Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂજ્યશ્રીના અનેક ભક્તો છે. પૂજ્યશ્રીનું સાન્નિધ્ય પામીને નાસ્તિક પણ કેવા આસ્તિક બની જાય ? તે જાણવા જેવું છે.
પૂજ્યશ્રી પાસે એક ભાઈએ કહ્યું : નવકાર ગણવો એટલે તકલીફ ઊભી કરવી.
પૂજ્યશ્રીએ તેને માત્ર ૧૨ નવકાર ગણવાની બાધા આપી. આજે પાંચ માળા ગણે છે, ને કહે છે : હવે નવકાર નહિ છોડું.
આ છે પૂજ્યશ્રીનો સહજ પ્રભાવ !
પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિથી ભગવાન જરૂર પ્રસન્ન બનશે. ને જીવન સમુક્વલ બનશે.
ગુરુદેવે જે પદ પર મને આસીન કર્યો છે, એ પદ માટે હું યોગ્ય બનું – એવી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. પૂજય શ્લા પંન્યાસજી શ્રી કષતવિજયજી મ.
છ દ્રવ્યોમાં જીવ-અજીવ બે દ્રવ્ય ગતિશીલ છે.
છઠું કાળ દ્રવ્ય વિશિષ્ટ રીતે ગતિશીલ છે. કોઈ એને રોકી શકતું નથી. પાણીના પ્રવાહ રોકી શકાય પણ સમયનો પ્રવાહ રોકી શકાતો નથી. સમયથી પર બની શકાય, પણ સમય થંભાવી ન શકાય.
સૂર્યોદયથી છ કલાકનો સમય પસાર થઈ ગયો છે, એવો વિચાર કદાચ આવતો હશે, પણ જીવનનો કેટલો સમય પસાર થઈ ગયો છે, તેનો વિચાર નથી આવતો.
ગુણ, પૈસા, પદાર્થનો સંગ્રહ થાય છે, પણ સમયનો સંગ્રહ નથી કરી શકાતો.
* ગૌતમ એટલે - ભગવાનનું પ્રકૃષ્ટ વચન.
[ ગૌ = વાણી, તમ = ઉત્તમ, ગૌતમ = ઉત્તમ વાણી] એ અર્થમાં “મવં યમ મા પમયU !” આ સૂત્રનો અર્થ વિચારવા જેવો છે.
* જીવન અમૂલ્ય કે સમય ? સમય એ જ જીવન.
૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