Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 94
________________ જો પાંચમા નંબરનો ફાયદો છે તો પ્રભુની આજ્ઞાનું પાલન એ ક્ષમાનો છઠ્ઠા નંબરનો ફાયદો છે. લોકપ્રિયતા એ જો ક્ષમાનો સાતમા નંબરનો ફાયદો છે તો પાપભીરુતા એ ક્ષમાનો આઠમા નંબરનો ફાયદો છે. આટઆટલા ફાયદાઓને પોતાના ખીસામાં મૂકી દેતો ક્ષમાશીલ માણસ તને મૂરખ લાગે છે? ક્ષમાદાનની એની પ્રવૃત્તિ તને મૂર્ખાઈરૂપ ભાસે છે? - જો હા, તો મારે તને એટલું જ કહેવું છે કે તારા હૃદયનું કોક સંત પાસે જઈને તારે ‘બાયપાસ કરાવી લેવાની જરૂર છે. એમાં થતો વિલંબ શક્ય છે કે તારા ભાવપ્રાણોને ખતમ કરી નાખીને તારા આત્માને દુર્ગતિમાં ધકેલી દે! તારા આત્માનું સંસાર પરિભ્રમણ વધારી દે! ચિંતન, મગજ થોડું ઠેકાણે રાખ. ક્ષમાનો જે ભાવ અધ્યાત્મજગતનું શ્રેષ્ઠતમ ઘરેણું છે એ ક્ષમાના ભાવને “કાંકરો' માની બેઠેલા તારા મગજને પ્રભુચરણમાં મૂકી દે ! તારું બધું જ - શાંતિ-સમાધિ-સદ્ગતિ - બચી જશે અન્યથા...!!!

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100