષાર્થ પણ બળવાન છે. એકના વિના બીજો પણ ‘એકલો’ કોઈ કાર્ય કરી શકે તેમ નથી. છતાં બેમાંથી કોઈ ઠેકાણે એક વધુ બળવાન હોય છે તો બીજો ઓછો બળવાન હોય છે. ડૉક્ટરો ઘણો પુરુષાર્થ કરે છતાં દરદી મરી જાય તો તે મરણમાં દરદીનું મરણ પામવાનું ભાગ્ય બળવાન ગણાય પરંતુ એવું મરણ લાવનાર ભાગ્ય જન્માંતરના Page #26 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર પુરુષાર્થ વિના તો સર્જાયું નથી જ માટે પુરુષાર્થ છૂપો રહીને ય ત્યાં કામ તો કરે જ જ્યાં ડૉક્ટરોના અલ્પતમ પુરુષાર્થ કાર્ય બની ગયું ત્યાં ભાગ્યની પ્રધાનતા જ માનવી રહી. હવે મૂળ વાત ઉપર આવીએ. પ્રત્યેક કાર્યમાં બેય કારણો હોવા છતાં સાંસારિક કાર્યોમાં ભાગ્યને વજન આપવું અને ધાર્મિક કાર્યોમાં પુરુષાર્થને જોર આપવું જરૂરી લાગે છે. સાંસારિક બાબતોમાં પુરુષાર્થને જોર આપવામાં આવે તો ઘણા પાપપુરુષાર્થો થઈ જાય. ધાર્મિક બાબતોમાં ભાગ્યનો (ભાગ્યના ઉદયનો) વિચાર મુખ્ય બનાવવામાં આવે તો નિષ્ક્રિયતા આવી જાય. આમ બે ય ક્ષેત્રોમાં આફત ઊતરે છે, અને અનર્થો મચે છે. આથી જ બેયના સ્થાન ઊલટાવી નાખવા જોઈએ. સંસારમાં કાંઈક પણ નિષ્ક્રિય બનવા માટે “ભાગ્યનો વિચાર વધુ કરો; ધર્મમાં વધુ સક્રિય બનવા માટે પુરુષાર્થને જ પ્રાધાન્ય આપો. પછી જોઈ લો મજા... પાપો ઘટતાં જશે ને પુણ્યબળ વૃદ્ધિ પામતું જશે. પુરુષાર્થે તો પેટ જ ભરાય; પટારા તો ભાગ્યથી ભરાય પુરુષાર્થવાદ ઉપર ઝાઝી કૂદાકૂદ કોઈ કરશો મા! જે વૈભવી જીવનના તમે સોણલાં સેવો છે એને સત્ય બનાવનાર પુરુષાર્થ છે એવા ભ્રમમાં કદી પડશો મા! નાહકની દોડધામ કરીને થાકી જશો. મનના વલોપાતમાં અટવાઈને જીવનની શાંતિ સંપૂર્ણપણે હારી જશો, કેમકે પુરુષર્થ માત્રથી તો પેટ ન ભરાય છે, વૈભવી જીવન માટે જરૂરી પટારાબંધ પૈસા તો ભાગ્યથી જ મળે છે. આ વિચાર કરીને થોડા ઠંડા પડો. મગજની ખોટી ગરમી ઓછી કરી નાખો. અને દોડધામ કરીને ધર્મથી વિમુખ બન્યા છો તો હવે થોડા પણ ધર્મસન્મુખ બનો. પેલા મુંબઈના અભણ શેઠની વાત નથી જાણતા? પોતાના નામની સહી “ચેક” ઉપર કરવી પડે એટલા માટે ઘૂંટીઘૂંટીને સહી શીખી રાખી હતી. બાકી કશુંય આવડતું ન હતું. એક વાર ‘એક’ ઉપર સહી બરોબર ન થતાં સેક્રેટરી મૂંઝાયો! પણ એવા મોટા Page #27 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર શેઠને કહેવું શી રીતે કે, “તમે સહી બરોબર કરી નથી માટે બેંકમાંથી “ચેક પાછો ફરશે ?” પણ જમાનાના ખાધેલ શેઠ એક પળમાં સેક્રેટરીનું મોં વાંચી ગયા. તરત જ શેઠે કહ્યું “સહી સામે ન જો. મારા આ કપાળ સામે જો. ચેક સહીથી સ્વીકારાતા નથી; એ તો આ કપાળથી સ્વીકારાય છે. રેતીમાં પણ નાવ ભાગ્યથી સડસડાટ ચાલી જાય છે !' સેક્રેટરી તો ઠંડોગાર બની ગયો. એ હતો પુષ્કળ ભણેલો ! છતાં પગારદાર નોકર! પેલા હતા સાવ અભણ! છતાં કરોડપતિ શેઠ! હાથ કંકણને આરસીની શી જરૂર? આંખ પતન પણ કરે ઉત્થાન પણ કરે આત્માના પતનના જેટલા કારણો છે તેટલા બધા ય ઉત્થાનના કારણો છે એવું શાસ્ત્રવચન છે. પર્વત ચડતાં જેટલા પગથિયાં થાય; એટલાં જ ઊતરતા પગથિયાં થાય. એકે ય ઓછાં નહિ, વધારે પણ નહિ. એ જ આંખ વિકારે ચડીને આત્માનું પતન કરે; શાસ્ત્ર સ્વાધ્યાય, પરમાત્મા દર્શન વગેરે દ્વારા આત્માનું ઉત્થાન પણ કરે. પતનની શક્યતાવાળી આંખોને કાંઈ ફોડી ન નખાય. એમ કરતાં તો આંખોના જે લાભો છે તે પણ ખોવાઈ જાય. પાણીની ચકલીમાંથી બહુ જોરમાં પાણીનો પ્રવાહ ધસી આવવાથી ઘણો અવાજ થતો હોય તો એ અવાજ બંધ કરવા માટે કાંઈ ચકલી બંધ કરી ન દેવાય. હા. એમ કરતાં અવાજનો ત્રાસ મટી જાય પણ તેની સાથે સાતે પાણી પણ મળતું બંધ થઈ જાય તે કેવું પ્રચંડ નુકસાન! અવાજ બંધ થાય અને પાણી મળતું રહે એવો જ ઉપાય કરવો જોઈએ અને તે માટે ટાંકી પાસેના ‘કોક'ને જ થોડો કાબૂમાં લેવો જોઈએ. આંખ વગેરેના સંભવિત પતનને ખાળવા માટે આંખો ફોડાય નહિ પણ મનના Page #28 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર કૉક” ઉપર જ નિયંત્રણ લાવવું ઘટે. એક જ કેરીનું દર્શન સંસારીની જીભમાંથી પાણી છોડે.... એનું પતન કરે; જ્યારે એ જ દર્શને યોગીની આંખમાંથી પાણી ચાલ્યું જાય. જડતત્વ પણ સમગ્ર સંસારને કેવું નચાવી મારે છે! ચૈતન્યનું કેવું અધઃપતન કરે છે એ વિકારી વિચાર બદલ...! તમને મળેલી સામગ્રીઓ પતનનું નિમિત્ત બનશે કે ઉત્થાનનું? એ વાતનો નિર્ણય તો જન્મજન્માંતરમાં જે ધર્મથી પુણ્ય બાંધીને તમે વર્તમાનમાં સુખસામગ્રી મેળવી છે એ ધર્મની પાછળ તમારા ભાવો કેવા હતા એ વાત જાણીને જ આપી શકાય. સુખ પુણ્ય અને ધર્મ ઘણી જ બાળકક્ષાના જીવો સુખ અને દુઃખના જ તત્ત્વજ્ઞાનને નજરમાં રાખતા હોય છે. જો એમને એ વાત સમજાવી દેવામાં આવે કે સત્કર્મ કરવાથી સુખી થવાય છે અને દુષ્કર્મ કરવાથી દુઃખી થવાય છે તો સુખપ્રેમી તે જીવો સત્કર્મ તરફ વળે અને દુઃખષી તે જીવો દુષ્કર્મથી પાછા હટે. પણ જે જીવો કાંઈક વિશેષ વિકાસ પામ્યા છે તેમના તત્ત્વજ્ઞાનમાં સુખને બદલે પુણ્યકર્મ અને દુઃખને બદલે પાપકર્મ ગોઠવાયેલું હોય છે. આવા જીવો પુણ્યકર્મના લોભથી સત્કર્મ કરે છે અને પાપકર્મના ભયથી દુષ્કર્મથી પાછા હઠે છે. આવી કક્ષાના જીવોને સુખદુઃખનું તત્ત્વજ્ઞાન સમજાવવું જોઈએ નહિ. જગતમાં ત્રીજા પ્રકારના - ઉચ્ચ કક્ષાના કેટલાક જીવો એવા પણ હોય છે કે જેમનાં ચિંતનમાં સુખ-દુઃખ અને પુણ્યપાપ હોતા નથી. તેઓ તો ધર્માધર્મનો જ વિચાર કરતા હોય છે. “સુખ મળે કે પુણ્ય મળે માટે ધર્મ કરવો. દુઃખ મળે કે પાપકર્મ બંધાય માટે અધર્મ ન કરવો એવું તેઓ કહેતા નથી. એ કહે છે : ધર્મ તો મારા આત્માનો સ્વભાવ છે; ધર્મ કર્યા વિના મને ચાલે તેવું નથી માટે જ હું ધર્મ કરું છું. અધર્મ એ મારા સ્વભાવથી બહિર્ભત વસ્તુ છે માટે જ હું અધર્મ આચરી શકું તેમ નથી. ચંદનની સુગંધ જેવો કે પુણ્યની સુવાસ જેવો સ્વાભાવિક ધર્મ એ જ ઉત્કૃષ્ટ કક્ષાનો ધર્મ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર આ ત્રણેય કક્ષાઓ પૂર્વની કક્ષાએ સારી છે. સાવ જંગલી-નાસ્તિક દશાના જીવ માટે સુખાદિના લોભથી ધર્મ થાય તો તે ખોટો ન કહી શકાય. બેશક, ઉપરની કક્ષાઓની દૃષ્ટિએ તે અવશ્ય વિષાનુષ્ઠાનાદિ સ્વરૂપ કહીને ત્યાજ્ય કહી શકાય. આવું જ પુણ્યાદિ લોભથી થતાં ધર્મ માટે પણ સમજી લેવું. પુરુષાર્થ : પુણ્ય : અને ધર્મ તમે મોજમાં કેમ છો? એમ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? ધર્મના પ્રભાવે (દેવગુરુની કૃપાથી) મોજમાં છું એમ કહો? હાલ પુણ્યોદય ચાલે છે માટે મોજમાં છું એમ કહો? કે મારો બુદ્ધિ લડાવવા વગેરેનો પુરુષાર્થ જબ્બર છે માટે મોજમાં છું એમ કહો ? આ ત્રણે ય ઉત્તરો સાચા તો છે જ. કેમ કે માણસ ભૌતિક જગતમાં જે સુખ પણ પામે છે તેમાં ધર્મ પણ કારણ છે, પુણ્ય પણ કારણ છે અને પુરુષાર્થ પણ કારણ છે. આમ છતાં ઉપરના ઉત્તરો આપનાર વ્યક્તિ ક્રમશ: મહાઆસ્તિક, આસ્તિક, એ નાસ્તિક છે એમ કહી શકાય. ધર્મના પ્રભાવને માનનારની મહાઆસ્તિકતા અંગે તો કોઈ શંકા થાય તેમ નથી. પુણ્યને માનનારની નજર પુણ્યજનક ધર્મ તરફ ન ગઈ માટે આસ્તિકતામાં થોડી કચાશ આવી. છતાં પુણ્યકર્મ માનનાર જો એના આધારભૂત આત્માને; જન્મજન્માંતરમાં કર્મબંધને, તેના આ જન્મના ફળ વગેરેને પણ માને છે તો તે આસ્તિક તો જરૂર કહેવાય. જ્યારે પોતાના બૌદ્ધિક, કાયિક પુરુષાર્થને જ માનનારો તો પુણ્યાદિને માનતો નથી માટે એને ઉઘાડો નાસ્તિક જ કહેવો રહ્યો. - સત્ય વિધાન પણ હઠાગ્રહથી શ્રોતાની પાત્રતાના વિચારના અભાવથી દૂષિત થાય તો અસત્ય બની જાય છે એ વાત કાય માટે બરોબર સમજી રાખવી જરૂરી છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નહિ એસો જનમ બાર-બાર નિમિત્ત વિના ઉપાદાન-શક્તિ ન પ્રગટે વસ્તુમાં જો તે શક્તિ હોય તો જ તે શક્તિ ક્યારેક પણ પ્રગટ થાય. જો એ શક્તિ જ ન હોય તો ગમે તેટલા પ્રયત્ન પણ તે શક્તિ પ્રગટે નહિ. આને સત્કાર્યવાદ કહેવાય છે. માટીમાં ઘડો બનવાની શક્તિ છે માટે જ માટીમાંથી ક્યારેક ઘડો બને છે પણ પાણીમાં ઘડો બનવાની શક્તિ જ નથી માટે ક્યારેક પણ પાણીમાંથી ઘડો બની શકે જ નહિ. પણ બીજી વાત સમજી રાખવાની જી રાખવાની જરૂર છે કે ઉપાદાનમાં શક્તિ હોય તો પણ તે સ્વયંભૂ તો ન જ હોઈ શકે. ઉપાદાનની શક્તિ આપોઆપ ન પ્રગટી જાય. એને પ્રગટ કરવા માટે તે તે અનુકૂળ નિમિત્તની જરૂર તો છે જ. આત્મામાં સચ્ચિદાનંદ સ્વરૂપ પડેલું જ છે પણ સદ્ગુરુયોગ વગેરે નિમિત્તો વિના કાંઈ તે પ્રગટી ન જાય. માટીમાં ઘડો છે જ, પણ કુંભાર, ચાક, પાણી વગરે નિમિત્તો વિના એકાએક સ્વતઃ માટી કાંઈ ઘડો બની ન જાય. દૂધમાં ઘી પડેલું જ છે પણ મેળવણ વગેરે વિના તે પ્રગટી જતું નથી. બીજમાં જ ફળ પડયું છે પણ માટી, તડકો, પાણી વગરે વિના તે પ્રગટ થઈ જતું નથી. માટે ઉપાદાનની જેટલી મહત્તા એટલી જ નિમિત્તની મહત્તા છે એ વાત ખૂબજ વ્યવહારુ સાબિત થાય છે. ગુણ પણ અવગુણઃ અવગુણ પણ ગુણ ન્યાય, નીતિ, અહિંસા, મૈત્રી વગેરે ગુણો કહેવાય છે છતાં જો કોઈ અધર્મની પુષ્ટિ ખાતર ન્યાયાદિનો ઉપયોગ થતો હોય તો એ બધા ય અવગુણ બની જાય છે. કોઈને સારી પેઠે લૂંટી લેવા માટે શરૂઆતમાં ન્યાય નીતિ દાખવવામાં આવે તેને ગુણ કેમ કહેવાય? સ્ત્રી ઉપર બળાત્કાર કરતા પુરુષને નસાડી મૂકવા માટે લાકડી ન મારવાની અહિંસાને ગુણ કેમ કહેવાય? | દગો રમવા માટેની મૈત્રીને ગુણ કેમ કહેવાય? કુલટા સ્ત્રીની બીજાને આકર્ષવા માટેની લજ્જાને ગુણ કોણ કહે ? Page #31 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૩૧ આ જ રીતે અન્યાય, અનીતિ, જૂઠ, હિંસા, અમેત્રી વગેરે અવગુણ હોવા છતાં ધર્મ ખાતર એનો આશ્રય લેવો પડે તો તે બધા ય ગુણ બની જાય છે. ન્યાય કરવા જતાં કોઈ ભયાનક કલેઆમ સર્જાતી હોય તો નછૂટકે અન્યાય પણ કરવો ઘટે. શિકારીના હાથમાં પશુ ન જાય તે માટે બીજે રસ્તે દોરવી દેવા માટે જૂઠ પણ છેવટે બોલવું પડે. ધર્મદ્રોહીઓ સાથે અમેત્રી પણ દાખવવી પડે અને ભક્તિભાવથી ઓળઘોળ બનીને મહાઅહિંસક એવું સાધુ જીવન પામી શકાતું હોય તો ભક્તિમાં થોડી હિંસા પણ કરવી પડે. જીવોને પમાડવા માટે પ્રવચન કરાય જ છે ને? તેમાં વાયુ-કાયની હિંસા ક્યાં નથી થતી? છતાં એ ધાર્મિક હિંસા હોઈને વસ્તુતઃ હિંસા નથી જ ગણાતી ને? સાધ્વીસંઘના શીલની રક્ષા કાજે આચાર્ય કાલકસૂરિજીને યુદ્ધની હિંસા પણ કરવી પડી હતી ને? કેમકે વસ્તુતઃ તે હિંસા જ ન હતી. કેટલી સૂક્ષ્મતા! જૈન દર્શન સિવાય આવું ક્યાં સાંભળવા મળે? ભાવને સ્વભાવ બનાવો રાગાદિના દુર્ભાવ જાય નહિ ત્યાં સુધી તો સાધનાના માર્ગે પગ મૂકવાની લાયકાત પણ પ્રાપ્ત થતી નથી. પરંતુ દુર્ભાવ જવા માત્રથી કાંઈ સિદ્ધિ નથી મળતી... દુર્ભાવના વિનાશ પછી સદ્ભાવની પ્રાપ્તિ પણ જરૂરી છે. ભાવ વિના ભવભ્રમણ મટે જ નહિ. દુકાળ પડયો છે સદભાવનો અને સંભાવનાઓનો. પોતાની શુદ્ધિ પામવાનો સદ્ભાવ ક્યાં જોવા મળે છે? સહુ એ શુદ્ધિ પામે એવી સંભાવના પણ ક્યાં જોવા મળે છે? હજી એક ડગ આગળ ભરીએ. ભાવમાત્રથી પણ નહિ ચાલે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો જગાડેલા એ સુંદર ભાવોને સ્વભાવશા બનાવી દેવા પડશે. જો ભાવ સારો હોય તો તે સ્વભાવ બને જ. દયાદિનો એક જ સારો ભાવ સર્વ દુર્ભાવોનો નાશ કરીને સર્વ સદ્ભાવોને ઉત્પન્ન કરીને સ્વભાવદશાને પ્રગટ કરી જ જંપશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર દંભનો એક જ અવળો ભાવ તપના સઘળા ય સભાવોને નિષ્ફળ બનાવી દઈને વિભાવદશામાં આત્માને અનંતકાળ માટે ફેંકી દેશે. દંભનો એક જ અવળો ભાવ તપના સઘળા ય સદભાવોને નિષ્ફળ બનાવી દઈને વિભાવદશામાં આત્માને અનંતકાળ માટે ફેકી દેશે. સંગમકનો આત્મા એક જ સદ્ભાવે શાલિભદ્ર બનીને મુક્તિપંથનો મહાયાત્રી બન્યો. એક જ અસદ્ભાવે લક્ષ્મણા સાધ્વીનો ભયાનક સંસાર વધારી મૂક્યો. માત્ર સદ્ભાવ સુધી નહિ પણ સ્વભાવ સુધી પહોંચો. જીવનનું સાર્થકય એમાં જ છે, પોતાનું ઠેકાણું ન હોય તો ભગવાન પણ શું કરશે? સાક્ષાત્ ભગવાન કે સાક્ષાત્ ગુરુદેવ વગેરે સઘળાય આપણા આત્માના વિકાસમાં નિમિત્તભૂત તત્ત્વો છે. જો ઉપાદાન કારણમાં જ ઠેકાણું ન હોય તો આ નિમિત્તો ય નકામા બની જાય. ના.. સાક્ષાત્ ભગવાન પણ કાંઈ ન કરી શકે. સાક્ષાત્ ભગવાનને પણ સાંભળ્યા પછી ઘણા “બિચારા' આત્માઓ બોલતા કે, “તમારે મોક્ષે જવું હોય તો જાઓ... અમારે મોક્ષમાં જાવું જ નથી.” આવા દયાપાત્ર જીવોને ભગવાન પણ ઉગારી શકતા નથી. જેટલી અસર નિમિત્તની છે તેટલી જ પરિપક્વતા ઉપાદાનની પણ હોવી જ ઘટે. કોઈ પણ એકલાથી કાર્ય થતું નથી. શ્રીરામચન્દ્રજીની જ વાત કરીએ. અરણ્યમાં ફરવા નીકળેલા લક્ષ્મણને સૂર્યાસ ખગ મળ્યું. તેનો પ્રયોગ કરવા જતાં સાધક શબૂકનું મરણ થયું. દુઃખી થઈને લક્ષ્મણ ચાલ્યા ગયા. થોડા વખત બાદ શંબૂકની માતા શૂર્પણખા આવી. પુત્રમૃત્યુથી અત્યંત ક્રોધાંધ બની ગઈ. લક્ષ્મણના પગલે પગલે કુટિરે પહોંચી. પુત્રપ્ન લક્ષ્મણને અને તેના મોટાભાઈ રામે જોયા. બેય ઉપર કામા થઈ ગઈ. ક્રોધ ભાગી ગયો. રામના દર્શનેય કામ જાગી ગયો! રે! રામના દર્શને તો કામ નાસી જાય કે જાગી જાય? બસ... અહીં જ ઉપાદાનનું જોર પ્રત્યક્ષ થાય છે કે જે ઉચ્ચતમ નિમિત્તને પણ નિષ્ફળ બનાવી દે છે. જેનો આત્મા જ બળીયો નહિ અને ભગવાન પણ તારી શકે નહિ. Page #33 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર કામ-ક્રોધની જનેતાઓ અનેક અપેક્ષાઓથી ધર્મતત્ત્વનું ચિંતન કરી શકાય. એવી જ એક અપેક્ષાથી વિચાર કરતાં એમ લાગે છે કે કામ-વિકારોની જનેતા કુતૂહલવૃત્તિ છે. “એ શું હશે?' એ કુતૂહલવૃત્તિનો વ્યાપક અને સ્થળ આકાર છે. જેમણે કામ-ભોગને સેવ્યા છે એનામાં તો સામાન્યતઃ કામભોગોની અનુભવવૃત્તિની જ આવૃત્તિઓ મનમાં ચાલતી રહે છે અને તે જ કામવિકારોને પ્રજવલિત કરી મૂકે છે. પરંતુ અમુક્ત ભોગીઓને તો સામાન્યતઃ કુતૂહલવૃત્તિથી જ પતનના શ્રીગણેશ મંડાય છે. બેશક; ભોગવૃત્તિની આવૃત્તિઓ આ કુતૂહલવૃત્તિ કરતાં ખૂબ જ વધુ ખતરનાક હોય છે પરંતુ અભુક્તભોગી સાધકોની દુનિયામાં તો કુતૂહલવૃત્તિ એટલી જ ખતરનાક છે. ભલે પછી તે અપેક્ષાએ ઓછી ઘાતકી ગણાતી હોય. આફ્રિકાના જંગલના સિંહ કરતાં ઘરનો મચ્છર વધુ ખતરનાક નથી શું? આથી જ અભક્તભોગીએ કુતૂહલવૃત્તિથી સદા બાર ગાઉ વેગળા જ રહેવું જોઈએ. ક્રોધ વિકારનો જનક છે અધિકારવાદ. જેને કોઈ પણ વસ્તુ ઉપર પોતાનો મમત્વપ્રેરિત અધિકાર દેખાયો એને એ વસ્તુના કારણે ક્રોધ ભભૂકી ઊઠતા વાર નહિ લાગે. ક્રોધને સદાનો શાંત રાખવો હોય તો ક્યાંય પોતાના અધિકારની વાત ન કરતા. ના.. દીકરા, દીકરી કે પત્ની ઉપર પણ નહિ.. અરે! દેહ ઉપર પણ નહિ. બેશક અઘરું છે આ કામ.. પરંતુ જો સિદ્ધિ મેળવી લેશો તો જીવન જીવવાની કળા હાથમાં આવીને પડી જશે. મોટા ત્યાગી; સાધુ કે સંસારી? લોકો કહે છે કે જે સાધુ થયા તેણે ખૂબ ત્યાખ્યું. ઘર, બાર, કુટુંબ, કબિલો, કંચન અને કામિની.. બધું ય... કેટલું બધું? હું કહું છું કે સાધુ કરતાં ય સંસારી માણસે ખૂબ ત્યાંગ્યું છે. સાધુ કરતાં ય વધુ ત્યાગ તો એણે જ કર્યો છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર આ જગતમાં જેટલી અત્યંત મૂલ્યવાન વસ્તુ છે તેનો સાધુ થનાર વ્યક્તિએ લેશ પણ ત્યાગ કર્યો નથી. એણે તો તુચ્છ, વિનાશી અને કલેશ ભરેલા કંચન, કામિની આદિનો ત્યાગ કર્યો છે. અત્યંત મૂલ્યવાન ગણાતી વસ્તુઓનો તો એણે જરા ય પરિત્યાગ કર્યો નથી. જ્યારે સંસારી માણસે તો કંચન, કામિની વગેરે અતિતુચ્છ ચીજોને મેળવવાના અને રક્ષવાના પ્રચંડ પુરુષાર્થના બદલામાં અતિશય મૂલ્યવાન બધી ચીજોનો ત્યાગ કરી દીધો છે! ખરા ત્યાગી તો સાધુ કે સંસારી? નમસ્કાર કરવા જેવા સાધુ કે સંસારી? તુચ્છનો ત્યાગી નમસ્કાર્ય છે કે અમૂલ્યનો ત્યાગી નમસ્કાર્ય છે? જાણો છો શું ટાગ્યું છે એ સંસારીજનોએ? આ રહ્યા તે વસ્તુઓના નામ. સદેવ અવિસ્મરણીય ભગવાન.. સર્વત્ર પ્રકાશકર ગુરુદેવ... અને ભવોભવની જનેતા.... ધર્મમાતા. ભગવાન જેવા ભગવાન, ગુરુ જેવા ગુરુ અને ધર્મ જેવા ધર્મનો જેણે ત્યાગ કરી દીધો... એ સંસારીજનો જ મહાત્યાગી કહેવાય ને? આ ત્યાગ કરવાની તાકાત તો તે ધનાદિના ત્યાગી સાધુમાં ય નથી હોં... ગુણો પણ કુ હોય તો ખરાબ ગુણ બધા ય સારા અને અવગુણ બધા ય ખરાબ એમ કદી ન કહેવાય. અમુક દ્રવ્ય સાથે; અમુક ક્ષેત્રમાં; અમુક કાળે અને અમુક ભાવ સાથેના - ગુણ પણ અવગુણ બની જાય અને અવગુણ પણ ગુણ બની જાય. કુલટા સ્ત્રીની લજ્જાને ગુણ કેમ કહેવાય? બગલાના ધ્યાનને ગુણ કેમ કહેવો? પારધિની શાંતિને ગુણ કેમ કહેવો? ધર્મ કાજેના યુદ્ધની હિંસાને અવગુણ કેમ કહેવાય ? જીવરક્ષા માટેના જૂઠને અવગુણ કેમ કહેવાય? મોક્ષાશયવાળી શાસ્ત્રીય પૂજાની સ્વરૂપ હિંસાને અવગુણ કેમ કહેવાય? પતિવ્રતાપણું જરૂર ગુણ કહેવાય. પરંતુ દુરાચારના રસ્તે પત્નીને દોરતા પતિ Page #35 -------------------------------------------------------------------------- ________________ וד નહિ ઐસો જનમ બાર-બાર ૩૫ તરફનું પત્નીનું પતિવ્રતાપણું તો ધરાર અવગુણ છે. એ જ રીતે અશાસ્ત્રીય કે અનૈતિક જીવન તરફ દોરતા ગુરુની કે વડીલની એ આજ્ઞાનું પાલન એ સર્વથા અવગુણ જ છે. એક જ બિલાડી... પોતાના બચ્ચાને મોંથી ઝાલે ત્યારે એનામાં વાત્સલ્યનો ગુણ દેખાય છે; જ્યારે ઉંદરને ઝાલે ત્યારે હિંસકતાનો અવગુણ દેખાય છે. ક્રિયા એક જ... આશય જુદા.. માટે જ એક જ ક્રિયામાં ગુણત્વનું અને અવગુણત્વનું દર્શન થાય છે. આથી જ ગુણ પણ સુ હાય તો જ સારો. અવગુણ પણ ‘કુ’ બનતો હોય ત્યારે જ ખરાબ. ગુણ સારો હોય કે ન પણ હોય. પરંતુ ‘સુ’ તો બધાય સારા... પછી તે સ્વરૂપથી ગુણ હોય કે અવગુણ. અનંત મોક્ષગામી થયા! આપણે કેમ રહી ગયા? જો આજ સુધીમાં મોક્ષપદને પાંચ દસ હજાર આત્માઓ જ હોત તો મોક્ષમાં જવાનું કામ આપણને અત્યંત વધુ કપરું લાગત. પરંતુ શાસ્ત્રકાર પરમર્ષિઓ તો ફરમાવે છે કે આજ સુધીમાં અનંતાનંત આત્માઓ મોક્ષપદને પામ્યા છે. ઠેઠ (આઠમાંથી) પંચમાં અનંતાની સંખ્યા જેટલા આત્માઓ મુક્તિપદ પામી ગયા. ‘તો આપણે કેમ રહી ગયા?' એ એક પ્રશ્ન થાય છે. શું એટલા બધા પાપી હોઈશું કે અનંતાનંત આત્માઓ જે મુક્તિપદને પામ્યા તેમાં આપણો નંબર આજ સુધી ન લાગ્યો! આ તે કેટલું મોટું દુર્ભાગ્ય! આત્માની કેટલી મોટી અપાત્રતા! એવા તે કેવા પાપસંસ્કારો જીવનમાં પ્રજ્વળી ઊઠયા હશે? ના... એવો પાપીઆરો તો આ આત્મા જણાતો નથી! તો મહાપાપીષ્ઠો પણ મુક્તિનું મંગળપદ પામ્યા એ આપણો આત્મા આ સંસારમાં જ કેમ ભમતો રહ્યો ? આ રહ્યો તેનો ઉત્તર..... આજ સુધીમાં ક્યારે પણ આપણને સંસારનું સુખ ખરાબ લાગ્યું નથી. દુઃખ ખૂચ્યું છે પણ સુખ કદી ખૂચ્યું નથી. આ શલ્યે જ આપણો નંબર લાગવા દીધો નથી. સુખના મહારસિયાઓને જ્યારે સંતસમાગમ થયો અને પશ્ચાત્તાપના આંસુની ગંગા-જમના વહી ગઈ ત્યારે તરત તેમનું કલ્યાણ થયું. ભલે Page #36 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર કદાચ તેવા મહારસના મહાપાપો આપણે ન કર્યા હોય; ભલે નાના નાના પાપો જ આપણને પજવતા હોય પરંતુ જો નાના પાપનું ય સાચું પ્રાયશ્ચિત નહિ હોય તો આપણો ઉદ્ધાર કદી શક્ય નથી. સુખરસનું પાપ નાનું છે કે મોટું એ મોટી વાત નથી. મોટી વાત તો એના પશ્ચાત્તાપની છે. જો તે નહિ થાય તો બીજા અનંત મોહ્યું જશે તો ય આપણો નંબર હજી પણ નહિ લાગે. મોક્ષની ઝંખના કેમ? એ અવિનાશીપદ છે માટે આ સંસારનો કોઈ પણ ભાવ એવો નથી કે જે પલટો ન પામતો હોય. કેટકેટલા કષ્ટ વેઠે છે સંસારીજન? પોતના ઈષ્ટને આંબવા માટે પણ પરિસ્થિતિ કેટલી બધી કરુણતાભરી છે કે એકય સિદ્ધિ સદાની બની રહેતી નથી. વર્ષોની કસરત કરીને; જે શરીર બનાવ્યું એ એક જ ફલુના તાવના ફટકામાં ઢીલું ઘેંસ બની જાય. વર્ષોની જમાવેલી પેઢી એક દીમાં દેવાળું ફૂંકી નાંખે. લાડકોડે ઉછેરીને મોટો કરેલો દીકરો એક પળમાં પરલોક ભેગો થઈ જાય. જિંદગીભર વ્યવહારો કરી કરીને કમાયેલી આબરૂ એકાદી ભૂલમાં ધૂળ ચાટતી થઈ જાય! એક જ આઘાતે પ્રોફેસર બધું ય ભૂલી જાય. એક જ જીવલેણ ફટકામાં કાળા બધાં ય વાળ એક રાતમાં ધોળા થઈ જાય! નાનકડી એક ભૂલમાં સેંકડો વર્ષોથી જામેલું ઘર, ગામ, શહેર આગથી ભડથું થઈ જાય! હાય! આ તે કેવો વિનાશે ઝડપાયેલો ભાવ કેવા અનુભવો! કેવી આ નાલેશીભરી હારની પરંપરાઓ! માટે જ મોક્ષમાં ચાલ્યા જવું જોઈએ. ત્યાં કોઈ વાતનો વિનાશ નહિ. કાળનું ત્યાં કોઈ અસ્તિત્વ જ નહિ. સિદ્ધત્વભાવના પ્રગટીકરણે જે અનંત આનંદનો કુવારો છૂટ્યો એ સદાનો બની ગયો. કદી એની સરવાણીઓ સુકાઈ જાય નહિ.. એની સેર વહેણ બદલે જ નહિ. એકવાર ભલે કષ્ટ Page #37 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૩૭ સહેવા પડે સાધુ જીવનના; ભલે ભોગના પ્રલોભનોને વેગળાય મૂકવા પડે પણ પુરુષાર્થ તો મોક્ષનો જ આરાધી લેવો જોઈ, આ તે કેવો સંસાર! જ્યાં ડૉક્ટર દરદી બની જાય! દરદી ડૉક્ટર બની જાય! શેઠ ગરીબ થઈ જાય, ગરીબ શેઠ થઈ જાય! સુખી દુઃખી થઈ જાય! દુઃખી સુખી થઈ જાય! ના... ના પલટાતા ભાવે ભવ કાં બરબાદ કરવો ? મોક્ષમાં ઈચ્છાના અભાવનું સુખ જગતનું મોટામાં મોટું દુઃખ ઈચ્છા છે. કોઈ પણ વસ્તુની ઈચ્છા જાગી એટલે મર્યા! એને પૂર્ણ કરવા કેટકેટલા યત્નો કરવા પડે? એ યત્નોમાં કેટલી હાલાકીઓ પડે! જો ઈચ્છા જ ન થાય તો ? ભૂખ વગેરે લાગતાં ખાવા વગેરેની ઈચ્છા થાય છે ત્યારે ભોજનની; ધનની; રસોડાની; ઘરની જરૂર પડે છે ને ? પછી જ કબજિયાતના, ચોરીના, ધમાચકડીના દુઃખો પેદા થાય છે ને? સ્ત્રીના ભોગની ઈચ્છા જાગે છે પછી જ સ્ત્રી ઘરે આવે છે ને ? તે પછી જ બાળ બચ્ચા, માંદગી, મરણ, કલેશ-કંકાસના દુઃખો જન્મે છે ને? પણ એ ઈચ્છા જ ન જાગી હોત તો? ચળ ઊપડે ત્યારે ખણવા માટે સળીની જરૂર પડે છે ને ? ખણવામાંય ભલે એક પ્રકારનો આનંદ ગણાતો હોય! પણ એના ઊઝરડાના, રોગવૃદ્ધિના દુઃખ કેટલા છે એ કેમ નજર બહાર રહી જાય છે? હું કહું છું કે એ કરતાં ચળ ઊપડે જ નહિ તો ? પછી પેલા દુઃખો ય નહિ. અને નિરોગિતાના આનંદનો કોઈ અંત જ નહિ. જેને ઈચ્છા જાગી એને જ દુઃખના ડુંગર અથડાયા. મોક્ષમાં મન જ નથી; ઈચ્છા જ નથી; ચળ જ નથી. માટે જ ત્યાં ખાવા-પીવા, ભોગવવા દ્વારા ખણવાની જરૂર પણ નથી. હવે એ પ્રશ્ન જ ક્યાં રહે છે કે મોક્ષમાં લિપ્ટનની ચા, કોકાકોલાની બાટલી; મર્ફી રેડિયો મળશે કે નહિ? રે! ત્યાં જોઈએ છે જ કોને? આ જગતમાં જ વસતા મુનિઓને આ બધી ચીજોની ઈચ્છા નથી તો તે કેટલા સુખી છે? એનાથી અનંતગુણ સુખ સર્વેચ્છાશૂન્ય સિદ્ધાત્માઓને હોય છે! માટે જ મોક્ષની હરપળે ઝંખના કરો. Page #38 -------------------------------------------------------------------------- ________________ _/ (૨) કર્મ અને તેનાં બંધ : અનુબંધ Page #39 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૩૯ કર્મનું ગણિત વર્તમાનકાળનાં સુખો કે દુઃખો ઉપરથી કોઈ પણ માણસ પોતાના ભાવિને પ્રકાશમય કે અંધકારમય કલ્પી શકે નહિ. સવારનો રાજા બપો૨નો ભિખારી! બપોરનો ભિખારી સાંજનો રાજા! એક પળ પછીની વાત પણ કરી શકાય તેમ નથી. કઈ પળે કયા કર્મો શું કરી બેસશે ? તે પ્રશ્નનો ઉત્તર આપણા માટે તો સદૈવ અજ્ઞાત બની રહ્યો છે. એથી જ, ‘માણસ ધારે છે કાંઈ અને બની જાય છે કાંઈ? એવી પરિસ્થિતિ ચોમેર જોવા મળે છે. હિટલર એક વખત લાકડાફાડું તરીકેની જિંદગી ગુજારતો હતો. અને એમાંથી બની ગયો હે૨-હિટલર! મોટા માંધાતાઓને પણ ગભરાવી મૂકના૨ જર્મન સરમુખત્યાર! નેપોલીઅનને અચ્છા ચિત્રકાર બનવું હતું; અને બની ગયા ફ્રાન્સના સમ્રાટ ! ગોલ્ડસ્મિથને સર્જન બનવું હતું અને બની ગયા ‘વિકાર ઓફ વેકફીલ્ડ' જેવા વિશ્વપ્રસિદ્ધ કાવ્યોના સર્જક! કર્મે વાલીયાને વાલ્મિકિ બનાવ્યા; બિલ્વમંગલને સૂરદાસ બનાવ્યો; જયતાકને કુમારપાળ બનાવ્યો. બીજી બાજુ નંદિષણને કામલત્તા વેશ્યાના પ્રેમી બનાવ્યા, અષાઢાભૂતિને પછડાટ આપી; કેટલાય ગૌતમ-ૠષિઓને પતનની અગાધ ખીણમાં પટકી નાખ્યા. કોઈ સલામત નથી. શ્રીમંત નહિ; રૂપવાન નહિ, સંત નહિ... કોઈ નહિ. જે સારી સ્થિતિ પામ્યા હો તેનો સદુપયોગ કરો લો. કાલ ઉપર કોઈ સારી વાતને જવા દેશો મા! અને બધી ખરાબ વાતોને માટે તમે કરો તો વાંધો નથી. કર્મની ગુલામી જ મહાદુ:ખ છે ત્યાં બીજાં સુખો શી વિસાતમાં? કર્મના એક પણ પરમાણુનું અસ્તિત્વ જો આત્માને એનો ગુલામ બનાવનારું બનતું હોય તો એના જેવી બીજી ત્રાસજનક કયી બાબત હોઈ શકે? Page #40 -------------------------------------------------------------------------- ________________ ४० નહિ એસો જનમ બાર-બાર ગમે ત્યારે, ગમે તે પળે મોટા રૂસ્તમનું ય અપમાન કરાવી નાખતા એ કર્મોને જરાય વાર ન લાગે. બેઠી ક્રૂરતા તો જાણે એની જ! પાંચમી કતારીઆની ફોજની તમામ કળાઓમાં એ સંપૂર્ણ રીતે પારંગત! મોટા રજવાડાના રાજવીઓને ય મોત ભેગા કરી દેતા એને જરાય વાર ન લાગે! એકાદ એવું નિમિત્ત ઊભું કરી દેતાં એને જાણે ઝાઝો શ્રમ પણ ન પડે! મોટા જામરણજીત જેવા રાજાને ય લોર્ડ વેલિંગ્ટનના દરબારમાં “સીટ-ડાઉન'ની મોટી રાડ પડાવીને અપમાનિત કરાવી દેવા એ તો એને મન છોકરાની રમત ! અપમાનીતિ થયેલા જામસાહેબને આઘાત લાગે એ આઠ દિવસમાં રામશરણ થઈ જાય એ તો બધુંય કર્મના દરબારમાં સામાન્ય ઘટના જેવું ગણાય! એક નવાબસાહેબે અંગ્રેજ રેસિડન્ટને સ્ટીમરના તૂતક ઉપર ઊભા રહીને વાત કરતાં કહ્યું કે, “આટલે સુધી આવ્યો છું તો મને મક્કા હજ કરવા લઈ જાઓ.” ઉત્તરમાં “ઉપરથી આદેશ નથી.' એમ જાણવા મળ્યું. નવાબ સાહેબને નવાબીનો રકાસ દેખાયો. “અપમાનથી જીવીને શું કરવું હતું?' એમ વિચારીને તરત દરિયામાં પડતું મૂકયું! આવી છે કર્મોની ગુલામી! તીર્થંકર પરમાત્મા જેવા ત્રિલોકગુરુની પણ જેને શરમ ન પડી એને આવા રાજા-રજવાડા તો શી વિસાતમાં હોય! કર્મના ચાર બંધ લોઢાના કટકા ઉપર સોયમાત્ર અડાડીને ઊભી રાખી શકાય; દોરીથી બાંધીને રાખી શકાય, હથોડીની મદદ લઈને એ કટકામાં જડી દેવાય અને બે ય ને ઓગાળીને એકરસ પણ કરી શકાય. કર્મોના બંધ પણ આ રીતે ચાર પ્રકારના હોય છે. કેટલાંક તો આત્માને માત્ર સહેજ અડીને જ રહે છે; કેટલાંક ચોંટે છે, કેટલાંક જામ થાય છે તો કેટલાંક કર્મો આત્મામાં એકરસ થઈ જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં તેમને અનુક્રમે સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કહેવામાં આવે છે. આ ચારમાં નિકાચિત કર્મ જ એવું છે કે જેનું સુખદુઃખનું ફળ ભોગવ્યા વિના (વિપાકોદયથી) ચાલી શકે જ નહિ. બાકીના ત્રણ પ્રકારે બંધાયેલા કર્મો તો ભોગવ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૪૧ (વિપાકોદય) વિના પણ ખતમ કરી શકાય છે, નિકાચિત કર્મો બહુ થોડા હોય છે. ઝાઝા તો અનિકાચિત જ હોય છે; કેમકે સામાન્ય રીતે સારાં કે નરસાં કાર્યો અતિ ઉત્કૃષ્ટ ભાવ સાથે થતાં હોતા નથી. ઉત્કૃષ્ટ ભાવ વિના કર્મો નિકાચિત બની શકતા નથી. અનિકાચિત કર્મોને ખતમ કરી નાખવા માટે પુરુષાર્થ જ મુખ્ય બળ છે. સપુરુષાર્થના પ્રચંડ બળથી અનિકાચિત અશુભ કર્મોને થોડી જ પળોમાં પણ ખતમ કરી શકાય છે. કરેલાં કર્મો ભોગવ્યા વિના કરોડો કહ્યું પણ ખતમ ન થાય' એ ગીતાવાક્ય માત્ર નિકાચિત કર્મોને જ લાગુ પાડવાનું છે. આ શાસ્ત્રવિચાર એ વાતને સ્પષ્ટ કરી દે છે કે જૈનશાસ્ત્રોકર્મનું સૂક્ષ્મતમ નિરૂપણ કરનારા હોવા છતાં માત્ર કર્મવાદી નથી કેમકે એમનો કર્મવાદ અંતે તો પ્રચંડ પુરુષાર્થવાદમાં પરિણમી જાય છે. ક્રિયાથી કર્મનો બંધ; ભાવથી અનુબંધ કર્મના બંધ અને અનુબંધ બે ય હોય છે. બેશક, બંધ ખરાબ છે પણ અનુબંધ તો ખતરનાક છે. અશુભકર્મોનો બંધ પડી જાય તો એના ઉદયકાળમાં દુઃખ ભોગવવાનું રહે પણ એ દુઃખ ભોગવતી વખતે ફરી અશુભ કર્મોનો બંધ કરાવનાર; પાપો કરાવનાર; અસમાધિ અપાવનાર, હાયવોય ઊભી કરનાર જે તત્ત્વ છે તે અશુભ-અનુબંધ છે, બંધ વખતે જ અનુબંધનું પણ નિર્માણ થઈ જાય છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે કાયાની પ્રવૃત્તિ ઉપર કર્મનો બંધ આધાર રાખે છે; જ્યારે આત્મિક વૃત્તિ ઉપર કર્મનો અનુબંધ આધાર રાખે છે. ધર્મની કહેવાતી ક્રિયા કરનાર આત્મા પુણ્યકર્મનો બંધ જરૂર કરે. પરંતુ જો એ ધર્મક્રિયા પાછળ સાંસારિક ભાવોનો, ઝોક જોર કરતો હોય તો અનુબંધ તો અશુભ જ પડે. એટલે જ્યારે પુણ્યકર્મનો ઉદય થતાં સુખ મળે ત્યારે જ આ અનુબંધને કારણે ચિત્તમાં એ સુખો પ્રત્યે કારમી આસક્તિઓ જાગે; જીવન પાપોથી ખરડાય અને પાપકર્મનો બંધ જોરદાર રીતે શરૂ થઈ જાય. જો કર્મના માત્ર બંધ હોત અને અનુબંધ ન હોત તો કયારનો ય ભવ્યાત્માનો મોક્ષ થઈ ગયો હોત પરંતુ “અનુબંધ' જેવું ભવપરંપરા ચાલુ રાખનારું તત્ત્વ પણ Page #42 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર અસ્તિત્વ ધરાવે છે માટે જ ભવભ્રમણનો અંત અતિદુષ્કર બની રહે છે. આથી જ ઉપદેશપદ ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ માનવજીવનનું સર્વપ્રથમ કર્તવ્ય અશુભ અનુબંધોને તોડી નાખવાનું જ ફરમાવ્યું છે. જુદાં જુદાં સ્થાને બેઠેલી ચાર માખી સાકર, મધ, લીંટ અને પથ્થર ઉપર એકેકી માખી બેઠી છે. સાકર ઉપર બેઠેલી માખી બેસે ત્યાં સુધી સાકરની મીઠાશ માણે અને ઠીક પડે ત્યારે ઊડી પણ જાય. બે ય રીતે એને મોજ. શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યું છે કે જે જીવો બંધમાં પુણ્ય અને અનુબંધમાં પણ પુણ્ય કર્મ લઈને આવ્યા હોય છે. તે સાકર ઉપર બેઠેલી માખી જેવા છે. ભોગો ભોગવી પણ શકે ને અનાસક્ત રહી, લાત મારીને સંસાર ત્યાગી પણ શકે. મધ ઉપર બેઠેલી માખી, ત્યાં બેસે અને મોજ માણે પણ ત્યાં જ ચોંટી જાય. એટલે એ મધપાન ભારે પડી જાય; બિચારી રિબાઈ રિબાઈને મરે. પાપના અનુબંધવાળા અને પુણ્યના બંધવાળા જીવો આવા જ હોય છે. જ્યારે લીંટ ઉપર બેઠેલી માખીનો તો બે ય રીતે મરો છે. ન સારું ખાઈ શકે; ના ક્યાંય ઊડીને છૂટી શકે. પાપના અનુબંધ અને પાપના બંધવાળા જીવોની આવી જ દશા હોય છે. પથ્થર ઉપર બેઠેલી માખી ભલે કોઈ રસ ન પામી શકે પણ ઊડી તો શકે જ. પાપકર્મના બંધવાળા અને પુણ્યકર્મના અનુબંધવાળા જીવો આ પ્રકારમાં સમાઈ જાય છે. ઉપરના ચાર પ્રકારના ક્રમશઃ ચાર દૃષ્ટાંત આપવા હોય તો શાલિભદ્રજી, મમ્મણશેઠ, કાલસૌરિક કસાઈ અને પુણીઆશ્રાવકના દષ્ટાંત આપી શકાય. ચારે ય શાસનપતિ પરમાત્મા મહાવીરદેવના સમકાલીન આત્માઓ. નિકાચિતબંધના પણ અનુબંધ નિકાચિત નહિ આત્માને કર્મનો ચાર રીતે બંધ થાય છે. કેટલાક કર્મો માત્ર અડી રહે છે, કેટલાક વળી બંધાય છે. કેટલાક આત્મા ઉપર જામ થઈ જાય છે તો કેટલાક સાવ Page #43 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૪૩ એકરસ થઈ જાય છે. લોખંડનો કટકો અને સોયનું દૃષ્ટાંત લઈને આ વાત ક્રમશઃ સમજવા કોશિશ કરીએ. એક લોખંડના કટકાને એક સોય માત્ર અડીને રહેલી છે, તો બીજા કટકાને એક સોય લગાડીને દોરીથી બાંધી દેવામાં આવી છે; ત્રીજા કટકામાં સોયને હથોડી મારીને જડી દેવામાં આવી છે. ચોથા કટકાને સોયની સાથે અગ્નિ ઉપર ચડાવીને, ઓગાળી દઈને બેયને એકરસ કરી દેવામાં આવેલ છે. ચારેય પ્રકારના આવા કર્મોને સ્કૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કહેવામાં આવે છે. નિકાચિત બનેલા કર્મોના બંધને તોડવાનો કોઈ ઉપાય નથી. એ કર્મો તો ઉદયમાં આવે જ અને પોતાનો સારો કે નરસો પરચો દેખાડે જ. છતાં આવા નિકાચિત કર્મોના અનુબંધ કાયમ નિકાચિત હોતા નથી. નિકાચિત કર્મના ઉદયકાળમાં એનો અનુબંધ પોતાનો પરચો ન પણ બતાવી શકે એવું ય બને. દેવાધિદેવ પરમાત્મા મહાવીરના આત્માએ શય્યાપાલકના કાનમાં સીસાનો રસ નખાવતા પાપકર્મનો નિકાચિત બંધ કર્યો; અને અનુબંધ પણ પાપનો જ પડયો. છતાં અંતિમભવમાં જ્યારે કાનમાં ખીલા ઠોકાવવાના રૂપમાં તે નકાચિત બંધનો ઉદય થયો ત્યારે તે અસહ્ય સ્થિતિમાં પરમાત્માએ પાપ કર્મનો પુનઃબંધ કર્યો નથી. આજ વાત બતાવે છે કે પાપનો અનુબંધ પૂર્વે તૂટી ગયો હતો. આપણે અશુભ-અનિકાચિત કર્મોના બંધ અને અનુબંધ તોડી નાખીએ; અને અશુભ-નિકાચિત કર્મોના અનુબંધ જો તોડી જ નાખીએ તો કેવું સુંદર! નિકાચિતબંધ! તો ય અનિકાચિત અનુબંધ જે વખતે નિકાચિત કર્મ બંધાય તે વખતે એ વાત સહજ છે કે મનના અધ્યવસાય ખૂબ જોરમાં ઉછાળા મારતા હોય. અધ્યવસાયની તીવ્રતા વિના કર્મનો બંધ નિકાચિત બની શકે જ નહિ. પરંતુ અધ્યવસાયભાવ ગમે તેટલો તીવ્ર હોય તો ય આત્માના ઝોકથી જે અનુબંધ પડે તે તો અનિકાચિત જ હોય. આ વસ્તુસ્થિતિ આપણને દેવાધિદેવ પરમાત્મા મહાવીરના જીવન-ચક્રમાં જોવા મળે છે. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસાનો ધગધગતો Page #44 -------------------------------------------------------------------------- ________________ ४४ નહિ એસો જનમ બાર-બાર રસ નખાવ્યો ત્યારે પાપકર્મનો એવો નિકાચિત બંધ કર્યો કે પચ્ચીસમા ભવમાં એક લાખ વર્ષ સુધી ઉગ્ર તપધર્મની ઘંટી ચલાવી તો ય એ કર્મના દળીઆ પિસાયા નહિ જ અને સત્તાવીસમા અંતિમ ભવમાં કાનમાં ખીલા ઠોકાવવા દ્વારા એ ઉદયમાં આવ્યા. પણ આશ્ચર્ય કેવું બન્યું કે એ ભયાનક દુઃખમાય પરમાત્માએ સમાધિ જાળવી લીધી! જે અધ્યવસાયથી આ પાપકર્મ નિકાચિત કર્યું હતું એ અધ્યવસાયની તીવ્રતા જોતાં તો એ પાપના જ તીવ્ર અનુબંધનો જનક હતો એમ નિર્વિવાદ કહી શકાય. તો પછી પાપકર્મના ઉદયકાળમાં એ પાપના અનુબંધે પાપો કેમ ન કરાવ્યા? સમાધિ ક્યાંથી આવી ગઈ? આ જ વાત બતાડે છે કે નિકાચિત બંધ હોય પણ એનો અનુબંધ નિકાચિત ન પણ હોય. એથી જ પચ્ચીસમા ભવની સાધનામાં બધ ભલે ઊભો રહ્યો પણ પાપ કરાવનારો અનુબંધ તૂટી ગયો. એટલે જ પરમાત્મા સમાધિમાં લીન બની ગયા. ચાલો; આપણે અનિકાચિત કર્મોના બંધ અને અનુબંધ-બેય તોડી નાખીએ અને નિકાચિતના અનુબંધો તોડી નાખીએ... પછી મોક્ષ જરાય દૂર નહિ હોય. બંધ અનુબંધના વિચારનો સારગ્રાહી સંકલ્પ હવેથી હું જે ધર્મ કરીશ તે હૈયાના ભારે ઉમળકા સાથે, મોક્ષ પામવા માટે જ ધર્મ કરીશ; અને જે પાપો નછૂટકે કરવા પડશે તે બધાય ખૂબ દુભાતા દિલથી જ કરીશ. ધર્મમાં મન પાછું નહિ પાડું. પાપોમાં મન લાગવા નહિ દઉં. આ છે બંધ અનુબંધના કોડીબંધ પ્રવચનોનો સારગ્રાહી સંકલ્પ. તમે આ સંકલ્પ આજે જ કરી લો. ઉમળકા સાથેનો ધર્મ બંગલા આપે; તો તેની સાથે વૈભવોને લાત મારીને નીકળી જવાની અનાસક્તિની અનુપમ તાકાત પણ આપે છે. પછી બંગલા પણ દુર્ગતિમાં લઈ જઈ શકે તેમ નથી. ખૂબ દુભાતા દિલથી કરાતાં પાપો કદાચ ઝૂંપડા દે તોય એની સાથે જ શુદ્ધિ, મૈત્રી અને ભક્તિના આજ્ઞાશુદ્ધ જીવનની બક્ષીસ પણ દે. પછી એ ઝૂંપડાય મજાના બની રહે છે. | ગમે તે મળો; બંગલા કે ઝૂંપડા; વાંધો જ નથી.. એવો પુકાર તમારા હૈયામાંથી નીકળી પડે એવી સ્થિતિનું જીવન સિદ્ધ કરી લેવું જોઈએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૪૫ અનુબંધના આ તત્ત્વજ્ઞાનમાં એ સિદ્ધિ આપવાની તાકાત છે. તમે એ તત્ત્વજ્ઞાનને સાંભળ્યું; હવે સમજો અને પછી પચાવો. પચાવી દઈને જીવનમાં ઓતપ્રોત કરી દો. અનુબંધ તોડ : જોડ : ની આરાધના કરો. ધર્મની ક્રિયા તો ખૂબ કરી, જન્મજન્માંતરોમાં! પણ પાપના અનુબંધ તોડયા નહિ અને પુણ્યના અનુબંધ જોડ્યા નહિ માટે જ સંસારનો હજી પણ અંત આવતો નથી. હા... એ ધર્મની ક્રિયાઓમાં પણ અનુબંધ તોડજોડની આરાધનાને ઉત્પન્ન કરી આપવાની અસાધારણ સહાયકતા છે પરંતુ ધર્મની ક્રિયાઓ ત્યારે જ અનુબંધ તોડજોડની આરાધનાને ઉત્પન્ન કરી આપે જ્યારે ધર્મક્રિયા કરનારના અંતરમાં એવી ઈચ્છા તીવ્રતા સાથે રમતી હોય. દાન દીધું, શીલ પાળ્યું, તપ કર્યો, સાધુવેશ પણ અનેકવાર લીધો પણ ઠેકાણું ન પડયું, કેમકે ક્યારેય પુણ્યનો અનુબંધ જોડયો નહિ-મજબૂત કર્યો નહિ; અને પાપના અનુબંધ તોડયા નહિ – નબળા પાડીને ખતમ કર્યા નહિ. હા.... ઊલટું જરૂર કર્યું. પુણ્યના નબળા અનુબંધ પણ અંતે તોડી નાખ્યા; અને પાપના અનુબંધોને ખૂબ બળવાન બનાવી દીધા. આમ કરવાથી લાભ થવાને બદલે પારાવાર નુકસાન થયું. આખો ય સંસાર અનંતકાળ માટે લમણે ઝીંકાતો જ રહ્યો. આંખ અને પેટના દુઃખનો દર્દી વૈદ્ય પાસેથી બે પડીકી લાવ્યો. બેયનો ઉપયોગ પણ કર્યો છતાં વધુ હેરાન થઈ ગયો. કેમકે સુરમાની પડીકી પેટમાં નાખી અને મરીનો પાવડર આંખે આંજયો! આપણે અનુબંધ તોડ્યા અને જોયા! પણ સાવ ઊલટા? જો અનુબંધ તૂટે નહિ તો સંસારનો કદાપિ અંત આવે નહિ બંધ નિકાચિત થઈ જાય એટલે તેનો ઉદયકાળ આવે જ અને તે ભોગવ્યે જ Page #46 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર છૂટકો થાય. પણ આવી જ સ્થિતિ જો અનુબંધની પણ હોત તો કોઈના ય સંસારનો કદાપિ અંત આવત જ નહિ. દેવાધિદેવ ભગવાન મહાવીરની જ વાત લો. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસાનો ધગધગતો રસ રેડાવ્યો તે વખતે ભાવ ભયાનક હતો, તે ક્રિયા પણ અતિ ક્રૂર હતી માટે. પાપના અનુબંધ સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. આ નિકાચિત કર્મ ઘોર તપ દ્વારા પણ ન જ તૂટયું અને અંતિમ ભવે એનો ઉદય થયો અને કાનમાં ખીલા ઠોકાઈ ગયા. એ વખતે પેલો પાપનો અનુબંધ પણ જો જીવતો રહ્યો હોત તો કારમી અસમાધિ ઉત્પન્ન કરી દેત. એમ થતાં પરમાત્મા વળી કદાચ ક્રોધાદિના આવેશમાં આવીને નિકાચિત કર્મ બાંધી દેત. વળી સંસાર લાંબો થાત. પણ એવું કશું ય ન બન્યું, કેમકે એ પાપનો અનુબંધ પૂર્વે જ તોડી પાડ્યો હતો. આ ખૂબ જ મહત્ત્વની અનુપ્રેક્ષા છે. શુભાશુભ નિકાચિત કર્મોના બંધ તો માત્ર શ્રેણિની અવસ્થામાં જ તૂટે તેવા છે પણ અનુબંધ તો એની પૂર્વે પણ તૂટી જઈને શ્રેણીની ધ્યાનસ્થ દશા પામવાની ભૂમિકા તૈયાર કરી આપે છે. જો ત્યાં અનુબંધ તૂટતા જ ન હોત તો? એ ભૂમિકા જ ન બનત તો? શ્રેણી જ કોણ માંડત? મોક્ષે જ કોણ જાત ? કોઈના ભવચક્રમાં રમત નીરખો બંધ : અનુબંધની નાગિલાના કંત ભવદેવ, મોટાભાઈ ભવદત્તની લજ્જાથી મુક્તિપંથના સંત બન્યા. કશી ય લેવાદેવા ન હતી; સાધુજીવન સાથે. બાર બાર વર્ષ સુધી જાપ જપ્યા જ કર્યો; નાગિલાના નામનો. મનસા, વાચા, કર્મણા નાગિલાનું અનુસંધાન થતું જ રહ્યું. નિકાચિત ચારિત્રમોહનીય કર્મ બાંધ્યું. મનના તીવ્રતમ વિકારભાવોએ અનુબંધ પણ પાપનો જ બાંધ્યો. ૧૨ વર્ષના અંતે નાગિલાએ એમના જીવનની અવળી ગતિને સજ્જડ લપડાક 2 / Page #47 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર આપી. એ આર્યનારીએ એમને સાધુતાની દેન કરી. જીવનનું ચક્ર સવળી ગતિએ પ્રચંડ વેગથી ઘૂમવા લાગ્યું. - પાપકર્મ તો નિકાચિત બનાવ્યું હતું એટલે હવે એમાં તો લેશ પણ ફેરફાર થાય તેમ ન હતો પણ પેલો અનુબંધ એમણે તોડી નાખ્યો; જીવન પૂર્ણ થયું. બીજા જીવનમાં સાધુ થવાની ભાવના જાગી. આગ બનીને અંતરમાં પ્રજવળી ઊઠી. પેલો અશુભ અનુબંધ મરી પરવારેલો માટે હવે બીજી અશુભ ભાવનાઓનો તો પ્રવેશ મળે તેમ ન હતું. પણ અફસોસ! પેલા ચારિત્ર્ય મોહનીયના નિકાચિત કર્મે એમને સંયમપંથે ન જવા દીધા! માતાપિતાને આડા ઊભા રાખી દીધા! ઘોર તપ તપ્યા. તો ય એ કર્મ ન જ તૂટયું. એ જીવન એ જ સ્થિતિમાં પૂર્ણ થયું. પાણી વિના તરફડિયા મારતી માછલી જાણે મૃત્યુ પામી. પણ હવે માર્ગ ચોખ્ખો થઈ ગયો. અનુબંધો તો તૂટી જ ગયા હતા. હવે સાધુજીવનનો અંતરાય ભોગવીને બંધ પણ તોડી નાખ્યો. ત્રીજો ભવ આવી ગયો. જંબૂકુમાર બન્યા. લગ્ન થયું. રાત પડી. વિરાગની વાતો ચાલી. સવાર પડ્યું. પ૨૭ આત્માઓએ એકીસાથે દીક્ષા લીધી. સહુએ સાધુજીવનને પાર ઉતાર્યું. મુક્તિના પરમધામના બારણે જંબૂકુમારે ટકોરા માર્યા. કેવી કમાલ છે – બંધ : અનુબંધનું તત્ત્વજ્ઞાન! પાપનો અનુબંધ તોડો.... પછી ભલેને કેન્સરની ગાંઠ નીકળે? જો નિકાચિત કર્મો બાંધ્યા પછી તેના અનુબંધો તો તૂટી જ શકે છે તો શા માટે એ અનુબંધ તોડી ન નાખવા? - પાપકર્મ નિકાચિત બન્યું હોય તો ઉદયમાં આવીને દુઃખ આપ્યા વિના એ રહેશે જ નહિ પણ એ દુઃખને જેન કદી રડે ખરો? જૈનની ચિંતા તો એટલી જ હોય કે દુઃખમાં હાયવોયની અસમાધિ ન થઈ જવી જોઈએ. દીનતા ન આવવી જોઈએ. આ સ્થિતિ પેદા કરવા માટે દીનતા પેદા કરનારા પાપના અનુબંધો તોડી નાખવા જોઈએ. સુખની સારી સ્થિતિમાં જ એ અનુબંધો તોડી શકાય. કેવો ગજબનાક ઉપકાર કર્યો છે શાસનપતિ તીર્થંકર પરમાત્માઓએ; શુભાશુભ અનુબંધો તોડવાજોડવાની રીત બતાવી દઈને ! Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નહિ એસો જનમ બાર-બાર જો એ તરકીબ ન બતાવી હોત તો? આપણે ક્યાંથી અનુબંધ તોડજોડનું એ તત્ત્વજ્ઞાન શોધી શકવાના હતા? અશુભના અનુબંધ તોડો.. પછી ભલેને કેન્સરની ગાંઠ નીકળતી. એ ય પછી તો જીવનના પાપોનાં પ્રાયશ્ચિત કરવાની ધન્યતા બક્ષશે. ભલેને એકનો એક લાડકવાયો દીકરો દગાબાજ નીકળતો! એકત્વ અને અશરણ ભાવનાથી ભાવિત થવાનું સદ્ભાગ્ય એ જ દુર્ભાગ્યમાંથી પ્રાપ્ત થશે. ભલેને પહેરેલે કપડે ઘરમાંથી નીકળી જવું પડે! એમાંથી જ સાધુજીવનના ઉબરે કદાચ પગ મૂકી દેવાશે. દુઃખ કે સુખ બધું ય સમાન બની જાય એવી સ્થિતપ્રજ્ઞતા તમારે પામવી હોય તો અશુભ અનુબંધો તોડી નાખો. પછી બધી બાદબાકી થતાં શેષમાં રહી જશે અપાર આનંદ; સમાધિનો. અનુબંધ ન હોત તો સંસાર ન હોત કર્મના બંધ થવા માત્રથી કાંઈ સંસાર ચાલતો નથી; એ આગળ વધી શકતો નથી. પાપકર્મ બાંધ્યું; ઉદયમાં આવ્યું; દુઃખ પડયું... ભોગવાઈને ખરી ગયું. પુણ્યકર્મ બાંધ્યું; ઉદયમાં આવ્યું; સુખની સામગ્રી મળી... એને ભોગવતાં એ કર્મ ખરી ગયું. આમ આત્મા ઉપરથી-બંધાયા બધાય કર્મો ખરી પડતાં હોય છે. કર્મો ખરી પડે એટલે જ મોક્ષ થાય. પણ તો કેમ આપણો મોક્ષ ન થયો? સુખ દુઃખ તો ખૂબ ભોગવ્યાં; એ ભોગવતી વખતે પૂર્વે બાંધેલાં કર્મો ખરી પણ ગયાં; છતાં મોક્ષ કેમ ન થયો? એનું કારણ અનુબંધ છે. કર્મો બાંધતી વખતે મનમાં જે સંસ્કાર પડી જાય છે તે ઉદયકાળે જાગ્રત થાય છે અને મનને ફરી નવો કર્મબંધ કરવાની પ્રેરણા કરતા રહે છે. આથી જૂનાં કર્મો ખરવાની સાથે નવા કર્મો બંધાઈ પણ જાય છે. જ્યાં સુધી અનુબંધોને તોડી નાંખવામાં આવે નહીં ત્યાં સુધી આ કર્મબંધની પરંપરા ચાલુ જ રહે છે. આથી જ આપણા સંસારનો હજી અંત આવ્યો નથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૪૯ હવે જાગીએ. અનુબંધો તોડી નાખીએ. અંતભવોના અનંત પરિભ્રમણમાં કોણ જાણે કેટકેટલા પાપાનુબંધો તૈયાર કર્યા હશે? છતાં હતાશ થવાની જરૂર નથી. ઝે૨નાં તળાવો કરતાં કરતાં અમૃતનું એક પણ ટીપું સદેવ બળવાન છે. આપણને જિનશાસન મળ્યું છે, હતાશ થવું જ શા માટે? સંસારની પરંપરા ચલાવનારા અનુબંધો શુભ કે અશુભકર્મનો બંધ પડે એ કોઈ બહુ મહત્ત્વની બાબત નથી, કેમકે એ કર્મબંધ તો ઉદયમાં આવીને, શુભાશુભ ફળ દેખાડી દઈને આત્મા ઉપરથી વિદાય પામી જાય છે. જો કર્મની રમત આટલામાં જ પૂરી થઈ જતી હોત તો આપણા મોક્ષપદને ઝાઝું છેટું રહ્યું ન હોત પણ વસ્તુસ્થિતિ તેવી નથી તેમાં કારણ અનુબંધ છે. કર્મનો બંધ થતાં જે ‘ભાવ’ હોય છે તે ભાવ જ અનુબંધની પરંપરા ચલાવે છે. કર્મોના ઉદયકાળ વખતે શુભાશુભ ભાવો ઉત્પન્ન કરાવી દઈને નવા કર્મોના બંધ તૈયાર કરી દેવાનું કાર્ય એ અનુબંધનું છે. દા.ત. કોઈને દુઃખ દેતાં એક એવું કર્મ બંધાયું કે જેના ઉદયકાળમાં કેન્સરની જીવલેણ ગાંઠ ગળે નીકળી. દસ વર્ષ સુધી ભયંકર બીમારી ભોગવી આટલું દુઃખ ભોગવતા પેલું કર્મ તો ખતમ થઈ ગયું પણ આ કાળઝાળ દુ:ખમાં ભયાનક અસમાધિ થઈ; હાયવોય અને ચીસાચીસ કરી; ભગવાનનું નામ લેવાની પણ તૈયાર ન રહી.... એ બધી સ્થિતિએ નવા ચીકણા કર્મોના ફરી બધ પાડી દીધા. આમ નવો સંસાર ઊભો થઈ ગયો. આવી સંસારની પરંપરા ચલાવનારા આત્માના ભાવો ઉપર નભતા શુભાશુભ અનુબંધો છે. આથી જ બંધ કરતાં અનુબંધ વધુ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું તત્વ છે. સારો અનુબંધ એક વાર પડે તો કદાચ વારંવાર સારા જ પડયા કરે. આવું જ ખરાબ અનુબંધમાં સમજી લેવું. પાપાનુબંધી પુણ્ય મોક્ષ પામવાના વિશુદ્ધ આશય વિના કરાતા ધર્મો પુણ્ય તો ઉત્પન્ન કરી આપે. પરંતુ એ પુણ્યના ઉદયકાળમાં ભયાનક પાપો ક૨વાની બુદ્ધિ અવશ્ય જાગવાથી એ પુણ્યને પાપાનુબંધી કહેવાય છે. પુણ્યના ઉદયકાળમાં જેને જેને પાપવૃત્તિઓ જો૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર પકડતી દેખાય તેણે સમજી લેવું રહ્યું કે પૂર્વે જે ધર્મ કર્યો હતો તેમાં આશયશુદ્ધિ રહી ન હતી. ધર્મ કાં તો મોક્ષ પામવાના આશયવાળો હોય અથવા તો નિઃસ્વાર્થભાવનોપરાર્થપ્રેરિત-હોય. આને જ શુદ્ધધર્મ કહેવાય. આવા ધર્મજનિત પુણ્યના ઉદયકાળમાં સુખોને લાત મારવાની પ્રચંડ તાકાતનો જન્મ થાય છે. વર્તમાન જગતના ઘણાખરા પુણ્યવાનોની માનસિક દશા જોતાં એમ અનુમાન કરી શકાય કે આ પુણ્ય પાપાનુબંધી હોવા જોઈએ. - પાપ કરાવતા પુણ્યના ઉદય કરતા તો ધર્મ કરાવતા પાપ કર્મના ઉદય સારા. ભલે ત્યાં ઝૂંપડા મળે, ગરીબી મળે, જગતના લોકોની નફરત પણ મળે. પરંતુ એ તો બધી નાચીઝ બાબતો છે. આ બધાયની સાથે જો પરમાત્માનું નામસ્મરણ મળતું હોય, દયાર્દ હૈયું મળતું હોય, પવિત્ર જીવન મળતું હોય તો એના જેવી મોટી મૂડી કઈ છે? આના જેવું બીજું જમાપાસું કયું છે? પાપાનુબંધી પુણ્યના ઉદયો તો વૈભવી જીવનોના સિંહાસને બેસાડે અને પછી અનેક પાપો કરાવીને અસંખ્ય કે અનંતકાળ માટે દુઃખની અગનખાઈઓમાં ઝીંકી પેલા ગુરુ-ચેલાની વાત યાદ આવે છે. નાનકડા ઊગી ગયેલા છોડના મૂળિયા સાથે પગ લાગતાં ગુરુજીને લોહી નીકળ્યું. ચેલો તો ઊકળી પડ્યો અને એ મૂળને ઉખેડી નાંખવા તૈયાર થયો. પણ ગુરુએ અટકાવીને કહ્યું, “જાય તારા હાથમાં ન લે.” કુદરત જ એનો ન્યાય દેશે. તુ કોણ ન્યાય દેનારો?” એ છોડ વધતો ચાલ્યો. શિષ્યની સમસ્યા વધતી ચાલી. પણ એક દિવસ ભયંકર નદીપૂર આવ્યું. પેલો છોડ જડમૂળથી ઉખડી ગયો. ગુરુ-ચેલો એક દી ત્યાંથી પસાર થયા. છોડ ન દેખાતા ગુરુએ ચેલાને કહ્યું, “જો કુદરતે એને જડમૂળથી ઉખેડીને ન્યાય કર્યો.... તું આવો ન્યાય કરી શકત ખરો?” ચેલો ગુરુજીના ચરણોમાં નમી પડયો. તેણે માફી માગી. જંબૂ કુમારના ત્રણ ભવોમાં બંધ અને અનુબંધ કર્મો બંધ સર્જે છે અને સંસ્કારો અનુબંધ જન્માવે છે. સામાન્યતઃ નિકાચિત કર્મબંધ ભોગવ્યા વિના તૂટતા નથી. જ્યારે નિકાચિત કર્મબંધનાય અનુબંધ તોડી નાખવાનું શક્ય છે. જો એ ય અશક્ય હોત તો કોઈ પણ આત્માનો મોક્ષ થાત જ Page #51 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર નહિ. કેમકે સંસ્કારો જાગ્રત થાય અને ફરી કર્મના બંધ થાય; એ વખતે પડેલા સંસ્કારો વળી જાગ્રત થાય અને વળી કર્મબંધ થાય.... આમ ભવપરંપરા ચાલ્યા જ કરે. જંબૂકુમારના પૂર્વ ભવોમાં આ સિદ્ધાંતનો સાક્ષાત્કાર કરીએ. ભવદત્ત મોટાભાઈની શરમથી જ ભવદેવે પત્નીનો સજેલો અધૂરો શણગાર પડતો મૂકીને દીક્ષા લીધી. નાગિલાના જપ સાથે કેટલાય સમય વ્યતીત કર્યો. આથી તીવ્ર ચારિત્ર મોહનીય કર્મનો બંધ પડી ગયો અને મોહના સંસ્કારો ખૂબ જામ થઈ ગયા. પણ એ ઘટનાનો અંત સુંદર આવ્યો. શરમથી લીધેલી દીક્ષા પણ કામ કરી ગઈ. બાર વર્ષ બાદ નાગિલાનો પ્રેમ મેળવવા મુનિવર ઘર પ્રતિ દોડ્યા પણ મહાશ્રાવિકા નાગીલાએ એમને બોધ આપીને પાછા વાળ્યા. હવે મુનિવર સાચા સંત બન્યા. સંતના એ સાચા જીવનમાં એમણે મોહના સંસ્કારના અનુબંધો તો તોડી નાખ્યા. પણ ચારિત્ર-મોહનીય કર્મનો બંધ અચલ રહ્યો. વળતા ભવમાં જ એણે પોતાનો પરચો દેખાડી દીધો. ભવદત્તનો આત્મા હવે શ્રેષ્ઠીપુત્ર બન્યો હતો. દીક્ષાના તીવ્ર પરિણામ જાગ્યા. પણ માતાપિતાએ રજા ન આપી. બાર વર્ષ લગી છઠ્ઠને પારણે આયંબિલ કર્યા અને મરણને ભેટ્યા. ચારિત્ર ન મળ્યું તે ન જ મળ્યું. ભલે... પણ આ ઘોર તપથી પેલો નિકાચિત કર્મબંધ પણ તૂટી ગયો એટલે જ જંબૂકુમાર તરીકેના ત્રીજા ભવમાં વિશ્વની અજાયબી સમું જીવન જીવી ગયા. લગ્ન કરીને પહેલી જ રાતે આઠેય રૂપરમણીઓને વિરાગી બનાવી. ૫૦૦ ચોરોને ય વિરક્ત કર્યા. વળતે દિવસે અબજોપતિનો એ લાલ પ૨૭ આત્માઓની સાથે સંયમના કઠોર પંથે ચાલી નીકળ્યો. અનુબંધ એટલે ઝોકઃ તાસીર : પરિણતી દહીં ગમે તેટલું પુષ્ટિકર ગણાતું તો પણ જેના શરીરની તાસીર જ શરદીની છે તેના માટે તો તે દહીં જ વિષ બની જાય છે. પીળો રંગ ગમે તેટલો ચળકાટ મારતો હોય પણ જેને એ રંગની જ “એલર્જી' છે તેનાં માટે તો ત્રાસરૂપ જ છે. સારામાં સારી વસ્તુ પણ તાસીર વિરોધના કારણે નકામી બની જાય. આમ ખરાબ વસ્તુ પણ તાસીરના કારણે દોષરહિત બની જાય. Page #52 -------------------------------------------------------------------------- ________________ וד નહિ ઐસો જનમ બાર-બાર પહેલવાનને તો મહામાસની હિમવર્ષા ઝીલતી સરિતાના નીર પણ કાંઈ જ ન કરી શકે. આત્માની પરિણતીનું પણ એક સુબદ્ધ ધોરણ હોય છે. ભૂતકાળના એણે કરેલા ગણિતો ઉપ૨થી જ એની પણ કોઈ પરિણતી બંધાયેલી હોય છે. જો એમાં સંસારસુખનો રાગભાગ જ સુબદ્ધ બનેલો હોય તો એ ગમે તેટલા સારા દાનાદિધર્મો કરે તોય એનો ઝોક તો એ સુખરાગને પુષ્ટ કરવામાં જ પરિણમશે. ૫૨ અને જો એ આત્મા સાચે જ કોઈ મહાનુભાવતાનું વલણ પામ્યો હોય તો એના જીવનમાં નછૂટકે કરવા પડતાં પાપો પણ એના ઉપર કોઈ કાલિમા લગાડી શકતા નથી. ઉદ્ઘાટનિયા પ્રધાનોના ઉદ્ઘાટન વેળાના ફોટા તમે જોયા તો હશે જ. એ લોકો જ્યારે ચાંપ દબાવે છે ત્યારે ચાંપ તરફ તેમની નજર હોતી નથી પણ દુનિયા તરફ હોય છે. ‘સૌ એમનું મોં જુએ' એ માટે તેઓ ઉત્સુક હોય છે. મિથ્યાદ્દષ્ટિ આત્માઓના ધર્મો આવા હોય છે. ખરું મહત્ત્વ ધર્મ કે અધર્મની ક્રિયાનું નથી; મહત્ત્વ તો એ વખતની આત્માની તાસીર, તેના વલણ કે ઝોકનું જ છે. બંધથી સુખી; અનુબંધે સારો : શાંત જગતના જીવોના ત્રણ પ્રકાર પડે. સુખી કે દુ:ખી; સારા કે ખરાબ; એ શાંત કે અશાંત. કર્મના તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આ પ્રકારોના કારણો તપાસીએ. કર્મનો જેમ બંધ હોય છે તેમ કર્મનો અનુબંધ પણ હોય છે. મન, વચન કે કાયાના યોગથી કર્મનો બંધ તૈયાર થાય છે; જ્યારે એ યોગ વખતના આત્મગત સંસ્કાર (વલણ, ઝોક)થી કર્મનો અનુબંધ નક્કી થાય છે. બાંધેલું કર્મ ઉદયમાં આવે છે. તે વખતે અનુબંધ નવા કર્મબંધન માટેના યોગોનું જનન કરવા માટેના સંસ્કારોને ઉત્તેજિત કરે છે. આમાં બંધથી આત્મા સુખી બને યા દુઃખી બને છે; જ્યારે અનુબંધથી સારો Page #53 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૫૩ ખરાબ કે શાંત-અશાંત બને છે. સુખદુઃખમાં સારા બનવું કે ખરાબ? એ પ્રશ્નનો ઉત્તર અનુબંધના ખાતાનો છે. જે સારો છે તે અવશ્ય શાંત છે; જે ખરાબ છે તે અવશ્ય અશાંત છે. સુખમાં ય સારાપણું અને શાંતિ સંભવે; દુઃખમાય તે બેયનું જોડલું સંભવે. એમ સુખમાંય ખરાબપણું ને અશાંતિ સંભવે અને દુઃખમાંય તે બેનું સહચારી યુગલ સંભવે. જૈન તત્ત્વજ્ઞાન સુખ, દુઃખની ચિંતા કરવા કરતાં સારા-ખરાબપણાની ચિંતા કરવાનું કહે છે. શાંતિ-અશાંતિ તો આપોઆપ એની પાછળ આવનારા જીવન-તત્ત્વો છે. આટલું સમજાશે તો ધર્મનો મર્મ સમજાશે. તો બધા સિદ્ધપરમાત્મા ફરી સંસારમાં આવી જાય પુણ્યના કે પાપના કાર્યમાં સ્વેચ્છાપૂર્વક કોઈ વ્યક્તિ નિમિત્ત બને તો તેને પુણ્ય કે પાપકર્મનો બંધ જરૂર થાય પણ જો તે વ્યક્તિની તેવી કોઈ ઈચ્છા જ ન હોય તો તે કાર્યમાં નિમિત્ત બની જવા માત્રથી તેને તેવો કર્મબંધ ન જ થાય. મરતા માણસ પાછળ જે પુણ્યદાન થાય છે તેમાં મૃત્યુ પામેલાની પૂર્વે સંમતિ હોય તો જ તેને પુણ્ય મળે. અન્યથા તેના નિમિત્તને પામીને કરાયેલા પુણ્યદાનથી તે વ્યક્તિને કશો લાભ ન થાય. જો આ રીતે ઈચ્છા વિના પણ કર્મબંધ થઈ જતો હોત તો સંગમના અનંત સંસારમાં ભગવાન મહાવીર નિમિત્ત બન્યા તો હતા જ ને ? ભગવાન ન હોત તો સંગમ એવા ઘોર ઉપસર્ગો એમના નિમિત્તે તો ન જ કરત ને ? આમ છતાં પ્રભુએ એમાં નિમિત્ત બનીને પાપકર્મનો બંધ કર્યો નથી. એનું કારણ એ જ છે કે પ્રભુ એવું ઈચ્છતા જ ન હતા કે, “સંગમ આવું પાપ કરીને અનંત સંસારી બને.’’ વળી જો આ જ વસ્તુસ્થિતિ હોય તો તો કોઈ આત્મા સર્વ સિદ્ધોને ગાળો દેવા લાગે તો બધા ય સિદ્ધ પરમાત્મા સંસારમાં આવી જાય. કેમકે પેલાને ગાળો દેવડાવવામાં સિદ્ધભગવંતોએ જ નિમિત્ત બનીને પાપકર્મ બાંધ્યુંને ? પણ આ વસ્તુસ્તિતિ નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નહિ એસો જનમ બાર-બાર સારા નહિ, એવા સુખી માણસની કિંમત બદામ જેટલી “ધર્મથી જ સુખ મળે;” ધર્મથી સુખ જ મળે.” આ બેય શાસ્ત્રવચન. આપણે સહુ એને શિર ઝુકાવીએ. જેટલા વર્તમાનકાળે સુખી માણસો દેખાય છે તે બધાય માજીધર્મી કહેવા જ જોઈએ. છતાં એક વાત ચોક્કસ છે કે ધર્મથી જે પુણ્યકર્મ બંધાયું; અને એના ઉદયમાં જે આત્મા સુખી થયો એના વખાણ તો ત્યારે જ થાય જો તે સારો' પણ હોય. આત્માને સુખી દુઃખી બનાવનાર પુણ્યપાપ કર્મનો બંધ છે જ્યારે એને સારો કે ખરાબ બનાવનાર તો આત્મિક અનુબંધ છે. આ અનુબંધ જો સારો હોય તો જ સુખી માણસ સારો પણ બની શકે અને તો જ તેવા સુખી માણસના વખાણ પણ થાય. કાયિક ધર્મમાત્રથી સુખ મળી જાય તેથી કાંઈ તે સુખીના વખાણ ન થાય. સુખી આત્મા સારો હોવો જ ઘટે. એ જેટલો સારો બની રહે એટલો જગતના જીવોને, ધર્મના સ્થાનોને, ધાર્મિક જનોને સહુને વિપુલ લાભ થાય. ઊલટપણે એ ખરાબ બને તો સર્વત્ર ખરાબી ફેલાવે, અનેકોને બગાડે; ધર્મના સ્થાનોમાં પેસી જઈને ધર્મનો ધ્વંસ કરે, સુખી માત્રથી કોઈ અંજાશો મા! ખૂબ જ ચેતતા રહેજો સુખીઓથી; કેમકે એમાં “સારા” તો કોક જ હોય છે. કુસંસ્કારોના અનુબંધોને દીવાસળી ચાંપવા માટે જ માનવજીવન ઉપદેશપદ નામના ગ્રંથમાં આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે મનુષ્ય જીવનને સાર્થક બનાવવા માટે સૌથી પ્રથમ જો કોઈ કર્તવ્ય હોય તો જન્માંતરોના કુસંસ્કારોના અનુબંધોને ખતમ કરી નાખવાનું કર્મોના બંધ તો ઉદયકાળ તૂટી જ પડે છે પરંતુ સંસ્કારોને તોડી પાડવાનું લક્ષ્ય જ ન હોય તો એ વધુ જામ થતા જાય છે. જન્માંતરોના સંસ્કારોની અસરો શું હોય છે એ પ્રશ્ન ઉપર તો હવે અનાત્મવાદી Page #55 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૫૫ જગતના માનવો પણ ઊંડું ચિંતન કરતા થઈ ગયા છે. એના પરિણામે તેઓ આત્મવાદી બની રહ્યા છે. ‘પાવર વિધિન’ નામના પુસ્તકમાં તેના લેખક એલેક્ઝાંડર કેનને લીફટ, પાણી વગેરેના દૃષ્ટાંતો આપીને આ વાત સમજાવી છે. (વિજ્ઞાન એ ધર્મ નામના મારા પુસ્તકમાં આ વાત વિસ્તારથી આપી છે.) એની સાથે એમણે કાચના પ્યાલાનો પ્રયોગ આપ્યો છે કે કાચના એક પ્લાલામાં પોણા પ્યાલા જેટલું પાણી નાખો. તેમાં હાથરૂમાલનો પોણો ભાગ સરકાવી દો અને બાકીનો રૂમાલ પ્યાલાની ધાર ઉપર રહેવા દો. હવે આ સૂકા રૂમાલ ઉપર સાકરનો એક ટુકડો મૂકો. શું તે ઓગળશે ? નહિ જ ને ? ભલે. હવે તે જ સૂકા રૂમાલને અને તે સાકરને પણ પાણીમાં ઉતારી નાખો. થોડી જ વારમાં સાકર પણ ઓગળી જશે. અને એની મીઠાશ એ રૂમાલના પ્રત્યેક તંતુમાં વ્યાપીને એક૨સ થઈ જશે. આ પ્રયોગ આપીને લેખક કહે છે કે આપણા જાગ્રત મનમાં જે વિચારો ચાલે છે તે સૂકા સાકરના ટુકડા જેવા છે પરંતુ એ વિચારોના જે સંસ્કારો આત્મામાં વ્યાપી જાય છે તે એ જ સાકરનો પાણી અને રૂમાલમાં થઈ ગયેલો એકરસ ભાવ છે. પંચસૂત્ર ગ્રંથમાં પણ કુસંસ્કારોના બળને તોડી પાડવાની અને સુસંસ્કારોના બળને વધુ મજબૂત કરવાની જોરદાર પ્રેરણા કરવામાં આવી છે. જીવનમાં જેટલી જરૂર ધર્મક્રિયાની છે તેટલી જ, બલકે તેથી પણ વધુ જરૂર આ સંસ્કાર તોડજોડની સાધનાની છે એ વાત હૈયામાં ખૂબ ઠસાવવી પડશે. મનનાં મેલ, બેવડો માર દે મનનો મેલો માણસ ધર્મ કરીને પુણ્ય ભલે મેળવી જાય પણ એ પુણ્યજનિત વૈભવમાં એને મજા તો ન જ હોય. સુખની સામગ્રીનો બહિરંગ ‘મેક-અપ’ એક જુદી વસ્તુ છે અને ‘મજા’ એક જુદી જ વસ્તુ છે. વળી આવા માણસો ભારે મેલાશ સાથે પાપો કરતા હોય એટલે એના આગઝાળ દુઃખોની સજામાંથી એમને ક્યારેય મુક્તિ ન મળે. આમ બેવડો માર ખાય. મજાનું નામ નહિ; સજામાં ફેરફાર નહિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૬ નહિ ઐસો જનમ બાર-બાર હવે મનના ચોખ્ખા માણસની વાત કરીએ. એને બેવડો લાભ મળે. જે કાંઈ ધર્મ કરે એનું બાહ્ય સુખ ‘મજા’ (શાંતિ) સાથે મળે. અને દિલના દૂઝતા જખમો સાથે જે પાપો નછૂટકે કરવા પડે એની સજાઓમાંથી સાવ મુક્તિ મળી જાય અથવા તો સજા માલ-વિનાની સાદી-બની જાય. અનુબંધના તત્ત્વજ્ઞાન ઉપ૨ જે આત્માઓ વધુ ચિંતન ક૨શે એમને આ વાત સારી રીતે સમજાતી જશે. એથી જ મન ઉપર બહુ સારી પક્કડ આવી જશે. મોક્ષભાવ પામવા સિવાયનો કોઈ પણ ધર્મ એમના જીવનમાં શોધ્યો નહિ જડે. બળતાં હૈયા વિનાનું કોઈ પણ પાપ ક્યાંય જન્મ નહિ પામે. સત્વર દેશવટો દેજો; મનના મેલાંઓને. મનની તરંગી કલ્પનાએ ઘણાના જીવનનું નિકંદન કાઢી નાખ્યું સાધુજીવનમાં બાહ્ય તપ, ત્યાગ વગેરે બધુંય થઈ શકે, કેમકે એ બધું ય સરળ છે.હા માસક્ષમણને પારણે માસક્ષમણ પણ સહેલું છે. પરંતુ મનઘડંત તુક્કાઓનો સંપૂર્ણ નાશ ખૂબ જ કઠિન સાધના છે. અનાદિકાલીન તુચ્છ સંસ્કારોની પરવશતા સહજમાં આવી જતી હોય છે. એવા સમયમાં મન શાસ્ત્રને અને ગુરુને ત્યાગીને ગમે તેમ દોડધામ મચાવી મૂકે છે. આવી સ્થિતિમાં તો અનેક પાપવિચારોના એ પાપી જીવનના યોગ થઈ જતા હોય છે. વિદ્વાનોને, વક્તાઓને અને પુણ્યવંતાઓને આ કલ્પનાવાદ ખૂબ વધુ પજવતો હોય છે. આ જ કારણે દરેકના માથે સદ્ગુરુની જરૂર અનિવાર્ય બની જાય છે. સદ્ગુરુની ભક્તિ એક જ એવુ તત્વ છે કે જે કલ્પનાવાદને જન્મવા જ દેતું નથી અથવા તો આગળ વધવા દેતું નથી. જે ધર્માત્માના માથે કોઈ એક નિશ્ચિત સદ્ગુરુ નથી; જેણે બધો ધર્મ સ્વીકાર્યો પણ માથે નિશ્ચિત-એક-સદ્ગુરુ ન સ્વીકાર્યા તેના બધા ય ધર્મો એની જ મનઘડંત કલ્પનાઓના પાપે રસાતાળ થઈ ગયા. બધા વિના ચાલે; સદગુરુ વિના એક પળ પણ ન ચાલે. Page #57 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર જેણે પોતાના માથે સદ્ગુરુને સ્વીકાર્યા નથી એને કોઈના ગુરુ બનવાનો અધિકાર નથી. બધાને ગુરુ તરીકે સ્વીકારનારા ધર્માત્માએ પણ પોતાના જીવનના ભોમીઆ સમા સઘળી વાતોના જાણકાર એવા એક સદ્ગુરુને તો નક્કી કરવા જ રહ્યા; અન્યથા જેના બધા ગુરુ એના એકે ય ગુરુ નહિ - એ નગુરો - એવું સમીકરણ એને લાગું કરવું જ રહ્યું. ૫૭ ધર્માત્માને જો નિશ્ચિત ધર્મગુરુ હોય તો એ સર્વત્ર પોતાના ગુરુની વાતો કરતો હોય. એથી સહુ એના ગુરુનું નામ જાણતા જ હોય. ‘તમારા નિશ્ચિત ગુરુ કોણ ?’ એમ હું તમને પૂછું તો તમે મૂંગા જ રહો ને ? વહેલામાં વહેલી તકે સદ્ગુરુને માથે સ્વીકારો... શેષ સર્વ પ્રત્યે સદ્ભાવ સદા જાળવીને ધિક્કારને દૂર રાખો. સુખમાં શાંતિ શે મળે? પુણ્યના વિચારે ધર્મથી પુણ્ય મળે. પુણ્યથી સુખ મળે. આમ ભલેને સુખ ધર્મથી મળ્યું છતાં તેને સારું તો ન જ મનાય. શીતળ ચંદનના લાકડામાંથી પ્રગટતી આગ જેવું પુણ્ય છે. એ આગ પણ દઝાડ્યા વિના રહે ખરી? બેશક. જીવબળીયો હોય અને પુણ્ય ભોગવતા અનાસક્ત રહી જાય એ જુદી વાત છે પણ એ સિદ્ધિ ય કોને મળી? જે જીવે એ પુણ્યજનિત સુખને આગ માન્યું તેને જ ને? વળી એમાં જીવનો મહિમા છે. જો પુણ્યનું એની ઉપર ચાલત તો એ જરૂર દઝાડતા. પુણ્યથી સુખ મળે છે. શાંતિ નહિ. જેને સુખ મળે છે તે પ્રાયઃ એ સુખમાં આસક્ત થઈ જાય છે. એટલો બધો આસક્ત થાય છે કે ભોગવવા છતાં એને શાંતિ થવાની તો દૂર રહી પણ અતૃપ્તિ વધવાથી અશાંતિ વધતી જાય છે. બીજી બાજુથી બીજાઓને મળેલા સુખ એનાથી ખમાતાં નથી એટલે ઈર્ષ્યાનું અગનતાંડવ એના અંતરમાં ખેલાય છે. આમ પુણ્ય સુખ આપીને છટકી જાય છે તો માનવ અશાંતિથી ભડકે બળીને બરબાદ થઈ જાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ઈર્ષ્યા અને અતૃપ્તિને જન્માવતી આસક્તિનો પિતા, કોણ છે એ વિચારવું જોઈએ. ૫૮ એનું નામ છે અવિનાશિત્વ-ભ્રમ. ભોગની વસ્તુ જાણે કાયમ માટે રહેવાની છે. એવો સંકલ્પ જેના અંતરમાં પેદા થાય તેને આસક્તિ જન્મે. આ સંકલ્પને ખતમ કરો. તે માટે સુખને દેતું પુણ્ય વિચારો. એ બિલકુલ બિનભરોસાદા૨-જરાય વિશ્વાસ નહિ કરવાલાયક તત્ત્વ છે એ વાતને મગજમાં ખૂબ રગડો. એકાએક દગો દઈને અધવચમાં રખડાવીને-મજેથી રવાના થઈ જતા પુણ્ય ઉપર જો આપણા સુખ ટકતાં હોય તો એના ભરોસે આપણું થાય શું? આજે કરોડપતિ! કાલે એકાએક ભિખારી! આજે નિરોગી! કલાક પછી હાર્ટ-એટેકનો રોગી! હમણાં ગૃહપ્રધાન બનીને સત્તાના સિંહાસને! બે દિવસ બાદ ભાડાના મકાનની શોધમાં ! જો આપણા સુખ આવા બિનભરોસાદાર પુણ્ય ઉપર જ ટકતાં હોય તો એવા સુખના તકલાદીપણાને આપણે પળેપળ નજરમાં રાખવું જ રહ્યું. આ વિચાર પુણ્યજનિત ભોગસુખમાં આપણને આસક્ત નહિ થવા દે. પછી ઈર્ષ્યા, અતૃપ્તિની અશાંતિ નહિ જન્મે. પરાણે પુણ્ય! મજેથી પાપ! પુણ્ય કરવાની અઢળક તક આવતી જ રહે છે પણ એકે ય તક ઝડપવાની હોંશે હોંશે ઈચ્છા થતી નથી. અને પાપની તકો ? કદાચ એકે ય ખાલી નહી જતી હોય! તે ય ખૂબ મજાથી ઝડપાતી હશે. વકરેલી ભોગદશાનું જ આ પરિણામ છે. જો માણસ પુણ્ય પરાણે ક૨શે તો તેનો સાચો લાભ તે નહિ પામી શકે. અને ઊલટ પક્ષે પાપો મજેથી કરશે તો એના દુઃખો રાડ પડાવી દઈને ય છૂટે નહિ તેવા હશે. જો પરાણે પુણ્ય કરવાને બદલે મજેથી પુણ્ય થાય અને મજેથી પાપ કરવાને બદલે પરાણે પરાણે પાપો કરવા પડે તો મને લાગે છે કે ઘણા મોટા સંસારનો અંત આવી જાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૫૯ પરાણે” અને “મજેથી બે ય કાયમ રાખો પણ એની પાટલી બદલી નાખો એટલું જ જરૂરી છે. મમ્મણશેઠે પોતાના પૂર્વભવમાં મુનિને દાન દેવાનું પુણ્ય તો કર્યું પરંતુ એના અંતમાં એ પરાણે થઈ ગયું બિચારો મમ્મણશેઠ બન્યો પણ મળ્યા તેલ-ચોળાના જીવન; અને માહ માસની કડકડતી ઠંડીના હિમ જેવા પાણીમાં કચ્છો લગાવીને ભુસકા! કેટલો કંગાળ અબજોપતિ! ખંધક મુનિના જીવે તડબૂચની છાલ ઉતારવાનું પાપ તો કર્યું પણ મજેથી' – ભારે રસ સાથે કર્યું. પરિણામ? ખંધકમુનિના ઉત્કૃષ્ટસંયમી જીવનમાં પોતાના ચામડા ઊતર્યા અને મોત ભેટયું! મહારાજા શ્રેણિકનું સગર્ભા હરિણીને તીર મારવાનું પાપ મજેથી” થઈ ગયું માટે તો એમની પહેલી નારક અફર બની ગઈ ને? પુણ્ય ભલે થોડું થાય; પણ મજેથી કરો. પાંચ જ દ્રમ્મનું દાન દેતા ભીમા કુંડલીઆની જેમ; કે રોજ એક જ સાધર્મિકની ભક્તિ કરતા પુણીઆ શ્રાવકની જેમ.... સુખ પુણ્યોદયથી; ધર્મથી નહિ ધર્મથી સુખ મળે છે..... ‘ધર્માત સુરમ્' એ શાસ્ત્ર-વચનની સામે પડવાની આ વાત નથી પણ અહીં બીજા વિચાર ઉપર મારે પ્રકાશ ફેંકવો છે. ધર્મથી સુખ મળે છે એ શાસ્ત્ર વચનમાં એ વાત ગર્ભિત છે કે ધર્મથી બંધાતા પુણ્યકર્મનો ઉદય થતાં સુખ મળે છે. “દૂધથી લોહી થાય છે” એ વાક્યમાં ય દૂધનું પાચન થતાં લોહી થાય છે એવો ગર્ભિતાર્થ નથી શું? છતાં જેમ દૂધથી લોહીનું વિધાન સાચું છે તેમ ધર્મથી સુખનું વિધાન પણ સાચું જ છે. પરંતુ જ્યારે વધુ ઊંડાણથી વિચાર કરવો હોય ત્યારે એમ કહી શકાય ખરું કે, “દૂધ પીવાથી લોહી ન થાય પણ દૂધના પાચનથી લોહી થાય.” એ જ રીતે પ્રસ્તુતમાં પણ એમ કહી શકાય ખરું કે ધર્મથી સુખ ન મળે પણ પુણ્યોદય જાગે ત્યારે સુખ મળે. આ વિધાન એકદમ ચોક્કસ છે. આ વિધાન અહીં એટલા માટે મૂકવાની ઈચ્છા થઈ છે કે ધર્મ કરનારાઓને જ્યારે સુખ જોવા ય મળતું નથી ત્યારે તેમના અંતરની ધર્મશ્રદ્ધા હલબલી ઊઠે છે. એક પ્રશ્ન જાગી જાય છે કે, “જો ધર્મથી સુખ મળતું હોય તો મને કેમ મળતું નથી!” આવી કફોડી માનસિક સ્થિતિમાં ઘણો મોટો ધાર્મિક વર્ગ મુકાઈ ચૂક્યો છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૬O નહિ એસો જનમ બાર-બાર આવા લોકોને એ ઘાતમાંથી ઉગારી લેવા માટે એમ સમજાવવું છે કે સુખ તો પુણ્યોદયથી જ મળે. ધર્મ કરવા છતાં જો પૂર્વજન્મના પુણ્યનો કે આ જન્મના ઉગ્ર પુણ્યનો ઉદય જ ન થાય તો સખનું સ્વપ્ન પણ જોવા ન જ મળે. પુણ્યના ઉદય વિના તે ભોગસુખ કદી મળે? જો આ વાત એ વર્ગને બરોબર સમજાઈ જાય તો એમની ધર્મશ્રદ્ધાને કદી આંચકો ન આવે. એમ થતાં એ ધાર્મિક વર્ગ વધુને વધુ ધર્મશ્રદ્ધાળુ બનતો જાય. આપણે ધર્મ કરતા વર્ગને ગમે તેમ કરીને જીવતો રાખવો છે. એના જીવનમાં સીધી કે આડકતરી રીતે સમગ્ર વિશ્વનું જીવન ધબકાર કરતું રહેવાનું એ એક અસંદિગ્ધ સત્ય છે. કર્મવાદ એ કાંઈ ડોશીનો રોદણાવાદ નથી જૈન દર્શનમાં કર્મનું જે તત્ત્વજ્ઞાન છે એને ખૂબ સારી રીતે સમજવું જોઈએ. કેટલાક લોકો અધકચરું જ્ઞાન મેળવી લઈને એવો અભિપ્રાય બાંધે છે કે, “કર્મનું વિજ્ઞાન એ વાત શીખવે છે કે જે કર્મમાં લખ્યું હોય તે જ થાય. જે થવાનું હોય તે થયા કરે; એમાં આપણું કશું ય ન ચાલે.” આ વિધાન બરોબર નથી. જૈનદર્શનમાં કર્મની રજકણોના શાંતિકાળનો જે વિચાર દર્શાવવામાં આવ્યો છે એનું ઊંડાણથી ચિંતન કરશો તો એ વાત જણાશે કે કર્મવાદ તો આપણને નક્કર પુરુષાર્થવાદી બનવાની શીખ આપે છે. કોઈ પણ કાર્મિક રજકણ આત્મા ઉપર ચોંટી જાય છે ત્યાર પછી તરત જ તે રજકણો તેનો પરચો બતાવતી નથી. સામાન્ય રીતે કેટલાક માસ, વર્ષ કે ઘણા યુગો સુધી પણ એ રજકણો આત્મા ઉપર શાંતિથી પડી રહે છે. આ રજકણોને આપણે ‘ટાઈમ-બોમ્બ'ની ઉપમા આપી શકીએ. જ્યારે જે રજકણનો શાંતિથી રહેવાનો કાળ પૂર્ણ થાય કે તરત જ તે રજકણો પોતાનું સ્વરૂપ દેખાડે. કોઈ શ્રીમંતને ભિખારી બનાવી દે; કોઈ લારીવાળાને લખપતિ બનાવી દે; અલમસ્તન કેન્સરની ગાંઠ દેખાડી દે; સત્તાવિહોણાને સત્તાની ખુરશી ધરી દે. આ બધો ય પ્રભાવ એ રજકણોના ટાઈમ-બોમ્બ ફૂટતાની સાથે જ જોવા મળે. પણ જ્યાં સુધી આ રજકણો શાંતિથી પડી રહે છે ત્યાં સુધી એનામાં ઘણા બધા ફેરફારો થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે એમ જૈનદર્શન કહે છે. તપધર્મ દ્વારા Page #61 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર રજકણોને ઊખેડી પણ દેવાય; પુણ્યકર્મ દ્વારા પાપકર્મરૂપી રજકણોને પુણ્યકર્મમાં ફેરવી પણ શકાય; કેટલાક પાપકર્મોની રજકણોનું તીવ્ર બળ હોય તો તે ઘટાડી વધારી શકાય; તેમનો સમય પણ ઓછોવત્તો કરી શકાય. ૬૧ ટૂંકમાં રજકણોના શાંતિકાળમાં લગભગ બધી બાજી તમારા હાથમાં છે. ઉદયકાળમાં સઘળી વાત હાથબહારની બની જાય છે. કેટલાક પ્રારબ્ધ (નિકાચિત) કર્મો જ એવા હોય છે જેની ઉપર આપણો પુરુષાર્થ નિષ્ફળ જાય છે; પણ એમની સંખ્યા અત્યંત ઓછી હોય છે. બાકી તો કર્મના શાંતિકાળમાં તો બગડેલી ઘણી બાજી સુધારી શકાય અને સુધરેલી બગાડી પણ શકાય. શું કરવું ? એ આપણે નક્કી કરવાનું છે. પરલોક છે; છે; ને છે જ એક રાની બિલાડો, વામણા ઉંદરની સામે મોં ફાડીને-તરાપ મારવા તાકીને બેઠો છે. એને જોઈને ‘બિચારો’ ઉંદરડો થરથર ધ્રૂજે છે. એનાથી એ ભયાનક બિલાડો જોયો જાતો નથી. એ એકદમ આંખો મીંચી દે છે. પછી તેઓ મનોમન ખુશ થઈ જાય છે અને એવું સમાધાન વાળે છે, ‘‘બિલાડો જતો રહ્યો છે; કેમકે હવે દેખાતો જ નથી. જો હોત તો જરૂર દેખાત બસ... હવે જરા ય ભય રહ્યો નથી.’’ કહો, આ ઉંદરમામો કેટલો બેવકૂફ ગણાય ? બરોબર આવી સ્થિતિ ભોગરસિક આત્માઓની હોય છે. પાપના ફળરૂપે પ્રાપ્તિ થતી દુર્ગતિઓની વાત એમના કાન સાંભળી શકતા નથી, એટલે જ તર્કવાદને જરા ય અડયા વિના બેધડક કહી દે છે, “પરલોક-બરલોક છે જ નહિ; પછી આવી બધી વાતો કરવાનો અર્થ જ શું છે?'' આવા માણસો પ્રત્યે મારા જેવાને તો ખૂબ દયા આવે છે. આ લોકો તર્કના ધડ માથા વિનાની કેવી અધ્ધરતાલ વાતો તર્કવાદના જમાનામાં કરે છે! કોઈ દવાખાનાના ડૉક્ટર બહાર ગયા છે, એકલો કમ્પાઉન્ડર દવાખાનામાં બેઠો છે. એ વખતે એક દર્દી આવે છે. બાંકડા ઉપર બેસીને ડૉક્ટરના આગમનની પ્રતીક્ષા કરે છે, એટલામાં એની નજર કોઈ દવાની બાટલી ઉપરના લેબલ ઉપર પડે છે. એની ઉપર લખ્યું છે. "Poision" (ઝે૨) કમ્પાઉન્ડરને પૂછતાં, તેણે પણ એમ જ કહ્યું કે “ડૉક્ટર સાહેબે આ વાત મને કરી છે કે આ બાટલીમાં ઝે૨ છે. ખૂબ સાવધાન રહેજે.'' આ વાત સાંભળતાની Page #62 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર સાથે જ કોઈ ભૂતની જેમ પેલો દર્દી છળી ઊઠે અને જો એમ કહે કે, “હું આમાં ઝેરબેર છે એમ માનતો જ નથી. તમારા ડૉક્ટરે ભલે તમને આ વાત કરી. લાવો.. હમણાં જ એ બાટલીનું દ્રાવણ પી લઉં...” અને... ધારો કે ખરેખર તે દ્રાવણ પીએ તો શું થાય? મરે જ ને? ‘ન માનવાથી’ થોડો જ બચાવ થવાનો છે? પરલોક પણ છે જ... નિશ્ચિતપણે છે જ.... તમારે ન માનીને મનઃસમાધાન કરવું હોય અને પાપોનો ધૂમ વેપાર જીવનના આંગણે ચલાવવો હોય તે તમે જાણો પણ તેથી કાંઈ પરલોક મટી જનાર નથી. કેરી ભલે કરાંજીને ખાધી, - હવે સૂંઠનો ફાકડો મારી દો જનમોજનમ ભમતા આવતા આત્માએ કેટલા પાપ બાંધ્યા હશે? કયું પાપ નહિ કર્યું હોય? કર્મના અનંતાનંત પરમાણુઓ પોતાની ઉપર જામ કરી દઈને સ્વરૂપની જાણે હસ્તી મટાડી દીધી હોય તેવો હવે તો જડ બની ગયો છે. એણે કર્મની પ્રકૃતિઓ પાપની બાંધ્યે રાખી; પાપક્રિયાઓ પૂરી મોજથી કરી એટલે એ કાર્મિક રજકણોની સ્થિતિ ખૂબ ત્રાસમય બને એટલી લાંબી બાંધી! અને એમાં રસ પણ એટલો બધો રેડી દીધો! રાડ પડાવી દે એવો! ખેર.... બન્યું; તે બન્યું હવે શું કરવું? શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે કર્મો બંધાતાની સાથે જ ઉદયમાં આવતા નથી. સામાન્ય રીતે કેટલાક વર્ષો કે યુગોના યુગો સુધી તે કાર્મિક રજકણો શાંતિથી પડી રહેતી હોય છે. આ શાંતિકાળને અબાધાકાળ' કહેવામાં આવે છે. આ સમયના જાગી ગયેલા આત્માએ પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. અબાધાકાળના સમયમાં આઠ કિરણોની કર્મ ઉપર અસર થઈ શકે છે. આઠ કરશો એટલે આઠ પ્રકારના ઝપાટાઓ. એક ઝપાટો કર્મને બાંધી રાખે છે; બીજો એનું આખું ય સ્વરૂપ જ બદલી નાંખે છે; ત્રીજો સ્થિતિ રસને વધારી મૂકે છે; ચોથો સ્થિતિ રસને ઘટાડી મૂકે છે; પાંચમો કર્મના નિયતકાળથી વહેલા ઉદયમાં લાવી દે છે; છઠ્ઠો કર્મના તોફાનને શાંત રાખે છે; સાતમો અમુક સ્થિતિમાં જકડી રાખે છે. જ્યારે આઠમો ઝપાટો કર્મના રજકણોમાં ઉપરોક્ત કોઈ ફેરફાર થવા દેતો નથી. આપણી પાસે અગણિત કર્મોનો અબાધાકાળ પડયો છે. માટે જ સુખેથી બેઠા Page #63 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર છીએ. કરેલા પાપોના ટાઈમબોમ્બ ફૂટે નહિ તે પહેલાં જ આપણે ઉપરના ઝપાટાઓમાંના અનુકૂળ ઝપાટાની અસર નીચે તે કર્મોને લાવી દેવા જોઈએ. પાપકર્મોને પુણ્યમાં ય ફેરવી શકાશે; ન ફરે તો ય તેના સ્થિર-રસ તોડી શકાશે. જો માત્ર સ્થિતિ અને રસ તૂટી જાય તો ય આપણે ઘણું કમાયા! આટલું તો આપણે જરૂર કરીએ. શુદ્ધ દિલથી સાચો ધર્મ કરીએ. ધર્મ એ માતા છે. આપણું બધું ય સારું કરશે. ભલે કરાંજીને કેરી ખાધી પણ પાછળથી સુંઠનો ફાકડો લેવાય તો.... તો આફરો ન ચડે. ભલેને પછી કેરીના લોચાને પચાવવા પડે... કાઢવા પડે.... તેમાં કશો ઝાઝો ત્રાસ નથી. પાપબંધથી દુઃખી થનારાઓ પાપાનું બંધને કેમ ચલાવે છે? ધારો કે તમારા હાથે બારણું બંધ કરતાં અનુપયોગને લીધે ઊંદરડી ચગદાઈ ગઈ કે કબૂતરીનું ઈંડું ફૂટી ગયું. કહો! તમને શું થાય? અતિશય ત્રાસ, ખેદ અને અરેરાટી જ ને? બરોબર છે એમ થવું જ જોઈએ. જૈનકુળમાં જન્મેલાને આટલું થાય તેમાં નવાઈ નથી. પરંતુ જેને આવું સંવેદન થાય છે તેમને મારે પૂછવું છે કે જિનપૂજા; સામાયિક, મંત્રજાપ; દુઃખિતની દયા વગેરે કરતી વખતે તમારા આત્માનો ઝોક સંસારના સુખો તરફ જ રહ્યા કરે છે ખરો? દાન દેતી વખતે ય પ્રેમ તો લક્ષ્મીનો જ ને? શીલ પાળતી વખતે ય વાસના તરફ જ કૂણી લાગણી ને ? તપ કરતી વખતે પણ પક્ષપાત ત આહારસંજ્ઞાનો જ ને? આનું જ નામ આત્માનો અશુભ ઝોક! આવા ઝોકથી અનુબંધ તો પાપનો જ પડે. પૂજા વગેરે ધર્મક્રિયાથી ભલે બંધ પુણ્યનો પડે પણ આવી સ્થિતિમાં અનુબંધ તો પાપનો જ પડે. કહો આવા પાપી અનુબંધનો તમને ત્રાસ છે ખરો? યાદ રાખો કે પાપકર્મના બંધ કરતાં પાપના અનુબંધ ખૂબ ખતરનાક છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ וד ૬૪ નહિ ઐસો જનમ બાર-બાર પુણ્યકર્મના બંધના જ પ્રેમી થવા કરતાં પુણ્યના અનુબંધના પ્રેમી બની જવા તરફ વધુ લક્ષ આપો. પાપનો બંધ તો એકાદ નરક આપી દે એટલું જ. પણ દુર્ગતિની પરંપરા ચલાવવાની તાકાત પાપના અનુબંધમાં છે. એમ પુણ્યનો બંધ તો બંગલા, મોટર આપીને છૂટી જાય પણ પુણ્યના અનુબંધ જ તેમાં અનાસક્તિની સાધનાની ભેટ કરી શકે. જીવન ખરાબ = અનુબંધ ખરાબ જગતમાં જો માત્ર કર્મનો બંધ જ વિદ્યમાન હોત તો પુણ્ય કર્મના ઉદયથી એક વર્ગ સુખીઓનો હોત અને પાપકર્મના ઉદયથી બીજો વર્ગ દુઃખીઓનો હોત. આમ બે જ વર્ગ હોત; સુખી અને દુઃખી. પરંતુ કર્મના બંધની જેમ કર્મના અનુબંધની પણ હસ્તી છે, માટે જ ઉપરોક્ત બે વર્ગમાં પ્રત્યેકના બે પેટા ભેદ પડતા ચાર વર્ગ પડી જાય છે. પુણ્યનો અનુબંધ આત્માને સારો બનાવે; પાપનો અનુબંધ ખરાબ બનાવે. સુખીઓ સારા પણ હોય અને ખરાબ પણ હોય; દુઃખીઓ સારા પણ હોય અને ખરાબ પણ હોય. એટલે જીવનની ખરાબી પાછળ દેખીતા કુસંગ વગેરે જેમ કારણ તરીકે ગણાય છે તેમ અનુબંધની ખરાબી પણ કારણભૂત છે. આ વાત સમજાશે તો અનુબંધોની ખરાબીને ખતમ કરવાની ઈચ્છા થશે. તેમ થતાં તેના ઉપાયો જાણવાની ભાવના જાગશે. તે ઉપાયોમાં દુષ્કૃતગર્યાદિ પ્રાપ્ત થશે અને તરત જીવન સારું બનવા લાગશે. પાપના અનુબંધો તૂટે અને પુણ્યના અનુબંધો જોડાય એટલે તરત જીવન સારું બની જાય. જેમ જીભ ખરાબ દેખાય તો પેટ ખરાબ છે એમ તરત કહેવાય; જો આંખોમાં પીળાશ દેખાય તો લીવર ખરાબ છે એમ તરત કહેવાય; જો ચામડી ઉપર ગડગૂમડ દેખાય તો તરત એમ કહેવાય કે લોહી ખરાબ છે. એમ કોઈ પણ સુખી કે દુ:ખી માણસનું જીવન ખરાબ દેખાય તો આપણે તરત કહેવું પડે કે એનો અનુબંધ ખરાબ છે. જીવનની ખરાબીઓને દૂર કરવા માટે કુસંગ ત્યાગાદિના અને સત્સંગ સેવનાદિના ઉપાયો જેમ જરૂરી છે તેમ અનુબંધને સુધારવા તરફ પણ લક્ષ આપવાનું અનિવાર્ય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૬૫ ભાવે ભાવના ભાવીએ એટલે શું? ભાવ અને ભાવનામાં કોઈ ફેર ખરો ? હા. અપેક્ષાએ ફેર છે. આથી જ ‘ભાવે ભાવના ભાવીએ' કહ્યું છે ને ? ભાવથી દાન દેવું; ભાવથી શીલ પાળવું; ભાવે તપ કરવો એ વાત તો હજી સમજાય પરંતુ ભાવથી ભાવના ભાવવી એટલે શું ? ભાવના એટલે મનની વિચારણા અથવા મનમાંથી ઊઠતા ભાવો. ભાવનાનું જન્મસ્થાન મન છે. જ્યારે ભાવનું જન્મસ્થાન આત્મા છે. મનથી પણ આત્મા ૫૨ છે માટે ભાવનાથી પર ભાવ છે. એક માણસ વાણી અને કાયાથી ધર્મ કરે પરંતુ મનની ભાવનાથી જો ન કરે; ઊલટું; મનથી તો પરાણે ધર્મક્રિયા કરે તો વાણી અને કાયામાત્રથી કરેલી ધર્મક્રિયાથી પાપકર્મો જ બંધ થાય; પરંતુ કેટલાક માણસો વડીલોની ઈજ્જત; આજ્ઞા; ઈચ્છા વગેરેના કારણે મનની ઈચ્છા ન હોવા છતાં મનને મનાવી લે અને પછી મન, વચન અને કાયાથી ધર્મક્રિયા કરે તો તેમને અવશ્ય પુણ્યકર્મનો બંધ થાય. પરંતુ આ પુણ્યકર્મ પુણ્યાનુબંધી તો ત્યારે જ બને જ્યારે આત્માનો ભાવ એ ક્રિયામાં ભળે. આત્માનો એ ભાવ શું? એ ભાવ એટલે આત્માનો ઝોક પણ મોક્ષપ્રાપ્ત ધર્મક્રિયા તરફ સહજ રીતનો હોય તો જ એ ત્રિક૨ણયોગની ક્રિયા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે. આ જ વાત મન-વચન અને કાયાથી થતી પાપક્રિયામાં ય સમજવી. જો પાપક્રિયા પ્રત્યે આત્માનો ઝોક જ ન હોય; તો તે પાપક્રિયા ભયાનક સંસારને વધારનારી બની શકે નહિ. આથી જ કહ્યું કે મનની ધર્મ પ્રત્યેની ભાવનાઓ પણ આત્માના ભાવપૂર્વકની હોવી જોઈએ. ટૂંકમાં ભાવ એટલે સમ્યકત્વ કે મિથ્યાત્વ. અનુબંધ બગડયો એટલે શું ન બગડયું? પુણ્યકર્મના બંધથી સુખની સામગ્રી મળે; કદાચ તેમાં કશી ય ઊણપ ન રહે પરંતુ પુણ્યના અનુબંધ વિના સારાપણું તો ન જ મળે; સારાપણા વિના શાંતિ ય ન મળે. શાંતિ વિનાના કરોડો રૂપિયા પણ અંગારાની જેમ દઝાડવાનું જ કામ કરે. અનુબંધ બગડવાથી તો ઘણી બધી બાબતો ચિંતાજનક બની જાય છે. એ આત્મા Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૬ નહિ એસો જનમ બાર-બાર પરલોકદૃષ્ટિ જ ખોઈ બેસે છે. પરલોકને જોવા માટે સાવ અંધ બની જાય છે. છતી આંખે બિચારાને અંધ બનવું પડે છે. - હવે વાત અહીંથી જ અટકતી નથી. જેનો અનુબંધ ખરાબ થયો એની ખરાબીઓનો અંત જ આવતો નથી. પરલોકદૃષ્ટિ ખોઈ નાખ્યા પછી એ બિચારો મરણનો ભય પણ ખોઈ બેસે છે. એ પછી પાપનો ભય પણ ચાલ્યો જાય છે. પછી તરત જ એની બુદ્ધિ ખરાબ થાય છે. બિચારાનું જીવન સઘળાં ય પાપોથી ખરડાઈને કાળુ મેશ-મહોતાં કરતાં ય કાળું મેંશ – થઈ જાય છે. હજી આગળ વધી જેને પુણ્યના બંધ સાથે પાપના અનુબંધ વળગ્યા તેને ધર્મનાયોગના-સ્થાનો પણ પાપના-ભોગના-સ્થાનો બની જાય છે. દાનાદિ ક્રિયાઓ પણ નામના વગેરે કમાવવા માટેના સાધનો બનીને સંસાર વધારી મૂકવામાં નિમિત્ત બને છે. બિચારો કાંઈ પણ સારું કરે તો ય સંસાર વધારવામાં જ નિમિત્ત બને. મેદવૃદ્ધિની તાસીરવાળો દૂધ પીએ કે ઘી ખાય બધું ય મેદ જ વધારે છે ને? જેવા કંજુસના હાલ તેવા આ દાનીના; જેવા દુરાચારીના હાલ તેવા શીલવાનના; જેવા ભોગીના હાલ તેવા તપસ્વીના. ફરક માત્ર મનની ભાવનામાં; કર્મના બંધમાં. બીજું બધું સમાન – તમારો ધર્મ ધર્માભિમુખ છે કે અધર્માભિમુખ ધારો કે એક પર્વતના ચઢાણમાં બે હજાર પગથિયાં છે. એમાંના એક હજારમાં પગથિયાં બે માણસો ઊભા છે. એક ચડી રહ્યો છે; તો બીજો ઊતરી રહ્યો છે. ચડતા માણસનું એ જ પગથિયું ઉત્થાનાભિમુખ કહેવાય; જ્યારે ઊતરતા માણસનું એ જ પગથિયું પતનાભિમુખ કહેવાય. એટલે એક જ પગથિયું હોવા છતાં આપણને એકને સારું કહીશું બીજાને સારું નહિ કહીએ. જગતના જીવોમાં જેઓ ધર્મ કરે છે તેમના પણ આવા જ બે પ્રકારો છે. કેટલાકનો ધર્મ ધર્માભિમુખ હોય છે કેટલાકનો એ જ ધર્મ અધર્માભિમુખ હોય છે. એટલે તમામ ધર્મને (ધર્મક્રિયાને) આપણે વખાણી શકતા નથી. જે ધર્મ, અધર્માભિમુખ હોય તેના કદી વખાણ ન થાય. સંસારની આસક્તિઓને પોષવા માટે જ જેઓ ધર્મક્રિયા કરે છે તે લોકોનો ધર્મ અધર્માભિમુખ છે. એમને ધર્મતત્ત્વ સાથે કશી લેવાદેવા હોતી નથી. ધર્મને તો સાધન બનાવીને એ લોકો સાધ્ય બનેલા અધર્મને Page #67 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર જ સિદ્ધ કરવા મથતા હોય છે. સાધ્ય એવા ધર્મને કોઈ અધર્મનું સાધન બનાવવો એના જેવી ઘોર આશાતના ધર્મની કઈ હોઈ શકે? જ્યાં લેતી-દેતીનો વ્યવહાર થયો તે બજાર કહેવાય; તે માલ બજારુ કહેવાય. “તું મને ઈષ્ટ દે; હું તને ૧ રૂપિયો દઈશ.” એ ધર્મ સાથેનો બજારુ વેપલો નથી તો બીજું શું છે? જો તમારા ધર્મો અધર્માભિમુખ બની જશે તો તમારી મુક્તિ માટે હવે કોઈ ઔષધ લાગુ પડી શકનાર નથી. અ. જો બુદ્ધિ થાપ ખાતી હોય તો અનુબંધ ખરાબ સમજવો પુણ્યનો કે પાપનો બંધ મહત્વનો નથી; કેમકે તે તો સુખદુઃખની સામગ્રી જ આપી શકે. અનુબંધ જ મહત્ત્વનો છે જે આપણને સારા કે ખરાબ બનાવી શકે છે. જેને અનુબંધ પાપનો મળ્યો તેની બુદ્ધિ થાપ ખાય; અને તે આત્મા ખરાબ બને. જેને અનુબંધ પુણ્યનો મળે તેની બુદ્ધિ સ્વસ્થ રહે અને તે આત્મા સારો જ બની રહે. વિનાશીમાં અવિનાશનું ભાન; અશુચિમાં શુચિનું ભાન; અશરણમાં શરણનું ભાન.... ઈત્યાદિ બુદ્ધિની થાપો છે. આ આત્મા અવશ્ય ખરાબ બની જવાનો. પછી ચાહે તે બંગલાવાળો શ્રીમંત હોય કે ઝૂંપડાવાળો ભિખારી હોય. બચરવાળ હોય કે વાંઝીઓ હોય. ગમે તે સ્થિતિમાં હોય. ગમે તેમ કરીને બુદ્ધિને સુધારવી જ રહી. એ માટે અનુબંધને સુધારવો જ રહ્યો. કેમ કે બુદ્ધિના સારા-નરસાપણાંની જડ અનુબંધમાં પડેલી છે. આ માટે એક જ ઉપાય છે; જિનવાણીનું સતતશ્રવણ-અર્થાત્ સંત સમાગમ. વાણી સાંભળવાથી જ રાગદ્વેષના વિષ વ્યાપતા અટકે છે; જાણે કે એક સ્થાને આવીને રહી જાય છે; પછી સમજાયું એટલે એ વિષનું વમન થયું. પછી પામતા તો વાર જ ન લાગે. રોહિણીને ચોર દ્રવ્ય શ્રવણ માત્રથી અંતે કલ્યાણને સ્પર્શી ગયો ને? ગારુડિક, મંત્ર પાઠાદિનું શ્રવણ કરાવીને જ પહેલાં તો શરીરમાં વ્યાપેલા વિષને ડંખ ભાગે લાવી મૂકે છે. પછી તે વિષને ચૂસી લેવાનો પુરુષાર્થ કરતાં ઝાઝી વાર લાગતી નથી. શ્રવણ વગેરે દ્રવ્ય ક્રિયાઓ રાગાદિવિષને એક કો. કો. સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિમાં લાવી મૂકે છે, પછી જો સ્વપુરુષાર્થે શક્ય બને તો એ વિષ ચૂસી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૮ નહિ એસો જનમ બાર-બાર લેવારૂપ અંતઃકો. કો. સાગરોપમની સ્થિતિ લાવીને સમ્યકત્વ પામવાની-હૃદયની સમજૂતીની પ્રક્રિયા પામતા વાર શી લાગશે? બુદ્ધિની થાપ અને મહાથાપ માનવ જેવા માનવની પણ બુદ્ધિ કેવી કેવી થાપ ખાઈ રહી છે? પળે પળે પાપના પંથે ડગ મંડાવે છે કોણ? જે પળમાં બુદ્ધિ થાપ ન ખાય તે પળમાં પાપ થવાનું અસંભવિત છે. બુદ્ધિ જ બગાડે છે કે માણસને? એણે જ અનીતિનું ધન લઈ લેવાનું કાનમાં કહ્યું ને? “લઈ લે; લૂંટી લે; આંચકી લે; નીતિની વાતો કર મા! નહિ તો ભૂખે મરશે તારા બાળબચ્ચા!” અરે! જોઈ લે રૂપને; ભોગવી લે ભોગને; માણી લે સૌંદર્યને! પરલોકના ગપ્પમાં અટવાઈશ નહિ. અન્યથા બે ય ભવ બગડી જશે.” બુદ્ધિએ આવી વાતો કરી કરીને કોણ જાણે કેટલાયના દિલ બગાડયા હશે? જીવન બગાડયા હશે? આવી તો કેટલીય થાપ સહુએ ખાધી હશે? જેમ કોઈ ઘરમાં મરણ જ ન થયું હોય એવું બને નહિ.... તમે કોઈના જીવનની કોઈ પણ પળ બુદ્ધિએ બગાડી હોય નહિ તે ય બને નહિ. એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. પણ આ તો ઠીક, બુદ્ધિએ થાપ જ ખવડાવી હોત તો હજી વાંધો ન હતો. પણ એણે તો મહાથાપ પણ ખવડાવી દીધી છે! - થાપ ખાઈને પાપ કરનારા માણસને સરુની સાખે પ્રાયશ્ચિત અને અંત:કરણનો પશ્ચાત્તાપ પણ એ કરવા દેતી નથી. એ કહે છે, “જઈશ નહિ ગુરુ પાસે ! કહીશ નહિ તારા પાપ! નહિ તો તેના દ્વારા તારા પાપ જાહેર થતાં જ બેઆબરૂ બની જઈશ!” કેવો ભયંકર તરંગ! પાપ કરનાર ધર્માત્માને તો કેશરિયાં દૂધ પાઓ તો ય તેના લોહી થવાને બદલે લોહીના પાણી થતાં હોય... એને બદલે બુદ્ધિની મહાથાપ નચિંત અને નફીકરો બનાવી દે ! હાય! આ સ્થિતિ એને વધુ નઠોર અને કઠોર બનાવીને ક્યાં લઈ જશે? Page #69 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર જ્યાં પાપના અનુબંધો પછાડતા હોય ત્યાં પુણ્યના બંધ શા કામના? માત્ર પુણ્ય બાંધવા તરફ જો ધર્મીજનોનું લક્ષ રહેતું હોય તો તે બરાબર નથી. કેમકે બંધ પુણ્યનો પડે પરંતુ જો એ વખતે અનુબંધ પાપનો પડી જાય તો ભારે જુલમ થઈ જાય. પુણ્યના ઉદયે કદાચ દેવગતિ પણ મળી જાય પરંતુ પાપના અનુબંધો ત્યાં ગયેલા આત્માનું ધનોતપનોત કાઢી નાખે. દેવીઓમાં અતિશય કામાસક્તિ; વધુ સમૃદ્ધ દેવો પ્રત્યે આગઝાળ ઈર્ષ્યા; જીવલેણ મિથ્યાત્વનો ઘોર ઉદય વગેરે ભેગા થઈને આત્મનો ટોટો જ પીસી નાખેને? એવા પાપાનુબંધી પુણ્યના ઉદયના તે કદી વખાણ થાય ખરા? હાય! એ પાપી પુણ્યોના ઉદયની શી વાત કરું? જે ત્રીજા વગેરે દેવલોકમાં દેવીનો જન્મ જ નથી તેમાંના બારમા દેવલોકના દેવાત્માઓને સામાન્ય રીતે તો માનસિક વિચારમાત્રથી વાસનાની તૃપ્તિ થઈ જતી હોય છે. છતાં બારમા દેવલોકના દેવાત્માને પણ જો ઘોર પાપાનુબંધ ચાલતો હોય તો દેવીઓને પણ છોડીને; ૪૦૦ યોજન સુધી ફેલાતી મઢ્ય લોકની દુર્ગધને પણ સહી લઈને એ દેવાત્મા આ ધરતી ઉપર આવે છે અને મળ, મૂત્રાદિની ગંદકીથી ભરપૂર કોઈ સ્ત્રીના દેહમાં મોહાઈ પડીને કાળા કામ કરે છે. બિચારો કદાચ એ જ પળોમાં આયુષ્ય પૂર્ણ કરે તો તે જ સ્ત્રીની કુક્ષિમાં ઊંધા માથે લટકતા ગર્ભરૂપે જન્મે. બારમા દેવલોકમાં જન્મ પામવામાં પુણ્યોદય કેટલો જોરદાર? પણ પાપના તીવ્ર અનુબંધોના તોફાન પણ કેટલા ભયાનક! Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો મર્મ (૨) તમારે શું બનવું છે? ભગવાન કે ભાગ્યવાન? ધન અને ધર્મ (૧) (૨) (૩) જૈનપણું અને શ્રાવકપણું (૪) ધર્મનો અધિકારી કોણ? (૫) ધર્મ અને ધર્મક્રિયા વચ્ચેનો ભેદ (૬) તમારે શું બનવું છે? સુખી કે સારા? Page #71 -------------------------------------------------------------------------- ________________ _/ (૧) તમારે શું બનવું છે? ભગવાન કે ભાગ્યવાન? Page #72 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર હે ભગવાન મને ભગવાન જ બનાવ હવે મારે ભાગ્યવાન થવું નથી ભગવંતની સામે ઊભેલા ખરા ધર્માત્માની ભાવના કેવી હોય? જરા કાન દો અને એને સાંભળો. હે ભગવાન્ ! તને કરાતાં ભાવભર્યા નમસ્કારથી જો કાંઈ બની શકાતું હોય તો મને ભગવાન જ બનાવ. હવે મારે ભાગ્યવાન થવું નથી. રૂપવતી કન્યાનો કંત બનવાના ભાગ્ય પણ મેં જોઈ લીધા! ઓહ! નરી ગુલામ દશાનો અનુભવ કરી રહ્યો છું. લાખોની સંપત્તિના માલિકોના ભાગ્ય પણ મેં આખેઆંખ જોઈ લીધા! એ બિચારાઓના અંતર વાસનાની આગોથી ઘેરાઈ ચૂક્યા છે. કૌટુંબિક જીવનની ચોમેર અશાંતિની આગે ભરડો લઈ લીધો છે. એમને ખાવું ય ભાવતું નથી; ઊંઘ પણ આવતી નથી. બાળકોના પિતાનું ભાગ્ય પણ જોવાઈ ગયું. હવે તો બે બાળકનો બાપ બનીને એ દીકરો મારી ગળચી ન પકડે તો નસીબદાર! મિત્રોની દગાબાજીઓ જોઈ! મુનિમના શેઠ બનીને વિશ્વાસઘાતોના ખેલ પણ જોયા! સત્તાના સ્વામી બનવાનું ભાગ્ય પામીને લાતો પણ ખાઈ લીધી. દેહના આરોગ્યનું ભાગ્ય પણ જોઈ લીધું! સાવ તકલાદી! સ્નેહીજનોના સંગાથનું ભાગ્ય પણ પરખી લીધું! સાવ નકલી! માટે જ કહું છું કે હે ભગવાન! મને ભગવાન જ બનાવ. બસ પછી આમાંની કોઈ ઉપાધિ નહિ. મસ્ત રહેવાનું સચ્ચિદાનંદ સ્વરૂપની મસ્તીની રસછોળમાં. ભગવાન થવામાં ય એક દુઃખ દુઃખમાં તો દુ:ખ ઘણાં ગણાવી શકાય છે. સુખમાં ય બે દુઃખ તો જરૂરી ગણાવી શકાય છે. એક ઈર્ષ્યાનું અને બીજું અતૃપ્તિનું. પરંતુ ભગવાન થયા પછી પણ એક પણ દુઃખ ઊભું રહે છે એ વાત સાપેક્ષ રીતે મારે તમને જણાવવી છે. આ જ કારણે તો મહાશ્રાવક કવિ ધનપાળે પરમાત્માની ભક્તિ કરતાં એક પંચાશિકામાં ભગવાન થવાની અનિચ્છા આડકતરી રીતે વ્યક્ત Page #73 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર કરી દીધી છે. એ દુઃખ છે સેવકપણાના નાશનું. જેણે ભગવાનની ભક્તિ કરી; એની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કર્યું, એ આજ્ઞાઓના પાલન ખાતર સઘળી ઈચ્છાઓ, તમામ પ્રલોભનો, બધા જ સંબંધોને-એના આનંદોને-ઘૂંકી નાખીને ભેખ લીધો એ એક દિવસ સેવક મટીને ભગવાન બની જવાનો. ભગવાન બન્યા પછી સેવકપણું; અને સેવકપણાના આનંદની સઘળી મસ્તી ચાલી જવાની છે. હવે તો જેમ ભગવાન, ભગવાન. તમે આ સેવક પણ ભગવાનબે ય સરખા બની ગયા. કોઈ કોઈને નમે નહિ; કોઈ કોઈના ગીત ગાય નહિ. જે ભક્તોએ ભક્તિની અપાર મસ્તી અનુભવી છે એમને ભગવાન થવામાં ય આ દુઃખનું દર્શન થાય છે, અને તેથી જ તેઓ સદા ભગવદ્ભક્ત રહેવાનું જ જાણે પસંદ કરતા હોય તે રીતે પ્રાર્થના સૂત્રમાં ભવોભવમાં ભક્તિ માંગે છે. - હવે વિચારો કે આનંદ ક્યા જપમાં આવે? સોડä ના જપમાં? કે તાસોઢું ના જપમાં? જપો સદા હાસોઢું એમાંનો “હા” આપમેળે ઊડી જ જવાનો હોય તો પછી આપણે વાંધો ન લેવો. પ્રભુદર્શન કરતાં અર્થકામવાસના સંભવિત જ નથી ભાવુકાત્મા મંદિરમાં જઈને ખરેખર પ્રભુનું જ દર્શન કરે તો ત્યાં ઊભા રહીને પરમાત્મા પાસે અર્થકામની કોઈ પણ યાચના કરવાનું સંભવિત જ લાગતું નથી. દર્શન જો પ્રભુનું જ થતું હોય તો તે વખતે અર્થ કે કામ સંબંધિત વાતો એ જ આંખની સામે આવીને શી રીતે ઊભી રહે? દર્શન કરતાં કરતાં અંતર જો પ્રભુનું જ સ્મરણ કરતું હોય તો એ અંતરમાં અર્થકામનું સ્મરણ જ શી રીતે થાય? અને અર્થકામનાં સ્મરણ અને દર્શનના અભાવમાં એની યાચના કરવાની તો વાત જ રહેતી નથી. પ્રભુના દર્શનથી પ્રભુમય બની જવાય. એ વખતે તો આર્થિક ભીંસના કે કામાસક્તિના સઘળા ય દુઃખોનું વિસ્મરણ જ થઈ જાય. કદાચ એ દુઃખોને રટતો આવતો ભક્ત પણ જ્યારે પ્રભુદર્શન કરે ત્યારે તો બધુંય ભૂલી જ જાય. હા.. Page #74 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ ફરી પેલા સુખદુઃખના વિચારો ચિત્ત પ્રદેશમાં ઊતરી પડે તે બને. તમે જો સાચું પ્રભુદર્શન કરતા હશો તો તમારા માટે એ અર્થાદિની ભીખ માંગવાનું ભિખારીપણું અસંભવિત બની ગયું હશે. જેને આ સંસાર ત્યાં ય યાદ આવે છે એને પ્રભુનું દર્શન કરનારો કેમ કહી શકાય? પ્રભુના દર્શન કરનારને તો પ્રભુએ કરેલા મહાસુખમય સંસારના, ત્યાગનું જ દર્શન થાય; પ્રભુએ સમજાવેલી સુખમય સંસારની અસારતાનું કાનમાં ગુંજન થાય. દુઃખને કદી નહિ રડનારા, દુઃખને તો સામે જઈને સ્વીકારનારા; એથી જ કર્મનો વિનાશ શક્ય બનવાનું જોનારા પરમાત્મા જેને દેખાય એને સુખનો રાગ, અને દુઃખનો દ્વેષ, એ પળોમાં તો ઊભો ન જ રહી શકે. ત્યાં કાં તો દર્શન નથી; કાં તો રાગાદિ નથી. બે ય સાથે તો સંભવિત જ નથી. મોક્ષ માગવામાં બધું આવી જાય? પછી બીજું કાં ન માગો? ઈષ્ટદેવ પાસે જેઓ મોક્ષ જ માગે છે તેમને મોક્ષ અવશ્ય મળે છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધીના ભાવોમાં સર્વ ભૌતિક સુખો અવશ્ય પ્રાપ્ત થાય અને દુઃખોનો વિનાશ પણ અવશ્ય થાય. વળી એ સુખદુઃખોમાં વિરાગ અને સમાધિ પણ અવશ્ય પ્રાપ્ત થાય. જો આ વાત આટલી બધી ચોક્કસ છે તો પછી મોક્ષ જ કેમ ન માગવો? બીજું કાંઈ પણ શા માટે માંગવું? એ બધું આપોઆપ મળવાની ખાતરી જ છે તો તેની ચિંતા જ શાને કરવી. સો રૂપિયાની નોટ મળતાં દસ રૂપિયાની નોટ માંગવાની જરૂર જ રહેતી નથી. કેમકે સોની નોટમાં તો દસ દસ રૂપિયાની દસ નોટ સમાઈ જ જાય ઉલટ પક્ષે; જો અર્થકામની યાચના કરાય તો કદાચ તે મળે તો ય શાંતિ તો ન જ દે; ચિત્તને વિરાગ અને સમાધિ આપવાની તાકાત તો મોક્ષની જ માગણીમાં છે. એવા માગેલા અર્થકામ શા કામના કે જેની સાથે તીવ્ર આસક્તિના અને હૈયાહોળીના તોફાનો પણ પ્રાપ્ત થતા હોય? આમ બધી રીતે એક જ વાત નિશ્ચિત થાય છે કે ઈષ્ટદેલ પાસે મોક્ષ માંગો.... સિવાય કશું ય નહિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર gu તમને ભગવાન ગમે છે ખરા? જેને હૈયે સંસારના સુખોનો તીવ્ર રસ સર્વત્ર રેલાઈ ગયો છે; જેને દુઃખો પ્રત્યે અત્યંત કડવી નજર છે, જેને દુઃખો પ્રત્યે કારમો દ્વેષ છે એ માણસોને હું પૂછું છું કે તમે લોકો જિનાલયમાં શા માટે જાઓ છો? શું તમને લોકોને ભગવાન (ભગવાનપણું) ખરેખર ગમે છે? તમારી ઉપર રાગ કરે તે રાગી ઉપર જ તમને તો રાગ થાય છે. વીતરાગી તો તમારી ઉપર કદી રાગ કરતા નથી પછી તમને એ વીતરાગ ગમે શી રીતે? બીજી વાત એ છે કે જે રાગદ્વેષ તમને ખૂબ ગમે છે તે જ રાગદ્વેષને આ ભગવાને હજારોવાર જાહેરમાં વખોડી નાખ્યા છે. મોટામાં મોટા પાપ પણ એ રાગદ્વેષ પ્રત્યેના ભારે પ્રેમને જ કહ્યો છે. આવા ભગવાન તમને ગમે જ શી રીતે? એ હજી મને સમજાતું નથી. હજી કદાચ એમ કબૂલીશ કે તમને પાર્શ્વનાથ વગેરે ભગવાન ગમતા પણ હશે (જો તમારા ઈચ્છિત ને પૂરું પાડતા હોવાનો તમને વિશ્વાસ જામ્યો હોય તો) પણ એ વીતરાગ ભગવંતોની વીતરાગતા - રાગદ્વેષરહિતતા - તો તમને નહિ જ ગમતી હોય. અફસોસ! જેને વીતરાગતા ન ગમતી હોય તે આત્મા વીતરાગને કરોડોવાર ભજે તો ય એ કદાપિ વીતરાગી બની શકે નહિ. સાધુ (મામા મહારાજ, બેન મહારાજ તરીકે) ગમે પણ જો સાધુતા ન ગમતી હોય તો સાધુ ગમ્યાથી કોઈ નિસ્તાર નથી. ભગવાન બનાવવા સમર્થ ધર્મ પણ ભગવાન ન બનાવી શકે જિનેશ્વર ભગવંતોએ માર્ગાનુસારી જીવનથી માંડીને વીતરાગ થવા સુધીના જેટલા ધર્મો બતાવ્યા છે તે બધા ય મોક્ષ આપનારા જ ધર્મો છે. સંસાર સુખ પામવા માટે એક પણ ધર્મનું વિધાન તેમણે કર્યું નથી. મોક્ષ એટલે આપણામાં રહેલા ભગવદ્ભાવનું પ્રગટીકરણ. હવે પ્રશ્ન થાય છે કે જિનેશ્વર ભગવંતે બતાવેલા-સાધુજીવન સુધીના - બધા ય ધર્મો આપણે અનંતીવાર કર્યા છતાં આપણે કેમ ભગવાન ન બન્યા? આપણો Page #76 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ભગવભાવ કેમ પ્રગટ ન થયો? અરે! ભગવદ્ભાવ પ્રગટ થવાની વાત તો દૂર રહી પરંતુ ઈન્સાનભાવ પણ કેમ પ્રગટયો નહિ? નરી હેવાનિયતમાં જ કેમ સબડી રહ્યા છીએ? આનો ઉત્તર એ છે કે ભગવાન બનાવવા સમર્થ તે ક્રિયાઓ તેને જ ભગવાન બનાવે છે જેની ભગવાન બનવાની તીવ્ર ઈચ્છા છે. સમુદ્રમાં ડૂબતા માણસને ઉગારી લેવા માટે નાવડી સમર્થ છે પણ જે એ નાવડીને પકડે તેને જ ઉગારે ને? ન પકડે એને તો મોટી સ્ટીમર પણ ન ઉગારી શકે. આપણે ક્યારેય ભગવાન બનવું હતું ખરું? એકાદવાર આત્માને પૂછો તો ખરા કે આજે પણ તારી ભગવાન બનવાની ઈચ્છા છે ખરી? હવે ભાગ્યવાન બનવાના તારા મનોરથો તદ્દન શાંત થઈ ગયા છે ખરા? સુખમય સંસારના ભાગ્યો પણ હવે તારે જોઈતા નથી? બસ! તારે ભગવાન જ થાવું છે? ભગવાન થવા માટે સાધુ જ બનવું છે? તે માટે ઘર ત્યાગવું જ છે?' જો જો શું જવાબ મળે છે તે ? ખાટલે જ મોટી ખોડ છે ત્યાં શું થાય? આટલી લાતો ખાધા પછી પણ ભાગ્યવાન બનવાની ભાવના!!! જ્યારે સંસારની કોઈ સમજણ ન હતી; જ્યારે ભોગસુખોના ભડકાને જીવનનો પ્રકાશ માની લેવાની ભૂલ થઈ ચૂકી હતી ત્યારે તો “ભાગ્યવાન બનવાના સોણલાં જીવનની ખીંટીએ ટિંગાતા રહ્યા હતા એ વાત સુપેરે સમજાય જાય તેવી છે. ઈચ્છા હતી કે લક્ષાધિપતિનું ભાગ્ય પામું ! સૌંદર્યરાણીના પતિનું ભાગ્ય પામું! બે બાળકોના પિતાનું ભાગ્ય પામું! ખ્યાતનામ સાહેબનું ભાગ્ય પાનું! બસ આવાં આવાં અઢળક ભાગ્યથી સંપન્ન બનું. પણ એ તો જીવનની ઉગમણી બાજુએ બેઠા બેઠા કરેલું બ્રાન્ત દર્શન હતું; કેમકે આથમણી બાજુથી હવે જોતાં સાવ જુદું જ દેખાય છે! હવે બધાં ય ભાગ્યો સાવ નકલી અને અત્યંત તકલાદી જણાયાં! ધનના ભાગ્ય મંદીના ઝપાટે ધોવાઈ ગયા? પતિના ભાગ્ય વિધુર જીવનમાં પલટાઈ ગયા! પિતાનું ભાગ્ય બાળકોના ગુલામની સ્થિતિમાં ફેરવાઈ ગયું! આરોગ્ય તૂટી પડ્યું! ખ્યાતિઓ વેરાઈ ગઈ! સંસારનું કોઈ પણ ભાગ્ય પાણીના પરપોટાના સપ્તરંગો જેવું. ક્ષણમાં જ Page #77 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર હતપ્રહત! નષ્ટવિનષ્ટ! હે ભગવાન! આજ સુધી તો ભૂલ્યો. પણ હવે ભાન આવ્યું છે. હવે તો રોમ-રોમ પુકાર કરીને તને કહે છે, “હે ભગવાન્ ! મને ભગવાન જ બનાવ! મારે ભાગ્યવાન થવું જ નથી.” એ ભાગ્યોએ જ મારા જીવનનો ભોગ લીધો છે! હવે મારે એ લોભામણી છલનાઓમાં જરા ય ફસાવું નથી. હે ભગવાન્ ! મને ભગવાન જ બનાવ.' ભગવાન થવાની એક જ ઈચ્છા! કદી વાંઝણી ન રહે જગતના જાતજાતના ભાગ્યો પામવાની ઈચ્છાઓ ગમે તેટલી જોરદાર હોય તો ય કદાચ નિષ્ફળ પણ જાય! એક ભવ માટે નહિ, હજારો-લાખો ભવ સુધીમાં ય તે ઈચ્છા ન પણ ફળે. જ્યારે ભગવાન થવાની ઈચ્છાની વાત સાવ ઊલટી છે. જેને ભગવાન થવાની તીવ્રતમ તાલાવેલી જાગે છે એ છેવટમાં છેવટ આઠ ભવમાં મુક્તિપદ પામી શકે છે. ભાગ્યવાનું થવાની કરોડો પ્રકારોની ઈચ્છાઓ કદાચ કોઈકને ફળવતી બને તો ય એમાં બીજી ઉપાધિ એ છે કે જેને જે ઈચ્છા પૂર્ણ થઈ તને બીજી અનેક ઈચ્છાઓ ઊભી થાય જ છે. એમ થતાં એ ઈચ્છાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ આત્મા ભારે મનોવ્યથા અનુભવતો રહે છે. આ વ્યથાના દુઃખ પાસે, પૂર્ણ થયેલી એકાદ ઈચ્છાનું સુખ કાંઈ વિસાતમાં હોતું નથી. આમ સરવાળે તો એ આત્મા દુઃખી જ રહે છે. જ્યારે ભગવાન થવાની ઈચ્છા પૂર્ણ થતાં તો કોઈ ઈચ્છા ન જ રહે એ વાત તદ્દન સહજ છે, કેમ કે ભગવાન થયા એટલે વીતરાગ થયા; એમને ઈચ્છા કેવી? પણ અજીબની વાત તો એ છે કે ભગવાન થવાની તીવ્ર ઈચ્છા એકવાર જાગી જાય પછી ભગવાન ન થવાય ત્યાં સુધીના સમયમાં પણ જગતના કોઈ પણ ભાગ્યની ઈચ્છા જ ઉભવતી નથી. ભગવાન થયા પછી તો મોજ છે જ. પણ ભગવાન થયા પહેલાં પણ આ આત્માને અગણિત ઈચ્છાઓની પૂર્તિના ત્રાસના દુઃખો મટી જતાં ભારે મોજ પડી જાય છે. છતાં કેવી કમનસીબીની વાત છે કે “તો ય માણસને ભાગ્યવાન જ થવું છે – ભગવાન્ થવું જ નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ધર્મથી અર્થકામ મળે પણ મંગાય નહિ સારા મનાય નહિ દેવાધિદેવ, શાસનપતિ પરમાત્મા મહાવીરની અંતિમ દેશનામાં પરમાત્માએ પ્રથમ તો ચાર પુરુષાર્થનું વર્ણન કર્યું હતું. તેમાં મુખ્યત્વે આ વાતો હતી. (૧) મોક્ષની અભિલાષાથી કરાતો ધર્મ એ જ ધર્મ કહેવાય. (૨) ધર્મથી અર્થકામ મળે એમાં કશું આશ્ચર્ય નથી. (૩) પણ ધર્મ દ્વારા અર્થકામ મંગાય તો નહિ જ. (૪) ધર્મથી મળી જતી અર્થકામની સામગ્રીને કદી સારી મનાય નહિ. ભલે એ સામગ્રી ધર્મથી મળી; અને ભલે કદાચ એ સામગ્રીથી પુનઃ ધર્મ પણ થાય તો ય ધર્મથી મળેલી અને ધર્મ કરાવનારી એ અર્થકામની સામગ્રીને સારી તો ન જ મનાય. હા, ધર્મ સારો.... પણ અર્થકામની સામગ્રી કદી સારી નહિ. આ વિચાર ખૂબ જ મહત્ત્વનો છે. પરમાત્માની છેલ્લામાં છેલ્લી દેશનામાં રજૂ થયેલું આ ઉત્કૃષ્ટ જ્ઞાન છે માટે એનું મહત્ત્વ પણ ઘણું વધી જાય છે. ધર્મના ક્ષેત્રોમાં ઘુસી ગયેલા અર્થકામરસિકો આ વાતનું ઊંડાણ સ્પર્શે તો તેમનું ઘણું અહિત થતું અટકી જાય. ઘાસ ઉગાડવા માટે બિયારણ? હોય નહિ ધર્મ તો મૂલ્યવાન બિયારણ છે. પરમપદના અનાજની ફસલની પ્રાપ્તિ માટે જ એ બિયારણ જીવનના ખેતરમાં નખાય. હા. છતાં ઘાસ ઊગી ગયા વિના રહેતું નથી એ નિર્વિવાદ સત્ય છે. પણ એવા ઘાસની પ્રાપ્તિ માટે એ બિયારણ તો ન જ વવાય ને? ઘાસ ઊગી નીકળ્યું એ એક વાત છે. અને ઘાસ ઉગાડવું એ બીજી વાત છે. ઘાસ ઉગાડાય નહિ; ઊગી નીકળવાની વાત આપણા હાથબહાર છે. જગતના અર્થકામના સુખો ઘાસ સમાન છે. ધર્મ કરનારને એ સુખો મળી જાય એમાં વાંધો નહિ; પણ મંગાય તો નહિ જ. મૂલ્યવાન બિયારણશા ધર્મના ફળરૂપે તો પરમપદની અનાજની ફસલ જ મંગાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૭e આવા સમજુ ધર્માત્માને અર્થકામના સુખના ઘાસ મળે તો ય મારે નહિ; એને લપટાવે નહિ; બલકે ઉત્તરોત્તર એનો ઊર્ધ્વવિકાસ કરવામાં નિમિત્ત બને. અનાજ તરફ જેની નજર છે તે માણસ છે. ઘાસ તરફ જેણે મીટ માંડી છે તે તો ઢોર છે. ઢોર એટલે ઢોર. પ્રીતમ તું એક પ્યારો રોકેટ યુગના કહેવાતા ધર્મી (!) માણસોની ધર્મ પ્રત્યેની ભાવના જોતાં ય ત્રાસ ત્રાસ થઈ જાય છે. આ લોકો ચારે બાજુ દોડે છે. પારસનાથને ય ભજે છે; વીરને ય પૂજે છે; પીરને ય ચાદર ઓઢાડી આવે છે; માતાજીને ચૂંદડી ચડાવે છે અને હનુમાનજીને સિંદૂર મૂકી આવે છે. વળી ક્યાંક મહાદેવજી આવી જાય તો તેમને ય માથું નમાવી આવે છે. બધે ય કાંઈક ગણગણાટ કરતા રહે છે. ભોગરસિયાઓના ગણગણાટમાં બીજું તે શું હોય? “મારું દુઃખ જાઓ; અને સુખ આવો.” એ જ કે બીજું કાંઈ ! આ ભીખ માંગવાની વાત જેવું બીજું પાપ કર્યું હશે જગતમાં? આ લોકો જે ધર્મ કરે છે એ કદી પણ સાચો-શ્રદ્ધાપૂર્વકનો હોઈ શકે ખરો? જરા ય નહિ. આ લોકો માત્ર લોટરી લગાડતા હોય છે. “લાગ્યું તો તીર, નહિ તો તુક્કો. બધી સરકારની લોટરી લગાડી મૂકીએ. “કમાયા તો અઢી લાખ! ગયા તો પાંચ સવા પાંચ રૂપિયા જ!'' કેવી ભયાનક મનોદશા! આવા લોકોને તો નછૂટકે એક વાત કહી દેવાનું મન થઈ જાય છે કે આના કરતાં તો એક જ ધણી માથે કરવો સારો. જે માંગવું હોય તે બધું ય તેની (અરિહંતની) જ પાસે પૂર્ણ શ્રદ્ધા સાથે માંગો. બીજે ક્યાંય ભમો મા! એ તો વેશ્યાના જેવું મન કહેવાય. વેશ્યાને માથું દુઃખે ત્યારે એકે ય આદમી દબાવવા ન આવે અને સતીને માથું દુ:ખે તો? ઓ લોટરીવાળાઓ! તમારા દિલના દુખાવા કેમ જતા નથી એ વાત હવે તમે સમજી ગયા ને? તો હવે સંકલ્પ કરો કયાંક... પ્રીતમ તું એક પ્યારો! વિકાસ થવાનો હશે તો હજી કદાચ આજ રસ્તે થઈ જશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર પાર્શ્વનાથ ગમનારને શું એની વીતરાગતા ગમતી નથી? અફસોસ વીતરાગ ભગવાન પાર્શ્વનાથ ખૂબ ગમે અને એમની રાગદ્વેષરહિતતા જરા ય ન ગમે એવું બને ખરું? હા. બધા સંસારરસિક આત્માઓ માટે આવું જ બને. એ લોકો પાર્શ્વનાથને ખૂબ ભજે તે ય સંસારના રાગદ્વેષના પોષણ માટે જ હોય. પાર્શ્વનાથે જે રાગાદિને માર્યા તે રાગાદિને જિવાડવા માટે જ સંસારરસિક લોકો પાર્શ્વનાથને ખૂબ પ્રેમથી પૂજતા હોય! છે ને આ પણ જગતના સઘળા આશ્ચર્યોને ટપી જાય તેવું આશ્ચર્ય! જેને વીતરાગની વીતરાગતા ખૂબ ગમી જાય એને રાગાદિભાવો જીવનમાં જે ઝંઝાવાતો સર્જે છે એનું તો કેટલું ભયાનક દુઃખ હોય! વીતરાગતાનાપ્રેમીને રાગના જ ઘર સમા બંગલા કેમ ગમશે? સ્ત્રી કેમ ગમશે? કુટુંબનો મોહપાશ શી રીતે સારો લાગશે? રાગથી ખાવાનું એને કેમ ગમશે? જ્યારે જ્યારે રાગાદિમયતા જીવનમાં દેખાય ત્યારે ત્યારે એની આંખો આંસુવિહોણી કેમ રહી શકશે? આવા મહાત્મા ગૃહસ્થો મંદિરમાં મોજ કરે.... અને જ્યારે નછૂટકે-આજીવિકા માટે મંદિરમાંથી બહાર નીકળવું પડે ત્યારે એ ઉદાસ થઈ જાય. બહાર નીકળીને ઓટલા ઉપર ઢગલો થઈને બેસી જાય. લમણે હાથ દઈને બોલે, “ઓહ! પાછું એ રાગાદિના પાપોથી ભરેલા સંસારમાં મારે જવું પડશે? હે ભગવાનું?” ક્યાં છે આવા ઓટલે બેસીને નિસાસા નાખતા ભક્તો! કોક તો દેખાડો! ઘડીયાળના કાંટે પૂજા કરનારાઓ, રાગાદિના પોષણ માટે જ પૂજા ભણાવનારાઓ કે આયંબિલ અદ્યુમ વગેરે તપ કરનારાઓ, ઈષ્ટસિદ્ધિ થઈ જાય એટલે પ્રભુને અને તેના તપધર્મને કાયમ માટે સલામ કરી દેનારાઓ વીતરાગના ભક્ત હશે પણ વીતરાગતાના તે શત્રુ જ કહેવાશે. વિસ્તાર તે વીતરાગભક્તમાં શક્ય નથી. વીતરાગતાના જ ભક્તો વીતરાગ બન્યા છે. કેસરિયાજી જેવી કફોડી સ્થિતિ શંખેશ્વરજીની ન કરતા અર્થ અને કામના રસિયઓ પોતાની જાત; કુટુંબ, ગામ વગેરેને તો બગાડે જ છે પણ આવા લોકો તીર્થોની તારકતાને પણ દુષિત કરે છે. જે તીર્થો Page #81 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર સંસારસાગરમાંથી પાર ઉતારીને મોક્ષ પમાડવાનો ગૌરવવંતો મહિમા ધરાવે છે, તે જ તીર્થોને અર્થકામપૂર્તિના ચમત્કારોનું ધામ જણાવીને એ લોકો હજારો-લાખો લોકોને ખેંચે છે. સહુ એ જ વાસનાથી તેનો મહિમા વર્ણવતા થાય છે. તીર્થ ઊભું રહે છે; તીર્થત્વનો વિનાશ થાય છે. આમ થતાં એ તીર્થ મિથ્યાદ્દષ્ટિઓનું ધામ બની જાય છે. ૮૧ આવા કારણે કેટલાય તીર્થ હાથમાંથી ગયા; અને કોણ જાણે બીજા કેટલા જશે ? શંખેશ્વરજીની પણ આવી દુર્દશા તો નહિ થાય ને ? એવો ભયાનક વિચાર મનમાં આવી જાય છે. જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા એ પાલીતાણાનું સિદ્ધક્ષેત્ર હવે ધર્મીઓની નજરમાંથી આઘું થતું જાય અને અર્થકામપોષકતાની દૃષ્ટિએ બીજા કેટલાંક તીર્થોનાં મહિમા જો વધતો જાય તો શું એમ ન કહી શકાય કે હવે જૈનત્વની દશા બેસી ગઈ છે? સાધ્ય કોણ અને સાધન કોણ? શ્રી અને શ્રીપતિમાં! શ્રી એટલે લક્ષ્મી! ‘લક્ષ્મી’ શબ્દથી સકળ સુખ સામગ્રી સમજવી. શ્રીપતિ એટલે ભગવાન! તમારે શું જોઈએ? તમારે શું બનવું છે? તમારું સાધ્ય શું? તમારે લક્ષ્મી આદિના ભાગ્યોથી સંપન્ન-ભાગ્યવાન-બનવું છે કે ભગવાન બનવું છે? તમારું સાધ્ય ભગવાન બનવાનું. અને ભગવાન બનવા માટે લક્ષ્મી આદિને સાધન બનાવી દેવાનું ? ભગવાન બનવામાં ધન, દેહ વગેરે ખૂબ સારા સાધન બની શકે છે; દાન, શીલાદિ દ્વારા સ્તો. જો સાધ્ય હોય ભગવાનપણાની પ્રાપ્તિ એ સાધન બનતાં હોય ધન વગેરે... તો મારે કશું કહેવાનું રહેતું નથી. પણ જગત તરફ નજર કરું છું તો આથી ઊલટું જ દેખાય છે. સાધ્ય બન્યું છે ધન, અને સાધન બન્યા છે દેવ, ગુરુ અને ધર્મ. લક્ષાધિપતિ કે કરોડપતિ બનવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો Page #82 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ચમત્કારિક ગણાયેલા તીર્થોમાં દોડે છે; દોરાધાગાધારી સાધુઓની પાસે ફરતા રહે છે અને આયંબિલ અઠ્ઠમ આદિ તપ-ધર્મોનું સેવન કરતા હોય છે. આવા લોકોને ભાગ્યવાન બનવું હોય છે. આ લોકો ભગવાન વગેરેને તેનું સાધન માની બેઠા છે. દેવ, ગુરુ, ધર્મની-આનાથી વધુ ક્રૂર-આશાતના કઈ હોઈ શકે ? સાધ્યને સાધન બનાવી દેવું! એના જેવું ક્રૂર પાપ, ઘોર મિથ્યાત્વ બીજું કયું હોઈ શકે? હજી ડાહ્યા બનો સાંસારિક સુખો પ્રત્યેના કાતીલરાગના પાગલપનથી મુક્ત થાઓ અને રસોઈ બનાવવા માટે જેમ કોલસો સળગાવી દેવા દ્વારા સાધન બને છે તેમ ભગવાન બનવા માટે દેહાદિ સાધનોને શોષવી નાખીને સાચા સાધન બનાવી દો તો ઘણું સુંદર. સુખરસિયાને સુખ દેવાય? જેને સંસારના સુખો પ્રત્યે ગાઢ આસક્તિ છે અને ધર્મ કરાવવા માટે સુખસામગ્રીની પ્રાપ્તિનું પ્રલોભન આપી શકાય? આવા લોકો જો ધર્મ કરશે તો પણ પોતાના ઈષ્ટસુખોની પ્રાપ્તિના સાધન તરીકે જ ધર્મ કરવાના છે. એમનું સાધ્ય તો સંસારના સુખો જ રહેવાના. જો એમના નસીબે યારી આપી અને ધર્મ કરતાં સુખ મળી ગયું તો એ તરત જ ધર્મને ધક્કો મારીને ચાલતી પકડવાના. ધર્મનું આ કેટલું ભયાનક અપમાન ગણાય? એને સાધ્ય બનાવવાને બદલે સાધન બનાવવો એ જ એની ઘોર આશાતના છે. સુખરસિયાઓએ જગતને સુખનું સાધન બનાવ્યું પણ ધર્મને ય સાધન બનાવ્યો. આવા લોકો ઉપર જો સાચી કરુણા હોય તો તે જ છે કે તેમને સુખ માટે ધર્મ ન દેખાડવો. ઉટાટીઆની ભયાનક ખાંસી ખાતો છોકરો એની મા પાસેથી પીપરમીંટ લેવા ધમપછાડા કરે તો ય મા તેને દાદ દેતી નથી. સંગ્રહણીનો દર્દી, કેસરિયા દૂધ પીવા ગમે તેટલી કાગારોળ મચાવે તો ય હિતેષીઓ તેને દૂધ દેતા નતી. આ જ તેમના પ્રત્યેની કરુણા છે. જે સાધુઓ આશ્રિતોની “ખરી મા' બને છે તેઓ કદાપિ તેમની કેવળ દ્રવ્યદયા જોતા નથી. આ આખું ય વિધાન રાજમાર્ગનું સમજવાનું છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૮૩ જે ધર્માત્માને માટે ધર્મ જ સદા સાધ્ય બની રહે છે. ધર્મથી ધન મળે તો ય જે ધર્મને વધુ શ્રદ્ધાથી વળગી રહે છે; જેને ધન આદિની માત્ર આજીવિકા પૂરતી જરૂર છે; એટલી આજીવિકા ન મળે તો ધર્મમાં વિઘ્ન આવતાં જેનું મન ઉદ્વેગ પામે છે તેની વાત સાવ જુદી છે. ગીતાર્થગુરુ અને એ મુગ્ધ ધર્માત્મા વચ્ચેની વ્યક્તિગત બાબત છે. આત્મા ઉત્તમ! છતાં ક્યારેક કાર્ય અધમ! શાથી? જન્મ-જન્માંતરોની ધર્મસાધનાના બળે આત્મામાં સાહજિક ઉત્તમતા પ્રકાશતી હોય છે. કેટલાક મનને મનાવવા-સમજાવવાના પ્રયત્નપૂર્વક સાચો ધર્મ કરતા હોય છે. તો કેટલાક આત્માઓ સહજ રીતે જ ધર્મ કરતા હોય છે. ચંદનની સહજ સુવાસ જેવી એમની ઉત્તમતા હોય છે. પણ આવા ઉત્તમ આત્માઓ પણ પોતાના જીવનમાં ક્યારેક અધમકૃત્ય આચરી બેસે તેવું બની જાય ખરું. બેશક! એ સ્થિતિ ખૂબ જ આશ્ચર્યભરી લાગે પરંતુ શાસ્ત્રની સૂઝવાળા જ્ઞાનીઓને તેમાં કશુંય આશ્ચર્ય જણાતું નથી. પ્રશ્ન એટલો જ છે કે સાહજિક ઉત્તમતાવાળા આત્માઓનું એ જાતનું પતન શાથી થઈ જતું હશે? આના સમાધાનમાં શાસ્ત્રકાર મહર્ષિઓ જણાવે છે કે આવું બનવા પાછળ જન્મજન્માંતરની કોક ગંભીર ભૂલ કારણ બનતી હોય છે. ઉત્તમ કક્ષાનો ધર્મ કરવા છતાં જો તે ધર્મ દ્વારા સાંસારિક સુખો પ્રાપ્ત કરવાની ભાવના ચિત્તમાં જોર પકડી લે અને તેની યાચના પણ તીવ્રતા પામે તો તે ઉત્તમ ધર્મ ઉત્તમતા આપે અને તે અધમ ભાવના અધમ કૃત્યોની કાળી ટીલી પણ લગાડે. તમામ વાસુદેવો અને પ્રતિવાસુદેવો અવશ્ય મોક્ષગામી હોવાની ઉત્તમત્તાવાળા હોવા છતાં જે અકાર્યોથી તત્કાળ નારકભેગા થઈ ગયા તે અકાર્યોનું બીજ જન્માંતરના તીવધર્મ સાથેની તીવ્ર સાંસારિક વાસનાઓમાં પડેલું જ હતું. સાંસારિક વાસનાઓની પૂર્તિની ભાવના સાથે કરાતા ધર્મ દ્વારા આત્મા સાથે કેવી ભયંકર રમત રમાઈ જાય છે એ વાત બરોબર સમજાઈ જવી જોઈએ; જેથી એ પાપ જીવનમાં કદી ઉદ્ભવે નહિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર પાપપ્રતિઘાતશક્તિ, માત્ર ભક્તિમાં કોણ જાણે કેટલાય જન્મોમાં સેવી સેવીને અસ્થિમજ્જા જેવા એકરસ કરી દીધા હશે પાપસંસ્કારો; આત્માના પ્રદેશ-પ્રદેશમાં ? પાપ નહિ કરવાના હિમાલયના સંકલ્પો તૂટી પડે છે; તપ-ત્યાગના ભીષ્મ પુરુષાર્થોના પંથે થાકી જવાય છે. વળી એ જ લાચારી; એ જ પરવશતા; એ જ ગુલામી. પાપનો પડછાયો દેખાયા બાદ કોઈક જ માણસ એનાથી ભાગી છૂટી શકતો હશે. કોણ તોડી શકે પાપોનું આ આસુરી બળ! આપણો તાતો પુરુષાર્થ પણ નિષ્ફળ ગયો છે. એક જ ઉત્તર મળે છે : ભક્તિ; ભગવંતની! સાચી ભક્તિ; હૃદયની આરઝુઓથી ખીચોખીચ ભરેલી ભક્તિ! કોક જ કરી શકે છે એવી ભક્તિને! માટે કોક જ બચી શકે પાપોના એ ભયાનક ઝપાટાઓમાંથી! ભક્તિ એવા ભગવંતની છે જે સર્વથા નિષ્પાપ છે; સર્વથા શુદ્ધ છે. આથી જ એ ભક્તિ પાપપ્રતિઘાતશક્તિ બની રહે છે. જુદી જુદી રીતે પાપનો પ્રાગભાવ તે જાળવી જ રાખે છે. ભક્ત પાપ કરવા તૈયાર થાય ત્યાં જ ભક્તિ એવી ત્રીજી વ્યક્તિને ઉપસ્થિત કરી દે કે પાપનું નાટક ભજવવાનું બંધ રહી જાય. બનતા સુધી તો સાચી ઈશ્વરભક્તિ પાપવાસનાને જાગવા દેતી નથી. આપણે આ ભક્તિતત્ત્વમાં અપાર નિષ્ઠા કેળવવી જોઈએ અને એ નિષ્ઠાપૂર્વક જ જપ, પૂજન, વંદન વગેરે ભક્તિઓને આરાધવી જોઈએ. તે વિનાના માણસને માટે પાપો નહિ છૂટતા હોવાની ફરિયાદો કરવાનું તદ્દન અર્થહીન બની જતું લાગે છે. સારા (મોક્ષ) કરતાં ખરાબ (સંસાર) સમજવો જ્યાં સુધી મોક્ષ ન ગમે ત્યાં સુધી ગમે તેટલી ધર્મક્રિયા કરો; માસ માસના Page #85 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ઉપવાસ કરો; આજીવન બ્રહ્મચારી બનો; સર્વસ્વનું દાન કરો... બધું ય નિષ્ફળ. માટે જ ગમે તે રીતે મજાનો એવો મોક્ષ મજાનો લાગી જ જવો જોઈએ. ત્યાંનો આનંદ; ત્યાનું સુખ; ત્યાંનું શાશ્વત જીવન; વગેરે સમજી લો અને તે સ્થાનના પ્રેમી બની જ રહો. પણ નહિ જોયેલી એ દુનિયા ઉપર પ્રેમ જગાડી દેવાનું કામ ઘણું જ કાઠું છે એમ લાગે છે; ચાહે તેટલી એ ચીજ સારી હોય. હવે શું કરવું? મોક્ષનો પ્રેમ તો ગમે તે રીતે જગાડવો જ રહ્યો. ખેર... પેલી વાત યાદ આવે છે કે દિવેલ પીવા માટે બાળક સીધી રીતે મોં ખોલે નહિ તો મા એનું નાક દબાવીને પણ મોં ખોલાવી દે છે. આવી જ કોઈક “ટ્રીક” અહીં સમજાવવી છે. સારું ત્યારે; ભલે મોક્ષના આનંદની મજામાં મજા ન આવતી હોય પણ ચારે બાજુથી સળગેલા તમારા સંસારના સુખોની સજા તો અનુભૂત જ છે ને? કેવો સળગ્યો છે સંસાર? એકે ય વાત દુઃખ વિનાની નહીં, એકાદ દુઃખ બધાં સુખને સળગાવે; બધા સુખ અંતે તો વિયોગ જ પામે. હાય! માર્યા વિના તો અહીં જિવાય જ નહિ. આવા સંસાર ખાતર અમૂલ્ય શક્તિ, સમય અને ધર્મનો ભોગ આપી દીધો તો ય એ તો અહીંથી હાલ્યા જવાનું રોકડું પરખાવી જ દેશે. કેવો ખરાબ છે સંસાર? તો અહીંથી નાસી જ છૂટવું જોઈએ ને? જ્યાં આ સંસાર નથી ત્યાં સ્તો વળી. બંગલાદેશના બંગાળીઓએ બંગલાદેશમાંથી કેવી નાસભાગ કરી? શું ભારત તેમને ગમી ગયું છે? ના... પણ યાહ્યાખાનના પંજામાં સપડાયેલો દેશ તો તેમને ભૂડો લાગી જ ગયો છે. માટે જ... તમે ય એક વાર સહુ સાથે બોલો... “સંસાર ખૂબ જ ખરાબ છે.' “ભૂખ્યાને પ્રથમ ભોજન! પછી ધર્મ!” કહેનારાઓને... ચારે બાજુ બૂમરાણ મચી છે, “ભૂખ્યાને ભોજન જ ન મળે; નાગાને વસ્ત્ર જ ન હોય; સૂવાને ઓટલો ય ન હોય તે માણસને ધર્મની વાતો કરવાનો કોઈ અર્થ નથી. પહેલાં એની જરૂરિયાતો પૂરી પાડો; પછી ધર્મની વાત કરો.” Page #86 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર બેશક; આવું વિધાન કરનારાઓના અંતઃકરણમાં ધર્મ પ્રત્યેનો તિરસ્કારધિક્કારભાવ છે પરંતુ રજૂઆત ઘણી જ આકર્ષક હોવાથી ભલભલાને “ઊલુ” બનાવાયા છે. આવા પ્રચારકોને મારે એક જ વાત પૂછવી છે કે જેઓ ભૂખ્યા નથી પણ પેટ અને પટારા ભરેલા છે; ટેરેલીનના સૂટના જેને ત્યાં ગંજ ખડકાયા છે; જેઓ મોટા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ છે તે બધા ય શું ધર્મ કરતા થઈ ગયા છે? કે પછી વધુમાં વધુ નાસ્તિકતા તેમના જીવનમાં પણ સંભવી શકે છે ખરી? તેઓ ભગવદ્ભક્ત; દુઃખીઓના મિત્ર અને જીવનથી પવિત્ર હશે ખરા? જો આ વાત વિચારવા લાયક બની જતી હોય; જો પેટ ભરેલાના જીવનો પાપોથી ખરડાઈ જવાનો વાયરો જ ચાલતો હોય તો ભૂખ્યાના દુઃખ શા ખોટા છે? બે વિકલ્પમાં જ પસંદગી કરવાની થાય તો કઈ કરવી? વળી ભૂખ્યાને ભોજન આપવાની ના કોણ પાડે છે? પણ તે માટેની ભૂમિકા તો તૈયાર થવી જ જોઈએ ને? દુ:ખીને પોતાના દુઃખમાં જે દીનતા આવી જાય છે તેને પ્રથમ દૂર કરવી જોઈએ; ત્યાર પછી સુખમાં સંભવિત લીનતાઓના અનર્થો પણ સમજાવી રાખવા જોઈએ. જો એવી મજબૂત ભૂમિકા તૈયાર થઈ જાય તો એ ભૂખ્યાને ભોજન આપવાની વાતનો વ્યક્તિવિશેષે કોણ નિષેધ કરે છે? પણ જો દીનવાદિ દોષોને “ચેક અપ' કરવામાં આવે નહિ અને ભૂખના દુઃખ ટાળવાની પ્રક્રિયા અપનાવાય તો પેટ ભરેલાના જીવનો આ ધરતી ઉપર શાપ બનીને ફેલાશે; આગ બનીને વરસશે; કોઈ મા-બેનની ઈજ્જત સલામત નહિ રહે. લોહીમાંથી ડાયાબિટીસ “ચેક કર્યા વિના સડેલા આંતરડાનું ઓપરેશન કરનાર ડૉક્ટર ગધેડો ગણાય છે હોં! નવરાશમાં સન્માન પામતી ચીજ; ભંગીઆ જેવી તમારે ત્યાં દીકરાના લગ્નપ્રસંગે ભારતના વડા પ્રધાનથી માંડીને ગામનો ભંગીયો પણ હાજરી આપે ત્યારે પહેલાં તો મોટા બડેખાંઓને જ મળો ને ? એ બધાયનું બધું ય પતી જાય પછી જો નવરાશ મળે તો જ પેલા ભંગીયાનો નંબર લાગે ને? અને જો નવરાશ ન મળી તો ભંગીયાને બીજે-ત્રીજી-ચોથે-દહાડે મળવાનો વાયદો આપઆપ કરીને છટકી જાઓ ને? Page #87 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર તમારા જીવનમાં ધર્મ પણ ભંગીયા જેવો જ નથી? સંસારની બધી વાતો પતી જાય અને પછી જો નસીબજો ગે નવરાશ મળે (અને મૂડ આવી જાય) તો જ ધર્મક્રિયાઓનો નંબર લાગે ને? તમે સાધુઓને ઘણી વાર કહ્યું હશે કે, “નવરાશ મળતી નથી કેમકે ઘરાકી પુષ્કળ રહે છે.” પરંતુ તમે તમારા ઘરાકને એવું કદી કહ્યું છે ખરું કે, “નવરાશ મળતી નથી કેમકે જાપ વગેરે ખૂબ કરવાનો રહે છે?'' આયંબિલ પણ રવિવારની નવરાશે ! વ્યાખ્યાનશ્રવણ પણ ઘરે બેઠાં બગાસા ખાવાના હોય તો જ! આનો અર્થ એ થયો કે આપણા દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય ભંગીયાના સ્થાને બિરાજમાન થયેલા છે. કેટલી દુઃખદ બાબત! પમાન કરીને એની ભક્તિ કરવી એમાં શી ભલીવાર? નાક કાપીને કોકને પકવાન જમાડવા જેવું કર્યું ને? નાગા કરીને પાઘડી પહેરાવી ને? ડાહ્યા હો તો સાનમાં સમજી જાઓ; અને હવે તમારો સિદ્ધાંત બદલો.... નવરાશમાં જ સંસાર! સામાયિકો કરતાં કરતાં નવરાશ મળે તો જ મહેમાન! વહેવાર વગેરે.. પુરુષાર્થે ખેતી; પુણ્ય વરસાદ; ધર્મે અનાસક્તિ આ હિન્દુસ્તાનમાં ખેડૂત જેવો આસ્તિક સંસારીજન કયો હશે? કેવો ધરખમ પુરુષાર્થ કરીને ખેતર તૈયાર કરી દે છે? બળબળતી બપોર! લૂ ઝીંકતો પવન! આગ વરસાવતું ગગન! પસીનાના તો રેલરેલા ઊતરી જાય! પુરુષાર્થ તો આખી દુનિયા કરે છે! પણ તન તોડી નાંખવા સુધીનો પુરુષાર્થ તો ખેડુ જ કરતો હશે! અને પછી જેઠ માસ આવે છે; અને ઊતરવા ય લાગે છે. એક પછી એક નક્ષત્ર આવતું જાય છે. હવે એ ખેડુ મહારાજ ગગન ભણી મીટ માંડીને બેસે છે. નક્ષત્રોના વર્તારાની વાતો કરે છે અને સહુને કહે છે, “હવે તો હજાર હાથના ધણીની જે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નહિ એસો જનમ બાર-બાર ઈચ્છા હશે તે જ થશે. એની મરજી હશે તો પાણી પડશે; નહિ તો ઊની ઊની આગ વરસ્યા કરશે.” ખેડુ ક્યાંય ભૂલથી પણ એમ બોલતો નથી કે, “આટલો ધરખમ પુરુષાર્થ કર્યો છે માટે ફળ આવવું જ જોઈએ. પુરુષાર્થથી શું અસાધ્ય છે? આપણો સંકલ્પ હોય તો વરસાદ પડવું જ જોઈએ.” ના. બાપડો એવું કાંઈ જ બોલતો નથી. એની તો એક જ વાત છે, “ધણીની ઈચ્છા હશે તે જ થશે. આપણો ગમે તેટલો પુરુષાર્થ કરીએ તેથી કાંઈ ન વળે. એવી ઈચ્છા ય ન રખાય.” ખેડુની કેટલી જબ્બર આસ્તિકતા! વાત પણ તદ્દન સાચી જ છે ને? તમે ગમે તેટલા બંધ બાંધો કે ટ્રેકટરો ફેરવો, કે કૂવા ખોદાવો, વરસાદ જ ન થાય તો? બધું બેકાર! યાદ રાખજો કે પુરુષાર્થે તો ખેતી જ થાય; પણ વરસાદ તો ભાગ્યથી જ પડે; અને વરસાદ પડે; વીસ આની વર્ષ થાય; હજારો રૂપિયાની કમાણી થાય તો તે કમાણીનું સુંદર પાચન તો પૂર્વજન્મના ધર્મનો સહારો હોય તો જ થાય. એમાં ભાગ્યનું ય ન ચાલે. Page #89 -------------------------------------------------------------------------- ________________ _/ FILT (૨) ધન અને ધર્મ Page #90 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ધનથી ધર્મ? શું ધનથી ધર્મ ન થાય? ઊભા રહો. આ પ્રશ્નનો જવાબ આપવા પૂર્વે એક પ્રશ્ન પૂછી લઉં. શું દૂધથી લોહી થાય? શું રોટલીથી તાકાત આવે? જો હા કહેશો તો ખોટા ઠરશો. તમારા હાથમાં દૂધનો પ્યાલો પકડો કે ઘઉંની રોટલી રાખો; લોહી કે તાકાત પાંચ દિવસે ય નહિ જોવા મળે. એટલે અહીં કહેવું જ પડશે કે દૂધ પીવાથી એ રોટલી ખાવાથી લોહી થાય; પણ આટલું ય બસ નથી. હજી આગળ વધીને કહો કે પીધેલું દૂધ પચે તો; ખાધેલી રોટલી પચે તો લોહી થાય. આ જ રીતે કહેવું જોઈએ કે ધનથી ધર્મ ન થાય. ધન તો ઘણા મોટા ધનપતિઓ પાસે છે છતાં જીવનમાં ધર્મનું નામોનિશાન જોવા મળતું નથી. ધર્મ તો ધનની મૂર્છા ત્યાગવાથી જ થાય. જો ધનથી જ ધર્મ થઈ જતો હોત તો ભગવાન મહાવીરના સેવકો તરીકે અબજોપતિ દેવો હાજર હતા. એકાદને પણ ભગવંતે ફરમાવી દીધું હોત કે, “જે લોકો ધર્મ કરે તેમના ઘરમાં ધનનો વરસાદ વરસાવી દેજો.' કેમ આમ કદી ન કહ્યું? આજના ગરીબોને અને ધનવાનોને-બેયન-ધનની વાસના મર્યાદા વટાવી ચૂકી છે. એમને મંત્ર, તંત્રાદિ દ્વારા ધન પ્રાપ્ત કરાવી આપવામાં આવે તો એ લોકો ધર્મને તરત ધક્કો મારી દે, કેમકે એમનું સાધ્ય ધન છે; ધર્મ તો સાધન છે. - સાધ્ય પ્રાપ્ત થાય પછી સાધનને ધક્કો જ મારે ને? ધર્મની આ કેવી ઘોર આશાતના! સંતો! ધનલોલુપીને ધર્મ કરાવવા માટે ય ધનનું પ્રલોભન કદી ન દેશો. બિચારા આશાતનાનું પાપ બાંધશે. પાપની જેમ ધર્મો ય ઉધાર ખાતે! જીવનના પાસાં બે... જમા અને ઉધાર. Page #91 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર પાપો તો ઉધાર ખાતે જ ખતવાય, એમાં કોઈ સંદેહને અવકાશ નથી. પણ એ વાતથી કેટલા આત્માઓ વાકેફ છે કે જીવનમાં કરાતા કેટલાક ધર્મો પણ આ રીતે ઉધાર ખાતે ખતવાઈ જતા હોય છે. જેને મોક્ષમાર્ગની સમજણ જ નથી, પરલોકનો જેને ભય નથી, પાપનો જેને કંપ નથી; પુણ્યનો જેને મોક્ષાર્થે ખપ નથી તેવા આત્માઓ પ્રાયઃ તો ધર્મ કરે જ નહિ; કદાચ ધર્મ કરે તો શા માટે કરે? એ જ પ્રશ્ન છે. ધનની મૂછવાળો ધન ત્યાગવારૂપ દાન શું કરવા કરે પણ? વાસનાનો કીડો શું કરવાનું શીલ પાળે વારુ? રસનાનો લંપટ શા માટે તપ કરવાનો પુરુષાર્થ કરે ? કાંઈ કારણ ભલા? કાં તો આ લોકના ધર્મી તરીકેના માનપાન આદિ મેળવવા માટે જ કરે; કાં તો પરલોકના ઉર્વશી – અપ્સરાના ભોગ સુખોની લાલચે જ ધર્મ કરે. જે વાંઝીઓ બાળક માટે વલખા મારે, જે વિધુર, સ્ત્રી ખાતર ફાંફાં મારે! જે યુવાન, વાસનાથી કાયર બને.... અને પછી એ માટે જ જે ધરમનું શરણું લે.. એનો ધરમ જમાના પાસામાં કદી ખતવી શકાય નહિ. ધન દઈને વધુ ધન મેળવવા માટેના ધર્મને ધર્મ શું કહેવો? આ તો લેવડદેવડની બજારુ વસ્તુ થઈ. આવા શીલ, તપ આદિના ય ધર્મોને ધર્મ કેમ કહેવા? હા.. ઉધાર પાસાનો એને ધર્મ કહેવાય ખરો. કક્ષાદિભેદે ધર્મભેદ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદોથી ધર્મના અને તેના અંગેના વિધિવિધાનાદિના અનેક ભેદો પડી જાય છે. એક જ ક્રિયા અમુક સંયોગમાં વિધિનો વિષય બને છે અને અમુક સંયોગમાં નિષેધનો વિષય બની જાય છે. સ્ત્રી સાડલો પહેરે તેથી કાંઈ પુરુષે પણ સાડલો પહેરવો? રોગી દવા લે તેથી કોઈ નિરોગી પણ દવા લે? ભોજન જમીન ચૂકેલો સ્ટવ હોલવી નાખે તેથી કાંઈ ભોજન બનાવનારો પણ સ્ટવ હોલવી નાંખે? ભૂખ હોય ત્યાં સુધી ખાવું એ કર્તવ્ય ગણાય છે પણ ભૂખ સંતોષાઈ ગયા પછી “એ જ ખાવું' અકર્તવ્યરૂપ ગણાય છે. પેટમાં ઘણો મળ પડ્યો છે છતાં મંદિરમાં જઈ શકાય પણ તે જ મળનો ડાઘ પણ કપડા ઉપર પડયો હોય તો મંદિરમાં ન જ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નહિ એસો જનમ બાર-બાર જવાય. જોડાનું ચામડું લઈને મંદિરમાં ન જવાય; જ્યારે મંદિરના ઢોલ ઉપર ચામડું જ જડેલું હોય છે. પાણી કાચુંને કાચું ન જ પીવાય પરંતુ કાચા પાણીથી પરમાત્માને પ્રક્ષાલ થઈ શકે. આમ અનેક કક્ષાએ, અનેક ક્રિયાઓ, વિધિ કે નિષેધનો વિષય બન્યા કરે પરંતુ એ બધાયનું મૂળસ્ત્રોત તો એક જ તત્વ છે... “તમારા રાગાદિમળોનો વિગમ કરો.” કાચું (સાત્વિક) પાણી પ્રક્ષાલમાં વાપરતાં ચિત્તમાં ઉલ્લાસ જાગે છે. તાજું જ ફળ પ્રભુની સામે નજર કરાય છે ને? અને તેથી રાગાદિનો નાશ થાય છે ને? તો તેમ ન જ કરતાં સર્વત્ર એક જ જાય. ભલે અનેક રસ્તા. કોણ કોની રક્ષા કરે? શેઠ, નોકરની રક્ષા કરે કે નોકર શેઠની રક્ષા કરે? બે ય પરસ્પરની રક્ષા કરે એ જવાબ બરોબર નથી. સાચો જવાબ એ જ છે કે જો નોકર શેઠની રક્ષા કરે તો જ શેઠ એ નોકરની રક્ષા કરે, જે નોકરને શેઠની સેવા કરવી નથી એ નોકરની ચિંતા કરવા શેઠ બંધાયો નથી. રક્ષા કરવામાં પહેલ કરવાની છે નોકરે; ત્યાર પછી જ વળતી રક્ષા કરવાની જવાબદારી લેવાની છે શેઠે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ”.. વાક્યનો ભાવ એ છે કે જો ધર્મની તમે રક્ષા કરો તો ધર્મ તમારી જરૂર રક્ષા કરશે. અહીં એમ તો કદી નહિ કહી શકાય કે, “જો ધર્મ અમારી રક્ષા કરે તો અમે ધર્મની રક્ષા કરીએ.” આ તો નોકરની બેવકૂફ માંગણી જેવી વાત છે. બેવકૂફ નોકર જ એમ કહી શકે કે જો શેઠ મારી રક્ષા કરશે તો જ હું શેઠની રક્ષા કરીશ. પહેલ તો જે નોકર હોય તેણે જ કરવાની છે. ધર્મ એ તો શેઠ છે. આત્મા એ જ નોકર છે. સુખના સમયમાં તમે ધર્મની રક્ષા કરો; એના શરણે જાઓ; એના તમામ Page #93 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર અંગોનો યોગક્ષેમ કરો. એની સતત વૃદ્ધિ કરો. તો દુઃખના તમારા સમયમાં એ વિશિષ્ટ ધર્મ જનિત પુણ્ય તમારી વહારે દોડી આવશે; કદાચ દોડી આવવા જેટલું પુષ્ટ એ પુણ્ય નહિ બન્યું હોય તોય ધર્મ સાક્ષાત્ તમારા ચિત્તમાં અદીનતાની અપાર સમાધિ ઉત્પન્ન કરશે જ કરશે. કાં એ દુ:ખ કાઢશે પુણ્ય દ્વારા; કાં એ અદીનતા જમાવશે પોતાના દ્વારા. આ જ તેનું રક્ષકત્વ છે. આત્માની શુદ્ધિની જેમ પુષ્ટિ પણ જરૂરી જેમ શરીરમાં એકલી નિરોગિતા ચાલતી નથી; અમુક સંયોગોમાં શરીરની પુષ્ટતા પણ જરૂરી માનવામાં આવી છે તેમ આત્માના પણ દ્રવ્ય અને ભાવ સ્વરૂપ પાપોની શુદ્ધિ થવા સાથે પુણ્યની પુષ્ટિ પણ અનિવાર્ય છે. જેના આંતરડા પુષ્ટ છે એ જ મલાપગમની તાકાત દ્વારા મળ-શુદ્ધિ કરી શકે co અપુષ્ટ આંતરડા મળનું શોધન કરી શકતા નથી. જેની પાસે પુણ્યની પુષ્ટિ છે એ જ પાપશુદ્ધિ કરી શકે છે. સુદેવાદિનો યોગ તો પુષ્ટ પુણ્યથી જ થાય છે ને? એવા યોગ વિના શુદ્ધિનું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત જ શી રીતે થાય? એ જ્ઞાન વિના શુદ્ધિ કયાં શક્ય છે? શ્રીષોડશક પ્રકરણમાં પાપક્ષયજનિત નિર્મલતાને શુદ્ધિ કહી છે અને પુણ્યના સંગ્રહ સ્વરૂપ પુષ્ટિ કહી છે. આ પદાર્થ ઊંડું ચિંતન માગે છે. પુણ્યની બિલકુલ જરૂર જ નથી.” એવી વાતો કરનારાઓએ આ પદાર્થની સતત અનુપ્રેક્ષા કરવી જોઈએ. જો પુણ્ય બિનજરૂરી હોય તો પુણ્યથી જ પ્રાપ્ય મનુષ્યત્વ, આર્યત્વ, પંચેન્દ્રિયપટુત્વ, જિનવાણીયોગ વગેરે બધા ય બિનજરૂરી થઈ જશે. પણ મનુષ્યત્વ આદિની પ્રાપ્તિના તો પેટ ભરીને ગુણો ગવાય છે. વસ્તુતઃ પાપ કરાવનારા પુણ્યને જ ત્યાજ્ય ગણવું જોઈએ. ધર્મકારક પુણ્યને તો કક્ષાવિશેષમાં ઉપાદેય ન ગણવું જોઈએ. એ પુણ્ય તો જેટલું પુષ્ટ થશે એટલી આત્માની પાપ શુદ્ધિ વધતી જશે. આંતરડા જેટલા માંસથી પુષ્ટ હોય તેટલી મળશુદ્ધિ જોરદાર થાય જ છે ને? Page #94 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર કક્ષાદે ધર્મો કોઈ પણ વ્યવહાર ધર્મ સર્વ વ્યક્તિ માટે; સર્વ કાળ માટે એકસરખો ન કહી શકાય. હા... સ્વરૂપશુદ્ધિનો એક જ નિશ્ચય ધર્મ સર્વકાળની સર્વવ્યક્તિના આદર્શરૂપે જરૂર કહી શકાય. નિરોગી માટે દવા ન લેવી તે ધર્મ; રોગી માટે દવા લેવી તે ધર્મ... સાધુ દ્રવ્ય જિનપૂજા કરે તો અધર્મ, શ્રાવક એ જિનપૂજા ન કરે તો અધર્મ. સ્ત્રીને માટે સાડલો પહેરવો એ ધર્મ; પુરુષને માટે એ જ અધર્મ. એક જ ગુણ એક જ વ્યક્તિના ભિન્ન ભિન્ન કાળે ધર્મ, અધર્માદિ સ્વરૂપ બની જતો હોય છે. જ્યાં સુધી કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી તે કાર્ય પ્રત્યે શક્તિમાન વ્યક્તિએ ઉદાસી ન રહેવું તે અધર્મ; પરંતુ કાર્યસિદ્ધિ થઈ ગયા બાદ હવે ઉદાસીન રહેવું (તેમાં અહંતા મમતા ન કેળવવા) તે ધર્મ બની જાય છે. ભૂખ્યા માણસને ભોજન કરવા પૂર્વે ભોજન કરાવવું એ આવશ્યક બાબત બની જાય છે જ્યારે ભોજન કરી લીધા બાદ, “ભોજન કરવું તે તદ્દન અનાવશ્યક બની જાય છે. સ્ત્રીઓને જિનપૂજા કરવી તે ધર્મ છે પરંતુ એમ.