Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008913/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ આપણને સાંભળે જ છે એક સ્થળે એકદમ સરસ વાક્ય વાંચવામાં આવ્યું હતું. ‘જેણે આપણને કાન આપ્યા છે એ આપણને સાંભળવાનો જ છે.’ તાત્પર્યાર્થ આ વાક્યનો ? આ જ કે તમારી એક પણ સ્તુતિ, એક પણ પ્રાર્થના, અવર્ણવાદનો એક પણ શબ્દ, એક પણ સાવદ્ય વચન, કોઈ પણ પ્રકારની વિકથા, આમાંનું કાંઈ પણ પ્રભુની જાણ બહાર રહેવાનું નથી. ગલત બોલતા પહેલાં લાખ વાર વિચાર કરજો અને પૂર્ણ શ્રદ્ધા રાખજો કે તમારા દ્વારા સમ્યક્ જે પણ બોલાશે, પ્રભુ એને સાંભળવાના જ છે. ટૂંકમાં, ગલત બોલો જ નહીં, સારું બોલતા જ રહો. પ્રભુ આપણને જુએ જ છે એક અન્ય સરસ વાક્ય પણ વાંચવામાં આવ્યું હતું, જેણે તમને આંખો આપી છે એ તમને જોઈ જ રહ્યો છે’ તાત્પયાર્થ આ વાક્યનો ? આ જ કે તમે જાહેરમાં કે ખાનગીમાં, કોઈને ય ખબર ન પડે એ રીતે કે ખબર પડે એ રીતે, અજવાળામાં કે અંધારામાં, સારું કે નરસું, સમ્યક્ કે ગલત જે પણ કરશો એ પ્રભુની નજર બહાર રહેવાનું નથી જ. મનની આ બદમાશી છે કે જો કોઈની ય નજર નથી હોતી તો એને ગલત કરવામાં કોઈ જ વાંધો નથી અને સારું કરવા એ તો જ તૈયાર થાય છે કે જો એના પર કોકની નજર પડતી હોય છે. પણ સબૂર ! આ વાસ્તવિકતા એમ કહે છે સારું કે નરસું, બધું જ પ્રભુ જોઈ રહ્યા છે. નરસું કરશો જ નહીં, સારું કર્યા વિના રહેશોજ નહીં! Page #2 -------------------------------------------------------------------------- ________________ ક્ષણોની જિંદગી આપણે લંબાવીએ પરિવર્તન : પ્રકૃતિમાં ? કે પછી સ્વભાવમાં ? ઇતિહાસના ચોપડે એ લખાય છે કે એક જિંદગીમાં આપણે કેટલી ક્ષણો જીવીએ છીએ ? પરંતુ કર્મસાના ચોપડે એ લખાય છે કે એક ક્ષણમાં આપણે કેટલી જિંદગી જીવીએ છીએ? આનો અર્થ ? આ જ કે આયુષ્ય કર્મ એ આપણી જિંદગીની ક્ષણો છે જ્યારે સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ, જાપધ્યાન, ભક્તિ વગેરે આરાધનાઓ એ આપણી ક્ષણોની જિંદગીછે. આપણે તો મુનિ છીએ ને? જિંદગીની ક્ષણો લંબાવવામાં આપણને રસ ન હોય પણ ક્ષણોની જિંદગી લંબાવવામાં આપણે અસંતુષ્ટ હોઈએ એ જ આપણા મુનિજીવનની એક વાત આપણે સતત આંખ સામે રાખવાની છે કે આપણે માત્ર આપણો સ્વભાવ જ નથી બદલવાનો, આપણી પ્રકૃતિ બદલી નાખવાની છે. સમય પ્રમાણે, સ્થળ પ્રમાણે અને સંયોગ પ્રમાણે આપણે આપણાં વર્તનમાં ફેરફાર કરતા રહીએ એનું નામ છે સ્વભાવની બદલાઇટ અને સમ્યક્ સમજના સહારે આપણે આપણી વૃીિ જ બદલાવી દઈએ એનું નામ છે, પ્રકૃતિની બદલાહટે. યાદ રાખજો . સ્વભાવમાં પરિવર્તન તો સંસારી માણસ પણ કરતો રહે છે. પણ આપણે તો મુનિ છીએ. સ્વભાવની બદલાહટથી જ સંતુષ્ટ થઈ જઈએ એ શું ચાલે? પ્રકૃતિ બદલી નાખીએ તો જ આપણે મુનિ! સાર્થકતા. Page #3 -------------------------------------------------------------------------- ________________ મોહ ઘટશે...પરિતાપ વધશે... બુદ્ધિનું રોકાણ પ્રભુનાં વચનોમાં... ગાંડાની હૉસ્પિટલમાં સૌથી વધુ દુઃખી કોઈ એક વ્યક્તિ હોય તો એ છે એ હૉસ્પિટલના ડૉક્ટર, કારણ કે બધાય ગાંડાઓ વચ્ચે એ એક જ ડાહ્યા હોય છે. જેમ જેમ આત્મા પરથી મોહનીયનું જોર ઘટતું જશે તેમ તેમ આપણો માનસિક પરિતાપ વધતો જ જવાનો છે એ સત્ય આપણે સતત આંખ સામે રાખવાનું છે. છતાં એટલું કહીશ કે આ વધતા પરિતાપને આવકારીને ય આપણે કી મોહનીયના જોરને ઘટાડતા રહેવા જેવું છે. ગાંડપણના સુખ કરતાં ડહાપણના દુઃખ પર પસંદગી ઉતારવામાં આપણે ગુલાબના છોડ પર કરેલ પાણીનું રોકાણ માળીને વળતર જરૂર આપે છે પરંતુ મામૂલી જ. આંબાના વૃક્ષ પર કરેલ પાણીના રોકાણનો પણ માળીને લાભ જરૂર મળે છે પરંતુ મામૂલી જ પણ બગીચાની નીકમાં માળી જ્યારે પાણીનું રોકાણ કરે છે ત્યારે તો એને શ્રેષ્ઠતમ વળતર મળે છે. - સંયમજીવન હાથમાં છે ને ? શક્તિઓનું શ્રેષ્ઠતમ વળતર મેળવવું હોય તો એનું રોકાણ પ્રભુવચનોને સમજવામાં જ કરતા રહેજો. નીકમાં જતું પાણી જેમ સંપૂર્ણ બગીચાને લીલોછમ રાખી દે છે તેમ પ્રભુવચનોમાં થતું બુદ્ધિનું રોકાણ સંપૂર્ણ સંયમજીવનને ઉલ્લાસસભર-પ્રસન્નતાસભરપવિત્રતાસભર રાખી દે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ શિક્ષિત-અંતઃકરણ દીક્ષિત આપણે જ્યારે બુદ્ધિને શિક્ષિત કરીએ છીએ ત્યારે એ આપણને વિદ્વાન બનાવે છે પરંતુ અંતઃકરણને આપણે જ્યારે દીક્ષિત કરીએ છીએ ત્યારે એ આપણને કદાચ વિદ્વાન નથી પણ બનાવતું તો ય મહાનતાના જે પણ ગુણો છે-નમ્રતા-સરળતાકોમળતા-પવિત્રતા-ઉદારતા-કૃતજ્ઞતા વગેરે તમામ ગુણોનું સ્વામિત્વ તો એ આપણને અર્પીને જ રહે છે. તંગ દોરડા પર ચાલવા જેવી સાવધગીરી રાખવાની છે આપણે સંયમજીવનમાં. સતત સ્વાધ્યાય પાછળ પાગલ બનતા રહેવાનું આ જીવનમાં અને છતાં અંતઃકરણ પર બુદ્ધિ ભારે ન બની જાય એની પૂર્ણ સાવધગીરી રાખતા રહેવાનું આપણે. સ્વાધ્યાય બુદ્ધિને ધારદાર ભલે બનાવે પણ અંતઃકરણની નિર્દોષતાનું બલિદાન ન લેવાઈ જાય એની તકેદારી તો રાખવાની જ. પ્રસન્નતા અનુકૂળતા આધારિત ? કે ગુણ આધારિત ? સંસારી માણસોની પ્રસન્નતાનો એક જ આધાર હોય છે, અનુકૂળતા. જ્યાં સુધી પરિસ્થિતિ, વસ્તુ અને વ્યક્તિ અનુકૂળ ત્યાં સુધી પ્રસન્નતા અકબંધ અને જ્યાં એમાંનું કાંઈ પણ પ્રતિકૂળ પડ્યું ત્યાં પ્રસન્નતા ગાયબ. પણ સબૂર ! આપણી પ્રસન્નતા પણ જો અનુકૂળતા કેન્દ્રિત જ હોય અને એને જ આપણે જો સંયમજીવનનું ફળ માની બેઠા હોઈએ તો સમજી રાખવું કે આપણે વેશથી જ સંયમી છીએ, વૃત્તિથી તો આપણે સંસારી જ છીએ. એક કામ કરીએ. આપણી પ્રસન્નતાને આપણે ગુણ આધારિત બનાવી દઈએ. આપણું સંયમજીવન સાર્થક બની જશે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પ્રત્યે આંખો બંધ રાખો મિત્રતાના દરવાજા ખુલી જશે દરવાજા પર લાગેલું તાળું ખુલે છે ત્યારે જ દરવાજો ખુલે છે ને ? પરંતુ મિત્રતાના દરવાજા જો આપણે ખોલી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ રસ્તો આ છે, અન્યની ભૂલો પ્રત્યે આંખો બંધ રાખો. એ જેટલા પ્રમાણમાં ખુલ્લી રહે છે, મિત્રતાના દરવાજા એટલા બંધ રહે છે. મનની એક વિચિત્રતા આંખ સામે રાખજો. અન્યમાં જે દોષ એ જુએ છે એ જ દોષ જો પોતાનામાં હોવાનું પણ એને ખ્યાલમાં આવે છે, એ તુર્ત જ જાત સાથે એનું સમાધાન કરી લે છે. સાવધાન ! પરોપકારનો સંબંધ પુણ્ય સાથે નહીં, કરુણા સાથે પરોપકારનો સંબંધ પુણ્ય સાથે એટલો નથી જેટલો કરુણા સાથે છે, આ સત્ય આપણે સતત આંખ સામે એટલા માટે રાખવાનું છે કે આપણા જીવનના પાયા જ કરણા છે . 'सर्व जीवरून ह परिणामः સ । ધુ ર યમ્ ' આનો અર્થ ? પુણ્યમાં પરોપકારની ભજના છે પરંતુ કરુણા અને પરોપકાર તો અવિનાભાવી છે. ગણિત સ્પષ્ટ છે. આપણા જીવનમાં સતત પરોપકાર ચાલુ હોય તો જ આપણે સાચા અર્થમાં સંયમી અને સ્વાર્થપ્રધાન આપણી જીવનશૈલી હોય તો આપણે વેશથી સંયમી ! lo Page #6 -------------------------------------------------------------------------- ________________ ખરાબ વૃતિ પર નકાર નહીં પણ વિજય સાતત્ય આરાધનાનું, મોહનીય ખતમ તમે ગલત નિમિાને ‘ના’ પાડી શકશો, ગલત પ્રવૃતિને તમે ‘ના' પાડી શકશો પરંતુ તમારા સંયમજીવનને રફેદફે કરી રહેલ ગલત વૃથિી તમે છેડો કેવી રીતે ફાડી શકશો? યાદ રાખજો, ખરાબ વૃનિ નકારવા માત્રથી આપણે સંયમજીવનને જમાવી શકવાના નથી. એના પર તો આપણે વિજય જ મેળવવાનો છે અને એ માટે આપણે એના સ્વરૂપને બરાબર સમજી લેવાનું છે. શું વિષય કે શું કષાય ? શું ઈર્ષ્યા કે શું અભિમાન? એ તમામનું મૂળ સ્વરૂપ વિષ્ટાનું છે. પુણ્યના ઉદયકાળમાં એ સ્વરૂપને જોવા મન તૈયાર ન થતું હોય એ સમજી શકાય છે; પરંતુ વિણ એ વિષ્ટા જ છે. એને નકારવામાં સારપ નથી, એને ઠેકાણે પાડી દેવામાં જ સારપ છે. ‘સતત પડતાં રહેતાં પાણીનાં ટીપાં છેલ્લે તો પથ્થરના ચૂરા કરી જ નાખતા હોય છે' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્ય એટલું જ કહે છે કે તમારી આરાધનાનું પોત જો પાણીનું છે તો વિશ્વાસ રાખજો કે એનું સાતત્ય મોહનીયના કઠોર પણ પથ્થરને તોડીને * જ રહેવાનું છે. પ્રશ્ન એ છે એ તમારા સાતત્યનો છે, તમારા વિશ્વાસનો છે, તમારી ધીરજનો છે. ક્યાં થાપ ખાઈ રહ્યા છીએ આપણે ? એનું વ્યવસ્થિત નિરીક્ષણ કરતા રહીને જે ક્ષેત્રની ત્રુટિ દેખાતી હોય એ ત્રુટિને આપણે દૂર કરી દેવાની જરૂર છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્માને “જાણશું” પછી, પહેલાં “સુધારી’ લઈએ મન : લડો નહીં, ઉપેક્ષા કરો જેમ જેમ સંયમજીવનનો પર્યાય વધતો જશે તેમ તેમ આત્માને ‘જાણવા'ની જિજ્ઞાસા અંતરમાં જોર કરતી જશે. પણ એક વાત કહું? આત્માને ‘જાણવા’ની વાતમાં આપણે આગળ પછી વધશું. પહેલાં આત્માને “સુધારી’ લેવાની