Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 58
________________ અવાજ સંભળાયો જ હોય છે ? તું શું એમ માને છે કે પૈસા ખાતર સગા બાપ સામે ય કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં કોઈ પુત્ર હ્રદયની આજ્ઞા લેતો હરો ? નો. આવા બધાં હલકટ, નીચ અને અધમ કાર્યોની રજા હ્રદય ક્યારેય આપતું જ નથી. એવાં કાર્યોની જન્મદાત્રી અને પ્રેરણાદાત્રી તો બુદ્ધિ જ હોય છે. ખૂબ ટૂંકા શબ્દોમાં તને જણાવું તો ધનવાન, બળવાન, જ્ઞાનવાન, સંગીતકાર, કળાકાર, વૈજ્ઞાનિક, ચિત્રકાર, શિલ્પકાર આ બધાયનું સર્જન જો બુદ્ધિ કરે છે તો જગતને સજ્જન, સંત અને પરમાત્માની ભેટ આપવાનું ઉદાત્ત કાર્ય હૃદય કરે છે. પણ સબુર ! બુદ્ધિનો અવાજ બૉમ્બ વિસ્ફોટ જેવો હોય છે જ્યારે હૃદયનો અવાજ તો નાના બાળકની કાલી-ઘેલી ભાષા જેવો હોય છે. એટલું જ કહીશ તને કે હૃદયનો અવાજ જો તું સાંભળવા માગે છે તો તું ‘મમ્મી’ બની જજે. એક પણ અકાર્ય તારા જવનમાં પ્રવેશી નહીં શકે, એક પણ અધમ વિચાર તારા મનનો કબજો લઈ નહીં શકે. ૫૮

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100