Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૫ અત તમે પણ મને ક્ષમા આપો છો? વાહ, પ્રભુ, વાહ, તારી દયા અપરંપાર છે. હું હમણાં જ બે ક્ષણ પહેલાં ભગવાનને દોષ દેતો હતો કે, મને કોસેટ છેલલી એક વાર પણ નહીં જ મળે? પણ તું તો બેટા તે વખતે દાદર ઉપર જ હોઈશ. ભગવાનની કૃપા કેવી અપરંપાર છે? હે પ્રભુ ” કોસેટ હવે જીન વાલજનની અવદશા જોઈને અકળાવા લાગી. “બાપુજી, તમે આવા કેમ થઈ ગયા? તમારા હાથ આટલા બધા ઠંડા કેમ લાગે છે? મેરિયસ જાઓ તો ખરા, બાપુજીના હાથ આટલા બધા ઠંડા કેમ છે?' મેરિયસ કોસેટ કરતાં કંઈક વધુ જાણકાર હતો. તે એ હાથોની ઠંડક અનુભવતાં જ ચેકી ઊઠયો અને કપાળે હાથ દાબી કંપવા લાગ્યો. “બાપુજી! બાપુજી ! આ શું કરી નાખ્યું?” જીન વાલજિન શાંતિથી એટલું જ બોલ્યો, “તમે પણ મને બાપુજી કહો છો? તમે ખરે જ મને ક્ષમા આપી?' મેરિયસ હવે કોસેટને સંબોધીને ફાટી જતા હૃદયે બોલવા લાગ્યો – “કોસેટ, બાપુજી મારી ક્ષમા વાંછે છે. અને એમણે મારે માટે શું કર્યું છે તે તું જાણે છે? તેમણે મારી જિંદગી બચાવી અને તને મારા હાથમાં અર્પણ કરી. અને મારું જીવન બચાવીને તથા તને મારા હાથમાં અર્પણ કરીને પછી એમણે શું કર્યું? મારા અને તારા હિતમાં તે પોતાનું અંતર તૂટતું હોવા છતાં દૂર ખસી ગયા. તેમણે પોતાના હૃદયના પ્રેમનું બલિદાન આપણા બેના હિત ખાતર આપ્યું. કોસેટ, બાપુજીના ચરણોમાં આખી જિંદગી ધૂળ થઈને પડ્યો રહું, તોપણ મારા અંતરને શાંતિ થાય તેમ નથી. તે તો દેવ છે, સંત છે. બીજાને માટે ઘસાઈ છૂટવામાં, બીજાને જીવતદાન દેવામાં, બીજાને મદદ કરવામાં જ તેમણે તેમના મહાન જીવનનો એકેએક શ્વાસ ગાળ્યો છે.”

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202