Book Title: Mahasati Rushidatta Author(s): Bhuvanbhanusuri Publisher: Divyadarshan Trust View full book textPage 9
________________ સતીત્વનું ઝળહળતું તેજસ્ સમગ્ર આયે દેશમાં પ્રાચીનતમ કાળથી નિર્મળ શીલને અદ્ભુત મહિમા ગવાતે આવ્યા છે. મહાસતી સીતા, મહાસતી સુભદ્રા, મહાસતી મનોરમા, મહાસતી મદનરેખા, આ બધી મહાસતીઓએ શીલરક્ષા માટે જે જીવલેણ કટે અને પ્રાણઘાતક સંકટ વેઠયાં છે એના પૂર્વાષિ-મુનિઓએ મુક્ત કંઠે પ્રશંસાગુણગાન કરીને આર્યો અને જૈનેનાં જીવનની બાહ્ય-આત્યંતર ચારિત્ર્ય સંપત્તિને સમૃદ્ધ કરવામાં બહુમૂલ્ય ફાળે આવે છે. શુદ્ધ ચારિત્ર્ય એ જ માનવજીવનનું મહામૂલ્યવંત મેતી છે, આત્મ સૌદર્યનું બેનમૂન આભૂષણ છે, સામાજિક અને આધ્યાત્મિક જીવનનાં પ્રાણ છે આ બાબત ઉપર પુષ્કળ ભાર અપાવાનાં કારણે જ ભૂતકાલીન જૈને અને આર્યોનું જીવન ઘણું જ પવિત્ર બની રહ્યું હતું. પાશ્ચાત્ય ભોગવિલાસપ્રેમી પ્રજાનાં કુસંસર્ગનાં કડવા ફળ રૂપે આજે એ ચારિત્ર્યનું તેજ વ્યક્તિગત અને સામાજિક જીવનમાંથી વિલુપ્ત થઈ જતાં પ્રજા બિચારી ત્રાહિમામ પોકારી રહી છે. ભ્રષ્ટાચાર–દુરાચાર–અનાચાર–લંપટતા વગેરે મહાદૂષણ એટલી હદ સુધી વર્યા છે કે લગભગ સમગ્ર ભારતીય પ્રજા આજે ત્રાસ-સંતાપ અને બેચેનીની ચકક્કીમાં પિતાઈ રહી છે, અશાંતિની આગમાં શેકાઈ રહી છે એનાં પ્રખર તાપમાં અકળાઈ રહી છે. એનું અંતર કેઈક ઈશ્વરી દૂતની રાહ જોઈ રહ્યું છે– પ્રતીક્ષા કરી રહ્યું છે કે ક્યારે આ બધા સંતાપ ની ભઠ્ઠીમાંથી હાથ ઝાલીને બહાર કાઢનાર કેઈ દિવ્ય પુરુષને ભેટો થાય !Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 256