Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 202
________________ વાસુદેવો શંખનાદ કરે ત્યારે સામેનું સૈન્ય બેભાન થઈને પડી જાય. પણ આપણી પાસે આવી શક્તિ નથી. કારણ અત્યારે આપણી પાસે તેવું સંઘયણબળ નથી. અત્યારે વિજ્ઞાન પણ સૂક્ષ્મ ધ્વનિની તાકાત બતાવતાં કહે છે કે ન સંભળાય તેવા પ્રકારનો અશ્રાવ્ય ધ્વનિ જો આજુબાજુ ફેલાવે તો કાચી સેકન્ડમાં આખું મકાન તૂટીને કાટમાળમાં ફેરવાઈ જાય. તમારા જાપનું ફળ કેમ નથી મળતું? અત્યારે તમારે જાપ નાદરૂપે છે? અત્યારે ઘણા તો હોઠ ફફડાવીને જ જાપ કરતા હોય છે, માટે જ ફળ મળતું નથી. ધ્વનિના વિખરી, મધ્યમાં આદિ ભેદો શાસ્ત્રમાં પાડેલા છે. સભા :- પ્રાણાયામ જરૂરી ખરો ? સાહેબજી :- બધા સાધક માટે પ્રાણાયામ જરૂરી નથી. અત્યારે ઘણા ૪ કલાક પલાંઠી વાળીને બરાબર બેસી શકતા હોય છે, જ્યારે ઘણાને વા, સાંધાની તકલીફ હોવાના કારણે દવા લઈને રોગ કાઢવો પડે છે; પછી પલાંઠી વાળીને આરાધના કરી શકશે. તો શું આરાધના માટે બધાને દવા લેવી પડે ? તેમ બધા સાધકોને પ્રાણાયામ જરૂરી નથી. પણ જેનું મન સ્થિર ના રહેતું હોય તેના માટે આવશ્યક છે. હકીકતમાં ધ્યાનમાં જવું હોય તેને માટે સીધો રસ્તો શુભ આલંબન લઇ ચિંતન ચાલુ કરવાનો છે. તેના માટે તેને જે સ્થાન સારું લાગે તે પસંદ કરી લેવાનું છે. તે સ્થાને બેસીને તમને ફાવે તેવો શુભ વિષય, જેમાં તમને માહિતી વધારે હોય તે પસંદ કરવાનો. પછી તેમાં તમે આંખો મીંચીને કરો કે આંખો ખુલ્લી રાખીને કરો પણ વિષય શુભ લેવાનો, જેનાથી તમને શુભ ભાવોની અભિવૃદ્ધિ થાય. આ જ ધ્યાનમાં જવાનો પ્રારંભિક રાજમાર્ગ છે. એકલા મનનો ઉપયોગ તે ધ્યાન નથી, પણ મન-વચન-કાયાનો સમગ્રતાથી ઉપયોગ તેનું નામ ધ્યાન છે. અત્યારે આપણે ઘણા જ નિષ્ક્રિય છીએ. સ્ટોકમાં શક્તિ ઘણી જ છે, પણ ઉપયોગરૂપે પ્રવર્તમાન ઓછી છે. સામાન્ય રીતે માંદો માણસ શું કહે છે કે ઉઠાતું નથી, ચલાતું નથી, ટેકો આપશો તો જ ઊઠી શકીશ, ચાલવા પણ લાકડી જોઇશે. માટે કોઈ દોડવાનું કહે તો તે ના જ પાડી બેસે. ૧૯૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208