વાતને આપણે પ્રાધાન્ય આપતા રહીએ. ક્ષયોપશમભાવના ગુણોના કોઈ ઠેકાણાં ન હોય અને ક્ષાયિકભાવના ગુણોના આપણે અભરખા કરવા લાગીએ એ જો પાગલતા જ ગણાય તો અનાદિકાલીન પુષ્ટ થયેલા અને આપણે પોતે જ પુષ્ટ કરેલા ઈર્ષ્યા, અહંકાર, લાલસાદિ દોષોમાં આંશિક પણ કડાકો બોલાવવાનો ન હોય અને આત્માને જાણી લેવાના અભરખા કરવા એય પાગલતા જ છે. પાણીમાં રહેલ કચરાને તમે દુશમન માનીને એને તમે હરાવવા માગો છો એમ ને? એક કામ કરો. એની સામે લડવું જ નથી એવો તમે સંકલ્પ કરી લો. એ કચરો ! આપોઆપ નીચે બેસી જશે અને વગર યુદ્ધ તમને દુશ્મન પર વિજય પ્રાપ્ત થઈ - જશે. મન ! અનાદિનું ગલત સંસ્કારોથી વાસિત છે એ ! એને આપણે હરાવી દેવા માગીએ છીએ એમ ને ? એક કામ કરીએ. એની સામે લડીએ નહીં પણ એની ઉપેક્ષા કરતા રહીએ. ઉપેક્ષિત થતું એ મન પોતાની મેળે જ નિર્માલ્ય અને નિઃસવ થતું રહેશે અને એક મંગળ પળે એના પર આપણો કાયમી વિજય પ્રસ્થાપિત થઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણે આપણી ખુદની જાતને મદદ તો કરીએ જો આપણા ગુસ્સાને આપણે કાબૂમાં નથી લઈ શકતા તો... ચોવીસેય કલાક પ્રભુ આપણી મદદ કરતા રહે એવી આપણી ઇચ્છા છે ને? પહેલાં એક કામ આપણે કરીએ. આપણે આપણી ખુદની જાતને મદદ કરતા રહીએ. એટલે? એટલે આ જ કે મનમાં ઊઠતી ગલત વૃત્તિઓને પ્રવૃતિનું બળ ન જ આપીએ. મનમાં ઊઠતા ક્રોધને વચનનું બળ ન આપીએ અને મનમાં ઊઠતી ખાવાની લાલસાને જીભનું બળ ન આપીએ, પ્રમાદ પ્રત્યે કૂણી લાગણી ન ધરાવીએ અને સુખશીલવૃાિને અનુકૂળતા , ભોગવવા ન દઈએ. આટલી મદદ આપણે - આપણને કરીએ. જુઓ પછી પ્રભુ આપણને મદદ કરે છે કે નહીં? આમ તો આપણે સાધક સંયમી છીએ, સંખ્યાબંધ દોષોથી અને અતિચારોથી વ્યાપ્ત આપણું જીવન છે. જીવનને અતિચારમુક્ત રાખવા અને મનને દોષમુક્ત કરવા આપણે ખુદે તનતોડ પુરુષાર્થ કરવાનો છે. આ સ્થિતિમાં આપણે અન્યની જવાબદારી લેવાનો કોઈ અર્થ રહેતો નથી. છતાં કોઈપણ કારણસર કોકની જવાબદારી લેવાનો વિકલ્પ આપણી સામે આવીને ઊભો રહી જ જાય તો એક બાબત ખાસ સમજી રાખવી કે આપણા ગુસ્સાને જો આપણે કાબૂમાં લઈ શકતા ન જ હોઈએ તો કોઈની ય જવાબદારી લેવાથી જાતને દૂર જ રાખી દેવી. Page #9 -------------------------------------------------------------------------- ________________ સંયમી અને એ સહિષ્ણુતા વિનાનો ? મનની બાલદીમાં નવરાશનું છિદ્ર ? સંસારી માણસ પોતાની સજ્જનતાની ખાતરી જો ઉદારતા દ્વારા કરાવે છે તો સંયમી એવા આપણે આપણી સજ્જનતાની ખાતરી સહિષ્ણુતા દ્વારા કરાવતા રહેવાનું છે. સાધુ અને એ અસહિષ્ણુ ? વાતાવરણની પ્રતિકૂળતા સંયમીને દુર્ગાનગ્રસ્ત બનાવી દે? પ્રતિકૂળ પરિસ્થિતિ સંયમીને દુર્ગાનમાં ખેંચી જાય ? પ્રતિકૂળ વસ્તુઓ સંયમીના મનને ખળભળાવતી રહે ? પ્રતિકૂળ વર્તન કરતી વ્યક્તિઓ સંયમીના મનને દુર્ભાવની શિકાર બનાવતી રહે ? ના. સાકર વિનાની મીઠાઈ નહીં, મીઠા વિનાનું ફરસાણ નહીં, ચટણી વિનાની ભેળ નહીં, બસ, સહિષ્ણુતાવિનાનો સંયમી નહીં! ‘એ માણસ વધુદુ:ખી છે કે જેની પાસે સમયશક્તિ વાપરવાની કળા કરતાં વધુ સમય અને વધુ શક્તિ છે' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્ય આપણને એટલું જ કહે છે કે સમય ભલે તમારી પાસે ચોવીસ કલાકનો જ છે, કામ તમે પચીસ કલાકનું રાખજો. શક્તિ તમારી પાસે ભલે મર્યાદિત છે, એના અમર્યાદ ઉપયોગ માટે તમારા મનને સતત ઉત્સાહસભર રાખજો. ટૂંકમાં, સંયમજીવનમાં તમે ‘નવરા’ ન જ રહો. છિદ્ર મળતાં જ પાણી જેમ જમીનમાં ઊતરી જાય છે તેમ મનની નવરાશ જોતાં જ શેતાન એવો મોહ એમાં દાખલ થઈ જઈને સંયમજીવનને રફેદફે કરી નાખે છે. સાવધાન! ૧૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ મનને નબળું ન પાડીએ, કેળવી દઈએ પરલોકમાં સાથે, આત્મીય સંબંધ અનાદિકાળના ગલત અભ્યાસ દ્વારા બળવાન બની ગયેલ મનને નબળું બનાવી દઈને, વિષયકષાયના સેવનથી નબળા પડી ગયેલ આત્માને આપણે બળવાન બનાવી શકવાના નથી એ વાત આપણે સુપેરે સમજી રાખવાની છે. તો કરવાનું છે શું? આ જ કે મનને નબળું પાડી દેવાને બદલે મનને કેળવી દેવાની બાબતમાં આપણે આગળ વધતા રહેવાનું છે. કારણ કે મન વિના જેમ સંસાર નથી તેમ મન વિના મોક્ષ પણ નથી. સાધનને નબળું પાડી દઈને સાધ્ય સુધી નહીં પહોંચી શકાય. સાધનને કેળવીને જ આપણે સાધ્યને આંબી શકશું. કયો સંબંધ પરલોકમાં આપણી સાથે આવવાનો ? ગુરુદેવ સાથેનો આપણો શિષ્ય તરીકેનો સંબંધ ? સહવર્તી મુનિ ભગવંતો : સાથેનો આપણે સહવર્તી તરીકેનો સંબંધ? પ્રભુ સાથેનો આપણો ભક્ત તરીકેનો સંબંધ? આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે. જેની પણ સાથે આપણો આત્મીય સંબંધ હશે એ સંબંધ જ આપણને પરલોકમાં જવાબ આપવાનો છે. કંડરિક મુનિવરે આત્મીય સંબંધ કેળવ્યો હતો ભોજનનાં અનુકૂળ દ્રવ્યો સાથે ! સાતમી નરકમાં એ સંબંધ એમને લઈ ગયો છે. સાવધાન ! Page #11 -------------------------------------------------------------------------- ________________ મનને સંભળાવતા જાઓ હૃદયનું સાંભળતા જાઓ સંયમજીવનની પ્રાપ્તિને ચાર ચાંદ લગાવી દેવાના જે બે શ્રેષ્ઠ વિકલ્પો છે એમાંનો પ્રથમ વિકલ્પ છે, મનને સંભળાવતા જાઓ. મન કાયમ સુખનું પક્ષપાતી અને દુઃખનું દુશ્મન જ રહ્યું છે. એની કોઈ પણ સલાહ આખરે તો આત્મા માટે અહિતકારી જ પુરવાર થઈ છે. એટલે એ જે પણ સલાહ આપે એને સંભળાવતા જાઓ. બીજો શ્રેષ્ઠ વિકલ્પ આ છે. હૃદયનું સાંભળતા જાઓ. સામાન્યતયા હૃદયને હિતમાં અને સમ્યક્માં જ રસ હોય છે. પ્રેમમાં અને સમર્પણમાં જ રસ હોય છે અને એટલે જ એની વાત સાંભળતા રહેવામાં આપણે જરાય કચાશ રાખવા જેવી નથી. કરશું આપણે આજથી જ આ પ્રયોગ શરૂ? સંયમજીવન સિદ્ધિગતિની નજીક સ્થાનના હિસાબે સિદ્ધિગતિની નજીકમાં નજીકનું સ્થાન કર્યું ? સર્વાર્થસિદ્ધ વિમાનનું. પણ સબૂર ! સ્થિતિના હિસાબે સિદ્ધિ ગતિની એકદમ નજીકનું જીવન કયું ? સંયમજીવનનું. વિશષાવશ્યક ભાષ્યમાં આ જ વાત લખી છે. ‘સિદ્ધના જીવોના નિરુપમ સુખની તમારે જો અહીં પ્રતીતિ કરવી છે તો તમે સાધુનો ચહેરો નીરખી લો. તમને સિદ્ધોના નિરુપમ સુખ પર શ્રદ્ધા બેસી જશે.’ એટલો જ જવાબ આપો. આપણા ચહેરા પરની મસ્તી સિદ્ધોના નિરુપમ સુખની ચાડી ખાય એવી ? કે પછી પુણ્યના ઉદયકાળમાં જીવતા મિથ્યાત્વીના સુખની ચાડી ખાય એવી? ૨૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ રસ ઉપદેશ આપવામાં ? કે ઉદાહરણ બનવામાં ? રુચિ ક્ષયોપશમની જન્મદાત્રી બનીને જ રહેશે પ્રકાશ પર પ્રવચન આપે એ સૂર્ય નહીં પરંતુ પ્રકાશ આપે એ જ સૂર્ય ! ખૂબ ગંભીરતાથી આપણે નિરીક્ષણ કરવાનું છે. અન્ય જીવો માટે આપણે ઉપદેશરૂપ બની રહીએ છીએ કે ઉદાહરણરૂપ ? સામા જીવોને મારું ક્ષમા પરનું પ્રવચન આકર્ષિત કરી રહ્યું છે ? કે મારી ક્ષમા જ આકર્ષિત કરી રહી છે? એક કામ કરશું ? ઉપદેશ જેનો પણ આપીએ છીએ એનાં ઉદાહરણરૂપ બનવાનો પ્રયાસ તો કમ સે કમ શરૂ કરી દઈએ! પ્રચંડ પુરુષાર્થ પછી ય સ્વાધ્યાયક્ષેત્રે પ્રગતિ થતી જ નથી કારણ કે જ્ઞાનાવરણનો ઉદય જોરદાર છે. ક્ષયોપશમ સારામાં સારો હોવા છતાં સ્વાધ્યાય કરવાનું મન જ થતું. નથી કારણ કે અંતરમાં સ્વાધ્યાય પ્રત્યે અરુચિ જોરદાર છે. જવાબ આપો. આપણને વધુ શું ખટકે ? આવરણ ? કે અરુચિ ? આપણે પ્રયત્નશીલ કયા ક્ષેત્રે ? આવરણ તૂટી જાય એ ક્ષેત્રે? કે રુચિ પ્રગટી જાય એ ક્ષેત્રે? યાદ રાખજો, ક્ષયોપશમ રુચિનું નિર્માણ કદાચ નહીં પણ કરી શકે પરંતુ રુચિ તો થયોપશમનું નિર્માણ કરીને જ રહેશે અને થયોપશમનું નિર્માણ આવરણની તીવ્રતાના કારણે કદાચ નહીં પણ થાય તો ય રુચિ છેક કેવળજ્ઞાન સુધી આત્માને પહોંચાડીને જ રહેશે ! Page #13 -------------------------------------------------------------------------- ________________ ગાડીમાં બધું જ હાજર પણ પેટ્રોલ ? જ્ઞાનક્ષેત્રે અધ્યયન નવ પૂર્વ સુધીનું હોય, ચારિત્રક્ષેત્રે ચારિત્રનું પાલન નિરતિચાર હોય અને તપક્ષેત્રે માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા હોય અને છતાં મુક્તિપદ આત્માથી લાખો યોજન દૂર હોય, અનંત ભવો દૂર હોય એ બને ખરું? હા, એ બની શકે છે એમ નહીં, આપણી બાબતમાં કદાચ એ બન્યું જ છે. કારણ? જ્ઞાનચારિત્ર અને તપને ‘સમ્યક્’ નું ગૌરવ મળી શકે એ સમ્યગ્દર્શન આપણે સ્પર્ધા જ નહીં. ગાડીમાં બધું જ બરાબર, પેટ્રોલ ગેરહાજર. ગાડી મંજિલે પહોંચી જ શી રીતે શકે? જ્ઞાન, ચારિત્ર, તપ બધું ય અફલાતુન. સમ્યક્દર્શન જ ગેરહાજર. આત્મા મંજિલે પહોંચી જ શી રીતે શકે ? એક જ કામ કરીએ. સમ્યક્દર્શનને સ્પર્શી લેવાનું. ૨૫ આપણી ભૂલ કાઢવાની છૂટ સામાને ક્યાં સુધી ? આપણી ભૂલ કાઢવાની સામાને છૂટ ક્યાં સુધી ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી! આપણી ભૂલનો બચાવ કરવાની છૂટ આપણને ક્યાં સુધી નહીં ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી ! આપણા જીવનમાં ભૂલો થતી રહેવાની સંભાવના ક્યાં સુધી ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી ! જવાબ આપો. આ વાસ્તવિકતાનો આપણને ખ્યાલ ખરો? આ વાસ્તવિક્તાનો આપણો હૃદયગત સ્વીકાર ખરો ? આ વાસ્તવિકતાના આધારે આપણું જીવન ખરું? જો ભૂલના બચાવ માટેના જ આપણા પ્રયાસો ચાલુ છે તો નિશ્ચિત સમજી રાખવું કે ભૂલમુક્ત બની જવાનું આપણા માટે અશક્ય જ બની રહેવાનું છે. ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ અભિગમ તો સમ્યક્ પસંદ કરી શકીએ છીએ ! અભિપ્રાય વ્યક્ત કરવાની પસંદગી આપણને રોજેરોજ મળતી જ રહે એ ભલે શક્ય નથી પરંતુ અભિગમ પસંદ કરવાની તક તો રોજેરોજ આપણને મળી જ રહે છે. આનો અર્થ? આ જ કે કોકના દ્વારા થતા અપમાન વખતે કે ગોચરીમાં આવી જતા પ્રતિકૂળ દ્રવ્યો વખતે, ગુરુદેવશ્રી તરફથી થયેલ અવગણના વખતે કે શરીરમાં પેદા થયેલ રોગ વખતે તમારે મનનો અભિગમ કેવો રાખવો એનો નિર્ણય તમારે જ કરવાનો છે. સમ્યક્ અભિગમ કે ગલત અભિગમ એ તમારી જ પસંદગી રહેવાની છે. જવાબ આપો. આપણે સમ્યક્ અભિગમના માલિક ખરા ? મુસીબતોને ફરિયાદ કરવાની તક ન આપો ‘મુસીબતોની ફરિયાદ તમે જેટલી વધુ કરશો, તમને એટલી વધુ મુસીબતો ફરિયાદ કરવા મળશે' એક જગાએ વાંચવામાં આવેલ આ વાક્ય આપણને એટલું જ કહે છે કે, જીવનમાં જો તમે મુસીબતોને વધા૨વા નથી માગતા તો આજે તમારા જીવનમાં જે પણ મુસીબતો છે એના પ્રતીકારમાં ન રહો, સ્વીકારમાં રહો. એની ફરિયાદ ન કરો, એને ઘોળીને પી જવાનું સવ દાખવો. મુસીબતો તો તમને મજબૂત બનાવવા આવી છે. એની ફરિયાદો કરતા રહીને તમે કમજોર ન બનતા જાઓ. Page #15 -------------------------------------------------------------------------- ________________ મગજ બદલાવો, જાત બદલાઈ જશે. મારે મિત્ર બનવું છે 'ગન્તવ્યની માત્ર દિશા જ આપણે બદલાવી દઈએ છીએ અને આપણાં મનની દશા બદલાઈ જાય એવી પૂરી સંભાવના છે. પરંતુ એક અતિ મહત્વની હકીકત ખ્યાલમાં છે? આપણાં મગજને આપણે બદલાવી દઈએ છીએ અને આપણે ખુદબદલાઈ જઈએ છીએ. આનો અર્થ? આ જ કે જાતને બદલી દેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, મગજને, અભિગમને સમ્ય બનાવી દઈએ ! વર્તમાન જીવનમાં આપણે એક કામ ખાસ કરવા જેવું છે. મિત્રો શોધવા જવાને બદલે મિત્ર બનવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાનું છે. કારણ ? મિત્રો શોધવા જવામાં બની શકે કે આપણી જાતજાતની અપેક્ષાઓની પૂર્તિની આપણને અપેક્ષા રહે. જાતજાતની આપણી શરતો આપણને એમની પાસે રજૂ કરતા રહેવાનું મન થાય. એ પૂરી ન થતાં | આપણે એમનાથી દૂર જ થઈ જઈએ. જ્યારે આપણે ખુદ જો કોકના મિત્ર બની જવા પ્રયાસ કરશું તો એમાં આપણે આપણાં પશે જાતજાતના પરિવર્તન કરવા પડશે. જેમાં આપણને સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અંતઃકરણને છેતરો નહીં સદ્ભાગ્ય: માર્ગ પર કદમ મૂકવાનું મંજિલે પહોંચવાનું સદ્ભાગ્ય ભલે વિરલ કોટિના આત્માઓને જ મળતું હોય છે પરંતુ માર્ગ પર કદમ મૂકવાનું સદ્ભાગ્ય તો નાના નાના માણસોને ય ઉપલબ્ધ હોય આપણાં અંતઃકરણને જો આપણે અંધારામાં છે તરતા રહેશું તો અજવાળામાં એ અભ્યાસરૂપે પ્રગટ થતું જ રહેશે. આ હકીકત આપણે એક પળ માટેય ભૂલવા જેવી નથી કારણ કે મનનો એક સ્વભાવ છે કે જે સ્થળ પર કે જે વર્તન કે વૃીિ પર કોઈની ય નજર હોતી નથી ત્યાં એ ગરબડ કરી નાખતાં જરાય શરમ અનુભવતું નથી. પણ સબૂર ! આ તો કુદરતનું જગત છે. એના નિયમો એકાદ્ય છે. તમે બીજ ભલે ને અંધારામાં વાવ્યું છે, અજવાળામાં એના અંકુરો પ્રગટ થવાનાં જ છે. તમે પાપ ભલે ને અંધકારમાં સેવ્યું છે, પાપવિચારને તમે ભલે ને અંધકારમાં પુષ્ટ કર્યો છે, અજવાળામાં આચરણરૂપે પ્રગટ થઈને એ તમારો ડૂચો કાઢી નાખવાનો છે. સાવધાન ! પ્રશ્ન એ નથી કે આપણી મંજિલ ખૂબ દૂર છે. પ્રશ્ન એ છે કે આપણા કદમ માર્ગ પર મુકાઈ ગયા છે જ એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ? પ્રભુ આપણને સૌથી વધુ ગમે છે. પ્રભુનાં વચનો આપણને સૌથી વધુ ગમે છે. પ્રભુની આજ્ઞાનું પાલન એ જ આપણું Page #17 -------------------------------------------------------------------------- ________________ સમૂહની ઉપયોગિતા અને ઉપકારિતા લક્ષ્યસ્થાન પર ભલે ને આપણે વ્યક્તિગત જ પહોંચવાનું છે; પરંતુ સમૂહની ઉપસ્થિતિ, સમૂહનો સહવાસ, સમૂહના પ્રયાસો આપણને એ લક્ષ્યસ્થાને પહોંચવામાં સહાય તો કરે જ છે. આપણી પાસે અત્યારે જે પણ યતિજીવન છે એ સાપેક્ષ યતિજીવન છે. સાધના-આરાધના કે સ્વાધ્યાય ભલે આપણે જ કરવાના છે; પરંતુ સમૂહનો સહવાસ અને સમૂહની સહાય વિના એમાં આગળ વધવું કે એમાં ટકી રહેવું આપણા માટે સર્વથા અશક્ય જ છે. જવાબ આપો. સમૂહની આ ઉપયોગિતા આપણાં ખ્યાલમાં ખરી ? સમૂહની આ ઉપકારિતા આપણાં હૃદયમાં પ્રતિષ્ઠિત ખરી? સમૂહ પ્રત્યેના કૃતજ્ઞભાવથી આપણું હૈયું ગદગદું ખરું ? ૩૩ લેતાં થાકી જાય પણ દેતાં ન થાકે એનું નામ પ્રેમ લેતાં થાકી જાય પણ તમને દેતાં દેતાં હાંફ ન ચડે એનું નામ પ્રેમ' કો'ક સ્થળે વાંચવામાં આવેલ પ્રેમની આ વ્યાખ્યાને અમલી બનાવવાનો પ્રયાસ આપણે આજથી જ, અત્યારથી જ શરૂ કરી દેવાની જરૂર છે. વીતેલાં વરસો દરમ્યાન આપણે જેને પણ પ્રેમ આપ્યો છે, જેની પણ સાથે પ્રેમનો સંબંધ બાંધ્યો છે એ પ્રેમને આ વ્યાખ્યાના આધારે ચકાસવા જઈએ તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે સોદાબાજીને જ આપણે પ્રેમનું નામ આપી દીધું છે. અપેક્ષા તૂટી છે, સ્વાર્થ ઘવાયો છે, એ જ પળે Page #18 -------------------------------------------------------------------------- ________________ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત દર્દથી દૂર, વિકાસની સંભાવના પર પૂર્ણવિરામ - બ ળ વાન ' બનવું એ તો એ તાકાત છે જ; પરંતુ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત છે. કમ સે કમ આપણે આ તાકાતના તો માલિક બની જઈએ ! યાદ રાખજો. અજ્ઞાનનો સ્વીકાર જેમ ધીમે ધીમે અજ્ઞાનથી મુક્ત કરી દે છે તેમ નબળાઈનો હૃદયગત સ્વીકાર પણ આત્માને નબળાઈથી મુક્ત કરી દે છે ! અનુશાસન, આજ્ઞાપાલન જીવનમાં એક જાતનું દર્દ જરૂર લાવે છે; પરંતુ કામચલાઉ એ દર્દને જો વેઠી. લેવામાં આવે છે તો એ દર્દ આત્માનો જે વિકાસ કરે છે તે કાયમી હોય છે. પણ સબૂર ! આજ્ઞાપાલનજન્ય કામચલાઉ દર્દથી, 'જે ભાગતો ફરે છે ' એ આત્મા કાયમી વિકાસની સંભાવનાથી દૂરસુદૂર ધકેલાઈ જાય છે. સાવધાન! ૩૫ ૩૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતાની ઇમારત, સદ્ગુણોના પાયા પર પ્રસન્નતાની એક ઇમારત ઊભી થાય છે અનુકૂળતાની જમીન પર અને પ્રસન્નતાની એક ઇમારત ઊભી થાય છે સદ્ગુણોની જમીન પર. પ્રથમ નંબરની પ્રસન્નતા હોય છે સંસારી માણસ પાસે, જ્યારે બીજા નંબરની પ્રસન્નતા હોય છે સાધક પાસે. સંયમી પાસે. પ્રશ્ન પૂછો અંતઃકરણને એની પ્રસન્નતાની જમીન કઈ છે ? અનુકૂળતા કે સદ્ગુણો ? જો અનુકૂળતાની જમીન પર જ પ્રસન્નતાની ઇમારત ઊભી થયેલી હશે તો નિશ્ચિત સમજી રાખજો કે આ ઇમારત કોઈ પણ પળે કડડભૂસ તો થવાની જ છે પરંતુ અંતિમ સમયે ધ્વસ્ત થઈ ચૂકેલી એ ઇમારત દુર્ધ્યાનનો શિકાર બનાવી દઈને આત્માને દુર્ગતિમાં ધકેલી દેવાની છે. સાવધાન! દોષની સજ્જનતા ઘરમાં આવી ગયેલ મહેમાન પ્રત્યે તમે ગમે તેટલો અણગમો દર્શાવો, એ મહેમાન જો નફફટ અને નિર્લજ્જ હશે તો તમારા ઘરમાંથી જવાનું નામ જ નહીં લે. પણ સબૂર ! દોષ એક એવો સજ્જન અને ખાનદાન મહેમાન છે કે એક વાર પણ તમે એના પ્રત્યે હૃદયનો અણગમો દર્શાવો, એ તમારા જીવન-ઘરમાંથી રવાના થઈ જવા તુર્ત જ બિસ્તરાપોટલા બાંધવા લાગશે. કરુણતા આપણાં જીવનમાં એ સર્જાઈ છે કે અણગમો દર્શાવ્યા વિના આપણે દોષના આ મહેમાનને જીવનઘરમાંથી રવાના કરી દેવા ધમપછાડા કર્યા છે પણ એ બધાય ધમપછાડા વ્યર્થ જ ગયા છે. કારણ ? દોષતિરસ્કાર વિના દોષમુક્તિ નથી જ એ અધ્યાત્મ જગતનો વણલખ્યો નિયમ છે. જે દોષે આપણને દુઃખો જ આપ્યા છે એના પ્રત્યે હવે આપણે અણગમો દર્શાવવાનું શરૂ કરશે ખરા? ૩૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુણની સજ્જનતા અને ખાનદાની દુઃખના સમયમાં વિચાર ‘ત્યારે’નો.. મહેમાન ભલે ને ગમે તેટલો સજ્જન છે, એ તમારે ત્યાં રહી જ જાય એવી ભલે ને તમારી જોરદાર ઇચ્છા છે, ભલેને તમે એની ઉપસ્થિતિ પ્રત્યે ‘ગમો' જ વ્યક્ત કરી રહ્યા છો છતાં પણ એ મહેમાન તમારે ત્યાંથી તુર્ત જ રવાના થઈ જાય એવું બને. પણ સબૂર ! ગુણ એ એક એવો સજ્જન અને ખાનદાન મહેમાન છે કે એના પ્રત્યે તમે માત્ર ગમો’ વ્યક્ત કરો, એ તમારા જીવનઘરમાં કાયમ માટે રહી જવા