Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 6
________________ ( ૪ ) લેખસંગ્રહ પ્રથમ ભાગમાં, સ્મારક–પ્રેરક, સ્મારક-સમિતિ–સંરથાપક, ઉપદેશ દ્વારા સમિતિને દ્રવ્ય-સહાયક અનુયોગાચાર્ય પંન્યાસજી શ્રી. પ્રીતિવિજ્યજીનો સંક્ષિપ્તમાં ભાવવાહી ભાષામાં પરિચય આપ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે, પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી, સન્મિત્ર મુનિશ્રી કરવિજયજીના સહવાસમાં (પરિચયમાં) પાદલિપ્તપુર(પાલીતાણુ)માં માત્ર પંદર દિવસ આવ્યા હતા, પણ એટલા અલ્પ પરિચયમાં પણું સન્મિત્ર મુનિશ્રી માટે તેમના હૃદયમાં એવી સચોટ છાપ પડી હતી કે તેમણે તે જ વખતે એ પુણપુના સ્મારક માટે બને તેટલું કરવાને દઢ નિશ્ચય કર્યો હતો. સંકલ્પરૂપ તે નિશ્ચય આ મૂર્ત સ્વરૂપમાં પ્રત્યક્ષ છે. . પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ્રવર્તક મુનિશ્રી સુભદ્રવિજયજી, મુનિશ્રી રંજનવિજ્યજી તથા મુનિશ્રી. કંચનવિજયજી છે. પંન્યાસજીનો પરિચય કરાવતાં માનદ મંત્રી “આ લેખસંગ્રહ અને હવે પછી જે પુણ્યનાં કામે આ સમારકસમિતિ તરફથી થશે તેને મુખ્ય યશ તેમને જ ઘટે છે” એ પ્રમાણે કહી છેલ્લે જાહેર કરે છે કે “સમિતિનું કામ પંન્યાસજીની સૂચના અને સલાહ અનુસાર થતું હોવાથી ધર્મથી વિપરીત જરા પણ કાર્ય થવાનો સંભવ નથી. તેઓ. આવાં અનેક ધાર્મિક કાર્યો કરી જૈનધર્મની ઉન્નતિ કરવા દીર્ધાયુ થાઓ.” સ્વર્ગસ્થ સગુણાનુરાગી સન્મિત્ર મુનિશ્રીએ, તેમના જીવનમાં સતત. લખેલા છૂટા છૂટા લેખને ગ્રંથરૂપે પ્રગટ કરી, તેને અલ્પ મૂલ્ય પ્રચાર કરી, તેઓશ્રીનું સ્મારક ચિરસ્મરણીય રાખવું એજ સમિતિને ઉદ્દેશ છે. ગ્રંથનું લેખ-સંગ્રહ” નામ જ તેમાં લેખોનો સંગ્રહ માત્ર છે એમ સૂચવે છે. આટલા થડા વખતમાં ચાર ચાર ભાગોનું પ્રકાશન, પંન્યાસજી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 362