Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 35
________________ (૫) વ્યર્થ' - મહાન પુણ્યથી ઘણા ઓછા જીવોને વાણીની શક્તિ મળી છે તેનો વ્યર્થ વપરાશ બંધ કરી દેવો. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. વીતી ગયેલી ઘટનાઓ પાછળ કે કાલ્પનિક ભાવિની ચિંતા પાછળ વપરાયેલા શબ્દો વ્યર્થ સમજવા. ન બોલવામાં નવ ગુણ નીતિશાસ્ત્ર કહ્યા છે. નાના-મોટાની મર્યાદા જળવાય. ૨), વાદ-વિવાદથી બચી જવાય. ) અસત્યથી બચી જવાય. ૪) સંબંધો બગડે નહીં. પ) રાગ-દ્વેષ-કલેશની પરંપરા વધે નહીં. ૬) પસ્તાવાનો વખત ન આવે. ૭) વૈર-વિરોઘ થાય નહીં. ૮) ક્રોધ-કષાય થતાં અટકે. ૯) કર્મબંઘ ઓછા થાય. (૩૦).

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66