Book Title: Kahan Ratna Sarita Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust View full book textPage 6
________________ 3 પ્રકાશકીય ‘કહાન રત્ન સરિતા’(ભાગ-૧) નામક આ લઘુકાય ગ્રંથનું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. આ ગ્રંથના વિષયનું સંક્ષેપ વિવરણ ‘વિષય પ્રવેશ’ માં આપવામાં આવેલ છે. વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રનો યોગ થયા પછી પણ કેવા કેવા પ્રકારની ભૂલોને કા૨ણે જીવ મોક્ષમાર્ગથી વંચિત રહી જાય છે, એ વિષય ઉપર અધ્યાત્મ યુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ અનેકવિધ પ્રકારે સ્પષ્ટીકરણ આપ્યું છે. આવા અનેક પ્રકારના બોલ પરમાગમસાર' નામના ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યા છે. એવા યુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રીના અનેક વર્ષોનો સમાગમ તથા નિકટ સાન્નિધ્ય જેમને સંપ્રાપ્ત થયું છે, એવા સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈએ સ્વયંની સરળ તથા મૌલિક શૈલીમાં ‘પરમાગમસાર' ના વચનામૃતો ઉપર પ્રવચનો આપ્યા છે. જે પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. માર્ગની ખોજ જેને ચાલે એવા સુપાત્ર જીવોને માટે આ પ્રકાશન અવશ્ય એક પ્રકાશસ્થંભ સમાન નીવડશે એવી આશા છે. ‘કહાન રત્ન સરિતા’ મુમુક્ષુજીવને ચૈતન્યપ્રાણનું નવજીવન અર્પે એવી છે. જે સરિતામાં વહેતાં ચૈતન્યામૃતનું પાન કરી મુમુક્ષુજીવ અજર અમર પદને પ્રાપ્ત થઈ શકે છે. આ ગ્રંથનું અધ્યયન કરવાથી પાઠકવર્ગને અવશ્ય અમૂલ્ય એવાં અનેકવિધ વિષયો સંબંધિત માર્ગદર્શન મળશે એવો વિશ્વાસ છે. આવાં જ અમૂલ્ય પ્રવચનો ભવિષ્યમાં જુદાં-જુદાં ભાગોમાં પ્રકાશિત ક૨વાની ભાવના છે. આ ગ્રંથમાં છપાયેલાં સર્વ પ્રવચનોને સૌ પ્રથમ અક્ષરશઃ ઑડિયો કેસેટ ઉપરથી ઉતારી લેવામાં આવ્યા છે. ત્યારબાદ તેનું સંપાદન કરતી વખતે પણ કેસેટોને સાંભળીને સંપાદન કરવામાં આવ્યું છે. જેમાં જરૂર લાગે ત્યાં વાક્ય રચનાને પૂર્ણ ક૨વા અર્થે કૌંસ ભરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રેસમાં મોકલતાં પહેલાં બીજા મુમુક્ષુ દ્વારા કેસેટ સાંભળીને ફરીથી મેળવીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 258