Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ સુખના સમયમાં વિચાર ‘અત્યારે’નો... ભાવિને બગાડવાની ભૂલ ન કરો પુણ્યકર્મના ઉદયજન્ય સુખનો જીવનમાં જ્યારે પણ સમય ચાલતો હોય ત્યારે એ સમય આત્મા માટે લાભકારી નીવડી જાય એ માટે ‘અત્યારે'ના વિચારને આપણે આત્મસાતુ કરી લેવાની જરૂર છે. અત્યારે ? એટલે ? આ જ કે સાચે જ જો હું સાધના કરી લેવા માગું છું તો એના માટે મારી પાસે અત્યારનો સમય જ શ્રેષ્ઠ છે. અનુકૂળતાના સમયમાં જો હું સાધના નહીં કરી લઉં તો પછી કરી શક્યારે? ના...આજ આજ ભાઈ અત્યારે.. કબૂલ, બે વરસ પૂર્વે કોકે મારું અપમાન કર્યું જ હતું. કબૂલ, એક વરસ પૂર્વે ગુરુદેવે વગર ભૂલે મને બધાયની વચ્ચે ઉતારી પાડ્યો હતો..કબૂલ, હજી ગઈ કાલે જ જાણી જોઈને સહવર્તી મુનિવરે ગોચરીમાં મારી અવગણના કરી હતી. કબૂલ, હજી કલાક પહેલાં જ જાણી જોઈને એક . શ્રાવક મારા પ્રત્યે ક્રોધ કરી બેઠો હતો. - પ્રશ્ન એ છે કે શું મારા પ્રત્યેના ભૂતકાળના - કોકના નકારાત્મક વર્તનની સ્મૃતિથી - હું મારા વર્તમાનને બગાડી તો દ નથી રહ્યો ને ? જો હા, તો એનો અર્થ એટલો જ છે કે હું મારા ભાવિને પણ બગાડવાનું અત્યારથી | રિઝર્વેશન કરી રહ્યો છું ! સાવધાન!

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50