તૈયાર થઈને જ રહેશે. યાદ રાખજો, ગુણ પક્ષપાત વિના ગુણાધાન શક્ય જ નથી બનવાનું. જરૂર છે ગુણને ગમાડવાનું ! બેડો પાર છે. પાપના ઉદયજન્ય દુઃખનો જીવનમાં જ્યારે પણ અનુભવ થાય ત્યારે મનને સમાધિમાં રાખવા માટે ‘ત્યારે ના વિચારને આત્મસાત કરતા રહેવાની ખાસ જરૂર છે. ‘ત્યારે’ એટલે ? ‘ભૂતકાળના કોક ભવોમાં મારાથી અચૂક ભૂલ થઈ જ હશે. એ વિના આ દુઃખો આવે જ ક્યાંથી?' આ વિચારણા ! જવાબ આપો. પરમાત્મા મહાવીરદેવના કાનમાં ખીલા ઠોકાયાની વેદનાની વાત સાંભળવા મળતાંની સાથે જ આપણે એમનો સારો એ ભવ આંખ સામે લાવી જ દઈએ છીએ ને કે જે ભવમાં એમણે શવ્યાપાલકના કાનમાં ગરમ ગરમ સીસું રેડી દીધું હતું ! જો પ્રભુ પર આવેલાં દુઃખોમાં આપણે પૂર્વના ભવોને આંખ સામે લાવી જ દઈએ તો આપણા પર આવતાં દુઃખોમાં આપણા પૂર્વભવોને આંખો સામે કેમનલાવીએ? Page #21 -------------------------------------------------------------------------- ________________ સુખના સમયમાં વિચાર ‘અત્યારે’નો... ભાવિને બગાડવાની ભૂલ ન કરો પુણ્યકર્મના ઉદયજન્ય સુખનો જીવનમાં જ્યારે પણ સમય ચાલતો હોય ત્યારે એ સમય આત્મા માટે લાભકારી નીવડી જાય એ માટે ‘અત્યારે'ના વિચારને આપણે આત્મસાતુ કરી લેવાની જરૂર છે. અત્યારે ? એટલે ? આ જ કે સાચે જ જો હું સાધના કરી લેવા માગું છું તો એના માટે મારી પાસે અત્યારનો સમય જ શ્રેષ્ઠ છે. અનુકૂળતાના સમયમાં જો હું સાધના નહીં કરી લઉં તો પછી કરી શક્યારે? ના...આજ આજ ભાઈ અત્યારે.. કબૂલ, બે વરસ પૂર્વે કોકે મારું અપમાન કર્યું જ હતું. કબૂલ, એક વરસ પૂર્વે ગુરુદેવે વગર ભૂલે મને બધાયની વચ્ચે ઉતારી પાડ્યો હતો..કબૂલ, હજી ગઈ કાલે જ જાણી જોઈને સહવર્તી મુનિવરે ગોચરીમાં મારી અવગણના કરી હતી. કબૂલ, હજી કલાક પહેલાં જ જાણી જોઈને એક . શ્રાવક મારા પ્રત્યે ક્રોધ કરી બેઠો હતો. - પ્રશ્ન એ છે કે શું મારા પ્રત્યેના ભૂતકાળના - કોકના નકારાત્મક વર્તનની સ્મૃતિથી - હું મારા વર્તમાનને બગાડી તો દ નથી રહ્યો ને ? જો હા, તો એનો અર્થ એટલો જ છે કે હું મારા ભાવિને પણ બગાડવાનું અત્યારથી | રિઝર્વેશન કરી રહ્યો છું ! સાવધાન! Page #22 -------------------------------------------------------------------------- ________________ વિસ્મયભાવને જીવંત રાખો. - કષ્ટો સુખદાયી ભલે નથી, ફાયદાકારક તો છે જ પગમાં ઘૂસી ગયેલ કાંટાને કાઢી. નાખવાથી થતી પીડા સુખદાયી નથી હોતી એમાં તો ક્યાં કોઈને પૂછવું પડે તેમ છે ? પણ એ પીડા ફાયદાકારક બનીને જ રહે છે એ તો આ શંકાવિનાની વાત છે. સંયમજીવનનાં જે પણ કષ્ટો છે - લોચનાં કે વિહારનાં, ગરમીનાં કે ઠંડીનાં, નિયંત્રણનાં કે આજ્ઞાકારિતાનાં - એ તમામ કણે સુખદાયી ભલે નથી પણ આત્મા માટે ફાયદાકારક તો છે જ. આ સત્ય આપણે અસ્થિમજ્જા બનાવી દેવાની જરૂર છે. આપણી આ શ્રદ્ધા આપણને કષ્ટોમાં નિઃસવતાના શિકાર તો નહીં બનવા દે પરંતુ વધુ ને વધુ સાવિક બનાવી દઈને લખલૂટ કર્મનિર્જરાના ભાગી બનાવશે ! ઉંમર તો આપણને ઘરડા જ્યારે બનાવશે ત્યારે પણ અધ્યાત્મના જગતમાં સાચે જ આપણે જો ઘરડા બનવા નથી માગતા તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, વિસ્મયભાવને સદાય જીવંત રાખો. | પર્યાય ભલે ને ગમે તેટલો મોટો હોય, પદવી ભલે ને ગમે તેટલી ઊંચી હોય, વિદ્વા ભલે ને પરાકાષ્ઠાની હોય, સમાજમાં ખ્યાતિ ભલે ને જોરદાર હોય, પણ પ્રભુશાસન પ્રત્યેનો, પ્રભુ વચનો પ્રત્યેનો, હાથમાં રહેલ સંયમજીવન પ્રત્યેનો, ઉપકારી ગુરુદેવ પ્રત્યેનો વિસ્મયભાવ જો હૃદયમાં ધબકતો જ છે તો આપણે યુવાન જ છીએ, પ્રભુ વીરના વચનો ગૌતમસ્વામી હંમેશા વિસ્મયભાવથી જ સાંભળતા હતા ને? ૪૪ કરી ના Page #23 -------------------------------------------------------------------------- ________________ ખરાબ સ્વતંત્રતાથી દૂર જ રહીએ સારી સ્વતંત્રતાનો લાભ ઉઠાવતા જ રહીએ... " !!?' પ્રમાદનું સેવન કરતાં આપણને આ જીવનમાં જો કોઈ અટકાવનાર ન હોય, કષાય આપણે જો ગમે તેની સાથે કરી શકતા હોઈએ, દોષિત ગોચરી જો આપણે બે-રોકટોક વાપરી શકતા હોઈએ અને ગુરુદેવ પાસેથી સુખશીલતા પોષવાની ધારી છૂટ જો આપણે લઈ શકતા હોઈએ તો એ સ્વતંત્રતા જરૂર છે પણ એ ખરાબ સ્વતંત્રતા છે. આ જીવનની સમાપ્તિની સાથે જ આત્માને એ ખરાબ સ્વતંત્રતા એવી ગતિમાં રવાના કરી દેવાની છે કે જે ગતિમાં લમણે પરાધીનતા સિવાય બીજું કશું જ ઝીંકાવાનું નથી. | ‘જે ધારીએ તે આપણે કરી શકીએ’ આવી ખરાબ સ્વતંત્રતાથી જાતને દૂર જ રાખશું? હું ધારું ત્યારે સ્વાધ્યાય કરી શકું, તપશ્ચર્યા ઝુકાવી શકું, ગુરુદેવની ભક્તિમાં કલાકોના કલાકો વીતવી શકું, રોજના વીસ-વીસ ઘડા પાણી લાવી શકું, રાતના સો સો લોગસ્સનો કાઉસગ્ન કરી શકું, પરિષહ-ઉપસર્ગો વેઠી શકું. આ એક એવી સરસ સ્વતંત્રતા છે કે જે સ્વતંત્રતાનો ઉપયોગ ભવાંતરમાં મને એવી ગતિની ભેટ ધરી દે છે કે જે ગતિમાં મળતી અનુકૂળતાઓ મારા આત્માની પરમગતિનજીક લાવીને જ રહે. સંયમજીવનમાં જે કરવા જેવું હોય એ બધું જ કરી શકીએ.' આ સારી સ્વતંત્રતા જો આપણી પાસે હોય તો એનો ભરપૂર લાભ આપણે ઉઠાવતા રહેવા જેવું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સવક્ષેત્રે સાવધ ખરા ? શ્રદ્ધાની મંદતા સમ્યદર્શન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ હોવાથી મનમાં જ્યાં પણ પ્રભુવચનો પ્રત્યે શંકાનો ભાવ ઊઠે છે ત્યાં એ જ પળે ત્યાંથી પાછા ફરી જવાની વૃત્તિ મનમાં જાગી જાય છે. પરંતુ સબૂર ! સવની કચાશ ચારિત્રજીવન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ ન હોવાથી આપણે સવવૃદ્ધિ માટે કે સવરક્ષા માટે એટલા સાવધ રહેતા નથી. અને આપણી આ અસાવધગીરી બની શકે કે આવતીકાલે આપણાં ચારિત્ર જીવન માટે આત્મઘાતક પુરવાર થાય. સાવધાન! ૪૭ દ્રવ્યમાં રાગ જીવંત તો દ્રવ્યક્રિયામાં ભાવ જીવંત કેમ નહીં ? ગોચરીનાં દ્રવ્યોમાં દૂધ કે ઘી, દાળ કે શાક, રોટલી કે ભાત ભલે ને રોજ આપણે વાપરીએ છીએ પણ એ દ્રવ્યોમાં આપણને રાગ થતો જ નથી એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે નથી જ. પ્રશ્ન એ છે કે રોજના વપરાશનાં દ્રવ્યોમાં રાગને જીવંત રાખનારા આપણે રોજની આવશ્યક ક્રિયાઓમાં ભાવને જીવંત રાખીએ છીએ ખરા? જો ના, તો ભવાંતરમાં આપણી સાથે વારસો શેનો આવશે ? રાગનો કે બહુમાનભાવનો ? સંક્લેશનો કે અહોભાવનો ? ગલત વૃદ્ધિનો કે સમ્યક્ સંસ્કારોનો ? સાવધાન! ૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ શુભને બહાર લાવવા શુભ આપતા જ રહીએ થીજેલા ઘીને આગથી દૂર જ રાખીએ ઘી ભલે ને થીજી ગયેલું છે. આગની નાનકડી ચિનગારી એને મળે છે અને એ ઓગળવા લાગે છે. આપણી પાસે રહેલ શુભ ઉપાદાનનું પોત આખરે તો થીજી ગયેલ ઘી જેવું છે. આપણે જો એને સક્રિય બનાવવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠતમ વિકલ્પ આ છે, શુભ નિમિયોની ચિનગારી એને આપતા જ રહીએ. કદાચ મામૂલી શુભનિમિોની એને અસર ન થાય તો પ્રબળ અને પુષ્કળ શુભનિમિયો એને આપતા રહીએ. પ્રભુશાસનનો રાજમાર્ગ આ જ છે. શુભને બહાર લાવવું છે ? શુભ કબૂલ, હાથમાં જીવન સંયમનું છે. શરીર પર વેશ સંયમીનો છે. રોજિંદી ક્રિયાઓ સંયમજીવનને અનુરૂપ છે અને તોય મનમાં પશુજગતની તમામ વૃતિઓ આપણે લઈને બેઠા છીએ એ ય છે, એટલી જ વાસ્તવિકતા છે. જો એ ગલત વૃઓિને આપણે પ્રવૃતિરૂપ બનવાદેવા નથી માગતા તો એનો એક જ વિકલ્પ છે. જાતને ગલત નિમિતોથી દૂર જ રાખીએ. થીજેલા ઘી જેવા ગલત ઉપાદાનને જો આપણે ઓગળવા દેવા નથી જ માગતા તો ગલત નિમિયોની આગથી એને દૂર રાખીએ એ જ રાજમાર્ગ છે ને? Page #26 -------------------------------------------------------------------------- ________________ સત્યપુરુષાર્થનો અંત એ જ મૃત્યુ પવન હાજર, પ્રકાશ ગેરહાજર ! પવન જીવનના અંતવાળા મૃત્યુને તો આપણે અટકાવી શકવાના નથી; પરંતુ સપુરુષાર્થનો અંત એ જ મૃત્યુ'ની અધ્યાત્મજગતમાં જે વ્યાખ્યા છે એ મૃત્યુને તો આપણે અટકાવી શકીએ છીએ ને ? એક કામ કરીએ. સપુરુષાર્થને ક્યાંય વિરામ ન આપીએ. જીતી જશું. હાજર હોય અને પ્રકાશ ગેરહાજર હોય એવા મકાનમાં રહેવા માટે સંસારી માણસ જો તૈયાર થતો નથી તો ઉપશમભાવનો પવન હાજર હોય પરંતુ સમ્યક જ્ઞાનનો પ્રકાશ ગેરહાજર હોય એવા જીવનને અધ્યાત્મજગત પણ વંદનીય ક્યાં માને છે? આંખ સામે લાવો અગ્નિશર્માને. ત્રણ ત્રણ માસખમણનાં પારણાં ચુકાઈ ગયા પછી ય એ ણે ટકાવી રાખે લો ઉપશમભાવ સમ્યકજ્ઞાનના અભાવમાં ફળહીન જ બની ગયો ને ? પવન-પ્રકાશ બંને જોઈએ જ. