Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 189
________________ અત ૧e જા, જા, એ બધી વાતો મેં ભારે તપાસને અંતે જાણી છે.” “જુઓ સાહેબ, આપ જેટલી ખાતરીથી આ બધું સારું હોવાનું કહો છો, તેનાથી વધુ ખાતરીથી હું કહું છું કે એ બધાં ગપ્પાં છે. જીન વાલજને મેડલીનને લૂટયો પણ નથી; અને જાવટને માર્યો પણ નથી.” રહેવા દે હવે; તારી વાતનો આધાર શો છે ?' જુઓ સાહેબ, આપ બીજી શેખી મારવી હોય તેટલી મારજો; પરંતુ આ બાબતમાં તો છેક ભીંત જ ભૂલ્યા છો. તેણે મેડલીનને લૂટયો નથી, કારણ કે, જીન વાલજિન પોતે જ મેં. મેડલીન છે! જુઓ ૨પમી જુલાઈ, ૧૮૨૩નું આ છાપું! એ જૂનું ચીંથરું મેળવતાં મને ભારે તકલીફ ઉઠાવવી પડી છે. અને તેણે જાવટને માર્યો નથી, કારણ કે, જાવટે પોતે જ જાવટનું ખૂન કર્યું છે.' એટલે ?' એટલે કે જાવટે આત્મહત્યા કરી છે.” આમ કહી, તેણે, મેરિયસ બેભાન અવસ્થામાં હતો તે દિવસોનું બીજુ છાપું કાઢી, તેમાંથી એક ફકરો આંગળી મૂકીને બતાવ્યો. પોલીસ-વડાએ જાવર્ટની આત્મહત્યાની કરેલી જાહેરાન તેમાં હતી. તેમાં વિશેષમાં જણાવ્યું હતું કે, જાવર્ટ મોરચામાં કેદ પકડાયો હતો; પરંતુ એક બળવાખોરે તેની ખોપરી ઉડાવી દેવાને બદલે પિસ્તોલનો અવાજ હવામાં કરીને, જાવટને ભલમનસાઈથી જીવતો છોડી મૂક્યો હતો. મેરિયસના મનમાં જીન વાલજિનની કિંમત એકદમ વધી ગઈ. “તો શું જીન વાલજિન આવો મહાન પુરુષ છે? તે પોતે જ મેડલીન હતો? તેણે પોતે જ એ બધી કમાણી * એ છાપાનો ઉલ્લેખ અગાઉ પાન ૫૪ ઉપર છે, તે જુઓ.

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202