સી. કોર્સમાં તે જ ક્રિયા મહાઅધર્મ બની જાય છે. - ધર્મરક્ષા કાજે ગીતાર્થ મુનિને કોઈ સ્વરૂપહિંસા કરવી જ પડે તેવી જ સ્થિતિ ઉપસ્થિત થઈ હોય તે વખતે તેમ કરે તો જ અહિંસક કહેવાય. શાસ્ત્રસંમત અપવાદ માર્ગનું તેના સેવન સમયે સેવન ન કરે તો તે મુનિ વિરાધક કહેવાય. અત્યંત પાપિષ્ટ આત્માને ઉપદેશ દેવો તે અધર્મ છે; સુયોગ્ય વ્યક્તિને ઉપદેશ ન દેવો તે અધર્મ છે. કુપાત્રને દીક્ષા ન દેવી તે ધર્મ છે. સુપાત્રને દીક્ષા ન દેવી તે અધર્મ છે. જિનશાસનના આ અટપટા મર્મોને આપણે જાણવા જ રહ્યા. કેટલા ઊંચા દેવાદિના આદર્શો! વૈજ્ઞાનિકો કહે છે કે કરોડો ફેરનહીટની ગરમીથી સૂર્ય તપે છે માટે જ આ Page #95 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર દુનિયાના માણસોના શરીરમાં ૯૮ ડીગ્રી જેટલી ગરમી હસ્તી ધરાવે છે. જો સૂર્યમાં આટલી પ્રચંડ ગરમી ન હોત તો જીવસૃષ્ટિમાં થોડી પણ ગરમી ન રહેત. એથી સહુનો નાશ થાત! બેશક વિજ્ઞાનના આ મંતવ્ય સાથે આપણે સંમત નથી. પરંતુ તેનો અભિપ્રાય આપણી વાતમાં વિચારવો છે. જિનેશ્વરભગવંતના શાસનમાં જન્મ પામેલા જેનોને કેટલા ભાગ્યશાળી ગણવા? અરે! એમના ભાગ્યની તો શી વાત કરવી? એના મૂલ્ય શી રીતે આંકવા? ત્યાં ગણિત જ ખૂટી જાય તેમ છે. જૈનની સામે વિરાગના કેટલા જ્વલંત આદર્શો છે! એની સામે જે દેવતત્ત્વ છે એ કેટલું વીતરાગમય છે! ક્યાં ય કોઈ વાતની નબળાઈ શોધી ન જડે! ઢાંકપિછોડા કરવાની તો જરૂર જ ન પડે! એ શાસનપતિ તીર્થંકર પરમાત્માઓના ગૃહસ્થજીવન પણ ભરપૂર વિરાગથી પ્રોક્વલ બનેલા હોય! ગુરુતત્ત્વ પણ કેટલું બધું સુંદર! કેવું કઠોર જીવન! કેવી જિનાજ્ઞાપાલકતા! સંસારસુખો તરફ કેવી ભયાનક નફરત! સ્વપ્ન ય એ સુખ સ્પર્શે તો ઊંઘમાં ઘૂજી જાય! અને એનો ઉચ્ચ કક્ષાનો શ્રાવકવર્ગ પણ કેવો? કેવું ઔદાર્ય? કેવી જિનભક્તિ? કેવી ખુમારી? પેથડો, કુમારપાળો, સંમતિઓ, ભામાશાહો અને જગડુશાહોનું શાસન કેવું દીપી રહ્યું છે? જ્યાં આટલા ઊંચા આદર્શો છે ત્યાં થોડોય વિરાગ, થોડું ય ઔદાર્ય, ખુમારી, પ્રેમ વગેરે કેમ ન હોય? જેને થોડું ય ન હોય તેના જેવો કંગાળ બીજો કોઈ હોઈ શકે ? ત્રણ રસથી ધર્મરસ ઉત્તમ આત્માને મોક્ષના રસથી ધર્મરસ હોય; મધ્યમ આત્માને પુણ્યના રસથી ધર્મનો રસ હોય; અધમ આત્માને (સંસાર) સુખના રસથી ધર્મરસ હોય. બેશક, ઉત્તમ તો મોક્ષરસી જ કહેવાય. પણ સુખરસીને સીધો મોક્ષરસ ઉત્પન્ન ન થતો હોય તો તે માટે તેને પુણ્યરસી બનાવવો એ ય ખોટું તો ન જ કહેવાય. વર્તમાન કાળના સુખરસીઆઓ પુણ્યરસી બને તો ય ઘણા સારા. Page #96 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર આ ત્રણે ય પ્રકારના જીવાત્માઓના લક્ષણ જોઈએ. જેને સંસારસુખ જ ખૂબ ગમતું હોય તે દુઃખથી ખૂબ ડરતા હોય; પુણ્યના રસીઆ પાપથી ખૂબ ડરે; જ્યારે મોક્ષરસી આત્મા સંસારમાં રહેવાથી જ ખૂબ ડરે એ તો સંસારમાં રહેવું એ જ સર્વપાપનું મૂળ લાગે. સુખરસી પોતાના પુરુષાર્થના બળ ઉપર મુસ્તાક રહીને જ્યારે ને ત્યારે બાહુ (મસલ્સ) દેખાડતો હોય; પુણ્યરસી આત્મા પોતાનું લલાટ દેખાડીને દરેક વાતમાં ભાગ્યને આગળ કરતો હોય; જ્યારે મોક્ષરસી જીવ તો માથે હાથ મૂકીને પ્રત્યેક વાતમાં દેવગુરુની કૃપાને જ આગળ કરતો હોય. આ ત્રણેયનો ક્રમશ: પહેલો, બીજો અને ત્રીજો વર્ગ પાડીશું. મોક્ષરસી આત્માની તાકાત દૂધ પચાવવાની છે. પુણ્યરસીની તાકાત છાશ પચાવવાની છે. જ્યારે સુખરસી તો ભજીઆ ખાઈને આંતરડા બગાડતો રહે છે. જેની જેવી કક્ષા તેવી ગીતાર્થગુરુની પ્રરૂપણા... સર્વને એક જ લાકડીએ એકાંતે દોરે તે ગીતાર્થ ન કહેવાય. ભજીઆ છોડાવીને છાશ ઉપર ચડાવાય સીધા. દૂધ ઉપર ચડાવે તો ઉંટવેદ્ય કહેવાય. – ૧૦૦; + ૫; + ૧૦૦ મનને મારી નાખીને, કચવાતા મને; કોઈના ભારે દબાણ કરાતા ધર્મોથી કરાતી પુણ્યકર્મની કોઈ પણ ક્રિયા - ગમે તેવા મનપૂર્વકની હોય તો ય પુણ્યકર્મ જ બાંધી આપે તેમ ન કહી શકાય. ઉપરોક્ત સ્થિતિમાં તો પાપ જ બંધાય. આવી ધર્મક્રિયાને આપણે “–૧૦૦ કહીશું. પણ જ્યાં મનને સમજાવીને શાંત કરી દેવામાં આવ્યું છે; છેવટે એહિક સમજૂતીપૂર્વક ધર્મના પંથે લગાડવામાં આવ્યું છે તેવી ધર્મક્રિયાને આપણે “કાંઈક સારી જરૂર કહીશું. શ્રી ઉવવાઈ સૂત્રમાં આવે છે કે કુળની ખાનદાનીનો વિચાર કરીને, વિધવા બનેલી નવોઢા સ્ત્રી જો પોતાના મનની વાસનાઓને શાંત કરી દઈને બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે તો ૮૪ હજાર વર્ષનું દેવલોકનું આયુષ્ય બાંધે. એમ ચક્રવર્તીનો ઘોડો જ્યારથી પોતાનું વાસનાગ્રસ્ત મન - હવે એ સુખ મને નહિ મળે એમ કલ્પીને - શાંત કરી દે ત્યારથી તેવું પુણ્યકર્મ બાંધે... જેથી આઠમા Page #97 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર દેવલોક જાય. આ બધું + ૫ જેવું ગણાય. પણ જો મોક્ષમાર્ગની એક માત્ર આરાધના સ્વરૂપ બ્રહ્મચર્યાદિ ધર્મોનું પાલન થાય તો આવા નજીવા લાભ ન મળે. ત્યાં તો કાં મોક્ષ મળે; કાં મોક્ષને અપ્રતિકૂળ એવી ઉત્કૃષ્ટ સંસાર સામગ્રીઓ ચરણે આવીને પડે. આવી ધર્મક્રિયાને આપણે +૧૦૦ તરીકે જોઈએ. આ ત્રણે ય કક્ષાઓને સહુએ બરોબર સમજી લેવી જોઈએ. સમાજના ભય કે પ્રેમથી થતો ઘણો ધર્મ ધર્મ તો આત્માનો સ્વભાવ છે. ચંદન શા માટે શીતળતા બક્ષે છે? ધૂપસળી કેમ સુગંધ ફેલાવે છે? સૂર્ય કેમ પ્રકાશ આપે છે? અગ્નિ કેમ ઉષ્ણતા ફેલાવે છે? આ બધા ય પ્રશ્નોનો જેમ એક જ જવાબ છે કે, “તેનો તે સ્વભાવ છે.” તેમ કોઈ ધર્માત્માને પૂછો કે, “તમે ધર્મ કેમ કરો છો?'' તો તે ય આજ જવાબ આપે કે, “તે મારો સ્વભાવ છે.'' બેશક પાપ કરવું તે જ મુશ્કેલ છે; કેમ કે એ આત્માનો સ્વભાવ નથી. પરંતુ બુદ્ધિની સૂઝનું આટલું ઊંડાણ જે ન પામ્યા હોય તેને તમે પ્રશ્ન કરો કે, “તમે ધર્મ કેમ કરો છો? તો ઉત્તરોત્તર ઊતરતી કક્ષાના ધર્માત્માઓ ક્રમશઃ આવા જવાબો આપશે. (૧) મારે મોક્ષમાં જવું છે માટે ધર્મ કરું છું. (૨) મારે મરીને સદ્ગતિમાં જવું છે. (૩) મારે મરણ સુધારવું છે. (૪) મારે જીવનમાં ચિત્તશાંતિ પામવી છે. આથી પણ ઊતરતી કક્ષા છે. એ કક્ષાના ધર્મી લોકો એ પ્રશ્નનો જવાબ દેતાં કહે છે, “(૧) ધર્મ ન કરીએ તો સમાજ કોરી નાંખે.... મારી નાંખે; (૨ ધર્મ ન કરીએ તો સમાજમાં પ્રેમ ન મળે...” - આજનો ઘણો ખરો ધર્મી વર્ગ છેલ્લા બે જવાબોની કક્ષાનો ગણી શકાય. જો કે સત્તા, સંપત્તિ કે શિક્ષણના નશામાં ચડી ગયેલા લોકોને તો સમાજના પ્રેમનીય જરૂર લાગતી નથી; સમાજની કોઈ ભીતિ પણ રહી નથી. તદ્દન નિર્લજ્જ અને સાવ નફ્ફટ બનીને આ લોકો કહી દે છે. “અમારે ધર્મનું તૂત (!) જોઈતું જ નથી. અમને કોઈની પરવાહ નથી.'' સાવ છેલ્લી કક્ષાના આવા નાસ્તિકોની સંખ્યા આજે તો ખૂબ જ મોટી થઈ છે. આવા સમયમાં સામાજિક ભીતિ કે પ્રીતિથી ધર્મ કરનારાને Page #98 -------------------------------------------------------------------------- ________________ ८८ ઉઘાડા વગોવવા ન જોઈએ એમ લાગે છે. નહિ ઐસો જનમ બાર-બાર રત્નત્રયી અને તત્ત્વત્રયીના મિત્રને જ મિત્ર બનાવો એક જ પ્રતિજ્ઞા કરો કે મારો મિત્ર તેને જ બનાવીશ જે તત્ત્વત્રયી અને રત્નત્રયીનો જીગરજાન દોસ્ત હશે; જેને તત્ત્વત્રયી અને રત્નત્રયી પ્રત્યે અપાર પ્રેમ હશે. તત્ત્વત્રયી અને રત્નત્રયીના પ્રેમીનો જ હું પ્રેમી... સુદેવ, સુગુરુ, અને સુધર્મ એ તત્ત્વત્રયી. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયી. આ દેશની પ્રજાનું વધુમાં વધુ નિકંદન કાઢી નાંખવામાં, ગમે તેને મિત્ર બનાવવાના પાપે મોટામાં મોટો ભાગ ભજવ્યો છે. જેની સામે સુદેવાદિનો ઉચ્ચતમ આદર્શ જ નથી તે પોતે પોતાના જીવનને ઊંચી કક્ષાના ધર્મોથી શી રીતે કંડારી શકશે ? જેને રત્નત્રયીનું જ્ઞાન પણ નથી તેને સંસારના સુખો શી રીતે ભયાનક લાગશે ? ભયાનકતાના એ ભાન વિનાના લોકો આ ધરતી ઉપર શાપના ઓળા બનીને ઊતરે તેમાં શી નવાઈ છે ? ઘણો મોટો વર્ગ તત્ત્વત્રયી અને રત્નત્રયીની વિચારણાથી પણ વિમુખ બની ગયો છે. જ્યાં સુધી આ બે ‘ત્રયી’ સહુને સમજાવવામાં નહિ આવે ત્યાં સુધી જીવનમાં ખુમારી નહી આવે; ખુમારી વિના સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા સિદ્ધ નહિ થાય. તે સિદ્ધિ વિનાનું જીવન પશુના જીવનમાં ચાલ્યા જવાની પાત્રતાવાળું - એક જાતનું - પશુજીવન જ બની રહેશે. ઘરના દરેક વડીલે આ બેય ત્રયીના જ્ઞાની-પ્રેમી બની જવું જોઈએ. આશ્રિતોને તેના સાચા પ્રેમી બનાવવા જોઈએ. બેઢંગા બનેલા ધર્મદર્શને ધર્મશ્રદ્ધાનાશ કહેવાય છે કે નવી પેઢીના કિશોર-કિશોરીઓને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા રહી નથી. આ વિધાનને પડકારવાનો કોઈ અર્થ નથી. કેમકે મહદંશે આ વાત સાચી જણાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૯૯ પણ આવું બનવાના કારણોની તપાસમાં ઊતરીએ તો અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ, બંધારણ, જીવન વગેરે ઘણા બધાને ટાંકી શકાય. પરંતુ તેની સાથે સાથે બીજું પણ એક કારણ છે જેણે ધર્મશ્રદ્ધાને હચમચાવી નાખવામાં ઠીક ઠીક ફાળો આપ્યો છે. એ છે; આજના કહેવાતા ધર્મીવર્ગે બેઢંગું બનાવેલું ધર્મસ્વરૂપ. પોતાની સ્વાર્થવૃત્તિઓને પોષવા માટે ધર્મનો સહારો લેનારા કેટલાક શ્રીમંતો વગેરેએ ધર્મનું આખુંય સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. મંદિરમાં ખૂબ ધર્મ કરનાર વ્યક્તિની અક્ષમ્ય અનાચારિતાની કેટલીક બાજુએ નવી પેઢીમાં તિરસ્કાર પેદા કરી દીધો છે. તેઓ એમ બોલતા થઈ જાય છે કે પાપોની ગટરોના ઢાંકણ સમો શું ધર્મ હશે? આવી બધી કેટલીક વિકૃતિઓને કારણે ધર્મ નિંદાયો છે. આ વાતને ધર્મી વર્ગે ખૂબ ગંભીરતા સાથે ધ્યાનમાં લેવી જોઈએ. જેવું માથું હોય તેવી જ ટોપી શોભે. બેઢંગી ટોપી માથાનેય ખરાબ દેખાડે. ધર્માત્માનું જીવન માત્ર મંદિરોમાં જીવવા માટેનું નથી, એ જીવનનો ધબકાર તો દુકાનમા રસોડામાં મિત્રમંડળમાં અને શયનખંડમાં પણ તાલબદ્ધ રીતે ચાલ્યો જવો જોઈએ. જો ધર્માત્માઓ આવુ એકધારું, નિર્મળ; નિઃસ્વાર્થી જીવન બનાવશે તો એનું દર્શન કરીને અનેક આત્માઓ ધર્મ પ્રતિ આકર્ષાશે; ધર્મી બની જશે. એ નવી પેઢી ગમે તેટલી નફ્ફટ બની હોય તો ય જ્યાં સુધી હિન્દુસ્તાનનું એ પવિત્ર બીજ છે ત્યાં સુધી એને સુધારવાની બાજી આપણી તરફેણમાં જ રહેવાની છે. શું પૈસો અગીઆરનો પ્રાણ છે!!! કોણ કહે છે કે પૈસો છે તો બધું છે? પૈસો હોય તો શાક મળે, કપડાં મળે, કન્યા મળે, ઘરબાર મળે, માનપાન મળે, સત્તા મળે. કોણ વધારી મૂકે છે પૈસાનું મૂલ્ય! જગતની જે અત્યંત મહત્ત્વની વસ્તુઓ છે. જેના વિના જીવન જીવન નથી; એ બધું ય પૈસાથી ક્યાં ખરીદી શકાય છે? | સાંભળો. બજારમાં પૈસાથી ચંપલ વેચાતા મળી જશે; પણ કુદરતી પગ ક્યાં ય નહિ મળે. ચશ્મા મળશે; પણ બધા ય અંધોને આંખ નહિ મળી શકે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નહિ એસો જનમ બાર-બાર પૈસાથી ટોપી મળી જશે; પણ ટોપી પહેરતું માથું ક્યાંય નહિ મળે. ના, લાખ રૂપિયા આપતા ય નહિ મળે. પૈસાથી ગાદી મળશે; ઊંઘ કદાપિ નહિ. બિચારા શ્રીમંતોને ઘેનની ગોળીઓ પણ બિનઅસરકારક બનતી જાય છે. રે! ભોજન મળી જશે; પણ ભૂખ ક્યાંથી લાવશો? ભૂખ લગાડવાની દવા ખાવાથી ભૂખ લાગી જશે એમ? રામ રામ કરો. અબજોપતિ હેન્રી ફોર્ડને પૈસાના બળ ઉપર મિત્રો ઘણા મળ્યા. પણ એણે જ કહ્યું કે “સાચો મિત્ર’ તો એકેય ન મળ્યો. જો પૈસાથી આંખ, પગ, માથું ન મળતા હોય, ઘસઘસાટ ઊંઘ, કકડીને ભૂખ અને સાચા મિત્રો ન મળતા હોય. રે! જીવનની વહી ગયેલી પળો પાછી ન મળતી હોય, ઘડપણ અને મરણ ન ટળતાં હોય, રોગ અને શોક વિદાય ન પામતા હોય તો ધૂળ પડી એ ધનમાં! એનું મૂલ્ય કદી વધુપડતું આંકશો નહિ. નીતિ : સર્વધર્મોનો મૂળ પાયો અપેક્ષાએ એમ કહી શકાય કે સમ્યગદર્શનના ચિત્રને સુંદર રીતે આત્મામાં ઉપસાવી દેવાનું બળ માર્ગાનુસારી જીવનના પાંત્રીસ ગુણોમાં છે. તેમાં ય પ્રથમ ગુણ તરીકે જણાવેલી “નીતિ'માં છે. નીતિમાન માણસમાં માર્ગાનુસારી જીવનની બધી કલાઓ પ્રવેશ પામે. એ થતાં ભૂમિ-શુદ્ધિ થાય. શુદ્ધ થયેલી એ ભૂમિ ઉપર જ સમ્યગદર્શનાદિ ગુણોના ચિત્રામણ સુંદર રીતે ઊઠાવ આપે ને? આજે તો તપ, જપ આદિના મોટા મોટા ધર્મોનું વર્ષો સુધી સેવન કરનારાઓ પણ વારંવાર ફરિયાદ કરે છે, “અમારા જીવનમાં હજી સાચો ધર્મ કેમ પરિણમ્યો નથી ?'' બેશક, આ પ્રશ્નના અનેક ઉત્તરો હોઈ શકે, પરંતુ એક ઉત્તર એ પણ આપી શકાય કે વર્તમાનકાળના એ ધર્મી ગણાતા જીવોમાં નીતિનું તત્ત્વ તળીએ જઈને બેઠેલું હોય છે. વેપારમાં નીતિ વિના મેળવેલું ધન ઘરમાં પેસે પછી તે ક્યો કાળો કેર ન મચાવે એ જ પ્રશ્ન છે. સૌપ્રથમ મન બગાડે; પછી જીવન બગાડે; વડીલનું અને સર્વ આશ્રિત સ્વજનોનું! Page #101 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૦૧ પછી ભવ બગાડે.. અંતે ભવોભવ બગાડે. અનીતિની પાછળ સર્વ પાપો ખેંચાઈને આવી જાય છે. નીતિની પાછળ સર્વ ગુણો તણાઈ આવે છે. પેલી વાત જાણો છો ને કે અનીતિની સોનામહોર મેળવીને યોગી પણ વેશ્યાને ત્યાં દોડીને ભ્રષ્ટ થયો; અને નીતિની કમાયેલી સોનામહોર પામીને માછીમાર, સજ્જન શાહુકાર બની ગયો. જાળ સળગાવી દીધી. નાની હાટડી લઈને વેપારી બન્યો. આ છે નીતિ-અનીતિના પરચા. તમે ન માનો તેથી શું? અનીતિનું ધનઃ પૂંછડીએ અંગારા કહેવાય છે કે હનુમાનજીએ પૂંછડીએ અંગારા ભરીને લંકા ઉપર કૂદાકૂદ કરી હતી. સર્વત્ર એ અંગારા પ્રસર્યા; ચોમેર આગ ફેલાઈ ગઈ. અનીતિનું ધન પણ આવું જ છે ને? ધન કમાનારનું જીવન બરબાદ કરે; એની બુદ્ધિ બગાડી નાખીને દુર્ગતિમાં ધકેલે. એ ધન જેને જેને વારસામાં મળે એ બધાયના જીવન ધૂળધાણી થઈ જાય. ઘરના દીકરાની બરબાદી! કોઈની આવેલી કન્યા (વહુ)ની બરબાદી! એના સંતાનોની બરબાદી! આ બધા ય દુર્ગતિમાં જ્યાં જ્યાં જાય તે કુટુંબ, ગામ કે નગર પણ તારાજ થાય. એકના પાપે કેટકેટલાના જીવન જલે! દિલ જલે! નગરો જલે! તો ય.. શી ખબર ધનવાનો કેમ જાગતા નથી? પૈસો કમાતા જ રહે છે; અનીતિ, જૂઠ, દગાબાજી પણ કમાતા જ રહે છે. પૈસો મૂકીને મરે છે; અને એ કમાયેલા પાપો સાથે જ લઈ જાય છે. - પ્રિય, પૈસો મૂકી જનારા, અને અપ્રિય પાપો (પાપકર્મો) ફરજિયાત સાથે લઈ જનારા ધનવાનોની બુદ્ધિને કેવી કહેવી એનો નિર્ણય તમારી ઉપર જ છોડી દઉં છું. નાહકના કલેશ કંકાસના ઝેર વધારીને, ખાવા ધાય તેવા બાગબંગલામાં કાં રહેવું? એના કરતા તો ઝૂંપડામાં રહીને ભગવદ્ભક્તિની સુધા પીતા રહીને ઊભયલોક કાં ન સુધારી લેવા? Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નહિ એસો જનમ બાર-બાર પેટે ચાંદું ? પછી ઊઠબેસથી શું વળશે? પેટમાં ચાંદા (અલ્સર) પડ્યા હોય અને એની કશી ચિંતા કર્યા વિના કોઈ યુવાન રોજ પચાસ દંડ પીલે અને બસો બેઠક લગાવે, તેની ઉપર એક કિલો દૂધ પી જાય તો તેના શરીરમાં પચાસ ગ્રામ જેટલું પણ લોહી ભરાય ખરું? હરગીઝ નહિ. લગભગ બધા ય સંસારીઓની આવી જ બાલિશ હાલત નથી શું? જેની શુદ્ધિ પ્રત્યે વધુ ગંભીર બનીને પગલાં ભરવાના છે તે અર્થમાં જ ભયાનક અનીતિ વ્યાપી છે. હવે તો જાણે બધા ય એમ જ કહેવા લાગ્યા છે કે અનીતિ કર્યા વિના સંસારમાં જીવી શકાય જ નહિ. સરકારના કાયદા જ એવા છે કે નીતિથી જીવન જીવવા જઈએ તો લાખ રૂપિયા કમાનારે એક લાખને દસ હજાર રૂપિયા સરકારને જ દઈ દેવા પડે? ચારે બાજુ આ વાત ઊડી છે. સહુને આ વાતની ઢાલ ફાવી પણ ગઈ છે. પછી કોઈ સાધુ નીતિની વાત જ ન કરે; અને પોતાનો અનીતિનો ધંધો પૂરબહારમાં ચાલતો રહે. માણસ હવે પેટભૂખ્યો જ નથી રહ્યો; હવે એ વાસનાભૂખ્યો પણ બન્યો છે. પેટ ભરવા કરતા એની કાતિલ વાસનાઓને પૂરી કરવાની ચિંતા એના માથે ઘણી મોટી છે. આખો ય પરિવાર આ પાપ-ભૂખનો ભોગ બનેલો હોય છે. જો વાસનાઓ શાંત બને તો પેટની ભૂખને પૂરી કરવા માટે “અનીતિ' કરવાની જરૂર ન રહે. ઓછું ખર્ચવું અને ઓછું કમાવું એ જીવનસૂત્ર બની જાય. પણ આ ક્યારે સમજાય? પરલોક નજરમાં આવે તો ને? અનીતિના પાપના ફળોની ભયાનકતાનો ખ્યાલ આવે તો ને? એ ન સમજાય તેને માટે આ બધી વાતો “ભેંસ આગળ ભાગવત? સમી બની જાય. ભલે ત્યારે. ગમે તેટલી ધર્મક્રિયાની ઊઠબેસ લગાવે રાખો, પેલું અનીતિનું ચાંદું તમારા આત્મામાં રાગાદિબળોના અલ્પાંશ વિસર્જનનું પણ લોહી નહિ જ ભરવા દે. ભલે કદાચ પૈસો જોઈએ પણ તે ગમે તો નહિ જ ને? પૈસા વગેરેના સંસારને હેય માનીને જેણે દુનિયા ત્યાગી છે તે સાધુ. સંસારને હેય માનવા છતાં ત્યાગી ન શકે તે સમ્યગુદૃષ્ટિ. Page #103 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૦૩ એ સંસારને હેય માને; ત્યાગી ન શકે છતાં એવા સંસારને ઉપાદેય માનવા છતાં અધમ ઉપાયોથી પ્રાપ્ત કરવા માટે તો બિલકુલ તૈયાર ન હોય તે માર્ગાનુસારી; પ્રથમ ગુણસ્થાનનો માલિક. અને ગમે તેવા ઉપાયોથી પણ સંસારની મોજ માણવાની ઈચ્છાવાળા આત્માને તો પહેલું પણ ગુણસ્થાન ન કહેવાય. એને તો અખાડાનું જ ગુણસ્થાન બક્ષિસ કરવું રહ્યું. જેઓ પોતાને શ્રાવક કહેવડાવે છે તેઓ ક્યાં ઊભા છે? ગમે તે રસ્તેથી પૈસો કમાઈ લેવો અને સંસારની મોજ માણવી એ વૃત્તિ તો તેમનામાં ન જ હોય ને? એમને તો પૈસો વગેરે ઉપાદેય લાગે જ નહિ ને? સંસારમાં રહેવાના કારણે પૈસો ભલે કદાચ એમને જોઈએ પરંતુ એમને એ પૈસો ગમે તો નહિ જ ને? દરદીનો જ વિચાર કરો ને? એને દર્દનાશ માટે દવા જોઈએ ખરી પણ તે દવા ગમે ખરી? કાયમ લીધા કરવાનું મન હોય ખરું? ભલેને તે દવા ગમે તેટલી ગળી હોય! ભયંકર ટેવ પડી જવાના કારણે આફરો દૂર કરવા માટે કેન્સર થયા પછી પણ એ માણસને બીડી પીવા જોઈએ તે બને પરંતુ એ બીડી એને ગમે ખરી? કેન્સરમાં વધારો કરનાર બીડી છે એવું જાણ્યા પછી પણ ! ગુમડાની પીડાને શાંત રાખવા મલમ ચોપડાય છે, પણ મલમના લપેડા થતા નથી. જે શ્રાવક છે તેનો સંસારભોગ પણ મલમ ચોપડવા જેટલો જ હોય, એના લપેડા તો ન જ હોય; કેમકે એને “મલમ' ગમતો જ નથી. ધનથી ચંપલ જ મળે, પગ નહિ હૈયે હૈયે ધનની પ્રતિષ્ઠા સ્થિર થતી ચાલી છે. સંતો એ પ્રતિષ્ઠાનો ભૂકો બોલાવીને ત્યાં ધર્મની પ્રતિષ્ઠા કરવા બહાર પડે છે. આ તુમુલ અનાદિકાળથી ચાલ્યું આવે છે. જગતનું ધનપ્રતિષ્ઠાનું કાર્ય જ અતિભયાનક છે, કેમકે ધનથી સઘળું જગત મળી શકતું જ નથી. ભૌતિક સુખોની દૃષ્ટિએ વિચારીએ તો પણ ધનથી કાંઈ તમામ સુખો પ્રાપ્ત થતા જ નથી. એ સુખો Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નહિ એસો જનમ બાર-બાર માટે જે ખૂબ મહત્ત્વની બાબતો છે તે ય ધનથી મળતી નથી તો બીજાની ક્યાં વાત કરવી? ધનથી ચંપલ મળે છે, કુદરતી પગ ક્યાં ય મળતા નથી; ચશ્માં મળે છે - આંખો નહિ; ટોપી મળે છે પણ માથું નહિ જ; ગાદી મળે છે પણ ઘસઘસાટ ઊંઘ તો નહિ જ (ઘેનની ગોળીથી તો ખતરનાક નિદ્રા જ મળે); ભોજન મળે છે પણ સાચી ભૂખ તો નથી જ મળતી. અમારા શરીરના અંગો ક્યાંથી ખરીદી લાવ્યા હતા?” તેમ પૂછી જુઓ તમારા માતાપિતાઓને! આ બધી મહત્ત્વની વસ્તુઓ માત્ર ધર્મથી મળી છે એ વાત જો સ્વીકારી લેવામાં આવે તો ધનની પ્રતિષ્ઠા અવશ્ય તૂટે અને ધર્મના મૂલ્યો ઘણાં ઊંચા આવે. ધનનું મૂલ્ય વધી જાય એ રીતે જો કોઈ ધર્મ થતો હોય તો સાચા સાધુઓ કદી તેમાં સાથ આપે નહિ. આ છે જૈન શાસનની સાચી પ્રણાલિકા. ધનનાં મૂલ્યો વધી જવા સાથે થતાં ધર્મ કરતાં એવો ધર્મ ન થાય તો સારો એમ કહીએ તો તે વિધાન અપેક્ષાએ ખોટું ન ગણાય. વીતરાગનો ભક્ત હક્કોની મારામારી કરશે? પૈસા જેવી ક્ષુદ્રમાં શુદ્ધ અને તુચ્છમાં તુચ્છ બીજી ચીજ જગતમાં કઈ છે? આણે તો વિશ્વમાં યુદ્ધો કરાવ્યા; ભાઈ-ભાઈના ગળા કપાવ્યા; સ્ત્રીઓને જીવતી સળગાવી, પતિ-પત્ની વચ્ચે પણ કજિયા કરાવ્યા; બાપ-દીકરાને કોર્ટે ધકેલ્યા! | સર્વ કલેશ; સર્વ દુઃખ, સર્વ પાપનું મૂળ આ પૈસો નહિ તો બીજું કોણ બન્યું ખેર.... જગતની દશા ગમે તે હોય પણ અરિહંતનો અનુયાયી એના પાપે પલોટાય? એના હક્ક ખાતર મારામારીઓ કરે! બાપ-દીકરો, ભાઈ-ભાઈ, સગાંવહાલાં-સહુ પૈસા ખાતર બેશરમ બને! બેઆબરૂ બને! લાજવાબ ઝઘડા કરે! જગતના જીવોમાં અને અરિહંતના અનુયાયીમાં કોઈ ભેદ તો છે કે નહિ? દુનિયા લડે, માટે અરિહંતનો સેવક પણ હક્કો ખાતર મારામારી કરે! જે અરિહંતના આત્માએ પુણ્યથી પ્રાપ્ત થયેલા તમામ હક્કોને જતા કર્યા હતા એનો સેવક બાંયો ચડાવશે ! Page #105 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૦૫ જે રામે હક્કનું રાજ્ય જતું કરી, “સંસારની કોઈ પણ ઉત્કૃષ્ટ વસ્તુ તુચ્છ છે, એની ખાતર ઝઘડવું એ જ શરમભરી બાબત છે.” એ વાત સમજાવી; એ જ રામની ધરતી ઉપર હક્કોની મારામારીની રામાયણો ઘરઘરમાં સર્જાઈ ચૂકી છે! કેવો કમનસીબ આ કાળ કહેવાય! પૈસો ઘરમાં લાવતાં ખૂબ વિચાર કરો કેવી છે આ દુનિયા? કેવા છે એના લોકો? કેવી બની ગઈ છે બુદ્ધિ? કેવી ખોઈ બેઠા છે શુદ્ધિ? આ દુનિયાના લોકો પોતાના ઘરમાં કોઈ પણ ચીજ લાવે તો તપાસ્યા વિના ન લાવે. બરણી લાવે, તપાસીને. માટીના ઘડા લાવે, ટકોરા મારીને. ઘી લાવે, સૂંઘીને. કપડું લાવે, જોઈને.. દીકરા માટે કન્યા લાવે, હજાર પૂછગાછ કરીને. પણ કોણ જાણે આ લોકોને થયું છે શું કે ધન કદી તપાસીને ઘરમાં ઘાલતા નથી. જે આવ્યું તે ખપ્યું. બાવો બેઠો જપે, જે આવે તે ખપે. હરામનું હોય તો ય ખપે; લોહીનું હોય તો ય ખપે; પરાયું હોય તો ય ખપે. પૂર્વે તો લોકો ધનને ખૂબ તપાસતા અને ચકાસતા. પોતાના હાથમાં ધન આવતાં જ મનને ફરીફરીને પૂછી લેતા કે આ મારા હક્કનું જ છે ને? કોઈના લોહીનું તો નથી ને? મારું જ છે ને? પરાયું તો નથી ને? જો બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ મળે તો જ ધનને ઘરમાં મૂકતા. આજે “નીતિનો મહિમા જ ઊડી ગયો! એથી જ આ જગતના ઘરઘરમાં આગ લાગી છે ને? દુઃખોની અને વાસનાઓની? બેયની સ્તો. અનીતિન ધન ઘરમાં પેસે પછી તો ગમે તેવા દુઃખ ગમે તે પળે ખાબકે અને ગમે તેવા કાળા પાપ, કુટુંબના ગમે તેને, સહુને કાળાર્મેશ કરી નાખે. શા હાલ છે અનીતિના પાયા ઉપર ઊભા થતા ધનપતિઓના સ્વર્ગમાં, કે જેમના અંતર અનેક અકથનીય દુઃખોથી કણસી રહ્યા છે એ. જેમનાં જીવન અનેક પાપોથી ખદબદી ઊઠ્યા છે. ભૂલશો નહિ કે કાળી મજૂરી કરતો મજૂર પણ મરીને, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નહિ એસો જનમ બાર-બાર બળીને રાખ જ થવાનો. લખપતિ પણ મરવાનો, બળવાનો અને રાખ જ થવાનો. બે ય બે જ કલાકમાં સમાન! નીતિનો પૈસો ય પાપ, સ્વસ્ત્રી સાથે વિષયસેવન પણ પાપ! કદાચ આ મથાળું વાંચીને જ તમે ચમકી જશો. અજૈનદર્શનના કોઈ પણ શાસ્ત્રમાં કદાચ આ વાત તમને શોધી નહિ જડે, આ તો છે માત્ર દેવાધિદેવ તીર્થકર ભગવાન મહાવીર પરમાત્માની દેન! નીતિ, અલબત્ત ધર્મ છે, પણ ધનાર્જન બેશક પાપ છે. પાંચમાં નંબરના પરિગ્રહ નામનું એ ખતરનાક પાપ છે. વિષયસેવન એ પાપ જ છે. ભલેને સ્વસ્ત્રી સાથે હોય. અરે ! દારૂ તો કાયદેસરનો-લાઈસન્સવાળો કે ગેરકાયદેસરનો-લાઈસન્સ વિનાનો-કોઈ પણ પ્રકારનો-પીવો એ પાપ જ કહેવાય ને? હા.... ધનાર્જનનું એક પાપ કરતાં અનીતિનું બીજું પાપ પણ ન કર્યું એ ઘણું સુંદર. વિષયસેવનનું એક પાપ, પરસ્ત્રીગમનના પાપથી વધારે ઝેરી ન બન્યું એ ઘણું સુંદર. પરંતુ પાપ તે પાપ જ. પરિગ્રહના મહાપાપમાં નીતિનો ધર્મ ભળે તેથી કાંઈ પાપ એ ધર્મ ન બની જાય. ગટરના પાણીમાં અત્તરનું એક ટીપું પડી જાય તેથી કાંઈ ગટરનું પાણી “ગંધાતું” મટી જાય ખરું? ફરી કહું છું. “નીતિથી પૈસો કમાવવો એમાં “પૈસો કમાવવો' એ પાપ જ છે. સ્વસ્ત્રી સાથેનું પણ જે વિષયસેવન એ તો પાપ જ છે. જેને આ વાત સમજાશે તેના અંતરમાં વિચારોના ઘમ્મર વલોણા શરૂ થશે. પછી તો એ ખૂબ અકળાશે. એનું દિલ પુકારી ઊઠશે કે, “તો પછી સંસારમાં રહેવું શી રીતે ?'' હા.. તદ્દન સાચું છે. મારું પણ એ જ કહેવું છે કે આ જ કારણે સંસારમાં રહેવું Page #107 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૦૭ એ જ પાપ છે.... શક્ય હોય તો છોડી જ દો સંસારની સઘળી બલાને. જેને આ વાત આત્મસાત્ થશે તે આત્મા બનશે તો નીતિથી જ કમાવાનું પણ જરૂર પૂરતું જ રાખશે. કદાચ અનીતિ કરવી પડશે તો તે વખતે પોક મૂકીને રડશે તો ખરો જ. આથી એના જીવનમાં પાપોની પ્રશંસાના મહાપાપ તો કદી પણ પ્રવેશ પામી શકશે નહિ. ઊલટું, નછૂટકે કરવા પડતાં પાપોની કારમી નિંદા એક વાર એને “અનીતિ' આદિથી છોડાવશે; છેવટે નીતિથી ધનાર્જન પણ મુકાવશે અને સાચો નિર્ઝન્ય બનાવશે. ભગવાન! તેરે નામ પર ખૂબ વિશિષ્ટ કક્ષાના કહી શકાય તેવાં પુણ્યકાર્યો કરવાની તાકાત સહુમાં હોતી નથી. ઘણો ખરો વર્ગ એમાંથી બકાત હોય છે. આનું એક દુઃખદ પરિણામ આવ્યું છે. વિશિષ્ટ શક્તિવાળા પુણ્યાત્માઓ જ દાનાદિ કરતા રહે છે; સાધુઓ જ તપ-ત્યાગ કરતા રહે છે; બાકીના બધાયને દાન-તપ-ત્યાગાદિ સાથે જાણે કશાય લેવાદેવા ન હોય તેવી તેમની મનોવૃત્તિ બની જાય છે. આ સ્થિતિ દયાજનક છે. મોટાએ મોટું, તો નાનાએ નાનું પણ પુણ્યકર્મ કરવું જ જોઈએ. એ, “લેવાનો જ અધિકારી છે' એવી ભ્રમણાને દેશવટો દઈને દેવાનો અધિકાર વાપરવો જોઈએ. મોટું પુણ્ય ન થાય તો નાનું પણ નહિ કરવું એ ક્યાંનો ન્યાય ? સેંકડો રૂપિયાનું દાન ન કરી શકાય પણ રોજ એક દસકો તો દાનમાં વાપરી શકાય છે ને? એની કેમ માંડવાળ કરી છે? મહિનાના ઉપવાસ ન થઈ શકે પણ દરેક ટંકે એકાદ ચીજનો ત્યાગ તો થઈ શકે છે ને? બધી રોટલી લુખી ન વાપરી શકાય તો ય એકાદી રોટલી તો લુખી વાપરવી જોઈએ ને? પૈસો કમાવવાનો કેવો જોરદાર પ્રયત્ન હોય છે? બધા ય થોડા કરોડપતિ બની જતા હોય છે? તો ય બધા ય થોડું કમાવવાનો પણ પુરુષાર્થ કરે છે ને? Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નહિ ઐસો જનમ બાર-બાર આજથી જ ‘નાના’' ધર્મોનો આરંભ કરો. અરે! નાનો પણ રાઈનો દાણો! એનો તમતમાટ જબરો હોય છે! મુસ્લિમો બોલે છે, “ખુદા! તેરે નામ પર.’’ તમે કહો, “ભગવાન! તેરે નામ પર... આટલું ત્યાગીશ; આટલું દઈશ; આટલું કરીશ... બચત યોજના જેવું આ પુણ્ય છે. ક્યારેક કટોકટીમાં ખૂબ જ કામ આવી જાય તેવું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ _/ (૩) જૈનપણું અને શ્રાવકપણું Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નહિ એસો જનમ બાર-બાર જૈનકુળમાં જન્મ્યો એ જ મહાભાગ્ય! મહાવીર મારા હૃદયમાં છે પાપજીવનના અગણિત દુર્ભાગ્યોની વચ્ચેય જો જૈનકુળમાં જન્મ થયો હોય તો તે જ એક ઘણું મોટું સદ્ભાગ્ય બની રહે છે. આવું વિધાન કરવા પાછળનો મુદ્દો એ છે કે જેનકુળે જન્મેલો આત્મા અનાચારોના પંથે ઘસડાઈ જાય તો પણ કોઈક વખત એને પોતાનો ધર્મ યાદ આવી જવાનો; અથવા તો ધર્મગુરુ ભેટી જવાની મોટી ઊજળી શક્યતા કાયમ જીવતી રહે છે. અને જ્યારે આવું કાંઈક બની જાય ત્યારે એ પાપપ્રચુર જીવનને ધર્મ સન્મુખ બની જતાં વાર લાગતી નથી. એવી સ્થિતિ આવતા કદાચ ઘણો વધુ સમય પણ લાગી જાય ખરો. પુના બાજુ એક આખું જૈન કુટુંબ ગરીબીના કારમા ખપ્પરમાં હોમાઈ ગયું હતું. વટાળ પ્રવૃત્તિ કરતાં ધર્માધ પાદરીઓએ એની ગરીબીનો લાભ ઉઠાવીને એ કુટુંબને ખ્રીસ્તી બનાવી દીધું. મુખ્ય વ્યક્તિને રક્તપિત્ત થતા એને એક મિશનરી સંસ્થામાં મૂકી દેવામાં આવી. એક વાર કોઈ બે જૈન સાધુઓ સંસ્થામાં ગયા. પેલા રક્તપિત્તીયા ભાઈએ ક્રોધના આવેશમાં આવી જઈને બેફામ બોલી નાંખ્યું; પણ અંતે એ બોલી ઊઠ્યા, “પણ... આટલું બધું હોવા છતાં, યાદ રાખજો કે આજે પણ મહાવીર મારા હૃદયમાં છે!'' જોયોને? જેનકુળમાં જન્મ પામવાનો પ્રભાવ! આ પાંચ નિયમો ન પાળે તેને જૈન કેમ કહેવો? કુળથી તો જે જૈન છે તે છે જ. તેની સામે કોઈનો કશો ય આક્ષેપ નથી. અહીં તો આચારથી જૈનની વાત વિચારવી છે. જીવનમાં કોઈ આચાર ન હોય તો ય તેને આચારનો જૈન કેમ કહી શકાય? જૈન બનવા માટે તો ઘણો ઘણો આચાર પાળવો આવશ્યક છે. છેવટમાં છેવટ આ પાંચ બાબતો તો જૈનના જીવનમાં હોવી જ જોઈએ. (૧) નવકરશી.. (૨) તિવિહાર. (૩) કંદમૂળ ત્યાગ. (૪) સ્વદ્રવ્યથી જિનપૂજા. Page #111 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૧૧ (૫) સિનેમા ત્યાગ. આજકાલના જૈન ગણાતા બાળકોમાં આ પાંચ આચારોનું ય દેવાળું નીકળી ગયેલું જોવા મળે છે. દુઃખની આ વાત છે. જો જૈનો પોતાનો ધર્મ ટકાવવા માટે આટલો ય ભોગ નહિ આપે તો શું મુસ્લિમ લોકોને આ ધર્મ ટકાવવાની વાત કરવા જવું? જો આટલો ધર્મ કરવાની તમને સગવડ હોય; જો તે માટેની ફુરસદ પણ હોય તો તમારે તમારી ખાતર આટલો ધર્મ તો કરવો જોઈએ. ઘરની દરેક વ્યક્તિએ પણ સહજ રીતે કરવો જ જોઈએ. સગવડ અને સમય બે ય હોવા છતાં કેટલાક મોટા (!) માણસો આટલો ય આચાર પાળતા નથી. તેમને આપણે જો પૂછીએ કે, “કેમ જિનપૂજા કરતા નથી?” તેઓ ઉત્તર આપે છે, “મૂડ આવતો નથી.” ખરું નીકળ્યું છે આ “મૂડ’ નામનું પ્રાણી! રખે તમે આવા ધોયેલા મૂળા જેવો ઉત્તર દેતા! પાપમય સંસારમાંથી ઊગરી જવું હોય તો ડાહ્યા બની જાજો. શ્રાવકવાય નમસ્તસ્મા કલિકાલસર્વજ્ઞ ભગવંત હેમચન્દ્રસૂરિજીએ યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં શ્રાવકપણાના ધર્મની પ્રશંસા કરવા દ્વારા એ શ્રાવકત્વને નમસ્કાર કર્યો છે. જેણે વીતરાગસર્વજ્ઞ પરમાત્માને પોતાના તરણતારણહાર તરીકે સ્વીકાર્યા; જેણે નિર્ઝન્ય સાધુને પોતાના ઉપકારી ગુરુદેવ તરીકે વધાવ્યા અને કૃપામૂલક ધર્મને જેણે હૈયે પધરાવ્યો તે શ્રાવકને લાખ લાખ વંદન. જેની આ સ્થિતિ હોય તે વીતરાગદશાને પામવા માટે તલપાપડ હોય; “એ દશા પમાડી આપનારું સાધુજીવન, મને ક્યારે મળે?'' એની માળા ભારે ભાવ સાથે એ જપતો જ હોય; કોઈ પણ જીવની હત્યા કરવી પડે તોય એનું અંતર રડી પડતું હોય, આ બધી બાબતો એનામાં સહજ રીતે, સામાન્યતઃ જોવા મળતી જ હોય. માત્ર બોલવાથી જ ચાલે કે સુદેવ, સુગુરુ, અને સુધર્મને હું માનું છું માટે શ્રાવક છું કે સમ્યગ્દષ્ટિ છું?” ના જરા ય નહિ. સુદેવાદિ માનનારાની માનસિક સ્થિતિ પણ ઉપર મુજબની હોય છે. એવી સ્થિતિ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નહિ એસો જનમ બાર-બાર ન હોય તો તેણે પોતાના સ્વરૂપ અંગે ફેરવિચાર કરવો જ રહ્યો. વીતરાગી પરમાત્માને વિરાગી ગુરુને અને વિરાગ સ્વરૂપ ધર્મને શિર ઝુકાવનારને રાગ ખૂબ ગમે ખરો? ખૂબ રાગો કરીને એ રાજી પણ થાય ખરો? આ તો “માતા મારી વાંઝણી' જેવો ન્યાય છે. સંસારનું સુખ ભયાનક ન લાગે ત્યાં સુધી સમ્યકત્વની વાતના ય ફાંફાં સમજવા. સુદેવાદિની શ્રદ્ધાનો ફલિતાર્થ આ છે. કોઈ ભ્રમમાં રહી જશો મા ! જૈન કોણ? દુઃખ કરતાં પાપથી ખૂબ ડરે તે ધર્મનું શ્રવણ કર્યા પછી જેનમાં જૈનત્વ તો ત્યારે જ આવ્યું કહેવાય જ્યારે દુઃખને બદલે એ પાપોથી ફફડતો થઈ જાય. આજ સુધી દુ:ખ કાઢવાના પ્રયત્ન હતા; એમાં તમામ પાપો મંજૂર હતા; દુઃખ ગયા પછી અને સુખના સાધન મળ્યા પછી પણ પાપો બેફામ ચાલુ રહ્યા હતા. પણ હવે ધર્મ સમજ્યા પછી પાપ પ્રત્યે તેને નફરત જાગે. દુઃખની ચિંતાએ ઊંઘ ન આવે તેવું ક્યારે ય ન બને પણ જીવનમાં કે કુટુંબમાં જો ક્યાંક પાપ પેઠાની કલ્પના પણ આવે તો આખી રાત એને ઊંઘ ન આવે એવું ઘણી વાર બને. બંગલા, પૈસા, શ્રીમંત જમાઈ વગેરે તરફ હાથ લંબાવવા જતા અઢળક પાપોનું દર્શન થાય તો હાથમાં ધ્રુજારી છૂટી જાય અને પછી ઝૂંપડા, ગરીબી કે નિર્ધન જમાઈ તરફ પણ હાથ લંબાવતા જે સહર્ષ તૈયાર રહે એનું નામ જૈન. ધર્મ સાંભળીને સમજો. સમજીને પામો. તમે ધર્મ પામ્યા ત્યારે જ કહેવાશો જ્યારે પાપમય જીવનની ભેટ કરતાં બંગલાઓથી તમારી નજર ઊડી જશે અને ધર્મમય જીવનની દેન કરતાં ઝૂંપડા તરફ નજર સ્થિર થવા લાગે. દુ:ખ એ રડવા જેવું તત્ત્વ જ નથી. એને કોઈ રડશો મા ! ટયુમરના દર્દીની મસ્તિષ્કની ભયાનક પીડાને વીરની જેમ સહી લેજો કિંતુ આંખની પાંપણના પણ વિકારના પાપને સહેશો નહિ. એને તો વહેલામાં વહેલા ફગાવી દેજો. સાગર પણ કદી મડદાં સંઘરતો નથી. માનવ પાપને કેમ સંગ્રહે? Page #113 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૧૩ “ધન્ના-શાલિભદ્રની અદ્ધિ હોજો” એમ શા માટે? દિવાળીના દિવસે ચોપડાના મુહૂર્ત કરતા તમામ જેનો “ધન્નાશાલિભદ્રની ઋદ્ધિ હોજો” એવું જ કેમ લખે છે? બેશક, થોડી-ઘણી લોભદશાને કારણે તેઓ માત્ર શાલિભદ્રની ઋદ્ધિ માંગવાને બદલે ધન્નાજીની પણ ઋદ્ધિ માગે એ વાત સમજાય તેવી છે પરંતુ પ્રશ્ન એ છે કે ધન્નાજી અને શાલિભદ્રજી જેવો જ અબજોપતિ એ જ સમયમાં મમ્મણ શેઠ પણ હતો, તો પછી મમ્મણ શેઠની ઋદ્ધિ કેમ માગવામાં આવતી નથી! જૈનોના પૂર્વજોએ આ ગોઠવણ પાછળ કઈ બુદ્ધિ લગાડી હશે? જાણો છો? જેન તે જ કહેવાય જે મોક્ષાભિલાષી હોય; મોક્ષ પામવા માટે સાધુપણું, ઘરબારનો ત્યાગ અનિવાર્ય છે માટે સાધુપણાનો અને ઘરબાર ત્યાગનો અતિ લાલચું પણ એ હોય જ, છતાં જો એને સંસારમાં રહેવાની ફરજ પડે તો આજીવિકા વગેરે માટે એને સંપત્તિની જરૂર પડે ખરી. એથી જ એ શ્રાવક સંપત્તિ તો માગે... પણ મમ્મણની સંપત્તિ કદાપિ ન માંગે. કેમકે તેને એ વાતની બરોબર ખબર છે કે સંપત્તિની કારમી મૂછના પાપે જ મમ્મણ સાતમી નારકમાં ગયો છે. એવી સંપત્તિ અમારે ન જ જોઈએ. એના કરતાં તો ભિખારી બનવું સારું. ધન્નાજી કે શાલિભદ્રની સંપત્તિ કોઈ જુદી જ જાતની હતી. એમાં તેઓ મુંઝાયા તો નહિ પરંતુ એને લાત મારીને સાધુ થયા! શ્રાવકની ભાવના સાધુ થવાની તો હોય જ માટે જ સાધુપણું અપાવતી ધન્નાશાલિભદ્રની જ સંપત્તિ તે માંગે એ વાત એકદમ તર્કસંગત છે. આથી જ બીજાના બળ ન માંગતા બાહુબલિજીનું દીક્ષા દેવાની તાકાતવાળું જ બળ માંગ્યું. શ્રાવકનું લગ્નજીવન પણ યોગને મજબૂત બનાવવા માટે જે શ્રાવક છે તે મોજમજા કરવાના એકમાત્ર હેતુથી કદી લગ્ન કરે નહિ. કર્યજનિત વાસનાઓની પજવણીને યોગ્ય રીતે જે શ્રાવક કાબૂમાં લઈ લે છે એ તો જિનોક્ત સર્વવિરતિ માર્ગે ચાલ્યો જ જાય છે. પરંતુ જેની એ સ્થિતિ નથી એવો શ્રાવક દીક્ષા ન લે તો ય ઉચ્ચતમ કક્ષાનું શ્રાવકજીવન તો જીવે જ ને? Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નહિ એસો જનમ બાર-બાર હા. પેલી વાસનાપજવણી એને ધર્મકાર્યમાં વિઘ્નરૂપ બન્યા કરે તે બને. અને તેમ થવાથી ધર્મમાં જરૂરી એકાગ્રતાને એ સ્પર્શી ન શકે. આ આફત નિવારવા માટે તે લગ્નજીવનના ખીલે બંધાય છે. વાસનાની પજવણીને એના દ્વારા યોગ્ય રીતે શાંત કરી દે છે.પછી બાકીની તમામ સમય ધર્મની સ્પર્શનાના યોગજીવનને માટે જ ફાળવી દેવામાં આવે છે. કૂતરો ભસ્યા જ કરતો હોય અને તે કારણથી કોઈ કામ થઈ શકતું ન હોય તો એ કૂતરાંને કમને પણ રોટલા નાખી દેવા પડે છે ને? એ રોટલા મળી જતાં કૂતરો શાંત પડી જાય. અને કામ નિર્વિને પાર ઊતરી જાય. શ્રાવકનું સંસારજીવન વાસનાને રોટલા નાખી દેવા પૂરતું જ હોય; એમ કરીને બાકીનો કામ ધર્મમયજીવનની આરાધનામાં પસાર કરવાનું જ એનું લક્ષ્ય હોય. સબૂર! આથી લગ્નજીવનમાં સંમતિ કોઈ રખે માની લેતાં! ના. સાવદ્યકાર્યમાં કદાપિ સંમતિ ન હોય. અહીં તો એટલી જ વાત ધ્યાન ઉપર લાવવી છે કે ભગવાન જિનેશ્વરોના અનુયાયીનો ભોગ પણ યોગની સાધના માટે જ હોય. ઓ શ્રાવિકાઓ! તમે માત્ર સ્ત્રી નથી હોં! શ્રાવિકા એટલે સ્ત્રી નહિ; એથી ઘણી ઘણી વધારે. માટે જ જગતની રીતરસમો મુજબ શ્રાવિકાથી ન જીવી શકાય. જગતની સ્ત્રીઓ લોકહેરી મુજબ તણાય, અને લોકિક આનંદોમાં રાચે-માશે. જ્યારે તીર્થંકર પરમાત્માના શાસનને વરેલા માતાપિતાઓની કન્યારૂપે જન્મેલી સ્ત્રી તો શ્રાવિકા છે. એ તો જિનાજ્ઞા મુજબ જીવે અને લોકોત્તર વૈભવથી સુસંપન્ન સાધ્વી જીવનની મસ્તી માણવાના સ્વપ્ના સેવે. કદાચ આવી કન્યાઓ દુષ્કર્માદિના યોગે લગ્ન કરે તો પણ શું થઈ ગયું? એની ખાવા-પીવા, સૂવા-બેસવા, બોલવા-ચાલવાની બધી રીતો સાવ જુદી જ હોય. એની સર્વ વૃત્તિપ્રવૃત્તિમાં જિનાજ્ઞા પ્રત્યે કટ્ટર પક્ષપાત જીવંત બનેલો જોવા મળતો જ રહે. આથી જ પરિણીતા સ્ત્રી ભલે વહુના મોં જોવાના સ્વપ્ન સેવે; ભલે વહુના દીકરાને રમાડીને મરવાની ઈચ્છા રાખે. પરંતુ શ્રાવિકાના ઓરતાં તો સાવ જુદા હોય. સંસારને વધારનારી આવી અભિલાષ એના રૂવાંડેય ન હોય. એ તો પોતાના Page #115 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧ ૧૫ દીકરાને સાધુવેશમાં જોવા ઈચ્છે; પોતે જ પોતાના દીકરાને ભિક્ષા દેતી હોય એવી ધન્ય પળોનું દર્શન કરવાનો તલસાટ રાખે. હજારો આત્માઓને પ્રતિબોધ આપતા પોતાના મહાન સુપુત્રને પાટ ઉપર બેસીને વ્યાખ્યાન કરતો જોવા ઈચ્છે. - સ્ત્રી અને શ્રાવિકામાં તો આભ જેટલું અંતર છે હો! પછી બેયના આચારવિચાર તો સરખા કેમ જ હોય? જેની સાધુ થવાની ઈચ્છા પણ નહિ; તે શ્રાવક નહિ કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે “યોગશાસ્ત્ર' નામના ગ્રંથમાં “શ્રાવક' કોને કહેવાય? તેની વ્યાખ્યા કરતા કહ્યું છે કે જેને ચારિત્ર લેવાની તીવ્ર લાલસા હોય તેને શ્રાવક કહેવાય. બેશક, જિનવાણીને સાંભળે (શ્રા) સાત ક્ષેત્રમાં ધનને વાવે (વ) અને પાપકર્મોને કાપે (વ) તે શ્રાવક શબ્દનો નિરુકતાર્થ છે, પરંતુ આ ત્રણે ય વાતો જો સાધુ થવાની ભાવનાને પ્રગટ કરવા સમર્થ બને તો તેના પાલકને શ્રાવક કહેવો પરંતુ જો કોઈ મગશેલીઆને જિનવાણી સાંભળવા વગેરેથી સાધુ થવાની ભાવના જ ન જાગતી હોય તો તેને શ્રાવક ન જ કહી શકાય. સાધુ થવાની ભાવનાવાળો જો શ્રાવક કહેવાય તો ઘર છોડવાની ભાવનાવાળો પણ શ્રાવક કહેવાય. કેમકે ઘર છોડયા વિના સાધુ થવાતું નથી. - ઘરમાં રહીને ધર્મ કરવો; અને મોક્ષ પામવો એવી વાતો કરનારાઓને શ્રાવક કહી શકાય ખરા? ઘરને ખરાબ ન માને તેને શ્રાવક કહી શકાય ખરો? ઘર વગેરેની અનુકૂળતા પામવા સાથે ધર્મ ધ્યાન, તપજપ. દાનશીલ વગેરેનું આચરણ કરવાની ઈચ્છાવાળા સુખશીલ આત્માઓને સાચા ધર્માત્મા કહેવાય ખરા? સાચી વાત જ એ છે કે સાધુ થવાની ભાવના વિનાના અને ઘરને ખરાબ નહિ માનનારા માણસોના દાનાદિ ધર્મોને ધર્મ જ કહી શકાય નહિ. એવા ધર્મો તો અર્થકામ આદિની વાસનાથી ખરડાઈને પરંપરયા દુર્ગતિમાં ધકેલી મૂકવાનું જ કામ કરે. ઘરને ખરાબ માનનારાનેઃ સાધુ થવાની તીવ્ર લાલસાવાળાને સંયોગવશાત્ ઘરમાં રહેવું પડે તો એ કેટલો ત્રસ્ત હોય એ જાણો છો? એની સ્થિતિ પાણી વિના તરફડિયા મારતી માછલી જેવી ભયંકર હોય. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નહિ એસો જનમ બાર-બાર છેવટે શાસનને તમારા હૈયે તો રાખો જ માનવજીવન મળ્યું. જૈનકુળ મળ્યું. સન્માર્ગ દર્શક નિગ્રંથગુરુઓ મળ્યા. પછી તો તુચ્છ ભોગસુખો ખાતર આવા મૂલ્યવાન જીવનને કદી બરબાદ કરી ન શકાય. કાયા પણ એ જિનશાસનને સમર્પિત, હૈયું (ચિત્ત) પણ એ જિનશાસનને સમર્પિત હોવાં જોઈએ. જો આટલું પણ હશે તો ય તમારું જીવન નાવડું સંસારસાગરથી પાર ઊતરી જશે. નાવડી સાગરમાં હોય તો તરી જાય. પણ સાગર નાવડીમાં પેસી જાય તો ડૂબી જાય. હૈયે વસાવો ભગવાન વીરને; નિર્ઝન્ય ઉપકારી ગુરુને; કૃપાસ્વરૂપ ધર્મને.... સહુને જણાવી દો કે તમારી સાથે રહું છું એટલું જ; બાકી મારા હૈયે તમારામાંનું કોઈ નથી; કોઈની મને મમતા નથી. મારા જ કોઈ મેં માન્યા હોય તો તે સુદેવાદિ છે. તમારામાંના કોઈ નહિ. ન પડે કાયા ભોગની ધરતી ઉપર. ન પડે ચિત્ત એ ધરતી ઉપર. પણ કર્મના માર્યા આત્મા માટે આ બધુંય શક્ય ન હોય તો ય ભલે કદાચ કાયા પડે એ ભોગના કાદવમાં; પણ ચિત્તનું તો પતન ન જ થવું જોઈએ. હજી કાયપાત ચાલી શકે પણ ચિત્તપાત તો ન જ ચલાવી લેવો જોઈએ. આનો અર્થ એ થયો કે ભલે કદાચ તમે ઘરમાં રહો; સ્ત્રીના સંગમાં રહો, સંપત્તિના સાન્નિધ્યમાં રહો; બાળ બચ્ચાના પરિવારમાં રહો, વેપાર અને વ્યવહારમાં ય રહો પરંતુ તમારા હૈયામાં તો એમાંનું કશું ય ન રહેવું જોઈએ. તમારા હૈયે કોઈને સ્થાન ન આપો. કંચન, કામિની, કાયા, કુટુંબ કે કીર્તિની મમતા હૈયે સ્થાન પામનારી વસ્તુ છે. એ મમતા તમારા હૈયે ન જ રાખો. ઘરના તમામ સ્વજનોને કહી દો કે, “તમે પણ મારી સાથે આ જ રીતે રહેજો. તમારા હૈયે દેવાદિને જ સ્થાપજો. મને કદાપિ નહિ” આવું રોજ કહે તે શ્રાવક. સાધુ વિના વીરનું શાસન ચાલી શકે નહિ એવું સમજનાર શ્રાવકોની ફરજ શું? શાસ્ત્રમાં કહ્યું છે, “ન તિર્થં, વિણા નિયંઠેહિં.'' નિર્ચન્ધો વિના તીર્થ સંભવતું નથી. નિર્ગુન્હો વિના તીર્થ ટકી શકતું નથી. નિગ્રંથ એટલે સાધુ અને તેની સાધુતા. Page #117 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૧૭ નિશ્ચયનયથી સાધુતા અર્થ લેવો જોઈએ; વ્યવહારનયથી સાધુ અર્થ લેવો જોઈએ. ધનવાન ભક્તોની અને ધનની અનુકૂળતા વિના ભગવદ્ શાસન જરૂર ચાલશે પરંતુ સાધુઓ વિના તો નહિ જ ચાલે. જો આ વાત શાસનપ્રેમીઓને સમજાઈ જાય તો તેમણે દરેકે પોતાના ઘરમાંથી ઓછામાં ઓછું એક બાળક પરમાત્મ શાસનને સમર્પિત કરવું જ જોઈએ. બહુ આગળ વધી જઈને જો કહેવું હોય તો એમ પણ કહી શકાય કે વર્તમાનકાળની શાસનની છિન્નભિન્ન થતી સ્થિતિને જોઈને, શાસનને સુદઢ બનાવવાની યોજનામાં જે માતાપિતાઓ પોતાનું એક પણ બાળક આપે નહિ એમને શ્રાવક શ્રાવિકા કહેવા કે નહિ એ પ્રશ્ન છે. સાધુજીવનની મર્યાદાઓ જ એવી છે કે એનું પાલન કરવા વડે જ અનુપમ શાસન પ્રભાવના થઈ શકે. પગપાળા વિહાર; નિરીહતા, અકિંચનતા, બ્રહ્મચર્ય, ગુરુપારતન્ય, અણગારિતા વગેરેમાંની દરેક મર્યાદા જ એવી અભુત છે કે તેના દ્વારા શાસનને ખૂબ સુદઢ બનાવી શકાય. શાસનપ્રેમીઓ! તમે તૈયાર થાઓ; શાસનના સંવિગ્ન અને ગીતાર્થ મુનિના ચરણે તમારું બાળક તુરત સમર્પિત કરો. હા. “એક જ બાળક બસ છે.” જો ખરેખર તમારા અંતરમાં શાસન વસ્યું હોય તો એ શાસનના હિતમાં આ હાકલને તુરત જ વધાવી લો. ચમત્કારો તો આજે ય ઘણાં છે પણ આંખો ખોલે તો દેખાય ને ? કેટલાક માણસો અમારી પાસે આવીને ચમત્કારો દેખાડવાની વાત કરતાં કહે છે કે, “જો હવે ચમત્કાર બતાડવામાં નહિ આવે તો આ સદીનો માનવ ધર્મસન્મુખ બની શકશે નહિ.” આ તો કેવી વિચિત્ર ધમકી છે! અંધ અથવા તો આંખ મીચેલો માણસ એમ કહે કે, “મને જગત દેખાતું નથી” એટલે જગત છે જ નહિ એમ કેમ માની લેવાય? ચમત્કાર તો આજે, આ જ ધરતી ઉપર આવી વાતો કરનારની સામેસામ જ છે પણ જોવા જ ન હોય તેને કોણ દેખાડી શકે ? Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નહિ એસો જનમ બાર-બાર રૂપિયાની નોટો વરસાવવી કે દુષ્ટોને લોહી વમતા કરી દેવા, વાંઢાનું વાંઢાપણું મિટાવી દેવું, કોઈનું વાંઝીયાપણું નાબૂદ કરી દેવું, અનાજની ગુણોનો વરસાદ વરસાવી દેવો. એ બધા ય જો ચમત્કાર કહેવાતા હોય તો એથી પણ વધુ પ્રચંડ ચમત્કાર આજે પણ ક્યાં નથી? લાખો રૂપિયાની માલિકીને લાત મારીને, ઉઘાડા પગે ઘૂમવાની કળાને સિદ્ધ કરી લેવી એ શું જૈન સાધુનો ચમત્કાર નથી? રૂપવતીનો કંત બનવાની શક્યતાવાળો એક નવયુવાન મુક્તિપંથનો સંત બની જાય એ શું ભોગી જગત માટે પ્રત્યક્ષ ચમત્કાર નથી? અદ્યતન વૈજ્ઞાનિક સગવડોથી સજ્જ દુનિયામાં માથાના વાળ હાથેથી ખેંચી નાખવા એ શું ચમત્કાર નથી? સ્વચ્છંદતાના ગલીચ વાયુમંડળમાં રહીને ગુરુને પૂર્ણ રીતે જીવનનું સમર્પણ કરવું એ શું આ સદીના બાળસાધુઓના જીવનનો ભવ્ય ચમત્કાર નથી? માનપાન માટે મરી જનારાઓ અને અપમાનમાં આપઘાત કરી દેનારાઓની વચ્ચે રહીને માન-અપમાનની દશામાં સમતા ધારણ કરનારાઓનું જીવન જ ચમત્કારપૂર્ણ નથી? દૂધવાળીના કાળા બદનમાં પણ કાળા ધબ્બ બની જનારાઓને, રૂપવતીના રૂપમાં કદી નહિ લપસી પડનારા યુવાન જૈન સાધુ ક્યાંય દેખાયા'તા ખરા? તો શું એમાં એમને કશો ચમત્કાર નો'તો જણાયો? આંખો જરાક ઉઘાડો પછી એકલા ચમત્કારોના ચમકારા જ દેખાશે. એ જ બતાવે છે કે તમને સાધુ ગમે છે; સાધુતા નહિ. ધર્મી કહેવાતા માણસને સાધુ ગમે અને સાધુની સાધુતા ન ગમે એવું પણ બને ખરું? હા. જરૂર બની શકે. સગાં હોવાના કારણે, મૈત્રીના કારણે, સાંસારિક લાભ કરી આપવાના કારણે સાધુ ગમે અને એમની સાધુતા ન પણ ગમે. સાધુતા શું વસ્તુ છે એ જેને સમજાયું હોય તો ઝૂકીઝૂકીને એ સાધુતાને નમસ્કારની માળાઓ અર્પતો હોય. એરકન્ડીશન રૂમમાં બેસીને પણ તે મહાન સાધુઓને યાદ કરીને બોલતો હોય, “અહો ! આવ બળબળતા બપોરની આગવષની વચ્ચે જેનમુનિઓ ઉઘાડા પગે ચાલ્યા જતા હશે? ધન્યવાદ. Page #119 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૧૯ સેંકડો ફિયાટો અને એમ્બેસેડરો બાજુમાંથી પસાર થઈ જતી હોય ત્યારે ૧૫૧૫ માઈલ ચાલીને લોથ થઈ ગયેલા સાધુઓ એ મોટરમાં બેસવાના સપ્રેમ આમંત્રણને પણ હસી નાખે છે! રોકેટયુગનો મહામાનવ કોને કહેવો એ પ્રશ્ન બુદ્ધિવાદી લોકોને ફરીથી વિચારણાના ટેબલ ઉપર લાવ્યે જ છૂટકો થવાનો છે. સાધુની સાધુતા શું ચીજ છે એ વાતની પૂરી પહેચાન સાધુભક્તોને પણ હશે કે કેમ એ પ્રશ્ન છે. સાધુભક્તોને પણ એ વાતની ખબર છે ખરી કે આ તે સાધુઓ છે જેમણે મોટા ધનાઢયોની કેટલીય કન્યાઓ તરફથી નજર ફેરવી લીધી છે! રોકેટના યુગમાં ગાડામાં બેસવાનો ય ઈન્કાર કરી દીધો છે! એરકન્ડીશન્ડ રૂમની સગવડના સમયમાં પૂંઠાના પંખાને ય થૂ કરી નાખ્યો છે! કોકાકોલાના જમાનામાં ધગધગતા પાણી સાથે હસતે મોંએ ભિક્ષા કરી છે! એકટર-એકટ્રેસોના પ્રણયલગ્નોના અહેવાલોમાં પાગલ બની જતા, રોકેટની સિદ્ધિઓમાં અંજાઈને અંધપ્રાયઃ બની જતા, ઠંડકમાં ઠંડાગાર બની જતા લોકોને સાધુતા સમજવા માટે ય કદાચ ભવો કરવા પડશે; અને એને હૈયેથી નમવા માટે તો બીજા કેટલાય ભવો કરવા પડશે. માત્ર સાધુ ગમશે તેથી ઉદ્ધાર નહિ થાય; સાધુતાને ગમાડો, સાધુતાને પામવાની આગ અંતરમાં જગાડો; પછી ઉદ્ધાર જરા ય દૂર નથી.. સર્વ સમસ્યાનો એક જ ઉકેલ : સાધુ થાઓ ભૂદાન કાર્યક૨ વિનોબાને કોઈ પૂછે કે રાષ્ટ્રની આબાદી શી રીતે વધે ? લોકો પ્રેમથી શી રીતે રહે ? સાચું લોકશાસન શી રીતે આવે? વિશ્વશાંતિ શી રીતે થાય? દરેકનું આરોગ્ય શી રીતે સારું રહે? આર્થિક ભીડમાંથી શી રીતે મુક્ત થવાય? વગેરે... વગેરે... દરેક પ્રશ્નનો એક જ ઉત્તર તેઓ આપે છે, “ભૂદાન કરવાથી.’’ મને કોઈ આ જ બધા પ્રશ્નો પૂછે કે કોઈ બીજા પ્રશ્નો પૂછે તો તે બધાયનો હું એક જ ઉત્તર આપું કે, ‘ભગવાન જિનેશ્વરદેવે બતાવેલા ચારિત્ર માર્ગે ચાલીને સાધુ બનવાથી.’’ તમારા ઘરમાં કલેશ ચાલે છે? તમે ત્રાસી ગયા છો ? તો સાધુ થઈ જાઓ. પછી એ કલેશ તમને સ્પર્શી પણ ન શકે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નહિ એસો જનમ બાર-બાર તમે નાણાભીડમાં છો? તો ય સાધુ થાઓ. તમને સંગદોષથી વાસનાઓ પજવે છે? ઝટ, સાધુ થાઓ. તમને પરલોકનો ભય લાગ્યા કરે છે? તો સાધુ થાઓ. તમારે રાજકારણથી મુક્ત થવું છે? તો સાધુ થાઓ. વિશ્વશાંતિ સાધુ થવામાં જ છે. ગૃહશાંતિ અને રાષ્ટ્રશાંતિ પણ સાધુ થવામાં જ છે. સર્વકલ્યાણ પણ સાધુ થયા વિના કોઈ કરી શકે તેમ નથી. ના.... સર્વોદય કાર્યકરો પણ સર્વોદય નહિ લાવી શકે. અદ્ભુત કોટિનું છે સાધુત્વ... એની સઘળી વ્યવસ્થાઓ જ એવી છે કે શાસ્ત્રનીતિ જાળવીને ગમે તેટલી મુક્ત જબાનથી સઘળી સાચી વાત કહી શકવા સુસમર્થ બની રહે છે. નથી એને રાજકારણનો ભય; નથી એને ખાવાની ચિંતા, નથી એને કપડાની ચિંતા.... કદી ન પજવે મોંઘવારી, કદી ન પજવે કલેશ કંકાસનું વાયુમંડળ.... આવી મજબૂત વ્યવસ્થા જૈનસાધુ જીવનને જ વરેલી છે, માટે જેનસાધુ બનવાથી જ સર્વ પ્રશ્નો ઊકલી શકે. સાધુ બનવાથી જ સર્વ દુઃખોથી, અને સર્વ પાપોથી મુક્તિ મળી શકે. બધું મંજૂર! ઓઘો ના મંજૂર! સર્વ પાપોને થંભાવી દેતું અને સર્વ સાંસારિક “હેયાબળાપા'ના દુઃખોને મિટાવી દેનારું સાધુજીવન આજે વિદ્યમાન હોવા છતાં એને સ્વીકારવા કેટલા તૈયાર થાય છે? દ્વારકાદહન વખતે દેવે જાહેરાત કરી હતી કે, “ભગવાન નેમનાથસ્વામી પાસે સાધુ થવા જે તેયાર થશે તેમને જ બચવા દઈશ; બાકીના બધાયને સળગાવી દઈશ.” તો ય એક જ શ્રાવક તૈયાર થયો, બાકીના બધાય જાતે જ બચી જવાની આશામાં દેવને આધીન ન થયા. અંતે બળી મર્યા. સંસારના દુઃખો કેવા? હાથ બાળવા જેવા લોચ, વિહારાદિના કષ્ટો ભલે ત્યાં નથી પરંતુ હૈયાબળાપા કેટલા? એનો તો કોઈ આરોવારો જ ન દેખાય. આમ છતાં એ સંસારથી ત્રાસી જઈને સાધુ થવા કેટલા તૈયાર થાય? ભાગ્યે જ થોડા. કેવી મધલાળ વળગી છે ભોગવાસનાની? સુખશીલતાની? અથવા કોટુંબિક મમત્વની? કેટલાક વાસનાની પીડાથી સાધુ થવા તૈયાર થતા નથી. કેટલાક કુટુમ્બાદિના મમત્વના ખીલે બાંધી રહ્યા હોય છે. કેટલાકને વળી દેહની સુખશીલતા Page #121 -------------------------------------------------------------------------- ________________ וד નહિ એસો જનમ બાર-બાર ૧૨૧ ભારે ગમી ગઈ હોય છે. આવા મનમાન્યા મમત્વોનું અહીં પોષણ થતું નથી એટલે સાધુ થવાની લાચારી દેખાડવામાં આવે છે. આવા મમત્વોને કા૨ણે એ જીવો કેટલા દુઃખનો ડુંગર માથે ઊંચકવા તૈયાર થાય છે? કેટલા પાપો ખૂંદવા સજ્જ બની જાય છે? ભગવાન જિનેશ્વરદેવોની કેટલી આજ્ઞાઓને પગ નીચે કચડવાની તૈયારી બતાવતા હોય છે? કેટલા જીવોનો હત્યાકાંડ એમને મંજૂર થઈ જાય છે? બહુ સીધી સાદી નફા-તોટાની ગણતરી હોવા છતાં ભોગ-રસિકોનેઃ ભારેકર્મી જીવોને આ વાત સમજાતી નથી એ કાંઈ નાનુસુનું આશ્ચર્ય નથી. સંસારનો પ્રત્યેક રંગ, વિરાગ નીતરતો હોવા છતાં એમાંથી પરાણે રાગ નીચોવવો અને એના બે પાંચ ટીપાંમાં આટલું મોટું નુકસાન વેઠવું એમાં કંઈ બહાદૂરી હશે? જૈનધર્મમાં જન્મ લઈને પસ્તાવો થયો નથી ને? એમ સાંભળ્યું છે કે સ્વ. વડા પ્રધાન નહેરુને કોઈકે પૂછયું કે હિન્દુપ્રજાજન તરીકે તેમનો જન્મ થયો છે તે અંગે તેમને શું લાગ્યું છે? તેમણે જવાબ આપ્યો કે,‘હું એનો પસ્તાવો કરું છું!'' આ જ પ્રશ્નનો ઉત્તર આપતાં. સ્વ. વડા પ્રધાન શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘હિન્દુપ્રજાજન તરીકે મારી જાતને ઓળખાવતા હું ગર્વ અનુભવું છું!' ' જેવો જેનો બાળ-ઉછેર તેવું તેનું માનસ ઘડતર. ખેર... જૈનોને પણ હું આ જ પ્રશ્ન પૂછું છું. મને લાગે છે કે ઘણા કોલેજિયન જૈન યુવાનોનો ઉત્તર સ્વ. નહેરુ સાથે તાલ મિલાવતો હોવો જોઈએ. કંદમૂળ ન ખવાય; રાત્રે ન ખવાય, સિનેમા ન જોવાય; રોજ પ૨માત્મપૂજા કરવાની; ગુરુવંદન કરવાનું, હોટલમાં ન જવાય... ઈત્યાદિ એટલી બધી મર્યાદાઓ, પાળવાની અને વિધિ સાચવવાની હોવાથી આજના જૈનયુવાનોને જૈનધર્મથી જાણે ત્રાસ છૂટી ગયો લાગે છે! કેટલો પ્રચંડ ભોગ૨સ અંતરમાં ખાબક્યો હશે ત્યારે જ આવી માનસિક સ્થિતિનું નિર્માણ થતું હશે ને ? શાસ્ત્રકાર ૫૨મર્ષિઓએ જે જૈનત્વના ભરપેટ ગીત ગાયા છે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નહિ ઐસો જનમ બાર-બાર તેની તરફ કેટલાકોને સૂગ ઉત્પન્ન થઈ છે! આ લોકો બંધનમાં રહેવા માગતા જ નથી એવું પણ નથી. એમના ભોગરસને પામવા માટે તો સ્કૂલ, કોલેજના તમામ બંધનો એમણે સ્વીકાર્યા જ હોય છે; વેપારના તમામ ધારાધોરણો એમને માનવા જ પડે છે. સરકારની ૨૫-૫૦ ઉપાધિઓને કારણે એ લોકો સતત જાગૃત રહેતા જ હોય છે. કોર્ટની તારીખો; રેલવેના સમય; સિનેમાના શોના ટાઈમ; પાર્ટીઓ અને કલબોના તમામ બંધનો એમને સદા માટે માન્ય હોય જ છે. ધર્મનું જ ક્ષેત્ર એવું છે જ્યાં આવા લોકો નટ થઈને બોલી શકે છે કે, “અમને બંધન ફાવે નહિ. અમને બંધનમાં ત્રાસ થાય છે!’’ ભલે ત્યારે; આવા માણસોની અમારે તો દયા જ ચિંતવવી રહી ને ? શ્રાવકની લગ્નપત્રિકા પણ કેવી હોય? દેવાધિદેવ શાસનપતિ પરમાત્મા મહાવીરના શાસનને હૈયાથી પામેલા શ્રાવકની લગ્નપત્રિકા પણ વાંચનારના અંતરમાં ભરપૂર વિરાગ ઉત્પન્ન કરી દે તેવી હોય. આ રહ્યું તેનું આછેરું કોકે કરેલું; મેં માત્ર સુધારેલું ‘ડ્રાફટિંગ.’ ‘‘વિ. માં જણાવવાનું કે અમારા ચિ. રમેશના લગ્ન... તિથિના દિવસે નિર્ધા૨વાની અમને ફરજ પડી છે. બાળવયથી ૨મેશને અમે એક વાત રોજ કરતા હતા કે, “બેટા રમેશ! સાધુ જ થજે. આ સંસાર એકલા પાપોથી ભરેલો છે. જીવ-હિંસા વગેરે પાપો કર્યા વિના અહીં જીવાતું જ નથી અમે તારા માતાપિતા એવા અભાગીઆ નીકળ્યા કે આ પાપમય સંસારનો ત્યાગ ન કરી શક્યા. પરંતુ બેટા રમેશ! તું ખરેખર અમારો કહ્યાગરો દીકરો હોય તો અમે વાવેલો સંસારનો ઝેરી વડલો તું આગળ વધવા ન દઈશ. સર્વવિરતિના પંથે પ્રયાણ કરીને એ વડલાને ત્યાં જ કાપી નાખજે. ‘પુણ્યના યોગે સાંપડી જતો સુખમય સંસાર પણ દુઃખમય અને પાપમય છે એ વાત અમે - તેના માતાપિતા કાયમ કરતા. અને બધી વાતનો અંત તો અણગાર બનવાની ભાવના વ્યક્ત કરીને જ લાવતા. ‘પણ અફસોસ! યૌવનના ઉંબરે આવીને ઊભેલા રમેશને અમે જ્યારે એકવાર તેના અંતરની ભાવના પૂછી ત્યારે તેણે જે વાત કરી તેથી અમારું બન્નેયનું અંતર દુઃખિત થઈને રડી ઊઠ્યું. એણે કહ્યું, “પૂજનીય માતાપિતાજી! આપે મને જે કાંઈ Page #123 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧ ૨ ૩ આજ સુધી સમજાવ્યું તે જ અક્ષરશઃ સાચું છે. પણ કોણ જાણે હું કેવા પાપાત્મા છું કે મને વાસનાઓ પજવતી લાગે છે. મહાભિનિષ્કમણના પંથે પગ મૂકવાનો પ્રચંડ પુરુષાર્થ કરતાં પતનનો મહાભય મારા અંતરને કોરી રહ્યો છે. પિતાજી! મને ક્ષમા આપો.” રમેશની આ વાત સાંભળીને, લગ્ન ન કરવાથી એનું જીવન ઉન્માર્ગે ચડી જવાના ભયને નજરમાં રાખીને એ પાપથી એને બચાવી લેવા માટે અમારે તેને એક ખીલે બાંધી દેવારૂપ લગ્ન કરવાનું નક્કી કરવું પડયું છે. હવે આપ સકુટુંબ પધારજો અને નવદંપતીને આશિષ દેજો કે, “તમે સદાનું પવિત્ર જીવન જીવતાં રહીને સર્વવિરતિનો ધર્મ વહેલી તકે સ્વીકારજો અને સ્વનું કલ્યાણ કરીને અમારા સહુનું કલ્યાણ કરજો.” સ્વદ્રવ્ય જિનપૂજા! મહાપાપોની નાશક જેના જીવન અઢળક પાપોએ રંગાઈ-ખરડાઈને કાબરચીતરા બની ગયા છે એને કેટલી વાતો કરવી? કેટલા પાપો છોડાવવા? વળી વિહાર કરી ગયા પછી શું? અગ્નિ ગયો કે દૂધનો ઊભરો શાંત! આ પરિસ્થિતિને એક જ રીતે હલ કરી શકાય તેમ લાગે છે. જો એ છતાં ય કોઈ ઉકેલ ન આવે તો બીજો કોઈ ઉપાય નથી એમ પણ કદાચ કહી દેવું પડે. જિનવાણીનું શ્રવણ બારે ય માસ મળવાનું એકદમ શક્ય નથી; પરંતુ જિનેશ્વર ભગવાનનું પૂજન તો બારે ય માસ માટે શક્ય છે. જો આ પૂજન વિધિપૂર્વકનું બની જાય અને સ્વદ્રવ્યથી થતું રહે તો ઉમંગમાં એવો ઉછાળો આવે કે એમાં શું શું ન બને એ જ પ્રશ્ન છે. ભાતભાતના શુભ સંકલ્પો જાગ્રત થતા જ રહે; અનેક ખરાબીઓ જીવનમાંથી નાબૂદ થતી જ રહે. આપમેળે નિત્ય-નવી પ્રેરણા મળતી જ રહે. બીજું કાંઈ જ ન બને તો હું કહીશ કે છેવટે સ્વદ્રવ્યથી વિધિપૂર્વક જિનપૂજા કરો. મારો ભગવાન તમને બધી રીતે ઠીક કરી દેશે. પૂજનના પુણ્ય દુઃખ જશે; અને પૂજનના ભાવે પાપવાસનાઓ શાંત પડી જશે. દુર્લભ એવું માનવજીવન વારંવાર સુલભ બની જશે. પછી મોક્ષ તો હાથવેતમાં જ છે ને ? સહુ પૂજક બનો પરમાત્માના! Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નહિ એસો જનમ બાર-બાર બોદા માલના ય સારા ભાવના યુગમાં અમારી અવદશા! આજે તો સાવ બોદા ગણાતા માલના પણ ઊંચા ભાવ બોલાવા લાગ્યા છે. અરે! બારદાનનું પણ માર્કેટમાં ગૌરવ છે. એના ય ભાવો સારા બોલાય છે. આવી સ્થિતિમાં ધાર્મિક ક્ષેત્રની સ્થિતિનો વિચાર કરીએ તો એમ લાગે કે અહીં તો અવદશા જ બેઠી છે. અહીં તો સારામાં સારા માલનોય ભાવ જ બોલાતો નથી. અરે! એ સાવ મફતમાં જ જઈ રહ્યો છે. સાત ક્ષેત્રોમાં દાન એટલે? કેટલો ઊંચો માલ! સ્વસ્ત્રી સાથે પણ શીલનું પાલન! કેટલો ઊંચો માલ! અને તપધ”! એ માલની તો વાત જ શી કરવી? પણ આ માલવાળાઓને પૂછો તો ખરા કે એનો ભાવ કેટલો બોલાય છે? સાચો માણસ હશે તો તમને ઝટ કહી દેશે કે “મીંડું. હૈયામાં ભાવનું નામ જ નથી. બસ! કર્યું જાઉં છું.” જે દાનની પાછળ ધનની મૂછ સામે કરડી નજર ન હોય; જે શીલની પાછળ વાસના તરફ સૂગ ન હોય, જે તપની પાછળ આહારાદિ તરફ તિરસ્કાર ન હોય તે દાનાદિને દાનાદિ જ ન કહેવાય. ધનાદિ પ્રત્યેના તિરસ્કારના ભાવ વિહોણા દાનાદિ એટલે એ બધાય, એકડા વિનાના મીંડા જ સમજી લેવા. સ્વરૂપથી જ ઉત્તમ એવા દાનાદિ-દ્રવ્યોના ભાવ જો વધી જાય તો બધાય ભવ કપાઈ જાય! એમાં શી નવાઈ? શક્યતા એ જ મોટી વાત “બટાટા ન ખાવા છતાં બટાટા ખાધાનું પાપ લાગે જ કેમ?” આવા પ્રકારના પ્રતિજ્ઞા સંબંધિત પ્રશ્નો ઘણા લોકો પૂછતા જ હોય છે. આનો સીધો ઉત્તર એક જ છે કે બટાટા ન ખાવા છતાં પ્રતિજ્ઞા નહી કરનારને બટાટા ખાવાની શક્યતા તો ખરી જ ને? બસ એ જ મોટું પાપ. તમે ખાઓ કે ન ખાઓ. લોટરી શું વસ્તુ છે? દસ લાખ લોકો એકેકા રૂપિયાની ટિકિટ લે તેમાંથી એક Page #125 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૨૫ જ માણસને એક લાખ રૂપિયાનું પહેલું ઈનામ મળવાનું છે. પણ દસે દસ લાખ માણસો કહે છે કે, “એ પહેલું ઈનામ કદાચ મને જ લાગી જાય તે શક્ય છે. ઈનામ ન જ લાગે તેવું કોઈ જ કહી શકે તેમ નથી. ઈનામ લાગશે જ તેવું પણ કોઈ જ કહી શકે તેમ નથી છતાં ઈનામ લાગવાની શક્યતા જ લોટરીના તત્ત્વને જીવંત રાખે છે. ફ્રાન્સના પ્રેસિડેન્ટ દગોલ એક વાર બ્રિટન ગયા ત્યારે તેની તમામ હોસ્પિટલોમાં તેમના લોહીને મળતું લોહી તૈયાર રાખવામાં આવ્યું હતું. ગમે તે સ્થાને ખૂન થતાં લોહીની જરૂરિયાતની શક્યતા કારણે જ.. ભૂખ્યો સિંહ ધસી આવે ત્યારે ચાર-છ માણસોને જ તે મારવાનો હોવા છતાં ઉપસ્થિત એક હજાર માણસોમાંના તમામ નાસભાગ કરે છે. ૪-૬ માં પોતાનો જ નંબર લાગી જવાની શક્યતાને કારણસ્તો. - હવે એક વાત કરી દઉં? આપણે મરવાનું છે એ તો નક્કી જ છે. ક્યારે કરવાનું છે એની આપણને ખબર જ નથી. છતાં દરેક પળે મરી જવાની શક્યતા તો ખરી જ ને? કોઈ પણ ભાવિની એકાદ પળ માટે આપણે છાતી ઠોકીને એમ કહી શકીએ ખરા કે, “આ પળે તો હું નહિ જ મરું?'' નહિ જ ને? તો પ્રતિપળની મરણની શક્યતાવાળાએ કેટલા સાવધાન બની જવું રહ્યું? રે! તમે ઉતરાવેલો વીમો જ આ વાતનો સાક્ષી નથી? આદર્શપ્રાપ્તિની દષ્ટિએ જૈન-નાસ્તિક પણ મહાન છે જેને દેવમાં વીતરાગતાનો, ગુરુમાં નિર્ગસ્થતાનો અને ધર્મમાં કૃપાનો આદર્શ મળ્યો. કૃપામૂલક જિનધર્મને પામેલા હજારો લાખો ધર્મીજનોના અનુપમ જીવનો જેને આદર્શ તરીકે મળ્યા એવા જિનકુળમાં જન્મીને શ્રાવકપણાનું આદર્શ જીવન પામેલા શ્રાવક-શ્રાવિકાઓ તો મહાન છે જ. પણ અપેક્ષાએ એટલે સુધી વાત કહી શકાય કે એવા જિન-કુળમાં જન્મેલો જેનમાત્ર મહાન છે. જૂઠા જમાનાના ઝપાટે ચડીને એ નાસ્તિક થઈ ગયો હોય તોય બીજા નાસ્તિકો કરતાં આસ્તિક બનવા માટેની બહુ મોટી શક્યતા એને પ્રાપ્ત થઈ છે. ગમે તે કારણસર, ક્યારેક પણ જિનમંદિરમાં ભટકાઈ જવાનું; ગુરુવર્ગ પાસે જઈ ચડવાનું એને બની જાય. કોક ધર્મગુરુનો ઉપદેશ સાંભળવાનો પ્રસંગ એને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નહિ એસો જનમ બાર-બાર મળી જાય. વસ્તુપાળો અને કુમારપાળોની આદર્શકથાઓ એની આંખે ચડી જાય. અને ઝટ જીવન પરિવર્તન થવા લાગે. આ શક્યતાની દૃષ્ટિએ આપણે જેને નાસ્તિકને પણ મહાન કહી શકીએ. શાલિભદ્રજી, ધન્નાજી, સુદર્શન શેઠ, વિજય શેઠ, સુલસા, દમયંતી વગેરે આદર્શોના તારલાઓના ઝૂમખેઝૂમખા જિનશાસનના ગગનમાં ચમકી જ રહ્યા છે. જરાક નજર મિલાવો... પ્રકાશ પથરાશે અંતરમાં; અને ધ્રૂજી ઊઠશે પાપિચ્છમાં પારિષ્ઠ વાસનાઓ. બાર બાર વર્ષ સુધી રૂપકોશાના મોહપાશમાં ફસાયેલા સ્થૂલભદ્ર, જૈનકુળમાં જન્મ્યા હતા માટે જ એક ધન્ય પળ પામી શક્યા ને ? Page #127 -------------------------------------------------------------------------- ________________ _/ O III 10000 (૪) ધર્મનો અધિકારી કોણ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નહિ ઐસો જનમ બાર-બાર અમે ફેરિયા નથી, દુકાનદાર છીએ પોતાની ગરજે ગામડે ગામડે ગલીએ ગલીએ, ઘરે ઘરે ફરે તે ફેરિયો કહેવાય; બીજાની ગરજે લોકોને જ્યાં દોડી આવવું પડે તે દુકાનદાર કહેવાય. અમારું કાર્ય ફેરિયાનું નથી; દુકાનદારનું છે. ધર્મ જેવી મૂલ્યવાન ચીજ જ્યાં ને ત્યાં જેને અને તેને બઝાડવા જેવી નથી. જ્યારે જ્યારે આ રીતે અપાત્રોના હાથમાં ધર્મ ગયો છે ત્યારે ત્યારે ધર્મનો ઓછેવત્તે અંશે નાશ થયો છે. વર્તમાનકાળના ભોગભીષણ વાયુમંડળમાં તો આ વાત ખૂબ જ સાવધાની માગી લે છે. જે ખરેખરો પાત્ર આત્મા હોય તેને જ આ ધર્મનું તત્વજ્ઞાન આપી શકાય. એવાની શોધ કરવા માટે અમારે દુકાનદાર બનવું રહ્યું. અમારા માલની સાચી ગરજવાળો જ પ્રાયઃ અમારે ત્યાં આવશે. એને અમે પાત્ર સમજી લેવા યત્ન કરીશું. “જગતમાં ધર્મની જરાય ભૂખ રહી નથી.’’ એમ સમજીને કેટલાક દુકાનદારોએ ફેરી ચાલુ કરી છે. મારી દૃષ્ટિએ તો તેઓ સરિયામ દેવાળું કાઢવાની સ્થિતિમાં છે. હજી ભારતની ધરતી ઉપર માનવતા અને આધ્યાત્મિકતાનો પ્રાણ ધબકી રહ્યો છે. કોઈ પણ દુકાનદારે હતાશ થવાની જરૂર નથી. વળી આ તો ઝવેરાતની દુકાન છે, ભજિયા-ભૂંસાના વેપારીને ત્યાં જેવો દરોડો પડે છે તેવી ઘરાકી અહીં ન હોય તે જ સ્વાભાવિક છે. પણ છ-બાર મહિને એકાદ પણ જોરદાર ઘરાકી નીકળી જાય તો ય શું વાંધો છે? ધંધો જ એવા પ્રકારનો છે ? વળી એવી ઘરાકી નીકળવાની પણ ખરી જ. એટલે હતાશાને હજી અવકાશ નથી. ભાવના કરતાં પાત્રતા બળવાન ભાવના બળવાન કે પાત્રતા બળવાન? બધા મેટ્રિક-પાસ વિદ્યાર્થીઓની કોલેજમાં દાખલ થવાની તીવ્ર ભાવના હોવા છતાં પણ તે બધાયને કોલેજોમાં પ્રવેશ મળતો નથી. કેમકે કોલેજના અધ્યાપકો તેમના સર્ટિફિકેટની પાત્રતાને જોઈને નિર્ણય કરતાં હોય છે. આ રીતે જગતમાં સર્વત્ર પાત્રતા જોવાય છે. સંગ્રહણીના દર્દીની દૂધ પીવાની તીવ્રતમ ભાવના હોય તો ય તેને દૂધ પીવા Page #129 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૨૯ માટે “અપાત્ર” કહીને દૂધ દેવાતું નથી. ખાંસીના દર્દી બાળકોને પીપરમીંટ ખાવાની તીવ્ર ભાવના છતાં, “પીપરમીંટ ખાવા માટે નાલાયક' કહીને અવગણી નાખવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી કરવાની ભાવના ચાલતી જ નથી, ટિકિટ મેળવ્યાની પાત્રતા પણ જોવી પડે છે. આ વસ્તુસ્થિતિ હોવા છતાં ધર્મના ક્ષેત્રમાંથી કોણ જાણે પાત્રતાના વિચારની હકાલપટ્ટી થઈ રહી છે. ‘ભાવના હોય એટલે જ ધર્મ કરવા લાયક' એવો અવાજ હવે તો ચારે બાજુથી ઊઠવા લાગ્યો છે. મને તો લાગે છે કે અપાત્રોને પણ ધર્મના ક્ષેત્રોમાં ઘુસાડી દઈને ધર્મનો નાશ કરી દેવા માટેનું આ કોઈ ભેદી કાવતરું જ હોવું જોઈએ. ભાવનાવાદના ઝેરથી જો કોઈ ધર્મ બચવું જ હોય તો તેણે પાત્રતાના સનાતન સિદ્ધાંતને ચુસ્ત રીતે વળગી જ રહેવું પડશે. હજારો અપાત્રોના ધર્મપ્રવેશથી સંખ્યાવધારો થશે પણ ધર્મનો જ મૂળમાંથી નાશ થઈ જશે. ભૂલેચૂકે ધર્મપ્રવેશની ભાવના દેખાડતા દંભીઓને ધર્મક્ષેત્રમાં પ્રવેશવા દેશો મા! ભાવના અને પાત્રતા ભાવના અને પાત્રના-બેય-તદ્દન જુદા જ પદાર્થો છે. પરીક્ષામાં બેસનારા પ્રત્યેક વિદ્યાર્થીની ભાવના હોય છે કે, હું પહેલા નંબરે ઉત્તીર્ણ થાઉં તો બહુ સારું. પણ પહેલા નંબરે ઉત્તીર્ણ થવાની પાત્રતા તો એક જ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય છે. ભાવના કરતાં પાત્રતા જ મહત્ત્વનું વ્યવસ્થાપક બીજ છે. સર્વત્ર ભાવના નથી જોવાતી; પાત્રતા જ જોવાય છે. કેમકે દુનિયામાં સોને પોતપોતાના વર્તુળમાં વ્યવસ્થા જોઈએ. વડા પ્રધાન થવાની ભાવનાવાળા-અપાત્રને કદી વડા પ્રધાનની ખુરશીએ બેસાડાય ? દૂધ પીવાની ભાવનાવાળા સંગ્રહણીના દર્દીને-અપાત્રને-માતા દૂધ દે ખરી? Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નહિ ઐસો જનમ બાર-બાર નોકરી કરવાની ભાવનાથી કેટલા દોડે છે? છતાં નોકરી કેટલાને મળે છે ? એ વખતે એમની પાત્રતા (Qualifications) જ તપાસાય છે ને ? જ્યાં અંધાધૂંધી મચાવવી હોય ત્યાં જ પાત્રતાને બદલે ભાવનાને મહત્તા આપવી જોઈએ, આથી જ ધર્મદ્વેષી લોકોએ ધર્મનો નાશ કરવા માટે પાત્રાપાત્રતાનો વિચાર વગોવીને ભાવનાનો વિચાર અગ્રસ્થાને મૂક્યો છે. એ લોકો એક જ વાત કરે છે કે, “ધર્મમાં વળી પાત્ર શું અને અપાત્ર શું? જેને ધર્મની ભાવના હોય એને દેવો જ જોઈએ. અહીં બધા ય સમાન છે.’' કેવી ખતરનાક રજૂઆત છે? હું તો કહીશ કે સંગ્રહણીના દર્દીને દૂધ માટે અપાત્ર કહેવાની વાતની માંડવાળ કરીને એની ભાવના મુજબ દૂધ આપો અને પરીક્ષામાં પહેલા નંબરે જ ઉત્તીર્ણ થવાની ભાવનાવાળા બધાયને પહેલો નંબર આપો. સત્તાની ભાવનાવાળા સૌને સત્તાસ્થાને બેસાડી દો, પછી આવજો અમારી પાસે સુફીઆણી વાતો કરવા. ધસારો તો થર્ડક્લાસના ડબ્બામાં જ હોય ને? ફર્સ્ટ કલાસના ડબ્બામાં જેટલી ગીરદી હોય તેથી ઘણી વધુ ગીરદી થર્ડ કલાસમાં હોય. પણ બહુ સંખ્યાના કારણે કાંઈ થર્ડ કલાસનું મૂલ્ય વધી જતું નથી અને ફર્સ્ટ કલાસનું મૂલ્ય ઘટી પણ જતું નથી. ગાંઠિયાવાળાની દુકાને લાઈન લાગે છે અને ઝવેરીની દુકાને કોઈક દિવસ કોક જ ફરકે છે. એથી શું ઝવેરીનું ઝવેરાત મૂલ્યમાં નબળું સાબિત થઈ જાય ? ના જરાય નહિ. આવું જ કાંઈક ધર્મની વાતમાં છે. નિર્ભેળ ધર્મ પ્રાયઃ પાળવામાં કઠિન હોય. કેમકે લોકરુચિ મુજબ ધર્મને સરળ બનાવવામાં આવે તો એ ધર્મ ભેળસેળીઓ બની જ રહે. એમ કરતાં ધીમે ધીમે એનું સ્વરૂપ એ ખોઈ બેસે. સાચી વસ્તુને લોકરુચિ ખાતર કદી વિકૃત કરાય નહિ. લોકો તો ગમે તે માંગે... પણ તેમની માગણી મુજબ જો ધર્મનું મોં બદલ્યા કરાય તો એ ધર્મ સરળ બનીને, અપાત્રોના હાથમાં જાય. અને એ અપાત્રોના હાથે એનો નાશ થાય. આજે એવા સરળ બનાવી દેવાયેલા કેટલાક કહેવાતા ધર્મો છે કે જેણે પોતાના પ્રચાર માટે આશ્રમો પણ સ્થાપ્યા છે. એનો અનુયાયી વર્ગ પણ મોટી સંખ્યામાં Page #131 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૩૧ વધતો જાય છે પરંતુ એથી કાંઈ એનું મૂલ્ય વધતું નથી. એ ધસારો જ એના ઘસારામાં પરિમશે; કલેશ કંકાસનું સર્જન કરીને પૂર્ણનાશમાં વિલીન થશે. ધર્મશ્રવણનો અધિકારી કોણ? પાત્રતા જોયા વિના જ ગમે તે વસ્તુ આપી દેવાનો ભયંકર રોગ આજના બુદ્ધિવાદીઓને લાગુ થઈ ચૂક્યો છે. શાસ્ત્રકારોએ તો “કાચા ઘડામાં કદી પાણી નાખશો મા !” એમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. અપાત્રોને વસ્તુ ન દેવામાં જ એમના પ્રત્યેની કરુણા સાચી ઠરે છે. કેસરિયા દૂધ પણ સંગ્રહણીના દર્દીને ન જ આપવામાં કરુણા છે. ધર્મશ્રવણમાં ય પાત્રતા જોઈએ. આ પાત્રતા ત્રણ પ્રકારની છે. મુંબઈ પહોંચવા, ગાડીમાં બેસવા માટે જેમ ત્રણ કલાસ હોય છે તેવું જ અહીં છે. હિંસા, જૂઠ, ચોરી, વગેરે ૧૭ પ્રકારના પાપો છે. એ સત્તરેય પાપો “સારા છે.” “કરવા જ જોઈએ.” “ન કરીએ તો જિવાય નહિ એવી માન્યતા એ ૧૮મું પાપ છે. આ ૧૮મું પાપ જ અતિભયાનક ગણાય છે. સર્વ પાપો આની ઉપર જ કૂદતા હોય છે. પાપોનો બાપ જ આ છે. આ ૧૮ ય પાપોનો જેમણે ત્યાગ કર્યો તે સંસારત્યાગીઓ “ફર્સ્ટ કલાસની ટિકિટ પ્રાપ્ત કરે છે. સત્તર પાપ કરવા છતાં અઢારમાં પાપનો ત્યાગ કરનારા આત્માઓ સેકંડ-કલાસની ટિકિટ મેળવે છે. અને ૧૮ પાપ કરવા છતાં એ પાપો “જલદીથી જાય તો સારુ” ધર્મશ્રવણથી એવું બની જાય તો સુંદર.... એવી ભાવનાવાળાઓ “થર્ડ કલાસની ટિકિટ પ્રાપ્ત કરે. જેમને આવી પણ ભાવના નથી તે બધા ખુદાબક્ષો છે. ગાડીમાં ચડી જાય તો ય જેલ ભેગા જ થવાને સર્જાયેલા છે. ફર્સ્ટ-કલાસવાળો ય મુંબઈ પહોંચે; થર્ડ-કલાસવાળો ય મુંબઈ પહોંચે. પણ ખુદાબક્ષ તો....! ધર્મશ્રવણના ત્રણ પ્રકારના અધિકારીમાંથી તમારો નંબર ક્યાં છે? ક્યાં છે એકાગ્રતા? ધર્મની ‘બ્રીફ' લઈને મોટી મોટી તત્ત્વચર્ચા કરવા તો ઘણા માણસો અમારી પાસે ચાલ્યા આવે છે. બે ચાર ધર્મતત્ત્વો કોઈ પાસેથી સાંભળ્યા હોય એની ઉપર જ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નહિ એસો જનમ બાર-બાર દરેક સાથે આવી વાતો કરવાથી એમનો બજાર ગરમાગરમ રહેતો હોય છે. પણ આવા માણસોના મેં બે પ્રકાર જોયા છે. કેટલાકો વાતનો આરંભ જ કરે છે પછી તેમાં રસ લેવાને બદલે જાણે સાવ શૂન્યમનસ્ક બનીને બાઘાની જેમ અમારી સામે જોયા કરે છે. ધર્મના વિષયમાં આવા લોકોનો ત્રીજો માળ સાવ ખાલી હોવો જોઈએ એમ મને લાગ્યું છે. આ પ્રકારના લોકોમાં વાત સાંભળવાની એકાગ્રતા હોતી નથી; કેમકે તેઓ શૂન્યાગ્રતાનો ભોગ બન્યા હોય છે. બીજા પ્રકારના માણસો વાતનો આરંભ કરે છે. તેમાં જરાતરા રસ પડયાનો દેખાવ કરીને વાતનું વતેસર કરવાની કાબેલિયત પણ દાખવે છે છતાં તેમની નજર ઘડિયાળ ઉપર જ વારંવાર પડતી હોય છે. આથી મને એમ લાગ્યું છે કે આ લોકોનું મગજ તો કોઈ બીજી વાતોનાં ચગડોળે ચડી ગયેલું હોવું જોઈએ. આવા માણસોએ ત્રીજો માળ ભાડે આપી દીધાનું મારું મંતવ્ય છે. આ પ્રકારના લોકોને હું અનેકગ્ર ધર્મતત્ત્વને સમજવા માટે શૂન્યાગ્રતા અને એકાગ્રતા બે ય નકામા છે. શૂન્યાગ્રતા તામસભાવનું પ્રતીક છે; જ્યારે અનેકાગ્રતા રાજસભાવનું. જરૂર છે એકાગ્રતાની; સાત્વિક ભાવની ધ્યાનમુદ્રામાં સાવ શૂન્યાગ્ર ન થવાય માટે જ આંખો સાવ બંધ રાખવાનો નિષેધ હશે? ડાફા-ડોળીઆ ન મારતાં સાવ અનેકાગ્ર ન થવાય માટે જ આંખો એકદમ ઉઘાડી રાખવાનો પણ નિષેધ હશે? નાસા ઉપર સ્થિર થવાની ઉક્ત બેય સ્થિતિની વચલી સ્થિતિનું વિધાન એકાગ્ર થવા માટે જ હશેને? એકાગ્રતા વિના ધર્મ કદી સિદ્ધ થઈ શકે નહિ. પ્રયોગ વિનાનો યોગ! નિષ્ફળ! અનેક શ્રોતાઓની ફરિયાદ આવે છે કે, “વર્ષોથી જિનવાણી સાંભળવા છતાં અમારા જીવનમાં એની અસર જ કેમ જણાતી નથી?” આ પ્રશ્ન જ કેટલો વિચિત્ર છે? તાવની દવા લાવીને ખીસામાં મૂકી રાખનારો માણસ ડૉક્ટરને કદી એમ પૂછી શકે ખરો કે, “તમારી દવા લાવવા છતાં મારો તાવ કેમ જતો નથી? ખરી વાત એ છે કે વર્તમાનકાળના શ્રોતાઓમાંનો ઘણોખરો વર્ગ માત્ર શ્રવણરસિક હોય છે. એમને સાંભળવાનું જ ખૂબ ગમતું હોય છે. પ્રવચન પૂર્ણ થયા Page #133 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૩૩ બાદ પ્રવચન ઉપર “વાહ, વાહ”નો વરસાદ વરસાવતાં તેઓ રવાના થતા હોય છે. આથી વિશેષ કશું જ જોવા મળતું નથી. | મારું કહેવું એ છે શ્રવણનો યોગ થયા બાદ અંશતઃ પણ એ શ્રવણની વાતનો જીવનમાં પ્રયોગ પણ કરવો જ જોઈએ. ત્યાગની વાત સાંભળીને ત્યાગ કરવો જોઈએ. એકાદ વસ્તુનો, અરે ! ફક્ત એક દિવસ માટે. ક્રોધના વિપાકો સાંભળીને મહાક્રોધી માણસે ક્રોધ નહિ કરવાનો બાર કલાકનો પણ સંકલ્પ કરવો જ જોઈએ. જો આ રીતે નાના નાના પણ સંકલ્પો કરવામાં આવશે તો એનો રસાસ્વાદ મળશે. એમ થયા પછી તો એ પ્રતિજ્ઞાઓની સમયમર્યાદા આપમેળે વધતી જશે. જેને જીવન સાથે કાંઈ લેવાદેવા ન હોય એ રીતે ભગવાન મહાવીરનું જીવન સાંભળવું છે એને તો કદાચ ભગવાન મહાવીર ઉપરથી ઊતરે તો ય તેનો નિખાર ન કરી શકે એમ કહું તો ખોટું નહિ ગણાય. રાગદ્વેષની મંદતા એ જ ધર્મ બેશક, ‘હિંસા ન કરવી'; “જૂઠું ન બોલવું વગેરે ધર્મો છે. પરંતુ એ બધા ય ધર્મો શા માટે ? રાગાદિને ઘટાડનારા છે માટે... પણ જો કોઈ સંયોગમાં અહિંસાનું સેવન કરવા જતાં રાગાદિ વધતા હોય તો? કોઈ સંયોગમાં દેખીતા હિંસાદિ કરવાથી રાગાદિ ઘટતા હોય તો ? તો પછી એક જ વાત છે; જેનાથી રાગાદિનો ઘટાડો થાય તે દેખીતા હિંસાદિ પણ ધર્મ... અને રાગાદિ વધારતા તપ-ત્યાગાદિ પણ અધર્મ. આ વિચારને બહુ જ સારી રીતે સમજીને પચાવી લેવો જોઈએ. લીલું આદુ અને બટાટા બન્ને ય અનંતકાય છે. છતાં આદુની બનતી નિર્જીવ સૂંઠ ખવાય છે અને બટાટામાથી બનેલી નિર્જીવ કતરી ખવાતી નથી. આમ કેમ વારુ? આનો એક જ જવાબ છે કે સુંઠે કાંઈ ફાંકડા મારીને “ટેસ્ટથી ખવાતી નથી; જ્યારે કતરી તો ખૂબ રસથી ખવાય તેવી વસ્તુ છે, જ્યાં રસ ત્યાં અધર્મ. આ જ રીતે પતિથિએ લીલોતરી ખવાય નહિ પણ પરમાત્માને ચડાવાય તો ખરી જ. કેમકે ખાવાથી રાગાદિ વધે છે; પુષ્પાદિને ચડાવવાથી રાગાદિમળો ઘટે છે. વળી પર્વતિથિએ મગનું શાક ખવાય છે પણ કેળાનું શાક ન ખવાય. યદ્યપિ મગના પ્રત્યેક દાણે જીવ છે; કેળામાં તો આખાયમાં એક જ જીવ છે; તથાપિ તે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નહિ એસો જનમ બાર-બાર મગનું શાક ઓછો રાગ કરનાર હોઈને ખવાય છે. અને કેળાનું શાક ઘણો રાગ કરનાર હોઈને ત્યાજ્ય ગણાય છે. ભલે કોઈ ક્રિયામાં ૯ લાખ જીવોની હત્યા ન પણ થતી હોય; ભલે કદાચ રેફ્રિજરેટરમાં બનેલા આઈસ્ક્રીમમાં મીઠાં જેવા કાતીલ શસ્ત્રનો ઉપયોગ ન થયો હોય.. તો ય એ બધા રાગાદિના અતિજનક હોવાથી ત્યાજ્ય છે. બીજી બાજુએ મોક્ષમાર્ગ સ્વરૂપ ગણાતા તપ-ત્યાગાદિ પણ જો માનપાનાદિ માટે બનતા હોય તો તે બધાય નિતાન્ત ત્યાજ્ય છે. આમ ધર્મ પણ રાગાદિજનક બને તો અધર્મ છે. અધર્મ પણ રાગાદિનાશક બને તો ધર્મ છે. ધર્મ શ્રવણના બે અધિકારીઓ ધર્મદેશનાનો આરંભ કરતી વખતે શ્રોતાજનો તરફ નજર જાય છે ત્યારે કેટલીકવાર સાવ બેચેન બની જવાય છે. એવા રીઢા ગુનેગાર જેવા મોં દેખાય કે એમને કોઈ મન બરાડી ઊડે, “પથ્થર ઉપર પાણી નાખવાનું કામ કરવાનું છે.” મને લાગે છે કે આ કાળમાં ધર્મદેશનાની અસર “કોક” ઉપર જ કરવા ખાતર જ બધો પ્રયત્ન કરવો પડે છે. વસ્તુતઃ તો આ દેશનાનો અધિકાર બે જ પ્રકારની વ્યક્તિઓને પ્રાપ્ત થાય એમ લાગે છે. (૧) જનમજનમની સંસ્કારી વ્યક્તિ. (૨) આ જનમના કાંટાળા અનુભવે થાકેલી વ્યક્તિ. પૂર્વ જન્મના સંસ્કારો લઈને જન્મેલી વ્યક્તિને તો ધર્મદેશનાનું ખૂબ જ સુંદર પાત્ર કહી શકાય. તે સિવાય આ જીવનમાં નાસીપાસ થનાર; મિત્રોથી દગો પામનાર. સ્નેહીઓથી વિશ્વાસઘાત કે પ્રપંચી રાજકારણનો ભોગ બનનાર; સમાજ-સેવાઓમાં માર ખાઈને કે હડધૂત થઈને ઘરે બેસી જનાર વગેરે વગેરે... પ્રકારની, થાકીને જગતનું દર્શન કરવા મથતી વ્યક્તિઓને ધર્મદેશનાનું બીજા નંબરનું પાત્ર કહી શકાય. આ સિવાયના સાંભળીને સાવ જ રીઢા બનેલાં માણસો એ કેટલાંક પુણ્યની અનુકૂળતા માપનારા માણસોમાં હું આ પાત્રતા જોતો નથી. એમના વિષયમાં થતો પ્રયત્ન ઘોર નિષ્ફળતા આપે તો નવાઈ નહિ વળી એવી નિષ્ફળતાનો માર Page #135 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૩૫ વારંવાર પડે તો લાગણીશીલ વક્તા પણ કદાચ માર ખાઈને પોતાની હિંમત ગુમાવી બેસે એ વધારાનું ભયાનક નુકસાન. “સમજ્યા વિના ધર્મ ન થાય' એમ કહેનારાઓને ધાર્મિક ભાવનાથી રંગાયેલા વડીલો જો પોતાના બાળકોને, અથવા સંતો જો વિદ્યાર્થીઓને ધર્મ કરવાની પ્રેરણા કરે તો આજના જમાનાના કેટલાક ટેકેદારો ઝટ વિરોધનો અવાજ ઉઠાવીને સુફીઆણી વાતો કરતા કહે છે કે, “કોઈ પણ કામ સમજ્યા વિના-માત્ર આંખ મીંચીને-જી હજૂરીઆ બનીને-કરવું એ બેવકૂફીનું લક્ષણ છે. તો ધર્મ જેવી ચીજ સમજાવ્યા વિના આચરવાની ફરજ પાડવી એ તો બિલકુલ યોગ્ય નથી.” આવા લોકોની આવી કેટલીક વાતો એટલી બધી મીઠાશથી ભરેલી હોય છે કે સાધારણ બુદ્ધિવાળો માણસ તો એનો તરત જ શિકાર બની જાય. પણ જો એની પાછળની બીજી કેટલીક સ્થિતિનો વિચાર રજૂ કરવામાં આવે તો આવી ભડકાદાર વાતો કાગળના વાઘ જેવી પુરવાર થઈ જાય. જો કોઈ પણ કામ સમજ્યા વિના થઈ શકતું ન હોય તો કયું બાળક એકડો શીખવા માટે સમજીને નિશાળે ગયું હતું એ તો કહો? મારી સમજ મુજબ પ્રાયઃ બધા જ બાળકો (આપણે સુધ્ધાં) ને એમના વડીલોએ ટીંગાટોળી કરીને નિશાળે ભણવા બેસાડયા હતા. અને ધ્રુસકે ધ્રુસકે રડતાં એ બાળકોની એ દિવસે જરાય દયા ખાધી ન હતી. બીજી વાત વડીલોની પોતાની જ કરું. કેટલા વડીલો ડૉક્ટર કે વૈદ્યની દવાને બરોબર સમજીને મોંમાં નાખે છે? દવાની બાટલીના લેબલ ઉપર લખેલો “પોઈઝન' શબ્દ વાંચ્યા પછી પણ કેટલાએ એ દવામાં પડેલી ઝેરી દવાને સમજવાની કોશિશ કરી હતી? ટ્રેન, વિમાન વગેરેમાં એવું ચોક્કસ સમજીને કોણ બેઠું છે કે હોનારત નહિ જ થાય? કેટલાએ ડ્રાઈવર કે પાઈલોટ દારૂડીઓ છે કે નહિ તેની તપાસ કરી છે? પાટાઓ કે આકાશની લાઈન કલીઅર' સમજીને જ તેમાં બેસવાની કેટલાએ પ્રતિજ્ઞા કરી છે? રહેવા દોને બધી ડાહી વાતો! ધર્મથી લોકોને વિમુખ કરવા માટે આવી વાતો કરો છો? નાહકના પાપ બાંધીને શાને પરલોક બગાડો છો? Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નહિ એસો જનમ બાર-બાર ધર્મનું તાત્કાલિક ફળ શું? ધર્મથી મોક્ષ મળે; પરલોકમાં સુખ મળે, મરણ વખતે સમાધિ મળે; પણ આ જ જીવનમાં ધર્મથી શું મળે? આ જીવનમાં ધર્મ કર્યો; પુણ્ય બાંધ્યું; અને આ જ જીવનમાં એ પુણ્ય ઉદયમાં આવી જાય; અને તરત જ આ જીવનમાં સુખ મળી જાય એવું સામાન્યતઃ તો ન જ બને. આજે બી વાવ્યું; અને આજે જ કાંઈ ફળ મળી જાય? નહિ જ. આ વાત સમજવા પહેલાં ધર્મ કોને કહેવો? તે સમજી લઈએ. રાગદ્વેષને અંતઃકરણથી ખરાબ માનવા એ પ્રથમ ધર્મ. આ માન્યતાપૂર્વક જેટલી ધર્મક્રિયાઓ થાય એ બધાય ધર્મ. જેની પાસે આવી માન્યતા નથી તેના જીવનમાં તે ગમે તેટલી ધર્મક્રિયા કરતો હોય તોય તે ધર્મક્રિયાને ધર્મ ન કહેવાય; ધર્મક્રિયા જ કહેવાય. હવે જે આત્મા રાગાદિને પોતાના શત્રુ માને તેની માનસિક સ્થિતિ કેવી હોય તે જાણો છો? જો તેને પુણ્યના ઉદયથી ભોગસુખની સામગ્રી મળી જાય તો તેની પાછળ તે કદી આસક્ત નહિ થાય. કેમકે એવી આસક્તિને તો તે સારી માનતો જ નથી. આમ થવાથી એ સામગ્રીને વધારવાના પાપો એ કદી નહિ કરે. જો પાપકર્મના ઉદયથી એની ઉપર કોઈ આફત આવી જાય તો એ કદી દીનહીન નહિ બને. કેમકે એ આફતો ઉપર એને દ્વેષ નથી. આમ થવાથી આફતોના યોગમાં પાગલ બની જઈને પાપી બનવાની શક્યતા પણ એના જીવનને સ્પર્શી પણ નહિ શકે. આમ બેય સ્થિતિમાં આવો આત્મા મસ્ત રહેવાનો. ખૂબ સ્વસ્થ રહેવાનો.... એકદમ શાંત રહેવાનો. માટે એમ કહી શકાય કે ધર્મનું તાત્કાલિક ફળ મસ્તી, સ્વસ્થતા, શાંતિ છે. જેનામાં આ ગુણો પ્રગટયા નથી એ સાચો ધર્મ નથી એમ કહેવામાં કશુંય ખોટું નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૩૭ મજેથી પાપ નહિ કરવાની ખાતરીવાળાનેપાત્ર કહેવાય ધર્મનું શ્રવણ કરવાની પાત્રતા કોનામાં ? હકીકતે સંતોમાં અને સજ્જનોમાં. પાપો કરનારાઓમાં એ પાત્રતા શી રીતે કહેવી? પણ છેવટે એમ કહી શકાય કે અનીતિ, અનાચાર આદિ પાપો કરનારને પણ જો તે પાપોનો ભારે ત્રાસ હોય; એનું હૈયું વલોવાઈ જતું હોય; રોજ રાત પડે ને એ રડતો હોય તો આપણે એવા પાપીને ય ધર્મશ્રવણનો અધિકારી કહીએ. પરંતુ આવો છેલ્લી કક્ષાનો પાત્રવર્ગ પણ કેટલો? હજારે પાંચ માણસો આવી છેલ્લી પાત્રતા ધરાવતા હશે ખરા? લગભગ બધાયને-મજેથી પાપો કરવાની ખતરનાક કુટેવ પડી ગઈ છે. કેમ જાણે મજેથી પાપ કર્યા વિના કોઈને ચેન જ પડતું નથી! હવે આવી જ સ્થિતિના માનવોને શું ધર્મશ્રવણ કરાવવું જ નહિ? રે! તો આ બિચારાઓનો ઉદ્ધાર શે થાય? કોઈ રસ્તો કાઢવાની દયા તો કરવી જ રહી. હા. એક રસ્તો છે. મજેથી પાપ કરનારાઓ જો એવી ખાતરી આપી દે કે, “થોડા જ સમયમાં અમે મજેથી પાપ કરવાની કુટેવને તિલાંજલિ આપી દઈશું.’ તો આ લોકોને પણ આપણે છેલ્લામાં છેલ્લી કક્ષાની પાત્રતા ધરાવતા જીવો કહી શકીએ. કોઈ માણસ ગામડામાં રોકડેથી જ ધંધો કરવા જાય અને ધંધો ચાલે તેમ ન જ હોય તો છેવટે તેને ઉધારિયું પણ ચલાવવું પડે છે ને ? ભાવિમાં પાપ નહિ કરવાની ખાતરી સાથેનું ધર્મશ્રવણ એક આવો જ ઉધારીઓ ધંધો ગણાય. સારું ન થાય તોય કોકના સારા કાર્યનું અનુમોદન કરો. કોણ જાણે કાળ કેવો આવ્યો છે? રે! ભૂલ્યો. માણસોના કાળજા કેવા બન્યા છે? કેટલા ખરાબ થયા છે? સીધેસીધા રસ્તે પણ કેળાની છાલ મૂકવાની જ ઘણાની ભાવનાઓ છે! પછી પેલા બિરાદર લપસીને પડે કે તરત તાળીઓનો ગડગડાટ! સીધા ચાલ્યા જતા માણસને ઠોસો મારીને પજવીને જ આગળ ચાલવાની જાણે બધાયને કુટેવ પડી ગઈ છે ! આર્યસંસ્કૃતિ ઉપર થયેલા પાશ્ચાત્ય શૈક્ષણિક આક્રમણના Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નહિ એસો જનમ બાર-બાર કારણે જે ઉન્માદ અને આવેશો વધ્યા છે એથી સારા માણસોનો તો ખૂબ મોટો દુકાળ પડ્યો છે. હવે તો જે ગણ્યાગાંઠયાં સારા માણસો છે એને જ આપણે ઉપબૃહણા (શાસ્ત્ર પદ્ધતિની અનુમોદના) દ્વારા વધુ મજબૂત બનાવીને વધુ સારા બનવાની પ્રેરણા એમના અંતરમાં ઉત્પન્ન કરવાની જરૂર છે. તમારાથી કોઈનું કશુંય સારું ન થાય તોય કાંઈ નહિ. પણ સારા માણસનું જે “સારુ' તત્ત્વ હોય તેની જો અનુમોદના કરશો અને તેને એક રીતે આનંદમાં લાવી દેશો તો તે સારો માણસ વધુ સારો બનશે જ. માણસ માત્ર સામાન્યતઃ કદરદાનીને ઝંખતો હોય છે. તો તમે વચનના દેવાળીઆ કાં બનો ? જરાય ખુશામતખોરી કર્યા વિના સારા તત્ત્વની સાચી કદર કરવાનું ય તમને પરવડતું નથી? શું આપણને દીનદુઃખિઓની અનુકંપા કરનારની જરૂર નથી? શું આપણને શાસ્ત્રજ્ઞ સાધુઓની જરૂર નથી? શું સારા રસ્તે જતી શક્તિ, ભક્તિ અને મૈત્રીની જરૂર નથી? તો જેનામાં જે તત્ત્વ હોય તેની સાચી કદર કરવાથી પણ શાને પીછેહઠ કરીએ? માલ વિનાના આપણને આપણો અહંકાર કેટલો ખતરનાક છે એ હજી નથી સમજાયું? આજથી જ આ નીતિ અખત્યાર કરો.પછી ધરતી ઉપર સ્વર્ગના દર્શન થશે. Page #139 -------------------------------------------------------------------------- ________________ (૫) ધર્મ અને ધર્મક્રિયા વચ્ચેનો ભેદ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નહિ એસો જનમ બાર-બાર ધર્મ અને ધર્મક્રિયા ધર્મ એ જુદી વસ્તુ છે અને ધર્મની ક્રિયા જુદી વસ્તુ છે. ધર્મની ક્રિયા કરવા છતાં તે માણસમાં ધર્મ ન હોય એવું પણ બની શકે ખરું. ધર્મની ક્રિયા એટલે જિનેશ્વર ભગવાને બતાવેલી અનુષ્ઠાનાદિની ક્રિયાઓ, દાન, શીલ અને તપની ક્રિયાઓ. અને ધર્મ એટલે રાગદ્વેષની મંદતા. અથવા છેવટમાં છેવટે રાગદ્વેષને મંદ કરવાની તીવ્ર તમન્ના. ધર્મની ક્રિયા કરનારાઓના રાગદ્વેષ જો મંદ ન પડતા હોય- એવા ને એવા તગડા રહેતા હોય તો એ લોકોને ધર્મક્રિયા કરનારા જરૂર કહેવાય પણ ધર્મી ન કહેવાય. ભલેને પછી ઘોર તપ કરતા હોય કે લાખો રૂપિયાનું દાન દેતા હોય. બેશક, ધર્મની ક્રિયા કરતાં કરતાં જ રાગદ્વેષની મંદતા થવાની મોટી શક્યતા છે પણ તેમાં શરત એ છે કે ધર્મની ક્રિયા કરનારને એ ભાવના તો હોવી જ જોઈએ કે, “આ ધર્મક્રિયા કરતાં કરતાં મારા રાગદ્વેષના ભાવો મંદ પડી જાય તો ઘણું સારું.'' જેને આવી ભાવના જ નથી તેવા માણસને લાખો ભવોની ધર્મક્રિયા પણ ધર્મનો જન્મ આપી શકતી નથી. પાણીમાં જ વલોણું ફેરવાતું હોય તો પચાસ વર્ષે પણ માખણ નીકળે જ નહિ ને! ધર્મ અને ધર્મક્રિયા વચ્ચેનો આ ભેદ ઊંડાણથી વિચારવા જતા એમ લાગે છે કે મોટી સંખ્યા તો ધર્મક્રિયા કરનારાઓની જ દેખાય છે. ધર્મી તો ઘણા જ થોડા હશે. રાગાદિને ભૂંડા માનો; પછી એ જ ધર્મક્રિયા અણમોલ ધર્મની નેતા બનશે. ધર્મસ્વરૂપ બની જશે. ઓ હલેસાંમારુ! લંગર તરફ તો જો! કેવો અણઘડ આદમી! જોરજોરથી હલેસાં મારે છે પણ નાવડું એક તસુ જેટલું ય આગળ ખસતું નથી! શી રીતે ખસે? લંગર તો હજી એમને એમ ધરતીમાં ખોડંગાયેલું જ છે! જીવનની નાવડીના કેટલાક સુકાનીઓ સંસાર સાગરમાંથી પાર ઊતરવા માટે Page #141 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૪૧ જોરશોરથી ધર્મક્રિયાના હલેસાં મારે છે પણ જીવનના અંત સમયે પણ એમના દિલનો કે દિમાગનો તસુભાર પણ વિકાસ નોંધાતો નથી. શી રીતે નોંધાય? પેલા રાગદ્વેષના લંગરને તો જગતની માયારૂપી ધરતીમાં પૂરેપૂરા જડી રાખ્યા છે. ! કંચન સાથે સ્નેહ કર્યો; સ્ત્રી તરફ પ્રેમ કર્યો, કુટુંબ પ્રત્યે મોહ કેળવ્યો... ખૂબ કાતિલ... દિવસો અને વર્ષો જતા ગયા તેમ એ મોહના લંગર ઊંડા ને ઊંડા ઊતરતા ગયા. ન મળે એનો કોઈ અફસોસ કે ન મળે કદી કોઈ રૂદન ! અરે! એણે મોહમાં જ મોજ કલ્પી; જીવનની મસ્તી જાણી! આવા લોકો ધર્મક્રિયા ગમે તેટલી કરે પણ એમનું ઠેકાણું કદી ન પડે. એમના જીવનમાં દયા, દાન, મૈત્રી, નીતિ, સદાચારના ગુણનો તસુભાર વિકાસ શક્ય જ ન બને. બેશક, એ જ ધર્મક્રિયાઓ એ વિકાસ સાધી આપે છે પણ એ વિકાસની જેને ઈચ્છા હોય તેને જ... બધાયને કદાપિ નહિ. હલેસાં વિના ય હજી કદાચ ચાલશે; પવન સડેડાટ વાતો થઈ જાય તો... પણ લંગર ઉપાડયા વિના તો કદી પણ નહિ ચાલે... દેવગુરુના પાક્કા ભક્તની નાવડી ક્યારેક હલેસાં વિના દોડી જાય છે. કેમકે ત્યાં કૃપાના વાયુ વીંઝાયા ! લંગર ઊઁચકાયા ! પછી તો શું પૂછવું? ધર્મી” શી રીતે નક્કી થાય? એક પગ ઉપર પગ ચડાવીને માળા ગણનારાઓને, મંદિરમાં બે બે કલાક રહેનારાને, સંતોની પાસે દિવસમાં ૩-૩ વાર દોડી આવનારને, લાખ રૂપિયાનું દાન દેનારને - એટલા માત્રથી - ધર્મી કહી શકાય ખરો ? એમાં શીલ અને તપ ઉમેરાય તો તેને ધર્મી કહેવો જ પડે ખરો? હું આનો ઉત્તર નકારમાં આપું છુ. એ બધાયને તમે ધર્મની ક્રિયાઓ કરનારા બેશક કહી શકો પરંતુ ધર્મની ક્રિયામાત્રથી ધર્મી તો ન જ કહી શકો. ‘ધર્મી’ થવું તો ઘણું ઘણું મુશ્કેલ છે. ધર્મક્રિયા કરનારો આત્મા ખરેખરો ધર્મી છે કે નહિ એ જાણવું હોય તો એને મંદિરમાં ન જુઓ; માળા ફેરવતો ન જુઓ; Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નહિ એસો જનમ બાર-બાર સંતોના ચરણોમાં લળીલળીને ઝૂકતો પણ ન જુઓ. એના બદલે તમે એની દુકાને કે ઓફિસે જાઓ અને ત્યાં એ કેવી કારવાહી કરે છે તે જુઓ; કોઈ બાબતમાં લોભદશાની આધિનતા દેખાય તો તેના મુખ ઉપરના ભાવ જુઓ; એ વાતનું એને પારાવાર દુઃખ છે કે અપાર આનંદ થયો છે એ પણ જાણી લો. એ રીતે રસોડામાં ભોજન કરતી વખતે એની રીતભાત કેવી રહે છે એ તપાસો. એથી પણ આગળ વધો. એના દીકરા-દીકરીના લગ્ન વખતની વાતો સાંભળો; એની હોંશ જુઓ; લગ્ન-પત્રિકાનું લખાણ જુઓ. ત્યાં ભરપૂર રાગ જોવા મળે છે કે વિરાગ! મો ઉપર દુ:ખ છે કે આનંદ! આવા અધર્મના કાર્યોમાં ધર્મક્રિયા કરનારો આત્મા કેવું વલણ અપનાવે છે? છેવટે કેવો અભિપ્રાય ધરાવે છે? એ ઉપરથી જ નક્કી થઈ જશે કે એ આત્માને ધર્મી કહેવો કે નહિ? બાકી ધર્મસ્થાનોમાં તો ઘણાખરા તમને સાચા ધર્મી તરીકે જ દેખાવાના.... પણ ઘણીવાર એ માપદંડ સાચો પુરવાર નહિ થાય. ચાંલ્લો, ચરવળો અને ઓઘો વ્યવહારનયથી તો એમ કહેવું જ પડે કે જેના કપાળે ચાંલ્લો હોય તે સમ્યગુદૃષ્ટિ કહેવાય; કેમકે ચાલ્લો એ જિનાજ્ઞાની વફાદારીનો સૂચક છે. જેની બગલમાં ચરવળો હોય તે શ્રાવક કહેવાય; કેમકે ચરવળો સામાયિકભાવની વિરતિનો સૂચક છે. અને જેની પાસે ઓઘો છે તે બધા ય સાધુ કહેવાય; કેમકે ઓઘો સાધુનું લિંગ પણ આ તો બધી વ્યવહારનયની વાતો થઈ. નિશ્ચયનયથી તો ચાંલ્લા દ્વારા વ્યક્ત થતી વફાદારી હૈયે હોય તો જ તે સમ્યગુદૃષ્ટિ કહેવાય; ચરવળાથી સૂચિત દેશવિરતિ હેયે પથરાઈ હોય તો જ શ્રાવક કહેવાય; અને ઓઘાથી વ્યક્ત થતો સર્વવિરતિનો પરિણામ પ્રગટયો હોય તો જ સાધુ કહેવાય. બેશક, સામાન્ય રીતે તો ચાંલ્લા વગેરે વિના અંતરમાં તે તે પરિણામો ઉત્પન્ન થતા જ નથી પરંતુ તે પરિણામો ઉત્પન્ન કરવાની જેને ભાવના જ ન હોય તેને તે ચાંલ્લા વગેરે, તે પરિણામો ઉત્પન્ન કરાવી શકતા જ નથી. તે પરિણામો ઉત્પન્ન Page #143 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૪૩ થયા પછી જ ચાંલ્લા વગેરે માન્ય થાય; છતાં પરિણામો ઉત્પન્ન કરવાની ભાવના હોય તો ય તે ચાંલ્લા વગેરે માન્ય થાય પરંતુ જેને તેવી ભાવના જ નથી તેવાઓના ચાંલ્લા વગેરે સાવ નકામા જાય છે. આ લક્ષ્મણરેખા ખૂબ સારી રીતે સમજીને પચાવવાની જરૂર છે. બે ય છેડાની જડતાઓ ખોટી છે. બેયની સાપેક્ષ સાચી સૂઝ જ વિકાસપ્રદ બને છે. પાણીમાં વલોણું બે જ કલાક છાશનું વલોણું ચલાવાય અને માખણ તરવાઈ જાય. ભલે. પણ પાણીના વલોણાથી બે કલાકે તો માખણ ન જ નીકળે પણ બાર કલાકે, બાર દિવસે અરે! બાર વર્ષે તો માખણ નીકળે જ ને ? કેવો લાજવાબ પ્રશ્ન છે? એનો સ્પષ્ટ ઉત્તર છે. ના.... ના....ના... આ જ વાત અધ્યાત્મભાવની દુનિયાને લાગુ કરીએ. કોઈ પૂછે છે કે, “અમારા જીવનમાં રાગ-દ્વેષના તોફાનોએ તો માઝા મૂકી જ છે. અમને એ રાગ, દ્વેષ ખૂબ ગમે છે; એટલા બધા ગમે છે કે કદાચ એના વિના અમે જીવી પણ ન શકીએ. છતાં આવી મનઃસ્થિતિ સાથે અમે જે તપ, જપ, સામાયિક, જિનપૂજા વગેરે ક્રિયાકાંડ કરીએ છીએ તે બધાયના ફળરૂપે કોક દિવસ તો અમારો મોક્ષ થશે જ ને ?'' આ પ્રશ્નનો પણ સ્પષ્ટ ઉત્તર છે. ના.. ના... ના... જેના અંતર રાગ-દ્વેષના તીવ્રભાવોથી ઊભરાયેલા છે. એની ધર્મક્રિયાઓથી અનંતકાળ બાદ પણ મોક્ષ થઈ શકે જ નહિ. બેશક, એ જ ક્રિયા મોક્ષપ્રસૂતા છે પરંતુ એમાં એક શરત છે કે એ ક્રિયા ક૨ના૨ના અંતરમાં એક જીવંત ભાવના રમતી જ હોવી જોઈએ કે આ ક્રિયા કરતા કરતાં-એના પ્રભાવથી-મારા રાગદ્વેષના ભયંકર ભાવો મોળા પડો, મરી જાઓ. મને વીતરાગ પદ પ્રાપ્ત થાઓ.'' જો આ ભાવનાનું દહીં એ ક્રિયાના પાણીમાં બિલકુલ નથી તો એ પાણીનું વલોણું કદી માખણ તારવી શકનાર નથી. સૂત્રના અર્થજ્ઞાન વિનાની ક્રિયા હજી ચાલશે પરંતુ ઉપરોક્ત ભાવના વિના તો કદી પણ નહિ ચાલી શકે. પાણીમાંથી વલોણું અબજો વર્ષે પણ માખણ નહિ જ આપે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નહિ ઐસો જનમ બાર-બાર મારો, માંદા પાડો કે માંદા પાડવાની ઈચ્છા રાખો જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારતા એમ કહી શકાય કે ત્રણ જ પ્રકારના ધર્મોને ધર્મ કહેવાય. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી તો રાગ, દ્વેષને મારી નાખ્યા પછીનો ધર્મ જ ધર્મ કહેવાય. બીજા નંબરમાં રાગ-દ્વેષને માંદા પાડી નાખ્યા પછી થતો ધર્મ જ ધર્મ કહેવાય. આ ધર્મ સમ્યગ્દર્શનની ભૂમિકાથી પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરમાં રાગ-દ્વેષ માંદા પડી જાય, એ મરી જાય તો સારું એવી સાચી ભાવનાપૂર્વકનો ધર્મ ધર્મ કહેવાય. પહેલા ગુણસ્થાનની માર્ગાનુસારી જીવની ભૂમિકામાં આ પ્રકારનો ધર્મ જોવા મળે છે. આવો ધર્મ ત્યાં હોવાથી જ તે પ્રથમ પગથિયાને ગુણસ્થાન કહેવાય છે. જેમની પાસે આવા ધર્મસ્વરૂપ ગુણની પણ પ્રાપ્તિ થઈ નથી તેઓ તો પહેલા ગુણસ્થાને પણ (અપેક્ષાએ) ગણાતા નથી, એવા જીવોને માટે કોઈ ગુણસ્થાન જ નથી. ધર્મગુણવિહોણાને વળી ગુણસ્થાન શેનું ? જેમને રાગ-દ્વેષ અતિપ્રિય છે, એવા જીવનમાં જ જે રાચે-માચે છે એ ‘બિચારા’ આત્માઓ ગમે તેટલા ક્રિયાકાંડ કરે, ત્યાગ-તપ કરે તો ય તેમનો કદાપિ નિસ્તાર થતો નથી. બેશક. એ જ ક્રિયાકાંડ વગેરે રાગાદિમળોને સાફ કરવાનો છે પરંતુ જેને, ‘એ મળો સાફ થાય તો સારું' એવી ભાવના હોય તેને જ એ ક્રિયાકાંડ વગેરે રાગાદિનાશક બને. બીજાને તો અનંતક્રિયાએ પણ ઠેકાણું ન જ પડે. ધર્મ પામ્યાની ખાતરી શું? દુઃખે સમાધિ અને સુખે વિરાગ! ધર્મ સાંભળવો એ એક વાત છે. ધર્મ સમજવો એ બીજી વાત છે. ધર્મ પામવો એ ત્રીજી વાત છે. ‘ધર્મ પામ્યાની’’ પ્રતીતિ શું? એ વાત આપણે વિચારવી છે. એક માણસ ધર્મ પામ્યો છે એની ખાતરી શું? આ વાત એક રીતે વિચારી શકાય. એમાંની એક રીત વિચારતા આ વાતનો એવો જવાબ પણ આપી શકાય કે Page #145 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૪૫ ધર્મને પામ્યો તો તે કહેવાય કે જેને સુખમાં વિરાગ બની રહેતો હોય અને દુઃખમાં સમાધિ બની રહેતી હોય. ન તો એ સુખમાં લીન બની જતો દેખાય; ન તો એ દુઃખમાં દીન બની જતો જોવા મળે. જીવનમાં સુખ અને દુઃખ તો આવવાના જ... કર્મના પરમાણુઓના પુંજની સોબતની એ જ તો બલિહારી છે. તડકા અને છાંયડા ! છાંયડા અને તડકા! તડકા અને છાંયડા! આ “સાઈકલ” તો ચાલ્યા જ કરવાની. મનપસંદ રીતે તડકાને છાયડા બનાવવા જનારો તો બિચારો છે. સંયોગોને શું ફેરવવા'તા? તમે જ આવેલા સંયોગ મુજબ ફરી જાઓ. નહિ તો ત્રણ સાંધશો અને તેર તૂટશે. તમે કેટલે પહોંચી વળશો? એક જ વાત રાખો... સુખ આવી પડે તો વિરક્ત રહેવું; દુઃખ આવી પડે તો સમાધિસ્થ રહેવું. સુખને લેવા જવાનો કે દુઃખને કાઢવા જવાનો નાદાન પ્રયત્ન ધર્મ માણસના જીવનમાં હોઈ શકે જ નહિ. જો એવો પ્રયત્ન હોય તો એને ધર્મી કહેવાય નહિ; ધર્મની ક્રિયાવાળો જ કહેવાય. ઔષધોની ખીચડી બનાવીને ખાઓ તો ય શું? કુપચ્ય ન છોડો તો! પેટમાં જ સખત મળ હોય તો દૂધ પીઓ કે સહસ્ત્રપુટી અભ્રક ભસ્મ ખાઓ, બધું ય મળમાં જ વધારો કરે; શક્તિ લાવવાની વાત તો દૂર રહી પણ નબળાઈ જ વધતી જાય. છતાં દૂધ કે ભસ્મ કોઈ વૈદ્ય આપે તો તે મૂર્ખશિરોમણિ કહેવાય. સુખોમાં લીનતા અને દુઃખોમાં દીનતા એ આત્માનો ભયાનક મળે છે. જ્યાં સુધી એ મળ દૂર ન થાય ત્યાં સુધી રસાયણ સમું જિનવાણીનું શ્રવણ પણ નકામું જાય અને પરમેષ્ઠિસ્મરણથી માંડીને સાધુજીવનસ્વીકાર સુધીના તમામ ધર્મોના સેવન પણ નકામા જાય. કદાચ પેલા મળમાં વધારો કરનારા પણ બની જાય. હા.... મળના નાશના ઉદ્દેશથી કરાતા એ ધર્મોની વાત તદ્દન જુદી છે. આ વાત ધર્મી માણસોએ ખૂબ જ ગંભીરપણે વિચારવાની જરૂર છે. અર્થકામની આસક્તિ સાથે જો ધર્મ કરાય તો તે ધર્મ, આસક્તિના સાધનોની Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નહિ એસો જનમ બાર-બાર પ્રાપ્તિ માટે જ કરવાની અભિલાષા રહે તે તદ્દન સહજ છે. આવી અભિલાષા સાથેના ધર્મો તો અવશ્ય આસક્તિના (દીનતા લીનતાના) પાપોનો મળ વધારવા સિવાય બીજું કશુંય કરી ન શકે. મિથ્થા સંતોષ માની લેવો નહિ. સાચો સંતોષ માનવામાં કોઈ વાંધો પણ નથી. કહેવાતા ધર્મીને દુઃખો કેમ આવે છે! કોણ બળવાન? ધર્મ કે અધર્મ? ધર્મક્રિયાઓ કે પાપક્રિયાઓ! બેય પ્રકારની ક્રિયાઓને જીવનમાં સેવતા આત્માઓમાંના કેટલાક અમારી પાસે ફરિયાદ લાવે છે. તેઓ પૂછે છે કે અમે આટલો બધો ધર્મ કરીએ છીએ છતાં અમારે ઘરે ધાડ કેમ આવે છે?'' જ્યારે એમને એમ પૂછવામાં આવે છે કે “જીવનમાં પાપો પણ નથી કરતા શું?” તરત તેઓ કહે છે કે, “તેય કરીએ છીએ; પણ ધર્મની સંખ્યા કરતાં અમારા પાપોની સંખ્યા ઓછી પણ હોય.' આવા માણસોના પ્રશ્નનું સમાધાન શું આપવું? એ વિચાર મને આવતો નથી. હું તેમને તરત જ જણાવી દઉં છું કે તમારા લોકોના ઘણા ધર્મો પણ વાયુ જેવા જ છે. દેહને જ અડીઅડીને ચાલ્યા જાય; અડીઅડીને તરત પસાર થઈ જાય! અને થોડા પણ તમારા પાપો એવા કાતિલ છે કે આત્મામાં આરપાર ઊતરી જાય. જો આ વાત સાચી હોય તો તમારે હવે એ ફરિયાદ કરવાની રહેતી નથી. તમે જ તમારી મેળે સમજી લો. વસ્તુતઃ તો ધર્મ જ બળવાન છે. ધર્મ અને પાપની કુસ્તી થાય તો ધર્મ જ જીતે; સુખો જ આવે; દુઃખો નાસભાગ જ કરે. જો આમ ન હોય તો કદાપિ કોઈ આત્માનો મોક્ષ જ ન થાય. પણ નબળા દૂબળા ધર્મની સાથે કુસ્તી કરતાં મહાબલિષ્ઠ બનેલા પાપોની બાબતમાં તો પાપો જ જીતે ને? દુ:ખો જ આવે ને? સુખો જ ભાગે ને? બે ટંક પેટ ભરીને ખાવાનું સુખ શી રીતે મળી જાય છે એ જ પ્રશ્ન આવા લોકોએ તો કરવા જેવો છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૪૭ ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધાર્મિક ગણાતા લોકો ફરિયાદ કરે છે કે, “ધર્મ કરવા છતાં આફતની પળોમાં એ અમારી રક્ષા કરતો નથી. અમે પૂજા-પાઠ વગેરે કેટકેટલું કરીએ છીએ? છતાં અમારા માથે ય આફતોના વાદળ!' વસ્તુતઃ આ કલ્પના જ ખોટી છે. સુખ અને દુઃખ કાંઈ વર્તમાનકાલીન ધર્મ, અધર્મથી આવી જતા નથી; પરંતુ ભૂતકાળના પુણ્ય, પાપથી આવે છે. ધર્મ કરવા છતાં પાપકર્મનો ઉદય થઈ જાય તો દુઃખ આવે જ; અધર્મ કરવા છતાં પૂર્વના કોઈ પુણ્યકર્મનો ઉદય જાગે તો સુખ મળે જ; આમાં નવાઈ પામવા જેવું કશું નથી. જો સુખ-દુ:ખને પુણ્ય-પાપકર્મોના ઉદયો સાથે સાંકળી લેવાને બદલે વર્તમાનકાલીન ધર્માધર્મ સાથે જોડવામાં આવશે તો ધર્મીને દુઃખ આવતા; અને અધર્મીને ઘરે સુખ જોતાં જ ધર્મ ઉપર અશ્રદ્ધા થઈ જશે. બીજી વાત એ પણ છે કે આજના ધર્મ કરનારાઓમાં ક્રિયાસ્વરૂપ ધર્મ ભલે હોય પણ પાપક્ષયકારક ધર્મ કેટલો હશે? સાચો ધર્મ તો આ જ છે. જો આવો ધર્મ ન હોય તો આપત્કાળમાં તેમની રક્ષા કરવાને તે ધર્મ બંધાયેલો નથી. તમારે ધર્મની રક્ષા કરવી નહિ અને ધર્મ તમારી રક્ષા કરે? એ શી રીતે બને? તમારાથી રક્ષાયેલો ધર્મ તમારી રક્ષા કરવા અવશ્ય બંધાયેલો છે. ભીમા કુંડલીઆના પાંચ જ દ્રમ્પના દાનના વાસ્તવિક ધર્મ એની ક્રોધી પત્નીથી એની કેવી અદ્ભુત રક્ષા કરી? જેને ધર્મના ક્ષેત્રો, વહીવટો, ધર્મપ્રભાવક પૂજ્યો, સાધર્મિકો વગેરેમાંના કોઈની કદી ચિંતા પણ કરવી નથી, એવા સ્વાર્થી આત્માની ક્રિયાસ્વરૂપ ધર્મ કદી રક્ષા ન કરે. જેને હૈયે ધર્મગૌરવ નહિ, ત્યાં અનુમોદના નહિ. ધર્મનું ગૌરવ જેના હૈયે વસ્યું નથી એવો માણસ ધર્મ ગમે તેટલો કરે પરંતુ તે ધર્મમાં તેજ તો નહિ જ જોવા મળે. ધર્મ અને ધર્મનું ગૌરવ બે જુદી બાબતો છે. ધર્મના ગૌરવવાળા આત્માના ધર્મમાં નવી જ પ્રતિભા દેખાશે; એ ધર્મ ખૂબ ચમકારા મારતો જણાશે. ધર્મના મૂલ્યની સર્વાને સ્પર્શના ત્યાં જોવા મળી શકશે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નહિ એસો જનમ બાર-બાર ત્યાં માત્ર ધર્મ નહિ હોય પણ અનુપમ ઉઠાવથી ઓપતો ધર્મ હશે. એક ધનાઢ્ય ધર્માત્માએ પોતાને ઘરે કોઈ નિમિત્તથી સકળ સંઘના પગલા કરાવ્યા. બહુમાનપૂર્વક સહુ વિદાય થયા પછી દીવાનખાનામાં જે ધૂળ ફેલાઈ હતી તેને ભેગી કરીને નોકર ફેંકી દેતો હતો ત્યાં જ તરત તેને શેઠે અટકાવ્યો. તેને કહ્યું, “લાવ ચપટી ધૂળ મને આપ. આમાં તો તીર્થકરો, ગણધરો, ચૌદપૂર્વીઓ કે મહાસદાચારીઓના આત્માની ધૂળ પણ આવી હોય. એને માથે મૂકવાનું ય મારું સદ્ભાગ્ય ક્યાંથી? મહારાજા, કુમારપાળ, સંઘયાત્રામાં રસ્તે આવતા વૃક્ષોને ય નમસ્કાર કરતા; કેમકે તે વૃક્ષો સંઘના યાત્રિકોને છાંયો દેતા હતા. ઉઠાવ આપતો ધર્મ તે આનું નામ! આવા ધર્મની અનુમોદના અવશ્ય કરવા જેવી. ઘસારા વિનાનો ધસારો અવકાશયાત્રીઓ અવકાશમાં દોડયા! અણુસંચાલિત સબમરીનો ઉત્તર દક્ષિણ ધ્રુવના સીમાડા ખુંદી વળવા દોડી; અમેરિકનો વિયેટનામ તરફ ધસ્યા, ઈજિપ્તઈઝરાયલ એકબીજા ઉપર ધસી ગયા, વિશ્વધર્મ પરિષદમાં વિશ્વના પ્રતિનિધિઓએ ધસારો કર્યો, લાજ શરમ મૂકીને વૃદ્ધોને પણ સિનેમા ટોકિઝો, નાઈટ કલબો, બોલડાન્સ અને અશોક હોટલમાં ધસારો કર્યો છે. મોટા માથાવાળા માનવોના માથામાં વિચારોએ ધસારો કર્યો છે; શ્રીમંતોના જીવનમાં શ્રીમંતાઈના ગુમાને ધસારો કર્યો છે, સત્તાધારીઓના દિમાગમાં રાઈના દાણાની ફોજે ધસારો કર્યો છે. અરે! મંદિરોમાં ભાવુક લોકોનો ધસારો જોવા મળે છે; કહેવાતાં પ્રવચનોમાં બધા ય દોડી રહ્યા છે. પછી તે પ્રવચન ગમે તેનું હોય? તેમને જરા ય ચિંતા નથી! માળાના મણકે આંગળીઓ દોડી છે. મનના ચાક ઉપર વિચારો ધસી ગયા છે. પણ અફસોસ! ઘસારો ક્યાંય જાણે જોવા જ મળતો નથી. જ્યાં રાગદ્વેષના ભાવોને જરા ય ઘસારો આપવામાં ન આવે ત્યાં થતા બધા ય ધસારા નિષ્ફળ અને વિફળ સમજી લેવા. અધર્મની ક્રિયાઓ તરફનો માત્ર ધસારો તો સાક્ષાત્ બરબાદી જ નોતરે છે Page #149 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૪૯ પણ ધર્મક્રિયાઓ તરફનો ઘસારા વિનાનો ધસારો પણ પરંપરયા તો લાભકારક બનતો જ નથી. જે ધર્મક્રિયાથી જ કલ્યાણ શક્ય છે તે ધર્મક્રિયા પણ જો કલ્યાણ ન કરી આપે તો પછી કલ્યાણ કોણ કરી આપશે? જગતના ભૌતિક સુખોમાં જ રાચતા લોકોના ધસારાની સાથે તો રાગદ્વેષના ઘસારાની અપેક્ષા રાખવી જ ખોટી છે; પરંતુ ધર્મી લોકોએ તો ધર્મસ્થાનોના ધસારાને કાયમ રાખીને તેમાં રાગાદિમળોનો ઘસારો ઊભો કરી જ દેવો જોઈએ. ધનમૂછને દાનધર્મનો, વિષય વાસનાને શીલધર્મનો. અને દેહમમતાને તપધર્મનો ઘસરકો આપજો અને કલ્યાણ સાધી લેજો. સાંસારિક વ્યવહારો ઉપરથી ધર્મીનાં સાચાં ખોટાંપણાની સમજ પડે સાચો ધર્મી શ્રાવક એટલે વેપાર જ નહિ કરનારો, લગ્નજીવનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય જ પાળનારો અથવા તો લગ્ન નહિ જ કરાવી આપનારો એવું એકાંતે ન બોલી શકાય. સાચો ધર્માત્મા કદાચ વેપારાદિ પણ કરે અને બીજી બાજુ જિનપૂજાદિની તમામ ધર્મકરણી પણ કરે. અહીં પ્રશ્ન થશે કે જિનપૂજાદિ કરનારા ધર્મી લોકોમાં; સાચા ધર્મી અને ધર્મક્રિયા માત્ર કરનારા એવા બે ભેદ શી રીતે તારવી શકાય? બે ય વેપારાદિ કરે તેવું પણ બને એમ તો તમે જ કહો છોને? આનો ઉત્તર એ છે કે જિનપૂજાદિ ક્રિયા કરનારાઓના સાચાપણાની ખાતરી એમની તે તે ધર્મક્રિયાઓથી ન થાય; પરંતુ એમના સાંસારિક વ્યવહારોના પાલનમાં એમની રીતભાત જોવાથી એ વાત સ્પષ્ટ સમજાઈ જાય. જિનપૂજાદિ ક્રિયા કરનારો આત્મા જો સાચો શ્રાવક હોય તો તેના વેપારમાં નીતિ હોય, તેના જીવનમાં સચ્ચાઈ અને સદાચાર હોય, અંશતઃ પણ બ્રહ્મચર્યનો તે સ્વામી હોય. રડતી આંખે પોતાના સંતાનોના લગ્ન કરાવતો હોય; એની લગ્નકંકોત્રી પણ વિરાગ નીતરતી હોય. જેનામાં સાચું ધર્મીપણું નથી એનામાં આમાંનું કશું ય કદાચ નહિ હોય. અને “નહિ હોવાનું” દુઃખ પણ નહિ હોય. જિનપૂજાની એકાગ્રતા જોવાથી કે ફંડફાળાના વખતે ઉદારતા જોવાથી કોઈ પણ વ્યક્તિને “સાચો ધર્મી' કહી દેવાનું સાહસ કરવા જેવું નથી. એ માટે તો ગલ્લા ઉપર બેઠેલો એને જોવો પડે; એના સંતાનોની Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નહિ એસો જનમ બાર-બાર લગ્નકંકોત્રી પણ વાંચવી પડે. સાચા ધર્માત્માની ચાલ પણ જુદી હોય, બોલી પણ જુદી હોય, મુખાકૃતિ પણ જુદી હોય. પેટમાં ચાંદાં પડયાં છે! દંડબેઠકથી શું વળે? પેટમાં અસના મોટા દેત્ય બે ચાંદા પડ્યા છે. એની જરા ય પરવાહ કર્યા વિના બિરાદર રોજ સો બેઠક લગાવે છે અને પચીસ દંડ પીલે છે; પછી દૂધ પીએ છે, ચાળીસ બદામ ખાઈ જાય છે; દસ તોલા ઘી ચડાવે છે. બે બે વર્ષ વીતી ગયા! શરીર જરાય ન વળ્યું! એથી બૂમરાણ મચાવે છે ! પણ આ તે કેવું ઊંધુ ગણિત! કેટલાક ધર્મી કહેવાતા લોકોની પણ આબેહૂબ આવી જ સ્થિતિ જોવા મળે છે. સુખ પ્રત્યેના કારમા રાગના અને દુઃખ પ્રત્યેના ભયાનક દ્વેષભાવના બે ચાંદા એમના આત્મામાં સતત દૂઝતા રહે છે. એની જરાય ચિંતા પણ તેઓ કરતા નથી અને પુષ્કળ પ્રમાણમાં ધર્મક્રિયાઓ કરે છે. બેશક; ન કરનારા નાસ્તિકો કરતાં આ લોકોને જરૂર સારા કહીએ; પણ એમની એ ધર્મક્રિયાઓ એમના રાગદ્વેષનો નાશ ન કરતી હોય તે કેટલી બધી દુઃખદ બાબત છે? વર્ષો પછી પણ શું એ ક્રિયાઓ કરવાથી રાગદ્વેષ મરશે નહિ? ના..ના.ના.... રાગદ્વેષને મારવાની ભાવનાવાળાના જ રાગદ્વેષો એ ધર્મક્રિયાથી મરે છે; ૫૦ વર્ષ સુધી પાણીમાં વલોણું કરાય તેથી શું કદી માખણ નીકળવાનું છે? જ્યારે પણ રાગદ્વેષ મરશે ત્યારે તે ધર્મક્રિયાથી જ મરશે” એ વાત બરોબર સમજી રાખો પણ એની સાથે એ વાત પણ સમજી જ રાખો કે રાગદ્વેષ પ્રત્યે જો કરડી નજર નહિ થાય તો અનંતી ધર્મક્રિયાથી પણ રાગદ્વેષ નહિ જ મરે. ચાંદાની સારવાર જ શરૂ કરો. પછી તરત શરીરમાં લોહી પેદા થવા લાગી જશે. તમારાં દાન, શીલ, તપને ધર્મ ક્યારે કહેવાય? ધનની મૂછને તોડવા માટે જ દાન છે; વિષય વાસનાઓને તોડવા માટે શીલ છે; રસલપટતાને ખતમ કરવા માટે તપ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૫૧ દાન આદિના આ હેતુઓ બર આવે તો જ દાનાદિને ધર્મ કહેવાય. દાન દેનારો ધનમૂછ તોડવા સિવાયના કોઈ પણ ઉદ્દેશથી દાન દેતો હોય તો તેને દાન કહેવાશે પણ દાન ધર્મ નહિ કહેવાય. આવું જ શીલ અને તપની બાબતમાં સમજી લેવું. તમારા દાન આદિની પાછળ જો તેના સાચા ઉદ્દેશો હોય તો તે દાનાદિથી શું બને તે જાણો છો? સાંભળો ત્યારે. ધનમૂચ્છ તોડવા માટે જ જે ભાગ્યવાન દાન દેતો હોય તે આત્મા જ્યારે દાન દેવાના બદલે ક્યારેક ઉઘરાણીનું કે વેપારની કમાણીનું ધન લઈને તિજોરીમાં મૂકતો હોય ત્યારે એને એમ થાય કે આ ધન ક્યાં ઘરમાં આવ્યું? હવે ઝટ એનો આત્મલક્ષી કાર્યોમાં વિનિમય કરીને એની મૂર્છાને ઉતારી જ નાખીશ.” શીલવાનનું શીલ પણ સાચું ત્યારે જ કહેવાય જ્યારે અશીલની રાત્રીઓમાં પણ શીલનો રસાસ્વાદ આવતો હોય! તપસ્વીને પારણાના સમયમાં તપનો વિરહ પજવતો હોય! જો તમારા દાનાદિ સાચા ઉદ્દેશપૂર્વકના હશે તો અદાનાદિના સમયોમાં પણ તમને દાનાદિના રસાસ્વાદની યાદ આવી જ જશે. આમ થાય તો જ તમારા તે દાનાદિને ધર્મ કહેવાય અન્યથા સખાવત વગેરે કહેવાશે. ધર્મ સંસાર કાપે; સખાવત વગેરે સંસાર વધારે. આધ્યાત્મિક ફુગાવો જે દેશ પાસે નગદ સોનું સારા પ્રમાણમાં જમા થયું નથી એ દેશ જો વધુપડતી ચલણી નોટો છાપી નાખે તો એને અર્થતંત્રનો ફુગાવો કહેવામાં આવે છે. સોનાની જમામૂડીની સામે જ નોટોનું ચલણ ઊભું કરાય તો જ તે દેશનું અર્થતંત્ર સદ્ધર થાય. માત્ર નોટો છાપી દેવાથી તો અર્થતંત્ર વેરવિખેર થઈ જાય. આ વાતને આપણે આધ્યાત્મિક જગતમાં લઈ આવીએ. રાગદ્વેષની મંદતા કે મૃત્યુ એ જ વાસ્તવિક ધર્મ છે; એ જ આપણું સોનું છે. આ સોનું પ્રાપ્ત કરવા માટે જ ધર્મની દાનાદિ તમામ ક્રિયાઓ છે. આપણે એ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નહિ એસો જનમ બાર-બાર લાખો ધર્મક્રિયાઓને જગતમાં ફરતી ચલણી નોટો કહીશું. - હવે જો સોનાની જમાવટ થતી જ ન હોય; બલકે, રહ્યું સહ્યું સોનું પણ નાશ થવા બેઠું હોય અને બીજી બાજુ ધર્મક્રિયાઓ વધતી જ જતી હોય તો એમાં ફુગાવાનું દર્શન કરવું જોઈએ. આવી ધર્મનિરપેક્ષ ધર્મક્રિયાઓ તો આત્માની સદ્ધરતા માટે ભારે ખતરારૂપ બની જાય તો ય નવાઈ નહિ. વર્તમાનકાળની ધર્મક્રિયાઓ જો ધર્મનિરપેક્ષ બની હોય તો તેની વૃદ્ધિથી કોઈ પણ શાણો સમજદાર માણસ પ્રમોદ ન અનુભવતા ખિન્ન થાય. બેશક, એ ધર્મક્રિયાની વૃદ્ધિમાં રૂકાવટ ન જ ઊભી કરવી જોઈએ પરંતુ એની સામે રાગદ્વેષની મંદતા જીવનમાં આત્મસાત્ થતી જાય એવા પ્રકારનો નિશ્ચયમુખી ઉપદેશ ક્રિયાપ્રેમી વર્ગને અવશ્ય આપવો જોઈએ. ધર્મસ્થાનોમાં માત્ર ધસારો નહિ ચાલે; ઘસારો પણ જોઈએ ભોગોની કારમી ભૂખથી પીડાતા અતૃપ્ત માનવોની વાત હમણાં બાજુ ઉપર રાખીએ. જે લોકો ધર્મબુદ્ધિથી ધર્મસ્થાનોમાં જાય છે તેમને મારે કહેવું છે કે એકલો ધસારો નકામો બની જશે. હજારો લાખો ભાવુકો ધર્મસ્થાનોમાં રોજ દોડે છે પણ આ માત્ર ધસારો હોય છે. જો આ લોકોના અંતરમાં ઊભરાઈને ગંધાઈ ઊઠેલા રાગદ્વેષને જરાય ઘસારો નહિ પહોચે તો પેલા ધસારાનો ઝાઝો અર્થ તો ન જ રહે. વર્ષો સુધી એકધારી રીતે ધર્મસ્થાનોમાં જતા ભાવુકોના જીવનમાં રાગ-દ્વેષ જરાય મોળા ન પડે એ તો કેવું આશ્ચર્ય? પરિસ્થિતિ તો ખૂબ જ વિચિત્ર બનેલી દેખાય છે. ધર્મસ્થાનોમાં ય ધનની પ્રતિષ્ઠા વધતી જાય એવા દેખાવો ધનપતિઓ કરે છે! ભોગની ભૂખ વધારી મૂકે એવા જંતરમંતરના પ્રયોગો કેટલાક સાધુ-સંન્યાસીઓ કરતા હોય છે. તપસ્વીઓના તપના પારણાં જોતાં જ મન ઉદાસ થઈ જાય છે. જો ધર્મસ્થાનોમાં ય રાગ-દ્વેષ મરવાને બદલે તગડા થશે તો જગતમાં બીજું તે એવું કોણ છે કે તમારા રાગદ્વેષના મળોનો નાશ કરે ? જો રાગ-દ્વેષ જીવતા રહેશે અને તગડા બનતા જશે તો આ આખી દુનિયા ધોળે કપડે ફરતા રાક્ષસોની જ બની જશે. આવી ભયાનક દુનિયા આજે ય ક્યાં નથી જોવા મળતી? ધનપતિઓ તો ગામગામના ઘેઘૂર વડલા બનીને કેટલાય દુઃખિતોને શીળી Page #153 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૫૩ છાંયડી આપે! પણ ધનના રાગે જ એમને વડલા મટાડીને કેરડા બનાવ્યા! સહુને કાંટા વગાડીને પજવનારા બન્યા! સત્તાધારી માણસો તો સત્તાનો સદુપયોગ કરીને પ્રજાનું કેટલું મોટું કલ્યાણ કરી શકે! પણ ખુરશીના ભારે રાગના પાપે એમણે પ્રજાનાં સુખ-શાંતિનું નિકંદન કાઢી નાંખ્યું. ડીગ્રીધારી ભણેલાઓને રાગના પાપે ઉન્માદ ચડી ગયો! કામવાસનાઓ પ્રજ્વલિત થઈ; અંધાધૂંધી અને આંધી આખા દેશમાં એમણે ફેલાવી. આપણે ફેરવિચારીએ. ફરી એ વાત સારી રીતે સમજી લઈએ કે રાગદ્વેષનો ઘસારો પહોંચાડ્યા વિનાનો, ધર્મસ્થાનોમાં થતો ધસારો ક્યાંય શાંતિ નહિ જોવા દે, કોઈ પણ પ્રશ્નને નહિ ઉકેલી શકે. Page #154 -------------------------------------------------------------------------- ________________ _/ L545 55 55 (૬) તમારે શું બનવું છે? સુખી કે સારા? AAVA VAVAVAVAVAVAVAVY Page #155 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૫૫ જૈનશાસનને પામેલા સુખી, દુ:ખી કેવા હોય? જેને સુખની સામગ્રી મળી હોય તે સુખી; દુ:ખની સામગ્રી-ઝૂંપડાં વગેરે મળ્યાં હોય તે દુઃખી. આ વ્યાખ્યા જગતે બનાવેલી છે. આપણે પણ એને મંજૂર રાખીને ચાલીએ. જૈનકુળમાં કે અજૈનકુળમાં જન્મ પામેલા કોઈ પણ આત્માને આંતરશત્રુ સ્વરૂપ રાગાદિ ભાવો ઉપર નફરત ઉત્પન્ન થઈ હોય તેને સાપેક્ષદષ્ટિથી જૈનશાસનના અંશને-અલ્પાધિક-રીતે પામેલો જ કહેવાય. આવા આત્માઓ પુણ્યકર્મના ઉદયે સુખી પણ હોઈ શકે તેમ પાપકર્મના ઉદયે દુ:ખી પણ હોઈ શકે. અર્થાત્ લોકો તેમને સુખી તરીકે કે દુઃખી તરીકે જોતા હોય તેમ બને. પણ આ સુખ, દુ:ખ તો કર્મોદયથી પ્રાપ્ત થતી વસ્તુઓ છે. તેમાં જૈન શાસનને પામ્યાનું ફળ શું? જેઓ જૈનશાસનને પામ્યા નથી એવા સુખી લોકો પાપી જ બની ગયેલા હોય; અને એવા દુઃખી લોકો દીન જ બની ગયેલા જોવા મળે. કેમકે સુખનો સ્વભાવ પાપ જ કરાવવાનો છે. આગનો સ્વભાવ દઝાડવાનો છે તેમ. એ રીતે દુઃખનો સ્વભાવ જીવને દીન-હીન બનાવી દેવાનો છે. પરંતુ જેઓ જિનશાસનને પામ્યા તે સુખી લોકો એ શાસનના પ્રભાવે ધર્મી જ બને છે; અને એ દુઃખી લોકો સુખી જ હોય છે! તનનાં જ દુઃખી; મનનાં તો મસ્તાન... પુણીઆ શ્રાવકની જેમ. સુખી જો પાપી બન્યો હોય; દુ:ખી જો દીન બન્યો હોય તો હકીકતમાં તે જૈન જ ન કહેવાય. સુખ દુઃખના પ્રશ્નો ઉકેલતાં ન આવડે ત્યાં સુધી ધર્મ અસંભવિત જીવનની કોઈ પણ પળને; જીવનના કોઈ પણ તબક્કાને; જીવનના કોઈ પણ ક્ષેત્રને; સુખ-દુઃખના પ્રશ્નો સ્પર્શેલા છે. જ્યાં સુધી આ પ્રશ્નોને ઉકેલવાની કોઈ ચાવી હાથ ન લાગે ત્યાં સુધી ધર્મતત્ત્વની સ્પર્શના અસંભવિત છે. ધર્મ એટલે રાગદ્વેષની મંદતા કે ક્ષીણતા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નહિ એસો જનમ બાર-બાર જેના હૈયામાં જ સુખ-દુઃખના ચક્રો ઘુમરાયા કરતા હોય તે સુખનો રાગી જ હોય અને દુઃખનો દ્વેષી જ હોય. સુખદુ:ખના રાગદ્વેષથી ભભૂકતી જીવનની ભઠ્ઠીમાં રાગદ્વેષની મંદતા સ્વરૂપ ધર્મ સંભવે જ શી રીતે? માતા અને તે વંધ્યા! અસંભવ! રાગદ્વેષીમાં ધર્મ! અસંભવ. એટલે જ જેણે ધર્મ આરાધવો હોય તેણે પોતાના જીવનને અનિવાર્ય રીતે સ્પર્શતા સુખ-દુઃખના પ્રશ્નોને ઉકેલી નાખીને શાંત બની જ જવું જોઈએ. ના. ધર્મ કરવા માટે સુખની સામગ્રીની ખાસ જરૂર નથી. તેમ દુઃખના અભાવની પણ ખાસ જરૂર નથી. આજે આ ભ્રમનો ચેપ ચોમેર વ્યાપ્યો છે. “સુખ મળે; સગવડ મળે તો ધર્મ કરું; દુઃખ જાય તો ધર્મ કરું” આવી માન્યતાવાળાઓને ધર્મ કરવાની તક ક્યારેય મળતી નથી. સુખાદિ તો કર્મોના ઉદય મુજબ આવશે અને જશે. એની પંચાતમાં કાં પડો? ધર્મ કરવો જ હોય તો સુખાદિ પ્રત્યેના રાગાદિને દૂર કરો. એ રાગાદિ ઉપરના રાગને દૂર કરો. સુખ ભલે આવે; તમે પાગલ ન બનો; અલીન બનો; દુઃખ ભલે આવે; તમે હાયવોય ન કરો. દીન બનો. આવી અલીનતા અને અદીનતા જો સિદ્ધ કરી લેવાય તો સુખદુઃખને લગતો કોઈ પણ પ્રશ્ન ઊભો નહિ રહે. પછી ધર્મ સ્પર્શાઈ જ જશે. આનું જ નામ સમ્યગદર્શન છે; જીવન જીવવાની આ જ સર્વોત્તમ ભૂમિકા છે. ખરાબ થતાં અટકવાના ચાર માર્ગો સારા બનવા માટે તો ખૂબ પ્રયત્નો કરવા પડે. ખરાબ તો જાણે કે આપમેળે જ બની જવાય છે. અનાજની ફસલથી ખેતરને ભરી દેવું હોય તો ખેડુને કેવો જગી પુરુષાર્થ કરવો પડે છે? પણ ખડ તો જાણે આપમેળે જ ઊગી જાય છે ને? - ટૂંકમાં તો એટલું જ કહી શકાય કે સારા બનવાના પ્રયત્નનો અભાવ એ જ ખરાબ બની જવાનો સીધો ઉપાય છે; અને સારા બનવાનો પ્રયત્ન એ જ ખરાબ બનતા અટકવાનો સીધો ઉપાય છે. હવે ખરાબ બનતા અટકવાના સૂક્ષ્મ ઉપાયોને જોઈએ. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે; મોક્ષાભિલાષ. જેને ભવનો ભય જાગ્યો; અને મોક્ષનો પ્રેમ જાગ્યો એ ખરાબ બની શકે નહિ. Page #157 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૫૭ બીજો ઉપાય છે, પરલોકના દુર્ગતિના દુઃખોનો ભય... “ખરાબ થનારાને પરલોકમાં દુઃખો ભોગવવા જ પડશે; દુઃખ તો મારાથી સહન થાય તેવા નથી તો દુઃખને નોતરું દેતાં પાપોથી મારે ખરાબ ન જ બનવું જોઈએ. જો સારો બનીશ તો પરલોકે સુખી થઈશ; સદ્ગતિમાં જઈશ.” પરલોક દુઃખસુખોની ભીતિ-પ્રીતિનો આ વિચાર પણ ખરાબ બનતાં અટકાવે. ત્રીજો ઉપાય છે, મરણનો વિચાર જે જીવન ખરાબ જીવ્યો તેનું મરણ તો કૂતરાનું જ થાય.” આવી શ્રદ્ધા પણ માણસને ખરાબ બનતો અટકાવે છે. ચોથો ઉપાય છે, આ લોકની આબરૂના ભયનો વિચાર. “જો હું ખરાબ થઈશ તો મારી આબરૂનું લિલામ થઈ જશે. ખરાબ લોકોને ય મારી ખરાબી તો આંગળી ચીંધીને ટીકાપાત્ર જ બનવાની. હાય! આબરૂવિહોણાની તો દશા શું થાય?' બેશક.. સારા રસ્તે ખરાબ બનતા અટકાય તે સૌથી સારું.... પણ છેવટે તુચ્છ રસ્તે ય ખરાબ બનતા અટકાય તો ય તે સાવ કાઢી નાખવા જેવું તો નહિ જ. સારા” માત્ર સાધુ અને છેવટે.... સારામાં સારી કક્ષાના સારા માણસ તો માત્ર સાચા “સાધુ” જ કહેવાય. બાકીના કોઈને પણ “સારા” કહી શકાય નહિ. જીવન જીવવા માટે કોઈને પણ મારવો પડે એ સ્થિતિ શું સારા માણસની સંભવે છે? સારો માણસ કોઈકને જ મામકો (દીકરો વગેરે) કહે ને બાકીના બધાયને પરાયા કહી દે એવું કદી બને ખરું? તો જે સાધુ થઈ શક્યા નથી એ તમામ ગૃહસ્થોની સ્થિતિ આવી જ હોય છે ને? માર્યા વિના એ જીવી જ ન શકે; મામકા પરાયાના ભેદ તો એના જીવનમાં અને એની વાણીમાં સર્વત્ર વ્યાપ્ત જ હોય. મારો દીકરો; ફલાણાનો દીકરો. મારું હિન્દુસ્તાન; ફલાણાનું પાકિસ્તાન. ના... આ બે વસ્તુસ્થિતિના ભોગ બનેલાઓ શી રીતે “સારા” બની શકે? માટે જ “સારા” તો સંસારપરિત્યાગી સાધુ જ કહેવાય; જ્યાં કોઈને પણ માર્યા વિના જ જીવન જીવવાનું મળે છે; જ્યાં મમતાની ગઠરીએ બાંધ્યા સંકુચિત વર્તુળોનું નામનિશાન નથી. જો જો દુઃખી ન થતા એ ગૃહસ્થજનો! બીજી રીતે તમેય સારા બની શકો તેમ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નહિ ઐસો જનમ બાર-બાર છો જ. જે ગૃહસ્થ સારા (સાધુ) બનવાની તીવ્ર તમન્નાવાળા હોય તે પણ સારા બની શકે. આ તમન્ના તેમને ખરાબ બનવા ન દે; એમ છતાં કોઈ ખરાબી પેસી જાય તો તેની ઉપર રૂદન કરાવીને જ રહે. આમ આવા ગૃહસ્થોને પણ આપણે ‘કો-ઓપ્ટ’ કરી લઈને ‘સારા’ની ‘વન મેન કમિટી' માં જરૂર સામેલ કરી શકીએ. બોલો કોઈની પણ ‘કો-ઓપ્ટ’ થવાની ઈચ્છા છે ખરી? ખરાબ કામ પણ ખરાબ રસ્તે ન થાય આપણી સંસ્કૃતિનો ગૌરવવંતો કાળ તે હતો કે જેમાં ઘણા બધા લોકો સારા જ કામો કરતા; ખરાબ કામની તો તેમને ભારે સૂગ હતી. ક્યારેક તેમને ખરાબ કામો પણ કરવા પડતા ત્યારે ય તેના માર્ગો તો સારા જ રહેતા. જેમ સારા કામો સારા રસ્તે જ થાય તેમ ખરાબ કામો પણ કરવા જ પડે તોય તેનો રસ્તો (ઉપાય) તો સારો જ રહેતો. આથી જ એ આપણે ગૌરવવંતો યુગ ગણાતો. આજે પરિસ્થિતિ પોક મૂકીને રડાવે તેટલી હદે વણસી છે. કઈ પણ સંસ્કૃતિપ્રેમીને ત્રાસ થાય તેવું સાંપ્રત દર્શન છે. સારા કાર્યો પણ અધમાધમ રસ્તેથી થવા લાગ્યા છે. પછી ખરાબ કાર્યોના અધમાધમ ઉપાયો અજમાવાય તેમાં શી નવાઈ? ક્યાં તે રાજા યોગરાજ કે જેણે પ્રજાને સમૃદ્ધ કરવાના સારા કામ માટે પણ લૂટફાટના અધમ રસ્તે જતા પુત્રોને વાર્યા; અને છતાં પુત્રોએ એ દુષ્કૃત્ય કર્યું તો ચિતામાં સળગી મર્યા. ક્યાં આજની સ૨કા૨ અને આજનો કહેવાતો બુદ્ધિજીવી વર્ગ કે જે પ્રજાની વસતિ અટકાવવાના દુષ્ટ કાર્ય (કે અકાર્ય ?) માટે ભયાનક અનાચારોને ફેલાવતા નિરોધ અને ઓપરેશનના જઘન્ય રસ્તાઓ અપનાવી ચૂક્યો છે! પૈસો કમાવવો કે વિષયનું સેવન કરવું તે બેય પરિગ્રહ અને મૈથુન નામના ખરાબ કાર્યો છે છતાં તેના ઉપાયમાં તો નીતિ અને વાસનાનિયંત્રણના સુઉપાયો જ ફરમાવવામાં આવ્યા છે. અને આજે? અનીતિ અને પરસ્ત્રીગમનને પાપ માનતાં Page #159 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૫૯ ય શરમ આવી છે. કોઈ પાપ માને તો તેની ઠેકડી ઉડાડાય છે! હાય! જમાનો! બે ચક્રો ? અવળું અને સવળું ઃ યાંત્રિક કારખાનામાં કોઈ મશીનના બે ચક્ર તમે જોયા હશે. એક સવળું ફરતું હોય તો બીજું એના દાંતામાં પોતાના દાતા ભરાવીને અવળું ફરતું હોય. સવળું ચક્ર જ મશીન ચલાવતું નથી; અવળાંનો ય એમાં એટલો જ સહકાર છે. કેટલાક વિલક્ષણ માણસોનું ધર્મી તરીકેનું જીવન પણ આવી બે ગતિઓથી ચાલતું હોય છે. એમનાં ય જીવનમાં બે ચક્રો હોય છે. એક : બહારના જીવનનું : સવળું ચક્ર. બીજું : અંદરના જીવનનું અવળું ચક્ર. આ વાતને જરા વિસ્તારથી વિચારીએ. ભોગભૂખ્યા કેટલાક આત્માઓની અંતરંગ સ્થિતિ અત્યંત ભોગરસિક હોય છે. આવા આત્માઓ ધન માટે જેમ બજારમાં જતા હોય છે તેમ ધન માટે જ મંદિરમાં ય ચાલ્યા જતા હોય છે. ધંધાની સારી જમાવટ માટે કોઈ સલાહકાર પાસે જાય તેમ તે જ કાર્યસિદ્ધિ માટે ધર્મગુરુ પાસે ય જતા રહે. ઈચ્છાઓ પૂર્ણ કરવા ખાય છે તેમ વધુ ખાવા માટે કામચલાઉ-ખાવાનું બંધ પણ કરી દેતા હોય છે. ધન દે ય ખરા.... લે પણ ખરા. આગળ દોડે ય ખરા... પીછેહઠ કરે પણ ખરા. જાગે ય ખરા. ઊંઘેય ખરા... આ લોકો ગમે તે કરે પણ તે બધું ય ભોગરસને પોષવા માટે જ. આમ બહારનું ચક્ર દાનનું દેખાતું હોય તો અંદરનું ચક્ર ધનમૂછનું ફરતું હોય. ટી.બી.ના કારણે બહાર બ્રહ્મચર્ય અને અંદર વધુ અનાચાર-સેવનની ઈચ્છા કબજિયાતના કારણે બહાર તપ.. અને અંદર ભોગભૂખ. બહાર મૈત્રી; અંદર કાટલું કાઢી નાંખવાની ઈચ્છા સેવતો ભવવર્ધક ભાવ. કેવાં કેવાં ચક્રો ! કેવા પાપ! કેવા કેવા માણસો ! Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નહિ ઐસો જનમ બાર-બાર ન્યાયસંપન્ન ધન કે વૈભવ? માર્ગાનુસારી જીવનના પાંત્રીસ ગુણોમાં સૌ પ્રથમ ગુણ છે; ન્યાયસંપન્નવૈભવ. સંસારી ધર્માત્માના વેપારમાં ન્યાય (નીતિ) હોવો જ ઘટે. આજીવિકા આદિ માટે એને જ ધનની જરૂર પડે તેની પ્રાપ્તિનો રાહ ન્યાયી જ હોવો ઘટે એમ આ ગુણથી સૂચવાયું છે. અહીં આપણો પ્રશ્ન એ છે કે ન્યાયથી યુક્ત ધન કહેવાને બદલે વૈભવ કેમ કહ્યો ? વૈભવ એટલે તો ઠઠારો અથવા મોભો. એને શા માટે સૂચવ્યો? ન્યાયથી ધન કમાવવાની જ વાત કરવાની હતી ને ? વિચાર કરતાં આ વિશુદ્ધ સત્ય ઉપર સુંદર પ્રકાશ પડે છે. ન્યાયથી સંપન્ન ધન ન રહેતાં વૈભવ કહ્યો એ જ સમુચિત લાગે છે. કોઈ કૃપણ માણસ-અતિ કૃપણ માણસ-ન્યાયથી ધન મેળવતો રહે; અને ભેગું જ કરતો રહે તો તેના ન્યાય સંપન્નધનને ગુણ કેમ કહી શકાય? ધનવાન માણસમાં કૃપણતા હોવી જોઈએ કે ઔદાર્ય ? આથી જ ધનને સ્થાને વૈભવ કહ્યો. ન્યાયયુક્ત ધનનું વૈભવી જીવન એ પ્રાથમિક કક્ષાના ધર્માત્માનો ગુણ છે. એક ધર્માત્મા પોતાના મોભાસર રહે; વૈભવપૂર્વક રહે તો એના એ વૈભવને જોઈને લોકો કહેવા લાગે, ‘‘જુઓ ધર્મનો મહિમા! આ ધર્મી માણસને કેવો સુંદર વૈભવ પ્રાપ્ત થયો છે? એને વાડી, ગાડી, લાડી-બધું જ મળ્યું છે... જો ધર્મ કરીએ તો આવો વૈભવ મળે.'' તદ્દન પ્રાથમિક કક્ષાના મુગ્ધ આત્માઓ ધર્મજનના વૈભવદર્શનથી પણ ધર્મમાં જોડાતા હોય તો તેમાં કશું ખોટું નથી. એમ.ડી. થયેલો ડૉક્ટર, કરોડો રૂપિયાનો માલિક, જો નિત્ય જિનપૂજા કરે તો કેટલાય લોકોના અંતરમાં જિનપૂજાનું મહાગૌ૨વ અંકિત નથી થઈ જતું ? બસ એવું જ અહીં છે, ધર્માત્માના લગ્નાદિના દ્વારા પણ આ અપેક્ષાએ ધર્મ પમાડનારા બને છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૬૧ ભાન અને ભય વિના “સારા” બની શકાય નહિ અતૃપ્ત માણસ શી રીતે સારો બની શકે? અતૃપ્તિમાંથી કેટકેટલા પાપોનો પ્રસવ થાય છે? એ વાતથી ભોગીઓની દુનિયા ક્યાં અજાણ છે? અતૃપ્તિને અને તેનાથી જન્મતાં પાપોને ડાયે જ છૂટકો... તે વિના સારા માણસ તરીકેનું જીવન જીવી શકાય નહિ. અતૃપ્તિને ડામે છે ભટક્યાનું ભાન. અતૃપ્તિએ જન્માવી દીધેલા પાપસંસ્કારોને મોળા પાડે છે; ભમવાનો ભય. અનાદિકાળથી ચાર ગતિમાં ભટકતો ભટકતો હું અહીં આવ્યો છું. ક્યાં નથી ભમ્યો? શું નથી બન્યો? ચક્રી પણ બન્યો; દેવેન્દ્ર પણ બન્યો. ઉર્વશી, અપ્સરાના દેહસુખ પણ માણ્યા.... રે! સત્તાના સર્વોચ્ચ સિંહાસને બેઠો.. તોય... તોય મને તૃપ્તિ ન થઈ. નદીઓ અને તળાવો પીને ય તૃષા નહિ છિપાવી શકનારને શું હવે એ તળાવના ભીના ઢેફાં ચૂસવાથી તૃપ્તિ થશે? અસંભવ. ભટક્યાનું ભાન તૃષા મિટાવે; તૃપ્તિ અપાવે ભમવાનો ભય. ભમવાનો ભય નવા પાપો અટકાવે. “જો પાપ કરીશ તો ભમવું પડશે. મારે બધું ય મૂકીને મરણ પામીને ક્યાંક જવાનું છે. હાય! પાપાત્માને દુર્ગતિ સિવાય બીજું શું હશે? દુઃખો સિવાય એના નસીબે શું લખાતું હશે? ઓહ! તો પછી મારાથી પાપ ન જ થાય, ગમે તેવી કુટેવો પડી ગઈ હોય તો ય મારે તેને ત્યાગવી જ રહી, નહિ તો મારો કોઈ સગો થવાનો નથી એ ભાવિ ભવ ભ્રમણમાં! આ ભાન અને ભય ભવના ભાવ નાબૂદ કરે. તૃપ્તિ અને જાગૃતિનાં દર્શન કરાવે. કેવા છે ભોગો? એનો ઓડકાર પણ ન આવે! માનવજીવનની અમૂલ્ય પળોની સરિયામ બરબાદ કરી નાખીને; સઘળી અમૂલ્ય શક્તિઓને સળગાવી મારીને વર્ષો સુધી-એકધારા-જે ભોગસુખો માણ્યા એની કરુણતા તો જુઓ કે એક જ પળ માટે આવી પડેલા સાચા કે કાલ્પનિક દુઃખને ય Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ નહિ એસો જનમ બાર-બાર ધક્કો દઈને ધરતી ઉપર એ ઢાળી શકતા નથી. ધારો કે એક માણસે પચાસ વર્ષ સુધી-અનેક પ્રકારના સંસાર સુખો અનુભવ્યા. ત્યાર બાદ એક દિવસ દાઢમાં દુખાવો ઊપડયો. સખત વેદના શરૂ થઈ. આ વખતે જેની ખાતર મહામૂલા સમય અને શક્તિનું દેવાળું કાઢી નાખ્યું તે ભોગસુખો કાંઈ કરી શકે ખરા? તે સુખોનું સ્મરણ કોઈ શાંતિ આપી શકે ખરું? તે સુખોનો એકાદ પણ એવો ઓડકાર આવે ખરો કે જેના અનુભવમાં દાઢની વેદના વીસરાઈ જાય! કશું જ નહિ ને? જેને પચાસ વર્ષનું ગુલામીખત લખી આપ્યું તે સુખોની અનુભૂતિનું સ્મરણ પણ પળના દુઃખને ય દૂર હડસેલી શકતું નથી ને? આ કેટલું નક્કર સત્ય છે! છતાં એનો વિચાર કરીને ભોગસુખોના ગુલામી ખતને ચીંથરે ઉડાવી દેવાની તાકાત કોઈ કેળવતું નથી! જો એ સુખાનુભૂતિઓ - બધી ભેગી મળીને પણ - આવી પડેલા નાનાશા દુઃખમાં ય આશ્વાસન દઈ શકતી ન હોય તો એના ભરોસે આખું ય જીવન સોંપી દેનારાઓ મૂર્ખાઓના સ્વર્ગમાં જ વસે છે એમ કહેવામાં કશું ય અનુચિત નથી. સાચે જ, વૈરાગ્ય ઉદ્ભવે છે; એ ભોગસુખો તરફ. આપણે તો જોઈએ છે એવી બેઠી તાકાત કે જે હિમાલય જેવડા દુઃખમાંય આપણને અપાર સમાધિ આપી શકે. આ ભોગસુખોની તીવ્ર અનુભૂતિઓ તો ઊલટો આત્માને એવો માયકાંગલો બનાવે છે કે સોયના દુ:ખનું ય નાનકડું દુઃખ વેઠી પણ તે શકતો નથી. સુખ દુઃખથી કાંઈ સુખી દુઃખી ન થવાય લખી લો અંતરમાં. સુખથી કાંઈ સુખી નથી થવાતું... દુઃખથી કાંઈ દુઃખી જ નથી થવાતું. ઘણા વિપુલ સુખની સામગ્રીવાળા ઘણા લોકો સુખી નથી; દુઃખની સામગ્રીવાળા ઘણા લોકો દુઃખી પણ નથી. સુખી થવું કે દુઃખી થવું એ કાંઈ બંગલા અને ઝૂંપડા સાથે ગાઢ સંબંધ ધરાવતી જીવનની પ્રક્રિયા જ નથી. લગભગ આખી દુનિયા આ જીવલેણ ભ્રમમાં ફસાઈ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૬૩ અમારી પ્રાચીન સંસ્કૃતિને વરેલા લોકોના માથે દુઃખના ડુંગર તૂટી પડતા તો ય ત્રાહિમામ્ પુકારતા નહિ; હાયવોય કરતા નહિ; પણ મસ્ત રહેતા. આજના લખપતિઓ; રૂપવતીના સ્વામીઓ, ચાર છોકરાના પિતાઓ, પ્રધાનપદના માલિકો સુખી દેખાવાં છતાં સુખી નથી. સુખ એ દુઃખના કારણો તો સાવ બીજા જ છે. સુખથી સુખી ન થવાય પણ સુખના વિરાગથી સુખી થવાય. દુઃખથી દુઃખી ન થવું હોય તો દુઃખમાં સમાધિ રાખવાની કળા શીખી લેવી જોઈએ. આ વાત આ રીતે પણ કહી શકાય કે સુખનો રાગી કદી સુખી થઈ શકે નહિ. દુઃખનો દ્વેષી જ દુઃખથી દુખી થઈ જાય. તમે સુખ પ્રત્યે રાગ ન કરો.. પછી સુખના પણ સાધનોથી સુખી જ છો. અને દુ:ખ પ્રતિ દ્વેષ કરો મા... પછી આભ જેટલાં દુ:ખ તૂટી પડે તોય તમે દુઃખી થનાર નથી. કદી દોડજો મા સુખની સામગ્રીઓ મેળવવા, એ તમને સુખી કરી શકે તેમ નથી.