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ હાજર, પવન ગેરહાજર ! પવન અને પ્રકાશ બંને હાજર... | કલ્પના કરો એવા મકાનની કે જે મકાનમાં પ્રકાશ તો હાજર હોય પણ પવન ગેરહાજર હોય ! એવા મકાનમાં ઠંડકની ગેરહાજરીમાં માણસ બફાઈ જ જાયને? જીવનમાં સમ્યક જ્ઞાનનો પ્રકાશ ભલે ને હાજર છે પણ ઉપશમભાવનો પવન જો ગેરહાજર છે તો એ જીવન અધ્યાત્મજગતમાં એવું : ગૌરવપ્રદ નથી જ બનતું. આ ક્ષાયિક સમકિતના ધણી મહારાજા શ્રેણિક પાસે સમ્યફજ્ઞાનનો પ્રકાશ તો હાજર હતો જ ને ? પણ ઉપશમભાવના પવનની ગેરહાજરીએ એમના આત્માની કેવી કફોડી પ્રકાશ જ્યાં ભરપૂર હોય અને પવનની જ્યાં ભરપૂર અવરજવર હોય એ મકાન કોની પ્રશંસાનો વિષય નથી બનતું એ પ્રશ્ન છે. સમ્યકજ્ઞાનના પ્રકાશથી ઝળહળતું અને ઉપશમભાવના પવનની ઠંડક પ્રસરાવતું અધ્યાત્મજીવન એ જ સાચા અર્થમાં વંદનીય, પ્રશંસનીય અને અનુકરણીય બનતું હોય એ સહુને સમજાય તેવી વાત છે. આંખ સામે લાવો મહામુનિ ગજસુકુમાળને. મસ્તક પર ખેરના અંગારા અને એ જાલિમ વેદના વચ્ચે ય પ્રકાશ અને પવનના સહારે કે વળ શાનની પ્રાપ્તિ ! કમાલ ! કમાલ! Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવના આનંદને આપણે સમજીએ પ્રભુની આજ્ઞાઓને આપણે જીવનના અંત સુધી ય સમજી શકશું ખરા ? ટૂંકું આયુષ્ય, મંદ ક્ષયોપશમ, નબળું શરીર અને નિઃસવ મન. આ નબળાં પરિબળોના સહારે આપણે પ્રભુથી થોડીક પણ આજ્ઞાઓ જો સમજી શક્યા તો ભયો ભયો ! કદાચ એમ કહું કે ચૌદ પૂર્વધરો પણ પ્રભુની બધી જ આજ્ઞાઓને સમજી શકતા નથી તો એમાં ય કોઈ અતિશયોક્તિ નથી. પણ, જો આપણે ગુરુદેવના આનંદને સમજવા માગીએ છીએ તો એમાં આપણને કોઈ જ તકલીફ પડે તેમ નથી. પ્રભુની આજ્ઞાઓને સમજવા પ્રયાસ જરૂર કરીએ પણ ગુરુદેવના આનંદને તો ૫૫ આજ્ઞા મુજબ જીવવું છે ? કે આનંદ મુજબ ? પ્રભુની આજ્ઞા મુજબનું જીવન બનાવવાના પ્રયાસો આપણે પછી કરશું, પહેલાં ગુરુદેવના આનંદ મુજબનું જીવન બનાવવા તો પ્રયત્નશીલ બનીએ ! યાદ રાખજો. મન બદમાશ છે. ગુરુદેવના આનંદને સમજી શકવા છતાં એ આનંદ મુજબ જીવન જીવવા એ તૈયાર થશે નહીં અને પ્રભુની આજ્ઞાઓને ન સમજી શકવા છતાં એ આજ્ઞાઓ મુજબ જીવન જીવવાનો જ એ આગ્રહ કર્યા કરશે! કારણ? આનંદ મુજબ જીવન જીવવા જવામાં સ્વચ્છંદવૃદ્ધિનું બલિદાન આપવું પડે છે જ્યારે આજ્ઞા મુજબ જ જીવન જીવવાના આગ્રહી બન્યા રહેવામાં અહં પુષ્ટ કરી શકાય છે. મનની આ બદમાશીને તોડવી છે ? આવો, ગુરુદેવના આનંદને જીવનનું લક્ષ્ય બનાવી દઈએ. આજ્ઞાનું પાલન જીવનમાં આવીને જ રહેશે ! દેવ અને ગુરુ બંને સચવાઈ જશે. ૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ ‘હેતુ’ નહીં પણ ‘સેતુ' ‘હેત’ વિના ‘હિત ?' અસંભવ ! અપેક્ષા જ્યાં પણ તૂટે, સ્વાર્થ જ્યાં પણ ઘવાય ત્યાં દરેક સ્થળે ‘હેતુ’ ને જ તપાસતા રહેવામાં મન દુર્ગાનનું અને દુર્ભાવનું શિકાર બન્યું રહે એવી પૂરી શક્યતા છે. એ સંભવિત અપાયથી જાતને બચાવી , લેવી છે? સેતુ' બન્યા રહેવાની પ્રભુની આજ્ઞાને સતત આંખ સામે રાખો. જીવ માત્ર , પ્રત્યે મૈત્રીભાવ ટકાવી રાખવાની પ્રભુની આજ્ઞાનું પાલન એ જ છે સેતુકાર્ય. એ કરતા રહીએ. ‘હિત’ ચાહે મારે મારું સાધવું છે કે અન્ય કોઈ જીવનું સાધવું છે, ‘હેત'ના રસ્તાને અપનાવ્યા વિના મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. દુ:ખદ વાસ્તવિકતા એ છે કે જીવો પ્રત્યેના હેતની, જીવ માત્ર પ્રત્યેના મૈત્રી ભાવની, જીવો પ્રત્યેના સદ્ભાવની મહા અનંત જ્ઞાનીઓએ આપણને જે રીતની દર્શાવી છે એ રીતની આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ નથી. છતાં સ્પષ્ટ સમજી રાખવા જેવું છે આપણે કે મુખ વિના નળી વાટે યા પેટમાં ભોજન મોકલી શકાશે પરંતુ ‘હેત’, વિના ‘હિતની મંજિલે તો ક્યારેય નહીં ) પહોંચી શકાય. પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિકાસ, અહંકારના ભવન માટે એક એક ઇંટ સમાન ? કાલ કરતાં આજે સ્વાધ્યાયના ક્ષેત્રે મારી પ્રગતિ વિશેષ નોંધપાત્ર રહી. તપના ક્ષેત્રે સંયમજીવનના શરૂઆતના દિવસો કરતાં હું આજે ખૂબ આગળ નીકળી ગયો છું. મારી વિદ્યામાં રોજરોજ વિશેષ પ્રગતિ થઈ રહી છે પણ સબૂર ! આ વિકાસ અહંકારના ભવન માટે એક એક ઇંટરૂપ પુરવાર ન થાય એની ખાસ તકેદારી આપણે રાખવાની છે. અન્યથા બને એવું કે વિકાસથી અહંકાર પુષ્ટ કરતા રહીને આપણે ખુદ એ અહંકારના ભવનમાં કેદ થઈ જઈએ. અસ્થિવિસર્જન બરાબર સ્મૃતિ વિસર્જનનું શું ? સંસારના ક્ષેત્રમાં એવું સાંભળવા આપણને મળે છે કે શબના અગ્નિસંસ્કાર થઈ ગયા બાદ નદીમાં એનાં અસ્થિનું વિસર્જન કરી દેવામાં આવે છે. અસ્થિ વિસર્જન થતાંની સાથે જ તત્સંબંધી શોક વગેરેમાંથી એનાંસ્વજનો મુક્ત થઈ જાય છે. મારે વાત એ કરવી છે કે સંયમજીવનની પ્રત્યેક પળને આપણે જો તાજગીસભર, વિશુદ્ધિસભર અને પ્રસન્નતાસભર રાખવા માગીએ છીએ તો આપણે સ્મૃતિ વિસર્જન કરતા રહેવાની બાબતમાં હંમેશાં અગ્રેસર રહેવાની જરૂર છે. સ્મૃતિ વિસર્જન એટલે ? ભૂતકાળમાં બની ગયેલા કોઈ પણ નબળા પ્રસંગનો મનમાં સંગ્રહ જ નહીં. યાદ રાખજો, અસ્થિવિસર્જન નથી પણ થતું તો ય સંસારી માણસનું જીવન વ્યવસ્થિત ચાલતું રહે છે પણ સ્મૃતિ વિસર્જન જો નથી થતું તો સંયમીનું સંયમજીવન તો રવાડે ચડી જાય છે. સાવધાન! 50 Page #31 -------------------------------------------------------------------------- ________________ ગમે છે “ખંડ’ લાવવું પડે છે “અખંડ’ સુખ આપ્યાનું સુખ અનુભવે એ મુનિ હું પુષ્પના રંગને જ્યારે સ્વીકારું છું કે ત્યારે એના આકાર પર પણ મારી પસંદગી થઈ જ જાય છે. આ વાસ્તવિકતા આપણે જીવોની બાબતમાં સમજી રાખવાની છે. જે પણ વ્યક્તિના જે પણ ગુણના કારણે એ વ્યક્તિને આપણે સ્વીકારી હોય, એ વ્યક્તિમાં રહેલ દોષોને પણ આપણે નભાવી જ લેવા પડતા હોય મુનિની આમ તો ઘણી વ્યાખ્યા છે પરંતુ એક અલગ સંદર્ભમાં મુનિની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે “સુખ આપ્યાનું સુખજે અનુભવતો રહે એ મુનિ' જે આમેય જગતના જીવમાત્ર પ્રત્યેના સ્નેહનું ઝરણું આપણાં અંતરમાં સતત વહેતું જ હોય છે ને ? અને સામાના સુખમાં સુખનો અનુભવ કરતા રહેવું એ જ તો સ્નેહનું કાર્ય છે ને? જવાબ આપો. આ વ્યાખ્યામાં આપણું અંતઃકરણ ગોઠવાય છે ખરું? પ્રભુ ભલે પરાર્થ વ્યસની હતા. આપણે સુખપ્રદાન વ્યસની ખરા? સ્નેહના કારણે મા પોતાના બાળકને સુખ આપ્યા વિના જો રહી જ નથી શકતી તો આપણે તો જગતના જીવમાત્રની “મા” છીએ. આપણી મનઃસ્થિતિ આ જ ને? ટૂંકમાં, અહીં પસંદ તમને ભલે “ખંડ' જ હોય છે. ‘અખંડ' ને તમારે અપનાવવું જ પડે છે." દુર્ભાવનાં મૂળમાં છે શું ? અખંડમાંના કેટલાક ખંડનો જ સ્વીકાર. ના. તમે પથ્થરના ગમતા ભાગને સ્વીકારી લઈને અણગમતા ભાગને દૂર રાખી શકશો પણ Page #32 -------------------------------------------------------------------------- ________________ દુઃખ આપ્યાનું સુખ ન અનુભવે એ મુનિ અન્યને સુખ મળ્યાનું દુઃખ ન અનુભવે એ મુનિ મુનિની એક અલગ વ્યાખ્યા કરવી હોય તો આ પણ કરી શકાય કે “દુઃખ આપ્યાનું સુખ ક્યારેય ન અનુભવતો રહે એ મુનિ.' બની શકે કે છદ્મસ્થવશાત્ કોકના પ્રત્યે આપણે આવેશમાં આવી ગયા હોઈએ અને એના દુઃખમાં આપણે નિમિા બની ગયા હોઈએ, સામી વ્યક્તિના અપરાધ બદલ એને આપણે સજા કરવી જ પડી હોય અને એના કારણે એના મનમાં આપણાં પ્રત્યે દુર્ભાવ ઊભો થઈ જ ગયો હોય અને તોય આપણે એનાદુઃખમાંથી સુખ અનુભવવાની હલકટતા તો ક્યારેય દાખવવાની નથી. ‘હાથ મારે ત્યારે ય હૈયું રડે” મા જો આ વ્યાખ્યા લઈને બેઠી છે તો જગતના જીવમાત્રની માછીએ આપણે. આ વ્યાખ્યામાં આપણે તો હોઈએ જ ને? મુનિની એક મસ્ત વ્યાખ્યા કરવી હોય તો આ પણ કરી શકાય કે અન્યને સુખ મળ્યાનું દુઃખ ક્યારેય ન અનુભવતો રહે એ. મુનિ.' ભલે ને આપણે સંયમી છીએ પણ આ તો સંસાર છે. અહીં પુણ્યના ક્ષેત્રે તમારાથી આગળ નીકળી જતા સંયમીઓ પણ હોવાના અને ગુણના ક્ષેત્રે તમારાથી આગળ નીકળી ગયેલા સંયમીઓ પણ હોવાના જ. જો એ તમામનાં દર્શને આપણું અંતઃકરણ વ્યથાથી વ્યાપ્ત બની જતું હોય અને ઈર્ષ્યાથી ગ્રસ્ત બની જતું હોય તો પછી સંસારીમાં અને આપણામાં ફેર શું? ના, પ્રમોદ ભાવના એ તો સંયમીની શ્રીમંતાઈ છે. એનાથી Page #33 -------------------------------------------------------------------------- ________________ અન્યને દુઃખ મળ્યાનું દુઃખ અનુભવતો રહે એ મુનિ અહંકારીની ચરબી મગજમાં મુનિની એક વ્યાખ્યા આ પણ કરી શકાય કે “અન્યને દુ:ખ મળ્યાનું દુઃખ સતત અનુભવતો રહે એ મુનિ - તાર્કિક શિરોમણી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે તો ત્યાં સુધી લખી દીધું છે કે ‘સામી વ્યક્તિના દુ:ખનું પ્રતિબિંબ જો તમારા અંતઃકરણમાં નથી પડતું તો તમે આપ્ત જ નથી.' જો સંસારના આરંભ-સમારંભમાં બેઠેલ એક સંસારી આત્મા પાસે પણ આવું સંવેદનાસભર " અંતઃકરણ હોવું જોઈએ તો પછી આપણા માટે તો વાત જ શી કરવાની ? સમ્યક્દર્શનનું ચોથું પહેલવાનની ચરબી તો એના શરીરમાં હોય છે; પરંતુ અહંકારીની ચરબી તો એના મગજમાં હોય છે.' