Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 7
________________ લલિતને ખરે અને કંપતે અવાજ તથા પિતાની તરફ લાગેલી દયાદ્રષ્ટિ જોતાં જ તે સરળ સ્વભાવવાળી, પ્રેમની પ્રત્યક્ષ પ્રતિમા સમાન પ્રભાને બહુજ માઠું લાગ્યું, તેના નયનમાંથી આંસુના બે બિંદુઓ તેના ગાલ ઉપર ખરી પડ્યા. તે જોઈ લલિતની હાલત બહુજ ચમત્કારિક થઈ. તે દુઃખી દિલે બે -“પ્રભા !. તારા ઉપર મને કોઈપણ દિવસે ગુસ્સો આવે એ અશક્ય છે. ઉપરાંત તારી બાબતમાં મારે શા માટે માઠું માનવું જોઈએ? હું એક ગરીબ, પારકે અને ફક્ત તારા પિતાની ઉદારતાથી ઉછરી નાનાથી મોટે થયેલ છું! મારે તારા ઉપર ગુસ્સે થવાનો હક પણ છે?” “ લલિત ! આજે આ નવીનતા અને વિચિત્રતા તારામાં ક્યાંથી આવી? આજ સુધી મેં તારા મુખેથી આવાં વચને કોઈ પણ સમયે સાંભળ્યા નથી. આજેજ આવી રીતે તારા વિચારોમાં શા માટે ફેરફાર થાય છે–થયા છે, તેનું કોઈ પણ કારણ મારા જાણવામાં આવી શકતું નથી. લલિત! તું જરા શાન્ત થા અને તારા ચિત્તમાં શા શા વિચારો આવે છે, તે મને જણાવ જોઉં. તું તે મારો હાલે ભાઈ છે ને!” નહીં-બિલકુલ નહીં. પ્રભા ! આના કરતાં જો હું ખરેખરજ તારે ભાઈ હેત તે બહુજ સારું થાત. મારા હૃદયની ગુપ્ત વાત અને ગુપ્ત વિચારો જાણવાનીજ તારી ઈચ્છા છે ને ?” “હા.” “તે સાંભળ! પ્રભા, તારા સુખકર સહવાસથી કોઈ પણ વખતે મારે જુદા થવું જ પડશે. આજે ઘણું દિવસોથી આ વિચાર મારા મનમાં આવ્યા કરે છે. હવે આપણે ઉમરમાં મોટા થયા છીએ. આપણી બાલ્યાવસ્થાને સુખકર સમય વ્યતત થઈ ગયો છે. તે એક મેટા સરદારની પ્રિયપુત્રી હોવાથી તેને એક વચનથી બોલાવવી, એ કેઈ કાળે યોગ્ય ગણાશે નહીં. થોડા જ દિવસોમાં તારી આ હાલત ફેરવાઈ જશે. પ્રભાવતી! થોડાજ સમય પછી તારી આ કોમળ અને કમનીય કાયાની સંરક્ષક કઈક જુદી જ વ્યક્તિ થશે?” “એટલે તું શું કહે છે?” “એજ કે-હવે થોડા દિવસ પછી તારા પિતા તારે વિવાહ કોઈ બીજાની સાથે કરશે. હાયપ્રભા હાય! હવે આપણે વિખુટા થવું જ પડશે!” એટલું કહી લલિત અચકી ગયે. પ્રભાવતીએ શાન્તપણે તેનું કથન સાંભળી લીધું. જો કે તે ઉપર ઉપરથી જોતાં શાન્ત દેખાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 214