________________
કેવળી પ્રભુનો સાથ
તમારી અસીમકૃપાથી સર્વજ્ઞપણું એટલે શું તેની અમને જાણકારી આવતી જાય છે. સર્વનો જાણનાર તે સર્વજ્ઞ. ત્રણે લોકના પ્રત્યેક પદાર્થનું ત્રણેકાળનું જાણપણું અને અલોકનું પણ જાણપણું તેમાં સમાય છે. વળી, પોતાના સ્વભાવનું અખંડપણે અનુભવપણું એ કેવળજ્ઞાન. તેમાં એક સમય માટે પણ આત્મા સ્વભાવથી વ્યુત થતો નથી. પ્રભુ, અમારી અલ્પજ્ઞતાને કારણે અમને ગુંચવણ થાય છે કે સ્વસ્વરૂપમાં જ એકરૂપ રહેવા છતાં લોકાલોકનું જ્ઞાન આત્માને કેવી રીતે સંભવે ?
અહો આત્મવૃત્તિમાં એકાકાર રહેનાર પ્રભુ ! આ વિશેની સમજણ આપની કૃપાથી
અમારામાં આવતી જાય છે. તે અહીં વ્યક્ત કરી અમારી સમજણને સ્પષ્ટ કરવા માગીએ છીએ. આત્મા પોતાનાં સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પોતાનાં જ્ઞાનથી જાણી શકે એ તો સમજાય તેવું છે, કેમકે પોતે પોતાને તો જાણે જ. આત્મામાં જેમ પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે, એ જ રીતે તેનામાં બીજા પદાર્થોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રહી શકે નહિ. એટલે કે આત્મામાં તેના પોતાના દ્રવ્ય, ક્ષેત્રાદિ સિવાયના જગતના તમામ અન્ય પદાર્થોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું નાસ્તિપણું મૂળ આત્મામાં હોવું જોઇએ, તો જ આત્મા અન્ય પદાર્થોથી જુદો પડે. જો તેમ ન હોય તો સ્વપરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એક જ પદાર્થમાં રહે તો આત્મા અને બીજા પદાર્થો એકાકાર થઇ જાય. આખું જગત એકરૂપ બની જાય. પરંતુ આ જગતમાં તો સર્વ પદાર્થો જુદા જુદા ભાસે છે, તેને લગતા વ્યવહારો પણ જુદા જુદા થાય છે, એ સૂચવે છે કે દરેક પદાર્થમાં પોતપોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અસ્તિત્વ હોવું જોઇએ, જેને લીધે પ્રત્યેક પદાર્થ દ્રવ્યરૂપે રહી શકે છે. જેમ સ્વદ્રવ્યમાં પરનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રહેલાં નથી, તે જ રીતે સ્વદ્રવ્યનાં પોતાનાં એક જાતનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે બીજા વખતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો અભાવ હોય છે. ઉદા. ત. જીવ નરકમાં હોય ત્યારે જે દ્રવ્ય, ક્ષેત્ર આદિ વર્તમાનરૂપે હોય, તે જ દ્રવ્ય, ક્ષેત્રાદિ પૂર્વકાલીન માનવભવમાં વર્તમાનરૂપે નહિ પણ ભૂતકાળની પર્યાયરૂપ હોય છે, વર્તમાનમાં તેનો અભાવ હોય છે. એ જ પ્રમાણે ભાવિના પર્યાયો પણ વર્તમાનમાં હોઈ શકતા નથી. વળી, કોઇપણ જ્ઞાનાદિ ગુણના સ્વપર્યાય બીજા સુખ
૮૨