Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તીર્થોમાં પ્રતિષ્ઠા - અંજનશલાકાઓ છે. ૫. કીર્તિચન્દ્ર વિજયજીની નિશ્રામાં શિખરજીમાં અંજનશલાકા છે.
આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ.ની પ્રેરણાથી શિખરજીમાં મંદિર બન્યું છે, પણ અંજન કરાવશે પં. કીર્તિચન્દ્ર વિજયજી.
આવા મંગળ મુહૂર્ત આ પદવી થઈ છે. પદને દીપાવજો. સ્વના શ્રેય સાથે સર્વનું શ્રેય કરજો.
લોક વ્યવહાર અલગ છે. આત્મ-જાગૃતિ અલગ છે. આત્મજાગૃતિ રાખીને જ લોક વ્યવહાર કરવો. એ કદી ભૂલવું નહિ.
ગમે તેટલા માન-અપમાન થાય, નિંદા-સ્તુતિ થાય, પણ બન્નેમાં સમતોલ રહેશે. પ્રેમ-મૈત્રી-કરુણા જાળવી રાખજો. જેમ હું રાખી શક્યો છું.
આ પદથી ગૌરવ નથી લેવું, પણ ચતુર્વિધ સંઘના સેવક બનવાનું છે.
ચતુર્વિધ સંઘને ભલામણ છે : જે નજરથી મને જુઓ છો તે જ નજરથી નૂતન આચાર્યને જોજો.
જે કોઈ શાસન-પ્રભાવક ગણધર ભગવંતો થઈ ગયા છે, તે બધાની શક્તિ આ નૂતન આચાર્યમાં ઊતરો, એવા અહીં વિધિ વિધાનો થયા છે. વિધિ સમયે ઉછળતા એ માત્ર ચોખા નહિ, હૃદયના ઉછળતા ભાવો હતા.
વિ. સં. ૨૦૨૯માં ભદ્રેશવરમાં [આચાર્ય-પદ-પ્રસંગે] ચોખા નહિ, પણ હું તેમાં ચતુર્વિધ સંઘના શુભ ભાવો જોતો હતો.
જે પદ જેને મળ્યું છે, તે સૌનું તમે સૌ ગૌરવ કરજો. શાસ્ત્ર સ્વાધ્યાય પ્રાણ બનાવજો. વિનય વિદ્યાને, વિદ્યા વિવેકને અને વિવેક વૈરાગ્યને વધારે. તેથી ચારિત્ર સુવાસ વધે ને વીતરાગતા આવે. આ સદ્દગુણો મેળવી તપ-જપ આદિની પ્રેરણા આપી ચતુર્વિધ સંઘને સન્માર્ગે વાળજો.
હવે નૂતન આચાર્યને વંદન થશે. | [ નૂતન આ. શ્રી વિજય કલાપ્રભસૂરિજીને પદપ્રદાતા ગુરુદેવ
૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