________________
આધ્યાન ધ્યાવું છું. શ્રેણિક રાજા ધારણદેવીના મુખેથી આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને ધારણુદેવી પ્રત્યે કહેવા લાગ્યા, કે હે દેવાનુપ્રિયા ! તું શરીર જીર્ણ થઈ છું તે આ પ્રમાણે આતધ્યાન ન કર. હું તારો દેહદ પૂર્ણ કરીશ, એટલે તારા આ અકાળ દેહના મને રથ પૂર્ણ થશે, એમ કરીને ધારણ દેવીને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ વાણી વડે આશ્વાસન આપ્યું, અને ત્યાંથી ઉઠી બહારની ઉપસ્થાન શાળામાં ગયા અને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ ભણી મુખ રાખીને બેઠા. ત્યાર પછી ધારણી દેવીના અકાળે મેઘના દેહદને પૂર્ણ કરવાને ઉત્પાતીઆ, વિનયા, કામીયા અને પરિણામીઆ એ ચાર પ્રકારની બુદ્ધિ વડે ઉપાય શોધવા લાગ્યા. પરંતુ ગમે તેટલા વિચારે ગોઠવવા છતાં એક રીતે દેહદ પૂર્ણ થાય એવો ઉપાય જ નહિ.
આ વાત ઉપરથી પણ ખાત્રી થાય છે કે ધારણી રાણીને સ્વપ્ન આવ્યું અને તેમને ગર્ભ રહ્યાની ખાત્રી થઈ, ત્યાર પછી શ્રેણિક અને ધારણ બંને ભેગાં થયાં નથી. જે ભેગાં થયાં હેત તે દોહદ ઉત્પન્ન થયા પછી ધારણીની શરીર પ્રકૃતિ બગડવા માંડી તે શ્રેણિકના જાણવામાં એની મેળે આવી હત. દાસી કહેવા આવતાં સુધી શ્રેણીક ધારણ રાણીની શરીર પ્રકૃતિથી અજાણ રહ્યા તે ન રહેત. મતલબકે ત્રીને ગર્ભ રહ્યા પછી તુરત જ બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને તે કમમાં કમ પ્રસવ થયા પછી પાંચ સાત માસ સુધી તે અવસ્ય પાળવું જઈએ.
વળી બીજો સાર એ નીકળે છે, કે પિતાને જે કંઈ ઈચ્છા થાય, તે અથવા પોતાના મની વાસ જ્યાં સેવા માણસ આગળ કરવામાં કંઇ પણ ફાયદો નથી. કેટલીક વખત એથી ઉલટી વિપરીત પર ણામ આવે છે. એક કવિ પણ ખરું કહે છે? જ છાની વાત આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com