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્યના સંદર્ભમાં વિચારવું હોય તો વિચારી શકાય કે શરીરની ચરબી વધુમાં વધુ મોત જ આપે છે પરંતુ અહંકારની ચરબી તો આત્માનેદુર્ગતિમાં ધકેલી દે છે. જવાબ આપો. આપણે વધુ સાવધ કઈ બાબતમાં ? શરીરમાં ચરબી જમા ન થઈ જાય એમાં ? કે પછી મગજમાં ચરબી જમા ન થઈ જાય એમાં? આપણે વધુ વ્યથા શેની અનુભવીએ ? શરીરમાં ચરબીના થર જામી ગયાની ? કે મગજમાં અહંકારની ચરબી જામી ગયાની? અહંકારની ચરબીને નામશેષ કરી નાખવા માટે જ મળેલા આ સંયમજીવનમાં એ ચરબીને વધારવાની ભૂલ આપણે ક્યારેય ન કરીએ ! Page #34 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અભ્યાસ બરાબર, સંવેદનાનું શું ? મનનાં ગલત પરિણામ : વચન-કાયાનું બળ ન આપો. શાસ્ત્રોની પંક્તિઓને સમજતા. ' રહેવાનો તો સંયમજીવનમાં અન્ય કે કોઈ વિકલ્પ જ નથી પરંતુ પ્રશ્ન એ છે - કે શાસ્ત્રની પંક્તિઓ જેમ વધુ ને વધુ ખૂલતી જાય તેમ હૃદય વધુ ને વધુ છે સંવેદના અનુભવતું રહે છે કે કેમ? જો એ બાબતમાં આપણી સતત પીછેહઠ જ થઈ રહી . હોય તો નિશ્ચિત સમજી રાખવા જેવું છે કે શાસ્ત્રપંક્તિઓનાં રહસ્યો ખોલી શકતી આ વિદ્વા કદાચ આપણા આત્માની દુર્ગતિ સર્જીને જ રહેવાની છે. ચૌદપૂર્વના રચયિતા ગણધર ગૌતમ સંવેદનશીલ હૈયું ધરાવી શકે અને મામૂલી વિદ્યા ધરાવતા નદીની ભલે ને લાખ ઇચ્છા છે કે મારે બે કાંઠે વહેવું નથી જ; પરંતુ ઉપરવાસમાં વરસાદ ધોધમાર હોય છે ત્યારે નદીને બે કાંઠે વહેવું ફરજિયાત બની જાય છે. કબૂલ, આપણે અંતરથી ઇચ્છીએ છીએ કે મનને અસંયમના પરિણામનું શિકાર નથી જ બનવા દેવું પરંતુ ભૂતકાલીન ભવોનો ગલત સંસ્કારોનો વારસો જો આપણે અહીં લઈને જ આવ્યા છીએ તો મનને અસંયમના પરિણામનું શિકાર બનતું અટકાવવું મુશ્કેલ જ બની રહેવાનું છે. એક કામ આપણે કરી શકીએ. અસંયમના મનના પરિણામને વચનનું અને કાયાનું બળ તો હરગિજ ન જ આપીએ. ઘણાં બચી જશું. Page #35 -------------------------------------------------------------------------- ________________ પથિક અને પથ, બંને પ્રભુ જ પ્રભુના સાધના જીવનને આંખ સામે રાખીએ તો આપણને પ્રભુમાં ‘પથિક'ના દર્શન થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એમની જ્વલંત સાધના જોતાં આંખોમાં આશ્ચર્યના અને અહોભાવનાં આંસુ આવી જાય. પરંતુ કેવળજ્ઞાન પામ્યા પછી તીર્થની સ્થાપના કરતાં પ્રભુને આપણે આંખ સામે લાવીએ તો આપણને એમાં ‘પથ’નાં દર્શન થાય. બસ, એમને આપણે પકડી રાખીએ, મંજિલે આપણે પહોંચીને જ રહીએ. કેવું સદ્ભાગ્ય છે આપણું ? પથિક અને પથ, બંનેનાં સ્વરૂપમાં આપણને પ્રભુ જ મળી ગયા. હવે આપણે બીજે-ત્રીજે ક્યાંય ભટકવાની જરૂર ખરી? મન : જેની પાસે આપણે સૌથી વધુ જઈએ છીએ... આપણી પાસે સૌથી વધુ કોણ આવે છે ? સહવર્તી મિત્ર મુનિવરો ? ભક્ત શ્રાવકો ? ના. આપણે સૌથી વધુ નજીક કોની પાસે જઈએ છીએ ? પ્રભુ પાસે ? ગુરુદેવ પાસે? સહવર્તી મુનિવરો પાસે ? ના. એક ‘મન’ જ એવું છે કે જે આપણી પાસે સૌથી વધુ આવે છે અને જેની પાસે આપણે સૌથી વધુ જઈએ છીએ. જવાબ આપો. આ મન આપણે કેવું રાખ્યું છે? સુ-મન ? કે પછી દુશ્મન ? સમાધિમસ્ત? કે પછી સંક્લેશગ્રસ્ત ? Page #36 -------------------------------------------------------------------------- ________________ બહિર્મુખતા ઘટતી જાય...અંતર્મુખતા વધતી જાય... જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ આપણું સંયમજીવન જામતું જ જાય છે એની પ્રતીતિ જો આપણે કરવા માગીએ છીએ તો આ રહ્યું એનું સમીકરણ. પેટ નાનું થતું જાય અને મન મોટું થતું જાય એ સંયમજીવન જામી ગયાની નિશાની.' પેટ નાનું થતું જાય એનો અર્થ આ કે બહિર્મુખતા ઘટતી જાય અને મન મોટું થતું જાય એનો અર્થ આ કે અંતર્મુખતા વધતી જાય. આખરે પેટનો અર્થ છે શું ? બહારથી અંદર ઠલવાતું જાય ! મનનો અર્થ છે શું ? અંદરથી બહાર આવતું જાય ! સંક્લેશોને વિરામ આપીએ. વિશુદ્ધિને છલકાવતા રહીએ. સંયમજીવન સાર્થક ! મોજાં તો હાજર છે-પાળ તોડી નાખીએ સાગરમાં ઊઠતાં મોજાંઓ ભલે ને ગમે તેટલા વિરાટ છે, કિનારા પર બંધાયેલ પાળ સાથે ભટકાતા રહીને એ મોજાંઓ ફીણ ફીણ થઈ જાય છે. ગુરુદેવશ્રીની કે સહવર્તિ મુનિવરોની આપણા પ્રત્યેની લાગણી ભલે ને ગમે તેટલી વિરાટ છે, જો આપણે આપણાં મનની આસપાસ અહંકારની મજબૂત પાળ બાંધીને જીવી રહ્યા છીએ તો લાગણીઓનાં એ વિરાટ મોજાંઓ પણ ફીણ ફીણ થઈને જ રહે છે. ‘ફીણ ફીણ થઈને રહે છે’ એટલે ? એટલે આ જ કે લાગણીઓનું એ પાવન જળ આપણને સ્પર્શી શકતું નથી. લાગણીઓનાં એ પાવન જળથી આપણે ભીંજાઈ શકતા નથી. આપણે એક જ કામ કરવા જેવું છે. મોજાં તો હાજર જ છે. આપણે પાળ તોડીનાખીએ. ૭૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ 1 માફી આપવામાં ભારે હિંમત જોઈએ છે ભીષ્મ તપશ્ચર્યાઓ કરવા માટે પ્રચંડ સવની જરૂર પડે છે એની ના નહીં, લોહી-પાણી એક કરી નાખે એવો સ્વાધ્યાય કરવા પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે એની ય ના નહીં, એક જ દિવસમાં ૩૫૪૦ કિલોમીટરનો વિહાર કરવાના આવી ગયેલ પડકારને ઝીલી લેવામાં પ્રચંડ હિંમતની જરૂર પડે છે એની યના નહીં પણ, ભૂલ કરનારને માફ કરી દેવામાં અને આપણી ભૂલ કાઢનાર પ્રત્યે સદ્ભાવ ટકાવી રાખવામાં તો જે હિંમતની જરૂર પડે છે એનું તો વર્ણન થાય તેમ નથી. યાદ રાખજો, સાકર અને દૂધ વિના જેમ માવાની બરફી શક્ય નથી તેમ ક્ષમા અને પ્રેમ વિના સંયમજીવનનાં પરિણામ ટકાવવા શક્ય નથી. આપણી પાસે આ બંને ઉદા પરિબળો ખરા? ર હૃદયનો બહુમાનભાવ ભક્તિરૂપે સક્રિય થવા તૈયાર ? વાદળાંના ગડગડાટનો અવાજ સંભળાયા પછી ય ટહુકવા ન લાગે એ જો મોર નહીં તો સંયોગ-સામગ્રી બધું ય અનુકૂળ મળ્યા પછી ય ભક્તિ માટે તલપાપડ ન થાય એ સાચો બહુમાનભાવ નહીં. સતત આ ગણિતના આધારે તપાસતા રહેજો હૃદયના બહુમાનભાવને. એ ભક્તિરૂપે સક્રિય થવા સતત તૈયાર હોય છે ખરો ? ભક્તિરૂપે સક્રિય થયા વિના એ સતત બેચેની અનુભવતો રહે છે ખરો ? જો હા, તો માનજો કે આપણા હૃદયનો બહુમાનભાવ એ સાચો બહુમાનભાવછે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સક્રિય બહુમાનભાવ એ જ ભક્તિ વિધિને સમજવા મન બરાબર છે પણ...? મોર ટહુકવા તૈયાર છે પણ વાતાવરણમાં નથી ઠંડો પવન કે નથી વાદળાંનો ગડગડાટ. એ શાંત ન બેઠો હોય તો કરે શું? અંતરમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકેલો બહુમાનભાવ ભક્તિરૂપે સક્રિય થવા તૈયાર છે એમ નહીં, ભારે તલપાપડ પણ છે પરંતુ ભક્તિ માટેના કોઈ સંયોગો જ નથી, ભક્તિ માટેની અનુકૂળ સામગ્રી જ નથી. બહુમાનભાવ નિષ્ક્રિય ન પડ્યો રહે તો બીજું થાય શું? આંખ સામે રાખી દેજો આ ગણિત. સક્રિય થતો બહુમાનભાવ એ જો ભક્તિ છે તો નિષ્ક્રિય રહેતી ભક્તિ એ બહુમાનભાવ છે. આપણી પાસે આ બંને હાજર ખરા? મુંબઈ અને દિલ્લી વચ્ચેના અંતરને સમજવામાં, કાપવામાં અને પૂરું કરવામાં આવી કોઈ ખાસ તકલીફ પડે તેમ નથી પરંતુ મન અને અંતઃકરણ વચ્ચેના, બુદ્ધિ અને લાગણી વચ્ચેના અંતરને સમજતા, કાપતાં અને પૂરું કરતાં તો નવનેજાં પાણી ઊતરી જાય તેમ છે. પણ એ અંતરને સમજી લીધા વિના સંયમજીવનને સારી રીતે જીવવું એ અશક્યપ્રાયઃ જ છે. બુદ્ધિ શાસ્ત્રોને-રહસ્યોને સમજવા માટે બરાબર છે પરંતુ એ રહસ્યો પ્રત્યે સંવેદનશીલતા તો હૃદયે જ પ્રગટાવવી પડે છે ! વિધિને સમજવા માટે મન બરાબર છે પણ એ વિધિપાલનમાં અહોભાવ ઊભો કરવા તો અંતઃકરણને જ કામે લગાડવું પડે છે. સાવધાન! ઉપ Page #39 -------------------------------------------------------------------------- ________________ અન્યને જે બાધક ન બને તે જ સાધક સમર્પણભાવના પાયામાં સ્વચ્છેદવૃતિનું બલિદાન સાધના ન કરે તે સાધક. સાવધાન રહે તે સાધક. સમાધિ રાખે તે સાધક, આ બધી સાધકની ઓળખાણની સાથે એક અન્ય ઓળખાણ પણ આપણે સતત આંખ સામે રાખવાની જરૂર છે અને આ રહી એ ઓળખાણ. “અન્યને જે બાધકનબને એ જ સાધક.' ન કોઈના ય સુખમાં બાધક બનીએ આપણે કે ન કોઈના ય / . હિતમાં બાધક બનીએ આપણે. ન કોઈની ય આરાધનામાં વિક્ષેપક બનીએ આપણે કે ન કોઈની ય સમાધિમાં પ્રતિબંધક બનીએ આપણે. ભૂલશો નહીં. સમૂહની વચ્ચે રહીએ છીએ આપણે , આ બાધક આપણે કોઈને ય નથી જ. બનવાનું ! સમર્પણભાવ એ જ સાધનાના રાજમહેલનું સિંહાસન છે એ બાબતમાં આટલાં વરસોના સંયમના પર્યાય પછી અને શાસ્ત્રગ્રંથોના વાંચન પછી આપણાં મનમાં કોઈ જ શંકા ન રહેવી જોઈએ એ વાત જેમ આપણે આંખ સામે તો રાખવાની છે તેમ આ વાત પણ આપણે આંખ સામે રાખવાની છે કે અંગત સુખોનું, સગવડોનું અને સ્વચ્છેદવૃનું બલિદાન સમર્પણ ભાવના સિંહાસનના