________________
વધારે ખાવામાં વધારે મજા, માટે વધારે ભૂખ લાગે તેવા ડોઝ લઈને આહાર ઠોકે રાખે છે. તેમ ઇન્દ્રિય-મનની બાબતમાં પણ આ જ વર્તન છે. પહેલાં મનની ભૂખને વકરાવે, પછી તેના પર પાણીના છંટકાવની જેમ પુણ્ય અનુસાર ભોગપ્રવૃત્તિ કરે. દા.ત. તમે ટીવી જુઓ તો મનની ભૂખ વકરે કે શાંત થાય? કદાચ થોડી આંખો કે મનની ભૂખ તાત્કાલિક શાંત થાય, પણ રૂપેરી પડદા પર જોયેલા આકર્ષક રૂપ-રંગ અને અનેક વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ જાણીને ઇચ્છાઓમાં ઉછાળો આવે. વળી પડદા પર દેખાતું બધું જીવનમાં મળવું શક્ય નથી. તેથી ટીવી તમારા મનના આવેગ અને ઉશ્કેરાટ વધારવાનું અને તેના દ્વારા તમને અંદરમાં દઝાડનારું સાધન છે. પણ આ વાત અત્યારે તમને બેસશે નહીં. કારણ કે ચોવીસે કલાક સળગતી પરિણતિરૂપે મનમાં કેવી કેવી માનસિક ભૂખ છે, તેનો જ તમને અંદાજ નથી. અત્યારે તમે ક્રોધ કરતા નથી, છતાં તમારા દીકરાની અણગમતી ટેવો વિષે તમારા મનમાં પરિણતિરૂપે ક્રોધ ઢંકાયેલો પડ્યો જ છે. અંદર તેની જલન ચાલુ જ છે. માત્ર બહાર ભભૂકશે ક્યારે? તો નિમિત્ત મળશે ત્યારે. આવી માન, લોભ, આસક્તિ, કામવાસના આદિ એક એકની પરિણતિરૂપે અસંખ્ય ભૂખો થાય. એટલે જ ઇન્દ્રિયોની ડીમાન્ડ મનની ડીમાન્ડ પાસે સાવ મામૂલી છે. પરસ્પર તુલનાની દષ્ટિએ વિચારીએ તો શરીરની ભૂખ ટીપા બરાબર છે, ઇન્દ્રિયની ભૂખ સરોવર બરાબર છે, જ્યારે મનની ભૂખને ઉપમા આપવામાં તો સાત સમુદ્ર ઓછા પડે.
બહુ જ વાઇડ ગેપ(મોટું અંતર) છે. આપણા જીવનમાં વિસંવાદિતા કહો તો આ જ છે. જીવનમાં દેહ-ઇન્દ્રિય-મનની ભૂખમાં ઈમ્બેલેન્સ(અસમતુલા) છે, જેમાં સમતુલા નથી. જો સમાન હોય તો એક સાથે ત્રણેને સંતોષી શકાય. તમે કદાચ મહેનત કરો અને પુણ્ય હોય તો ભોગ દ્વારા ટેમ્પરરી શરીર અને ઇન્દ્રિયો ધરાય, પણ મન તો ધરાતું જ નથી. માટે મહાભોગીને પણ સ્ટોકમાં દુઃખ તો રહેવાનું જ. આ જ સંસારનો નગ્ન ચિતાર છે. ચિંતન કરો તો ખબર પડે કે ભૌતિક જગતમાં સુખ માટે ફાંફાં મારવાં એટલે અંધારામાં પ્રકાશ મેળવવા માટે ફાંફાં મારવા બરાબર છે. અનંત યુગો સુધી તમે ભૌતિક જગતમાં સુખની શોધ કરો, તો પણ કદી સફળતા મળવાની નથી.
લબ્ધિમનની શુદ્ધિ માટે માન્યતાશુદ્ધિ પછી પરિણતિશુદ્ધિઃ
જેમ મનની માન્યતા જડબેસલાક ગોઠવાઇ ગઇ છે, જેને પરિવર્તન કરવા માટે પ્રક્રિયામાં ઊતરવું પડે, તેમ સ્વભાવમાં વણાઇ ગયેલા કષાયોના ભાવોને (પરિણતિને) દૂર કરવા તે પણ રમત વાત નથી. તેથી જ મોટા ભાગના જીવો પ્રકૃતિમાં ધાર્યું પરિવર્તન લાવી શકતા નથી, અને આ જ તેમની મોટી નિષ્ફળતા છે. ઘણાંએ તો અંદર ને અંદર જ હૃદયમાં સમાધાન કરી
કે એક જ
કે જે રી મ ક ક ક
ક ા
#ક ો * * * * * * * *
* * * * * *
* * * * * * *
મનોવિજય અને આત્મશુદ્ધિ
* * ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org