Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ કરે છે. વળી ભૂમકને અથવા તેની ગેરહાજરીમાં તેના પ્રતિનિધિ નહપાણને પ્રમુખ નિમ્ય હતો....વળી બ્રાહ્મી લિપિના અક્ષરો છે તે હિંદ અને ભારતનું સંધાણ બતાવે છે.” પ્રા. ભા. ભા ૨.૫ ૯. વળી મથુરાના લાયન કેપીટલ પીલર નામે ઓળખાતા સ્તંભની પ્રતિષ્ઠા ક્ષત્રપ રાજુલના સમયે તેની પટરાણીએ કરાવી છે. તે પ્રસંગ ઉપર મહાક્ષત્રપ ભૂમકને તેણે આમંત્રણ આપ્યું છે પણ તે પિતે ઉપસ્થિત થઈ નહીં શકવાથી તેના પ્રતિનિધિ તરીકે તેણે ક્ષત્રપ નહપાણુ ને ત્યાં મેકલ્યા છે...તેને અધ્યક્ષ સ્થાન અપાયું છે. આ સર્વ હકીકતથી એમ સાબીત થાય છે કે મથુરાના ક્ષત્ર, ભૂમક તથા નહપાણ તે સર્વે એક જ ધર્માનુયાયી હોવા જોઈએ.” પ્રા. ભા. પુ. ૨. પૃ. ૭૭. આ પ્રસંગના મેળાવડાના સભાપતિ તરીકે તે ભૂમકનીજ ચૂંટણી કરવામાં આવી હતી, પણ આ સમયે...ભૂમકની ઉમર લગભગ ૯૫ વર્ષની થઈ ગઈ હોવાથી તેણે પોતે હાજરી ન આપતાં, પોતાના યુવરાજ ક્ષત્રપ નહપાણને પિતાના પ્રતિનિધિ તરીકે પાઠવ્યો હતો મતલબ કે, ત્રણે પ્રદેશના ક્ષહરાટ મહાક્ષત્ર અને તેમના યુવરાજ ક્ષત્રપ ત્યાં હાજર થઈ ગયા હતા. ( અલબત, ભૂમક પિતાના સ્થળો નહોતોજ) પ્રા. ભા. પુ. ૩. પૃ. ૨૩૩–૩૪ ઉપરના અવતરણની કેટલીક હકીકતો ઉપર બહુ લાંબું વિવેચન કરવાની જરૂર હોવા છતાં તે લંબાણ ન કરતાં કેવળ ભૂમક કે નહપાની તે પ્રસંગે ઉપસ્થિતિ સંબંધી જ ઉલ્લેખ કરીશ. ઉપલા અવતરણમાં સિહધ્વજ એટલે શ્રી મહાવીરનો ભક્ત છે એમ લખીને લેખક શું કહેવા માગે છે ? શું થાંભલે મહાવીરને ભક્ત છે કે તે શિલાલેખ મહાવીરનો ભક્ત છે ? તેથી લેખકનો કહેવાને આશય શું હશે તે તેઓ જાણે. વળી મહાક્ષત્રપ ભૂમકને તે પ્રસંગે આમંત્રણ આપ્યું, પ્રસંગને અધ્યક્ષ નીચે, ક્ષત્રપ નહપાને ત્યાં પ્રતિનિધિ તરીકે પાઠવ્યો એ બધી હકીકત કયા કેવળજ્ઞાન દ્વારા લેખકે જાણી લીધી ? લેખમાં તો એ એકે વાત લખી નથી. વાસ્તવમાં સિંહદ્વજની પ્રતિષ્ઠા વખતે નહપાનની હસ્તીજ હતી નહીં. તે તો સે વર્ષ પછી થયો છે અને કોઈ વિદ્વાન તેનો ઉલ્લેખ કરતા નથી, શિલાલેખમાં ભૂમકનું નામ નથી, તેને આમંત્રણ આપ્યાનો ઉલ્લેખ નથી. નહપાનું નામ નથી. પછી પ્રા. ભા. ના લેખકના એકલાની આંખમાં એ બધા નામે ને હકીકતોનું વર્ણન કયાંથી ઉડી આવ્યું ? વળી લિપિ તો ઉકલી નથી. કઈ લિપિ છે એ ખબર નથી. એ શિલાલેખની બ્રાહ્મી લિપિ નથી ખરોષ્ઠી લિપિ છે, બ્રાહ્મી લિપિને ખરોષ્ઠી લિપિનો ભેદ તે પરખાયો નથી ને તેના ઉપર નિર્ણય આપવા જવું એ અનધિકાર ચેષ્ટા છે. ખરી રીતે તો તેમણે ઇતિહાસ લખે છે એજ અનધિકાર ચેષ્ટા કરી છે. એક તરફ લખે છે, ભૂમક ત્યાં આવી ન શકવાથી તેના પ્રતિનિધિ નહપાને મોકલ્યો. બીજી વખત લખે છે – ત્રણે પ્રદેશના ક્ષત્રપ મહાક્ષત્રપે ત્યાં હાજર થઈ ગયા હતા અને બચાવ કરે છે કે ભૂમક

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56