પાયામાં હશે તો જ એ સિંહાસનટકવાનું છે. જવાબ આપો. સમર્પણભાવ તો ગમે જ છે. સુખોનું Page #40 -------------------------------------------------------------------------- ________________ & Y : પર, મનની ચાવીને સમ્યક દિશામાં ફેરવીએ આશંકિત મન : આતંકિત હદય : ખતરનાક જળને કેવળ કાદવનું સર્જક જ માની લેવાની જરૂર નથી, કાદવવાળા પગને ધોવામાં સહાયક પણ એ જ જળ બનતું હોય છે. | મન માત્ર સંસારનું સર્જક નથી. સંસારના અનાદિકાલીન પરિભ્રમણને સમાપ્ત કરી દેવામાં આત્માને માટે એ સહાયક પણ એટલું જ છે. આનો અર્થ ? આ જ કે મન એ એક એવી ચાવી છે કે જેનાથી આત્મગુણોનું તાળું બંધ પણ થઈ જાય છે અને બંધ થઈ ગયેલું આત્મગુણોનું તાળું ખુલી પણ જાય છે. પ્રશ્ન છે આપણે એ ચાવી કઈ તરફ ફેરવીએ છીએ? શું કહું ? જે સંયમજીવન આજે આપણાં હાથમાં છે એ સંયમજીવન સિવાય આ જગતમાં બીજું કોઈ એવું જીવન નથી કે જે જીવનમાં આપણે મનની ચાવીને સમ્યદિશામાં ફેરવી શકીએ. જોઈ લઈએ. મનની ચાવી આપણી સમ્યદિશામાં જ ફરી રહી છે ખરી? પ્રભુમાં આપણે ભળવાનું છે અને પ્રભુએ જેઓને પોતાની કરુણાના ભાજન બનાવ્યા છે એ આ સંસારના સમસ્ત જીવો સાથે આપણે ઠરવાનું છે. કયાં પરિબળો એવા છે કે જે આપણને નથી પ્રભુમાં ભળવા દેતા કે નથી જીવો સાથે ઠરવા દેતા? જવાબ આ પ્રશ્નનો સાવ સરળ છે. આશંકિત મન આપણને પ્રભુમાં ભળવા નથી દેતું અને આતંકિત હૃદય આપણને જીવો સાથે ઠરવા નથી દેતું. સમ્યફદર્શન છે શું ? શંકા વિનાનું મન, ઉપશમભાવ છે શું ? આતંક વિનાનું હૃદય. સંસારના ક્ષેત્રમાં સર્વોચ્ચ , સામ અને સર્વોત્કૃષ્ટ કહી શકાય એવું સંયમજીવન આપણાં હાથમાં છે. અને એ પછી ય શંકામુક્ત મનના અને આતંકમુક્ત હૃદયના જો આપણે સ્વામી ન બની શક્યા તો પછી એ સભાગ્ય આપણે પામશું કઈ ગતિના ક્યા જીવનમાં? Page #41 -------------------------------------------------------------------------- ________________ શું ન જાણવું જોઈએ ?' એની જાણકારી આપણને ખરી ? ખબર તો ખરી, ખાતરીનું શું? સંયમજીવનને દોષોથી અને અતિચારોથી જો આપણે બચાવતા રહેવા માગીએ છીએ તો આ જીવનમાં આપણે શું કરવું જોઈએ ?' એની જાણકારી આપણને કદાચ મોડી મળે તો ચાલી જાય તેમ છે પરંતુ “શું ન કરવું જોઈએ ?” એની જાણકારી તો વહેલામાં વહેલી તકે મેળવી જ લેવી પડે તેમ છે આપણે. કારણ ? દોષસેવન અને અતિચાર સેવનનો બહુધા સંબંધ નિષિદ્ધ આચરણના સેવન સાથે જ હોય છે. દશવૈકાલિક સૂત્રની આ પંક્તિ "©]ëÀ©]e? GEÁJ|oÁ2 wvY EAR AAY]60 ×|©I|' જીવ-અજીવને નહીં જાણનારો, સંયમ પાળી જ કેવી રીતે શકે? આવો, વિકથા નથી જ કરવાની, રસલંપટતા નથી જ પોષવાની, પ્રમાદ નથી જ શાસ્ત્રોના વાંચનથી આપણે એટલું તો ચોક્કસ સમજી ચૂક્યા છીએ કે ‘પાપ ખરાબ છે, દોષ-દુર્ગાન-દુર્ભાવ ખરાબ છે, પ્રમાદ ખરાબ છે, વિકારી નજર, પરનિંદા, વિરાધના ખરાબ છે’ પ્રશ્ન એ છે કે આ બધું “ખરાબ' છે એ તો આપણને સમજાઈ ગયું છે પરંતુ એની આપણને ‘ખાતરી’ થઈ ગઈ છે ખરી? યાદ રાખજો , “ખરાબ'ની સમજણ માત્રથી એનાથી આપણો છુટકારો નહીં થઈ જાય, એની ખાતરી જ આપણને એનાથી છુટકારો અપાવશે. સમજણનો અર્થ છે KNOWING જ્યારે ખાતરી નો અર્થ છUNDERSTANDING. આપણે ‘સમજણ' ને ‘ખાતરી’ માં રૂપાંતરિત કરીને જ રહીએ. આપણું કામ થઈ જશે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ન છંછેડાઈએ...ન છેતરીએ... દુઃખોની જવાબદારી જાત પર જ લઈએ... પ્રત્યેક પ્રતિકૂળતામાં, દુઃખમાં, તકલીફમાં કે પીડામાં અન્યનો જ વાંક જોવાની કે કાઢવાની વૃતિ એ આપણાં મનની સમાધિ માટે કે જીવો પ્રત્યેના સભાવને ટકાવી રાખવા માટે ભારે પ્રતિબંધક અભિગમ સંયમજીવનને નિસ્તેજ, નિષ્માણ અને નિરર્થક બનાવી દેતા બે દોષોને આપણે સતત નજર સામે રાખવાના છે. પ્રથમ નંબરનો દોષ છે, છંછેડાતા રહેવું અને બીજા નંબરનો દોષ છે, છેતરતા રહેવું. પ્રતિકૂળતા ઊભી થતાંની સાથે જ આપણે જો છંછેડાઈ જઈએ છીએ અને કોકને કોક કારણસર આપણે ગુરુદેવને અને સહવર્તીઓને જો છેતરતા જ રહીએ છીએ તો નિશ્ચિત સમજી રાખવું કે આપણું સંયમજીવન ચટણી વિનાની ભેળ જેવું જ બની જવાનું છે. કબૂલ, અનાદિની આ જ વૃતિ હોવાના કારણે મન ; પ્રતિકૂળતા આવતા વેંત અન્ય પર જવાબદારી ઢોળવા તૈયાર થઈ જાય છે છતાં કર્મના ગણિતને બરાબર સમજી ચૂકેલા આપણે સંયમજીવનને પામ્યા પછી ય જો ધીમે ધીમે આ ગલત અભિગમથી મનને મુક્ત કરી દેવા તૈયાર નહીં થઈ જઈએ તો પછી સર્વકર્મોથી મુક્ત થઈ , 1. જવાનું આપણું સોણલું સાકાર થશે જ ક્યારે ? વાત આવો , , ૮૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુરને જ નહીં, ગુરૂકુળવાસને પણ પરણે એ મુમુક્ષુ સંસારક્ષેત્રમાં લગ્ન કરીને સાસરે જઈ રહેલ કન્યા માટે એમ કહેવાય છે કે કન્યા એકલા વરને જ નથી પરણતી, ઘરને પણ પરણે છે. સંસારત્યાગ કરીને સંયમ માર્ગે જનાર મુમુક્ષુ માટે એમ કહી શકાય કે મુમુક્ષુ માત્ર ગુરુને જ નથી પરણતો, ગુરુકુલવાસને પણ પરણતો હોય છે.. આનો અર્થ ? આ જ કે આપણે માત્ર ગુરુદેવને જ નથી સાચવવાના, સહવર્તીખોને પણ સાચવવાના છે. ગુરુદેવની ભક્તિ કરતાં રહીને જ આપણે સંતુષ્ટનથી થઈ જવાનું, સહવર્તીઓની પણ આપણે ભક્તિ કરતા રહેવાનું છે. ગુરુદેવના દિલને જ આપણે દુભવવાનું નથી એમ નહીં પણ એક પણ મુનિ ભગવંતના દિલને આપણે દુભવવાનું નથી. જવાબ આપો. આપણાં લગ્ન સંયમ સાથે જ થયા છે કે સંઘ સાથે પણ થયા છે ? ગુરુદેવ જ આપણા આરાધ્ય છે કે સહવર્તીઓ પણ? એવી નાની જીતથી બચતા રહેજો... આ તો સંયમજીવન છે. આપણી છદ્મસ્થતા અન્યની છદ્મસ્થતા સાથે અવારનવાર ટકરાતી રહે એ ય અહીં સંભવિત છે તો આપણા આગ્રહો પર અન્યના આગ્રહો થોપાતાં રહે એ ય અહીં સંભવિત છે. આવા પ્રસંગોમાં આપણે અભિગમ કયો અપનાવવો ? આ રહ્યો એનો જવાબ. એવી નાની નાની જીતથી બચતા રહેવું કે જે અંતમાં મોટીહારમાં પરિણમી જતી હોય. ક્રોધ કરીને સામાને દબાવી દેવામાં સફળતા તો મળી ગઈ પરંતુ એની સાથેના સંબંધમાં કડવાશ ઊભી થઈ ગઈ એનું શું ? મનને આનંદિત કરી દેતા ગોચરીનાં દ્રવ્યો ઉપલબ્ધ તો થઈ ગયા પરંતુ આહારસંશાના અનાદિના સંસ્કારો પુષ્ટ થઈ ગયા એનું શું? શું કહું ? સંભૂતિ મુનિ નિયાણા દ્વારા ચક્રવર્તીના સ્ત્રી રત્નને પામી તો ગયા પરંતુ અંતે સાતમી નરકમાં રવાના થઈ ગયા છે એ યાદ તો છે ને? Page #44 -------------------------------------------------------------------------- ________________ એવી નાની હારને સ્વીકારતા રહેજો... આત્મીય સંબંધનું એક માત્ર સાચું સરનામું આત્મીય સંયમજીવનમાં અન્યાયના શિકાર બનવું પડતું હોય, કારણ વિના અપમાનો થતાં જ રહેતા હોય, ગુરુદેવ ત૨ફથી કે સહવર્તીઓ તરફથી સતત અવગણના થતી જ રહેતી હોય ત્યારે મનને કઈ વિચારણામાં વ્યસ્ત રાખવું? આ રહ્યો એનો જવાબ. એવી નાની નાની હારને સ્વીકારતા જ રહેવું કે જે અંતે મોટા વિજયમાં પરિણમી જતી હોય. કબૂલ, જરાય ભૂલ નહોતી આપણી અને છતાં કોકે ઉતારી પાડ્યા આપણને, સ્વીકાર કરી લઈએ એ અપમાનનો તો પ્રભુની આજ્ઞાનું પાલન થયાનો મહાન લાભ તો આપણને મળે જ પરંતુ વિપુલ કર્મનિર્જરાનો લાભ પણ આપણને મળે ! શું કહું ? ગુરુણી ચંદનબાળાશ્રીના ઠપકાને મૃગાવતીશ્રી પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઈને કેવળજ્ઞાન પામી ગયા છે એ આપણા ખ્યાલમાં તો છે ને? સબંધ એ એક એવો સંબંધ છે કે જો એનું સરનામું ગલત શોધાઈ જાય તો આત્માનાં ડૂચા કાઢી નાખે અને સરનામું જો સાચું શોધાઈ જાય તો આત્માને ન્યાલ કરી દે. અત્યંત નસબીદાર છીએ આપણે કે સંયમજીવન સ્વીકારીને આપણે આપણા આત્મીય સંબંધનું એકદમ સાચું સરનામું શોધી લીધું છે પણ એક વાત કરું ? આ સંબંધના માધ્યમે આપણે જો સિદ્ધ ભગવંતોના સાધર્મિક બની જવા માગીએ છીએ તો એક વાત ખાસ ધ્યાનમાં રાખી લેવાની છે કે સંબંધમાં લાગણીનું રોકાણ કરતી વખતે મનની કોઈ ગણતરીને આપણે વચ્ચે લાવવાની નથી. વળતરની Page #45 -------------------------------------------------------------------------- ________________ શરતી સમર્પણ સદુપયોગ સમચનો... મનની એક અત્યંત વિચિત્ર ખાસિયત ખ્યાલમાં છે? સમર્પિત થતા પહેલાં એ જાતજાતની શરતો મૂકતું જ રહે છે. “ગુરુને સમર્પિત બનવા હું તૈયાર તો છું પણ તેઓ ક્રોધી ખૂબ છે એનું શું? ગુરુદેવ પ્રત્યે સમર્પિત થઈ જવામાં મને કોઈ જ તકલીફ નથી પણ એમનાં જીવનમાં સ્વાધ્યાયનું નામોનિશાન નથી એનું શું? હું તો માનતો હતો કે ગુરુદેવ અત્યંત ગુણિયલ છે પણ પરિચય થયો ત્યારે ખ્યાલ આવ્યો કે એમના જીવનમાં પ્રમાદ-પ્રચુરતા સિવાય બીજું કશું જ નથી. આવા ગુરુદેવ પ્રત્યે સમર્પિત થઈ જવાનો ઉત્સાહ જાગે જ શી રીતે? પણ સબૂર ! જમાલિને ગુરુ તરીકે મળેલા પરમાત્મા મહાવીરદેવ વીતરાગ હતા છતાં જમાલિ એમના પ્રત્યેય સમર્પિત