________________
૫૮૪
કાવ્યશાસ્ત્ર,
व्याजस्तुति. ઘણા પ્રાચીને વ્યાવસ્તુતિ ને અલંકારાન્તર માને છે. આચાWદંડી આ પ્રમાણે લખે છે –
यदिनिन्दन्निव स्तौति व्याजस्तुतिरसौ स्मृता । दोषाभासा गुगा एव लभन्ते छत्र सन्निधिम् ।।
જાણે નિન્દા કરતા હોય એમ સ્તુતિ કરે એ ભાજપ્તરિ છે, આમાં દેષને આભાસ ગુણજ છે. એથી અહીં (અલંકારશાસ્ત્રમાં) દોષને આભાસ સન્નિધિ અર્થાત પ્રવેશને પામે છે.
યથા. જે તપસી શ્રી રામે, છતી દુસહ બળથી દુનિયાને; તે રાજા બની આપે, જીત્યું જગ એ ગરવ કરે શાને?
આમાં શ્રવણ માત્રથી રાજાની નિન્દા ભાસે છે, પરંતુ વિચારદશામાં ઈશ્વરના અવતાર પરશુરામે જે જગેતને જીત્યું, તે જગતને તમે મનુષ્ય હેઈને આવ્યું છે. આ સ્તુતિમાં પર્યવસાન છે.
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે – व्याजस्तुतिर्मुखे निन्दा स्तुतिर्वा रूढिरन्यथा ।
મુ અર્થાત્ શ્રવણ માત્રમાં નિન્દાને બેધ અથવા સ્તુતિને બેધ, અને રુઢિ અર્થાત પર્યવસાન અન્યથા. અર્થાત્ નિન્દાનું પર્યવસાન સ્તુતિમાં અને સ્તુતિનું પર્યવસાન નિન્દામાં થાય ત્યાં કથાગતુતિ. આ બન્નેમાં નામાર્થીની સંગતિ આ રીતિથી છે કે:
व्याजरुपा व्याजेन वा स्तुतिः व्याजस्तुतिः
વ્યાજરૂપ સ્તુતિ અર્થાત સ્તુતિ તે વ્યાજ છે. વાસ્તવમાં નિન્દા છે, વ્યાજથી સ્તુતિ અર્થાત્ નિન્દાની વ્યાજથી સ્તુતિ. સ્તુતિ
મુખ નિદાનું આ ઉદાહરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com