Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 95
________________ પિકળ વિધાનને પ્રતિવાદ, ખરી રીતે એ પ્રશસ્તિ રૂદ્રદામાના સૂબા સુવિશાખે કોતરાવી છે, તે શક સં. ૭૨ ની છે. તેના બે કે ત્રણ વિભાગ નથી પણ એક અને અખંડ પ્રશસ્તિ છે (અલબત તેને વચલે ઘણો ભાગ ચાલ્યો ગયેલ છે. ) તેની શરૂઆતમાં–ત્રીજી ચોથી પંક્તિમાંજ મહાક્ષત્રપ ચટ્ટન અને રૂદ્રદામાના નામો છે. તેની વચલી પંક્તિઓમાં તેના ગુણોનું વર્ણન કરાયું છે. પંદરમી સત્તરમી વિગેરે પંક્તિઓમાં રૂદ્રદામાનું નામ અને “મહાક્ષત્રપ” શબ્દ કેરાયેલા છે. તે એક અવિભક્ત ને એકજ સમયે છટાબદ્ધ ભાષામાં લખાયેલી-કેતરાયેલી પ્રશસ્તિ છે. તેમાં ચંદ્રગુપ્ત ને અશોકના નામો તો એટલા માટે આવે છે કે તે પ્રશસ્તિ સુદર્શન તળાવને અંગે કેતરાયેલી હોઈને સુદર્શન તળાવના બંધાવનારાના નામ તેમાં લખ્યાં છે, તે તેની ઉદારવૃત્તિનો પરિચય આપે છે. પરંતુ માનો કે તે નામ આ પ્રશસ્તિમાં ન આપ્યાં હોત તો?—તે નામ આપીને તો તેણે ઈતિહાસની રક્ષા કરી છે, તેણે ધાર્યું હોત તો તે તળાવનો બધેજ યશ પોતે લઈ શક્ત. અને આપણને ખબર પણ ન પડત કે ચંદ્રગુપ્ત કે અશોકનો તળાવ સાથે શો સંબંધ હતા. પરંતુ એક માણસ મહેમાનને પોતાનો ઓરડો રહેવા માટે આપે તે તેથી શું આખું મકાન મહેમાનનું થઈ જાય કે ?, ઈતિહાસમાં પણ આવી લૂંટ ચલાવવાની વૃત્તિ લેખકને સૂજી આવી. વળી ડૉ. શાહ નીચે પ્રમાણે લખે છે: “વિશેષમાં, સમ્રાટ સંપ્રતિ સંબંધમાં આપણે જોઈ ગયા છીએ, કે તે શ્રી સંધ સાથે પ્રતિવર્ષે શ્રી ગિરનારજીની યાત્રાએ જતો હતો. આ સુદર્શન તળાવ પણ તે ગિરિરાજની તળેટીમાં જ આવેલું છે. એટલે જે તેને કાંઈ સમરાવવા જેવું હોય તે તેની નિગાહ ઉપર પ્રજાજને તે મૂકયું પણ હોય અને લોક કલ્યાણ તથા પ્રજાહિતનાં કાર્યો કરવામાં જે ચીવટ અને ઉત્સાહ તે ધરાવતો હતો તે જોતાં, તે તેણે દુરસ્ત કરાવી આપ્યું હોય તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. ” પ્રાચીન ભા. ૨/૩૯૬. | ડૉ. મહાશયના જણાવવા મૂજબ ખડક લેખ નં. ૮ વાંચતા કોઈ પણ જગ્યાએ ગિરનારનું નામ વાંચવામાં કે જોવામાં આવતું નથી. પણ તે (અશોક-સંપ્રતિ નહીં ) રાજ્યાભિષેકના દશમે વર્ષે ગયા (જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું) યાત્રાને માટે ગયા હતા, પણ તેમના લખવા મૂજબ પ્રતિવર્ષ ગિરનારની યાત્રાએ જતા હતા તે તદ્દન : છે. . શાહ પોતેજ જેનના રેય મહત્સવ અંકના પૃ. ૭૭ માં સંધિનો અર્થ સમ્યકત્વ કરે છે જ્યારે પિતાના ઉપર્યુક્ત લખાણમાં યાત્રા અર્થ કરે છે. આમ પરસ્પર વિરોધ ભરેલા તેમના કથનથી સ્વયં સમજી શકાય તેમ છે કે તેમનું ચિત્ત કયે વખતે કયાં ભ્રમણ કરતું હશે. વળી 3. શાહે પોતાના કથનની પુષ્ટિના પ્રમાણ માટે જૈન ધર્મ પ્રસારક સભાથી પ્રકાશિત થયેલા “ શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાન્તર” ના પૃ. ૨૧૦ થી ૨૧૮ નો હવાલો આપતાં ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 93 94 95 96