બની શક્યા નથી જ્યારે ચંડરુદ્રાચાર્યનો ક્રોધ દાવાનળનું પ્રતિનિધિત્વ ધરાવતો હતો છતાં એમના પ્રત્યેના સમર્પણભાવને પરાકાષ્ટાએ લઈ જઈને એમના શિષ્ય કેવળજ્ઞાન પામી ગયા છે! મન પાસે આનો જવાબ માગવા જેવો છે. બે ચીજ આપણી પાસે અતિ અતિ મહવની છે. સમય અને સંબંધ ! સમયને આપણે સાચવવાનો નથી પરંતુ એનો આપણે સદુપયોગ કરતાં રહેવાનું છે જ્યારે સંબંધનો આપણે ઉપયોગ કરતા રહેવાનું નથી પરંતુ એનું આપણે જતન કરતા રહેવાનું છે. અશુભ કર્મબંધથી આત્માને બચાવતા જ રહીએ એવી સ્મૃતિ-વૃતિ અને પ્રવૃતિ એ છે સમયનો સદુપયોગ અને સંબંધને રાગથી-સ્વથથી અને ચાલબાજીથી મુક્ત જ રાખતા જઈએ એ છે સંબંધનું જતન. આ બે બાબતમાં જે પણ સંયમી સાવધ રહ્યો એ સંયમી પોતાના સંયમજીવનને પરમગતિની નજીક લઈ જવામાં સફળ બની ગયો જ સમજો. આવા જાગ્રત રહે સંયમીમાં આપણો નંબર ખરો? ૮૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સ્મરણકાળમાં આનંદ ખરો ? તર્ક, વ્યક્તિમાં રહેલ પુરુષ ધર્મને સાનુબંધ બનાવી દેવો છે? એક કામ ખાસ કરીએ. ધર્મના સેવન કાળે જે આનંદ અનુભવાયો હોય એના કરતાં અનેકગણો આનંદ એના સ્મરણકાળમાં આપણે અનુભવતા રહીએ. શાલિભદ્રના જીવ સંગમે, પૂર્વભવમાં આ જ કર્યું હતું ને? મુનિ ભગવંતને ખીર વહોરાવતી વખતે જે આનંદ સંગમે અનુભવ્યો હતો એના કરતાં અનેકગણો આનંદ તો એણે એનાં સ્મરણકાળમાં અનુભવ્યો હતો. આનું પરિણામ શું આવ્યું, એ આપણાં ખ્યાલમાં જ છે. એક બીજી વાત, પાપોને નિરનુબંધ બનાવી દેવા છે? એક કામ ખાસ કરીએ. એના સેવનકાળમાં અનુભવેલા આનંદ કરતાં એના સ્મરણકાળમાં એની પુષ્કળવેદના અનુભવતા રહીએ. ઝાંઝરીયા ઋષિના ઘાતક રાજાના ઋષિહત્યા સમયના આનંદ કરતાં એની પછીના પશ્ચાતાપની વેદના કેવી જાલિમ હતી કે એ વેદનાએ રાજાને કેવળજ્ઞાનની ભેટ ધરી દીધી છે. સાવધાન ! આપણે શરીર પુરુષનું લઈને બેઠા છીએ કે સ્ત્રીનું? એ વાતને હમણાં એક બાજુ રાખીને અહીં હું એક અલગ જ વાત કરવા માગું છું. તર્ક એ વ્યક્તિમાં રહેલ પુરુષ છે જ્યારે લાગણી એ વ્યક્તિમાં રહેલ સ્ત્રી છે. સંપૂર્ણ સંયમજીવન તમે પુરુષ શરીરમાં પસાર કરો છો કે સ્ત્રી શરીરમાં પસાર કરો છો એ એટલું મહત્વનું નથી પરંતુ જ્યાં તર્કનો સહારો લેવાનો હોય છે ત્યાં જો તમે લાગણીનો સહારો લો છો અને જ્યાં લાગણીને પ્રધાન બનાવવાની હોય છે ત્યાં જો તમે તર્કને ચાલકબળ બનાવો છો તો નિશ્ચિત સમજી રાખજો કે તમારું સંયમજીવન જોખમમાં કદાચ ભલે નથી પરંતુ સંયમજીવનનો આનંદ તો સો ટકા જોખમમાં છે. તે આશાના સ્વીકારમાં તમે પુરુષ બની જાઓ અને અનુકૂળ ગોચરીમાં તમે સ્ત્રી બની જાઓ. થાય શું? Page #47 -------------------------------------------------------------------------- ________________ બચાવમાં વ્યસ્ત એ જ બુદ્ધિ... મનમાં સંઘરો નહીં પ્રસંગની કડવાશ : ફાવી જશો) બુદ્ધિની આમ તો જાતજાતની ખાસિયતો છે પરંતુ એ તમામ ખાસિયતોમાંની મહવની કોઈ એક ખાસિયત હોય તો તે આ છે. “બચાવ માટેનાં કારણો શોધવામાં જે સતત વ્યસ્ત જ હોય એનું નામ બુદ્ધિ' આપણી કોઈ પણ પ્રકારની ભૂલ કોઈ પણ કાઢે, બુદ્ધિ એ જ પળે એના બચાવનાં કારણો રજૂ કરી દે. ‘આજે રાતના સ્વાધ્યાય ન થૈ ? ના, ઊંઘ આવતી હતી' આજે તિથિ છે છતાં તપ ન કર્યો? ના, માથું દુ:ખે છે ‘આજે કોઈનીય વૈયાવચ્ચન કરી? ના, શરીરમાં સુસ્તી છે’ ‘સહવર્તી પર ક્રોધ કર્યો? કરું શું? ભૂલ જ એણે એવી કરી હતી’ એટલું જ કહીશ કે બચાવ કરતી રહેતી આ બુદ્ધિ એ જ જો આપણાં જીવનનું ચાલકબળ છે તો હિતની બાબતમાં આપણે નાહી નાખવાનું જ રહે છે ! પગમાં સંઘરાઈ ગયેલ કાંટો પીડાદાયક કદાચ નથી પણ બનતો, પેટમાં જમા થઈ ગયેલ મળ કદાચ ત્રાસદાયક નથી પણ બનતો, કાનમાં ભરાઈ ગયેલ મેલ કદાચ નુકસાનકારક નથી પણ બનતો પરંતુ, મનમાં સંઘરાયેલ કોઈ પણ પ્રસંગની કડવાશ એ આપણને વધુ ને વધુ પીડા આપતી જ રહે છે. સેંકડો વખતનો અનુભવ આ જ હોવા છતાં ખબર નહીં, મન ગલત પ્રસંગોની કડવાશને સ્મૃતિપથમાં સંઘરી રાખવામાંથી ઊંચું આવતું જ નથી. એમ લાગે છે કે આપણને દુઃખી રહેવામાં રસ છે. આપણને વ્યથિત, ઉદ્વિગ્ન અને દુર્ગાનગ્રસ્ત રહેવામાં જ રસ છે. વ્યક્તિ પ્રત્યેના વેરને લીલુંછમ રાખવામાં જ આપણને રસછે. જો આ જ મનઃસ્થિતિ છે આપણી તો આપણી પાસે વિશુદ્ધિ ક્યાં ? નિર્માતા અને પ્રસન્નતા ક્યાં ? એના અભાવે સંયમનાં પરિણામ ક્યાં? રે કરુણતા? ૯૩ દ્રનો કિલ્લામાં પાણી ર Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુરુને પ્રસન્ન રાખવા છે ? કે કરવા છે ? ‘ગુરુની પ્રસન્નતા એ જ શિષ્યની એક માત્ર મૂડી છે' આ વાત સાંભળ્યા પછી ય આપણે ગુરુદેવની પ્રસન્નતામાં નિમિા બનવા પ્રયત્નશીલ ન બન્યા રહીએ એ સંભવિત જનથી. પણ સબૂર ! ગુરુદેવને આપણે પ્રસન્ન કરવા પ્રયત્નશીલ છીએ ? કે ગુરુદેવને આપણે પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ છીએ ? પ્રસન્ન કરવાના પ્રયત્નોમાં બની શકે કે ઊંડે ઊંડે ય આપણા કોક અંગત સ્વાર્થની પુષ્ટિની ગણતરી હોય પણ પ્રસન્ન રાખવાના પ્રયાસોમાં તો એવી કોઈ મલિન ગણતરી કામ જ નથી લાગતી. શું કહું ? કેવળ સદ્વર્તાવ ‘પ્રસન્ન કરે છે... સદ્દભાવપૂર્વકનો સદ્વર્તાવ ‘પ્રસન્ન રાખે છે' આમન્યા તોડીએ નહીં, મર્યાદા છોડીએ નહીં. સંયમજીવનને નિષ્કલંક રાખવું છે? જીવનની છેલ્લી પળ સુધી દાગમુક્ત રાખવું છે? ઓછામાં ઓછા અતિચારો અને અત્યલ્પ દોષોવાળું રાખવું છે? એના બે શ્રેષ્ઠ વિકલ્પો આપણે આંખ સામે રાખવાની જરૂર છે. ઉપકારીઓની આમન્યા ક્યારેય તોડીએ નહીં અને પ્રભુની તથા ગુરુની આજ્ઞાની મર્યાદા જ ક્યારેય છોડીએ નહીં. આ બાબતમાં જેણે પણ બાંધછોડ કરી છે એ આત્મા પોતાના સંયમજીવનને ઘણે-બધે અંશે દૂષિત કરી જ બેઠો છે. લબ્ધિધર ફૂલવાલક પોતાના ગુરુની આમન્યા ચૂકી ગયા છે તો અષાઢાભૂતિ 0 મુનિવર સંયમજીવનની મર્યાદા ચૂકી ગયા છે. એનાં આવેલા દુ:ખદ પરિણામને આંખ સામે રાખીને આપણે સાવધ બની જવાનું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મનને સલાગણીથી વાસિત કરતા જ રહો સહારો કોનો ? પુણ્યનો ? કે ધર્મનો ? આપણું સંપૂર્ણ સંયમજીવન આજે કોના સહારે ચાલી રહ્યું છે? પુણ્યના સહારે ? કે ધર્મના સહારે? નદીના પ્રવાહમાં વહેતું ઘાસનું તલખણું આખરે તો સાગરમાં ભલે જઈ પહોંચતું હોય પરંતુ લાગણીના પ્રવાહમાં વહેતું મન કાયમ માટે સારી જગાએ જ પહોંચતું હોય છે એવું નથી. એ ઉપાસનાના પાત્ર સુધી પહોંચીને સ્વયે ઉપાસ્ય પણ બની જતું હોય છે તો વાસનાના પાત્ર આગળ અટકી જઈને ગંદું પણ બની જતું હોય છે. આ હિસાબે જ લાગણીના પ્રવાહમાં મનને વહેતું રાખતા , પહેલાં એની દિશા આપણે બરાબર સમજી લેવાની છે જરૂર છે. યાદ રાખજો, આકાશ જેમ દિવસ કે રાત વિના રહી શકતું જ નથી તેમ મન પણ સારી કે, નરસી લાગણીવિના રહી શકતું જ નથી. જ્યારે મનની આ જ સ્થિતિ છે ત્યારે એને સ લાગણીથી જ વાસિત કરતા રહેવાની સાવધગીરી આપણે દાખવવી જ રહી ! પુણ્યના સહારે એટલે ? અનુકૂળતાઓના સહારે અને ધર્મના સહારે એટલે ? સગુણોના સહારે. સવૃતિના સહારે. સમ્પ્રવૃતિઓના સહારે ! ખૂબ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની આપણે જરૂર છે. સંયમજીવનમાં અનુભવાતા આનંદનો અને પ્રસન્નતાનો સ્રોત જો અનુકૂળતાઓ જ હોવાનું અનુભવાતું હોય તો સમજી રાખવું કે આ આનંદ ક્ષણજીવી જ રહેવાનો છે. કારણ ? અનુકૂળતાઓ આપતું પુણ્ય ક્યાં દીર્ઘજીવી હોય છે? ૯૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ સગવડતાની જાલિમ ખતરનાકતા માર્ગ પર છે એને હાથ અને સાથ આપીએ સંયમજીવનમાં સગવડતા આપણે જે પણ સ્વીકારતા હોઈએતે, પણ સગવડતા એક એવી બાબત છે કે એક વાર એને સ્વીકારી લેવામાં આવે છે પછી એનાં નબળાં ધોરણો આપણને ફાવતા જ નથી. આજે તમે પવનવાળી જગા પસંદ કરો, આવતી કાલે મન પવન વિનાની જગા પર બેસવા સંમત જ નહીં થાય. આજે દૂધમાં સાકર લઈ આવો, આવતી કાલે સાકર વિનાના દૂધ પ્રત્યે મનમાં દુર્ભાવ પેદા થઈ જશે. આજે નિષ્કારણ દોષિત ગોચરી વાપરો. આવતી કાલે નિરસ નિર્દોષ ગોચરી જીભને જામશે સાપેક્ષ યતિજીવન છે ને આપણી પાસે ? અન્યની સહાયથી જેમ આપણું સંયમજીવન ચાલી રહ્યું છે તેમ અન્યના સંયમજીવનમાં ય આપણે ઓછે-વો અંશે સહાયક બન્યા જ રહેવાનું છે. - આમ છતાં, આપણે એક કામ ખાસ કરવાનું છે. જેઓ પણ માર્ગ પર છે, પોતાની શક્તિ પ્રમાણે આરાધનાના માર્ગે આગળ વધી રહ્યા છે એ તમામને આપણે અવસરે અવસરે હાથ અને સાથ આપતા જ રહેવાનું છે. | હાથ આપવાનો છે એટલે હૂંફ આપતા રહેવાની છે અને સાથ આપવાનો છે એટલે હિંમત આપતા રહેવાની છે. જો આ જવાબદારી નિભાવવામાં આપણે ટૂંકા પડ્યા કે મોડા પડ્યા તો શક્ય છે કે એના અભાવમાં કોક સુયોગ્ય સંયમી પણ સંયમનાં પરિણામ ગુમાવી બેસે ! ના. આ પાપતો આપણે કરાય જ શી રીતે? 99