Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ નિવેદન. આ પુસ્તક સમાજ સમક્ષ મૂકતાં અમને ગૌરવ ઉપજે છે. ભારતીય સંસ્કૃતિનું જેટલું પ્રકાશન વધુ થાય તેટલું આપણું અહોભાગ્ય સમજવું જોઈએ. પ્રસ્તુત પુસ્તક બોદ્ધ સંપ્રદાય સાથે સંબંધ રાખનારું છે. તેથી આચાર્ય મહારાજનું બૌદ્ધસાહિત્ય સંબંધી કેટલું ઉંડુ અવગાહન છે તે દેખાઈ આવે છે સાથે સાથે તેમની નિષ્પક્ષ બુદ્ધિ પણ કેટલી વિશુદ્ધ છે તે જણાઈ આવે છે. આ પુસ્તક તેમની તટસ્થવૃત્તિનું પ્રતીક છે. જેનધર્મના આચાર્ય હેઈ કરી સાહિત્ય અને ઇતિહાસના વિષયમાં તટસ્થ, અને સાંપ્રદાયિક મતાગ્રહ વગર, સત્ય વસ્તુ જે લાગી તે તેમણે નિર્ભેળ રીતે ને કશા પણ સંકેચ વગર પોતાના સચોટ અભિપ્રાય પૂર્વક સિંહધ્વજ ” સંબંધી સ્વતંત્ર પુસ્તક લખી જનતા સમક્ષ રજુ કર્યું છે. વિશુદ્ધ ઐતિહાસિક વૃત્તિ વગર એ બનીજ શકે નહી. તેમના છેલ્લાં ત્રણે પુસ્તકે “ પ્રાચીન-ભારતવર્ષનું સિંહાવલોકન”,“મહાક્ષત્રપ રાજા રુદ્રદામા,” અને “મથુરાના સિંહધ્વજ ” જુદા જુદા દષ્ટિબિંદુઓ રજુ કરે છે. પહેલું પુસ્તક તેમનું અપરિમિત સાહિત્યનું અવગાહન બતાવે છે, બીજું પુસ્તક ઇતિહાસના તળ સ્પર્શી જ્ઞાન સાથે નવી શોધખોળ બુદ્ધિ બતાવે છે, અને ત્રીજું આ પુસ્તક તેમની નિષ્પક્ષવૃત્તિ અને યુરોપીયન તેમજ ભારતીય ઇતિહાસ વેત્તાઓ સાથેનો તેમનો સંબંધ અને મૈત્રી કેટલાં ઉંડા છે તે જણાવે છે. ડે. થેમસ ( જે ચેડા વખતમાં હિંદમાં આવવાના છે ) પ્રો. રેપ્સન, સર જહોન માર્શલ, ડૅ. ટીનકોનો ડં. શલ્કીંગ, ઉં. હર્ટલ, ડે. સ્ટાઇન વિગેરે ઇતિહાસ જગતના રત્નો બહુ લાંબા વખતથી, તેમની સાથે સંબંધ અને સન્માન ધરાવે છે. જૈન સાધુઓ માટે ને સમાજ માટે તે ઓછી ગૌરવની વાત નથી. બીજા જૈન સાધુઓ અને સમાજનું, ઇતિહાસના વિષયમાં, અમુક અપવાદ સિવાય, દષ્ટિબિંદુ હજી ખુલ્યું નથી એ ખેદનો વિષય છે. અમે ઇચિએ છીએ કે સમાજના વિદ્વાનો અને સાધુઓ કાંઈક અનુકરણ કરશે અને જેનસાહિત્યને જગતમાં પ્રકાશિત કરશે એટલું કહી વિરમીએ છીએ. ગ્રંથમાળા ઍફીસ હેરિસ રોડ-ભાવનગર કાર્તિક, ૧૯૯૪ પ્રકાશક, : ૩ :

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 56