________________
પિકળ વિધાનને પ્રતિવાદ. એક નાના રાજ્ઞયૂપના લેખ સિવાય ઈતિહાસમાં એકે હજી મળ્યો નથી. ડ. શાહ પ્રિયદર્શી રાજાના વખતમાં લખાયેલો સંસ્કૃત શિલાલેખ મેળવી શકયા છે ખરા? આમ ઉટપટાંગ વાતો જ લખી છે કે ઇતિહાસથી કાંઈ વિચાર પણ કર્યો છે ખરો? રૂદ્રદામાના આ લેખના બે કે ત્રણ ભાગ પાડવા, તેનો ભિન્ન કાળ ગણો, કે લિપિભેદ ગણવો એ સંભવિતજ નથી છતાં એમ માની લઈએ તે પણ તે લેખની ત્રીજી ને ચોથી પંક્તિમાં મહાક્ષત્રપ ચનનું અને શાલિશુક ને બદલે રૂદ્રદામાનું નામ લખાયું છે, શક સંવત્ આપે છે તે એ પ્રથમ ભાગ કોને ગણવો? તેની ૧૧, ૧૨, ૧૩, અને ૧૪મી પંક્તિમાં તેની બળશક્તિનું વર્ણન કરી એ બળ શક્તિના પરિણામે “મહાક્ષત્રપની પદવી ધારણ કર્યાનો પંદરમી પંક્તિમાં ઉલ્લેખ છે અને તેજ પંક્તિમાં મહાક્ષત્રપ રુદ્રદામાનું નામ છે તો તે વચલે ભાગ કોને સમજવો? તેની સત્તરમી પંક્તિમાં મહાક્ષત્રપ શબ્દ પડે છે ને ૧૯મી પંક્તિમાં તેના સૂબા સુવિશાખનું વર્ણન કરેલું છે તો તે અંતને ભાગ કેને સમજવો ? એમ પહેલા બીજા ને ત્રીજા ભાગ (કરીએ તે) માં રૂદ્રદામાજ જ્યાં હોય ત્યાં દેખાય છે અને શાલિકનું તે નામનિશાન નથી. શું શાલિશુકે પિતાને બદલેજ ભવિષ્યમાં થનારા રૂદ્રદામાનું નામ લખી નાખ્યું ? શાલિશુકની ક૯૫ના લેખકને આવીજ શી રીતે તે સમજી શકાતું નથી. વળી આગળ જતાં લેખક લખે છે કેસુદર્શન તળાવની પ્રશસ્તિને પ્રથમ ભાગ મહારાજા પ્રિયદર્શીનને જ લગતો છે.
પ્રા. ભા. ૨/૩૯૬. રૂદ્રદામાન અને સંપતિના સમય વચ્ચે લગભગ ૩૦૦ વર્ષનું અંતર છે. એટલે જનતામાં દંતકથારૂપે પણ લોક કલ્યાણના આવાં કાર્યો વિષેની હકીકત કર્ણોપકર્ણ તરવરતી રહ્યાંજ કરતી હોય, કે જે ઉપરથી આવા મહાન મર્યવંશી સમ્રાટના સત્કાર્યોનો ઉલ્લેખ કરવાનુ મન, રાજા રૂદ્રદામનને થઈ આવ્યું પણ હેય. અને જેથી એક પછી એક સમ્રાટના કાર્યોનું નિવેદન કર્યું હોય; અને તેમની નામાવળીમાં પિતાનું નામ પણ ગૌરવવંતુ-શેતું કરવા માટે, તેણે એમ દર્શાવવા ઇચ્છિત ધાર્યું હોય એટલે ઉપરના બધા સમ્રાટે કે જેઓએ અન્ય દેશો સ્વબળે જીતી લીધા હતા, તેમની માફક હું પણ આવો છું અને મેં પણ ઈત્યાદિ ઈત્યાદિ કામ કર્યા છે, તેટલું જણાવવા પૂરતો તેનો હેતુ હોય. આમ મુંગે મહિમા વધારવાનો પિતાનો હેતુ ન હોત તે રાજા રુદ્રદામને પોતાના કાર્યો જુદીજ ખડક શિલા ઉપર કોતરાવ્યાં પણ હેત, પણ એકજ શિલા ઉપર કોતરાવેલા હોઈને તે સરખામણી કરવા માટેજ છે એમ આપણું અનુમાન દઢીભૂત થાય છે.”
પ્રા. ભા. ૨/૩૯૭,
* વરાત્રી માત. . રૂ * १५-स्वयमधिगतमहाक्षत्रपनाम्ना महाक्षत्रपेण रुद्रदाम्ना.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com