Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
6
ચૈત્યવંદન એક એવું ધમનુષ્ઠાન છે કે જેને શ્રી ગણધર ભગવંતોએ સાધુ - સાધ્વીની નિરંતર થતી આવશ્યક ક્રિયામાં ગૂંથી લીધું છે.
આ અનુષ્ઠાનનો મહિમા ગાતાં શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે “શ્રી જિનેશ્વરોનાં ચૈત્યોને વંદન કરવાથી લોકોત્તર કુશલ પરિણામ જાગે છે, તેનાથી આત્માના જ્ઞાનાદિ ગુણોનું આવરણ કરવાના કર્યગ્રહણના અધ્યવસાયથી વિરૂદ્ધ છે, તેથી તે વારંવાર કરવા વડે સમસ્ત કર્મનો ક્ષય જેમ રહેલો છે, એવા પરમ પુરૂષાર્થ મોક્ષનું તે કારણ થાય છે.”
१ 'यां बुद्धवा किल सिद्धसाधुरखिलव्याख्यातृचूडामणिः ।
संबुद्धः सुगतप्रणीतसमयाभ्यासाच्चलच्चेतनः यत्कर्तुःस्वकृतौ पुनर्गुरुतया चक्रे नमस्यामसौ । को ह्येनां विवृणोतु नाम विवृतिं स्मृत्यै तथाप्यात्मनः ।। १ ।।
२ 'चैत्यवंदनतः सम्यक शुभो भावः प्रजायते ।
તસ્માત વર્મક્ષય: સર્વ: તત: જ્યાખશ્નો || ૨ ||
ચૈત્યવંદનની ક્રિયાથી આવું લોકોત્તર ફળ મળે છે, તેનું એકજ કારણ છે કે તે શુભ ભાવની વૃદ્ધિ કરે છે. વિધિપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરવાથી પ્રશસ્ત ચિત્તનો લાભ થાય છે. - શુદ્ધ ચૈત્યવંદન તેજ કરી શકે કે જેને તેના અર્થનું અને રહસ્યનું સ્પષ્ટ અને વિશદ જ્ઞાન હોય.
લલિતવિસ્તરા નામની વૃત્તિમાં વૃત્તિકાર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ ફરમાવે
ચૈત્યવંદનની ક્રિયામાં શુદ્ધિ લાવવા જરૂરી એવા જ્ઞાનને આપવા માટેનો આ અમારો પ્રયાસ છે. તેથી આ વિવરણનું મૂલ્ય ચૈત્યવંદનની ક્રિયા જેઓ નિત્ય કરે છે, તેઓ માટે ઘણું વધી જાય છે અને જેઓ આવી મહાન ક્રિયા કરવા માટે પ્રવૃત્તિ કરતા નથી, તેઓને આ કરવાની પ્રેરણા મળે છે.
ચૈત્યવંદનની આ ક્રિયા આજે પણ શ્રી જૈનશાસનમાં હજારો અને લાખો વ્યકિતઓ નિયમિતપણે કરે છે, તેથી આ ક્રિયા જીવંત છે. પરંતુ તે ભાવિત ચિત્તથી થવી જોઈએ. કેવળ કોલાહલરૂપ ન થવી જોઈએ.
ભાવિત ચિત્તથી આ ક્રિયાને જ શાસ્ત્ર સ્વીકારે છે. કેવળ કોલાહલરૂપ ક્રિયા શાસ્ત્રબાહ્ય ગણાય છે. તેવી ક્રિયા ઉપર વિદ્વાનોને આસ્થા નરહે તે સહજ છે.
- આ ક્રિયાના ગર્ભમાં સ્થાનાદિ યોગો રહેલા છે. એમ જણાવીને પૂ. શ્રી હરિભદ્રસૂરીજીએ ‘તે કેવળ કોલાહાલરૂપ છે.” એમ કહેનારનો નિષેધ કર્યો છે. અને જે ક્રિયાના ગર્ભમાં સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન રહેલાં હોય, તે ક્રિયા શુભ ચિત્તના લાભનું કારણ છે, એવું સમર્થન કર્યું છે.