Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
આમ કેમ બનતું હશે ? તે માટે કર્મનો નિયમ છે, જે અટલ છે, અકાટ્ય છે. કરે તેવું પામે, વાવે તેવું લણે; તેમાં મિથ્યા કોઈ કરી શકતું નથી. શ્રી તીર્થંકર દેવોનું આ વાત્સલ્ય કોઈ જીવ માટે નથી, સર્વ જીવ માટે છે. પ્રત્યેકનું સ્થાન તેમના હૃદયમાં અપેક્ષાએ પોતાના આત્માંથી પણ અધિક છે, એ હકીકત આપણને લલિતવિસ્તરા ગ્રન્થ સિવાય કોણ સમજાવી શકે ? અમને તો એમ લાગે છે કે શ્રી સિદ્ધર્ષિ જેવા મહાપુરૂષનું ચિત્ત ચલિત થયા પછી પણ શ્રી જિનમતમાં અવિચળ સ્થિરતા પ્રાપ્ત થઈ હોય તો તે શ્રી તીર્થંકર ભગવંતોમાં પરાર્થવ્યસનિતા તથા સ્વાર્થ - ઉપસર્જનતા અકૃત્રિમપણે - સહજપણે અનાદિકાળથી રહેલી છે. એ ઉલ્લેખની અસર પણ હોવી જોઈએ. વિશ્વના પ્રભુ બનવાની, ત્રણ લોકના નાયક થવાની લાયકાત એમનામાં જ હોઈ શકે, એ વિચારે અને સાથે અર્હત શાસનની તર્ક શુદ્ધતા અવિસંવાદિતા અને સર્વસ્વીકારકતાના નિર્ણય તો તેમનામાં સ્થિરતાનો ભાવ પેદા નહિ કર્યો હોય ?
વિશ્વમાં એક એવી શક્તિ તો સ્વીકારવી જ પડે છે કે જે નિત્ય જગતના જીવોનું હિત કરી રહી હોય, જેને શાસ્ત્રો ધર્મ' તરીકે સંબોધે છે.
આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ, ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ અનાદિ કાળથી ચાલુ છે, તેમાં દૈવી સંપત્તિનો વિજય થાય છે. અને આસુરી સંપત્તિનો પરાજય થાય છે. એમ થવાનું કોઈ કારણ તો હોવું જ જોઈએ.
જગતના જીવોનું હિત ચિંતવનારા સત્પુરૂષો જેમ વિશ્વમાં મળી આવે છે, તેમ અહિત ચિંતવનારા દુષ્ટ પુરૂષો પણ મળી આવે છે.
દુષ્ટ અહિત ચિંતવે છતાં બધાનું અહિત થતું નથી એટલુંજ નહિ પણ વધારેમાં વધારે છ મહિનામાં સંસારથી એ આત્મા તો સકલ કર્મના બંધનથી છૂટીને મોક્ષ પામે છે, એમાં તે જીવનો પુરૂષાર્થ તો કામ કરે જ છે, પરંતુ પુરૂષાર્થ કરવાની પ્રેરણા અને સામગ્રી તેને કોણ પૂરી પાડે છે ?
કહેવું જ પડશે કે સર્વ જીવોનું આત્યંતિક હિત ઈચ્છનારા શ્રી તીર્થંકરોની ભાવના અને એમનો લોકોત્તર અચિત્ત્વ પ્રભાવ એટલો બધો પ્રબળ હોય છે કે તેની આગળ તેનાથી વિરોધી ભાવનાઓ સંસારના અનંતાનંત આત્માઓ કરે તો પણ તે બધાનો પરાભવ પમાડીને શ્રી તીર્થંકરોની ભાવના ફલીફૂત થાય છે. કેમ કે તે શુભ હોય છે. અશુભના બળ કરતાં શુભનું બળ વિશેષ જ રહેવાનું.
આજે પણ આપણે સારી નરસી ભાવનાનું બળ પ્રત્યક્ષપણે જીવનમાં અનુભવિએ છીએ. એજ અનુભવ આપણને તે સમજવા ફરજ પાડે છે કે શ્રી તીર્થંકર દેવોથી સર્વોત્કૃષ્ટ ભાવના અને એમના લોકોત્તર અચિત્ત્વ પ્રભાવના યોગે જ સંસારના જીવો પાપ - પરાયણ હોવા છતાં સુખના લેશને પામી શકે છે અને કાળક્રમે ધર્મપરાયણ બનીને મુક્તિના સુખને મેળવી શકે છે.
આ બધું વિચારતા એમ લાગે છે કે વિશ્વમાં મહાસત્તા એક જ છે, અને તે શ્રી
૨૬