Book Title: Kalashamrut Part 4
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ કલામૃત ભાગ-૪ – આસ્રવ અધિકાર – આ અધિકાર ઘણો જ સૂક્ષ્મ હોવાથી જ્ઞાનની સૂક્ષ્મતા વિના આ અધિકારનું રહસ્ય સમજી શકાતું નથી. આ અધિકાર સંસારના કારણોની ચર્ચા કરનારો હોવા છતાં સંતોએ એક એક શ્લોકમાં અને એક એક પંકિતમાં સમ્યગ્દર્શનની જ પ્રાધાન્યતા દર્શાવી છે તે આ અધિકારની ખાસ વિશિષ્ટતા છે. સાધક આત્મા સદા નિરાસવી છે તે વાતની સ્પષ્ટતા અનેક દૃષ્ટિકોણ દ્વારા કરેલ છે. આસવ' શબ્દનો અર્થ “આવવું” એવો થાય છે. આચાર્ય પૂજ્યપાદ સ્વામી સવાર્થ સિદ્ધિ ટીકામાં ફરમાવે છે કે-“શુમાશુમ રુમારરુપ માસવ:” જેનાથી શુભાશુભ કર્મોનું આગમન થાય તે આસવ છે. શુભરાગના હેતુથી શુભકર્મોનું આવવું થાય છે માટે જડ કર્મોને પણ આસ્રવ કહેવાય છે. સમગ્ર પ્રકારના કષાયભાવ તે ભાવાસવ છે અને તેના નિમિત્તે જે દ્રવ્યકર્મ બંધાય તેને દ્રવ્યાસવ કહે છે. (૧) પૂર્વબદ્ધ સત્તામાં પડેલા જૂનાં કર્મોનો ઉદય આવે તે – દ્રવ્યાસવ છે. (૨) જૂનાં કર્મોદયના લક્ષે થતાં મિથ્યાત્વાદિ કષાયભાવો તે- ભાવાસવ છે. (૩) ભાવાસવોનું નિમિત્ત પામીને બંધાતા નૂતન જડ કર્મો તે- દ્રવ્યાસવ છે. આ રીતે નિમિત્ત નૈમિત્તિક ભાવથી રચાતું કર્મચક્ર પણ જ્ઞાનધારા પ્રગટ થતાં રોકાય જાય છે. આસવોના મુખ્યતયા ચાર ભેદો કહ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ આસવોને દ્રવ્યાસવના કારણો કહ્યાં હોવા છતાં મિથ્યાત્વ આસવના અભાવમાં થતાં દ્રવ્ય પ્રત્યયોને મૂળ બંધક કહ્યાં નથી; કેમકે બંધનું મૂળ કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયને જ ગણવામાં આવ્યું છે. તેથી સાધકનો અસ્થિરતાજન્ય રાગાદિ બંધનાં મૂળ કારણને પામતાં નથી. ખરેખર તો એ રાગાદિભાવ પણ સંસારની અસમર્થતાનું સૂચક છે. શ્રી જયસેન આચાર્યદેવે સમયસારની તાત્પર્યવૃત્તિ ટીકાની ૧૭૪ ગાથામાં મિથ્યાત્વને જ બંધનું મૂળ કારણ કહ્યું છે. દ્રવ્યપ્રત્યય ઉદયના સમયે... શુદ્ધાત્માની સ્વાનુભૂતિને છોડીને જે જીવ રાગાદિ રૂપ પરિણમન કરે છે તો તેને બંધ થાય છે. પરંતુ કર્મોદય માત્ર જ બંધનું કારણ હોય તો કર્મોથી છૂટવાનો અવકાશ જ ન રહે!! કેમકે સંસારી અવસ્થામાં કર્મોદય તો રહે છે. તેથી મિથ્યાત્વની ગ્રંથિ તૂટી ત્યાં બાકીના કર્મોથી છૂટ્ટી મળી ગઈ. મિથ્યાદર્શનનો અભાવ થતાં અન્ય આસવો ક્રમશઃ અવસાનને પ્રાપ્ત થતાં ચાલ્યાં. આ રીતે જડકર્મની દશાઓ પણ તેના અકાળે અકર્મરૂપ થવા લાગી. સમ્યગ્દર્શનની મહિમા કોઈ અભૂત અને અચિંત્ય છે. ધ્રુવ ચૈતન્ય અક્ષય સત્તામાં પર્યાયનું એકત્વ સ્થાપિત થયું છે. તેવા ધર્મીને હવે અસ્થિરતા જન્ય દોષ ઊભો થાય છે; પરંતુ તેમાં તેનું અપનત્વ નહીં હોવાથી તેને મિથ્યાત્વનો આસવ પ્રગટ થતો નથી. તે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 572