Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ વિચાર આવે તેવે વખતે પણ પરમાત્માનું નામ લેવું જોઈએ. જેથી ઘણો જ લાભ થાય. તેમ જ રાત્રે પથારીમાં સૂતાં હોઈએ. અને નિદ્રા ન આવતી હોય, તેવે વખતે પણ પ્રભુના નામનું સ્મરણ કરે તે કેટલે બધો લાભ થાય ? પ્રભુનું સ્મરણ કરતાં, કરતાં ઘણી વખત તરત જ નિદ્રા આવી જાય છે, સૂતી વખતે પ્રભુનું સ્મરણ –જપ કરવાથી સ્વપ્ન પણ સારાં-સારાં આવે છે અને તેટલા સમય માટે પાપને માર્ગ પણ બંધ થાય છે. માટે નિરંતર પ્રભુનું સ્મરણ કરવાની, નામ જપવાની આદત કરવાથી તે અભ્યાસ દઢ થાય છે. મનમાં હઠ ન હલાવતાં પરમાત્માનું નામ હાલતાં-ચાલતાં ગમે તેવા સ્થળે લેવામાં આવે તો પણ ઘણે જ લાભ થાય છે અને સારા સંસ્કાર મનમાં પડે છે તથા ખરાબ સંસ્કારને નાશ થાય છે. ચાલુ સ્વર પ્રમાણે પગ નીચે મૂકો. જ્યારે પથારીને ત્યાગ કરી નીચે ઉતરવું હોય, ત્યારે સ્વરને જોવો. આપણું નાસિકાનાં બે છિદ્રો છે, તેમાંથી શ્વાસ બહાર નીકળે છે, અને અંદર જાય છે. તે બને છિદ્રોમાં એક સાથે તો સ્વર કોઈક જ વખત ચાલે છે. ઘણી વખત તે એક જ છિદ્રમાંથી સ્વર ચાલે છે. જે નાસિકાના છિદ્રમાંથી સ્વર ચાલતો હોય, તે પગ પથારીમાંથી પ્રથમ નીચે મૂકે. જે બને નાસિકાના છિદ્રમાંથી સ્વર સાથે ચાલતું હોય, તે પગ નીચા ન મૂકતાં પથારીમાં બેસીને પરમાત્માનું સ્મરણ, જપ કરતાં રહેવું. બન્ને સ્વર ચાલતા હોય તે સમયે નીચા ઉતરવાથી કે કોઈ પણ કામ કરવાથી તેમાં લાભને બદલે નુકશાન થવાનો સંભવ છે. માટે તેટલો સમય તે પ્રભુનું નામ જગ્યા કરવું, લીધા જ કરવું, જેથી મન પણ સ્થિર થાય છે. બન્ને સ્વર વધારે વખત સાથે ચાલતા નથી. થોડી જ વારમાં તેનું પરિવર્તન થાય છે. - જે નાસિકાને સ્વર ચાલતું હોય તે પગ નીચે મૂકી, પથારીમાંથી ઉઠવાથી આખો દિવસ આનંદમાં જાય છે તેમ જ જે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 322