કદી દુઃખને તિરસ્કારશો મા! એથી તો તમે વધુ દુખી થશો. સુખાદિને સમજ્યા વિના ધર્મ કેવો? પહેલો ધર્મ સમજાવવો કે પહેલાં સુખ-દુઃખના સ્વરૂપનું ભાન કરાવવું? સુખના રાગે અને દુઃખના દ્વેષે જ આ જગતની હોળી સળગાવી છે એ વાત કરવી કે એવી વાતો કર્યા વિના સીધી ધર્મક્રિયાની જ સહુને સદા માટે વાતો કર્યા કરવી? સુખનું વિનાશીપણું સમજાવીને પહેલાં સુખથી વિરક્ત કરવાની જ જરૂર નથી શું ? દુઃખનું વિનાશીપણું જણાવીને પહેલાં દુઃખમાં સમાધિ શીખવી દેવાની જરૂર નથી શું? મને તો એમ લાગે છે કે આ બાબતોને પણ ખૂબ સારી રીતે સમજાવતા રહેવી જોઈએ. બેશક; બાળજીવોને ધર્મક્રિયાઓમાં સીધા જોડી જ દેવા જોઈએ. પરંતુ તેની સાથે મૂળ રોગનું મૂળમાંથી નિવારણ કરવા માટેના ચાંપતા પગલાં પણ આવશ્યક તો છે જ. Page #164 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર જો આ પગલાં લેવામાં નહિ આવે તો સુખના રાગીઓ અને દુઃખના દ્વેષીઓ જે ધર્માનુષ્ઠાનો કરશે તેની પાછળ તે સુખપ્રાપ્તિ અને દુઃખનાશની જ ઈચ્છા જોર કરતી રહેશે. પેલા રાગ-દ્વેષનું સીતમગાર જોર આ માગણીઓ કરાવ્યા વિના જંપશે જ નહિ. ૧૬૪ હવે આવી માંગણીઓ સાથે જ સદા ધર્મ કરતા ધર્મજનોના સંસારનો અંત જ ક્યારે આવે ? એવા ધર્માનુષ્ઠાનોની વૃદ્ધિથી અપૂર્વ સંતોષ શી રીતે માણી શકાય ? જો મૂળદર્દ વધતું હશે તો બહારનું વધતું દેખાતું શરીર એ કાંઈ આરોગ્ય નહિ હોય પરંતુ સોજા જ હશે. સોજાથી જાડા દેખાતા શરીરમાં કોને આનંદ થાય? ધર્માનુષ્ઠાનોને વેગ આપતા જ રહીને; આ વાતને પણ યુક્તિપૂર્વક સ્થાન આપતા રહેવાનું કાર્ય ગીતાર્થ ઉપદેશકોનું જ છે. એ દો૨શે તેમ સહુ દોરાશે. દુઃખને તો પહેલાં ખરાબ માનો આ તો કેવી આશ્ચર્યની વાત છે કે ખરાબમાં ખરાબ એવું દુ:ખ પણ ખરાબ લાગતું નથી; ઉપરથી મધ જેવું મીઠું લાગે છે! જીવમાત્રને દુઃખ ઉપર તો દ્વેષ જ હોય; અને તેમ જ છે. છતાં જેમની ભોગસિકતા માઝા મૂકીને પાગલ બને છે એ લોકોને તો એ ભોગસુખોની સિદ્ધિ મળતી હોય તો દુઃખ પણ મીઠાં થઈ પડે છે! પ્રેયસીની લાત ખાતા કોલેજીયનને એ લાતમાં તો લાખ લાખ આનંદોદધિ ઉછાળા મારતા દેખાય છે! ખુરશીના લાલચુઓને ગાળો ખાવાનોય વાંધો હોતો નથી. મમ્મણશેઠોને કડવા ઝેર ઠપકા પણ આંચકા આપતા હોતા નથી. સંસાર સુખના કલ્પિત મધનો એકાદ ચટકો પણ જો તાળવે વળગી ગયો તો મૂઆ પડ્યા સમજો! એના રસ ખાતર મરણના દુઃખનેય ભૂલી જવા મૂર્ખ માનવ તૈયાર! પેલું મધુબિંદુનું દૃષ્ટાંત નથી જાણતા શું ? હવે દુ:ખ પ્રત્યે પણ જેમને તિરસ્કાર નથી એને સુખ પ્રત્યે તિરસ્કાર તો શી રીતે જન્માવવો ? એને પુણ્યનો રસીઓ શી રીતે કરવો? અને મોક્ષસુખનો રાગી તો બનાવવો જ શી રીતે ? Page #165 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૬૫ દુઃખ ઉપર પણ જો નફરત થઈ જાય તો એને દુઃખનું કારણ પાપ સમજાવીને પાપ ઉપર નફરત કરાવી શકાય. પછી પુણ્યનો અને છેવટે મોક્ષનો રસ ઉત્પન્ન કરાવી શકાય. પણ અફસોસ! હેડંબા જેવી સ્ત્રીની મારપીટ પણ જે વાસના-લમ્પટને મંજૂર છે; ત્યાં આ બધી વાતોનું મંડાણ જ શી રીતે કરવું? મહારાજા દશરથ; શાલિભદ્ર, અનાથીકુમાર, ધનાજી વગેરે દુઃખના નિમિત્તે કેવા નીકળી પડયા'તા પાપી સંસારમાંથી! આવેશ : અધીરાઈ : અપેક્ષા અંગ્રેજીમાં કહેવત છે કે, "hope for the better and live for the worst." સારામાં સારા ભાવિની ઈચ્છા રાખો પણ ખરાબમાં ખરાબ વર્તમાન માટે સદા તૈયાર રહો. ઠીક છે. વાત ઘણી સારી છે; પરંતુ માણસ એ વાત ભૂલી જતો હોય છે કે પોતાના ખરાબ વર્તમાનકાળનો સર્જક તો પોતે જ છે. કર્મવશાત્ ઉપસ્થિત થયેલી અતિ ખરાબ સ્થિતિને પણ ભારે મસ્તીપૂર્વક સંભાળી લેવાનું કામ પણ માણસના જ હાથમાં છે. એ માટે એણે ત્રણ સૂત્રો ગોખી લઈને એને જીવનસાત્ કરી દેવા જોઈએ. (૧) કદી આવેશ કરવો નહિ. (૨) અધીરા થવું નહિ. (૩) કોઈની અપેક્ષા રાખવી નહિ. આવેશ તો ભલભલાની બાજી બગાડી નાખે છે. સાચા હો તો પણ મુદ્દાઓ આવેશથી માર્યા જાય છે. બીજાનું તો જે થવાનું હોય તે થાય પણ આવેશ કરનારનું ઘર તો એ જ પળે સળગી ઊઠે છે. પાછળથી પણ આવેશ કર્યાનો પશ્ચાત્તાપ થાય છે. સંકલ્પ કરો કે, “કોઈ પણ સયોગમાં હું ગરમ તો નહિ જ થાઉં.' અધીરાઈ એ બીજું મોટું પાપ છે. અધીરા માણસો ઘણી વાર ઉતાવળી બનીને ખોટા નિર્ણયો લઈને જીવનો જુગાર ખેલી નાંખતા હોય છે; ખોટા આર્તધ્યાનના ચક્કરોમાં ફસાઈ જતા હોય છે. ત્રીજું પાપ છે : અપેક્ષાનું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ નહિ એસો જનમ બાર-બાર કદી કોઈની અપેક્ષા રાખશો નહિ. પત્નીની નહિ; દીકરાની નહિ; રે! આ દેહની પણ નહિ. જેણે અપેક્ષા રાખી એને જીવતા મરવાનો સમય આવશે. આ ત્રણ દોષો જાય તો ઘણો ખરાબ સમય જલદી જલદી તો આવી ન જ શકે. આ લોકનું ય તમને પૂરું જ્ઞાન છે ખરું? પરમલોક-મોક્ષના જ્ઞાનની પછી વાત કરશું. પરલોકની સમજણની પણ પછી વાત કરશું. બેશક, એ વાતોથી આત્મામાં ધર્મ કરવાનું અને અધર્મ ત્યાગવાનું બળ પેદા થાય ખરું પરંતુ એ બધી વાત જરાક ભારે પડતી લાગતી હોય તો આપણે આ લોકની જ સમજણ મેળવીએ. જો આ સમજણ પણ પૂરી આવી જાય તો ય ધર્મનો પ્રેમ પૂરેપૂરો જાગી જાય તેવું છે આ લોકની મોહિનીને પમાડનાર પૈસા અંગેની તમારી સમજણ કેટલી છે? ખૂબ જ અધૂરીને? “પૈસો બધું પૂરું પાડે'' એટલું જ તમે જાણ્યું ને? પણ હવે એ સમજણને પૂરી જ કરી દો. જ્યાં જ્યાં ધનના ઢગલા થઈ ગયા છે ત્યાં તેણે કેવી ભયાનક હોનારતો સળગાવી છે તે તમારે નથી જોવું? એ ય ભેગું જ જોઈ લો ને? સ્ત્રીના રૂપરંગ જ કેમ અટકી ગયા? એના દેહમાં ખીચોખીચ ભરેલી અશુચિની પણ સમજણ કેમ ન મેળવી લેવી? એમાં આનાકાની શા માટે? શું એ અશુચિ, આ લોકનું જ તત્ત્વ નથી? મમતાથી લપેટેલા બાળકમાં વિનાશિતાનું દર્શન પણ કેમ ન કરી લેવું? શું એ બાળક વિનાશી નથી? ખૂબ પ્રિય લાગતા દેહમાં દગાબાજીનું દર્શન કેમ ન કરી લેવું? શું દેહ આ જ લોકમાં દગો નહિ દે? જો આ લોકના તત્ત્વોની પણ પૂરી સમજણ આવી જાય તો ય કલ્યાણ થઈ જાય. અનેકોના જીવન સુધરતા જાય; એ સુધારણાનો ચેપ એવા જોરથી ઊપડે કે પાપો તો જીવનમાંથી ઊભી પૂંછડીએ ભાગવા માંડે. મમતા કરતાં ય મમત ખરાબ મમતા હોય તોય આ કાળમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી પહોંચી તો શકાય; પરંતુ Page #167 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર મમત તો પહેલા ગુણસ્થાનથી આગળ વધવા જ ન દે. બહુ ખરાબ છે મમત! કદાગ્રહ! જગતના જીવો સંસારની મમતાને હજી મૂકી શક્યા છે પણ મમતને ત્યાગી શક્યા નથી. જેના જેના મગજમાં જે જે અસત્યોએ ધામા નાંખી દીધા તેને તેઓ તગડી મૂકવા અશક્ત બન્યા છે. સ્ત્રીનો ત્યાગ સરળ છે; ધનનો પરિત્યાગ પણ સહેલો છે; સ્વજનોનો ત્યાગ પણ સુલભ છે પરંતુ પકડાઈ ગયેલા અસત્યનો પરિત્યાગ અતિશય મુશ્કેલ છે. દેવાધિદેવ પરમાત્મા મહાવીરના સંસારી જમાઈ જમાલિએ મમતાના બંધનોના તો કેવા કૂરચા ઉડાવી દીધા હતા! પણ આવા મમતાવિજેતા પણ ખુદ પરમાત્માની સામે જ જંગે ચડી ગયા! કોણે એમને એ જંગે ચડાવ્યા? મમતે જ ને? આ જ કારણે મહાપુરુષોએ પરમાત્માને પ્રાર્થતા કહ્યું છે ને કે, “હે ભગવાન! સ્નેહના અને કામના બંધનો તોડી નાખવાનું અમારા માટે હજી કદાચ સહેલ છે; પરંતુ મમત (દષ્ટિરાગ પ્રેરિત) ના બંધનોને ઢીલા કરવાનું કામ પણ અમારા માટે કાઠું બની ગયું છે. મમતાને હજી ચલાવી લેવાય; મમતને તો કદાપિ નહિ. મમતાવાળો સાધુ હોઈ શકે; મમતવાળો કદી સાધુ હોઈ શકે નહિ. આઈન્સ્ટાઈન એકડો શીખશે? હાય! કરુણતા! આ સંસારની કઠોર કરુણતાનું કોક તો દર્શન કરો ! એને કરુણતા કહેવી કે ક્રૂરતા એ ય સવાલ છે. કોણ જાણે કેટલી સાધના કરીને આ મનુષ્યજન્મ મળ્યો હશે? એ પછી ય સંસારના સુખોનો આસ્વાદ મેળવવા માટે કેટલી માનવશક્તિ ખર્ચી નાખવાની? માનવજીવનની કેટલી અમૂલ્ય પળો બરબાદ કરી દેવાની? કેટલો ધર્મ અભરાઈએ ચડાવી દેવાનો? આટલો મોટો જુગાર ખેલી નાંખવા છતાં મળે શું? શું સંસારનું સર્જન એ પત્તાના મહેલની રચના જ નથી? યમરાજની એક ફંકે એ આખો ય મહેલ કડડભૂસ કરતો નીચે પડે! નાદાન બાળકની ધૂલિચેષ્ટા ચાર બાળકોના મા-બાપના જીવનમાં જ જોવા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નહિ ઐસો જનમ બાર-બાર નથી મળતી શું ? અને મરણ એટલે ?.... કેટકેટલી કરુણતાઓ એ સર્જે છે? તાતા કે બિરલાને ય લારીવાળાને ત્યાં પણ જન્મ દઈ દે અને અચ્છો લારીવાળો બનાવે ! રાક્ષસી મગજના સ્વામી પ્રોફેસર આઈન્સ્ટાઈનને ય કોઈ માતાના ગર્ભમાંથી જન્મ પમાડે અને ઉંઆ, ઉંઆ... કરીને રડાવે... જતે દિવસે સ્લેટ પેન લઈને એને ય એકડેએક શીખવું પડે ! સત્તાના સર્વોચ્ચ સિંહાસનના અધિપતિને પૂંછડી પટાવતો કૂતરો બનાવી દે ! ફે૨સાધના... ફેરઅંત... ફે૨સાધના... ફેર અંત.. બરબાદીના આ તો કેવા છે વિષચક્રો! દુઃખની એક આગ ફેલાઈને સર્વ સુખોને સળગાવે સંસાર સુખના અપલક્ષણોની તો કેટલી લાંબી કથા થાય? અનેક અપલક્ષણોમાંનું એક જ અપલક્ષણ અહીં વિચારીએ. સંસારના સર્વ સુખોથી સંપન્ન તો કોઈ પણ વ્યક્તિ ન જ હોઈ શકે ને ? કોઈ ને કોઈ વાતનું દુઃખ તો દરેકના જીવનમાં મળી જ જાય. આવું એકાદ દુઃખ ? બાકીના બધા ય સુખોને અડે; દઝાડે અને સળગાવી મારે. વંધ્યાને શ્રીમંતાઈના કે રૂપવાન પતિ મળ્યાનું સુખ તુચ્છ લાગે છે. એને તો બાળક જ જોઈએ છે. ભિખારણ માતાને પુત્રના કે કહ્યાગરા પતિના સુખ તુચ્છ લાગે છે એને તો શ્રીમંતાઈ જ જોઈએ છે. પેલો ચાલનીન્યાય અહીં લાગુ થાય છે. કોઈ પણ સુખ સુખ સાબિત થતું નથી; બીજા પ્રકારના સુખની વાત પણ દૂર રહી. એક જ શરીરના આરોગ્યના સુખની વાત કરીએ. દાઢના દુઃખવાનું એક જ દુઃખ; શરીરમાં સંભવિત બીજા લગભગ છ કરોડ, નવ્વાણુ લાખ, નવ્વાણુ હજા૨ નવસો નવાણુ રોગોના અભાવના મહાસુખને સળગાવી મારે છે ને ? ‘આનાથી તો માથાનો દુખાવો સારો'' એમ તે દાઢનો દર્દી Page #169 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર બોલતો નથી સાંભળ્યો? આ જ રીતે માથાના દુ:ખાવાવાળો પણ શરીરના બાકીના આરોગ્યના મહાસુખને પામી શકતો નથી. એ કહે છે, “આના કરતા તો દાઢનો દુખાવો સારો.” એક જ પ્રકારના આરોગ્યના કરોડો રોગના અભાવરૂપ કરોડો સુખો હથેળીમાં રમતા હોવા છતાં કોઈ અનારોગ્યનું એકાદ દુઃખ તે બધાયને કેવા સળગાવી મારે છે ? હવે સંસારના સુખથી સુખી બનવાની વાત તદ્દન અશક્ય બની રહે છે એમ નથી લાગતું? માથે મરણજનિત વિયોગની નગ્ન તલવાર તો વળી લટકતી જ ઊભી છે. દુઃખ પાપાત્ જે બે વાતોમાં સર્વધર્મોની એકમતી પ્રવર્તે છે તે બે વાતો આ છે. (૧) સુખ ધર્મથી જ મળે. (૨) પાપ કરે તો દુઃખ આવે જ. અહીં બીજી વાત વિચારીએ. પાપકર્મ અને પાપકાર્ય એ બે ભિન્ન વસ્તુઓ છે. આત્મા ઉપર ચોંટતા અશુભ કર્મને પાપકર્મ કહેવાય. અને જે કારણથી તે અશુભ કર્મ ચોંટયું હોય તે કારણને પાપકાર્ય કહેવાય. જે આત્મા પાપકાર્ય કરે તેને પાપકર્મ ચોંટે. સામાન્યતઃ તો પૂર્વજન્મોના જ પાપકર્મો આ જીવનમાં ઉદયમાં આવતા હોય છે પરંતુ કયારેક આ જ જીવનના ઉગ્ર પાપકર્મો આ જીવનમાં પણ ઉદયમાં આવી જાય તે સુસંભવિત છે. પાપનું કાર્ય નાનું પણ કાં ન હોય? પરંતુ તેની પાછળ ઉગ્રતા અતિ ભયાનક પણ હોઈ શકે છે. આવા કોઈ પાપકર્મો તમે બાંધ્યા છે ખરા? કદાચ એણે જ ઉદયમાં આવીને તમારા જીવનને એકાએક દુઃખની આંધીના ઝપાટામાં કેમ લઈ લીધું ન હોય? તો આ દુઃખીજન! તું તારા ભૂતકાળમાં ડોકીયું કર. અને તપાસ કર કે એવું કોઈ ઉગ્ર પાપ તારા જીવનમાં થઈ ગયાનો સંભવ લાગે છે ખરો? બાળવય બદીમાં ગઈ હતી? યોવનને અનાચારનો કોઈ જોરદાર પવન અડી ગયો હતો? ખતરનાક Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નહિ ઐસો જનમ બાર-બાર અનીતિ, વિશ્વાસઘાત આદિ પાપે તારો વ્યવહાર ખરડાયો હતો ખરો? સબૂર... હાથી જેવી મનોદશા ન ધરાવ. પોતાનું જ બિહામણું મુખ તે પોતે જ તળાવના જળમાં જોઈ શકતો નથી; માટે જ પાણીને ડહોળતો રહીને પાણી પીતો જાય છે. જા... તારા ભૂતકાળમાં ચાલ્યો જા... અને એ બિહામણા તારાં સ્વરૂપને નિહાળ. જાતે જ વાવ્યા છે ને બાવળીઆ ? તો હવે કાંટા ભોંકતા પોક મૂકવાની શી જરૂર છે? ચંદનકાષ્ટની પણ આગ તો દઝાડે જ ધર્મથી પ્રાપ્ત થયેલું પુણ્યકર્મ ઉદયમાં આવીને જે સુખસામગ્રી આપે છે એ સુખસામગ્રીનો સ્વભાવ તો દઝાડવાનો જ છે. ભલે એ સુખ શુભ-પુણ્યથી મળ્યું હોય; ભલે તે પુણ્ય ધર્મ કરવાથી બંધાયું હોય. ધર્મ સારો; પુણ્ય સારું. પરંતુ એ પુણ્યથી પ્રાપ્ત થતું સંસારસુખ તો ખરાબ જ; કેમકે એનો સ્વભાવ આત્માને ખરાબ કરવાનો જ છે. હા... આત્મા બળવાન હોય; અને એનું જોર ચાલવા ન દે તો જ એ ભોગસામગ્રીઓ આત્માને ખરાબ કરી ન શકે, પણ આ તો ચમત્કાર કહેવાય. શાલિભદ્રાદિ જેવા તો કોઈક જ હોય. આગનો સ્વભાવ દઝાડવાનો; ઝેરનો સ્વભાવ મારવાનો... પછી મંત્રાદિના જ્ઞાતાને એ દઝાડી કે મારી ન શકે એ જુદી વાત થઈ. ધર્મને આપણે ચંદનકાષ્ટની ઉપમા આપીએ. ધર્મથી ઉત્પન્ન થતું સુખ એ આગ કહેવાય. ભલેને ચંદનકાષ્ટમાંથી આગ ઉત્પન્ન થઈ; પણ તેથી કાંઈ એ શીતલતા ન આપે; એ તો દઝાડે જ. દાન સારું છે, તેથી કાંઈ તેના સાધનભૂત લક્ષ્મીને સારી ન કહેવાય. જો એમ કહેશો તો લક્ષ્મી પ્રાપ્ત કરી આપતી અનીતિને પણ સારી કહેવી પડશે. ના...દરેક કાર્ય, કારણોના સારા-નરસાપણાની ભિન્ન ભિન્ન મર્યાદા હોય છે. શિષ્ટો જ એને આંકીને દેખાડી શકે. સુખ નામના ભૂતના અગીયાર તોફાન જેને સુખ નામનું ભૂત વળગ્યું એના ભોગ જ લાગ્યા સમજો. Page #171 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર મૈયારી! કેટકેટલા એના તોફાનો છે! એક બે નહિ; ખાસા અગીઆર. જેને આ ભૂત વળગ્યું એને ગમે તેટલી ભોગસામગ્રી પ્રાપ્ત થાય તો ય તે સામગ્રીથી તે આત્મા સુખ તો ન જ પામી શકે. હાય! છતી સુખની સામગ્રીએ સુખી નહિ. ૧૭૧ વળી આને જીવનમાં શાંતિ પણ શોધી ન જડે; રે! શાંતિનું સોણલું ય આના માટે તો અત્યંત દુર્લભ બાબત બની જાય. ત્રીજું; આ આત્માને મરણમાં સમાધિ પણ ન મળે. ન કરી શકે એ બિચારો, દુષ્કૃતોની ગહ; ન કરી શકે સુકૃતોની અનુમોદના; ન પામી શકે પરમાત્માનું પ્રણિધાન. ચોથું; આને પરલોકમાં સદ્ગતિ ન મળે. કદાચ માનવ કે દેવની ગતિ મળી જાય તો ય ઢોરની દુનિયાને સારી કહેવડાવે તેવી હલકી કક્ષા ત્યાં મળે. નથી જોયા ? કૂતરાના ભોજન ઉપર તરાપ મારીને પેટ ભરતા માનવોને? પાંચમું; આ આત્માને મોક્ષની તો આશા જ રાખવાની નહિ. આત્માનું અજર અમર સ્થાન મોક્ષ! એની એ આત્માએ આશા જ રાખવાની નહિ! હાય! કેવો વળગાડ! બાકીના છ તોફાનો આ પ્રમાણે છે. સુખના વળગાડવાળો આત્મા (૧) દુઃખોને હજમ ક૨વાની; (૨) પાપોને પચાવી નાખવાની (૩) પાપિષ્ટ સાધનાઓમાં ધર્મને અભડાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. (૪) જીવ માત્રનો એ મિત્ર મટી જાય છે; (૫) એની જાત પવિત્ર રહી શકતી નથી. (૬) અને ભગવાનનો ભક્ત એ બની શકતો નથી. કેવા ભયાનક તોફાન! હવે બાકી જ શું રહ્યું છે? એક પતંગ ખાતર મોત! દૂરદૂરથી એક કપાયેલો પંતગ આવી રહ્યો છે. પતરાના છાપરે ચડેલા કોઈ કિશોરે, જોયુ અને એનું મન લલચાઈ ગયું. એ પતંગ નજદીકમાં તો આવ્યો; પણ પતરાની ધાર આગળથી જ સ૨કીને જવા લાગ્યો. એ છોકરો ઠેઠ ધાર પાસે દોડયો. દોર હાથમાં પકડાઈ તો ગયો પરંતુ પકડેલા પતંગવાળા હાથ સાથે જ એ નીચે પડયો. પડતાંની સાથે એની ખોપરીના ચૂરા થઈ ગયા. એક પતંગ ખાતર મોતને ભેટયો. સઘળાય સંસારરસિક જીવોની આવી જ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નહિ એસો જનમ બાર-બાર દશા છે ને? સાવ જ વિનાશી; દુઃખના ભેળસેળવાળા સંસારના સુખો ખાતર કેટકેટલા દુઃખ વેઠવાના? એકીટશે એ સુખોના આગમનની કેવી અગ્નિ-પ્રતીક્ષા કર્યા જ કરવાની? દૂર દૂરની ક્ષિતિજોમાં લાંબી નજર તાણીને બસ જોયા જ કરવાનું, ઉપર તાપ; નીચે ય તાપ; જઠરમાં પણ તાપ! અને જ્યારે બધી જાતના સુખો હાથમાં આવે ત્યારે તો જીવનનું પૂર્ણવિરામ થવાની તૈયારીઓ ચાલે. હાથમાં આવેલા એ સુખોને સ્પર્શીને જ વિદાય સમારંભ યોજાઈ જાય. ભોગવી જવાના વિયોગના કારમાં દુ:ખ, અને લઈ જવાના કાળાં પાપના કર્મબંધો. અનાદિકાળથી આ રીતે ભોગરસિકોની જિંદગી બરબાદ થતી જ આવી છે છતાં કેવી અફસોસની વાત છે કે બહુ જ થોડા આત્માઓ આ બોધપાઠ પામે છે. બાકીના તો બધાં ય પતરા ઉપર ચડયા છે; પતંગ પકડવાની પ્રતીક્ષા કરતા ઊભા છે. હજારો; લાખો પતંગ પકડુઓ આ રીતે રોજ મરે છે. અફસોસ! છાપાવાળાઓ આની નોંધ સરખી પણ લેતા નથી. કરણો અને ઉપકરણો કરણ એટલે ઈન્દ્રિય - પાંચ. ઉપકરણ એટલે ઈન્દ્રિયોના ભોગોપભોગ માટેના સાધનો. અગણિત. ભૂતકાળમાં કરણોને કાબૂમાં રાખવાની ખૂબ ચીમકી આપવામાં આવતી હતી. કેમકે ઉપકરણોમાં આજના જેવી – આકર્ષવાની આંધી હતી જ નહિ. હતી તો ય ખૂબ મર્યાદિત ક્ષેત્રમાં હતી. સઘળી પ્રજામાં; નાનાથી મોટામાં, ગરીબ અને તવંગરમાં, અપરિણીત અને પરિણીતમાં, છોકરા અને છોકરામાં સર્વત્ર સમાન રીતે એ આંધી ક્યારેય ઊમટી ન હતી. આજે પરિસ્થિતિ કાબૂબહાર ગઈ છે. મર્યાદાઓ તૂટી છે. એના સીધા જ દુષ્પરિણામરૂપે માનવતા મરવા લાગી છે. જો ઉપકરણોની આંધી ઉપર સંયમ મૂકવામાં નહિ જ આવે તો કરણોને કાબૂમાં રાખવાનો ઉપદેશ લગભગ નિરર્થક બની જશે. વિકારભરી આંખે ન જોવું એ ઉપદેશની સાથે સાથે જ વિકારજનક પોષાક, વાણી; Page #173 -------------------------------------------------------------------------- ________________ וד નહિ એસો જનમ બાર-બાર વર્તાવ વગેરેને સ્પર્શવા પણ નહિ' એ વાત પણ અસરકારક રીતે રજૂ કરવી પડશે. સુદીર્ઘકાળની બ્રહ્મચર્યની સાધનાને સ્પર્શી ગયેલા મુનિને પણ સ્ત્રીનું ચિત્ર જોવાની શાસ્ત્રમાં મનાઈ ફરમાવી છે; તો અત્યંત બીભત્સ ચિત્રોના ઉઘાડા પ્રદર્શનો સંસારી માનવના ચિત્તમાં કેવો ખળભળાટ ઊભો કરી શકે એ વાત સહેલાઈથી કલ્પી શકાય તેવી છે. ૧૭૩ ઘરઘરમાંથી બીભત્સ ચિત્રોવાળા કે અનિચ્છનીય દશ્યોવાળા કેલેન્ડરો, પુસ્તકો, રેડીઓના સિનેમાગીતો, સિનેમાઓ, વગેરે ઉપકરણોની સાફસૂફી થવી જ ઘટે. અન્યથા એ આકર્ષણો નિર્દોષ સ્ત્રી પુરુષોના શીલ વગેરેને ભરખી ગયા વિના નહિ રહે. પછી એમને ઠપકો દેવાનો કોઈ અર્થ નથી. છેવટે આમાં કોઈ પ્રગતિ ન જ થાય તો તમે તમારી જાતને સંભાળી લો. આંખો જ મીંચી દો, કાન જ બંધ કરો. મોં જ બંધ કરો. ડામરનો આખો રોડ ચામડે મઢાતો નથી. ત્યારે માણસ ચંપલ પહેરી લે છે. વંટોળ બંધ કરાતો નથી ત્યારે માણસ બારી-બારણાં બંધ કરીને ઘરમાં બેસી જાય છે. જીવનમાં એકલા કાંટા જ પથરાયા નથી જીવન એ શું છે? એકદમ ટૂંકો અને સ્પષ્ટ જવાબ દેવો હોય તો એમ કહી શકાય કે જીવન એટલે જગપ્રસિદ્ધ મધુબિંદુનુ દૃષ્ટાંત એમાંનું એકેએક પડખું. પણ માનવ ક્યાંક થાપ ખાઈ ગયો છે. શાસ્ત્રશુદ્ધમતિના અભાવના કારણે સ્તો... એણે એવું માની લેવાની ભૂલ કરી છે કે જીવન એટલે મરણથી નાસભાગ; અનિવાર્ય ઘડપણ, રોગો; દગા, ફટકા, વિશ્વાસઘાત, જૂઠ, ચોરી, હાયવોય, નિસાસાઓ, ચીસો, ચીચીયારીઓ; ક્રોધ, અભિમાન, માયા-પ્રપંચ અને તૃષ્ણાઓ. આ સિવાય જીવનમાં છે જ શું? ના... આ બધા ય ઉપરાંત જીવનમાં એવી બે વસ્તુઓ પડી છે કે જે ઉધા પાસાથી ખદબદી ઊઠેલા જીવનને જંગી ‘બેલેન્સ’ના જમાપાસામાં ફેરવી દે છે; જે જીવનને જીવવા જેવું મનાવે છે. જેની ખાતર આવી હજારો આફતોને સમ્યગ્દષ્ટિ દેવાત્માઓ પણ વધાવી લેવા તૈયાર થાય છે; દુઃખના ભયાનક અંધકારમાં જે પ્રકાશનો તેજલીસોટો બની રહે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નહિ એસો જનમ બાર-બાર એ છે સદ્ગુરુની કરુણા અને સદ્ગુરુનો ઉગારી લેવાનો પ્રયત્ન. મધુબિંદુના ઉપનયમાં જે શંકર-પાર્વતીજીનું વિમાન લેવા આવે છે તેમાં શંકરને પ્રેરણા કરી છે પાર્વતીજીએ. એથી શંકરને કરુણા જાગી. પેલા વડવાઈએ લટકેલા માનવને બચાવી લેવા શંકરે પ્રયત્ન પણ ર્યો. પાર્વતી એટલે સદ્ગદ્ધિ અને શંકર એટલે સદ્ગુરુ. પાપીનો હાથ ઝાલતાં; દુઃખીને આશ્વાસન દેતા સદ્ગુરુ. પણ.. અભાગીયો જીવ! સુખરાગની મધલાળે લપેટાયો! હાથે આવેલી બાજી હારી ગયો. Page #175 -------------------------------------------------------------------------- ________________ S મુકિતના માર્ગે (3) (૧) અનાસક્તિની દુષ્કર સાધના (૨) મુમુક્ષુને માર્ગદર્શન (૩) નિશ્ચય - વ્યવહાર Page #176 -------------------------------------------------------------------------- ________________ _/ ન = " Biss (૧) અનાસક્તિની દુષ્કર સાધના Page #177 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૭૭ હોડીમાં પાણી અને પાણીમાં હોડી નાવડી પાણીમાં રહે તો તરે; પણ “નાવડીમાં પાણી” થઈ જાય તો ગમે તે પળે ડૂબે. સંસારને સાગરની ઉપમા આપીએ; રાગદ્વેષના ભાવોને પાણીની ઉપમા આપીએ તો જીવનને હોડીની જ ઉપમા આપવી ઘટે. સાગર તરી જવા માટે હોડી માટે એક જ શરત છે કે કોઈ પણ હિસાબે હોડીમાં પાણી પેસી જવું ન જોઈએ. પાણીમાં હોડી રહે તેનો વાંધો નથી. ધર્માત્મા તેને જ કહેવાય કે જેનું જીવન-નાવડું રાગદ્વેષના પાણીમાં હોવા છતાં એ નાવડામાં પાણી ભરાઈ જતું ન હોય. એ ઘરમાં ય રહેતો હોય; એના ઘરમાં બાળબચ્ચાનો; સ્ત્રીનો; સંપત્તિનો, સઘળો ય સંસાર કદાચ હોઈ શકે પણ એના અંતરમાં એમાંના એકે ય પ્રત્યેની તીવ્ર મમતાના પાણી તો ન જ પેઠાં હોય. વેશ્યાના ઘરમાં ઘણા પુરુષો હોઈ શકે પરંતુ તેણીના અંતરમાં એકેય પ્રત્યે તીવ્ર મમત્વ ન જ હોય. સાચો ધર્માત્મા આવી વેશ્યા જેવો હોય. બહારથી પૂર્ણ = અંદરમાં શૂન્ય. આ છે શ્રાવકત્વનું સમીકરણ. મહોપાધ્યાયજીએ શાસ્ત્રવાર્તામાં કહ્યું છે ને કે ધર્માત્માઓ સંસાર સાગરમાં રહે પણ; પણ રમે તો નહિ જ. રાગદ્વેષના એ ખતરનાક પાણી સાથે છબછબીયાં કરવાનાં ચેડા તો ન જ કરે. “અલીનતા” પરમોધર્મઃ જીવનના સુખદ ભાગ્યોનાં તકલાદીપણાને જે સારી રીતે પિછાણી લે છે એ આત્મા ભગવાન પાસે જઈને ભાગ્યવાન બનવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી. એની તો એક જ યાચના હોય છે, “તારી કૃપાથી તું મને ભગવાન બનાવ.” ભગવાન બનવું એટલે વીતરાગ બનવું. વીતરાગતા પ્રગટ કરવા માટે શું કરવું? ઉ. – સમતા સિદ્ધ કરવી. Page #178 -------------------------------------------------------------------------- ________________ וד ૧૭૮ નહિ ઐસો જનમ બાર-બાર સમતા લાવવા માટે શું કરવું? ઉ. –દુ:ખોમાં અદીન બની રહેવાની કળા સિદ્ધ કરવી... જરા ય હાયવોય ન કરવી. પ્ર. એ અદીનતા શી રીતે આવે? ઉ – સુખની પળોમાં અલીનતા આવે તો જ એ અદીનતા આવે. સુખના રંગબેરંગી પરપોટાને પામીને જે આત્માઓ તેમાં લીન બની જાય છે તેઓ સુખમાં પાગલ બને છે, જીવો પ્રત્યેની કરુણાથી શૂન્ય બને છે, સદાચારથી ભ્રષ્ટ થાય છે અને પરમાત્માના અનંત ઉપકારો પ્રત્યે બેચેન બને છે. આવા આત્માઓને દુશ્કર્મના યોગે દુઃખ આવે ત્યારે તે દુઃખને પચાવી શકે જ નહિ. સુખની અલીનતા વિના દુઃખને પચાવવાની તાકાત ઉદ્ભવતી જ નથી. સુખને સહન ન કરી શકનાર, આત્મા દુઃખના દિવસોમાં તો ભયંક૨ ધમપછાડા કરવાનો જ. અને આવી સ્થિતિવાળાને સમતા ક્યાંથી આવે? અહીં વીતરાગતાની તો વાત જ ક્યાંથી કરવી? માત્ર વીતરાગ બનવાની ઈચ્છાથી વીતરાગી નહિ બનાય. તે માટે સુખો પ્રત્યે અલીન બનવું પડશે. પછી તો આપોઆપ આગળની સિદ્ધિઓ પ્રાપ્ત થશે. દુ:ખો પ્રત્યે અદીનતા; શત્રુ મિત્ર પ્રત્યે સમતા, અને છેવટે વીતરાગતા એની મેળે તમારા જીવન-આંગણે ચાલ્યા આવશે. વીતરાગતા પામવા માટે પ્રથમ તો સમતાને સિદ્ધ કરવી પડશે દેવાધિદેવ પરમાત્મા મહાવીરે ફરમાવ્યું કે માનવમાત્રનો ઉદ્દેશ એક જ હોવો ઘટેઃ વીતરાગ બનવાનો; સિવાય કોઈ નહિ. પણ વીતરાગ બનવું શી રીતે ? રાગ અને દ્વેષના તોફાનોને આત્માના તમામ પ્રદેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાની કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે ત્યાં એની સાધનાની તો શી વાત કરવી? પરમાત્મા કહે છે : વીતરાગ બનવા માટે સમતા ધારણ કરો. સ્થિતપ્રજ્ઞ બનો. ધૂળને માત્ર ધૂળ ન જુઓ; હીરામાણેકના ઢગલાને પણ ધૂળ જુઓ...; માન-અપમાન બેયને સમાન જુઓ.. જેટલી સમતા વિકાસ પામતી જશે તેટલી વીતરાગતા Page #179 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૭૯ આપોઆપ નજદીક આવતી જશે. પેલા ડોસા-ડોશીની વાત આવે છે ને? એક વાર બે ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. બે વચ્ચે સો વાર જેટલું અંતર હતું. આગળ માજી ચાલતા હતા. રસ્તામાં હીરાની ઢગલી પડી હતી. માજીએ તરત હીરાની ઢગલી ઉપર ધૂળ ફેરવી વાળી, અને તરત આગળ વધ્યા. આ બીના ડોસાના ધ્યાન બહાર ન રહી. તે સ્થાને આવીને તેમણે ધૂળ દૂર કરી ચકમકતા હીરો જોયા, અને મોટેથી હસી પડયા. પત્નીને પાછી બોલાવીને પૂછયું, “તેં આમ કેમ કર્યું?” ઉત્તરમાં માજીએ જણાવ્યું કે, “હીરા જોઈને તમારી મતિ બગડી જાય તો? એ ભયથી મેં ઢાકી દીધા!' ડોશાએ કહ્યું, “ઓ મૂર્ખ! હજી હીરાને તું હીરાના સ્વરૂપમાં જુએ છે! ધૂળ પણ ધૂળ છે, હીરા પણ ધૂળ જ છે. ધૂળ ઉપર તે ધૂળ નખાતી હશે?'' પોતાથી આગળ વધી ગયેલા પતિને પત્નીએ શિર નમાવી દીધું ! આ છે સમતાની આછીપાતળી ઝલક! કાયપાત કરતા ચિત્તપાત ભયાનક કાયા સંસારના પાપો કરે એ તો ખરાબ છે પણ એથી વધુ ખરાબ તો ચિત્ત એ સંસારમાં પલોટાય તે છે. સંસારમાં કાયાના પાત કરતા ચિત્તનો પાત ખૂબ જ જોખમી બની જાય છે. આથી જ સમ્યગુદૃષ્ટિ આત્માઓ કાયપાતી હોય તો ય ચિત્તપાતી તો ન જ હોય એમ આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરિજી મહારાજએ ફરમાવ્યું છે. “સંસારમાં રહેવું પડે તો પણ રમવું તો નહિ જ.” એવી મહોપાધ્યાયજીની વાણી પણ આ જ વાતને પુષ્ટ કરે છે. આવી સ્થિતિ સિદ્ધ કરવાનો એક જ ઉપાય છે; ચિત્તને પરમાત્મા ચરણોમાં મૂકી દેવું... અર્થાત્ ચિત્તમાં પરમાત્માને પધરાવી દેવા. જેના હૈયે પ્રભુ હશે એના હાથે પાપ થશે તો ય એ પાપો દૂબળા જ હશે; એમાં રસ તો નહિ જ પડે. આવા પાપોના બંધ ઝાઝું તોફાન કરી શકતા નથી. સંસારમાં ફસાઈ પડેલા ધર્માત્માઓએ પોતાની આટલી સ્થિતિ તો ટકાવી જ રાખવી જોઈએ. સંસારે કાયા પણ રહે અને ચિત્ત પણ રમે. એ કાંઈ ધર્મજનનું લક્ષણ નથી. એવા માણસોને ધર્મી ન જ કહેવાય. Page #180 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર સ્વદુષ્કૃતની ગર્હા, પરસુકૃતોની અનુમોદના અને અરિહંતાદિના શરણાં-કદી ચિત્તપાત થવા દેતા નથી. વાણીપાત, વીર્યપાત, ચિત્તપાત-ઉત્તરોત્તર વધુ ભયાનક ગણી ન શકાય? ૧૮૦ ખેલ બધા ખેલો, પણ ખ્યાલ ખોયા વિના સંસારમાં રહેવું એ જ પાપ છે. શક્ય હોય તો સંસારનો પરિત્યાગ કરીને દીક્ષા જ લેવી જોઈએ અને જિનાજ્ઞાપ્રતિબદ્ધ જીવન જીવીને આત્મકલ્યાણ જ કરી લેવું જોઈએ. એવા આત્મકલ્યાણમાં જ પ૨કલ્યાણ અને વિશ્વકલ્યાણ સમાયેલું છે. પણ આવા અનુપમ આદર્શને જે કમભાગી આત્મા સિદ્ધ ન કરી શકે એને આજીવિકાદિ ખાતર સંસારના અનેક ખેલ ખેલવા પડે છે.... બેશક, નાછૂટકે ! પણ ખેલ ખેલનારો માણસ જીવનનો ખ્યાલ તો ન જ ચૂકે એ ખૂબ ઈચ્છનીય છે. ભલે એ દુકાને જાય અને વેપાર કરે પણ એનું મન તો પરમકૃપાળું પરમાત્માના ખ્યાલમાં જ રમતું હોય. એ કદાચ લગ્ન પણ કરે પરંતુ પરલોકના તોફાનો એના ખ્યાલ બહાર તો ન જ રહે. એ ખાય, પીએ, ઊઠે, સુવે, બેસે.... બધું ય કરે પણ એનું મન એમાં કયાંય ન હોય. ‘મોક્ષ ચિત્ત’ ભવે તનુ' - એ આનું જ નામ. સુખનો રસ જીવનમાં મોળો નહિ પડે તો ખેલ બગડશે અને ખ્યાલ પણ મેલો થવા લાગશે. બગડેલો ખેલ હજી ચાલે, બગડતો ખ્યાલ તો ખૂબ ગંભીર બીના ગણાય. સંસારસ્થ ધર્માત્માઓએ પોતાના મનના ખ્યાલો તો જિનાજ્ઞાપ્રતિ બદ્ધ જ રાખવા જોઈએ. જૂઠો જમાનો કદાચ ખેલ બદલી શકે; પણ ખ્યાલ તો કોઈ પણ ભોગે બદલાઈ જવા દેવો ન જોઈએ. સારો ગૃહસ્થ તો ખૂબ સાવધાન હોય જ પ્રાયઃ સારા માણસો ગૃહસ્થ-જીવન જીવે નહિ. કદાચ એમને ગૃહસ્થજીવન જીવવું પડે તો એ સારા માણસો પૂરેપૂરા સાવધાન Page #181 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૮૧ તો હોય જ. એ સાવધાની વિના એમનું “સારાપણું ટકી શકે જ નહિ. જેમને પોતાનું સારાપણું ટકાવી રાખવું હોય એમણે દરેક પળે સાવધાન રહેવું જ પડે. શેનાથી સાવધાન રહેવાનું? બધાયથી. પૈસા, વેપાર, કુટુંબ-પરિવાર, શરીર... બધાયથી, સદેવ-સર્વ પળે સાવધાન રહેવાનું. ભલે એ બધી વસ્તુઓથી એનો સંસાર ચાલતો હોય પણ એમાં “સારા” બની રહેવા માટે તો બધાયથી સાવધાન રહેવું જ ઘટે. મદારી કેવો સાવધાન રહી સાપ સાથે રમત રમે છે? આજીવિકાનું સાધન સાપ છે એવું જાણીને જ એની સાથે રહે છે; પણ એનાથી સાવધ કેટલો હોય છે? મહાપુરુષોએ આ સંસારને પણ ઝેરી સાપ અગ્નિ વગેરે ઉપમાઓથી નવાજ્યો છે. એમાં જે સાવધાન રહે તે જ “સારો' બની રહે. બાકીના લોકોનું જીવન તો ઝેરમય, ઝાળમય બનીને બરબાદ થયા વિના રહી શકે જ નહિ. સંસારમાં રહેવું અને સાવધાન રહીને રમતો રમવી એ કેટલું કઠિન છે એ તો એવા સારા સંસારીઓ જ જાણી શકે. માલિક મટી મહેમાન બનો સર્વ દુઃખો અને સર્વપાપોનું મૂળ “મમતા' કહી છે. મમતા એટલે જ માલિકીનો દાવો. શું તમે તમારા ઘરના, ધનના, સ્ત્રીના, પુત્રાદિ પરિવારના માલિક છો? ના જરાય નહિ. તમારામાં માલિકનું લક્ષણ જ નથી પછી તમે માલિક બની શકો જ નહિ. આમ છતાં જો માલિકીનો દાવો કરવા જશો તો આ ભવમાં અને ભવોભવમાં માર ખાવાની તૈયારી રાખવી પડશે. હકીકતમાં તમે મહેમાન છો. મહેમાનપણાનું લક્ષણ જ તમારામાં બરોબર ઘટી જાય છે. માલિક કોને કહેવાય? જે કાયમ માટે અમુક વસ્તુનું સ્વામિત્વ ધરાવવાનો Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ નહિ એસો જનમ બાર-બાર હોય તેને. મહેમાન કોને કહેવાય? જેનું અસ્તિત્વ કામચલાઉ હોય. આપણે કોણ? માલિક તો નહિ જ; કેમકે કાયમ ખાતે આપણે આ દુનિયામાં રહેવાનું જ નથી. આપણે બેશક મહેમાન; કેમકે આપણું અસ્તિત્વ કામચલાઉ છે. જે ક્યાંકથી આવેલ હોય અને પછી ક્યાંક ચાલ્યો જવાનો હોય તે મહેમાન કહેવાય. આપણેય એવા જ નથી શું? ભમતા ભમતા કયાંકથી આપણે આવ્યા છીએ અને અહીં બધું મૂકી દઈને ક્યાંક જરૂર જવાના છીએ. આ સત્યને સ્વીકારી લઈને પચાવી નાખીએ અને જો સાચા અર્થમાં મહેમાન બની જઈએ તો, મને તો લાગે છે કે બહુ શાંતિનું જીવન મળી જાય અને ખૂબ મોજનું મરણ મળી જાય. આ બેય સિદ્ધિઓ મોટા કરોડપતિઓને પણ દુર્લભ બની ગઈ છે. સીધી જ વાત છે ને? કોઈ મહેમાન તમારે ત્યાં આવે ત્યારે તમારા સુખોના માલિક થયા વિના અનાસક્તિ સાથે બધા ભાગ પડાવે; આસાનીથી એ સુખને છોડી દેતાં એને પળની પણ વાર ન લાગે. અને જો તમારા ઘરમાં કોઈ દુઃખ આવ્યું તો તેમાંય તેને કશાય ઝાઝી લેવા દેવા નહિ. અંતરથી એ નિરાળો જ હોય. માલિકને હાયવોયનો પાર ન હોય; મહેમાનને હાયવોયનું નામ ન હોય. આમ સુખમાં અલીન અને દુઃખમાં અદીન બનનારાને તો જીવનમાં કેટલી શાંતિ મળે? પુષ્કળ પાપો ઘટી જતાં મરણમાં કેવી સમાધિ મળે? પછી સદ્ગતિ અંતે મુક્તિ ક્યાંથી છેટી રહે? બોલો, મંજુર છે મારી વાત? તો આજે જ ઘરમાં બધાને ભેગા કરીને કહી દો કે, “આજથી હું તમારો માલિક મટીને મહેમાન બન્યો છું. તમે સહુ તેવા બની જજો. રાગવિજેતાના સેવકની ખુમારી જેના ભગવાન રાગ-દ્વેષના વિજેતા હોય એની પોતાની સ્થિતિ શું હોય? શું રાગાદિમાં એ ખૂબ પ્રેમ સાથે રગદોળાતો હોય? શું રાગાદિને એ સારા માનતો હોય? “રાગ કર્યા વિના તે જિવાય જ નહિ,’ ‘ષ વિના આ દુનિયામાં ચાલે જ નહિ' એવા અધમ કક્ષાના અભિપ્રાયોનો એ સ્વામી હોય ખરો? - જેના, ભગવાન વિજેતા બન્યા તેનો એ ગુલામ બને! તો પછી રાગવિજેતાનો એ સેવક શેનો કહેવાય? Page #183 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૮૩ ભગવદ્ભક્તની માનસિક સ્થિતિ અવશ્ય નિરાળી હોય. બેશક, કદાચ કાયિક વ્યવહારમાં એ “સારો ન પણ હોય તેવું બની જાય બાકી રાગવિજેતાના સેવકપણાના કારણે એનામાં “કાંઈક' તો વિશેષતા અવશ્ય હોય. વીતરાગનો સેવક બંગલા બનાવીને તેમાં રહે પણ ખરો; છતાં એ સહુને કહેતો ફરે કે હું બંગલામાં જરા ય પાગલ નથી. કેમકે મને ખબર છે કે એક દિવસ આ જ બંગલામાંથી મારી ઠાઠડી નીકળવાની છે. મારે સ્ત્રી ખરી પણ હું તેમાં મોહાંધ નથી; મારે છોકરાં છે પણ હું તેમાં પાગલ નથી; લાખો રૂપિયા મારી પાસે છતાં હું ધનલમ્મટ નથી. મારા ભગવાને મને કહ્યું છે કે, “આ બધું વિનાશી છે; “તું” અવિનાશી છે. વિનાશીના રાગ કરીશ તો અવિનાશી નાહકનો માર્યો જાશે.” ૩ આમ રાગવિજેતાનો સેવક જાગતો તો હોય જ. એ સેવકપણાની ખુમારીથી એના જીવનમાં ઘણા પાપોના પ્રવેશ અટકાવી દેતો હોય. વીતરાગતા તો આજે નથી, પણ વીતરાગનું સેવકપણું તો આજે ય છે ને? એ ય ક્યાં કોઈને પરવડે છે? સમ્યગ જ્ઞાનનું ફળ : ચિત્તશાંતિ તમારા મોં ઉપર શાંતિ કેમ નથી? ભગવાન અરિહંતના ભક્ત થયા પછી પણ તમને જીવનમાં શાંતિ ય પ્રાપ્ત થઈ નથી? તમારા મુખ ઉપર અશાંતિના ઘેરા વાદળ સદેવ ઘેરાયેલા કેમ દેખાય છે? સદાય તમે ઉદાસ કેમ? આ તે કેવી કમનસીબી? અરિહંતનો કહેવાતો ભક્ત આ જીવનમાં પણ અશાંત, પરલોકમાં ય સુખ ભ્રષ્ટ! મુક્તિની તો વાત જ ક્યાં રહી? હવે શાંતિ તો પામો! તમારી સંપત્તિ વગેરે સામગ્રીઓ જ તમારા માટે આગઝાળ રૂપ બની રહી છે છતાં એની વચ્ચે રહીને પણ તમે ઠંડક પામી શકશો. આવી સદ્ધર મસ્તાનીઅત પામવી હોય તો આટલું જ જ્ઞાન જીવનમાં પચાવી દો કે સુખમાં કદી લીન થવું નહિ અને દુઃખમાં કદી દીન બની જવું નહિ. એ છાંયડા-તડકામાં સદેવ મસ્તાન રહેવું. નાટ્યમંડળ ઉપર આવીને મહારાજા ભર્તુહરિનો પાઠ ભજવનાર નટ છેવટે તો દોઢસો રૂપિયાનો પગારદાર નોકર જ છે ને? એ વાતનું એને સંપૂર્ણ ભાન છે માટે જ તો જ્યારે એ મહામૂલા મુગટ વગેરે પથ્યમાં જઈને ઉતારી નાખે છે ત્યારે જરા ય રડતો નથી. અરે! પ્રેક્ષકોએ પીધેલી સીગારેટના ટૂંઠા ઊંચકીને ભારે સમાધિ (!) Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નહિ એસો જનમ બાર-બાર સાથે પીતો જોવા મળે છે. કેવી સ્થિતપ્રજ્ઞતા! સુખ પ્રત્યેની કેવી અલીનતા! તમે સમગ્ર જીવન આ નટરાજની મસ્ત અદાથી જીવતા થઈ જાઓ. બુદ્ધિ ભ્રષ્ટ થવાનું કારણ સ્મૃતિનાશ માણસની બુદ્ધિ બગડે ક્યારે? એવી કઈ પળો પાપી બની જતી હશે જેમાં બુદ્ધિને ખરાબ સૂઝે; જીવન ખરાબ બનવાની ભૂમિકા તૈયાર થાય? આ રહ્યો જવાબ : સ્મૃતિનો જ્યારે નાશ થાય ત્યારે તે પળોમાં બુદ્ધિ બગડે; ભ્રષ્ટ થાય; જીવનને એબ લગાડવાની ભૂમિકા તૈયાર થાય. સ્મૃતિ એટલે સ્મરણ. સ્મરણ આત્માનું. હું કોણ છું તેનું સાચું ભાન... જૂઠા ભાનનું વિસ્મરણ. હું ડૉક્ટર નથી; વકિલ નથી; શેઠ નથી; દીકરાનો બાપ નથી; સ્ત્રીનો પતિ નથી; દર્દી નથી; ભિખારી નથી. હું તો સત્, ચિત્ત અને આનંદ સ્વરૂપ આત્મા છું. હું જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય છું. જે પળોમાં હું કોણ ? ના સાચા ભાનનું વિસ્મરણ થઈ જાય એ પળોમાં જ બુદ્ધિ બગડે; ભ્રષ્ટ થાય. જીવન ખરાબ થાય. અફસોસ! જગતને જાણનારાઓ “હું” ને જ જાણતા નથી! દુનિયાની વાતો કરનારાની પોતાના ઘરમાંથી જ હકાલપટ્ટી થઈ છે. એણે પોતાના ઘરમાં ઈર્ષ્યા, અતૃપ્તિ, ક્રોધ, કામના, લોભ, મોહ વગેરે એટલા બધા નોકરોની ભરતી કર્યે જ રાખી છે કે એ બધા નોકરોએ ભેગા મળીને એ બિચારા શેઠને જ ઘરમાંથી કાઢી મૂક્યો છે! રાવણ જેવા મહાત્માના પણ જીવનમાં જે ભયાનક વિનિપાત જોવા મળે છે તે “હું” ના વિસ્તરણનો જ પ્રત્યાઘાત છે. જે પળોમાં “હું' ભુલાયો તે પળોમાં જ બુદ્ધિમાં નાનો કે મોટો બગાડ ઉત્પન્ન થઈ જાય. ગીતાજીમાં પણ આ વાત કહી છે. ઋતુર્નાશાત્ બુદ્ધિનાશઃ” Page #185 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૮૫ સ્નેહરાગ તમારો ખરો કે જંબુકુમારનો તમને તમારા સ્વજનો ઉ૫૨; મિત્રો ઉપરઃ ગ્રાહકો ઉપર કેવો સ્નેહ? સ્વાર્થભાવની બદબૂ વિનાનો જ ને ? કે એ બદબૂથી ગંધાઈ ઊઠેલો ? તમારી નીકટમાં નીકટ ગણાતા સ્નેહીઓમાં ભાઈ, પિતા, પત્ની મિત્ર વગેરે ગણાય. શું પૈસા ખાતર સગા ભાઈ સાથે ય તમે લડી પડતા નથી? એ વખતે પૈસો જવા દો કે ભાઈને જવા દો! પત્નીના પ્રેમ ખાતર માતપિતાને ધક્કો મારતા તમને વાર લાગે ખરી? કોઈ કારણે ચકમક ઝરે તો પત્નીને પણ ધક્કો મારીને કાઢી મૂકતાં તમને પળનો ય વિલંબ થાય ખરો ? મિત્ર સાથે પણ કપટ રમતાં; ગ્રાહકને પણ છેતરી દેતા તમારા હૈયાને જરાય થડકારો થાય ખરો ? ભલા... આ તે કેવો સ્નેહરાગ! આને સ્નેહભાવ ન કહેવાય પરંતુ એના ઓઠા નીચે પોષાતો ઘાતકી સ્વાર્થભાવ જ કહેવાય. સ્નેહરાગ તો ભલા! જંબૂકુમારનો. લગ્નની પહેલી જ રાત. આઠે ય કન્યાઓ પતિને રાગમાં પલોટવાના પ્રયત્નમાં કમર કસે છે અને પતિ એ આઠેયને વિરાગી બનાવવા કટિબદ્ધ બન્યા છે. દરેક કન્યા સાથે જંબૂકુમારે વાર્તાલાપ શરૂ કર્યો. છેવટે કવિતાના ધ્રુવપદ રૂપે દરેકને એક જ વાત કરી : “તું મને જરા ય ગમતી નથી; હવે તું કહે કે હું તને ગમું છું ખરો કે નહિ ?’’ : જંબૂકુમાર જો સ્ત્રીઓને ગમી જાય તો તરત જ જંબૂકુમાર જણાવવા માંગતા હતા કે, ‘“તો પછી મારી વાત માનો; આપણે સહુ આવતી કાલે સવારે સ્વાર્થભર્યા આ સંસારનો ત્યાગ કરીએ. ખરેખર... એમ જ થયું. ચોરી કરવા આવેલા પ્રભવાદિ ૫૦૦ ચોર અને નવેયના માતપિતા-કુલ ૫૨૭ની દીક્ષાનો ભવ્ય વરઘોડો નીકળ્યો. સાચો સ્નેહભાવ તો આનું નામ? જ્યાં પરના કલ્યાણની એકમાત્ર પરાર્થવૃત્તિ જ ઝૂમી રહી હોય. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નહિ એસો જનમ બાર-બાર તમને સૌથી વહાલી ચીજ! જીવ પણ નહિ જ કદાચ તમને જ ખબર નહિ હોય કે તમને સૌથી વહાલી વસ્તુ કઈ છે? કહો જોઉં, પૈસો વહાલો છે? ના.... દીકરો સખત માંદો પડે તો પાણીની જેમ પૈસો વાપરી નાખો કે નહિ? તો શું દીકરો વહાલો છે? ના... ધારો કે તમારા પત્નીને પ્રસૂતિગૃહમાં દાખલ કર્યા છે. ડૉક્ટર કહે છે કે કાં બેન નહિ; કાં બાળક નહિ.. તમે શું કરો ? બાળકને જવા જ દો ને? પત્નીને બચાવી લેવાની જ વાત કરોને? તો શું પત્ની ઉપર તમને અગાધ પ્રેમ છે? રામ.. રામ... કરો. આગ લાગી હોય તો એને ય પડતી મૂકીને તમે નાસી જાઓ એવું ય બને ને? જીવતા હોઈશું તો કાલે બીજી લાવશું !” એવા મનઃસમાધાનથી. ભલે... તો શું તમારા દેહ ઉપર તમને અતિરાગ છે? ના...રે..ના... એ વાતમાં ય શા માલ છે? પગના અંગુઠામાં સેપ્ટીક થાય અને ડૉક્ટર કહે કે, પગ કપાવી નાખવો પડશે, નહિ તો આખા શરીરમાં સેપ્ટીક ફેલાતા મોતને ભેટવું પડશે તો પગ પણ કપાવી નાંખોને? કેવો જીવ વહાલો છે? કિંતુ જીવ પણ ક્યાં વહાલો છે? એ જો ખરેખર વહાલો બની જાય તો અમારે બીજો કોઈ ઉપદેશ પણ આપવાનો રહેતો નથી. જીવને ચાહતા આવડી જાય તો મોક્ષ હાથવેંતમાં છે. જો ખરેખર તમને જીવ વહાલો હોય તો મને જવાબ આપો કે સિનેમા જોવાથી; અનીતિ કરવાથી; ઈટલી ઢોસા ખાવાથી, વહાલો તમારો જીવ દુર્ગતિના દુઃખોને હવાલે થઈ જવાનો છે.બોલો હવે વહાલા જીવ ખાતર તમે સિનેમા વગેરે છોડી દેશો? જો ના.. જો તે ત્યાગમાં આનાકાની... તો એ વાત નક્કી થઈ ગઈ કે તમને ભોગસુખનો રાગ જ વહાલો છે. એ ખાતર જીવ જહન્નમમાં જાય તો તેની ય ચિંતા નથી. Page #187 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૮૭ સુખની સાથે જ ભોગરસિકને મળતી ત્રાસમય ચીજો તમે બરફી લેવા માટે બજારમાં જાઓ અને બરફી લઈ આવો ત્યારે શું માત્ર બરફી લાવો છો? શું બરફીની સાથે જ તેનો રંગ; તેનું વજન અને તેનો આકાર પણ તમે લાવતા નથી? પેટ ભરવા માટે આ ત્રણ ચીજોની તમારે જરૂર ખરી? જો ના. તો બરફી ખરીદતી વખતે વેપારીને કહો કે, “મને માત્ર બરફી આપ; મારે તેના રંગ, વજન અને આકારની લગીરે જરૂર નથી.” શું આ વાત સંભવિત છે? નહિ જ ને?... બરોબર આવું જ બને છે; ભોગરસિક આત્માના સુખની બાબતમાં. એ સુખ (સુખાનુભૂતિ) એના અંતરમાં એકલું આવતું જ નથી. એની સાથે સાથે જ ઈર્ષા, અતૃપ્તિ અને ક્ષોભભાવને (ક્રોધને) એ લઈને જ આવે છે. - હવે તમે જ કહો જોઉં કે બરફીના આકાર જેવી તદ્દન નકામી ચીજો-રે? જીવનને બરબાદ કરી નાંખતી ચીજો જો સુખાનુભૂતિ સાથે અવશ્ય પ્રવેશ પામતી હોય તો એ સુખાનુભૂતિનો જ પરિત્યાગ કરી દેવાનું ઉચિત નથી શું? ભોગરસિક આત્મા સુખાનુભૂતિમાં અતૃપ્ત થાય તો કેટલા અનાચાર સેવે? ઈર્ષાળુ બને તો કયા સુજનના ગુણોનો અનુરાગી બને? પ્રશંસક બને? ક્રોધાન્ય બને તો એના જીવનમાં કેટલા કલેશ, કજિયાની હોળીઓ સળગે? શું કરવાના એ કરોડો રૂપિયાને કે એ રૂપસુંદરીઓના સહચારને? જો એની સાથે જ આકાર, રંગ અને વજન જેવા ઈર્ષા, અતૃપ્તિ અને ક્ષોભના પાપો જીવનમાં પ્રવેશી જતા હોય તો? કાં ભાંગરસિકતાને સંપુર્ણતઃ ખતમ કરો; કાં ભોગસામગ્રીનો સહચાર ત્યાગી તો તોય કાંઈક બચાશે. ઓ ભાઈઓ! અમને ભોળા ન સમજતા સદ્ગુરુની કૃપાને પામેલા; શાસ્ત્રનો બોધ જીવનસાત્ કરતા નિર્ઝન્થ ગુરુવર્ગની તો શી વાત કરવી? એવા સદ્ગુરુઓને તો આપણા કોટિ કોટિ વંદન. ભલેને યૌવનના ઊંબરે પગ મૂકી ચૂકયા હોય; તો ય... તો ય..... એમને કાંઈ ન Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નહિ એસો જનમ બાર-બાર થાય. ગુરુકૃપાનું કવચ પહેરનારને વળી લલનાના કામ-કટાક્ષોના તીર તે કાંઈ વાંધી શકતા હશે? શાસ્ત્રના બોધને પામેલા મહાત્માઓ આ જગતનું કદી અધૂરું જ્ઞાન કરતા હશે? સ્ત્રીના દેહ તરફ એમની નજર પ્રાયઃ પડે જ નહિ; પરંતુ કદાચ અકસ્માતુ નજરે પડી જાય તો ય શું? તે નારી તેમની ઉપર કોઈ કામણ કરી શકે નહિ. પુરુષમાત્રને નચાવતી નારી આ મહાત્માના રૂંવાડે ય કંપ ઊભો ન કરી શકે. મોટા મલ્લોને હરાવતી નાર દૂબળા-પાતળા મહાત્મા પાસે તો બિચારી” છે. છ ખંડની ધરતીને ધ્રુજાવતા ચક્રવર્તી રાજાઓને રમાડતી નારને, સાડા ત્રણ હાથની ધરતીનું ય સ્વામિત્વ નહિ ધરાવતા અકિંચન મુનિવરની શરણાગતિ સ્વીકારવી જ પડે છે. શાથી વારું? શું હશે એનું રહસ્ય? આ રહ્યું છે રહસ્ય. શાસ્ત્રોના બોધથી એ મુનિઓનું મન અને એમના નયન બે ય નારીના રૂપવાન દેહને કદાચિત્ જોતાંની સાથે જ તેમાં ભરેલા લોહી માંસના લોચાંને ય જોઈ લેવાને ટેવાઈ ગયા હોય છે. અણીઆળાં નાકના દર્શનની સાથે જ એમાં ભરાયેલાં શ્લેષ્મનું દર્શન થઈને જ રહે છે. આવી બધી બાબતમાં પૂર્ણદર્શન થતા ભોગની વિપાક કટ્ર દુર્ગતિઓ પણ એ સૌંદર્ય જોતાં જ દેખાઈ જાય છે. હવે શું આકર્ષાય આ પૂર્ણજ્ઞાનીઓ નારી તરફ કે કેરી તરફ? બધાં બારણાં બંધ કરો; સિનેમા ટોકીઝની જેમ સિનેમાનાં પડદા ઉપરના દૃશ્યોને જોતી વખતે પ્રેક્ષકો કેવા એકાકાર થઈ જતા હોય છે? પ્રત્યેક દશ્યનો પ્રત્યેક ભાવ હૈયામાં કેવો સોંસરો ઊતરી જતો હોય છે? પણ એનાં કારણો જાણો છો? પહેલું : બધાં બારણાં બંધ કરી દેવામાં આવે છે. બીજું : બધી આવ-જા ઉપર પ્રતિબંધ મુકાય છે. ત્રીજું : પ્રકાશને વિદાય આપવા દ્વારા બધી ઈન્દ્રિયોનો પ્રસાર અટકાવી દેવામાં આવે છે. હવે ક્યાંય કશું દેખાય જ નહિ; કોઈ કશું બોલે જ નહિ; પછી આખુંય મન પડદા ઉપર કેન્દ્રિત થઈ જ જાય ને? વળી એ પડદા ઉપર અત્યંત આકર્ષક દૃશ્યો જ દેખાડાતા હોય છે. પછી એકાકાર Page #189 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૮૯ થવામાં કઈ કમીના રહે? આ જ વાત ધર્મક્રિયાઓમાં લગાડાય તો? જેની જેની સાથે મનનો તાર જોડાયો હોય તે બધાયની સાથેના “કનેકશન' કાપી નાખો. આંખો બંધ કરો; તદ્દન નિરવ સ્થાને બેસો. અત્યંત ભાવપૂર્વક; ભારે ઉલ્લાસ સાથે અનુપમ પ્રકાશ વેરતા પરમાત્માનું દર્શન કરો. પછી જુઓ કેવી અનિવાર્ય મજા આવે છે તે. કરવું કાંઈ નહિ; અને માત્ર ફરીયાદો જ કરવી; જેટલા સાધુ મળે તે બધાયની પાસે... એનો અર્થ શો? એ તો કુટેવ પડી કહેવાય. ખરી વાત તો એ છે કે ધર્મકાર્યોમાં બેસતી વખતે વિચારોની થતી પજવણી તદ્દન બંધ કરી દેવી હોય તો જરૂરિયાતોને એકદમ ઘટાડી નાંખવી જોઈએ. અને જે તે સંબંધો કાપી નાખવા જોઈએ. ૧૦૦ રૂપિયાની કમાણીવાળાએ ૮૦ રૂ. માં જ ચલાવતા શીખી જવું જોઈએ. આથી મન ઉપર કોઈ ચિંતા નહિ રહે. પછી ભારે એકાગ્રતાથી ધર્મક્રિયાઓ થઈ શકશે. Page #190 -------------------------------------------------------------------------- ________________ _/ (૨) મુમુક્ષુને માર્ગદર્શન Page #191 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૯૧ બંધારણ પ્રમાણે ન વર્તનારા સામે શિસ્તબંઘના પગલાં કેમ નહિ? દરેક સંસ્થાને પોતાનું બંધારણ હોય છે. સંસ્થામાં જોડાનાર વ્યક્તિએ ફરજીઆતપણે તે બંધારણની પ્રત્યેક કલમનું પાલન કરવાનું અનિવાર્ય હોય છે. જો પાલન કરવામાં ન આવે તો તેની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવે છે. જૈનશાસન એ પણ વિશ્વકલ્યાણકર એક સંસ્થા છે. ત્રિકાળજ્ઞાની તીર્થંક૨ ભગવંતોએ એની નિયમાવલિ ઘડી આપી છે. ચતુર્વિધ સંઘ તે નિયમાવલિ મુજબ જ તે સંસ્થાનું સંચાલન કરી શકે છે. આમાં બહુમતિ કે સર્વાનુમતિ પણ ચાલી ન શકે એવી ખૂબ સ્પષ્ટ આજ્ઞા એ નિયમાવલિમાં છે. હવે જો કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાં બંધારણનું ઉલ્લંઘન કરે તો તેની સામે પગલાં કેમ ન લેવા? આજે તો વૈદિક-ધર્મને પાળતા લોકોના સંન્યાસાશ્રમના પ્રતીકરૂપ ભગવાનનું પરિધાન થવા લાગ્યું; એ લોકો પોતાને સંન્યાસી તરીકે કહેવડાવવા લાગ્યા; ન યમનિયમનું પાલન; ન તપ-જપ... એક જ વાત.. કે, “બધું પુરી સભાનતાથી કરો... દારૂ પણ પીવાનો વાંધો નથી.’' શું આ સંન્યાસ સંસ્થાં - સામેનો ઉઘાડો બળવો નથી? તો શા માટે તેની સામે પગલાં ન લેવા જોઈએ? જૈન સાધુ તરીકેનું જીવન ન પાળે તેને તે સંસ્થામાં કે તેના વેષમાં રહેવા જ કેમ દેવાય? શાસક કોંગ્રેસનો સભ્ય સામ્યવાદી ઢાંચાના ભાષણો કરે તો શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહિ! ભાણા લવાના ઘીનો માર્કો તેની જ એજન્સી પાસે રહી શકે. બીજો કોઈ તેનો ઉપયોગ કરે તો દંડને પાત્ર થાય કે નહિ? રે! ભળતા માર્કનો ઉપયોગ કરનાર પણ દંડપાત્ર ગણાય છે. તો પછી જૈન કે વૈદિક ધર્મોની નિયમાવલિને ન પાળતાં લોકોને તેના પ્રતીકરૂપ વેષને અપનાવવાનો શો અધિકાર છે? એ નવું ગમે તે કરે... પણ પ્રાચીનના નામે નવું કશું થઈ ન શકે. એ તો જેની લાઠી એની ભેંસ હમણાં જ સાંભળ્યું કે રશિયા સાથે ૨૦ વર્ષના સંધિકરાર થયા. એ જે હોય તે ખરું. પણ એને અનુલક્ષીને રાજકર્તાઓએ જે જાહેર કર્યું છે તેમાંથી આપણે ઘણું Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નહિ એસો જનમ બાર-બાર વિચારવાનું છે. એમણે કહ્યું, “જે દેશ પોતે બળવાન હશે એની વાતને બધા મહત્ત્વ આપશે જ; અને દરેક વાતમાં બીજાઓને પૂછતાં જવું પડશે.” આપણે નિર્માલ્ય બન્યા છીએ માટે જ કેટલાંક બડેખાંઓ આપણા જિનશાસનના ખેતરનું ભેલાણ કરી જાય છે ને? મનસ્વીપણે કેટલીક બાબતો આપણી ઉપર ઠોકી બેસાડે છે ને? જો આપણે મજબૂત થઈ જઈએ તો? એ તો જેની લાઠી એની ભેંસ. લાગવગ અને લાંચરુશવતના ઉન્માર્ગે આપણે શા માટે જવું? મર્દ છીએ તો મર્દાનગીના પ્રયોગો જ કેમ ન અપનાવવા? જો આપણું સંઘબળ મજબૂત થઈ જશે તો કોઈની તાકાત નથી કે આંખની ભમ્મર પણ આપણી સામે કોઈ ઊંચી કરી શકે. ભારતવ્યાપી સંઘબળ કદાચ ન પણ ઊભું થાય. તો ય હતાશ થયા વિના સંઘની મર્યાદામાં રહીને; વડીલોના આશીર્વાદ પામીને; શાસ્ત્રાજ્ઞાને વફાદાર રહીને સંઘના પેટાબળો સ્વરૂપ ગામ ગામના સંઘોને તો સાબદા કરી દેવા જ રહ્યા. “જો કરવું તો પૂરું કરવું નહિ તો કાંઈ જ ન કરવું.” એ નીતિ સારી નથી. “જેટલું થાય એટલું તો જરૂર મજબૂત કરતા જ જવું.” એ નીતિ અપનાવવી જરૂરી લાગે છે. જવ. શાસન કટોકટીમાં છે; રાબેતા મુજબનું જીવન બંધ કરો રાષ્ટ્ર ઉપર જ્યારે સરકાર કટોકટી જાહેર કરે છે ત્યારે રાબેતા મુજબની કેટલીય પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવે છે. શું એમ નથી લાગતું કે જિનશાસનની ચારે બાજુ ભીંસ દેવાઈ ચૂકી છે? શું એમ નથી લાગતું કે ઘરઘરમાં ભોગશાસન પ્રવેશી ચૂક્યું છે? અને એણે જિનશાસનને ખૂબ સખત ધક્કો મારી દીધો છે? આવી ભયાનક સ્થિતિમાં કટોકટી જાહેર કરવી જોઈએ કે નહિ? જો કટોકટી આપમેળે જાહેર થઈ જતી હોય અથવા પ્રત્યેક શાસનપ્રેમીને એ વાત આપમેળે સમજાઈ જતી હોય તો શાસન પ્રેમીએ અલબત્ત પોતાના ઘરમાંથી ભોગશાસનને દૂર કરી જ દેવું જોઈએ. શાસનની રક્ષા કાજે સ્વસુખને સર્વથા ગૌણ કરી દેવું જોઈએ. કટોકટી એટલે કટોકટી. ગંભીરતા ખૂબ જ ઘેરી બની છે. એની અવગણના શાસનપ્રેમીથી થઈ શકે જ નહિ. કેટલી દુઃખની વાત છે કે આવા સમયમાં પણ કેટલાક આત્માઓને શાસન Page #193 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૯૩ ઉપર કોઈ આફતનો પડછાયો પણ જણાતો નથી! આવા આત્માઓને શે સાચી વાત સમજાવવી એ જ સમજાતું નથી! લૂંટારું કરતાં ઊંઘતો સિપાઈ વધુ ગુનેગાર નથી? એક શેઠના મકાનમાં લૂંટારુંઓની ટોળકી ધાડ પાડે છે. શેઠનો સિપાઈ એ જ વખતે આરામથી ઊંઘ ખેંચી રહ્યો છે. લૂંટ ચલાવીને લૂંટારુંઓ ચાલ્યા જાય છે. ખરો ગુનેગાર કોણ? લૂંટારુ કે સિપાઈ? લૂંટારુનો તો લૂંટ ચલાવવાનો ધંધો જ હતો. બેશક ખરાબ ધંધો : વખોડી નાંખવા લાયક ધંધો ! પરંતુ સિપાઈની ફરજ શું હતી? શું તે આ રીતે ઊંઘી શકે ખરો? એ ન ઊંધ્યો હોત લૂંટારુંઓ પોતાનું ધાર્યું કરી શકત ખરા? છેવટે સિપાઈની બૂમરાણથી પણ એમની કારવાહીને ધક્કો તો પહોંચત જ ને? આ બધી ઉપેક્ષા કરનાર સિપાઈને જ હું તો વધુ ગુનેગાર કહેવા માગું છું. વર્તમાન જમાનાવાદીઓની ટોળકીએ ધર્મક્ષેત્રની તિજોરી ઉપર લૂંટ ચલાવી છે. આ વખતે સિપાઈશા સાધુઓ ઊંઘતા જ રહે કે ઉપેક્ષા કરે તો કેમ ચાલે? એક સાથે બધા ય હોકારા, જાકારા અને દેકારા દેવા માંડે તો જમનાવાદીઓની ખુન્નસભરી ટોળકી ઊભી પણ ન રહી શકે. નાહકનો એ ટોળકીને સાધુઓ એકાંતે કાં દોષ દે? આપણે જ સાબદા બનીએ; સાવધાન થઈ જઈએ; એ ટોળકીની લૂંટ ચલાવવાની લોભામણી રીતરસમોના પૂરા માહિતગાર બનીને સ્વસ્થ થઈ જઈએ; ક્યાંય કોઈની લોભામણી વાતોમાં ન ફસાઈએ. અને પછી જો એની સામે સિંહનાદ શો પડકાર કરીએ તો એ નમાલા બિચારાઓની તાકાત કેટલી? દેખાવના લઠ્ઠબાજ ક્યાં સુધી ઉંચાનીચા થઈ શકશે? સુધર્માત્મા અને પાપાત્માની બે ભયાનક ગ્રંથિઓ અહંતાગ્રંથિ અને લઘુતાગ્રંથિ - બેય ખરાબઃ બે ય ખતરનાક. “હું કાંઈક છું કે હું સર્વસ્વ છું.” એ અહંતાગ્રંથિનું મૂર્તસ્વરૂપ છે. “હું કાંઈ જ નથી; હું શૂન્ય છું.” એ લઘુતાગ્રંથિનું મૂર્તસ્વરૂપ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ וד નહિ ઐસો જનમ બાર-બાર સામાન્ય રીતે એવું દેખાય છે કે આ બેય ગ્રંથિઓના છેડા ખૂબ જ ઘાતકી છે. માણસ અહંતામાં ફસાય તો ય મર્યો; સાવ લઘુતામાં જાય તો ય મર્યો. ધર્માત્માઓના જીવનમાં મૈત્રી, પ્રેમ, દયા, શાસ્ત્રચુસ્તતા તથા જિનપૂજા આદિ અનુષ્ઠાનધર્મોની જો સુવાસ ન જણાતી હોય તો એ એ ધર્માત્માઓ તો સુગંધ વિનાના સૂરજમુખી જેવા-માત્ર દેખાવડા જ કહેવાય ને? સુવાસના આ અતિમહત્ત્વના પ્રસારનું ગળું પીસી નાખે છે; અહંતાગ્રંથિ. ૧૯૪ આ જ રીતે પાપાત્માઓના જીવનને હતાશ, નિરાશ અને તદ્દન નિર્માલ્ય બનાવે છે; લઘુતાગ્રંથિની પીડા. “હાય! મેં કેવા પાપ કર્યા? બસ. હવે હું જીવન ખોઈ બેઠો.’’ આવા એકાંગી વિચારો લઘુતાગ્રંથિની પીડાની નીપજ છે. જો પાપાત્માના જીવનમાં પણ જિનશાસને પામ્યાની ખુમારી આવી જાય; “હું જિનશાસનને પામ્યો છું માટે હજી જીવન સુધારી લેવાની બાજી હાથમાં છે.’' એવી ખુમારી પ્રગટ થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. પણ અફસોસ! લઘુતાગ્રંથિની પીડા જ આ ખુમારીની ખુવારી કરી નાંખે છે. એક જ ઈચ્છા છે કે ધર્માત્માઓ સર્વત્ર ધર્મની સુવાસ ફેલાવે; અને પાપના રવાડે ચડેલા આત્માઓ ખુમારીથી ફરી પોતાનું જીવન ગુલાબ મઘમઘતું કરી મૂકે. સાંભળો : સમજો : પામો સંસારના સુખોની સામગ્રીના રાગનો હૃદયથી તિરસ્કાર કરવા સાથે એ સામગ્રીનો પરિત્યાગ જેણે કર્યો તે જીવનમાં ધર્મ પામ્યો કહેવાય. એનું જ નામ જીવનપરિવર્તન. પરંતુ આ ‘પામવું’ જ ખૂબ મુશ્કેલ છે. સુખ-દુઃખ; પુણ્ય પાપ અને ધર્માધર્મના તત્ત્વોની સાચી સમજણ વિના સાચું જીવનપરિવર્તન ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ ‘પામવા’ માટેની ભૂમિકા તૈયાર કરવા માટે, ‘સમજવુ’ પડશે. સમજાય એટલે હૃદયપરિવર્તન થયું કહેવાય. એ પછી જીવન પરિવર્તન થતાં ઝાઝો સમય લાગતો નથી. પણ સમજવું શી રીતે ? સાંભળ્યા વિના સમજાવવું પણ મુશ્કેલ છે. ધર્મગ્રંથો વાંચવા માત્રથી તત્વો સમજાતા નથી. એ તો સદ્ગુરુની પાસે સાંભળવા જ રહ્યા. Page #195 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૧૯૫ સાંભળ્યા વિના સમજાય નહિ; સમજાયા વિના પમાય નહિ; પામ્યા વિના ભવફેરા કદી મટે નહિ. અને જો સાંભળ્યા પછી પણ નહિ સમજાય; તો સમજાવી શકનાર બીજું કોઈ નથી. જ્યારે પણ તત્ત્વ સમજાવવાનું હશે ત્યારે સાંભળ સાંભળ કરતાં જ સમજાવવાનું છે. આથી જ ધર્મગુરુઓ તત્ત્વ સંભળાવ સંભળાવ કરે છે. જિનવાણીને જે દ્રવ્યથી પણ સાંભળે છે એની મોહનીય કર્મની ભયાનક સ્થિતિને ભયાનક કડાકો લાગીને માત્ર એક કોટાકોટિ સાગરોપમની જ સ્થિતિ બાકી રહી હોય છે. આવી ભૂમિકા વિના દ્રવ્યથી પણ ધર્મતત્ત્વ સાંભળી શકાય જ નહિ. વળી શ્રવણની એ પળોમાં એથી વધુ સ્થિતિનો બંધ કરાવી દે તેવા પાપ માનસિક રીતે પણ અશક્ય બની જાય છે. આથી જ શ્રવણ પણ બહુ મહત્ત્વનું આશાસ્પદ પગથિયું છે. જે પામ્યા પછી મોહનીયની સ્થિતિમાં વધુ મોટા કડાકા બોલાવીને સમજવાની અને પામવાની ધન્યસ્થિતિઓ પ્રાપ્ત કરી લેવાની મોટી શક્યતા ઊભી થઈ જાય છે. જીવન જીવો જ છો કે જીવી જાણો છો? એકવીસમી સદીના શિક્ષિત ગણાતા માનવોની પણ મનોદશા કેવી છે? પૈસો જોતાં અંગેઅંગે પાણી પાણી થઈ જાય! રૂપ જોતાં જ આંખોમાં વિકારે ઊભરાઈ જાય! હોટલની નજદિક આવતાં જ જીભમાંથી પાણી છૂટવા લાગી જાય! તો માનવ થઈને એ શું કમાયો? શિક્ષિત બનીને એ શું પામ્યો? આવાં જીવન જીવતાં તો પશુને ય કયાં નથી આવડતુ? પોતાની ઈચ્છા વિરુદ્ધ કાંઈ બને તો કૂતરાં પણ મારામારી કરે છે! પોતાના બચ્ચાંને ય બચકા ભરી લે છે! જાતભાઈઓ સાથે પણ લોહીયાળ જંગ ખેલી નાંખે છે! હક્કની અને હરામની મારામારીઓ અને ગાળાગાળીઓ કરતાં તો પશુઓને પણ આવડે છે! તો આ માનવ શું કમાયો ? એનું જીવન પણ કોટુંબિક કલેશ, કજિયામાં જ પુરાઈને ગંધાઈ ઊઠયું ને? પોતાના આશ્રિત-પત્ની, બાળકો-વગેરેને સખ્ત મારપીટ કરનારો માનવ શું ઠપકો દેવા લાયક નથી! તે પરિવાર શું કસાઈવાડે આવ્યો છે? જેને આ રીતે મારપીટથી સત્કારવામાં આવે છે? તો લગ્ન કેમ કર્યા? તો જન્મ કેમ આપ્યો? Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ નહિ એસો જનમ બાર-બાર ભણતરના ભૂતડાંઓએ વળગી પડીને જ માનવને સ્વાર્થોધ, ક્રોધાંધ અને કામાંધ બનાવ્યો છે. રે! માનવનું તો જીવન માત્ર જીવવાનું જ નથી; પણ જીવી જાણવાનું છે. જીવન જીવી જાણવું એટલે આર્ય સંસ્કૃતિના પાલન દ્વારા સારા બનીને જીવનમાં પરમશાંતિ અને મરણમાં અપાર આનંદ માણી જાણવો. નવી પેઢીની એક વિશેષતા ગમે તેટલા અવગુણો નવી પેઢીમાં ભલે કદાચ હોય તો ય એ અવગુણોના અંધકારમાં પ્રકાશની એક તારલી તો જરૂર ટમટમે છે. આ પ્રકાશ વિરાટ બનીને ફાટે તો જગતમાત્રમાં પ્રકાશ પથરાઈ જાય. આ વિશેષતા છે; સાચું સમજવાની (પૂર્વગ્રહમુક્ત) તેયારી. જો ધર્મનું તત્ત્વજ્ઞાન ખૂબ સારી રીતે એમને સમજાવનાર કોઈ હોય તો તે સમજી શકે છે; એની ઉપર શ્રદ્ધા પણ કરી શકે છે; એને જીવનમાં ઉતારી પણ શકે છે. આ ગુણ જૂની પેઢીમાં જણાતો નથી. આગલી હરોળમાં બેસી પડતા જૂની પેઢીનાં કેટલાંક મહાનુભાવો તો એવા રીઢા ગુનેગાર બનેલા હોય છે કે, વક્તાના ઉપદેશની શરૂઆત થતા પહેલાં જ, જાણે એમના અંતરમાંથી અવાજ પ્રગટી જાય છે, “અમે બધું સમજીએ છીએ. તમારા જેવા તો કૈક આવી ગયા. અમે આ બધું સાંભળ્યું છે.' ઘણી દુઃખદ બાબત તો એ છે કે આ લોકો પાસે ઘણાઓની કથા બ્લેક-ડાયરીમાં લખેલી તૈયાર હોય છે. સાચી કે ખોટી એ પૂછશો નહિ. આથી જ તેઓ સાધુ માત્ર ઉપર અમુક પ્રકારની નફરત ધરાવતા બની જઈને સાંભળવાની પાત્રતા જ ગુમાવી બેઠા હોય છે. આથી જ નવી પેઢીને તો મારે ખાસ કહેવું છે કે ત્યાગી સંસ્થાના દોષો જોવા માટે નજીકમાં કદી આવશો નહિ. એ આગ છે. અડશો તો દાઝશો; દૂર રહેશો તો ટાઢ ઉડાડશો; ઘણું પામશો પછી તમારા બ્લ બુક્સના વાંચનના શોખને અમે રમત માત્રમાં છોડાવી શકીશું. પ્રયોગ ન કરો; યોગના પ્રેમમાં પડો જીવન કેટલું ટૂંકું છે! આ જન્મ્યા; હજી તો બચપણના સંભારણા આવી જાય Page #197 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર છે ત્યાં ઘડપણ પણ ડોકાં દેવા લાગ્યું! અમૂલો માનવજીવનની કેટલી પ્રચંડ ગતિ! આવું જીવન મળ્યા પછી પણ જો એળે જાય તો માણસ જેવો માણસ “મામો” જ બન્યો કહેવાય ને? આથી જ પરમપિતા પરમાત્માએ આપણને ખૂબ જ સ્પષ્ટ લક્ષ અને ખૂબ જ સ્પષ્ટ સાધનામાર્ગ બતાવી દીધો છે. “આપણું લક્ષ શું?” ના... એ માટે ચિંતન, મંથન - કશું ય કરવાની જરૂર નથી. ઉપર પરિસંવાદો કોઈ યોજશો જ નહિ. લક્ષ તૈયાર જ છે : બંધનમુક્તિ. રાગ-દ્વેષના અણુ પરમાણુની, આત્માના સર્વ પ્રદેશોમાંથી હકાલપટ્ટી. અને સાધના? એ ય તૈયાર જ છે. કક્ષા પ્રમાણેની... એ પાત્રતા મુજબની. દયા, પ્રેમ, મૈત્રી આદિ પાયાના ગુણોના વિકાસથી આરંભીને; સુખવિરાગ; ભોગત્યાગ; સર્વસંગત્યાગ સુધીનો સંપૂર્ણ સાધના માર્ગ તૈયાર છે. હવે તો આપણે ચાલીએ એટલી જ વાર; ચાલવાનો પુરુષાર્થ જ કરવાનો બાકી છે. એ માર્ગનો યોગ જ સાધવાનો શેષ રહે છે. લોકો પ્રયોગમાં પડ્યા છે. જેના મગજમાં જે તુક્કો આવ્યો તેણે તેને આત્મકલ્યાણ કાજેનો પ્રયોગ બનાવ્યો! અરે! આ જીવન એ શું આવી મશ્કરી છે? પ્રાપ્ત શક્તિઓનો આમ તે ફજેતો થાય? પળપળની બરબાદી કરીને અંતે “ખોટું થઈ ગયાનો'' એકરાર કર્યાનો અર્થ શો? ના.. પ્રયોગમાં કોઈ ન પડો. સંતો દીધા સાધનામાર્ગનો યોગ જ પ્રાપ્ત કરો. સબૂર. દાનાદિ ધર્મક્રિયાના કોઈ પણ યોગને યોગધર્મ તો ત્યારે જ કહેવાશે જ્યારે લક્ષ્મીમમવાદિના વિયોગની માનસિક રીતે વિયોગ ભૂમિકા તૈયાર થઈ હશે. યોગ એટલે જ આ વિયોગ. વિયોગ વિનાનો યોગ એ તો ફજેતીનો પ્રયોગ. સર્વ સુખનું મૂળ : મોક્ષાભિલાષ પ્રાચીનકાળના માનવો વધુ સંખ્યામાં સારા હતા. એનું કારણ એ ભૂમિ સંતોની હતી. સંતો સદાય ધરતી ઉપર ફરતા અને સહુને મોક્ષપદ પામવાનો ઉપદેશ દેતા. આ ઉપદેશની ધારામાંથી એક તાલબદ્ધ ગીત પ્રગટ થઈને સહુના અંતરમાં કોતરાઈ જતું. જેને “મોક્ષ પામવાની ઈચ્છા થતી તેને એ વાત પણ બરોબર સમજાતી કે મોક્ષપદ ન મળે ત્યાં સુધી સંતોના સમાગમવાળી સદ્ગતિઓ આપણે મેળવતા જ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નહિ ઐસો જનમ બાર-બાર રહેવી જોઈએ. આવી પરલોકની સદ્ગતિઓ પણ, મૃત્યુ વખતે સમાધિભાવ ન રહે તો ન જ મળે, માટે એ સમાધિ મેળવવી જ રહી. મુક્તાત્માઓને ભાવભરી વંદનાસ્વરૂપ એ મૃત્યુસમાધિ પણ જીવનમાં શાંતિ ન હોય તેને ન જ મળે માટે જીવન ખૂબ શાંતિથી પસાર કરવું જ રહ્યું. શાંતિ એટલે સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા. આવી શાંતિ પણ સંતોષ વિના તો શક્ય જ નથી. ભોગની ભૂખ જો કારમી બની રહે તો એ ભોગભૂખની પૂર્તિ માટે કેટલાય ધમપછાડા, કેટલાય જૂઠાણા, કેટલાય કાવાદાવા કરવા પડે. આ ગણિતને નજરમાં રાખીને પ્રાચીનકાળના માનવો ભોગલમ્પટ બનતા નહિ. બેશક, ભોગની વાસના જાગતી પણ એની શાંતિ માટે ગુમડાંને મલમના લેપની જેટલી જ ભોગસામગ્રીને સ્પર્શ કરતા... ભોગવાસનાના ગુમડાને મલમના લપેડા થોડા જ કરાય! વર્તમાન અંધાધૂંધીને જો શાંત કરવી હોય તો સર્વને મોક્ષાભિલાષી બનાવવા પડશે. પછી અંધાધૂંધીનું મૂળઃ ભોગલમ્પટતાઃ આપોઆપ નાશ પામી જશે. મોક્ષની અભિલાષા પ્રગટ્યા વિના જીવનમાં મળે; શાંતિ કદાપિ નહિ સુખ આત્માનો સર્વકર્મથી મોક્ષ પામવાનો ઉદ્દેશ જ્યાં સુધી નજરમાં સ્થિર બનીને બેસી નહિ જાય ત્યાં સુધી કોઈ પણ આત્મા શાંતિ તો નહિ જ પામી શકે. હા, સદ્ભાગ્યે સુખની સામગ્રી પામી જાય એ બાબત ખૂબ સંભવિત છે. આવું વિધાન કરવા પાછળ ચોક્કસ તર્ક કામ કરે છે. સામાન્યતઃ મોક્ષની તાલાવેલી જાગે તો જ સદ્ગતિમાં જવાની ઈચ્છા જાગે. મોક્ષ મેળવવા માટે દુર્ગતિઓમાં ગમન તદ્દન નકામું છે. સદ્ગતિ પણ મરણ વખતની સમાધિ વિના મળી શકતી નથી; માટે સદ્ગતિનો ચાહક મરણને મહોત્સવ જેવું સુંદર બનાવવા માટે તત્પર હોય જ. મરણ પણ ત્યારે જ સુંદર બને જ્યારે જીવન સુંદર હોય. સુંદર જીવન એટલે શાંત જીવન. સુખ કે દુ:ખની સામગ્રીને જીવનના સૌંદર્ય Page #199 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૯૯ સાથે કાંઈ લેવાદેવા નથી. શાંત જીવન જીવવા માટે માણસે “સારા” બનવું જ રહ્યું. સારો” તે જ બની શકે જેણે જીવનના સુખના કાળમાં લીન બનવાની અને દુ:ખના સમયમાં દીન બની જવાની વાત ઉપર શાસ્ત્રનીતિ મુજબ પાકી ચોકડી મારી દીધી હોય. તમારે મોક્ષ જોઈએ છે? આ પ્રશ્ન હકાર કે નકારના ઉત્તરમાં જ તમે કેવા છો? શાંત કે અશાંત? સારા કે ખરાબ? એના ઉત્તરો પડેલા જ છે. મોક્ષ પણ ભુલાય ત્યારે મોક્ષ મળે સંસારનું સાચું દર્શન થાય છે ત્યારે જ અંતરમાં મોક્ષાભિલાષ જાગે છે. મોક્ષની એ તીવ્ર તાલાવેલી જ એ આત્માને મોક્ષપર્યાયના આવિર્ભાવની સિદ્ધિ તરફ જોરથી ધકેલે છે પણ છેવટે એક એવી પણ કક્ષા આવે છે જ્યારે એ મહાત્માને સમત્વભાવની અનુભૂતિ થવા લાગે છે. એ વખતે એને તૃણ મણિ સમાન લાગે છે; ચંદનના લેપ અને કુહાડીના ઘા... બે યમાં સમતા અનુભવવા મળે છે. જ્યારે આ મસ્તી પ્રાપ્ત થાય છે ત્યારે ભવ અને મોક્ષ પણ સમાન બની જાય છે. સ્વર્ગ અને નરક પણ સમાન થઈ જાય છે. પછી કોઈ સ્વર્ગના સુખનું કે મોક્ષના આનંદનું વર્ણન કરે તો ય તે કહી દે કે, “ભાઈ? બે ય વધુ ને વધુ દૂર છે. એની શાને ઈચ્છા રાખું? મને તો સમાધિનો આનંદ અહીં જ મળ્યો છે એનો રસાસ્વાદ લીધા પછી કશાયની ઈચ્છા જ થતી નથી.” જ્યારે આ કક્ષા આવે ત્યારે મોક્ષ હાથમાં આવીને પડયો કહેવાય. હવે તો એની બક્ષિસરૂપે જ માત્ર મોક્ષમાં જઈને સદા માટે રહેવાનું હોય. વિકાસનું આ કેવું અનુપમ તત્ત્વજ્ઞાન છે? સંસાર ભુલાયો મોક્ષ પણ ભુલાયો... અને મોક્ષ મળ્યો પણ સબુર. મોક્ષને ભૂલવા માટે મોક્ષને ખૂબ યાદ કરાવવની પૂર્વ પ્રક્રિયામાંથી પસાર થવાની વાતની કોઈ રખે માંડવાળ કરી દેતા. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ નહિ ઐસો જનમ બાર-બાર મોક્ષમાં જ જવું છે; કેમકે અહીં માર્યા વિના પળભર જિવાતું નથી. આ સંસારભાવની એક પળ એવી જતી નથી જેમાં દેખીતી હિંસા પણ ન હોય. સંસારનું જીવન એટલે ધગધગતા લોઢાના ગોળાનું જીવન. એ ગોળો જ્યાં ગબડે ત્યાં બધું ય દઝાડે. જેના હૈયે સર્વજીવો પ્રત્યે આત્મૌપમ્યભાવ જાગે છે એ આત્મા પોતાના જીવન ખાતર બીજા જીવોના જીવનોના કચ્ચરઘાણને જરા ય ખમી શકતો નથી. હાલતાં, ચાલતાં, બોલતાં, ખાતાં, પીતાં... અસંખ્ય વાયુકાયાદિ જીવોની કાતીલ હત્યા એની નજરમાં સતત રમતી રહે છે. આવા પ્રકારનું સંસારી જીવન જીવવામાં એ ભારે રંજ અનુભવતો રહે છે. આથી જ કોઈને પણ માર્યા વિના સદા જીવવાના સ્થાનરૂપ મોક્ષની અભિલાષા એના અંતરમાં અત્યંત ઉત્કટ બનતી રહે છે. જે મારે તે મરે, જે કદી કોઈને ન મારે એને પોતાને પણ પછીથી કદી મરવાનું ન જ હોય. કોઈને કદી મારવા ન પડે એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવી પડે. તે સાધનામાં દેખીતી કેટલીક હિંસા એવી આવી પડે છે જે કરવાની બિલકુલ ઈચ્છા ન છતાં કરવી પડે છે. સર્વને અભય આપી દેવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ તલપતા આત્માની સાધનામાં કોઈ અપરિહાર્ય હિંસા થઈ જાય તો તેથી તે આત્માને હિંસક કેમ કહી શકાય ? માલના ઓર્ડરો લેવાની ઈચ્છાથી દુકાને દુકાને ફરતા સેલ્સમેનને ચા પીવાની મળે એટલા માત્રથી “ તે ચા પીવા દુકાને દુકાને ફરે છે'' એમ કેમ કહેવાય? શુદ્ધિનો પૂર્ણક્રમ દર્શાવતું જિનદર્શન મોક્ષ = પૂર્ણ આત્મશુદ્ધિ = પૂર્ણ કર્મમુક્તિ. આ આપણું લક્ષ્ય. આટલું ભારેખમ લક્ષ્ય દર્શાવીને શાસ્ત્રકાર પરમર્ષિ અટકી ગયા નથી. એ મોક્ષનું લક્ષ્ય સિદ્ધ કરવાનું કાર્ય અતિશય મુશ્કેલ છે એ વાત એ તો સારી રીતે જાણતા હતા. માટે તેનો ઉપાય બતાડયો-દુઃખરૂપ, દુઃખલક અને દુઃખાનુબંધી સંસારનો ત્યાગ કરો. Page #201 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૦૧ શું એ પણ મુશ્કેલ છે? તો તે ત્યાગનું બળ પ્રાપ્ત કરી આપનાર શુદ્ધધર્મની પ્રાપ્તિ-સન્મુખતા સિદ્ધ કરો. શું એય મુશ્કેલ છે? તો એ સિદ્ધિને પમાડનાર પાપકર્મનાશ પ્રાપ્ત કરો. શું એય મુશ્કેલ છે? તો એ તાકાત લાવી આપનાર કાળનો પરિપાક કરો. પણ શી રીતે કાળ પકવવો? આ રહ્યો તેનો પણ ઉપાય. પાપના અનુબંધ તોડી નાખો એ પુણ્યના અનુબંધો જોડી દો. પણ શી રીતે તોડજોડ કરવી? આ રહ્યા તેના ત્રણ ઉપાયો. (૧) દુષ્કતોની ગુરુસાક્ષીએ નિંદા કરો. (૨) સુકૃતોની અનુમોદના કરો. (૩) તમારું મન શ્રીઅરિહંતોના ચરણે મૂકી દો. સહુથી બની શકે તેવી સરળ આ વાતો છે. ગહ વગેરે તો માંદોય કરી શકે, સંસારી પણ કરી શકે, બાળક અને સ્ત્રી પણ કરી શકે, વૃદ્ધ પણ કરી શકે. આ ત્રણ ઉપાયોને જ સારી રીતે અજમાવશો તેનો કાળ આપોઆપ પાકશે; તેનો પાપકર્મનાશ સહેલાઈથી થશે, શુદ્ધધર્મની પ્રાપ્તિ.. યાવત્ મોક્ષ તેને હાથવેંતમાં જ હશે. ગહ, અનુમોદના અને શરણાં અનંતીવાર દુષ્કતો ત્યાગ્યા, અનંતા સુકૃતો સેવ્યા અને અરિહંતના શરણાંય ઘણાં લીધાં પણ અફસોસ! તો ય આપણો મોક્ષ ન થયો. આજ સુધી ન જ થયો. શાથી? સાંભળો.... દુષ્કૃત ત્યાગવા છતાં એ દુષ્કતો તરફ નફરત ન હતી. સુકૃતો સેવ્યા પણ એ સુકૃતો પ્રત્યે હાર્દિક સદ્ભાવ જ ન હતો. શરણાં ય લીધા અરિહંતાદિના.... પણ દુઃખના ભયથી; સુખના લોભથી.... હા.. પાપના ભયથી તો ક્યારેય નહિ. ટી.બી.નો દર્દી પણ અબ્રહ્મ સેવનનું દુષ્કત નથી ત્યાગતો શું? પણ એના હૈયે એ દુષ્કૃત પ્રત્યે નફરત થોડી હોય છે? ગહ વિનાનો એવો દુષ્કતત્યાગ કદી મોક્ષ ન આપે. Page #202 -------------------------------------------------------------------------- ________________ וד નહિ ઐસો જનમ બાર-બાર અર્થકામના લોભીઓ અઠ્ઠમનો તપ વગેરે ન કરે શું? પણ એને એ અણાહારી પદ આપવારૂપ તપ પ્રત્યે સાચો પ્રેમ છે ખરો ? એવો તપ મોક્ષ ન જ દે. ૨૦૨ દુ:ખભીરૂ અને સુખલોભી તો ઘણાં શરણાં લે અરિહંતાદિના.... પણ એને પાપનો તો લગીરે ભય ન હોય. શા કામનાં એ શરણાં ? ચક્રીના ઘોડાનું શીલ કેવું? મુનિ મેતાર્યઘાતક સોનીનું-સાધુજીવનના-સ્વીકારનું-સુકૃત કેવું ? વિનયરત્નનું ગુરુ-શરણું કેવું ? બધાય નકામા! અનુમોદના અને પ્રશંસાનો તફાવત માનસિક થાય તે અનુમોદના. જાહેરમાં થાય તે પ્રશંસા. આ છે તેના સામાન્ય અર્થો. અનુમોદના સહુ કોઈ મોક્ષસાધક ગુણની થાય. મિથ્યાદૃષ્ટિ આત્માના પણ મોક્ષસાધક દયાદિ ગુણની અનુમોદના જરૂર થાય; ક૨વી પણ જોઈએ. અનુમોદના માનસિક છે; માટે જ તેમાં કોઈ જોખમ નથી. પણ પ્રશંસા જાહે૨માં કરાય છે માટે તે ખૂબ જ જોખમી છે; એમાં પુષ્કળ સાવધાની અનિવાર્ય બની રહે છે. ગમે ત્યાં રહેલા સારા ગુણની જાહે૨માં પ્રશંસા ન થઈ શકે. કોઈ દાનવીરના દાનની જાહે૨માં પ્રશંસા કોઈ સાધુ કરે તો અનેક લોકો એવા દાની ઉપર ‘ધર્માત્મા’ તરીકેનો વિશ્વાસ મૂકીને રકમો ધીરે. પરિણામે કદાચ બધાયની રકમો પેલો હજમ કરી જાય તેવી સ્થિતિ સર્જાય. પ્રશંસા કરવી જ હોય તો એવા સ્થાને ગુણની પ્રશંસા કરવા સાથે સાથે એ ગુણની ખતરનાકતા પણ જણાવવી જોઈએ. એટલે કે એ ગુણની સાથે પડેલા અવગુણનું પ્રકાશન પણ કરવું જોઈએ; જેથી એવા ગુણીનું નિમિત્ત પામીને અનેક આત્માઓ અધઃપતન ન પામે. વેશ્યાનું રૂપ એ ગુણ છે. પણ એની ખતરનાકતા પણ કાતીલ છે. પુણ્યોદયથી Page #203 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૦૩ રૂપ મળે તેવી પ્રશંસા કરનારે એ રૂપની કાતીલતા સમજાવવી જ જોઈએ; અન્યથા મૌન રહેવું જોઈએ. અનુપમ રણકાર : નિંદાનો અને અનુમોદનાનો પાપ અને પુણ્ય તો ઘંટના અવાજ જેવા છે. પાપ કરવા માત્રથી સંસાર વધી જતો નથી કે પુણ્ય કરવા માત્રથી સંસાર કપાઈ જવાની ભૂમિકા ઊભી થતી નથી. પાપની પાછળ નિંદા હોય તો જન્મજન્માંતરના પાપોના અનુબંધ તૂટી પડે છે; પુણ્યની પાછળ એવા પુણ્યનું ગૌરવવંતુ અનુમોદન હોય તો પુણ્યના અનુબંધો મજબૂત બની જાય છે. એ જ સંસાર કાપવી સુંદર ભૂમિકા તૈયાર કરી આપે છે. સંસારના વિકાસ કે વિનાશમાં મુખ્યત્વે “બંધ’’ નહિ પણ ‘અનુબંધ’’ કામ કરે છે. પાપ પાછળ તીવ્ર નિંદાનો-પશ્ચાત્તાપનો રણકાર ચલાવો. ધર્મની પાછળ ગૌરવવંતી અનુમોદનાનો રણક૨ા ચલાવો. ઘણા ખરા લોકોમાં આમાંનો એકે ય રણકાર જોવા મળતો નથી. પાપ કરનારાંને પશ્ચાત્તાપ નથી. ધર્મ કરનારાઓને એની કોઈ અનુમોદના જ નથી. સામાયિક કરનારને જો તે સામાયિકનું ગૌરવ સમજાયું હોય, જિનપૂજા કરનારને તેનો મહિમા સમજાયો હોય તો તે અવશ્ય તેની ખુમારીવાળો હોય; એટલું જ નહિ પણ પોતાને ખૂબ ગમતી એ આરાધનાઓ બીજા પણ કરે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ હોય. ક્યાં છે આવા રણકાર પાપનિંદાના? ધર્મની અનુમોદનાના? પછી સંસાર ન તૂટે તેમાં નવાઈ શી? સંસારભ્રમણના ભુક્કા બોલાવી દેતા બે મહાધર્મો : નિંદા : અનુમોદના આબરુનું લીલામ કરી નાખે એવા પાપોના ય બંધ અને અનુબંધોને તોડી નાખવાની શક્તિ પડી છે એના તીવ્ર પશ્ચાત્તાપમાં. મા-દીક૨ા વચ્ચે સંબંધ થઈ ગયો! કેવું ઘોર પાતક! પણ એની પાછળ પશ્ચાત્તાપનો મહાનલ પ્રગટી ગયો અને ભવલીલાનો લગભગ અંત આવી ગયો. દાસીપુત્ર ચિલાતી! કેવો ભયાનક બહારવટીઓ ! પોતાની પ્રેયસી સુસીમાનો ખૂની! લોહી નીગળતો દેહ! કેવા સીતમગાર પાપો! પણ... પણ તો ય એ જ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નહિ એસો જનમ બાર-બાર ભવમાં એનો ઉદ્ધાર થઈ ગયો. અનુબંધોના ભુક્કા બોલાવી દેતા પાપનિંદાના ધર્મનું શરણું લેવાથીસ્તો. મહાપાપીઓના ય ઉદ્ધાર થયા; પાપનિંદાના ધર્મે! ધર્માત્મા (!) ઓ રખડતા જ રહ્યા? ધર્મની ખુમારીના અભાવે, અનુમોદના ન પ્રગટી માટે. જેનેતરો પણ આ વાતને માને છે. પેટ ખાતર વેશ્યા પાપ કરતી હતી અને રડતી હતી. સામે જ રહેતા બાવાજી ધર્મ કરતા હતા. પણ સાથે એની ખુમારીના ગીત લલકારવાને બદલે વેશ્યાના જીવનની ભારોભાર નિંદા કરતા હતા. એક દિવસ વૈકુંઠમાંથી વિમાન ઊતર્યું. વેશ્યાને લઈને ચાલી ગયું. બાવાજી સ્તબ્ધ થઈ ગયા! અંશતઃ વિચારવા જેવું આ દૃષ્ટાંત પણ એ જ વાત કરે છે, “ના અનુબંધ, નિંદાથી તોડી નાખજો ધર્માનુબંધ ખુમારીથી મજબૂત કરજો. ધર્માધર્મનું સ્વરૂપ જ સમજાયું ન હોય ત્યાં નિંદા-પ્રશંસા ક્યાંથી મળે? પાપ પાપ તરીકે સમજાય તો ફરજિયાત કરવા પડતા પાપોની પાછળ પશ્ચાત્તાપનો પ્રચંડ અગ્નિ પ્રજવળી ઊઠે ને? પાપને પાપ તરીકે સમજવા જેટલી પણ બુદ્ધિ નથી એ બિચારો આત્મા તો પાપ કરીને પાપની પ્રશંસા જ કરવાનો.... આવા આત્માના પાપાનુબંધો કદી તૂટે નહિ; એ અનુબંધ તૂટયા વિના સંસારનો અંત આવે નહિ. આવું જ કાંઈક ધર્મોત્માઓની દુનિયામાં જોવા મળે છે. એમાંના કેટલાક આત્માઓ ધર્મ કરે છે પરંતુ ધર્મ શું વસ્તુ છે? એનું કેટલું મૂલ્ય છે? એ કેટલો મહાન છે? એનો મહિમા કેટલો બધો છે? એ વાત જ્યાં સુધી હૈયામાં ન સમજાય અને બુદ્ધિને ન જચે ત્યાં સુધી એ ધર્માત્માઓ પોતાના ધર્મોનું ગૌરવ જ લઈ શકવાના નથી. એમ થતાં એ ધર્મો માટે ખુમારીપૂર્વકની અનુમોદના કરી શકે તેમ નથી. લગભગ સર્વત્ર આ પરિસ્થિતિ દેખાય છે. ધર્મ કરનારને ધર્મનું ઝાઝું ગૌરવ નથી. આવો ધર્મ; પુણ્યાનુબંધોને મજબુત ન જ કરી શકે. દશવૈકાલિક સૂત્રમાં તદ્દન સાચું કહ્યું છે કે “પુણ્ય શું? અને પાપ શું? એ Page #205 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૨૦૫ બરોબર જાણી-સમજી લેવું જોઈએ.'' જ્યાં આ સૂઝ નથી ત્યાં એ પુણ્યવંતી નિંદાપ્રશંસા નથી; પછી ત્યાં અનુબંધ તોડજોડની આરાધના હોય જ ક્યાંથી? એ વિના અનંત સંસારનો અંત સંભવે કયાંથી? પાપ થયા પછીની મૂલ્યવાન પળો દુષ્કૃતગર્હાનું મહત્વ “આવેશ’’ માત્ર ખરાબ. આવેશમાં આક્રમક બનનાર આત્માને પાછા વાળવાનું કામ અતિશય મુશ્કેલ બની જાય છે. જીવનની સંપૂર્ણ બરબાદીને આવેશની પળોના પાપો જ સર્જે છે ને? ખેર.... આવા માણસોને પણ એ પાપોથી ઉગારી તો લેવા જ જોઈએ. એમના જીવનમાં એવો કોઈ સમય નહિ હોય જેમાં એવા આવેશો ન હોવાથી આપણી વાતોને શાંતિથી વિચારી શકે ? હા... એવી પળો એના જીવનમાં પણ છે. એ છે આવેશમાં થઈ ગયેલા પાપ પછીની; આવેશ વિનાની કેટલીક પળો. કોઈ પણ પાપ થયા પછી કેટલીક પળો તો માણસનું મન શાંત બને જ છે. એ જ પળોમાં એણે પોતાની જાતને સમજાવવી જોઈએ અને ઠપકારવી પણ જોઈએ. એણે પોતાને જ કહેવું જોઈએ કે આવા પાપોથી તને શું મળ્યું ? કહે ? જીવનની બરબાદી, દેહની ક્ષીણતા, સત્ત્વની પાયમાલી, સંપત્તિનો નાશ મળ્યા કે બીજું કાંઈ? કે તો હવે છોડને આ ધંધા? હવેલી લેતાં ગુજરાત ખોવાય છે; ‘પેની વાઈઝ, પાઉંડ ફુલીશ' બનાય છે. ઈત્યાદિ.’’ જો આ રીતે પાપ પછીની પળોમાં પણ દુષ્કૃતગહ જોરદાર બનશે તો એક સમય એવો આવી લાગશે જ્યારે પાપોને છોડવા નહિ પડે પણ એ પાપો જ તે આત્માને છોડી દેશે. કેમકે પશ્ચાત્તાપના દુઃખ એટલા સખ્ત હોય છે કે તેમાં લોહીના પાણી થઈ જતા હોય છે. પિવાતા દૂધના લોહી બનવાની તો વાત સ્વપ્નમાં જ રહી જાય. આવું અસહ્ય દુઃખ સહેવા કરતાં એ આત્મા પાપથી પ્રાપ્ત થતા સુખને છોડી દેવા અંતે તૈયાર થઈ જાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નહિ ઐસો જનમ બાર-બાર આરાધકભાવ : આરાધના કરતાં ય મહાન મોક્ષનું પરમપદ પમાડનાર આરાધકભાવ છે. બેશક, આરાધકભાવ પણ સામાન્ય રીતે દાનાદિથી માંડીને સર્વવિરતિધર્મની આરાધનાથી જ આવી શકે પણ કેટલીક વાર એવું ય બને કે એ બધી સ્કુલ આરાધનાઓ હોવા છતાં આરાધકભાવ ન જ આવ્યો હોય. અનંતકાળથી અનંત આરાધનાઓ આપણે કરતા આવ્યા છતાં આપણો મોક્ષ નથી થયો એનું કારણ એ જ છે કે એ આરાધનાઓની સાથે આરાધકભાવ ન હતો. કોઈ આરાધના ન હોય તો હજી ચાલે પણ આરાધકભાવ ન હોય તે બિલકુલ ન ચાલે. જેના હૈયે આરાધકભાવ છે એ આત્મા આરાધના કરે એ ખૂબ જ બળવતી બને છે, અને એને વિરાધનાઓ કરવી પડે તો ય એનો આરાધકભાવ એમાં એને એવો ઉદ્વેગ ઉત્પન્ન કરાવે કે એની વિરાધનાઓ નબળી બની જાય. એ વિરાધનાઓ ભવભ્રમણનું પ્રબળ કારણ ન બની શકે. આમ આરાધકભાવના સ્વામીને બેવડો લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે આરાધકભાવ વિનાના આત્માનો બેવડો મરો થાય છે. એની આરાધના સાવ નબળી હોય અને વિરાધનાઓ અત્યંત બળવતી બનતી હોય. આરાધકભાવ એટલે મોક્ષમાર્ગની જે આરાધનાઓ છે તેને મોક્ષ માટે આરાધવાનો હૈયાનો તીવ્ર અભિલાષ; એવા આરાધકોના સુકૃતોની ભારે અનુમોદના; અને પોતાના વિરાધક જીવનના દુષ્કૃતોની તીવ્ર નિંદા. એવા આરાધકભાવના આપણે સ્વામી બનીએ તો જ અનાદિ ગુલામીમાંથી મુક્ત થઈએ. ભાવના છતાં અમલ કેમ નહિ? ધર્મ કરવા માટેની બધી અનુકૂળતા જેને મળી છે; જેને ધર્મ કરવાની ભાવના પણ જાગી છે તે માણસ તેનો અમલ કરવામાં કેમ પાછો પડી જતો હશે ? તપ કરવાની ભાવના મોળી કેમ પડી જતી હશે ? દાન-શીલની જાગેલી ભાવનાઓને કોણ ઊંઘાડી દેતું હશે? મને એમ લાગે છે કે ભાવનાને અનુકૂળ ‘ભાવ’ પણ હોવો જોઈએ. એ ભાવ જો પ્રતિકૂળ હોય તો ઊઠેલી ભાવનાઓ બેસી જાય તો નવાઈ નહિ. Page #207 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૦૭ ભાવના એટલે મનમાં જાગેલા શુભ-સંકલ્પો; જ્યારે ‘ભાવ’ એટલે આત્મામાં વ્યાપેલો એક અધ્યવસાય-પરિણામ. પૂર્વજીવનોની ધર્મારાધનાઓ પાછળ જો ભાવનાઓ મોક્ષાનુકૂળ ન હોય; અને સંસારના રસને જ ઉત્તેજીત કરતી જતી હોય તો તે ભાવનાઓથી વારંવાર ભાવિત થતાં આત્મામાં વિલક્ષણ ભાવ જામતો જાય છે. એની સાથે વિલક્ષણ કર્મ પણ જામ થતું જાય છે. હવે નવા જીવનમાં શુભ ભાવનાઓ તો જાગી; પણ પેલો ભાવ પ્રતિબંધક બને છે. ભાવનાને વારંવાર નબળી પાડી દેવાનું કામ એ કરતો રહે છે. આ ઉપરથી એમ લાગે છે કે ભાવનાની સફળતા માટે ભાવનો સહકાર અનિવાર્ય છે. આથી જ ભાવે ભાવના ભાવીએ''એક કવિએ કહ્યું હશે, એમ લાગે છે. જીવનમાં બીજું ઓછુંવત્તું ચલાવી શકાય, પરંતુ ધર્મ કરતાં કે પાપ કરવાની ફરજ પડતાં આત્મામાં અશુભ ભાવ જામ ન થઈ જાય એની તો બેહદ કાળજી રાખવી ઘટે. પાપનાશનો શ્રેષ્ઠ ઉપાય : સતત સદ્ગુદ્ધિની હાજરી ઉપમિતિભવપ્રપંચાકથાની પીઠિકામાં દ્રમકનો ઉપનય આપીને તેના કર્તા સિદ્ધર્ષિ મહારાજે કમાલ કરી નાંખી છે. વાર્તાની વાર્તા (રૂપક કથા) અને વિકાસ માટેના ક્રમિક ઉપાયોનું સચોટ માર્ગદર્શન. વિષય કષાયોના અનાદિ વિકારોને શાંત પાડવા માટે મુખ્યત્વે ક્રમશઃ ચાર ઉપાયો તેમાં બતાડવામાં આવ્યા છે. (૧) કાળનો પરિપાક (૨) પ૨માત્માનો અનુગ્રહ (સદાજ્ઞાભ્યાસસ્વરૂપ) (૩) સદ્ગુરુની કૃપા (દયા) (૪) સબુદ્ધિ. કાળ પાકે ત્યારે જ જીવનમાં ગુણનો વિકાસ થવાના આરંભસ્વરૂપ અનુગ્રહ પ્રાપ્ત થાય. ત્યાર પછી જ ગુરુકૃપા મળે. પણ તે સદા તો સક્રિયસ્વરૂપે ન રહી શકે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નહિ ઐસો જનમ બાર-બાર એટલે એનાથી પૂર્ણવિકાસની કક્ષા પ્રાપ્ત ન થાય. એ માટે સદેવ સાથે રહેતી સબુદ્ધિ જરૂરી બને. જેને સબુદ્ધિ પ્રાપ્ત થઈ એના જીવનમાં પાપવિકારોની અમંગળ બળવાન પળો સંભવે નહિ. ક્રમશઃ એ આત્મા ચારિત્ર્યના પંથે પ્રયાણ આદરે અને પૂર્ણવિકાસની કક્ષાને સિદ્ધ કરે જ. ગુણોનું પાચન અને અપાચન કોઈ પણ ગુણનું પાચન સહિષ્ણુતામાં પરિણમે છે અને ગુણનું અપાચન નફરતમાં પરિણમે છે. જરાક વિસ્તારથી આ વાત વિચારીએ. જેને તપ ગુણનું પાચન થયું હોય તે તપસ્વી આત્માને અતપસ્વી તરફ સહિષ્ણુતા હોય. પોતે તપ કરે એટલે બધાએ તપ કરવું જ પડે; અને એ તપ ન કરે તો એનું માથું ફાટી જાય... એ બાબત બરોબર નથી. જ્ઞાનીના જ્ઞાનનું પાચન ત્યારે જ કહેવાય જ્યારે અજ્ઞાની કે સાવ જડને પણ પ્રેમથી હૈયામાં સમાવી લેવા જોગી સહિષ્ણુતા તેને પ્રાપ્ત થઈ હોય. સત્તાધારીની સત્તા તો જ પ્રશસ્ય ગણાય. જો બીજાઓ પ્રત્યે તે અતિનમ્ર બનીને તેમના દોષો તરફ સહિષ્ણુતા દાખવતો હોય. કોઈ પણ ગુણનો અપચો, તે ગુણવિહોણા તરફની નફરતમાંથી જણાઈ આવે તપસ્વીને ખાનારાંઓ તરફ નફરત થવી એના તપનો અપચો ગણાય; જ્ઞાની જડભરત તરફ તિરસ્કાર થયા કરવો એ એના જ્ઞાનનો અપચો ગણાય. સત્તાનો મદ એ સત્તાધારીની સત્તાનો અપચો ગણાય. તપનું અજીર્ણ ક્રોધ, જ્ઞાનનું અજીર્ણ અહે, સત્તાનું અજીર્ણ તુમાખી, રૂપનું અજીર્ણ વિકૃતિ વગેરે વિધાનો વ્યક્તિગત રીતે પણ કરી શકાય પરંતુ બધા ય ગુણોનું એક અજીર્ણ કહેવું હોય તો “નફરત’ કહી શકાય એમ મને લાગે છે. કોઈ પણ ગુણની સાથે જો ગુણાનુરાગ ન હોય અને જો અવગુણ-સહિષ્ણુતા ન હોય તો તે ગુણ મોક્ષભાવનો સાધક બની શકે જ નહિ. Page #209 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૦૯ સાધના સાચી કઈ સમજવી? પરમાત્માના નામજપથી માંડીને કે દુઃખી પ્રત્યેની અનુકંપાથી થતાં દાનથી માંડીને સંસારત્યાગ કરવા સુધીની અગણિત સાધનાઓ છે. આ વિશ્વમાં અગણિત સાધકો છે. પણ સાચો સાધક કોણ? કઈ સાધના સાચી માનવી? આ રહ્યું તેને જાણવા માટેનું મીટર. સાધના કરનારના અંતરમાં સર્વજીવો પ્રત્યે જો પ્રેમ ઊભરાયો હોય; જો તેનું જીવન પવિત્રતાનું જીવંત પક્ષપાતી બન્યું હોય; જો તે સાધક ધર્મરક્ષા ખાતર જરૂરી નીડરતા ગુણને વર્યો હોય અને જો તેનામાં ધર્મશાસ્ત્ર પ્રત્યે પૂર્ણ વફાદારી હોય તો તેની સાધના સાચી કહેવાય. તે સાચો સાધક કહેવાય. સાધક અને શત્રુવટવાળો! અસંભવ. સાધક અને સાવ જ અપવિત્ર! અસંભવ. સાધક અને ધર્મના આક્રમણો સામે કાયર! અસંભવ. સાધક અને ધર્મશાસ્ત્રને બેવફા! અસંભવ; સાધક બનવા માટે પલાઠી નહિ મારશો તો ચાલશે; યોગાસનોની તાલીમ નહિ લો તો પણ ચાલશે, કુંડલીનીનું ઉત્થાન નહિ કરો તો ય ચાલશે. પરંતુ ઉક્ત ચાર ગુણો વિના કદાપિ નહિ ચાલે. આશ્રમ ઊભો કરવાથી કે પર્ણકુટિરમાં રહેવાથી સાધક ન બની જવાય; પોતડી અને પાવડી પહેરવાથી પણ સાધક ન બની જવાય. જટા રાખવાથી કે સાધનાની વાતો કરવાથી ય સાધક ન બનાય. સાધક તો ઉક્ત ચાર ગુણોને પામવાથી અને વિકસાવવાથી જ બની શકાય. દીક્ષા લેનારનો ભાવ અને સ્વભાવ બે ય જોવા ઘટે. જેના અંતરમાં સંસારના સુખો પ્રત્યે ઉદ્વેગનો ભાવ જાગ્યો હોય અને ભાવિ વ્રતપાલનની ધીરતાનો ભાવ જેના મોં ઉપર તરવરતો હોય તે મુમુક્ષુને દીક્ષા આપી શકાય. પરંતુ આની અંદર ગર્ભિત રીતે એક વાત પડેલી છે જેની તરફ આપણું ધ્યાન Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નહિ એસો જનમ બાર-બાર હોવું જોઈએ. ભવોગ અને ધૈર્યના ભાવનો જે ખરેખર સ્વામી બન્યો હોય તે મુમુક્ષુનો સ્વભાવ (પ્રકૃતિ) પણ સુંદર જ હોય. જેના ભાવમાં કૃત્રિમતા હોય તેનો સ્વભાવ સુંદર ન જ હોય. વર્તમાનકાળના મુમુક્ષુઓના ભાવો પણ કૃત્રિમ પુષ્ટિ પામેલા હોય છે; એથી જ મુમુક્ષુના સ્વભાવમાં અહંતા, ઈર્ષા, જીદ્દીપણું, ક્રોધાદિ આવેશો વગેરે જોવા મળે છે. એવા અહંતાદિ વિચિત્ર સ્વભાવવાળા સુખવિરાગી મુમુક્ષુમાં દીક્ષાની પાત્રતા શી રીતે કહેવી? ગમે તેવો તપસ્વી આત્મા પણ જો સ્વભાવમાં સ્વચ્છંદી હોય તો તે શા કામનો ? મુમુક્ષુતાનો ભાવ હજી થોડોક પોચીદો પણ ચાલી શકે; પરંતુ સ્વભાવ તો ખૂબ સુંદર હોવો જ જોઈએ. એનામાં સૌમ્યતા, લઘુતા, સમર્પણ વગેરે ગુણો તો એકરસ થયેલા હોવા જ જોઈએ. ભાવ સાથે હવે સ્વભાવની પણ સહુએ પરીક્ષા કરવી ઘટે. દુ:ખી, ત્યાગી, વીતરાગી ઉત્તરોત્તર મહાન! રખે કોઈ એવું માની લેવાની ભૂલ કરે કે, “દુઃખીને અન્નવસ્ત્રાદિ દઈને અમે એની ઉપર ઉપકાર કરીએ છીએ.'' ના.... હરગીઝ નહિ. હકીકતમાં તો તમે એને જે દો છો એના બદલામાં એનાં અંતઃકરણની દુઆ દઈને તમને ઘણું દેવા દ્વારા એ જ તમારી ઉપર ઉપકાર કરે છે. પણ દુઃખ એ તો સામાન્ય બાબત છે. આર્યદેશના માનવોને મન તો દુઃખ કરતાં પાપ ઘણી ખતરનાક વસ્તુ છે. પળે પળે પજવતી પાપની વાસનાઓ ભવોભવને બરબાદ કરી નાંખનારી વસ્તુ છે. કેટલીય અનેતિકતાઓ, કેટલાય અનાચારોના રોગોથી આખું જીવન ખદબદી ઊઠે! અને એનો “વાયરસ' પણ કેટલો ઝડપી હોય છે! હાય! સંતોનેય એ અડફેટમાં લઈ લે. આવા પાપોનો નાશ કરનાર સદ્ગુરુની કૃપા જ છે. દુઃખીની દુઆથી દુઃખ જ જાય; સદ્ગુરુની કૃપાથી તો દુઃખ અને પાપ બેય જાય. Page #211 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨ ૧૧ પણ ક્યારેક તો કર્મના ઉદયો એટલા જોરથી ત્રાટકતાં હોય છે કે દુઆ કે કૃપા કાંઈ જ કરી ન શકે. આવા સમયે તો દુઃખમાં હિંમતની અને પાપમાં પશ્ચાત્તાપની જરૂર અનિવાર્ય બની રહે છે. આ હિંમત અને પશ્ચાત્તાપની તાકાત ઉત્પન્ન કરી આપવાની તાકાત ખાસ કરીને ભગવંતની સાચી ભક્તિમાં છે. ભક્ત જ દુઃખે દુઃખી ન હોય અને પાપે સુખી ન હોય. આથી દુઆ કરતાં કૃપા ચડે છે; અને કૃપા કરતાં ભક્તિ ચડે છે. હવે કદી જનસેવા એ જ પ્રભુસેવા બોલશો નહિ. જનસેવા, ગુરુસેવા અને પ્રભુસેવા ઉત્તરોત્તર ચડીયાતા છે. એટલે દુઃખી કરતાં ત્યાગી મહાન છે. ત્યાગી કરતાં વીતરાગી મહાન છે એમ કહેવું જ જોઈએ. ક્યાં દુઃખીજન! ક્યાં ઉપકારી ભગવાન! ક્યાં ગાંગો તેલી ક્યાં રાજા ભોજ? કોક છૂપો આશીર્વાદ આર્યદેશમાં માનવ તરીકેનું જેને જીવન મળ્યું એનાં પુણ્યના પહાડને કાંઈ આપણી બુદ્ધિની ફુટપટ્ટીથી ન જ માપી શકાય. એમાં ય ધર્મની ઉત્તરોત્તર વિશિષ્ટ સામગ્રીઓની જેને પ્રાપ્તિ થાય એની તો વાત જ શી કરવી? છતાં આવા પુણ્યાત્માઓના જીવનમાં પણ ક્યારેક તો દુઃખોનો કે પાપોનો ઘનઘોર અંધકાર વ્યાપી જતો જોવા મળે છે. અંધકારમય એ બોગદાઓમાં અટવાયેલા જીવોને જોતાં આપણી આંખે આંસુ આવી જાય તેવું પણ બને છે. કેટલીકવાર એવું બને છે કે આર્યનું જીવન એ બોગદાઓમાં જ રહેંસાઈ મિસાઈને ખતમ થઈ જાય છે. કેટલીકવાર એવું પણ બને છે કે આવી ભયાનક સ્થિતિમાં ય કોઈ છૂપો આશીર્વાદ પડેલો હોય છે જે એકાએક સાબદો બને છે અને એ અંધકારને ચીરી નાંખતો હોય છે. ભયંકર દુઃખની સ્થિતિમાં મદદ દેવા કોઈ એકાએક દોડી આવે છે; ભયાનક પાપોમાં સંપૂર્ણપણે ડૂબી ગયેલા માનવ સાથે એકાએક કોઈ સંતપુરુષ ભટકાઈ જાય છે. અને જાણે અવળા વેગે ધસમસતા એ જીવનચક્રને જોરથી આંચકો લાગ્યો.. બીજી જ પળે એ જીવનનું ચક્ર, સુખ કે ધર્મની સન્મુખ બનીને સવળા વેગે ધમધમાટ કરતું દોડવા લગે છે. પૂર્વભવના કોક પુણ્યના વાદળ કટોકટીની પળોમાં આશીર્વાદ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ નહિ એસો જનમ બાર-બાર બનીને જ્યારે કોઈના જીવનની ધરતી ઉપર ઊતરીને વરસતા હશે; જ્યારે એ વર્ષોથી બફારો ટળીને અપાર ઠંડક જેને મળતી હશે એના સુખનું તો વર્ણન શ થઈ શકે? સહુ કરતા રહેજો પુણ્ય... ક્યારેક. અચાનક કામમાં આવી જશે. સહી વિનાના ચેક જેવી જિનપૂજા નકામી જ્યાં ભક્તિ; વિવેક અને જયણા છે; શાસ્ત્રાજ્ઞાની સાપેક્ષતા છે ત્યાં ધર્મ છે. પછી દેખીતી રીતે તેમાં હિંસા પણ ભલે હોય. હિંસામાત્રથી હિંસકતા આવતી નથી; હિંસાના આશયથી હિંસકતા આવે છે. અન્યથા જિનપૂજા પણ નહિ થાય; ગરીબને પાણી પણ નહિ દેવાય; તપ, સાધર્મિકવાત્સલ્ય, વરઘોડો, જિનવાણીશ્રવણ વગેરે કશું જ નહિ થાય; કેમકે સર્વત્ર હિંસા તો છે જ. પરંતુ એમાં હિંસાનો આશય જ ન હોય તો તે હિંસાને હિંસા કહી શકાય નહિ. પણ આની સાથે સાથે મારે બીજી પણ એક વાત કરી દેવી છે કે, જિનપૂજા કરનારાઓના અંતરમાં જો સંસારના સુખો પ્રત્યે વિરક્તિ ન હોય; જો જીવનમાં માર્ગાનુસારી ભાવનો લેશ પણ સાપેક્ષભાવ ન હોય, જો મોક્ષાભિલાષનો લીસોટોય અંતરમાં પડયો ન હોય તો એવા આત્માઓની જિનપૂજા નિષ્ફળ ગણાય. એ પૂજાની હિંસા એના માટે તો પાપ જ ગણાય. કેમકે આ આત્મા પૂજા દ્વારા કોઈ વિશિષ્ટ લાભ પામનાર નથી. આથી જ આવા આત્માઓને જિનપૂજા કરવાનો અધિકાર પણ નથી. ઘણા લાભની સામે જે દેખીતું નુકસાન હોય તે જ નુકસાન ન ગણાય; પરંતુ જ્યાં વાસ્તવિક લાભ જ નથી ત્યાંનું નુકસાન તો અવશ્ય નુકસાન ગણાય. એક હજાર રૂપિયા ખર્ચીને ચાર્ટર્ડ પ્લેઈન કરીને મુંબઈ દોડી જનાર માણસ જો કશું ય કમાયા વિના પાછો ફરે તો હજાર રૂપિયાનો ખર્ચ છાતીએ જ વાગે ને? મોક્ષાશયાદિ વિનાની જિનપૂજા એટલે સહી વિનાનો લાખ રૂપિયાનો ચેક. એની કશી કિંમત નહિ. પૂજકો! આ વાત કદી વિસરશો નહિ. સાગર તો જીવતાને જ તારે; મરેલાને ફેંકી દે સાગર માટે એમ કહેવાય છે કે એને તરવા માટે પડેલા માણસોને એ બીજે Page #213 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૧૩ કિનારે તો જ પહોંચાડે જો તેઓ જીવતા હોય. જો તેઓ મરીને મડદું બની જાય તો વળી પાછા એ જ કિનારે ફેંકી દે છે. સાધનાનો સાગર પણ બરોબર આવો જ છે. એને પાર ઊતરવાનું કામ સાગરને તરી જવા કરતાં ય વધુ કાઠું છે. જે મુમુક્ષુઓ શાસ્ત્રચુસ્ત જીવન જીવવાનાં કૌવત સાથે આ સાગરમાં ઝંપલાવે છે; અને પછી પણ એ કોવતને જીવતું રાખે છે તેઓ જ આ સાગરને પેલે પાર-સિદ્ધિના કિનારે-પહોંચી શકે છે. જેઓ એ કૌવત ખોઈ બેસે છે તેઓ જીવવા માટેના નિષ્ફળ ડાફાડોળીઆ મારતાં અંતે મરી જાય છે. આવા મડદાંઓને સાધનાનો એ સાગર ફરી પાછા સંસારના કિનારે ફેંકી દઈને જ જંપે છે. નમો ઈતિ ઉગ્રં,” ક્યાંક કહ્યું છે તે કેટલું બધું સાર્થક છે! નમસ્કાર વિધિવત્ સેવાય તો તારે; નહિ તો માર્યા વિના ન રહે એટલી ઉગ્રતા ધારણ કરે. મહોપાધ્યાયજીએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે, “જે મુમુક્ષુઓના ચારિત્રમાણ રહેંસાઈ ને ખતમ થઈ ગયા છે તેઓ મડદાં બની ગયા છે એમ સમજવું. આવા લોકો પાસે ઘણા માણસો આવે તેથી નવાઈ ન પામશો; કેમકે આ ધસારો તેમની સ્મશાનયાત્રાનો છે. પુણ્યનું “એક્ષચેંજ” ભગવાન જિનેશ્વરોએ તો જીવોમાં સૌ પ્રથમ મોક્ષનો રસ જગાડવાનો જ ઉપદેશ દેવાની અમને વાત કરી છે. જેનામાં એ રસ પેદા કરવાની તાકાત હોય જ નહિ તેનામાં પુણ્યનો રસ જગાડવાનું અમને જણાવવામાં આવ્યું છે. આ લોકના સુખના રસ કરતાં પરલોકના સુખનો રસ કાંઈક જ ઓછો ભયાનક છે છતાં તે પામવા માટે અહીનું ધન ત્યાં પહોચાડાતું નથી. ધન દઈને એક્ષચેંજ રૂપે પ્રાપ્ત કરેલું પુણ્ય જ ત્યાં બધું સુખ ઊભું કરી આપે છે. ગમે તેમ કરીને વર્તમાન ભોગસુખના અતિ કટુ રસ તરફ તિરસ્કાર ઉત્પન્ન કરાવવો જ જોઈએ. આ પાપીષ્ઠ રસથી મનને ખસેડીને જો મોક્ષરસ ન કેળવી શકાય તો છેવટે તે આત્માને પુણ્યનો રસીયો તો બનાવવો જ જોઈએ. - વર્તમાન જીવનના ભોગ સુખોનો જ રસીયો પરલોકાદિને કદી માનતો ન હોય. જો આવા આત્માને “પરલોકની હસ્તી છે” એ વાત ઠસાવી દઈને ત્યાંની દુનિયાના Page #214 -------------------------------------------------------------------------- ________________ וד ૨૧૪ નહિ ઐસો જનમ બાર-બાર સુખો માટે પુણ્ય ભેગું કરવાની જરૂર સમજાવીએ તો વર્તમાન ભોગસુખનો રસ કાંઈક પણ ફિક્કો પાડી શકાય. એને સમજાવવું પડે કે સુખ પામવા માટે પુણ્યકર્મ એકઠું કરવું હોય તો ધનની મૂર્છા ત્યાગીને દાનધર્મ સેવવો જ પડે, વિષય વાસના ત્યાગીને શીલ પાળવું જ પડે; રસલંપટતા ત્યાગીને તપ કરવું જ પડે. આવી સમજૂતીથી પણ જીવાત્મા દાનાદિધર્મનો પ્રેમી બની જાય તે તેની કક્ષામાં જરૂરી ગણાય. સીધું દૂધ ન જ પચાવી શકે તેને મનદુઃખ સાથે ય છાશ જ પાવી પડે છે ને ? પુણ્ય-પાપની અકળ કરામતો લોકો માને છે કે પોતાને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જવી તે પુણ્યોદયથી જ બને અને અનિષ્ટનું આગમન પાપોદયે જ શક્ય બને. સામાન્ય રીતે તો આ વાત સાચી છે પરંતુ કેટલીકવાર આ વાત વિચારણીય મુદ્દો બની જાય છે. એક શ્રીમંતે પરદેશ જવા માટે વિમાનની ટિકીટ ‘બુક’ કરાવી. પોતાની પત્નીની માંદગીના કારણે છેલ્લા કલાકે તેને ટિકિટ ‘કેન્સલ’ કરાવવી પડી. આથી એને ભારે દુઃખ થઈ ગયું. બીજી બાજુ ‘વેઈટીંગ-લીસ્ટ'માં જેમનું નામ પ્રથમ હતું તેમને તરત જ એરોડ્રોમ ઉપરથી ફોન મળ્યો. એમાં જણાવ્યું કે, “તમે તુરત આવી જાઓ; તમને ટિકિટ મળી ગઈ છે.’’ આ સાંભળતાં જ તે ભાઈ આનંદવિભોર થઈ ગયા. સ્વજનોના “બાય, બાય, ટાટા...''ના મધુરાલાપ સાથેનું વિદાયમાન લઈને વિમાન ઊડયું. પાંચ જ મિનિટ પસાર થઈ. વિમાન સળઘી ગયું. બધા ય બળીને સાફ થઈ ગયા! પત્નીની માંદગીના કારણે રોકાઈ ગયેલા ભાઈએ આ સમાચાર જાણ્યા ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો. કેવી કરામત પુણ્યોદયની! Page #215 -------------------------------------------------------------------------- ________________ ના નહિ ઐસો જનમ બાર-બાર ૨૧૫ દુષ્ટ માણસો પોતાના દુષ્ટ દાવોમાં ફાવટ જ મેળવતા જાય, એમાં એમનો પુણ્યોદય શી રીતે કહેવો? એવા લોકો તો જેલભેગા થઈ જાય એ જ પુણ્યોદય નહિ? જેથી નવા પાપો કરતાં તો અટકે ? જેલમાં બેસવા લાયક માણસ ગાદીએ બેસે એમાં પુણ્યોદય શાનો? બેફામ ગાળાગાળી કરનારને જો જીભ મળી તો તેમાં તેનો પુણ્યોદય કેવો ? ભોજન શ્રીમંતનું કે ગરીબનું? કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે પુણ્યબળની અનુકૂળતા મળે છે પછી તે ક્ષેત્રમાં ઝપાટાબંધ પ્રવેશ થાય છે. ટૂંક સમયમાં એક પ્રકારની “માસ્ટરી'' આવી જાય છે પરંતુ સામાન્ય રીતે માનવનું મન સિદ્ધિના શિખરોને નજદિકમાં જોઈને; પ્રશંસાના શબ્દો સાંભળીને વધુપડતી ઉત્તેજનામાં ફસડાઈ પડવાની ભૂલ કરી બેસતું હોય છે. એ મન ઠેકડા મારવા લાગે છે; ધૈર્ય અને સ્વસ્થતા-બે ય ખોઈ બેસે છે. પછી પોતાના ગજાબહાર જઈને કાર્યક્ષેત્રને વિકસાવવા પ્રયત્ન કરે છે. આમ થતાં કાર્યની ઘનતા પ્રવાહી બનવા લાગે છે. સમગ્ર વિશ્વમાં આપણે ફેલાઈ જઈએ એ વાત ગમે તેટલી સારી હોવા છતાં અમલ માટે ભારે જોખમી છે. બધું જ કરવું; બધાયનું કરવું; બધે કરવું એ સિદ્ધાંત નબળા મનની નીપજ છે. આપમેળે ગમે તેટલો વિકાસ ભલે થાય પણ પોતાનું કાર્યક્ષેત્ર મર્યાદિત રહેવું જ જોઈએ. એમાં ખૂબ ઘનતા આવવી જ જોઈએ. એક જ પ્રાંત; રે! એક જ જીલ્લો કે તાલુકો જ લઈએ અને ત્યાં જ પરમાત્મશાસનની સ્થિરતા બનાવીએ તો કેમ? શા માટે ચારેકોર આજીવન દોડવું ? શ્રીમંતનું ભોજન કેટલી વાનગીઓવાળું હોય છે? પણ તૃપ્તિ તો ન જ થાય ને ? જ્યારે ગરીબનું ભોજન! ભલે રોટલો ને છાશ જ! પણ તૃપ્ત કરી દે. Page #216 -------------------------------------------------------------------------- ________________ -> _/ (૩) નિશ્ચય - વ્યવહાર Page #217 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨ ૧૭ શરદીના દર્દીથી પાણીને અડાય પણ નહિ જેને શરદીની એલર્જી છે; વાતવાતમાં શરદી થઈ જવાની જેના શરીરની તાસીર છે એવા માણસો શિયાળાના સમયમાં કેટલાય દિવસો સુધી સ્નાન પણ કરતા હોતા નથી. કદાચ સ્નાન કરે તો ય એક બપોરે! સવારે તો નહિ જ. તદ્દન સાચી વાત છે. એલર્જીનું દર્દ જાય નહિ તો પાણીને અડાય પણ નહિ. જમાનાવાદના વંટોળમાં ફસાયેલા લગભગ ઘણા લોકોની બુદ્ધિને પણ આ “એલર્જી' લાગુ થઈ છે. આવા લોકોને, જેના તેના જે તે વિષયના ભાષણો સાંભળી સાંભળીને એ “એલર્જી' ક્રોનીક' થઈ ગઈ છે. આપણે એમને સમજાવીએ કે તમારે પ્રથમ તો દર્દમુક્ત થવું જોઈએ અને તે માટે “સુનના સબકા''ની નીતિને દેશવટો દેવો જોઈએ. પહેલાં તમે તમારા ઘરમાં સ્થિર થાઓ; ઘરને સારી રીતે સમજી લો પછી બહાર નીકળશો તો ક્યાંય ફસાશો નહિ.' પણ આ લોકો માનતા જ નથી. ગમે ત્યાં ગમે તેવા ભંસા ફાકવાની ટેવ એમની બુદ્ધિને પણ સ્પર્શી ગઈ છે. ક્યાં સુલસાની અને સદ્દાલકપુત્રની વાત! ક્યાં આજના બુદ્ધિજીવીની વાત ! હાથે કરીને એણે એના મગજને બગાડી નાંખ્યું છે. એક વાર જો માણસ સ્વધર્મશાસ્ત્રોને પરિપૂર્ણ રીતે સમજીને તત્ત્વને સમજી લે પછી તે એવો તૃપ્ત થઈ જશે કે એને બીજે ક્યાંય કશું મેળવવા જેવું લાગશે જ નહિ. કદાચ ક્યાંક જશે તો ય એના દિમાગમાં હલબલ ઊભી થશે નહિ. સાત સાગરના તરવૈયા મિહિરસેનની સાથે બ્રિટીશ ચેનલમાં ઝંપલાવતા પઠ્ઠા આદમીને છીંક પણ ન આવે. પણ એલર્જીથી પીડાતાને તો પાણીને જુએ ત્યાં છીંકવા માંડે. અમૈત્રી જેટલી જ અતિમૈત્રી પણ સારી નહિ કોઈ પણ જીવનો દ્રોહ કરવો; તેના પ્રત્યે પ્રીતિ ભાવ ન રાખવો તે અમેત્રી. અમેત્રી કદી સારી નહિ. એમ અપ્રમોદ, અકરુણા અને અમાધ્યથ્ય પણ સારું નહીં. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નહિ એસો જનમ બાર-બાર આ વાત તો હજી ઘણા જાણે છે. પરંતુ આ વાતને જાણનારાઓ કેટલીકવાર ગંભીર થાપ ખાઈ જતા હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય (ઉપેક્ષા = ઉદાસીનતા) ને સારા સમજ્યા પછી તેમાં જે વિવેકબુદ્ધિ જાગ્રત થવી જોઈએ તે જાગ્રત ન થવાથી અતિમૈત્રીને પણ મંત્રી માની લેવાની ભૂલ કરી બેસે છે. અતિપ્રમોદિને પ્રમોદાદિ માની લે છે. આ બરાબર નથી. સારી તો મૈત્રી જ છે. અમૈત્રીની જેમ; અતિમૈત્રી પણ સારી નહિ. વીરશાસન ઉપર જે ઝનૂની આક્રમણ કરે તેની સાથે વળી મૈત્રી કેવી? એ તો અતિમૈત્રી કહેવાય. શાસનરક્ષા કાજે આક્રમકોની સામે આક્રમક બનવું જ રહ્યું ત્યાં કોઈ મૈત્રીની વાત કરે તો એ અતિમંત્રી કહેવાય; નિર્માલ્ય મંત્રી કહેવાય. માટે જ તો સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિઓ બારમા દેવલોકની બક્ષીસ પામ્યા હતા. આ જ રીતે અતિપ્રમોદ, અતિકરુણા અને અતિમાધ્યથ્ય પણ સારા નહિ. શાસનની ઈમારતના બારણે જે સાધુઓ રખવાળું કરે છે એ તો વફાદાર કૂતરા જેવા છે. ચોર આવે એટલે ભસ્યા વિના રહે જ નહિ. પછી કોઈ તેમાં અમેત્રી જોતું હોય તો ભલે જુએ. આવા વખતે કૂતરો ન ભસે તો બીજું શું કરે? અમે તો એ અમૈત્રીના આક્ષેપમાં અતિમૈત્રી જોઈએ છીએ. અમને તે માન્ય નથી. જન્મવું અને જન્માવવું એ ય ત્રાસ મહાનાસ્તિકને ય મરવું તો ત્રાસરૂપ લાગે જ છે. કાંઈક આસ્તિકને મારવું એ ય ત્રાસરૂપ લાગે છે. નથી મરવું ગમતું નથી મારવું ગમતું. પરંતુ જે જૈન છે તેની સ્થિતિ આથી પણ ઊંચી છે. એને તો જન્મવું એ જ ત્રાસરૂપ લાગે છે. કેમકે જે જન્મે તેને જીવવું પડે અને મરવું ય પડે. જીવનના પાપોનો કોઈ આરોવારો નથી. વળી માર્યા વિના જીવવું ય મુશ્કેલ છે અને મારવું તો એને ગમતું જ નથી. એટલે પાપી જીવન અને દુઃખી મરણનું જન્મસ્થાન જન્મ જ એને ત્રાસરૂપ થઈ પડે છે. વાત આટલેથી જ અટકતી નથી. જેમ જૈનને જન્મવું એ પાપ લાગે છે; એમ હવે કોઈને જન્મ આપવામાં નિમિત્ત બનવું એ પણ પાપ લાગે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર કેવી છે આ દુનિયા! કોઈનો જન્મ થાય ત્યારે થાળી વગાડે છે! પેંડા વહેંચે છે ! મરણ સહુને ખરાબ લાગ્યું! પણ જન્મ તો કોઈને ય ખરાબ લાગતો નથી! એ તો જૈન હોય જ જન્મને ભૂંડો માને! ૨૧૯ માતા દેવકીએ દીક્ષા લેવા તૈયાર થયેલા સ્વપુત્ર ગજસુકુમાળને છેવટે એ જ વાત કરી હતી ને કે, “બેટા! એક જ શરતે દીક્ષાની રજા આપું કે હવે તારે કોઈ મા કરવી નહિ. તારી છેલ્લી મા મને જ બનાવ’' અને ખરેખર ગજસુકુમાળે તેમ જ કર્યું ! અજન્મા બન્યા. સુરસુંદરી તો બની જાણો મહારાજા પુણ્યપાલે ભણીને તૈયાર થયેલી પોતાની બે દીકરી સુરસુંદરી અને મયણાને પૂછયું. ‘“પુણ્યથી શું શું મળે છે?’' સુરસુંદરીએ સંસારની સામગ્રીઓ જણાવી; જ્યારે મયણાએ ધર્મની સામગ્રી જણાવી. બેશક, બેયના ઉત્તર સાચા છે. પરંતુ સુરસુંદરીની દૃષ્ટિ ખોટી છે. કેમકે એની નજર ભોગસામગ્રી ઉ૫૨ કેમ ગઈ? ધર્મ સામગ્રી ઉપર કેમ નહિ ? ખેર, મારો તો એ પ્રશ્ન છે કે આજ લગભગ જમાનાવાદી બની ગયેલો ધર્મી ગણાતો વર્ગ મયણાના ઉત્તરને તો માન્યતા નહિ આપે પરંતુ સુરસુંદરીના ઉત્તરને હૃદયથી સ્વીકારે છે ખરો ? સંસારની ભોગસામગ્રી પુણ્યથી જ મળે; પુણ્યકર્મ ન હોય તો ન જ મળે એવી દૃઢશ્રદ્ધા આ ધર્મીવર્ગમાં ય છે ખરી? કે પછી પુરુષાર્થને જ માનતા ઉઘાડા નાસ્તિકો જેવા આ લોકો છૂપા નાસ્તિક જ છે? મોક્ષ અને ધર્મની વાતો તો આવા લોકો માટે દૂધપાકસમી છે. આંતરડાના નબળાંને દૂધપાક શે' પચે ? માટે જ એ તાકાત લાવવા માટેની પૂર્વભૂમિકામાં છાશસમો આ પુણ્યવિચાર છે પણ આના ય ક્યાં ઠેકાણાં છે? જ્યારે ને ત્યારે માત્ર સુખ દુઃખની વાતો કરનારા પુણ્ય-પાપમાં માને છે એમ કેમ કહી શકાય? તો પછી ધર્માધર્મની વાતો માટે તો અહીં અવકાશ જ ક્યાં રહ્યો ? જો પુણ્યને માની લેવાય તો તરત આત્મા, પરલોક, દુર્ગતિ, પાપકર્મ બધું જ માની લેવાનું રહે. પુણ્યનો રસીયો પાપથી ખૂબ ડરે. ક્યાં છે આજના સુખ૨સીયા ધર્મલોકોમાં પુણ્યના રસના છાંટણા? Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નહિ ઐસો જનમ બાર-બાર સાધકની સામે મોં ફાડીને ઊભેલી બે ભયાનક ખીણો મોક્ષ માર્ગ કેટલો કપરો ? કહ્યું છે ને ઃ“સાધુ જીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર. ચડે તો ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.'' મોક્ષનો માર્ગ એક નથી. માત્ર ક્રિયામાર્ગ પણ ન ચાલે; માત્ર જ્ઞાનમાર્ગ પણ ન ચાલે. જ્ઞાન-ક્રિયાના સમન્વયમાં જ મોક્ષમાર્ગ રહેલો છે. અફસોસની વાત એ છે કે કેટલા મોક્ષમાર્ગના પથિકો માત્ર ક્રિયાને વળગ્યા છે; રાગ-દ્વેષને મારવાનું, માંદા પાડવાનું કે છેવટે એવી તીવ્ર ભાવના રાખવાનું પણ એમને જરૂરી લાગ્યું જ નથી. ક્રિયા માત્રથી મોક્ષ થવાની એમની બુદ્ધિએ જ એમને ધોકો પહોંચાડયો છે. આવા લોકો સાધના-પર્વતની સાંકડી ધારે ચડતાં મોક્ષના શિખરે તો પહોંચી શકતા જ નથી. પરંતુ એ પર્વતધારની એક બાજુની ભયાનક ખીણમાં ગબડી પડે છે. વિરાટ સંસારનું પરિભ્રમણ પામે છે. બીજા કેટલાકો પણ પોતાની વિચિત્ર બુદ્ધિનો ભોગ બન્યા છે. એમણે આત્માને ઓળખવાની વાતથી જ મોક્ષસિદ્ધિની વાતો કરી છે. ક્રિયામાર્ગ આખો ય તિરસ્કારી નાખ્યો છે. ખાવત, પીવત મોક્ષ માનત... જેવી મનોદશા એમણે પકડી છે. આવા લોકો રાગ-દ્વેષના પર્યાયોની વાતો ખૂબ કરે છે પણ શુભ ક્રિયાત્મક જીવન ન હોવાથી એમનાં જીવનમાંથી તો રાગદ્વેષ કદી ટળતા નથી. પર્વતની ધારની બીજી-બાજુએ મોં ફાડીને ઊભી રહેલી ખીણ આવા લોકોનો ભોગ લે છે. મોક્ષના ટોચ શિખરે જેને જવું હોય તેણે આ બેય વાતનો સમન્વય કરવો પડશે. રાગદ્વેષને માંદા પાડીને મારવા સુધીની તીવ્ર ભાવનાનો જ્ઞાનયોગ જાગ્રત રાખો અને તે માટે જ શુભક્રિયાત્મક જીવનના શરણે જાઓ. મોક્ષનો આ એક જ માર્ગ છે. જ્ઞાન-ક્રિયાના શાસ્ત્રીય સમન્વયનો. Page #221 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૨૧ કોણ કહે છે કે આત્મા ઉપર જડની કોઈ અસર નથી? જ્યાં સુધી આત્મા શરીરના પુદ્ગલમાં સર્વત્ર ઓતપ્રોત થઈને રહેલો છે ત્યાં સુધી જડની અસ૨ આત્મા ઉપર છે, છે ને છે જ. દૂધમાં પડીને એકરસ થઈ ગયેલું પાણી પણ, દૂધ ગરમ થાય એટલે ગરમ થવાનું જ છે. દલીલોની વાત જવા દો. હાથકંકણને આરસીની શી જરૂર છે ? જડની અસ૨ને જે બિરાદર અવગણતા હોય એમને જડ એવી સોયની ટાંચણી જ અડાડો એટલે બધી ખબર પડી જશે. શબ્દપુદ્ગલ પણ જડ છે ને? એમને જો કોઈ ‘ગ ધે ડો’ એવું કહે તો જુઓ મજા... પછી શું થાય છે તે... ચશ્માં ય જડ જ છે ને ? છતાં વાંચવાના નંબરવાળા સચેતનને વાંચતી વખતે એના વિના ક્યાં ચાલે છે? શાસ્ત્ર પણ જડ છે ને ? મૂર્તિ પણ જડ છે ને ? ભોજન પણ જડ છે ને ? દવાની ગોળી પણ જડ છે ને ? આ બધા ય શું આત્મા ઉપર કોઈ અસર જ કરતા નથી? જડ શાસ્ત્ર - કે જડ મૂર્તિ આત્માને જ્ઞાન આપતા નથી કે ? ચશ્માં, આત્માને દર્શન દેતા નથી કે ? દવાની ગોળી આત્માને સુખ દેતી નથી કે ? ક્રમબદ્ધ પર્યાયની એકાન્તિક લૂલી વાતોથી બચાવ થઈ શકે તેમ નથી. વળી ‘‘જડની અસ૨ નથી'' એવું માત્ર બોલવા પૂરતું જ રાખ્યું છે ને ? વ્યવહારમાં તો શાસ્ત્ર, મૂર્તિ, ચશ્માં, દવા વગેરે અનેક જડ પદાર્થોનું શરણું લેવાય જ છે. વાણી અને વર્તનનો આ વિસંવાદ કેટલો કાળ નભી શકશે ? અપેક્ષાએ, પુણ્યકર્મ અત્યંત ઉપાદેય જ છે કેટલાક લોકોએ પુણ્યકર્મની હેયતાની વાત શાસ્ત્રમાંથી કાઢી બતાવીને બૂમરાણ મચાવ્યું છે. પુણ્યકર્મ નકામું છે... એ જોઈએ જ નહિ... એવો કદાગ્રહી વિચાર બાળજીવોને માટે અત્યંત અહિતકર છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નહિ ઐસો જનમ બાર-બાર શાસ્ત્રની જે વાતો ઘણી ઊંચી વિકાસકક્ષાને નજરમાં રાખીને જણાવાઈ હોય તેને નીચલી કક્ષામાં પણ લગાવી દેવી એ તો કેટલું ભયંકર જૂઠાણું જ કહેવાય? ત્રણ વર્ષના બાળક માટે માતાનું સ્તનપાન હેય ખરું કે નહિ? જો હા. તો શું હવે એમ કહી શકાય ખરું કે ત્રણ મહિનાના બાળક માટે સ્તનપાન હેય છે! અરે બે કક્ષાઓ જ સાવ જુદી છે ત્યાં હેયતાની સમાનતા શી રીતે રહી શકે! વેલામાંથી વૃક્ષ બન્યા પછી વાડ અવશ્ય હેય છે પણ તેથી શું વેલાની બાળ અવસ્થામાં જ એ વાડને ઊંચકીને ફેંકી દેવાય ? બાળકક્ષાના જીવો માટે તો પુણ્ય ઉપાદેય જ છે. સહુ કાંઈ ધર્મ માટે ધર્મ કરતા નથી. કેટલાક એવા પણ હોય છે જેઓ પુણ્યના પ્રલોભનથી ધર્મ કરવાની બાળકક્ષામાં હોય છે. આવા જીવોને પુણ્યની હેયતા જણાવીને શું કમાવાનું છે? જરૂર પાપકર્મ હેય છે. પણ પાપકર્મનો મળ કાઢવા માટે માનવ-જીવન, જિનકુળ, સદ્ગુરુયોગ, પંચેન્દ્રિયપટુતા વગેરે શું જરૂરી નથી? બધાય શું પુણ્યકર્મના ઉદય વિના મળી જવાના છે? મળ કાઢવા માટે દિવેલ તો વાપરવું જ પડે છે. ભલે બીજું કાંઈ જ ન વપરાય. પેટમાં ગયેલું દિવેલ, મળ કાઢીને આપોઆપ નીકળી જાય છે. દિવેલને કાઢવા કોઈની જરૂર નથી. પુણ્યકર્મ દિવેલ જેવું છે. કોરા ક્રિયાકાંડી કરતાં કોરો જ્ઞાનવાદી વધુ ભૂંડો ગણાય! આત્માની, આત્માના જ્ઞાનાદિગુણોની-નિશ્ચયનયની વાતો કરનારા કેટલાક જ્ઞાનવાદી લોકો ક્રિયાકાંડ, તપ, ત્યાગ કરનારાઓ તરફ તિરસ્કારની નજરથી જુએ છે એ ભારે કમનસીબ બાબત છે. સાવ જડ, એકાંગી, કોરી ક્રિયાઓ કરનારાઓ જો તરત મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી તો એ વાત પણ નક્કી સમજી રાખવી કોરી જ્ઞાનની વાતો જ કરનારાઓ, ક્રિયાકાંડના જીવનથી સંપૂર્ણ રીતે અલિપ્ત રહેનારા, રાત્રિભોજનાદિ દોષોને પણ જ્ઞાનની વાતો નીચે ઉપેક્ષિત કરનારા પણ મોક્ષ પામવા માટે એટલા જ નાલાયક છે. દેહાત્માના ભેદજ્ઞાન વિના મોક્ષ થાય જ નહિ એવું કહેનારા જ્ઞાનવાદીઓ જાણે એમ જ સમજતા હોય છે કે ઘોર તપ કરનારાઓ, મહાવ્રતોના પાલકો, તીર્થની યાત્રાઓ કરનારા ક્રિયાકાંડીઓને દેહાત્માનું ભેદજ્ઞાન થયું જ નથી! Page #223 -------------------------------------------------------------------------- ________________ וד નહિ ઐસો જનમ બાર-બાર કોઈને ઉલ્લું બનાવવા માટે આ બધી સારી વાતો લાગશે પરંતુ દેહનો કારમો અધ્યાસ તોડયા વિના કદી તપ થઈ શકે ખરું? કદી મહાવ્રતોનાં કઠોર જીવને પગ મૂકી શકાય ખરો ? માથાના વાળ ખેંચી નાંખવાની કે ધગધગતી રેત ઉપર હાથીની જેમ ગંભીરતાથી ચાલી નાખવાની ક્રિયાઓ શું ભેદજ્ઞાન વિના જ આવી જતી હશે ? ૨૨૩ પરમાત્મા મહાવીરે જ ભેદજ્ઞાનની વાતો કરી છે ને ? અને એ જ ભગવંતે ઘોર તપ ત્યાગાદિની વાતો કરી છે ને ? તો આદર્શો સાચા છે ને ? જો આદર્શો સાચા છે, તો એ આદર્શોને વ્યવહારુ બનાવનારી તપ ત્યાગની ક્રિયાઓ પણ એટલી જ સારી અને સાચી છે. હથોડા ઘણા માર્યા! નિષ્ફળ ગયા! તો ય સફળતા તો હથોડા મારવાથી જ મળશે! “અનંતીવાર ધર્મક્રિયા કરી છતાં મોક્ષ ન થયો!'' આ શાસ્ત્રવચન છે. કબૂલ છે. પણ એની સાથે એવું પણ શાસ્ત્રવચન છે કે જ્યારે પણ મોક્ષ થશે ત્યારે સામાન્ય રીતે તો એ ધર્મક્રિયાથી જ થશે. આ વાતને કેમ ઉડાડી દેવામાં આવી છે? પહેલી અડધી જ વાત પકડી લઈને મુગ્ધ લોકોને ધર્મવિમુખ બનાવી દેવાનો પ્રયત્ન કેટલો બધો હલકો ગણાય ? પેલા ગામડીઆ ઈજને૨ની વાતને આવા લોકોએ બરોબર યાદ રાખવી જોઈએ. એકાએક મિલના સંચા બંધ પડી ગયા! ભણેલા ઈજનેરોએ જ્યાં ને ત્યાં હથોડીઓ માર માર કરી; પણ બધું ય નિષ્ફળ! પછી પેલા ગામડીઆ ઈજનેર (!) પધાર્યા. મેનેજરની રજા લઈને એણે એક જ વાર એક જ ઠેકાણે હથોડી મારી કે તરત જ બધા સંચા ચાલુ થઈ ગયા! નાનકડી આ વાતમાં શાસ્ત્રનો પૂર્ણસિદ્ધાંત ગૂંથાયેલો છે. અડધીયા પ્રેમીઓએ આ વાત સારી રીતે ધ્યાનમાં લેવી જોઈએ. જો તે લોકો તેમ નહિ કરે તો અનેક ભોળા ભાવુકોના આત્માઓને પારાવાર અહિત થઈ જશે. જો ક્રિયામાત્રથી મોક્ષ નથી તો જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી. અપવાદમાં જ્ઞાનમાર્ગી તો કોક જ મોક્ષ પામ્યા છે જ્યારે રાજમાર્ગમાં અનંતાનંત આત્માઓ ક્રિયામાર્ગની મુખ્યતાએ મોક્ષપદ પામ્યા છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ નહિ એસો જનમ બાર-બાર ધર્મક્રિયાને કાં વગોવો? કેટલાકો કહે છે, “ક્રિયાકાંડથી કે તાજપથી આત્માનો મોક્ષ થઈ શકતો નથી. જો તેમ હોય તો અનંતીવાર એ ક્રિયાકાંડ અને તપજપ કર્યા છતાં કેમ હજી સુધી જીવ સંસારમાં જ ભમી રહ્યો છે?” શાસ્ત્રના અજાણ માણસને તો આ પ્રશ્ન જોરથી લમણે વાગે તેવો છે પરંતુ આ સાવ બોદો પ્રશ્ન કહી શકાય. પહેલી વાત તો એ કબૂલ છે ને કે કપડામાં જૂ પડી હોય તો જૂને જ દૂર કરાય ને? એથી કાંઈ કપડાંને ગાળો દઈને ફેંકી ન જ દેવાય ને? બસ ત્યારે, આ જ વાત અહીં પણ લાગુ થાય છે. ક્રિયાઓ કે તપત્યાગાદિ જરા ય ખરાબ ન હતા પણ એની પાછળ સાંસારિક વાસનાઓ જોર કરતી હતી અથવા તો મોક્ષાભિલાષ ન હતો. જો હવે તે વાસના દૂર થાય, અને તે મોક્ષનો અભિલાષ જાગ્રત થાય તો તે જ ક્રિયાકાંડ કે તાજપાદિથી મોક્ષ થવાનો છે. આથી જ તત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે ભલે આજ સુધી કરેલી અનંતી ધર્મક્રિયાઓથી મોક્ષ ન થયો પરંતુ ક્યારેય મોક્ષ થશે ત્યારે તે ક્રિયાદિથી જ થશે. ઘણી જાતની દવાઓ વર્ષો સુધી લઈને ધરાઈ ગયેલા દર્દીને ફરી કોઈ ઈલાજ બતાડવામાં આવે છે ત્યારે તરત તેને અજમાવવા માટે પ્રેરાય છે કેમકે તે જાણે છે કે, “જ્યારે પણ રોગ જવાનો હશે ત્યારે આવા જ કોઈ ઈલાજ જ જશે. ભલેને આજ સુધી નિષ્ફળતા મળી. ધર્મક્રિયાઓ “અનંતી' કર્યાનું કહીને તેને તિરસ્કારવાનું જણાવતા બિરાદરોને આ વાતની ખબર છે ને કે પત્નીઓ પણ “અનંતી કરી છતાં ભોગતૃપ્તિ થઈ નથી!” તો પછી તેમના ભક્તોને લગ્નજીવનની માંડવાળા કરવાનું તેઓ કેમ કહેતા નથી? દૂધ પીને મરી ગયો! ઝેર ખાઈને જીવી ગયો! અસાધ્ય સંગ્રહણીનો એક દર્દી દૂધ પીને મરી ગયો! દમનો દર્દી સોમલ ખાઈને નિરોગી બનીને જીવી ગયો! Page #225 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૨૫ આવું ય કવચિત્ બની જાય ને? માનવી છે આ વાત? જો હા. તો પછી હવે દૂધ પીવાનું બંધ કરો અને ઝેર ખાવાનું ચાલુ કરો. આ અમલ અશક્ય છે ને? એનું કારણ એ જ છે કે આવું તો કવચિત જ બને. સામાન્યતઃ તો દૂધ પી જિવાય છે અને ઝેર ખાઈને મરાય છે માટે તેનો જ વિચાર થાય. જો આટલી વાત મંજૂર હોય તો ઘણું સુંદર, હવે ભરતચક્રીની વાત આગળ કરીને કદી ન કહેતા કે ઘેર બેઠા પણ કેવળજ્ઞાન થઈ શકે છે! ગુણસાગરનું દૃષ્ટાંત કહેશો નહિ કે હસ્તમિલાપની ક્રિયા વખતે પણ વીતરાગ પદ પ્રાપ્ત થઈ શકે છે! કેમકે આવું તો કવચિત જ બને છે. અગણિત આત્માઓ તો ઘરબાર ત્યાગીને, સાચા સાધુ બનીને જ વીતરાગ પદ પામ્યા છે માટે તેમનું જ દૃષ્ટાંત લેવાય. ઉકરડામાંથી ય કોકને મોતી જડયું છે છતાં મોતીનો ગ્રાહક કેમ ઉકરડે જતો નથી? મોતી બજારમાં જ કેમ જાય છે? ઠેસ લાગતાં ધૂળનું ઢેકું બહાર નીકળી જતાં કોઈકને નિધાન પ્રાપ્ત થયું છે. કરવો છે તમારે અખતરો? પછી કાચો નખ કપાતા, સેપ્ટીક થતાં, હોસ્પીટલ ભેગા થવું પડે તો નવાઈ ન પામશો. જૂઠાણાથી કે પ્રલોભનોથી ધર્મનો વ્યાપ કરવો એ ધર્મ હત્યા છે. ધર્મનો મહિમા વધારવા માટે અસત્યનો આશ્રય લેવો એ તો કેટલું ભયંકર ગણાય? “ભગવાન સીમંધરસ્વામી પાસે પોતે પૂર્વ ભવમાં હતા અને ત્યાં આચાર્યશ્રીને આગમોનું જ્ઞાન લેતા પોતે જોયા હતા. માટે આચાર્યશ્રીના આગમો સીમંધરસ્વામીએ જ કહેલા છે; મને આવું પૂર્વભવનું જ્ઞાન થયું છે.” એવી વાતો ફેલાવીને લોકોને મુગ્ધ કરવાનો પ્રયત્ન ધર્મક્ષેત્રમાં કેટલો બધો બાલિશ લાગે છે ! એ જ રીતે મારા ભક્ત બનશો, મારી પધરામણી કરાવશો.. તો લાખોપતિ બની જશો.... અમુક વ્યક્તિ મારી ભક્ત બની કે તરત જ તેની જમીનમાંથી લાખો Page #226 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર રૂપિયાનું મંગેનીઝ નીકળ્યું હતું.” વગેરે વગેરે લોભામણી વાતો કરવી એ પણ કેટલું બધું અયોગ્ય કૃત્ય છે? ધર્મ તો મોક્ષભાવની તાલાવેલીપૂર્વક કરાવાય. આવા અસત્યો અને દંભોના તકલાદી પાયા ઉપર તે ધર્મની ઈમારત ઊભી કરાતી હશે? કેટલી ટકશે એવી ઈમારત? વ્યક્તિની વિદાય સાથે જ એવા તકલાદી ધર્મોની વિદાય થઈ જાય છે. એટલું જ નહિ પણ ભોગરસિક ભક્તવર્ગમાં એ જ ધર્મસંસ્થાઓ ભયાનક કજિયા ઉત્પન્ન કરે છે. સો કદમ છેટા રહેજો, એવા નકલી પ્રચારની મનોવૃત્તિથી! થોડો પણ શુદ્ધ ધર્મ જે પરિણામ દેખાડશે એ ઘણો પણ અશુદ્ધધર્મ કદાપિ નહિ દેખાડી શકે. ઊલટો વિશ્વનો વિનાશ કરશે. અશુભ નિમિત્તોથી નાસી છૂટો; જે પવિત્ર રહેવું હોય તો! મીણ જો અગ્નિ પાસે મુકાય તો ઓગળ્યા વિના ન જ રહે એ વાત જેટલી સાચી છે એટલી જ લગભગ સાચી એ વાત પણ છે કે જો મીણ અગ્નિ પાસે ન મુકાય તો ન જ ઓગળે. જેને મનની શુદ્ધિ જોઈતી હોય, સમાધિ પ્રાપ્ત કરવી હોય તેણે પ્રથમ તો અશુભ વિચારોની પક્કડમાંથી મનને મુક્ત કરવું જ પડશે. અશુભ વિચારોનું મનમાં આગમન થવામાં મુખ્યત્વે અશુભ નિમિત્તોનો સંગ જ કારણ બને છે. વિના નિમિત્ત વિકારો જાગવાની શક્યતા ઘણી ઓછી ગણાય એટલે તમને જે જે નિમિત્તોથી મનમાં રાગદ્વેષના વિકારોની આંધી આવતી સમજાતી હોય તે બધાં ય નિમિત્તોથી તમે સદા દૂર રહો. સિનેમા જોશો જ નહિ તો એ સંબંધિત વિકારોના ધસારામાં ઘણો મોટો કાપ પડી જશે. ચિત્તની શાંતિ સહજ રીતે પ્રાપ્ત થતી જણાશે. આવું બધા અશુભ નિમિત્તોની બાબતમાં સમજી લેવું. પછી ચિત્તશુદ્ધિ, આત્માની ઓળખાણ, સમાધિ વગેરે ખૂબ સરળ થઈ પડશે. પજવણી બંધ થાય પછી જ કામ કરવાની મજા આવે. સિદ્ધિમા આ જ રાજમાર્ગ છે. આ જ સરળ અને સલામત માર્ગ છે. જિનેશ્વર ભગવંતોએ જ વ્યવહાર માર્ગનું આવું આરાધન બતાવ્યું છે માટે તેનું મુલ્ય ઘણું વધી જાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૨૨૭ ભાવની જેમ નામાદિનિક્ષેપાની જગદુદ્ધારકતા શાસનપતિ તીર્થકર ભગવંતોનો ભાવનિક્ષેપો જ જગદુદ્ધારક છે એમ કદી કહી ન શકાય. એ તારક પરમાત્માના નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાઓમાં પણ એવી જ અકાટ્ય જગદુદ્ધારકતા રહેલી છે. અપેક્ષાએ એમ જ કહેવું જોઈએ કે આ ચારેય નિક્ષેપ ભેગા મળીને જ પરમાત્માનું જગદુદ્ધારકત્વ સાર્થક કરે છે. જગત્ માત્રની ઉદ્ધારકતા એકલા ભાવનિક્ષેપમાં શી રીતે કહેશો? પરમાત્મા મહાવીરદેવનો ભાવનિક્ષેપ તો કેવલ્યની પ્રાપ્તિથી નિર્વાણની પ્રાપ્તિ સુધીના ૩૦ વર્ષનો એક અપેક્ષાએ કહી શકાય. આ ત્રીસ વર્ષમાં પ્રભુએ તારી તારીને કેટલાને તાર્યા! લાખોને, કરોડોને.. પણ જગત તો કેટલું વિશાળ છે? અનંતાનંત જીવદ્રવ્યો. ત્રણ ભુવનો અને ત્રણે કાળને પોતાની ગોદમાં જગત્ નામનું તત્ત્વ સમાવી લે છે. અનંતા જીવોમાં જેટલાની મોક્ષગમન પાત્રતા હોય તેને તો તારક પ્રભુ તારશે જ ને? તો શી રીતે ત્રીસ વર્ષના ગાળામાં તારશે? એ જ ગાળામાં જેનો કાળ નહિ પાકયો હોય તેનું શું થશે? તે તો રહી જ જશે ને? આથી જ જગદુદ્ધારકતાને ચરિતાર્થ કરવા માટે નામાદિ ત્રણ નિક્ષેપને પણ સ્વીકારવા પડશે. તારક પરમાત્માની ગેરહાજરીમાં પણ એ તારકનું નામસ્મરણ; એમની પ્રતિમાનું પૂજન અને એમની સિદ્ધાવસ્થા સ્વરૂપ દ્રવ્યનિક્ષેપાનું ધ્યાન તથા એમના કલ્યાણક દિવસો સ્વરૂપ કાલિક દ્રવ્યનિક્ષેપાની આરાધના-આ ત્રણેયનું જે આત્મદ્રવ્ય આલંબન લે તેને તારે પછી સમસ્ત વિશ્વ આલંબન લે તો સમસ્ત વિશ્વને તારે. આમ નામાદિ ચારે ય નિક્ષેપ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે. મનને વશ કરવાનો સરળ ઉપાય લગભગ બધાયની આ ફરિયાદ છે, “મન કેમ વશ થતું નથી? ચિત્રવિચિત્ર વિચારો કેમ આવી જાય છે?” દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે આના સમાધાનરૂપે વ્યવહારનયની અત્યભુત સ્થાપના કરીને આપણી ઉપર અનહદ ઉપકાર વરસાવી દીધો છે. પરમાત્મા કહે છે, “મનને બેકાબુ બનાવનારા જે જે નિમિત્તો હોય તેનાથી તમે વેગળા બની જાઓ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ નહિ એસો જનમ બાર-બાર કેવી સુંદર વાત છે? મીણ જો અગ્નિ પાસે જાય તો ઓગળ્યા વિના ન જ રહે એ વાત જેટલી નક્કી છે તેટલું જ એ પણ નક્કી છે અને મીણ અગ્નિ પાસે ન જાય તો ન જ ઓગળે. તમારા દૈનિક જીવનમાં ક્યા પ્રસંગો તમારા ચિત્તને વિહ્વળ કરી દે છે? તે તમે શોધી કાઢો. સિનેમા, નોવેલો, ક્લબો, કેન્ટીનો, સ્ત્રીઓ વગેરેમાં કોણ તમને પજવે છે? તે તમે શોધી કાઢો. પછી એ પ્રસંગથી દૂર થઈ જાઓ. એનો પડછાયો પણ ન લો. નિમિત્તથી નાસી છૂટો. મનને પરાણે કોઈ પછાડી શકતું નથી. મનની નબળાઈઓ જ મનને પછાડે અઢળક અશુભ નિમિત્તોની ભીંસમાં ફસાયેલા આત્માઓના મન વિકૃત્તિઓથી ખદબદી ઊઠે તેમાં શી નવાઈ છે? સમજવું હોય તો સાનમાં સમજી જાઓ. પામવું હોય તો ક્ષણમાં પામી જાઓ. એક જ શરત છે; અશુભ નિમિત્તથી નાસી છૂટો. પછી વિજય તમારો જ છે. માનસિક ભાવોને કાબૂમાં રાખવાનો સરળ ઉપાય જનમજનમના ફેરા કરતા આવા તો આત્માના ચિત્તપટ ઉપર કેવા કેવા મલિન ભાવો નહિ પથરાયા હોય? આવા ભાવો જીવનની ગમે તે પળે ભયંકર રીતે આક્રમણ કરતા હોય છે. સંતના જીવનને પણ ધમરોળી નાખવાની એમની પ્રચંડ તાકાત ઈતિહાસના પાને પાને નોંધાયેલી છે. અશુભ ભાવોને કાબૂમાં લેવાનો ઉપાય શોધવા પહેલાં એ ભાવો કેવી રીતે બેકાબુ બને છે તે જ શોધી કાઢવું જોઈએ. રોગને દૂર કરવા માટે રોગની ઉત્પત્તિના કારણોને જાણી લેવા જોઈએ. જૈનશાસ્ત્રો કહે છે કે શુભ કે અશુભ કોઈ પણ ભાવ ઘણું કરીને દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની છે તે અસરોથી જ ઉત્પન્ન થતા હોય છે. જો દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ સારા મળી જાય તો ભાવો પણ સારા જાગે, જો તે દ્રવ્ય વગેરે મલિન મળે તો ચિત્તમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૨૯ પડેલા મલિન ભાવોનું થાણું સાબદું બની જાય. મહાવિરાગી સંતને જો કામણગારી સ્ત્રીનું દ્રવ્ય મળે, નિર્જનક્ષેત્ર મળે અને રાત્રિનો કાળ મળે.. તો જન્માંતરોમાં તૈયાર કરેલા ચિત્તના અશુભ ભાવો જાગી પડે અને ઘમસાણ મચાવી જ દે. કોઈ બાળને જો સંત-સમાગમ મળે, ધાર્મિકજનોનાં ગામમાં વસવાટ મળે, ધાર્મિક અધ્યયનાદિ કરવાનો કાળ મળે તો જન્માંતરોમાં સંતના અને ડાકુના પણ જીવન જીવીને આવેલું તે બાળક સંતની ભૂમિકાને સિદ્ધ કરે. જેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ; તેવા ભાવ. હવે એ વાત સુપેરે સમજાઈ જશે કે મેલાં મનોભાવોને કાબૂમાં લેવા માટે શું કરવું જોઈએ? મેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી દૂર રહો એ જ મેલા ભાવને કાબૂમાં રાખવાનો સૌથી સરળ ઉપાય છે. આ જ કારણસર સિનેમાટોકિઝ, અને બીભત્સચિત્રોની સામે મંદિરો અને મૂર્તિઓ ગોઠવાયા છે. ક્લબોના ભાષણોની સામે સંતોના પ્રવચનો ગોઠવાયા છે. અધર્મની ક્રિયાઓ સામે ધર્મની ક્રિયાઓ ગોઠવવામાં આવી છે. જેના ભાવ બગડયા તેના ભવ બગડ્યા અશુભ ભાવોની જીવલેણ પક્કડમાંથી જે આત્મા માનવ જીવન પામીને ય મુક્ત થઈ જતો નથી એના જેવો કમનસીબ કદાચ બીજો કોઈ નહિ હોય. આવા માનવને અશુભ દ્રવ્ય ક્ષેત્ર, કાળ મળે તો અશુભ ભાવ વધુ બળવાન બને અને શુભ દ્રવ્યાદિ મળે તો તેની કોઈ જ અસર થવા ન પામે. કદાચ શુભદ્રવ્યાદિના વાયુમંડળમાં ય એ બિચારો પાપો જ કરતો હોય. જિનમંદિરમાં જઈને ય પાપો કરનારા કયાં ઓછા હોય છે? અશુભ આચરણની સામે સખ્ત દંડ વારંવાર રાખો તો જ ક્યારેક અશુભ ભાવની પક્કડમાંથી છુટકારો થઈ જશે. એક વાર એ છુટકારો થાય પછી જ વિકાસની યાત્રામાં આગેકૂચ થઈ શકે નહિ તો એ આગેકૂચનું કાર્ય ઘણું નિકટ બની જવા સંભવ છે. અબજો પતિ મમ્મણશેઠ એના પૂર્વ જીવનમાં શ્રીમંત વાણિયો હતો. એક વાર એણે મુનિને સિંહ કેસરિયા મોદકનું ઉત્તમ દ્રવ્ય વહોરાવ્યું. ક્ષેત્ર પણ સુંદર હતું. કાળ પણ શ્રીમંતાઈનો હતો, પણ પાછળથી ભાવ બગડયો અને બધું ય ઊંધું થયું. બીજા ભવમાં અબજોપતિ શેઠ તો બન્યો પણ તેલચોળા સિવાય કશું Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નહિ એસો જનમ બાર-બાર ખાઈ ન શકે, જાતે કાળી મજૂરી કરે એટલો કંજૂસ! ભાવ બગડ્યો તેમાં બિચારાનો ભવ બગડી ગયો. એ જ નગરના અબજોપતિ શાલિભદ્રના પૂર્વજીવનમાં એથી ઊલટું જ બન્યું. ગરીબ માતાનો એ દીકરો હતો. રડી રડીને એક દી મેળવેલી ખીરનું દ્રવ્ય મુનિને જોતાં જ ભારે ભાવથી વહોરાવી દીધું. ઝૂંપડીનું ક્ષેત્ર હતું, કાળઝાળ ગરીબીનો કાળ હતો. પણ ભાવે પલટો ખાધો એટલે એનો ભવ સુધરી ગયો. ત્યાંથી મરીને અબજોપતિ શેઠ થયો. ખામોશ! અબજોપતિ તો મમ્મણ પણ હતો. ભાવધર્મ એ ભેદ પાડયો કે મમ્મણ એ સંપત્તિમાં બેભાન બની જઈને સાતમી નારકે ચાલ્યો ગયો; શાલિભદ્ર એ સંપત્તિને લાત મારીને સાધુ બન્યા. સવાર્થસિદ્ધ વિમાનના ઉત્કૃષ્ટ સુખોના ભોક્તા બન્યા ! ગમે તેમ કરીને ભાવની ભીંસમાંથી છૂટી જાઓ અશુભ ભાવોને માર્યા વિના જો મોત થઈ જાય તો એ ભાવોને અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ મળતા રહે. ભાવો તગડા બનતા જાય. આમ સંસાર અનંત બની રહે. ભાવની આ જીવલેણ ભીંસમાંથી એકવાર તો છૂટી જ જવું રહ્યું. કહેવાય છે કે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં રહેલા રોકેટને એની અસરમાં રહેવું પડે છે પણ જ્યારે એક વાર તે એની ભીંસમાંથી નીકળી જાય પછી તો એનો ભંગાર થઈ જાય તો ય તે પતન પામતું નથી. તમારા જીવનના અશુભ ભાવો કેવા છે તે તમે જાણો છો ને? એને ઉત્તેજિત કરે એવું દ્રવ્ય, એવું ક્ષેત્ર અને એવો કાળ મળે કે તરત જ એનો ભડકો થાય. આ સ્થિતિ ખૂબ જ ખરાબ ગણાય. માનવ જેવો માનવ પોતાના ચિત્તને જરા પણ કાબૂમાં ન રાખી શકે, દેહની ધાતુઓને સ્થિર ન રાખી શકે એ કેટલી બધી નિર્માલ્ય મનોદશાનું સૂચક ગણાય? દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની ભીષણ સ્થિતિમાંથી તમારે મુક્ત થવું હોય તો તમારા અશુભ ભાવોને કાબૂમાં લો. એ માટે તમે સખ્ત સંકલ્પ રાખો કે, “જ્યારે એ ભાવનો ભડકો થશે ત્યારે ૨૪ કલાક સુધી હું અન્ન અને પાણી નહિ લઉં,” અથવા Page #231 -------------------------------------------------------------------------- ________________ וד નહિ ઐસો જનમ બાર-બાર ‘એક રૂપિયો ધર્માદામાં વાપરીશ.'' આવું ૨૫-૫૦ વા૨ બનશે એટલે એ ભાવો કાબૂમાં આવશે. પછી ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળની ભીંસ તમને કાંઈ કરી શકશે નહિ. તમે હવે મુક્ત ગગનના માલિક બન્યા; તમને કોઈ પજવી શકે નહિ. જેને જીવન જીવી જાણવું છે એને તો આજે પણ જીવન જીવી જાણવા માટેના લાખ-લાખ ઉપાયો મળી શકે છે. માત્ર વાતોડિયા માટે કશુંય નથી. ૨૩૧ અશુભ સંસ્કારોના વિષવડલા દ્રવ્ય ક્ષેત્ર અને કાળ જેટલા સારા કે ખરાબ નથી તેટલા સારા કે ખરાબ જીવના અંતરના ભાવો છે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ગમે તેવા હોય તો ય નિભાવી શકાય; પરંતુ ભાવની ખરાબી તો કદી ન નિભાવાય. મનનો જે જે ભાવ જાગ્રત થાય તેવા તેવા સંસ્કારોના થર આત્મામાં જામતા જાય. દેહદ્રવ્ય વિનાશ પામી જાય; ક્ષેત્રમાંથી વિદાય પણ મળી જાય અને માનવજીવનનો તે કાળ પણ પૂર્ણ થઈ જાય પરંતુ અંતરમાં જગાડેલા ભાવોએ આત્મામાં મૂકી દીધેલી સંસ્કારોની થાપણ તો વધુ ને વધુ સ્થિર બનતી જન્માંતરોમાં ય આવતી જાય. ખૂની માણસનું ખૂનશસ્ત્ર (દ્રવ્ય), ખૂન કરવાનું ક્ષેત્ર અને કાળ જાય; અરે ! ખૂન કર્યા પછી ખૂન કરવાનો ભાવ પણ જાય પરંતુ આત્મામાં ખૂનના જે સંસ્કાર પડી ગયા તે તો કાઢયા ન નીકળે એવી આત્મામાં પક્કડ મેળવી લે છે. આવા સંસ્કારોના બીજ પડી ગયા પછી તો આપમેળે પોતાના ઝે૨ીવડલાઓને વિકસાવતા જાય છે. વડવાઈઓની જેમ એ સંસ્કારો સ્વતઃ સર્વત્ર જીવનોમાં વ્યાપતા જ રહે છે. પાણીમાં પડેલાં તેલનાં ટીપાંની જેમ એ સંસ્કારો ફેલાય છે. જેવું ખરાબ સંસ્કારોનું તેવું જ સારા સંસ્કારોનું સમજી લેવું. એ પણ પોતાનો વિસ્તાર કરતા રહેવાની સ્વયંભૂ તાકાત ધરાવતા હોય છે. મુનિના એક જીવનમાં ક્રોધના ભાવને જન્માવીને જે સંસ્કાર જામ કર્યા તે સંસ્કારોએ તાપસ જીવનમાં કેવો ભયાનક તરખાટ મચાવ્યો ? અને ત્યારબાદ સર્પનું જીવન પામીને કેટલી પરાકાષ્ટાએ એ ક્રોધ પહોંચ્યો કે સાક્ષાત્ ભગવાન મહાવીરદેવને ખતમ કરવા એ ચંડકોશિક સાપ તૈયાર થયો ! જો પ્રભુ એને ન મળ્યા હોત તો કોણ એના સંસ્કારવનને ભડકે જલાવી દઈને એનું કલ્યાણ કરત? બીજું Page #232 -------------------------------------------------------------------------- ________________ וד ૨૩૨ નહિ ઐસો જનમ બાર-બાર કાંઈ ન થાય તો ય ભવવર્ધક ભાવ ઉપર તો તમારી ચાંપતી નજર રાખજો. એને કદી બગડવા દેશો નહિ. મનનું વશીકરણ કરવાના બે ઉપાય : અભ્યાસ અને વૈરાગ્ય મનને નિર્વિકાર બનાવવું હોય, નિરભિમાની, નિર્મમ કે નિષ્કષાય બનાવવું હોય તો તેના બે રસ્તા છે. જગતના લોકોના ખ્યાલમાં જે રસ્તો છે તે વૈરાગ્યનો છે; જેમ જેમ વિરાગ વધુ ઉદ્દીપ્ત થતો જાય તેમ તેમ મન કાબૂમાં આવતું જાય. પરંતુ વિરાગના માર્ગે મનને કાબૂમાં લાવી દેનારા સાધકો કરતાં અભ્યાસદશા દ્વારા મનને કાબૂમાં લાવનારા સાધકોની સંખ્યા કદાચ વધુ હશે એવું મારું અંગત મંતવ્ય છે. કેમકે વિષયો પ્રત્યેનો વિરાગભાવ સીધો જ હાંસલ થઈ જવાનું કાર્ય અતિશય મુશ્કેલ છે. આનાં કરતાં અભ્યાસદશાનું જીવન કાંઈક સરળ લાગે છે. સ્ત્રી તરફ નહિ જોવાનો અભ્યાસ જ પાડી દેવામાં આવે તો એક સમય જરૂર એવો આવી લાગે કે મન એ વિષયમાં નિર્વિકાર બની જઈને પોતાનું કામ કરવા લાગી જતું જોવા મળે. રસદાર વસ્તુઓને ત્યાગી જ દેવાનો અભ્યાસ પાડી દેવાથી એ વસ્તુઓનું ધ્યાન સાવ જ દૂર થઈ જવાની અણમોલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વસ્તુનો ઉપભોગ કરતા રહેવો અને મનને તેમાં આસક્ત ન બનવા દેવા માટે વિરક્ત બનાવી રાખવું એ તો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. એના કરતા એ વસ્તુને ત્યાગી દેવાય અને એ ત્યાગનો સચોટ અભ્યાસ પાડી દેવામાં આવે તો પણ અનાસક્તિ સિદ્ધ થઈ જાય છે. કદી એ ચીજની યાદ પણ ન આવે એવી અનાસક્તિ; તે ય બહુ સરળતાથી. કોઈ કહેશે કે, “ઉપભોગ કરો અને અનાસક્ત રહો તો ખરા...'' હા જરૂર... ઉપદેશ દેવા માટે તો એ ખૂબ જ સારી વાત છે પણ એ ભાઈ અગ્નિને અડે અને ન દાઝે તો એ સારી વાતનો આપણે ય અમલ કરીએ! ગીતામાં શ્રીકૃષ્ણે પણ મનના વશીકરણ માટે આજ બે રસ્તા સૂચવ્યા છે ને? અભ્યાસ અને વૈરાગ્ય Page #233 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨ ૩૩ મિથ્યાયોગ : અતિયોગ ઃ હીનયોગ : કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તે કાર્યને અનુકૂળ સાધનમાં જેટલી ચોક્કસાઈ હોય તેટલી સિદ્ધિ વધુ સુંદર મળે. ગમે તેવી સિદ્ધિને સુંદર સિદ્ધિ કલ્પીને સંતોષ માણી લેનારાઓનો આજે તોટો નથી. પરીક્ષામાં ડાબે હાથે પહેલા નંબરે આવીને પાસ” થનારો પણ પાસ થયાની ખુમારી અનુભવતો હોય છે ને? રોગનાશની પ્રક્રિયામાં તો આ સિદ્ધાંતને ભારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઔષધ અને પથ્યની માત્રા પણ ઔષધ અને પથ્યના જેટલું જ મહત્ત્વ ધરાવતી બાબત છે. સારામાં સારું ઔષધ કે પથ્ય જો માત્રાબદ્ધ ન હોય તો ઉચિત અનુપાન વિનાના ઔષધની જેમ તે નિષ્ફળ જાય છે. ઔષધ અને પથ્ય ખૂબ જ માત્રાબદ્ધ હોવા જોઈએ એ વિધાનને નકારાત્મક ભાષામાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે તેઓનું પ્રમાણ જરૂર કરતાં વધુ ન જોઈએ, ઓછું પણ ન જોઈએ અને મૂળમાંથી જ તે વસ્તુ ખોટી પણ ન હોવી જોઈએ. અર્થાત્ જે રોગમાં ત્રિફળાની જ જરૂર છે ત્યાં હરડે ન ચાલી શકે. આ વાતો શાસ્ત્રીય ધર્માનુષ્ઠાનોમાં પણ લાગુ થાય છે. વિષય કષાયાદિ ભાવરોગોના નાશની પ્રક્રિયામાં પણ મિથ્યા, અતિ અને હીન યોગ ન હોવા જોઈએ. સ્વાધ્યાયથી વધુ નિર્જરા પામનારાઓ તપના યોગને મન મારીને-કચડીને-સાધવાના મિથ્યાયોગમાં ન જવું. સ્વાધ્યાયના રસને કારણે અતિયોગમાં જઈને ભક્તિ, તપ, જપ આદિ બીજા યોગોની અવગણના પણ ન કરવી અને થોડો જ સ્વાધ્યાય કરી લઈને સંતોષ માણીને છાપાછૂપીના પાપોમાં ફસાઈ ન જવું. ઔષધ અને પથ્ય લેવા છતાં રોગનાશની સિદ્ધિ નહિ મળવાનું કારણ સુયોગને બદલે મિથ્યા, અતિ કે હીન યોગમાં ફસડાઈ પડવાનું જ હશે એમ લાગે છે. પર: પ્રવિષ્ટઃ કુરુતે વિનાશ શાન્તસુધારસ કાવ્યમાં આ પંક્તિ આવે છે, “પર:પ્રવિષ્ટઃ કુરુતે વિનાશ' જો પરાયો કોક ઘરમાં પેઠો તો તે ઘરનો વિનાશ જ કરે. કેટલાક પરાયા પોતે જ કોઈના ઘરમાં પેસતા હોય છે. કેટલાંક પરાયા બીજાના દ્વારા કોઈના ઘરમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નહિ ઐસો જનમ બાર-બાર પેસતા હોય છે. પરાઈ એવા કર્મની રજકણો આત્મામાં સીધી જ પેસી ગઈ છે ને ? પણ કર્મો જ પરાયા થોડા છે? ધન પણ પરાયું જ છે ને ? સ્ત્રી પણ પરાયી જ છે ને ? ધનનો રાગ આત્મામાં પેસે છે; સ્ત્રીનો રાગ આત્મામાં પેસે છે. એવા રાગ દ્વારા ધનાદિ આત્મામાં પેસી જાય છે, અને એથી જ આત્માના સ્વસુખનો વિનાશ થાય છે. જે કોઈ ૫૨ છે તે બધા ય ખરાબ છે. દુઃખની વાત એટલી જ છે કે કેટલાંકને હજી સ્ત્રી પરાયી લાગી છે અને તેથી તેની ઉપરની નજરને તેણે કુનજર માની છે; પરંતુ એટલું જ પરાયું ધન નથી લાગ્યું. અને દેહ તો થોડો ય પરાયો નથી લાગતો; એથી પણ આગળ વધીને; કર્મના રજકણો અને રાગાદિભાવો તો બિલકુલ પરાયા નથી લાગતા; એમનામાં તો એને પોતાપણાનું જ ભ્રામક ભાન થઈ રહ્યું છે! વસ્તુતઃ તો સ્ત્રી ‘પર' હોઈને જેટલી હેય છે તેટલા જ હેય ધન, દેહ અને તેના રાગાદિ છે. શાંતસુધારસકાવ્યમાં ખૂબ હૃદયંગમ રીતે એ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પરાયાઓએ ઘરમાં પેસીને જ્ઞાનસ્વરૂપ આત્માના ઘરનું નિકંદન કાઢી નાંખવામાં શું બાકી રાખ્યું છે! અફસોસ! આપણને તો આત્મા અને તેના હિતેષીઓ જ પરાયા લાગ્ય છે ને ? સાધના અવગુણનાશની; પછી ગુણસિદ્ધિ આપોઆપ ક્ષમા સિદ્ધ કરવાનું લક્ષ રાખવું ? કે ક્રોધનો નાશ કરવાનું લક્ષ રાખવું? વક્રતા કાઢવાની સાધના ? કે સરળતા પામવાની સાધના? ધિક્કારનો નાશ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું ? કે મૈત્રીનું સ્વરૂપ બનવા તરફ? જૈનદર્શન કહે છે કે અવગુણનો નાશ કરવાની સાધના કરો; ગુણો તો પછી આપમેળે જ પ્રગટ થઈ જશે. ક્રોધનો નાશ તે જ ક્ષમા નથી; ધિક્કારનો નાશ તે જ મૈત્રી નથી. ક્રોધનો નાશ થાય એટલે ક્ષમા ઉદ્ભવે; ધિક્કાર જાય એટલે મૈત્રી પ્રગટે. સાધના તો ક્રોધ, ધિક્કાર વગેરેના નાશની જ કરો. સ્ફટિક લાલ દેખાતું હોય તો સમજી રાખો કે તેની પાછળ લાલ રંગની કોઈ Page #235 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૩૫ વસ્તુ પડેલી છે. તેને જ ખસેડી નાખો એટલે સ્ફટિકની સફેદાઈ તો સ્ફટિકની બાપીકી વસ્તુ છે એ આપમેળે પ્રગટ જ છે. સ્ફટિકને ધોળું કરવાનું ન હોય... માત્ર પેલી લાલાશ કાઢવાની હોય. આત્મામાં અનંત ગુણો પડેલા છે. પરંતુ અનંત આવરણોએ તેને ઢાંક્યા છે. તમે આવરણો કાઢતા જાઓ, ગુણો પ્રગટ થતા જ જશે. ‘મારે સંત બનવું છે’ એમ ન બોલો. ‘ડાકુ મટી જવું છે' એમ જ કહો પછી તમે સંત જ છો. વળી ગુણનો પ્રેમ કેળવવો મુશ્કેલ છે; કેમકે ગુણ તો જીવનમાં અનુભૂત વસ્તુ જ નથી. જ્યારે અવગુણ કેવો છે ? તે અવગુણથી તમે ક્યાં અજાણ છો ? અનુભવેલા અવગુણે જીવનનું કેવું સત્યાનાશ વાળ્યું છે એ વાત અનુભવે સમજાવવાનું જરા ય મુશ્કેલ નથી. એટલે અવગુણને કાઢવા જોગું બળ સહેલાઈથી ઊભું કરી શકાય તેમ છે. મોક્ષના સુખને તો આપણે ક્યાં પ્રીછયું છે! પણ સંસારના સુખના લાખ લાખ ત્રાસ કોણે નથી અનુભવ્યા? એનાથી છુટકારો મેળવવો છે ને? બસ.. કરો શરૂઆત. પછી મોક્ષસુખ તો હાથમાં આવીને પડેલું જ સમજો. આત્માનું સ્વરૂપ કેવું બેવડ વળી ગયું છે? સત્, ચિત્ અને આનંદ એ આત્માનું સ્વરૂપ! બિચારું કેવું બેવડ વળી ગયું છે ! આત્માનું સત્ત્વ-અસ્તિત્વ કોઈ સ્વીકારતું જ નથી. એની હસ્તી જ મનથી મિટાવી દીધી છે. જ્ઞાન તો જોવા જ ક્યાં મળે છે? મિથ્યા જ્ઞાનના બેય સ્વરૂપો જ ચારે બાજુ જોવા મળે છે. કેટલાક અજ્ઞાની છે તો જ્ઞાની કહેવડાવતા બીજા કેટલાંક વિપરીત જ્ઞાની હોઈને અજ્ઞાનીના મોટા ભાઈ સમા બન્યા છે. ભારતીય સંસ્કૃતિનો જેટલો વિનાશ અજ્ઞાનીઓએ અભણોએ નથી કર્યો એટલો વિપરીત જ્ઞાની-શિક્ષિતોએ કર્યો છે. છતાં કેવી નવાઈની વાત છે કે અભણો જ આ દુનિયામાં વગોવાયા છે! અને આનંદ! રે! શોધ્યોય જડતો નથી. લખપતિ શું કે કરોડપતિ શું! અભણ શું કે પ્રોફેશ૨? શું ભિખારી કે શું સત્તાધારી? બધાયના મોં શેંગીઆ જ દેખાય છે! સહુના જીવન શોકમાં ગરકાવ થયેલા છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નહિ ઐસો જનમ બાર-બાર કેવું બેવડ વળી ગયું છે આતમનું સ્વરૂપ! અસલી રૂપ કયાંય ડૂલ થઈ ગયું! નકલી રૂપનો જયજયકાર બોલાયો ! ચમનભાઈને ‘આનંદઘન' કોઈ કહે તો? ઠેકડી જ ઊડે ને ? ભિખારીને અનંત શ્રીસંપન્ન કોઈ કહે તો ? મવાલીને પરમાત્મા કોઈ કહે તો ! જૂઠાં સ્વરૂપો ! ચમનભાઈ, ભિખારી અને મવાલી! એ જ સાવ સાચા મનાયા! હાય! આના જેવી બીજી કંગાલિયત કઈ હશે? દિલની દીવાલ સાફ કર્યા વિના સાધના શેની? જેનું હૈયું જ મેલું છે; રાગાદિમળોથી ખરડાયેલું છે એના તપ, જપ, ધ્યાન કે સ્વાધ્યાય શા કામના? ઉકરડામાં ગુલાબ પણ નાંખો તો ઉકરડાની જ જમાત વધે ને? ધર્મરત્ન પ્રકરણમાં ચિત્રશાળાનું દૃષ્ટાંત આપીને દિલની દીવાલને સાફ કરવાનો ખૂબ માર્મિક ઉપદેશ આપવામાં આવ્યો છે. એક રાજાએ બે ચિત્રકારોને સામસામી આવેલી બે દીવાલ ચિત્રકામ કરવા આપી. એકે તો દીવાલને સાફ કર્યા વિના જ ચિત્ર કરવાનું શરૂ કરી દીધું. બીજાએ છ માસની મળેલી મુદત સુધી માત્ર દીવાલને જ ઘસ્યા કરી; એની શુદ્ધિનું જ કામ કર્યે રાખ્યું. છ માસ પૂરા થતાં રાજા ચિત્રકામ જોવા આવ્યો. પ્રથમ ચિત્રકારે ચીતરેલા ઉદ્યાનનું દૃશ્ય અને તેમાં ય અદ્ભુત કળા કરતા મોરનું દૃશ્ય જોઈ રાજા પ્રસન્ન થઈ ગયો. પછી બીજા ચિત્રકારની દીવાલ તરફ રાજા ગયો. ત્યાં કશુંય ચિત્રામણ ન જોતાં તેનો પિત્તો ગયો. ચિત્રકારે રાજાને શાંત પાડીને બે દીવાલની વચમાં રાખેલો પડદો ખસેડી નાંખ્યો. તરત જ પેલું ચિત્ર આ દીવાલમાં પ્રતિબિંબિત થઈ જઈને જાણે એકદમ ચૈતન્યવિભોર બની ગયું. એમાંય પેલા થનગનતા મો૨નો તો રાજાએ તદ્દન સાચો મોર માની લીધો અન` એને પકડવા દોડી ગયો ! ચિત્રકારે સાચી પરિસ્થિતિ સમજાવીને રાજાને અત્યંત પ્રસન્ન કરી મૂક્યા. જડ એવો મોર, દીવાલની સફાઈમાં ચેતનવંતો બની ગયો. Page #237 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૩૭ જ જેના દિલની દીવાલો સાફ નથી ત્યાં થતી ધર્મક્રિયા જડ જેવી છે; દિલના સાફ બનો, શુદ્ધ બનો; સરળ બનો; વિનમ્ર બનો; પછી તમારી એ જ ધર્મક્રિયા ચેતનવંતી બની જશે પણ કોણ જાણે કેમ ? અચ્છા અચ્છા જ્ઞાની, તપસ્વી અને ક્રિયાકાંડીમાંથીય મનના મેલ ક્યારેક નીકળતા જ નથી હોતા. I belong to myself એક વિદ્વાને અંગ્રેજીમાં કહ્યું છે, "I belong to myself; keep yourself at distance. “હું મારી જાત માટે જ છું, ઓ પરતત્ત્વો તમે મારાથી છેટા રહો.'' કેવું બળપ્રદ વાક્ય! જો આત્મા પોતે મર્દ બને તો જ આત્માના અનુપકારક સઘળાય પ૨તત્ત્વોને એક રાડ પાડીને તે કહી શકે કે, ખબરદાર ! તમે મારી નજદિકમાં આવ્યા છો તો એક જ પળમાં ભુક્કા બોલાઈ જશે. ખૂબ જ કઠિન છે આવી રાડ નાખવાની સાધના ! સિદ્ધિની તો વાત જ ક્યાં કરવી? અનાદિકાળથી સદાય પરના કુસંગે ચડેલો આત્મા મર્દ મટીને પાવૈયો બની ગયો છે! પરતત્ત્વોમાં ચૈતન્ય જ નથી; પછી એમને મર્દ તો કેમ કહેવાય ? પાવૈયાના સંગે ચડેલો આત્માય પાવૈયા જેવો જ બની જાય ને? નહિ તો, એ પરતત્ત્વોએ આટઆટલો આત્માને દુર્ગતિમાં ભમાવી ભમાવીને હેરાન-પરેશાન કરી મૂક્યો તો ય એ આત્મા એમને જ જોતો રહે ! એમને જ ચાટતો રહે ! એ તો શી રીતે બને ? નહિ તો, આત્મા પોતાના હિતેષી દેવાદિતત્ત્વો તરફ નફરત, તિરસ્કાર કે ધિક્કારનો ભાવ શી રીતે જગાડે? જેમ બને તેમ જલદી; પર-કુસંગ તેણે ત્યાગવો જ જોઈએ. તેની પ્રીત મૂકવી જ જોઈએ. પણ એ કાજે એણે ફરી મર્દ બનવું પડશે; એનામાં સુષુપ્ત પડેલી મર્દાનગીને એણે જગાડવી પડશે. બકરીના ટોળે ફસાઈને જીવન પામતા સિંહના બચ્ચાએ બેં બેં કરવાનું અને ઘાસ ખાઈને ઠેકડા મારવાનું જીવન જ કેળવી લીધું હતું ને? કોઈ સિંહના દર્શન વિના, 'I belong to myself' નો સિંહનાદ શી રીતે થશે ? Page #238 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર દ્રવ્યાદિ ત્રણ ભાવ બગાડે; ભાવ, ભવ બગાડે જેનો ભવ બગડયો તેના જેવી દયાપાત્ર સ્થિતિ કોની હોઈ શકે? ભાવ બગડે તો ભવ બગડે. અને ભવ બગડે એટલે ભાવ બગડે જ. ક્રોધાદિના ભાવો ભવ બગાડે. બિલાડી વગેરેના ભવ આપે. એ ભવ સહજ રીતે જ દયાદિનો ભાવ બગાડી નાંખે. વળી ભાવ બગડે એટલે વળી ભવ બગડે; બસ આમ આ ‘સાઈકલ” ચાલ્યા જ કરે. આથી જ શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે કે બીજું ગમે તે ભલે બગડી જાય પણ તમારો ભાવ કદાપિ બગાડશો નહિ. સારા ભાવનું સદાય જતન કરજો. વારુ, ભવને બગાડનાર ભાવ છે, એ વાત તો સમજાઈ; પરંતુ ભાવને બગાડનાર કોણ છે ? એ વાત જાણો છો ખરા? મુખ્યત્વે ભાવને બગાડે છે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ. સિનેમા, રેડીઓના ગીતો. સહશિક્ષણ, ખાનપાનની ચટકાદાર વસ્તુઓ, પ્રણયભરી નવલકથાઓ, ઉદ્ભટવેષ, પફ-પાવડરો અનીતિનું ધન વગેરે દ્રવ્યોથી સારો પણ ભાવ બગડે છે. એકાંત, મેદાન, કલબો, જીમખાનાઓ, હોટલો, તળાવો, પરદેશો વગેરે ક્ષેત્રોથી પણ સારો ભાવ બગડે છે. રાત્રિનો કાળ; ચાતુર્માસમાં વરસતા વરસાદનો કાળ વગેરે કાળથી પણ ભાવ બગડે છે. જો તમારે ભાવનું જતન કરવું હોય તો ભાવને બગાડતા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની ભીંસમાંથી આંચકો મારીને નીકળી જાઓ. પ્રચંડ સંકલ્પબળ વિના આ સાહસમાં સફળતા મળી શકે તેમ નથી. કાયર બનશો તો ભાવ બગડશે; બગડેલાં ભાવો તમારો ભવ બગાડશે. પછી તો એ ભવ ભવોભવ બગાડશે. સ્વ માટે વ્યવહાર, પર માટે નિશ્ચય આ જગતને જૈનશાસનના ઘણાં ઘણાં મોટાં પ્રદાનો છે. તેમાંનું એક પ્રદાન છે, નિશ્ચય-વ્યવહારનયના અજોડ તત્ત્વજ્ઞાનનું. Page #239 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૩૯ ક્યાંય નથી આ ચિંતન! અનેક રીતે આ ચિંતનને વિચારી શકાય. અહીં આપણે એના કાર્યક્ષેત્રનું આપેક્ષિક ચિંતન કરીએ. વ્યવહારનયનું પ્રાધાન્ય “સ્વ” માટે બની રહેવું જોઈએ; નિશ્ચયનયનું પ્રાધાન્ય પર” માટે બની રહેવું જોઈએ. દા.ત. આપણે પોતે આંતરિક રીતે ગમે તેટલા સારા હોઈએ પણ તેથી સંતોષ માનવો નહિ. આપણે બહારથી પણ એટલા જ સારા વ્યવહારની કટ્ટરતા રાખવી જોઈએ. આપણો બાહ્ય વ્યવહાર ખૂબ ઊંચી કક્ષાનો-શાસ્ત્રીય-બની રહે તેવી અપેક્ષા સદા જીવતી રાખશું તો આપણા એ સુંદર બાહ્યાચારથી અનેક આત્માઓ ધર્મસન્મુખ બની જશે. પણ બીજાઓ માટે તો આપણે નિશ્ચયનય જ લગાડવો. કોઈ શિષ્ય; ભક્ત કે ધર્મજન ગમે તેટલો શિથિલ હોય તોય આપણે તે શૈથિલ્યદર્શનથી સમાધિ ન ખોઈ બેસીએ તે માટે આ જ વાત વિચારવી કે, “બહારથી ભલે તે પર્વતિથિએ પણ તપ વગેરે નહિ કરતો દેખાય પરંતુ આંતરિક રીતે તે ખૂબ જ અનાસક્ત કે દુઃખિત કેમ ન હોય? માટે મારે કોઈ પણ ઉતાવળો નિર્ણય બાંધવો નથી.' કેવું સુંદર વિભાગીકરણ... સબૂર આ બેય નયના સ્થાન ઉલટાવશો મા! નહિ તો હાથમાં સદ્ગતિને બદલે દુર્ગતિ. ઓ સોનગઢી સ્વામીજી! જડની તો તમે પ્રચંડ અસર માનો છો! સોનગઢના આશ્રમવાળાઓ રાડો પાડી પાડીને લોકોને કહે છે, “આત્મા ત્રણે ય કાળમાં સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ જ છે. જેવો આત્મા સિદ્ધભગવાનનો છે તેવો જ અત્યારે આપણો છે. એમની ઉપર જેમ જડની અસર થતી નથી તેમ આપણા આત્મા ઉપર પણ જડની લેશ પણ અસર થઈ શકતી નથી. કર્મ વગેરે બધા જડ છે એ આત્માને કદી બાંધી શકે જ નહિ.' આવી ઘણી વાતો તે લોકો કરે છે. મારે તો તેમને ત્રણ જ વાત પૂછવી છે. (૧) શરીર ઉપર વસ્ત્ર કે એક નાનકડી ચીંદરડી પડી હોય તો તમારા મતે તે આત્માને સ્વરૂપનું પ્રગટીકરણ થાય ખરું? Page #240 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર (૨) દેહમાં સ્ત્રીની આકૃતિ હોય તો તે દેહમાં રહેલા આત્માને સ્વરૂપનું પ્રગટીકરણ થાય ખરું ? ૨૪૦ આ બે ય પ્રશ્નનો જવાબ નકારમાં આપતા તેઓ બેધડક કહે છે કે, “ના... ત્રિકાળમાં નહિ.'' શાબાશ. વસ્ત્ર અને સ્ત્રીદેહ જડ હોવા છતાં આત્માના સ્વરૂપને પ્રગટ થતું અટકાવી રહ્યા છે એ વાત હવે નક્કી થઈ ગઈ ને ? આના કરતાં તો શ્વેતામ્બરો સારા ને ? તેઓ કહે છે કે, ‘‘અંગ ઉપર વસ્ત્ર ભલેને હોય; દેહ ભલે સ્ત્રીનો હોય, તો ય મમત્વનો પૂર્ણ ત્યાગ કરીને સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. બાધક છે મમતાદિ ભાવો; નહિ કે જડવસ્ત્ર વગેરે. (૩) જે આત્મા મોક્ષ પામે છે તે શા માટે ચૌદરાજલોકના છેડે અટકી જ જાય છે? શા માટે તે આત્માની ઊર્ધ્વગતિ સદૈવ ચાલુ રહેતી નથી? કોણે તે આત્માને ત્યાં અટકાવ્યો ? કોણે આત્માના ઊર્ધ્વગતિક સ્વભાવમાં સાથ ન આપ્યો? એક જ જવાબ છે; ધર્માસ્તિકાય નામના જડ તત્ત્વ ! એ જ્યાં સુધી હતું ત્યાં સુધી જ શુદ્ધાત્મા ગતિ કરી શક્યો. પછી જ્યાં એ ન હતું માટે શુદ્ધાત્મા આગળ વધી ન શક્યો. પહેલાં આ સ્વરૂપનું જ ભાન કરો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે; જ્ઞાતા, દુષ્ટા સ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ છે... વગેરે વગેરે સ્વરૂપના ભાનની વાતો સાચી છે છતાં અસ્થાને છે. એમ કાંઈ કૂદકો મારવાથી કામ ન થઈ જાય. આ તો આત્માનું કર્મમુક્ત સ્વરૂપ છે. હકીકતમાં તો આત્માનું કર્મજનિત સ્વરૂપ વિચારવાની ખૂબ જરૂર છે. આ સ્વરૂપ અત્યંત પ્રત્યક્ષ છે છતાં તેનું ધ્યાન નહિ ધરવાથી આત્મા શુદ્ધ-સ્વરૂપના ભાનની વાતો કરી શકશે પરંતુ એ ભાન પામી તો નહિ જ શકે. વળી જે આત્માનું સ્વરૂપ જ નથી; શુદ્ધ પણ નહિ અને અશુદ્ધ (કર્મજનિત) પણ નહિ; તેવા કુરૂપને જીવાત્માએ પોતાનું સ્વરૂપ માની લીધું છે. આ ભ્રાન્ત ભાન છોડાવો; પછી કર્મજનિત સ્વરૂપનું ભાન કરાવો... ત્યાર બાદ શુદ્ધ સ્વરૂપભાન તો આપમેળે થઈ જશે. ભ્રાન્ત ભાન છે માલિકીના સ્વરૂપનું; અશુદ્ધભાન છે મહેમાનિયતના સ્વરૂપનું; અને શુદ્ધભાન છે સચ્ચિદાનંદ સ્વરૂપનું. ‘હું માલિક છું;' મારી સંપત્તિનો; પત્નીનો, Page #241 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૨૪૧ મકાનનો.... “આ ભ્રાન્તભાને તો જીવાત્માના શુદ્ધ પર્યાયનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. આ ભાન છોડાવવા એને સમજાવો કે, “હું મહેમાન છું, આ જગતનો... મારે આ દ્રવ્યો અને લોકો સાથે કશું ય લાગેવળગે નહિ.' વિરાગના આવા ભાવો જાગશે ત્યારે જ પેલું શુદ્ધ સ્વરૂપમાન પ્રગટશે; આપમેળે પ્રગટશે. પછી એની ઝાઝી ચિંતા નહિ કરવી પડે. ઠેકડા મારશો મા! કયાંક હાડકાં ભાંગી જશે. શાંતિ ક્યાં? દષ્ટિપલટામાં શાંતિ કોને જોઈતી નથી? બધાની એ ભૂખ છે; સહુની એ અંગે ફરિયાદ છે. પણ અશાંતિ હાથે કરીને ઊભી કરી છે એ વાત જ્યાં સુધી વિચારવામાં નહિ આવે ત્યાં સુધી શાંતિ પામવાનું શક્ય જ નથી. અપેક્ષાએ જગતમાં બે પ્રકારના સત્યો છે. એક અશાંતિને જગાડતું; બીજું શાંતિને જન્માવતું. ગુલાબે વળી કાંટા! અફસોસ! આ અશાંતિને જગાડતું સત્યદર્શન છે. કાંટામાંય ગુલાબ! શાબાશ! આ પ્રસન્નતાને ઉદ્દીપિત કરતું સત્ય છે. શ્રીમંતોની આલમોના સત્ય તરફ નજર કરનારો, દોઢસો રૂપિયાનો પગારદાર નોકર અશાંત થઈ જાય છે. માસિક ઓગણીસ રૂપિયામાં આજીવિકા ચલાવતા કરોડો ભારતીયોની ઝૂંપડીઓના સત્ય તરફ એ નજર કરે તો પરમશાંતિ પ્રાપ્ત કરી લે છે. અશાંતિનું મૂળ છે; અશાંતિદાતા સત્ય તરફની દૃષ્ટિ એ દૃષ્ટિને જ પલટી નાખવી જોઈએ. બીજા શાંતિપ્રદ સત્ય તરફ નજર લઈ જવી જોઈએ. બસ; એ સ્થિતિમાં જ કશો ય ફેરફાર કર્યા વિના તરત જ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે. હાથે કરીને – પેટ ચોળીને શૂળ ઊભા કર્યા છે. હવે દૃષ્ટિ પલટી નાંખો... જીવનમાં બધું ય ભર્યું ભર્યું લાગશે; શૂન્યને બદલે બધે પૂર્ણતાનું ભાન થશે. એ જ કુસુમો હસી ઊઠ્યા દેખાશે, જે કરમાયેલાં દેખાતાં હતાં. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નહિ એસો જનમ બાર-બાર મોક્ષનું મૂળ “જીવ નિત્ય છે''ની માન્યતામાં જો તમારે મોક્ષમાં જવું જ હોય તો ત્યાં સુધી પહોંચવા માટે સાત પગથિયાં ચડવા પડશે. આપણે ઉપરથી નીચેના ક્રમે પગથિયાં વિચારીએ. જેને મોક્ષમાં જવું હોય તેણે મોક્ષમાં ન જવાય ત્યાં સુધી સદ્ગતિઓમાં જ જવું જોઈએ, કેમકે ત્યાં જ જિનભક્તિ; જિનવાણીશ્રવણાદિની પ્રાપ્તિ શક્ય છે. સદ્ગતિમાં જવા માટે મરણમાં સમાધિ આવશ્યક છે. મરણમાં સમાધિ મેળવવા માટે જીવનમાં શાંતિ અત્યંત જરૂરી છે. શાંતિ એટલે સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા. એ શાંતિ પામવા માટે માણસે “સારા” બનવું જ રહ્યું. સારા બનવું એટલે ઓછામાં ઓછું વેપારમાં નીતિમાન, જીવનમાં સદાચારી અને હૈયે દયાળુ બનવું. આવું સારાપણું લાવવા માટે પાપથી ડરતા રહેવું જોઈએ. પાપથી ડરે તે જ પાપો કરતો અંતે મટે; અને સારો બને. પાપનો ડર લાવવા માટે પરલોકદ્રષ્ટા બનવું જ જોઈએ. જેને પરલોકની સતત યાદ આવે છે તે જ પાપોથી ડરતો-ફફડતો રહે છે. પરલોકદષ્ટિ કેળવવા માટે આત્માની નિત્યતાનો સ્વીકાર કરવો જોઈએ. આત્માને પરિણામી નિત્ય માનનારો જ એ વાત વિચારી શકે છે કે, “મારે આ દેહ છોડીને ક્યાંક જવાનું છે. હવે જો આ વસ્તુસ્થિતિ જ હોય તો મારે પાપ ન જ કરવું જોઈએ; અન્યથા ત્યાં તેના ઉત્તર ફળ મારે ભોગવવા જ પડશે. મોક્ષે જવા માટેના આ સાત પગથિયાં, આત્માનું નિત્યત્વ, પરલોકદૃષ્ટિ, પાપડર, સારાપણું, શાંતિ, સમાધિ, સગતિ... પૂર્વ ને પામ્યા વિના ઉત્તર પગથિયાંની આશા કોઈ રાખશો મા ! ભેળસેળ કરવી જ હોય તો... કયો ધર્મ હશે જેમાં અર્થ કે કામની વાસના નહિ પડી હોય? છે કોઈ એવો ધર્મીજન! સાચે જ તેને દર્શનીય કહેવો જોઈએ. અર્થ કે કામની કોઈ પણ ભાવનાથી સર્વથા અણખ કર્યો ધર્મ આરાધનારા આ Page #243 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૪૩ સદીમાં તો વિરલા જ હશે. ધર્મ ખૂબ વધ્યાનું કારણ પણ આવું જ કંઈક નહિ હોય? અતિશય સુખલપટતા અને દુઃખભીરુતાથી અકળાયેલા આત્માએ ચારે બાજુ દોડધામ કરી મૂકી છે. ક્યાં નથી પહોંચ્યો એ લમ્પટતા અને ભીરુતાની અકળામણથી? એમાં કોક એને ભટકાયું. એણે આને સમજાવ્યું કે, “આવો ધર્મ કરે તો તારી સુખેચ્છા પૂર્ણ થઈ જશે; તારું દુઃખ દૂર થઈ જશે.” એ દોડયો એ ધર્મ પ્રતિઃ એ ધર્મસ્થાન પ્રતિ. આવા લોકોએ મંદિરો બગાડયા; ગુરુવર્ગને પણ બગાડ્યો. ધર્મમાં અર્થકામના ભેળ! અફસોસ. ખેર... ભેળસેળ કરવાની કુટેવ જ પડી હોય; ન જ છોડવી હોય તો હવે આવો ભેળસેળ કરો. અર્થકામમાં ધર્મને ઓતપ્રોત કરો. અર્થોપાર્જનમાં નીતિ, દયા, વફાદારી વગેરે ધર્મો પેસાડો. કામસેવનમાં સદાચાર; સ્વસ્ત્રીસંતોષ; મર્યાદાપરાયણતા વગેરે ધર્મોના છાંટણા કરી દો. હા... દૂધમાં પાણી પડે તે બરોબર નથી. પાણીમાં દૂધ પડી જાય તે તો અપેક્ષાએ પણ સારું કહેવાય. સાગરમાં હોડી તરે છે; હોડીમાં સાગર ડુબાડે છે. સર્વત્ર આરાધો; ધર્મને. દારૂ : છાશ : દૂધ દારૂ તો અતિશય ખરાબ.... એ તો છોડવો જ જોઈએ. વૈદ્ય કહે છે કે, “દૂધ આ જગતનું અમૃત છે. એના જેવું પૌષ્ટિક તત્ત્વ એકે ય નહિ માટે દારૂ છોડો અને દૂધ પીઓ. “દારૂ છોડી જ દ્યો, દૂધ પીવાનું શરૂ કરી જ દ્યો.” “પણ ભલા! એ દારૂ પીનાર માણસના આંતરડા ખૂબ જ ખરાબ થયેલા છે. દૂધને તો એ પચાવી શકે જ નહિ. એવી કોઈ રજૂઆત કરે તો? વચગાળાની કોઈ “સ્કીમ'' હશે ખરી કે જે દારૂને છોડાવે અને દૂધ તરફ જવાની ભૂમિકા તૈયાર કરે? Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ નહિ એસો જનમ બાર-બાર હા.... તે છે છાશ. એ દારૂ છોડાવશે; નબળા આંતરડાને ય છાશ પચશે અને આંતરડાંને મજબૂત બનાવીને દૂધ પીતા કરી દેશે. આમાં કાંઈ સમજાણું? ઝીણવટ નથી હોં! “ન સમજાય તેવું છે' એમ મારે કહેવું ય નથી. જો મને સમજાય તો બધાને સમજાવી શકાય. મને ગોટૅગોટા સમજાયું હોય તો ‘ઝીણવટ’ કહીને કે “નહિ સમજાય' કહીને મારું અજ્ઞાન આબાદ છાવરી શકાય. વાત એમ છે કે ભોગસુખો દારૂ જેવા છે; એનો નશો ભલભલાને માણસ મટાડી દે છે. મોક્ષસુખ દૂધ જેવું છે. એને પામ્યા વિના કોઈનો ઉદ્ધાર નથી. પણ પરમાલોકના સુખની વાતો સુધી જેના મન પહોંચી શકતાં જ ન હોય તેવાને આ લોકના ભોગરસ મુકાવવા માટે પરલોક માટેના પુણ્યના પ્રેમી (છાશપ્રેમી) બનાવવા રહ્યા. આમ કરતાં ય તે આત્મા; આત્મતત્ત્વનો, પરલોકનો, પુણ્ય-પાપનો સ્વીકાર તો કરશે. હવે સાવ ઉઘાડો ભોગરસી તો નહિ રહે? પુણ્ય કમાવા માટે ય દાનાદિ તો કરશે ને? બસ... પછી ધીમે રહીને તક મળતાં જ એને મોક્ષરસી બનાવી દેવાય. કપ્તાન : અરિહંત ધ્રુવતારો : સિદ્ધભગવંત દરિયાને પાર કરતી સ્ટીમરમાં બેઠેલા માણસોને માત્ર કપ્તાનથી ન ચાલે. ભલે સ્ટીમર અખંડ હોય, કપ્તાન હશિયાર હોય, પેટ્રોલ પણ પૂરતું હોય, નાવિકો પણ વફાદાર હોય તો ય સ્ટીમર લક્ષ્ય સ્થાને પહોંચી ન જતાં કદાચ બીજા જ સ્થાને ચાલી જાય; જો ધ્રુવનો તારો જ ન હોય તો. સ્ટીમરમાં બીજા બધા વિના ચાલી શકે; પણ હોકાયંત્ર વિના તો ન જ ચાલે. હોકાયંત્રનો પરિપૂર્ણ સંબંધ ધ્રુવના અવિચલ તારા સાથે છે, ભલે એ તારો તદ્દન નિષ્ક્રિય જણાતો હોય પણ એના વિના લક્ષ્યસ્થાને પહોંચવા માટેની તમામ સક્રિયતા અર્થહીન બની જાય છે. સિદ્ધભગવંતો ધ્રુવના તારા સમા છે. આપણા મોક્ષના લક્ષ્ય સ્થાને પહોંચવામાં એ અત્યંત મદદગાર બની રહે છે. વિનાશી દુનિયા તરફની અવળી દોટને, એમની અવિનાશિતાનો વિચાર જ અટકાવે છે અને યોગ્ય રાહે દોરી જાય છે. ભલે એ નિષ્ક્રિય હોય, મૂક હોય, નિરીહ હોય પણ એમના જેટલા સક્રિય અને એમના જેટલા સદાના પ્રેરક કદાચ બીજા કોઈ નહિ હોય એમ કહીએ તો તે ખોટું નહિ ગણાય. Page #245 -------------------------------------------------------------------------- ________________ _/ 0િ00 સાધુતાની સાધના (૪) (૧) સાધુજીવન કઠિન હૈ (૨) ગુરુકૃપાનું બળ (૩) સાપથી પણ ખરાબ પાપ Page #246 -------------------------------------------------------------------------- ________________ 卐 (૧) સાધુજીવન કઠિન હૈ Page #247 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૪૭ સાધુજીવન લેવું : ખાવાનો ખેલ પાળવું : ખાંડાનો ખેલ આ કાળમાં પણ સાધુજીવન લેવું એ તો ખાવાનો જ ખેલ ગણાય, જેમ જેમ જગતમાં દુઃખો વધતા જાય; જીવનનિર્વાહના સાધનની પણ મુશ્કેલી થતી જાય તેમ તેમ સાધુજીવન સ્વીકારી લેવાની ઈચ્છા સહજ રીતે થાય એમાં કશી નવાઈ નથી. પણ ‘લેવું’ એ જ ખાવાનો ખેલ છે, “પાળવું'' એ તો ખરેખર ખાંડાનો ખેલ છે. જિનાજ્ઞાપ્રતિબદ્ધ સાધુજીવનનું પાલન તો જે કરે એને જ ખબર પડે કે કેટલી વીશીએ સો થાય છે ? તલવારની ધાર ઉપર ચાલી નાખવું સહેલું કહ્યું છે, લોઢાના ચણા ચાવવાનું કામ સરળ જણાવ્યું છે, આસમાનના તારા તોડી નાંખવાનું પણ સહેલું કહ્યું છે... એ કાંઈ એમને એમ કહ્યું હશે ? સાધુત્વનો આનંદ જે માણે છે તે જ સમજી શકે છે; આ વિધાનોના ભારેખમ વજનને. આવા મૂલ્યવંતા સાધુજીવનને બટ્ટો ન લગાડવાની પ્રેરણા કરીને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે તો અધ્યાત્મ સારમાં એટલે સુધી કહ્યું છે કે, ‘‘સાધુત્વનું પાલન ન થાય તો કપડાં ઉતારી નાખજો પણ દંભી જીવનનું શરણું તો ન જ લેતા,’’ કોઈકે તદ્દન સાચું કહ્યું છે ઃ “સાધુજીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર ચડે તો ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.'' સહે, સાધે અને સહાયક બને તે સાધુ જિનાજ્ઞાના પાલન વિના સાધુતા આવે નહિ; અને આવેલી સાધુતા ટકે નહિ. સાધુતાના યોગ અને ક્ષેમ માટે જિનાજ્ઞાનું અણિશુદ્ધ પાલન અનિવાર્ય છે. જે સાધુ જિનાજ્ઞાને વફાદાર જીવન જીવતા હોય તેમનામાં સહવાની, સાધવાની અને સહાયક બનવાની ત્રણ તાકાત અવશ્ય ઉત્પન્ન થાય. પરિષહો અને ઉપસર્ગોને હસતે મોંએ એ સહતા હોય. Page #248 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર અનુકૂળતાઓ કે પ્રલોભનોની સામગ્રીની વચમાં રહીને પણ મોક્ષમાર્ગની સાધના જાણે ખૂબ આસાનીથી કરતા હોય. ૨૪૮ સાધુજીવનના આ ત્રણ ગુણો શાસ્ત્રોમાં જુદે જુદે ઠેકાણે જણાવેલા છે. વિચાર કરતા એમ લાગે છે કે આમાંના એક પણ ગુણના અભાવમાં સાધુતા ટકી શકે નહિ. દરેક સાધુએ પોતાની સાધુતાને આ ગુણો દ્વારા કસવી જોઈએ. મનને સહવા માટે તૈયાર બનાવવું જોઈએ. ગમે તેટલા માનપાનાદિની વચમાં પણ મોક્ષમાર્ગની સાધના નિરાબાધ રીતે ચલાવવી જોઈએ અને અન્ય સાધુઓ પ્રત્યે ખૂબ જ વાત્સલ્ય કે બહુમાનવાળા બનીને સહાયક પણ બનવું જોઈએ. સાધુનુ લક્ષ્ય શું? આચરણ શું? દુઃખમુક્તિ કે પાપમુક્તિ? સંસારનો પરિત્યાગ કરીને જિનેશ્વર ભગવંતોની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહેવાનું જીવન જીવતા સાધુ પોતાના દુઃખોની ચિંતા ન કરે; પણ પોતાના પાપોના નાશની જ રાત ને દિવસ ચિંતા કરે. આવું જીવન જીવતા જો કોઈ પ્રભાવક શક્તિ ઉત્પન્ન થાય તો પરાત્માઓના દુઃખોની ચિંતા ન કરતાં, એમના પણ પાપોના નાશની જ ચિંતા કરે. જગતના લોકોના દુઃખ તો ઘણાય લોકો દૂર કરશે; ડૉક્ટરો, વકિલો, શિક્ષકો, મિત્રો વગેરેના વર્તુળો આ જ ધંધો લઈને બેઠા છે એમ કહેવાય છે પણ આમાંનો એક પણ માણસ બીજાનો હિતેષી કહેવડાવવા જતાં તેના પાપોના નાશની લેશમાત્ર ચિંતા નહિ કરે. આ કાર્ય માત્ર જૈનસાધુ જ કરી શકે છે. આથી જ આવું કાર્ય કરનારાઓની પાસે રોગ, ક્લેશ, વાંઢાપણું કે વાંઝીઆપણાના દુઃખોની મુક્તિ માટે કદી જવું ન જોઈએ. એ એમનું કાર્ય જ નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન સેનાપતિ કૈસરે દરેક યુવાન જર્મનીને યુદ્ધમાં ફરજિયાત જોડાવવાનું ફરમાન કાઢયું હતું. તે વખતે યુવાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને યુદ્ધમાં ન જોડાતા વૈજ્ઞાનિક સંશોધનો માટેની પ્રયોગશાળામાં બેસવાનું કહેવામાં આવ્યુ હતું. કેમકે સહુ જાણતા હતા કે યુદ્ધ તો બધા કરી શકશે પણ વૈજ્ઞાનિક સંશોધનો તો આલ્બર્ટ જ કરી શકશે. બળદના પૂંછડા આમળીને, બે પાંચ એકર જમીનમાં ખેતી કરી, બસો મણ બાજરો પકવીને ભારતના વડા પ્રધાન પ્રજાની મોટામાં મોટી સેવા કરવાને બદલે Page #249 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૪૯ દિલ્હીમાં રહીને ટેબલ ઉપર સહીઓ કરતા રહે, અને ભારતની પ્રજાને દોરવણી જ આપે તો તે ઉચિત ગણાય છે; કેમકે તેમનું કાર્ય તેમના જેવા કોક જ કરી શકે છે માટે તેમને ખેતીમાં ન જ જોડાય. આવું જ પાપમુક્તિનું કાર્ય સંતોનું છે. સંસારી ધર્મ કરે તે આશ્ચર્ય! સાધુ પાપ કરે તે આશ્ચર્ય! જન્મજન્માંતરોના પાપ સંસ્કારો લઈને જ આ જગતમાં જન્મ પામેલા માનવો ચોવીસે ય કલાક પાપ કરે તેમાં આશ્ચર્ય શું પામવાનું? સદા પાપ કરવાની જ ટેવવાળો આત્મા થોડી ક્ષણોનો પણ ધર્મ કરે એ જ આશ્ચર્ય ગણાય! એવો માણસ તો ધન્યવાદને પાત્ર ગણાય. હા, સાધુની વાત સાવ જુદી છે. ચોવીસે ય કલાક ધર્મ કરવાની પ્રતિજ્ઞા કરતો સાધુ ધર્મ કરે એમાં કશું ય નવાઈ પામવા જેવું નથી. હા. એની આંખના ખૂણીયામાં પણ વિકાર ભાવ જાગે તો ખરેખર એ આશ્ચર્ય ગણાય. એ સાધુ સખ્ત ઠપકા પાત્ર ગણાય. જો આ વાત બરોબર સમજાઈ જશે તો લગભગ સહુમાં સાધારણ બની ગયેલી બે ભયાનક ભૂલો જીવનમાંથી વિદાય પામી જશે. એક ભૂલ, શિથિલ સાધુઓને પંપાળવાની ગંદી મનોવૃત્તિ; અને બીજી ભૂલ, સંસારી ધર્મી લોકોને એમના જીવનના દોષો દ્વારા ધર્મને વખોડી નાખવાની હલકી નીતિ. ભલેને વિષ્ઠાના કુંડમાં બિરબલ પડયો હતો; છતાં શાબાશીને પાત્ર બન્યો; કેમકે એ અત્તર ચાટતો હતો. બાદશાહ અકબર ભલેને અત્તરના કુંડમાં હતો, છતાં હાંસીને પાત્ર બન્યો; કેમકે એ વિષ્ઠા ચાટતો હતો. બેયને આવેલા સ્વપ્નની આ વાત બરોબર વિચારાય તો જુઠી નિંદા-પ્રશંસાના ઘણા પાપોમાંથી ઊગરી જવાય. અનન્ત મૃત્યુથી ભયભીતને વળી વિકાર કેવા? જેને શાસ્ત્રચક્ષુથી એ વાત સ્પષ્ટ રીતે દેખાય છે કે શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વર્તાવ સ્વરૂપ પાપ કરવાથી અનેક યાવત્ અનંત મૃત્યુના દુઃખની ખપ્પરમાં ફેંકાઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ નહિ એસો જનમ બાર-બાર ગયા વિના છૂટકો જ નથી, એ મહાત્મા તો કોઈપણ પાપથી કેટલા ગ્રૂજતા હોય! શી રીતે એ પાપ કરી જ શકે? - જો એ મૃત્યુનું, એ કરુણતાઓથી ભરેલા જીવનનું અને એ જન્મોની વેદનાનું શાસ્ત્રચક્ષુથી બરોબર ભાન થઈ જાય તો પાપ કરવાનું જરાય સહેલું નથી. અરે! પાપ થવું જ મુશ્કેલ છે. જેઓ પાપ કરે છે એમને આવી પરલોકદૃષ્ટિ પ્રાપ્ત નથી જ થઈ એમ કહેવામાં કશું ય ખોટું નથી. એક મૃત્યુનો ભય જો ધ્રુજાવી મૂકતો હોય અને નામચીન તોફાનીને ઠેકાણે લાવી દેતો હોય તો સાચી સમજણ સાથેનો અનંત મૃત્યુનો ભય માણસને કેમ નિષ્પાપ ન બનાવી દે? સંસારનું સુખ એક વાર ભોગવતાં સાધુને ૯ લાખ સગર્ભા સ્ત્રીઓની અને તેમના કાચા ગર્ભની પૂરી ક્રૂરતા સાથે હત્યાનું ઘોરાતિઘોર પાપકર્મ બંધાય એવું સંબોધસિત્તરિ શાસ્ત્રમાં જે વાંચે તે સાધુ કદી પણ એવા પાપો કરી શકે ખરો? હા... હૈયાવિહોણાંઓની તો આખી વાત જ જુદી છે. તેલનો વાટકો લઈને આખા નગરમાં ફરનારને, રાજાએ સાધુઓના નિષ્પાપ જીવનની કેવી પ્રતીતિ કરાવી દીધી હતી? કાણાંની કાળજી નહિ કરો તો બાકોરાં પડયાં વિના નહિ જ રહે મોટા મોટા પાપોને જ જો પાપ માનવામાં આવશે અને એ પાપોને તાણી લાવનારા નાના દોષો પ્રત્યે જો બેદરકારી રાખવામાં આવશે તો એ આત્મા ગમે તેવો પંડિત હોય, શાસ્ત્રજ્ઞ હોય, તપસ્વી હોય કે ખાનદાન પણ હોય એને ભગવાન પણ મહાપાપના પતનથી બચાવી ન શકે. વ્રતની વાડને પણ વ્રતની જેમ જ પાળવી પડશે. સરહદોની પાસે આવેલા નાના નાના રાજ્યો તરફ બેદરકાર રહેનાર મોટો રાજા એકાએક પદભ્રષ્ટ થાય છે. નાવડીમાં પડેલા કાંણાઓની ઉપેક્ષા કરનારનું નાવડું એક દી બાકોરું જુએ છે અને એકદમ ડૂબી જાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૨૫૧ ઉત્તરગુણોની કાળજી કરાય તો જ મહાવ્રતો સ્વરૂપ મૂલગુણોની રક્ષા શક્ય છે. વાડની કાળજી વિના વેલો શી રીતે વૃક્ષ બનશે? સાધુજીવનની નાનામાં નાની-વાતની કાળજી કરો. “એમાં શું થઈ ગયું?' એ વિચાર જ તમારી હત્યા કરનારો છે. જીવનના સંપૂર્ણ પતનનું બીજ આ વિચારમાં જ પડેલું છે એ વાતને કદી પણ ભૂલતા નહિ. પેલી કહેવત યાદ છે ને કે જે માણસ પાઈ-પાઈની ચિંતા કરે છે એને રૂપિયાની ચિંતા કરવી પડતી નથી. આપોઆપ રૂપિયાનો પ્રશ્ન હલ થઈ જાય છે. ક્યારેક સાચા શ્રાવકે સાધુની પણ કાળજી કરવી ઘટે સાધુ એટલે સમગ્ર જીવનસૃષ્ટિનું રક્ષક અને પાલક તત્ત્વ. એની સાધુતામાં આ સિવાય બીજું કાંઈ જ નથી. કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિચાર જીવમાત્રની રક્ષાથી મુક્ત હોઈ શકતા નથી. માટે જ સાધુએ પોતાના જીવનમાં અત્યંત વ્યવસ્થિત રહેવું જ રહ્યું. જિનાજ્ઞાનું અણિશુદ્ધ પાલન એણે કરવું જ રહ્યું. જો કોઈ સાધુ જરા પણ શિથિલ થાય તો તે ચલાવી ન શકાય. ગુરુના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય તો શ્રાવકે પણ ગુરુઆજ્ઞા મુજબ ધ્યાન આપવું જોઈએ અને તમામ ઔચિત્ય જાળવવા સાથે સાધુને પુનઃ વ્યવસ્થિત કરી દેવા જોઈએ. શ્રી આચારાંગસૂત્રની ટીકામાં એક પ્રસંગ આવે છે. ગચ્છની અંદર ઉદંડ બનીને રહેલો શિષ્ય, ગુરુને પણ ગણકારતો નથી ત્યારે ગુરુની અનુજ્ઞા લઈને શ્રાવક રાજા ભારે કુનેહથી એ શિષ્ય ઉપર ધાક બેસાડીને ઠેકાણે લાવી દે છે. એક કેરી બગડી તો સો કેરી જોખમમાં! એક સાધુનું જીવન ઉન્માર્ગસ્થિત બને તો પરંપરયા સમગ્ર વિશ્વ જોખમમાં. આવા સમયે જ શ્રાવકો સાધુના સાચા માબાપ બને અને એની યોગ્ય માવજત કરી લે. પ્રમાદો હિ મૃત્યુઃ અંગ્રેજીમાં એક વાક્ય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ וד ૨૫૨ નહિ ઐસો જનમ બાર-બાર It I rest, I rust. જો હું પ્રમાદ કરું તો હું ખતમ થઈ જાઉં. આધ્યાત્મિક જગતમાં આ સત્ય ખૂબ જ પ્રગટ છે. કોઈ પણ મુમુક્ષુ આત્મા પ્રમાદી રહી શકે નહિ. પ્રમાદની પળોમાં જ ડંખીલા પાપોના ઘોડાપૂર પેસી જાય છે અને જીવનના સઘળા ય વિકાસને સાફ કરી નાખે છે. ફુલવધૂના અને સીડી ચડ-ઊતર કરતા ભૂતના દૃષ્ટાંતથી શાસ્ત્રકારોએ ‘અપ્રમાદ’ની મહત્તા સમજાવી છે. શાસ્ત્રસ્વાધ્યાય, ગુરુભક્તિ, નમસ્કારજાપ, દશવિધ ચક્રવાલ સામાચારીના પાલનથી દિવસની તમામ પળોને ખીચોખીચ ભરી દેવી જોઈએ. થાકીને લોથ થઈને જ શય્યામાં પડવું જોઈએ. આમ થતાં દિવસ પણ ઊજળો જશે; રાતની નિદ્રા પણ પાપવિહોણી બની રહેશે. પ્રમાદની પળ એટલે કતલની પળ. પછી ભલેને તે એક જ પળ કાં ન હોય? આ કારણે તો પરમાત્માએ સમયં ગોયમ? મા પમાય કહ્યું છે ને ? કોઈ નવરાં પડી રહેશો નહિ. તોફાન કરતા બાળકોથી ત્રાસી ગયેલી માતાએ મગ અને મઠ ભેગા કરીને, તેને છૂટા પાડવાનું કામ બાળકોને સોંપી દઈને કેવા શાંત કરી દીધા હતા? સંસારત્યાગીના માથે પણ શાસ્ત્રવિહિત કાર્યોનો બોજ સતત રહેવો જોઈએ. સાધુ જીવનની મર્યાદાઓ જ એવી છે કે તેમાં વિકૃતિઓ પ્રાયઃ પેશી શકે જ નહિ શાસનપતિ પરમાત્મા મહાવીરદેવે - અનંતાનંત તીર્થંકર ભગવંતોએ જે શ્રમણ સંઘની સ્થાપના કરીને એની જે મર્યાદાઓ બાંધી છે એ મુજબનું જ જો જીવન જીવવામાં આવે તો પ્રાયઃ મનમાં પણ વિષયકષાયની વિકૃતિઓ જાગવાનો સંભવ ન રહે. રાત અને દિવસની ચક્રવાલ સામાચારી જ એવી ગોઠવાઈ ગઈ છે; સ્વાધ્યાયના સમય જ એવા નક્કી થયેલા છે, ગુરુપારતંત્ર્યની કિલ્લેબંધી જ એટલી બધી અભેદ્ય છે, તપ અને ત્યાગના જીવનની મસ્તી જ એવી અનોખી છે; ગચ્છવાસની યોજના જ એટલી બધી ગણિતબદ્ધ છે કે એ મર્યાદાઓને પોતાનું જીવન અર્પનારને વિષય Page #253 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર કષાયનો પડછાયો પણ જોવા ન મળે. પળની પણ ફુરસદ જ ન મળે. નિદ્રા પણ શ્વાન જેવી ચપળ હોય. ૨૫૩ વિજાતીય સંપર્કનું નામોનિશાન ન હોય. સ્વાધ્યાય તો ધબકતા પ્રાણસમો બની ગયો હોય. ગુરુભક્તિ રૂવાંડે રૂવાંડે પરિણમી ગઈ હોય એવા જીવનમાં વિકારોના પ્રવેશની સંભાવના જ ક્યાંથી રહે ? હા... નિકાચિત કર્મોના તોફાનની વાત જુદી છે. આ ત્રણ વિના સાધુત્વ શી રીતે ટકી શકે? સાધુજીવનનો વેષ તો પહેર્યો પણ પછી એને અનુરૂપ જીવન પણ જીવવું જ જોઈએ ને? ગુરુભક્તિ, તપ અને જ્ઞાનવૃદ્ધિ વિના સાચું સાધુજીવન શી રીતે જીવી શકાય? કદાચ શારીરિક અસ્વસ્થતા કે અપંગતા વગેરેને કારણે ઉપકારી ગુરુની ભક્તિ ન બની શકે તો ? તો ય વાંધો નથી; જો એ ઉપકારી પ્રત્યે હૈયામાં ભારોભાર બહુમાન હોય. એ જ રીતે કદાચ આયંબિલ આદિ ઉગ્ર તપ ન પણ થઈ શકે તો ય ઉગ્ર કક્ષાનો મીઠાઈ, ફળ વગેરેનો ત્યાગ તો અત્યંત આવશ્યક છે. એ ત્યાગ વિના તો ન જ ચાલી શકે. કદાચ વધુ શ્લોકો વગેરે કંઠસ્થ કરવાની શક્તિના અભાવે જ્ઞાનવૃદ્ધિ ન થઈ શકે તો ય હજી ચાલી શકે; પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્યમ તો ધરખમ હોવો જ ઘટે. નિરુદ્યમીપણું તો સાધુજીવનનું તાલપુટવિષ છે. આમ સાધુતાની બે કક્ષાઓ થઈ. ગુરુભક્તિ, તપ અને જ્ઞાનવૃદ્ધિ યુક્ત પ્રથમ કક્ષા અને બહુમાન, ત્યાગ અને ઉદ્યમની બીજી કક્ષા. મને લાગે છે કે સાચા સાધુજીવનની ત્રીજી કક્ષા કોઈ નહિ હોય. પ્રથમ કક્ષાના સાધુ બનવાનો જ ઉદ્દેશ હોવો ઘટે. પ્રયત્ન પણ તે માટેનો જ હોવો જોઈએ. છેવટે બીજી કક્ષાના સાધુ તો બનવું જ રહ્યું. નહિ તો, ‘નહિ ઘરના અને નહિ ઘાટના.' જેવી કમનસીબ દશા થાય. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નહિ એસો જનમ બાર-બાર अक्खाण रसणी, कम्माण मोहणी પળે પળે અનંતકર્મની રાશિનો કચ્ચરઘાણ વળે ત્યારે જ જુલમગાર સંસારનો અંત આવે. શાસ્ત્રોક્તજ્ઞાની જ શ્વાસોશ્વાસમાં અનંતકર્મનો નાશ કરે. મનોગુપ્તથી જે ગુપ્ત હોય તે જ જ્ઞાની કહેવાય. માત્ર ભણેલો જ્ઞાની ન કહેવાય; કદાચ જ્ઞાનવાદી કહી શકાય. મનોગુપ્ત કોણ બની શકે ? વિશુદ્ધ બ્રહ્મચારી હોય તે. શુદ્ધ બ્રહ્મચર્યનો પાલક તો મોહનીયકર્મનો વિજેતા (ક્ષયોપશમ કરનાર) જ બની શકે. શી રીતે મોહનીય કર્મ ઉપર વિજય પામી શકાય? રસનેન્દ્રિય ઉપર કાબૂ આવે તો જ તે વિજય હાંસલ કરી શકાય. “મgણ રસળી, વેમ્પાન મોઢળી, વાળ વંમં, ગુત્તી મળી - એ જે વિધાન છે. એના ક્રમમાંથી આ તારવણી કાઢી શકાય એમ લાગે છે. જિનેશ્વરદેવના શાસનમાં એવું કોઈ પણ અનુષ્ઠાન નથી. જેની સાથે તપ ધર્મનુ જોડાણ કરવામાં આવ્યું ન હોય. આ જ વાત સૂચવે છે કે તપનું તો આ શાસનમાં અસાધારણ મહત્ત્વ છે. ધાતુઓની શાંતિ વિના મન:શાંતિ શક્ય જ નથી. તપના સેવન વિના ધાતુશાંતિ શક્ય નથી. જેને તપ ધર્મ ઉપર પ્રેમ જ નથી એ આત્મા સાધુ થવાની લાયકાત કેમ ધરાવી શકે ? વિદ્વાન બનવા માટે સાધુજીવન નથી પણ તપોબળ કેળવવા માટે છે; કેમકે સ્વ અને પરનું કલ્યાણ વિદ્વાનું ન કરી શકે; તપોબળી જ કરી શકે. ચિત્તશાંતિ બ્રહ્મચર્યસિદ્ધિ, મોહનીયકર્મશાંતિ ત્રણેયનો એક ઉપાય ત્રણ યોગમાં વાણી અને કાયાના યોગ કરતાં ય ચિત્તયોગ વધુપડતો જવાબદાર અને જોખમદાર ગણાય છે. શી રીતે એની ઉપર કાબૂ મેળવવો? ચિત્તશાંતિ શી રીતે પ્રાપ્ત કરવી? Page #255 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બારબાર ૨૫૫ પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ ગણાય છે. શી રીતે એને સિદ્ધ કરવું? આઠ કર્મોમાં સૌથી વધુ ખતરનાક મોહનીયકર્મ ગણાય છે. કઈ રીતે એના ઉધામા હળવા કરી શકાય? છે કોઈ ઉપાય, ઘણા અંશોમાં કારગત નીવડે તેવો? હા... અપેક્ષાએ એમ કહી શકાય કે રસના ઉપર કાબૂ મૂકી દેવામાં આવે તો કદાચ એની અસર એ ત્રણે ય ઉપર થાય ખરી. સર્વ ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય જ સૌથી વધુ ખતરનાક છે. એના તોફાનોમાંથી જ મોહનીયકર્મને તોફાન કરવાનું નિમિત્ત મળે છે; બ્રહ્મચર્ય ખંડિત થવાની શક્યતા ઊભી થાય છે; ચિત્તશાંતિ સંપૂર્ણ રીતે જોખમાઈ જાય છે. યુગપ્રધાન મંગુ - આચાર્યના જીવનને દુર્ગતિના દ્વારે ધકેલી મૂકનાર રસનેન્દ્રિય જ હતી ને? આષાઢાભૂતિ, સુવ્રતમુનિ વગેરેના પતનમાં આણે જ મુખ્ય ભાગ ભજવ્યો હતો ને? તમારે શુદ્ધ સાધુ જીવન જીવવું છે? તો હું કહીશ કે ગુરુને સમર્પિત બની જાઓ અને રસનાના વિજેતા બની જાઓ. પછી બાકીની સાધનાના યંત્રો આપમેળે વેગ પકડી લેશે. આહારશુદ્ધિ જે સાધક ખાનપાનમાં પૂર્ણ કાબૂ ધરાવે નહિ, એ સિદ્ધિ પામી શકે નહિ. બેશક, ખાનપાન ઉપર કાબૂ લેવા જેવું કદાચ એક પણ કાર્ય કઠોર નહિ હોય પરંતુ તેથી, પોતાની નબળાઈ છતી કરવાને બદલે, “ખાનપાનના કાબૂની જરૂર જ નથી' એવું વિધાન કરનારાઓ સાચે જ આખી માનવ જાતને ખાડામાં ઉતારવાનું ઘોર અપકૃત્ય કરી રહ્યા છે. ગજવામાં પૈસા ન હોય તેથી કાંઈ દુકાનદારને એમ કહેવાય ખરું કે, “તારી દુકાનમાં માલ જ નથી?” સર્વ ભારતીય દર્શનો એ વાતમાં સંમત છે કે આહારશુદ્ધિ વિના સત્ત્વ શુદ્ધિ શક્ય જ નથી, અને જેની સત્ત શુદ્ધિ નથી એનું જ્ઞાન સ્થિરભાવ પામી શકતું જ નથી. માત્ર જાપ કરવાથી, માત્ર પોથી પંડિત બનવાથી “ગીતાજી” કે “વ્યાસમુનિ'' Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નહિ એસો જનમ બાર-બાર ઉપર પી.એચ.ડી. થઈ શકાશે પણ જીવન ગીતાય નહિ જ બની શકે. ખાનપાનની બધી છૂટ લેનાર માણસ લાખો જપ જપે તો ય કદાચ નિષ્ફળ જ જાય. એનું કારણ એ છે કે કોઈ પણ સાધક ચોવીસે ય કલાકની સાધના કરી શકતો નથી. શોચ, નિદ્રા, ભોજન, વગેરે તો તેને પણ અનિવાર્ય બને છે. આવી અનિવાર્ય પાપની પળોમાં જ ખાનપાનની છૂટછાટનો દારૂગોળો સળગી ઊઠવાની પૂર્ણ શક્યતા છે. દારૂગોળો તૈયાર હોય, અને નિમિત્તનો એક જ ફણગો એમાં પડે પછી વાર કેટલી? ઊલટપક્ષે જો એ દારૂગોળો જ ન હોય તો અશુભ નિમિત્તોના ફણગા તો શું? પણ બોંબગોળા પડે તો ય કાંઈ ન થાય. સહરાના રણમાં જ એ બોમ્બ પડ્યા ને? બીજી સાધના ઓછીવત્તી પણ ચાલશે પરંતુ આહારશુદ્ધિ ઓછામાં ઓછો વિગઈ ત્યાગ અને ઉણોદરી સ્વરૂપ વિના તો સાધકને નહિ જ ચાલે. અંગહાનિ કરતા સત્વહાનિ વધુ ભયાનક કાં અંગ છેદાય છે કાં સત્ત્વ હણાય છે. બેમાંથી એકનો વિનાશ જો અનિવાર્ય જ હોય તો કોનો વિનાશ પસંદ કરી લેવો? શાસ્ત્રના સારા ચિંતક માટે આ પ્રશ્નનો ઉકેલ અત્યંત સરળ છે. એ તરત જ કહી દેશે, “અંગ જવા દો, સત્વને ગમે તે ઉપાય જાળવી રાખો.' સત્ત્વ એટલે શુદ્ધિ. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગ સ્તોત્રમાં આ વાતને પુષ્ટિ આપી છે. ત્યાં તેઓશ્રીએ પરમાત્માની પ્રાર્થના કરતાં જણાવ્યું છે કે, “હે ભગવાન્ ! તારા જેવા પરમશુદ્ધ વીતરાગ-સર્વજ્ઞને પણ ગાળો ભાંડવા જો કોઈને જીભ મળી હોય તો હું તો ઈચ્છું છું કે એ બિચારો જીભ વિનાનો થઈ જાય. જીભેથી તને ગાળો ભાંડીને પોતાના આત્માની શુદ્ધિને વધુ મલિન કરે એના કરતા તો તેની જીભ ખેંચાઈ જાય તે જ સારું ને?'' - બ્રહ્મચર્યની શુદ્ધિને બાધ આવે તેવા પ્રસંગમાં ફસાઈ જવાનું સાધુ કે સાધ્વીને બની જાય તો તેણે છેવટે ગમે તે રીતે આપઘાત કરી લેવો પણ સત્ત્વનો નાશ નહિ થવા દેવો એવો સ્પષ્ટ ભાષામાં આદેશ આપવામાં આવ્યો છે. આથી જ તો મહાત્મા Page #257 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ૨૫૭ નંદિષેણ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને પણ પ્રાણત્યાગ કરવા તૈયાર થયા હશેને? જે સંસારત્યાગીઓ ડગે ડગે અને પળે પળે શરીરમા રતુ ધર્મસાધન નું સૂત્ર આગળ કરીને શરીરની અતિ માવજતમાં પડયા છે તેઓ દેહને સાચવીને સત્ત્વનો વિનાશ કરવાનું ભયાનક વલણ લઈ રહ્યા નથી શું? દેહની અતિમાવજત આત્માના સત્ત્વનો વિનાશ કરવામાં કદી પીછેહઠ કરતી નથી. વિકારો જાગીને જ રહે છે; સત્ત્વનો ભોગ લઈને જ જંપે છે. જો આ વસ્તુસ્થિતિ છે તો શા માટે સત્વના ભોગે દેહની રક્ષા કરવાના ધોકાબાજ રસ્તે ડગ માંડવો? ઓ! ત્યાગીઓ હવેલી લેતાં ગુજરાત કાં ખૂઓ! ત્યાગીઓ! તમે સંસાર મૂકયો. આખો સાગર તરી ગયા હવે ખાબોચીએ ડૂબી જાવું છે! આખો હાથી નીકળી ગયો. હવે પૂંછડે અટકી જશે! અફસોસ ! સંસાર ત્યાગ્યા પછી પણ જો સંસારના અશુભ નિમિત્તોથી બાર ગાઉ છેટા રહેવાની સાવધાની રાખવામાં ન આવે તો ગમે તેવા ખાનદાન ત્યાગીને પણ એની ખાનદાની ય બચાવી ન શકે. ફરી એનો રાગાદિમય સંસાર અંતરમાં જાગે અને પ્રતિપળ પજવ્યા કરે. પછી તો વાત આગળ પણ વધી જાય. જે ખાનપાનાદિ ભોગોની ઈચ્છા જાગે તેને પૂર્ણ કરવામાં આવે અને સંતના વેષમાં સંસારીને ટપી જાય તેવું દંભી જીવન સડેડાટ ચાલ્યું જાય! ભાઈને તો હવે કોઈ વાતે અફસોસ પણ ન રહે. કેટલી બધી દુઃખદ બાબત છે! હવે આ જગતના જીવોને દુઃખોથી અને પાપોથી કોણ બચાવશે? અરે ! રક્ષક જ ભક્ષક બન્યો ત્યાં ફરિયાદ કોને કરવી? જગતના જીવોના સુખ અને શાંતિ મહત્ત્વના છે? કે પોતાના ભોગસુખોની પૂર્તિ મહત્ત્વની છે ? ભોગપૂર્તિના જીવનમાં ખરડાયેલો વેષધારી શું કદી પણ આ જગતને સુખશાંતિ આપી શકવાનો છે? રામ, રામ કરો. હવેલી લીધી... ગુજરાત ખોઈને? ઓ મૂર્ખ ત્યાગી! તારી આ બદનસીબીનું દર્શન તો કર. ભોગો પામીને તું શું પામ્યો? તેં તારા બે ય ભવ બગાડયા! જીવો પ્રત્યેની તારી ફરજથી તું ભ્રષ્ટ થયો! હવેલી પણ તને ક્યાં મળી? Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નહિ એસો જનમ બાર-બાર ગરબડીયું ગુરુતત્ત્વ : અા સાધ્વી દેવતત્ત્વ તો સર્વદા શુદ્ધ જ રહે. ધર્મતત્ત્વ પણ એવું જ શુદ્ધ રહે. પણ એ બે ય ને સમજાવનારું, એ બેયની વચમાં રહેલું જે ગુરુતત્ત્વ છે એ સર્વદા શુદ્ધ જ હોય એમ ન કહી શકાય. એમાં તો ગરબડ ઊભી થવાની પણ સંભાવના ખરી. માટે જ “ગુરુની પસંદગીમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. ગુરુ તે જ થઈ શકે છે સંવિગ્ન હોય અને ગીતાર્થ હોય. આમાંના એક પણ ગુણની ઊણપ ગુરુ બનવા માટે નાલાયક ઠરાવે છે. શાસ્ત્રો તો ઉત્સર્ગ અને અપવાદમય છે. કક્ષાભેદ ધર્મભેદો એમાં બતાવેલા છે. આત્મા કઈ કક્ષાનો છે? એમાં કયો ધર્મ એને અનુકૂળ છે? એ બધો નિર્ણય તો “ગુરુ” એ જ કરવાનો છે. એમાં જ જરાક પણ ગફલત થાય તો અગણિત આત્માઓના ભાવપ્રાણનો કચ્ચરઘાણ વળી જાય. કોઢના રોગનો ભોગ બનેલી અજ્જા નામની સાધ્વી અનેક શિષ્યાઓની ગુરુણી હતી. કોઈ દુષ્કર્મના યોગે મિથ્યાત્વના વમળમાં ફસાણી અને ઉકાળેલું પાણી પીવાથી જ કોઢ થયાનું વિધાન કર્યું !!! એક સિવાયની તમામ શિષ્યાઓએ એ વિધાનને વધાવી લઈને એવા પાણીનો ત્યાગ કરી દીધો ! “અજ્જા” અનંત સંસારનું ભ્રમણ પામી! કેવું જોખમી છે; ગુરુ તત્ત્વ? ગરબડીયું ગુરુતત્ત્વ દેવ તો વીતરાગ જ હોય માટે આપણે દેવતત્ત્વ સદા માટે શુદ્ધ જ છે. ધર્મ તો જિનોક્ત જ હોય માટે આપણું ધર્મતત્ત્વ પણ સદા માટે શુદ્ધ જ છે. પરંતુ ગુરુતત્ત્વ માટે તેમ કહી ન શકાય. આ તત્ત્વમાં ઓછીવત્તી ગરબડો પેસી જવાની શક્યતા તો ખરી જ. વળી આ તત્ત્વ જ મુખ્યત્વે શાસન ચલાવવાની મોટામાં મોટી જવાબદારી અને જોખમદારી ધરાવે છે. દેવ અને ધર્મને ઓળખાવનાર, એ બેની વચ્ચે બિરાજેલું ગુરુતત્ત્વ જ છે ને? ડૉક્ટર સમા દેવે તો ધર્મસ્વરૂપ હજારો ઔષધિઓ કમ્પાઉન્ડર સમા ગુરુતત્વને આપીને વિદાય લીધી. દર્દીએ, દર્દીએ રોગ જુદો હોય. કોને કઈ દવા દેવી? એનો નિર્ણય તો કમ્પાઉન્ડરે જ કરવાનો રહે છે ને ? એક જ દર્દવાળા સો માણસો હોય તો Page #259 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૫૯ ય દરેકને જુદી જુદી દવા દેવાય એવું પણ બને. સો માણસને એક જ દવા અપાય તો ય તેની સાથેનું અનુપાન દરેકને જુદું જુદું જણાવાય એવું પણ બને. આત્માના ભાવરોગોનો કોઈ સુમાર નથી. બેશક એને દૂર કરનારી દવાઓનો પણ પ્રચંડ જથ્થો મોજુદ છે. પણ એ બધાયની સફળતાનો આધાર તો ગુરુતત્ત્વની કાબેલિયત અને સન્નિષ્ઠા ઉપર જ રહે છે. આ તત્ત્વમાં જો કોઈ જાતની ગરબડ ઊભી થાય તો વ્યક્તિએ વ્યક્તિએ વિયેટનામ સર્જાઈ જાય... મારા ભગતોથી ચેતતા રહેજો' એક હતા સંન્યાસી. ઘણા હતા એમના ભગતો. એક ગામમાં ભગતો આવ્યા. ગુરુદેવની પૂજા-ભક્તિ કરી. ગુરુદેવ બીજે ગામ ચાલ્યા ગયા પછી એ શ્રીમંત ભગતોએ ગામના આગેવાનોને ભેગા કર્યા. તેમને કહ્યું કે તેઓ માતબર રકમ તેમને આપશે; તેમાંથી તેમણે ગુરુદેવનું બાવલું બનાવવું. ગ્રામજનોએ એ વાત કબૂલ કરી. કેટલાક માસ બાદ ગ્રામાગ્રણી એ સંન્યાસી પાસે ગયો. તેણે એમની પાસેથી એક સુવર્ણવાક્ય માંગ્યું. સંન્યાસી તેનું કારણ પૂછતાં ગ્રામજને જણાવ્યું, “આપના ભક્તોની રકમથી અમે અમારા ગામમાં આપનું બાવલું ઊભું કર્યું છે. હવે તેની નીચે આપનું એક સુવર્ણવાક્ય મૂકવાનું છે'' આ વાત સાંભળીને સંન્યાસી ખિન્ન થઈ ગયા. ઘણી આનાકાની બાદ સુવર્ણવાક્ય લખી આપ્યું. ‘‘મારા ભગતોથી ચેતતા રહેજો.’’ ગમે તેમ હોય પણ આ પ્રસંગમાંથી વિચારવા જેવું ઘણું ઘણું મળી જાય છે. શું એવું વિધાન કરીએ તો તે અનુચિત ગણાય ખરું કે સ્ત્રીઓથી જેટલા સાવધાન રહેવાની જરૂર છે એટલા જ સાવધાન ભક્તોથી પણ રહેવાની જરૂર છે. જો એમની ગાંડી ભક્તિમાં પલોટાયા તો વેચાયા, હાથેપગે બંધાયા, અને જીવનથી બરબાદ થયા. Page #260 -------------------------------------------------------------------------- ________________ וד ૨૬૦ નહિ ઐસો જનમ બાર-બાર ભક્તોના ગાંડપણે મચાવેલી અંધાધૂંધી કોઈ પણ ગુણ વિવેકપૂર્વકનો હોય તો જ તે ગુણ બની રહે; અન્યથા અવગુણ બની જાય. ભક્તિ પણ વિવેકપૂર્ણ જોઈએ. વર્તમાનકાળના કેટલાક ભક્તોએ ભક્તિનો વિવેક ગુમાવ્યો છે. એમના ગુરુઓ પ્રત્યેની ભક્તિ ગાંડી બની છે. એના પરિણામે ધર્મશાસનને ઘણું વેઠવું પડયું છે. ભક્તોની ઘેલી ભક્તિ, ગુરુના જીવનને ય ખતરામાં મૂકી દે; અન્ય ભક્તો સાથે લડાઈમાં પણ ઉતારે; એ યાદવાસ્થળી સમગ્ર ધર્મશાસનને ધક્કો પહોંચાડે. સદેવ બાર હાથ છેટા રહેજો; ભક્તોની ઘેલછાભરી ભક્તિથી. ભક્તો ઉપ૨ ગુરુનો અધિકાર ચાલે ત્યાં સુધી વાંધો નથી. પણ ગુરુ ઉપર ભક્તોનો અધિકાર આવી જાય તે કેમ ચાલે ? ભક્ત કહે તેમ ગુરુને કરવું? ખાનપાનની ભક્તની બધી જ ભક્તિ ગુરુએ મૂંગા મોંએ સ્વીકારી જ લેવી? સંયમ જીવનને બાધા પહોંચતી હોય તો પણ! ધૂળ પડી એવા ગુરુપદમાં ! રે! નેતૃત્વ કોની પાસે છે? ભક્તની પાસે કે ગુરુની પાસે ? જે કાળમાં ભક્તના હાથે નેતૃત્વ જશે તે કાળે ધર્મ રસાતાળ થશે. કોઈની શેહશરમમાં ગુરુ કેમ ફસાય? બે કપડાં ઓછા મળે; લૂખ્ખાં ભોજન મળે; ભાવતાલ કોઈ ન પૂછે... એ બધી સ્થિતિમાં તો ઘણી મીઠાશ છે. ભક્તની ગુલામી તો નરી કડવાશથી ભરી છે. સમાધિપૂર્વક પણ વહેલું મરણ ન લવાય કોઈ યુવાન સાધુ રોગિષ્ઠ અવસ્થાથી કંટાળીને અનશન કરી દે તો ? હા.. એની સમાધિ ટકાવનારા વડિલો અને ગુરુબંધુઓની હાજરી પણ હોય... ના... એમ એકદમ મરણને નોતરું ન દેવાય; ભલે પછી તે સમાધિથી થનારું મરણ હોય. Page #261 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૬૧ છેદગ્રંથોમાં કહ્યું છે કે સૌ પ્રથમ તો સાધુએ રોગને દૂર કરતી ઔષધિના પ્રયોગ ૧૮ માસ સુધી તો કરવા જ જોઈએ. એ પછી પણ જો આરોગ્યની પ્રાપ્તિ ન થાય અને એ રોગના કારણે અનેક વિરાધનાઓ જીવનકાળમાં થતી હોય તો સમાધિમરણ પામવાનો પ્રયત્ન બેશક વાજબી છે. આવું વિધાન કરવાની પાછળ એ ઉદ્દેશ છે કે સર્વવિરતિધર્મ સ્વરૂપ સાધુજીવન અતિશય દુર્લભ છે. એ તો જેટલું લંબાય તેટલું વધુ સારું. જો વહેલું સમાધિમરણ પામવામાં આવે તો અવશ્ય દેવગતિ મળે. અવિરતિનો જ ઉદય થાયઃ વિરતિધર્મ હાથમાંથી ચાલ્યો જાય. શા માટે આવી સ્થિતિનું સર્જન થવા દેવું? એના કરતાં તો અહીં સાધુજીવનમાં જ કેમ ન રહેવું? આ જીવનને લંબાવવા માટે ઔષધોપચાર શા માટે ન કરવા? રોગિષ્ઠ બનીને ય સર્વવિરતિ ધર્મમાં મસ્ત રહેવું એ સારું છે. પણ કંચન જેવી નિરોગી કાયા પામીને ય દેવલોકના અવિરતિના જીવનમાં રહેવું ફજૂલ છે. જેને આ વાત સમજાશે એ સાધુ કે સાધ્વી ગમે તેવો ખાનપાનનો વ્યવહાર નહિ રાખે; ખોટી રીતે માંદા પડીને રોગિષ્ઠ બનવાની તૈયારી નહિ રાખે. શાસ્ત્રપદ્ધતિને આધીન રહીને પોતાનું જીવન સુદીર્ઘ આયુષ્યવાળું બનાવવાના જ કોડ સેવશે. સાધુને જીવનમરણ બે ય સમાન છે. પણ ક્યારે? મરણ જો અનિવાર્યપણે આવી પડયું હોય તો... નહિ તો વિરતિનું જીવન જ મજેનું બની રહે એ તદ્દન સહજ છે. શૈશવેડગર્તાવિદ્યાનાં... રઘુવંશાદિ કાવ્યના રચયિતા ખ્યાતનામ કવિ કાલિદાસે માનવના જીવનના ચારેય પાસાંને સાંકળી લઈને એક શ્લોકમાં આડકતરી રીતે બોધ દેતા કહ્યું છે કે, બાળકાળમાં માણસે વિદ્યાર્જન કરી લેવું જોઈએ; (એને વિષયવાસના પજવતી હોય તો) યોવનમાં ગૃહસ્થજીવન જીવી લે; પણ પછી જ્યારે વૃદ્ધત્વ આવે ત્યારે તો એણે મુનિજીવન સ્વીકારી જ લેવું જોઈએ. અને એ જીવનમાં યોગસિદ્ધિ પ્રાપ્ત કરીને છેવટે આ દેહ ત્યાગી દેવો જોઈએ. - કવિ કાલિદાસને જે જ્ઞાન, અનુભવ વગેરે પ્રાપ્ત થયા તેના આધારે તેમણે આ વાતો કરી છે. આપણે એના ગુણદોષની ચર્ચામાં ઊતરવું નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર અહીં તો એટલી જ વાતનું સૂચન કરવું છે કે આ યુગમાં બાળકોએ માતપિતા વગેરે વડિલોની ભક્તિની જે અવગણના કરી છે તેને દૂર કરવા માટે વડિલોએ વાકયે મુનિવૃત્તીનાં પદનો વિચાર કરવો જોઈએ. અલબત, શાસ્ત્રકાર પરમર્ષિઓએ તો આઠ વર્ષની બાળ વયમાં જ મુનિજીવન પામવાની પાત્રતાની પ્રાપ્તિ કહી છે. એ ઉંમરની ઉપર જેટલા દિવસો સંસારમાં જાય એ બધા ય બાતલ બની રહેવાના. અને આંધળુકીઆ કરીને જેમણે સંસારમાં ઝંપલાવી દીધું તેમને છેવટમાં આ વાત સમજાવવી છે કે તમારે લોકોએ વધુમાં વધુ ૪૫-૫૦ વર્ષની ઉમર થતાં જ સંસાર ત્યાગી દેવાની તૈયારી કરી જ લેવી જોઈએ. જીવનના બધા ભોગ જોઈ લીધા! હવે આ લોકના એ ભોગના પાપોનો નાશ કરવા અને શેષ જીવન સુધારવા તમારે ત્યાગપરાયણ બનવું જ જોઈએ. જો દરેક માતાપિતા છેવટે આટલું ય કરશે તો એમના પ્રત્યેની બાળકોની ભક્તિ સદા વધતી રહેશે. ત્યાગી બનનારા માતપિતા પ્રત્યે કેવી અનુપમ ભક્તિ જાગે? વડિલો પ્રત્યેની બાળકોની અવગણનાના અનેક કારણોમાં આ પણ એક કારણ કહી શકાય કે વડિલો મરતા સુધી સંસાર છોડતા નથી. (હા. યોગના બદલે રોગના અંતે દેહ જરૂર છોડે છે.) તિજોરીની ચાવી સોંપતા નથી અને પેઢીમાં જવાનું બંધ કરતા નથી. સંપૂર્ણ વૃદ્ધત્વ આવ્યા પછી પણ જો વડિલોના જીવનમાં બ્રહ્મચર્યાદિ ગુણોની પ્રાપ્તિ પણ ન હોય તો એના માટે બાળકો વગેરેના અંતરમાં ભક્તિ પ્રગટવાની એ વાત ઘણી મુશ્કેલ બની જાય છે. સુંદર તો બાળદીક્ષા જ આઠ વર્ષની ઉંમરથી લગાવીને ૭૦ વર્ષની ઉંમર સુધી દીક્ષા લેવાની પાત્રતા હોય છે, એમ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. કોઈ ખાસ પ્રસંગમાં અપવાદ હોઈ શકે છે. કેટલાક અર્ધદગ્ધ વિચારસરણીનો ભોગ બનેલા લોકો બાળદીક્ષાનો વિરોધ કરતા હોય છે. અને ૧૮ વર્ષની વય બાદ જ દીક્ષા આપવાનો આગ્રહ કરતા હોય છે આની પાછળ બાળ યુવાન કે વૃદ્ધ - સર્વની દીક્ષાનો નાશ કરી દેતું પરિણામ લાવવાની તે લોકોની નેમ હોય તો આશ્ચર્ય પામવાની જરૂર નથી. જો બાળદીક્ષા બંધ, તો બધી વયની દીક્ષા બંધ; એવું મારું અનુમાન છે. એનું કારણ એ છે કે ૧૮ વર્ષના યુવાનો કે યુવતીઓ કોલેજના શિક્ષણ સુધી પ્રાયઃ પહોંચી ગયા જ હોય. આ શિક્ષણ આર્ય Page #263 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર સંસ્કારોનો સંપૂર્ણ નાશ કરવા માટે કાતિલ ઝેરનું સામર્થ્ય ધરાવે છે. એટલે કોલેજના ઉંબરે ચડેલા યુવાનો દીક્ષા લે એ વાત ધીમે ધીમે ભૂલી જવી પડે તેવી સ્થિતિ ટૂંક સમયમાં જ આવી જવાની છે. ભલે આજે કોલેજિયનો દીક્ષા લેતા જોવા મળતા હોય; પણ હવે એ વાત લાંબી ચાલે તેવું લાગતું નથી. આમ થતાં બાળદીક્ષા અને યુવાદીક્ષા-બેય બંધ થઈ ને? હવે વૃદ્ધો જ દીક્ષા લે તો તેમની સેવાભક્તિ કોણ કરશે? દીક્ષિત થયેલા યુવાનો અને કિશોરો તો છે જ નહિ. જો આ રીતે દીક્ષાનો જ નાશ કરી દેવામાં આવશે તો સમગ્ર તીર્થનો નાશ થશે. કેમકે “સાધુ” વિના તીર્થનું અસ્તિત્વ સંભવી શકતું નથી. માટે જમાનાના આ પવનમાં કોઈએ ફસાવું ન જોઈએ. વધુમાં વધુ બાળદીક્ષાઓ જ થવી જોઈએ. કેટલાકો કહે છે કે, “તે બાળ-દીક્ષિતોને ૧૯-૨૦ વર્ષની ઉંમરે વિકારો જાગશે તો એમના પતન નહિ થાય?'' આની સામે મારો પ્રશ્ન છે કે આ આફત તો પરિણીત દીક્ષિતોને વધુ જોરમાં ઝીંકાય તેમ છે. ભુક્તભોગીઓ દીક્ષા લે તો શું તેમને ભોગવેલા ભોગોની યાદ નહિ સતાવે? એથી તેમનું પતન નહિ થાય? સાચી વાત તો એ છે કે બે ય માં પતનની શક્યતા છે છતાં સારા સાધુના સંગમાં રહેલા અભક્તભોગી બાળદીક્ષિતોને વિકારોના જે કુતુહલની વાત કરો છો તે જન્મવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. કુતુહલ અને અનુભુતનું સ્મરણએ બે માં સ્મરણ જ વધુ ઘાતકી નીવડવાની શક્યતા છે. છતાં દસ બાળકોમાં એકાદ બેનું કદાચ પતન થાય તો ય તેનું દૃષ્ટાંત દઈને બાળદિક્ષા કદી બંધ ન કરાય. દસ ઘડા બનાવતા કુંભારના બે ઘડા ફુટી જાય તેથી કાંઈ ધંધો બંધ ન કરાય. બાળ-દીક્ષા ખતમ થતાં તીર્થપ્રભાવનાની શક્યતાઓ નહિવત્ બની જાય છે. સાધુ પાસે શું દેવાની તાકાત છે? લોકો કહે છે, “સાધુ પાસે શું હોય? એ તો અકિંચન છે. આપણી પાસે ઘણું છે માટે આપણે જ સાધુઓને વારંવાર કહીએ છીએ કે, “કાંઈ જરૂર હોય તો જણાવજો.” શાબાશ! કેવો જીવલેણ ભ્રમ! સાધુ એટલે ગરીબ; બચાડા; કશા ય વિનાના અને બધા ય ના ભૂખ્યા! કેવું ખતરનાક ગણિત! કેવી બેવકૂફ વ્યાખ્યા! Page #264 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર શ્રીમંતોના જ દિમાગમાં મુખ્યત્વે આવા ભ્રામક વિચારો સડતા હોય છે. આપણે તેમને પૂછવું જોઈએ કે તમારા પૈસાથી તો આંખને ચશ્માં જ ચડશે; માથે ટોપી ચડશે અને પગે બૂટ ચડશે. ઊંઘવા માટે ડનલોપ મળશે; ભોજન માટે ગુલાબજાંબુ મળશે? વાંઝીઆપણાનું મહેણું ટાળતા કદાચ બાળકો ય મળશે. પણ શું એટલું જ, આ જગતમાં જીવવા માટે બસ છે? શું આંખને નિર્વિકાર ભાવની પણ જરૂર નથી? માથાને સારા વિચારોની જરૂર નથી? પગને સુપથગમનની તાકાતની જરૂર નથી? ડનલોપ, ગુલાબજાંબુ કે બાળકો મળે તેથી શું? શાંતિ ન મળે તો? હાય! એ સંસાર તો ભડકે સળગી ઊઠે! હવે તમે જાણો છો? કોણ આપે છે એ નિર્વિકારભાવો વગેરે ? સાધુસ્તો. એમની કૃપાથી જ એ ભાવો પ્રાપ્ત થાય છે. એ વાત જ્યારે સમજાશે કે, “વિકારી આંખે ચશ્માં ચડાવવા કરતાં આંખો ન હોય તે સારી.'' ત્યારે જ નિર્વિકારભાવનું પ્રદાન કરતાં સાચા સાધુ, કેટલી મૂડીના સ્વામી છે એ વાત બરોબર સમજાઈ જશે. સંતોની જરૂર ક્યાં? એક પ્રસંગ સાંભળ્યો છે. અમદાવાદની કોઈ મીલના તમામ સંચાઓ બપોરના સમયે એકાએક કામ કરતા અટકી ગયા. દોડધામ મચી ગઈ. બધું નિષ્ફળ. ત્રણ ત્રણ દિવસ વીતી ગયા. માલિક અને મેનેજરની હતાશા આસમાનને આંબી ગઈ. ત્રીજે દિવસે સાંજે એક ગામડીઓ આવ્યો. મીલમાં આંટો મારીને માલિકને કહ્યું, “હું આ બધા સંચા ચાલુ કરી દઉં તો મને દસ હજાર રૂપિયા આપશો?'' માલિકે તરત જ તેની માંગણી કબૂલ કરીને બેરર ચેક ફાડી આપ્યો. નાનકડી હથોડી લઈને એગામઠી ઈજનેર ફરી મીલમાં ગયો. એક લોખંડની પટી તેલથી જામ થઈ ગઈ હતી તેની ઉપર જોરથી હથોડી મારી. બધા સંચા ચાલુ થઈ ગયા. કુતુહલથી સાથે આવેલા માલિક તો આભા જ બની ગયા. એ બોલી ઊઠયા, “રે! આ હથોડી મારવાના દસ હજાર રૂપિયા તે હોય!” ઠાવકા મોંએ ગામડીઆએ કહ્યું, “શેઠ, હથોડી મારવાનો તો એક જ રૂપિયો ચાર્જ કર્યો છે પણ હથોડી ક્યાં મારવી? તેના ૯૯૯૯ રૂ. મેં લીધા છે!” ગામઠી ઈજનેર જેવા સદ્ગુરુ છે. ધર્મી-જન ધર્મ તો કર્યા જ કરે છે! અનંતભવમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર અનંતી ધર્મક્રિયાઓ કરી. હથોડા મારમાર કર્યા પણ જ્યાં મારવાનો હતો ત્યાં તો કદી ન માર્યો. હવે સદ્ગુરુ એને સમજાવે છે કે ધર્મક્રિયાની હથોડીની ચોટ તો મનના રાગદ્વેષ ઉપર જ મારવી જોઈએ. એ વિના ગમે ત્યાં હથોડા મારવાથી કાંઈ જ ન વળે. પચાસ વર્ષ સુધી-લગાતાર-પાણીમાં વલોણું ફરે તો ય માખણ ન નીકળે તે ન જ નીકળે. વાદળ શા સંતો! ખારું પીને મીઠું જલ વરસાવે અષાઢી વાદળો જોયા છે ને! કેવા કાળા ડીબાંગ! કેવો આડંબર! ને પાણીથી છલોછલ ભરપૂર! સમુદ્રના ખારા પાણી પીએ એ બાપડા? અને મીઠું-મધ જેવું બનાવીને વરસાવી દે આ ધરતી ઉપર. જે મુનિઓને ઉપદેશ દેવાની ફરજ પડી છે એમના જીવન ઉપર નજર કરીએ ત્યારે આ વાદળ યાદ આવે છે. નવા જૂઠા જમાનાના બુદ્ધિજીવી લોકોના દિમાગમાં ધર્મતત્ત્વ ઠસાવવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન કાર્ય છે. એમના જમાનાનું ખંડન કરી દેવા માટે એમના જ આકર્ષક બીબાઓમાં ધર્મતત્ત્વને ગોઠવીને, એ ધર્મતત્ત્વનું પ્રતિપાદન કરવાનું રહે છે. આ માટે ઉપદેશકોને નવા જમાનાના બધા ય પવનોથી વાકેફ રહેવાનું મહાભયંકર સાહસ કરવું પડે છે. ટૂંકમાં કહું તો; બધી બાબતોના જ્ઞાનનું ઝેર જ પીવું પડે છે. - જો ગુરુકૃપા પ્રાપ્ત ન થઈ હોય તો એ ઝેર જાતને મારી નાખ્યા વિના રહે જ નહિ. સિનેમા; રાજકારણ, ક્રિકેટ, ક્લબોની જાણકારી મેળવવી એ શું વાઘની બોડમાં હાથ નાંખવા જેવું ઘોર દુઃસાહસ જ નથી? ગુરુકૃપાને પામેલા મહાત્મા જ નીલકંઠ બની શકે છે. જેઓ પીધેલા ઝેરને પોતાના ગળે જ સાચવી રાખે છે. નથી જીવનમાં ઊતરવા દેતા; અને રજૂઆતની ભૂલ દ્વારા નથી જગતમાં ફેલાવા દેતા. અગણિત વંદન હો, એ વિરલ વિભૂતિઓને! Page #266 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર સાધુ જીવનને હજી કોઈ અડી શકે તેમ નથી ગુલામીખત ક્યાં નથી લખાયું? એ જ પ્રશ્ન છે. કોણ? કોનો ગુલામ નથી? આશાનો દાસ; સર્વનો દાસ. બાપ! દીકરાનો ગુલામ! ધણી! ધણીઆણીનો ગુલામ ! મા! દીકરીની ગુલામ! સાસુ ! વહુની ગુલામ! શેઠ! નોકરનો ગુલામ! શિક્ષક! વિદ્યાર્થીનો ગુલામ! બુદ્ધિજીવીઓ! સરમુખત્યારોના ગુલામ! ઈન્કમટેક્સ ઓફીસરોની કરડી નજરોનો; સત્તાધારીઓની ધાકધમકીનો; સાહેબોની તાનાશાહીનો તો કોઈ આરોવારો જ નહિ. મોંઘવારી, બેકારી; અંધાધૂંધી; અરાજકતા, હડતાલો, ધરણાંઓ; સત્યાગ્રહોથી છાશવારે ને છાશવારે જીવન સ્થગિત થઈ જાય! મન બેચેન બની જાય. આવી સ્થિતિમાંય સુખી છે એકમાત્ર જૈન સાધુ. સાચી સાધના કરતાં સાધકો! એ સાધકો જ આર્યસંસ્કૃતિની રક્ષા કરી શકશે; કેમકે નીડરપણે બોલવાની તાકાત હજી એમનામાં તો રહી જ છે. - અહીં કોઈનું કશું ચાલે તેમ નથી. એમને બોલતા કે લખતાં બંધ કરી દેવા ગમે તેવી ધમકી આપો.... નિષ્ફળ જ જવાની છે. તમે કહેશો કે, “તમારા બાળબચ્ચાંને ભૂખ્યા મરવાના દિવસો લાવી દઈશ.” તે કહેશે; “પણ મારે બાળબચ્ચા છે જ નહિ ને?” “તારા ઘરના તાળા ઉપર સીલ મારી દઈશ. ઉત્તર : “મારે ઘરબાર છે જ નહિ ને. “ઓ સાધુ! તને મારી નાંખીશ.” ઉત્તર : પણ આત્મા મરતો જ નથી ને? કેવી ધન્ય રક્ષકતા હજી પણ જીવી રહી છે? અફસોસ! તો ય રક્ષકોને એનો લાભ જ ઉઠાવવો ન હોય ત્યાં શું થાય? Page #267 -------------------------------------------------------------------------- ________________ #p (૨) ગુરુકૃપાનું બળ Page #268 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર નગુરો જૈનશાસનમાં કેમ હોઈ શકે? જેને માથે ગુરુ જ ન હોય એ કાં તો તીર્થંકર પરમાત્મા હોય અથવા તો પ્રત્યેકબુદ્ધ મહાત્મા હોય. ૨૬૮ આ સિવાય જિનશાસનમાં ગુરુ વિનાના કોઈને પણ સ્થાન જ ન હોઈ શકે. સબૂર! ગુરુ એટલે પંચમહાવ્રતધારી બધા ય ગુરુ! એમ કહેવાનું અહીં વિવક્ષિત નથી. ‘પંચમહાવ્રતધારી બધા ય મારા ગુરુ'' એવું કહી દેનારને માથે કદાચ એની હાજરી લે એવા એકે ય ગુરુ ન પણ હોય. આથી જ “બધા ગુરુ = એકે ય ગુરુ નહિ..’’ એવું સમીકરણ ૨જૂ ક૨વાનું સાહસ કરવા દિલ પ્રેરાઈ જાય છે. અહીં તો એ વાત કરવી છે કે ગામમાં જેટલા દવાખાનું ચલાવનારા તે બધા ય ડૉક્ટર હોવા છતાં દરેક ઘરને જેમ પોતાનો ખાસ ફેમિલી ડૉક્ટર હોય છે તેમ દરેક મુમુક્ષુ માથે એવી કોઈ વ્યક્તિ ગુરુપદે હોવી જ ઘટે જેની પાસે તે મન મૂકીને રડી શકે; સઘળી વાત કરી શકે અને જીવનને મોક્ષમાર્ગે ટકાવી રાખવાની પ્રેરણાઓ પામી શકે. જો તમે એવા કોઈ ‘ખાસ-ગુરુ'ને નહિ સ્વીકાર્યા હોય તો કદાચ તમારા જીવનમાં અનેક ગે૨સમજો ઊભી થઈને એવો વંટોળ ઊભો કરશે, જે કદાચ તમને દુર્ગતિના પંથે ફેંકી દેશે...’ સત્વર ‘સાચા ગુરુને' તમારા ખાસ ગુરુ બનાવી લેજો. નગુરા મટી જજો... હા... પાંચમાં વગેરે પદમાં સમાતા સર્વને પૂરા અહોભાવથી નમસ્કાર્ય તો જરૂર જરૂર માનજો. પાપનું બેવડું બનતું જતું બળ કેટલાક લોકો પૂછે છે કે, “જીવનમાં ગુરુની શી જરૂર છે ?’’ અનેક ઉત્તરોમાંનો એક ઉત્તર આ પણ છે કે જો ગુરુ ન હોય તો જીવન પાપના પંકે ખરડાઈ જાય; ખરડાયેલું તે જીવન વધુને વધુ ખરડાતું જાય. સાવ કાળું ધબ બની જાય. જીવનમાં પહેલી વાર પાપ કરવા માટે તો ‘સારા’ આત્માને ઘણી મથામણો કરવી પડી છે; પાપ કરતાં એને ભય પણ પુષ્કળ લાગે છે. પણ જો એકવાર પાપ થઈ ગયું તો બીજીવાર એ પાપ કરવા માટેની મથામણો અને ભય બે ય અડધા થઈ Page #269 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૬૯ જાય છે. કેમકે પહેલા પાપકરણથી બીજું પાપ કરવાની નવી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી ત્રીજીવાર પાપ કરવામાં તો કોઈ ભય રહેતો જ નથી; કેમકે બે વાર થયેલા પાપોએ એ આત્મામાં પાપ કરવાની પ્રચંડ શક્તિનું ઉત્પાદન કરી દીધું હોય છે. પછી તો “સારો' પણ આત્મા નિષ્ફર, નિર્લજ્જ, નિર્મર્યાદ બની જાય છે. હવે તો પાપ કરવામાં એને પાપ જ લાગતું નથી. જો એને માથે ગુરુ હોત તો? તો કદાચ પહેલી વારનું પણ પાપ કરતાં એને અટકાવી દીધો હોત! છેવટે બીજી કે ત્રીજી વારમાં તો ચોક્કસ અટકાવી દીધો હોત! જીવનના સારાપણાના ધબડકાની સંભાવના મટી ગઈ હોત! છે ને, જીવનમાં અનિવાર્ય જરૂર, ગુરુની? કૃપા વિના સાધના કેવી? જગતની કોઈ પણ ભૌતિક સમૃદ્ધિને પામવા માટે કદાચ પુરુષાર્થની પ્રધાનતા અને ભાગ્યની ગણતા રહેતી હશે, પુરુષાર્થ દ્વારા લક્ષાધિપતિ બની શકાશે, કે આઈ.સી.એસ.ની પરીક્ષામાં પાસ થઈ શકાશે કે સત્તાના ટોચના-સ્થાનો ઉપર આરૂઢ થઈ શકાશે. પરંતુ આંતર-સાધનાની બાબતમાં તદ્દન વિચિત્ર સત્ય સ્વીકારવાનું રહે છે. તપ-ત્યાગની સાધના માત્ર સ્વપુરુષાર્થે સફળ થતી નથી; નિર્ભીક વિદ્વત્તા પણ ધૂણીને ગોખવાથી કે ૧૮ કલાક ચિંતન કરવાથી હાંસલ થતી નથી; ઉચ્ચ પદો ઉપર આરોહણ પણ સ્વપુરુષાર્થે કાયમી બની રહેતું નથી. એ માટે જરૂર છે દેવગુરુકૃપાની ! આ કૃપાને જે પામતો નથી એ સાધકોની દુનિયાનો “ગળીઓ બેલ' ગણાય. મારી મચડીને સ્વપુરુષાર્થમાત્રથી પ્રાપ્ત થઈ જતી કહેવાતી વિદ્વત્તા વગેરે બધા ય ગુણો કૃપાવિહોણા આત્માને માટે અજીર્ણમાં પરિણમે છે. પ્રસિદ્ધિઓ પતનને નોતરે છે. ભક્તિઓ સેંકડો કમ્બખ્તી સર્જે છે. રખે કોઈ કૃપા વિમુખ બનીને પુરુષાર્થના જોરે સાધના માર્ગે દોડવા લાગે! એ દોટ નિષ્ફળ જાય તો ય વાંધો નહિ પરંતુ હાડકાં ખોખરાં કરી નાખીને જ અટકે છે. આવી કૃપા એમને એમ પ્રાપ્ત થતી નથી. કૃપા મેળવવા માટે તો હૈયાની ભક્તિ દેવી પડે. ભક્તિ આપો અને કૃપા પામો! Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ નહિ એસો જનમ બાર-બાર કૃપા પામો અને સાધનામાર્ગે કાયમ માટે નિર્ભીક પ્રગતિના સ્વામી બની જાઓ. સિદ્ધિની સર્વોચ્ચ ક્ષિતિજો સર કરીને ભાવફેરો સફળ બનાવી જાઓ. બીજા બધા સિદ્ધિના ટોચ શિખરો સર થશે, પણ.... જો સાધુ જીવન વિરાગની સાધના માટે જ હોય; જો વિરાગ વિનાના જ્ઞાની, ધ્યાની, તપસ્વી કે પ્રચારક સાધુઓની શાસ્ત્રષ્ટિએ કોઈ કિંમત ન જ અંકાતી હોય તો ગુરુકૃપા વિનાનું સાધુ જીવન કદાપિ સલામત રહી શકશે નહિ એ વાત સૂત્રની જેમ સ્વીકારી લેવી રહી. એક ગુરુકૃપા જ એવી વસ્તુ છે જે આત્માના પ્રદેશ-પ્રદેશમાંથી રાગ-દ્વેષના તોફાનોની હકાલપટ્ટી કરી શકે છે. એક શ્લોકમાં કહ્યું છે કે, “બેશક વિષયવાસનાનો ત્યાગ દુર્લભ છે, આત્મતત્ત્વનું દર્શન પણ ખૂબ દુર્લભ છે, સહજસિદ્ધ સચ્ચિદાનંદ અવસ્થાની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે; પરંતુ એ બધું ય કોના માટે દુર્લભ? જેને ગુરુકૃપા પ્રાપ્ત થઈ નથી તેના માટે.” જેણે એ કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય હાંસલ કર્યું છે એને માટે તો આ બધી સાધનાઓ ધૂળમાં રમતા છોકરાઓની રમત જેવી છે. એ આત્માઓ સહજ રીતે નિર્વિકાર બની શકે, સહજ રીતે તત્ત્વદર્શન કરી શકે અને સચ્ચિદાનંદ પદ પણ પામી શકે. જો તમને કોઈ સદ્ગુરુ મળી જતા હોય તો તેમના ચરણો પકડી લેજો. એમની કૃપા મેળવવા ખાતર કમર તોડી નાખજો, તમારી ઈચ્છાઓને કચડી નાંખજો. પણ ગમે તેમ કરીને એ મહામૂલી કૃપાને પ્રાપ્ત કરી જ લેજો. કેવો અપૂર્વ મંત્ર!” સંતપુરુષના આશીર્વાદ એ કેવો આશ્ચર્યજનક મંત્ર છે કે એને ગણે બીજા અને એ ફળે બીજાને! જીવનની પળેપળમાં શાસ્ત્રાનુસારી કઠોર જીવન જીવવાનું સંતને ! પળેપળની કાળજી કરવાની! કોઈ પણ પળમાં પાપવાસના પોતાનું કામ ન કરી જાય તેની Page #271 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૭૧ જાગતી ચોકી રાખવાની! આવી સાધના કરતાં જીવનમાં સત્ત્વ અને પુણ્ય ઉત્પન્ન થાય. પછી એ સાધુચરિત મહાત્મા હૈયાના અતાગ ઊંડાણમાંથી કોકને આશીર્વાદ દે, “જા... નિષ્પાપ બન! આરાધક બન! સાધુ બન!'' એટલે પેલાનો બેડો પાર! એણે જાણે કશું ય ક૨વાનું નહિ. એણે માત્ર આશીર્વાદ મેળવી લેવાનો. મહાપાપીઓને સંતોના આશિષે ઉગારી લીધા. એમનાં પાપ-મેલના ધોવણ થઈ ગયા; દુઃખો તો દૂમ દબાવીને નાઠા. પણ કોક સંતપુરુષ આપણા કલ્યાણની ભાવના ભાવે અને એ ભાવનાપૂર્વક આશીર્વાદ દે એવું સૌભાગ્ય પામવાનું કામ ખરેખર વિકટ છે. કેમકે એ મહાત્માઓ અપાત્રને આશીર્વાદ દેવાઈ જવાના ભયથી ખૂબ સાવધાન હોય છે. આશીર્વાદથી ઉત્પન્ન થતાં પુણ્યનો ભયાનક ઉપયોગ અપાત્ર આત્માઓ કર્યા વિના રહેતા પણ નથી. કેવું અદ્ભુત છે એમનું સંકલ્પ બળ! જેના કલ્યાણનો જીવંત સંકલ્પ તેનો બેડો પાર! જ્યોતિષી પણ ગણિત કરીને ય થાપ ખાય! જ્યોતિષનો કક્કો ભણ્યા વિનાના સંતનો આંતર-અવાજ (intution) કદી જૂઠો ન પડે. આવી સિદ્ધિ પામવા માટે વિજ્ઞાનને હજી તો કોણ જાણે કેટલા મન્વન્તરો પસાર કરવા પડશે ! ગુરુકૃપા : એક મહામંત્ર મન ઉપર સજ્જડ ચોટ મારે તે મંત્ર કહેવાય. ‘નમસ્કાર’ વગેરેને આથી જ મંત્ર કહેવાય છે ને ? પણ મને એમ લાગે છે કે એ મંત્રસ્વરૂપ ઔષધિઓને અનુપાનની તો જરૂર ખરી જ. આ અપેક્ષાએ વિચાર કરતાં મને એવા અનુપાનસ્વરૂપ એક મહામંત્ર જીવનમાં અનુભવવા મળ્યો છે. એનું નામ છે ગુરુકૃપા. મહાત્યાગીઓ, તપસ્વીઓ કે ધુરંધર વિદ્વાનો અથવા તો મહામંત્રના જાપકો જો એમ માનતા હોય કે, ‘એમના તપ-ત્યાગ વગેરેના સ્વપુરુષાર્થ દ્વારા જ તેઓ જીવનની પવિત્રતાને (આજ્ઞાપાલકતાને) સિદ્ધ કરી શકે તેમ છે' તો તેઓ સાચે જ પોતાના જીવન સાથે ખતરનાક રમત રમી રહ્યા છે. ગુરુકૃપાના મંત્ર વિનાના એ બધા ય - એકડા વિનાના મીંડા જેવા જ ગણી શકાય. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ નહિ એસો જનમ બાર-બાર કોરા તપ, ત્યાગ વગેરે શરીરને કૃશ કરી શકશે પણ તેથી કાંઈ તેઓ મંત્રસ્વરૂપ નહિ બને. મંત્ર તો તે જ કહેવાય જે મનની ઉપર ચોટ મારે; અને એના વિકારભાવોનું વમન કરાવી નાખે. આવી ચોટ મારવાની તાકાત તો માત્ર ગુરુકૃપાના અનુપાનમાં છે. ઘોર તપસ્વીઓને રમણીએ કેમ લપેટી નાખ્યા? એકાંતવાસ માટે કૂલવાલક મુનિ ગુરુને મૂકીને જંગલમાં ચાલ્યા ગયા; (સ્ત્રીથી પતન ન થાય એ ભાવનાથી) છતાં ત્યાં ય તેમનું પતન કેમ થઈ ગયું? આ વાતોથી સિદ્ધ થાય છે કે માત્ર તપ, ત્યાગાદિ મન ઉપર ચોટ મારવા સમર્થ નથી. પુષ્ટદેહવાળો પણ ગુરુકૃપાના મંત્રથી નિર્વિકાર રહી શકશે. જાત્યસિંહ વર્ષમાં એક જ વાર વિષય સેવે છે ને? ઘોર તપથી કૃશ થઈ ગયેલો ગુરુદ્રોહી નિર્વિકાર બની રહે એ વાત કદાચ ત્રિકાળમાં શક્ય નહિ હોય. કબૂતર જાર ખાઈને ય કેટલું કામાંધ હોય છે? બલવતી ગુરુકૃપા પુરુર્ષોથના જોર ઉપર કદાચ ઉર્વશીનાય કંત બની શકાશે; કહેવાતા ચન્દ્રલોકનો પંથ પણ કાપી શકાશે; અળશીયાના પગ ઉપર મહાગ્રંથ પણ લખી શકાશે; પરંતુ જીવનશુદ્ધિ તો કદાપિ પુરુષાર્થ સાધ્ય નથી. જેને જીવનમાં પવિત્રતા જોઈતી હોય, જેને શાસ્ત્રશુદ્ધ જીવનની ભૂખ હોય, જેને રસલામ્પયની મોટી શક્યતાને દેશવટો દેવો હોય, વિષયવિકારોને રોમરોમમાંથી ફગાવી દેવાની જેને ખ્વાહિશ હોય તેણે ભૂલેચૂકે પણ સ્વપુરુષાર્થ ઉપર વજન આપવું નહિ. કેમકે આવા ઉચ્ચોચ્ચ ગુણો સ્વપુરુષાર્થથી સાધ્ય જ નથી; એ તો સિદ્ધ થાય છે કોક સંતના મહામૂલા એક જ આશીવાર્દથી! એક જ વાર કોક સંતપુરુષ તેમના હૈયે તમને બેસાડે, અથવા તો તમારા મસ્તકે તેમનો ખૂબ વાત્સલ્યભર્યો હાથ ફેરવી દે, અથવા તો એક જ પ્રેમપૂર્ણ સ્મિત ફેંકે, અરે! એક જ અમી વર્ષાવતી નજર તમારી ઉપર ફેંકે કે તમારો બેડો પાર સમજવો. અને જો... એવા સંત આ ધરતી ઉપર હોવા છતાં તમે એમની કૃપાવિહોણા રહી ગયા હો તો તમારી જાતને સૌથી વધુ અભાગણી માનજો અને એ સંતના આશીર્વાદ પામેલા કોકના શરણે જઈને એમના પણ આશીર્વાદ મેળવી લેજો. શેતાનવિહોણી ધરતી ક્યારેક પણ કદાચ બનશે પણ સંતવિહોણી તો ક્યારેય Page #273 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૭૩ નહિ બને. સંતનું સત્ ધરતીના કોક ખૂણે ખૂણે પણ, લપાઈને ય, પ્રકાશ ફેંકતું જ રહેશે. શોધી કાઢો ‘સંતને’ ઢળી પડો એનાં ચરણોમાં. દેવી છે મારે; મંત્રદીક્ષા ધર્મના કાર્યો તો તમે લોકો ખૂબ કરો છો. ઊઠતાંની સાથે જ પ્રભુનું નામ લો છો. ત્યાગીઓને નમસ્કાર કરો છો, દાન દો છો, શીલ પાળો છો અને ક્યારેક તપ પણ તપી લો છો. પણ એ બધો ધર્મ સાચો કે જૂઠો ? એનો નિર્ણય કરવો પડશે ને? ખોટા ધર્મથી કદી દુ:ખો જાય નહિ અને સુખો મળે નહિ. એ વાત જાણવાનું આ રહ્યું બેરોમિટર. કહો તમારા હૈયામાં સર્વ જીવો પ્રત્યે પ્રેમ ઊભરાતો જાય છે ખરો ? પવિત્રતાના તમે પ્રેમી બન્યા? ધર્મ ઉપર આવતા આક્રમણો વખતે તમે નીડર બન્યા? શાસ્ત્રની વફાદારી વધતી ચાલી? જો ના. તો તમે સાચા ધર્મના સ્વામી નથી બન્યા. ખેર! હવે સદ્ધર્મના સ્વામી બનવું છે? એવા સ્વામી બનવાની તમને કારમી ભૂખ લાગી છે? જો તેવી આગભૂખ લાગી હોય તો તેનો મંત્ર બતાડું. તમને મંત્રદીક્ષા દઉં. જગતના મહાન સંતોને એ મંત્રદીક્ષા મળી જ હતી. મને પણ મારા તરણ તારણહાર ગુરુદેવશ્રી તરફથી એ મંત્રદીક્ષા અંશતઃ પણ મળી છે. લો કહી દઉં ત્યારે, એ મંત્ર છે સંતનો આશીર્વાદ. કદાચ એ મંત્ર વિના કંત બની શકાશે કરોડપતિની કન્યાના; પન્થ કાપી શકાશે ચન્દ્રલોકના; ગ્રંથ લખી શકાશે, વિશ્વદર્શનના; પણ પ્રેમ, પવિત્રતા, નીડરતા અને વફાદારી તો એ મંત્ર વિના ત્રિકાળમાં પામી શકાય તેમ નથી. જાઓ... દોડો... કોઈ સંતનો આશીર્વાદ પામો. એ ખાતર, એ જે પાપનો ઉકરડો માગે તે તુરત જ તેના ચરણે મૂકી દો. પછી બધી સિદ્ધિ હાથવેંતમાં છે. આપણું સર્વોત્કૃષ્ટ બળ; આશીર્વાદ વડિલોના, વિદ્યાગુરુના, પૂજનીય ધર્મગુરુઓના આશીર્વાદ જ આપણા જીવનના તમામ સૌભાગ્યનું સર્વોત્કૃષ્ટ ઉદ્ભવકેન્દ્ર છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ નહિ એસો જનમ બાર-બાર કહેવા માટેની આ વાત નથી; સમજાવવા માટેનું આ વિધાન નથી. તમે કરો. અને જુઓ. જુઓ... અને પામો. ભયાનક આપત્તિથી ક્યારેક તમે ઘેરાઈ ગયો હતો ત્યારે એવા કોઈ સૌજન્ય ભરપૂર મહાનુભાવના આશીર્વાદ મેળવી લો. સપાટાબંધ આફતના વાદળો વિખેરાતા જશે. એ તો શું? પણ કાળી પાપવાસનાઓના ભયાનક વાવંટોળને પણ એક જ પળમાં સાફ કરી નાખવાની પ્રચંડ તાકાત કોઈ સંતના આશીર્વાદમાં પડેલી છે. જ્યારે પણ સંત પાસે જાઓ ત્યારે તમારી આફતોને કદી રડશો મા! તમે તેમની પાસે કાંઈક માગો તો માત્ર એમના આશીર્વાદ માગજો. પછી માગવાનું કશું ય બાકી રહેતું જ નથી. સંતના અંતરના ઊંડાણથી ઉદ્ભવેલા એ આશીર્વચન જ બધું ય કામ પતાવી દેશે. - પેલા જગતશેઠની વાત નથી જાણતા? એમને બારણે દરિદ્રતા કદી ડોકાં ન કરી જાય તે માટે કોકે પારસમણિ આપ્યો પણ શેઠે તો ખળખળ વહી જતાં નદીના નીરમાં એને ફેંકી દઈને દરિદ્રતા કદી ન આવે એવો આશીર્વાદ સંત પાસે માંગ્યો. અને કહ્યું, જ્યારે ભાગ્ય પરવારીને દરિદ્રતા આવવાની જ હશે ત્યારે પારસમણિ પણ પગ કરીને ચાલ્યો જ જશે... ન જાય તેવી ચીજ તો માત્ર આપના આશીર્વાદ છે.” સદ્ગુરુનો સતત સંગ રાખો બેટરીમાં નવો જ પાવર મૂક્યો હોય; ગ્લોબ પણ નવો હોય તો ય કેટલીકવાર બેટરી ચાર્જ થતી નથી. તે વખતે બીજો માણસ કહે છે કે પાવર કોન્ટેક્ટમાં (સંબંધમાં) નથી. જો સંબંધ ન હોય તો છતી પણ પ્રકાશશક્તિએ પ્રકાશ પથરાતો નથી. બરોબર આવું જ; સગુરુના સંગવિહોણા આત્માના જીવનમાં બને છે. કેટકેટલી ધરબાઈ હશે પ્રકાશશક્તિઓ એકેક વ્યક્તિમાં! પણ અફસોસ! એ લોકો સદ્ગુરુના સંગમાં નથી. એથી જ એમના જીવનમાં વિચારોના ધુમાડાનું; જીવનના ભાતભાતના અખાડાઓનું જીવલેણ અંધારું સર્વત્ર વ્યાપ્ત રહે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૭૫ નંદ મણિયાર! બાપડો થોડો સમય સદ્ગુરુનો વિયોગ પામ્યો તો બધી કમાણી કુંકાઈ ગઈ! મરીને વાવનો દેડકો બન્યો! આ કાળ તો કેટલો ભયાનક આવ્યો છે! ભાતભાતના વિચારોના વંટોળ વીંઝાતા જ રહે છે. મોટા રુસ્તમની બુદ્ધિ પણ બહેર મારી જાય એટલા જોશથી દરેક બુદ્ધિજીવી વર્ગ પોતાના વિચારોનું “બોમ્બાર્ટીગ’ કરતો હોય છે, જો આવા વખતે શાસ્ત્રના જાણકાર સાચા સદ્ગુરુનો સંપર્ક સતત જળવાઈ ન રહે તો મન અને જીવન એવા રવાડે ચડી જાય કે જેના ફળરૂપે અનંતકાળનું ભવભ્રમણ લલાટે લખાઈ જાય. વાંઢાપણું; વાંઝીયાપણું; નમાયા કે નબાપાપણું એ કલંક નથી. પરંતુ નગુરાપણું તો આર્યદેશના માનવનું મોટામાં મોટું કલંક છે. તમને એ લાગ્યું હોય તો સત્વર ભૂંસી નાખજો. એકલવ્ય! એક ચિંતન જિનશાસનમાં દીક્ષા પામીને ગુરુને સમર્પિત રહેનારા આદર્શ શિષ્યોની મોટી નામાવલિ થઈ શકે તેમ છે; પરંતુ અહીં આપણે દ્રોણાચાર્યને ગુરુ તરીકે સ્વીકારીને એકપક્ષી સમર્પણ કેળવીને પોતાના ક્ષેત્રમાં અજોડ સિદ્ધિ હાંસલ કરતા એકલવ્ય જેવા આદર્શને નજરમાં લાવવો છે. આ પ્રસંગની અંદર મોટામાં મોટી વિશિષ્ટતા એ છે કે એકલવ્યને ધનુર્વિદ્યાનું શિક્ષણ આપવાની દ્રોણાચાર્યે સાફ ના પાડી દીધી હતી તો ય હતાશ બન્યા વિના ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવીને એમની અનુપમ ભક્તિ સ્તુતિ અને વંદના કરતો ભીલ એકલવ્ય ધનુર્વિદ્યાની પ્રેરણા મેળવતો ગયો. અંતે એક સમય એવો આવી લાગ્યો કે જ્યારે દ્રોણાચાર્યના અત્યંત કૃપાપાત્ર બનેલા શિષ્ય અર્જુનને પણ એણે પાછળ પાડી દીધો. કેવી એકતરફી સાધના! ગુરુનો શિષ્ય પ્રતિ કેવો ઉપેક્ષાભાવ! કોઈ પ્રેમ નહિ; વાત્સલ્ય નહિ, કરુણા નહિ.. ઉપરથી તિરસ્કાર! છતાં એકલવ્યના પક્ષે અપાર ભક્તિ, અનહદ બહુમાન, પૂર્ણ સમર્પણ આથી જ સિદ્ધિની વરમાળા એના ગળે આવીને પડી ગઈ. Page #276 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર વર્તમાનકાળનો કેટલોક શિષ્યવર્ગ ગુરુના અભાવની ફરિયાદો કરીને જણાવતો હોય છે કે, “અમારા પ્રત્યે ગુરુની કૃપા જ ન હોય તો અમારો વિકાસ થાય જ શી રીતે? ગુરુભક્તિવિહોણા આવા બંડખોર શિષ્યોએ એકલવ્યને નજરમાં લાવવા જોઈએ. જાતની નબળાઈઓને છાવરવાના; દોષોનો ટોપલો અન્ય ઉપર ઢોળી દેવાના પાપમાંથી ઊગરી જવું જોઈએ. સારો ભાવ! સારો સ્વભાવ દીક્ષા લેવાનો ભાવ કેટલો સારો? એનું તે કાંઈ વર્ણન થાય? પણ અનુભવે એક વાત કહી દેવાનું મન થાય છે કે દીક્ષા લેવાનો ખરેખરો કોઈને ભાવ થઈ જાય એટલે તરત જ તેને દીક્ષા આપી દેવી જોઈએ નહિ. એ ભાવની સાથે એનો સ્વભાવ પણ જોવો જોઈએ. જેમ ભાવ સારો હોવો જોઈએ તેમ સ્વભાવ પણ સારો જ હોવો જોઈએ. જેને દીક્ષા લેવાનો સુંદર ભાવ જાગ્યો છે એનો સ્વભાવ સુંદર જ હોય એવો નિયમ નથી. સારામાં સારા ભાવવાળાને પણ મેં ક્રોધી, અદેખા, ખટપટી, ઉદ્ધત જોયા છે. બેશક એ તપસ્વી, જ્ઞાની, સ્વાધ્યાયી, ભક્ત વગેરે બની શકે પરંતુ એમના સ્વભાવદોષો જલદી નિવારી શકાય તેવા હોતા નથી. આવા આત્માઓ અહીં આવીને આખા ય વર્તુળની શાંતિને હણી નાંખવાનું કામ કરતા હોય છે. તપનો ભાવ બેશક સારો છે; પણ એની સાથે ક્રોધી સ્વભાવ શા કામનો ? સેંકડો શ્લોકો કંઠસ્થ કરવાનો ક્ષાયોપથમિક ભાવ ખૂબ પ્રશંસનીય છે પણ એના સ્વભાવમાં જ ઉદ્ધતાઈ પડેલી હોય; ઉપકારી ગુરુ તરફ પણ તે માથું ઊંચકતો હોય તો તે સ્વભાવ શા કામનો ? હવે તો મને એમ કહી દેવાનું દિલ થાય છે કે દીક્ષાના ભાવમાં હજી થોડીક કચાશ હોય તો તે ચલાવી લઈને પણ દીક્ષા દેવી; પરંતુ સ્વભાવની ખરાબીને ચલાવી લેવાનું જોખમ તો કદી કરવું નહિ. “સ્વભાવો દુરતિક્રમઃ' Page #277 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૭૭ ગુરુકૃપાથી જ સબુદ્ધિ અને પછી સિદ્ધિ ઉપમિતિકારે આપણા જીવાત્માસ્વરૂપ દ્રમુકના રોગો (ભાવરોગો)ની પરિચર્યા માટે તદ્દયા નામની પરિચારિકા તેની પાસે ગોઠવી છે. તદ્દયા એટલે તે ધર્મબોધકરસ્વરૂપ ગુરુની કૃપા. આ ગુરુકૃપા અનેક સ્થાને વ્યસ્ત હોવાથી દ્રમક સંપૂર્ણપણે રોગમુક્ત થતો નથી. તે પોતે જ તયાને તે વાત કરે છે. અને છેવટે એ તદ્દયા ધર્મબોધકરને લઈ આવે છે. ધર્મબોધકર સબુદ્ધિ નામની ચોવીસે ય કલાકની (day and night) પરિચારિકા ગોઠવી આપે છે. એ સબુદ્ધિના અનવરત સાન્નિધ્યના કારણે દ્રમક સર્વથા રોગમુક્ત થાય છે. ઉપમિતિકારે આ પાત્રોને ગોઠવીને આધ્યાત્મિક વિકાસમાં ગુરુકૃપાનું અને સબુદ્ધિનું કેવું પ્રગાઢ મહત્ત્વ છે એ સુંદર રીતે સ્પષ્ટ કરી દીધું છે. બેશક, સબુદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે જ રોગમુક્તિની સિદ્ધિ પ્રાપ્ત થઈ. પરંતુ એ વાત કદી નહિ ભૂલવી જોઈએ કે તે બુદ્ધિ પ્રાપ્ત કરાવી આપનારી તો ગુરુકૃપા (તયા) જ હતી. ગુરુકૃપા વિના જ સ્વપુરુષાર્થબળ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકશે પરંતુ તે બુદ્ધિમારક બનશે. સિદ્ધિઓને બદલે કદાચ પ્રસિદ્ધિઓ જ અપાવશે અને અંતે પતન કરાવશે. સબુદ્ધિ તો મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવા સાથે જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ કરે. આવા ક્ષયોપશમને સત્યોપશમ કહેવાય છે. સ્વપુરુષાર્થ સાધ્ય જ્ઞાનાવરણીયકર્મનો કે અજ્ઞાનાવરણીય કર્મનો હાસ તો અત્યંત જીવલેણ નીવડે છે. જેને આ વાત સમજાઈ જાય તે કદી કૃપાવિહોણો રહે ખરો? મળો તો; માતા દેવકી મળજો છ છ દીકરા ઉપરનો દીકરો, નામે ગજસુકુમાલ. ભરયૌવન પામતાં જ રૂપવતી કન્યા સાથે લગ્ન થયા. લગ્ન લેવાયા અને સંસારથી વિરક્ત પણ થઈ ગયા. માતા દેવકીને વાત કરી. એક જ વાત, “મારે દીક્ષા લેવી છે. જે માર્ગ છે મોટા Page #278 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ભાઈઓ ગયા એ જ માર્ગે મારે ય જાવું છે.” મોહ તો કોકને જ ન પજવે. માતા દેવકી પણ ધૂજી ગયા. ખૂબ સમજાવ્યા; અને પ્રશ્નો કરીને સારી પેઠે ચકાસ્યા પણ ગજસુકુમાલ એકના બે ન જ થયા. છેવટે છેલ્લી વાત માતાએ કરી. “બેટા! તો લે મારી રજા છે; આશીર્વાદ છે, પરંતુ એક વાતની તું હા પાડી દે કે હવે પછી કોઈ પણ માતા ક્યારેય નહિ કરવાની. મને જ તારી “છેલ્લી માં” બનાવવાનું મહાન સદ્ભાગ્ય દેજે.' કેવી મા! જેણે આવી માગણી કરી! કેવો દીકરો! જેણે એ માગણીને પૂર્ણ કરી બતાડી. હવે કોઈને માતા કરીને જન્મ લેવો એ તો જરા ય ઈષ્ટ નથી પણ જો જન્મ લેવાનો જ હોય અને કોઈ સ્ત્રીને આપણી માતા બનવાનું જ હોય તો આપણે ઈચ્છીએ કે માતા તો દેવકી જેવી જ મળજો. ક્યાં છે આવી રત્નકુક્ષિણી માતાઓ કે જે પોતાનું એકેકું પણ બાળ પ્રભુશાસનને સમર્પિત કરવા માટે જ તેને શિક્ષાપ્રદાન કરતી હોય ? ગુરુકૃપા વિના પાપનાશ? અશક્ય ગુરુકૃપા વિના-સ્વપુરુષાર્થ માત્રથી - કદાચ પુણ્ય વધી જાય; વિદ્વત્તા વગેરે મળી જાય; જબ્બર વ્યાખ્યાન શક્તિ આવી જાય; ઘોર તપસ્વી, ધ્યાની પણ બની જવાય; પરંતુ એ પુણ્યશક્તિમાં પડેલી પાપજનકતાનો નાશ તો ન જ થાય. પાપનાશ માટે સ્વપુરુષાર્થ તદ્દન પાંગળો છે; એ કાંઈ જ કરી શકતો નથી. કુલવાલક મુનિ, ગુરુનો દ્રોહ કરીને સ્ત્રીસંગના પાપથી બચવા માટે વનમાં જઈને રહ્યો; ઘોર તપ અને સંપૂર્ણ એકાંતને જ એણે જીવન બનાવ્યું તો ય સ્ત્રીથી જ એનું ભયાનક પતન થયું. એટલે એમ કહી શકાય કે ગુરુકૃપા વિના બધી જાતની પુણ્યાઈ વધી શકે પરંતુ પાપનાશ તો ન જ થાય. ગુરુકૃપાવિહોણો આત્મા સ્ત્રી-વિકારથી ઊગરવા માટે સ્વપુરુષર્થના જોર ઉપર આંખો મીંચી દેશે તો મીંચેલી આંખે દશ સ્ત્રીઓના વિકાર જનક દર્શન થશે. એને એકાંત પણ મારશે; અનેકાંત પણ મારશે; પ્રકાશ અને અંધકાર બે ય મારક બનશે. ભોગ અને તપ; જ્ઞાન અને અજ્ઞાન - બે ય જીવલેણ બનશે. Page #279 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૭૯ આથી જ સાધકે પોતાના જીવનની પૂર્ણ સફળતા પામવા માટે ગુરુકૃપા ઉપર ખૂબ વજન આપવું જોઈએ. આંખ ગમે તેટલી લાંબી હોય પણ અંધકારમાં એ શા કામની? ગુરુ એ પ્રકાશ છે. પૂર્ણતાને પમાડનારો ભોમિયો છે. માતા છે. માતાઓની પણ માતા છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ _/ (૩) સાપથી ય ખરાબ પાપ! Page #281 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૮૧ પાપો તો વાળાની જેમ નીકળી પડશે દુઃખ કોઈને લગીરે જોઈતું નથી. અને છતાંય પાપો કર્યા વિના લગીરે ચેન પડતું નથી. દુઃખ પાપથી; દુઃખ જ પાપથી; દુઃખ પાપથી જ-એ વાત જોરશોરથી મગજમાં ઘુસાડી દેવી જોઈએ. જો દુઃખ ન જ ગમતું હોય તો પાપો ન જ કરવા જોઈએ. આ વાત હજી એટલી ગંભીરતાથી ન સમજાતી હોય તો દુઃખ એટલે શું? એના સ્પષ્ટ ચિત્રો તમારા ચિત્તમાં ઉપસાવો. કેન્સરના દર્દીને દીવાલ સાથે માથું અફાળતો જુઓ; ગૃહક્લેશના કારણે ઘાસલેટ છાંટતી-સળગતી નવોઢાની દોડધામ જુઓ; રોગોથી ત્રાસી જઈને આપઘાત કરતાં કોઈ કરોડપતિ શ્રીમંતને જુઓ. પશુઓના જીવનને નજરમાં લાવો. નારકની દુર્ગતિના ત્રાસ વિચારો. ઈર્ષ્યા અને અતૃપ્તિની આગમાં બળી જળી જતાં દેવાત્માઓનું દર્શન કરો. કરવા છે પાપ? તો તૈયાર રહેવું પડશે; આવા ભીષણ દુઃખો માટે. ઈંજેકશનની સોયનો ગોદો પણ નહિ ખમી શકનાર, દાહના દુખાવાએ પણ કલ્પાંત કરનાર શું રાડ પડાવી દેતા દુઃખો ખમવા તૈયાર છે? અસંભવ.... યાદ રાખજો. નહિ એતો તો જીવનના પાપો ક્યારેક એકાએક વાળાની જેમ ગમે ત્યાંથી ફૂટી નીકળશે. એનું કશું જ ચોક્કસ નહિ કહી શકાય. કોઈ સ્થાન કે કોઈ કાળ નહિ બતાડી શકાય. કાં દીકરી રંડાશે; કાં દીકરી કુલટા બનશે; કાં જીવલેણ એકસીડન્ટ થશે. કાં એકનો એક જુવાનજોધ દીકરો પરલોક ભેગો થશે; કાં ધંધામાં દગો રમાશે; મિત્રોમાં વિશ્વાસઘાત થશે. ભજિયા ખાનારને પેટમાં દુઃખાવો ન ઊપડે એ જ પાપોદય કહો, ખૂબ કરાંજીને ભજિયા ખાવા છતાં પેટમાં ન દુઃખવું તે પુણ્યોદય કે પાપોદય? ચોરી કરીને ન પકડાવું તે પુણ્યોદય કે પાપોદય? ભેળસેળ કરીને છાટકામાં ન ફસાવવું તે પુણ્યોદય કે પાપોદય? સ્થૂળ દૃષ્ટિથી ભલે આ બધાય પુણ્યોદય કહેવાતા હોય; પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી તો આ બધાય ઘોર પાપોદયો જ કહેવાય. જો કરાંજીને ખાનારને એક વાર પણ પેટમાં સખ્ત દુ:ખાવો ઊપડી જાય તો એ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નહિ એસો જનમ બાર-બાર દુખાવાના ભયનો માર્યો પણ એવા ખાવાના રાગ કરવાના પાપ કરવાનું બંધ તો કરશે ! ઘણા જીવલેણ મિથ્યાત્વની ભૂમિકામાં અથડાતા આત્માઓ તો આ રીતે પાપમુક્ત થાય. તેમાં ખોટું નહીં! આ જ રીતે ચોરી કે ભેળસેળ વગેરે પાપો કરીને એકવાર જેલભેગા થઈ જાય તો ભાવિમાં આબરૂભયથી પણ ચોરી કરતાં કદાચ અટકે તો ખરા! તો પછી પકડાય તેમાં જ તેમનો પુણ્યોદય માનવો ને? ચોરી કરીને ય નહિ પકડાનારા જેલમાં ન બેસતાં, ગાદી ઉપર જ બેસી રહેનારાઓ તો ફરી ફરી બમણા જોરથી ચોરીઓ કરતા જ રહેશે. આ તો ઘોર પાપોદય જ કહેવાય ને? આ દૃષ્ટિથી એમ કહી શકાય કે ચોર ગાદી ઉપર બેસે તેમાં તેનો પાપોદય છે; એક વાર પકડાઈને જેલમાં બેસી જાય તેમાં જ તેનો પુણ્યોદય છે. જેલમાં બેસવા લાયકો ગાદી ઉપર બેઠા નથી શું? આવા પાપોદયવાળાની સંખ્યાનો તો વિરાટ ફાટયો છે વિરાટ.. જેલમાં તો એ સમાય તેમ નથી. આખી દુનિયાને જ જેલ બનાવે તો જ એ સમાય એવડી મોટી એમની સંખ્યા છે. વોરંટ' જેવું પાપ; કેડો ન જ મૂકે એક ગુનેગાર માણસને પકડવા સરકાર “વોરંટ બજાવે છે. નાસતો ભાગતો ફરતો એ ગુનેગાર છટકવા માટે બધું જ કરી છૂટે છે. વેષપલટા પણ કરતો રહે છે. એક વાર સંન્યાસીનો વેષ લઈને, ધૂણી ધખાવતો કોઈ નદી કિનારે જમાવે છે. પોલીસ આવે છે. ગમે તે રીતે એને ઓળખી કાઢે છે. “વોરંટ' દેખાડીને પોલીસ કહે છે, “કેમ છો, મગનભાઈ! ચાલો... આ હાથકડી પહેરી લો.” અરે ! હું તો સંન્યાસી છે. ક્યાંક ભૂલા પડયા લાગો છો.” વેષધારીએ કહ્યું. ચાલબાજી રહેવા દો...” સપ્ત અવાજે કહીને પોલીસે હાથકડી પહેરાવી દીધી. ‘વોરંટ બજી ગયું. ગમે તેટલા વેષ પલટો; વોરંટ તો બજે જ. પાપ વોરંટ જેવું છે. ગમે તેટલા ભવપલટા કરો; માણસ મટીને ઢોર બની જાય; ઢોર મટીને માણસ બની જાય; પતિત મટીને મહાત્મા બની જાય; રૈયત મટીને રાજા બની જાય.... ગમે તેટલા ભવપલટા થાય તો ય પાપ તો પીછો ન જ છોડે, એ તો પકડે જ પકડે. Page #283 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર આ નક્કર સત્યનો સંસારી માણસોએ ખ્યાલ રાખ્યો હશે ખરો ? જેને આ વાતનો બરોબર ખ્યાલ આવી ગયો હોય એ કદી પાપ કરે ખરો ? પાપ કરવું પડે ત્યારેય એના રૂવાંડાઓમાંથી ભયની ધ્રુજારીઓ છૂટી ગયા વિના રહે ખરી? ૨૮૩ મોટા ચમરબંધીની; મહાત્માની અરે ! એ જ ભવે બનનારા તીર્થંક૨ ૫રમાત્માની પણ જે પાપોને શરમ પડી નથી એ શું મારા તમારા જેવાને છોડી દેશે ? રામ રામ કરો. હાથી જેવી ભીરુ મનોદશા એમ કહેવાય છે કે હાથી જ્યારે તળાવમાં પાણી પીવા જાય ત્યારે પાણીમાં પ્રતિબિંબિત થયેલા પોતાના જ મોંને જોઈને તે ગભરાઈ જાય છે. આ ભય ટાળવા માટે પોતાની સૂંઢથી પાણીને ડહોળતો રહે છે જેથી પ્રતિબિંબ પડે જ નહિ. હાથી પાણીને ડહોળતો પણ રહે છે અને મજેથી પાણી પીતો પણ રહે છે. ઘણા માણસોની આવી ભીરુ દશા હોય છે. જ્યારે કોઈ સારા ધર્મગુરુ એના જીવનના ભૂતકાળમાં ડોકીયું કરાવે છે અને એમાં પડેલા પાપોના કાળા ડીબાંગ ડાઘાઓ દેખાડે છે ત્યારે એ ભાઈ અકળાઈ જાય છે. પોતાના બની ચૂકેલા એ વિકૃત સ્વરૂપના કડવા સત્યને તેઓ સ્વીકારી શકતા નથી. પોતાના પાપોનો એકરાર કરવા માટે તૈયાર થઈ જવા જેટલી તાકાત તેઓ કેળવી શકતા નથી. આથી આવા માણસો ધર્મગુરુની પાસે ગલ્લાતલ્લા કરીને નાસભાગ કરે છે; એ રીતે છુટકારાનો મિથ્યા દમ ખેંચે છે. રાણી રૂકિમના જીવનમાં આવું જ બન્યું હતું. ઉપકારી આચાર્ય ભગવંતે ભૂતકાળનું સ્મરણ કરાવ્યું પણ એને એ જીરવી ન શકી; ગલ્લાતલ્લા કર્યા. આચાર્યશ્રીએ ઉપેક્ષા કરી, એક જ પાપ એને અનંતસંસારની અગાધ ખીણમાં તાણી ગયું ! પાપ ગમે તેટલું ખરાબ હોય; એનું મોં (તમારું મોં) ગમે તેટલું ભયાનક દેખાતું હોય તો ય હવે અકળાશો નહિ. પાપ થયું તો ભલે થઈ ગયું હવે તો એનો એકરાર કરી જાણો. અંતરના આંસુ વહાવવા સાથે સાચું પ્રાયશ્ચિત્ત કરી જાણો. ભીરુ ન બનો... બેશક પાપભીરુ બનજો; પરંતુ એકરારભીરુ કદાપિ ન બનજો. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ નહિ ઐસો જનમ બાર-બાર મહાપાપી : પાપોનો ચેપ ફેલાવનાર ફલુ વગેરે રોગોના “વાયરસ' હોય છે. એ વાયરસ ચોમેર ફલુનો રોગચાળો ફેલાવી દે, કેટલાક રોગોના કેરીઅર્સ' (વાહકો) હોય છે. મલેરીઆના રોગીના પોતાનામાં મલેરીઆનો રોગ જ હોય પણ તેની સેવા કરનારો પરિવાર મલેરીઆનો વાહક બનેલો હોય એવું પણ બને છે. પછી એ પરિચારક જ્યાં જાય ત્યાં મલેરીઆના જંતુઓનો ફેલાવો કરવા દ્વારા મલેરીઆનો રોગચાળો ફેલાવે. એક લોકિક અપેક્ષાએ એમ કહેવાય કે મલેરીઆના રોગી કરતાં ય તે રોગનો વાહક વધારે ખતરનાક હોય - પાપોની બાબતમાં ય આવું જ કાંઈક હોય છે. પાપ કરનારા કેટલાક પાપી લોકો એવા હોય છે કે તેઓ પોતાના પાપોનો ચેપ ચલાવતા હોતા નથી; કેમકે પાપ કરવા છતાં તેઓ પાપો પ્રત્યે પ્રેમ ધરાવતા હોતા નથી. બીજા કેટલાક લોકો પાપનો ચેપ ચલાવતા પાપના ચેપના વાહકો – હોય છે. આ લોકો ખૂબ ખતરનાક હોય છે. દેખાવમાં નિષ્પાપ લાગતા; જીવનમાં ધર્મી જણાતાં આ લોકોનો કેટલોક વર્ગ વાતો, વિચારો, વિમર્શો દ્વારા અનેક ભોળા ભદ્રિક લોકોના અંતરમાં જમાનો, પ્રગતિ, કાળ વગેરેના નામે પાપના જંતુઓનો ચેપ લગાડી દેતો હોય છે અને પછી તરત તે માણસ ત્યાંથી સરકી જતો પણ હોય છે. જેઓ ધર્મના તત્ત્વજ્ઞાનના મર્મોને પામ્યા નથી; અનુબંધોના રહસ્યોને સમજ્યા નથી એવા અધ્યાત્મના બળ વિનાના આત્માઓ ઉપર જ આવા લોકોનો ચેપ લાગુ થઈ જતો હોય છે. - જો આવી જમાતથી બચવું હોય તો સગુરુનો સતત સંયોગ રાખો અને તમે બળવાન બનો.. પછી એ રોગી જંતુઓ તમારી ઉપર સ્વાર થઈ શકનાર નથી. તમારે પુણ્યોદય વધુ કે પાપોદય? સંસારના સુખોની સામગ્રી પુણ્યથી જ મળે; પછી ભલે કદાચ તે સામગ્રી પાપો કરાવનારી બને. જેમ દેવ, ગુરુ આદિનો યોગ પુણ્યથી મળે તેમ ધન, સ્ત્રી, કુટુંબ Page #285 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૮૫ આદિ પણ મળે તો પુણ્યથી જ. આજની દુનિયાના માણસોને પુણ્યોદય વધારે છે કે પાપોદય? જેઓ પૈસે ટકે પણ સુખી નથી તેમને તો આપણે વધુ પાપોદયથી પીડાતા જ કહીશું. પરંતુ જેમની પાસે લાખો રૂપિયા છે, બંગલા છે, મોટરો છે; કહેવાતી “સોસાયટી'માં જેમના માન-મોભા છે એવા માણસોને પુણ્યોદય વધુ કે પાપોદય? એ વાત આપણે વિચારવી છે. શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે ભોગસુખની સામગ્રી પુણ્યથી પ્રાપ્ત થાય; પરંતુ એ સુખોને ભોગવવાની ઈચ્છા તો પાપોદયે જ થાય, મોહનીય કર્મના ઉદય વિના ભોગેચ્છા સંભવતી નથી. આજના પુણ્યશાળીઓની પાસે ભોગની સામગ્રી કેટલી? અને ભોગો ભોગવવાની ઈચ્છા કેટલી? લખપતિને લાખ રૂપિયા પુણ્યોદયે મળ્યા; પરંતુ કરોડો મેળવવાની ઈચ્છાનો પાપોદય કેટલો જોરદાર? પુણ્યોદયે એક સ્ત્રી પ્રાપ્ત થઈ, પરંતુ તે પછી પણ જેને અનેક સ્ત્રીઓના સુખની ઈચ્છા સતત સતાવ્યા કરે છે તેને પાપોદય કેટલો જોરદાર? મળી મળીને શું મળવાનું? જાગી જાગીને પુણ્યોદય કેટલો જાગવાનો? અને ન મળ્યાની દુનિયા કેવડી? એની ઈચ્છાઓ કેટલી? હાય! તો પાપોદય કેટલો? હવે કહો જોઉં, આજના કોઈ પણ ઉત્કૃષ્ટ દેખાતા પુણ્યવંતાને, સામગ્રીપ્રાપ્તિનો પુણ્યોદય વધારે હશે કે અપ્રાપ્તની વાસનાનો ઘોર પાપોદય વધારે હશે? પજવતા પાપને ઊગતું જ ડામો પાપો કોને નહિ પજવતા હોય? પણ પાપની પજવણીનું દુ:ખ કેટલાને હશે? દાઢ દુઃખે છે; પેટમાં દુઃખે છે; આંખ દુઃખે છે... ત્યારે રાતે “ઓય મા!' એવી સીસકારા ચાલતા રહે છે; એ દુઃખનો ત્રાસ નિંદ પણ હરામ કરી દેતો હોય છે. પણ આવું કાંઈક પાપ સંબંધમાં ક્યારેય બન્યું છે ખરું? કોઈ પાપ થઈ ગયું હોય ત્યારે તેનું દુઃખ એવું પ્રવળતું હોય કે નિંદ હરામ થઈ જાય! એ દુઃખના ત્રાસમાં બોલાઈ જાય કે, “અરરરર... આ મેં શું કર્યું? હાય! જીવન કલંકિત કર્યું? આબરૂદાર માણસ થઈને હું નિર્લજ્જ બન્યો! મને ભગવાનની પણ શરમ ન નડી! Page #286 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર ઓહ! આ મેં શું કર્યું!'' કહો; કદી પણ તમે આવી સ્થિતિ અનુભવી છે ખરી? જો આ અસહ્ય સ્થિતિનું સર્જન જ થવા દેવું ન હોય તો તમે મનમાં ઊગવા જતાં પાપને ઊગતું જ ડામો. એને આગળ વધવા જ ન દો. કુતૂહલ જ અહીં ખૂબ જ ઘાતકી રીતે ખતરનાક ભાગ ભજવે છે માટે કુતૂહલ પણ ન થવા દેતા. નાનકડા ધરતીના ચીરામાંથી જ મીસીસીપી-મસૂરી નદી બની છે ને? તલચોર જ અંતે ચંબલ ખીણનો ધાડપાડુ બન્યો છે ને? એક ચિનગારીમાંથી જ મહાનલ પ્રગટે છે ને? પાપ ડામવામાં જેટલો વિલંબ... એટલો વિનાશ.. એટલી નિષ્ફળતા. મક્કમ હાથે પાપ વિચારોને ભક્તિ કે જ્ઞાન-યોગથી જે તુરંત જ શમાવી શકે છે એ જ આ જગતની વંદનીય વિભૂતિ બને છે. નવા મોડેલ જેવાં નવાં નવાં પાપો! ઉન્માદ અને આવેશોનો વાયરા ચોમેર વીંઝાયા છે! કોણ જાણે કેવા કેવા ઓરતા જાગે છે માનવોને! જાણે કોઈ જ બાકાત નથી! લગભગ બધાય સ્ત્રી-પુરુષો; કુમાર-કુમારિકાઓ; શિક્ષિતો અને સત્તાધારીઓ; શ્રીમંતો અને ગરીબો-સહુની સ્થિતિ “આઈસબર્ગ જેવી બની છે. દેખાવમાં સહુ સારા દેખાય છે. પણ અંદરના કોહવાટનું ક્ષેત્ર હેરત પમાડી દે તેટલું વિશાળ છે. અંગ્રેજી પદ્ધતિના શિક્ષણે જ આ ઉન્માદના સર્જનમાં સૌથી મોટો ભાગ ભજવ્યો લાગે છે. નહિ તો બાર વર્ષની વયમાં જાતીયતાના પાપો સ્પર્શી ગયેલા મોટી સંખ્યામાં હોય ખરા? સંસ્કારી ગણાતા કુટુંબોની કેટલીક સ્ત્રીઓમાં પતિ પ્રત્યેની બેવફાઈ સાંભળવા મળે ખરી? સાધુવેષમાં રહેલા કેટલાક પાપનાશનો પુરુષાર્થ પડતો મૂકીને એના જૂઠા જમાનાના દુ:ખનાશના કાર્યક્રમોમાં સક્રિય રસ લે ખરા! મનમાં કેવા કેવા પાપો પ્રજવળ્યા હશે ત્યારે આચાર અને ઉચ્ચારમાં આટલો ઘસારો દેખાતો હશે? સૌરાષ્ટ્રના એક વૈદરાજે મને કહ્યું હતું કે, “ન કહી શકાય અને ન કલ્પી શકાય Page #287 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર એવાં પાપો આ સદીના માનવશરીરોમાં રોગરૂપે દેખાં દેતાં રહે છે! | દર વર્ષે મોટરો વગેરેના જેમ નવા “મોડેલો' બહાર પડે છે તેમ પ્રતિવર્ષ નવા પાપો-અતિ ભયાનક મર્યાદાને વટાવી જતાં પ્રગટ થતાં જ રહે છે. કોણ જાણે આ માનવજાતને હવે શું કરી નાંખવું હશે? એક પ્રશ્ન થાય છે કે ઉન્માદની ઝીંકમાં ભીંસાતા આ માનવના મનોવેગને છુટ્ટો દોર આપી દેવાનું કહેવામાં આવે તો શું થાય? ઓહ! એની કલ્પના કરતા તમ્મર આવી જાય! એકેકો માનવ સો સો શેતાનની તાકાત ધરાવતો મહાશેતાન બની જાય. પાપનું પ્રત્યક્ષ ફળ પાપ કરનારને મોક્ષભાવ ન મળે; પરલોકમાં સદ્ગતિ ન મળે; મરણની પળોમાં સમાધિ ન મળે, પણ એ બધી વાતો પછી કરશું. પાપ કરનારને જીવનમાં આ જ જીવનમાં શું ન મળે ? કહું? શાંતિ.... એને મળે બેચેની, ઉદ્વેગ; અજંપો, ટૂંકમાં-અશાંતિ. દુનિયાને ભલે એનામાં શાંતિ દેખાતી હોય પણ એની શાંતિ ભારેલા અગ્નિ જેવી હોય છે. ક્યારે ઉગ્ર સંઘર્ષના સ્વરૂપે ધડાકો કરે એ કહી ન શકાય; કલ્પી પણ ન શકાય; ઈંજેક્શનના બળથી તાવ દાબી દીધા બાદ થર્મોમીટર મૂકવામાં આવે તો નોર્મલ જ દેખાડે છે ને? પણ જો કોઈ એને ખરેખર ઊતરી ગયેલો તાવ માનીને ખાનપાનમાં બધી છૂટ મૂકી દે તો દગો જ રમાઈ જાય ને ? એ તાવનો જે ઊથલો આવે તે કેવો જીવલેણ હોય? બરોબર આવુ જ પાપાત્માઓના મનનું વલણ હોય છે. એમાં પાપો દબાયેલા પડી રહે છે; પુણ્યના બળથી. જ્યાં સુધી પાપી પુણ્યનું બળ જોર કરે ત્યાં સુધી પાપીને કોઈ પાપી કહી ન શકે; પાપને પાપ મનાવતી બુદ્ધિ મળી ન શકે; પાપી મિત્રોનો જ સંગ મળ્યા કરે, વગેરે સંયોગોમાં એ પાપાત્મા દબાતો રહે. ભલે પુણ્યના બળથી એ પાપો દબાયેલા રહ્યા. પરંતુ હકીકતમાં એનો વિગમ તો નથી જ થયો; એટલું જ નહિ પરંતુ દબાયેલા એ પાપોના પ્રત્યાઘાતરૂપે મનમાં અતૃપ્તિ આદિ જનિત અસ્વસ્થતા-અશાંતિ તો Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ નહિ એસો જનમ બાર-બાર સતત રહ્યા જ કરતી હોય છે. આવી અશાંતિને જીવ લઈને જ જંપતી ડાકણની ઉપમા જ ખૂબ યથાર્થ છે. પશ્ચાત્તાપ અને વંદના બે બળો ભેગા થાય ત્યારે બેટરી ચાર્જ થાય. નેગેટીવ અને પોઝીટીવ. જીવનને બેટરીની ઉપમા આપીએ તો તેને “ચાર્જ કરીને પ્રકાશ પામવા માટે ય બે બળોની જરૂર છે. નકારાત્મક અને હકારાત્મક. જીવનનો અંધકાર એટલે જીવનના પાપો... શાસ્ત્રનિરપેક્ષ જીવન. એ અંધકારનું વિલોપન કરવા માટે પશ્ચાત્તાપની અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે. જે જલતો નથી; જીવનના પાપોની સ્મૃતિથી... તે કદી પ્રકાશ પામતો નથી. પાપોની પશ્ચાત્ (પછી) તપવું. જલવું. એનું જ નામ પશ્ચાત્તાપ. પણ એકલો પશ્ચાત્તાપ નહિ ચાલી શકે, વસ્તુતઃ સાચો પશ્ચાત્તાપ એકલો હોઈ શકતો નથી. એની બીજી બાજુ સ્વયંભૂ રીતે પ્રાપ્ત થઈ જાય છે. પશ્ચાત્તાપ એ નકારાત્મક બળ છે. હા... નકારાત્મક છતાં ય બળ તો ખરું જ. નકારાત્મક કહીને એને વગોવશો નહિ. બેટરી ચાર્જ થવામાં જેટલું મૂલ્ય પોઝીટીવ બળોનું છે, એટલું જ મૂલ્ય નેગેટીવ બળોનું છે. એને જરાક પણ ઓછું મૂલ્યવાન તો નહિ જ કહી શકાય. પણ મૂલ્યવાન પશ્ચાત્તાપ માત્રથી નહિ ચાલે. એની સાથે હકારાત્મક બળ પણ અનિવાર્ય છે. એ “પોઝીટીવ ફોર્સ'નું નામ છે વંદના.. નિષ્પાપોને વંદના, આપણને અત્યંત ઝડપથી નિષ્પાપ બનાવે. પાપના પશ્ચાતાપની સાથે નિષ્પાપને વંદનાઓ.... વંદનાવલિઓ..... તો હોવી જ ઘટે. આ બે ય “ફોર્સ” ભેગા થાય કે જીવન નિષ્પાપ બની જાય. પછી એ જીવનને ટકાવી રાખવું હોય તો સદાની શરણ્યોની શરણાગતિ અનિવાર્ય છે. પાપ; સાપથી ય ખરાબ વધુ કોણ ખરાબ? પાપ કે સાપ? Page #289 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૮૯ સાપના ડંખ કરાતાં ય કાતીલ; શું પાપનો ડંખ નથી? પાપના વિષ તો ભવોભવ મારે; જ્યાં એ પાપાત્મા જાય ત્યાં એના પાપોદયે અનેકોને દુઃખી કરે; પાપી પણ બનાવે. ખૂબ જ ખતરનાક ચેપ છે પાપનો... પાઘડીવાળો એક માણસ રસ્તા ઉપરથી ચાલ્યો જતો હોય અને કોઈ એકાએક તેના નામની બૂમ પાડીને કહે, “અરે! અમથાભાઈ, તમારી પાઘડીમાં સાપ છે!'’ ‘‘ઓ બાપ!’’ કહેતાંની સાથે જ અમથાભાઈ પાઘડી - આખી ને આખી - ફેંકી દે કે નહિ? સાપ ફેંકવાને બદલે સાપવાળી પાઘડી જ ફેંકી દે! ભયના માર્યા! સારું.... હવે ધારો કે એ જ અમથાભાઈના હાથમાં અનીતિવાળું ધન આવી ગયું છે. મારા જેવા કોકે એ વાત જાણી એટલે તરત જ કહ્યું, “ઓ અમથાભાઈ! તમારા હાથમાં અનીતિનું ધન!'' હવે શું અમથાભાઈ એ ધન ફેંકી દે ખરા! નહિ ? શા માટે નહિ? સાપ ખરાબ છે અને અનીતિનું ધન ખરાબ નથી શું? આમ છતાં અનીતિનું ધન મજેથી તિજોરીમાં ગોઠવાઈ જાય? આનો અર્થ તો એ જ થયો કે અમથાભાઈને આ જીવનના તાત્કાલિક દેખાતા દુઃખનો જ ભય છે. પરંતુ આ જ જીવનના દૂરવર્તી દુ:ખોનો, મરણના ત્રાસનો; પરલોકની પીડાઓનો લેશ પણ ખ્યાલ નથી! આ તો મોટી નાસ્તિકતા જ કહેવાય ને? જેને દૂરવર્તી દુઃખો દેખાતા નથી એ જ નાસ્તિક! ભલેને પછી તે મંદિરમાં જતો હોય, અને માળાના મણકા ફેરવતો હોય! નિષ્પાપ જીવનના છ સોપાનો માનવજીવનમાં પણ નિષ્પાપ જીવનની સિદ્ધિ ન મળે તો બીજે એનો અવકાશ જ ક્યાં છે? એના જેવો કમનસીબ કોણ હોઈ શકે ? પણ પાપો ય કાંઈ ઓછા અળવીતરા નથીસ્તો ? ગમે તે રીતે, ગમે તે પળે; ગમે તેના જીવનમાં પેસી જવું એ પાપોની Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નહિ એસો જનમ બાર-બાર જમાતને મન ડાબા હાથની રમત જેવી વાત છે. તો શી રીતે નિષ્પાપ બનવું? આ રહ્યા તે માટેના છ પગથિયાં. ક્રમશઃ જ એની ઉપર ચડવું પડશે. પૂર્વપૂર્વનું પાકું કર્યા વિના આગળ વધશો તો બધા ય કાચા રહી જશે. ૧. પાપનો પાપ તરીકે સ્વીકાર કરો ભગવાન જિનેશ્વરોએ જેને પાપ કહ્યું તેને તમે પણ પાપ તરીકે જ સ્વીકારો. આ પગથિયું ખૂબ જ કઠિન છે. આની કચાશને કારણે જ ઘણા આત્માઓ નિષ્પાપ બની શકતા નથી. પાપને ત્યાગવું હજી સહેલું છે પરંતુ તેને પાપ સમજીને પાપ તરીકે ત્યાગવું તો અત્યંત કઠીન છે. ૨. પાપથી ધૂજો : જેને પાપ માન્યું તેની કલ્પનાથી પણ ધ્રૂજી ઊઠો. ૩. પાપના નિમિત્તોથી નાસી છૂટો પાપ કરાવનારા જે સાધનો હોય તેનાથી સદા વેગળા રહો. ૪. પાપના પશ્ચાત્તાપપૂર્વક સખ્ત દંડ રાખો : નિમિત્તોથી દૂર રહેવા છતાં પાપ થઈ જાય તે પણ બને. તેવી સ્થિતિમાં ઘોર પશ્ચાત્તાપ કરો અને તેનો સખ્ત દંડ ભોગવો. ૫. નિષ્પાપને વંદના કરો : પણ માત્ર પશ્ચાત્તાપ નહિ ચાલે. વળી આપબળે કાંઈ પાપો જિતાય પણ નહિ. નિષ્પાપને વંદના કરીને જ એ બળ મેળવી શકાય. ૬. નિષ્પાપની શરણાગતિ વારંવાર લો : દિવસમાં જ્યારે ને ત્યારે નિષ્પાપ મહાત્માઓ અને પરમાત્માઓનું માનસિક શરણ સ્વીકારો. ઊધઈની મહારાણી : પાપ સંસ્કારો લાખો ઊધઈથી ખદબદી ઊઠેલા કોઈ કબાટને જોઈને ગમે તેવો માણસ કંપી ઊઠે છે. પણ એ ઊધઈઓની જનેતા મહારાણી એની નજરમાં ઝટ આવતી નથી. જો લાખો ઊધઈ ચિંતાજનક હોય તો તેની જનેતા મહારાણી કેટલી ચિંતાજનક હોઈ શકે ? Page #291 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૧ દુઃખોને આપણે ઊધઈની ઉપમા આપી શખીએ; કેમકે જીવનના કબાટને વળગી પડીને, એને કોરી નાંખીને એ ખતમ કરી નાંખે છે. બે-પાંચ દુઃખોમાં ઝડપાયેલો કોઈ માણસ નથી જોયો? કેટલો બધો દયામણો લાગે છે? સ્થળમતિ માનવ તો દુ:ખોને જોઈને જ એવો બેબાકળો બની જાય છે કે એની જનેતાને જોવા-વિચારવાની એની કોઈ તૈયારી જ હોતી નથી. મહાસંતોએ એની જનેતા આપણી નજરમાં લાવી મૂકી છે. દુ:ખોની જનેતા છે પાપસંસ્કારો... જનમ જનમના.. વારંવાર પાપો કરતા રહીને તગડાબાજ બનાવેલા... આત્મામાં એકરસ બની ગયેલા.... દુઃખો તો ભોગવવાથી ક્ષીણ થઈ જાય છે; પરંતુ પાપોના પડી ગયેલા - આત્મામાં જામ થઈ ગયેલા - સંસ્કારો ઉત્તેજિત થઈને નવા પાપો જન્માવતા જ રહે છે અને ફલતઃ નવા દુઃખો જન્મતા જ રહે છે. જ્યાં સુધી એ પાપ સંસ્કારોનો નાશ નહિ થાય ત્યાં સુધી પાપો અને દુઃખોનો પૂર્ણ નાશ નહિ થાય. જશે પાંચ દુઃખો; પણ નવા પંદર દુઃખો ઊડી આવીને બેસી જ જશે. માટે જ કહું છું કે દુઃખની ઝાઝી ફિકર કરો મા! ચિંતાજનક તો છે પાપસંસ્કારો! ઊધઈની મહારાણી. ઝેર, સાપ અને તેનું ઘર - ત્રણે ય ખરાબ ઝેર ખરાબ; કેમકે તે મારે છે. સાપ ખરાબ; કેમકે તે ડંખીને ઝેર દે છે. સાપનું બિલ ખરાબ; કેમકે તેમાં સાપ રહે છે. હકીકતમાં તો ઝેર જ ખરાબ કહેવાય કે જે મારનારી વસ્તુ છે. છતાં સાપ પણ સહુને ખરાબ લાગે છે, ભલે પછી તે દૂર પડયો હોય. સહુ કહે છે, “ભાઈ! સાપનો તો ભરોસો નહિ; કદાચ એકદમ દોડી આવે અને ડંખ મારી દે તો? મરી જ જવાય ને ! પણ વાત આથી ય આગળ વધી છે; સાપના બિલમાં ય કોઈ હાથ નાંખતું નથી. શું સાપની જેમ, સાપનું બિલ કદી ડંખ મારવાનું છે? નહિ જ.. તો ય તેમાં Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નહિ એસો જનમ બાર-બાર હાથ નાખતા આટલી બધી બીક શાથી? ઉત્તર મળે છે કે સાપ તેમાં હોઈ શકે છે. બીલમાં હાથ નાખીએ અને સાપ કરડી જાય તો? માટે જેમ સાપથી આઘા રહેવું તેમ બિલથી પણ આઘા રહેવું. શાબાશ. બહુ સરસ વાત ગોઠવી આપી. તો હવે મારી પણ વાત માનવી જ પડશે; કેમકે આ વાત આબેહૂબ આવી જ જાતની છે. હવે હું કહીશ કે મમતા ખરાબ, ધન ખરાબ અને સંસાર પણ ખરાબ. આસક્તિ ખરાબ; સ્ત્રી ખરાબ; સંસાર પણ ખરાબ. મમતા-આસક્તિ વગેરે ઝેર છે; ધન, સ્ત્રી વગેરે સાપ છે. સંસાર એમનું ઘર છે. કેટલી સ્પષ્ટ વાત છે! છતાં આમાં મમતા કે આસક્તિને ખરાબ કહેનારા મળશે પણ સ્ત્રી કે ધનાદિનું અને છેવટે સંસારનું ઉપરાણું લેનારાઓની જમાત જ ઘણી મોટી હશે. આવા લોકોને શી રીતે સમજાવવા એ પ્રશ્ન છે. પશ્ચાત્તાપ વિનાનું નાનું પણ પાપ ખતરનાક છે. પાપ નાનું હોય કે મોટું હોય એ મહત્ત્વની વાત નથી. મુખ્ય વાત તો પ્રાયશ્ચિત્તની છે. મોટા પાપો પણ પ્રાયશ્ચિતની અને પશ્ચાત્તાપની અગનજ્વાળાઓથી બળીને ખાખ થઈ ગયાના દૃષ્ટાંતો શાસ્ત્રના પાને ટંકાયા છે. અને બહુ નાના પાપો કરનારા આત્માઓ પણ પ્રાયશ્ચિત્તના અભાવે અનંતકાળ સુધી સંસારમાં ભમતાં; ટિચાતાં અને માર ખાતાં જ રહ્યાં છે. સંસારરસિક આત્માનું નાનું પણ પાપ સતે જ રસવૃત્તિવાળું છે એટલે જ એ આત્મા સાથે સખ્ત ચોંટી જાય છે. જ્યારે એ આત્માના ધર્મો સાવ નીરસ હોવાથી પુણ્યકર્મ ચોંટતું જ ન હોવાથી કોઈ પાપી પવનના ઝપાટે આત્મા ઉપરથી ઊખડી ફેંકાઈ જાય છે. ઘણા ધર્મ કરનારાઓ ફરિયાદ કરતા આવે છે કે એમના ધર્મનું ફળ કેમ દેખાતું નથી? ભલા.... નબળા ધર્મોના તે ફળ હોતા હશે? આવા ધર્મના તો આ લોકમાં જ ફળ મળે? વળી બીજી બાજુએ પાપો ખૂબ જોરદાર દેખાય છે. તત્કાળ ફળ મળવાનું જ હોય તો ય અતિ બળવાન પાપોનું જ મળી શકે. પાપોનું એવું કોઈ ફળ દેખાતું નથી ઉપરથી કાળીદાટ મોંઘવારીમાં પણ પેટ ભરીને ઊંઘવાનું ય સુખ મળ્યું છે એમાં જ પ્રભુનો પાડ માનો. રોજ બાસુંદીપુરીના ભોજનની અને પાચનની અપેક્ષા તમે રાખી પણ શકો નહિ. Page #293 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૩ પાપનો ભાવ જીવતો રાખશો મા એવો દઢ સંકલ્પ કરો કે, “મારે મરતા પહેલા મારા પાપના ભાવોને મારી નાખવા જ છે.” જો મરણ થઈ જાય અને પાપના ભાવો જીવતા રહી જાય તો ઉપાધિનો આરોવારો ન રહે. પાપના ભાવો પ્રત્યે જેની લાગણી કૂણી છે તે વ્યક્તિ ધર્મક્રિયાઓ ઘણી કરી ઘણું પુણ્ય બાંધે તો ય એના સંસારનો અંત તો ન આવે પરંતુ એ જ પુણ્ય પેલા પાપના ભાવને વધારી મૂકતા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની પ્રગતિ કરી આપે એથી પાપના ભાવને વધુ પુષ્ટ બનવાની તક મળી જાય. ચંડકૌશિક સર્પના જીવનમાં આ સિદ્ધાંત સ્પષ્ટ રીતે પ્રસરી ગયેલો જોવા મળે છે. મુનિના ભવમાં ક્રોધનો પાપ ભાવ જીવતો રહી ગયો અને પોતાનું મરણ થઈ ગયું એના પરિણામે તાપસના જીવનમાં પૂર્વના પુણ્યથી જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મળ્યા તેણે ક્રોધના ભાવની આગને ભભુકાવવાનું જ કામ કર્યું. વળી પાછું મરણ થયું અને ક્રોધનો વધુ તગડો બનેલો ભાવ જીવતો જ રહી ગયો તો દૃષ્ટિવિષ સર્પના ભવમાં ખૂબ વિસ્તાર પામેલા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મળ્યા કે જેની મદદથી સહજ રીતે ક્રોધનો પાપભાવ અતિશય પુષ્ટ બનતો જ રહ્યો. એ તો સારું થયું કે કોઈ જનમના સારા પુણ્ય પરમાત્મા મહાવીરદેવને એ વનમાં મોકલી આપ્યા અને ભયંકર રીતે વકરતા જતાં એ પાપભાવને મૂળમાંથી ખતમ કરી દેવાયો. નહિ તો નારકની અઘોર પરંપરા સિવાય એના ભાવિમાં બીજું શું હોત? પાપેચ્છાને જ ખતમ કરે શ્રીનવકાર શ્રીનવકારને મંત્રાધિરાજ-સર્વમંત્ર શિરોમણિ - કેમ કહ્યો? એનું એક કારણ એ પણ લાગે છે કે તેના સાતમા પદમાં કહ્યું છે કે આ નમસ્કાર સર્વપાપોનો - સર્વ પાપેચ્છાઓનો જ મૂળમાંથી નાશ કરી નાખે છે. અહીં પાપ અને પાપેચ્છાને જુદા કહેવા છે. પાપ એટલે પાપ-કર્મ અને પાપેચ્છા એટલે પાપ કરવાનો અભિલાષ. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ નહિ એસો જનમ બાર-બાર અન્ય મંત્રોના જપથી પાપકર્મોના નાશ થઈ જાય પણ જો તે મંત્રો પાપ કરવાની ઈચ્છાને જ તેજાબ લગાડે નહિ તો વળી નવા પાપકર્મોનો બંધ થયા જ કરે. પરંતુ શ્રીનવકાર અને તેને સાક્ષાત્ કે પરંપરાએ સ્પર્શતા સર્વમંત્રોમાં તો પાપ કરવાની ઈચ્છા ઉપર જ તેજાબ લગાડી દેવાની તાકાત પડી છે. પાપકર્મોને ય તે ખતમ કરે; અને પાપેચ્છાને પણ સળગાવી દે. પાપ કરવાની ઈચ્છા જ ન જાગવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે. કેમકે પછી તો સહજ રીતે નિષ્પાપ જીવનની પ્રાપ્તિ થઈ જાય છે. આમ થતાં સહજ રીતે મોક્ષમાર્ગની આરાધનાઓ જીવનમાં વેગ પકડે છે. ઈચ્છા એ જ દુઃખ. ઈચ્છા એ જ પાપ. પાપ કરવાની ઈચ્છા જ મહાપાપ. પાપકાર્યો જો ઊધઈઓ છે તો પાપેચ્છા એ ઊધઈઓની જન્મદાત્રી મહારાણી છે. એના વિનાશ વિના જન્મ, મરણના ફેરા મટે જ નહિ. ઈચ્છાનો નાશક નવકાર છે માટે જ નવકાર સ્મારક જ ઈચ્છારહિત સિદ્ધભગવંતોના સુખની ઝાંખી કરી શકે છે. લાંચાદિ પાપોનો નાશક પાપડર સર્વત્ર પાપો વ્યાપ્યા છે. સ્વને, પરને, સર્વને જે દુઃખી કરે તે પાપ. સારામાં સારા કપડામાં સજ્જ માણસોના અંતર પણ કાજળથી ય કાળા બન્યા છે. બુદ્ધિજીવીઓએ બુદ્ધિની ઝીંક લગાવી છે એટલું જ. બાકી એ બુદ્ધિ તો બરબાદીના પંથે ક્યારની ધસી ગઈ છે! આ આર્યદેશમાં લાંચ, રુશ્વત, અનીતિ, અનાચારનું અસ્તિત્વ જ ન હતું એમ તો કેમ કહી શકાય? પરંતુ એ સમય ઘઉંમાં કાંકરાનો હતો; આજનો સમય કાંકરામાં ઘઉંનો આવ્યો છે. જાણે કોઈ લાંચ, રુશ્વતખોરીથી મુક્ત સત્તાધારી નથી. ના..... સાહેબની ફાઈલો ગોઠવતો પટ્ટાવાળો પણ નહિ. વેપારી અને નીતિમાન! લગભગ અસંભવ – કુમારિકા અને શીલવતી! લગભગ અસંભવ. શ્રીમંત અને સદાચારી! લગભગ અસંભવ. Page #295 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર આ થવાનું કારણ એક જ છે, ‘લગભગ દરેકના હૈયેથી પાપનો ભય નાબૂદ થઈ ગયો છે. ૨૯૫ હવે લાંચરુશ્વત, અનીતિ કે અનાચાર વગેરેને પાપ જ કોણ માને છે? એનાથી ડરે છે જ કોણ? આવા સર્વઘાતકી પાપોને કોઈ પણ સરકાર કે ગવર્મેન્ટ, ધાકધમકીથી દૂર કરી શકે તેમ નથી. જ્યાં સુધી જનહૃદયમાં પાપથી ફફડાટ પેદા નહિ થાય ત્યાં સુધી આખા રાષ્ટ્રને; સમસ્ત પ્રજાને અને સંસ્કૃતિને અને આત્માને ભરખી જતા પાપોનો નાશ કોઈ પણ નહિ કરી શકે; ના... ખુદ ભગવાન પણ નહિ. પાપનો છોડ ખેંચતા જ રહો પાપવાસના તમારી પાછળ ભૂતડીની જેમ વળગી છે? તમારો કેડો છોડતી જ નથી? એથી પાપો થયા વિના રહેતા જ નથી? પાપ કરવાની ઈચ્છા થઈ જ જાય છે ? ખેર... દર્દ બેશક, ઊંડું ગયું છે. પણ હજી અસાધ્ય તો નથી જ બન્યું. શાસ્ત્રકાર પરમર્ષિઓની એક વાત બરોબર સમજી રાખો કે, ‘‘અનાદિકાળથી ભવભ્રમણ કરતાં જીવે ખૂબ ખૂબ પાપો કર્યા છે; કોઈ પણ પાપ બાકી રાખ્યું નથી.’’ હવે કહો જોઉં? એ આત્મામાં એ બધા ય પાપોના સંસ્કાર કેવા જામ થઈ ગયા હશે ! આવા જીવને પાપવાસના જાગતી રહે તેમાં નવાઈ પણ શું છે? ખેર... હવે તમને એક રસ્તો બતાડું. જરા ય હતાશ બની ગયા વિના એ માર્ગને અપનાવી લો. પાપ થતાંની સાથે એનો ઘોર પશ્ચાત્તાપ કરો અને, “હવે તો આ પાપ નહિ જ કરું.’' એવો હાર્દિક સંકલ્પ કરો. પછી ભલે ફરી પાપ થઈ પણ જાય તો ફરી એનો પશ્ચાત્તાપ અને ફરી સંકલ્પ. બસ... પાપને પ્રજ્વળવાનું જ કામ કરવું હોય તો તમે તમારું રડવાનું અને સંકલ્પ કરવાનું કામ પણ કરતા જ રહો. ના... એમાં જરા ય દંભ ન કહેવાય; અને નિષ્ફળ પ્રયત્ન પણ ન કહેવાય. આવા પશ્ચાત્તાપ અને સંકલ્પનું ફળ અવશ્ય આવશે. એક વાર પાપનો એ છોડ કરમાવા લાગશે; અંતે મરી જશે. Page #296 -------------------------------------------------------------------------- ________________ નહિ એસો જનમ બાર-બાર વાવેલા રોપને વારંવાર ખેંચવામાં આવે અને વારંવાર રોપી દેવામાં આવે અને પછી પાણી પાવામાં આવે તો ય તેની ઉપર ફળ બેસશે ખરું? નહિ. એ રીતે વારંવાર ખેંચાતો રોપ તો અંતે કરમાઈ જ જવાનો. એનો વિકાસ ખતમ થઈ જવાનો. ઈશ્વરને માનનારો પાપ કરતાં શરમાય પણ નહિ!!! જે ઈશ્વરને માને છે એનાથી પ્રાય: તો પાપ થાય જ નહિ; છતાં દુર્ભાગ્યના યોગે તે પાપ કરે તો ય તેથી તે શરમાઈ તો જાય જ ને? કુલીનતા કોનું નામ? ધર્મી પિતાની સામે ઉઘાડે છોગ સિગારેટ પીતો દીકરો નિર્લજ્જ ન કહેવાય? અકુલીન ન કહેવાય? પાપ ગમે ત્યાં કરવામાં આવે. માણસ ભલે માનતો હોય કે, “એ વાતની કોઈને ખબર પડી નથી; એ પાપ કોઈ જાણતું જ નથી; એ તો એકાંત કે અંધકારમાં મેં કર્યું છે એટલે એની કોઈને ગંધ પણ નથી. વગેરે.” પણ આ બધા વિધાનો રસાતાળ જૂઠાં છે. ઈશ્વરની હસ્તિમાં જ નહિ માનનારો નાસ્તિક માણસ આવું બધું ભલે લવ્યા કરે પણ મંદિરમાં જઈને ઈશ્વરને પૂજતો, આબરૂદાર ગણાતો માણસ આવું કદી ન બોલે; કેમકે તે જાણે છે કે બીજું કોઈ નહીં તો ય ઈશ્વર તો મારી બધી ખાનગી-બાબતોથી સુજ્ઞાત છે જ.” જેને આ વાતમાં નિષ્ઠા છે એ શું પરસ્ત્રીગમનાદિના પાપ કરી શકે ખરો? ઈશ્વર તો આપણા બાપનો ય બાપ છે. એની સામે જ એનાં દેખતાં જ સાવ નિર્લજ્જ બનીને પરસ્ત્રીગમનાદિનું કોઈ પણ પાપ દીકરાથી થઈ શકે ખરું? કદાચ તેવું પાપ થાય તો ય શરમના ભારથી એનું માથું નમી ન જાય? આમ જેનું માથું ન નમે એ કુલીન કહેવાશે? એ ઈશ્વરની હસ્તીને સ્વીકારતો આસ્તિક ગણાશે? ના.... જરા ય નહિ. સ્વભાવથી પાપ ન ગમે તો ય ઉત્તમ આર્યદેશનો કોઈ માણસ પાપ ન કરે; એવું નીતિ વાક્ય છે. એમાં કહ્યું છે કે સ્વભાવથી જ જે પાપ ન કરે તે ઉત્તમ જન કહેવાય; અને આ લોકમાં બેઆબરૂ Page #297 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૭ થવાના ભયથી જે પાપ ન કરે તે અધમજન કહેવાય. વર્તમાન સ્થિતિનો વિચાર કરતાં અધમજનમાં ય કેટલાનો નંબરલાગે તે પ્રશ્ન થઈ પડે છે; કેમકે મોટા ભાગે પાપ વિનાનું કોઈનું જીવન જ દેખાતું નથી. છતાં હવે આ સ્થિતિના લોકોમાં ઉપરોક્ત શ્લોકનો મેળ બેસાડીને ઉત્તમાદિનું વિભાગીકરણ કરવું હોય તે આ રીતે કરી શકાય ખરું. પાપો કરવા છતાં સ્વભાવથી જ જેને પાપકરણ ન ગમે તે ઉત્તમ; પરલોકભયથી ન ગમે તે મધ્યમ અને બેઆબરૂ થવાના ભયથી ન ગમે તે અધમ. બસ... આ છેલ્લી વ્યાખ્યા છે. આર્યદેશના માનવ તરીકેનું જીવન મહાપુણ્યોદયથી મળે છે; તેમ આર્યદેશના માનવને પાપકરણ (હવે પાપપ્રીતિ) મહાપાપોદયે જ સંભવે છે. મહાપુણ્યોદય અને મહાપાપોદય બે ય અત્યંત દુર્લભ છે. અફસોસ ! આજે બે ય સૌને સુલભ થઈ ગયા. ખેર... છતાં જો પાપકરણ પ્રત્યે તીવ્ર નફરત હોય તો ય ઘણું. બેઆબરૂ થવાના ભયથી પણ તે નફરત પેદા થઈ હોય તો ય ચાલશે. પાપ પ્રત્યેની તીવ્ર નફરતવાળો પાપી હશે તો ય... પાપી રહી શકશે નહિ. છેલ્લામાં છેલ્લી વાત... પાપ મજેથી તો ન જ કરો આર્યદેશના કોઈ પણ માનવની ભાવના મોક્ષપદ પ્રાપ્ત કરવાની હોવી ઘટે. એમાંથી એ જેટલો ખસે તેટલો એ અનાર્ય જ કહેવાય. જેને મોક્ષનુ પદ પામવું હોય તેણે સાધુ બનવું જ પડે; સાધુ બનવા માટે ઘર ત્યાગવા માટે ઘરને ભૂંડું માનવું જ પડે. પણ ધારો કે તે આત્મા સાધુ થઈ શકે તેમ નથી; ઘર ત્યાગી શકે તેમ નથી તો ? અફસોસ! તો છેવટે સાધુ બનવાની તીવ્ર ભાવનાથી ભાવિત તો થવું જ પડે. એથી લાભ શું ? આ રહ્યો ઉત્તર... સાધુ બનવાની તીવ્ર તમન્નાવાળા આત્માઓને સંસારમાં જે પાપો કરવા પડે તેમાંથી તેમનો રસ સાવ ઊડી જાય છે. પાપ રૂપી એ સાપ, વિષની કોથળી વિનાના થઈ જઈને નિર્માલ્ય બની જતા હોય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નહિ એસો જનમ બાર-બાર આ છે છેલ્લામાં છેલ્લી શરત. આધ્યાત્મિક વિકાસની મંઝિલે આ છે પહેલામાં પહેલું ડગ. ભગવંત બનવા સંત બનો; સંત બનવા સજ્જન, (દેશવિરતિધ૨); સુજન (સમ્યદૃષ્ટિ) બનો. સુજન બનવા માટે સારા (માર્ગાનુસારી) બનો. સારા બનવા માટે પાપમાંથી “મજા'ની બાદબાકી કરો. બસ. આથી નીચે હવે ઊતરી શકાય તેમ નથી. છેલ્લામાં છેલ્લો આ ભાવ છે. પરવડે તો માલ સ્વીકારો... મજેથી પાપકરણત્યાગ. પછી તો આપમેળે ઉપર ઉપરની સાધનાઓ શરૂ થતી જશે. તમારે ઝાઝી ચિંતા કરવી પડશે નહિ. મુનિજીવનમાં સૌથી કઠિન શું? સંસારીજનને પોતાના સંસાર સંબંધી જે જે દુઃખો છે; સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ, વેપાર વગેરે અંગેના.. એમાંનું એક પણ દુઃખ મુનિજીવનમાં નથી; કેમકે દુઃખના મૂળસ્વરૂપ એ સામગ્રીઓ જ એના જીવનમાં નથી. - હવે પ્રશ્ન થાય છે કે મુનિજીવનમાં દુઃખ શું? વિહાર, લોચ, બ્રહ્મચર્ય વગેરેમાં કોઈને દુખ જણાતું હોય તો તે પણ બરોબર નથી; કેમકે લાંબા ગાળાના એક સરખા અભ્યાસથી આ બાબતો જીવનમાં સ્વભાવની જેમ વણાઈ જતી હોય છે. પરંતુ અભ્યાસ દ્વારા પણ ઘણી મહેનતે ય નિષ્ફળ જાય તેવી એક સાધના છે જેનું દુઃખ જો મુનિને સ્પર્શી જાય તો સમગ્ર જીવન ધૂળભેગું થઈ જાય. આ સાધના છે; સતત પલટાતા જતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોના પલટા સાથે પલટાતા રહીને જીવનનો સુમેળ સાધવાની. આજ પવનવાળી જગા મળે; અને કાલે ડાંસ મચ્છરના ચટકાં દેતો ખૂણો મળે? આજે ઠંડું પાણી; કાલે ધગમગતું પાણી; આજે ચોખ્ખા ઘીની રોટલી; કાલે ડાલડાની રોટલી.. પ્રતિકૂળભાવ તરફ એક જ પળનો તિરસ્કાર! અને તરત જ મસ્ત સાધના, ઓક્સીજન ઉપર! અનંતા ઓઘા-મુહપત્તિના વિધાનની સાર્થકતા હવે બરોબર સમજાઈ જશે. Page #299 -------------------------------------------------------------------------- ________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૯ દુઃખમય સંસારને સુખનું ભૂત વળગે તો પાપમય બની જાય. શાસ્ત્રકાર ભગવતોએ આ સંસારને દુઃખમાંથી ઊભો થનારો; દુઃખમય બનનારો, અને દુઃખની જ પરંપરાઓ બગાડનારો કહ્યો છે. સંસારના સુખો ય દુઃખ વિના મળે નહિ; અને મળેલા સુખો ઈર્ષ્યા-અતૃપ્તિના દુઃખે દુઃખમય બન્યા વિના રહે નહિ; તથા એ સુખોના ભોગવટાના પરિણામે દુર્ગતિના દુઃખોની પરંપરાઓ તો પાછી સતત ચાલ્યા જ કરે. હજી આટલું જ હોત તો આ વાતને આપણે સામાન્ય રીતે ગંભીર કહેવાની તૈયારી બતાડત; પરંતુ જે આત્માના હૈયે સંસારના સુખોની આસક્તિ ઘર કરી જાય છે; જેને આસક્તિનું એ ભૂત વળગી પડે છે એની તો ભારે અવદશા બેસી જાય છે. પછી એનો સંસાર દુઃખહેતુક; દુઃખમય અને દુઃખાનુબંધી બનીને અટકતો નથી; પરંતુ એ પાપહેતુક, પાપમય અને પાપાનુબંધી બનીને જ રહે છે સુખમાં આસક્ત બનેલો આત્મા અનીતિ આદિના પાપોથી ધનાદિની કમાણી કરીને બંગલા વગેરેનો સંસાર પામે છે. આ સુખમય સંસાર ભ્રષ્ટાચારાદિના પાપોથી તરબોળ બનીને પાપમય બને છે. અને અનીતિ, અનાચાર, અહંકારાદિના કાળા સંસ્કારો ભવાંતરોમાં પુનઃપુનઃ જાગ્રત થતા રહીને પાપોની પરંપરા ચાલુ જ રાખતા રહે છે. આમ આખો સંસાર પાપહેતુક; પાપમય અને પાપાનુબંધી બનીને જ રહે છે. ચંડાલ સંભૂતિનો સંસાર દુઃખહેતુક, દુઃખમય અને દુઃખાનુબંધી હતો પરંતુ મુનિજીવનમાં આસક્તિનું ભૂત એને વળગ્યા પછી બ્રહ્મદત્તના ભાવિ જીવનમાં એનો સંસાર પાપહેતુક, પાપમય અને પાપાનુબંધી બની ગયો! છેવટે પાપ ન ગમવાની સ્પેશિયલ-દોડતી ટ્રેનમાં તો દાખલ થાઓ! આર્યદેશમાં જન્મ લઈને અનાર્ય તરીકે ગણાઈ જવું એના જેવું બીજું કલંક કયું હોઈ શકે ? “આર્ય દેશનો જે માણસ છે તે પાપ તો કરે જ નહિ'' એવું આપણે ત્યાં નીતિવાક્ય છે. જો એ ઉત્તમ આર્યજન હોય તો સ્વભાવથી જ પાપ ન કરે; મધ્યમ આર્યજન હોય તો પરલોક ભયથી પાપ ન કરે; અને અધમ એવો પણ આર્યજન હોય તો બેઆબરૂ થવાના ભયથી પાપ ન કરે. Page #300 -------------------------------------------------------------------------- ________________ 300 નહિ એસો જનમ બાર-બાર હવે આજના પાપ કરનારા આર્યજનોને આર્યજન શી રીતે કહેવાય? છતાં પાપ કરનારાઓને પણ આપણે મુક્તિના સ્ટેશને પહોંચાડવા છે. ચાલો; તેમના માટે એક “સ્પેશિયલ-ટ્રેન દોડાવીએ. તેમાં કોઈ પણ કલાસની તેમણે ટિકિટ લઈ જ લેવી રહી. પાપ કરવા છતાં જેને સ્વભાવથી જ પાપ ગમે નહિ તે આ સ્પેશિયલ-ટ્રેનના ફર્સ્ટ કલાસમાં ચડે; પરલોકભયથી જેને પાપ ન ગમે તે સેકંડ કલાસમાં બેસે; અને બેઆબરૂ થવાના ભયથી જેને પાપ ગમે નહિ તે થર્ડ કલાસમાં ચડી જાય. જો આ ટ્રેઈનમાં ય ક્યાંય નંબર નહિ લાગે તો પોક મૂકીને રડયા કરવાનું બાકી રહેશે.