Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 6
________________ ललितादुःखदर्शक. [મંદ ૧ . પણ આ તે નેહપુરની સીમ હશે કે નહિ? પછવાડે એક નગર ગયું, તેને પણ મેં નેહપુરજ જાણ્યું હતું. જાણું એમાં નવાઈ નહિ; “મનમાં તે મહે આગળ. ચાલી ચાલીને મારી હૂણ નીકળી ગઈ; વળી થાક્યાના ગાઉથચેલા, તેથી નેહપુર આવું હોય, તે ઉછળીને મહે આગળ પડે એવું ચિંતવન કરતો હતો, તેવામાં, જે દીઠું તેને સ્નેહપુર માની લઉં, એમાં મારે દેષ નહિ. હવે તે, આ સ્નેહપુર હોય તો બહુ સારું; પગે રસ ઘણે ઉતો . ( પગ પખાળેછે.) પણ ચાલ રે, પ્રાણિયા, જરા આગળ. અરે ! આજ તે મારાથી નથી ચલાતું; પગ તો પાકા ગુમડાના જેવા થઈ ગયા છે. એમાં કેઇનો વાંક નથી, પણ મારે છે. લલિતાએ તો ઘોડાસરમાંથી એક જલદ ઘોડે લેવા મને કહ્યું હતું, કહ્યું હતું તો ખરું, પણ તે મારી દાઝ જાણીને નહિ. પિતાના સ્વાર્થ માટે. મનમાં એવું તે, જે છેડે હેય, તે વરને વેહેલો કાગળ પહોંચે. બાઈને તે મહિનામાં જવાબ વાંચો હતો, ને બંદા તો આ બેઠા. (પાક ઉતારવા હાથ પગ મસળે છે.) બેઠા તે આપણું બાપનું. ને શું છે આ હોત, ત્યારે આજ આટલે લગી અવાત કે ? ક્યારનોય મને ફેંકીને, પાછો લલિતાને ખબર કહેવાને ગયે હેત; ને મારાં તો સો વર્ષ પૂરાં થયાં હેત. ચાલે, ઠીક થયું જે એકલા આવ્યા; પણ ઉઠ રામ, બેશી રહે શી સિદ્ધિ? વેહેલા જઇયે તો કંસાર ભેગા થઈ. હા,(સાંભળતા હોય તેમ) હવે તે ભાગેળની લગભગ છું. નૈબત, ઢોલ, નગારાંના નાદ, માણસના અવાજને ધોંધાટ, અને કૂતરાં ભસવું, એ સર્વે મારે કાને પડે છે. વળી ધૂણીના ગોટેગોટ પેલા ઉંચા દેખાય ! જે શેહેર બન્યું ના હોય, તો એમ હોય નહિ. અરે! પેલી એક હવેલી આકાશમાં ડોકિયાં કરતી દેખાય. ખરે. એ નંદનકુમારની હશે; અને હું આવું છું કે નહિ, તે એના ધણીની આજ્ઞાથી જેતી હશે. ઘેર જેમ લલિતા તળે ઉપર થઈ રહી છે, તેમ એ ભાઈ યણ એક પગે થઈ રહ્યા હશે, એટલે એવી આજ્ઞા કરેસ્તો. આજે તે આપણા માનને પાર નથી. નંદનકુમાર પાટલે બેસાડીને પૂજા કરશે. અરે, આ જમણે હાથ ભણી ઉંચું દેખાય છે એ શું વળી ? એ તે બંગલા જેવું જણાય છે. નગર અહિથી ઓછામાં ઓછું એક ગાઉ હશે, ત્યાં સુધી તે, તરસ આપણાથી વેઠાવાની નથી. ગળું છેક સૂકાઈ જવા આવ્યું છે. આ વાડીમાં નક્કી કૂ હશે ખરે. પેલે ફૂલઝાડ સમારે છે તે વાડીને માળી હશે, ચાલ રામ માહ. (વાડીમાં પ્રવેશ કરે છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104